________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
પાર પામે છે, તેમ ધારી શીળવતી સાહસ અવલંબી ભય, શોક, મેહથી રહિત થઈ, કર્મગ્રંથીને તેડનાર પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરવા લાગી. અને વર્તમાન તીર્થાધિનાથ મુનિસુવ્રતસ્વામીને વિશેષ પ્રકારે યાદ કરવા લાગી.
બુદ્ધિમતિ શીળવતીએ વિચાર કર્યો કે, કોઈ પણ કાર્યમાં ઉધમની તો જરૂર જ છે. ઉધમ કરનારને વ સહાયક થાય છે, તે હું પણ સમુદ્ર ઓળંગવાનો કોઈ ઉપાય કરૂં. આ નજીકની ટેકરી પર રહેલાં ઊંચા વૃક્ષ પર ભગ્નપતિ વણિકના ચિહ્નની કાંઈ નિશાની કરૂં. તે નિશાનીને દેખી, આ પહાડની નજીકમાં થઈને જતાં વહાણેને કઈ પણ માલિક કરૂણબુદ્ધિથી કે ઉપકારની લાગણીથી અહીં આવે તો, હું તેની સાથે મનુષ્યની વર્તવાળી ભૂમિ ઉપર જાઉં, અને મારા આત્માને શાંતિ મળે તેવાં કાર્ય કરી કૃતાર્થ થાઉં. ઇત્યાદિ વિચારી કરી, આજુબાજુમાંથી ઘાસનો એક મજબૂત લાંબો પુળ વાળી, તે સાથે લઈ પોતે વૃક્ષ ઉપર ચઢી ગઈ, ભગ્નપોતવણિકની નિશાની તરીકે તે વૃક્ષની ટોચ ઉપર તેને ઊભો કરી પોતે વૃક્ષથી નીચે ઉતરી પડી.
ગમે તેવી સ્થિતિમાં પણ દિવસે તે પસાર કરવાના જ. કાળ કાળનું કામ કર્યું જ જશે. જો આમ જ છે તો, તે વખતને ધાર્મિક કાર્યમાં વ્યતીત કરવામાં કે વાપરવામાં આવ્યો હોય તો નવીન કર્મ બંધ ન થતાં, પૂર્વોપાર્જિત અશુભ કર્મને નાશ પણ સાથે થઈ શકે જ, અને તેથી ગમે તેવાં સંકટોમાંથી પણ સુખનો રસ્તો મળી શકે. ઇત્યાદિ વિચાર કરી વનમાં ફરી, કેટલુંક લીલું ચંદન તેણી લઈ આવી. અને તે વતી એક સુંદર શિલા ઉપર તીર્થાધિરાજ શ્રીમાન
૧ સમુદ્રમાં જેનું વહાણ ભાંગી ગયું છે તે વણિક અહીં છે તેને સૂચવનારૂં ચિહ્ન. ઉપલક્ષણથી નિરાધાર દુઃખી મનુષ્યને મદદ મેળવાનું ચિક કે નિશાની.
For Private and Personal Use Only