________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪)
પાપમાં આસક્ત થયેલા કોઈપણ એક જીવને, જિનેશ્વર ભગવાનના કહેલા ધર્મ પ્રમાણે બધિત કરવામાં આવે તો તેણે સર્વ છોને મહાન અભયદાન આપ્યું કહી શકાય. વળી કહ્યું છે કે –
धमोवएसदाणं जिणेहि भणियं इमं महादाणं ॥ सम्मत्तदायगाणं पडिउवयारो जओ नथ्थि ॥१॥
ધમને ઉપદેશ આપે, તેને જિનેશ્વર મહાદાન કહ્યું છે. બીજ ઉપગારોને બદલો આપી શકાય છે પણ સમ્યક્ત્વ આપનારનો (પમાડનારને) પ્રત્યપ્રકાર (બદલો) કેઈપણ રીતે આપી શકાતો નથી, માટે ધર્મોપદેશ આપવો તે મહાદાન છે. ૧.
સમ્યક્ત્વ મહાદાન છે. જે ધર્મબુદ્ધિથી યા પરોપકારબુદ્ધિથી જીવે, ધર્મ સંબંધમાં બીજાને ઉપદેશ આપે તે, દુનિયામાં એવું કોઈપણ સુખ કે પુન્ય નથી કે જે તે જીવ ઉપાર્જન ન કરે.
ઈદ્રો જેના ચરણારવિંદમાં વારંવાર નમસ્કાર કરે છે તેવા તીર્થકર પણ કર્મથી દુ:ખી થતા અનેક જીવોને પ્રતિબોધ આપવા માટે સો સો જન સુધી જાય છે.
પ્રતિબોધ પામેલા જીવો ધર્મને આદર કરે છે, પાપનો ત્યાગ કરે છે, જન્મોજન્મ તેઓ સુખી થાય છે અને છેવટે શાશ્વત સુખ પણ તેઓ પામે છે.
માટે મારે પણ પરિવારસહિત આ રાજાને પ્રતિબોધ આપે, તેમજ જાતિસ્મરણજ્ઞાનથી જાગૃત થયેલી સુદર્શનાએ પણ વિશેષ પ્રકારે પ્રબોધિત કરવી. ઇત્યાદિ વિચાર કરી, ધર્મબોધ આપવા નિમિત્તે તે ચારણભ્રમણ મુનિ આકાશમાર્ગથી નીચે ઉતરી રાજસભામાં આવ્યા. મહાત્મા પુરૂષને સભામાં આવ્યા જાણું, રાજા તત્કાળ સિંહાસનથી નીચે ઉતરી પડય. સભાના સર્વ લોકે તરત જ ઊભા થઈ ગયા. એક ઊંચા ઉત્તમ આસન પર બેસવા માટે રાજાએ તે મહાત્માને નિમંત્રણ કરી. તે મહાન મુનિ પણ નેત્રથી તે આસનને પ્રતિલેખી,
For Private and Personal Use Only