________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ તેરમું
એકસીરત્ન સુંદરીનું જીવનવૃત્તાંત.
દક્ષિણ ભારતવર્ષના મધ્યખંડમાં જગપ્રસિદ્ધ, ધન, ધાન્યથી ભરપૂર અધ્યા નામની નગરી છે. નિધિની અંદર સ્થાપન કરેલ દ્રવ્યની સંખ્યા અને ભુવન પર રહેલ ધવલ ધ્વજાઓની સંખ્યાથી મનુષ્ય લોકમાં પણ દૈવિક સંપદાનું ભાન થતું હતું. ગૃહનાં શિખરોમાં ટચ ઉપર ) બારસાખ પર રહેલા તેરણમાં અને સ્થંભના અગ્ર ભાગ પર જડવામાં આવેલાં રત્નોથી એમ અનુમાન કરાતું હતું કે વિધિએ રત્નાકરને (સમુદ્રને) તે કેવળ જળ માત્ર જ અવશેષ રાખ્યો છે. બાકી સધળાં રને આંહી આપ્યાં છે.
સ્પિ વર્ગના દર્પને તેડનાર અને નીતિલતાને વૃદ્ધિ પમાડવામાં સજલ જલધર સમાન ઈક્વાકુ વંશમાં તિલક સરખો જયધર્મ રાજા તે નગરીમાં રાજ્ય કરતો હતો. આ રાજાનું હૃદય મુનિસુવ્રતસ્વામી તીર્થકરના ગુણગણાથી નિરંતર વાસિત હતું. તે મિથ્યાત્વતિમિરને દૂર કરવાને સૂર્ય સમાન સમર્થ હતો. વળી સ્વભાવથી જ સમુદ્ર કરતાં અતિશય ગંભીર હતો, છતાં સમુદ્રની માફક ખારો ન હતો. સૂર્યની માફક તેજસ્વી હતો છતાં કોઈને સંતાપ કરતો ન હતો. મેરૂ પર્વતની માફક ગુણગણેથી ગુરૂ (ભા) હતો તથાપિ તે સ્તબ્ધ (અહંકારી – અક્કડ) ન હતો. ચંદ્રની આ ફેક સૌમ્ય સ્વભાવનો હતો તથાપિ તે કલંક રહિત હતા. તેની સુરલોક પર્યત પ્રસરનારી હતી. પરાક્રમ શત્રુઓને ક્ષય કરવા મતનું હતું. ભક્તિ જિનેશ્વરને નમન કરવા પર્વતની હતી અને ત્યાગ દારિદ્રને દૂર કરવા પર્યતન હતે.
For Private and Personal Use Only