________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫)
નથી. તે ધર્મને કેટલાક જીવો પામે છે યા સાંભળે છે તથાપિ દર્શનમોહનીય કર્મના પ્રબળ ઉદયથી તે વચનોમાં કે ધર્મમાં જોઈએ તેવું દઢ શ્રદ્ધાન થતું નથી. બુદ્ધિની કસોટી ઉપર ચડાવીને તેની વિશેષ પરીક્ષા કરતા નથી. વીતરાગ પ્રભુના વચને ઉપર શ્રદ્ધાનરૂ૫ સમ્યકત્વ પામીને પણ જ્ઞાનાવરણીય કર્મોદયથી ઉત્સર્ગ, અપવાદસંગત સૂત્ર કહેવા છતાં પણ સમજી શકતા નથી. કેટલાક જીવે વિતરાગનાં કહેલાં સાપેક્ષ વચને સમજે છે, અને તેના પર શ્રદાન પણ કરે છે. તેમજ બીજાને તેવો બેધ પણ આપે છે, છતાં ચારિત્રમેહનીય કર્મના ઉદયથી (દેષથી) પોતે તે પ્રમાણે સંયમ (વતન) કરી શકતા નથી. આમ ઉત્તરોત્તર દુર્લભ મનુષ્યાદિ અંગેની પ્રાપ્તિ અને શ્રદ્ધાન વિગેરે કારણોથી ચારિત્રમોહકર્મ ક્ષય થતાં, જે છ નિર્મળ તપ અને સંયમ ભાગમાં પ્રયત્ન કરે છે તે જ છે સદાને માટે જન્મ, જર, મરણને દુઃખથી મુક્ત થઈ પરમ સુખમય નિર્વાણપદને પામે છે. આ પ્રમાણે વીતરાગદેવનું ફરમાન છે.
ચંપકલતા ! પૂર્વે કહેલ આર્યક્ષેત્ર, મનુષ્ય જન્મ, દીર્ધ આયુષ્ય, નિરોગી શરીર આદિ ઉત્તમોત્તમ સામગ્રી તને મળી આવી છે, તો વિતરાગદેવના કહ્યા મુજબ વર્તન કરી દુર્લભ સામગ્રીને તું સદુપયોગ કર.
જિનેશ્વર ભગવાનની આજ્ઞા ખરા અંતઃકરણથી અંગીકાર કરી, તે પ્રમાણે વર્તન કરતાં અનાદિ કાળના સંચિત કમેને જીવો ઘણી સહેલાઈથી દૂર કરી શકે છે, ઈત્યાદિ ઉપદેશ આપી તે મહામુનિ શાંત થયા.
ગુરુમહારાજને ઉપદેશ સાંભળી ચંપકલતા ઘણુ ખુશી થઈ પિતાના આત્માને કૃતાર્થ માનવા લાગી. એ અવસરે તેના મનમાં એવો વિચાર આવ્યો કે સમુદ્રના વચમાં આવેલા આ વિમળાપર્વત પર આવો સુંદર જિનપ્રાસાદ કોણે બનાવ્યો હશે ? અતિશયી જ્ઞાની ગુરુ જરૂર આ શંકાનું સમાધાન કરશે.
For Private and Personal Use Only