________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૩)
મુનિસુવ્રતસ્વામીની મૂતિ આળેખી, સ્વાભાવિક રીતે જ વનમાં ઉત્પન્ન થયેલાં શતપત્રાદિ પુ લાવી તે વતી પૂજા કરી, પંચાંગ પ્રણામ પૂર્વક ભક્તિથી આ પ્રમાણે સ્તવના કરવા લાગી.
હે મુનિસુવત જિનંદ્ર ઉત્તમ વ્રતધારી મુનિદેને તેં મોક્ષમાર્ગ દેખાડે છે. કૃપાળ ! મને પણ તે જ શાંતિનો માર્ગ બતાવ. નિર્વાણ ભાગમાં ચાલતા ધર્મરથના તમે ઉત્તમ સારથી છે. જે ખરેખર તેમજ હોય તે મને પણ તે ધમરથમાં બેસારી તમારું સારથી નામ સાર્થક કરે. કરુણસમુદ્ર ! તમે જન્મ, મરણથી રહિત છે એવું હું ત્યારે જ સત્ય માની શકું કે, મને તમે તેવી સ્વાનુભવસિદ્ધ ખાત્રી કરી આપે. ઉત્તમ કેવળજ્ઞાને કરી તમે પુન્ય, પાપાદિ પદાર્થો પ્રકાશિત કર્યા છે. કૃપાળુ દેવ ! મારા હૃદયને પણ તમે પ્રકારે શિત કરે. કમ–ઈધનને દાહ કરવાને તમે સાક્ષાત અગ્નિસ્વરૂપ છે, તો મારાં કર્મઈધનોને બાળીને ભસ્મીભૂત કરે. બળતા ક્રોધાગ્નિને શાંત કરવા, તમે પાણીથી ભરેલા મેઘ સમાન છે, તો તે પ્રભુ ! ત્રિવિધ તાપથી તપેલા મારા હૃદયને શાંત કરે. તવાવબોધ. થી અનેક ભવ્ય જેના અજ્ઞાન અંધકારને તમે દૂર કર્યો છે તે, આ એક બાળાના અજ્ઞાનને દૂર કરતાં આપને કેટલી મહેનત પડનાર છે ? હે કૃપાળુ દેવ ! હું આપને શરણે આવી છું. આપ મારું રક્ષણ કરે, રક્ષણ કરો. ઈત્યાદિ ભકિતમુગ્ધ વચનોએ કરી એકાગ્ર ચિત્તે તે મહાપ્રભુની સ્તુતિ કરી રહી છે.
For Private and Personal Use Only