________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦).
પુત્રનાં વચને સાંભળી શીયળવતીએ જણાવ્યું. ભાઈ ! તમે જે વચનો કહ્યાં છે તે સર્વે મેં ધ્યાન દઈને સાંભળ્યાં છે. વિયોગી મનુષ્યોને આશ્વાસન આપનાર, આપત્તિમાં આવી પડેલાને ઉદ્ધાર કરનાર અને શરણાગતનું રક્ષણ કરનાર એવા ત્રણ પુરૂષોથી આ પૃથ્વી “રત્નગર્ભ “ એવા યથાર્થ નામને ધારણ કરે છે. લાવણ્ય, રૂપ, વન અને વૈભવાદિ ગુણ હોવા છતાં પણ પરને દુઃખે દુઃખી થનાર કઈ વિરલા મનુષ્ય જ હોય છે. આ પ્રમાણે એક પુત્રના વિદ્યમાન ગુણની પ્રશંસા કરી શીયળવતી તેની સાથે પહાડથી નીચી ઉતરી વહાણમાં જઈ બેઠી. અને થોડા જ દિવસમાં સમુદ્રનો પાર પામી અહીં આવી. સેમચંદે મારું ટૂંક વૃત્તાંત જણાવી મને પિતાના પિતાને સે પી. જયવમે રાજાની પુત્રી શીળવતી તે પોતે હું જ છું. અહીં સુંદરી એવા નામે પ્રખ્યાતિ પામી છું.
મહારાજા ચંદ્રગુપ્ત ! વ્યવહારિક સુખથી ત્યજાયેલી, પરદેશમાં આવી પડેલી, સ્વજન વર્ગથી વિયોગિત થયેલી અને માનસિક દુઃખથી દુઃખી થઈ અહીં આપને ઘેર હું દિવસો પસાર કરૂં છું.
નૃપતિ ! જ્યાં સુધી મનુષ્ય પોતાનું સ્થાન મૂકતા નથી ત્યાં સુધી જ તેનામાં કુલીનતા, ગુરૂતા, વિદ્વત્તા, સૌભાગ્યતા, રૂ૫, ગુણ, સુખ, ધમ અને સ્વઆચારમાં નિષ્ઠતા રહે છે. હિમવંત પર્વતમાંથી પેદા થયેલી, મહાન પવિત્ર, જગત પ્રસિદ્ધ, રત્નાકર સાથે જોડાયેલી અને મહાન સુખી છતાં અમર સરિતા(ગંગા)ની માફક, સ્થાનભ્રષ્ટ થતાં સ્ત્રીઓને દુઃખરૂપ પાણું વહન કરવું પડે છે.
મારી બહેન યા સખી ચંદ્રલેખાની સાથે મારો પ્રથમ મેળાપ થતાં જ તેમણે મારું ચરિત્ર યા ઇતિહાસ સંભળાવવા આગ્રહ કર્યો હતો, છતાં અવસર સિવાય બેસવું મને યોગ્ય ન લાગવાથી હું માન ધરી રહી હતી. પણ આજે અવસર મળતાં મેં મારે સર્વ વૃત્તાંત આપ સર્વને જણાવ્યો. ખરી વાત કે અવસર આવ્યા વિના જણવેલ કાર્ય ગૌરવતાને પામતું નથી.
For Private and Personal Use Only