________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૩) ભક્તિ કરવી અને ધીરજ, સત્યાદિ અનેક ગુણ ધારણ કરવાં જોઈએ. ગૃહસ્થાશ્રમને સર્વથા ત્યાગ કરનાર અર્થાત્ સર્વ સંગને ત્યાગ કરનાર યેગી પુરૂષ, આ પ્રમાણે વર્તન કરી પોતાના સત્વબળથી ઘણા થોડા વખતમાં નિર્વાણ નગરમાં જઈ પહેચે છે. આ ત્યાગમાર્ગ (યતિધર્મ) સ્વીકારવામાં જે પોતાનું અસમર્થપણું પોતાને જણાય તો તેઓએ વિધિપૂર્વક ગૃહસ્થધમ અંગીકાર કરે. આ ગૃહસ્થ ધર્મ કાલાંતરે પણ મેક્ષસુખનું કારણ થાય છે.
ગૃહસ્થાએ નિરપરાધી ત્રસ જીવોની હિંસા ન કરવી. બીજા જીવોની પણ બને ત્યાં સુધી રક્ષા કરવી. ૧. કન્યાલિકાદિ પાંચ મેટાં અસત્યનો ત્યાગ કરે. ૨, પરદ્રવ્ય અપહરણ ન કરવું. ૩, પરસ્ત્રીગમન સર્વથા વર્જવું. ૪, સર્વ જાતિના પરિગ્રહને સ્વઇચ્છાનુસાર પરિમાણ કરવું. ૫
આ નિયમ દિવિધપણે પાળવાં. એટલે તેનાથી વિપરીત મન, વચન, કાયાએ કરવું તેમ કરાવવું નહિ.
નૃપતિ ! સંસારસમુદ્રને મથન કરનાર આ ગૃહસ્થનાં પાંચ અણુવ્રત કહેવાય છે.
દશે દિશાઓમાં ગૃહ, વ્યાપાર અર્થે ગમન કરવાનું પરિ.. માણ કરવું. ૬
એક વાર કે અનેક વાર જે વસ્તુ પોતાના ઉપભોગમાં આવે તેવી ભોગપભોગ વસ્તુનું પરિમાણ કરવું. ૭
પાપને ઉપદેશ, આdધ્યાન, હિંસા થાય તેવાં ઉપકરણ અને પ્રમાદ આચરણ. આથી થતો ચાર પ્રકારનો અનર્થદંડ, તેને પ્રયત્નપૂર્વક ત્યાગ કર. ૮
ઓછામાં ઓછો આખા દિવસમાં બે ઘડી પર્યત સમભાવમાં રહેવાનો પ્રયત્ન કરવો તે સામાયક વ્રત કહેવાય છે. ૯
દિશિનિયમ વ્રતનો એકએક દિવસ માટે સંક્ષેપ કરો
For Private and Personal Use Only