Page #1
--------------------------------------------------------------------------
________________
પરમપદદાયી
આનંદઘન પરેડ
Page #2
--------------------------------------------------------------------------
________________
પરમપદારી, યોહીવા,
(ભાગ - ૧)
r
ચિતક છે સ્વાનુભૂતિ સંપન્ન શ્રી ખીમજીબાપા
હરવાણકર્તા પ્રવચનકાર છે પંન્યાસપ્રવર શ્રી મુક્તિદર્શનવિજય ગણિ
સંયોજન સહાયક છે સૂર્યવદન ઠાકોરદાસ જવેરી
કે એમ ને
: છ પ્રકાશક @ શ્રી શ્રેયસ્કર અંઘેરી ગુજરાતી જૈન સંઘ
એમ જે ના
કામમાં
ક
w
on
0-,300ના નજીક
Page #3
--------------------------------------------------------------------------
________________
આવૃત્તિ
પુસ્તકનું નામ : પરમપદદાયી આનંદઘન પદરેક પ્રકાશક
સાધુ-સાધ્વી ભગવંત તથા જ્ઞાનભંડાર લાભાર્થે શ્રી ગોવાલિચાઇ જેન સંઘ (મુંબઈ) અને શ્રી નવજીવન સોસાયટી દ્વૈ. મ. સંઘ (મુંબઈ)
જ્ઞાનખાતાનિધિ ફંડ પ્રેરિત પ્રત
: પ્રથમ (નકલ - ૧૦૦૦) મુખપૃષ્ઠ, પાર્શ્વપૃષ્ઠ ચિત્ર રેખાંકના -: જય ભૈરવ ગ્રાફીકસ મુદ્રક
: હિતેશભાઈ દસાડીયા
ફોન : ૨૬૮૩૦૯૨૧ પ્રાપ્તિ સ્થાન: મુંબઈ શ્રેયસ્કર શ્રી અંધેરી ગુજરાતી જન સંઘ
ઈલ, વિલેપાર્લા (વે), મુંબઈ - ૪૦૦ ૦૫s. ફોન : ૨૬૭૧૨૬૩૧ / ૨૬૭૧૯૩પ૭ શ્રી સૂર્યવદનભાઈ ઠાકોરદાસ વેરી ૮૦૨, સ્કાય હાઈ ટાવર, શંકર લેન, મલાડ (વે), મુંબઈ - ૪૦૦ ૦૬૪. ફોન : ૨૮૦૭૭૭૮૭ શ્રી પીયુષભાઈ મનભાઇ શાહ મસ્કતી મહાલ, પાંચમે માળે, લુહારચાલ, મુંબઈ - ૪૦૦ ૦૦૨.
ફોન : ૨૨૦૮૪૭૯૭ અમદાવાદ શ્રી હેમંતભાઈ ભાઈલાલભાઈ શાહ
૬૬, લાવય સોસાયટી, જીવરાજ હોસ્પીટલની બાજુમાં, વાસણા, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. ફોન : (૦૭૯) ૨૬૬૩૯૯૦૩
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્પણ
જેમની અદમ્ય ઈચ્છા, જેમના દિવ્ય પ્રભાવથી અનાયાસેજ આ ગ્રંથનિર્માણ થયું એવાં
મૂળશ્રોત સ્વાનુભૂતિસંપન્ન શ્રી ખીમજીબાપાને સાદર સસ્નેહ અર્પણ !
અહોભાગ્ય છે કે આ યોગદાનના સહભાગી થવાનું સૌભાગ્ય સાંપડવા સહ ૠણતર્પણ થયું !
પં. મુક્તિદર્શનવિજયજી ગણિ. શ્રી સૂર્યવદન ઠાકોરદાસ જવેરી
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન દૂધ
પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી મુક્તિદર્શનવિજયજી મ.સા.નું વિ.સં. ૨૦૬૦માં ધર્મપ્રભાવક ચાતુર્માસ, પૂણ્યોદયે અમારા શ્રીસંઘમાં થયું.
યોગીરાજ આનંદઘનજી મહારાજાના અપરોક્ષાનુભૂતિપ્રાપક સ્તવનો · અને પદોના નિચોડરૂપ જેમના જીવનનો પ્રયાસ રહ્યોં છે તે સુશ્રાવક ખીમજીબાપા (વસઈ રહેવાસી) ની ચિંતન અને મનનની નોંધ પ્રાપ્ત થઈ અને ચાતુર્માસ દરમ્યાન દૈનિક પ્રવચનનો વિષય ‘આનંદઘનજી મહારાજા રચિત સ્તવનો - પદો’ પસંદ કરાયો.
વિ.સં. ૨૦૬૧ના ગોવાલિયા ટેન્ક ચાતુર્માસ દરમ્યાન, પંન્યાસજી મ.સા. એ પ્રવચનધારાને આગળ વધારી પ્રાય: ૨૧ સ્તવનો અને ૯૦ પદોનું વિવરણ પ્રવચનોમાં આવરી લેવાયું. લોકમાંગના પ્રતિસાદરૂપે પ્રવચનકાર પૂજ્યશ્રીએ સુશ્રોતા શ્રી સૂર્યવદનભાઈને સહાયતામાં રાખી સુસંગત વિવરણ તૈયાર કર્યું. તે વિવરણનું “પરમપદદાથી આનંદઘન પદરે” એ શિર્ષકથી બે ભાગમાં અમારા શ્રી સંઘ દ્વારા પ્રકાશન થઈ રહ્યું છે અને વિમોચન અવસર પણ અમારા શ્રી સંઘના આંગણે ઉજવાયેલ છે. આ પ્રવૃત્તિઓનો અમને અનેરો આનંદ છે.
શબ્દોને ધારદાર તીક્ષ્ણ બનાવનાર શબ્દધારા એટલેજ પદ્યરચનારૂપ પદો. આનંદઘનજી મહારાજાના પદો દીર્ઘકાલ સુધી હૃદયમાં સ્થિર થઈ જાય એવા છે. તે પદો સંક્ષેપમાં વિશાળ તાત્પર્યને કહી જાય છે, તે પદોમાં વિધિ-નિષેધને યુગપદ્ જણાવવાની ટૂંકોત્કીર્ણ કલા છે. આવા આ પદોને અક્ષર (અક્ષય) બનાવનાર ચોટદાર વેધક અક્ષરોની અસરનું આસ્વાદન કરાવનાર આ ગ્રંથ છે.
સર્વે પૂજ્યપાદ, ચારિત્રચૂડામણિ સિદ્ધાન્તમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., સકલસંઘહિતચિંતક ગીતાર્થ શિરોમણિ સિદ્ધાન્તદિવાકર આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા., અધ્યાત્મરાગી, શાંત અને સરળ સ્વભાવી પંન્યાસજી મુક્તિદર્શનવિજયજી મ.સા. વગેરે પરમ પૂજ્ય મહારાજ સાહેબોનું અમો આદરપૂર્વક સ્મરણ કરીએ છીએ. સર્વેને અમારા શ્રીસંઘની ભાવભરી વંદના.
આ સુંદર ધર્મકાર્યરૂપ વિવરણના પ્રકાશનમાં અનેક પરિબળોનો સહિયારો ફાળો છે. એ ફાળો આપી આત્માર્થે ધર્મલાભ લેનાર ભાગ્યશાળી ભવ્યાત્માઓની સૂચિ ઋણસ્વીકાર રૂપે અત્રે આપેલ છે :
Page #6
--------------------------------------------------------------------------
________________
(૩) (૪)
- ત્રણસ્વીકાર :આર્થિક સહયોગ : શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ (જ્ઞાનખાતું). શ્રી નવજીવન સોસાયટી જેન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ (જ્ઞાનખાતું), લેમીંટન રોડ, મુંબઈ સેન્ટ્રલ જેન સંઘ - જે ઉભય શ્રીસંઘે સાધુ-સાધ્વીજી ભગવંતો અને જ્ઞાનભંડારોમાં પ્રસ્તુત ગ્રંથની નિઃશુલ્ક ફાળવણી માટે શ્રીસંઘના જ્ઞાનખાતાના ફંડમાંથી ફાળો નોંધાવી સંઘને ધર્મલાભના ભાગી બનાવેલ છે. શ્રીયુત હરીભાઈ ગણપતભાઈ ગગુભાઈ શાહ પરિવાર શ્રીમતી દક્ષાબેન શૈલેષભાઈ પરીખ પરિવાર. શ્રીયુત રોહિતભાઈ હિંમતભાઈ દોશી પરિવાર (યુ.એસ.એ.) શ્રીયુત્ જયંતિલાલ, ગોવિંદજીભાઈ, મણિલાલભાઈ ખીમજીભાઈ વોરા તથા લીલાવંતીબેન સતીષભાઈ શાહ આદિ પૂજ્ય ખીમજી બાપા પરિવાર. અન્ય શુભેચ્છકો : શ્રીમતી કીર્તિબેન મોદી પરિવાર એક સદ્ગહસ્થ શ્રીમતી રેણુકાબેન દલાલ પરિવાર શ્રીમતી ઝવેરબેન મંગળભાઈ નાગડા પરિવાર એક વૃહસ્થ શ્રીમતી હેમલતાબેન શાંતીલાલ ભૈદા પરિવાર શ્રી ગોવિંદજીભાઈ જીવરાજભાઈ શાહ પરિવાર શ્રીમતી જાગૃતિબેન સમીરભાઈ શાહ પરિવાર શ્રીમતી મૃદુલાબેન ચંદ્રકાંતભાઈ શાહ પરિવાર ગ્રંથનિર્માણ ચોગદાન : શ્રીયુત પિયુષભાઈ મનુભાઈ શાહ. જેમણે પૂજ્યશ્રીના પોતે અવતરિત કરેલા પ્રવચનોમાંથી કંકોત્કીર્ણ બને એવાં રત્નકણિકારૂપ વાકયો વીણી કાઢી આપ્યા. છે જે પ્રત્યેક પાના ઉપર પૂજ્યશ્રીની પ્રવચન પ્રસાદી રૂપે રજુઆત પામેલ છે. શ્રીયુત ચંદ્રકાંતભાઈ ભોગીલાલ શાહ... જેમણે જહેમત લઈને પૂજ્ય ખીમજીબાપાના આત્મકથા સ્વરૂપના લખાણ ઉપરથી સંક્ષિપ્ત જીવન પરિચય તૈયાર કરી આપેલ છે.
(૨)
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રીયુત્ ચંદ્રકાંતભાઈ હિરાલાલ શાહ... જેમણે ગ્રંથ પ્રકાશન અને વિમોચનના સુંદર આયોજન દ્વારા શ્રુતજ્ઞાન પ્રસારનો લાભ લીધો છે. મુખપૃષ્ઠ, પાર્શ્વગૃષ્ઠ, ચિત્ર રેખાંકન જયભૈરવ ગ્રાફીકસના શ્રી હિતેશભાઈ રાંકા. ડી.ટી.પી. અને સુંદર મુદ્રણ બદલ મોનિલ ક્રિએશનના શ્રી હિતેશભાઈ દસાડીયા.
(૫)
પરિશિષ્ટ :
સ્વરૂપ વિજ્ઞાન’, ‘સ્યાદ્વાદ-સ્વરૂપ નિરૂપણવાદ', “અઢાર હાથીનું દષ્ટાંત’ આ ત્રણ પરિશિષ્ટ સ્વરૂપચિંતક શ્રી પનાલાલ જ. ગાંધી ના પ્રબુદ્ધજીવન’ માસિકમાં
પ્રકાશિત થયેલ લેખ છે. (૨) “ચત્ મછંદર ગોરખ આયા' લેખ સાન્તાક્રુઝ નિવાસી શ્રી ગુણવંતભાઈ સી.
શાહે તૈયારી કરી આપેલ છે. (૩) “આત્માષ્ટક શ્રી શંકરાચાર્યજીનું છે.
પરમપદ પ્રાપ્તિ પ્રાર્થના - આત્મસ્વરૂપવાસ અભિલાષા ગાન શ્રી ગજાનના ઠાકુરનું છે.
આ ધર્મકાર્યનો લાભ લેનાર સર્વ ભવ્યાત્માઓને અમારા વંદના સહ ધન્યવાદ !
આ વિવરણ – પ્રકાશન કુતૂહલને ઉશ્કેરનારી નવલકથા નથી કે એકી બેઠકે પુરી કરવી પડે. આ વિચારણા તો મોતીનો ચારો છે, જે હંસ બની ચણવો પડશે. હંસ બની જે આ ચારો ચરશે તે ભવ નિસ્તરશે અને પરમહંસ બનશે.
સમસ્ત ચતુર્વિધ સંઘ આ અધ્યાત્મને પ્રાપ્ત કરી પરમહંસ બને - તે જ મંગલ કામના..
લિ.
શ્રેયસ્કર શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ.
Page #8
--------------------------------------------------------------------------
________________
સાધનામય જીવન..............
મોક્ષપ્રાપ્તિના એંધાણ
નિયતિના કોઈ અકળ એંધાણ મુજબ યોગીરાજ આનંદઘનજી મહારાજાના પદોના મર્મને પ્રચારવામાં - પ્રસારવામાં નિમિત્ત બનવાનું સદ્ભાગ્ય લલાટે લખાયુ હશે, માટે જ મારી ભવિતવ્યતાએ મને કોઈપણ જાતના વિશેષ પ્રયત્ન વિના સ્વાનુભૂતિ સંપન્ન શ્રી ખીમજી બાપાનો પરિચય કરાવ્યો અને તેમના હસ્તે લખાયેલા ટાંચણરૂપ છતાં માર્મિક આનંદઘનજીના પદો ઉપરનું લખાણ મળ્યું. એ મળવાથીજ વિ.સં. ૨૦૭૦ ના ઈરલાના ચાતુર્માસમાં તેના ઉપર પ્રવચનો કરવાનો સુયોગ સાંપડ્યો. વાડ વિના વેલો ચડે નહિ તેમ, કોઈ વિશેષ આધાર વિના આ મહાપુરુષના પદોનો મર્મ ખોલવો એ અશકયતો નહિ પણ દુ:શકય તો જરૂર છે જ. આમેય કવિના હૃદયને કળવું કઠિન હોય છે, કારણકે કવિની કૃતિ એ અનાહતનાદ - બ્રહ્મનાદ હોય છે.
યોગીરાજના પદોમાં સ્વયંને પામવાનો તલસાટ છે. તેઓશ્રીનું સમગ્ર જીવન એક માત્ર આત્મતત્વને પામવા માટે જ હતું. જગતના કોઈપણ પદાર્થો - પ્રલોભનો, આકર્ષણો તેમને સ્પર્શી શકે તેમ નહોતાં. બસ, “જે ખરેખર મારે પોતાનું છે અને જે ત્રિકાળ છે તેજ તત્વ મને કેમ મળે ?” એ એક માત્ર લગનથી એ આત્માએ ઘરબાર છોડીને જેન શાસન નિર્દિષ્ટ ત્યાગ માર્ગ સ્વીકાર્યો અને તેમાં પણ જ્યારે અધ્યાત્મને બદલે સંપ્રદાયવાદની બોલબાલા દેખાઈ ત્યારે તેઓએ સંપ્રદાયવાદનો ત્યાગ કરી જંગલનો માર્ગ સ્વીકાર્યો, એકાકી બન્યા પણ આત્મતત્વને પામવાની જે લગન હતી તેને જતી ન કરી. આ વાત પદ ૬૬માં જોવા મળે છે.
આ કલિકાળમાં પ્રભુ મહાવીર પરમાત્માના શાસનમાં થઈ ગયેલા આ ઓલિયા, ફકીર, શાંતિના દૂત, શાંતિના વાહક, ચાહક, શાંતિનો પૈગામ પસારનાર પયંગમ્બર, જ્ઞાની, ધ્યાની યોગીરાજશ્રી આનંદઘનજી મહારાજાનો કોઈ નામ નિક્ષેપો, સ્થાપના નિક્ષેપો કે દ્રવ્ય નિક્ષેપો શોધ્યોય જડતો નથી, જે મળે છે તે એમનો, એમણે રચેલા વર્તમાન ચોવીસીના ચોવીસ ભગવંતોના સ્તવનો અને સાધનાકાળમાં પ્રભુ પ્રાપ્તિના તલસાટને તરફડાટમાં થયેલ સ્વાનુભૂતિની સ્પર્શનાના સંવેદનરૂપ ૧૧૦ પદોની પદ્ય રચના ૩૫ ભાવ નિક્ષેપો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
એ અનામી અને અરૂપીના ચાહક અને વાહક યોગીરાજે સ્વયંના નામ અને રૂપને ભૂલી જઈ એકમાત્ર પદ્ય રચનામાં વહાવેલી ભાવાનભૂતિની સંવેદનાઓજ આપણને માણવા મળે છે કે જેના સિવાય એમના કોઈ નામ, નિશાન કે ઓળખ પ્રાપ્ત થતાં નથી, સિવાય કે કેટલીક કિવદંતીઓ.
રાગ-રાગિણીના એ જાણકારે જુદા જુદા રાગમાં ઢાળેલી એમની રચના ગેય છે અને તેથી કર્ણપ્રિય છે તેમ એના મર્મને પામવામાં આવે તો તે હૃદયંગમ પણ બને તેમ છે અને તેમ થાય તો એના ગાનનું ગુંજન નાભિકમલમાંથી ગુંજારવ પણ કરે તેમ છે.
એમની કૃતિનાં આધારે આનંદઘનજી મહારાજાના જીવન ઉપર જો દષ્ટિપાત કરવામાં આવે તો આપણને દેખાશે કે આનંદઘનના એ અવધૂત યોગીએ આત્માનો અનુભવ કરવા અને મુકિતને નજીક લાવવા આશા - ઈચ્છા - તૃષ્ણા, સ્પૃહા, લાલસાઓને કચડી નાંખી છે અને તેનો જરાપણ ઉદ્ભવ થવા દીધો નથી તે વાત તેમણે આશા ઓરનકી કચા કીજે પદ-૨૮ માં વ્યક્ત કરી છે. સાધકને એ વાતનો ખ્યાલ આવવો જરૂરી છે કે અંદરથી નવી નવી ઈચ્છાઓના અંકુરા ફુટ્યાજ કરશે તો તે સાધનાના માર્ગ પર આરોહણ નહિ કરી શકે અને તેથી સિદ્ધિના શિખરો તેને માટે દૂર દૂરને દૂરજ રહેશે.
ઘરબાર છોડીને ચારિત્ર જીવનના પરાક્રમ કરવા છતાં આજે આત્મા શુદ્ધિના એ પરમતત્વનો કેમ અનુભવ કરતો નથી ? એ પ્રશ્નના સમાધાનમાં એમ કહી શકાય કે એના જીવનમાં કાંઈકને કાંઈક તૃષ્ણાઓ પડેલી છે જે એને વારંવાર હેરાન કરીને પરિણતિને ડહોળી રહી છે. પદ - પ્રતિષ્ઠા, નામના કીર્તિ, શિષ્યાદિનો લોભ એ આગળ વધવામાં પ્રતિબંધક બને છે.
જેમ તૃષ્ણા એ બાધક છે તેમ માર્ગમાં આગળ વધતા, આવતા વિદ્ગોથી જો આત્મા ભય પામી જાય તો પણ તે આગળ વધી શકતો નથી. યોગીરાજે આત્મતત્વને પામવા મોતને પણ ગણકાર્યું નથી. જંગલમાં, ગુફાઓમાં, વગડાઓમાં, નિર્જન સ્થાનોમાં વાઘ-સિંહની વચ્ચે રહીને, લોકસંપર્કથી સંપૂર્ણ દૂર રહી નિર્ભય બની સાધના કરી છે. તેથી તો તેઓશ્રી અવધૂતયોગી તરીકે ઓળખાયા છે.
અનાદિકાળથી આત્મા ઉપર અડ્ડો જમાવીને બેઠેલી રાગદ્વેષના નિબિડ પરિણામરૂપ ગ્રંથિ, જ્યારે જીવ એકાંત, મૌન, ધ્યાન અને સ્થિરાસન દ્વારા અસંગા યોગ સાધે છે ત્યારે છંછેડાય છે, વાઘણની જેમ વિફરે છે, સાધકની સામે અનેક ભયસ્થાનો ઉપસ્થિત થાય છે, તે વખતે જો સાધક ડરીને પાછો હટી જાય તો ગ્રંથિભેદ કરી શકતો નથી. ચોથીદષ્ટિ સુધી આવીને જીવ અનંતીવાર પાછો ફર્યો
Page #10
--------------------------------------------------------------------------
________________
છે. અનંતીવાર કિનારે આવેલું વહાણ ડૂબી ગયું છે. આવા સમયે તો ગમે તેવા ભયસ્થાનો ઉપસ્થિત થાય તો પણ જે નિર્ભય બની દઢ પ્રણિધાન કરીને આગળ વધે છે, મોતથી પણ ગભરાતો નથી, અને “કયાં તું નહિ કયાં હું નહિ, કાર્ય સિદ્ધ કરીને જ રહીશ તે માટે મોત આવે તો પણ મંજર છે પણ ગ્રંથિભેદ કરીને જ રહેવું છે - આવો દઢ સંકલ્પ કરીને જે આગળ વધે છે, તેજ વીતરાગતાના અંશ રૂપ ઉપશમ સમ્યકત્વને પામે છે કે જેની પ્રાપ્તિથી અનાદિકાળના અજ્ઞાનના અંધારા ઉલેચાય છે અને આત્મઘરમાં આનંદ - આનંદ - આનંદના અજવાળા પથરાય છે. અનંતીવાર દેહની ખાતર આત્માને ગાળ્યો છે જેના ફળ સ્વરૂપે અવંતીવાર વરકામિની યાતના જીવ પામ્યો છે. હવે જો એક ભવ પણ આત્મા ખાતર દેહને ગાળવામાં આવે તો ગ્રથિભેદ જનિત સચગદર્શક અને મોક્ષપ્રાપ્તિ વિ લાવી શકાય તેમ છે.
ત્રીજી વાત યોગીરાજને સંપ્રદાયમાં રહેવા છતાં સંપ્રદાયવાદ અડ્યો નહોતો અને તેથી નડ્યો નહોતો. જીવને એ ખ્યાલ આવવો જરૂરી છે કે સંપ્રદાય એ આત્માની સાધના કરવા માટે વ્યવસ્થા છે, નહિ કે સંપ્રદાયમાં ચાલતી ભિન્ન ભિન્ન પ્રણાલિકાઓના ખંડન મંડનમાં ઉતરી વાદ-વિવાદમાં પડવા માટે. સંપ્રદાયમાં રહેવા છતાં આંખ સામે તો એક માત્ર આત્માને પામવાનુ લક્ષ્ય જ રહેવું જોઈએ અને તેને માટે તો સાધના કરવી પડે. સાધના કરવાથી જ મોક્ષ પ્રાપ્તિની વિકટતાના એંધાણ સાંપડે છે બાકી બીજી કોઈ રીતે નહિ એ વાત આપણને યોગીરાજના જીવનમાંથી જડે છે. પદ-૪૨ માં અબ હમ અમર ભયે ન મરે ના હદયોદગારમાં એમને થયેલ આત્માની અનુભૂતિ અને મોક્ષની નિકટતાનો અહેસાસ થાય છે. યોગીરાજ સાધના દ્વારા ઠેઠ કાસાતમાં ગુણસ્થાનક સુધીની સ્પર્શનાને પામ્યા અને પ્રાય: એકાવતારીપણું સિદ્ધ કર્યું એવું જાણીને, “એ તો એજ કરી શકે આપણું ગજુ નહિ ' એવી કાયરતા કોઈએ દાખવવાની કોઈ જરૂર નથી. એમના જીવનમાં જોવા મળતા આ ત્રણ મહત્વના મુદ્દાઓ (૧) સ્પૃકાનો અત્યંત આભાવ (૨) સાઘના કાળમાં અત્યંત નિર્ભયતા અને (૩) સંપ્રદાયવાદનો અભાવ એ જો આપણે પણ પામીએ તો આપણે પણ મુકિતને વિકટ લાવી શકીએ છીએ, જીવને એ યાદ રહેવું જોઈએ કે મનુષ્યભવ, પરમાત્માનું શાસન અને પ્રાપ્ત કરેલ દ્રવ્યચારિત્ર આ ત્રણની સફળતા સદ્ગતિને પામવામાં નહિ પણ ગ્રંથિભેદજનિત ઉપશમ સ ત્વને પામવામાં છે.
સ્વાનુણાતિ સંપન સાવ ખીમજીબાપાએ ચોગીરાજના ભાવવાહી પદો પર ખૂબ ઉંડું મનોમંથન કરી જે કાંઈ નોંધ તૈયાર કરેલ હતી તે એમના આગવા વિશિષ્ટ વિવરણના આધારેજ એનું સંસ્કરણ કરી પ્રવચન દરમ્યાન લોકમાંગણી
Page #11
--------------------------------------------------------------------------
________________
10
થતાં અને એ સદ્ગત સાધક ખીમજીબાપાની અદમ્ય ઈચ્છાના પ્રતાપે અને પ્રભાવે યોગીરાજના પદોને હૃદયંગમ બનાવવા માટે થઈનેજ આ પરમપદદાથી આનંદઘન પદરેહ ભાગ-૧ અને ભાગ-૨નું નિર્માણ કોઈ તથાપ્રકારની ભવિતવ્યતાનુસાર અનાયાસેજ થઈ ગયું છે.
પ્રસ્તુત ભાગ-૧ અને ભાગ-૨ ને બહાર પાડવામાં મારો એકલાનોજ ફાળો છે એવું માનવાની ભૂલ કોઈ પણ ન કરે. એકલો માણસ ક્યારે પણ કશુંજ કરી શકતો નથી. તેની પાછળ ઘણી વ્યક્તિઓના સાથ અને સહકાર રહેલા હોય
છે.
પ્રસ્તુત ભાગ-૧ અને ભાગ-૨ ના પ્રકાશનમાં શ્રીયુત્ સૂર્યવદનભાઈ જવેરીનો ફાળો અત્યંત નોંધ પાત્ર છે. તેઓ આ કાર્યમાં મારી સાથે દૂધમાં સાકર ભળે તેમ ખભે ખભા મીલાવી રહ્યા છે. ૧૧૦ પદોના આ વિવેચનમાં ૧ થી ૫૨ પદનું વિવેચન શ્રીયુત્ સૂર્યવદનભાઈની કલમે કંડારાયેલ છે. શબ્દચિત્ર તેમના દ્વારા આલેખાયેલ છે, જેમાં રંગોળી પૂરવાનું કામ મારા દ્વારા થયેલ છે જ્યારે બાકીના ૫૩ થી ૧૧૦ પદોનું વિવેચન મારા દ્વારા થયેલ છે, જેમાં રંગપૂર્તિ અને સંશોધનનું કાર્ય તેઓશ્રીએ કરેલ છે.
દ્રવ્યાનુયોગના જ્ઞાતા ધ્રાંગધ્રાવાસી સ્વ. શ્રીયુત્ પનાલાલ જગજીવનદાસ ગાંધી એ તેઓશ્રીના ગુરુ છે જેમના સાંનિધ્યમાં રહી, તેમના અંતેવાસી બની તેઓએ તેમના દ્રવ્યાનુયોગના વારસાને પ્રબુદ્ધ જીવન માસિકના માધ્યમે જગતના જીવોના હિતાર્થે ઉદાર હાથે લૂંટાવેલ છે. જેના થકી જૈન શાસનને (૧) ત્રૈકાલિક આત્મવિજ્ઞાન અને (૨) સ્વરૂપ ઐશ્વર્ય યાને કેવલજ્ઞાન મિંમાંસા આ બે મહાન પુસ્તકો તેમજ સ્વરૂપમંત્ર પુસ્તિકાની ભેટ મળી. જે દ્રવ્યાનુયોગના મર્મને પામવા માટે ઉપયોગી છે. આજે જગત વકતાઓને ઓળખે છે પરંતુ પડદા પાછળ રહી આવું મહાન કાર્ય કરનાર ગૃહસ્થ વેશમાં રહેલ આત્માઓને ઓળખતુ નથી એ વાત ઘણી કઠે છે.
પદ-૫૨, ઉપર જે વિવેચન સૂર્યવંદનભાઈ દ્વારા કરાયેલ છે તેને વાંચતા વાચકવર્ગને તેમના અંતરમાં રહેલ દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મના ઊંડાણનો ખ્યાલ જરૂર આવશે.
પ્રસ્તુત ભાગ-૧ અને ભાગ-૨ ના પ્રકાશનમાં ગ્રંથવાચનની ભૂખ જગાડનારી એપિટાઈઝર જેવી પ્રસ્તાવનાઓ લખી આપી ગ્રંથનું પ્રાસ્તવિક આસ્વાદન કરાવનાર કવિહૃદયી પૂજ્યપાદ આ.ભ. શ્રી ચશોવિજયસૂરિજી મહારાજા, સહૃદયી પૂજ્યપાદ આ.ભ. શ્રી વિજયપ્રધુમ્નસૂરિજી મહારાજા, આત્મહૃદયી પંન્યાસ પ્રવર શ્રી ભાગ્યેશવિજયજી મહારાજ સાહેબ, શ્રેષ્ઠીવર્ય
Page #12
--------------------------------------------------------------------------
________________
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ તેમજ આત્મપ્રેમી પંડિતવર્ય શ્રી પુનમચંદભાઈ પંડિતજીએ આપેલ પ્રોત્સાહક સહયોગનું હૃદયથી અભિવાદન કરીએ છીએ. તેઓશ્રીએ પોતાના કિંમતી સમયનો ભોગ આપી જે કાર્ય કરેલ છે તે બદલ તેમના ઋણી છીએ. પ્રસ્તુત કાર્યમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના પ્રેરણા અને માર્ગદર્શન પણ સહાયક બન્યા છે. અંતેવાસી તરીકે રહીને સેવાધર્મ બજાવનાર જ્ઞાનરુચિ સ્થિતપ્રજ્ઞવિજયજી, અત્યંત સેવાભાવી સોહમદર્શનવિજયજી તથા પરમ વિનયી પ્રશમરતિવિજયજી નો સહયોગ પણ અત્રે યાદ આવ્યા કરે છે.
યોગીરાજના પદ સાહિત્યના મર્મને પામવા એક એક પદ ઉપરનું વિવેચન, ખૂબજ શાંતિથી એકાંતમાં કુદરતના ખોળે બેસી ચિંતન-મનન કરવા યોગ્ય છે.
જ્યાં સુધી એક પદનો મર્મ આત્મસાત ન થાય ત્યાં સુધી બીજા પદનું વિવેચન વાંચવાની ઉતાવળ જો જરાપણ ન કરવામાં આવે તો જ પ્રસ્તુત લખાણ લાભદાયી થશે એવી જિજ્ઞાસુ પાઠકને ભલામણ છે. એજ, | In fશવાજો કંથાન: ||
પ્રાપ્ત સાહિત્ય અને સ્વ ક્ષયોપશમના આધારે મસ્ત ફકીર અવધૂતયોગીશ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજાના પદોના ગહન ગૂઢ રહસ્યોને યથાશકિત પ્રકાશિત કરવાનો અનાયાસે થઈ ગયેલો આ નમ્ર પ્રયાસ છે.
પૂર્ણ થયાં નથી, સર્વજ્ઞ બન્યા નથી ત્યાં સુધી છદ્મસ્થ છીએ અને તેથી ભૂલચૂક થઈ હોય, વીતરાગ સર્વાની વીતરાગ વાણીથી વિપરીત કાંઈ પ્રરૂપણા થઈ ગઈ હોય, દોષ સેવાયો હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડં! | II હવે તુ તિરાખ્ય!
કેવળજ્ઞાની થવા માટે કેવળજ્ઞાની ભગવંતનો સાક્ષાત્ યોગ થાય અને . સત્ય પ્રકાશ પ્રાપ્ત થાય એવી અંતરે !
- સાંપ્રદાયિકતાથી ઉપર ઉઠી વિશાળદષ્ટિથી કરાયેલ અવલોકનથી. ઉદ્ભવતી ટીકા આવકાર્ય છે. નિ:સંકોચ ભૂલચૂક ચીંધશો જેથી સુધારાને ફેરફારને અવકાશ રહે !
પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિ આજ્ઞાવર્તી
૫. મુનિદર્શનવિજય ગણિ
વિ.સં. ૨૦૬૨ કાળુન કૃષણા નવમી, કુંથુનાથ જૈન દેરાસર - ઉપાશ્રય, શાંતાક્રુઝ (વેસ્ટ), મુંબઈ
Page #13
--------------------------------------------------------------------------
________________
12.
પ્રસ્તાવના
અગમ પિયાલા :
અનુભૂતિને શબ્દોમાં ઢાળવી... કેટલું તો કપરું આ કામ છે ! પૂજ્ય. આનંદઘનજી મહારાજે એક પદમાં આનો ઈશારો આપ્યો છે : “અનુભવ ગોચર વસ્તુ કો રે, જાણવો એક ઈલાજ કહન સુનન કો કઇ નહિ પ્યારે, આનન્દઘના
મહારાજ.”(૧)
અનુભૂતિગમ્ય તત્વ : ન તો એને કહી શકાય, ન એને સાંભળી શકાય. ‘કહન સુનન કો કછુ નહિ પ્યારે...'.
તો શું કરી શકાય ? તમે એને અનુભવી શકો અને આત્મતત્ત્વ કે પરમાત્મતત્વની અનુભૂતિ તો આનન્દઘનતામાં જ ફેરવાશે ને !
હા, તમે જ આનન્દઘન છો. આનદનું એક દિવ્ય ઝરણું તમારી ભીતરથી ઝમઝમ કરતુંક વહ્યા કરે છે.
દિવ્ય આનન્દલોકમાં સાધકનો પ્રવેશ. મહોપાધ્યાય યશોવિજય મહારાજે આ ભીતરી લોકમાં પ્રવેશવાની વિધિનું મોહન વર્ણન કર્યું છે : “જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે...”
સદ્ગર સાધકના આજ્ઞાચક્રને સ્પર્શી ભીતરી લોકનાં તાળાં કેવી રીતે ખોલી આપે છે એનું આ મઝાનું ધ્યાન.
આનન્દઘનજી મહારાજ સાધકને ભીતરી લોકમાં શી રીતે લઈ જાય છે; એક સક્ષમ સદ્ગુરુ તરીકે; એની કેફિયત અઠચાવીસમા પદમાં છે. “અગમાં
(૧) પદ ૨૧/૫
(૨) પદ ૨૮/૪
Page #14
--------------------------------------------------------------------------
________________
13
પિયાલા પીઓ મતવાલા, ચીને અધ્યાતમ વાસા....(૨) સદ્ગુરુના વરદ્ હસ્તે અગમ પિયાલો પીવાયો; ને ભીતરની દુનિયામાં સ્થિર થઈ જવાયું. રવિ સાહેબ એક પદમાં સટ્ટર દ્વારા અપાતા રસને આ રીતે વર્ણવે છે :
સ@એ શ્રવણે રસ રેડ્યો,
ચાંખો રૂદિયા માંહિ; સંઘે સંઘે રસ સંચર્યો,
ઉત્સુન રહ્યો ઠેરાઈ... અસ્તિત્વના સાંધે સાંધે એ રસ ઊતરે છે, ફેલાય છે અને મનને પેલે પારના પ્રદેશમાં - આત્મતત્ત્વની રમણતામાં - તે રસ ઝર્યા કરે છે.
- આ ભૂમિકામાં છે નિરન્તર ખેલ. ‘આનંદઘન ચેતન હૈ ખેલે છે. આ આનન્દમય ભૂમિ, કર્તુત્વની ભૂમિકા છૂટી ગઈ છે. તે સાક્ષીભાવની ભૂમિકા. અસ્તિત્વ તરફની યાત્રા. એ યાત્રાનો વિજય શંખ: “ના હમ કરતા) વિભાવનું કર્તુત્વ ગયું.
એક સિદ્ધ પુરુષને પૂછાયેલું : આપ પહેલાં પણ ભોજન આદિ કરતા હતા. અત્યારે પણ - શરીર હોવાને લીધે - તે ક્રિયાઓ ચાલુ છે. ફરક કયાં પડ્યો ?
એમણે કહેલું : પહેલાં હું ખાતો હતો, પીતો હતો; હવે ખવાય છે, પીવાય છે. ક્રિયા રહી; કર્તાનો છેદ ઊડી ગયો..
વારંવાર રટવાનું મન થાય તેવું આ પદ : “ના હમ કરતા...” “હું ના છેલ્લા વર્તુળ સુધી આ પદ જવું જોઈએ. ‘ના હમ કરતા... ના હમ કરતા...' હું વિભાવોનો કર્તા નથી.
(૩) પદ ૨૮/૫ (૪) પદ ૨૯/૩
Page #15
--------------------------------------------------------------------------
________________
14
“ના હમ કરતા, ના હમ કરણી...' નેતિ-નેતિનો લય એટલા માટે ઘૂંટવો જરૂરી છે કે એ દ્વારા કથન-શ્રવણ ને પેલે પાર રહેલ તત્ત્વની ઝાંખી થઈ શકે. ‘કહન સુનન કો કછુ નહિ...’ પણ અનુભવનની દુનિયામાં તો ઘણું બધું છે.
નેતિ-નેતિનો લય. રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા તેમ ડુંગળીનાં ફોતરાં કાઢવાની વાત. બહુ મોહક રીતે આ વાત અહીં કહેવાઈ છે :
ના હમ મનસા ના હમ શબદા, ના હમ તન કી ધરણી;
ના હમ ભેખ ભેખધર નાહિ, ના હમ કરતા કરણી....
ના હમ દરસન, ના હમ પરસન, રસ ન ગંધ કછુ નાહિ;
આનંદઘન ચેતન મય મૂરત... (પદ ૨૯/૩-૪)
પહેલી જ છલાંગે નિર્વિકલ્પતા. ‘ના હમ મનસા, ના હમ શબદા’ વિચાર અને શબ્દ તો પૌદ્ગલિક ઘટના છે. હું છું ચિન્મય. વિચાર મારું સ્વરૂપ નહિ. શબ્દ મારું સ્વરૂપ નહિ...
બીજું ચરણ છે દેહાધ્યાસ મુક્તિનું. ‘ના હમ તન કી ધરણી...’ આનંદઘનીય શબ્દોમાં દેહાદિકનો સાખીઘર' છે સાધક. શરીર ખાઈ રહ્યું છે, સાધક એને જોઈ રહ્યો છે. તમે છો માત્ર દ્રષ્ટા.
ત્રીજું ચરણ નિશ્ર્ચયના. આકાશમાં સાધકને કુદાવે છે. હું છું માત્ર જ્ઞાનમય, દર્શનમય, ચારિત્રમય આત્મા. આ ચારિત્ર છે નિજગુણ સ્થિરતા. પૂજ્ય પદ્મવિજય મહારાજ યાદ આવે :
‘પરિષહસહનાદિક પરકારા, એ સબ હૈ વ્યવહારા; નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપારા...'
પરિષહોને સહેવા એ વ્યવહાર ચારિત્ર. નિજગુણોમાં સ્થિરતા તે નિશ્ચય ચારિત્ર. ‘ન હમ ભેખ (વેષ), ભેખધર નાહિ...’ શબ્દો દ્વારા સાધકનો પગ નિશ્ચય ચારિત્રની ભૂમિકાને સ્પર્ણો છે. પ્રભુનો વેષ, નિ:શંક, અદ્ભુત વસ્તુ
Page #16
--------------------------------------------------------------------------
________________
15
છે. પણ અહીં નિશ્ચયની મુખ્યત) હોઈ સીધો જ આત્મગુણોના સ્પર્શની વાત છે.
ચોથા ચરણે કર્તુત્વનો છેદ ઊડે છે : “ના હમ કરતા, ના હમ કરવી...' નથી તો વિભાવોનું કર્તુત્વ મારી પાસે કે નથી વિભાવોની ક્રિયા...
ના હમ કરની” દ્વારા એક સરસ પ્રાયોગિક સાધના મળી શકે. વિભાવોની દેખીતી ક્રિયા - ખાવા, પીવા આદિની – ચાલતી હોય ત્યારે સાધક એ ક્રિયા સાથે પોતાની જાતને એકાકાર ન બનાવે.
ખાતી વખતે સાધક ઉપયોગને કોઈ સ્તવનમાં કે પ્રાર્થનાસૂત્રમાં રાખી
શકે.
- પાંચમા ચરણે આત્મ તત્ત્વ ઈન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે એ વાત બતાવી. છે. ન આત્માને જોઈ શકાય, ન સ્પર્શી શકાય, કે ન રસ કે ગંધ એને અનુભવી. શકાય.
* શું છે આત્મતત્ત્વ ? આનંદઘન ચેતનમય મૂરત....” ચેતન્યથી છલકાતું આનંદઘનત્વ છે આત્મતત્ત્વ.
નેતિ-નેતિનો લય પરમાત્મ-પંચવિંશતિકા'માં પણ સરસ પકડાયો છે :
ન સ્પર્શો યસ્ય નો વર્ણો, ન ગન્ધો ન રસ: શ્રુતિઃ | શુદ્ધચિન્માત્ર ગુણવાન,
પરમાત્મા સ ગીત /પા ‘નેતિ-નેતિ ને સમાન્તર ચાલે છે “તૂહિ-તૃહિ' નું સંગીત. કેટલી તો સરસ રીતે એ અહીં છેડાયું છે !
“મેરે પ્રાન આનન્દઘન, (પ)
(૫) પદ પ૨/૧
Page #17
--------------------------------------------------------------------------
________________
16.
તાન આનન્દઘન....”
પ્રાણ પણ પ્રભુ અને તાન-તલ્લીનતા પણ પ્રભુ. અસ્તિત્વ છે પ્રભુ...
યાદ આવે આ પંકિત : આનન્દઘન બિન પ્રાણ ન રહત ઝિન, કોટિ જતન કરી લિજે...”() કરોડો પ્રયત્નો કરું તો પણ પ્રભુ વિના એક ક્ષણ પ્રાણ રહે તેમ નથી. પ્રભુમયતાની તીવ્રતાની ક્ષણો અહીં નોંધાઈ છે :
(૭)રાજ આનન્દઘન, કાજ આનન્દઘન, સાજ આનન્દઘન, લાજ આનન્દઘન... આભ આનન્દઘન, ગાભ આનન્દઘન,
નાભ આનન્દઘન, લાભ આનન્દઘન.. ભકતનું સામ્રાજય આનન્દઘનતા છે. “રાજ આનન્દઘન’ પ્રભુ ન હોય તો જીવન પણ શું છે ? રાજ્ય તો કાંઈ જ નથી.
શિવાજી મહારાજે સંત તુકારામજીને ગુરુપદે સ્થાપવાનું વિચાર્યું. પોતાના દિવાનને તુકારામ મહારાજને રાજસભામાં લાવવા મોકલ્યા. દીવાને ઘણું કહ્યું. તુકારામજીએ સ્પષ્ટ ના પાડી.
દીવાનના ગયા પછી પ્રભુ આગળ રડી પડતાં તુકારામ બોલેલા : પ્રભુ ! મને તો તારાં ચરણો જ જોઈએ. એ સિવાય કશું મારે ન જોઈએ. ‘વિઠા ! તુઝા માઝા રાજ.' પ્રભુ ! તારું અને મારું આ સામ્રાજ્ય !
રાજ આનન્દઘન, કાજ આનન્દઘન...” કરવાનું શું રહ્યું હવે ? પ્રભુ મળ્યા. બધું કાર્ય પૂર્ણ થયું.
સાજ આનન્દઘન.” મંઝિલ પણ “એ” અને માર્ગ પણ “એ....” સાજ-સાધન-માર્ગ પણ પ્રભુ અને લાજ પણ પ્રભુ.
ભક્તને ક્યારેય લજાવાનું નથી હોતું. એ તારે તો ઠીક ન તારે તોય
(૬) પદ ૯૨/૩
(૭) પદ પ૨/૨-૩
Page #18
--------------------------------------------------------------------------
________________
17
એ એને પક્ષે શરમની વાત છે. ભકતને શું ? બાળકનાં કપડાં ગંદાં હશે તો માને શરમાવાનું છે ને !
આભ આનન્દઘન, ગાભ આનન્દઘન.” મારી ઉપર પ્રભુ છે. અને મારી આસપાસ-ચોપાસ કોણ છે ? એ જ તો છે ને ! (આકાશ પણ ‘એ’, વસ્ત્રા (ગાભ) પણ “એ”.)
આપણે તો છીએ પરમના સમદરનું માછલું !
તત્વજ્ઞ મેકાકાને લખેલી એક સરસ રૂપકકથા છે : દરિયામાં રહેતી એક નાની માછલીએ મોટી માછલીને પૂછ્યું : દરિયો કેવો હોય ? લોકો દરિયાની, એના આરોહ-અવરોહની ઘણી બધી વાતો કરતા હોય છે. ખરેખર દરિયો આવ્યો કયાં ?
- મોટી માછલીએ કહ્યું? આપણે જેમાં છીએ તે દરિયો જ છે ને ! નાની માછલી કહે : આ તો પાણી છે. દરિયો ક્યાં છે ?
આપણી હાલત પણ શું એવી નથી ? પરમના સમંદરમાં રહેવા છતાં પાની મેં મીન પિયાસી' જેવો ઘાટ !
‘નાભ આનન્દઘન, લાભ આનન્દઘન...” નાભિ એટલે મૂળ... મારા. મૂળિયાં આનન્દમાં છે ને મને સતત મળે છે પણ આનન્દ.
કેટલા બધા “અગમ પિયાલા’ ભર્યા પડ્યા છે અહીં? પણ કોણ પી. શકશે આ દિવ્ય રસ ? યોગિરાજ કહે છે : (૮)“સગુરા હોય સા ભર ભર પીએ, નગુરા જાયે પિયાસા.”
સગુરો સરુ જેના માથે છે તેવું વ્યકિતત્વ. એને આ પ્યાલા ભરી ભરીને પીવા મળશે. પણ નૂગરા - નગરા - ગુરુને ન પામ્યા હોય તેવાં વ્યકિતત્વોને કાંઈ નહિ મળે.
(૮) પદ ૯૮/૩
Page #19
--------------------------------------------------------------------------
________________
18
આપણને આ રસ ભરપૂર રીતે પીવા મળશે એવી શ્રદ્ધા છે.
પૂજ્યપાદ આનન્દઘનજી મહારાજના પદો પર અનુપ્રેક્ષા-યાત્રા પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવન્ત બુદ્ધિસાગર સૂરિ મહારાજ તથા શ્રાદ્ધવર્ય મોતીચંદ ગીરધરલાલ કાપડિયાએ કરી હતી.
પં. શ્રી મુક્તિદર્શનવિજયજી અને શ્રી સૂર્યવદનભાઈ દ્વારા વિવેચિત આ બહુ સંખ્યક વાચકો સુધી પહોંચે એ જ અભિલાષા. ‘સગુરા હોય સો ભર ભર પીએ.’
પદો
પં. શ્રી મુકિતદર્શનવિજયજી ના શ્રી આનંદઘનજીના પદો અને સ્તવનો પરનાં પ્રવચનોમાં ભાવકો જે પ્રીતિથી જોડાતા હતા એ સમાચાર મનમાં પરિતોષ જન્માવે છે. ગણિવર શ્રી યશોવિજયજીનાં પૂ. ચિદાનન્દજીના પદો પરના પ્રવચનના સમાચારે આ પરિતોષ બેવડાય છે.
આવા ગ્રન્થો પરની અનુપ્રેક્ષા યાત્રા જૈન સંઘમાં ખૂબ વધે એવી મંગળકામના સાથે.....
જ્ઞાનપંચમી, વિ. ૨૦૬૨.
- આચાર્ય યશોવિજયસૂરિ
આરાધના ભવન,
ઉમરા, સુરત.
Page #20
--------------------------------------------------------------------------
________________
19.
ધર્મજીવનના લક્ષ્યને ચીંધતા પુસ્તકને આવકારીએ...
આપણે ઉપદેશમાં ભલે સાંભળતા હોઈએ કે વ્યવહાર અને નિશ્ચય - બે નયથી જ પરિપૂર્ણતા આવે છે, જ્ઞાનનય અને ક્રિયાનય બન્ને જરૂરી છે, જ્ઞાન વિના ક્રિયા આંધળી છે અને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે - આવાં ઘણાં જોડકાં જ્ઞાનીઓ પાસેથી મળ્યાં અને તેને સમજાવવા ખપમાં લીધાં; પણ પરિસ્થિતિમાં તો એકાંગી બનીને જ જીવવાનું રાખ્યું. સર્વાગીણતામાં ન દર્શન છે, સંકીર્ણતામાં કે એકાંગિતામાં અહંત દર્શન નથી રહેતું.
આજની ત્રીસંઘની પરિસ્થિતિમાં માત્ર વ્યવહારની ભૂમિકાના ઘર્મની આચરણા અને તેમાં ઉત્તરોત્તર વિસ્તાર સાધવાનું લક્ષ્ય રહ્યું છે. તેમાં જે ઉણપ છે તે નિશાના લક્ષ્યની છે. તે લક્ષ્ય આપણને યાદ રહે તે માટે આ પુસ્તક છે.
તમને આ પુસ્તકના વાચનથી અંતરંગ મુસાફરીમાં ફ્રેન્ડ, ગાઈડ અને ફિલોસોફર મળશે. આજે અહદ ધર્મના ઉપાસક/સેવક એવા શ્રમણો ગુજરાતી સાવ સામાન્ય વિષયો ઉપર લખાણ કરે છે, ત્યારે આવા આધ્યાત્મિક વિશ્વના ઊંડાણભર્ચા વિચારોનું આભ ઊચું ઉદયન મનને ભરી દે છે.
આવા વિષયની પણ જિજ્ઞાસુ વ્યક્તિઓ આપણા શ્રીસંઘમાં છે અને તે પણ ઠીકઠીક સંખ્યામાં છે. તે બધાને આનન્દઘનજી મહારાજના પદોની ઊંચાઈ જોયા પછી તેના અવળવાણી જેવા શબ્દોના અર્થની જિજ્ઞાસા રહે જ, અને તે સ્વાભાવિક છે. તે જિજ્ઞાસા આ પુસ્તક દ્વારા જરૂર સંતોષાશે.
આધ્યાત્મિક વિચારના પુર વિનાની જિંદગી સંઘર્ષમય, સંકલેશમય અને કિલષ્ટ કર્મબંધમય વીતે છે, જયારે આધ્યાત્મિક વિચારથી ભાવિત મન વડે કરેલી સાસરિક પ્રવૃત્તિમાં સ્પષ્ટતા તો રહે જ છે કે આ બધું ક્ષણિક છે, ક્ષુલ્લક છે, આભાસી સુખ અને ચિરકાળ પર્યંતના દુ:ખને નોંતરનારું છે.
આવી સભાનતાથી, જાગૃતિથી તે તે કાર્યમાં મળતી સફળતાથી અહંને
Page #21
--------------------------------------------------------------------------
________________
20.
પોષણ નથી મળતું અને મળતી નિષ્ફળતાથી દીનતા નથી આવતી. સરવાળે રાગ-દ્વેષની વૃદ્ધિ નથી થતી. અને જો જીવનમાં આ ચીજ સધાઈ ગઈ તો જીવનની સાધનાનો સાર/નિચોડ મળી ગયો ગણાય.
આવા પુસ્તકોના વાંચન-અધ્યયન દ્વારા મળતર એજ ગણાય કે નિર્લેપતા કેળવવી, આસક્તિથી દૂર રહેવું. લેપાવું તો ચંદનથી લેવાવું, કાળા કોલસાથી કદી ન પાવું.
