________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતામાં મગ્ન થયો હતો, એ જ અવસરે તે રાજાની સેવા કરવા માટે કુશાલ નગરીથી આવલિ રાજાને વિજયકુમાર નામને પુત્ર ત્યાં આવી પહોંચ્યો. દૂરથી રાજને પ્રણામ કરી તે ઉભો રહ્યો. રાજાએ કુશળ સમાચાર પૂછી બેસવાને આસન અપાવ્યું. આ રાજકુમાર પાસે આકાશ મિની વિધા હોવાથી તે આકાશગમન કર શક હતો. આ કારણથી તે રાજા પાસેથી તેમજ લોકો તરફથી પણ વિશેષ માન પામ્યો હતો. વળી તે એટલો બધો રૂપવાન હતો કે–તેને દેખવા માટે સંખ્યાબંધ પુરૂષ, સ્ત્રીઓ તેની પાછળ ફરતાં યા તેને નીકળવાના રસ્તા પર રાહ જોઈને ઊભાં રહેતાં હતાં.
આ અવસરે રાજપુત્રી શીળવતી પણ પિતાના પાદવંદનાથે અનેક સખી સાથે રાજસભામાં આવી. પિતાને નમસ્કાર કરી તેની નજીકમાં શીળવતી બેઠી. સભામાં આજુબાજુ નજર કરતાં વિજયકુમાર તરફ રાજકુમારીનું ધ્યાન ખેંચાયું. કુમારનું અદ્દભૂત રૂપ દેખી કુમારી વિચારવા લાગી કે–આ રાજકુમાર જે સ્ત્રીને પતિ થશે તે નારી કોઈ મહાભાગ્યવાન યા પુન્યવાન જ હોવી જોઈએ. આ પ્રમાણે વિચારણા કરતી કુમારીએ વિકારી લાગણી વિના સ્વાભાવિક રીતે જ વિજયકુમાર ઉપર પિતાની દષ્ટિ સ્થાપન કરી.
કુમારીની દષ્ટિ વિજયકુમાર ઉપર ઠરેલી દેખી પાસે રહેલા સભાના લેકએ સહસા તે જ નિર્ણય બાંધી લીધો કે-કુમારીની લાગણી આ કુમાર ઉપર વિશેષ છે.
આ તરફ કુમારીનું મન નિર્દોષ છતાં ધીમે ધીમે કુમારના રૂપમાં આસકત થવા લાગ્યું કહ્યું છે કે
रुपेण दिद्विपस। पसरेण इ रईइ संसरगो! તેના 3 હું રૂ , સંસારો ?
For Private and Personal Use Only