________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯).
ભલામણ કરી. ઘણા ઉત્સાહથી ઉપાધ્યાયે તેમ કરવાને હા કહી. અધ્યાપકને પારિતોષિક આપી સંતુષ્ટ કરી, સુદર્શનને મોટા મહત્સવપૂર્વક શાળામાં દાખલ કરાવી.
પ્રકરણ આઠમું
રૂષભદત સાર્થવાહ મહારાજા ચંદ્રગુપ્ત મુખ્ય સિંહાસન પર બિરાજે હતો. જમણી -બાજુના ભાગ પર રાજકુમારે બેઠા હતા, ડાબી બાજુના ભાગ પર સામંત રાજાઓ વિગેરેનાં આસને હતો. બીજા પણ આજુબાજુ મંત્રી, સુભટ વિગેરેથી સભા ચિકાર ભરાયેલી હતી. સામંત, મંત્રી આદિ રાજાના મુખથી થતી આજ્ઞા અંગીકાર કરવાને તૈયાર હોય તેમ એકી નજરે રાજા સન્મુખ જઈ રહ્યા હતા. આ અવસરે વિજયા નામની પ્રતિહારિણીએ પ્રવેશ કરી, રાજાને અર્ધાગથી નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે, સ્વામિન ! રત્નાગિરિના બંદરથી ચરપુરુષ આપને મળવાને માટે આવ્યો છે તેનું મુખ પ્રસન્ન અને વિશેષ ઉત્સુક હોય તેમ જણાય છે; પણ દ્વારપાળે રોકવાથી આપની આજ્ઞાની રાહ
તે દ્વાર આગળ ઊભો છે. તેને અંદર પ્રવેશ કરાવવા માટે આપની શી આજ્ઞા છે?
રાજાએ વિચાર કર્યો કે તે ચરપુરૂષ કે ઉત્તમ વહાણ આવ્યાની ખબર આપવી આવવો જોઈએ, કારણ કે રત્નાગિરિના બંદર પર તે કાર્ય માટે જ તેને રોકવામાં આવ્યા છે. તે ચર તુષ્ટિદાનને લાયક છે. ઈિત્યાદિ વિચાર કરી રાજાએ પ્રતિહારિણીને જણાવ્યું કે ભદ્રે ! તેને તું જલદી પ્રવેશ કરાવ
રાજાની આજ્ઞા મળતાં જ તે ચરપુરુષ સભામાં આવ્યું. રાજાને
For Private and Personal Use Only