________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૮)
મારે ઇટદેવ યાને આરાધના કરવા લાયક દેવ કોણ છે ? મારા ધર્મગુરુ કોણ છે ? મારો ધર્મ શું છે ? આ માનવ જિંદગી સફળ કરવા માટે અને દુઃખથી મત થવા માટે મારે કેવાં કર્તવ્ય કરવાં જોઈએ ? હું અત્યારે કેવા યા કયા માર્ગે ચાલનાર મનુષ્યની સોબતમાં છું? તેનાથી મને શું ફાયદો કે ગેરફાયદો થાય છે કે થવાને છે? ઈત્યાદિ બાબતોને ઘણી બારીકાઈથી વિચાર કરો. તેમાં કેટલાક વખત પસાર કરી પોતાની ભૂલ સુધારી, યા આજના દિવસને માટે
આ પ્રમાણે જ વર્તન કરવું, ” વગેરે નિશ્ચય કરી છે આવશ્યક (પ્રતિ ક્રમણ) કરવાં. છ આવશ્યક આ પ્રમાણે છે- પાપના વ્યાપારની નિવૃત્તિરૂપ બે ઘડી પર્યત સમભાવે રહેવું. રહેવાને નિર્ણય કરે ત્યા નિયમ કરે તે સામાયિક. ૧. વીસ તીર્થંકર દેવની સ્તુતિ કરવી. ૨. ગુરુને વંદન કરવું. ૩. રાત્રિમાં થયેલ પાપને યાદ કરી તેમજ ગૃહસ્થ ધર્મને લાયક અંગીકાર કરેલ બાર વ્રતમાં જે જે દૂષણરૂપ અતિચાર અજાણતાં કે જાણતાં સહસા લાગી ગયાં હોય તેની માફી માગવી, ફરી તેમ ન થાય તે માટે દઢ નિશ્ચય કર. ૪. લાગેલા પાપના પ્રાયશ્ચિત નિમિત્તે કાઉસગ્ગ ( અમુક વખત સુધી ધ્યાનસ્થ રહી પરમાત્માના ચિંતન
મરણ કરવારૂપ) કર. ૫. અને આવતાં કર્મ અટકાવવા નિમિત્ત યથા શક્તિ પચ્ચખાણ (નિયમ-તપશ્ચર્યા) કરવું. ૬. આ છ આવશ્યક કરવા લાયક હેવાથી તેને આવશ્યક કહે છે. ત્યારપછી સર્વોદય થતાં જ સ્નાન કરી, વેત વસ્ત્ર પહેરી, મુખકેશ બાંધી ગૃહત્ય(ઘર દેરાસરમાં રહેલા પ્રતિમાજી)ની પૂજા કરે.
ત્યારપછી દિવાન શ્રાવક હેય તે આડંબરથી અને સામાન્ય શ્રાવક પિતાને વૈભવ અનુસાર શહેર કે ગામમાં આવેલા મેટા ચિત્યમાં (દેરાસરમાં) પૂજા કરવા માટે જાય. વિધિપૂર્વક પ્રવેશ કરી, જિનેશ્વર ભગવાનની પ્રતિમાજીનું પૂજન કરવા પૂર્વક વંદન કરે. પિતાની મેળે કરેલ પચ્ચખાણ દેવ સાક્ષીએ ફરીને મંદિરમાં યાદ કરે.
દેવવંદન કર્યા બાદ ગુરૂની પાસે જવું. ગુરુને વંદન કરી ગુરુ
For Private and Personal Use Only