________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૨)
કેમકે પ્રસુતિ વખતે માતાને જે દુઃખ થાય છે, તે દુઃખની આગળ દુનિયાનાં બીજાં દુ:ખ લાખમેં ભાગે પણ નથી. તે સર્વ દુખ સહન કરી બાળ અવસ્થામાંથી આવી યુવાવસ્થામાં મને લાવી મૂકતાં, આપને ઘણું ખમવું પડયું છે, તે ઉપગાર સાભી નજર કરતાં, મારા આ જન્મ પયતનું સુકૃત આપને અર્પણ કરું તે પણ ડું જ છે.
આ પ્રમાણે માતા, પિતા સાથે છેલ્લી વખતનું સંભાષણ કરતી પુત્રીને દેખી તેમજ તેણીનો વિનય, વિવેક અને માતૃપિત પ્રત્યેની ભક્તિની લાગણું દેખી રાજાનું હૃદય ભરાઈ આવ્યું. તેની આંખોમાં થી મોતી જેવડાં આંસુ ઝરવા લાગ્યાં.
રાજાએ સુદર્શનાના મસ્તક ઉપર હાથ મૂકી. હૃદયથી ચાંપી ગદ્ગદિત કંઠે જણાવ્યું, મારી વહાલી પુત્રી ! તું ફરીને અમને કયારે મળીશ ? તારા લાંબા વિગ-અગ્નિથી બળતા અમારા શરીરને શાંત કરવાને અમૃત તુલ્ય તારું દર્શન કરી અમને કયારે થશે ? આ પ્રમાણે રાજા પુત્રી સાથે વાર્તાલાપ કરે છે તેવામાં પુત્રીને દીધ વિયાગરૂપ જાણે વજને પ્રહાડ પડયે હેય નહિ તેમ શૂન્ય હૃદય થવાપૂર્વક રાણું ચંદ્રલેખા અકસ્માત જમીન ઉપર ઢળી પડી. રાજા પિતાનું દુઃખ ઓછું કરી, રાણીની સારવાર કરવામાં રોકાયા. અનેક શીતળ ઉપચાર કરતાં રાણી કેટલીક વાર શુદ્ધિમાં આવી અને તરતજ વિલાપ કરવા લાગી. રાણુને વિલાપ કરતી દેખી, ધીરજ આપવાપૂર્વક અનેક રીતે શીળવતી સમજાવવા લાગી. બહેન ! તું પિતે પુત્રીની હિતસ્વી છે, છતાં આવા મંગળ કરવાના અવસરે વિલાપરૂપ અમંગળ શા માટે કરે છે ?
સુદર્શનાએ પણ ધીરજ આપતા જણાવ્યું–માતા ! તમે આ શું કરે છે ? આ વખત તો તમારે અનેક પ્રકારની હિત શિખામણ આપીને માતાની ફરજ બજાવવી જોઈએ. તેને બદલે તમે પોતે આમ દિલગીર થાઓ છે, તો પછી અમારા જેવાં બાળકોની ધીરજ કેમ ટકી રે ?
For Private and Personal Use Only