________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩)
સંબંધમાં તમને કાંઈ પણ ભલામણ કરવા જેવું નથી, પણ તમને અહીંથી જોઈએ તેટલી મદદ મળવાનું જાણવા છતાં, આટલો વખત છુપી રીતે દુઃખમાં રહ્યાં તેમ ન કરશે અને હિતકારી કાર્યમાં મારી પુત્રીને પૂર્ણ રીતે સહાયક થશો.
કષ્ટમાં આવી પડેલા ઉત્તમ મનુષ્યો પણ હતપ્રભાવ થાય છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી, કેમકે અતિ ઉચ્ચતર સ્થિતિનું સ્મરણ કરતાં મુનિઓ પણ વિમનસ્ક થાય છે.
શીળવતીએ નમ્રતાથી જણાવ્યું. મહારાજ ! વારંવાર મારી સ્થિતિને યાદ કરાવી, અપની પુત્રીને અથે, આપ મને શા માટે ઓળભે આપે છે ? ભરૂઅચ્ચ પહોંચ્યા પછી થોડા જ દિવસમાં આપની પુત્રીની કુશળ પ્રવૃત્તિ આપ સાંભળશો માટે તે સંબંધી ચિંતા ન કરતાં આપ તેને રાજીખુશીથી ભરૂઅચ્ચ આવવા આજ્ઞા આપો કે તેણી પિતાનું ઈચ્છિત આત્મસાધન કરે. હું તેની સાથે છું. સુખમાં પ્રથમ ભાગ હું તેને આપીશ અને દુખમાં પ્રથમ ભાગ હું લઈશ.
અચ્ચ જવા માટે રાજપુત્રી પૂર્ણ ઉકઠાવાળી છે. દરેક પ્રકારની સગવડ કરાવી આપનાર ઉત્સાહ સાથે વાહ સાથે છે. તેણની મદદગાર રાજપુત્રી શીળવતી છે. ઈત્યાદિ અનુકૂળ નિમિત્તો દેખી રાજાના મનને શાંતિ થઈ. રાજા સભામાંથી ઉો. એડલે બીજા પણ સ ઉઠયા.
રૂષભદત્ત સહિત રાજાએ પ્રથમ સ્નાન કર્યું અને પછી મુનિશ્રીના કહેવા પ્રમાણે તે શ્રેષ્ટિની સાથે વિધિપૂર્વક દેવપૂજન કર્યું. ઉચિતતાનુસારે દાન આપી રાજાદિક સર્વજોએ ભે જન કર્યું. ભેજન કર્યા બાદ શ્રેણીની સાથે રાજા ધર્મવાર્તામાં ગુંથાયે
ધર્મચર્ચામાં રાજાનું મન એટલું બધું લાગ્યું હતું કે-સમય, ઘડી અને પ્રહરેએ કરી પિતાના પ્રતાપને ઓછો કરતો સૂર્ય તદ્દન નિસ્તેજ થઈ ગયો અને થોડા વખતમાં તો પશ્ચિમ દિશામાં ગેબ થઈ ગયો.
For Private and Personal Use Only