ગણી શ્રી મુકિતદર્શનવિજયજી મહારાજ વર્ષોથી આત્માની ખોજમાં ડૂબેલા રહે છે. તેમની અનુભવના રસથી છલકાતી ધરતીમાંથી ઊગેલાં વચનો આપણને મળ્યાં છે તો આપણે પણ આપણી મનોભૂમિને અપાર્થિવ ભાવોથી તરબતર બનાવી દઈએ. એજ. દશા પોરવાડ જેન ઉપાશ્રય, શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ અમદાવાદ,
- શિષ્ય પ્ર. મોન એકાદશી, સં. ૨૦૬૨. - આચાર્યશ્રી પ્રદ્યુમનસૂરિ
મારા જ્ઞાળામાં મને નિરંતર જહાનારોજ જણાઈ રહ્યો છે બીજું કાંઈજ જણug નથી અને થવા યોગ્ય નિરંતર થઈ રહ્યું છે આ ભાવનાનો યુટ નિરંતર આવ્યા કરવાથી કતભાવનો છેદ ઉડે છે અને ઘરમાત્મ તત્વમા યયયમાં અgવમાં આવે છે. નિરંતર પોતાના ઘર તરફ - શુદ્ધ ચૈતન્યમય આભા ઉયર દક્તિ સ્થિર કરનારા જન્મ-મરણ ઘટી જાય છે, મોક્ષ નિજ આવે છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
21
આત્મસાક્ષાત્કારનો અગમ પિયાલો
- પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ જ્ઞાનજ્યોતિ, આત્મજ્યોતિ અને અનુભવજ્યોતિના પ્રકાશથી શોભતી યોગી આનંદઘનજી મહારાજની પદરચના મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એમનાં પદોમાં ભાવની ગહનતા, વ્યાપકતા, ઊર્મિનો તીવ્ર ઉછાળ, તત્વજ્ઞાનનાં રહસ્યોનું સાહજિક આલેખન અને અલખનાં રહસ્યો પામવાની ઝંખના પ્રગટ થાય છે. આત્મામાં સમકિતનો રવિ ઝળહળે, યમરૂપી તિમિર નાસી જાય અને અંતરમાં અનુભવલાલીનો ઉજાશ પથરાય એવાં મહાયોગી આનંદઘનજીનાં પદો છે.
આવા પદોમાં આધ્યાત્મિકતાનો ગહન અનુભવ એક રૂપક દ્વારા પ્રગટ થયો છે. સુમતિ અર્થાત્ શુદ્ધ ચેતના પોતાના પ્રિય આતમરામને કુમતિ અર્થાત્ અશુદ્ધ ચેતનાને એનું ઘર છોડીને પોતાના સ્વ-ઘરે આવવા વિનંતી કરે છે. આ સુમતિની વિરહસભર વિપ્રલંભ શૃંગારમાં અભિવ્યકત થતી વેદનામાં કવિ આત્મતત્ત્વ પામવાની ઉત્કટ તાલાવેલી પ્રગટ કરે છે. સુમતિ પોતાના પ્રિયતમને
સ્વ-સ્વભાવ સાથે જોડવા ઈચ્છે છે, ત્યારે કુમતિ આ પરિસ્થિતિમાં જાતજાતનાં વિઘ્નો સર્જીને એના પ્રિયતમ (આત્મા)ને સુદ્ર, સ્થળ, સાંસારિક ભાવોમાં નિમગ્ન રાખે છે. સુમતિ આત્માને જાગ્રત કરવાનો પ્રયત્ન કરે છે, પણ આત્માનું શુદ્ધ ચૈતન્ય સાથેનું અનુસંધાન માત્ર શાસ્ત્રજ્ઞાનથી જ સધાતું નથી, શાસ્ત્રજ્ઞાનના દીપકનો પ્રકાશ માર્ગદર્શક બને ખરો, પરંતુ આત્મજ્ઞાન તો શુદ્ધ આત્મતત્વના સાક્ષાત અનુભવમાંથી જ સાંપડે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ થયા બાદ એ આત્માનુભવ વધુ ને વધુ ઘૂંટાય, તેમ સ્વ-સ્વભાવની પ્રાપ્તિ કરી શકે છે.
અધ્યાત્મયોગી આનંદઘન અશુદ્ધ ચેતનાની માયાસૃષ્ટિ સમાન કામનાની ચંચળતા, દેહની ક્ષણભંગુરતા અને સાંસારિક સ્નેહની સ્વાર્થમયતા દર્શાવે છે. એ મોહમલિનતાનો નાશ કરીને ચૈતન્યશકિત પ્રગટ કરવાના પુરષાર્થની વાતો કરે છે. સુમતિ પોતાના પ્રિયતમને મળવા માટે વિરહની વેદના અનુભવે છે. કુમતિની માયામાં લપેટાયેલા આત્માને એમાંથી મુકત થયા બાદ આત્મસ્વરૂપના
Page #23
--------------------------------------------------------------------------
________________
22
પ્રત્યક્ષ અનુભવની અવિચળ કલા પ્રાપ્ત થાય છે. મહાયોગી આનંદઘન આ આંતરિક આધ્યાત્મિક પ્રક્રિયાનું વર્ણન કરીને અંતે એનાથી સાંપડતા અનુપમ આનંદનું ગાન કરે છે.
આનંદઘનનાં સ્તવનોમાં આધ્યાત્મિક આરોહણનો ક્રમિક આલેખ મળે છે, તો એમનાં પદોમાં આધ્યાત્મિક ઊર્ધ્વતાની ભિન્ન ભિન્ન ભાવસ્થિતિઓનું આલેખન પ્રાપ્ત થાય છે. આનંદઘન પાસેથી આધ્યાત્મિક, યોગલક્ષી અને વૈરાગ્યના પદો પ્રાપ્ત થાય છે, પરંતુ એના આલેખનમાં એમની આલંકારિક રૂપકલી અને જુદાં જુદાં દૃષ્ટાંતો દ્વારા કથનની સચોટતા સાધવાની કળા. પ્રગટ થાય છે. કુમતિના સંગમાં બેહોશ બનીને ડૂબેલો આત્મા કઈ રીતે ધીરે ઘર ઊર્ધ્વરોહણ સાધી શકે તેનો મનભર આલેખ આ પદોમાં છે. વિષયમાં આસકત જીવને વિષય ત્યજીને જાગવાનું ઉદ્ઘોધન કરતા તેઓ કહે છે -
યાં સોવે ૩૮ ના વરે, अंजलि जल ज्युं आयु घटत है, देत पहोरियां घरिय घाउ रे." .
પદના પ્રારંભે વિષય-કષાયની ગાઢ નિદ્રામાં રહેલી વ્યકિતને “કયા સોવે ઊઠ જાગ બાઉરે” કહીને જાણે જગાડવા માગતા હોય તેવો ભાવ પ્રગટ થાય , છે. કવિ નરસિંહ મહેતાની “જાગને જાદવાથી આરંભાતી પંકિતનું સ્મરણ થાય છે. સતત ક્ષીણ થતા આયુષ્યને માટે કવિ કહે છે કે, જેમ ખોબામાં રહેલું જળ. આંગળીઓ વચ્ચેનાં છિદ્રોમાંથી નીકળીને સતત સરી જતું હોય છે, તેમ પ્રતિક્ષણ તારું આયુષ્ય ઘટતું જાય છે, તેથી આયુષ્યની પ્રત્યેક ક્ષણ તારે માટે અમૂલ્ય છે. પળનો પણ પ્રમાદ પોષાય તેમ નથી.
કવિ સુંદર કલ્પના કરતાં કહે છે કે કાળનો પહેરેગીર સતત ઘડિયાળના ડંકા મારે છે અને તારો આયુષ્યકાળ પ્રતિક્ષણ ઘટી રહ્યો છે. ઈંદ્ર, ચંદ્ર, ધરણેન્દ્ર અને મોટા મોટા મુનિઓ ચાલ્યા ગયા, તો પછી ચક્રવર્તી રાજા કયા હિસાબમાં ? આવા સમર્થને કાળવશ થવું પડ્યું, ત્યારે તું કોણ માત્ર ? માટે તત્કાળ જાગ્રત
થા.
આ જાગૃતિ તે બાહ્ય જાગરણ નથી, પણ આત્મજાગૃતિ છે. આ જાગૃતિ એટલે ઘૂળમાંથી સૂક્ષ્મ તરફની ગતિ, અનિત્યમાંથી નિત્ય પ્રતિની સફર, ભંગુરમાંથી શાસ્વત તરફની યાત્રા. આને માટે વિષય-કષાયની વિભાવદશાની
Page #24
--------------------------------------------------------------------------
________________
જે
જે
ઝં
નિદ્રા તારે તજવી પડશે અને પ્રભુભકિતરૂપી નૌકા દ્વારા પ્રતિક્ષણ જીવનસાફલ્યા માટે ઝઝૂમવું પડશે. જીવન એ પ્રસંગ નથી. ઘટના નથી, જન્મ-મરણ વચ્ચેનો કાલખંડ નથી. જીવન એ તો આત્માને ગમતાનો ગુલાલ કરાવવાનો અવસર છે. ઉત્સવ છે. આવા અવસરને ઉજાળવા માટે આશાવરી રાગમાં આલેખાયેલા પદમાં કવિ કહે છે,
'बेहेर बेहेर नहीं आवे, अवसर बेहेर बेहेर नहीं आये, ज्युं जाणे त्यु कर ले भलाई, जनम जनम सुख पावे.. १. .. तन धन जोबन सब ही जूठे, प्राण पलक में जावे. तन छूटे धन कौन कामको ? कायकुं कृपण कहावे ? जाके दिल में साच बसत है, ताकुं जूठ न भावे. 'आनंदघन' प्रभु चलत पंथ में, समरी समरी गुण गावे. ५.'
મનુષ્યભવપ્રાપ્તિ અત્યંત દુર્લભ હોવાથી ભલાઈ કરીને જન્મોજન્મ સુખ પામવા પ્રયત્ન કરવો જોઈએ. શરીર, પેસો અને યુવાની એ ક્ષણિક છે અને પ્રાણ તો પળવારમાં ઊડી જાય તેવા છે. વન છૂટ્યા પછી આ ધન શા કામનું ? માટે સચારિત્ર્યવાળું જીવન એ જ સત્યમાર્ગ છે. આત્માનંદ પામવાનો આવો અવસર તને ક્યાં મળવાનો છે ? આનંદઘન કહે છે કે એ અવસરને બરાબર ઓળખીને, આનંદપુંજ એવા પ્રભુને સ્મરીને તારો આંતરવિકાસ સાધતો રહે.
આત્માનંદની અનુભૂતિના અવસર સમા જીવનને પામવા માટે, કેટલાક અવરોધો પાર કરવા માટે અધ્યાત્મ-પુરુષાર્થ આવશ્યક છે. આનંદઘને એમનાં પદોમાં કુમતિની કપટલીલા દર્શાવીને આ અવરોધ બતાવ્યો છે. કુમતિને કારણે અનાદિકાળના અજ્ઞાનની નિદ્રા ભોગવતા માનવીની દુર્દશા દર્શાવતાં આનંદઘના કહે છે,
'सुपन को राज साच की माचत, राहत छांह गगन बदरीरी, आई अचानक काल तोपची, गहेगी ज्युं नाहर बकरीरी. जीय. २'
સ્વપ્નમાં રાજ્યને સાચું માને છે અને આકાશના વાદળની છાંયડીમાં આનંદે બેસે છે. (પણ) ઓચિંતો કાળ-તોપચી આવીને જેમ નાહર બકરીને
Page #25
--------------------------------------------------------------------------
________________
પકડે છે તેમ તને પકડી લેશે.”
કવિ મોહગ્રસ્ત માનવીના જીવનમાં સહસા મૃત્યુથી સર્જાતી દશાનું હૃદયભેદક ચિત્રણ કરે છે. સ્વપ્નમાં રાજભવ ભોગવનારની સ્વપ્ન ઊડી જતાં કેવી દશા થાય ? આકાશમાં એકાદ વાદળી આવતાં થોડીવાર થોડો છાંયડો લાગે, પરંતુ એ વાદળી થોડા સમયમાં ચાલી જતાં બળબળતા તાપમાં શેકાવાનું રહે છે. બકરીનું પેટ ફાડીને એનો શિકાર કરતા નાહર પશુની જેમ કાળ તારો ક્ષણ વારમાં કોળિયો કરી જશે. પુદ્ગલ-ભાવમાં ડૂબેલા માનવીને આનંદંઘના વારંવાર ચેતવે છે કે “પુતાનિ વા વાયા વિરવારમાં માનવજીવન તો “પાની તેરા હું કુંવા, તેવત દી છીપ વાયેગા' (પાણીના પરપોટા જેવું, થોડી વારમાં ફૂટી જનાર) છે. આવો માનવી હીરાને છોડી દઈ માયારૂપ કાંકરા પર મોહ પામે છે. એ હારિલ પક્ષી જેવો છે. આ હારિલ પક્ષી પાંજરામાં હોય ત્યારે નીમની નામની લાકડીને પકડી રાખે છે, પછી પગ આડાઅવળા ચાલતાં લાકડી નમી જાય છે અને પક્ષી ઊંધે માથે લટકી પડે છે ત્યારે ચીસાચીસ કરી મૂકે છે, પણ લાકડીને છોડતો નથી.
જો માનવી પુદ્ગલભાવથી પારાવાર હાનિ અનુભવતો હોવા છતાં એને છોડી શકે નહીં, તો તેની સ્થિતિ હારિલ પક્ષી જેવી છે. આત્મા કે ચેતન્યને મળવા માટે અતિ આતુર સુમતિ (શુદ્ધ ચેતના) ની વિરહવેદના દ્વારા કવિ વિષય-કષાયયુકત પુદગલભાવમાં ડૂબેલા માનવીનું ચિત્રણ આપે છે. પોતાનો પ્રિયતમ આતમરામ અશુદ્ધ ચેતના (કુમતિ) માં એવો ડૂબ્યો છે કે એ ચેતનને ભૂલીને જડ બની ગયો છે. સ્વભાવને ભૂલીને વિભાવમાં ડૂબી ગયો છે. આત્મસુખને બદલે દેહસુખમાં ગરકાવ થઈ ગયો છે. સુમતિની આ વિરહદશા કવિ આનંદઘન કયારેક સંવાદરૂપે તો કયારેક ઉપાલંભરૂપે આલેખે છે. સુમતિના વિરહને જુદી જુદી ભાવછટા સાથે પ્રગટ કરીને આનંદઘન અભિવ્યકિતનું વૈવિધ્ય સાધે છે.
ગોડી રાગમાં લખાયેલા એક પદમાં કવિ કહે છે કે આ વિરહિણી પતિવિયોગ સહી શકતી નથી. વિરહને કારણે આખી રાત ઊંઘ વેરી બને છે. એ પતિ પર શુદ્ધ પ્રેમ રાખે છે. એણે સર્વસ્વ સમર્પણ કર્યું છે, છતાં દીર્ઘ વિયોગથી એ અત્યંત પીડિત અને દુ:ખી છે. સઘળી શુધબુધ ખોઈને જીવી રહી છે. આકાશના
Page #26
--------------------------------------------------------------------------
________________
25
તારા જાણે અંધારી ઘનઘોર રાત્રે એને દાંત દેખાડીને એના વિરહની હાંસી
ઉડાવતા હોય તેમ લાગે છે. આ આંસુની ધારાને કારણે ‘ભાદુ કાદુ’ (ભાદરવો કાદવવાળો) બન્યો છે. અબળા સ્ત્રી પર આટલો જુલમ સારો નહીં. પતિ વગરના અન્ય સહુ સંબંધો એ તો રણમાં પોક મૂકવા જેવા વ્યર્થ લાગે છે. આશાવરી રાગમાં વિરહિણી કહે છે,
‘મીઠો લાગે કંતડો ને, ખાટો લાગે લોક, કંત વિઠ્ઠણી ગોઠડી તે, તે રણમાંહિ પોક,’
નિરાધાર મૂકીને ચાલ્યા ગયેલા પતિની સુમતિ નિશદિન રાહ જુએ છે.
‘નિશદિન જોઉં (તારી) વાડી, ઘરે આવોને ઢોલા,
મુજ સરિખી તુજ લાખ હૈ, મૈરે તૂહી મમોલા.’
રાત-દિવસ નાથની રાહ જોતી સુમતિ એને પરભાવ છોડીને સ્વ-ભાવ (સ્વ-ઘર) માં આવવા વિનવે છે. વિભાવદશામાં હોય ત્યારે માયા, મમતા, કુબુદ્ધિ જેવી અનેક સ્ત્રીઓ વળગી પડે છે, પણ તમે તો મારા માટે અમૂલ્ય છો, કારણ કે તમને નિવૃત્તિ નગરીમાં લઈ જઈ શકે, તેવી હું જ છું, તેથી તમે નિજ નિવાસમાં પધારો.
આનંદઘનનાં પદોની એ વિશેષતા છે કે એના બાહ્ય, સપાટી પરના ભાવને ભેદીને એની ભીતરમાં જઈએ તો આધ્યાત્મિક રહસ્યો પ્રગટ થતાં હોય છે. પદમાં તાણાવાણાની પેઠે દર્શન ગૂંથાયેલું હોય છે. વિરહિણી સુમતિ કહે છે કે એ પ્રિયતમની રાહમાં પતિવિરહના દુ:ખ-મંદિરના ઝરૂખે નજર માંડીને ઝૂકી ઝૂકીને જોઈ રહી છે. સામાન્ય સ્ત્રીઓ એના વિરહને જોઈને મજાક કરે છે, પરંતુ એનું શરીર અને મન સઘળું વિરહથી ઘેરાઈ ગયું છે, તેથી તે શું કરે ? એના જીવનાધાર વિના પોતાના પ્રાણ શી રીતે ટકાવી શકે ? આવી સુમતિ (શુદ્ધ ચેતના) કહે છે,
કાનુન થાવર ઃ નિસા, હોરી સીરાની હો,
मेरे मन सब दिन जरै, तनखाख उडानी हो.'
'
હોળી ખેલનારાઓની ટોળી ફાગણ માસમાં એક રાત્રે હોળી સળગાવે છે, પણ મારા મનમાં તો દરરોજ હોળી સળગ્યા કરે છે અને તે શરીરની રાખ કરીને
Page #27
--------------------------------------------------------------------------
________________
26
ઉડાવે છે.
સુમતિના મનમાં સવાલ જાગે છે કે મને કયારે મારા મનનો મેળાપી મળશે. મનના મેળાપી વગરની રમત એ તો કોઈ મૂર્ખ રેતીના કોળિયા વાળે. તેના જેવી છે. આ ભાવ પ્રગટ કરતા કવિ કહે છે,
મુને મારો વર મિનશે મનમેનુ. મુને.
मनमेलु विण केलि न कलीए, वाले कवल कोई वेलू.' કેટલાંક પદમાં સુમતિ કુમતિની બૂરી સોબત વર્ણવે છે, તો કેટલાંકમાં સુમતિ પોતાનો અને કુમતિનો ભેદ દર્શાવે છે. આ કુમતિમાં તો લુચ્ચાઈ, અભિમાન અને માયા છે, જયારે પોતાનાં સગાં-સંબંધીમાં તો સરળતા અને કોમળતા છે. આ કુમતિમાં આશા, તૃષ્ણા, લોભ અને ક્રોધ છે, જ્યારે એ પોતે શાંતિ, દમન અને સંતોષથી શોભાયમાન છે. આ કુમતિમાં આત્માની મૂળ કલાને કલંકરૂપ એવું પાપ છે, જ્યારે પોતાના મંદિરિયે તો આનંદઘન નિત્ય ઓચ્છવ કરી રહ્યા છે. આથી આવી કુમતિ છોડીને મારી પાસે આવો.
ચેતનને જાગ્રત કરતાં સુમતિ એને એના સાચા ઘરનો ખ્યાલ આપતાં કહે છે :
ચેતન, ગુલાતમવું ધ્યાવો, पर परचे धामधूम सदाई, निज परचे सुख पावो,
ચેતન ! શુદ્ધાતન ધ્યાવો.'
આ ચેતન એટલે કે આત્મા કેવો છે ? જેમ અભિનેતા અભિનય કરતો. હોય ત્યારે પોતે એમાં તદ્રુપ હોવાથી ભ્રમણામાં પડી જાય છે અને એ ભ્રમણા દૂર થાય ત્યારે એ પોતાની જાતને સમજી શકે છે. આમ કુમતિને કારણે ચેતનને માનસિક ભ્રમણા થાય છે. બાજી એ માંડે છે અને બાજીગર પણ એ જ છે. ખટરાગ કરનાર અને છોડાવનાર પણ એ જ છે. જેના દર્શન કહે છે કે આત્મા જ તારો મિત્ર છે અને આત્મા જ તારો શત્રુ છે. દુનિયાની જાળમાં ફસાયેલો આત્મા કુમતિ સાથે વસે છે, પરંતુ નિજસ્વરૂપની ઓળખ પ્રાપ્ત થતાં તે આનંદસ્વરૂપ આત્માને ઓળખે છે. આનંદઘન કહે છે -
"देखो एक अपूरव खेला, आप ही बाजी, आप ही बाजीगर, आप गुरु आप चेला.'
Page #28
--------------------------------------------------------------------------
________________
27
શુદ્ધ ચેતનની જાગૃતિ સમયે કેવો ભાવાનુભવ થાય ! એ અનુભવનું આલેખન કરતા પદમાં કવિ આનંદઘનના ભાવઉછાળનો અનુભવ થાય છે. ચોતરફ ફેલાયેલું ભ્રમરૂપ અંધકારનું સામ્રાજય અળગું થઈ જાય છે. પ્રકાશ. ફેલાય છે. નિર્મળ હૃદયકમળ ખીલે છે અને આત્મભૂમિ પર વિષયરૂપી ચંદ્રની કાંતિ નિસ્તેજ થઈ જાય છે. એને માત્ર આનંદઘન જ પોતાના વલ્લભ લાગે છે. આ જ્ઞાનભાનુનો ઉદય થતાં એક સમયે અત્યંત મોહક અને આકર્ષક લાગતા જગતના રાગ રસહીન લાગે છે. શુદ્ધ ચેતનાનો વિરહકાળ પૂર્ણ થતાં આત્મવિભૂતિના પ્રાગટ્યને કવિ વધાવે છે -
"मेरे घट ज्ञान भानु भयो भोर.
चेतन चकवा चेतना चकवी, भागो विरहको सोर.' અનાદિકાળથી અજ્ઞાનની જે નિદ્રા આવી હતી તે આપોઆપ દૂર થઈ ગઈ અને હૃદયમંદિરમાં અનુભવજ્ઞાનનો પ્રકાશ થવાથી ‘સહજ સુયોતિ સ્વરૂપ અનુભવજ્ઞાન પ્રગટ થયું છે.
કવિ સુહાગણને પોતાના હૃદયમાં જાગેલી અનુભવની પ્રીતની વાત કરે છે. આ અકથ કહાનીને વર્ણવતાં આનંદઘન કહે છે,
'सुहागण जागी अनुभव प्रीत. निन्द अनादि अग्यान की, मिट गई निज रीत. घट मंदिर दीपक कियो, सहज सुज्योति सरुप, आप पराई आप ही, ठानत वस्तु अनूप. कहां दीखायु औरकुं, कहां समजाउं भोर, • तीर अचूक है प्रेमका, लागे सो रहे ठोर. नादविलुद्धो प्राणकुं, गिने न तृण मृग लोय,
आनंदघन प्रभु प्रेम की, अकथ कहानी कोय.' એક અન્ય સ્થળે આનંદઘન કહે છે,
'तुम ज्ञान विभो फूली वसंत, मनमधुकर ही सुखसों वसंत.
હે પ્રભુ ! તમારી જ્ઞાનરૂપ વસંતઋતુ પૂર બહારમાં ખીલી છે અને તેથી તેમાં મનરૂપ ભ્રમર સુખે વસે છે. વૈરાગ્યરૂપી દિવસ મોટો થતો જાય છે અને
Page #29
--------------------------------------------------------------------------
________________
દુર્ગતિરૂપ રાત્રી ઘટતાં જતાં ધીરે ધીરે નાની થતી જાય છે. સુરુચિની વેલ વૃદ્ધિ પામીને ફેળવતી બને છે. વસંતઋતુમાં કોયલનો સૂર અતિમધુર હોય, તે રીતે ભાષા મનમધુર રૂપ ધારણ કરે છે અને સમગ્ર સૃષ્ટિ આનંદસ્વરૂપ બની છે.
આનંદઘનજીની અનુભવલાલીની મસ્તીનો છલકાતો આતમપિયાલો એમના એક અનુપમ પદમાં લાક્ષણિક રીતે પ્રગટ થાય છે. આમાં આત્માનંદની ભાવાવસ્થા પ્રગટ થાય છે. કેવી હશે એ મસ્તી કે કવિ કહે છે કે અમે અમર બની ગયા છીએ. આ અમરત્વનું કારણ એ કે જીવનમાંથી રાગ અને દ્વેષ નાશ. પામ્યા છે. મિથ્યાત્વ ત્યજી દીધું. સ્થૂળ રૂપને બદલ સૂક્ષ્મ સ્વરૂપનો વાસી બન્યો છું અને આત્મા અને મોક્ષ એ બે અક્ષરનું અમે સતત સ્મરણ કરી રહ્યા છીએ. આનંદઘન તો ત્યાં સુધી કહે છે કે વ્યકિત જો આ પ્રમાણે જીવવાનો નિશ્ચય કરે તો એ અમર થઈ જાય છે. મહાત્મા ગાંધીજીને પ્રિય એવી આ પ્રાર્થના “આશ્રમ ભજનાવલિ'માં સ્થાન પામી હતી. આ પદનું ભાવલાલિત્ય અને એની મર્મસ્પર્શિતા કંઈક ઓર છે. એમાં પ્રગટતી સાધકની મસ્તીભરી ખુમારી જોઈએ -
'अब हम अमर भये न मरेंगे, या कारण मिथ्यात दीयो तजं, क्युं कर देह धरेंगे ? १. राग दोस जग बंध करत है, ईनको नास करेंगे, मर्यो अनंत कालतें प्राणी, सो हम काल हरेंगे.
૨. देह विनाशी हं अविनाशी, अपनी गति पकरेंगे, नासी जासी हम थीरवासी, चोखें व्हैं निखरेंगे. मर्यो अनंत बार बिन समज्यो, अब सुख दुःख विसरेंगे, आनंदघन निपट निकट अक्षर दो, नहि समरे सो मरेंगे. ४.'
મધ્યકાલીન સાહિત્યમાં આનંદઘનજીનાં પદોની વિશેષતા જોઈએ. તેઓ છટાદાર રીતે વિષયવસ્તુનો પ્રારંભ કરે છે. પ્રથમ પંકિતના પ્રારંભના શબ્દો જ ભાવકના ચિત્ત પર આત્માનંદની અનુભવલાલીનું વાતાવરણ સર્જે છે, પરંતુ આ પદનો પ્રવાહ જેમ જેમ આગળ વહે છે, તેમ તેમ પદમાં ગૂંથાયેલું રહસ્ય પ્રગટ થાય છે. ઘણીવાર પદની છેલ્લી પંક્તિઓ એવું રહસ્ય ખોલી આપે છે કે જેનાથી પદ પર જુદો જ અનુભવ-પ્રકાશ પથરાઈ જાય છે. પરિણામે
Page #30
--------------------------------------------------------------------------
________________
29
આનંદઘનજીનાં પદો એના મધુર રાગોને કારણે કંઠમાં રમી રહે તેવાં તો છે જ, પરંતુ એથીય વધુ પદની અંતિમ પંક્તિઓની ચમત્કૃતિને કારણે ભાવક કે સાધક પુનઃ પુનઃ એનું આસ્વાદન કરવા પ્રેરાય છે. સંગીતશાસ્ત્રને અનુરૂપ એવાં આ પદોમાં ભાગ્યે જ યતિભંગ જોવા મળે છે. અત્યંત સરળતાથી એ ગાઈ શકે છે. મનોહર રાગ-રાગિણી ધરાવતાં આ પદોમાં રાગ અને તાલનો. ઉલ્લેખ રહે છે.
પદોમાં કવિ ક્યારેક આલંકારિક રૂપકશેલી પ્રયોજે છે, તો ક્યારેક ચાતક, મૃગ, સાપણ, મોર, હારિક પક્ષી, ખંજન, ગજરાજ, ગર્દભ જેવાં પક્ષી-પ્રાણીઓની ખાસિયતોનાં દષ્ટાંતો દ્વારા કે પછી સૂર્ય, વસંત જેવાં પ્રાકૃતિક તત્ત્વોની વાત દ્વારા કે ચોપાટ અથવા ગંજીફાની રમતના ઉદાહરણ દ્વારા પોતાની વાતને સહજતાથી પ્રગટ કરે છે. આ પદોની સાખીઓ એટલી જ માર્મિક છે. આત્મસાક્ષાત્કારનો મહિમા એ જ સાધકને માટે સર્વસ્વ હોય છે. જેમ કે ૭૦માં પદની સાખીમાં ધર્મકાર્ય અને વિશાળ દષ્ટિ બંને જોવા મળે છે. કવિ કહે છે,
'आतमअनुभव रसकथा, प्याला पिया न जाय,
मतवाला तो ढहि परे, निमता परे पचाय.' આત્માનુભવની કથાનો પ્યાલો પીતાં પીતાં મતાગ્રહી લોકો તો ઢળી પડે છે. મતાગ્રહ વગરના નિર્મમત્વી જ એને પચાવી શકે છે.
આવી સાખીઓ આનંદઘનનાં પદોની વિશેષતા બની ગઈ છે. આનંદઘનની આ પદસૃષ્ટિમાં માનસ-વિહાર કરતાં એક વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ થાય છે. અધ્યાત્મવાણીનું ગાંભીર્ય અને ઊંડાણ, ગહનતા, અવળ વાણીનું ચિત્ર અને તેમાં તત્વનિરૂપણ તથા હૃદયને ઢંઢોળતી સ્પર્શિતા એમનાં પદોમાં જોવા મળે છે. એને પામવા માટે જેના પરિભાષાનું જ્ઞાન, આત્મસાધનાનો અનુભવ, યોગનો અભ્યાસ અને જીવનની સમભાવશીલતા મહત્ત્વની બની રહે છે. આત્મસાધક યોગીને પોતાની સાધનાના બળે અમૃતત્વની પ્રાપ્તિની પ્રતીતિ થઈ હોય તેવા એમના શબ્દોમાં આત્મવિશ્વાસ, સ્વાભિમાન, પુરુષાર્થ અને મસ્તી જોવા મળે છે.
એમનાં સ્તવનોમાં એમણે આધ્યાત્મિક વિકાસ માટેની ક્રમિક પ્રક્રિયા દર્શાવી છે, જ્યારે એમનાં પદોમાં ભિન્ન ભિન્ન સમયે ભીતરમાં થયેલા અનુભવોને
Page #31
--------------------------------------------------------------------------
________________
એમણે કાવ્યસ્થ કર્યા છે. કવિના પદના સહજ પ્રવાહનું કારણ એ છે કે જે હદયસ્થ છે, એ જ પદસ્થ બને છે. કયાંક કોઈ વાદ, કોઈ વિચાર કે કોઈ સંપ્રદાયની ટેકણલાકડીનો ઉપયોગ કરતા નથી. અમુક દર્શનની સર્વોપરિતાનો આગ્રહ સેવતા નથી અને તેથી અધ્યાત્મના સમગ્ર આકાશને જેનારા આનંદઘન પાસેથી આત્માઓળખ, આત્માનુભવ અને આત્મસાક્ષાત્કાર માટેની પદસરિતા મળે છે. કશાય વળગણ વિનાની આ કવિતાનો આધાર છે સ્વાનુભૂતિ અને એનું અંતિમ છે સ્વાનુભૂતિનું પ્રગટીકરણ. આથી આ વાણીમાં આત્માનુભવનો તેજસ્વી રણકાર છે. જાતઅનુભવે પ્રાપ્ત કરેલી ખુમારી છે, યોગસાધનાને અંતે પ્રાપ્ત થયેલો આનંદ છે અને આત્મસ્પર્શી સંયમસાધનાને કારણે આ અધ્યાત્મસભર પદો ભાવકને એક ભિન્ન લોકનો અનુભવ કરાવે છે. લોકકંઠે જીવતાં આ પદોએ કેટલાય માનવીઓને મોહ-કષાયની નિદ્રામાંથી ડંકાની ચોટ સાથે જગાડીને અને સાચો માર્ગ બતાવી અનુભવલાલીના આશક બનાવ્યા છે. આનંદઘન આત્મવિચારણા કરીને આત્માનુભવનું રસપાન પામી, આત્માનંદની અવિચળ કળા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ આલેખે છે.
આનંદઘનજીનાં પદોમાં વ્યક્ત થયેલા આવા પુરુષાર્થનું આલેખન સ્વાનુભૂતિસંપન્ન શ્રી ખીમજીબાપા જેવા આત્માઓ દ્વારા આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે એમાં આનંદઘનજીએ આલેખેલા જેનદર્શનને ઉપસાવવામાં આવ્યું છે અને એને પરિણામે એમાંથી યોગી આનંદઘનજીની છબી ઉપસી આવે છે. શ્રી ખીમજીબાપાએ આલેખેલા તત્વસાર પર પરમ પૂજય પં. મુક્તિદર્શનવિજયગણિજીએ માર્મિક વિવેચના કરીને આનંદઘનજીના આંતરજીવનને આપણી સમક્ષ પ્રગટ કરી દીધું છે. મહાયોગી આનંદઘનજીનાં પદોમાં વિકસિત કમળ જેવું આત્મજ્ઞાન આલેખાયું છે. આત્મસાક્ષાત્કારનો અગમ પિયાલો પીનાર આ યોગીએ પરમતત્વમાં લીન બનીને અમરત્વના અનુભવની મસ્તી માણી છે અને ગાઈ પણ છે. પૂ. પં. મુનિદર્શનવિજયગણિના પદવિવેચનમાંથી ભાવક અને સાધક સહ કોઈ એ અનુભવલાલીની મસ્તીની છાલકો અનભવતા રહે છે.
તા. ૨૦-૧-૦૬.
Page #32
--------------------------------------------------------------------------
________________
81
સ્વાનુભૂતિ સંપન્ન શ્રી ખીમજીબાપાનો
સંક્ષિપ્ત જીવન પરિચય
નામ : શ્રીયુત ખીમજીભાઈ વાલજીભાઈ વોરા પિતા : વાલજીબાપા કે માતા : ભચીબાઈ/રતનબાઈ વતન : ગામ નારણપુરા, તાલુકા અબડાસા, કચ્છ.
| (જેનોના ૬૦ ઘરનું, ૪૦૦-૪૫૦ વસ્તીવાળું ગામ) જન્મ : સં. ૧૯૭૪, માગશર સુદ ૨, ઈ.સ. ૧૯૧૮
| (જન્મકુંડળી અનુસાર આયુષ્ય વર્ષ ૭૨) અવસાન ઃ સં. ૨૦૬૧, કારતક વદ ૯, ઈ.સ. ૨૦૦૫ - વર્ષ ૮૭
અભ્યાસ પ્રારંભ પાંચ વર્ષની વયે, પાંચ વર્ષ ગામમાં અભ્યાસ પછી ૯ વર્ષ મોસાળના ગામ ડુમરામાં, ત્યારની ગુજરાતી ૭ = વર્નાકયુલર ફાઈનલ સુધીનો અભ્યાસ = અંગ્રેજી ૩ ધોરણ સુધી ત્યારપછી બા. બ. કબુબાઈ આશ્રમમાં સંસ્કૃત બે ચોપડી તથા જેન ધાર્મિક પંચ પ્રતિક્રમણ, જીવવિચાર, કર્મગ્રંથ, નવતત્ત્વ, દંડક, સંગ્રહણી સુધી અભ્યાસ કર્યો.
વિચારોમાં ધાર્મિકતા, જીવનમાં સાદાઈ, વર્તણુંક ઉમદા, સ્વભાવમાં સરળ, ભણવામાં કાળજી, નિયમિતતા અને હોંશિયારી તથા કંઠ મધુર તેથી કબુબાઈના પ્રીતિપાત્ર થઈ પડેલા.
આટલું ભણી, ગામના બાલાશ્રમમાં ૧૪ વર્ષની વયે માસિક ૩૦ નોકરીના પગારથી * શિક્ષક બેન્યા. ત્રણ વર્ષ રહ્યા. કુટુંબની આર્થિક નબળી સ્થિતિને કારણે આગળ અભ્યાસ ન થઈ શક્યો.
દાદા નેણશીબાપા અને દાદી મેઘ કે જેઓ રોજેરોજ જૈનધર્મની વાર્તાઓ સંભળાવતા તેમના અવસાન પછી માતા અને પિતાની છત્રછાયામાં જીવન ઘડતર થયું. સામાયિક, દર્શન-પૂજન, પ્રતિક્રમણ, રાત્રીભોજન ત્યાગ, પોષધ આદિ પાળવું સ્વાભાવિક બન્યું. તે કાળમાં અચલગચ્છમાં સાધુ નહિ તેથી યતિની નિશ્રામાં ધર્મધ્યાન થયાં.
અચલગચ્છમાં તે કાળમાં પ્રથમ દિક્ષા ગીતમસાગરજીની થઈ જેની પરંપરામાં દાનસાગર અને નેમસાગર થયા. ત્યારે સાધુ સંખ્યા માત્ર ૪પની જ હતી અને સાધ્વી. ૧૭પ. પૂજ્ય નેમસાગરજી તેમના કુટુંબી થતા હતા.
ગામના શ્રાવક ઠાકરશી ડુંગરશી તથા માવજી લઘુભાઈ શ્રીમદ્ રાજચંદ્ર તથા કાનજીસ્વામીના રાગી હતા તેથી તેમનો સત્સંગ થતાં તે દાર્શનિક સાહિત્યનું સુધાપાના થયું. શ્રાવક ઠાકરશી બાપાને દેવી સહાય હતી.
સંવંત ૧૯૮૨માં નવ વર્ષની વયે મહાત્મા ગાંધી નારણપુર ગામે પધારતા તેમના
Page #33
--------------------------------------------------------------------------
________________
32
પ્રત્યક્ષ દર્શનથી પ્રભાવિત થયા અને જીવનમાં દેશપ્રેમ, બાદીપ્રેમ તથા સાદાઈ ગુણો ખીલ્યા. ૧૦ વર્ષની વયે દીક્ષા લેવાના ભાવ હતા પણ પછી સંસારમાં પડી ગયા.
સં. ૧૯૮૯માં રંગુન ગયા, સં. ૧૯૯૩માં પાછા આવી રાયઘણ ગામના શા. કાનજી થોભણની પુત્રી લક્ષ્મીબાઈ સાથે પરણ્યા. એમના ધર્મપત્નીએ ૪ થી ૫ વાર નવ્વાણું યાત્રા કરી વરસીતપની તપશ્ચર્યા કરી તથા અતિથિભિક્ષુક સ્વાગત કરવામાં કદી પાછળ પડતા નહિ. તા. ૨૫-૩-૧૯૯૭ ના રોજ તેમનું સમાધિમરણ થયું.
રંગુનમાં હતા ત્યારે લોહાણા મિત્રની સંગતે સીગારેટ તથા સિનેમાની લત લાગી. પણ સોપારી કાતરતાં સૂડીથી આંગળી કપાઈ અને બધુંજ એક ઝાટકે છોડી દીધું. રંગુનમાં રહેતાં પણ સાદાઈથી રહ્યા અને ઝાકઝમાળથી જીવનમાં અંજાયા નહિ.
કચ્છમાં એક ભાઈની સોબતમાં ચોરીના રવાડે ચડ્યા પરંતુ ટુંકમાંજ અનુભવ્યું કે અનીતિની લક્ષ્મી ટકતી નથી અને થયેલા માઠા અનુભવથી સદાને માટે અનીતિનો ત્યાગ .
કર્યો.
સં. ૨૦૦૧ થી સં. ૨૦૨૫ એટલે ઈ.સ. ૧૯૪૫ થી ૧૯૬૯ નો સમય ઘણો કઠીનાઈમાં પસાર થયો. માતા-પિતા પણ આ સમયમાંજ ગુમાવ્યા. પણ બહેનની મદદથી એ દિવસો પસાર થઈ ગયા. સં. ૨૦૦૨ થી ૧૫ વર્ષ મુંબઈ તથા કલકત્તા પ્રમાણિકતા. પૂર્વક નોકરી કરી. સં. ૨૦૧૭માં ફરીદકોટમાં એક શીખભાઈ પાસે સંગીતનું શિક્ષણ લીધું, જે આગળ પૂજાઓ ભણાવવામાં કામ લાગ્યું. આથી કલા પ્રત્યે રૂચિ તથા ગમો પેદા થયો.
સંવત ૨૦૧૪માં સમેતશિખરની જાત્રા કરી અને આગળ પંચતિથિની યાત્રામાં પૈસા ચોરાઈ ગયા, ત્યારે મારવાડી પરિવારની બાઈએ ઉપકાર કર્યો.
ભાંડુકજી તીર્થમાં સં. ૨૦૧૬ થી સં. ૨૦૧૯ સુધી મહેતાજી તરીકે રહ્યા. કચ્છમાં સુથરી તીર્થમાં પણ કાર્યસેવા આપી.
કઠીનાઈના સમયમાં અને દિકરી લીલાવતીના લગ્ન વખતે તીર્થસેવાના પુયે જ શેઠ ચંપકલાલની દેવી સહાય મળી અને પ્રસંગ પતાવ્યો. ખુદ નાકોડા ભૈરવે ત્રણવાર સ્વપ્ન આપી આશ્વાસન આપેલું કે તારું કામ થઈ જશે. તેઓ અનેક તીર્થોમાં પૂજાઓ ભણાવવા જતા જેથી પ્રભુભકિત ચાલુ રહી.
સંસાર અકે વિશ્વ વિદ્યાલય છે અથવા ઉત્તમ કક્ષાના ઊંડાણભર્યા વિષયોનું સંશોધન કરવાની કોલેજ છે એવું તેઓશ્રીનું માનવું હતું. કારણ કે તેમાંથીજ જીવનને ઉર્ધ્વગતિ આપતું અધ્યાત્મ તારવી શકાય છે.
- ઈ.સ. ૧૯૫૫ થી ૧૯૭૯ ના સમયમાં તેમના વ્યવહારમાં અશુદ્ધિઓના જામેલા સંસ્કારો દૂર થતા ગયાં અને વ્યવહાર શુદ્ધિ આવતી ગઈ. તેઓનું એવું જણાવવું છે કે દરેક સાધનામાં શુદ્ધિ થવી તે અગત્યની વસ્તુ છે. પ્રભુભકિતમાં મન રંગાય અને ચિત્ત પ્રસન્નતા અનુભવાય એ મન વશ થયાના ચિન્હો જાણવા. વળી મન શુદ્ધિ થતાં તન શુદ્ધિ પણ થતી રહે છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
33
સં. ૨૦૨૭ માં દેવલાલી મુકામે શાંતિલાલ હરીલાલ પારેખનો સત્સંગ થયો જેમની પાસે “જ્ઞાનસાર ગ્રંથ વાંચવા મળ્યો. એ ગ્રંથમાં પછીથી મુનિશ્રી બનેલા વિનોદકુમારના જીવન ચરિત્રથી ખૂબ પ્રભાવિત થયા. નિમિત્ત પરિપકવ થયું અને તેથી ૬૦ વર્ષે સંસારની પ્રવૃત્તિ ત્યાગી કચ્છ વતનમાં તેમણે ગ્રામ્ય જીવન, કુદરતી વાતાવરણ, એકાંત, શાંતિપ્રેરક, સાત્વિક, સરળ અને સાદું જીવન તથા લોકોથી થોડા દૂર, ઓછા સંપર્કમાં અવાય તેવું સ્થળ પસંદ કર્યું. શરૂઆતના પાંચ વર્ષ (સં. ૨૦૩૫ થી સં. ૨૦૩૯) માં અનેક અધ્યાત્મ ગ્રંથો, શ્રીમદ્ રાજચંદ્રનું અધ્યાત્મ, કાનજીસ્વામી, બારભાવના, યોગબિંદુ, જ્ઞાનસાર, યોગદષ્ટિ સમુચ્ચય, ઉપમિતિ ભવ પ્રપંચા કથા, અધ્યાત્મ કલ્પદ્રુમ, લલિત વિસ્તરા, ધ્યાન દિપિકા, વિશેષાવશ્યક ભાષ્ય વગેરે જૈન ગ્રંથો તથા પાતંજલિ યોગશાસ્ત્ર, રમણ મહર્ષિ, ભગવાન બુદ્ધદેવ ના પુસ્તકો તથા શિવપુરાણ, ગીતા વગેરે વાંચ્યા.
ચોમાસામાં મગફળીના વાવેતર પછી દિવસ રાત ખેતરમાંજ રહેવાનું તથા સુવાનું બન્યું તેથી જાપ, ધ્યાન સાધનામાં એકાગ્રતા આવી. સં. ૨૦૩૬, સં. ૨૦૩૭ માં સાઘના માર્ગમાં અનેક અનુભવો થયા. વિષયના શિબિરમાં જોડાવાથી પ્રસ્તુત (વર્તમાન) નિયતિનું ભાન થયું કર્મસત્તાની દેહરૂપી કેદમાં આત્મા પુરાયેલો છે ત્યાં શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકારના નાણાં બંધ કરી કર્મમાંથી છૂટવાના પ્રયત્નમાં પડવાનું વધુ જરૂરી સમજાયું. આત્મા પરાધીન છે માટે હોંશીયારી બતાવ્યા વગર નરમ શીલવાન બની સહન કરવાનું નક્કી કરવાથી કર્મો ઢીલા પડશે.
“જેવી જીવની રૂચિ તે તરફ વીર્ય ઉછળે. જીવની રૂચિ સંસાર ભણી હોય તો વીર્ય સંસાર તરફ દોરવાય અને સત્યની શોધ પરત્વે હોય તો વીર્ય તે તરફ ગતિ પડે.”
“જીવનના અનુભવોએ તેમને સમજાવ્યું કે “જેમણે સત્યના પંથે ચાલવું હોય તેણે વ્યવહાર ચોખ્ખો રાખવો. હિંસા, ચોરી, જુઠ, લોભ-લાલચ અને નિંદાથી બચવું; પ્રામાણિક બનવું; કોઈનું પણ મન ન દુભવવું; અજ્ઞાન વશ થયેલી ભૂલોનો એકરાર કરી પ્રાયશ્ચિત કરવું તથા વ્રત-નિયમથી બદ્ધ જીવન પાળવાથી આત્મ શુદ્ધિ અનુભવાય છે.”
“પાત્રતા પ્રગટ્યા વગર આત્મિક જ્ઞાન થતું નથી”. “સંસારમાં તો એક બીજા પ્રેમ નહીં પણ સ્વાર્થ ખાતર રાગભાવ ભરેલી પ્રીત કરે છે અને શરીર સારું હોય ત્યાં સુધી બધું સારું લાગે છે અને પરાધીનતા આવતાં પ્રીતની ખોટી માયા દેખાઈ આવે
“વની મૃત્યુ પર વિશ્વાસ કરવા જેવો નથી; એ આવશે ત્યારે કોઈ બચાવી શકશે નહીં, માટે હે મૂઢ આત્મા ! તું હમણાંજ અરિહંત અને સુસાધુના તથા સન્મિત્રને પગે પડ ”
ઊંડું વિચારતાં એમને સત્ય લાગ્યું કે “ન્યાય દષ્ટિથી જગતનું નિરીક્ષણ કરવાથી આખો સંસાર તારો ઉપકારક જણાય છે. બધાંજ આપણા હિતેચ્છુ હોય તો જીવને મોહદશાથી સંસારની અસારતાનો ખ્યાલ જ ન આવે, માટે કડવા-મીઠા જે કાંઈ પ્રસંગો જીવનમાં થાય તે મારા ઉપકારક છે એમ વિચારી રાજી રહેવું.”
Page #35
--------------------------------------------------------------------------
________________
વિપશ્યના સાધના દરમિયાન કુંડલિની શકિત જે સર્પાકારે ગુંચળુ વાળી પડી હોય છે તે અચાનક જાગૃત થવાથી તેમના શરીરમાં બેહદ ગરમી વધી ગઈ, આંખોએ બળતરા થવા માંડી, બન્ને કાનમાં કફ જેવા અવાજ નિકળવા માંડ્યા તે બે માસ પછી શાંત પડ્યા. તેમને સમજાયું કે “વિપરયના એ વિનાશી સ્વરૂપને સમજવાની એક પ્રકારની પીગલિક શક્તિની પિછાણ કરાવનારી સત્ય દિયા હોઈ તેને પણ સમજવાની એટલીજ જરૂર છે. “અનિત્ય વસ્તુને સમજ્યા વિના નિત્ય તત્ત્વનું સ્વરૂપ નહિં સમજાય”. “જેણે એકને જાણ્યું તેણે જગતને આખાને જાણી લીધું”. જગતમાં જે અને જેટલી પણ વિચાઓ થઈ રહી છે તેની પાછળ મૂળ હેતુભૂત એવું તત્વ કોઈપણ હોય તો તે આત્માનું અવિનાશી સ્વરૂપ છે.
યોગી મહાત્મા શ્રી આનંદઘનજીને ટાંકી તે જણાવે છે કે “પ્રથમ વિનાશી સ્વરૂપવાનું અનિત્ય તત્વ ઓળખો; તે ઓળખાયા પછી તેની પાછળ મંડ્યા રહેવાનો ત્યાગ કરી, અવિનાશી સત્ સ્વરૂપ એવા આત્માની શોધમાં બીજું બધું ભૂલી એક જ રટણ, એક જ ન લગાવીને મંડી પડો.
“આત્મા એકજ શતિ નથી પણ અનંત શકિતઓનો ભંડાર છે. પૌદ્ગલિક એવી ઉર્જા શકિત - દશ પ્રાણ શકિતઓ, સાત ચક્રો અને શરીરના અંગ ઉપાંગોમાં થતી જે કાંઈ ક્રિયાઓ જોવા મળે છે તેમાં મૂળ આધાર રૂપ આત્માની શકિત જ કામ કરે છે.” અને આ મૂળ સધાયા પછી એક પછી એક ચક્ર, એક પછી એક અનાહત નાદ, મન, દસ પ્રાણો બધા સ્વયં પ્રગટતા જશે”. આ એ પોતે પોતાના અનુભવ પછી કહે છે.
ધર્મની વિચાર શ્રેણીએ ચિંતન કરતાં સમજાયું કે “અન્ય કોઈ પણ મત-પંથ આ માર્ગની ઓળખાણ કરાવી શકે તેવી ક્ષમતા ધરાવતો નથી એ સમજાયા પછી ચિંતન જિનમતમાં કેન્દ્રિત કરી ચેતનના ઉપયોગ અંદર શાનધ્યાનમાં લગાડવાની શરૂઆત કરી તથા ધ્યેય મોક્ષ માર્ગ તરફ વાળ્યું.”
ચિંતન મનનને આત્મજ્ઞાનમાં લગાડવા ખીમજીબાપાએ જે ટાઈમટેબલ બનાવ્યું તે કંઈક આવું હતું : | સર્વ સાંસારિક કાર્યોમાંથી નિવૃત્તિ, સવારે ચાર વાગે ઉઠવું, ધ્યાનમાં ૩-૪ કલાક, સગ્રંથનું વાંચન, બપોરે ભોજન પછી દોઢ કલાક આરામ, ૩ થી ૪ના સુધી ધ્યાન, એક કલાક વાંચન, સાંજે જમ્યા પછી બે કલાક સત્સંગ, રાત્રે નવ વાગે ધ્યાનમાં બેસી ૧૨ વાગે સુવું - રાત્રે ૧૨ થી ૪ નિંદ્રા.
