________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮)
વ્રતગ્રહણ કરવાનું કારણ આપ મને જણાવશો? આપ જેવા મહાભાઓના જીવનચરિત્ર અને વ્રતગ્રહણ કરવામાં નિમિત્ત કારણ વૈરાગ્યાદિક તેનું શ્રવણ કરતાં અમારા જેવા બાળજીવ ઉપર મહાન ઉપગાર થશે. સુદર્શનાએ નમ્રતાથી પ્રશ્ન કર્યો.
આતશયજ્ઞાની તે મહાત્માએ ઉત્તર આપે. સુદર્શના ! મારું જીવનચરિત્ર અને દિક્ષાગ્રહણ કરવાનું નિમિત્તકારણ સાંભળવાની તેને પ્રબળ ઈચ્છા છે, તે મને તે સંભળાવવામાં કાંઈ અડચણ નથી.
જ્યારે આ જીવને ઈદ્રિય વિષયરૂપ વિષધર (સર્પ) પિતાની વિક રાળ ઝેરી દાહથી હૃદયમાં હસે છે, ત્યારે વિષયરૂપ વિષથી શરીર ઘે. રાતાં, કર્તવ્યાકર્તવ્યના વિવેથી બેભાન થઈ, નાનાપ્રકારની, વિષમ વિપત્તિના ખાડામાં જઈ પડે છે, વિવિધ પ્રકારના દુઃખ પામે છે. દુખથી મહાન વેદના અનુભવે છે, વેદનાથી ખેદ પામે છે. ખેથી વિચાર પ્રગટ થતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્યથી ઉત્તમ બધ થાય છે
અને ઉત્તમ બોધથી વિવેક પ્રગટ થાય છે, અને વિવેકથી વાસિત બુદ્ધિ વાળા જીવો જનધર્મનું અનુસરણ કરે છે, આ ધર્મ બે પ્રકાર છે. યતિ ધર્મ અને ગૃહસ્થ-શ્રાવક ધર્મ. યતિધર્મ દશ પ્રકારનો છે અને ગૃહસ્થ ધર્મના બાર ભેદ છે; છતાં ગૃહસ્થાશ્રમમાં રહેલા અને વિષયાદિમાં આસકત થયેલા ગૃહસ્થોને પૂર્ણ ધમ ક્યાંથી હોય? આ પ્રમાણે વિચાર કરી મહાસવવાળા મનુષ્યો શ્રમણ ધર્મ (સાધુ માર્ગ) ને આશ્રય કરે છે-એટલે મારા સંબંધમાં તેમજ બન્યું છે.
સુદર્શન! સામાન્યથી વિષયને વિપાક અને તેથી ઉગ પામી મનુષ્યો ત્યાગ માર્ગને આકાય કરે છે. તે વાત મેં તને જણાવી, હવે વિષયમાં આસક્ત છવ, કેવી રીતે દુઃખ પામે છે તે મારા દષ્ટાંતથી. હું તને વિશેષ પ્રકારે બતાવું છું. અર્થાત મારું જીવનચરિત્ર હું તને સંભળાવું છું. તું સાવધાન થઇને સાંભળ.
For Private and Personal Use Only