________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
પ્રકારે વલ્લભ છે તે મારું માનવું એમ છે કે,–તે તારા વચનથી સંસારવાસમાં રહેવાનું તરતજ કબૂલ કરશે. ખરેખર સ્વજનેની એ જ રીતિ છે કે સુખ-દુઃખમાં સરખે ભાગે લઈ યોગ્ય અવસરે મદદ આપે.
રાજાનાં આ વચન સાંભળી સુંદરી વિચારમાં પડી કે મારે આ ઠેકાણે સુદર્શનને કાંઈ પણ કહેવા જેવું નથી. કેમકે તેણી જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વભવ જાણનારી છે. જિન ધર્મના તો તેનાં રમે રેમે પરિણમી રહ્યાં છે. શું તેણી મારા વચનોથી સંસાર તરફ પોતાનું વલણ કરશે ? નહિં જ. વળી વિષયોથી વિરક્ત થયેલાને વિષય સંબંધી બધ આપી તેમાં પ્રવૃત્તિ કરાવવી તે તેના પવિત્ર હૃદયનો ઘાત કરવા બરેબર છે, માટે મારે તે જેમ તેણું જિનધર્મમાં સ્થિરયાને દઢ થાય તેમ તેને કહેવાની જરૂર છે. તેમ કહેવાથી મહારાજા કદાચ વિરકત થશે, પણ તેનું પરિણામ તો સારું જ આવશે. ઇત્યાદિ કેટલાક વખત સુધી ઘણું બારીક રીતે વિચાર કરી સુંદરીએ રાજાને જણાવ્યું. મહારાજા! આ કાર્યમાં મારા જેવા બાળકને બોલવાનું શું છે? અર્થાત્ આ વિદ્વાન રાજકુમારીને શિક્ષા આપવી તે મારી બુદ્ધિનું માપ કરવા જેવું છે, તથાપિ આપનો આગ્રહ વિશેષ છે તે અવસરને ઉચિત હું કાંઈપણ જણાવીશ કે જે બેલતાં લોકો આગળ હું હાંસીપાત્ર ન થાઉં. | મહારાજા! આ ક્ષણભર માગ રમણિક વિષયસુખમાં લુબ્ધ થયેલા મનુષ્યો; પરિણામે અંતમાં) જે દુઃખ પામે છે તે દુઃખ વિષમ વિષકદલીથી પણ અત્યંત દુ:ખદાયી છે, તેના સંબંધમાં સ્વાનુભવસિદ્ધ એક આખ્યાયિકા (કથા–દષ્ટાંત) હું આપ સર્વને નિવેદિત કરું છું. આપ સાવધાન થઈને શ્રવણ કરશે.
For Private and Personal Use Only