બાપાને વારંવાર અચિંત્ય અનુભવો થયા. તે કહે છે, “કુદરતનાં રહસ્યો તેમજ આત્માની શકિતની શોધ પાછળ સાધકે ભારે પરિશ્રમ કરવો પડે છે. માટે તેની સમાધિ અવસ્થા પ્રાપ્તિ માટે નવકાર મંત્રના જાપ-ધ્યાનની સાધના જરૂરી છે” - મનની એકાગ્રતા થવાનો લાભ તેથી પ્રાપ્ત થાય છે - મન સમાધિસ્થ થયા વિના સાધકને સાધનામાં સફળતા કદી પ્રાપ્ત થતી નથી માટે મનને પ્રથમ નવકાર મંત્રના જાપમાં જોડવું તથા પ્રભુભકિતમાં પ્રસન્નતા મેળવવા સંગીત કળાનો પણ આશરો લેવો.
વળી જેના મનમાં સંસારની અસારતા સમજાઈ વેરાગ્ય જાગ્યો છે અને તેના ફળ.
Page #36
--------------------------------------------------------------------------
________________
35
સ્વરૂપ ત્યાગ આવ્યો છે તેને સિદ્ધિ દુર નથી. અજ્ઞાનમય જડ ક્રિયા એ સાધના માર્ગમાં ગરલ (વિષ)નું કામ કરે છે. - સાધના માર્ગનો સંબંધ સીધો આત્મા અને પરમાત્મા વચ્ચેના જોડાણનો હોઈ આ આંતરિક માર્ગમાં બાહ્ય ક્રિયા - જડતા ડબલ લાવનાર બને એ માટે બાહ્ય ક્રિયામાં જડતા ન આવે તે તપાસતા રહેવું - ભાવ ક્રિયા જ મોક્ષને સાધનારી છે - બાહ્યક્રિયા તો અહમને પુષ્ટ કરનારી બને છે.
સાધના માર્ગમાં આવતા વિદ્ગો બતાવતાં કહે છે - ભયંકર સ્વપ્ના આવે છે, પૂર્વજન્મની સંજ્ઞાઓના સંસ્કારો સ્વપ્ન તરીકે આવી ખડા થાય છે. આવા અનુભવો ધ્યાનમાં તથા નિવામાં આવે છે તથા ઝેરી પ્રાણીઓ, વિજળીના લીસોટા, ધોધમાર વરસાદ, ભયંકર પૂર, નગ્ન સ્ત્રી અંગો તથા પ્રકૃતિજન્ય તથા પૂર્વકર્મ જન્ય છે.
સંવત ૨૦૩૭ના કારતક સુદી ૧૨ થી મહા સુદી ૧૪ સુધી થયેલા અનુભવો : ' રાત્રે ખાટલા પર બેસી ધ્યાન કરતાં ધરતીકંપ થાય તેમ ધરતી ઊંચીનીચી ડોલવા લાગે - મારો ખાટ ઊંચો નીચો થવા માંડે, એકવાર ભારે ઊંચોનીચો થવા માંડ્યો - મેં આહ્વાહન કર્યું કે હું સાધનામાં બેસું છું ત્યારે રોજ ૮૪ લાખ જીવયોનિના જીવોને ખમાવીને, અંતરથી તેમનું ભલું ઈચ્છી બેસું છું તથા મારે કોઈ જીવ જોડે વિરોધ નથી કે નથી વેર - મારે તો બધા જીવો સાથે મૈત્રીભાવ ઈચ્છિત છે માટે જે હો તે પ્રગટ થાઓ અને દર્શન આપો - આવા પ્રકારના આવાહન કરવાથી તે ખાટ હાલતો બંધ
થયો,
" “ગ્ન, સાધના પૂર્ણ થયા પછી નિદ્રામાં કોઈ મારી છાતી પર ચઢી બેસી તથા પડખું ફેરવવા પણ શીર લેશમાત્ર હલાવી શકાતું નથી. વાસ ખેંચાઈ રહ્યા છે, છાતી પર ભારે દબાણ લદાઈ ગયું છે, ઉઠી જવા ઘણા પરિશ્રમ પછી પણ ઉઠાતું નથી - જબાન ખૂલતી નથી - ચીસ પડાતી નથી - આવું પાંચ-સાત મીનીટ ચાલે છે અને શરીર આખું ગરમ થઈ જાય છે.” આવું વારંવાર બનતું. પણ દિવસે આવું થતુ નહીં.
“યારેક પેડામાં ઘાઘરા બાંધ્યા હોય તેવો રથ પવનવેગે અકાલ વેળાએ જતો સંભળાય, એકવાર ચાર પૈડાવાળો રથ તળાવ તરફ પૂર ઝડપથી જઈ રહ્યો છે - પૈડાના આરાઓમાં રંગબેરંગી બલ્બો પ્રકાશી રહ્યા છે, ઘૂઘરા વાગી રહ્યા છે.”
સાઘને સાધનામાં વિદ્યામાં ભયંકર બિહામણા સ્વપ્ના આવે, પૂર્વજન્મમાં પાકેલા સંસ્કારોને કારણે તે દર રૂપે ખડા થાય છે. આ આંતરમનની શક્તિથી વ્યવસ્થિત થઈ રહ્યું છે, તેને કર્મના ઉદય સમજી તે તરફ ધ્યાન કેન્દ્રિત ન કરતાં સાક્ષી ભાવે નવું પણ તેથી ડરી ન જવું.
વળી સાધનામાં કોઈ ચીસો પાડે, પૂણે, નાચવા માંડે, ભાગવા માંડે છે મોટે સાદે રડવા માંડે એવું બને છે તે કેટલાક દેવોની કુતુહલતા પૂર્વક રમતને કારણે સમજી આહવાહન આપી શાંત કરવું.
“આંતરનયન પ્રથમ વાર ખલે ત્યારે જે ઝળહળાટ પૂર્વક અંદરના ભાગમાં પ્રકાશ
Page #37
--------------------------------------------------------------------------
________________
હs
છૂટે છે તે પ્રકાશમાં અનેક પૂર્વ સંસ્કાર કૃત પ્રકૃતિ જન્ય દાયો દેખાય છે જે દષ્ટા ભાવે જોઈ સ્થિર રહેવું.”
સાઘક તરીકેની તેમની અનુભૂતિઓનું વર્ણન છોઈપણ સાધકને ઉપયોગી થઈ પડે તેમ છે : તેઓ વર્ણવે છે : “આત્માને અજ્ઞાનરૂપી અંધકાર અનાદિનો છવાઈ ગયેલો તે જાણે ધીરે ધીરે હટી રહ્યો છે, પ્રથમ તારલાઓ ટમટમી રહ્યા છે એવો આછો પ્રકાશ દેખાય છે, પછી પાછલી રાત જેવું - ન અંધારું, ન અજવાળું - એવો ઝાંખો પ્રકાશ દેખાય છે. પછી પરોઢીયાની હો કુટી રહ્યો છે અને અંધારું હઠી રહ્યું છે. - ધરતી ઉપર હજી સૂર્ય ઉગ્યો નથી તે પહેલાં સૂર્યના કિરણોનો પ્રકાશ જાણે ધરતી ચીરીને બાહર આવવાની તૈયારીમાં છે તેવું દેખાય છે. પછી સૂર્ય આવે છે તે દેખાય છે અને પછી મધ્યાહનો સૂર્ય ચઢ્યો હોય તેવો અનુભવ આવે છે'. બાપા કહે છે કે આ અનુભૂતિ એક સાથે થતી નથી પણ અનેક દિવસોમાં ટુકડે ટુકડે અનુભવાય છે. બાપાને આ અનુભુતિ સંવત ૨૦૩૦ના ફાગણ માસની શરૂઆતથી થવા માંડી જે ફાગણ કૃષ્ણ પક્ષમાં વધતી ગઈ તથા સાથે સાથે ધ્યાનમાં સ્થિરતા પણ વધતી ગઈ. મન પણ પરમ તત્વને સાધવામાં વિશેષ સહાય આપી રહ્યું છે - તેવું અનુભવાયું. | બાપા કહે છે : “આંતરશકિત જાગૃત થયા પછી જે દિવ્ય અનુભતિઓ પ્રગટવાની શરૂઆત થાય છે તેની પ્રથમ સૂચના રૂપે બે-અઢી માસ અગાઉ એક પછી એક, ચાર-પાંચ મિનિટને અંતરે આંખોમાંથી વારાફરતી પ્રકાશ પૂંજના કણિયા ફૂટવા માંડે છે - રાત-દિવસ ચાલુ રહે છે - અઢી માસ આ ક્રિયા ચાલુ રહી. આ ક્રિયા દિવ્યતાપૂર્ણ અનુભૂતિ થવાના એંધાણ રૂપે હોય છે. બીજી રીતે વિચારતાં - જે દિવ્ય અનુભુતિ થવાની છે તેને અંતરાય કરતા કર્મો જ્ઞાન + ધ્યાનની તપાગ્નિમાં બળીને રાખ રૂપે આંખમાંથી બહાર નિકળી રહ્યા છે. “આ જ્ઞાન અને દર્શન ગુણને આવરણ કરનારા કર્મો જ સમજવાં'.
બાપાને સં. ૨૦૩૭ના મહા સુદ ૧૪, મંગળવાર, તા. ૧૩-૨-૮૧ ના રોજ સાક્ષાત. સીમંધરસ્વામીના દર્શન થયા - તેનું વર્ણન બાપાના શબ્દોમાં,
છેલ્લા ત્રણ વર્ષથી લાગલગાટ અશ્રુ ઝરતી આંખે સીમંધરસ્વામીની ભાવભરી સ્તવના કરતો રહ્યો કે ભરતક્ષેત્રમાં આ આત્મા આપના શુદ્ધ સ્વરૂપના અને કેવલી આત્મદ્રવ્યના દર્શનને ઝંખી રહ્યો છે માટે એક મિનિટ પણ દર્શન આપવા કૃપા કરજો અને સાચે જ એ દિવસે બપોરે ૩ થી ૪ના વચ્ચે આ દર્શન થયા.
“બપોરે બરાબર ત્રણ વાગે હું સાધનામાં ડેલામાં બેસી ગયો. અંતરમાં સ્થિરતા જામવાની શરૂઆત થઈ, આત્માની પરમતત્વ સાથે એકતા - સંઘાન થવાની શરૂઆત થઈ - આનંદ છવાવા માંડ્યો, વિચાર વિનાનું મસ્તક શુન્ય થઈ રહ્યું છે ... અંતરમાં નિરવ શાંતિ પ્રસરી રહી છે, તદ્દન નિરૂપાવિક દશા જામી - મન શાંત, બુદ્ધિ શાંત, ચિત્તમાં પ્રસન્નતા છવાઈ, અહંકાર વિલય પામ્યો. આવી અંતરમાં દશા જામી અને સીમંઘરસ્વામી પધાર્યા. સાક્ષાત સ્વરૂપે આવ્યા - તે પ્રકાશની મૂર્તિ હતી, બન્ને નેત્રો ઢળેલા હતા, મુખ પર અપૂર્વ શાંતિ હતી, ઉપશાંતતાના ભાવો નીતરતા હતા, સમાધિસ્થ
Page #38
--------------------------------------------------------------------------
________________
37
ધ્યાન શા મુખ પર વર્તતી હતી, પહાસન સ્થિત મકા હતી, બે હાથ બે પગ મધ્યમાં હતા, ખભાથી તે આસન સુધીનો અંદર બાહેર જતીના ભાગમાંથી ચારેબાજુએ સૂર્યના કિરણો પૃથ્વી પર વેરાતા હોય તેવાજ પ્રભુના આત્મપ્રકાશ કિરણો બહાર કી ચારેબાજુ વેરાતા હતા. આવા દિવ્ય સ્વરૂપે પ્રભુ દર્શનને આ જીવ પામ્યો.” | બાપા, આનંદઘનજીને ટાંકીને કહે છે, “સાધક આત્માઓએ ચેતવાનું છે કે સંસારમાં કોઈ વસ્તુ કે બીના થવી અસંભવિત નથી, ઇશારે કયા સમયે કેવી પરિસ્થિતિ માથે આવી પડે તે કર્માધીન હોઈ, તેની જાણ અગાઉ કોઈને થતી નથી - અથવા ભાવિના ભેદના કોઈ જાણતું નથી. અસંભવિત પણ સંભવિત કયારે થઈ જાય તે કહેવાતુ નથી, માટે સંભવિત માનીને સાધકે ચાલવાનું છે.”
સાઘનાની વિદ્યા સૂતેલા વર્ગોને જગાડી ઉદયમાં લાવવાની અથવા પકવવાની દિષા છે, જેમણે મોંમાંથી જલ્દી છૂટવું હોય તેના માટે ત્રણ ભાળિકા બતાવી છે - અભs • અતષ - આખેદ !”
“જે જે સાહોના માલ કષ્ટો આવ્યા તેવા સમણે તેઓએ અંશ માત્ર પણ મનમાં ભય ન લેવો, મનમાં લાગીરે ખેદ ન આવ્યું અને ઉપસર્ગ કર્તા પ્રત્યે મનથી પણ વેષ ન ધર્યો પણ પોતાના જ કર્મોના ઉદયનું ફળ જાણી મા ભાવ પ્રત્યે અને અપૂર્વ શાંતિ રાખી ઘર્થથી ઉપસર્ગ સહન કર્યા છે તે સાધકો પામી ગયા છે.”
બાપા પોતાના સ્વાનુભવો ટાંકીને જણાવે છે: “પ્રથમ તબકકામાં દિવ્ય-નયન, શનતંત્ર) ખલવાની શરૂઆત થાય છે તે પછી બીજો તબકકો આવે છે જે સાધકની oણોઠી જ છે. આ અત્યંત આંટીઘૂંટીવાળો માર્ગ હોવાથી આત્માને અતિ કઠીનતમ ભારે છે. કાર અને શાતામાં પરમ તત્વની શોધમાં કેવી રીતે ગતિ કરવી તેનો હાલ મળવા પાતળા મરાઈ જાય છે - આ સમયે રાત્રી માટે આવે છે અને ગુપ્ત રીતે આગળ ગતિ કરવામાં સહાયક થઈને રહે છે, સરળ માર્ગે ચઢાવતી રહે છે આને ગીપણે તારા રહી છે.
ખા થાના ભાગે છે. સૂર્ણ સમાન ળહળતો આત્મા બિરાજી રહયો છે, તે જ તા જાણે સ્વપ છે, તે તારી નજીક જ છે પણ ઘાતિ કર્મોના પડદાને કારણે દર્શન " થતાં વાણી - રાત આવી તત્વની સહાયથી સાઘક નિર્ભયતા પૂર્વક આગેકૂચ કરતો જાય
જ્યારે આ અંધારનો માર્ગ પણે થતો હોય એવું દેખાવા માંડે અને ઘીમો પ્રકાશ દેખાવાનો ભાસ થાય ત્યારે દિવ્ય અનુભૂતી થવાની તૈયારીમાં છે તેમ સમજવું.
“બસ, આ પ્રમાણે મારો ચેતનનો જ્ઞાન ભાનુરૂપ ગુણ સૂર્યના તેજની જેમા કર્મસતાથી છૂટતો સહજ એવા મુકત વાતાવરણમાં વેગવંતો બનીને પોતાના નિજધામ તરફ જઈ રહ્યો છે - આવા પ્રકારના ભાવમાં મારા ચિત્તમાં ઉઠી રહ્યા છે - આ દશ્ય દર્શનમાં આવેલ તે સામાન્ય દશ્ય ન સમજવું, પણ કોઈ અલૌકિક સકિત આપનાર દેવી સ્વરૂપનું દશ્ય સમજવું.”
“હવે અનાહત્ નાદ ધ્વનિ અંતરમાં પ્રગટ થઈ • આ સમયે; મારી મન:સ્થિતિ
Page #39
--------------------------------------------------------------------------
________________
38.
કેવી હતી? પરિણામની ધારા સંસાર ભાવથી વિરકત થતી જાય છે. દૃષ્ટિ આત્મા તરફ વિશેષ રહે છે અને ધારા વૃદ્ધિ પામતી જણાય છે.”
અનાહત્ નાદ પાંચ પ્રકારે ૧) ઘંટનાદ ૨) ઝાલરનાદ ૩) ઘંટડીઓનો નાદ ૪) તબલા-પખવાજ ૫) વીણાવાદ.
“સાધકનો આત્મા જયારે પરમ તત્વની ખોજમાં અંતરના ઊંડાણમાં જેમ ઉતરતો જાય છે તેમ તેમ તેના આત્માની નિર્મળતાથી જ્ઞાન-દર્શનને આચ્છાદિત કરતા કર્માવરણો ક્ષય થતા જાય છે, આતમઘર એટલે આત્માનું હૃદય માંદિર પવિત્ર બનતું હોવાથી તેમાં પોતાના પરમાત્મ તત્વનો વાસ થતાં પ્રથમ ઘટનાદ પ્રગટે છે. અને મે મે અન્ય બાદ પ્રગટે છે તેનો અનુભવ થાય છે બીજા સાંભળી શકતા નથી.”
સાધકની શ્રદ્ધામાં તેનાથી અતિ બળ પેદા થાય છે અને આગળના પંથે વધવા તેની હોંશ વધે છે.
કર્મ સામેના યુદ્ધના સમરાંગણમાં સાધક પ્રવેશતાં ભેરી-દુંદુભી અને નોબત નાદ ગગડે છે. આ મિથ્યાત્વ મોહ ઉપર આત્મસત્તાએ જીત મેળવતી વખતે સમ્યક્ત્વ પ્રાપ્ત થયાની નિશાની રૂપે અંદરમાં દુંદુભી નાદ સંભળાય છે.
પછી મહાનાદ - સિંહનાદ જેવો ગર્જના ધ્વનિ સંભળાવા માંડે છે જે કર્મસમુહોમાં કંપન પેદા કરે છે. પછી મેઘનાદ થાય છે જે આત્માની અનંત શકિતનો અનુભવ કરાવે છે અને મોહના દેવો ભાગવા માંડે છે. છેલ્લે સમુદ્રનાદ પ્રગટે છે જે પ્રચંડ ગંભીરતાનો અને ગહનતાનો અનુભવ કરાવે છે. | બાપા કહે છે: દરેક માનવીને સંસારની અસારતાનું ભાન કરાવવા કુદરત ઘણી વખત તકો આપે છે પણ અજ્ઞાન અને મોહથી ગ્રસ્ત આત્મા, પારાવાર સંસારના કુખોનો ભોગવટો કરવા છતાં ચેતતો નથી. જ્ઞાનીઓ કહે છે કે આવા દુઃખોથી વરાગ્ય આવવો જોઈએ અને ઉદાસીનતા આવવી જોઈએ પણ જીવને આમ થતું નથી તેથી તેને માટે ધર્મ પામવું દુર્લભ સમજવું.
જ્ઞાનીઓએ માનવદેહને રત્નની ખાણ કહી છે. સાત ચકોઃ મુલાધાર ચક્ર - બે કીડની વચ્ચે સર્પાકાર - કુંડલિની શકિત
સ્વાધિષ્ઠાન ચક્ર - નાભિ અને કીડની વચ્ચે મણિપુર ચક્ર - નાભિ પર અનાહત્ ચક્ર - હૃદયમાં વિશુદ્ધ ચક્ર - કંઠમાં આજ્ઞા ચક્ર - કપાળના મધ્યમાં તિલકને સ્થાને.
સહસ્ત્રાર ચક્ર - બ્રહ્મરંધ્રમાં આ માનવદેહને રત્નચિંતામણિ સમાન દુર્લભ કહ્યો છે તે એ રીતે કે બીજાં શરીરો બધા અપૂર્ણ, અવિકસિત અંગ-ઉપાંગો, અપૂર્ણ પાંચ ઈન્દ્રિયો (ઓછી-વત્તી ઈન્દ્રિયો), ભાષા નહિ. વાંચન, મનન, ચિંતન અને વિચારક શક્તિ યુકત એક માનવ શરીર જ
Page #40
--------------------------------------------------------------------------
________________
|
S9
મોક્ષ પુરુષાર્થ કરી શકે છે.
કુદરતની અનહદ કૃપાના ફળ રૂપે અથવા પૂર્વે કરેલી ભકિતના ફળ રૂપે આ માનવદેહ, તને અનંતકાળ વિત્યા પછી પ્રાપ્ત થયેલ છે તે અનુપમ રત્નનું, હે આત્મન્ ! તું પૂર્ણ જતન કર, તેમાં એક ક્ષણ પણ ગાફેલ રહેવા જેવું નથી !
સં. ૨૦૩૮ મહા વદ : વિજળી પ્રવાહ આજ્ઞાચક્રથી નીકળી કાન આગળ થઈ મસ્તકે ફરી પાછો આવતો દેખાય છે.
સં. ૨૦૩૮ ફાગણ વદ ૧ થી ૫ : રાતના ધ્યાનમાં દીવડાની ઝાંખી જ્યોત દેખાય છે.
- સં. ૨૦૩૮ ફાગણ વદ ૬ થી : મસ્તકનો આકાશ પ્રદેશ વીજળીના ઝબકારાથી ઝળહળી ઉઠ્યો -' ચારેબાજુ ફેલાયો. વળી, ચારે બાજુ ધોધમાર વરસાદ, ધરતી પર પાણી પાણી, સમુદ્રમાં જોરદાર મોજાં ઉછળે છે નદી બંને કાંઠે વહી રહી છે.
સં. ૨૦૩૯ ફાગણ વદ ૩ થી ૭: ધ્યાનમાં ગજબની સ્થિરતા, ચિત્તની પ્રસન્નતા વધી રહી છે, મન સમાધિસ્થ થઈ જાય છે, બન્ને આંખોની પાંપણની ધાર પર પ્રકાશપૂંજ ગતિ કરી રહ્યો છે.
સં. ૨૦૪૦ થી ૨૦૪૭ : શરીર વ્યાધિમાં સપડાયું તેથી સાધના અટકી ગઈ.
સં. ૨૦૪૯ : વતન છોડી વસઈ રહેવા આવ્યા પછી મનમાં પશ્ચાતાપ, સંસાર પ્રત્યે ઉદાસીનતા, ચિત્તમાં વેરાગ્ય અને પરિણામની શુદ્ધિ થઈ રહ્યા છે. વળી લેશ્યાઓના બદલાવ સાથે ચિત્તમાં, ધ્યાનમાં રંગો બદલાતા જાય છે.
સં. ૨૦૫૩ કારતક/માગશર : બપોરે સૂતી વખતે રોજ આંખો બંધ થાય કે તરતજ જાગૃતિમાં તિલકના સ્થાને (આજ્ઞાચક્ર પાસે) મણિરત્નમાંથી સફેદ તેજોમય પ્રકાશના કિરણો ઝબકવા માટે અર્ને દેવતાઓના આવાસોના તેજસ્તંભોનો ચળકાટ દેખાવા માંડે. આવા વારંવાર અનુભવ થયા. “કયાંતો મારો આત્મા ત્યાંથી આવેલો હશે તેની સ્મૃતિ જાગૃત થઈ અને લેગ્યા સુધરતાં (નિર્મળ થતાં) આજ્ઞાચક્ર સહસ્ત્રાર ચક્ર પ્રકાશી ઉઠડ્યાં.”
સં. ૨૦૫૩, માગશર સુદ ૧૩ : સવારે ૧૦.૦૦ કલાકે સાધનામાં, ગળા ઉપરનો મસ્તકનો પૂરો ભાગ અંદર બહાર અતિશય તેજ કાંતિથી ઝળકતો પ્રકાશ બની ગયો. (આત્મા અને શરીર જુદા પડ્યા તેવો અનુભવ થયો)
સં. ૨૦૫૩, ભાદરવા સુદ ૧૪-૧૫: રાત્રે ૧૨ થી ૨ વચ્ચે ઓમ ધ્વનિ નાભિના અંદરના ભાગમાંથી વિદ્યુતવેગે ગતિ કરતો અનાહદ્ ચક્ર, વિશુદ્ધિ આજ્ઞાચક્રને ભેદતો સહસ્ત્રાર ચક્રમાં દાખલ થઈ મારા શરીરમાં ૐ નાદ ધ્વનિ સિદ્ધ થયો તેવું સૂચન છે.
સં. ૨૦૫૩, ભાદરવા વદ ૧-૨-૩ : રાતના ૧૨ થી ૨ વચ્ચે અંતરમાં તંબુરાના તારોમાંથી તુંહી તુંહી નાદ મસ્તકમાં વાગી રહ્યો છે. મન અને ચિત્ત પ્રસન્નતા અનુભવી
રહ્યું છે.
સં. ૨૦૫૪ : ધ્યાનમાં કાળો નીલો રાખોડી રંગ દેખાતાં બંધ. ફક્ત ગુલાબી,
Page #41
--------------------------------------------------------------------------
________________
40
પોપટી, પીળો, સોનેરી અને સફેદ રંગો દેખાય, તે પણ ઝમકદાર. મને મારો આત્મા સાધનામાં પ્રગતિપંથે જણાયો.
સં. ૨૦૫૪ કારતક/માગશર : બપોરે ૧ થી ૩ અને રાત્રે ૧૨ થી ૩ વચ્ચે સૂતી વેળાએ દિવ્ય સુગંધી અનુભવાતી, મારી શરીરની અશુચિનું ધોવાણ અને શુચિ વધતી જતી અને આત્મિકભાવો શકિતશાળી બનતા જતાં જણાયા.
આવા અનુભવરસે રસાયેલ રસાળ આત્માજ આત્માનુભવરસમાં ઝબોળાયેલા અવધૂતયોગીશ્રી આનંદઘનજીના પદના અનુભવરસનું રસપાન કરી શકે અને આપણા જેવાંને એ રસનો ચટકો લગાડી રસપાન માટે પ્રેરી શકે. - યોગાનુયોગ પચાસપ્રવરશ્રી મુનિદર્શનવિજયજીનો એ સ્વાનુભૂતિસંપન્ન ખીમજીબાપા સાથે ભેટો થયો. એ ખોજી ગુણગ્રાહી વિદ્વદ્વરને એમના રસપાનની ઝલક મળી. બાપાએ પણ કોઈ અગમની એંધાણીને પામીને પોતાના વર્ષોના ચિંતન મનનનો. નિચોડ એ મુનિવરને ચરણે ધરી દીધો. માત્ર એકજ ઈચ્છાથી કે સંઘના ગુપ્ત ખજાનામાં રહેલ યોગીરાજજી આનંદઘનજીનો અમુલ્ય વારસો પ્રકાશમાં આવે, એનો પસાર થાય, સંઘ પોતાના આ અમુલ્ય વારસાથી વાકેફ થાય અને આત્મસમૃદ્ધિ - આત્મવૈભવને પામે !
પૂજ્યશ્રીએ એમની ભાવનાનો પ્રતિસાદ આપી પોતાના ચાતુર્માસિક પ્રવચનોનો વિષય “આનંદઘનજીના સ્તવનો-પદો' નો રાખી એઓશ્રીની અદમ્ય ઈચ્છાને ફલીભૂત કરવા યથાશક્ય પ્રયત્ન કર્યો. એ શ્રી ખીમજીબાપાની હયાતિમાં પ્રવચનોના અવતરણરૂપ “આનંદઘનજીના સ્તવનો-પદો” પુસ્તકનું પ્રકાશન થયું અને તે પૂર્વે શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જેન શ્રી સંઘને આંગણે શ્રી ખીમજીબાપાનુ ભાવભીનું બહુમાન પણ કર્યું ! દુર્ભાગ્ય છે કે પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન સમયે એઓશ્રીની પ્રત્યક્ષ ઉપસ્થિતિ નથી. એઓશ્રીના સ્વાષરે લખાયેલું લખાણ અને સ્વતઃ લખેલ આત્મકથા રૂપ “સત્યની શોધમાં દિવ્યતાના પંથે સાધક આત્મા ખીમજીબાપાના જીવનનું વણાંક” આજેય ઉપલબ્ધ છે કે જેમાંથી સ્વાનુભૂતિનો રસ ઝરે છે. તે સૂર્યવદનભાઈ પાસેથી જિજ્ઞાસુને જોવા મળી શકે એમ છે. એમનો સંપર્ક ફોન નં. ૨૮૦૬૭૭૮૭ ઉપર કરી શકાશે.
એઓશ્રી સંવત ૨૦૬૧ કારતક વદ ૯ ને રવિવાર, ૫ ડિસેમ્બર, ૨૦૦૪ ના રોજ સાધનાની પૂર્તિ અને સિદ્ધિની પ્રાપ્તિ કાજે અનંતની યાત્રાએ પ્રયાણ કરી ગયા છે.
એઓશ્રીના પરિવાર સભ્યો... પુત્ર : જયંતિલાલ ખીમજીભાઈ વોરા પુત્રવધુ : તારાબેન જયંતીલાલ વોરા - ગોવિદજી ખીમજીભાઈ વોરા , જવેરબેન ગોવિંદજી વોરા મણિલાલ ખીમજીભાઈ વોરા
દક્ષાબેન મણીલાલ વોરા પુત્રી : શ્રીમતી લીલાવંતીબેન સતીષભાઈ શાહ જમાઈ : શ્રી સતીષભાઈ ઉમરશીભાઈ શાહ.
Page #42
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
41
પરમપદદાયી આનંદઘન પદરેહ - ભાગ ૧
'આ ન ક મ ણિ કા'
અર્પણ પ્રકાશકીય નિવેદન સાધનામય જીવન - મોક્ષપ્રાપ્તિના એંધાણ • ૫. મુનિદર્શનવિજય ગણિ પ્રસ્તાવના 1 અગમ પિયાલા
- આચાર્ય શોવિજયસૂરિ ધર્મજીવનના લક્ષ્યને ચીંધતા પુસ્તકને આવકારીએ. - આચાર્યની પ્રદ્યુમનસૂરિ આત્મસાક્ષાત્કારનો અગમ પિયાલો.
- પદ્મશ્રી . કુમારપાળ દેસાઈ સ્વાનુભૂતિ સંપન્ન શ્રી ખીમજીબાપાનો સંક્ષિપ્ત જીવન પરિચય અનુક્રમણિકા (ભાગ - ૧)
અનુક્રમણિકા (ભાગ - ૨) . વીતરાગ ધર્મની સાંપ્રદાયિક ધર્મથી ભિન્નતા
• ૫. ગુલિતવિક ગણિ
પદ
પદ
પદ ધ્વનિ/ પદરવા
પૃષ્ઠ ક્રમાંક
ક્યાંક,
૧ ટગા સોવે ઉઠ જાગ બાઉ રે. પ્રાપ્ત સ્વસમય સદુપયોગ મહાભ્ય. ૨ પરિસરી બાઉ રે,
અકાલ બનાવનાર આત્મકલારૂપ મત હરિ બજાવે.
ઘડી. ૩ જાને મેરી સાલ હરીરી. સંસારી અસ્થાયી સુખ ત્યજી સ્થાયી
સ્વાધીન આત્મિક સુખ પામ. ૪ સુહાગણ જાગી અનુભવ પ્રીત. સ્વાનુભૂતિ મહાભ્ય.
૯
Page #43
--------------------------------------------------------------------------
________________
42
અનુક્રમણિકા
પદ
-
પદ
પદ ધ્વનિ/ પદરવા
પૃષ્ઠ
ક્રમાંક
ક્રમાંક
૪૨
૫૦
૫o
પપ
૫ અવધૂ નટનાગરી બાજી, દ્રવ્યાનુયોગ
જાણે ન બામણ કાજી. આતમ અનુભવ રસિક કો, અષ્ટાંગયોગ, સ્વાનુભૂતિ અને અજબ સુબ્યો વિરતંત. સાધના પ્રક્રિયા જગ આશા જંજીર કી, ગતિ આશા ત્યાગી પ્રાપ્ત યોગથી આયુ ઉલટી કૂલ મોર. અવધૂ કયા સમાપ્તિ પૂર્વે ગ્રંથિભેદ સાધી લ્યો. સોવે તન મઠમેં. આતમ અનુભવ કૂલ ડી. મમતા કુસંગ ત્યાગી સમતા સથવારે નવલી કોઉ રીત.
સ્વરૂપ સાધના. નાથ નિહારો આપ મતાસી, મમતા સંગ આત્મવંચના સમતા.
વંચક શક સંચક શી રીતે ? સંગ આત્મકૃપા. ૧૦ પરમ નરમ મતિ ઔર ન આવે. મમતાની વિષમતા અને સમતાની
સમરૂપતા. ૧૧ આતમ અનુભવ રીત રીરી. મયુરની જીવન શૈલીમાંથી નિષ્પન્ના
થતી આત્મસાધના. ૧૨ ખેલે ચતુર્ગતિ ચોપર, ગંજીફાની રમતમાંથી નીતરતું પાની મેરો ખેલે
આધ્યાત્મ. ૧૩ અનુભવ હમ તો રાવરી દાસી. સમતાની મમતા અંગે ફરિયાદ.
અનેકાન્ત - એકાત.
‘હું ની ઓળખ ૧૪ અનુભવ તૂ હેતુ હમારો. સમતાની અનુભવ મિત્રને સહાયની
યાચના. તૃષ્ણા ત્યાગ. ૧૫ મેરે ઘટ ગ્યાન ભાનુ ભર્યા ભોર. આત્માનુભૂતિના આનંદોદ્ગાર.
પોતેજ પોતાપણાનો ચોર. જ્ઞાન
ક્રિયાભ્યામ્ મોક્ષ. ૧૬ નિશદિન જોઉ તારી વાટડી... પરમાત્મ મિલન તલસાટ અને
પરમાત્મ સ્વરૂપ સ્વાગત તૈયારી. આત્મરત્ન અમુલ્યતા.
૯૭
૧૦૪
૧૧૧
Page #44
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પદ
પદ
પદ ધ્વનિ/ પદરવા
પૃષ્ઠ ક્રમાંક
ક્રમાંક
૧૧૬
૧૨૨
૧૨૮
-૧૩૪ "
૧૪૧
૧૭ ોરાને કહ્યું મારે છે રે.. દિવ્યતા - દાનવતાની ખેંચાતાણી.
Split / Dual Personality. ૧૮ રીસાની આપ મનાવો રે... આત્મશોધનથી સ્વરૂપ પ્રગટીકરણ.
જીવપ્રેમ - પ્રભુપ્રેમ ૧૯ દુલહ નારિ તું બડી બાવરી. કર્માવરણ ઘુંઘટ નિવારણથી
સ્વ રૂપ દર્શન. આનંદઘનજીની બિંદુમાં સિંધુની યોગ ચમત્કૃતિ.
બ્રહ્માનંદ - અબ્રહ્માનંદ. ૨૦ આજ સુહાગન નારી. અવધૂ... અગિયાર અંગી સુમતિના શણગાર
પૂર્વક ચેતનાનું ચેતનથી મિલન. સંસારના સંસારી રંગથી રસાળ
અધ્યાત્મરસ. ૨૧ નિસાની કહા બતાવું રે.. દ્રવ્યાનુયોગ અને આત્માની
અગોચરતા તથા અનુભવગમ્યતા. આત્મસ્વરૂપની સંકીર્ણતા - સત્ય
સ્વરૂપ નિરૂપણ. ૨૨ વિચારી કહા વિચારે છે. દ્રવ્યાનુયોગ અને વિશ્વસ્વરૂપ તથા
તેના ઘટનાક્રમની વિચારણા. મુરઘી અને ઈંડામાં પહેલું કોણ ?
એ પ્રશ્નનું સમાધાન. ૨૩ અવધૂ અનુભવ કલિકા જાગી.. સ્વાનુભૂતિની સંવેદના.
અંશાનુભૂતિથી સર્વાનુભૂતિ ૨૪ મુને મારો કબ મિલસે પરમાત્મ વિરહ વલોપાત. મને મેલુ
જ્ઞાનયોગ - ભકિતયોગ ૨૫ કચારે મુને મિલસે મહારો ઉપાદાન ઉજાગર નિમિત્ત પ્રાપ્તિ સંત સનેહી....
ઝંખના. ૨૬ અવધુ કથા માગું ગુનદીના જ્ઞાનકળા - વૈરાગ્યકળા -
આત્મકલા મહાચગાન. ૨૭ અવધુ રામ રામ જગ ગાવે... જાગરણ સહિતનું આચરણ.
ક્રિયાથી ભાવમાં જઈ ભાવથી ભાવ - સ્વભાવની પ્રાપ્તિ.
૧પપ.
૧૬૫
૧૭૨
१७७
૧૮૨
૧૮૮
Page #45
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પદ
પદ
પદ ધ્વનિ/ પદરવા
પૃષ્ઠ ક્રમાંક
ક્રમાંક
૧૯૮
૨૦૬
૨૧૬
રમી
૨૭
૨૩૧
૨૮ આશા રવાથી કયા છીએ. આશા-ઈચ્છા ત્યાગી જ્ઞાનસુધારસ
પાન - આગમ પિયાલા પાન
- સ્વ પર ભેદ. ૨૯ અવધૂ નામ હમારા રાખે... નેતિ નેતિથી નાસ્તિરૂપથી ચેતનમચ
અતિ સ્વરૂપ પ્રતિ પ્રયાણ. ૩૦ સાધો ભાઈ સમતા રંગ મમતા વિપત્તિ - સમતા સંપત્તિ,
સમતાથી સમાધાન સમરૂપતા.
લક્ષ્મી - પુય. ૩૧ ડિત જાન મતે હો પ્રાન નાથ... મમતા-પ્રમત્તતાથી સમતા -
અપ્રમત્તતા અમરતા તરફ જવાની
સુમતિ-ચેતનાની પ્રેરણા. ૩૨ વિદુર ભયે ઐસે ચેતનાનો ચેતનને ઉપાલંભ.
પિયા તમ.. ૩૩ મિલાપી આન મિલાવો રે... પરમાત્મ પ્રાપ્તિનો તલસાટ. ૩૪ દેખો આલી નટ નાગરીકો ચૈતન્યદશા દર્શન. શિવસુખ માટે સાંગ...
સંસાર સુખ છોડવું પડે. ઉભય. નિષેધાત્મક - વિધેયાત્મક અર્થઘટના
કરી શકાય એવી યોગચમત્કૃતિ. ૩૫ કરે જારે જારે જા... મમતા મારો, સમતા સંવારો.
સીમિત, અસ્થિરમાંથી અમિતા
અચલ બનો. ૩૬ વારે નાહ સંગ મેરો... કાયા-પ્રકૃતિ અને પુરુષનો સંવાદ.
કાયાને ભોગમાં ન જોડતાં યોગમાં જોડી યોગાતીત થવાનું
યોગસાધન બનાવો. ૩૭ તા – પિત્ત વ્યા
કાયા-પ્રકૃતિને પુરુષનો જવાબ. ઉં વહાલા
હઠયોગ-આત્મયોગથી સાધનાનો ભેદ.
૨૪૮
૨૫૩
૨૫૯
Page #46
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
25
પદ
પદ માંક
પદ ધ્વનિ/ પદરવ
પૃષ્ઠ ક્રમાંક
૨૬૭
૨૭૬
૨૮૦
૩૮ મનસા નટનાગરસું મેરી હો... સંસાર નાટકને પ્રેક્ષકભાવથી
નિહાળતા મનનું વિલિનીકરણ. ચેતનધારારૂપી રાધાનું
ચૈતન્યસ્વામીરૂપ કૃષ્ણથી મિલન. ૩૯ તરસથી જ દઈ કો
સુમતિ-સમતાનો ચિત્ત ' દઈલી સવારીરી....
ડહોળામણનો રંજ. લાયક છે તે નાયક છે અને
પરમાત્મા થવા લાયક છે. ૪૦ મીડો લાગે જંતકોને ઉપયોગયુકત તહેતુ કે પાટો લાગે લોક
અમૃતાનુષ્ઠાન ક્રિયા મહાભ્ય. વૈત-અદ્વૈત. નગદ નાણાનો
રોકડો વેપાર. ૪૧ પિણા બીનુ શુદ્ધ બુદ્ધ
ચેતન વિહોણી વિરહિણી - ભૂલી હો...
ચેતનાનો ઝુરાપો. ચેતના-સમતા. પ્રતિની નઠોરતા ત્યાગવા.
વિનવણી. ૪૨ અબ હમ અમર ર ન મળે... આત્મવિશ્વાસની ખુમારી-ખુદ્દારી
અભિવ્યક્ત કરતું અમર પદગાન. ગુણસ્થાનક.
કાલ-મરણનું સ્મરણ. પણ તું મેરી તું છાંડી કરી.... ચલિત ચેતનાને નિશ્ચલા રી.
બનાવનારા આસ્વસ્ત વચન. આગમશેલી - અધ્યાત્મશેલી,
ગુણસ્થાનક. જ તેથી હું તેરી હું કહું રી.... ચેતનાના ચેતનને આધ્વસ્ત વચનો.
૨૯૦
૨૯૯
૩૦૮
૩૧૪
૩૨૦
૪પ ગોરી, ભગીરી લગોરી ગોરી, ચેતના - સમતાનો મમતાને પડકાર. મમતા માયા આતમ લે મતિગુહ્યાર્થી સભર યોગીરાજની યોગ
ચમત્કૃતિ.
Page #47
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પર
પદ ધ્વનિ/ પદરવા
પૃષ્ઠ ક્રમાંક
ક્રમાંક
૩૨૬
૩૩૩
૪૬ ચેતન ચતુર ચોગાન લરીરી.... ચેતન - ચેતનાનો મોહરાજાને યુદ્ધ
માટે પડકાર. શિવપુરવાસ નહિ મળે. તો પણ સુખપુરવાસ તો મળશે જ. ધર્મયુદ્ધ છે. જીત ન થાય તો શહાદતા
તો મળે જ. ૪૭ પિય બિન નિશદિન, પરમાત્મત્વ પ્રાપ્તિનો તરફડાટ. ગૂર ખરીરી પિય... આયુષ્યરૂપી સાસુનો કડપ,
તૃષ્ણારૂપી નણંદનો ત્રાસ અને
આંતરદાહનું શમન. ૪૮ માચડી અને નિરપખ કિણથી નિષ્પક્ષતાથી - નિરપેક્ષતાથી ન મુકી.
ભેદમાંથી અભેદ પ્રતિ પ્રયાણ.
ધર્મનો મતમતાંતર. ૪૯ કંચનવરણો નાહ રે, વિકટ સાધના પંથે પ્રભુ સહાય મને કોઈ મિલાવો.
પ્રાર્થના. સંયમજલથી.
આત્મસ્નાન-આત્મશુદ્ધિ ૫૦ અનુભવ પ્રીતમ ઉસે મનાસી.... અંતર મથામણની આંતરિક
અભિવ્યકિત અને અનુભવ મિત્રા વિવેકની સહાયયાચના.
૩૩૭
૩૫૧
૩૫૭
પરિશિષ્ટ :
પદ - ૫ અનુલક્ષિત પરિશિષ્ટ - ૧ સ્યાદ્વાદ-સ્વરૂપ - નિરૂપણવાદ પદ - ૫ અનુલક્ષિત પરિશિષ્ટ - ૨ અઢાર હાથીના દૃષ્ટાંતથી કેવળજ્ઞાનની સમજણ પદ - પ-૨૧ અનુલક્ષિત પરિશિષ્ટ - ૩ સ્વરૂપ વિજ્ઞાન યાને જેને પદાર્થ વિજ્ઞાન (ક.ગુ.પ.)
25
Page #48
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પરમપદદાયી આનંદઘન પદરેહ - ભાગ ૨
અનુક્રમણિકા
અર્પણ ને પ્રકાશકીય નિવેદન
સાધનામય જીવન - મોક્ષપ્રાપ્તિના એંધાણ. - પં. મતિદર્શનવિજય ગણિ. પ્રસ્તાવના
સો હી પરમ મહારસ ચાખે • પંન્યાસ ભાગ્યેશવિજયજી ગણિ આનંદઘનનો આંતરખજાનો
- પંડિતવર્ય શ્રી પૂનમચંદભાઈ કે. શાહ અનુક્રમણિકા (ભાગ - ૨) પ વીતરાગ ધર્મની સાંપ્રદાયિક ધર્મથી ભિન્નતા
- પં. મુક્તિદર્શનવિજય ગણિ
પદ :
v
પદ પ૧ થી ૫દ ૧૧૦.
૧ થી ૩૬
પરિશિષ્ટઃ
પદ - ૯૯ અનુલક્ષિત પરિશિષ્ટ - ૪ “ચેત મછંદર ગોરખ આયા” એ ચીતિસૂત્ર ઉપર અનુપ્રેક્ષા પદ - ૫-૨૯ અનુલક્ષિત પરિશિષ્ટ - ૫ પરમપદ પ્રાપ્તિ પ્રાર્થના પદ - ૧૪ અનુલક્ષિત પરિશિષ્ટ - ૬ નાવ મેં નદીયા ડૂબી જાય; મુજ મન અચરજ થાય
-
Page #49
--------------------------------------------------------------------------
________________
48
વીતરાગ ધર્મની સાંપ્રદાયિક ધર્મથી ભિન્નતા
કલિકાલમાં માર્ગને સમજનારા હજુ ઓછા જોવા મળે છે પણ મર્મને પામનારા વિરલા હોય છે. આંતરિક વિશુદ્ધિ વધે તોજ મર્મ લાધે છે. વિશુદ્ધિ માટે સાધના જોઈએ, મૌન જોઈએ, ઉપાસના જોઈએ.
પરમાત્મા એ બહારથી ક્યાંય મળતા નથી તેના માટે તો ચેતનાને ભીતરમાં જગાડવી પડે છે. ચેતના બહારથી પ્રગટ કરાય છે એવી ભ્રમણા જીવને અનંતકાળથી છે. જે જાગૃત વ્યકિત આ વિરાટ છેતરપિંડી સમજી લે છે એ કદીય અણમોલ માનવ જીવનને ઘેટાના ટોળાની જેમ ક્યારેય વેડફે નહિ.
મૂળભૂત ધર્મ તો રાતરાણીની સુગંધની જેમ ભીતરમાંથી પ્રગટ થતો હોય છે. એને સંખ્યા, મોનોપોલીના દાવા, પ્રચાર કેન્દ્ર, માર્કેટિંગ, રાજકીય ટેકા વગેરેની જરૂર હોતી નથી. વીતરાગ ધર્મના ઉપાસકને સંપ્રદાયવાદી બની રહેવુ પાલવતુ નથી.
વર્તમાનમાં તીથિ, દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, ગુરુપુજન, સૂતક, કરપાત્રી, નગ્નતા, વસ્ત્ર, પાત્ર, ગર્ભાખ, જન્માષ્ટક, વગેરે અનેક મતભેદો દ્વારા અંદરનો ગુણાત્મક - વીતરાગ ધર્મ શોષાઈ રહ્યો છે.
રત્નચિંતામણિથી પણ અધિક કિંમતી એવા માનવભવમાં જે વિવેક ચૂક્યો તેણે શું ગુમાવ્યું તેની કલ્પના કરી શકાય નહિ. વિવેક એ મહારત્ન છે. તેનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું જ રહ્યું. સર્વજ્ઞ પ્રણીત માર્ગ એ વીતરાગ માર્ગ છે. તેને આપેલું જ્ઞાન એ વીતરાગ વિજ્ઞાન છે તેને સમજવા માટે વીતરાગી સ્વચ્છ દષ્ટિ જોઈએ.
- સાંપ્રદાયિક દષ્ટિને આગળ કરનારા, વીતરાગના માર્ગને અને તેના સાચા અનુયાયીઓને સમજી શકતા નથી. મહાપુરુષોના શબ્દો ન પકડતા તેમના ભાવ અને આશયને પકડવામાં આવે તોજ ન્યાય આપી શકાય. આશયને ન સમજતા માત્ર શબ્દો પકડવાથી મન તરંગોમાં - વિકલ્પોના તોફાને ચઢે છે તેનાથી ખંડનાત્મક પ્રવૃત્તિ આવે છે. પોતે જે સમજે છે તે જ સાચું છે એવો આગ્રહ બંધાય છે જેનાથી ગર્ભિતપણે અહંકાર પુષ્પ થતો રહે છે. અધ્યાત્મના શિખર ઉપર પહોંચીને બોલાયેલા વચનો અધ્યાત્મની તળેટીએ રહેલા આત્માઓ સમજી શકતા નથી. આગમીલી અને અધ્યાત્મલીનો ભેદ ન સમજાય ત્યાં સુધી આ ગજગ્રાહ ચાલુ રહે છે. આનંદઘન પ્રભુના વચનના અવલંબને સહુ કોઈ આત્મા દેહાતીત દશાને પામે એજ.
અનાદિનું કર્તબુદ્ધિનું શલ્ય તેનું વિષ ચઢેલું છે તેની સામે તેનાથી અનંતગણું અકર્તાનું પ્રાબલ્ય આવે ત્યારે ભગવાન આત્મા પ્રગટ થાય છે. જ્યાં સુધી ખૂણે-ખાંચરે પણ કર્તાપણું ભાસે છે ત્યાં સુધી સંસારનો અંત નહિ આવે. પહેલા નિશ્ચયથી દરેક વસ્તુને એના યથાર્થ સ્વરૂપમાં સમજવાની છે પછી વ્યવહારમાં તેનું અમલીકરણ કરવાનું છે. માત્ર નિમિત્તાધીન દષ્ટિ કેળવવાથી વિકલ્પની પરંપરા સર્જાય છે.
પં. અતિદર્શનવિજય ગણિ
Page #50
--------------------------------------------------------------------------
________________
Do00000
स
FININ
AYIVITA
Poc000000
Accoo000
BARO
स
॥ नसा ऐ कषायनासिनी मयूरासनी श्री सरस्वतीदेव्यै नमः।।
॥शा ऐ विद्यावियेकदायिनी हंसासनी श्री सरस्वतीदेव्यै नमः। ॥ नवा ऐ स्वरुपदायिनी कमलासनी मा बह्माणी श्री सरस्वतीमात्यै नमः।
Page #51
--------------------------------------------------------------------------
________________
ભલ્લી ઉઠર અવધૂતયોગી શ્રી આનંદધનજી મહારાજ)
Page #52
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત
શ્રી જ્યઘોષ સૂરીશ્વરજી મહારાજા
Page #53
--------------------------------------------------------------------------
________________
સ્થાનુભૂતિસંપન્ન ખીમજી બાપા
પ્રયાણ
કારતક વહ-6
વિ. સંવત ૨૦૬૧ ૫ ડીસેમ્બર ૨૦૦૪
આવાગમન
માગશર સુદ-૨ વિ. સંવત ૧૯૭૪
(ઇ. સ. ૧૯૧૮)
Page #54
--------------------------------------------------------------------------
________________
પુસ્તક પ્રકાશન સુકૃતના સહભાગી પિતૃદેવો ભવ:
માતૃદેવો ભવ:
POGDOLGDELBEEL
B%81મા
૨૦૦૭)
સ્વ. ગણપતભાઈ ગગુભાઈ શાહ
સ્વ. નાનબાઈ ગણપતભાઈ શાહ
પુરૂષાર્થમય સત્યનિષ્ઠ જીવન જીવ્યા. ન્યાયસંપન્ન વૈભવ, સંતોષભેટiા અમૂલ્ય સંસ્કારવારસાથી અમો શોભાવ્યા. સેવાના વંથે ચાલી અમ જીવાય અજવાળ્યા.
