________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૫)
બોલી ઉઠશે. અરે દૂત ! શું આ ભારતવર્ષમાં અમારે માથે પણ કઈ સ્વામી તરિકે આજ્ઞાકારક છે કે ?
આહવમલ્લ રાજાએ શાંતપણે પુત્રને જણાવ્યું. વત્સ ! જયવમ રાજ નિરંતરનો અમારો સ્વામી છે. તેમ સ્વધર્મ (એક ધર્મ પાળનાર ) તથા મિત્ર હોવાથી વિશેષ પ્રકારે પ્રસાદને કરવા યોગ્ય છે.
- કુમાર ! મારે જ્યવમ રાજાની પાસે હમણાં જ જવું પડશે. માટે ઘણા દિવસની પુત્ર વિયોગી તારી માતાની પાસે તેના સંતોષ માટે તું હમણ અહીં જ રહે.
પિતાનાં વચન સાંભળી વિનયપૂર્વક કુમારે જણાવ્યું, પિતાછ ! જે તેમજ છે એટલે જયવર્મ રાજાની પાસે જવું જ જોઈએ તો આપ અહી રહે, અને આપને બદલે હું તે રાજાની પાસે જઈશ.
પુત્રને વિશેષ આગ્રહ જાણું, રાજાએ તેને જવાની રજા આપી. વિજયકુમાર હય, ગજ, રથ, સેનાદિ સાથે લઈ થોડા જ વખતમાં અયોધ્યાનગરોમાં આવી પહોંચ્યો.
એક સ્થળે સન્યને પડાવ નાંખી, કેટલાએક સેવકોને સાથે લઈ વિજયકુમાર રાજસભામાં આવ્યો. જયવર્મ રાજાને નમસ્કાર કરી, પોતાની ઓળખાણ કરાવી. અર્થાત હું આહવમલ રાજાને પુત્ર છું– વિગેરે જણાવ્યું. રાજાએ તેને સત્કાર કરી બેસવાને આસન અપાવ્યું. શાંતપણે વિજયકુમાર સભામાં બેઠે.
જંગલમાં કે વનમાં દૂર ઉગેલાં સુગંધી પુષ્પોની સુવાસ જેમવાયુ ઠેકાણે ઠેકાણે ફેલાવે છે તેમ-વિજયકુમારના વિજ્ઞાન, કળા, રૂપ, લાવણ્ય, ન્યાય અને પરાક્રમાદિ ગુણેને યશવાદ આખા શહેરમાં ફેલાયો.
એ અવસરે જયવમે રાજાની પુત્રી શીળવતી અનેક સખીઓના પરિવાર સહિત પિતાને નમન કરવા નિમિત્તે સભામાં આવી. પિતાને નમસ્કાર કરી કુંવરી રાજાની પાસે બેઠી. સભાના લોકો તરફ નજર કરતાં તે કુંવરીની દષ્ટિ વિજયકુમારના મુખારવિંદ ઉપર પડી. અને કાંઈક સરાગ દૃષ્ટિથી તેણે કુમારને જોવા લાગી. કુમારીને સરા
For Private and Personal Use Only