________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૬).
આ પ્રમાણે તે યુવાન પુરુષે દેવાધિદેવની સ્તુતિ કરી. શીળવતી તેના પહેલાં સ્તવન કરી રહી હતી. જ્યારે તે પુરૂષ પ્રભુસ્તુતિ કરીને ત્યાંથી ઊઠયું કે તરત જ શીળવતીએ પણ પિતાને સ્વધર્મી બંધુ જાણી આસન આપ્યું. તે પણ શીળવતીથી ઘણે દૂર નહિં તેમ નજીક નહિં તેવી રીતે તેને આપેલા વૃક્ષના પત્રના આસન પર બેઠે.
શીળવતીની સન્મુખ જોઈ, વિનયપૂર્વક તે પુરૂષે જણાવ્યું. બહેન ! તું કોણ છે અને કયાં રહે છે ? યૂથથી વિખૂટી પડેલી હરિણીની માફક એકાઝી કેમ જણાય છે ? સમુદ્રની અંદર રહેલ આવા વિષમ પહાડ પર તું કેવી રીતે આવી શકી ? તારું નામ શું ? તું કેની પુત્રી છે ? તારા દુઃખનું કારણ શું છે ?
તારા મસ્તકના કેશને સમૂહ વિખરાયેલું છે. પુષ્પમાલા અને કુંકુમ આદિથી તારૂં શરીર પિંજરિત છે, છતાં અશ્રુના પ્રવાહથી તારા મુખની શોભા ભેદાયેલી છે. આટલું બેલી તે પુરૂષ શાંત રહ્યો.
આ પુરૂષનાં વચનથી શીળવીને ઘણો સંતોષ થયો, તે પણ તેણીને કંઠ તો શથી પુરાઈ ગયો. પિતાના પગ પર દષ્ટિ સ્થાપન કરી ઘણી મહેનતે તેણીએ જવાબ આપ્યો.
ભાઈ જેઓ દુનિયાના સ્નેહસુખના અભિલાષી થઈ, વિરતિસુખને ( આત્મસંયમના સુખને ) સ્વીકારતા નથી તેઓ મહાન વિપત્તિઓ પામે તેમાં કહેવાનું જ શું ?
સ્પર્શ, રસ, ગંધ. શબ્દ અને રૂપાદિ વિષયમાં વ્યાકુલ ચિત્તવાળા છે નાના પ્રકારની વિટંબના પામવા સાથે મૃત્યુ પણ શરણ થાય છે. મહેલ, શવ્યા, વાહન અને સુંદર પુરૂષ, સ્ત્રીઓના સંગમના સુખમાં આસક્ત થયેલા જીવો, સ્પશે દ્રિય સુખમાં લુબ્ધ થયેલા હાથીની માફક મહાન દુખને અનુભવ કરે છે.
મધુર અન્ન, પાન, ભોજનાદિ વિવિધ પ્રકારના રસમાં આસક્ત
For Private and Personal Use Only