- સ્વ. નાનબાઈ ગણપતભાઈ શાહ સમસ્ત પરિવાર યોગીરાજ પૂ. આનંદઘનજીના પદો કે જે વિષય ઘણો ગહન અને જટિલ છે. તેના રહસ્યો ખોલવા એ તો અધ્યાત્મના જાણકારો અને જીવનમાં અનુભવ કરતા મહાનુભાવો જ કરી શકે. આપણો મહાપુન્યોદય છે કે આપણને પૂજ્ય પંન્યાસ મુકિતદર્શનવિજયજી મ.સા. જેવા જ્ઞાની મહાત્માનો સત્સંગ થયો છે. પદોના ગહન પદાર્થોને પૂજ્યશ્રીએ પોતાની સરળ શૈલીમાં આપણી સમક્ષ રજુ કરેલ છે.
| પૂજ્યશ્રી સતત બોધ આપી રહ્યા છે કે આપણે મોહ-માયામમતાના કુરાજ્યમાંથી મુક્તિ મેળવી શ્રધ્ધા-સુમતિ-સમતાના સુરાજ્યમાં આત્માને સ્થાપન કરીએ અને તે માટે એકાંત-મૌન-ધ્યાન-સ્થિરાસન દ્વારા અસંગ યોગને કેળવી સાધનામાં આગળ વધી જે સંયોગો જીવનમાં આવે તેનો માત્ર સહજ સ્વીકાર કરીએ કે જેથી આપણામાં અહંકાર કે આગ્રહ ન આવે. દરેક વસ્તુને તેના સ્વભાવથી જોતા શીખીએ. સાથે જ કોઈ ધર્મક્રિયાને કરીએ તે આત્મલક્ષી બનીને કરીએ.
પૂજ્યશ્રીએ બતાવેલ સાધના-સમાધિ માર્ગ અપનાવી આપણા સર્વેનું જીવન શાંત-પ્રશાંત-ઉપશાંત બને એજ...
સ્વ. નાનાબાઈ ગણપતભાઈ શાહ , ". છે, સમસ્ત પરિવારના હૃદયની શુભેચ્છા આપી
C
C
Page #55
--------------------------------------------------------------------------
________________
પુસ્તક પ્રકાશન સુકૃતના સહભાગી
સ્વ. ધીરજલાલ કચ્ચરન્સીગભાઈ પરીખ
સ્વ. પ્રભાવતીબેન ધીરજલાલ પરીખ
સ્વ. ૨સીકલાલ ચીમનલાલ મહેતા
સ્વ. કાન્તાબેન ૨સીકલાલ મહેતા
બધું ભગવાઈlહ્યું છે, બધે ભગવાન છે; બધાં ભગવાળ છે.
ભગવાળfછું દીધું, ભગવાન બ016નારા આત્મીય સાર્ધામકoો ભગવાન બનવા માટે
સાદર રોહ અર્ધe. અહોભાગ્ય છે કે આ યોગદાળમાં
સહભાગી થવાળું સૌભાગ્ય સાંપડ્યું! * શૈલેષભાઈ ધીરજલાલ પરીખ - દક્ષાબેન શૈલેષભાઈ પરીખ
સમીર, જીગર
Page #56
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧
પદ - ૧ (રાગ - વેલાવલ)
क्या सोवे उठ जाग बाउ रे, क्या. ॥ अंजलि जल ज्युं आयु घटत हे,
રેત પદરિયાં ઘરિય વાહ રે. કથા. ૧ાા इन्द्र चन्द्र नागेन्द्र मुनीन्द्र चले, कोण राजापति साह राउ रे ॥ भमत भमत भवजलधि पायके, भगवंत भजन बिन भाउ नाउ रे. क्या. ||२|| कहा विलंब करे अब बाउ रे, तरी भवजलनिधि पार पाउ रे ॥
आनन्दघन चेतनमय मूरति, शुद्धनिरञ्जन देव ध्याउ रे. क्या. ||३|| , કયા સોવે ઉઠ જાગ બાઉ રે, કયા. અંજલિ જલ ય્ આયુ ઘટત હે
દેત પહોરિયા ઘરિય ઘાઉ રે... કયા...૧.
સમયનું મહાભ્ય સમજાવતાં પ્રાપ્ત સ્વસમયનો સદુપયોગ કરી લેવા માટે યોગીરાજજી આનંદઘનજી પોતાના બાલસંયમી ચેતન આત્માને ઢંઢોળતા, પોતે પોતાને સંબોધતા આપણને સહુને પણ ઢંઢોળીને કહી રહ્યાં છે.
હે બાવરા, ભોળા મુરખ જીવ હવે તો જાગ ! કેટકેટલાં અનંતા અવતારો નિગોદ, નરક, તિર્યંચમાં મૂર્ખતામાં, અજ્ઞાનમાં, અંધકારમાં વિતાવ્યા! માનવભવ, માનવદેહ મળ્યો ! સવાર થયું, હવે તો બાવરા જાગ, ઉઠ અને ઉત્થાન કર ! કંઈ કેટકેટલી પુણ્યરાશિ ભેગી થઈ ત્યારે આ મનખા દેહ મળ્યો છે. એ માનવા આયુષ્ય જન્મતાંની સાથે જ એકેક આયુષ્યકર્મના દલિક ખરતાં જઈને પળે પળે સ્વાસે શ્વાસે થતા આવિચી મરણથી ઘટી રહ્યું છે. એ તો ખોબામાં, અંજલિમાં રહેલાં જલની જેમ ક્ષણે ક્ષણે ગળી જઈ રહ્યું છે. એક કવિએ પણ કહ્યું છે...
“બહોત ગઈ થોરી રહી ‘નરાયણ’ અબ ચેતેરૈ, કાલ ચિરૈયા ચુરા રહી, નિશ દિન આયુ ખેત.
શુભ કામમાં જેઓ આગળ વધે છે તેને વધાવવા કુદરત પણ આગળ વધે છે
Page #57
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧
શાન ન થાત: વયમેવ યાતા: કાળ નથી વહી રહ્યો, હું જ કાળપ્રવાહમાં વહી જઈ રહ્યો છું. દિ ઊગે ને આથમે. આદિત્ય દેવ આપણા આયુષ્યનો એક એક ટૂકડો લઈ ચાલતો થાય છે. ૩૬૦૦૦ ઈંટોના ચણતરવાળા. નિવાસસ્થાનમાંથી રોજ એકેક ઈંટ ખસતી જાય છે.
કબીર શરીર સારાય હૈ કયોં સોતા સુખચેન,
ઢોલ નગારા સાંસફા, બન રહા દિન રેન, આ હું જ કહું છું એવું નથી. આ તો તારા ઘરમાં રહેલી ઘડિયાળ પણ કલાકે કલાકે ડંકા-ટકોરા વગાડીને અને ટક ટકના ટકટકારાથી ક્ષણે ક્ષણે તને ચેતવી રહી છે કે ચેત્ ચેત્ ચેતન, તારી ચેતનાને જગાડ ! સવાર થઈ છે, સુઅવસર આવ્યો છે તો સાધી લે, કામ કાઢી લે ! અંતર ઝાઝું છે અને સમય. ઓછો છે માટે ફલાંગો ઝડપથી ભરવા માંડ !
ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર મુનીન્દ્ર ચલે, કોણ રાજાપતિ સાહ રાઉ રે; ભમત ભમત ભવજલધિ પાયકે, ભગવંત ભજન (ભગવંતભગતિસુ)
- બિન ભાઉ નાઉ રે... ક્યા ૨. સાગરોપમના દીર્ઘકાલીન આયુષ્યના સ્વામી ઈન્દ્રો, વ્યવહારકાળની ગણના જેની ગતિના આધારે થાય છે તે જયોતિષના ચન્દ્રો, પાતાલ લોકના નાગેન્દ્રો, પ્રાણ • શ્વસનતંત્ર ઉપર નિયંત્રણ ધરાવનારા યોગીન્દ્રો, મુનીન્દ્રો, ગુરૂદેવો, ગણધરો, તીર્થકર ભગવંતો જેવા ઉત્તમ દિવ્ય પુરુષો પણ આયુષ્યકર્મ સમાપ્ત થયે ચાલી ગયા હોય તો તું કોણ? તારી વિસાત શું ? જરાસંઘ - રાવણ જેવાં પ્રતિ વાસુદેવો, કૃષ્ણ - લક્ષ્મણ જેવાં વાસુદેવો, ચક્રવર્તીઓ, સિકંદર જેવાં સમ્રાટો જે બાહુબલી હતાં, અઢળક સામગ્રીના સ્વામી હતાં એવાંચ જ્યાં કાળના કોળિયા થયાં હોય તો પછી તું પણ રાજા હોય, રાજાધિરાજ હોય, શેઠ, સામંત કે શાહુકાર કે પછી રંક હોય, તારું પણ આયુષ્ય સમાપ્ત થયેથી તારે પણ અહીંથી ચલતી પકડવી પડશે. કાળના દૂત યમને કોઈની શરમ આડે આવતી નથી. રાજા હોય કે રંક, સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય, યુવાન નવપરણિત હોય કે વૃદ્ધ હોય, સાજો હોય કે માંદો, કાળ પૂરો થતાં કાળદૂત.
પરમાત્માનું વિસ્મરણ એ ત્રિકાલી ધુવ તત્ત્વની ઘોર આશાતના છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧
એવો યમદૂત તો હાજર થઈ જાય છે. કવિ પણ કહે છે -
રાજા ગયા મહારાજા ગયા, ને ગયા છે ઈન્દ્ર મુરારી. અચાનક એક દિવસ ઉપડવું, આવશે તારી મારી પણ વારી.
આવાં અનંતા જનમ મરણ કરતાં કરતાં, ભવસાગરમાં ભમતાં ભમતાં - ભટકતાં ભટકતાં, એ અનંતી ભટકણની અટકણ કરવાં માટે, ભવાંત માટે માનવભવ અને માનવદેહ સહિત સર્વ સાનુકુળ સંયોગ તથા સામગ્રી મળ્યાં છે. ભગવાનનું ભજન કે ભગવાનની ભકિત અને ભગવદ્ભાવ રૂપ જે નૌકા ભવસાગર પાર ઉતારનાર મળેલ છે તે ભકિતભાવની નોકામાં, ચારિત્રરૂપી જહાજનાં આધાર વિના આ અફાટ, અગાધ ભવસાગર પાર કરવો શકય નથી. વ્યવહારનયથી દેવાલયમાં સ્થાપનાવિલેપે રહેલ ભગવંત ભકિતના આલંબનથી, નિશ્ચયનયે અંત:કરણમાં રહેલ પરમાત્મસ્વરૂપને પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ ધ્યાનથી. પ્રગટ કરવાનું છે.
કહા વિલંબ કરે અબ બાઉ રે, તરી ભવજલનિધિ પાર પાઉ રે, આનન્દઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉ રે... કયા..૩.
તો હવે ભવજલનિધિ પાર ઉતરવા - પાર પામવાના આવા સારા સંયોગો મળ્યાં છે ત્યારે વિલંબ કરવાની મૂર્ખાઈ તું મુરખ (બાઉ રે) કરીશ નહિ. આનંદના નક્કર સમુહરૂપ પ્રસન્નવદના શુદ્ધ, નિરંજન, નિષ્કર્મા, નિર્મલ દેવની દેવાલયમાં
સ્થાપનાનિક્ષેપે પ્રાણપ્રતિષ્ઠિત મૂર્તિને આત્મસ્થ કરી તેનું ધ્યાન ધરતાં ધરતાં તેના જ જેવો શુદ્ધ નિરંજન, નિરાકાર, નિરપેક્ષ, નિરાલંબ, નિર્મલ, નિરાવરણ આનંદઘન બની જઈ ભવસાગર પામ અર્થાત્ ભવાંત સાધ !
યોગીરાજજી અહીં આ પદ દ્વારા સાધનાનો માર્ગ ન બતાવતા ઉપાસના (ભક્તિ) નો માર્ગ બતાવે છે. ઉપાસના જો કરતા આવડે તો શીઘ્ર ફળદાયી છે. ઉપાસનામાં મનને પ્રભુમય બનાવવા દ્વારા ચિત્તશુદ્ધિ અને વૃત્તિવિચાર શુદ્ધિ કરવાની છે. સાધનામાં દેહદમન હોઈ કષ્ટમય જીવન જીવવા દ્વારા એટલે કે આચારશુદ્ધિથી - કૃતિથી વૃત્તિશુદ્ધિ છે. ઉપાસના શ્રેષ્ઠ છે કારણ કે જગતની ભૌતિક કે આધ્યાત્મિક તમામ શ્રેષ્ઠ વસ્તુ તેનાથી મળે છે. પ્રભુ જગતમાં છે પુદ્ગલનું આકર્ષણ એ પરમાત્માનું વિસ્મરણ છે – આ ભયંકર આશાતના છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૪
આનંઘન પદ
૧
તો તેની ઉપાસના કરી શકાય છે, પુણ્ય બાંધી શકાય છે, સદ્ગતિ મેળવી શકાય છે. સંસારના દુ:ખોથી બચાવનાર સદ્ગતિ આપનાર, મોક્ષનો માર્ગ બતાવનાર પ્રભુ છે. જો પ્રભુ જ ન હોત કે પછી ન મળ્યા હોત તો અનાર્યદેશમાં તિર્યંચ કે નરકપણામાં કોની પાસે જાત ? કોણ બચાવત ? કોણ ઉગારત ?
એક ઉત્તમોત્તમ વિશષ્ટ આત્મા ભવ્યાતિભવ્ય સાધના કરી તીર્થંકર થાય છે ત્યારે તે અષ્ટપ્રાતિહાર્યોથી શોભિત, મોહક આકર્ષક, ૩૪ અતિશયોથી પ્રભાવક, ૩૫ ગુણ અલંકૃત વાણીથી તીર્થના સ્થાપક, મોક્ષમાર્ગ પ્રરૂપક, મોક્ષ પ્રદાયક, જાગતિક પ્રાકૃતિક બળ નિયામક જગતગુરૂ જગદીશ તીર્થંકર ભગવંતના આલંબનથી અગણિત આત્માઓ ધર્મ પામે છે, સાચી સમજ, સાચી દૃષ્ટિ એટલે કે સમ્યગજ્ઞાન અને સમ્યગ્દષ્ટિ પામે છે, સમકિતિ, ત્યાગી વૈરાગી વિરતિધર અને વીતરાગી બને છે. એ દેવાધિદેવના અંગેઅંગના વિશુદ્ધ પરમાણુઓના દર્શન, વંદન, સ્પર્શનથી, દિવ્ય જિનવાણી શ્રવણથી જગતને કંઈ કેટલાંય ગણધર ભગવંતો, કેવલિ ભગવંતો, શ્રુતકેવળી ભગવંતો, પૂર્વધર મહર્ષિ શ્રુતસ્વામી, શ્રુતજ્ઞાની આગમજ્ઞ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી ભગવંતો, શ્રાવક શ્રાવિકા સમ્યગ્દષ્ટિ મહાત્માઓની મહામૂલી ભેટ મળે છે. જગત સૃષ્ટિ સમસ્ત નવ પલ્લવિત થાય છે અને સર્વત્ર પ્રસન્નતા વ્યાપે છે. સુદર્શન (સમ્યગ્દર્શન) ચક્ર એવાં ધર્મચક્રનું પ્રવર્તન થાય છે.
પ્રાસંગિક સાધના અને ઉપાસનાની તુલના કરીએ તો જણાશે કે સાધનામાં કાચાને કઠોર બનાવવાની હોય છે જ્યારે ઉપાસનામાં મનને મૃદુ અને હૃદયને મુલાયમ બનાવવાનું હોય છે. સાધનામાં પ્રધાનતા વીર્માંતરાયના ક્ષયોપશમની છે જ્યાં ત્યાગ અને વૈરાગ્ય મુખ્ય છે. જ્યારે ઉપાસનામાં મોહનીચનો ક્ષચોપશમ છે અને ત્યાં સમર્પણતા, શરણાગતિની મુખ્યતા છે. સાધનામાં અહંકાર હોઈ શકે છે જે સિદ્ધિ પ્રાપ્તિમાં અંતરાયરૂપ બનતો હોય છે. જ્યારે ઉપાસનામાં નમ્રતા સમર્પિતતા હોવાથી અહંકારને અવકાશ નથી. સંત કવિ કબીરજી કહે છે -
“પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દોય ન સમાય, જબ મૈં (હું-અહં) રહ્યા તબ હરિ નહિ, જબ હરિ રહ્યા તબ મૈં નહિ.”
બૌદ્ધિક અને હાર્દિક સ્તર ઉપર આત્મા અનુભવાવો જોઈએ.
Page #60
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧
“અહમ્ રે અહમ (હમનો અભાવ) તું જાને મરી’ હું કંઈ નહિ પ્રભુ તું જ સર્વ. એ સ્થિતિ આવે તો જીવ તું હરિ અને તું હરિ તો વાત ખરી. આ ભાવ મહાસતી ચંદનબાલાજી અને મૃગાવતીના પરસ્પરના ક્ષમાપનાભાવમાં તાદ્દશ થાય છે. મૃગાવતીજીની કેવી ગુરૂભકિત અને ગુરૂ સમર્પણ ભાવ ? મારી ભૂલ કે ઉપયોગ ચૂકી અને ગુરુણીજીને દુ:ખ પહોંચાડ્યું. હું નું હનન થયું અને કેવળજ્ઞાનનું પ્રગટીકરણ થયું. શિષ્યાને જે મળ્યું તે ગુરૂનો પ્રતાપ લેખી ગુરૂચરણે ધરી દીધું અર્થાત્ ગુરૂણી ચંદનબાલા મહાસતીજી પણ કેવળજ્ઞાનને પામ્યા ! ગણધર ભગવંત ગૌતમસ્વામીજીની પણ કેવી ઉત્કૃષ્ટ ઉપાસના કે જેના પ્રભાવે ૫૦,૦૦૦ કેવળજ્ઞાની ભગવંતના છદ્મસ્થ ગુરૂભગવંત બનવાનું કેવળજ્ઞાન દાતારનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું ! પોતાની પાસે નહોતું પણ ભગવાન પાસે લઈને ભગવાન વતી ભગવાનના માધ્યમે શિષ્યોને સહજ સહર્ષ આપ્યું.
આ પદ પાઠકને બોધ આપે છે કે પ્રાપ્ત માનવભવના સ્વસમયનો ભગવદભકિતમાં સદુપયોગ કરો !
જેનો મોક્ષ દૂર હોય તેને સંસારમાં વિશેષતા લાગે છે. જેનો મોક્ષ નજીક હોય તેને સંસારનો એક યા યદાથી પ્રાયઃ આકર્ષી શકતો નથી, મૂંઝવતો નથી, કારણ કે તે વર્તાય છે – વિનાશી છે. આત્મા માટે પ્રવચન આપવા, કે યુસ્તક લખવા તે રહેલું છે, વરંતુ આભા માટે શૂરવું બૂબ કઠીન છે. આ રીતે ઝૂરવા માટે માતાથી વિખૂટા પડી ગયેલા બાળક જેવી નિરાધાર, અશરણાતાજું અફાટ હૈયાફુદળ જોઈશે ?
દ્રવ્ય] કર્મ, ભાવ કર્મ, નો કર્મ – એ ત્રણે સંસારનો છેદ જોઈએ.
Page #61
--------------------------------------------------------------------------
________________
S
આનંદઘન પદ
ઘડિયાળની શિખામણ
(રાગ : આશાભર્યા તે અમે આવીયા જિણંદજી !)
વાગે ઘડિયાળની ઘંટડી, એ તો શિખામણ દેતી જાય રે. ઘંટડી વાગે છે. એક વાગે તે એવું બતાવે, એકલો આવ્યો સંસાર એક દિવસ એવો આવશે રે, એકલો પાછો જનાર.
બે વાગે તે એવું બતાવે, બે વસ્તુને છોડ રે
રાગ ને દ્વેષના બંધન વળગ્યાં, તેને તું તો છોડ રે. ત્રણ વાગે તે એવું બતાવે, ત્રણ વસ્તુ તે સારી રે
જ્ઞાન, દર્શન, ચારિત્ર લઈને, પામો પદ શ્રીકાર રે. ચાર વાગે તે એવું બતાવે, ચેતન ભમે ગતિ ચાર
ચાર શરણને ચિત્ત ધરીને, પામો પદ અણ્ણાહાર. પાંચ વાગે તે એવું બતાવે, પંચ મહાવ્રત ધાર
પંચમ જ્ઞાનને પામવા તું, રહે સદા તૈયાર. છ વાગે તે એવું બતાવે, છ કાય કૂટા જાણ
ખટ્ દર્શનને જાણી તું લે જે, નહિ તો થાશે બૂરા હાલ. સાત વાગે તે એવું બતાવે, સાત ભય સંહાર
સાત નયનું જ્ઞાન કરીને, સકળ દુ:ખ નિવાર. આઠ વાગે તે એવું બતાવે, આઠ મદોને ત્યાગ રે
અષ્ટસિદ્ધિને પ્રગટ કરીને, મુક્તિના સુખને જાણ રે. નવ વાગે તે એવું બતાવે, નવપદનો નવકાર રે
શ્રીપાળ મયણા જેને આરાધી, પામ્યા ભવનો પાર. એકડે મીંડે દશ બતાવે, બે વસ્તુને ધ્યાન રે
એકડા વિનાના મીંડા નકામા, તેમ ક્રિયા, વિણ જ્ઞાન રે. અગિયાર વાગે તે એવું બતાવે, અંગભણો અગિયાર
અગિયાર પડિમા વહન કરીને, કર આતમ ઉધ્ધાર.
બાર વાગે તે એવું બતાવે, ઉચ્ચરો અણુવ્રત બાર
‘રસિક’ જીવન નહિ ફરી ફરી આવે, અવસરે સંયમ ધાર.
✰✰✰
આત્મા પ્રકૃતિ છે. કર્મ (સંસાર) વિકૃતિ છે.
-
ઘંટડી...૧.
ઘંટડી...૨.
ઘંટડી...૩.
ઘંટડી...૪.
ઘંટડી...પ.
ઘંટડી.....
ઘંટડી...૭.
ઘંટડી...૮.
ઘંટડી...૯.
૧
ઘંટડી...૧૦.
ઘંટડી...૧૧.
ઘંટડી...૧૨.
Page #62
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૨
પદ
૨
रे घरियारी बाउ रे, मत घरिय बजावे | नरसिर बांध पाघरी, तुं क्या घरिय बजावे रे केवल काल कलाकले, वै तुं कमल न पावे ॥ कमल कला घटमें घरी, मुज सो घरी भावे रे आतम अनुभव रसभरी, यामे और न भावे ॥ આનન્વયન અવિવન વ્યતા, વિના વોર્ડ વાવે રે ॥૩॥
મારા
-
11911
રે ઘરિયારી બાઉ રે, મત ધરિય બજાવે, નરસિર બાંધત પાઘરી, તું ક્યા ધરિય બજાવે રે.૧
७
હે ઘડિયાળી ! બાવરા શું કરવા તું ઘડી ઘડી ડંકા વગાડીને ઘડી પૂરી થયાની ચેતવણી દેવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે ? તું ઘડિયાળ (ડંકા) વગાડવાનું બંધ કર ! તું એમને શું ચેતવવાનો ? આ તો અંગરખું, ધોતી, ખેસ અને માથે પાઘડી ધારણ કરનારા આર્યદેશના વિરતિધર સમકિતિ શ્રાવક એવાં આર્ય (ઉત્તમ) પુરુષો છે. એ તો ચેતેલાં જ છે કે કાલનો શું, આજનો, અત્યારની ઘડીનો કે ઘડીના ચોથા ભાગ એવી પા ઘડીનો પણ ભરોસો રાખવા જેવો નથી. પોતાની ચેતના ચેતેલી છે અને ચેતનવંતી છે, તેથી જ તો તેનો નિર્દેશ કરતી પાઘડી માથે ધારણ કરી છે. માથે કાળ ભમી રહ્યો છે - મોત માથે ભમી રહ્યું છે અને કયારે એ તરાપ મારી કોળિયો કરી જશે તે કહેવાય એવું નથી એની જાણની સૂચક પાઘડી માથે બાંધી છે, તે પાઘડી જે શિરત્રાણ છે, તે સાથે સાથે એ પણ સૂચન કરે છે કે શિર ઉપર રક્ષણ કરનારું દેવાધિદેવ વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર તીર્થંકર ભગવંતનું, એ વીતરાગ તીર્થંકર ભગવંતના પ્રતિનિધિ સ્વરૂપ, ચાહક એને વાહક એવાં પંચાચાર પાલક, પંચમહાવ્રતધારક, ષડકાય રક્ષક, રત્નત્રય આરાધક, નિર્દોષ નિષ્પાપ, નિષ્પરિગ્રહી, નિરારંભી, નિરાલંબ જીવન જીવનાર ગુરૂદેવો અને જિન પ્રરૂપિત આત્મધર્મનું છત્ર છે. આવું સતત સચેત રાખનારું અને સંરક્ષણ કરનારું પાઘડ઼ી સ્વરૂપ છત્ર જેના શિર ઉપર છે એવાં આર્યપુરુષને ચેતવવાની કુચેષ્ટા કરવા રૂપ ઘડિયાળા બજાવવાનું હે બાવરા ! ઘડિયાળી તું બંધ રાખ !
સ્વાધીનપણે કારણનું અવલંબન લઈ જે કાર્ય કરે તે કર્તા છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
.
આનંદઘન પદ - ૨
-
કેવલ કાલ કલાકલે, મૈં તું અકલ ન પાવે, અકલ કલા ઘટમેં ઘરી, મુજ સો ધરી ભાવે રે....૨.
હે ઘડિયાળી ! તારી આ બાહ્ય ઘડિયાળ તો બાહ્મસમય, વ્યવહાર કાળ બતાડી ભૌતિક જગતને ભૌતિક દુન્યવી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરે છે. મને એવી તારી ઘડિયાળ ભાવતી કે ગમતી નથી અને મને તેવી ઘડિયાળની જરૂર પણ નથી. કાળ સ્વયં જેની આગળ કેલી કરે, કલા-ક્રીડા કરે એવી અકાલ, કાલાતીત કેવળજ્ઞાની બનાવનારી અને એ કેવલજ્ઞાનને બતાડનારી આત્મકલારૂપ ઘડી જ મને ગમે છે, જે અકલ એટલે કળાય કે સમજાય એમ નથી. અનંતા ભૂતકાળ અને અનંતા ભવિષ્યકાળ આખાને એક સમય માત્રમાં જાણનાર, કાળ આખાનો કોળિયો કરી જનારી અકલ કલા કરનારી ઘડી તો ઘટમાં એટલે આત્મા સ્વયંમાં અંતરમાં જ રહેલી છે તે ઘડી મને ભાવે છે કારણ કે તે ઘડી, પા ઘડી નહિ પણ સમયે સમયે (પળેપળે) સ્વમાં રાખી સ્વમય બનાવનારી
સ્થિર રાખનારી છે. બાહ્ય ઘડિયાળ તો અસ્થિરને અસ્થિર સમય બતાડી અસ્થિર રાખનારી, ચલિત કરનારી અને ચંચળ બનાવનારી ઘડિયાળ છે.
આતમ અનુભવ રસભરી, યામે ઔર ન ભાવે, આનન્દન અવિચલ કલા, વિરલા કોઈ પાવે રે...૩.
સ્વને સ્વમાં જ પકડી રાખનાર, ધ્રુવ એવાં આત્મામાં જ ધરી રાખનાર એ અપ્રમત્તદશાના અનુભવમાં રસતરબોળ રાખનારી સ્વાનુભૂતિરસ સભર આત્મજાગૃતિનું ભેદજ્ઞાન છે. દેહ અને આત્માનો ભેદ થયા પછી આત્મા અને આત્મભાવ સિવાયનું બીજું કશુંય ભાવતું કે ગમતું નથી. પર્યાયદૃષ્ટિથી વ્યવહારનયને એ જાણનારો અને જોનારો બને છે અને દ્રવ્યદૃષ્ટિથી વૈશ્ર્ચયિકનયથી સ્વમાં અર્થાત્ સ્વરૂપમાં, આત્મામાં રમનારો બને છે. આવી આનંદના ઘનમાં, આનંદકંદના આસ્વાદનમાં અવિચલ, નિશ્ચલ, અચ્યુત રાખનારી આત્મકલા છે જે કોઈક વીરપુરુષ જ પામી શકે છે.
આ પદ પાઠકને બોધ આપે છે કે પ્રાપ્ત સ્વકાળને સ્વમય બનવાનું સાધન બનાવી કાલાતીત થઈ અકાલ થા !
અસંખ્ય પ્રદેશે એક પરિણમન એ કર્તૃત્વ છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩
પદ - 3.
जीय जाने मेरी सफल घरीरी सुत वनिता धन यौवनमातो, गर्भतणी वेदन विसरीरी. વી. ૧i सुपनको राज साच करी माचत, राच छांह गगन बदरीरी ॥ आई अचानक काल तोपची, ग्रहेगो ज्युं नाहर बकरीरी. . રા अतिहि अचेत कछु चेतत नाहि, पकरी टेक हारिल लकरीरी ॥ आनन्दघन हीरो जन छांडी, नर मोह्यो माया ककरीरी. ની. રૂા.
જીય જાને મેરી સફલ ઘરીરી. સુત વનિતા ધન ચૌવનમાતો, ગર્ભ તણી વેદન વિસરીરી. જય...૧.
જાતે નર્યા’, મદમાતુ યૌવન મળ્યાનું પહેલું સુખ, “કોઠીએ જાર” તે ધન મળ્યાનું બીજું સુખ, ‘સુંદર ભાર્યાતે આજ્ઞાકારી સાનુકૂળ વનિતા એવી પત્ની. મળ્યાનું ત્રીજું સુખ, “સાનુકૂળ ભર્યો પરિવાર” એ માતાપિતા, ભાઈભાંડુ પુત્રપૌત્રાદિનો ભર્યોભાદર્યો સાનુકૂળ પરિવાર મળ્યાનું ચોથું સુખ અને આબરૂદાર હોવાનું પાંચમું સુખ, એવાં સંસારના સંસાર વ્યવહાર ડાહ્યાના વખાણેલાં પાંચ પાંચ સુખ મળ્યાં પછી જીવ મદમાતો થઈ મારું જીવતર સફળ થયું એમ માનીને, જાણીને, “આજ મીઠી તો કાલ કોણે દીઠી’ એવાં ભાવમાં રાચી માચીને ફૂલીને ફાળકો થઈ, પહોળો પહોળો ફરે છે. પરંતુ એ સુખના ગર્ભમાં (મૂળમાં) દુ:ખ રહ્યું છે અને ફળમાં પણ દુઃખ રહ્યું છે એ વાતને વિસરી (ભૂલી) જાય છે.
અંધકારમય, અશુચિમય દુર્ગધ મારતા પ્રવાહીથી ભરેલી માતાના ગર્ભની સાંકડી કોથળીમાં ઊંધે માથે ટૂંટીયું વાળેલા ઊંચા પગે બે હાથ જોડીને જાણે પ્રભુને પ્રાર્થના કરતો હોય એવી મુદ્રામાં કાકલુદી કરતો હતો કે આ નર્કાવાસ જેવાં ગર્ભવાસમાંથી મને છોડાવો, મને બહાર કાઢો, આપનો ઉપકાર હું ક્યારેય ભૂલીશ નહિ અને રાતદિવસ આખુંય મારું આયખું આપની ભક્તિમાં વીતાવીશ. પ્રભુને તેં કોલ આપ્યો હતો અને નવ નવ મહિના સુધીની રાતદિવસ ભોગવેલી
કર્તા કારણના યોગે કાર્ટીસદ્ધિ પ્રાપ્ત થાય છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૦
આનંદઘન પદ - ૩
આવી કારમી વેદનાને તે બહાર નીકળીને સહજમાં જ વિસારી દીધી ! હે જીવ ! તું તો કંઈક નસીબનો બળીયો કે નવ માસમાં તારો છૂટકારો થયો. બાકી સિદ્ધરાજ જયસિંહને તો માતા મીનળદેવીના ગર્ભમાં બાર બાર વર્ષ રહેવું પડ્યું હતું અને દુર્યોધનને માતા ગાંધારીના ગર્ભની કાળકોટડીમાં અઢાર માસ સુધી. ઊંધે માથે લટકવું પડ્યું હતું. નર્કના દુ:ખો તો જીવે નર્કમાં હશે ત્યારે અનુભવ્યા. હશે પણ આ તો આ જીવનમાં જ માતાના પેટમાં વેઠેલી કારમી વેદનાને તે વિસારી દીધી ! અરે શીશુપણાની બાલ્યવસ્થાની પરવશતા અને લાચારીને પણ તું ભૂલી ગયો ! આજની ઘડીને સફળ જોનાર જીવ તું આજની પહેલાંની ગઈકાલને અને આજની પછીની આવતી કાલને પણ જો અને વિચાર કે આ ઘડીને સફલ માનવા જેવી છે? કે પછી આજની સફળ ઘડીનો સદુપયોગ કરી લઈ અનંતા ભાવિકાળને સફળ બનાવવો છે ? જેથી ફરી ફરી ગર્ભાવસ્થાના જન્મ લેવાના કારમા દુ:ખને સહન કરવાનું ટળી જાય.
સુપનકો રાજ સાચ કરી માચત, રાચ છાંહ ગગન બદરીરી, આઈ અચાનક કાલ તોપચી, ચહેગો ક્યું નાહર બકરીરીજીયા ૨.
આ સુખ તો સ્વપ્નમાં રાજા હોવાના સુખ જેવું જૂઠું છે, તેને તું સાચું , સમજી રાચી માચી રહ્યો છે પણ સ્વપ્ન પૂરું થતાં જ આ માયાવી સુખ ઝૂંટવાઈ જવાનું છે. સ્વપ્ન તો સ્વપ્ન છે. સ્વપ્ન એ જો બંધ આંખની દુનિયા છે તો તું જેને સુખ માનીને માચી રહ્યો છે તે ઉઘાડી આંખની સ્વપ્નીલ દુનિયા છે. કશું જ સ્થાયી નથી. બધું અસ્થાયી અને અનિત્ય છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી ભાવ આંખ બંધ છે. બંધ આંખે દેખાતા લાલપીળામાં રાચે માચે છે તે આભાસી છે, તે જ સ્વપ્ન છે. આ તો આકાશમાં રહેલાં સૂર્યને વાદળા ઘડીક ઢાંકી દે અને છાંયો થતાં જરીક ટાઢક વર્તાય એવું ક્ષણિક અસ્થાયી સુખ છે. ડોળી ઉપાડનારો ખભો બદલે અને ઘડીક હાશ અનુભવાય એવું સુલ્લક, આભાસી, ક્ષણિક સુખ છે. પુણ્યની વાદળી હઠી જતાં પાછું શેકાવાનું અને અકળાવાનું જ છે. કાળદૂત એવો તોપચી જેવો યમદૂત આવી અચાનક તોપ દાગશે અને તારા કૂરચે કૂરચા થઈ જઈ મોતના મોંમા ધકેલાશે ત્યારે તારું માનેલું કહેવાતું સુખ અને સુખના સાધનો અહીંના અહીં જ રહી જશે. નાહર
જે કાર્યનો અર્થી હોય છે કારણ પકડે.
Page #66
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩
નામનું દુર પ્રાણી જેમ બકરીને તરાપ મારી ઝડપી લઈ મોતને ઘાટ ઉતારે છે તેમ મોત બની કાળદૂત આવતાં પરાણે બધું અહીં છોડીને તારે ચાલતી પકડવી. પડશે.
अशनं मे वसनं मे भार्या च मे बन्धु वर्ग मे।
इति मे मे कुर्वाणो वृको भक्षति नराजम् ॥ આ મારું ખાવાનું, આ મારા વસ્ત્રાલંકાર, ઘરબાર, આ મારી ભાર્યા, આ. મારા ભાઈભાંડુ મિત્રમંડળ એમ આખી જિંદગી મે મે - મારું મારું કરતા રહેનારા નરરૂપ અજ એટલે બકરાને વરુ જેવો જમ કોળિયો કરી જાય છે..
અતિહિ અચેત કહું ચેતત નાહિ, પકરી ટેક હારિલ લકરીરી, આનન્દઘન હીરો જન છાંડી, નર મોહ્યો માયા કકરીરી.....જીયા-૩. - જીવ તું તો એટલો બધો અચેત, જડભરત થઈ ગયો છે કે આટ આટલું તને ચેતવ્યા છતાંય હજુપણ તું ચેતતો નથી. તું તો જીવ, વૃક્ષની ડાળીએ બેઠેલા હારિલ પક્ષી જેવો અબુધ છે કે એ હારિલ પક્ષીના હલનચલનથી એ નબળી ડાળી લચી (નમી) પડતાં ઊંધે માથે (લકરીરી) લટકી પડેલું પક્ષી ચીસાચીસ કરે છે પણ જે ડાળીને પોતે પકડી છે તેને પોતે છોડતું નથી અને પોતાની પાંખો ફફડાવી ઊડી જઈ ડાળીથી છૂટું પડી જતું નથી. એ તો એમજ સમજી બેઠું છે, બલ્ક ટેક લીધી છે કે ડાળી તો હું નહિ જ છોડું કેમકે ડાળી છે તો હું છું. એમ મૂર્ખ એવાં જીવે પણ ટેક લીધી છે કે મારી જાઉં તે કબુલ પણ મળેલાંને અને મળેલાંની માયા મમતા આસકિતને તો હું નહિ જ છોડું. કેવી દયનીય અજ્ઞાનદશા છે કે આનન્દઘન સ્વરૂપ - પરમાત્મા સ્વરૂપ પોતાના આત્મારૂપી હીરાને છાંડી (છોડી) ને જીવ, પુરુષ જેવો પુરુષ (નર-આત્મા) કૂકા કાંકરીઓમાં (કકરીરી) મોહી જઈ એની માયામાં લપટાઈ જઈ બાપડો થઈ ગયો છે અને જીવ એમાંજ જાતને કૃતાર્થ થયેલી, સફળ થયેલી માને છે. જીવ જાગ અને ડાહ્યો થા ! વ્યવહાર ડાહ્યાના સમજાવેલાં સાંસારિક આભાસી, અસ્થાયી, જૂઠાં સુખને સારભૂત સમજવાની ભૂલ નહિ કરતાં જ્ઞાનીઓએ પ્રબોધેલાં છઠ્ઠા સુખને સુખ માન કે જે સુખ એ છે કે ‘વ્યવહારડાહ્માના પાંચેય.
જે કારણ સ્વયં પૂર્ણ અવસ્થાએ કાર્ય બની જાય તે ઉપાદાન કારણ છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩
સુખને માને અસાર તે છઠું સુખ” જે સ્વમાંથી નિપજતું સ્વને સ્વાધીન સ્વનું સાચું સ્થાયી સુખ છે, જ્યારે વ્યવહારડાહ્માના વખાણેલાં સુખ તો આવવા જવાના સ્વભાવવાળા અસ્થાયી (વિનાશી) પર અને પરાધીન છે.
ચેતન પોતે જો ડાહ્યો થઈને પળે પળે પોતાને ચેતવશે નહિ તો આભાસી સુખને સુખ માની તેને લેવા જતાં ચેતનતા હણાશે - પરમાત્મા દુભાશે - કચડાશે - દબાશે પછી નરકાદિ ગતિઓમાં પરમાત્માને પ્રગટાવવાનો અવસર નહિ મળે.
દેહમાં રહેલા પરમાત્માને પ્રગટાવવાનો દ્રઢ સંકલ્પ એ સિદ્ધિનું પાવરહાઉસ છે. તે દઢસંકલ્પ માટેનું ક્ષેત્ર માનવદેહ છે અને સમય વર્તમાન કાળ છે. યોગીરાજના હિતકારી ટંકશાળી વચનો માતાના ધાવણની જેમ બાલક જેવા. આપણે માટે અત્યંત સુપાચ્ય છે. તેને બહુ ગંભીરતાપૂર્વક ઊંડાણથી વારંવાર વિચારવા જેવા છે. તેમ કરતા જીવને ખ્યાલ આવે છે કે અત્યાર સુધી જયાં
જ્યાં રાગ કરી સુખ માનતો હતો, જ્યાં જયાં અવલંબન - આધાર માનતો હતો, ત્યાં ત્યાં દરેક જગ્યાએ જીવ છેતરાયો છે, લૂંટાયો છે, બળાત્કાર પામી દોરવાયો. છે. પરાધીનતાવશ ગુલામ જેવી બદતર દશામાં હતો તેનું ભાન થાય છે. પોતે કષાયો - વૃત્તિઓ - કલ્પનાઓ - તરંગોથી કાયમ દબાયેલો નિર્બળ - નિરાધાર - દયામણો - ફસાયેલો છે, તેનો ખ્યાલ આવે છે. તૃષ્ણાથી પીડાતા અહંકારથી આંધળો જેટલું દળે તેટલું કષાયરૂપી પાડાએ ચરી જતાં લાગે અને લટકામાં પોતાના ભાગે તો ખોટો શ્રમ, મજૂરી અને તેમાંથી ઉપજતા આર્ત-રીદ્રધ્યાન વગેરેજ આવે છે.
યોગીરાજના વચનોથી મમતાની ભયંકરતા સમજાતા અંદરથી મિથ્યાત્વની પહાડ જેવી ગ્રંથીમાં એક તિરાડ પડે છે અને તે જ ક્ષણે આત્મા મહાત્મા બને છે. પછી ભલેને વેશ ગૃહસ્થનો કેમ ન હોય ! જેવો આત્મા જ્ઞાનીએ જ્ઞાનમાં જોયો છે, અનુભવ્યો છે, એની પ્રતીતિ તેને વર્તવા માંડે છે. પ્રગર્લ્ડ ર્શન કરવા માટે આ અવસ્થા અરૂણોધ્ય સમાન છે. વિષયોરૂપી વિષ અહિંયા ઓકાવાની શરૂઆત થાય છે, કર્તાભાવ ખરવા માંડે છે. આશાનું
ભગવાનનું શાસન મળ્યા પછી દુઃખી થવું અશક્ય છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩
૧૩
સત્ય કિરણ મળ્યાનો સંતોષ થાય છે.
યોગીરાજ પોકારી કરી રહ્યા છે કે ઉઠો, જાગો. આ સમાજ કે દુનિયા માટે તમે નથી આવ્યા. કોઈ અનુપમ કારણ માટે તમારુ અસ્તિત્વ છે. જ્ઞાની મોક્ષદાતા છે, તેના એક એક વચનમાં પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરાવવાની તાકાત
જ્ઞાનીપુરુષ આત્મજ્ઞાનનો પ્રકાશ ફેંકી, તેનો આંશિક અનુભવ કરાવી અનાદિકાળની અગણિત વિપરીત માન્યતાનો છેદ ઉડાવે છે. પોતાને પોતાનામાં સ્થાપિત કરી પોતાનુજ સુખ પોતાનામાં પ્રગટાવે છે.
આ પદ પાઠકને બોધ આપે છે કે તું જે શુદ્ધ (Pure), સંપૂર્ણ (Perfect), ellega (Permanant), 29181a (Personal), 2147221 (Paramount) સુખને ઈચ્છે છે તે આત્મિક સુખ છે તેનો તું રાગી થા !
ઝરણું શોધે નીરને, દીપક શોધે તેજ જીવ શોધે બ્રહ્મને, એ માયાના ખેલ.
કોઈવા ઈધામાં અગ્નિ છૂપાયેલો છે જ. એમ જાય રિસધ્યસ્વરૂય આયામાં જ છે. ખાભા એટલે જ વિવપ્રકાશક, અખંડ, અoid જ્ઞાનની જ્યોતિ. બહારશું આકાશ એ જડ આકાશ છે. જ્યારે અંદરછું એકાશ એ ચૈતન્ય સ્વરૂય ચિદાકાશ છે અને તે ખાભા યોવે છે.
મોહ શાસન મળ્યા પછી સુખી થવું અશક્ય છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૪
આનંદઘન પદ - ૪
પદ - ૪
(રાગ - વેલાવલ) सुहागण जागी अनुभव प्रीत. सुहा. || निन्द अज्ञान अनादिकी, मिटगई निज रीत. સુel. III घट मंदिर दीपक कियो, सहज सुज्योति सरुप ॥ आप पराइ आपही, ठानत वस्तु अनूप. સુE. Iરાઇ कहा दिखावू औरकुं, कहा समजाउं भोर ॥ तीर अचूक हे प्रेमका, लागे सो रहे ठोर. नादविलूद्धो प्राणकू गिने न तृण मृगलोय ॥ आनन्दघनप्रभु प्रेमका, अकथ कहानी कोय. સુET. ITI
સુહાગણ જાગી અનુભવ પ્રીત’ કડીના ગુંજનથી જનસામાન્યના સ્વાનુભૂત સાંસારિક દષ્ટાંત દ્વારા સ્વાનુભૂતિ સંપન્ન યોગીરાજ આનંદઘનજી ચેતનાના ચેતનની સાથેના સંબંધને આ પદ દ્વારા અભૂત રીતે ઉજ્જાગર કરે છે.
સુહાગણ જાગી અનુભવ પ્રીત સુહા, નિન્દ અજ્ઞાન અનાદિકી, મીટગઈ નિજ રીત. સુહા...૧.
નવોઢા જ્યારે પરણયાની પ્રથમ રાત્રીએ સુહાગનું સુખ માણીને રાત્રી વીતી જતાં સુહાગણ બનીને સવારે જાગે છે ત્યારે સંવેદેલા અનુભવની પ્રીતિ લઈને બદલાએલી બદલાએલી, આનંદિત બનેલી, પ્રીતમ (સુહાગ) અને પ્રીતમની સાથે જોડાયેલ સર્વની પ્રીતિથી બંધાયેલી, સંબંધિત થયેલી નૂતન ચેતનાથી ચેતનવંતી થનગનીત થયેલી હોય છે.
એજ રીતે યોગીરાજજીનો આત્મા પણ જયારે અનાદિના અંનતકાળના મિથ્યાત્વરૂપી અજ્ઞાનની અંધકારભરી ઘોર રાત્રીની નિદ્રા ટળી જતાં, દુર્મતિ, સન્મતિ-સુમતિ બની જતાં, મિથ્યાત્વનો અંધકાર સમ્યક્ત્વના પ્રકાશમાં
સુખ અને દુઃખ નો અભેદ આધાર આત્મા જ છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪
પલટાવાથી, અવિવેકી સ્વચ્છંદી નિજ રીત, વિવેકી નિજ આત્મધર્મ રીતમાં બદલાવાથી સમ્યગ્દર્શનના આત્માનુભૂતિના સુપ્રભાતથી પ્રકાશિત થયેલી થનગનીત આત્મચેતના જ્ઞાનપ્રકાશનું સ્વાગત કરતાં ચહેકી ઊઠે છે કે... ‘નિન્દ અજ્ઞાન અનાદિકી, મીટ ગઈ નિજ રીત’, સુહા...
આનંદઘનજીના સમકાલીન મહામહોપાધ્યાયજી યશોવિજયજીના મુખેથી પણ આવી જ સ્વાનુભૂત શબ્દ સુરાવલી સરી પડી હતી કે....
“આનંકી ઘડી આઈ, સખીરી આજ આનંકી ઘડી આઈ, કરકે કૃપા પ્રભુ દરિસણ દિનો, ભવકી પીડ મીટાઈ, મોહનિદ્રાસે જાગ્રત કરકે, સત્યકી સાન સુનાઈ,
તન મન હર્ષ ન માઈ... સખીરી...
આવા જ પ્રકારના અનુભવે સુફી સંતના મુખેથી પણ ઉદ્ગાર સરી પડ્યા
હતાં....
૧૫
ખુસરો જૈન સુહાગકી, જાગી પી કે સંગ,
તન મેરા
આ જ સંદર્ભમાં એક જ્ઞાનીએ કહ્યું છે કે....
“બુદ્ધિનો વધારો એ શક્તિ છે જ્યારે બુદ્ધિનો સુધારો એ સદ્ગુદ્ધિ છે” બુદ્ધિનો વધારો એ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે જ્યારે બુદ્ધિમાં સુધારો એ મોહનીય કર્મનો ક્ષયોપશમ છે. બુદ્ધિનું સત્ અર્થાત્ અવિનાશી સાથે જોડાણ થતાં તે સત્બુદ્ધિ બને છે જે અધ્યાત્મની પરિભાષામાં પ્રજ્ઞા કહેવાય
છે.
મન પિયોકા, દોઉ ભયે એક રંગ.
ઘટ મંદિર દીપક કીયો, સહજ સુજ્યોતિ સરૂપ, આપ પરાઈ આપહી, ઠાનત વસ્તુ અનૂપ. સુહા...૨.
ઉપરોકત પ્રકાશ કેમ કરતાં થયો ? તો સમાધાનમાં કહે છે. ઘટ (દેહ) મંદિરમાં એટલે દેહરૂપી દેવાલયમાં પરમાત્મ સન્મુખ બનેલ જે ભીતરમાં સહજાત્મ
કર્તા કાર્ય રૂચિ બને છે ત્યારે ઉપાદાન કારણતા પ્રગટે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૬.
આનંદઘન પદ - ૪
સ્વરૂપ આત્મજયોત કે આત્મદીપક છે તે ઝળહળી (પ્રકાશી) ઉઠયો છે. એ એવો સરૂપ કહેતાં સ્વરૂપ, સુજયોતિરૂપ સ્વરૂપ પ્રકાશ છે કે તેલ, વાટ, વિના સહજ જ પ્રકાશિત થનાર પ્રકાશ છે. આત્મા એટલે જ વિશ્વપ્રકાશક અખંડ અનંત જ્ઞાનની જયોતિ. આત્મા સમજવા ચિદાકાશ શબ્દ ઉપયોગી છે. બહારનું આકાશ એ જડ આકાશ છે જયારે અંદરનું આકાશ એ ચેતન્ય સ્વરૂપ ચિદાફાશ છે અને તે આત્મા પોતે છે. એ તો પોતાની જ વસ્તુ પોતામાં જ હતી તે પોતાપણાનું ભાન ન હોવાથી તેને પરાયું માની પરમાંથી પોતાપણું આજ દિવસ સુધી ખોળ ખોળ કરતો હતો. આ સંદર્ભમાં કવિ કહે છે...
ઝરણું શોધે નીરને, દિપક શોધે તેજ; | જીવ શોધે બ્રહ્મને, એ માયાના ખેલ.” – કંદર્પ.
કોઈ પણ ઈંધનમાં છૂપાયેલો અગ્નિ છે જ. એમ આપણું સિદ્ધસ્વરૂપ. આપણામાંજ છે. બીજા ઉપાસ્ય (પ્રગટ દીવા)ની જ્યોતના સ્પર્શ પ્રકાશશે. દીવો અંતરનો અંતરાત્મા બની જ્યોતિસ્વરૂપ પરમાત્મા તરફ નમાવીશું - સ્પર્શાવશું તો આપણોય દીવો ઝળહળાવી શકીશું. એ ઉપમા આપી નહિ શકાય એવી અનુપમ વસ્તુની હાનત એટલે ઓળખાણ, હવે જયારે અંતરદીપ પ્રગટ થયો તો તેના જ્ઞાનપ્રકાશમાં, કરી શક્યો. તે પોતાનું સ્વરૂપ પોતાને પ્રત્યક્ષ છે જ્યારે પરાયાને તે અપ્રત્યક્ષ એટલે પરોક્ષ છે, તેથી સમજાવી શકાય તેમ નથી.
