________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૭) વિક્યા(સ્ત્રીકથા, દેશકયા, રાજ્યકથા અને ભોજનકથા )દિને પણ વિવેકી પુરુષોએ ત્યાગ કરે.
હે નૃપતિ ! આ પ્રમાણે ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક ગૃહસ્થ ધમ મેં તમને સંક્ષેપમાં સમજાવ્યો.
વળી ગ્રહોને પ્રતિદિવસ કરવા લાયક કાર્ય હું તમને સમજાવું છું, જેનો આદર કરનાર મનુષ્ય, ઘણી લેડી મુદતમાં સંસારપરિભ્રમણને અંત(છેડે) પામે છે.
પ્રકરણ ૧૮ મું.
- - ગૃહસ્થનાં નિત્ય કર્તવ્ય. ધમાંથા ગૃહરએ રાત્રિના છેલ્લા પહેરે અવશ્ય જાગૃત થવું. જાગૃત થવાની સાથે જ પંચ પરમેષ્ઠી મહામંત્ર નવકારનું બની શકે તેટલી વાર સ્મરણ કરવું. પછી પિતાની જાતિ, કુળ, દેવ, ગુરુ અને ધર્મ સંબંધી વિચાર કરવો. જેમકે હું કઈ જાતિમાં ઉત્પન્ન થયો છું ? મારું કુળ કયું છે ? જાતિ તથા કુળાનુસાર મારે કેવાં કામ કરવાં જોઈએ ? હું જે કર્તવ્ય કરું છું તેમાં ધર્મને યા આત્માને અનુકૂળ કાર્ય કેટલાં છે ? ધર્મને અનુકૂળ આચરણમાં મારો પ્રયત્ન કેટલો છે અને તેમાં વધારો કેવી રીતે કરી શકાય છે તેમાં આવતાં વિદને મારે કેવી રીતે દૂર કરવાં? મારાથી અકાર્ય કેટલાં અને કયાં બને છે ? તે બનતાં કેમ અટકાવાય? તે અકાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર નિમિત્ત કોણ કોણ છે? તે કેટલાં છે ? તે એ છો કેમ થાય છે તેવાં માઠાં કાર્યનું પરિણામ આજ સુધીમાં મને કેટલું દુ:ખરૂપ થયું છે ?
For Private and Personal Use Only