________________
આનંદઘન પદ ૪૯
પૂર્વે મંજન કરેલા કર્મો એટલે કે કર્મો થકી મેં મારા આત્માને ખરડ્યો છે મેલો કર્યો છે તેના તાપ (દાહ)થી મારું માથું (શિર) પીડાઈ રહ્યું છે અને તે કર્મોની વ્યાધિમાંથી છૂટવા મારો આત્મા મથી રહ્યો છે. એ જ્યાં પીડા-આધિ-વ્યાધિ-ઉપાધિ, પાપ, બિમારી, ફિકર-ફફડાટ, ભય, મરણ નથી એવી શાંત, સુખમય, અવ્યાબાધ, નિષ્પાપ, નિરપેક્ષ, નિરંજન, નિરાકાર, નિષ્પાપ, નીરિહી કૈવલ્યાવસ્થાને તલસી રહ્યો છે. ચિર શાંતિ પોતાના આત્મઘર સિવાય બીજે કયાંયથી સાંપડે એમ નથી. બહાર તો બધે બળતરા જ છે. પ્રભુ મહાવીર જેવાને પણ તેજ ભવમાં મોક્ષે જતાં પહેલાં કાજળ જેવાં ક્લિષ્ટ કર્મો કેટલા ઉદયમાં આવ્યા ? કેવી પીડા ઉપજાવી ? જીવ માત્રને મોક્ષે જતાં પહેલાં. બાંધેલા કર્મો ભોગવતા ઘણું સહન કરવું પડે છે. અજ્ઞાન અવસ્થામાં કરેલી ભૂલો અને તેનાથી બંધાઈ ગયેલા કર્મો જીવને જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જ્ઞાની બનેલાને પણ એ ભોગવતા દમ નીકળી જાય છે. માટે જ જ્ઞાની કહે છે
બંધ સમયે જીવ ચેતીએ રે, શો ઉલ્યે સંતાપ સલુણા...
કર્મના બંધ સમયે જીવે વિવેકી બનવાનું છે. બંધકાળે એવી ભૂલ નથી કરવાની કે જેથી ઉદય સમયે તેને ભોગવતા મુશ્કેલી પડે. બાકી પૂર્વના જે કર્મો અજ્ઞાનકાળે બંધાઈ ગયા છે તેના ઉદયકાળે જીવે સમભાવમાં રહેવાનું છે જેથી નવા કર્મો અશુભ બંધાય નહિ.
૩૫૨
અહીં કહેવાનું તાત્પર્ય એ લાગે છે કે અંજન આંજેલી આંખ ભલે સંસારના વ્યવહારમાં સંસારીઓને રૂપાળી લાગતી હોય અને આકર્ષણ કરતી હોય પરંતુ મારા સ્વામી ચેતનની આંખ - ચેતનના ચક્ષુ તો એનું કેવળજ્ઞાન છે કે જે એવો સુવર્ણ જેવો ચળકતો પ્રકાશ છે કે એ પ્રકાશમાં સર્વ કાંઈ ઝળકે છે અને તે પણ એટલી તો સહજ રીતે કે એમાં માથા (શિર)ને મંથન કરવાની કે મંજન-સ્નાન કરી મગજને ચોખ્ખું બનાવી સર્બુદ્ધિ રૂપે પ્રવર્તવવાની કે મગજની નસોને ખેંચીને એને દાહ-તાપ આપવાની લેશ માત્ર આવશ્યકતા રહેતી નથી. સઘળાં સર્વક્ષેત્રના, સર્વકાળના, સર્વ જ્ઞેયો-દ્રવ્યોની સર્વ પર્યાય સહિત સહજ જ સમય માત્રમાં જાણવા ગયા વગર જણાય છે. આ કેવળજ્ઞાન પ્રકાશ એવો
સર્વ સંયોગ, પ્રસંગ, પરિસ્થિતિમાં ચિત્તપ્રસન્નતા એ જ સ્થિતપ્રજ્ઞતા.