________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ પાંચમું
આ જિનપ્રાસાદ કોણે બનાવ્યો?
ચંપકલતાએ તે મહામુનિને નમસ્કાર કરી વિનયપૂર્વક નમ્ર તાથી પ્રશ્ન –હે ભગવાન ! આવા વિષમ પ્રદેશમાં આ જિનાસાદ કોણે બંધાવ્યો ? ક્યારે બંધાવ્યો? અને કેવા સંજોગોમાં બંધાવ્યો? અર્થાત અહીં આ પ્રાસાદ બંધાવવાનું કારણ શું? ગુરુશ્રીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું ચંપકલતા ! આ દેવભુવન રાજકુમારી સુદર્શનાએ બંધાવ્યું છે. ક્યારે અને કેવા સંગે વચ્ચે તે બંધાવ્યું, તે ઈતિહાસ ઘણો લાંબે છે.
ચંપકલતા- રાજકુમારી સુદર્શના કોણ હતી? કયા અને કયારે થઈ ? અને અહીં પ્રાસાદ બંધાવવાનું કારણ શું ? તે આપ કૃપા કરી મને વિરતારથી જણાવશો. જો કે આપના જ્ઞાનધ્યાનમાં અંતરાય થાય છે તથાપિ આપના બોધથી અને રાજકુમારીનું જીવનચરિત્ર સાંભળવાથી મારા જેવા પ્રાણીને આત્મબોધ થશે તો આપને તેનો વિશેષ ફાયદો છે. મહાત્મા પુરુષે નિરંતર પિતા કરતાં બીજનું
ભલું કરવામાં વધારે પ્રયત્ન કરે છે કેમ કે પિતાનું ભલું કરવું તે તે પિતાને સ્વાધીન જ છે અને પરિને ઉપગાર કરવાનો વખત તે કઈક પ્રસંગે જ બને છે.
ગુરુશ્રીએ ઉત્તર આપે. ચંપકલતા ! સુદર્શનાનું જીવનચરિત્ર ખરેખર તારે સાંભળવા પામ્ય છે, તેમાંથી તને ઘણું જાણવાનું અને અંગીકાર કરવાનું બની આવશે. વળી પ્રસંગેપાત તારા પ્રશ્નોને ઉત્તર પણ તેમાં આવી જશે, હું તને પ્રથમથી તેનું જીવનચરિત્ર સંભળાવું છું, તું સાવધાન થઈને સાંભળ.
ચંપકલતા-આપને આ બાળક ઉપર મહાન અનુગ્રહ,
For Private and Personal Use Only