કહા દિખાવું રહું, કહા સમજાઉ ભોર તીર અચૂક હે પ્રેમકા, લાગે સો રહે ઠોર. સુહા...૩. કેમ કરી હું મારી વાત તમને બીજાને દેખાડી કે સમજાવી શકું કે કેમ કરીને આ ભોર એટલે સૂર્યોદયનું સુપ્રભાત થયું ? એ તો વેદ્ય એટલે અનુભવી ગમ્ય જ છે. વ્યકત કરી શકાય કે કહી શકાય એવું કથ્ય નથી. સુહાગણનું સુખ કુમારિકા શી રીતે જાણે અને કેમ કરીને એને જણાવી શકાય? પ્રસુતિની. વેદના પ્રસુતા જ જાણે, સુયાણી શું એને જણાવી શકે. કહ્યું છે ને કે ઘાયલકી ગત ઘાયલ જાણે. આ તો પ્રેમબાણ છે, જેને વાગ્યા હોય તે જ એને જાણે
સાધ્યને માટે તલસતો હોય તે સાધક.
Page #72
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪
૧૭
અને એ પાછા એવાં અચૂક છે કે લક્ષવેધ કર્યા વિના રહે નહિ અને જેને એ વાગ્યા કે લાગ્યા હોય તે સ્થિર (ઠોર) થયા વિના રહે નહિ. એ સમજાવી શકાય એવી રૂપક વસ્તુ નથી.
“સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો; વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જાય હેઠો રે.”
- શ્રીપાલ રાસ - ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા. અનુભવ પોતેજ જ્ઞાન સ્વરૂપ છે. તે સુષુપ્તિ - સ્વપ્ન કે જાગૃત દશા નથી. એ તો ચોથી ઉજાગર તુર્યાવસ્થા છે, કારણ કે તે મોહરહિત છે જયારે સુષુપ્તિ (નિદ્રા) તો વિકલ્પરહિત પણ મોહસહિત દશા છે અને જાગૃતાવસ્થા વિકલ્પયુકત છે. સ્વપ્ન અને જાગૃત ઉભય અવસ્થા કલ્પનારૂપ છે. અનુભવ એ ચોથી ઉજાગર અવસ્થા છે. ઈન્દ્રિયોને અગોચર એવું જ્ઞાન નિર્મળ અનુભવી સિવાય જાણી શકાતું નથી. શાસ્ત્રજ્ઞાન બાહ્ય છે જયારે અનુભવજ્ઞાન અંતરંગ છે. અનુભવ જ્ઞાની જ શુદ્ધ આત્મસ્વરૂપને જોઈ શકે છે. પ્રેમ અને અનુભવ એ બે જુદી વસ્તુ નથી પણ આત્મતત્વના બે અરૂપી પાસા છે, જેમ પ્રભુ અને પ્રભુતાઈ કે પૂષ્પ અને પૂષ્પસુવાસ એક છે.
- નાવિયુદ્ધો પ્રાણથું ગિને ન તૃણ મૃગલોય; આનન્દઘનપ્રભુ પ્રેમકા, અકથ કહાની કોય. સુહા..૪. સંગીતના પ્રેમનો નાદ મૃગને જેમ લુબ્ધ (નાદવિલુદ્ધ) બનાવી પોતાના પ્રાણને પણ એ પ્રેમનાદ સામે તૃણતુલ્ય ગણવા સુધીનો પ્રેમાંધ બનાવે છે તેમ આનંદના ઘન સ્વરૂપ આત્માનુભૂતિની પ્રીતિ કે આત્મનાદ, અનાહતનાદ, બ્રહ્મનાદ, અંતરનાદની પ્રેમકહાની કોઈને કહેવાય નહિ એવી અકથ્ય છે. એ અવકતવ્ય અનભિલાપ્ય ભાવ છે.
દેહાલયમાં રહેલા આત્માને પરમાત્મ સ્વરૂપે અનુભવવા - માણવા સતત પોતાની અંદરમાં રહેલ પ્રકૃતિ કે જે અંત:કરણ છે તેને સતત નિહાળવાની છે. બહારનું સઘળું જોવાનું બંધ કરીને જયારે ઉપયોગ અંદરમાં રહેલ પ્રકૃતિને જોવામાં સ્થિર બને છે ત્યારે ઉપયોગની એકાગ્રતાના માહાભ્યથી પ્રકૃતિની સત્તા ધ્રુજી
આત્માના મહિમા આગળ બીજા પદાર્થનો મહિમા તૂચ્છ છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
૧૮
આનંદઘન પદ - ૪
ઉઠે છે અને પારકું ઘર સમજી સુપરસોનીક જેટ વિમાનની ગતિએ નિર્જરવા માંડે છે. મોક્ષે જવા માટે આજ ઉપાય છે. વીપ્રભુએ ચારિત્ર લીધા પછી ૧ાાં વર્ષની ઘોર સાધનામાં બહારનું બધુંજ જોવાનું બંધ કરી, માત્ર પોતાની આંતરિક પ્રકૃતિનેજ જો જો કર્યા કર્યું હતું તો ઉપયોગશુદ્ધિના માહાભ્યથી ૧૨ વર્ષના અંતે તેમના આત્માના આકાશે કેવલજ્ઞાનનો વિજયધ્વજ ફરકયો હતો.
આ પદ પાઠકને બોધ આપે છે કે દેવાલયમાં રહેલ દેવાધિદેવના આલંબનથી દેહાલયમાં રહેલ દેવાધિદેવની સાથે આત્માનુભૂતિનું એકત્વ સાધ કે જેથી તારી મતિ સુમતિ, વિચાર સુવિચાર, ઈચ્છા સદીચ્છા, કૃતિ સુકૃતિ બને અને મન સુમન બની અમન થઈ અક્ષય, અક્ષર, અવિનાશી એવાં * અજરામર પદને પામે.
વાયભીરૂતા આવ્યા વિના માનવતા iીં આવે
ભાવભીરૂતા આવ્યા વિના મોક્ષયિ iીં આવે.
અષ્ટાંગ યોગ - પાતંજલ દ્વારા રચવ (૧) યમ (૨) નિયમ (૩) બારાત (૪)પ્રાણાયામ (૫)પ્રત્યાહાર (૬) ધારણા (૭) દયાળ અને (૮) સમાધિ... આ સર્વમાન્ય છે. યમ-નિયમ એ સંન્યાસ છે. આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ મહવારાનો જોગ છે. ધારણા, ધ્યાન અને રામાથિ વરવાસ આત્મચ્ચિતતા છે. એક એક યોગથી એકેક દોષ જાય છે અને એક એક દષ્ટિનો ઉધાડ થાય છે.
પૌગલિક પદાર્થમાં જીવને તેની કિંમત સમજાઈ તેના જેવો પાપોદય એકેય નથી.
Page #74
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૫
૧૯
પદ - ૫
(રાગ - આશાવરી) अवधू नटनागरकी बाजी, जाणे न बामण काजी. अवधू. | . थिरता एक समयमें ठाने, उपजे विणसे तबही ॥ उलट पलट ध्रुव सत्ता राखे, या हम सुनी न कबही. अवधू. ॥१॥ एक अनेक अनेक एक फुनी, कुंडल कनक सुभावे ॥ जलतरंग घटघाटी रविकर, अगनित ताहि समावे. अवधू. ॥२॥ है नांही है वचन अगोचर, नयप्रमाण सत्तभंगी ॥ निरपख होय लखे कोई विरला, क्या देखे मत जंगी. अवधू. ॥३॥ सर्वमयी सरवंगी माने, न्यारी सत्ता भावे ॥ आनन्दघनप्रभु वचन सुधारस, परमारथ सो पावे. अवधू. ||४|| અવધૂ નટનાગરકી બાજી, જાણે ન બામણ કાજી. અવધૂ.
થિરતા એક સમયમેં કાને, ઉપજે વિણસે તબહી. ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે, યા હમ સૂની ન કબહી. અવધૂ..
હે અવળાને ધૂતી નાખનાર, વધુ નહિ પણ અગુરુલઘુ, અવધૂતદશાને સાધનાર અવધૂત યોગીપુરૂષ! આ સંસાર એ તો નાટકમંડળીની સાથે ગામેગામા ભટકીને પોતાનું નાટક ભજવનારા નટનાગરની બાજી એટલે કે રમત જેવો છે. ન તો હિન્દુઓના ગુરૂ બ્રાહ્મણો કે ન તો મુસલમાનના ગુરૂ કાજીઓ એને યથાર્થ રીતે જાણી શકયા છે. અથવા તો બીજી રીતે વિચારીએ તો બ્રહ્મની આણમાં વર્તનાર બ્રાહ્મણ એવો આત્મા એની કાજી જેવી કુડી કુબડી કાયાની જાત સાથે ભળી જવાથી, વટલાઈ જવાથી જાણતો નથી કે આ બહાર જે કાંઈ દેખાઈ, જણાઈ રહ્યું છે તે મન કાયાની માયાનું માત્ર નાટક કે રમત છે.
તન, મન અસ્થિર છે, ચંચળ છે. ઘડીકમાં અહીં તો ઘડીકમાં તહીં એમ
આત્માથી ચડિયાતો કોણ ?
Page #75
--------------------------------------------------------------------------
________________
૨૦
આનંદઘન પદ - ૫
દર દર ભટકનાર નાટકમંડળીના નટનાગર જેવાં અસ્થિર છે. નાટકના નટને એથી તો નાગર એટલે ઘર વગરનો દર દર ભટકનાર ગણાવ્યો છે અને બનનારા, બગડનારા, કરનારા, પળ પળ બદલનારા સંસારને નહિ ટકનારા, નાટક તરીકે ઓળખાવેલ છે. કવિ બનારસીદાસે પણ આ સંસાર નાટકની ઓળખાણ કરાવવા “નાટક સમયસાર” નામના ગ્રંથની રચના કરી.
એ તનમન એક સમય પૂરતી પણ સ્થિરતા ધારણ કરી શકતાં નથી. નિદ્રા સમયે પણ કાયાની રૂધિરાભિસરણ, આંખના પલકારા, શ્વસન, પાચનાદિની આંતરિક કાયિક ક્રિયા અને મનની ઈચ્છા, વિચાર, શમણાની માનસિક ક્રિયા સતત ચાલુ જ હોય છે. જ્ઞાનતંતુઓની સંદેશાની આપલેની ક્રિયા રાતદિવસ અવિરત ચાલુ હોય છે.
બ્રહ્મની આણમાં વર્તનારા બ્રહ્મ એટલે આત્માના આત્મધર્મમાં, જીવદળમાં ઉપજવું કે વિણસવું, ઉત્પાદ કે વ્યય, ઉગવું ખીલવું કે આથમવું કરમાવું છે જ નહિ. ઉલટપલટ થવાની પલટાવાની કે બદલાવાની જે દિયા થઈ રહી છે તે તો બહાર દેખાતી પર્યાય, અવસ્થામાં થઈ રહી છે. બદલાતી અવસ્થામાં ઉત્પાદ વ્યય વખતે પણ ધ્રુવ એવું આત્મદળ, આત્મદ્રવ્ય તો પોતાની સત્તામાં સ્થિર, અવિચલ, અમ્રુત જ છે કેમકે તે અવ્યય છે. પ્રાણી માત્રને જે મન-વચન-કાયાના સંયોગો પ્રાપ્ત થયેલા છે તે, તેમજ અંદર કે બહાર જે અવસ્થા દેખાય છે તે, શુદ્ધચેતનની હાજરીમાં અંદરમાં ચોટેલ કર્મના ઉદય પ્રમાણે વ્યવસ્થિત શકિતના આધારે કુદરતી ક્રમે થયાજ કરે છે. પ્રાણી ઈચ્છે કે ન ઈચ્છે આ ક્રમ અનાદિઅનંતકાળથી સ્વાભાવિક પણે ચાલ્યો આવે છે. પ્રકૃતિનું તંત્ર પ્રકૃતિના નિયમમાં રહી બરાબર ચાલી રહ્યું છે, તેમાં શુદ્ધ ચેતન પોતે કાંજ કરતું નથી, માત્ર પ્રકૃતિના તે તંત્રને નિર્લેપભાવે નિહાળે છે. આ સમજ જો સ્થિર બને - દઢ બને - અસ્થિમજજા બને તો, આ સમજના આધારે ચેતન અકર્તાભાવમાં નિરંતર રહી પ્રકૃતિનો સમભાવે નિકાલ કરી મોક્ષને પામી શકે છે.
રાજા રાણી, પુરૂષ સ્ત્રી, નોકર માલિક, નાયક ખલનાયક - આદિના જે
યોગ એટલે મોક્ષનું સાધન.
Page #76
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૫
પાત્રો સંસાર રંગમંચ ઉપર ભજવાઈ રહ્યાં છે તે તો બધાં વેષ છે. એ તો માયાનો ખેલ છે. જુદા જુદા વેષ ધારણ કરી જુદા જુદા પાત્રો ભજવીને નાટક કરનાર નટ તો નટ જ છે. બહાર ભજવાઈ રહેલાં જુદા જુદા પાત્રનિવેષમાં ભવાઈ ચાલુ હોય ત્યારે પણ એ તો ભીતરથી ન્યારો, પોતે પોતાના મૂળ ધ્રુવ રૂપમાં જ છે. એણે કાંઈ પોતાની સત્તા હકુમતને વેચી મારી નથી. વેષ બદલ્યો છે પણ જાત બદલી નથી. ભાત ભલે જુદી જુદી હોય પણ પોત - જાત - પોતાપણું તો એ ને એજ છે. અને એવું ને એવું જ છે. “As it is for ever' સૂત્રધારે ફાળવેલા પાત્રમાં નટ એકરૂપ કે સમરૂપ થાય ત્યાં સુધી વાંધો નહિ પણ તરૂપ થઈ જાય તો નિજ જીવન જીવી શકે નહિ. પોતાપણાને તે ખોઈ બેસે જયાંથી નિજ મૂળ સ્વરૂપમાં એને પાછો લાવવામાં ખૂબ મથામણ કરવી પડે. - આ તો ભઈસાહેબ ! જન્મજન્માંતરોમાં ક્યારેય સાંભળવા મળી નથી એવી આંખ ઉઘાડનારી અને અવળી દષ્ટિને સવળી કરનારી, દૃષ્ટિ પરિવર્તન કરનારી અદ્ભૂત આશ્ચર્યજનક વાત છે, જે આજે સાંભળવા મળી તે મારા. અહોભાગ છે. હું ધન્ય ધન્ય થઈ ગયો ! જાણે કે..
“અખય ખજાનો મારા નાથનો દીઠો મેં ગુર ઉપદેશ. લાલચ લાગી સાહિબારે નવિ ભજીયે કુમતિનો લેશ રે.”
એક અનેક અનેક એક કુની, કુંડલ કનક સુભાવે; જલતરંગ ઘટઘાટી રવિકર, અગનિત તાહિ સમાવે. અવધૂ.૨.
એકની વિદ્યમાનતા છે, ધ્રુવ એવાં એકની હયાતિ છે, તો તેના થકી એ એકના જ અનેક રૂપ ભાસ્યમાન થતાં નજરે પડે છે. એના થકી એની ધ્રુવતાની પિછાન થાય છે. પરંતુ જો તે એક એવાં ધ્રુવની હયાતિ જ ન હોય તો દેખાઈ રહેલી ઉલટપલટ જેવી સઘળી કિયા ઠપ થઈ ગઈ હોત. સૂક્ષ્મ વિચારણા કરતાં વિચારવંતને જણાશે કે જ્ઞાનને આધારે અજ્ઞાન છે, વીતરાગતાના આધારે રાગદ્વેષ છે, નિત્યતાના આધારે અનિત્યતા છે, સ્વરૂપના આધારે વિરૂપ છે. સ્વભાવના આધારે વિભાવ છે, સત્યના આઘારે અસત્ય છે અને
સાધના માટે મનોયોગ સ્વચ્છ હોવો જોઈએ.
Page #77
--------------------------------------------------------------------------
________________
૨૨
આનંદઘન પદ - ૫
પૂર્ણના આધારે અપૂર્ણતા છે. પ્રકૃતિનો આધાર લઈને જ વિકૃતિ પ્રકૃતિને બાવી રહી છે પણ તેનો નાશ કરી શકતી નથી. પણ પ્રકૃતિ મૂળ સ્વરૂપમાં આવે તો વિકૃતિનો નાશ કરી શકે છે. સૂર્યતાપથી નિપજેલાં વાદળા સૂર્યને ઢાંકે છે પણ કાંઈ સૂર્યને નષ્ટ નથી કરી શકતા. અનેક બધાં રૂપકો છે, જેમાં રહેલી છતાં નજરે નહિ પડતી અદશ્ય, અરૂપી, અવિનાશી, અખંડ, અભંગ, અક્ષય, અક્ષર, અચલ, અમ્રુત, અવ્યય ધ્રુવ સત્તા તો એક એની એ અને એવીને એવી છે, તે અનેક અનેક રૂપે પરિણમેલી કુની એટલે ફેલાયેલી, ફીણાવેલી, વિસ્તરેલી ભાસ્યમાન થાય છે. “છોડનું વડુ સ્થાન' એક એવો બહુ બહુ રૂપે પરિણમી સ્વયં પ્રકાશમાન એવો ચામ થયો છે. બાકી અનેકોની વચ્ચે પણ એ તો નોખો, નિરાળો, ન્યારો, શિવ-પરમાત્મ સ્વરૂપ અને શિવાભ' છે. અહીં શંકરાચાર્યે આત્માષ્ટકમાં જે વાત કરી છે કે : न पुण्यं न पापं न सौख्यं न दुःखं
न मन्त्रो न तीर्थो न वेदा न यज्ञः । अहं भोजनं नैव भोज्य न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं ॥
એ યાદ કરવા જેવી છે. આ એ તો રાજાના હુકમનામા પ્રમાણે રાજની હાથીશાળામાં રહેલાં સત્તર (૧૭) હાથીની ત્રણ રાજકુંવરોમાં અડધા, ત્રીજા અને નવમાં ભાગે વહેંચણી કરવા જેવું છે. જે શક્ય તો જ બને જ્યારે પરઘેર ગયેલો, મિથ્યાત્વરૂપે પરિણમેલો અઢારમો હાથી પલટાઈને સમ્યક્ત્વરૂપે પરિણમી સ્વ ઘેર આવે. પરિશિષ્ટમાં આપેલ કથાનકથી આ વાત વધુ સુસ્પષ્ટ થશે.
એકની અનેકરૂપતા, બહુરૂપીતા અને એ બહુરૂપીતામાં પણ પોતાનું વ્યારાપણું, નિરાળાપણું, અનોખાપણું અકબંધ રહે છે એ શુદ્ધાત્માની વિશેષતાને યોગીરાજજી હજુ બીજાં દષ્ટાંતોથી સમજાવી રહ્યાં છે. કુંડલ, કડા, હાર, મુગુટ જુદા જુદા અનેક આકારના દેખાતા હોવા છતાં એ બધાંય અલંકારની શોભા તે સર્વમાં રહેલા કનક-કુંદનથી છે કે જે શુદ્ધ સોનું છે. શુદ્ધ ચોવીસ કેરેટના
સંસ્કારયુક્ત પુણ્ય એ પુણ્યાનુબંધી પુણ્ય.
Page #78
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૫
સોનાના અલંકાર ઘડી શકાતા નથી. તાંબાની ભેળવણીથી અશુદ્ધ બનેલ સુવર્ણ જ અલંકાર રૂપે પરિણમે છે. સ્થિર જલાશયમાં સ્પંદન થતાં જે નાનકડું તરંગ વર્તુળ ઉત્પન્ન થાય છે તે જ જલાશય વ્યાપી તરંગમાં પરિણમે છે. નાના મોટા ઘટ, ઘટી (ઘડાં ઘડી) આદિ જુદા જુદા જલપાત્રમાં પ્રતિબિંબિત થતા એક એવો આકાશસ્થિત સૂર્ય (રવિ) અનેક રૂપે ભાસ્યમાન થાય છે. બાકી આકાશસ્થિત સૂર્ય તો એક જ છે અને જેવો છે તેવો જ છે.
૨૩
આ પદ દ્વારા અને આ બધાં દૃષ્ટાંતો દ્વારા, કયારેય સાંભળી નહિ હોય એવી ઉત્પાદ વ્યય ધ્રુવમય આત્માની વાત કહી આત્મસ્વરૂપની ઓળખાણ આનંદઘનજી કરાવી રહ્યાં છે.
વ્યક્તિગત રીતે આત્મા એક હોવા છતાં એવાં અગણિત અનંત આત્માઓ બ્રહ્માંડ (લોકાકાશ) માં છે. વળી પ્રત્યેક આત્મા અસંખ્યાત આત્મપ્રદેશપિંડ છે. પ્રત્યેક આત્માના પ્રત્યેક પ્રદેશે અનંતાગુણ અને અનંતાપર્યાય રહેલાં છે.
વસ્તુત્વ એટલે કે દ્રવ્યત્વની અપેક્ષાએ વ્યકિતગત આત્મદ્રવ્ય એટલે જીવદળ અસંખ્ય પ્રદેશોનો સમુહ (પિંડ) છે, જે એક, અખંડ, અભંગ, એક પણ પ્રદેશ ઓછો વત્તો થયા વગરનું સંલગ્ન આત્મદ્રવ્ય જીવદળ છે. આ એક એવાં આત્મદ્રવ્યના આધારે એક એક આત્મપ્રદેશે રહેલાં અનંતાગુણ અને અનંતાપર્યાય એનામાં જ સમાયેલ રહેલાં છે. આત્માની આ વિશિષ્ટતા જણાવવા યોગીરાજજી કહે છે....‘અગનિત તાહિ સમાવે’.
આમ દ્રવ્યત્વની અપેક્ષાએ આત્મામાં એકપણું છે અને પર્યાયની અપેક્ષાએ આત્મામાં અનેકપણું રહ્યું છે. આત્માઓ - જીવો પ્રત્યેક વ્યક્તિને ગણત્રીમાં લેતાં અનંતા Infinite છે, માટે વ્યવહારની અપેક્ષાએ આત્માઓ અનેક કહેવાય છે. એ સર્વ આત્મા જાતિથી જીવ જાતિના હોવાથી સંગ્રહનયની અપેક્ષાએ જીવ કહેવાય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જે સમયમાં આત્મામાં એકપણું રહ્યું છે, તેમાંજ પર્યાયની (અવસ્થાની) અપેક્ષાએ તે જ સમયમાં અનેકપણું રહ્યું છે. એ અનેક ગુણો અને અનેક પર્યાયો એક આત્મા (જીવદળ) માં જ રહે છે. એક સુવર્ણમાં જ પીળાશ, ચળકાટ, ચીકાશ, નરમાશ, ઘનતા,
આત્મામાં ઉપયોગ રૂપી પાવર જોડાવાથી સંસારનો પાવર કપાઈ જાય છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
૨૪
આનંદઘન પદ - ૫
અકાટ્યતા આદિ ગુણો રહેલાં છે અને તેના કુંડલ, કડા, મુદ્રા, (વીંટી), હાર, મુગુટ ઈત્યાદિ અલંકારરૂપ પર્યાયો છે. તેમ આત્મા - જીવદળના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીતરાગતા, વેદકતારૂપ આનંદ, પ્રેમ, કરુણા, ક્ષમા, સમતા, સમરૂપતા. ઈત્યાદિ અનંતા ગુણો અને ગુણકાર્યરૂપ અનંતા પર્યાયો રહેલાં છે. આમ આત્મામાં નિત્યાનિત્ય, ભેદભેદ, ભિન્નાભિન્ન, એક અનેક ઈત્યાદિ અગણિત ધર્મો રહેલાં છે. આથી જ જેન દર્શનમાં દ્રવ્યનું સ્વરૂપ સમજાવતાં કહ્યું કે‘દતિ તિ દ્રવ્યમ્' પળે પળે જે પલટાય તે દ્રવ્ય. ‘ઉત્પાદુ વ્યય ધ્રૌવ્ય युक्तम् सत्' 'गुण पर्यायवद् द्रव्यम्' 'अर्थ क्रियाकारी सत्' 'सत् द्रव्य लक्षणम्' એ સૂત્રોથી દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું છે. આ ચાર સૂત્રાત્મક વ્યાખ્યામાં જે બંધબેસતું હોય તે દ્રવ્ય છે.
ઉત્પાદવ્ય ધોવ્ય સહિત જે છે તે સત્ છે અને તે દ્રવ્ય છે. દ્રવ્ય છે તો તેના ગુણપર્યાય છે. ગુણપર્યાય છે તો તેનો આધાર એવું દ્રવ્ય છે. દ્રવ્ય છે તો દ્રવ્યનો ગુણ એટલે કે ધર્મ Property છે. ગુણ છે તો ગુણનું કાર્ય છે. ગુણનું કાર્ય એ અવસ્થા-પર્યાય છે. દ્રવ્ય, ગુણપર્યાય વિના ન હોય અને ગુણપર્યાય દ્રવ્ય વિના ન હોય. દ્રવ્યની ઓળખ ગુણથી છે એટલે કે ગુણ દ્રવ્યમાં ભેદ પાડે છે. એ જ પ્રમાણે ગુણની ઓળખ તેના કાર્ય એટલે પર્યાયથી છે. અર્થાત્ પર્યાય ગુણ ભેદક છે અને ગુણ દ્રવ્ય ભેદક છે. ટૂંકમાં કહીએ તો. ઉત્પન્ન છે તે પર્યાય છે, સંપન્ન છે તે ગુણ છે અને નિષ્પન્ન છે તે દ્રવ્ય છે. આ વાતને એક નાનકડા વ્યવહારના ઉદાહરણથી વિચારતા વસ્તુતત્ત્વ સુસ્પષ્ટ થશે.
એકસરખા દેખાતા ચાર સફેદ ગાંગડા આપણી સમક્ષ મૂકવામાં આવે છે જેમાં એક ફટકડીનો, એક સાકરનો, એક મીઠાનો, એક કાચા હીરાનો ગાંગડો કે ટૂકડો છે. કહેવામાં આવે છે કે આ ચારને ઓળખી બતાવો. સ્વાભાવિક છે કે જે સહુથી સખત હશે, સ્વાદરહિત હશે અને ચમક ધરાવતો હશે તે હીરાનો ટૂકડો હશે. જે સહુથી પોચો હશે, સ્વાદમાં ખારો હશે, સહેલાઈથી જેનો ચૂરો થશે તે મીઠાનો ગાંગડો હશે. તેમાં સાકરના ગાંગડાને એની મીઠાશથી અને ફટકડીને એની તુરાશથી ઓળખી શકાશે અને ચારે દ્રવ્યને નોખા પાડી શકાશે.
પરમાત્મા એટલે પરમગુરૂ કે જેની આગળ જીવ સર્જન - Saહ્યો બને છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૫
રસાયણશાસ્ત્ર Chemistry નો અભ્યાસી આ વાતને સહેલાઈથી સારી રીતે સમજી શકશે.
૨૫
એજ પ્રમાણે બ્રહ્માંડમાં રહેલાં મૂળભૂત દ્રવ્યો જે જીવાસ્તિકાય કહેતાં, જીવ; પુદ્ગલાસ્તિકાય કહેતાં અજીવ-જડ; અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાયને તેમના પોતપોતાના ગુણ જે અનુક્રમે જ્ઞાયકતા વેદકતા; ગાહ્યગ્રાહકતા; ગતિસહાયકતા, સ્થિતિ સહાયકતા અને અવગાહનાદાયકત્વતાથી જુદા પાડી શકાશે અને ઓળખાવી શકાશે. મૂળભૂત દ્રવ્યો અનાદિઅનંત, અનુત્પન્ન, સ્થંભૂ, અવિનાશી સત્ છે.
આત્મામાં દ્રવ્ય, ગુણ અને પર્યાયની અપેક્ષાએ ધ્રૌવ્ય, ઉત્પાદ ને વ્યય કહેવાય છે. આત્મામાં જે સમયમાં અન્ય પર્યાયનો ઉત્પાદ છે, તે સમયમાં જ પૂર્વ પર્યાયનો વ્યય છે અને તે જ સમયમાં આત્મસત્તાનું ધ્રૌવ્ય છે. આ પ્રમાણે આત્મામાં સમયે સમયે અનંત પર્યાયોનો ઉત્પાદ વ્યય થાય છે અને સમયે સમયે સત્તારૂપ ધ્રૌવ્ય હોય છે જે ત્રિકાલ શુદ્ધ પરમપારિણામીક ભાવ એવું આત્મતત્ત્વ હોય છે. જે સમયમાં નિત્ય છે તે જ સમયમાં અનિત્ય છે, ઈત્યાદિ આત્માનું સ્યાદ્વાદ પ્રમાણે આશ્ચર્યકારી સ્વરૂપ છે, તેવું અન્ય એકાંત દર્શનમાં આત્માનું સ્વરૂપ કથ્થું નથી. આત્માના આવા અનૂઠા સ્વરૂપને દૃષ્ટાંત દ્વારા સુસ્પષ્ટ કરી બતાડે છે કે કનક (સુવર્ણ) ના અનેક આકારો બને છે. કુંડલ ભાંગીને કેયૂર બનાવવામાં આવે છે ત્યારે કુંડલ આકારનો વ્યય (નાશ) અને કેયૂર આકારનો ઉત્પાદ થાય છે અને સુવર્ણપણું તો કુંડલ અને કેયૂર ઉભયમાં હોય છે, તેથી સુવર્ણત્વની અપેક્ષાએ ધ્રૌવ્ય એમ ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય ત્રણે અનુભવવામાં આવે છે. ભકત કવિ નરસિંહ મહેતા પણ ગાય છે કે....‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’ જલતરંગમાં પણ પૂર્વ તરંગાકારનો વ્યય અને ઉત્તર (અન્ય) તરંગાકારની ઉત્પત્તિ અને જલત્વ તો બંને તરંગોમાં ધ્રુવપણે રહેલું જોવા જાણવામાં આવે છે. સ્મૃતિકા એટલે માટીનો ઘટાકારે ઉત્પાદ અને ભાંગી જતાં ઘટાકારનો નાશ અને ઠીકરારૂપે એજ માટીનો ઉત્પાદ જોવામાં આવે છે તે મૃતિકાના ઉત્પાદવ્યવ ધ્રૌવ્યને સૂચવે છે. એજ રીતે રવિકર એટલે સૂર્યકિરણમાં ઉત્પાદવ્યવ ધ્રૌવ્ય અનુભવાય છે. આવાં
બુદ્ધિનું કાર્ય ભિપ્રાય આપવાનું છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
૨૬
આનંદઘન પદ - ૫
તો અગણિત દષ્ટાંતો છે જેના વડે આત્મા તેમજ અન્ય મૂળભૂત દ્રવ્યોનું ઉત્પાલ વ્યય ધ્રૌવ્યયુન ત’ સિદ્ધ થાય છે.
છે નહી હૈ વચન અગોચર, નય પ્રમાણ સપ્તભંગી; નિરપખ હોય લખે કોઈ વિરલા, કયા દેખે મત જંગી. અવધૂ૩.
છે’, ‘નથી’ અને ‘છે”. આત્માની શકિત અગણિત, અગાધ, અમાપ, અનંત છે. અત્યારે ‘નથી’ કારણ કે તે અપ્રગટ છે. પરંતુ તે શકિત જ્યારે પ્રગટ થશે ત્યારે એ શકિત આત્માની આત્મામાં છે તેની પ્રતીતિ થશે. વચનથી વ્યકત કરી શકાય તેમ નથી તેથી તે વચન અગોચર છે. એ માત્ર અનુભવ ગમ્ય છે.
છે” “નથી” “છે' એ ભાવનો ભાવ છે જે કર્મરહિત શુદ્ધાવસ્થા છે. ભાવનો ભાવ થઈ શકતો હોય છે. એ અતીન્દ્રિય છે.
જે અત્યારે જણાય છે, દેખાય છે તે ઈન્દ્રિયનો વિષય છે તેથી ઈન્દ્રિયગમ્યા છે. એ પૂર્વે હતું નહિ, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેવાનું નથી. એ બધુંય. ભાસ્યમાન આભાસી છે કારણ કે તે અભાવનો ભાવ છે જે કર્મભનિત અવસ્થા - છે. એટલે જ અભાવનો થયેલો એ ભાવ પાછો અભાવ રૂપે પરિણમવાનો છે. ભાવનો ભાવ થાય અને તે શાશ્વત હોય. અભાવનો ભાવ કદીય શાશ્વત નહિ હોય,
જે પહેલાં હતું નહિ, વર્તમાનમાં છે પણ ભવિષ્યમાં રહેવાનું નથી, તેનું વર્તમાનમાં હોવાપણું એ ન હોવાપણા બરોબર છે. રજુ રજુ જ હતું. અજ્ઞાનના અંધારામાં તે સર્પ રૂપે જણાયું. જ્ઞાનનો પ્રકાશ થતાં અજવાળામાં રજુ રજુ રૂપે જણાયું અને સર્પ હોવાનો ભ્રમ ભાંગ્યો. જયારે સર્પ રૂપે જણાયું ત્યારે તે સમયે પણ એ રજું જ હતું. સર્પ હોવાની તો માત્ર ભ્રમણા, આભાસ થયો. હતો કારણ કે ત્યારે અજ્ઞાનનો અંધકાર હતો. એ ભ્રમણાના સમયમાં અભાવનો ભાવ થયો. ભ્રમ ભાંગતા પાછો ભાવનો અભાવ થયો.
જે ‘નથી” તે “છે' થવાનું નથી અને જે છે તે ‘નથી’ થવાનું નથી.
આત્માને ઓળખશો તો વ્યવહારધર્મ એની મેળે સહજ થયા કરશે.
Page #82
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૫
આ વાત ક્ષાયિક સમકિતિ કૃષ્ણ વાસુદેવે ગીતાના બીજા અધ્યાયના સોળમાં શ્લોક દ્વારા ભકત સખા અર્જુનને જણાવવા દ્વારા જગત આખાને જણાવી છે તે અહીં યોગીરાજજી આનંદઘનજી આ પદ દ્વારા પોતાને જણાવવા દ્વારા આપણને સહુને જણાવી રહ્યાં છે કે જે મારું છે તે જનાર નથી અને જે જનાર છે તે મારું નથી.
આવા વચન અગોચર તત્ત્વની કંઈક ઝાંખી નય, પ્રમાણ અને સપ્તભંગીના સ્યાદ્વાવાદ દર્શનથી જ થઈ શકતી હોય છે. આ સ્યાદ્વાદ દર્શન કોઈ નિષ્પક્ષ વિરલા હોય તે જ કરી શકતા હોય છે. મતાગ્રહી, દુરાગ્રહી, કદાગ્રહી જે સ્વ મત માટેના જંગ ખેલનારા મતજંગી છે, તેને પલ્લે આ વાત પડતી નથી. આવા આ સ્યાદ્વાદ દર્શનની ભેટ જગતને જૈનદર્શનના પ્રણેતા જિનેશ્ર્વર તીર્થંકર ભગવંતોએ આપી છે કે જેઓ અપક્ષપાતી, નિરપખ એવાં વીતરાગ, નિર્વિકલ્પ સર્વજ્ઞ વિરલ વિભૂતિ હતાં. જગતમાં જેઓ નિરાગ્રહી, નિષ્પક્ષ મોકળા મનના વિરલ પુરુષો હોય છે તે જ આ સાત નય, ચાર પ્રમાણ અને સાત પ્રકારના સ્યાદ્વાદ દર્શનથી આત્મસ્વરૂપની ઓળખ કરી શકે છે. બાકી તો એ વચન અગોચર અનુભવ ગમ્ય જ છે એમ સ્વયં આનંદઘનજી મહારાજા મહાવીર સ્તવનામાં જણાવે છે કે...
“નય નિભૅપે જે ન જાણીએ, નવિ જીહાં પ્રસરે પ્રમાણ; શુદ્ધ સ્વરૂપે રે તે બ્રહ્મ દાખવે, કેવળ અનુભવ ભાણ...’
૨૭
99
આ સ્યાદ્વાદનો સિદ્ધાંત જેમ વિશ્વના સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થવામાં પરમ સાધન છે, તે જ પ્રમાણે અનુકૂલ પ્રતિકૂલ સંયોગોમાં આત્માને સમભાવમાં રાખવાનું પણ અસાધારણ કારણ છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત વસ્તુધર્મનું પ્રતિપાદન અયથાર્થ ન થઈ જાય તે માટે અંકુશનું કામ કરે છે એટલું જ નહિ પણ મુક્તિમાર્ગની સાધના કરનારા સાઘક મહાત્માઓ સ્વધર્મથી ચ્યુત ન થઈ જાય તે માટે પણ જબ્બર અંકુશ સમાન છે.
-
નિરાગ્રહી બનાવનાર, સમભાવમાં રાખનાર, વસ્તુ સ્વરૂપ યથાર્થ સમજાવનાર અને પૂર્ણ એવું બ્રહ્મજ્ઞાન કેવળજ્ઞાન કેવું પરિપૂર્ણ સંપૂર્ણ છે
બહારથી છોડવું પણ અંદરથી પકડમાં રહેવું એ સંસાર. - દષ્ટાંત પુંડરિક.
Page #83
--------------------------------------------------------------------------
________________
૨૮
આનંદઘન પદ - ૫
તે જણાવનાર આ સ્યાદ્વાવાદ યાને સ્વરૂપ નિરૂપણવાદ વિષયમાં વિશેષ જાણકારી માટે પરિશિષ્ટમાં આપેલ લેખ જોઈ જવો. જિજ્ઞાસુ પાઠકને એથીય વધુ વિગતવાર માહિતી માટે શ્રીચંદ્ર લિખિત “સ્યાદ્વાદ અનેકાન્તવાદ’ પુસ્તક તથા સમ્મતિતર્ક, નયચક્ર, આગમસાર તથા અમ્મદીયકૃત આત્મપ્રકાશ ગ્રંથ જોઈ જવા ભલામણ છે.
સર્વમથી, સરપંગી માને, ન્યારી સત્તા ભાવે; આનન્દઘન પ્રભુ વચન સુધારસ, પરમારથ સો પાવે..૪.
આનંદના સમુહરૂપ એવાં પરમાનંદી પ્રભુના વચનામૃત રસનો મહાસાગર એવો તો સર્વમથી વિશાળ વ્યાપક છે કે તે પોતે પોતામાં સર્વથી ન્યારો નોખોનિરાળો પોતાની સત્તામાં, પોતાના ભાવમાં રહી પોતામાં સર્વને સમાવે
વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર કથિત જિનદર્શનને યોગીરાજજીએ જિનપુરુષ રૂપે કલ્પીને જુદા જુદા એકમેકથી જુદી જુદી વિરુદ્ધ વાતો કરનારા જે કદર્શનોના (૧) છ મત છે તે છયે દર્શનને જિનપુરૂષના એક એક અંગ - અવયવ જણાવેલ છે. એકવીશમાં નમિનાથ જિનેશ્વર ભગવાનની સ્તવનામાં ષડુ દરિસણ જિના અંગ ભણીજે...” કહેવા દ્વાર એઓશ્રી કહે છે કે એ છએ દર્શન પોતપોતાના છએ જુદા જુદા મતથી તે તે view Points દૃષ્ટિકોણ (નય) થી સાચા છે. પણ તે મતાગ્રહી થઈ એકાન્તિક વાત કરે છે અને અન્યમત, અન્ય દષ્ટિકોણને માન્ય રાખતા કે સ્વીકારતા નથી તેથી અધુરા છે. એ સર્વ મતોને જિનદર્શન પોતાના સ્યાદ્વાદદર્શનરૂપ મહાસાગરમાં સમાવે છે. એ સર્વની ત્રુટીની પૂર્તિ કરનારું પૂર્ણદર્શન છે તેથી તેમના તે તે મતને પોતાના એકેક અંગરૂપ ગણનારું સર્વજ્ઞનું કહેલું સગી દર્શન છે. જો એ બધાંય નિરાગ્રહી થઈ ભેળાં થઈ જાય. તો સરપંગી - સર્વાગી જિનદર્શનના અંગ બની જાય કે જેને યોગીરાજે મસ્તિષ્કમાં
સ્થાન આપ્યું છે કેમકે એની પાસે દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્યાદ્વાદ શૈલીની આગવી વિચારણા છે.
માટે જે કોઈ ષડ્રદર્શન ભણીને જિનદર્શનને સર્વમયી સર્વરૂપ સર્વાગ
જેને આત્મા પામવો છે તેની બધી જ ક્રિયા દષ્ટાભાવે થવી જોઈએ.
Page #84
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૫
૨૯
પરિપૂર્ણ જાણશે અને તેમ તે માનશે તે પરમાર્થને પામશે અને સૌથી ન્યારી નિરાળી આત્મસત્તા - આત્મશકિતના ભાવને ભાવશે - ભાળશે - અનુભવશે - પ્રતીતિ કરશે. અને ત્યારે તેને આનંદઘનપ્રભુના વચન અમૃત (સુધા) રસ પાન હોવાનો નિશ્ચય થશે.
સાગરને ગાગરમાં સમાવવા રૂપ આટલા આઠ પંકિતના નાનકડા પદથી દ્રવ્યાનુયોગ જેવાં ગહન અને વિશાળ વિષચને અનુભવ ઉદ્ગારથી પ્રકાશતા આધ્યાત્મયોગી આનંદઘનજી મહારાજા પાઠકને બોધ આપે છે કે
ષડ્ઝર્શન અને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરી જેના દર્શનની સવગીતા અંગે નિ:શંક થઈ, નિરાગ્રહી બની, સમભાવમાં રહી, દ્રવ્ય ગુણ પર્યાયથી આત્માની. સાચી સર્વાગી ઓળખ કરી, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પામી દૃઢતાથી કેવળદર્શનથી સર્વદર્શીતા અને કેવળજ્ઞાનથી સર્વજ્ઞતાને પ્રગટ કરવા ઉદ્યમી બન !
જિનેશ્વર પરમાત્માએ બતાવેલ સ્યાદ્વાદ માત્ર ભણવાની ચીજ નથી પણ અમલી બનાવવાની ચીજ છે. સ્યાદ્વાદ અમલી બને એટલે દુરાગ્રહ, દુર્ગતિ, પકડ, અજ્ઞાન, મોહ, કષાય, તર્ક-વિતર્ક-વિવાદ-વિતંડા-ઠેષ-દુર્ભાવ - અરૂચિ-વૈર-માત્સર્ય-ખંડન-મંડન-પરાભવ આ બધાં ભાવો વિદાય લે છે અને પ્રેમ-મૈત્રી-વાત્સલ્ય-કરૂણા-ગુણગ્રાહીદષ્ટિ-હૃધ્યની વિશાળતા - ઉદારતા - માધ્યસ્થતા - સેવા - સહાનુભૂતિ - સહાયકતા આ બધાં ભાવો વિકસે છે.
પોતાના કરૂણાપુત હદયમાં સર્વના હિતને સ્થાન આપી સર્વને સમાવી લેવાની વૃત્તિ એ સ્થાવાદ અમલી બન્યાની પરાકાષ્ઠા છે. તીર્થંકર પરમાત્માઓ અને યુગપ્રધાનો આનું ઉદાહરણ છે.
આત્માર્થી જેટલું બોલે તેટલું મૌન.
Page #85
--------------------------------------------------------------------------
________________
૩૦
આનંદઘન પદ - ૬
પદ - ૧
(સાખી)
आतम अनुभव रसिकको, अजब सुन्यो विरतंत ॥ निर्वेदी वेदन करे, वेदन करे अनंत.
રાગ સામગ્રી
महारो बालुडो संन्यासी, देहदेवल मठवासी. R. IIII ईडा पिंगला मारग तज योगी, सुषमना घरवासी । ब्रह्मरंध्रमधि आसन पुरी बाबु, अनहदतान बजासी. म. ॥२॥ यम नियम आसन जयकारी, प्राणायाम अभ्यासी । प्रत्याहार धारणाधारी, ध्यान समाधि समासी. म. ॥३॥ मूल उत्तर गुण मुद्राधारी, पर्यंकासनवासी । रेचक पूरक कुंभक सारी, मन इंद्रिय जयकासी. म. ॥४॥ स्थिरता जोय युगति अनुकारी, आपोआप बिमासी। आतम परमातम अनुसारी, सीजे काज समासी. म. ||५|| આતમ અનુભવ રસિકકો, અજબ સુન્યો વિરતંત;
નિર્વેદી વેદન કરે, વેદન કરે અનંત. આતમ અનુભવી, આતમરસ પીનારા આતમ રસીયાનો આ અજબ ગજબનો આશ્ચર્યકારક વિરતંત એટલે વૃતાંત છે, જે આજે સાંભળવામાં આવ્યો. કેવી નવાઈ પમાડનારી વાત છે કે નિર્વેદી વેદન કરે છે. નથી તો નર, નથી તો નારી કે નથી તો નાન્યતર. ત્રણેમાંથી એકેય વેદ નથી, એકેય જાતિનો નથી અને છતાં વેદન કરે છે. તે પણ પાછું પાર વગરનું અસીમ કે જેનો કોઈ છેડો નથી તેવું અંત વગરનું અનંત વેદન કરે છે.
આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્રમાં રમમાણ રહેવું એ ઉત્કૃષ્ટ ધર્મ છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૬
૩૧
હા ! એ અનંત વેદન કરે છે કેમકે તે પુરુષ એટલે આત્મા બનીને વેદન કરે છે. આત્મા જ્ઞાયક છે તેમ આત્મા વેદક પણ છે. આત્મા જ્યારે એના શુદ્ધ આત્મત્વ-આત્મધર્મમાં નથી હોતો ત્યારે પણ તે જીવ વેદક હોય છે અને જ્યારે તે પોતાના આત્મત્વમાં-આત્મધર્મમાં હોય છે ત્યારે પણ વેદક હોય છે.
આત્મા જ્યારે શિવ નથી હોતો અને જીવ-મિશ્રચેતન હોય છે ત્યારે તે કર્મ ઉદયમાં આવવાથી પર પદાર્થના માધ્યમથી કર્મજનિત અશુદ્ધ વેદન કરતો. હતો, જે શાતા કે અશાતા સુખ કે દુ:ખ સ્વરૂપે પર વસ્તુ દ્વારા ઈન્દ્રિયો વડે થતું વદન હતું. આ તો સહુના અનુભવની સામાન્ય બીના - સામાન્ય વૃતાંત
છે.
' પરંતુ જીવ જ્યારે શિવ બને છે, શુદ્ધાત્મા, પરમાત્મા બને છે ત્યારે ઈન્દ્રિય આદિના કોઈ પણ માધ્યમ વિના પોતાના આત્મપ્રદેશ કે જ્યાંથી સુખની સરવાણી ફૂટે છે ત્યાંથી પોતાનું સુખ પોતાનામાંથી વેદે છે, જે અતીન્દ્રિય આત્મિક સુખ વેદન છે. એ કોઈ માધ્યમ વિના સ્વનું સ્વમાંથી નિપજતું શુદ્ધ
સ્વાધીન નિતાંત સુખ છે. એ કદીય ન સુઝાનાર સુખની સરવાણીમાંથી નિષ્પન થતું શુદ્ધ, સંપૂર્ણ, શાશ્વત, સ્વાધીન, સર્વોચ્ચ, અપ્રતિપક્ષી, અપૂર્વ, અદ્વિતીય, અનુપમ આત્મિક સુખ છે. આવું સુખ આપણે માટે તો અકલ્પનીય અને હેરત પમાડનારું છે જ પણ નિર્વેદી જે અનંત વેદન કરે છે તેને પણ અહો અહોની ચર્ચામાં એટલે કે આભ્યર્થમાં ગરકાવ કરનાર છે કે, અહાહા ! આવું સુખ કયારેય અનુભવ્યું નથી એવું અપૂર્વ છે આ તો ! આ પકવાન છોડીને શા માટે હું મુરખ પેલાં કર્મના એંઠવાડમાં સુખ માનતો હતો ?
वस्तु विचारत ध्यावते, मन पामे विसराम ।
रसस्वादत सुख उपजे, अनुभव ताको नाम || પોતામાં રહેલ પોતાપણાના આત્મિક અરૂપી સુખને જ તત્ત્વજ્ઞાની દાર્શનિકોએ સુખ કહ્યું છે. મારું જ સુખ મને કેમ અનુભવમાં આવતું નથી એવો ઉહાપોહ જ્યારે સતત થાય છે ત્યારે જ તેનો ઉકેલ પણ પોતાને પોતામાંથી જ ભીતરમાંથી મળે છે. મનની ચંચળતા જ વસ્તુ સ્વરૂપ એવાં સ્વત્વના દર્શનની
પોતે પોતાને પોતાનામાં પોતાનામાંથી અનુભવે એ પરમ વાસ્તવિક ધર્મ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
ઉR
આનંદઘન પદ - ૬
આડે આવતી હતી. અશાંત અસ્થિર મન ખળભળાટ કરી બધું ડહોળી નાંખતું હતું. એજ મન વિશ્રાંતિને પામી સ્થિર થવાથી જે શુદ્ધ સ્વાધીન સુખનો અનુભવ થાય છે, જે સ્વમાંથી સ્વનું રસાસ્વાદન થાય છે તે જ એની પાસેથી હૃદયોદ્ગાર કરાવે છે કે આનું જ નામ તો અનુભવ.
મહારો બાલુડો સંન્યાસી, દેહદેવળ મકવાસી. મ.
ઈડા પિંગલા મારગ તજી જોગી, સુષમના ઘરવાસી; ' બ્રહ્મરંધ્ર મધી આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી. મ૧.
સાધનાના માર્ગે પા પા પગલી પાડતો મારો બચુકડો બાળક જેવો આત્મા સન્યાસી બન્યો છે. સંન્યાસી એટલે સુસંસ્કારોનો વ્યાસ કરનારો અર્થાત્ સંસ્કારોને આત્મસાત કરનારો અને કુસંસ્કારોનો નાશ કરનારો બન્યો છે કારણ કે સંસાર - ભવભ્રમણથી ત્રાસી ગયો છે માટે સંસારનો નાશ કરવાની ઈચ્છાથી ઉદ્યમી બન્યો છે. સાધક સંન્યાસી થયો છે. યોગસાધનાનું આ પ્રથમ ચરણ હોવાથી યોગીરાજજીએ બાલુડાનું સંબોધન કર્યું છે.
આજ દિવસ સુધી દેહમાંજ આત્મબુદ્ધિ કરી દેહતાદાભ્ય બુદ્ધિથી દેહ એજ હું છું અને દેહજ મારું સર્વસ્વ છે માનીને મેં દેહની ખૂબ ખૂબ આળપંપાળ કરી છે અને બહુજ લાડ લડાવી લાલનપાલન કર્યું છે. હવે સાચી સમજણ મળી છે કે દેહ અને આત્મા જુદા જુદા છે. હવે સમજાયું છે કે માનવદેહ તો ખરેખર પૂષ્કળ પુણયરાશિ ભેગી કરી ત્યારે આત્માને શુદ્ધાત્મા, સિદ્ધાત્મા બનવા માટે મળેલું ઉત્તમોત્તમ સ્વસાધન છે. એટલે જ તો જ્ઞાનીઓએ કહ્યું - “શરીરમાન खलु धर्म साधनम्'
જ્યારે હવે આત્મબુદ્ધિ જાગૃત થઈ છે ત્યારે મેં સ્વદેહમાં પરમાત્મસ્વરૂપ આત્માને પ્રતિષ્ઠિત કરી મારા દેહને દેવળ (મંદિર) બનાવી સંન્યાસ લઈને મન
જ્યાં ઠરે (સ્થિર થાય) તેવા મઠ કે પછી આત્માની સમીપ (ઉપ) રહી શકાય તેવાં આશ્રયરૂપ ઉપાશ્રયમાં રહેવાનું એટલે મઠવાસી થવાનું ઠરાવ્યું છે.
