________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૭)
થયેલા છે, રસના ઈદ્રિયના લુપી માછલાંઓની માફક મરણને શરણું થાય છે.
કસ્તુરી, કુસુમ, કલાગુરૂ આદિ સુરભિસંધમાં લુબેન થયેલા મનુષ્યો ધ્રાણેદ્રિયમાં આસકત થયેલા ભ્રમરોની માફક કષ્ટ પામે છે.
મનહર યાને મધુર ગાયન મન્દમન્દ આલાપ અને હૃદયને કવિત કરે તેવા પુરૂષ કે સ્ત્રીઓના પ્રણયવાળા શબ્દોમાં અવહરિત મનવાળા મનુષ્ય, શ્રોત્રઈદ્રિય સુખના સંગમમાં તત્પર હરિણની માફક વિવિધ પ્રકારનાં દુઃખ પામે છે.
વિશ્વમ, વિલાસ, સૌભાગ્ય, રૂ૫, લાવણ્ય અને મોહક કાંતિવાળા સુંદર રૂપની અંદર મોહિત થયેલા મનુષ્યો પતંગની માફક મરણ પામે છે.
ઈદ્રિયોનો એક એક વિષય પણ આ જન્મમાં અસહ્ય દુઃખ આપતો અનુભવાય છે અને જ્ઞાનીઓના કહેવા પ્રમાણે અન્ય જન્મમાં નરકાદિ વ્યથા આપે છે, તે જેને પાંચે ઈદ્રિયના વિષયો ખુલ્લા છે અર્થાત જેઓ પાંચે ઈદ્રિયના વિષયમાં આસકત છે તે દુઃખ પામે તેમાં નવાઈ શાની ?
પાંચ ઈદ્રિયના સુખને સદા અભિલાષી આ જીવ, વિરતિસુખને નહિં સ્વીકા રતાં સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે.
હે ભાઈ ! ઇંદ્રિય વિષયમાં આસક્ત જ દુ:ખ પામે છે તે વાત તું પોતે જાણે છે છતાં, મને તું દુઃખનું કારણ પૂછે છે એ મેટું આશ્ચર્ય થાય છે.
તે યુવાન પુરૂષે જણાવ્યું. પ્લેન ! તમે જેમ કહે છે તે વાત સામાન્ય રીતે તે તેમ જ છે, તથાપિ હું વિશેષ કારણ જાણવા માગું છું.
શીળવતીએ જણાવ્યું ભાઈ ! મારી તે વાત તમે હમણાં મારા મુખથી શ્રવણ નહિં કરી શકે, કેમકે પોતાના દુઃખની વાત
For Private and Personal Use Only