________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૫)
નિર્મળ શીયળરૂપ હારવાળી, અને ચંદ્રસમાન વદને કરી લક્ષ્મીને પણ જીતનારી પદ્માવતી નામની તે રાજાને રાણું હતી, છતાં એક દૂષણ તેણુમાં એ હતું કે તેને કાંઈ પણ સંતતિ ન હતી.
સંતતિને માટે ચિંતા કરતી રાણું એક દિવસ ઉદાસીન થઈને બેઠી હતી તે અવસરે એક પરિવાજિકા તેણીની પાસે આવી. તેણીએ રાણુને દિલાસો આપતાં જણાવ્યું. બાઈ! તમને પુત્ર થશે. ચિંતા નહિં કરે. ઈત્યાદિ કહીને નાનાપ્રકારની ઔષધીઓથી મિશ્રિત ચૂર્ણ સ્નાન કરવા માટે આપ્યું. રાણુએ સુવર્ણાદિકથી તેણુને સત્કાર કર્યો. તે સર્વ વસ્તુ લઈ પરિવાજિકા ચાલતી થઈ. કેટલોક વખત ચાલ્યો ગયો પણ રાણીને કાંઈ સંતાન ન થયું. છેવટે કેટલાક વર્ષ બાદ રાણીએ એક પુત્રીનો જન્મ આપે. જન્મ થવા પહેલાં સ્વપ્નમાં કુલદેવીએ આવીને રાણીને જણાવ્યું કે આ તારી પુત્રી સર્વજનેને વંદનીય સાધ્વી થશે. આ સ્વમથી રાણીને ઘણે સંતોષ થયો. રાજાએ પુત્રીની ભવિષ્યની સ્થિતિ વિચારી તેનું શીળવતી નામ રાખ્યું. પુત્રી પણ જન્મદિવસથી લાવણ્ય, રૂપ અને સૌભાગ્યાદિ ગુણ સાથે વૃદ્ધિ પામતી અનુક્રમે યુવાવસ્થામાં આવી પહોંચી.
અદ્ભુત રૂપ, લાવણ્યવાળી પુત્રીને દેખી રાજા વિચારમાં પડ કે મારી પુત્રીને લાયક કઈ પણ વરની ભારે શોધ કરવી જોઈએ. ચિંતાથી સંતપ્ત થયેલ જયવમ રાજાએ, પ્રધાન પુરુષોને મોકલી અ. નેક રાજકુમારની શોધ કરાવી તથાપિ કઈ પણ રાજકુમાર, રાજકુ. મારીને લાયક જણાય નહિં, આથી વિષાદ પામી રાજા ચિંતવવા લાગ્યો કે ભલે પુત્રી વિદ્વાન હોય તથાપિ તે માતા, પિતાને ચિંતાનું કારણ થઈ પડે છે, “કન્યાને પિતા' એ નામ ખરેખર દુઃખરૂપ જ છે, કેમકે, પુત્રીને જન્મ થતાં ચિંતા થાય છે, મેટી થતાં આ કન્યા કોને આપવી તે સંબંધી વિશેષ ચિંતા થાય છે, પરણાવ્યા પછી તે સુખમાં રહેશે કે કેમ ? વિગેરે અનેક વિકલ્પ થાય છે. આ પ્રમાણે રાજા
For Private and Personal Use Only