સંન્યાસી બની મદવાસી તો થયો પણ મનને ઠારવાનું, સ્થિર કરવાનું કાર્ય તા હજી બાકી રહ્યું છે. મન તો ત્યારે જ સ્થિર થાય જ્યારે ઈડા અને
આત્મા એના મૌલિક સ્વરૂપે પ્રવર્તે તો તે આત્મધર્મ છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
आतम अनुभव रीति वरीरी. आतमO ।।
मोर बनाए निजरूप निरूपम. तिच्छन रुचिकर तेग घरीही ॥ आतम।।१।।
टोप सन्नाह शुको बानो, एक तारी चौरी पहिरीरी
सत्ता थल में मोह विदाउत, ऐऐ रिजन मुह निसरी केवल कमला अपच्छरसुंदर, गान करेरस रंग भरीरी, जीत निशान बजाइ बिराजे, आनन्दघन सर्वंग घरीी
।।आतम०।१।।
आतम०।३।।
Page #89
--------------------------------------------------------------------------
________________
आतम अनुभव रीति वरीरी. आतम० ॥ मोर बनाए निजरूप निरूपम,
तिच्छन रुचिकर तेग धरीही ॥ आतम ||१||
टोप सन्नाह शूरको बानो, एक तारी चौरी पहिरीरी;
सत्ता थल में मोह विदारत,
ऐऐ सूरिजन मुह निसरीरी
केवल कमला अपच्छरसुंदर, गान करेरस रंग भरीरी; जीत निशान बजाइ बिराजे,
आनन्दघन सर्वंग धरीरी
॥ आतम० ॥२॥
॥ आतम० ||3||
Page #90
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૬
૩૩
પિંગલાના શ્વસનનો વિષમ માર્ગ તજીને સુષુમણા નાડીના સમ સ્વસન માર્ગનો જોગી થઈ મૂલાધારમાં સ્થિત સુષુપ્ત કુંડલિનિ-ચિશકિત-દર્શન જ્ઞાન ચારિત્ર શકિતને જાગૃત કરી ઉર્ધ્વમુખી બનાવી, ઉત્થાન કરી, ચક્રભેદન કરી બ્રહ્મરંધ્રમાં, આસનસ્થ એટલે કે આત્મસ્થ થાઉં અને ઘરવાસી બનું. પરઘરવાસી, મદવાસી થઈ સ્વઘરવાસી બનું. તો જ હદોનો છેદ કરી અનહદ બનું, સીમિત મટી અસીમ થાઉં, સાદિ સાત મટી સાદિ અનંત થાઉં ત્યારે અનાહતનાદ બ્રહ્મનાદના વાદનમાં ગુલતાન થાઉં.
શરીર, ઈન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ આત્માને, પરમાત્મા-શુદ્ધાત્મા-સિદ્ધાત્મા બનવા માટે ખૂબ પુણ્યરાશિ ભેગી થવાથી મળેલાં ઉત્તમ સાધન છે. શરીર ભૂલ સ્થલ છે. ઈન્દ્રિય પૂલ છે. પ્રાણ પૂલ સૂક્ષ્મ છે. મન સૂમ છે અને બુદ્ધિ ચિત્ત અહંકાર ઉત્તરોત્તર સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ છે. સ્કૂલ અને સૂક્ષ્મને જોડતી કડી પ્રાણ છે.
શરીરમાં ૭૨૦૦૦ નાડીઓ પૈકી ૧૪ નાડીઓ મુખ્ય છે અને તે પૈકી ઈડા, પિંગલા અને સુષુમણા નાડી પ્રધાન છે. સુષુમણા નાડી મેરૂદંડ (કરોડરજ્જ) ના મૂળાધાર - મૂળમાંથી નીકળી સહસ્ત્રાર કહેવાય છે તે બ્રહ્મરંધ્ર જે તાળવાના ભાગે છે ત્યાં સુધી જાય છે. ઈડા અને પિંગલા જમણે અને ડાબે છે. ઈડાનાડીને ચંદ્રનાડી અને પિંગળાનાડીને સૂર્યનાડી પણ કહેવાય છે. સુષુમણા નાડી, શૂન્યપદવી, બ્રહ્મરંધ્ર, મહાપથ, સ્મશાન, શાંભવી, કે મધ્યમાર્ગ તરીકે પણ ઓળખાય છે. સ્વાસ ડાબા નસકોરાથી ચાલતો હોય ત્યારે ઈડાનાડી અને જમણા નસકોરાથી ચાલતો હોય ત્યારે પિંગળાનાડી ચાલે છે એમ કહેવાય અને જયારે બંને નસકોરાથી સાથે સ્વસન થતું હોય ત્યારે સુષુમણા નાડી ચાલે છે એમ કહેવાય. ઈડા પિંગલાથી ચાલતો સ્વાસ વિષમ હોય છે અને સુષુમણામાં ચાલતો સ્વાસ સમ હોય છે.
સુષુમણાનાડીથી થતું શ્વસન સમ છે તેથી સમ બનેલા પ્રાણ વડે એકબાજુ સ્કૂલ એવાં શરીર, ઈન્દ્રિય અને બીજી બાજુ સૂમ એવાં મન, બુદ્ધિ, ચિત્ત, . અહંકાર ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
આત્મ પરિણમન એ જ ધર્મ છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૩૪
આનંદઘન પદ
પ્રાણ સમ ચાલે તો શરીર સ્વસ્થ નીરોગી બને, ઈન્દ્રિયો સતેજ (Sharp) થાય અને મન સુમન બને, બુદ્ધિ સર્બુદ્ધિ બને, ચિત્ત સ્થિર થાય અને અહંકાર આત્માકાર સોઽહંકાર - ઓમકાર બને.
સુષુમણાના શ્વસનથી ધ્યાનસ્થ થઈ, મૂલાધારમાં અધોમુખે સુષુપ્ત રહેલી કુંડલિનિ - ચિદ્શકિત - દર્શનજ્ઞાનચારિત્ર શકિત ઉર્ધ્વમુખી બની, જાગૃત થયેલી ઉર્ધ્વગામિની થઈ, અમૃતપ્રવહણી બની ષડચક્ર ભેદીની થાય છે. મૂલાધાર ચક્રથી ઉત્થાન પામી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત અને આજ્ઞાચક્રને સ્પંદિત કરી ભેદીને તે બ્રહ્મરંધ્ર-સહસ્ત્રારમાં અમૃત આસ્વાદીની બની સંતૃપ્ત થાય છે, નીરિહી, વીતરાગ, પૂર્ણ કામ બને છે. આપણા સર્વ જિનબિંબના મસ્તક ઉપર જે સહસ્ત્રો-હજારો વિકસિત થયેલ કમલપાંખડીઓ જોવામાં આવે છે તે જાગૃત - ઉત્થિત - વિકસિત બ્રહ્મરંધ્રની સૂચક છે.
-
S
પ્રાણ
શ્વસન ઉપર મન કેન્દ્રિત કરતાં પ્રાણ પણ સમ બને છે અને એકાગ્ર થયેલું મન શાંત થાય છે. શાંત અને એકાગ્ર થયેલું મન અંતરમુખ થાય છે. અંતરમુખી બની અંતરમાં એકાગ્ર બની શાંત થયેલું મન આત્માની આ ઉત્થાનની - વિકાસની યોગિક પ્રક્રિયામાં અનાહતચક્ર સ્પંદિત થતાં દેહાલય દેવાલય બન્યું છે અને એમાં પરમાત્મસ્વરૂપ આત્મા પ્રતિષ્ઠિત થયો છે તેના એંધાણરૂપ દિવ્ય અંતરનાદ, અનાહતનાદ, બ્રહ્મનાદનો સમધુર મંજુલ ગુંજારવ સંભળાતા મન બાગબાગ થઈ ગુલતાન થાય છે, જાણે બેન્ડવાજા સાથે સામે આવી સામૈયુ કરી રહ્યાં છે. બાળુડો બાબુ બને છે - શેઠ - માલિક થાય છે, પરાવલંબી બાળુડો મટી સ્વાવલંબી માલિક - બાબુ બને છે.
ઈંડા -પિંગલા ચન્દ્ર, સૂર્ય નાડી, રાગ-દ્વેષ, ઉષ્ણતા-શીતલતા, શાતા-અશાતા, સુખ-દુ:ખ આદિ દ્વંદના ઐતમાંથી નિદ્વંદના અદ્વૈત વીતરાગતા સમરૂપતા તરફ લઈ જનારી નાડી સુષુમણા નાડી છે.
યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી પ્રત્યાહાર ધારણધારી, ધ્યાન સમાધિ સમાસી....૩.
પદની પહેલી કડીમાં જોયું કે નિર્વેદી અનંત વેદન કરે છે. એ આશ્ચર્યકારક અજ્ઞાન ક્રિયાભ્યામ બંધનમ્.
Page #92
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૬
વૃતાંત ત્યારેજ ઘટે છે કે જ્યારે જીવ પરઘર છોડી સંન્યાસી બની જોગી થઈને બ્રહ્મરંધ્રને જાગૃત કરવારૂપ બ્રહ્મજ્ઞાન કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી સ્વધામવાસી બને અર્થાત્ પરથી ખસે અને સ્વમાં વસે જે બીજી કડીમાં જોયું. એ મઠવાસી બનીને કરવામાં આવતી આખી યોગિક પ્રક્રિયામાં પ્રાણ દ્વારા મનની સ્થિરતાથી સ્વસ્થ બની સ્વમાં સ્થિત થવાની વાત છે. મનની સ્થિરતા માટે આસનસ્થ થઈ કાયાની સ્થિરતા કરવાની છે અને પ્રાણને સમ બનાવવાનો છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. કહ્યું છે કે...
·
૩૫
मन एव मनुष्याणं कारणं बंध मोक्षयोः । बन्धाय विषयासंगी मोक्षे निर्विषय स्मृतम् ॥
મન મળ્યું છે એટલે આપણે માનવ-મનુષ્ય કહેવાઈએ છીએ. જીવ તન વડે વેદનીયકર્મનું સુખદુઃખ વેઠે છે જ્યારે મન વડે મોહનીયકર્મનું સુખ દુઃખ
વેદે છે. તનમાં શાતા-અશાતા છે જ્યારે મનમાં રતિ-અરતિ અને રાગ-દ્વેષ છે. મોક્ષ મેળવવા માટે જરૂરી ઉત્તમોત્તમ સાધન મન છે, તેનાથી મોક્ષ નહિ મેળવીએ તો એ મનજ એવું સાધન છે કે તેના દુરુપયોગથી મુકિતથી છેટા થઈ બંધી બનીને મન જ જ્યાં ન હોય એવાં અસંજ્ઞીપણા અને નિગોદ સુધીની નિકૃષ્ટ અવસ્થામાં પાછા ફરી જઈએ. હળવા થઈ ઉપર ઉઠેલા જો ઉપર અને ઉપર નહિ ચઢીએ તો નીચે ઉતરી પડીએ. બહુ સાવધ થઈ જવા જેવું છે. કારણ વિના કાર્યની સિદ્ધિ ઈચ્છવી તે ઉન્માદ છે અને કારણ (સાધન) મળ્યાં છતાં કાર્યસિદ્ધિ ન કરવી તે મૂર્ખતા છે. મન એ ઈચ્છા અને વિચારની ગઠડી છે. ઈચ્છા છે એટલે મોહ છે અને જેની ઈચ્છા છે તેનો અભાવ એટલે કે અંતરાય છે. આમ ઈચ્છા એ મોહનીયકર્મ અને અંતરાયકર્મ હોવાનો નિર્દેશ કરે છે. જ્યારે વિચાર છે અને વિચાર-વિકલ્પ કરવા પડે છે તે જ્ઞાનાવરણીય દર્શનાવરણીયકર્મ હોવાનો અને નિર્વિકલ્પ નથી તેનો નિર્દેશ કરે છે. હવે પ્રાપ્ત મનથી જો ઈચ્છાને સઈચ્છા અને વિચાર-વિકલ્પને સદ્વિચાર-સદ્વિકલ્પમાં પરિણમાવીએ એટલે કે ગુણથી ભરેલા ગુણીજનો એવાં સદ્ગુરૂદેવો તથા સર્વદોષથી રહિત સર્વગુણ સંપન્ન દેવાધિદેવોને નમન કરતાં થઈએ તો મન સુમન બને અને સુમન પછી ઈચ્છારહિત નીરિહી-વીતરાગી અને વિકલ્પરહિત
ભાડુતી જ્ઞાન અને પૌલિક ક્રિયાથી મોક્ષ કેમ કરીને થાય ?
Page #93
--------------------------------------------------------------------------
________________
૩૬
આનંદઘન પદ - ૬
નિર્વિકલ્પ બનાવે જેથી દર્શન અને જ્ઞાનની આડેના આવરણો હટી જાય અને કેવળદર્શન (સર્વદશીતા) અને કેવળજ્ઞાન (સર્વજ્ઞતા) ની પ્રાપ્તિ થાય. માટે કહ્યું છે કે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. મનને વશ કરવાની આવી મનની સાધના માટે પ્રાણનો આયામ કરવો પડતો હોય છે અર્થાત્ પ્રાણનું જતન કરવું પડતું હોય છે.
આ પ્રાણાયામની આગળ પૂર્વમાં સાધના છે અને પ્રાણાયામની પછી ઉત્તરમાં પણ સાધના છે જે કરીએ તો આખીય આત્મોત્થાનની યોગિક પ્રક્રિયા પૂર્ણ બને જે આસનસ્થ બનેલાને આત્મસ્થ એવાં પરમાત્મા બનાવે એટલે કે પૂર્ણ બનાવે. પ્રાણાયામની પૂર્વમાં યમ, નિયમ, આસન છે તે ઉપકરણ અને કરણ વડે કરાતી બાહ્મડિયા છે જ્યારે પ્રાણાયામની પશ્ચાતમાં પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ છે તે અંદર અંતરમાં પરિણામ સ્વરૂપ થતી વૈષ્ણચિક અત્યંતર ક્રિયા છે. એ મનથી મનને પકડમાં લઈ આત્માને પકડવાની અંતરની સ્વરૂપક્રિયા છે. બાકી જો મનથી દેહને પકડીએ તો આત્મા ભૂલાય અને મન પટકાય. જેમ જેમ નાડી (પ્રાણ) ની શુદ્ધિ થાય તેમ મનની શુદ્ધિ થાય છે.
(૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (5) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ એ યોગના આઠ અંગને અષ્ટાંગયોગ તરીકે પાતંજલરૂષિ દ્વારા રચિત પાતંજલ યોગમાં જણાવ્યા છે. એ આનંદઘનજી સહિત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને હરિભદ્રસૂરીશ્વરજી જેવાં જેન ઋષિ મુનિઓને પણ માન્ય છે. ચમ નિયમ એ સંન્યાસ છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ મકવાસનો જોગ છે - જોગીપણું છે અને ધારણા, ધ્યાન, સમાધિ એ ઘરવાસ છે. બીજી રીતે વિચારીએ તો પહેલાં બે યમ અને નિયમો છે તે અનુક્રમે અણુવ્રત કે મહાવ્રત તથા બાહ્યતા છે. તેમજ ઉચિત વ્યવહાર છે. આ કર્મયોગ છે, જે સાધનાનો પાયો છે.
મધ્યના ત્રણ આસન - પ્રાણાયામ - પ્રત્યાહાર એ કાયયોગની સ્કૂલ સાધના છે જે વિકાસ એટલે કે સાધનાની ઈમારત છે – સાધનાનું ચણતર છે.
વિપરીત પરિણમન યુક્ત ક્રિયા તે બંધન.
Page #94
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૬
૩૭
અંતે છેવટના ત્રણ ધારણા - ધ્યાન - સમાધિ એ વિશેષ વિકાસ એટલે કે સાધનાનું શિખર છે જે મનોયોગની સૂક્ષ્મ સાધના છે.
એક એક યોગથી એકેક દોષ જાય છે અને એક એક દૃષ્ટિનો ઉઘાડ થાય છે. આ અષ્ટાંગયોગથી નાભિપ્રદેશે આઠ રૂચક પ્રદેશ સ્થિત ચેતનાનો ઉઘાડ થતો જાય છે, ઉર્વીકરણ થતું જાય છે અને આત્માની ચેતનાને ઢાંકતા આત્માની આડે આવતાં આવરણરૂપ આઠ કર્મોના પડળ તૂટતા જાય છે.
(૧) યમ : હિંસા, જૂઠ, ચોરી, પરદારા (પરસ્ત્રી)ગમન અને પર વસ્તુમાં માલિકીભાવની મૂછરૂપ પરિગ્રહ (સંગ્રહ), એ પાંચના સેવનને યમ કહ્યાં છે કેમકે તેના સેવનથી સમાજવ્યવસ્થા ના પ્રાણ હણાય છે અને જીવનો પોતાનો પણ સંસાર વધતા ભવોભવ મોતને ઘાટ ઉતરવાનું થતાં પ્રાણ હણાય છે તેમજ જીવના-આત્માના ભાવપ્રાણ પણ હણાય છે. તેથી જ આવા પ્રાણઘાતક પાંચના અસેવનને યમ એટલે વ્રત કહ્યાં છે, કેમકે તે આત્મવર્તતારૂપ આત્મવર્તન છે. સ્થૂલ અસેવનને અણુવ્રત કહ્યાં છે જે પંચશીલ તરીકે પ્રખ્યાત છે. જયારે સ્કૂલ અને સૂક્ષ્મ ઉભયથી અસેવનને પંચ મહાવ્રત કહ્યાં છે જે સર્વવિરતિધર સાધક સાધુસાધ્વીને હોય છે. વળી આ આત્માના મૂળને મજબૂત કરનારા હોવાથી એને મૂળગુણ કહ્યાં છે.
(૨) નિયમ : મૂળગુણને એટલે ચમને નિયંત્રણમાં રાખનારા કે ચમનું નિયમન કરનારા જે આનુસાંગિક કડક પેટા નિયમો સ્વીકારવામાં આવે છે તેને નિયમ કહેવાય છે કે ઉત્તરગુણ તરીકે પણ ઓળખાય છે. મૈથુનનું અસેવન એટલે બ્રહ્મચર્યની પાલના એ યમ કે મહાવ્રત એવો મૂળગુણ છે. તેની સારી રીતે પાલનાને માટે બ્રહ્મચર્યની નવ વાડના નિયમનો સ્વીકાર તે નિયમ એટલે કે ઉત્તરગુણ છે. ટુકમાં યમની સુરક્ષા માટેની વાડ કે કિલ્લેબંધી તે નિયમ.
(૩) આસન : જેમ રાજશાસનમાં રાજ્યાસન - રાજગાદીની સ્થિરતાની આવશ્યકતા છે તેમ ધર્મશાસન અને એની આગળ આત્મશાસન -
સ્વરૂપશાસનમાં આસનની એટલે કાયાની સ્થિરતાની અત્યંત આવશ્યકતા છે. કાયાને ગુપ્તિના (કાયગુપ્તિના) પાલનથી ગુપ્ત (સ્થિર) રાખવાની છે અને
સમ્યક્ પરિણમન યુક્ત ક્રિયા તે મુકત.
Page #95
--------------------------------------------------------------------------
________________
ઉ૮
આનંદઘન પદ - ૬
હલનચલન અનિવાર્ય હોય ત્યારે એને સમિતિથી સીમિત (નિયંત્રિત) રાખવાની હોય છે. કાયસ્થિરતાથી મનસ્થિરતા સહજ બનતી હોય છે તેમ મનસ્થિરતાથી પણ કાયસ્થિરતા આવતી હોય છે. ઉભય અન્યોન્યની સ્થિરતામાં કારણરૂપ તેમજ પૂરક છે. કાય અસ્થિરતાથી પ્રદેશ (યોગ) કંપની છે જયારે મન અસ્થિરતાથી ઉપયોગકંપની છે. સ્વરૂપથી આત્માના સ્વરૂપમાં પ્રદેશ સ્થિરત્વ અને ઉપયોગ સ્થિરત્વ છે. શુકલધ્યાનના બે પાયાની સાધનાથી તેરમા ગુણસ્થાનકે ઉપયોગ
સ્વૈર્ય અને પછીના શુકલધ્યાનના બે પાયાની સાધનાથી ચોદમાં ગુણસ્થાનકના પ્રથમ સમયથી યોગધૈર્ય પ્રાપ્ત થાય છે. માટે સાધનામાં સાધકે સુખાસન, ભદ્રાસન, સિદ્ધાસન, પદ્માસન, ગોદોહિકાસન, જિનમુદ્રા, કાયોત્સર્ગમુદ્રા ઈત્યાદિ આસનોથી કાયાને સ્થિર રાખવાની છે. કાયાની સ્થિરતા હોય તો ચંચળ એવા મનને પણ ભટકી ભટકીને પાછું કાયાને અનુસરી કાયાને અનુરૂપ સ્થિર થવું પડતું હોય છે. ચમ નિયમ એ બાહ્ય દૃશ્ય સ્વરૂપ ઉપકરણથી થતી સાધના છે તો આસન એ કરણ (કાયયોગ) થી કરાતી સાધના છે.
(૪) પ્રાણાયામ : પ્રાણનો આયામ એટલે પ્રાણનું જતન કરવું તે પ્રાણાયામ છે. એકધારી લયબદ્ધ ઈચ્છિત રીતે સભાનતા પૂર્વક કરાતી શ્વસનક્રિયા એ પ્રાણાયામ છે. એ જીવના દશ પ્રાણની રક્ષા કરે છે. પ્રાણાયામ એ ચૂલા અને સૂક્ષ્મને જોડતી કડી હોવાથી પ્રાણના પ્રભુત્વથી સ્થૂલ એવાં કાયા અને ઈન્દ્રિયો ઉપર તેમજ બીજી બાજુ સૂક્ષ્મ એવાં મન ઉપર પ્રભુત્વ મેળવી શકાય છે. જેટલાં શ્વાસોશ્વાસ ઓછા લેવાય એટલે કે શ્વસન ધીમું, કુંભક વધુ તેટલા આયુષ્યકર્મ દલિકોની ખપત ઓછી અને તેથી આયુષ્યનો સમયકાળ વધુ. કારણ કે તે વખતે જીવને મળેલાં નિશ્ચિત શ્વાસોશ્વાસ અને આયુષ્યકર્મ દલિકોનો વપરાશ ઓછો થતો હોય છે. લાંબો સમય તે પ્રક્રિયા ચાલુ રહે છે. એ એના જેવું છે કે ઘરવપરાશ માટે મળેલાં દશ હજાર રૂપિયા દશ દિવસમાં પણ પૂરા કરી શકાય છે અને આવડત હોય તો ૩૦ દિવસના મહિનાને અંતે હજાર પંદર શોની પુરાંત બાકી રાખી શકાય છે.
(૫) પ્રત્યાહાર: યોગીને યોગસાધનામાં પરમાત્મ પ્રેમના આહારની જરૂર છે. અમૃતરસનું - સ્વરૂપાનંદરસનું પાન કરવું એ યોગીનો આહાર છે. જેમાં
આત્મામાં રહેનારને બહારની ક્રિયાના બંધન લાગતા નથી.
Page #96
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૬
શરીરની નિરાગીતા માટે શુદ્ધ સાત્વિક આહારની જરૂર છે તેમ મનની નિરોગીતા માટે નિર્દભ, નિષ્કપટ, આતમઅર્પણા પૂર્વકના પ્રભુભકિતયોગ અને પ્રભુ આજ્ઞા પાલનારૂપ આહારની જરૂર છે. પાંચ ઈન્દ્રિયોના ૨૩ વિષયોથી મનની તૃપ્તિ છે તે વિષયાસંગી મન છે જે વિષયના સેવનકાળ પૂરતી ક્ષણિક અસ્થાયી તૃપ્તિ છે અને તેથી તે વિષયના બંધાણી બનાવનાર હોવાથી બંધનરૂપ છે. જ્યારે પ્રભુ આજ્ઞાપાલનયુકત પ્રભુભકિતયોગ એ નિર્વિષયરૂપ મનતૃપ્તિ છે જે સ્થાયી પ્રકારની નિર્વિશેષ બનાવનારી અને નિર્વિશેષપદે પ્રતિષ્ઠિત કરનારી મુકતા બનાવનારી છે. ઉપરના ચાર યોગના અંગો કુશળ હશે તો તેના પરિણામ સ્વરૂપ આ પાંચમા યોગાંગની પ્રાપ્તિ થશે જે ઈન્દ્રિયજય સ્વરૂપ છે. પછી મન ઈન્દ્રિયોને વશ નહિ વર્તતા ઈન્દ્રિયો મનને સાનુકૂળ વર્તનારી બનશે. આહાર, નિદ્રા, આસકિત નિયંત્રણમાં આવશે. યોગી અનાસકત તો બન્યો હોય છે પણ દેહવશ્યક આહાર અને નિદ્રા પણ દિનપ્રતિદિન યોગસાધનાની પ્રગતિની સાથે ઘટતા જાય છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ સાધકને ધારણા, ધ્યાન, સમાધિના એકાંત, અસંગ અને મોનમાં લઈ જાય છે.
(૬) ધારણા : કોઈ એકજ વસ્તુવિશેષ ઉપર મનનું કેન્દ્રિકરણ કે સ્થિરીકરણ એ ધારણા છે. દીપજ્યોત, ૐ, મણિપુર, અનાહત, આજ્ઞા આદિ ચક્ર ઉપર કે બ્રહ્મરંધ્રના સ્થાને મનને એકધારું ધારી રાખવું તે ધારણા છે. ક્રિયાયોગમાં ઉચ્ચારાતા આવશ્યક સૂત્રોના શબ્દાલંબનમાં અર્થાલંબનમાં ભાવાલંબનમાં મનનું વહેવું તે પણ ધારણા છે. ધારણાથી મનશુદ્ધિ, મનસ્થિરતા, ચિત્તસ્થિરતા, બુદ્ધિ, સ્મૃતિ સતેજ થાય છે અને સૂક્ષ્મ બને છે. ધારણાયોગથી સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થાય છે.
(૭) ધ્યાન ઃ મન અને ચિત્તનો પ્રવાહ એની ધારા એ ધ્યાન છે. મનમાં મંથન અને ચિત્તમાં ચિંતન સતત કોઈ ને કોઈ સારા નરસા વિષયનું ચાલતું જ હોય છે એ જીવનનું ધ્યાન Attention લક્ષ કે પછી Meditation હોય છે. સાંસારિક વિષયોમાં વહેતો મનપ્રવાહ કે ચિત્તપ્રવાહ એ આર્તધ્યાન કે રૌદ્ર ધ્યાનનો પ્રકાર હોય છે જે Attention - લક્ષ હોય છે. જેમાં નિશ્ચિત લક્ષ કે નિશ્ચિત ધ્યેય પ્રાય: હોતું નથી. દિવ્યતામાં વહેતો મનપ્રવાહ કે ચિત્તપ્રવાહ
જેના વડે પ્રયોજનની સિદ્ધ થાય તે કારક.
Page #97
--------------------------------------------------------------------------
________________
૪૦
આનંદઘન પદ
S
એ દૈવીપ્રવાહ હોય છે જે ધર્મધ્યાન કે શુકલધ્યાનનો પ્રકાર છે. જે Meditation એટલે કે ધ્યાન હોય છે જે નિશ્ચિત આત્મિક ધ્યેયથી સંબંધિત અને ધ્યેયને અનુસારી ધ્યેયાનુસંગી હોય છે. જેમાં નિમગ્નતા હોય છે.
(૮) સમાધિ : ધ્યાનની નિમગ્નતાનું લયમાં પરિણમન એ સમાધિ છે. *સમ ધિ કૃતિ સમાધિ' ધિ એટલે બુદ્ધિની ત્યાં આત્મા સાથે સમરૂપતા હોય છે. ધારણા એ એકાગ્રતા સ્વરૂપ છે. ધ્યાન એ એકરૂપતા સ્વરૂપ છે તો સમાધિ એ એકાત્મતા સ્વરૂપ છે. એ સ્વમાં સમાઈ જઈ સ્વમય (સમય) બનવા રૂપ છે, જે આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત એવી સ્વરૂપાવસ્થા છે. મૂલ ઉત્તર ગુણ મુદ્રાધારી, પર્યંકાસનવાસી; રેચક પૂરક કુંભક સારી, મન ઈન્દ્રિય જયકાસી. મ...૪.
મૂલ ગુણોને ધારણ કરીને, ઉત્તર ગુણોથી મૂળ ગુણોની તુષ્ટિ, પુષ્ટિ, વૃદ્ધિ કરીને, જિન, કાયોત્સર્ગ, મુકતાસુકિત આદિ યોગમુદ્રા ધારણ કરીને, પ્રાણાયામની રેચન, પૂરક, કુંભકની યોગીક પ્રક્રિયા કરવા દ્વારા દોષોનું રેચન (નિર્મૂલન) કરવારૂપ રેચનક્રિયાથી, ગુણોનું પૂરન કરવારૂપ પૂરકક્રિયાથી અને ગુણોને આત્મસાત કરવારૂપ ગુણધારણાની ક્રિયાથી, ઈન્દ્રિયો ઉપર જય મેળવવારૂપ ઈન્દ્રિયાતીત અતીન્દ્રિય બનીને, નિર્મોહી, નીરિહી, નિર્વિકલ્પ, વીતરાગ, પૂર્ણકામ બનવારૂપ મનોજય કરી મનાતીત અમન બની, યોગની પરાકાષ્ટાની આઠમી પરા દૃષ્ટિને અંકે કરવારૂપ આત્માનંદી, પરમાનંદી, સહજાનંદી, જ્ઞાનાનંદી, નિત્યાનંદી બનવારૂપ પર્યંકાસનવાસી એટલે પરાષ્ટિના આત્માસન વાસી અર્થાત્ સ્વરૂપરમમાણ બની રહી સાધનાતીત એવી આત્યંતિક મુકતાવસ્થા, સિદ્ધાવસ્થા, શુદ્ધાવસ્થા પ્રાપ્ત કરવા સાથે જાણે કાશીએ સંઘ હોંચવારૂપ સાધનાયાત્રાને સમાપ્ત કર્યાનો જય જય કાર, જયનાદ - બ્રહ્મનાદ સ્વરૂપનાદ વર્તાવવાનો છે. યોગમાં સ્થિરતાના ઉત્તમ આસન પદ્માસન કમલાસનને પણ પર્યાંકાસન કહેવાય છે. કમલ નિર્લેપતા, નિર્મલતા, સુવિકસિતતા, સુવાસિતતા, સુરસતા સુવિશાલતા સૂચક છે તેથી જ જિનેશ્વર ભગવંતોના પદ કમલારૂઢ હોય છે અને દેશના વખતે હંમેશા કેવલિને કમલાસન
કારક બહારમાં પ્રવર્તે તો સંસારમાર્ગે ગમન.
-
Page #98
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૬
૧
હોય છે. વળી સ્વરૂપદાયિની મા સરસ્વતિ કમલાસની હોય છે. આમ પર્યકાસનવાસી કહેવા દ્વારા યોગીરાજજી કેવલ્યજ્ઞાન પ્રાગટ્ય સૂચવે છે અને કહે છે જેમ શ્રી (લક્ષ્મી) દેવીનું આસન કમલ છે તેમ કેવલ્યલક્ષ્મીનું આસન પણ કમલ છે.
સ્થિરતા જોય યુગતિ અનુકારી, આપોઆપ બિમાસી; આતમ પરમાતમ અનુસારી, સીજે કાજ સમાસી. મ.પ. પરમાત્મા જેવાં પરમસ્થિર, વીતરાગી, નિરાલંબ, નિરપેક્ષ, નિર્વિકલ્પ, અક્રિય, જ્ઞાતા દૃષ્ટા છે તેવાં પરમાત્માને અને પરમાત્મસ્વરૂપને જાણીને, જોઈને, યુકિતયુકત વિચારીને સાધક યોગી પોતે પણ પોતામાં આપે આપ એ ગુણો બિમાસી એટલે વિમાસીને - વિકસાવીને અર્થાત્ સાધક યોગી નિર્દોષ, નિષ્પાપ, નિષ્કલંક, નિરાવલંબી, નિષ્કામ, નિરારંભી, નિષ્પરિગ્રહી, ગુપ્તિથી ગુપ્ત અને સમિતિથી સીમિત જીવન જીવતાં જીવતાં પરના અકર્તા અભોકતા બની માત્ર જ્ઞાતા દષ્ટા થઈ રહી, પરમ આત્મ સ્વરૂપને અનુસારી વૈરાગી જીવન જીવતાં સ્વયંમાં પરમાત્મસ્વરૂપ વિકસાવે છે. આમ સાધક યોગી સ્વરૂપને સમજીને સ્વરૂપને અનુસરીને સ્વરૂપમાં સમાઈ જઈ કાર્યસિદ્ધિ કરી કૃતકૃત્ય થાય છે.
આ પદ દ્વારા અનુભવયોગી આનંદઘનજી મહારાજા બોધ આપે છે કે સ્વરૂપને સમજીને સ્વરૂપાવસ્થાને યોગસાધકે સાધકાવસ્થામાં ઉતારી અષ્ટગંગયોગની યોગીક પ્રક્રિયાથી સ્વરૂપમાં સમાઈ જવા રૂપ સ્વરૂપથી અભેદ થઈ યોગાતીત સાધનાતીત મનાતીત ઈન્દ્રિયાતીત થઈ કૃતકૃત્ય થવાનું છે.
કારક અંદરમાં પ્રવર્તે તો મોક્ષમાર્ગ નમન.
Page #99
--------------------------------------------------------------------------
________________
ર
પદ
win
७
(साजी)
जग आशा जंजीरकी, गति उलटी कुल मोर । जय धावत जगतमें, रहे छूटो इक ठोर
આશાવરી
अवधू क्या सोवे तन मठमें जाग विलोकन घटमें
तन मठकी परतीत न कीजे, ढही परे एक पलमें ॥ हलचल मेट खबर ले घटकी, चिन्हे रमता जलमें ॥
આનંઘન પદ
मठमें पंचभूतका वासा, सासाधूत खवीसा ॥ छिन छिन तोही छलनकूं चाहे, समजे न बौरा सीसा ॥
शिर पर पंच वसे परमेश्वर, घटमें सूच्छम बारी ॥ आप अभ्यास लखे कोई विरला, निरखे धूकी तारी ॥
11911
आशा मारी आसन धरी घटमें, अजपाजाप जपावे ॥ आनन्दघन चेतनमय मूरति नाथ निरञ्जन पावे ॥
1
જંગ આશા જંજીર કી, ગતિ ઉલટી કુલ મોર; ४४र्थो धावत भगतमें, रहे छूटो s होर. .....
-
७
|| 3T. II
37. 11911
3T. 11211
अ. ॥३॥
अ. ॥४॥
આશા માયાની દાસી છે કે જેનું આખુંય કુળ અવળી ચાલે ચાલનારું છે. એ બધાંયની ગતિ કૂતરાની પૂંછડી જેવી વાંકી - વક્ર કે ઉલટી છે. પાછો એનો વંશવેલો તો મોર કહેતાં મહોરતો જ રહેતો હોય છે એટલે કે ફૂલતો ફાલતો જ રહેતો હોય છે.
કસ્તુરીમૃગ કસ્તુરીની સુવાસની શોધમાં ચારેકોર ફર્યાજ કરતું હોય છે. રણમાં ભૂલું પડેલું હરણિયું પાણી મળશે એવી આશામાં ઝાંઝવાના નીરની
બીજાની અપેક્ષાથી જીવાય તે સંસાર.
Page #100
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૭
પાછળ ફોગટ દોડ દીધે જ રાખે છે. એજ રીતે જીવ પણ નિત્યતાની, પૂર્ણતાની, સ્થિરતાની સુખ (આનંદ) ની શોધમાં આશાનો માર્યો ચારે કોર ફર્યા જ કરે છે - ભમ્યા જ કરે છે. આશામાં અને આશામાં એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં, એક શરીરમાંથી બીજા શરીરમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં ચોફેર ચારેય ગતિમાં ચૌદ રાજલોકમાં ભટક ભટક કરે છે. આશાનો ચાબુક જીવને રેસના ઘોડાની જેમ દોડાવ દોડાવ કરે છે. અને છતાંય આશાને જંજીર કહી. જે લોઢાની બેડીને આપણે જંજીર કહીએ છીએ તેવી આ જંજીર નથી. જંજીરમાં જકડાયેલો હોય તે તો બંધી બનેલો કેદખાનામાં એક ઠેકાણે ગતિહીન સ્થિર પડી રહેલો હોય. આ આશા તો એવી છે કે એ ગતિ તો કરાવે છે પણ પોતાની પકડમાંથી છૂટવા દેતી નથી અને સંસારમાં બાંધી રાખે છે. બાંધી રાખે છે તેથી તેને જંજીર કહી છે. અહીં શાસ્ત્રમાં આવતા સુપ્રસિદ્ધ મધુબિંદુના દષ્ટાંતને લક્ષમાં લેવા જેવું છે.
જીવની પોતાની નિત્યતા, પૂર્ણતા, સ્થિરતા, સુખની જે ચાહ-માંગ છે તે સાચી છે. કારણ કે જીવનો એ સ્વભાવ છે. આત્મા એના મૂળ શુદ્ધ મોલિક રૂપમાં નિત્ય, પૂર્ણ, સ્થિર અને આનંદ સ્વરૂપી છે. કસ્તુરીમૃગની જેમ જીવ પોતાને પોતામાં નહિ શોધતા પરમાં કે જ્યાંથી તે મળે એમ નથી એવાં અનિત્ય (વિનાશી), અપૂર્ણ, અસ્થિર જડ પર એવાં પુદ્ગલમાંથી તે પોતાના સ્વરૂપને મેળવવા ઈચ્છે છે - આશા રાખે છે. આમ માંગ સાચી હોવા છતાં ચાલ ઉલટી છે તેથી આશા ફળતી નથી કારણ ગતિ ઉલટી છે. બાકી કહેવતમાં તો “આશા અમર છે” એમ કહેવાયું છે. આ કહેવતની આધ્યાત્મિક વિચારણા કરીએ તો કહી શકાય કે અમર (અજરામર - અવિનાશીતા)ની આશા રાખે તો તે આશા સાચી છે અને તે આશા ફળે એવી પણ છે અને આશાના બંધનમાંથી મુકત એવી નીરિહીતા - વીતરાગતા - આશારહિત નિરપેક્ષ અવસ્થાને આપનારી છે. અન્યથા આશા મારનારી, ભમાવનારી અને ગુલામ બનાવનારી છે જેમાં આશા. તો પોતે જીવંત અમર રહે છે પણ આશાના ફંદામાં ફસાઈને આશા રાખનારો ભવોભવ મરનારો બને છે. આશા-અપેક્ષા એ જીવનું સ્વરૂપ નથી. જીવ નિરપેક્ષ છે.
ક્રિયા કર્તા ભાવે નથી કરવાની પણ લક્ષની જાગૃતિપૂર્વક અકર્તાભાવે કરવાની છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
૪૪
આનંદઘન પદ
-
માટે જ આ સાખી દ્વારા કવિવર્ય યોગીરાજ આનંદઘનજી જાતને અને જગતને કહે છે કે આ ઠગારી આશાની જંજીરથી છૂટો થાય તો ચૌદ રાજલોકના ભવભ્રમણથી મુકત થઈ લોકાગ્ર શિખરે સિદ્ધશિલાવાસી થઈ એક ઠેકાણે ઠોર એટલે ઠરીઠામ થઈ સ્થિર રહે અને નિત્ય, પૂર્ણ, સ્થિર, સહજ સુખાનંદને માણતો દેશ (ક્ષેત્ર) અને કાળના બંધનથી મુક્ત થાય.
અવધૂ કયા સોવૅ તન મઠમેં, જાગ વિલોકન ઘટમેં
-
७
અવળીમતિ, અવગુણ, પાપોનું ધૂનન કર્યું છે, દોષોને ધોઈ નાખ્યા છે એવાં અવધૂ-પુરુષ - આત્મન્ ! હજુ સુધી તું બેફિકરો, નચિંત થઈને તારી યોગ (જોગ) દશાને ભૂલીને શા માટે જેનું કાયમી સ્થાન મસાણ છે એવાં વિનાશી મસાણિયા દેહ (તન)ને મઠ (મકાન) સમજીને એને કાયમનું પોતાનું માનીને, એના મોહમાં ભાન ભૂલીને જડ જેવો બની ઘોર્યા કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાનીઓએ જીવની ચાર અવસ્થા જણાવી છે. નિદ્રાવસ્થા, સ્વપ્નાવસ્થા, જાગૃતાવસ્થા અને તૂર્યાવસ્થા કે ઉજાગરદશા. દેહતાદાત્મ્યદશાને મિથ્યાત્વદશા કહી છે અને મિથ્યાત્વદશા એ નિદ્રાવસ્થા તરીકે જણાવેલ છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ પછીની ચોથાથી છઠ્ઠા સર્વવિરતિ ગુણઠાણાની દશાને સ્વપ્નાવસ્થા ગણાવી છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી લઈ બારમા છદ્મસ્થ ક્ષીણમોહ વીતરાગ ગુણસ્થાનક સુધીની દશાને જાગૃતદશા ગણાવી છે જ્યારે તેરમા સયોગી કેવળી ગુણઠાણા પછીની દશાને તુર્યાવસ્થા કહી છે.
આમ યોગીરાજજી જાતને ઢંઢોળે છે કે દેહ ભલે મસાણિયું ઘર કહેવાતું હોય પણ તારે માટે તો તે મઠ એટલે સાધનાનું સાધન છે. તું જાગૃત થા ! સચેત થા ! ઘટ (આત્મા)માં ઝાંખ (વિલોકનકર). અંતરમુખી થા ! નિદ્રા છોડી, સ્વપ્ન દશામાંથી હવે જાગૃતદશા એવી સાતમા ગુણઠાણાની અપ્રમત્ત અનુભૂતિની અવસ્થામાં આવ ! સૂક્ષ્મનિગોદ, બાદરનિગોદ, એકેન્દ્રિયપણામાં અને વિકલેન્દ્રિયપણામાં તો નિદ્રામાં ઘોર્યા જ કર્યું છે. હવે તો તું સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યત્વને પામ્યો છે તો જાગૃત થા અને અઘોર બન સાધક થા ! ઘરબાર છોડીને સંન્યાસ લેનારા કેટલાક બાવાઓ પોતાને અઘોરી તરીકે ઓળખાવે છે
આત્મા પોતાને ઓળખી પોતામાં સમાય એ સ્વસમય.
Page #102
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૭
૪૫
એનો અર્થ એ છે કે આત્માને વળગેલ અજ્ઞાનમય સંસાર ઘોર છે - ભયંકર છે. તેનાથી છુટવાનુ છે. સ્મશાનાદિમાં ઘોર કાળી રાત્રીમાં ઘોર સાધના કરવા દ્વારા આત્માને ઓળખી સર્વત્ર નિર્લેપ અને નિર્ભય બનાય તો સાચા અર્થમાં અઘોરી બન્યા કહેવાય. આવું લક્ષ્ય ભૂલાય નહિ માટે તે અઘોરી બાવા તરીકે ઓળખાય છે.
તન મઠકો પરતીત ન કીજે, ઢહી પરે એક પલમેં હલચલ મેટ ખબર લે ઘટકી, ચિત્તે રમતા જલમેં. અવધૂ.૧.
આ તને મળેલાં તનનો તું વિશ્વાસ (પરતીત) રાખીશ નહિ. મસાણિયા વિનાશી એવાં દેહને તેં તો મઠ બનાવ્યો છે. એટલે કે સાધનાનું સાધન બનાવ્યું છે. છતાંય તે છે તો વિનાશી જ ! ક્યારે દગો દઈ જાય તે કહેવાય નહિ. એ તો આ પળે છે અને બીજી પળે તો ઢળી પડે અને મડદું થઈ જાય એમ છે. માટે એ મળેલા યોગના સાધન (તન)થી છૂટાં પડી જવાય તે પહેલાં જેટલું કામ કાઢી લેવાય તેટલું કામ, તું જાગૃત થઈ અપ્રમત્ત બનીને જલ્દીથી કાઢી લે. સાઘન તો સાધન છે. સાધનથી શું કામ લેવું તે સાધનના વાપરનારા ઉપર આધાર રાખે છે. ડૉકટરના હાથમાં રહેલી છૂરી જીવાડે અને ખૂનીના હાથમાં રહેલી છૂરી મારે. કાયાનું હલનચલન બંધ કરીને ગુપ્તિથી ગુપ્ત થઈ, સમિતિથી સીમિત રહી આ તારા દેહમાં રહેલ ઘટ (આત્મા)ની ખબર લે કે એ કેવો છે ? કેટલો માંદો છે - નબળો છે અને કેટલો સાજો સબળો છે તેના ખબરઅંતર લે ! ખબર તો જાણે હું લઉં પણ જાણ કેમ થાય કે માંદો છે કે સાજો ? તો યોગીરાજ કહે છે કે જેમ જલ સમતલ રહી સ્થિર બની જલ જલમાં રમતું તરંગીત રહે છે તેમ તારો આત્મા ઉપશમનલ ઝીલતો ઉપશમભાવમાં, સમભાવમાં, સમતામાં રમતો જણાય - અનુભવાય તો એ ચિહ્નથી - લક્ષણથી symtoms થી તું તારા આત્માને સાજો જાણજે નહિ તો માંદો સમજી એને સાજો બનાવવા સજ્જ થઈશ ! જેમ તન મઠનો વિશ્વાસ કરવા જેવો નથી તેમ તેના ઉપલક્ષણથી આત્માની અંદરમાં પડેલ • જન્મ જન્માંતરમાં બાંધેલા અસંખ્યભવ સુધી ચાલે તેવો કર્મનો જંગી સ્ટોક - પુરવઠો અને અનંત અનંત ભવોના કુસંસ્કારોનો પણ વિશ્વાસ કરવા જેવો નથી. તે તે ભવોમાં પ્રચંડ
દેહથી ભિન્ન ચૈતન્યનું ભાન તે જ્ઞાનદશા.
Page #103
--------------------------------------------------------------------------
________________
૪૬.
આનંદઘન પદ - ૭
પુણ્યના ઉદયથી પ્રતિવાસુદેવ જેવી પદવી પામીને પુણ્યના ભરોસે રહી દરેક પ્રતિવાસુદેવો વાસુદેવોથી હણાયા છે. પુણ્ય જાગતું - જીવતું હતું ત્યાં સુધી જે દેવાધિષ્ઠિત ચક્રને આગળ કરી ત્રણખંડના વિજેતા બન્યા હતા તે પુણ્ય પુરું થતાં તે જ ચક્ર દ્વારા વાસુદેવોથી યુદ્ધભૂમિ પર હણાઈને નરકે ગયા છે.
તે વખતે ત્રણ ખંડનું અપ્રતિમ સામ્રાજ્ય, પાયદળ, રથદળ, ગદળ, અશ્વદળ કે અંત:પુરની સામ્રાજ્ઞીઓ તેમને બચાવી શકી નથી. માટે જ્ઞાનીઓ ઢોલ પીટીને ડંકાની ચોટ ઉપર જીવને જગાડતા કહે છે કે હે ચેતન ! તું સમજ - સમજ - કાંઈક સમજ શાણો થા ? પુણ્યના ભરોસા છોડ, નહિ તો ચક્રી સુભમ અને બ્રહ્મદતના જેવા હાલ થયા તેવા હાલ તારા થતાં વાર નહિ લાગે. ઈતિહાસમાં જેની નોંધ લેવાઈ છે એવાં સમ્રાટ સિકંદરની વાત તો આપણા સહુની જાણ બહાર નથી અને મૃત્યુ સમયે સિકંદરે કરેલ ફરમાન તો આજે અધ્યાત્મ ક્ષેત્રે ગાણું બની ગયું છે.
મઠમેં પંચભૂતકા વાસા, સાસાયૂત ખવીસા; છિન છિન તોહી છલનછૂં ચાહે, સમજે ન બૌરા સીસા. અવધૂ૨.
હે અવધૂ આત્મન ! તેં જેને મઠ (મનને ઠારવાનું કામ) બનાવ્યો છે, તે છે તો તન (દેહ). આ દેહ બને છે પંચ મહાભૂત એવાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ તત્ત્વમાંથી, ટકે છે પણ પંચ મહાભૂતના ગ્રહણથી અને અંતે એ પંચ મહાભૂતનો બનેલો દેહ આત્માથી છૂટો પડી જતાં પંચ મહાભૂતમાં જ વિલય પામે છે. આમ મઠમાં પંચ મહાભૂતનો વાસ છે.
એજ પ્રમાણે ભૂત જેવી ભમાવનારી મહાભયંકર માયાવી પાંચ ઈન્દ્રિયોનો પણ વાસ આ દેહમાં છે. મન જો ઠેકાણે ન હોય તો દેહનો કબજો લઈને દેહવાસી બનેલા પાંચ ઈન્દ્રિયોરૂપી ભૂત જેમ ભમાવે અને જેમ ઘુમાવે તેમાં ભમરડાની જેમ ચક્કર ચક્કર ઘૂમવું પડતું હોય છે. આ ઈન્દ્રિયો ભૂત તો છે પણ સાથે તે ડાકિની, શાકિની, પિશાચીની જેવી આત્માનું ધનોતપનોતા કાઢનારી આત્મનિકંદિની છે. પાછો એ ભૂતડીઓને માથા વગરના ધૂર્ત ભયાનક શ્વાસ (સાસ) રૂપ ખવીસાનો સાથ મળે છે.
કાર્મણવર્ગણાનો ભંગાર આત્માર્થીને ન જોઈએ.
Page #104
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૭
૭.
આ બધાં ભૂતડાઓની ભૂતાવળ વળગાડ છિન છિન એટલે કે ક્ષણે ક્ષણે - શ્વાસે શ્વાસે તને આત્માને છળવા એટલે કે છેતરવા માંગે (ચાહે) છે.
પરંતુ તું બાવરો (બી) બેબાકળો મૂરખ અજ્ઞાન શિષ્ય (સીસા) આ ભૂતડાઓના ધુતારાના છળકપટને - માયાને સમજતો નથી.
શિર પર પંચ વસે પરમેશ્વર, ઘટમેં સૂરછમ બારી; આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે ધૂકી તારી. અવધૂ.૩.
શિર એટલે મસ્તિષ્ક. મસ્તિક એટલે મન જે ઈચ્છા અને વિચારની ગાડી છે. મન તારું દુષિત (મેલું) તો તું દાનવ, મન સુવાસિત તો તું માનવા સાધક અંધકારને રૂંધનાર (ગુરુ) ગુરૂ અને મન અમન તો ગુણાતીત રૂપાતીત એવો શુદ્ધાત્મા દેવાધિદેવ.
મન મેલું તો તું અરિહંત નહિ પણ અરિથી હણાયેલો અરિહત. સિદ્ધ નહિ પણ અસિદ્ધ, આચાર્ય નહિ પણ અનાચારી-દુરાચારી, જ્ઞાની નહિ પણ અજ્ઞાની, સાધક સાધુ નહિ પણ બાધક દુર્જન.
મન સુવાસિત તો તું ગુણથી ભરેલા ગુણીજન એવો સાધક સાધુ, પઠન પાઠન કરાવનાર જ્ઞાની ઉપાધ્યાય, આચાર સંપન્ન પંચાચાર પાળનાર અને પળાવનાર આચાર્ય અર્થાત્ ગુરૂ શબ્દમાં ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર. આત્મામાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે તેથી ગુરૂ કહેવાય છે. અથવા ગુણાતીત અને રૂપાતીત બનાવનાર છે તે ગુર છે.
અને મન જો અમન એટલે કે ઈચ્છારહિત વીતરાગ અને વિચારરહિત નિર્વિકલ્પ તો તું દેવાધિદેવ અરિહંત અને સિદ્ધ. * આમ પંચપરમેષ્ઠિ વસાવીએ તો પંચ પરમેષ્ઠિનો વાસ આપણા જ શિર-મસ્તિષ્કમાં છે. પંચ પરમેષ્ઠિને આપણા મનમાં વસાવીએ એટલે કે સ્થાના આપીએ તો આપણું મન પંચ પરમેષ્ઠિથી સુવાસિત થાય અને આપણે સ્વયં પંચ પરમેષ્ઠિ રૂપ સોહિયે.
