________________
૪
આનંઘન પદ
૧
તો તેની ઉપાસના કરી શકાય છે, પુણ્ય બાંધી શકાય છે, સદ્ગતિ મેળવી શકાય છે. સંસારના દુ:ખોથી બચાવનાર સદ્ગતિ આપનાર, મોક્ષનો માર્ગ બતાવનાર પ્રભુ છે. જો પ્રભુ જ ન હોત કે પછી ન મળ્યા હોત તો અનાર્યદેશમાં તિર્યંચ કે નરકપણામાં કોની પાસે જાત ? કોણ બચાવત ? કોણ ઉગારત ?
એક ઉત્તમોત્તમ વિશષ્ટ આત્મા ભવ્યાતિભવ્ય સાધના કરી તીર્થંકર થાય છે ત્યારે તે અષ્ટપ્રાતિહાર્યોથી શોભિત, મોહક આકર્ષક, ૩૪ અતિશયોથી પ્રભાવક, ૩૫ ગુણ અલંકૃત વાણીથી તીર્થના સ્થાપક, મોક્ષમાર્ગ પ્રરૂપક, મોક્ષ પ્રદાયક, જાગતિક પ્રાકૃતિક બળ નિયામક જગતગુરૂ જગદીશ તીર્થંકર ભગવંતના આલંબનથી અગણિત આત્માઓ ધર્મ પામે છે, સાચી સમજ, સાચી દૃષ્ટિ એટલે કે સમ્યગજ્ઞાન અને સમ્યગ્દષ્ટિ પામે છે, સમકિતિ, ત્યાગી વૈરાગી વિરતિધર અને વીતરાગી બને છે. એ દેવાધિદેવના અંગેઅંગના વિશુદ્ધ પરમાણુઓના દર્શન, વંદન, સ્પર્શનથી, દિવ્ય જિનવાણી શ્રવણથી જગતને કંઈ કેટલાંય ગણધર ભગવંતો, કેવલિ ભગવંતો, શ્રુતકેવળી ભગવંતો, પૂર્વધર મહર્ષિ શ્રુતસ્વામી, શ્રુતજ્ઞાની આગમજ્ઞ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી ભગવંતો, શ્રાવક શ્રાવિકા સમ્યગ્દષ્ટિ મહાત્માઓની મહામૂલી ભેટ મળે છે. જગત સૃષ્ટિ સમસ્ત નવ પલ્લવિત થાય છે અને સર્વત્ર પ્રસન્નતા વ્યાપે છે. સુદર્શન (સમ્યગ્દર્શન) ચક્ર એવાં ધર્મચક્રનું પ્રવર્તન થાય છે.
પ્રાસંગિક સાધના અને ઉપાસનાની તુલના કરીએ તો જણાશે કે સાધનામાં કાચાને કઠોર બનાવવાની હોય છે જ્યારે ઉપાસનામાં મનને મૃદુ અને હૃદયને મુલાયમ બનાવવાનું હોય છે. સાધનામાં પ્રધાનતા વીર્માંતરાયના ક્ષયોપશમની છે જ્યાં ત્યાગ અને વૈરાગ્ય મુખ્ય છે. જ્યારે ઉપાસનામાં મોહનીચનો ક્ષચોપશમ છે અને ત્યાં સમર્પણતા, શરણાગતિની મુખ્યતા છે. સાધનામાં અહંકાર હોઈ શકે છે જે સિદ્ધિ પ્રાપ્તિમાં અંતરાયરૂપ બનતો હોય છે. જ્યારે ઉપાસનામાં નમ્રતા સમર્પિતતા હોવાથી અહંકારને અવકાશ નથી. સંત કવિ કબીરજી કહે છે -
“પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દોય ન સમાય, જબ મૈં (હું-અહં) રહ્યા તબ હરિ નહિ, જબ હરિ રહ્યા તબ મૈં નહિ.”
બૌદ્ધિક અને હાર્દિક સ્તર ઉપર આત્મા અનુભવાવો જોઈએ.