________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવતાં તેણીએ બે બચ્ચાંને જન્મ આપે. પ્રસવ સમયની અસહ્ય વેળા ભોગવતી વખતે તેણીને પતિ પણ તેને મદદગાર ન થ. ખરેખર જન્મથી મરણપર્યત સ્ત્રીઓ નિરંતર પરાધીન અને દુઃખણી હોય છે. ઉદરપૂત્તિને માટે કાંઈ પણ ખાવા લેવા જવાને ઉપાય ચિંતવે છે, તેટલામાં અકસ્માત પ્રચંડ પવન વાવાને શરુ થયે. દશે દિશાઓમાં ધૂળ ઉછળવા લાગી. મેધની માળાને વિસ્તારતી પ્રા ( વર્ષા ) ઋતુ શરુ થઈ. કુપુરુષો જેમ અપયશથી વ્યાપ્ત થાય છે, તેમ ભ્રમરની માફક કાળાં અને તમાલ દલની માફક શ્યામલ વાદલાંના સમૂહથી આકાશ છવાઈ ગયું. નિર્ભાગ્ય પુરુષને મળેલા નિધાનની માફક ક્ષણદષ્ટનટ ચપળ વિજળી આકાશમાં ચમકવા લાગી. ઊંચ પદ પર રહેલા નીચ પુરુષની માફક, બ્રહ્માંડને પણ ફોડી નાખે તેવા નજીકમાં ગજરો થવા લાગ્યા. વિરહી મનુષ્યોના હૃદયને દુઃખરૂપ, મેટી મોટી અખંડ ધારાથી વાદળે વરસવા લાગ્યાં. આ પ્રમાણે અવિચ્છિન્ન ધારાએ વરસાદ વરસતાં સાત દિવસ થયાં ત્યારે કાંઈક વરસાદને શાંત થયેલ દેખી તે સમળી દિશાઓના ભાગો નિહાળવા લાગી, તેણીનું શરીર ભૂખ તથા પીડાથી સંકેચાઈ ગયું હતું. ઉડવાની શક્તિ પણ તેવી ન હતી, તથાપિ ભૂખ સહન થઈ શકે તેમ ન હતી. તેમજ તેને ત્યાં બીજું કોઈ લાવી આપે તે દયાળુ મદદગાર પણ ન હતો. આ કારણથી તે દુઃખી સમળી આમિષ માંસ)ને માટે જ્યાં લીલાં હાડકાં વિગેરે પડયાં હતાં તેવા ના પાડા તરફ ઊડીને ગઈ.
ધણું હાડકાં, ચામડાં, વસા, રુધિર અને માં થી તે વાડે દુર્ગધિત થઈ રહ્યો હતો. મોટા મોટા હાડકાઓ ઉપર ગીધ પક્ષીઓ બેસી માંસાદિ લઈ આમતેમ ઊડી રહ્યાં હતાં, તે વાડામાં આ સમળીએ પણ ઘણી મહેનતે પ્રવેશ કર્યો. અને માં , ખરડાયેલું એક હાડકું લઈ મહામહેનતે તે આકાશમાગે ઊડી ૨ કે શમાં હજી
For Private and Personal Use Only