અથવા તો આપણા બ્રહ્મરંધ્રમાં રહેલ આપણું ધ્રુવના તારા જેવું અવિચળા ધ્રુવ શુદ્ધાત્મત્વ જ સ્વયં પરમેષ્ઠિ સ્વરૂપ આપણા શિર ઉપર વાસ કરીને
કર્મના ઉદયનો સ્વીકાર આત્મા ઉપરથી અનંતકર્મઠળ નીકળી રહ્યા છે તેની પ્રતીતિ છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૪૮
રહેલ છે.
આ આપણામાં આપણા શિરમાં વસી રહેલ પરમેષ્ઠિને જોવા માટે આપણા જ આત્મામાં એક સહેલાઈથી દેખાય નહિ એવી સૂક્ષ્મબારી પણ મૂકવામાં આવેલી છે. એ સૂક્ષ્મબારીને શોધીને એને ઉઘાડીએ તો એ બારી દ્વારા પરમેષ્ઠિના દર્શન થાય એમ છે. દર્શન મોહનીયનો ક્ષય, ઉપશમ કે ક્ષય એ આત્મા (ઘટ)માં રહેલ સૂક્ષ્મબારી છે, જેના દ્વારા સ્વરૂપનું દર્શન કરી શકાય છે. એટલે જ તો જ્ઞાનીએ જણાવ્યું છે કે દર્શનમોહનીયના ક્ષયોપશમથી સ્વરૂપદષ્ટા થવાય છે અને ચારિત્ર મોહનીચના ક્ષયોપશમથી સ્વરૂપકર્તા બનાય છે.
-
આનંદઘન પદ
કોઈ બડભાગી વિરલ સાધક પુરુષો જ આ વાતને લક્ષમાં લઈ સાધનાનું પરાક્રમ કરી પોતામાં જ રહેલાં પોતાના સ્થિર-ધ્રુવ પરમ ઈષ્ટ તત્ત્વ શુદ્ધાત્મત્વને નીરખવાની એટલે કે દેખવાની અનુભવવાની વીરતા દાખવે છે. આ સ્વાનુભૂતિની સ્વાત્મ સંવેદનની વાત છે તેથી આપ અભ્યાસથી પુરુષાર્થથીજ તે શક્ય બને છે. આ સ્વથી સ્વમાં સ્વ વડે થતું સ્વ રૂપ દર્શન છે.
સ્વ
-
७
આશા મારી આસન ઘરી ઘટમેં, અજપાજાપ જપાવે, આનન્દઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે. અવધૂ...૪.
-
આશા મારીને એટલે સર્વ જાગતિક આશાઓનો ત્યાગ કરી નિષ્કામ બની ઘરઘટ એટલે આત્મઘરમાં સ્વમાં આસન જમાવે છે અર્થાત્ સ્વમાં સ્થિત થઈ અંતરતમમાં રહેલ ધ્રુવ (સ્થિર) શુદ્ધાત્મા પરમાત્મ સ્વરૂપને નિરખે છે એટલે અનુભવે છે તેને શુદ્ધ ઉપયોગરૂપ એ ધ્રુવ પરમાત્મસ્વરૂપનો અજપાજાપ ચાલે છે. ઉઠતા, બેસતા, હાલતા, ચાલતા, સૂતા, જાગતા, ખાતા, પીતા, હરઘડી એ જોગીનો ઉપયોગ સ્વ આત્માંજ સ્થિત હોય છે. એ સ્વમય એવી અપ્રમત્તાવસ્થાને પામે છે. એને જાપ જપવા પડતા નથી. અપ્રયાસ સહજભાવે જ ઉપયોગ સ્વમાં સ્થિત હોય છે. આવા અજપાજાપના યોગી આનંદના સમુહ એવા ચૈતન્યના મૂર્ત સ્વરૂપ નિરંજન એટલે નિષ્કલંક નિષ્કર્મા નાથને નિરંજનદેવને પામે છે.
અંદરમાં પંચ પરમેષ્ઠિ તત્ત્વોનો જપ્યા વગરનો સહજ અજપા જાપ થઈ ગુણો દ્વારા સદ્કાર્ય કરતાં જીવ આત્મામાં ઠરતો હોય તો તે વ્યવહાર નવે મોક્ષમાર્ગ છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૭
૪૯
રહ્યો છે. અર્થાત્ એ પાંચે પરમેષ્ઠિ અંદરમાંજ રહેલાં છે. અંતરચક્ષુ ખુલવાથી ધ્રુવના તારાની જેમ અવિચળ (પરમ સ્થિર) આત્મજ્યોતિના દર્શન થાય છે. આત્મપ્રકાશ-આત્માનુભૂતિ થાય છે.
આત્મા; જયારે બાહ્યદૃષ્ટિ ત્યાગીને અંતરમાં દૃષ્ટિ કરે છે ત્યારે કર્મોના રસની હાનિ થાય છે અને તેથી કર્મો ઉપશાંત થાય છે. એટલે એ ઉપશાંતતારૂપ બારી દ્વારા અંદરમાં જયારે આત્મા અરિહંતાદિ પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરે છે ત્યારે તેટલા સમય પૂરતો તે અરિહંતાદિ રૂપે પોતાને અનુભવે છે. અરિહંતાદિના ઉપયોગમાં આ રીતે રહેલો આત્મા જેટલો સમય સુધી અરિહંતાદિના ઉપયોગમાં રહે છે તેટલા સમય સુધી તે આગમથી ભાવનિક્ષેપે અરિહંતાદિ કહેવાય છે. કહ્યું છે ને કે જેનો ઉપયોગ તેનો આત્મા અને જેનો ઉપયોગ તેવો આત્મા.
એક એક પ્રદેશમાં રહેલ આત્મપ્રકાશ આખા બ્રહ્માંડમાં વ્યાપી શકે તેટલો આત્મા મહાન છે. આત્માની અંદર એવી નિર્મળતા છે કે જેવા પદાર્થો આવે તેવાજ પદાર્થો પોતાના જ્ઞાનપ્રકાશમાં જ્ઞાનાકારે જણાઈ જાય છે. આત્મા પાતાળી. ઝરણું છે, તેમાંથી જ્ઞાનપ્રકાશ નીકળ્યાજ કરે છે પણ આવો જ્ઞાન પ્રકાશ આજે અજ્ઞાનથી ઢંકાયો છે, કર્મથી આવરાયો છે માટે તેને મન દ્વારા વિચારવાની. જરૂર પડે છે. આત્મા જેવું ચિંતવે છે, જન્મે છે તેવો તેજ ક્ષણે આત્મા થઈ જાય છે અને કલ્પશતિ કહે છે. માટે જ્ઞાની પુરુષો મન:શક્તિનો - કલ્પનાશક્તિનો દુરુપયોગ કરી ખરાબ ચિંતવવાની - કલ્પના કરવાની મનાઈ કરે છે અને સદુપયોગ કરી શુભ ચિંતવન કરવા ફરમાવે છે, જેથી અજ્ઞાન ટળતા જ્ઞાનપ્રકાશ બહાર આવે અને જ્ઞાનની પ્રકાશલિયામાં તો સુખ જ હોય.
સર્વક્ષેત્રે સર્વકાળે થયેલા સર્વ જ્ઞાનીઓનો એકજ આદેશ છે કે કોઈ પણ રીતે કરીને આત્માનું અજ્ઞાન ટાળો - આત્મજ્ઞાની બનો અને મોક્ષે જાવ !
આ પદ દ્વારા યોગીરાજજી બોધ કરાવે છે કે આશા અપેક્ષા ત્યાગી, દેહને સાધનાનું સાધન મઠ બનાવી, દેહ છૂટે તે પહેલાં શીઘતિશીધ્ર દેહમાં રહેલા દેહચાલક ધ્રુવ આત્મા સાથે એકતાર - એકતાન થઈ આત્માનુભૂતિ કરી લે !
પ્રવાહથી સંસાર અનાદિ અનંત છે, પણ ઘટનાથી એટલે કે બનાવથી સાઇ-સાન્ત છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
પ૦
આનંદઘન પદ - ૮
પદ - ૮
(સાખી)
आतम अनुभव फूलकी, नवली कोउ रीत ॥ नाक न पकरे वासना, कान ग्रहे न प्रतीत ॥१॥
(૨T : ઘચાથી અથવા સાT) अनुभव नाथकुं क्युं न जगावे, ममता संगसो पाय अजागज, थन तें दूध दुहावे || अ. ॥१॥ मैरे कहेतें खीज न कीजे, तुं ऐसीही सीखावे || बहोत कहेतें भागत ऐसी, अंगुली सरप दीखावे ॥ अ. ॥२॥ औरनके संग राचे चेतन, चेतन आप बतावे ॥ आनंदघनकी सुमति आनंदा, सिद्ध सरुप कहेवे ॥ अ. ||३||
આ પદમાં યોગીરાજજી મમતાનો સંગ ત્યાગી અતીન્દ્રિય આત્માની સુવાસ આત્માનુભૂતિથી લેવા જણાવે છે.
સાખી
આતમ અનુભવ ફૂલકી, નવલી કોઉ રીત;
નાક ન પકરે વાસના, કાન ગ્રહે ન પ્રતીત. કવિરાજે આત્માના અનુભવને ફૂલ એટલે પૂષ્પની ઉપમા આપી છે. પૂષ્પા જેમ સુકોમલ, સુગંધિત, સુંદર અને સુમધુરરસયુકત હોય છે પણ સવારે ખીલીને સાંજે સૂરજ ઢળતા કરમાઈ જનારું અલ્પ જીવી હોય છે, તેમ આત્મા દ્વારા અનુભવાતી આત્મસુવાસ પણ અનેરી હોય છે અને એનો રસાસ્વાદ પણ અજબોગજબ હોય છે. પૂષ્પ જેમ બાગની-વાટિકાની શોભા છે અને બાગને બાગબાગ - મઘમજિત કરે છે તેમ આત્માનુભૂતિ થવી એ પ્રાપ્ત મનુષ્ય જીવનની શાન છે - સાર્થકતા છે. આત્માનુભૂતિથી આત્મપ્રસન્નતા આવે છે અને જીવન કરવામાં ધર્મ નથી પણ થવામાં – હોવામાં ધર્મ છે અર્થાત આત્મામાં સમાવામાં ધર્મ છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૮
પ૧
નવપલ્લવિત થાય છે. પરંતુ આ અનુભવ પૂષ્પ એવુ પૂષ્પ છે કે એની રીત જ કોઈ નવતર છે. આ પૂષ્પની ઉપસ્થિતિ નાકથી વાસ લઈને કે કાનથી શબ્દો - અવાજ ગ્રહણ કરીને પકડી શકાય એમ નથી કારણ કે તે અતીન્દ્રિય છે. વળી એ અનુભૂતિની પળોમાં આત્મા એવો તો આત્મલીન થઈ ગયો હોય છે કે બહારની સુવાસ, બહારનો કોલાહલ, આદિ ગ્રહણ કરવા માટે ઈન્દ્રિયો બધિર બની ગઈ હોય છે કેમકે મન - જ્ઞાનતંતુઓ સાથેનું ઈન્દ્રિયોનું જોડાણ કપાઈ ગયું હોય છે. વિષયને ગ્રહણ કરતી ઈન્દ્રિયો મન સુધી એ વિષયાનુભૂતિને હોંચાડી શકતી નથી અથવા જો પહોંચાડે છે તો મન તેમાં જોડાતું નથી કેમકે તે તો દિવ્યાનુભૂતિમાં ગરકાવ થયેલું હોય છે. જેમ પૂષ્પ અલ્પ જીવી હોવાથી એની સુવાસ, એનું મુલાયમ સ્પર્શન, એનાથી આંખોને પહોંચતી ઠંડક સ્થાયી રહેતી નથી. એજ રીતે સાધકને થતી આત્માનભૂતિ આત્મરસાસ્વાદ પણ પ્રાથમિક ભૂમિકામાં તો અલપઝલપ ક્ષણિક હોય છે. માત્ર ઝાંખી થાય છે કે ઝલક મળે છે. આત્માનુભૂતિની ઝલક પૂષ્પ જેવી મનભાવન પણ આલ્પજીવી છે એ સૂચવવા જ યોગીરાજે આતમ અનુભવને ફૂલ કહ્યું. કુલ ભલે ખીલતું અને મુરઝાતું ! પરંતુ આ અનુભવફૂલને જો પકડી રાખી શકાય, એની સાથે સાથે રહેવાય અને અનુસરાય અને એમાંથી બહાર નીકળી પર - અન્ય અનુભવમાં ન જવાય તો એ અનુભવ કે અનુભાવન ન રહેતાં તે સ્વભાવ બની. જઈ શકે છે. આત્માનુભવને અનુલક્ષીને જ પદરચના કરાઈ છે.
અનુભવ નાથકું કયું ન જગાવે, મમતા સંગસો પાય અજાગજ, થન તે દૂધ દુહાવે. અનુભવ...૧.
ચેતના અને ચેતનના મિલનથી પૂર્વે થયેલા આત્માનુભવ, આત્માનુભૂતિના રસાસ્વાદને ફરી ફરી યાદ કરી, ફરીયાદ પણ કરી રહી છે અને અનુભવમિત્રને વિનવણી પણ કરી રહી છે.
ચેતનની ચેતના સમતા, સુમતિને સંબોધીને કહે છે કે અત્યારે તો ચેતનને આત્મ અનુભૂતિ થવાથી પરમાનંદ અનુભવે છે. પરંતુ પ્રમાદ અને મમતાના સંગથી તો ચોદપૂર્વના અભ્યાસીઓ પણ જ્ઞાન જ ન હોય એવી અજ્ઞાન દશાને,
આત્મા સ્વયંભૂ છે એટલે એણે સ્વયં સ્વબળે જ સિદ્ધ થવું પડે.
Page #109
--------------------------------------------------------------------------
________________
પર
આનંદઘન પદ - ૮
નિગોદવાસી બનીને પામ્યા છે. ઉપશમ શ્રેણિએ ચઢેલાં અને ઠેઠ ઉપર અગિયારમાં ગુણઠાણે પ્રાય: ભગવાન કહેવાય એવી દશાએ પહોંચીને પણ પ્રમાદવશ થઈને કે મમતામાં મુંઝાઈને પટકાયા છે અને સંસારમાં રખડચા છે.
સમતાએ ચઢેલા ચેતનના પરિણામને પ્રમાદરૂપી મમતા તરફ પાછા ફરતાં જોઈ સુમતિ ચેતનાને કહે છે... “તું તારા સ્વામીને કેમ જગાડતી નથી ? કેમ ચેતવતી નથી - સાવધ કરતી નથી ? મમતાના સંગમાં એ શું સુખ મેળવશે ?” દુગ્ધપાનનો ઈચ્છુક બકરીના ગળે રહેલ આંચળ દોહવાની મુર્ખામી કરે તો કાંઈ દુધ મળે ? એ તો બકરીના દુધ દેનારા આંચળ (સ્તન) ને દોહે તે દુધ મેળવે અને દુગ્ધપાન કરે. એજ રીતે સુખનો ઈચ્છુક મમતાના પલ્લે (સંગે) પડશે તો કાંઈ એ સુખ મેળવી શકશે નહિ. ઉલ્ટો મમતાની મોહમાયાજાળમાં ફસાઈ જશે અને બંધી બનેલો એ ફસામણમાંથી બહાર આવી શકશે નહિ. સુખ મળશે તો સમતાના સંગમાં મળશે.
મેરે કહેતે ખીજ ન કીજે, તું ઐસીહી શીખાવે; બહોત કહેતેં લાગત ઐસી, અંગુલી સરપ દખાવે અનુભવ૨.
સુમતિ ચેતનાને શીખ તો આપે છે પણ સુમતિ હોઈ, જાણે છે કે સલાહ કોઈને લેવી ગમતી નથી છતાં આપવી તો ગમતી જ હોય છે, તેથી તે ચેતનાને સ્પષ્ટતા કરતાં કહે છે કે મારા વચનો સાંભળીને કદાચ તને ખીજ ચડે કે ગુસ્સો આવે અને વળતા તું પણ મને બે ચાર કટુ વચન સંભળાવી દે કે તું સુમતિ દોઢડાહી થઈને મને વારંવાર આવી ને આવી વણમાગી શીખ-સલાહ આપ્યા કરે છે.
તારી હાલત હું જાણું છું. વળી હું એ પણ જાણું છું કે વારંવાર આ પ્રમાણે કહેવું કે ટોક ટોક કરવું ઠીક નથી. શિખામણ આપવા ઊઠતી આંગળી સામાને ફૂંફાડા મારતી કોઈ જાણે સર્પિણી નહિ હોય એવી ભાસે છે. તારા સ્વામી ચેતનને તો આ હેજેય ગમે એમ નથી. પરંતુ હે ચેતના ! હે અનુભવ મિત્ર ! તું તારા સ્વામી ચેતનને - અનુભવના નાથને સમજાવ કે એનામાં અનંતશકિતઓ છૂપાયેલી પડેલી છે. ચેતના તું તારા સ્વામી ચેતનને મનાવ, સમજાવ, ઠેકાણે
ક્રિયા કરતા ભાવનું અને ભાવ કરતાં દષ્ટનું મૂલ્ય વધારે છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૮
પ૩
લાવે અને મમતાના ફંદામાંથી છોડાવ અને સમતાની શીળી છાયામાં લાવ.
ટૂંકમાં યોગીરાજજી કહેવા એ માંગે છે કે કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગના ફંદામાં ફસાયેલા જીવને કોઈ હિતચિંતક કલ્યાણમિત્રની સાચી સારી હિતશિક્ષા ગમતી નથી અને માંડ માંડ માર્ગે વળેલો માર્ગ ગુમાવી બેસી સંસારમાં વધુ ખૂંપી જતો હોય છે.
રનકે સંગ રાચે ચેતન, ચેતન આપ બતાવે; આનંદઘનકી સુમતિ આનંદા, સિદ્ધ સરૂપ કહાવે. અનુભવ.૩.
આનંદઘનજીનું ચેતન્ય અનોખુ જાગૃત ચેતન્ય હોવાથી પોતાના બાહ્ય ચેતનને આંતરચેતન સમજાવી રહ્યું છે કે તું જયારે અન્ય પારકાના સંગમાં, મમતાના સંગમાં રાચે છે ત્યારે મને આંતરચેતનને આપોઆપ સહજ જ ખ્યાલ આવી જાય છે કે મારા આ ચેતનરામ પરભાવને રવાડે ચડડ્યા છે. ત્યારે તે જાગૃત અંતરચેતના સ્વગત હિતશિક્ષા આપે છે કે હે ચેતન ! બહિરભાવમાં પરસંગમાં રાચવા જેવું નથી. તેં જે અનુભવ્યું છે અને અનુભવી રહ્યો છું તે જ તારું સાચું સ્વરૂપ છે. એ તો અનંત શાંતિ સુખનો, સહજ નિત્યાનંદનો અખૂટ અક્ષય ખજાનો છે.
ચેતનની ચેતના જ્યારે પરસંગનો ત્યાગ કરી પોતાના (સ્વ)રૂપ (ભાવ)માં રમણતા કરે છે ત્યારે તે આનંદમયી સુમતિની સંગતિ કરે છે અને ત્યારે તે સિદ્ધસ્વરૂપી કહેવાય છે.
માટે હે ચેતનારૂપ સ્ત્રી ! અથવા હે અનુભવ મિત્ર ! તું તારા નાથને - ચેતનને જગાડ અને એના મનમાં ઠસાવ કે કુમતિ તો ચેતનાને ફસાવે છે અને મમતાના કુસંગે ચઢાવે છે. એનાથી તો ચેતનનો જ્ઞાનમયી શુદ્ધાત્મા મલિન થાય છે કેમકે મલિન કર્મો ચોંટે છે. આ સર્વ હકીકત તું તારા સ્વામીના ધ્યાનમાં લાવ. સુમતિ સમતાનો સંગ કરાવે છે માટે તે હંમેશા આનંદમયી છે. જેટલો સમય જીવ સમત્વમાં (સમતામાં) રહે છે તેટલો સમય આવા સિદ્ધભગવંતોના આંશિક સુખને અનુભવે છે.
સંયોગોથી જૂદા રહેતા આવડે તો મોક્ષમાર્ગ.
Page #111
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૮
આ પદની અનુપ્રેક્ષા કરતાં સ્વાનુભૂતિ સંપન્ન ખીમજી બાપા સમતા સાધનાનો મંત્ર આપે છે. જગન્નાથ (ભગવાન)ને યાદ કરો, જાતને સાફ કરો, જગતને માફ કરો.
નમામિ સનાળ – રવમાન ધ્વનીવાળ” આ પદનો બોધ એ છે કે તું આત્માનુભૂતિ કરી એ આતમરસાસ્વાદના તંતુને પકડી મમતાના કુસંગથી દૂર રહી સમતાના સંગમાં સ્વરૂપ સાધનામાં સતત આગળ વધ.
દ્રવ્યત્વની અપેક્ષાએ આત્મામાં એકય છે, અને વર્યાની અપેક્ષાએ આત્મામાં અનેકાણું રહ્યું છે. એક આત્મા (જીવદળમાં)માં અનેક ગુણો અને અૉક પર્યાયl| રહે છે. જેમકે એક સુવર્ણમાં જ યીળાશ, ચળકાટ, હારમાશ, વાતા આઠ અઠક ગુણો રહેલા છે, અને તેના કુંડળ,
, વીટી, હાર, મુગટ ઈત્યાદિ અલંકારરૂય યયયો છે તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર વીતરાગતા, આઠiદ, ક્ષમા, કરૂણા ઈત્યાદિ આત્માના અid ગુeો છે. દ્રવ્ય, ગુફાયયય વિતા ન હોય અને ગુહાવર્યાય, દ્રવ્ય વિધા ન હોય. દ્રવ્યની ઓળખ ગુણાથી એટલે ગુણાકર્મ દ્રવ્યમાં ભેદ પાડે છે. ટુંકમાં વધ્યા છે તે દ્રવ્ય છે, સંવઠા છે તે ગુહા છે અને ઉત્યા છે તે યયય છે.
જે સર્વજ્ઞને ઓળખતો નથી તે પોતાને ઓળખતો નથી.
Page #112
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૯
પપ
પદ - ૯
(રાગ – સારંગ)
नाथ निहारो आप मतासी, वंचक शठ संचक शी रीते ? ||
તો વાતો તાપી | નાથ. III आप विगूचण जगकी हांसी, सियानप कौन बतासी। निजजन सुरिजन मेला ऐसा, जैसा दूध पतासी ॥ નાથ. રા ममता दासी अहित करि हरविधि, विविधभांति संतासि । आनन्दघन प्रभु विनति मानो, और न हितु समतासी || नाथ. ||३||
યોગીરાજજી આ પદમાં પોતાની જાતને મમતાના સંગમાં પોતાનાજ - આત્માની છેતરપિંડી નહિ કરતાં સમતાના સંગમાં આત્મયોગી બની આત્માના અક્ષય ખજાનાને પામવાની વાત કરે છે. નાથ નિહારો આપ મતાસી, વંચક શઠ સંચક શી રીતે ?
ખોટો ખાતો ખતાસી...૧. નિરંજન નાથ એવાં પરમાત્માના અલખ સ્વરૂપની અકળ કલાને નિહાળવા પોતાની વ્યવહારુ દુન્યવી મતિ કે અન્ય કોઈની મતિ કે મતનો આશરો (સહારો) ન લેતાં પોતાની પ્રજ્ઞા કે જે પ્રશસ્ત ભાવમાં પરિણમેલી છે તેની મદદ-સહારો. લઈને પોતે જ પોતાને નિહાળશો, આત્મ નિરીક્ષણ Introspection કરશો તો
ત્યાં ઉપશમતા, સમતા, સમાધિ, આનંદ સિવાય બીજું કાંઈ નથી. પોતે પોતાને રત્નત્રયી, તત્ત્વત્રયીથી પરિકર્મિત પ્રજ્ઞા વડે નિહારો - નિહાળો - નિખારો. બીજાં તો શઠ ઠગારા વંચક છે, જે સ્વરૂપને સ્વરૂપ રૂપે ન તો સમજાવશે કે ન તો સમજવા દેશે અને સંચિતથી વંચિત રાખી ગાડી આડા પાટે ચઢાવી દઈ ખોટી ખતવણી કરાવશે, જેથી લેવાના દેવાના થઈ પડશે.
સર્વસારનો સાર આત્મા છે. તેથી આત્મા સર્વ સારભૂત તત્વોનો સંગ્રાહક એવો સંચક છે. આવો સંચક છતાં શઠ એટલે મૂર્ખ બની પોતે જ પોતામાં
જે અંતરમાં ડૂબકી મારે તેને સર્વજ્ઞપણું મળે.
Page #113
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૯
રહેલા પરમાત્મસ્વરૂપ ભગવાનને છેતરે એ બને શી રીતે ? પોતે પોતાને છેતરે એ વાત ગળે ઉતરતી નથી. હજુ માણસ બીજાથી છેતરાઈ જાય તે સમજાય એવું છે પણ પોતે પોતાને છેતરવાની વાત તો ભારે આશ્ચર્યકારી છે.
પ
દુન્યવી સામાજીક નીતિ નિયમો અને કર્મસત્તાનો ન્યાય એ બધાંય કહે છે કે છેતરપિંડી એ ગુનો છે અને એ ગુનાની સજા મળીને જ રહે છે. અહીં તો જાતની છેતરામણ છે. જાત તો પરમાત્મસ્વરૂપી, સિદ્ધસ્વરૂપી છે. આમ પોતે પોતાને છેતરવું, આત્મ વંચના કરવી એ અરિહંત અને સિદ્ધ ભગવંતોને છેતરવા જેવું અધમાધમ કૃત્ય છે જે ગુનાખોરીની સજા શી મળશે એનો વિચાર કરવા માટે દ્રૌપદી અને ગોશાલાનું કથાનક વાંચવાથી ખ્યાલ આવશે. જગતનો માર્ગ વ્યવહાર નીતિ પર ચાલે છે, જેમાં સામો જેવો હોય તેવા આપણે થવાનું છે. ‘શનું પ્રતિ શાળ્યું’ ‘જેવાં સાથે તેવા’ એ વ્યવહાર નીતિ છે. જ્યારે અધ્યાત્મનો માર્ગ આત્મકેન્દ્રીકરણનો માર્ગ છે જેમાં સામો ગમે તેટલો ખરાબ બને - વક્ર બને તો પણ આપણાથીતો કોઈ પણ કાળે ખરાબ ન જ બનાય. વ્યવહારમાર્ગમાં બીજાને છેતરનારો બુદ્ધિમાન ગણાય, જ્યારે બીજાથી ઠગાનારો મૂર્ખમાં ખપે છે, ત્યારે અધ્યાત્મ જગતમાં સમજીને બીજાથી ઠગાઈ જનારો - છેતરાઈ જનારો અને બીજાને ક્યારે પણ નહિ છેતરનારો પરમાત્મપદનો અધિકારી બને છે. વ્યવહારમાં બીજાને ઠગનારો ભૌતિકલાભ પામે છે પણ પોતાનું સ્વપદ - પરમાત્મપદને દૂર હડસેલે છે, જ્યારે અધ્યાત્મની દુનિસામાં જીવતા આત્માઓ સમજીને બીજાથી છેતરાઈને બીજાને રાજી કરીને પોતાનું સ્વપદ ખુલ્લુ કરે છે. માટે અધ્યાત્મનો નિયમ એ છે કે જો શીઘ્ર પરમાત્મા બનવું હોય તો બીજાથી ઠગાઈ જાવ, દબાઈ જાવ, કચડાઈ જાવ, મૌન રહો, શાંત રહો પણ બીજાને ઠગો નહિ. દબાવો નહિ, કચડો નહિ. છતી શકિતએ, છતી બુદ્ધિએ સમજીને પ્રત્યેક પળે બીજાથી ઠગાઈ જનારો પોતાના મન-બુદ્ધિને નિર્મળ-નિર્મળતર બનાવતો હોય છે. સાથે સાથે બીજાને પ્રકૃષ્ટ શાતા આપવા દ્વારા નિર્મળપુણ્યને ઉપાર્જન કરતો હોય છે. તેનું ફળ અંતે એ આવે છે કે તેનું બ્રેઈન એટલા ટોપ લેવલ ઉપર જઈને પ્હોંચે છે કે જેના પ્રભાવે સુપ્રિમકોર્ટના જજને પણ ધધડાવી શકે તેવી ખુમારી અને શકિત પામે છે. તે જગતપૂજ્ય
જ્ઞાનીનો મોક્ષ છે. પંડિતો - સાક્ષરોનો ર્વાહ.
Page #114
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૯
પ૭
બને છે અને અનેકોનો તારણહાર બની મોક્ષે જાય છે.
માત્ર વેશ પરિવર્તનથી કાંઈ જીવ સ્વરૂપદષ્ટા બનતો નથી અને સ્વરૂપકર્તા થતો નથી. વેશપરિવર્તન તા ભવાયા પણ કરે છે. વેશપરિવર્તન એ અનુકૂળ સાધન છે. એ અનફળ સાધનને પામીને સાધ્યને અનુલક્ષી અનુરૂપ સાધક જીવન જીવાશે તો સાધ્યથી અભેદ થવાશે અર્થાત સ્વરૂપદષ્ટા, સ્વરૂપકર્તા મટી સ્વરૂપમય બનાશે. માથુ-મસ્તિષ્ક મુંડાવાની સાથે મન મુંડાય એટલે કે મન દમનના - જમણના માર્ગેથી પાછું વળી સુમન બની નમન માર્ગે વળે તો. અમન બને એટલે કે ઈચ્છા અને વિચાર રહિત થાય જેથી હું (અહં) અને. મારા” (મમતા) થી છૂટી સમસ્વરૂપમાં ઠરી જાય - શમાય જાય - સમાઈ જાય. અન્યથા સંવર જ આશ્રવનું કારણ બનશે અને એન્ટ્રી ઉલટી પડતા. ખતવણી ખોટી થશે. પરિણામે આત્માના કલ્યાણને બદલે અકલ્યાણ થશે. - ભવાંત ન થતાં ભવભ્રમણ વધશે.
મમતાના પ્રભાવે આખુ જગત આજે ભ્રાંત પુરુષાર્થમાં ફસાયેલું છે. ધર્મ કદી મોક્ષે ન લઈ જાય. વિજ્ઞાન મોક્ષે લઈ જાય. ઘર્મ બધો કર્તાભાવે છે. અધર્મ પણ કર્તાભાવે છે. વિજ્ઞાનથી આકર્તાભાવ ઉત્પન્ન થાય છે અને તેથી તેનાથી મોક્ષ થાય છે. જગતમાં જે કંઈપણ કર્તાપણે કરાય, કર્તાભાવે હોય, પછી તે ધર્મનો કર્તા હોય, શાસ્ત્રનો કર્તા હોય કે પંડિતાઈનો કર્તા હોય તો તે બધાય ભૂલા પડેલા છે, મોક્ષમાર્ગથી વિખૂટા પડેલા છે.
સંજોગો ભેગા થાય અને તેથી જે કાર્ય થાય એ બધું અધ્યાત્મની પરિભાષામાં પ્રારબ્ધ કહેવાય. સંજોગો ભેગા થાય અને તેથી જે કાર્ય થાય તેમાં અંદરથી અલિપ્તપણે વર્તે - નિરાળાપણુ વર્તે - દષ્ટાભાવ રહે તે પુરુષાર્થ કહેવાય.
લૌકિકમાં કાંઈપણ કરવું તેને પુરુષાર્થ કહેવાય છે પણ અધ્યાત્મમાં તેને પ્રારબ્ધ કહેવાય છે. જેમાં દેહ-ઈન્દ્રિય-મન-બુદ્ધિ-કર્મનો ઉદય-ક્ષયોપશમનું અવલંબન લેવું પડે અને કરાય તે પરાવલંબી બધુંજ પ્રારબ્ધ છે. તેમાં જીવા પોતાનો અહં કરે છે - મેં કર્યું કહે છે તે તેનો નર્યો અજ્ઞાનભાવ છે. કર્તાભાવી
જેને જગત આખું નિર્દોષ દેખાય અને પોતે દોષિત દેખાય, એ પરમ સજ્જન.
Page #115
--------------------------------------------------------------------------
________________
૫૮
આનંદઘન પદ - ૯
છે. પ્રારબ્ધ ભોગવતા અંદરમાં હું આનો કર્તા છું એ ભાન નિરંતર વર્તે છે તેથી સતત અંદરમાં ભ્રાંતપુરુષાર્થનું બીજ પડે છે જેનાથી મિથ્યાત્વ કુલતું ફાલતું રહે છે. પોતાને અનંતકાળથી જે વળગ્યું છે તે નામ, રૂપ, આકૃતિ, દેહપિંડ, ઈન્દ્રિય, વાણી, શ્વાસોશ્વાસ ધન, સ્વજન, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તેનાથી છુટવાનું છે. તેને સાચવવાનો ટકાવવાનો વધારવાનો અભિપ્રાય નિરંતર વર્યા કરે છે તે મિથ્યાત્વ છે.
‘હું અને મારું જયાં હોય ત્યાં અંદરથી જીવની સ્થિતિ બહુ ભયંકર હોય છે. માટે યોગીરાજ તેનાથી છુટવાનો ઉપદેશ આપી રહ્યા છે. - આપ વિગૂચણ જગકી હાંસી, સિયાનપ કૌન બતાસી;
નિર્જન સુરિજન મેલા એસા, સા દૂધ પતાસી. નાથ..૨.
જેમ કરોળિયો અન્યને ફસાવવા માટે પોતે બનાવેલી પોતાની જાળમાં ફસાઈને પોતાથી જ પોતાનું મોત નોતરવાનું આત્મઘાતક કામ કરે છે તેમ જીવા તું પોતે જ પોતામાં એવો તો ગૂંચવાઈ ગયો છે, ઉલઝાઈ ગયો છે કે એ (વિગુણ) ગુંચવણમાંથી એ ઉલઝન - મુંઝવણમાંથી બહાર નીકળી શકાતું નથી અને જગતમાં તેં તારી જાતને હાંસી મજાકનું પાત્ર બનાવી દીધું છે. આ તારું ગાંડપણ છે. તને શયાનપ એટલે શાણપણ કોણ બતાડે અને કેવી રીતે બતાડે? ગૂંચવાયો છે - મુંઝાયો છે કેમકે પોતે પોતાને ઓળખતો નથી કે પોતે શું છે ? પોતાની જ પોતાને સમજણ ન હોવી એ ગાંડપણ છે જે જગતને માટે હાંસીરૂપ છે.
પોતાનું પોતાપણું છે - સ્વત્વ છે એવાં પોતાના સ્વગુણ કે જે નિર્જના - સ્વજન જેવાં છે, તેને સુરિજન જે દેવજન જેવાં ગુરૂજન છે - ગુરૂદેવ છે કે પછી આધ્યાત્મિક ક્ષેત્રે શુરવીર છે તેવાં સુરિજનો - ગુરૂદેવોની સાથે જો તું તારી જાતનો મેળ પાડશે એમની સાથે એમના ભેળો રહેશે તો દૂધમાં જેમ પતાસું ઓગળે અને મીઠા દૂધને અતિ મીઠુંમધુરું બનાવે તેમ તું તારા ગુણોને ગુણીજનોથી ઓતપ્રોત એકમેક બનાવીશ તો તારું બધું ગાંડપણ નીકળી જશે, ગૂંચ ઊકલી જશે અને તું સ્વયં ગુણીજન - ગુરૂજન બનીશ. મમતાથી છૂટીશ
નિશ્વયથી જે સર્વજ્ઞ ભગવંતને ઓળખે છે તે પોતાના આત્માને ઓળખે છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૯
પ૯
સમતાથી એક થઈશ. ગાંડો મટી શાણો બની રાણો થઈ સ્વ રાજમાં (આત્મામાં) હકુમત સ્થાપીશ.
મમતાદાસી અહિત કરી, હરવિધિ, વિવિધભાંતિ સંતાસિ; આનન્દઘન પ્રભુ વિનતિ માની, ઔર ન હિતુ સમતાસી. નાથ.૩.
જ્યાં સુધી નિજન સુરિજનના મેળાનો જોગ સાંપડશે નહિ ત્યાં સુધી સમરસતારૂપ સમાધિ સમતા આવશે નહિ અને મમતાદાસી નડતર કર્યા વિના રહેશે નહિ. આત્મહિતની શુભક્રિયા રૂપ હર વિધિમાં, હર વિધાનમાં, પ્રત્યેક શુભ ક્રિયામાં આ મમતાદાસી રોડા નાખ્યા કરશે, ડગલે ને પગલે જુદા જુદા પ્રકારે ભ્રમણામાં • ભ્રાંતિમાં નાંખશે અને સંતાપશે - પીડશે. ગૂંચવણમાંથી મુંઝવણમાંથી બહાર નીકળવા જ નહિ દે.
ઘનીભૂત (નક્કર) આનંદના સ્વામી એવાં મારા પ્રભુ ! હે મારા નાથા ચેતન ! સુમતિની સમજણ જે હિતકારી છે તેને ઝીલો. સમતા સિવાય બીજા કશામાં તમારું હિત કે કલ્યાણ નથી. સમતા સરળ છે, ગૂંચ વિનાની, આંટીઓ વિનાની છે અને શુદ્ધ છે. માટે હે ચેતનરાજા! મમત્વની માયા-ભ્રમણા જાળમાંથી મુક્ત થઈ સમતાના સંગમાં, આત્માના રંગમાં સ્વરાજમાં રમો.”
મમતા મોહ ચાંડાલકી બેટી, સમતા સંયમ નૃપ કુંવરીરી; મમતા મુખ દુર્ગધ અસત્ય, સમતા સત્ય સુગંધ ભરીરી; મમતા મેં લતે દિન જાવે, સમતા નહિ કોઉ સાથ લરીરી; મમતા હેતુ બહુત હે દુશ્મન, સમતા કે કોઉ નાહિ અરીરી; મમતાકી દુર્મતિ હૈ આલી, કાકીની જાત અનર્થ કરીરી; સમતાકી શુભમતિ હૈ આલી, પર ઉપર ગુણે સમગીરી; મમતા સુત ભયકુલ પંપન, શોગ વિયોગ મહામચ્છરીરી; સમતા સુત હોવેગો કેવલ, રહેગો દિવ્ય નિશાન ઘુરી રી; સમતા મગન રહેગો ચેતન જોએ ધારે શીખ ખરીરી; સુજસ વિલાસ લહેગો તો તું, રહેગો દિવ્ય નિશાન ઘુરીરી.
પરમાં કોઈપણ જાતના ફેરફાર કરવાનો ભાવ ન થાય તે વીતરાગતા છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
५०
આનંદઘન પદ
૯
આત્મા પોતે સમજણ કેળવી પોતાને ઓળખે પરથી ન્યારો રહે - પરમા ભળે નહિ - પોતાનામાંજ નિરંતર રહે તો પોતે પોતાનાથી પોતાનામાં રહેવા દ્વારા પ્રતિપળે મોહના સુભટોથી રક્ષા પામે છે. આ પોતાની પોતાના ઉપરની કૃપા એજ અધ્યાત્મક્ષેત્રે પરમાત્મકૃપા - પરમાત્માનુગૃહ - ઈશકૃપા - ઈશાનુગૃહ માનવામાં આવેલ છે. એ ભીતર પોતાપણારૂપે રહેલ પરમાત્મસ્વરૂપ એવાં ઈશ્વરની કૃપા છે. મોક્ષે જવા માટે જીવને કોઈ વસ્તુ નડતી નથી, કોઈ વ્યકિત નડતી નથી, માત્ર પોતાની જાતને નહિ ઓળખવા દેનાર ઘોર અજ્ઞાનજ નડે છે. અધ્યાત્મના માર્ગમાં તેનેજ દૂર કરવાનુ છે. સંતો, મહંતો, ભદંતો, ઓલિયાઓ, ફકીરો, પયંગબરો આજ વાત કહી રહ્યા છે.
આ પદ દ્વારા મહાત્મન આનંદઘનજી પાઠકને અને સ્વયંને બોધ આપે છે કે આત્મ પંચના નહિ કરતાં મમતાથી છૂટવાની અને સમતાના સંગમાં રહેવાની દયા પોતે પોતા ઉપર કરવાની છે. આત્મકૃપા થવી એ પરમાત્મકૃપા - ઈશાનુગ્રહ છે.
筑
દ્રવ્ય યુલિંગ છે, પર્યાય સ્ત્રીલિંગ છે. સ્ત્રીની પત્ની તરીકે તિયરાયણતા તે સ્ત્રીનું સતીત્વ છે. એમ પર્યાયની દ્રવ્યપરાયણતા એટલે કે દ્રવ્યની જ બની રહી દ્રવ્યના
જેવી થઈ રહેવું તે દ્રવ્યમયતા !
*
જેણે વ્યક્તિ સાથે કોઈ પણ સ્વરૂપે પ્રેમ કર્યો છે, તેને અધ્યાત્મમાં ભગવાન સાથે જલ્દી પ્રેમ થશે. ભગવત્પ્રેમ આપણી ચેતનામાં લાવવા પહેલાં માનવીય પ્રેમ લાવવો જોઈએ. ગુણોનું આકર્ષણ હશે તો પ્રેમ થશે, શક્તિ પર ઓવારી જનારા અહોભાવમાં જાય છે, જ્યારે ગુણો ઉપર ઓવારી જનારા પ્રેમભાવમાં જાય છે.
દ્રવ્યમાં પૂર્ણતા છે, પર્યાયમાં અલ્પતા છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૦
૬૧
પદ - ૧૦
(રાગ : ટોડી) परम नरम मति और न आवे मोहन गुन रोहन गति सोहन, मेरी बैरन ऐसे निष्ठुर लिखावे ॥ प. ||१|| चेतन गात मनात न एतें, मूल बसात जगात बढावे ॥ कोउ न दूती दलाल विसीठी, पारखी प्रेम खरीद बनावे ॥ ૫. Iરા जांध उधारो अपनी कहा एते, बिरह जार निस मोही संतावे || एती सुनी आनन्दघन नावत, और कहा कोउ हुंड बजावे | प. ॥३॥
આ પદ દ્વારા આનંદઘનજી મહારાજા સ્વમાં રહેલા સ્વ તત્ત્વ - સત્ત્વને ફોરવવાની અને દુષ્ટતથી દૂર થવાની વાત કરે છે.
પરમ નરમ મતિ ઔર ન આવે મોહન ગુન રોહણ ગતિ સોહન, મેરી બૈરન એસે નિષ્ફર લિખાવ ૫.૧.
ખરાબ માણસમાં પણ અંદર એક સારું તત્ત્વ રહેલું હોય છે અને તે ખરાબ માણસને ખરાબીના માર્ગે જતાં વારે છે - રોકે છે. અંગ્રેજીમાં જેને જેકિલ અને હાઈડ કહે છે એવી સ્થિતિ પ્રત્યેક વ્યકિતમાં હોય છે. વ્યકિત જ્યાં સુધી સંસારી જીવ છે ત્યાં સુધી તે એકલી સદ્ગુણી કે એકલી દુર્ગણી નથી. સારપ અને ઝાંખપ, સત્ અને અસત, સુરૂપ અને કુરૂપ, સુમતિ અને સમતા તથા કુમતિ અને મમતા અડખેપડખે જ રહેતાં હોય છે અને તેમનામાં ખેંચાતાણી સતત ચાલતી હોય છે. રામ અને રાવણ, યુધિષ્ઠિર અને દુર્યોધન, શ્રીપાળ અને ધવલ પોતામાંજ છૂપાયેલાં પડ્યાં છે. કોઈકવાર સુમતિ સમતા ગુણનું જોર વધુ હોય તો કોઈકવાર કુમતિ મમતા અવગુણ (દોષ)નું જોર વધુ હોય. આ પદમાં યોગીરાજે પરસ્પરથી વિરુદ્ધ એવી સમતા અને મમતાને સંસાર નાટકના પાત્રો બનાવી સંવાદ રચ્યો છે. મમતા એ પ્રકૃતિના ગુણો ધારણ કરે છે જ્યારે સમતા એ આત્માનો સહજ સ્વાભાવિક આત્મિક ગુણ છે, જે બાહ્ય નિમિત્તને આધીન
જેની અંદર પૂર્ણ જાગૃતિ છે તે સ્વરૂપે સર્વજ્ઞ અને સ્વભાવે વીતરાગ છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
- ૬૨
આનંદઘન પદ - ૧૦
નથી. આત્માની સાથે સંધાયેલ મનોયોગ આત્માની ધ્રુવતા, સ્થિરતા, સહજતાને ખંડિત કરી તેને અવળે રવાડે ચઢાવે છે. | મમતાની સખી કુમતિ (દુર્બુદ્ધિ) છે તો સમતાની સખી સુમતિ (સદ્ગદ્ધિ) છે. સુમતિએ સમતાના સાથમાં સ્વઘર એવાં આત્માને સંભાળી લેવાથી કુમતિ અને મમતા નબળા પડ્યાં - કમજોર બન્યા. સુમતિના સાથમાં સમતાનો પાયો મજબૂત થતાં જીવને ભેદજ્ઞાન થયું અને દેહને અને આત્માને ભેટ સ્વરૂપ જુદાં જુદાં ભાળ્યાં અર્થાત્ સ્વરૂપદર્શન એવું સમ્યમ્ (સાચું) દર્શન થયું. આથી કુમતિ અને મમતા ભયભીત થાય છે અને ફફડાટ અનુભવે છે કે નક્કી આ સમતા, સુમતિના જોરે ઘરમાં પેઢી પડી ગઈ છે અને ઘરમાં પેસી ગઈ હોવાથી મારા સ્વામી હવે મને એટલે કે મમતાને ઘરબહાર કરશે. છતાં મમતા કુમતિના જોરે છેલ્લો પાસો નાંખે છે અને સ્વામીને સમતાની વિરુદ્ધમાં ઉશ્કેરતા કહે છે
કે...
આ સમતા તો પરમ નરમ મતિની હોય એને કાંઈ આવડતું પણ નથી અને એની પાસે કોઈ આવતું પણ નથી. કારણ કે એ એવી તો પરમ નરમ થઈ ગઈ છે કે એની તો બધી ઈચ્છાઓ - કામનાઓ મરી ગઈ છે. એને કોઈ સાંસારિક દુન્યવી આશા, અરમાન, તૃષ્ણા કે લાલસા છે જ નહિ. એ એવી તો નિર્માલ્ય અને નિર્વીર્ય છે કે સંસારી - દુન્યવી વ્યવહાર ચલાવવાના કોઈ લક્ષણો કે આવડત એનામાં (સમતામાં) નથી. માટે હું (મમતા) ઈચ્છું કે આવી સંસાર ચલાવવાની કળામાં અકુશળ એવી પરમ નરમ મતિ ધરાવનારી સમતા મારી નજદીક આપણા ઘરમાં નહિ આવે. એ આવશે તો આપણો આ લીલોછમ ભર્યો ભાદર્યો સંસાર ઉજ્જડ વેરાન થઈ જશે !”
મમતાની આવી વાતોથી અકળાયેલી સમતા હવે પોતાનું હૈયું ઠાલવે છે અને હૈયાવરાળ બહાર કાઢે છે કે...
મારા મનને હરી લેનાર મનહર મોહન કે જે મોહને હણવા તત્પર થયેલો. છે અને રત્નોથી ભરપૂર એવાં રોહણાચલ જેવો ગુણરત્નોથી ઝગારા મારતો શોભાયમાન બની સોહી રહેલો છે અથવા તો મોહને હનન (હણવા)ના હેતુથી
મન, બુદ્ધિ, દેહ, ઈન્દ્રિય આત્માની બહાર છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૧૦
૬૩
જેની ગતિ ગુણારોહનની બનવાથી ગુણના શિખરો એક પછી એક સર કરતો સોહી (શોભી) રહેલો છે એવાં મારા ચેતનરાજાને આ મારી વૈરિણી સોતન - શોકય કેવી નિષ્ઠુર નઠોર બનીને ઉર્ધ્વગતિથી આરોહણ કરતાં સોહી રહેલાં સ્વામીને ઉલટી પટ્ટી પઢાવી અધોગતિના કૂવામાં નાખવાના કાળા કામ કરી રહી છે. જુઓ તો ખરા ! આ વેરન નઠોર બનીને મારા ચેતનની કેવી અવદશા કરી રહી છે !”
ચેતન ગાત મનાત ન એતેં, મૂલ બસાત જગાત બંઢાવે; કોઉ ન દૂતી દલાલ વિસીઠી, પારખી પ્રેમ ખરીદ બનાવે. પરમ....૨.
“ચેતન સમજણો તો થયો છે પણ અનાદિનો પેઢો પડી ગયેલો મોહનો વળગાડ હજુ જતો નથી. ચેતનને કેટકેટલી જુદી જુદી રીતે ગાઈ બજાવીને મનાવવાના બધાંજ પ્રયત્નો કર્યા પણ એ એવો છે કે મારું જરાપણ માનતો જ નથી.
આજ દિ’ સુધીનું માથે વહોરી લીધેલું કર્મનું મૂળ વસિયત (બસાત-વસાત) નામું ચૂકવાયા વિનાનું દેવું તો હજી ઊભું જ છે અને ઉપરથી મારી ભાંડણીથી લટકામાં નવા નવા કર્મોના બોજા મમતા વધારી રહી છે. જેમ જાણે મૂળ વસ્તુ ઉપર જકાત નાખી ન હોય. મૂળલડો થોડો ને ભાઈ વ્યાજડો ઘણેરો. શું કહું સખી શ્રદ્ધા - સુમતિ ! આવી સીધી સાદી વાત પણ મારા ચેતનરાજા સમજવા તૈયાર નથી.
આ મમતા તો મોંની મીઠી છે પણ દિલની જુઠી છે. હૈયે કાંઈ અને હોઠે કાંઈ એવી માયાવી કપટી છે. એના હૈયામાં હળાહળ ઝેર ભરેલું છે. એની વ્યવસ્થા પણ પાછી એવી જડબેસલાક છે કે આ કળા કરતી વખતે એનો પોતાનો સોદો પતાવી આપનાર કોઈ દૂતી દલાલણ કે પ્રતિનિધિની પણ જરૂર પડતી નથી અને સંદેશાની આપ લે માટે કોઈ વિસીઠી એટલે વિષ્ટીકાર કે સલાહકાર એવાં વચેટીયા માણસની જરૂરત પણ ઊભી થતી નથી. કારણ કે મમતાના પક્ષકાર તરફેણીયા ટેકેદારો એવાં હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા અને સ્ત્રી, પુરુષ, નપુંસક વેદ જે ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયને
સંસાર ભ્રમથી ચાલે છે તેને તોડવાનો છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
ઉ૪
આનંદઘન પદ - ૧૦
પુષ્ટ કરનાર નવ નો કષાય છે તે માયા મમતા માટે થઈને વચેટિયા તરીકેનું બધું કાર્ય સંભાળી લે છે. સ્વામી ચેતનરાજાને કયે સમયે કઈ ચીજની જરૂર પડશે તે સઘળા ઈંગિતને પારખી લઈને તે તે સમયે તે તે વસ્તુને હાજર કરીને ચેતનના પ્રેમને ખરીદી લે છે એટલે કે ચેતનના રાગની, ઈચ્છાની પૂર્તિ કરીને મમતા તેને મોહવશ કરી લે છે. સામ, દામ, દંડ એ ત્રણે ભેદો અજમાવીને વેરિણી નિષ્ફર મમતા મારા ચેતન રાજાને હેઠે પછાડે છે. ઉપર ઉઠી રહેલાંને હેઠે પટકાવે છે !'
