________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮)
સુદર્શના ! આ પ્રમાણે સંક્ષેપમાં પણ વિશેષ પ્રકારે તારી આગળ મેં પુણ્ય, પાપનાં ફળ બતાવ્યાં. જે વિશેષ કર્મના નિમિત્તથી પાછલા જન્મમાં તું દુઃખ પામી છે, તે વૃત્તાંત હવે હું તને જણાવું છું.
પ્રકરણ ૧૭ મું.
કર્મને વિપાક અને ધર્મોપદેશ.
સુદર્શન ! ગયા સમળીને ભવમાં તે જે દુ:ખને અનુભવ કર્યો છે, તેનું કારણ તેની પહેલાંના ભવમાં કરેલું કર્મ છે. એટલે આ ભવથી ત્રીજા ભવમાં વૈતાઢય પર્વત ઉપર આવેલી દક્ષિણ શ્રેણી કે જેમાં ગગનવલર નામનું શહેર હતું તેમાં અમિતગતિ નામનો વિદ્યાધર રાજા રાજ્ય કરતો હતો. તેને જયસુંદરી નામની રાણી હતી. તે રાણીને વિજયા નામની ગુણવાન પુત્રી હતી. અનુક્રમે વિજયા મનુષ્યના મનને હરણ કરનાર રૂપ-લાવણ્યતાવાળું યવનવય પામી.
વિજયા પોતાની સાથે સાથે એક દિવસ તે પહાડની ઉત્તર કોણીમાં આવેલી સુરમ્ય નગરી તરફ જતી હતી. રસ્તામાં તેણીએ એક કુર્કટસર્ય (સર્પની જાતિવિશેષ ) દીઠે. તે સપને દેખી તે વિચારવા લાગી કે આ નગરી તરફ જતાં રસ્તામાં મને અપશુકન થયા, તે સપને મારી નાંખવાથી અપશુકન નિષ્ફળ થશે તેમ ધારી અજ્ઞાનતાથી બાણ તૈયાર કરી, એક જ બાણે તે નિરપરાધી સૂપને વિધી મારી નાખે. તે સંપ ત્યાંથી મરણ પામી ભરૂઅચ્ચ શહેરની બહાર મહાપાપી ૭પણે ઉત્પન્ન થયે.
વૈતાઢય પહાડ પર આવેલા રતનસંચય નામના શહેરમાં શ્રીમાન શાંતિનાથ ભગવાનનું સુંદર મંદિર હતું, તે મદિરમાં સુવેગ
For Private and Personal Use Only