________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩)
ઋષભદત સાર્થવાહે જણાવ્યું. અહા ! જયવર્મ રાજાની પુત્રી શળવતી ! તે તે અમારા ભરૂઅચ્ચ નગરના મહારાજા જિતશત્રુની ભાણેજ થાય છે. અહીં વિધિવિલસિત તે કેટલે બધે દૂર આવી રહી છે ! અમારા મહારાજાની ભાણેજ તે અમારી પણ ભાણેજી. મહાન પુણ્યદયથી અહીં તેની શુદ્ધિ મળી છે. વિજયકુમાર તેની પછાડી શોધ કરવા ગયો હતો. વિધાધરને જીતીને પાછા આવતાં તેણે સર્વ સ્થળે શીળવતીની શોધ કરી, પણ તેની બીલકુલ શુદ્ધિ તેને મળી ન હતી.
રાજાએ ટકોર કરી હસતાં હસતાં જણાવ્યું. સાર્થવાહ ! આ શીળવતી તમારી ભાણેજી થાય, સુદર્શનાની માસી લાગે, રણની બહેન થાય. આમ અહી તમારું કુટુંબ આવી મળ્યું અને હું તો એ જ રહ્યો. ઈત્યાદિ શાકને દૂર કરાવનાર, આનંદી વચનોએ શીળવતીને આશ્વાસન આપી રાજાએ જણાવ્યું-શીળવતી ! તું મને જનધર્મનું સ્વરૂપ સમજાવ. સર્વ ધર્મો જાણવા જોઈએ, અને તેમાંથી આત્માને હિતકારી હોય તે આદરવું જોઈએ. વ્યવહારમાં પણ મનુષ્ય પ્રથમ જાણીને પછી જ કાર્યનો આદર કરે છે.
આ અવસરે ધર્મયશ નામના ચારણશ્રમણ (યુનિ) નંદીશ્વર પ તરફ આકાશમાર્ગે જતા હતા તે ત્યાં થઈને જતાં, ધર્મના અથા રાજાને સભામાં બેઠેલે દીઠે. પ્રવર અવધિજ્ઞાનથી રાજાના અભિપ્રાયને જાણીને તે મહાત્માએ વિચાર કર્યો કે-જિનેશ્વર ભગવાને કહેલ ધર્મને બોધ આપ તે મહાન તીર્થ છે. કહ્યું છે કે :
जिणभूवण किंवपूया दाणदयातवसुतिथ्यजत्ताणं ॥ धम्मोदए सदाणं आहियं भणियं जिणंदेहि ॥१॥
જિનમંદિર બંધાવવું, પ્રતિમાજીની પૂજા કરવી, દાન આપવું, દયા પાળવી, તપશ્ચર્યા કરવી અને તીર્થયાત્રા કરવી તે કરતાં પણ
ને ધર્મને ઉપદેશ આપવાનું ફળ, જિનેકોએ અધિક કહેલું છે.
For Private and Personal Use Only