________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨)
દૂતપણાનું કર્તવ્ય અને પરાધીન ભોજન, આ સર્વ પાપપુંજ વૃક્ષનાં કડવાં યાને અશુભ ફળો છે. આ કારણથી હે રાજન ! તમારી પુત્રીને પાપકાર્યમાં પ્રેરવા માટે હું કાંઈ પણ કહી નહિં શકું.
આપ જેવા મહાન નરની અભ્યર્થનાનો ભંગ કરે એ જન્મ પર્યત દુ:ખરૂપ લાગે તેમ છે, છતાં આ રથળે મારે કોઈ ઉપાય નથી. આપ તે માટે ક્ષમા કરશો એવી મારી નમ્ર પ્રાર્થના છે.
પ્રકરણ ૧૬ મુ.
ધર્મશ ચારણ મુનિ
નય હેતુ અને યુકિતવાળી શીલવતીની કથા સાંભળી, રસીલા. ધિપતિ ઓ ખુશી થયા. તેણે જણાવ્યું–શીળવતી ! તમારું કહેવું બબર સત્ય છે. વિષયાસક્ત છે દુ:ખના ભાજન થાય છે તયાપિ તેમાં તારતમ્યતા હોય છે. હાથી જમીન ઉપર બેઠેલો કે પડેલો હેયા છતાં, ધેડાએ તેને ઓળંગી શકતા નથી. તેમજ ઇતર સામાન્ય મનની માફક, મહાન ઉત્તમ મનુષ્યની પ્રબળ વિષયવૃદ્ધિ હતી નથી માટે તમે બીલકુલ ખેદ ન કરશો.
અનેક રાજાઓ જેની આજ્ઞા મસ્તક પર ધારણ કરે છે તે, અધ્યાધિપતિ જયમરાજા (તમારા પિતા) મારો મિત્ર થાય છે. તમારું અહીં આવવું થયું છે તે, ગૌરવને લાયક યોગ્ય સ્થળે જ થયું છે. મહાન રાજ્યલક્ષ્મી સર્વ તમારે સ્વાધીન છે. જેમ જોઈએ તેમ તમે તેને વ્યય કરે.
સંપત્તિથી રહિત થયેલાં, વિપત્તિમાં આવી પડેલાં, અને દેશતરમાં જઈ ચડેલાં છતાં, ઉચ્ચપદને લાયક ઉત્તમ મનુષ્ય ઉચ્ચ સ્થાનને જ પામે છે.
For Private and Personal Use Only