________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૯) પિતાજી! મનુષ્યએ ધર્મ એવા મિથ્યા નામથી નહિં ભેળ વાતાં ધર્મના સત્ય પરમાર્થને વિચાર કરવો જોઈએ. જે મનુષ્ય જેના ખરા ગુણને જાણે છે તે વસ્તુ દૂર રહી હોય છતાં તે, તેની જ અભિલાષા કરે છે. ચંદ્ર આકાશમાં દૂર રહેલો છે તથાપિ તેને દેખીને દૂર રહેલાં કુમુદ હસે છે (વિકસિત થાય છે). જે ધર્મનાં સુંદર ફલે પ્રત્યક્ષપણે જોવામાં આવે છે તે ધર્મ ઉત્તમ છે. જે ધર્મના કાંઈપણ અલૌકિક ગુણ અનુભવમાં આવતા નથી, અથવા શ્રદ્ધાન કરવા લાયક ઉત્તમ ગુરુના મુખથી જે ધમ સાંભળવામાં નથી આવ્યો તે ધર્મને ધર્મપણે કેમ ગ્રહણ કરી શકાય ?
ઉત્તમ ગુરુના ઉપદેશ સિવાયનો ધમ પરલોક હિતકારી થતો નથી. જેમ ગુરુ સિવાય નૃત્ય કરતાં શીખેલ મૂરને નૃત્ય કરતાં દેખી લોકો હસે છે, તેમ તે ધર્મ કરનાર હાંસીપાત્ર થાય છે.
પિતાજી ! ભવસમુદ્રમાં જહાજતુલ્ય ગુરુશ્રીની કૃપાથી દેવ, ગુરુ, ધર્મનું જે સ્વરૂપ મને જણાય છે, તે હું આપની આગળ જણાવું છું. આપ શાંતિથી શ્રવણ કરશે.
દેવાધિદેવ જે પુત્ર, કલત્રાદિકની આશાના દઢ બંધનોથી બંધાયેલ નથી, અનંગ(કામ)બાણોથી જે બીલકુલ હણાયેલ નથી, સર્વ ભયથી નિરંતર મુકત હોવાથી પાસે હથિયાર રાખતા નથી, પ્રાપ્ત કરવા લાયક કાંઈ પણ બાકી ન રહેલું હોવાથી હાથમાં જપમાળા રાખતા નથી, સર્વજ્ઞ હેવાથી જેને પુસ્તકની બિલકુલ જરૂર નથી. પૂર્ણ હોવાથી ધ્યાન ન કરવાની જેને જરૂર નથી, દુજય કામ માતંગ(હાથી)ના કુંભસ્થળ વિધારવામાં જે સિંહ તુલ્ય છે, ક્રોધ દાવાનળ બુઝાવવામાં પુષ્કરાવત મેઘ સમાન છે, શક સપને વશ કરવા ગરૂડ તુલ્ય
* નૃત્ય કરતાં મયૂરનો આગળનો ભાગ સુંદર દેખાય છે પણ કંઠને ભાગ તદ્દન ખુલ્લે અથૉત્ ખરાબ દેખાય છે. ગુરુ સિવાય પિતાની મેળે શીખેલ કળાનું આ દષ્ટાન છે.
For Private and Personal Use Only