________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૮૧)
હે રાજન ! કુદેવીએ જણાવ્યુ હતુ` કે “ શીલવતી સાધ્વી થશે ’’ તે વચન મેં માન્ય નહિ કર્યું તે, મને વજ્રપાતથી પણ અધિક દુ:ખ પ્રાપ્ત થયું. અથવા ખરી વાત છે કે સયમથી વિરક્ત થનાર અને મદથી મદેન્મત્ત બનનાર વિષયાસક્ત જીવે! પ્રચુર દુઃખ પામે જ.
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે પ્રજાપાળ ! દૃષ્ટિ સબંધી વિષય, દેખવા માત્રથી જ જ્યારે મારી આ અવસ્થા થઇ તે! તે વિષયેા શરીરથી સેવવામાં આવતાં કેવી સ્થિતિ થાય તે સબંધી કલ્પના આપે જ કરવાની છે. મહારાજા ! એક નેત્રના વિષયથી આ દુ:ખ મને પ્રાપ્ત થયું છે તે તેવા દુઃખને અનુભવ કરનારી હું, વિષયથી વિરક્ત થયેલી સુદર્શનાની આગળ વિષયસુખ-સુખરૂપ છે ” એમ કેવી રીતે વર્ણન કરી શકું?
..
વળી, આ તમારી પુત્રીને પૂર્વ જન્મના દુ:ખને અનુભવ, જાતિસ્મરણ જ્ઞાનથી પ્રત્યક્ષપણે થયેા છે. તે પુત્રી, મારાં વચનેાથી સહસા પાણિગ્રહણ કરવાનું કેવી રીતે અંગીકાર કરશે ? એ આપને પેાતાને જ વિચારવાનું છે, નાના પ્રકારના નયેાથી સુમન કરાયેલ ધર્મના પરમાને જાણનારી, પૂર્વ જન્મને! અનુભવ કરનારી અને વિષયથી વિમુખ થયેલી પુત્રી, પાણિગ્રહણ કરવાનું માન્ય કરે તે વાત મારી કલ્પના બહારની છે, અર્થાત્ તે સંભવિત નથી.
નરનાથ ! આ સુદર્શનાને નિર્વાણુ સુખસાધક ધર્મ પ્રાપ્ત થયા છે, તે કુમારી, મારાં વચનેથી રત્નની માફક ધર્મના ત્યાગ કેવી રીતે કરશે ? કદાચ મેં તેમ કરવા કહ્યું અને તેણીએ મારા વચનને કાઈપણ પ્રકારે અનાદર કર્યાં તે આ ભરી સભાની અંદર હું કેટલી બધી હલકાઈ પામીશ ? તેને આપ વિચાર કરે,
હું મહારાન્ત ! નીચ કુલમાં જન્મ, યુવાવસ્થામાં દરિદ્રતા, રૂપ અને શીયળ રહિત પતિ, પત્નીનેા સંબંધ, રોગીષ્ટ શરીર, ધ્રુવ તે વિયેગ, પ્રવાસમાં વિપત્તિની પ્રાપ્તિ, સેવાત્તિથી શરીરને નિહ,
૬
For Private and Personal Use Only