________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
દિશાઓમાં ફેલાવા લાગ્યા. સુંદર શૃંગાર પહેરી સધવા સ્ત્રીએ ઉજ્વળ અક્ષતનાં પાત્રા ભરી રાજદરબારમાં વધામણું કરવા જવા લાગી. રાજ્યમાં અમારો પડતુ વજ્રાબ્યા, ગરીબ દુ:ખીયાને દાન આપવા માંડયું. સ્વજને સત્કાર થયેા. નારિકાનું સન્માન થયુ. માંગલિક વાજીંત્રા વાગ્યાં. સુવાસણ સ્ત્રીઓએ ધવળ મંગળ ગાયાં, અને વિલાસીનીઓએ નૃત્ય કર્યાં. ઈત્યાદિ દશ દિવસ પર્યંત પુત્રી વધામણાના મહેત્સવ ચાલ્યે.
દેવી ચંદ્રલેખાએ પણ મહાન ગૌરવથી સુંદરીને સત્કાર કર્યાં અને જણાવ્યું કે મ્હેન ! આ પુત્રી તારા પ્રસાથી જ પ્રાપ્ત થઈ છે માટે તારા પ્રસાથી જ જલદી વૃદ્ધિ પામેા.
ધણી સભ્યતાથી પ્રત્યુત્તર આપતાં સુધરીએ જણાવ્યું. વ્હેન 1 પુન્યની. અધિકતાથી કે પુન્યનાં કાર્યો કરવાથી કોઈપણ મનુષ્યના મનારા સિદ્ધ થાય છે. શુભાશુભ કામાં ખીજા મનુષ્યેા નિમિત્ત માત્ર છે. ખરી રીતે તે તે કાર્ય સિદ્ધ કરનાર પાતાનાં કર્મો જ છે.
કુમારીના જન્મથી એક માસ જવાબાદ ધણુા હ પૂર્વક સુંદરીએ અને રાજાએ મળી તે કુમારીનું સુદ્ઘના નામ આપ્યું.
લાવણ્ય અને કાંતિથી પૂર્ણ શરીરવાળી કુમારી, ઉજ્વળ પક્ષમાં રહેલી ચંદ્રકલાની માફક વિસે દિવસે નવીન નવીન કળાથી વૃદ્ધિ પામવા લાગી. ચંદ્રથી જેમ રાત્રી અને સુગધી કમળેથી જેમ સરેાવર શોભે છે. તેમ જનનીના ઉત્સંગમાં કુમારી શાભતી હતી. જેમ ચંદ્ર કુમુદને, દિનકર કમળાને, અને મેલ મયૂરાના સમુદાયને વિકસિત ( ઉલ્લસિત ) કરે છે તેમ મુખ્શ ના ધ્રુવને હર્ષોંલ્લાસ આપતી હતી.
નિપ્રતિદિન વૃદ્ધિ પામતાં રાજકુમારી જ્યારે પાંચ વર્ષની થઇ ત્યારે સુજ્ઞ માતાપિતાએ લિપી, ગણિતાદિ વ્યવહારિક ઉપયેાગી જ્ઞાન આપવાના નિશ્ચય કર્યાં. શુભ દિવસ દેખા રાજાએ ઉપાધ્યાયને માલાવી વગને લાયક અનુક્રમે સવ કળાઓમાં પ્રવીણ કરવા માટે
For Private and Personal Use Only