________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯)
કરુણાબુદ્ધિથી દીન, દુખીયાં, અપંગ, લાચાર આદિને સંતોષવા માંડયાં.
આનંદિત થઈ શહેરના લોકો વધામણું કરવાને માટે તે શ્રેષ્ઠીના ઘર તરફ આવતા હતા. તે કોની એટલી બધી ગણતરી હતી કે બીજા મનુષ્યોને જવા આવવાને માર્ગ બંધ થઈ ગયો હતે. મનુષ્યનું આટલું બધું જવું આવવું અને તેને કોલાહલ સાંભળી રાજમહેલના ઝરૂખામાં રહેલી રાણી ચંદ્રલેખાએ કમલા નામની ધાવમાતાને બેલ વી તેનું કારણ પૂછયું. થોડી જ વખતમાં તપાસ કરી કમલાએ રાણીને જણાવ્યું. મહાદેવી ! ચંદ્ર શેકીને ઘેર આજે લોકે મોટું વધામણું કરે છે, તેથી મનુષ્યોની આટલી બધી ભરતી જણાય છે અને કેળાહળ પણ તેને જ છે.
વધામણું કરવાનું કારણ શું? કમળાએ જણાવ્યું. આપણા ગામના ધનાઢય વ્યાપારી ચંદ્ર શ્રેણીને પુત્ર સેમચંદ્ર સમુદ્રમાગે પરદેશ ગયે હતા, પરદેશથી ઘણું દ્રવ્ય કમાઈને સુખશાંતિથી પાછેર ઘેર આવ્યો છે, તેના હર્ષથી આ સર્વ ધામધૂમ કરવામાં આવી છે.
આ વર્તમાન સાંભળી દેવી ચંદ્રલેખાએ કમળાને જણાવ્યું કે–તારે પણ તે કોણીને ઘેર વધામણું કરવા જવું જોઈએ, કારણ કે ગમે તેવા મહાન પુરુષોએ પણ ઉચિત પ્રવૃત્તિ તે સાચવવી જ જોઈએ. ઉચિત પ્રવૃત્તિ નહીં કરનાર પોતે મહાન હોય તથાપિ લઘુતા પામે છે. કહ્યું છે કે “ રાંકથી લઈ રાજાપયેતને કોઈ પણ માણસ ઉચિત પ્રવૃત્તિને અનાદર કરનાર હોય તેને પ્રભુત્વની ઈચ્છા કરતો દેખી બુદ્ધિમાનો તેની હાંસી કરે છે. અર્થાત્ ઉચિત પ્રવૃત્તિને નહિં જાણનાર મનુષ્ય પોતાની પ્રભુતાને પિતાને હાથે વિનાશ કરે છે.”
આ પ્રમાણે ચંદ્રલેખાનો આદેશ થતાં ક્મળા પણ ઉચિતતાને લાયક ભેટયું લઈ ચંદશેકીને ઘેર ગઈ. “ રાણી ચંદ્રલેખા તરફથી મારું આગમન થયું છે અને આ વધામણું તેમણે મોકલાવ્યું છે.” વિગેરે હકીક્ત ચંદ્રકોણીને જણાવી કમળા તત્કાળ પાછી ફરી, રાણીની પાસે આવી, અને કોણીના ઘર તરફના નવીન વર્તમાન જણાવવા લાગી.
For Private and Personal Use Only