________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ ) હતો. તેના આવ્યા પહેલાં જ આ વર્તમાન મેં આપને નિવેદિત કર્યા છે.
ચરપુરૂષનાં વચનો સાંભળી રાજા કાંઈક બલવાને પ્રયત્ન કરતો હતા. તેવામાં ફરી વિજયા પ્રતિહારિણીએ પ્રવેશ કરી નમસ્કારપૂર્વક રાજાને વિનંતી કરી કે મહારાજા ! રૂષભદત્ત નામને સાર્થવાહ આપના દર્શનાર્થે ઉત્સુક થઈ સિંહદ્વાર આગળ ઉભો છે, આપની તેને માટે શી આજ્ઞા છે?
રાજાએ જણાવ્યું, ભાતેને તરત જ પ્રવેશ કરાવ. રાજાને આદેશ થતાં જ પ્રતિહારિણીએ સાર્થવાહને રાજસભામાં પ્રવેશ કરાવ્યું.
પ્રસન્ન મુખમુદ્રાને ધારણ કરતો, હાથમાં ભેંટણું લઇ, જાણે કમવિવરે જ, રાજાને જૈન ધર્મની પ્રાપ્તિ અર્થે દૂત એકલા હેય નહિં તેમ સાર્થવાહ રાજાની આગળ આવી ઊભો રહ્યો. પારિસ, તુર્કસ્થાન અને ગિઝનીના ઉત્તમ અશ્વો( ધેડાએ)નો પરાભવ કરે તેવા ઉત્તમ અશ્વોનું ભેગું કરી, રાજાને નમસ્કાર કર્યો. રાજાએ સાર્થવાહને બેસવા માટે આસન અપાવ્યું. સાર્થવાહ ખુશી થઈ રાજા આગળ આસન પર બેઠે. મહાન ગૌરવપૂર્વક રાજાએ સાર્થવાહને તંબલ આપી જણાવ્યું, સાર્થવાહ ! પરિવાર સહિત તમને કુશળ છે ?
સાર્થવાહે નમ્રતાપૂર્વક વિવેક કરતાં જણાવ્યું. મહારાજા! મારા સવ પરિવારને કુશળતા છે; તેમાં વળી આ૫નાં દર્શનથી વિશેષ પ્રકારે અમે આનંદિત થયા છીએ. રાજા–સાર્થવાહ ! તમે કયાંથી આવ્યા ? કયા દેશમાં ક્યા શહેર
માં રહે છે ? સાર્થવાહ-મહારાજા! ઉતર દિશામાં અતિ રમણિક લાદેશ
નામનો દેશ છે. તે દેશમાં ભરૂયચ્ચ નામનું શહેર છે. તે શહેરમાં મારો નિવાસ છે, અને હું હમણાં ત્યાંથી જ
આવું છું. રાજા–ભરૂચ્ચ શહેર શું બહુ મોટું છે?
For Private and Personal Use Only