________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮)
ધન્ય છે તે સ્ત્રી, પુરૂષોને કે જેઓ પાંચ ઈન્દ્રિયરૂપ અને ગુણિરૂપ લગામથી ખેંચી, સંતેષરૂપ નંદન વનમાં ધારી રાખે છે. ધન્ય છે તે મહાસત્તવાન છોને કે જેઓ કામરૂપ ગજેન્દ્રના વિકટ કુંભસ્થળને ભેદી બ્રહ્મચર્ય સહિત ઘોર તપશ્ચર્યા કરે છે.
ધન્ય છે તેવા પરાક્રમી જીવોને કે જેઓ કપાયરૂપ અગ્નિને ક્ષમાદિક પાણીથી બુઝાવી પરમ શાંતિપદને પામે છે.
રાગ, દ્વેષ, મોહાદિ નિબિડ પાપ બંધનોને બાળી, સંસાર પરિભ્રમણના કારણોને તોડી મોક્ષપદ પ્રાપ્ત કરે છે તે મહાત્માઓને ખરેખર ધન્યવાદ ઘટે છે.
વહાલી માતા ! સદગુરુના મુખથી મેં ધર્મ સાંભળ્યો છે, જાતિસ્મરણ જ્ઞાનથી કમ વિપાકને અનુભવ મેળવ્યો છે, અને તેથી જ, જન્મ મરણાદિથી ત્રાસ પામું છું, તે ત્રાસને દૂર કરવા માટે જ મારે તેમજ આપને તે ધર્મમાં વિશેષ પ્રયત્ન કરવો જોઈએ.
જનની ! મારા ઉપર આપને પૂર્ણ સનેહ છે, તે સ્નેહ ત્યારે સાર્થક ગણાય કે મને ધમ માર્ગમાં વિદત ન કરતાં, મારો માર્ગ તમે સરળ કરી આપે, અને તમે પોતે પણ ધર્મમાં ઉજમાળ થાઓ. તમે જિનમંદિર બંધાવે, સુપાત્રમાં દાન આપો અને જીવો ઉપર વિ. શેષ દયાળુ થાઓ. ધર્મ સિવાય આ સંસારમાં બીજો કોઈ તાત્વિક સ્નેહી નથી. સ્વાર્થને ખાતર કે સ્વાર્થ પર્યત સ્નેહી થનાર તે તાત્વિક સ્નેહી કેમ ગણાય ? આ પ્રમાણે સુદર્શને પોતાની માતા ચંદ્રલેખાને સારભૂત ધાર્મિક વચનોથી પ્રતિબોધ આપતી હતી તેટલામાં પ્રાતઃકાળને સુચક વીણા, શંખ અને વાજીના શબ્દો તેઓને કાને આવ્યા. આખી રાત્રિની સુદર્શનાની મહેનત કેટલે દરજજે સફળ થઈ; કેમકે ચંદ્રલેખાને તેના ઉપદેશની સારી અસર થઈ હતી.
For Private and Personal Use Only