________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૧ )
રૂપ તરંગવાળી, મનની પવિત્રતા અને શિયલરૂપ કિનારાવાળી, સત્યતપ-ઈદ્રિયનિગ્રહ અને કરુણારૂપ ચાર પ્રવાહવાળી, આત્મારૂપ નદીમાં સ્નાન કરી, પાપરૂપ મળને નારા-ઉપશમ, વિવેક અને સંવરરૂપ ત્રણ પવિત્ર કુડે બનાવી, જ્ઞાનરૂપ ઘી હોમી, ધ્યાનરૂપ અગ્નિ સળગાવી, ક્રોધ-માન-માયા-લોભ-કામ-રાગ-અને દ્વેષરૂપ હેમવા લાયક પશુઓને હોમી ક્ષમારૂપ પુરેડષા(હવ્ય પદાર્થ)નું ભોજન કરનારા, બ્રહ્મચર્ય અને મહાવ્રતરૂપ પવિત્ર શાંતિ જળથી પાપપંકની શાંતિ કરનારા, સર્વ જીવને અભય આપનારા અને સ્વ-પરને તારનારા ઇત્યાદિ અનેક ગુણગણોથી ભરપૂર ગુરુઓ હોય છે.
સધર્મ પિતાશ્રી ! દેવ અને ગુરુના ગુણાથી ધર્મ જુદો નથી, કેમકે ગુણ એ ગુણીને મૂકીને રહી શકતો નથી, તથાપિ વ્યવહારથી ભિન્નરૂપે પણ તે ધર્મ વીતરાગાએ બતાવ્યો છે.
સર્વ જીવો પર દયા રાખવી. નિરંતર સત્ય બોલવું ચોરી નહિ કરવી. મન, વચન, કાયાથી વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. પરિગ્રહ આરંભ ત્યાગ કરવો. મન, વચન, કાયાના યોગેને અશુદ્ધ વ્યાપારથી નિરોધ કરે. નિર્લોભતા, ઈદ્રિયવિજય, કષાયત્યાગ અને શત્રુ મિત્ર પર સમભાવ રાખ, ઈત્યાદિરૂપ આ ધર્મ, મોક્ષ સુખરૂપ ફળને આપનાર છે. વિશેષ શું કહેવું? જ્યાં વીતરાગ મહાન દેવ છે, આત્મરમણતા એ જ ધર્મ છે, અને મહાવ્રતધારી, ઉદાર, કૃપાળ, નિત્ય બ્રહ્મચારી ગુરુઓ જ્યાં સહાયકારી છે, તેઓની મદદથી આમિક સુખ પ્રકટ થાય તેમાં કહેવું જ શાનું?
પિતાશ્રી ! “અમુક ગુણરૂપ પરાક્રમવાળા પતિનો તારે માટે શોધ કરશું વિગેરે આપે જણાવ્યું, પણ તે વિષયસુખનું ફળ મેં પૂર્વ ભવને વિષે અનુભવ્યું છે, સંસારનું ફળ ભોગવું છે.
સ્વામીને સ્નેહ મેં જોયા છે. બસ ઘણી થઈ. પિતાજી! વિડં.
For Private and Personal Use Only