________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૧) વાથી રાગ, દ્વેષાદિગ્ની ઉત્પત્તિ સિવાય બીજો કોઈ પણ ફાયદો મને જણાતો નથી.
ચંચળ લક્ષ્મીનો ત્યાગ કરવાથી (દાન આપવાથી) પણ કીર્તિ પિદા થાય તે પણ અમર કયાંથી હાય! માટે આ જન્મનું અત્યાર સુધીનું મારું જીવિતવ્ય બાવા નિષ્ફળ થયું છે. આ પ્રમાણે વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યો કે, જીનેશ્વર ભગવાનનાં ચરણારવિંદનું આરાધન કરતાં અર્થાત તેમની આજ્ઞા મુજબ વર્તન કરતાં જે કીતિ પેદા થાય છે; તે શાશ્વત સુખને અર્થે થાય છે. માટે હવેથી મારે તેને અથેજ પ્રયત્ન કરવો.
જીનેશ્વર ભગવાનની આરાધના જ્ઞાની પુરૂષએ બે પ્રકારે બતાવી છે. એક તે જનભૂવનજનબિંબદિ કરાવવાં, અને તેનું પૂજનઅર્ચન કરવાથી આરાધના થાય છે. અને બીજી આરાધના પાંચ મહાવ્રત પાળવાં, દુષ્કર તપશ્ચરણ અને ચારિત્ર ક્રિયાદિ કરવાથી થાય છે.
પહેલી આરાધના અશાશ્વત અને દ્રવ્યાદિકને સ્વાધીન છે અને બીજી આરાધના શાશ્વત અને પિતાને સ્વાધીન છે. વિવેકી અને વિરક્ત પુરૂષોને વિશેષ પ્રકારે બીજી આરાધના કરવા લાયક છે. કેમકે ચિંતામણું રત્નની માફક દુર્લભ મનુષ્યભવ પામી, સાશ્વત સુખની પ્રાપ્તિ થાય તે ધમ અવશ્ય કરવો જોઈએ.
જો આમજ છે તો મારે પણ દુષ્કર તપશ્ચરણ રૂ૫ અગ્નિવાળા વડે, કમ વનનું દહન કરો ત્રણ ભુવનની અંદર જયપતાકા મેળવવી જ.
ઈત્યાદિ વિચાર કરનાર વિજયકુમારે, જયવમ રાજા પાસે ન જતાં સુસ્થિત ગુરૂશ્રી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું.
હે સુર્શના! તે આહવમલ રાજાને પુત્ર વિજયકુમાર તે પોતે હું જ છું. મારા વ્રત ગ્રહણ કરવાનું નિમિત પણ તેજ છે કે જે મેં તારી આગળ જણાવી આપ્યું. પરિણામની વિશુદ્ધિથી મને અવધિ જ્ઞાન
For Private and Personal Use Only