________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
રાણીના આટલા આગ્રહ પછી ઘણી મહેનતે તેણીએ જવાબ આપોઃ મહારાણી ! લજજાસ્પદ અને સાધુજનોથી નિંદિત મારું ચરિત્ર સાંભળવાથી તમને શું ફાયદો થવાનું છે ? વળી પ્રેમમાં આસક્ત છ, પ્રિયવિરહરૂપ અગ્નિજવાળાથી દગ્ધ થતાં અહીં જ તીવ્ર દુઃખને અનુભવ કરે છે, તેના સંબંધમાં વિચાર કરવાથી તમને શું ફાયદો થવાને છે ? આ પ્રમાણે જણાવી દીધું નિસાસો મૂકી તે સુંદરીએ બોલવું બંધ કર્યું.
તે સુંદરીના આવા વિરહ-વ્યથિત શબ્દો સાંભળી રાણી ચંદ્રલેખા વિચારવા લાગી કે આ સુંદરી પોતાના કોઈ પણ વલ્લભ-ઈષ્ટ મનુષ્ય ના વિયેગવાળી છે. તેનું મન શાંત થયા સિવાય અત્યારે આગ્રહ કરીને પૂછવું તે તેને દુઃખકર્તા હેઈ નિરુપયોગી છે. એમ ધારી ચંદ્રલેખાએ જણાવ્યું–હે સુતનું ! ચાલે તે વાત સાંભળવાનો મને કાંઈ આગ્રહ નથી, છતાં હું તમને જણાવું છું કે આજથી તમે મારા નાનાં બહેન છે. એટલે પિતાની બહેન પાસે જેવી રીતે નિર્ભય અને આનંદથી રહેવું જોઈએ, તેવી રીતે નિઃશંક થઈ તમારે મારી પાસે રહેવું. આ વાત તમારે કબૂલ કરવી જ પડશે.
આ અવસરે ચંદ્રશ્રેછી હાથમાં લેણું લઈ રાણું ચંદ્રલેખા પાસે આવ્યું. સુંદરીની સાથે સંભાષણ કરતી રાણીને જોઈ, તે શ્રેષ્ઠ ના મનમાં રાણી તરફથી કાંઈક શંકા પેદા થઈ. સાશંક હૃદયે એછીએ વિનયપૂર્વક રાણીને જણાવ્યું કે- સ્વામિની! સમુદ્રની અંદર આવેલા વિમળ પર્વત ઉપર એકાકીપણે ફરતી આ સુંદરી મારા પુત્રને મળી આવી છે. મારા અને મારા પુત્રના ધારવા પ્રમાણે આ કોઈ રાજકુમારી છે અને કોઈ વિધાધરે તેણીનું કોઈ સ્થળેથી હરણ કરી તે પર્વત ઉપર લાવી મૂકી જણાય છે. બહેનપણે અંગીકાર કરી મારા પુત્ર તેને અહીં લાવ્યા છે.
પિતાના વિનયાદિ ગુણથી જ ગીરવ પામેલી આ સુંદરીમાં અને મારી પુત્રીમાં મને કોઈ અંતર નથી, અથાત્ મારી પુત્રી પ્રમાણે આ
For Private and Personal Use Only