________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮)
આ રાજકુમારીએ કોઈ પણ મુનિવરના મુખથી કોઈ પણ સમયે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરેલું હોવું જોઈએ, કે જે વાત હમણું તેને જાતિસ્મરણથી યાદ આવી જાય છે.
આ પ્રમાણે વિચાર કરતા શ્રેષ્ઠીએ હર્ષિત વદને જણાવ્યું કેરાજકુમારી ! ભરૂય નગરમાં રહેલા તે સર્વ મુનિઓને કુશળ છે. બહેન ! તને ધન્ય છે, તું કૃતાર્થ છે. તું શેડા જ ભવમાં નિર્વાણપદ પામનાર છે કેમકે ધર્મના અભાવવાળ કુળમાં જન્મ પામ્યા છતાં અકસ્માત તને બેધ પ્રાપ્ત થયો છે.
કોઈ વખત નહિ દેખેલ કે નહિં સાંભળેલ શબ્દો રાજકુમારીના મુખથી નીકળતાં જાણી, તેમજ બીલકુલ અજાણ્યા સાર્થવાહ સાથે વાર્તાલાપ કરતી પુત્રીને દેખી, રાજાને આશ્ચર્ય સાથે મહાન કુતુહળ થયું. રાજા બોલી ઉઠયો. પુત્રી ! આ શી વાતચીત ચાલે છે? તું શું બોલે છે? શું તે ભરૂચ્ચનગર કોઈ પણ વખત જોયું કે સાંભળ્યું છે?
સુદર્શનાએ જણાવ્યું. પિતાજી! આપ શાંત ચિત્તે સાંભળે. હું તે વિષે મારે જાતિઅનુભવ આપશ્રી આગળ નિવેતિ કરૂ છું.
પ્રકરણ દશમું
જાતિઅનુભવ–પૂર્વજન્મ
ભરૂયચ્ચ શહેરની આગળ મોટા વિસ્તારમાં વહન થતી નર્મદા નદીના કિનારા પર કોટ નામના ઉધાનમાં એક મહાન વિસ્તારવાળા વડવૃક્ષ હતું. તેના ઉપર અનેક પક્ષીઓ નિવાસ કરી રહ્યા હતા. તેમાં કેટલાંક પંખીઓએ માળા પણ ધાવ્યા હતા. તે વૃક્ષ પર એક સમળી પણ રહેતી હતી. તે સમળી ગપ્રતિના વખતે અસહ્ય વેદનાથી પીડાવા લાગી. કેટલાક વખત પછી દુસહ શૂળની વેદના
For Private and Personal Use Only