________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ )
-સંચય (સંગ્રહ) કરી રાખતી નહતી.
પિતાને દુસહ પ્રતાપથી શત્રુવર્ગના દર્યને દૂર કરનાર ચક્ર ગુપ્ત નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. લોકેમાં તેનું બીજું નામ સિલામે પણ પ્રખ્યાત હતું.
ત્રણ શકિત, મહાન સત્ત, સૌમ્યમુરિ, ઉજજવળ કીતિ, ત્યાગ, ન્યાય, સત્ય અને પરાક્રમના બળથી જ તેને પ્રતાપ વૃદ્ધિ પામતો હતો. યુવતિઓના, વિદ્વાનોના અને શત્રુઓના મનમાં અનુક્રમે કામ, બૃહસ્પતિ અને પ્રચંડ સર્ય સમાન આ રાજ ભાસમાન થતો હતો.
પોતે નિર્ભય છતાં સિંહ કિશોરની માફક શત્રુઓને તે ભયંકર જણાતો હતો. પણ સ્વજનરૂપ કુમુદને તે શરદ ઋતુના ચંદ્રની માફક આનંદ જ આપતો હતો.
તે રાજાને નિષ્કલંક અને દેખનારને શીતળતા પ્રાપ્ત કરાવનાર નવીન ચંદ્રલેખા(ચંદ્રરેખા)ની માફક ચંદ્રલેખા નામની પટ્ટરાણી હતી, છતાં બન્નેમાં (ચંદ્રરેખા અને ચંદ્રલેખામાં) વિશેષ એટલે હતું કે, ચંદ્રની રેખા વાંકી હતી અને આ ચંદ્રલેખા સરલ સ્વભાવની હતી. તેણનું નિરુપમ સૌંદર્ય અને સૌભાગ્યને જોઈને જ જાણે શરમાઈ ગઈ હોય તેમ આજકાલ ભાગ્યે જ અમરીએ (દેવાંગનાઓ) દર્શન આપે છે–દેખાય છે.
તે રાષ્ટ્રને સંપૂર્ણ અવયવવાળા, પૂર્ણ લાવણ્યતાવાળા. સુંદર આકૃતિવાળા, ભદ્ર સ્વભાવવાળા, અને ઉત્તમ પરાક્રમવાળા અનુક્રમે સાત પુત્ર થયા હતા.
તે શહેરમાં ચંદ્રશ્રેષ્ઠી નામને એક ધનાઢય વેપારી રહેતો હતો. ઘણે ભાગે તેને વ્યાપાર સમુદ્રમાર્ગો પરદેશ ખાતે વિશેષ હતો. એક દિવસે તે શ્રેષ્ઠીએ શહેરના તમામ મંદિરમાં અષ્ટાબ્લિક મહોત્સવ શરૂ કરાવ્યું. આખા શહેરમાં રાજાની આજ્ઞાથી અમારી પડહ વજડા. (કેઈએ કઈ પણ જીવને મારવો નહિ, તેને અમારી-પડત કહે છે.) ભક્તિપૂર્વક સુપાત્રમાં દાન આપવું શરૂ કર્યું. અને
For Private and Personal Use Only