________________
પરિશિષ્ટ - ૩
ચોટે છે. પુદ્ગલદ્રવ્ય લોઢારૂપ છે. પુદ્ગલદ્રવ્ય સ્વયં જીવને ચોંટતું નથી. એમ હોત તો સિદ્ધ પરમાત્માના જીવોને પણ ચોંટ્યું હોત. પરંતુ જીવ મોહવશ અજ્ઞાનભાવે જે ભૂલ કરે છે, દોષ સેવે છે એટલે જ પુદ્ગલદ્રવ્ય જીવને ચોટે છે. એમાં કારણભૂત સંસારીજીવ તો રાગભાવ ચુંબકીય શક્તિ છે અને પુદ્ગલદ્રવ્યમાં ગ્રાહ્ય-ગ્રાહકતારૂપ ચોંટાવાનો લોઢા જેવો ગુણ છે.
શરીર અને આત્મા એક ક્ષેત્રે અવગાહના લઈને રહેલ હોવા છતાં (એકક્ષેત્રી ક્ષીરનીર • સમ હોવા છતાં) પુદ્ગલદ્રવ્યના વર્ણ, રસ, ગંધ, સ્પર્શનો આત્મા નથી, પરંતુ પુદ્ગલદ્રવ્ય જ છે. જાતિભેદ છે - દ્રવ્યભેદ છે. આમ પુદ્ગલદ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્શની અસર સંસારીજીવને થાય છે, પરંતુ સિદ્ધોને નથી થતી, કારણ કે તે ગુણોનો અભેદ આધાર નથી, ઉપરાંત સિદ્ધ પરમાત્મા વીતરાગ છે. એવી જ રીતે જ્ઞાનાદિ ગુણો એકક્ષેત્રી હોવા છતાં તેનો અભેદ આધાર પુદ્ગલદ્રવ્ય નથી પરંતુ આત્મા છે. પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાદિ ગુણનો અભેદ આધાર નહિ હોવાથી જ્ઞાનાદિની અસર પુદ્ગલદ્રવ્યને થતી નથી. જ્ઞાનાદિ ગુણનો અભેદ આધાર આત્મા છે.
પર દ્રવ્ય વડે જીવ ક્રિયા કરે તે જીવની અપૂર્ણતા છે. પર દ્રવ્યો જીવમાં - જીવના જ્ઞાનમાં યરૂપે પ્રતિબિંબિત થાય એ જીવનું શુદ્ધ ચેતન્ય સ્વરૂપ છે. એવી અવસ્થામાં - કેવળજ્ઞાનાવસ્થામાં - જ્ઞાનદશામાં જીવ પરદ્રવ્યમાં પરદ્રવ્ય વડે સક્રિય નથી બનતો, કર્તા-ભોકતા નથી બનતો. એ નિમિત્તો તો સંસારીજીવોને જ અસર કરે છે કેમકે અજ્ઞાને કરીને મોહવશ કેવળ જ્ઞાતા-દષ્ટા બની નહિ રહેતાં કર્તા-ભોક્તા બનવાની અજ્ઞાની, મિથ્યા મોહચેષ્ટા કરે છે.
મોહને રહેવા માટેનું સ્થાન જ જ્ઞાન છે. જીવ સિવાય બીજા કોઈ દ્રવ્ય મોહ નથી કરતાં, કારણ કે તે દ્રવ્યોમાં જ્ઞાન નથી. જ્ઞાનમાં વિકાર મોહથી જ આવે છે. જ્ઞાનમાં શક્તિ તથા રસ ઉભય હોય છે. સુખમાત્ર રસરૂપ છે પણ શલિરૂપ નથી. જ્ઞાનરસરૂપ બને તો સુખનો રસ મળે. જ્યારે જ્ઞાન માત્ર શક્તિરૂપ બને તો અહમ આવે અને સુખરસ વેદન નહિ મળે. જ્યારે જ્ઞાનમાં ભેદ પડે ત્યારે તે પારમાર્થિક નથી રહેતું.
આત્મા સિવાય ચારે અસ્તિકાયનું પોતાનાં પ્રદેશોથી, દ્રવ્યથી, અને