________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
ઈષ્ટ વિગ, અનિષ્ટ સંગ અને અનિષ્ટ વિયોગથી જેટલે અંશે રાગ, દ્વેષ, હર્ષ, શેક થાય છે તેટલે અંશે છે નવીન કર્મબંધ કરે છે. આ રાગદ્વેષથી ઉત્પન્ન થતાં કર્મો અનેક રૂપે પરિણમી, નાના પ્રકારની ગતિઓમાં નાના પ્રકારનાં શરીર-દેહ ધારણ કરાવે છે. અર્થાત તે કર્મફળ ભોગવવા નિમિત્તે પૃથ્વી, પાણું, અગ્નિ, વાયુ, વનસ્પતિ, જનાવર, દેવ, માનવ અને નરકાદિ નિઓમાં-જાતિઓમાં પરિભ્રમણ કરવું પડે છે. પહેલા પાંચ સ્થાવરમાં ઘણે વખત રહ્યા બાદ અકામ નિર્જરાના ગે ( ઈચ્છા સિવાય અવ્યક્ત રીતે જે દુ:ખ સુખ ભોગવવામાં આવે છે અને તેથી જે કમ ભગવાઈ ઓછાં થાય છે તેને અકામનિર્જરો કહે છે) કાંઈ કર્મો એછાં થતાં વિકપ્રિયપણું પ્રાપ્ત થાય છે (બેદ્રિય, ત્રણ ઇધિ, ચાર ઈદ્રિયવાળા ને વિકલેંદ્રિય કહેવામાં આવે છે), તેથી પણ વિશેષ કમ ઓછાં થતાં તિય, પંચૅક્રિયપણું પ્રાપ્ત થાય છે. આ અનુક્રમે કમથી વિશેષ વિશુદ્ધ થતો જીવ કાંઈક પુણ્યોદયની મદદથી મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. મનુષ્યપણું મેળવ્યા છતાં પણ આર્ય દેશમાં ઉત્પન્ન થવું તે વિશેષ પુણ્યની મદદથી જ થાય છે. આ ક્ષેત્રમાં જ પ્રાયઃ ધર્મની ઉત્તમ સામગ્રી કે સગવડતા હોય છે, આ દેશ પ્રાપ્ત થવા છતાં પણ ઉત્તમ કુળ, જાતિ, બળ અને શારીરિક વિશિષ્ટ સંપત્તિ મળી આવવી સર્વ વિશેષ વિશેષ પુણ્યાધીન છે. આ સર્વ ભળ્યા છતાં જે આયુષ્ય સ્વલ્પ હોય (ડું હેય) અથવા શરીર નાના પ્રકારના રોગાદિકથી ભરપૂર હોય તો તે સર્વ મળ્યું છતાં ન મળ્યા બરાબર થાય છે. કારણ કે પૂર્વ કહેલ દુર્લભ સામગ્રીને સારો ઉપયોગ થોડું આયુષ્ય અને રોગીષ્ટ શરીરને લઈને યથાયોગ્ય થઈ શકતો નથી. આથી એમ નિશ્ચિત થાય છે કે ખરેખર પ્રબળ પુણ્યદય હોય તો જ દીર્ઘ આયુષ્ય અને નિરોગી શરીર મળે છે.
આ સર્વ સામગ્રી મળ્યા છતાં પણ ઘણું છે વિષય, કષાય, પ્રમાદાદિને વશ થઈ, જિનેશ્વર ભગવાનને કહેલ ધર્મ પામી શકતા
For Private and Personal Use Only