________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ )
મારી વધી ઓંન છે, માટે તેને મારે વિશેષ પ્રકારે સહાય કરવી જોઈએ. તેના ચહેરા પરથી એ પણ નિર્ણય થાય છે કે તે અત્યારે ભય અને વિયેગથી દુઃખી છે. આ વખતે મારે તેને ધીરજ આપવી જોઈએ અને સાથે જોઈતી મદદ પણ આપવી, તે માર મુખ્ય કર્તવ્ય છે. હમણાં તેણે દેવદર્શનમાં રોકાયેલી છે તે હું પણ પ્રથમ દેવવંદન કરી લઉં. ઇત્યાદિ વિચાર કરી તે યુવાન પુરૂષ પણ જિનેથરની પ્રતિમાને વંદન કરી ભકિતપૂર્વક સ્તવના કરવા લાગ્યા.
હે જિનેશ્વર ! સકલ જગત જંતુના કર્મ પરિણામ, સ્થિતિ અને ગતિના રવભાવનો તું જાણવાવાળો છે, અને તેથી જ સંસારવાસમાં દુઃખી થતાં પ્રાણિઓના સુખને માટે તે શાશ્વત સુખને માગ દેખાડયો છે.
હે પ્રભુ ! દેહાતી હેવાથી તું મનરહિત છે તથાપિ એકાગ્ર ચિત્ત કરી, જે મનુષ્યો તને હૃદયમાં ધારણ કરે છે તેઓ સર્વ યોગનો ત્યાગ કરી યોગીઓને પણ ધ્યાન કરવા યોગ્ય અયોગી થાય છે. આ આશ્ચર્ય નથી?
હે કૃપાળુ ! જેઓ પ્રબળ ઉકંઠાથી, વચનોએ કરીને તારી સ્તુતિ કરે છે તેઓ તારા રૂપને પામતાં ઋતકેવળીઓથી પણ સ્તવાય છે.
હે દયાળુ ! જે મનુષ્ય અત્યંત હર્ષાવેશમાં અનિમિષ નેત્રોએ તને દેખે છે. તેના મુખ તરફ ઈંદ્રાદિ દેવો પણ ભક્તિથી જુએ છે.
હે નાથ ! જે મનુષ્ય તારા ચરણકમળમાં લીન થાય છે તેઓ વિમાનિક દેવોનો વૈભવ ભોગવી, વિષયસુખથી નિરપેક્ષ બની આત્મતિક વાધીન, નિર્વાણ સુખનો વિલાસ કરે છે.
- હે દેવાધિદેવ ! તીર્થાધિરાજ, મેં મન, વચન, કાયાએ કરી આપની સ્તુતિ કરી છે. તેના બદલામાં મન, વચન, કાયાને નિરંતર ને માટે અભાવ થાય તે સુખ આપવાની મારા પર કૃપા કર.
For Private and Personal Use Only