________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ પંદરમું.
દુઃખીનો બેલી ભગવાન-સ્વધર્મીને મેળાપ.
જેટલી હદયની વિશુદ્ધિ, તેટલી જ કાર્યની સિદ્ધિ સમીપમાં છે. ઉગ્ર પુન્ય, પાપનો બદલો (કે ફળ) ઘેડા જ વખતમાં મળે છે. આવા વિપત્તિના કઠણ પ્રસંગમાં પણ જે ધર્મકર્તવ્યમાં લીન થાય છે તેને તેના શુભ કર્તવ્યને બદલે કેમ ન મળે? તેને મહાન પુરૂષ કેમ મદદ ન મોકલે ? દુઃખને બેલી ભગવાન છે. આ કહેવત પ્રમાણે શીળવતીના પુન્યથી પ્રેરાયેત્રે કહે કે, તે મહાપ્રભુની ભકિતથી કેઈએ મેકલેલ એક તરૂણ પુરૂષ ત્યાં આવી ચડે.
શીળવતી તે મહાપ્રભુની સ્તુતિ કરી રહી હતી તેટલામાં જમીન પર પડેલાં ઝાડનાં સુકાં પાંદડાંને ખડખડાટ તેના સાંભળવામાં આવ્યું. કાંઈક શંકાથી સાવધાન થઈ તે તરફ નજર કરી જુવે છે તે વસ્ત્રાભરણોથી ભૂષિત શરીરવાળો અને ચેડા માણસના પરિવારવાળો એક ઉત્તમ યુવાન પુરૂષ પિતાની નજીક આવતા તેણુએ દીઠે.
તે પુરૂષ પણ ધીમેધીમે નજીક આવી શીળવતીના સન્મુખ થઈ ચિંતવવા લાગ્યો કે-આ કેઈ અમરી, વિધાધરી કે માનુષી રાજકુમારી જણાય છે. તે જે માનુષી હોય તે કોઈ ઉત્તમ શ્રાવકના કુળમાં જન્મ પામી હેય તેમ તેના “ આ નજીકમાં શિલાપટ્ટ પર આળેખેલા ” દેવનાં દર્શનનાં, કર્તવ્ય પરથી નિશ્ચય કરાય છે. ચોક્કસ નિર્ણય પરથી તે માનુષી છે એમ નિર્ણય કરી તે વિચારવા લાગ્યો કેગમે તે પ્રકારે પણ આ સ્ત્રીને કોઈપણ હરણ કરીને અહીં લાવ્યું હોય તેમ અનુમાન કરાય છે. હું જે દેવાધિદેવને દેવપણે આરાધન કરું છું તે જ દેવાધિદેવનું આ સ્ત્રી પણ આરાધન કરતી હોવાથી તે
For Private and Personal Use Only