________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ
શું.
ચંપકલતા અને ચંડવેગ મુનિને ઉપદેશ
તે સુંદરી મંદિરની બહાર આવી, આજુબાજુના રમણિક પ્રદેશને નિહાળતી ચારે બાજુ જેવા લાગી. વિમળગિરિનો પહાડ સમુદ્રની વચમાં આવી રહ્યો હતો, ચારે બાજુ જળ જળાકાર સિવાય બીજું કાંઈ જણાય તેમ નહોતું. પહાડને પ્રદેશ ઘણો રમણિક હતો. વૃક્ષે, લતાઓ અને સુંદર શિલાઓ સિવાય બીજું ત્યાં ભાગ્યે જ નજરે પડે તેમ હતું; તેટલામાં કેટલેક દૂર વૃક્ષની સુઘટ્ટ છાયાવાળા પ્રદેશ તરફ તેનું ધ્યાન ખેંચાયું. તે વૃક્ષની નીચે કોઈ મનુષ્ય બેઠ હાય તેમ દેખાયું. સુંદરી નજીક જઈ જુએ છે તો એક મહર્ષિ મુનિ તેના દેખવામાં આવ્યા. આ વખતે તે મહામુનિ ધ્યાનદશામાં લીન હતા, છતાં તેમની શાંત મુદ્રા ચંદ્રની માફક આલ્હાદ ઉત્પન્ન કરતી હતી. સૂર્યની માફક ઉગ્ર તપ તેજ તેના શરીર ઉપર ફુરાયમાન થતું હતું. તેની ગંભીર મુખમુદ્રા સાક્ષાત મૂર્તિમાન દેહધારી ધર્મ જ હાવ નહિ તેમ સૂચવતી હતી. તેઓશ્રી એક સુંદર શિલા પટ્ટ પર બિરાજેલા હતા.
આવા નિર્જન પ્રદેશમાં આ શાંતમૂતિ મહાત્માને જોતાં જ છે સુંદર બાળાને ઘણો આનંદ થશે. રવાભાવિક રીતે પણ તત્વવિદ્ શાંતમૂર્તિ મહાત્માઓનું દર્શન દુર્લભ છે, તે મહાત્માનું અકસ્માત દર્શન થયું જાણી તેણે પિતાના આત્માને અહેભાગ્ય માનવા લાગી. તે બાળા તત્કાળ તે મુનિ તરફ વળી અને તેમની વિશેષ નિકટ નહિં તેમ બહુ દૂર નહિ તેવે ઠેકાણે ઊભા રહી, વિધિ, બહુમાન તથા ભકિતપૂર્વક વંદન કરી ત્યાં જ શાંત ચિત્તે ઊભી રહી.
For Private and Personal Use Only