________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૫)
રહ્યાં હતા. પુત્રીમાં મેહ હેવાથી તેનાં નેત્રમાંથી નિદ્રા રીસાઈ ગઈ હતી. શય્યામાં તે આમ તેમ આળોટતી હતી અને પુત્રીને ભાવી વિયોગ સાંભળી તેણનું હદય કંપતું હતું. છેવટે સુદર્શનાએ પિતાની પાસે એકાંતમાં લાવી, સુદર્શના તરત જ માતાની પાસે આવી.
માતાએ રડતાં રડતાં પુત્રીને ખોળામાં બેસારી જણાવ્યું. મારી વહાલી પુરા ! ઘણું મહેનતે, પુન્યના ઉદયથી કુળદેવીએ મને એક જ પુત્રી આપી છે. મારી ગુણવાન પુત્રી ! તારે મારા સર્વ મનેરો પૂર્ણ કરવાં જ જોઈએ. હજી સુધી તારી સખીઓની સંઘાતે આ વિસ્તારવાળા મહેલના આંગણામાં કંદુક(દડા ની રમત રમતાં પણ મેં તને દેખી નથી. વસંત ઋતુમાં નાના પ્રકારના શૃંગાર પહેરી પ્રિય સખીઓ સાથે જળક્રીડાદિ ક્રીડા કરતાં મેં તને બીલકુલ દીઠી નથી. હજી સુધી પાણિગ્રહણ કરવાના અલંકારોથી અલંકૃત થયેલી, યાચકેને દાન આપતી અને બંદીવાનોથી સ્તુતિ કરાતી મેં તને દેખી નથી. પુત્રી ! આ વૈરાગ્ય ધારણ કરી તારે ક્યાંય પણ જાવું નહિ. આ રાજ્યની સર્વ વસ્તુ તારે સ્વાધીન છે. બીજી પણ તેને જે જે વસ્તુની જરૂર હશે તે સર્વ વસ્તુ હું તને અહીં જ મેળવી આપીશ.
સુદર્શનાએ નમ્રતાથી જણાવ્યું. માતાજી! આ મનુષ્યપણું જુ કે સર્વ ગુણોથી અલંકૃત છે. તો પણ અરણ્યમાં ઉત્પન્ન થયેલા કમળની માફક ધર્મપ્રાપ્તિ સિવાય નિરર્થક છે.
માતા ! દીર્ધદષ્ટિથી વિચાર કરશો આપને જણાઈ આવશે કે-નાના પ્રકારની અશુચિથી ઉત્પન્ન થયેલા આ માનવ દેહમાં અજ્ઞાની છો બાળ, યુવા કે વૃદ્ધાવસ્થામાંથી કઈ અવસ્થામાં ધર્મ કરી શકે તેમ છે ?
બાલ્યાવસ્થામાં અશુચિથી ખરડાયેલું શરીર, સુખ, દુઃખ, બેલવામાં અસમર્થતા, દૂધપાનાદિ ભેજન સ્થિતિ પણ પરાધીન અને શરીર ઉપર બણબણાટ કરતી માખીઓને ઊડાડવામાં પણ શરીરની
For Private and Personal Use Only