________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯)
સાક્ષીએ યથાશક્તિ પચ્ચખાણ કરવું, અને ધર્મોપદેશ સાંભળો. ધર્મોપદેશ ચાલતો હોય તો ધર્મ કહેવામાં કે ધમ સાંભળનારને સાંભળવામાં ખૂલના કે અંતરાય ન થાય તેવી રીતે સામાન્ય વંદન કરી બેસી જવું અને પછી અવસરે પચ્ચખાણ કરવું. ગૃહસ્થોએ ધર્મ વિરુદ્ધ વ્યાપારને ત્યાગ કરવો જોઈએ. જેમાં અનેક જીવોનો સંહાર થતો હોય તે ધર્મ વિરુદ્ધ વ્યાપાર કહેવાય છે. તારતમ્યતાને કે લાભાલાભનો વિચાર કરી, જેમાં બીજા જીવોને ઓછા ત્રાસ થતો હોય કે બીલકુલ ત્રાસ ન થતું હોય તેવા સાધનો મેળવી આજીવિકા કરવી.
મધ્યાહ્ન વખતે ફરી દેવપૂજા કરી, નૈવેદ્ય મૂકી, પ્રારુક અને નિર્દોષ આહારથી મુનિઓને પ્રતિલાભવી અર્થાત સુપાત્રને દાન આપવું.
દુઃખી થતા સ્વધર્મ બંધુઓને યોગ્યતાનુસાર યથાશક્તિ મદદ આપવી. દીન દુઃખીયા પ્રાણીઓને અનુકંપા બુદ્ધિથી શકત્વનુસાર સુખી કરવા. ઇત્યાદિ ઉપયોગી કાર્ય કરી બહુબીજ, અભક્ષ્ય, કંદમૂળાદિને ત્યાગ કરી, પચ્ચખાણ યાદ કરી (પારી) ગૃહએ ભોજન કરવું. ભોજન કર્યા બાદ દેવ, ગુરુને યાદ કરી જે એકાસનાદિ નિયમ હેય તે પચ્ચખાણ કરી લેવું અને તેમ ન હોય અથવા જમવાની ઇચ્છા હોય તો, દિવસના આઠમા ભાગ જેટલો દિવસ બાકી હોય ત્યારે ફરી ભજન કરી લેવું. અને પછી આહારનું પચ્ચખાણ કરવું. સંધ્યા વખતે ફરી ઘરદેરાસરનું પૂજન કરી (ધૂપ, દીપ, આરતિ પ્રમુખથી પૂજન કરી) વંદન કરી, પ્રતિક્રમણ કરવું અને છેવટે શુભ ભાવથી સ્વાધ્યાય ધ્યાન કરવું.
ઘરના આગેવાન માલિક શ્રાવકે, પિતાના ઘરના મનુષ્યોને યથાયોગ્ય અકાયથી પાછા હઠાવવાં, અને ધર્મકાર્યમાં ઉજમાળ થવા ધર્મોપદેશ આપ. વળી તિથિને દિવસે અવશ્ય મિથુનને ત્યાગ કરવો અર્થાત બ્રહ્મચર્ય પાળવું. બની શકે ત્યાં સુધી વિષયથી વિરકત રહેવું. શયન કરવાના ( સુવાના) અવસરે અરિહંતાદિ ચાર શરણું
For Private and Personal Use Only