________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩
).
આપું, વિગેરે. આ સર્વ ડોહળાઓ રાજાએ પૂર્ણ કરી આપ્યા. રાણી ચંદ્રલેખા ગર્ભના અનુભાવથી સાધુજનને યથાયોગ્ય નિર્દોષ આહારાદિ આપવા લાગી. પિતાના મનોરથને પૂર્ણ કરતી હર્ષિત હૃદયવાળી રાણી, સુંદરીને કહેવા લાગી. સુંદરી! ખરેખર આ જગતમાં તારે ધર્મ ( તું જે ધમ માને છે તે) સુખદાઈ છે. સુંદરીએ પણ અવસર ઉચિત જણાવ્યું કે, બહેન! જિનેશ્વર ભગવાનને કહેલ ધમ નિચે મોક્ષસુખનું કારણ છે, બાકી બીજું સર્વ દુનિયામાં મહરાજાનું ચેષ્ટિત છે.
પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ, છની વિવિધ પ્રકા રની કર્મપરિણતી, અને પુદ્ગલોને નાના પ્રકારના પરિણામ. તે સર્વ ઘણી સારી રીતે જિનેશ્વર ભગવાનના કહેલ ધર્મથી જાણી શકાય છે. તેમજ છાની દયા જાણવાનું અને કરવાનું પણ મુખ્ય ભાન જિનશ્વરને જ ઘટે છે. તમારે પણ સારી રીતે જીવદયા જાણીને કરવી જોઈએ. વિગેરે સામાન્યથી ધર્મનું રહસ્ય રાણીને સમજાવ્યું.
સુંદરીનાં યુક્તિયુક્ત વચનો સાંભળી, ચંદ્રલેખાએ જણાવ્યું. બહેન! તારું કહેવું સત્ય છે, તેમાં કોઈ સંદેહ જેવું નથી. ઈત્યાદિ ધાર્મિક વાર્તા–વિનોદ કરતાં અનુક્રમે નવ માસ વ્યતીત થતાં, સારા દિવસે અને સારા મુદ્દતે રાણીએ પુત્રીને જન્મ આપ્યો. સાત પુત્ર પર પુત્રીનો જન્મ થતાં આખા શહેરમાં આનંદ થયો. રાજા રાણીના પણ હર્ષ નો પાર ન રહ્યો. વધામણી આપનાર કમળા ધાવ માતાને રાજાએ શરીર ઉપરના તમામ અલંકારો આપ્યા. આખા શહેરમાં વધામણું શરૂ થયું. બંદીખાનેથી બંદીવાનેને છોડી મૂકયા. અમુક અમુક જાતના કરો માફ કર્યા, કેટલાક એાછા ફર્યા. માન ઉન્માનની વૃદ્ધિ કરાવી. સ્થાને સ્થાને રમત ગમ્મતના અખાડાએપ અને માંચાઓ ઊભા કરાવ્યા. દ્વારે દ્વારે ચંદનનાં તોરણ બંધાવ્યા. સ્થળે સ્થળે સુગંધી પા છંટાવ્યા.બજારો, મહેલો અને ગુહે શણગારવામાં આવ્યા. સ્થાને "મને નૃત્યાદિ નાટકાદિ ઓછો શરૂ થયા-સુગંધકાશ ધૂપને બહાર
For Private and Personal Use Only