________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ )
ય જાતાં વહી જ
તે જોતાં
. તે વહ
નમસ્કાર કરી તેણે જણાવ્યું–મહારાજા ! આવતાં વહાણોની તપાસ રાખવા માટે રત્નાગિરિ બંદર પર આપના નિયોગથી યોજાયેલ હું આપને અનુચર છું. હું નિરંતર વહાણોની તપાસ રાખું છું અને તેથી વહાણ જેવાથી મને કાંઈ આશ્ચર્ય થતું નથી. પણ આજ પ્રભાતે જ્યારે ઉત્તર દિશા તરફ નજર કરી હું આવતાં વહાણે દેખતા હતો તેટલામાં મહાન વિસ્તારવાળું, દૂરથી આવતું એક વહાણ મારા દેખવામાં આવ્યું. તે જોતાં જ મને મોટું આશ્ચર્ય થયું.
તે વહાણની ઉપર ઉજવળ ધ્વજા, છત્ર, ચામર વિગેરે જણાતાં હતાં. ચારે બાજુ વાવટા ફરકી રહ્યા હતા. ઊંચી અટાલ પર લટકતી ધ્વજાઓથી જાણે સાક્ષાત્ દેવવિમાન હોય તેમ જણાતું હતું. ચારે બાજુ નિવિડ પાખરવડે પાખરેલું હતું. સ્થાને સ્થાને પરાક્રમી સુભટે રહેલા હેવાથી શત્રુઓને દુધ હતું. તે વહાણમાં ત્રણ કૂવાઓ, સે સઢે અને થંભો હતા. લોઢાનાં ત્રીસ લંગરે જણાતાં હતા. કુવા અને સ્થંભ ઉપર ઊભા રહી સુભટોને યુદ્ધ કરવા માટે પીંજરાએ બોધેલાં હતાં. તે જહાજની ચારે બાજુ લટકતા ખ ગ, ભાલાં, ધનુષ્ય અને તુણનાં યુગલો હતાં. વિષમ રીતે પરિભ્રમણ કરતાં યંત્રથી ખરેખર તે વિષમ જ હતું. વળી તેમાં ચાર બગીચાઓ અને બને બાજુ દશ દશ પ્રેક્ષાગૃહ હતાં. તેમજ-ઘી, તેલ, અનાજ, વસ્ત્ર અને ઇંધણ વિગેરેના સંગ્રહવાળી અનેક દુકાને જોવામાં આવતી હતી. તેમાં રહેલ સામાનની સંખ્યા કરવી તે મુશ્કેલી ભરેલું હતું. આટલી સામગ્રીથી ભરપૂર તે આવતા જહાજને હું જોતો હતો, તેટલામાં તો જયવાજિંત્રને વગાડતું તે વહાણ બંદરમાં આવી પહોંચ્યું.
નિર્યામકના વચનેથી તે વહાણ તરત જ ઊભું રાખવામાં આવ્યું સઢ ઉતારી નાખ્યા અને ચારે બાજુથી લંગરે નીચાં મૂક્યાં. મહારાજા! તે જહાજના માલિકે નિર્ધામકોને પારિતોષિક દાન આપ્યું. અને મંગળાચાર કરી તે ધનાઢય સમુદ્રને કિનારે બંદર પર ઉતર્યો છે. તે ધનપતિ ભેટયું લઈ આપને તરતમાં જ મળવા માટે તૈયારી કરતો
For Private and Personal Use Only