________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩)
રાજાનાં આ સર્વ વચનો સુદર્શનાએ શાંતપણે શ્રવણ કર્યા. પ્રત્યુત્તરમાં તેણીએ જણાવ્યું કે-પિતાજી! આપનું કહેવું સત્ય છે. પાંચ ઈદ્રિયનાં સુખ અહીં બહાળા વિસ્તારમાં છે, પરિવાર સર્વ ગુણ વાન છે, તથાપિ આ સર્વ વસ્તુઓ અસ્થિર, અસાર, દારૂણપરિણામવાળી અને વિષની માફક વિષમ સ્વભાવવાળી છે. કિં પાક વૃક્ષના ફળ સમાન ઈદ્રિના વિષયસુખ, અને મરણ પામ્યાબાદ દેખાવ નહિં આપનાર સંબંધી વર્ગ તેનું સુખ તે તાત્વિક સુખ કેમ કહેવાય ? વળી અનિયત સ્વભાવવાળાં જાતિ, કળાદિકે કરીને આત્માને શું ફાયદો થવાનો છે ? કાંઈ જ નહિં. અશુભ કર્મના ઉદયથી ઉત્તમ જાતિવાન પણ ટ્વેચ્છાદિ નીચ જાતિમાં ઉત્પન્ન થાય છે ત્યારે શુભ કર્મના ઉદયથી સ્વેચ્છાદિ પણ ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જાતિ, કુળાદિનું આત્માની સાથે અનિયમિતપણું છે. સુંદર રૂપ પણ આત્માને શું એકાંત સુખદાયી છે? નહિં જ, કેમકે યુવાન અવસ્થામાં શરીરની જે સૌદર્યતા છે તે જ સૌંદર્યતા શરીરમાં રોગ ઉત્પન્ન થવાની સાથે ક્ષણ વારમાં નષ્ટ થાય છે, યા વૃદ્ધાવસ્થામાં વિલય પામે છે. તેવા ક્ષણિક અને અસાર રૂપમાં રાચવા જેવું કે આનંદ પામવા જેવું કાંઈ નથી. વિદ્યા, વિજ્ઞાનાદિ ગુણો પણ જે આત્માની ઉચ્ચ સ્થિતિ માટે ઉપયોગી કરવામાં ન આવે તો તેનું છતાપણું પણ દુઃખને અર્થે જ થાય છે, માટે પિતાજી કુલ, જાતિ, રૂપ, વીર્ય, વિદ્યા અને વિજ્ઞાનાદિ વિધમાનતાને આશ્રય લઈ હર્ષિત થવું કે નિશ્ચિંત થવું, તે મને તે ભાવી દુઃખરૂપ જ લાગે છે.
માતા, પિતા, સખી અને બંધવાદિના સંબંધના સંબંધમાં તાત્વિક રીતે વિચાર કરતાં તેઓ એક જાતના દઢ બંધન સમાન જણાય છે. અથવા રંગભૂમિમાં નૃત્ય કરનાર પાત્રોની માફક થોડા જ વખતમાં રૂપાંતર પામનાર છે, અર્થાત વિયોગશીલ છે. આ ગાયનો વિલાપ તુટય છે. નો વિડંબના સરખાં છે અને આભૂષણે માત્ર ભાર કે બેજા તય છે. ટૂંકમાં જણાવું તે ઈદ્રિયના વિષે પરિણામે
For Private and Personal Use Only