________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
સાર્થવાહ-હા મહારાજા, શહેરની ચારે બાજુ ઉત્તમ શિલાઓથી
બનેલો સુંદર કિલે આવી રહ્યો છે. કિલ્લા પર આવેલા ઊંચાં કપિશીર્ષ અને અદૃાલકોએ કરી તે શહેર શત્રુઓને અતિ દુર્લબ્ધ છે. કળિકાળમાં પાપને રોકવા માટે જાણે ધમરેખા સ્થાપના કરી હોય તેમ, નિર્મળ પાણીથી ભરપૂર દુલધ્ય ખાતિકા (ખાઈ) તે કિલ્લાની ચારે બાજુ આવી રહેલી છે. મુનિસુવ્રતસ્વામિના ચરણારવિંદથી પવિત્ર થયેલું અને તેથી જ દુનિયામાં વિશેષ પ્રખ્યાતિ પામેલું તે એક મહાન બંદર અને શહેર છે. રાજાએ ખુશી થઈ સુવર્ણ કળામાં ફરી તાંબુલ આપી ફરી પ્રશ્નો
કર્યા. સાર્થવાહ ? આ અશ્વો તમે કયાંથી લાવ્યા? નમ્રતાપૂર્વક સાર્થવાહે જણાવ્યું. નરનાથ ! પારસકુળ અને મીઝની પ્રમુખના અશ્વોને પરાભવ કરનાર, ઉત્તર દિશામાં ઉત્પન્ન થયેલા આ મહાન તેજસ્વી જાતિવાન અશ્વો છે. જેના દ્વારે આ અશ્વો બાંધવામાં આવે, તેના શત્રુની રિદ્ધિ તેને સ્વાધીન થાય છે, તેવા જાતિવાન આ અવો છે. અોના લક્ષણમાં આપ તો માહિતગાર જ છે, તથાપિ આ અનાં ચિન્હ-લક્ષણો હું આપની આગળ નિવેદિત કરું છું.
ઉત્તમ અ મુખમંડળમાં માંસરહિત હેય છે. અને તેના મુખની નસા જાળ પ્રગટ દેખાય તેવી હોય છે. હૃદય વિશાળ હેય છે. મધ્ય ભાગ પ્રમાણે પટ હાય છે. ભાળ સ્થળ પહેલું હોય છે કાન નાના હોય છે. આપસમાં કાનનું આંતરૂં ડું હોય છે. પીઠ
હાળી હોય છે, પાછળના ભાગ પુષ્ટ હોય છે. પાંસળીના ભાગે દુર્બળ (પાતળા) હેાય છે. રોમ સ્નિગ્ધ હોય છે. રકંધ મનહર હોય છે. સ્કંધ ઉપર શ્યામ અને નિવિડ કેશે હેય છે. ખુરાઓ ગોળ હેય. છે. વેગ પવન સમાન હોય છે. ને લાલ હોય છે. દઈ વિશેષ હેય છે. ભરતક્ર અને ઉરૂ સાથળ)ના ભાગમાં દક્ષિણાવર્ત (જમણે,
For Private and Personal Use Only