________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
બના માત્ર આ વિષયસુખની મને બીલકુલ જરૂર નથી. આ પૌગલિક સુખ મને ન જ જોઈએ. મારે તો ભરયચ્ચ નગરે જવું છે. ત્યાં રહેલા મારા પરમ ઉપકારી ગુરુઓને નમસ્કાર કરવા છે. અને મારે તે સ્થળે એક જિનભુવન બંધાવવું છે. - મહાત્મા પુરુષો સિંહનાદ કરીને કહે છે કે-મનુષ્ય જન્મ પામી વિચારવાન મનુષ્યોએ એવું કોઈ પણ ઉત્તમ કાર્ય કરી લેવું જોઈએ કે-ફરી આવા દેહમાં જન્મ, મરણાદિ કરી દુઃખી થવાનો વખત જ ન આવે. દેહધારી છે જન્મે છે, મરે છે, પરિભ્રમણ કરે છે, ફરી જન્મે છે અને મારે છે. પણ જેઓ અનુકૂળ સંયોગે પામી આત્મધર્મમય બને છે તેઓ જ ધન્યભાગ્ય છે.
- સુદર્શન અને તેના પિતા ચંદ્રગુપ્તના થતા સંવાદ વખતે રાણી ચંદ્રલેખા અને (પરદેશથી આવેલી અજાણી) સુંદરી પણ રાજસભામાં બેઠી હતી. સુદર્શનનું ધર્મ સંબંધી ચાતુર્ય, ગાંભીર્ય અને પ્રવીણતા જાણી સુંદરીને ઘણો હર્ષ થયો.
રાજા પણ પોતાની પુત્રીને શાસ્ત્રમાં તથા નીતિમાં નિપુણ દેખી પરમ આહલાદ પામે, તથાપિ પુત્રીના મેહથી મોહિત થઈ, સુંદરી તરફ દષ્ટિ કરી, વિશેષ પ્રણયપૂર્વક સુંદરીને કહેવા લાગે.
મહાનુભાવો સુંદરી ! હું જાણું છું કે તું સ્વભાવથી જ આત્મકાર્યમાં ઉજમાળ છે તથાપિ આ અવસરે તારે મારું એક કામ કરવું જોઈએ.
સુંદરીએ પ્રણામ કરી જણાવ્યું–મહારાજા ! શી આજ્ઞા છે?
રાજાએ જણાવ્યું આ મારી પુત્રી સુદર્શના તારા પ્રભાવથી જ ઉત્પન્ન થયેલી છે. તું તેને એવી રીતે શિક્ષા (સલાહ) આપ કે તે સંસારના સુખમાં આસકત થાય, અને તેનો વૈરાગ્ય મૂકી દે.
આ તારી બહેનની કે બહેનપણીની પુત્રી છે. વળી તેને વિશેષ
For Private and Personal Use Only