અનાદિ અનંતકાળથી ચેતન મોહ-માયા ને મમતાના પાશમાં ફસાયેલો છે. એના કારણે એના અંતરમાં દુર્બદ્ધિના જાળા એટલા ઘનીભૂત થયા છે કે એ મમતાની વિરુદ્ધમાં જે કોઈપણ હિતભાવે - કલ્યાણ મિત્રની રૂવે તેને કાંઈ પણ સમજાવે તો તે સમજવા તૈયાર જ થતો નથી. આવી આડાઈ - વક્રતા એ સંસાર પરિભ્રમણનું અને નરકાદિ દુ:ખ પ્રાપ્તિનું મહાબીજ છે. માટે આ તબક્કે જીવનું સૌથી પ્રથમ અગત્યનું - મહામુલું કર્તવ્ય એ બની જાય છે કે એને કલ્યાણ મિત્રના વચનને પરમપ્રેમે કરીને અત્યંત આદર - બહુમાન પૂર્વક અહો-અહોની ચર્ચાથી આશ્ચર્યકારી પણે સાંભળવા. જેમાં હજારો વર્ષથી ગાઢ અંધકાર જે ઓરડામાં કે ભોંયરામાં છવાયો છે ત્યાં સૂર્યનું એક કિરણ પડે તો પણ તે અંધકારને ઉલેચવા સમર્થ છે તેમ કલ્યાણમિત્રના વચનને પ્રેમપૂર્વક સાંભળવા - સ્વીકારવા એ અજ્ઞાન અંધકારની કોટડીમાં સૂર્યના એક કિરણના પ્રવેશ તુલવ્ય છે. આના વિના બીજો કોઈ ઉપાય જણાતો નથી.
જાંઘ ઉઘારો અપની કહા એતે, બિરહ જાર નિસ મોહી સતાવે; એતી સુની આનન્દઘન નાવત, ઔર કહા કોઉ હુંડ બજાવે૩.
“હે સખી શ્રદ્ધા ! શું કહું તને ? મારા સ્વામી ચેતનરાજા વેરિણી મમતાની એક એક વાત માની રહ્યાં છે. અપૂર્વ પ્રેમ પૂર્વક તે કહે તેટલું જ કરે છે અને એ પાય તેટલું જ પાણી પીએ છે. પણ મારા વહાલા ચેતનને કંઈ ગમ પડતી નથી કે એમ કરવામાં તો પોતે જ પોતાની જાંઘ (સાથળ) ખુલ્લા (ઉઘાડા) કરી પોતાની આબરૂનું ખુલ્લેઆમ લીલામ કરવા જેવું થઈ રહ્યું છે. આ તો
પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટે એટલું સામર્થ્ય સત્તાએ પડેલું છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૦
૬૫
ખણજ ઉપડી હોય અને એ ખણજમાં આંધળોભીંત થઈ સાથળ સુધી કપડાં ખેંચી લઈ જાંઘને વલુરવાનો શુલ્લક ક્ષણિક દુ:ખદાયી આનંદ છે; તેના જેવી જાતને નાગા કરવા જેવી વાત છે.
મારા સ્વામી મને - સમતાને છોડી મમતાના ઘરમાં જઈ વસ્યા છે તેથી જાણે હું વિરહભઠ્ઠીમાં શેકાતી હોઉં એમ એમના વિરહની અગનઝાળ (બિરહજારબિરહ-વિરહ જાર-ઝાળ) અહર્નિશ મને સતાવે છે.
આટઆટલી સમજાવટ કર્યા પછી, વિનવણી અને મનામણા કર્યા છતાંયા જો અનંત આનંદના ભંડાર એવા મારા સ્વામી ચેતન સ્વ ઘરે નહિ આવે તો હે સખી ! હવે તું જ મને કહે કે એમને પાછા સ્વઘર લાવવા હું શું શું કરું તો તેઓ આવે ? હવે કાંઈ જઈ ઢોલ (હુંડ) વગડાં કે દાંડી પીટું કે જેથી મમતાના ઘરેથી સ્વામી પાછા વળે અને સ્વસ્થાને પધારે. આથી વધુ તો શું કરી શકું ?”
આ પદ દ્વારા મહાત્મન આનંદઘનજીનો બોધ એ છે કે... સમતા સમ સ્વભાવી છે અને મમતા વિષમ સ્વભાવી છે. સમતા - સમરૂપતા વીતરાગતા એ આત્મસ્વરૂપ છે જયારે મમતા-રાગ-વિષમતા એ આત્મસ્વરૂપની વિકૃતિ છે. એ વિરૂપ છે. સમતા અને મમતા વચ્ચે વિરુદ્ધતા હોવા છતાં જો આત્મા (ચેતન) પોતાના ધર્મને ન ચૂકે, ઉપયોગને પર ઘરમાં નહિ જવા દેતાં સ્વ આત્મઘરમાંજ ઉપયોગને ધારી રાખે તો આત્મઘરમાંથી અજ્ઞાનરૂપી અંધકાર ઉલેચાય અને જ્ઞાનનો પ્રકાશ ફેલાય. સમતા અને મમતાની લડાઈ એ બીજું કાંઈ નથી પણ કૃષ્ણ (આત્મા) દ્વારા આત્માને માટે સત-ધર્મી એવાં પાંડવોને અસત-અધર્મી એવાં કૌરવો સામેનું ઘર્મયુદ્ધ છે. war of good against bad-evil.
જ્ઞાનમાં શાંતતા, શીતળતા છે. જ્ઞાન આત્માને શાંત બનાવે છે. જ્ઞાન અoiceોની સહાય છે. જ્ઞાળામાં ડૂબવાથી નિશ્ચિતતા,
નિર્ભયતા આવે છે.
રામ રાગમાં તાવ, ઉકળાટ છે. રાગ ખભાને આકુળવ્યાકુળ કરે છે. રાગને અoiતા દોષોની સહાય છે. રાગમાં ડૂબવાથી ચિંતા,
ભય આવે છે.
હું પરમાં કાંઈ કરી શકું એમ નથી એ વીતરાગતા છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
58
-
પદ
११
(રાગ : માલકોશ - વેલાવલ ટોડી)
आतम अनुभव रीति वरीरी आतम. ॥ मोर बनाए निजरूप निरूपम,
तिच्छन रुचिकर तेग धरीरी ॥
આનંદઘન પદ
टोप सन्नाह शूरको बानो, एक तारी चौरी पहिरीरी; सत्ता में मोह विदारत, ऐऐ सूरिजन मुह निसरीरी ॥ केवल कमला अपच्छरसुंदर, गान करे रस रंग भरीरी; जीत निशान बजाइ बिराजे, आनन्दघन सर्वंग धरीरी ॥
-
માતમ. ||૧||
બા. IIII
૧૧
31. 11311
અન્ય મીમાંસકો કરતાં કોઈ અનોખા પ્રકારે અને અનેરી રીતે યોગીરાજ આનંદઘનજીના ૧૧મા પદની મીમાંસા સ્વાનુભૂતિ સંપન્ન ખીમજીબાપાએ કરી
છે.
આ પદને સમજવા માટે પહેલાં તો આપણે વાચકે આપણા માનસ ઉપર` મોર એટલે કે મયુરનું ચિત્ર ઉપસાવવું પડશે અને મયુરના જીવનની ખાસિયતોને, એની લાક્ષણિકતાઓને બારીકાઈથી નિરખવી પડશે. અત્રે આપેલ મયુરના ચિત્રપટ ઉપર નજર કરી લઈને મોરને જાણવા સહિત આ પદથી મહાત્મન્ આનંદઘનજી મહારાજા શું કહેવા માંગે છે તે વિચારીએ.
આપણે સહુએ મોરને જોયો તો છે જ અને મોરથી આકર્ષિત થઈ મોહિત પણ થયાં છીએ અને પ્રભાવિત પણ થયાં છીએ. પરંતુ મોર પક્ષી શું છે ? એનું જીવન શું છે ? એ મોરપક્ષીની ખાસિયત (વિશેષતા) અને મહત્તા શું છે તે હજી આપણી જાણમાં નથી. કવિરાજ આનંદઘનજી આપણા સહુના માનીતા મનોહર મયુર પક્ષીનું સુંદર પ્રાકૃતિક અને આધ્યાત્મિક દર્શન આ પદ દ્વારા
કરાવે છે.
જેમ દત્તાત્રયે પોતાના ૨૪ ગુરૂઓમાં કૂતરા-શ્વાનને પણ સ્થાન આપી પોતે પોતાના શુદ્ધ સ્વભાવનું અવલંબન લેવું તે મોક્ષમાર્ગ છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૧૧
૩૭
એના થકી વફાદારી, ચપળતા અને જાગૃતિનો બોધ લીધો હતો તેમ આ મયુરપક્ષીની જીવનશૈલીમાંથી યોગીરાજજીએ સ્વયં બોધ ગ્રહણ કરી તે પરથી આ પ્રસ્તુત પદરચના દ્વારા એ બોધ પાછો આપણા સુધી વહેતો કર્યો.
પ્રકૃતિમાં પણ અધ્યાત્મના દર્શન થવાં એ સમ્યગ્દર્શનના એંધાણ છે. હનુમાનજીને સપ્તરંગી મેઘધનુષની ક્ષણિકતાના દર્શનથી સમકિત પ્રાપ્તિ થઈ હતી.
મોર એ બધાં પક્ષીઓમાં ઉત્કૃષ્ટ પક્ષી છે. ભારત સરકારે પણ તેને રાષ્ટ્રપક્ષી તરીકે જાહેર કરેલ છે. એ વિદ્યાની દેવી સરસ્વતીના ત્રણ આસનમાનું એક છે. દેવ-દેવીઓમાં માત્ર એક સરસ્વતી છે કે જેને મયુર, હંસ અને કમલ એમ ત્રણ વાહન કે ત્રણ આસન છે. પ્રાસંગિક અત્રે જણાવવાનું કે મયુરાસની સરસ્વતીદેવી કષાયનાશિની છે. મયુર સર્પનો વેરી છે અને મયુર કે મોરપીંછને પણ જોતાં સર્પો તેમજ ગરોળી (Lezard) જેવાં પ્રાણી તે સ્થાનનો ત્યાગ કરી દે છે, તેથી મયુરાસની સરસ્વતી કષાયનાશિની જણાવી છે. હંસમાં ક્ષીરનીરનો વિવેક હોવાથી હંસાસની સરસ્વતી વિદ્યાવિવેકદાયિની જણાવી છે. તીર્થંકર, દેશના કેવળી ભગવંતો, ગણધર ભગવંતો આદિ સિદ્ધ પુરુષની નિર્લેપતા, નિર્દેહિતા, સહસ્રાર પ્રફુલ્લિતતા, પવિત્રતાનું સૂચક તેમનું કમલનું આસન છે તેથી કમલાસની સરસ્વતી સ્વરૂપદાયિની જણાવી છે.
ભારતભરમાં જંગલમાં તેમજ લોકવસ્તી વચ્ચે પણ ઠેર ઠેર ગામે ગામ મૌરપક્ષીના દર્શન થતાં હોય છે. એમાં પણ તીર્થક્ષેત્રો ઉપર તો મયુરપક્ષીના ખાસ બેસણા હોય છે. આપણે ગાઈએ છીએ ને !.....
ક્યું ન ભયે હમ મોર વિમલગિરી, કયું ન ભયે હમ મોર, સિદ્ધવડ રાયણ સુખકી શાખા, ઝુલત કરત કોર. વિમલ...૧.
પ્રભુની પ્રતિમા ઉપરથી નિર્માલ્ય ઉતારવા માટે તેમજ શુદ્ધ સ્થળોમાં કાજો લેવા માટે મોરપીંછની બનાવેલ મોરપીંછીનો ઉપયોગ થતો હોય છે. આર્યદર્શનોમાં તો મોરપીંછીનો ઉપયોગ વ્યાપક છે પણ મુસ્લિમધર્મમાં પણ મોરપીંછીનો ઉપયોગ જોવામાં આવે છે. કૃષ્ણવાસુદેવે મોરપીંછને પોતાના શિરતાજના સ્થાને
મન. ઈન્દ્રિયના માધ્યમ દ્વારા ઉપયોગને વિષયમાંથી ખેંચી લઈએ તો સ્વભાવ જણાય.
Page #125
--------------------------------------------------------------------------
________________
5.
આનંદઘન પદ
-
૧૧
સ્થાપિત કરેલ. વનવાસી યોગીઓ અને વગડામાં રહેનારા આદિવાસી લોકો સર્પાદિથી રક્ષણ માટે આસપાસ મયુરપક્ષીના પીંછા ગોઠવતા હોય છે. રાજા મહારાજાઓના વીંઝણા મયુરપંખ હોય છે. રાજા રણજીત સિંહ દ્વારા બનાવાયેલું મયુરાસન વિશ્વપ્રસિદ્ધ છે. ચંચળ કુમનને મર્કટ મન કહેવામાં આવે છે તો સુપ્રસન્ન સુમનને મનમયુર કહી નવાજવામાં આવે છે.
અનુભવજ્ઞાનીઓનું મોરના પૂર્વભવ વિષે એક એવું અનુમાન છે કે પૂર્વભવમાં રાજકુળમાં જન્મી વૈરાગ્યથી ભાવિત થઈને એ મોરના આત્માએ કોઈ પણ ધર્મમાં સન્યાસ ગ્રહણ કર્યો હશે. એ સન્યસ્તાવસ્થામાં પૂર્વે તપાચરણ, યોગસાધના કે પંચાગ્નિનાં ઘોર તપ તપ્યાં હશે. પરંતુ આ તપસાધના અજ્ઞાનભાવથી, સક્રોધ કે કોઈ ભૌતિક ઉપલબ્ધિના મલિન આશયથી કરી હશે. એ સમયે મિથ્યાશલ્ય કે માયાશલ્યનું પણ સેવન થયું હશે અને કદાચ નિયાણું પણ બાંધ્યું હોવાની સંભાવના છે. આરાધનામાં વિરાધના, વિવેકનો અભાવ અને આશયની મલિનતાને કારણે તુચ્છ પુણ્ય બાંધ્યું હશે. કર્મનિર્જરાના હેતુવાળી યોગસાધના કરી ન હોવાથી એ મોરના આત્માએ નીચેની કોટિના હલકા દેવભવને પામીને પછી મોર તરીકે જન્મ ધારણ કર્યો હશે. આ જણાવે છે કે સાર્થકનું સર્જન કરવા નિરર્થકનું સર્વથા વિસર્જન થવું અત્યંત જરૂરી છે.
સ્વભાવનું અવલંબન છોડી, બીજાનું અવલંબન લે તે પરસમય.
મોરની જીવનશૈલીનું બારીકાઈથી અવલોકન કરશું તો જણાશે કે મોર તીર્થસ્થાનોમાં, પર્વતોના શિખર ઉપર, વૃક્ષોની ઊંચી શાખા ઉપર, મંદિરોના શિખર ઉપર અને તેમાંય ધ્વજદંડની પાટલી ઉપર મોર બેઠેલાં જોવામાં આવતા હોય છે. વળી ધજાદંડની પાટલીની પરિમિત જગામાં બેસી આખી રાત પસાર કરતાં હોય છે. રાત દરમિયાન ગમે એવાં વાવાઝોડા કે વંટોળીયા આવે કે પછી વીજળીના ઝબકારા સહિત, ગાજવીજ સાથે મેઘરાજાની હેલી વરસતી હોય તો પણ મોર પોતાનું સ્થાન પોતાની બેઠક છોડતા નથી. જે સંજોગોમાં અને જે સ્થળે મનુષ્ય પણ થથરી જાય ત્યાં મોર નિશ્ચલ અને નિર્ભય બની પોતાના સ્થાન ઉપર - આસન ઉપર સ્થિર ટકી રહે છે.
પાછો મોર પાકો બ્રહ્મચારી છે. એ પોતાની ઢેલ સાથે સંભોગ કરતો
Page #126
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૧૧
-
નથી. એટલું જ નહિ પણ પૂર્વના જાગૃત સંસ્કારો તેને ઢેલથી દૂર રહેવા પ્રેરતા હોય છે તેથી એની નજીક ફરકતી, મોહરાજાના પરિવારમાં માયા, તૃષ્ણાને ઢેલડીની ઉપમા આપવામાં આવી છે એવી મોરને રીઝવવા આંટા મારતી ઢેલડીઓને તે પોતાની સમીપ તો નથી આવવા દેતો પણ ઢેલોને દૂર હડસેલે છે. છતાંય ઢેલને ગર્ભ રહે છે, એનું કારણ એ છે કે પૂર્વભવના જાગૃત થયેલા સંસ્કારોથી મોરને પોતાની આ વર્તમાન સ્થિતિ અને તે માટે થયેલી પોતાની ભૂલ અંગે પારાવાર પશ્ચાતાપ હોય છે અને તેનું આક્રંદ (રૂદન) હોય છે. પશ્ચાતાપથી ઘનીભૂત થયેલ અત્યંત વિષાદભર્યા એ રૂદનથી જે આંસુ ઝરે છે તેમાં મોરનું વીર્ય પણ ભળી જાય છે. મોરની આંખોમાંથી ઝરતાં એ પશ્ર્ચાતાના આંસુ ઢેલ પોતાના મુખમાં ઝીલી લે છે અને પી જાય છે, જેના ફલસ્વરૂપ ઢેલ ગર્ભ ધારણ કરે છે. મોરના જાણકારો મોરની આ વિશેષતાથી વાકેફ છે. મોરની આ ખાસિયત જ સૂચવે છે કે મોર કોઈ પૂર્વનો યોગભ્રષ્ટ આત્મા હોય શકે છે.
se
મેહુલિયો વરસે છે અને મોર થનગને છે, કલા કરે છે, ગહેકે છે - ટહૂકે છે. મોરનો આ થનગનાટ, આ ગહેકાટ જાણે કે મેઘરાજાનું સ્વાગત કરતો હોય અને ઉપકારનો આભાર વ્યકત કરતો હોય ! મોર મેઘરાજના ઉપકાર માનતો હોય છે કેમકે તે માનતો હોય છે કે મેહુલિયો વરસે છે તો આત્માનો અભ્યાસ થતો હોય છે યોગસાધના થતી હોય છે.
મોરનો ટહુકો મધુર, કર્ણપ્રિય, ગંભીર અને લાંબે સુધીના સારાય વિસ્તારમાં ગુંજતો રહેતો હોય છે. મોર ટહૂકાર કરે ત્યારે પ્રાણવાયુ અંદર લે છે તે પૂરક છે, ગળામાં શ્વાસને રોકી રાખે છે તે કુંભક છે અને પ્રાણવાયુ છોડી જે ટહૂકો કરે છે તે રેચક છે. ટહૂકાર કરતાં પાછો ડોક મરડે છે અને અવાજ કરે છે તે પ્રત્યાહાર છે. વહેતા વાયુની સન્મુખ મયુરના બેસણા હોય છે. એ પોતાની મસ્તીમાં મસ્ત હોય છે. તેને જાગૃતિ સહિતની અતિ અલ્પ નિદ્રા હોય છે. તે કદિ બેધ્યાન થતો નથી. એ સમાધિસ્થ રહેતો હોય છે. મોરના આવા યોગીજીવનને જોતાં સહેજે અનુમાન થાય કે આ કોઈ યોગભ્રષ્ટ આત્માનો અવતાર હોવો જોઈએ.
પોતે પોતાનું જે સ્વરૂપ છે તેને જાણે અને પછી શ્રદ્ધા કરે તે સ્વસમય.
Page #127
--------------------------------------------------------------------------
________________
७०
આનંદઘન પદ
-
૧૧
મોરની બેઠક ઉઠકની, એની જીવનની ખાસિયત એવી વિશિષ્ટ લાક્ષણિકતાઓ જોયાં પછી હવે મોરના દેહવૈભવની સુંદરતા, જાજરમાનતા વિષે વિચારીએ.
મોરના શરીર ઉપર એક રાજાને છાજે તેવા રાજચિહ્નો નજરે પડે છે. મોરની ડોક લાંબી હોઈ અને તેથી માથું અતિ ઊંચું હોવાથી અને માથા ઉપર સાતડાના આકારના ત્રણ છોગા હોવાથી મોરે જાણે શિરતાજ - રાજમુગટ ધારણ કર્યો હોય એવું જણાય છે. એના લલાટ ઉપર લાલ રંગનું વિજય તિલક શોભે છે. છાતી, પેટ વિગેરે શરીરના અંગો અત્યંત સુકોમળ અને ચળકાટ મારતાં રંગબેરંગી હોવાથી જાણે કોઈ રાજવીએ જરીયાન જામો પહેર્યો હોય એવો એનો જાજરમાન રજવાડી ઠાઠ લાગે છે.
તીરછાં - આડા રહેલાં પીંછાને ઊભા કરી અર્ધ વર્તુળાકારે જ્યારે વિસ્તારીને મોર કલા કરે છે ત્યારે એનો કલાપ જાણે કે મોહ શત્રુ સામે સંવરની ઢાલ ધરી હોય એવો નયનરમ્ય દેખાવ સર્જાય છે. કલા કરતો એ મોર જાણે અકલનિષ્કલ બનવાની આત્મકલા ન કરતો હોય એવો દીસે છે.
મેઘધનુષી સપ્તરંગી આત્મા વડે રચાયેલું મોરનું તન નિરૂપમ છે. સામાન્ય રીતે કોઈ પોત ઉપર ભાત (ડીઝાઈન) ઉપસાવવી હોય તો તાણા અને વાણાની તથા પ્રકારની ગોઠવણી અને તાણાવાણાના તે તે પ્રકારના રંગથી તે તે ભાતને અનુસરીને ગોઠવણી કરાય તો તે ઈચ્છિત ભાત ઉપસાવી શકાય. અહીં મોરપક્ષીની બાબતમાં કલાની ચમત્કૃતિ તો એ છે કે પીંછા એકતારી હોવા છતાં અદ્ભુત, અનુપમ બહુરંગી ચમકદાર અને ભભકદાર છાપ નિખરે છે, જે નિરૂપમ
છે.
મોરના આવા સુંદર નિરૂપમ રૂપને નિહાળતા આપણને આશ્ચર્ય થાય કે આવી કલાને ઉભારનાર કેવો મહાન કલાકાર હશે ? આ કલા આત્માની છે અને દેણ પ્રકૃતિની છે. પ્રકૃતિના પ્રાકૃતિક નિયમોને અનુસરે (પાળે) તેને પ્રકૃતિ એના શ્રેષ્ઠ પ્રાકૃતિક તત્ત્વોનું પ્રદાન કરતી હોય છે, એ એક સર્વ સામાન્ય નિયમ છે જે વાત અહીં જોવા મળે છે.
જેનું બધામાં જ ઇન્વોલ્વમેન્ટ છે તેને પરમાત્મા અને પોતાના સ્વભાવને ઓળખ્યો નથી.
Page #128
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૧
o
અત્રે પ્રાસંગિક એક વાત કરી લઈએ કે જેમ જેમ પુણ્ય વધે, શુદ્ધિ વધે તેમ તેમ જીવને ઊંચા, શુભ અને શુદ્ધ પુદ્ગલો આવી મળતાં હોય છે. એ ઉત્તમ પુગલો પાછા વિશુદ્ધિના સ્વામી પુણ્યશાળી આત્માથી સંબંધિત બનીને એવાં તો શુભના પ્રવર્તક બને છે કે એ આત્માથી વિખૂટા પડી ગયા પછી પણ પાછળ રહેલ એ પુદ્ગલો જ્યાં જાય ત્યાં એની અસર બતાડતા હોય છે જેમાં કે તીર્થકર ભગવંતની દાઢાઓ, દક્ષિણાવર્ત શંખ, વિશિષ્ટ પ્રકારના મણિ, રત્નો ઈત્યાદિ.
મોર વિષયમાં આટલી જરૂરી જાણકારી મેળવ્યા બાદ હવે આપણે કવિરાજ અવધૂતયોગીશ્રી આનંદઘનજીની પદરચનાને સમજીએ.
આતમ અનુભવ રીત વરીરી. આતમ.
મોરબનાએ નિજરૂપ નિરૂપમ, તિરછણ રૂચિકર તેગ ધરીરી. આતમ...૧. પોતાનો પરમાત્મ સ્વરૂપ આત્મા, પોતાના જ શરીરમાં બિરાજી રહેલ હોવા છતાં તેનો અનુભવ આનંદઘનજીને થતો નહોતો. એને અનુભવવાની એમને તીવ્ર તાલાવેલી હતી. અંદરમાં સતત ઉહાપોહ થયા કરતો હોય છે. તેવામાં કોઈ સૂરિજન એટલે શ્રી પૂજય ગાદીપતિનો સંયોગ થયો અને એમના મુખેથી નિસરી પડેલી વાણીથી જાણવા મળ્યું કે મોરપક્ષી એ પૂર્વના યોગસંસ્કારને ' લઈને આવેલો યોગીપુરુષનો આત્મા છે જે મોરની એક યોગીના જેવી જીવનશૈલી જોતાં સહેજે ખ્યાલમાં આવે એમ છે. આ વાત જાણીને મોરપક્ષીના જીવનને બારીકાઈથી નિરખતા મને આતમ અનુભવને વરવાની (વરીરી-વડેરી) શ્રેષ્ઠ રીત - જાણે કે ચાવી જ હાથ લાગી ગઈ.
પોતાના (તિરછર) તિરછાં રહેલાં પીંછીઓને ઊંચા કરી ગોળાકારે ફેલાવી કલાપ ધારણ કરી ડોક ઊંચી રાખી મોર જયારે કલા કરતો હોય છે ત્યારે અત્યંત આકર્ષક (રૂચિકર) લાગે છે. સાથે માથે છોગા સહિતની લાંબી ડોક ટટાર ઊંચી રાખેલો જાણે યુદ્ધના મેદાનમાં લશ્કરી ટોપી પહેરેલા સેનાધિપતિ જેવો કે પછી રાજમુગુટ ધારણ કરેલ રાજરાજેશ્વરની છટાથી છાજતો શોભે છે.
દેશના સાંભળતી વખતે જેનું જોર સ્વભાવ ઉપર નથી તે શુભાશુભમાં ઢળે.
Page #129
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૧
કલા કરતો મોર જયારે આવું અપ્રતિમ અનુપમ રજવાડી નિજરૂપ બનાવે છે તે જોતાં જાણે લાગે છે કે મોરે મોહરૂપી સર્પો (શત્રુઓ) ને હણવા ચાંચરૂપી તીક્ષ્ણ ખડગ (ગ) ધારણ કર્યું છે (ધરીરી) અને શત્રુના હુમલાથી રક્ષણ મેળવવાં કલાપરૂપી ઢાલ ધારણ કરી છે.
એવું લાગે છે કે જાણે પોતાના આવા નિરૂપમ રૂપથી મોર આત્માનુભવનની કોઈ વડેરી (શ્રેષ્ઠ) રીત જાણે ન બતાવતો હોય !
ટોપ સન્નાહ શૂરકો બાનો, એક તારી ચૌરી પહિરીરી સત્તાં થલમેં મોહ વિદારત, એ એ સૂરિજન મુહ નિસરીરી.૨.
છોગા સહિતની ઊંચી લાંબી ટટાર ડોકથી જાણે લશ્કરી ટોપી પહેરેલ, જરીયાન વસ્ત્રોથી જાણે (સન્નાહ) બખ્તર ધારણ કરેલ હોય, ધનુષ્યના ટંકાર જેવો ગુંજતો ગંભીર ટહૂકો (ગેહકાટ) જાણે કોઈ શૂરવીરનો રણમેદાનમાં શત્રુને પડકાર આપતો હોય, એકતારી ચોરી - જાણે સૂરવાળ પહેરી હોય અને પોતાની રાજયહદમાં પોતાની સત્તા મર્યાદામાં આવતી ઢેલોને હડસેલતો - ભગાડતો મોર જાણે મોહરૂપી સર્પોને - શત્રુઓને વિદારતો એટલે વિનાશ કરતો હોય એવો એક રણવીર યોદ્ધા જેવો શોભે છે એવું મેં સૂરિજનો - જ્ઞાનીજનોના મુખેથી - નિસરતી નિકળતી વાણીથી જોયું.
કેવલ કમલા અપચ્છર સુંદર, ગાન કરે રસ રંગ ભરીરીક
જીત નિશાન બનાઈ બિરાજે, આનંદઘન સર્વગ ધરીરી. અતિ સ્વરૂપવાન સુંદર, રૂપ રૂપના અંબાર એવી ઉર્વશી, મેનકા, રંભા જેવી અપ્સરાઓ યોગીનો તપોભંગ કરવા, તેમનું ચિત્ત ચલાયમાન થાય તે માટે માહજન્ય રસ ભરપૂર કામરાગના રંગે રંજીત થઈ નાગચાન કરે ત્યારે મુનિઓ તેની સામે આંખ ઊંચી કરીને જોતાં પણ નથી, જેમ મોર ઢેલને પોતાની નજીક ફરકવા દેતો નથી. મોરની જેમ મુનિઓ પણ ઉપશમરસથી ભરપૂર ચિત્તવાળા પર્વતની શિલા ઉપર આસનસ્થ ટાઢ તાપની તીવ્ર વેદનાઓ પામવા છતાં, વનમાં વાઘ, સિંહ, સર્પ આદિથી વીંટળાયેલા હોવા છતાં તે સમાધિવંત રહે છે અને એવાં વાતાવરણની વચ્ચે પણ નિર્ભય બની ચારિત્રયોગને
શ્રદ્ધામાંથી સ્વભાવની પ્રતીતિ ખસી જાય તો માત્ર ક્રિયા જ રહે.
Page #130
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૧
સાધે છે. આત્મલક્ષી ધ્યાનયોગમાં રહેવાથી સમાધિવંત એવાં તેઓને કોઈ ડગાવી શકતુ નથી. પણ અહિંયા આ પદમાં તો મોરપક્ષીના માધ્યમથી અજ્ઞાનતપની વાત ચાલે છે કે સિદ્ધિયોગની સાધના અજ્ઞાની સાધુઓ કરે અને આખરે હલકી યોનિઓને પામે છે.
૭૩
આનંદઘનજી આ પદમાં પોતાના અનુભવયુકત વિચાર જણાવે છે કે મોરના જીવન ઉપરથી વિચાર કરતાં મારા આત્માને બોધ મળ્યો અને યોગના અંગો કેવી રીતે સાધવા તેનો રસ્તો મને મળી ગયો અર્થાત્ મોહ ઉપર કેમ વિજય મેળવવો એ ભેદ મને હાથ ચડી ગયો. મોરની જીવનશૈલી આપણે જોઈ તે પરથી જણાશે કે મોરના જીવનમાં પણ યોગીરાજજીએ પદ છમાં જણાવ્યા મુજબની અષ્ટાંગ યોગની સાધના નીચે મુજબ વણાયેલ છે.
યમ : મોર આજીવન બ્રહ્મચર્ય પાળીને તૃષ્ણા, લાલસા, કામના અને માયારૂપી ઢેલડીઓનો ત્યાગ કરી એકાકી જીવન જીવે છે. ભોગોપભોગના સાધનોનો આજીવન ત્યાગ એ મોરનો યમ છે.
નિયમ : નિજ આરાધનામાં જ સદા તત્પર રહેવું એ મોરનો નિયમ છે. આ નિયમનું પાલન કરવા વડવૃક્ષની ટોચ, પર્વતશિખર કે તીર્થમંદિરના શિખર પર, ધજાદંડની પાટલી પર બિરાજમાન થઈ પોતાની સાધનામાં ડૂબી જાય છે.
આસન : પોતાની સાધનાને યોગ્ય બેઠક ગ્રહણ કરીને મોર ત્યાં પોતાનું સ્થાન ટકાવી રાખે છે. રાત્રિના અતિ વેગથી વાયુ વાતો હોય, મેઘરાજા મન દઈને બારે ખાંગે વરસતા હોય, આકાશમાં વિજળીના કડાકા ભડાકા થતા હોય તો પણ મોર પોતાનું આસન છોડતો નથી. યોગના ૮૪ આસનોમાનું એક અત્યંત મુશ્કેલ આસન ‘મયુરાસન’ તરીકે ઓળખાય છે.
પ્રાણાયામ : મોરનું પ્રાણવાયુનું અંદરમાં લેવું પૂરક છે, સ્થિર રાખવું કુંભક છે અને ડોક મરડીને ગળું નાનું કરી મેઘગર્જના જેવો મધુર ટહૂકાર કરે છે તે રેચક છે.
પ્રત્યાહાર : ઈન્દ્રિયોના અસંયમને રોકવો તે પ્રત્યાહાર છે. જે દિશામાંથી
છૂટે દેહાધ્યાસથી તો મળે મુક્તિ.
Page #131
--------------------------------------------------------------------------
________________
T
આનંદઘન પદ
-
૧૧
વાયુ વાતો હોય તેની સામે જ મોર પોતાનું સ્થાન લઈને સહેજ પણ વિચલિત થયા સિવાય નિષ્કપપણે બેસી રહે છે. આ મોરનો પ્રત્યાહાર છે.
ધારણા : જ્ઞાનમાં આવેલા પદાર્થોને સંસ્કારથી કાલાંતરે વિસ્મરણ ન થવા દેવું તે ધારણા છે. મોર સ્વનિર્ણયમાં કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહે છે. આ તેની ધારણાની દૃઢતા છે.
ધ્યાન : આસપાસની પરિસ્થિતિથી અળગો રહીને મોર પોતાની મસ્તીમાંજ મગ્ન રહે છે. વિકલ્પોમાં અટવાયા વિના એ પોતાની જાતને જાગૃત રાખે છે. કોઈ શુભ વિષયમાં એકાગ્રતા એ ધ્યાન છે. ધ્યાનમય જાગૃતિ કર્મક્ષયનું કારણ બને છે. પારમાર્થિક ધ્યાન દ્વારા કાષ્ટમાં રહેલા અગ્નિની પેઠે આત્મા પ્રગટ થાય છે.
સમાધિ : આત્મજ્ઞાની આત્મા સાથે તન્મય થઈ એકીકરણ પ્રાપ્ત કરે તે સમાધિ છે. સ્વરૂપમાં ચિત્તનો નિરોધ કરીને શુભ કે શુદ્ધ ઉપયોગમાં એકાગ્ર થવું તે સમાધિ છે. યોગીજનોના લક્ષણોથી યુક્ત મોર સમાધિમાં રહેવા પ્રયત્નશીલ રહે છે.
જેમ કૈવલ્ય લક્ષ્મી (કમલા) ને પામેલા કેવલજ્ઞાની અરિહંત પરમાત્માની ભકિત પ્રત્યે પ્રસન્ન રસ રેડીને પ્રભુભક્તિના રંગમાં રંગાયેલી તે સ્વરૂપવાન અપ્સરાઓ નૃત્ય, નાચગાન કરતી વખતે બધી સૂઝબુઝ ખોઈને એક રસરંગથી પ્રભુ સમક્ષ નૃત્યકલા કરે છે, તેવાજ રસરંગથી ભરપૂર મોહ પર વિજય મેળવ્યાના નિશાન ડંકા વાગી રહ્યાં છે. તેના ધ્વનિના પડઘા મારા મસ્તકમાં વાગી રહ્યાં છે. આનંદઘન એવાં મારા આત્માએ મોરની જેમ યોગના સર્વાંગ ધારણ કરેલા છે તેથી સમાધિ સ્થિત મુદ્રા ધારણ કરેલી છે જેમણે એવી ધ્યાની દશામાં મારા ભીતરી પ્રભુ આગળ અપ્સરાઓ ભકિતભાવથી નાચગાન કરી રહી છે તેના નિશાન ડંકા વાગી રહ્યાં છે.
સામાન્યથી મોટા ભાગના જીવોના જન્મ જન્માંતરના સંસ્કાર પ્રકૃતિમાં દોષ શોધવાના છે. પ્રકૃતિમાં દોષ શોધનારો પોતાના આત્માને ભગવાન બનાવી શકતો નથી. અહિંયા પણ મોરના જીવનમાં પણ દોષદૃષ્ટિ એપ્લાય કરી કહેવું
સંસાર ખોટી માન્યતાથી ચાલે છે, અધ્યાત્મ સાચી માન્યતાથી ચાલે છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
આનંઘન પદ
.
૧૧
૭૫
હોય તો કહી શકાય છે કે મોર તો સર્પ પ્રત્યે જાતિયૈર ધરાવતુ પક્ષી છે. સર્પને જોતાંજ તે પોતાની ચાંચમાં રહેલી તીક્ષ્ણતા દ્વારા તેના બે ટૂકડા કરી ઉડી જાય છે, માટે તે હિંસક છે. જન્મજાત વૈરી છે. જો આવો નિષેધાત્મક અભિગમ યોગીરાજજીએ અપનાવ્યો હોત તો મોરના જીવન ઉપર વિચાર કરતાં, તેમને જે સાધનાનો માર્ગ મળ્યો તે ન મળત અને તો તેઓ પોતે એક અવ્વલકક્ષાના યોગીરાજ ન બની શકયા હોત. તેમજ આપણને સૌને અધ્યાત્મનું સર્વોચ્ચ શિખરાન્વિત્ માર્ગદર્શન આપી શકયા હોત નહિ. માટે આ પદ રચના ઉપરથી એટલો સાર ખેંચવાનું મન થાય છે કે કોઈની પણ પ્રકૃતિને જોયા પછી આપણે તેમાં દોષારોપણ કયારેપણ કરવું જોઈએ નહિ પણ તેની પ્રકૃત્તિમાં જે જે વિશેષતાઓ પડી છે તે શોધીને આપણુ જીવન સાધનામય તેમજ પરોપકાર પરાયણ બનાવવુ જોઈએ.
विद्याविनय संपन्ने ब्राह्मणे गवि हस्तिनः । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिन् ॥
એક ખોટો વિકલ્પ આત્માને અનંતકાળ રખડાવી શકે છે.
-
રેલ્વેની મુસાફરીમાં કે પ્લેનની મુસાફરીમાં યોગાનુયોગ સદ્ભાગ્યે કે કમભાગ્યે આપણી બેઠક કોઈ મુસલમાનની બાજુમાં આવી હોય, મુસાફરી લાંબી હોય અને તે પોતાની સાથે રહેલ ભાતાનો ડબ્બો ખોલી તેમાંથી રાંધેલ માંસ ખાતો હોય અને તે વખતે આપણને ચીતરી ચઢે, મનોમન તેના ઉપર દ્વેષ ઓકયા કરીએ તો આપણે તેની પ્રકૃતિને બારીકાઈથી નિહાળી ન્યાય આપ્યો ન કહેવાય પણ તેના ઉપર ઘોર અન્યાય કરી આપણા આત્માને કર્મબંધથી ભારે બનાવ્યો કહેવાય. તે વખતે એજ વિચારાય કે હું ભાગ્યશાળી કે મને જૈન પુદ્ગલ મળ્યું છે તેથી મારી પ્રકૃતિ આજે શાકાહારી બની છે. તેને મુસ્લિમ પુદ્ગલ મળ્યું છે માટે તેની પ્રકૃતિ માંસાહારી છે. બધી કર્મજનિત ઔદયિક અવસ્થાઓ છે. આમ સમન્વય સાધી અંદરથી શાંત-પ્રશાંત-ઉપશાંત બનીએ, માત્ર દૃષ્ટાભાવે તેને નિહાળીએ, જરાપણ અરૂચિ ન કરીએ તો આપણે સ્યાદ્વાદને અમલી બનાવ્યો કહેવાય અને આનંદઘનજીના આ પદને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં સમજ્યા કહેવાઈએ. જેમ ચિત્તનું તેમ દૃષ્ટિનું પણ સામ્ય કેળવવું જોઈએ. પંડિતની વ્યાખ્યા કરતા ગીતાએ અ.૫ શ્લોક ૧૮માં ગાયું છે
Page #133
--------------------------------------------------------------------------
________________
છક
આનંદઘન પદ - ૧૧
પંડિતો વિદ્યાવિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દૃષ્ટિવાળા હોય છે.
આ પદનો બોધ એ છે કે પ્રકૃતિને બારીકાઈથી નિહાળો અને એમાંથી પણ આધ્યાત્મ તારવો. મોર જેવું પક્ષી પણ જો પૂર્વના યોગના સંસ્કાર યોગીજીવન જીવતું હોય તો આપણી સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યની જવાબદારી એથી વધુ હોઈ, મોરમાંથી પ્રેરણા લઈ આપણે પણ અષ્ટાંગયોગની સાધના કરી આત્માનો અનુભવ કરી આત્માને પરમાત્મારૂપે આકારવાનો - કંડારવાનો
દાયિકભાવ કર્મના ઉદયની અપેક્ષા રાખે છે. ક્ષાયામકભાવ કર્મના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. ઔયમિકભાવ કર્મના ઉપશમની અપેક્ષા રાખે છે. ક્ષાયિકભાવ કર્મના ક્ષયની અપેક્ષા રાખે છે. ચારેય ભાવ અપેક્ષા જન્મે છે જ્યારે આભાછું મૌલિક સ્વરૂય નિરર્યક્ષ છે.
જીવ જણાવાળું કાર્ય બે પ્રકારે કરે છે : (૧) જયારે જીવ રાગી હોય છે, ત્યારે ભોગવૃતિ અર્થે સુખબુદ્ધિથી જણાવાળું કાર્ય થાય છે (૨) જીવ જ્યારે સાક્ષી બનીધે જાણાવાળું કાર્ય કરે છે, ત્યારે વૈરાગી હોય છે. આગળ ઉપર સાક્ષી | ભાવ પણ નીકળી જઈને માત્ર જ્ઞાતા-દMાયણું જ રહે છે, ત્યારે જીવ વીતરાગ થાય છે. એ ભૂમિકાએ જીવ કરતી | સાથે સ્વતો વણા જ્ઞાતા-દઢા બને છે.
માનવભવની સાર્થકતા ભેદજ્ઞાન કરવામાં છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૨
૭૭
બા, II૧il
પદ - ૧૨
(સાખી) कुबुद्धि कुबजा कुटिलमति, सुबुद्धि राधिका नारी || ___ चोपर खेले राधिका, जीते कुबसा हारी ॥१॥
(રાગ સામગ્રી) खेले चतुर्गति चोपर, प्रानी मेरो खेले, नरद गंजिफा कौन गिनत है, माने न लेखे बुद्धिवर राग दोष मोहके पासे, आप बनाए हितकर ॥ जैसा दाव परे पासेका, सारी चलावे खिलकर... || प्रा. ॥२॥ पांच तले है दुआ भाई, छका तले है एका । सब मिल होत बराबर लेखा, यह विवेक गिनवेका || प्रा. ||३|| चउरासी माचे फिरे नीली, स्याह न तोरी जोरी । लाल जरद फिर आवे घरमें, कबहुंक जोरी विछोरी ॥ प्रा. ॥४॥ भाव विवेकके पाउ न आवत, तब लग काची बाजी । आनन्दघन प्रभु पाउ देखावत, तो जीते जिय गाजी ॥ प्रा. ॥५॥
અગિયારમાં પદની જેમજ આ બારમાં પદનું પણ શ્રીયુત ખીમજીબાપાએ અન્ય મીમાંસકોથી જુદા પડીને એમની આગવી સૂઝબુઝથી અનોખું અને અનેરું અર્થઘટન કર્યું છે.
જીવન એક સંગ્રામ છે. એમાં સુબુદ્ધિનો કુબુદ્ધિ સામે, સમતાનો મમતાની સામે, ધર્મનો અધર્મની સામે, સનો અસત્ સામે અને પ્રકાશનો અંધકાર સામે સંગ્રામ ચાલી રહ્યો છે. જો સુબુદ્ધિ, સમતા, ધર્મ, સની જીત થાય છે તો જીવનજ્યોત ઝળહળી ઊઠે છે અને પ્રકાશ પથરાઈ જાય છે. અન્યથા કુબુદ્ધિ, મમતાના સંગમાં ભવભ્રમણના અંધકારમાં અટવાવાનું, અથડાવાનું અને
ભેદણી ચાલતા સંસારમાં ભેદદષ્ટિથી જીવીએ છીએ તેથી ભવોભવ ભૂદાઈએ છીએ.
Page #135
--------------------------------------------------------------------------
________________
૭૮
આનંદઘન પદ - ૧૨
રઝળવાનું ચાલુ રહે છે. આર્યાવર્તમાં રમાતી રમતોમાં પણ આ પ્રકાશ અને અંધકારના જંગને વણી લેવામાં આવેલ છે.
શતરંજ અને ચોપાટ રજવાડી રમત છે. શતરંજ એ બુદ્ધિબળની રમત છે. એમાં કુકર્મો કરાવવાવાળી કુરૂપ કુન્જા કુબુદ્ધિને સુકર્મો કરાવવાવાળી સુરૂપ સુબુદ્ધિથી હરાવવાની હોય છે, તેથી બાજીમાં ખાના-ચોકઠા કાળા ધોળા હોય છે. તેમ સામસામે પાયદળ, ઘોડા, હાથી, ઊંટ, રાજા, વઝીરનું બનેલું સૈન્ય પણ કાળા ધોળા રંગનું હોય છે. આ રમતમાં બુદ્ધિબળ જ્ઞાન-પ્રજ્ઞાનો ઉપયોગ કરી જય પામવાનો હોય છે. અહીં પુરુષાર્થ - સાવધતા - જાગૃતિની પ્રધાનતા
ચોપાટ એ જુગારની રમત છે. એમાં ચાર પટ હોય છે જેના કેન્દ્રમાં ઘર હોય છે. ચાર પટમાં ચોર્યાસી ખાના હોય છે. ચાર પટ, ચાર ગતિ અને ચોર્યાસી ખાના ચોર્યાસીના ફેરાનો નિર્દેશ કરે છે. આ રમત પાસા ફેંકી જેટલા દાણા પડ્યા હોય તે મુજબ ચાલ ચાલવાની હોય છે. પાસા સીધાં પડે અને જોઈતા દાણા (અંક) મળે તો જીત થાય છે અર્થાત્ પાસા પોબાર થાય છે. પાસા. ફેંકવાની કુનેહ અને આવડતથી લોકો ધાર્યા પાસા પાડતા હોય છે છતાં પ્રધાનતા ભાગ્યની હોય છે. આ રમત સૂચવે છે કે કર્મલઘુતા અને કાળપરિપકવતાનો સાથ મળે તો જીત થાય.
એજ રીતે ઘેર ઘેર પ્રાચીનકાળથી રમાતી આવતી રમત ગંજીફાની એટલે કે બાવન પત્તાની રમત છે. આ રમતમાં ભાગ્ય અને કુનેહ - આવડત - બુદ્ધિબળ ઊભય ભાગ ભજવે છે. આ રમતના બાવન પાના બાવન સપ્તાહને સૂચવે છે તો લાલ અને ચોકટ સુબુદ્ધિ, સમતા, પ્રકાશના સૂચક છે તો કાળી, ફુલ્લી, કુબુદ્ધિ, મમતા, અંધકાર સૂચક છે. ચાર રંગના પાના ચાર ઋતુઓને સૂચવે છે. એક્કાથી દસ્સા સુધીના પાના ૧ થી ૧૦ ના મૂળ અંક તથા પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય મળી થતી દશ ઈન્દ્રિયોના સૂચક છે અને ગુલામ, રાણી અને રાજા એ તામસ, રાજસ, સાત્વિક એવી ત્રિગુણાત્મક પ્રકૃતિના સૂચક છે. પત્તાની વહેંચણીમાં પત્તા મળવા તે ભાગ્ય-પ્રારબ્ધ છે પણ
આત્મા આત્માને ઓળખી, એમાં સ્થિત થાય તો કર્મ તૂટે.
Page #136
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૧૨
એ મળેલાં પત્તાથી, સામો કેવાં પત્તા કયારે ઉતરે છે તે જોઈ વિચારી આપણે આપણા પત્તા ઉતરવા અને બાજી જીતવી તે કુનેહ - આવડત - બુદ્ધિબળ છે. આ રમતોથી ધારણા, એકાગ્રતા, સમતા, ધીરજ, બુદ્ધિ આદિની ખિલવણી થતી હોય છે.
રમત વિષેની આટલી પૂર્વભૂમિકાના આધારે હવે અવધૂતયોગીશ્રી આનંદઘનજીના પદનું વિશ્લેષણ કરીશું.
કુબુદ્ધિ કુબ્જા કુટિલમતિ, સુબુદ્ધિ રાધિકા નારી; ચોપર ખેલે રાધિકા, જીતે કુબસા હારી....૧,
७८
રાવણની પટરાણી મંદોદરીની દાસીનું નામ કુબ્જા હતું. એ કાળમાં ગામ પરગામ ભટકનારી અસ્થાયી વણઝારા કોમની સ્ત્રીઓને દાસી તરીકે રાખવામાં આવતી હતી. આ પદમાં યોગીરાજજી કુબુદ્ધિને કુબ્જા દાસી સાથે સરખાવે છે.
આ કુબુદ્ધિ કુટિલ મતિવાળી કપટી હોય છે અને તેથી તેની ગતિ (ચાલ) પણ ન સમજાય એવી માયાવી જટિલ અને કુટિલ હોય છે. એ આત્માને અવળે માર્ગે ચલાવનારી હોઈ, આત્માની ભારે અપરાધી હોય છે. કુબુદ્ધિ આત્માના ગુણોને વિકૃત કરી અપવિત્ર (મેલો-કાળો) બનાવે છે. કુબુદ્ધિ કુબ્જા મોહના પક્ષમાં રહી વીતરાગી એવાં આત્માને રાગ દ્વેષી બનાવે છે. કુબુદ્ધિ મોહના પક્ષમાં રહીને જીવની પાસે આ સંસારમાં ચાર ગતિના ભવભ્રમણની ચોપાટ ખેલાવડાવે છે અને એ જીવ ભવભ્રમણથી મુકત ન થઈ જાય અને ભમતો જ રહે તે માટે કુટિલ ચાલ ચાલે છે.
પૂર્વના કાળમાં રાજા હરિસચંદ્ર, નળરાજા, પાંડવો, કૌરવો ચોપાટ ખેલ્યા હતાં. મહાભારતના યુદ્ધના મૂળમાં પણ આ સોગઠાબાજી ચોપાટની રમત હતી. સરળ સ્વભાવી એવાં યુધિષ્ઠિરને ચોપાટ રમવા મજબૂર કરી એની સરળતાનો લાભ લઈને દુષ્ટ એવાં દુર્યોધને કપટી શકુનિમામાના સાથમાં, કપટથી પાસા નાંખી યુધિષ્ઠિરને હરાવેલ અને પાંચાલી સહિત સર્વસ્વ જીતી લીધેલ.
-
વિદ્વતા અને વાવિવાદથી આત્મા હાથમાં આવતો નથી.
Page #137
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૨
કુબુદ્ધિના સામા પક્ષે સુબુદ્ધિને આનંદઘનજી મહારાજા રાધિકા તરીકે સંબંધીને એને કૃષ્ણની પત્ની રાધા સાથે સરખાવે છે. જ્ઞાનીઓનું કહેવું છે કે રાધા એ કૃષ્ણ એટલે આત્માની આત્મસ્વરૂપ ચિંતવન ધારા છે.
ખેલે ચતુર્ગતિ ચોપર, પ્રાણી મેરો ખેલે; નરદ ગંજીફા કૌન ગિનત હૈ, માને ન લેખે બુદ્ધિવર૧.
યોગીરાજજી કહે છે કે પ્રાણી મેરો ખેલે ચતુર્ગતિ ચોપર.. મારા આત્માની હજી સુધી જોઈએ એવી ચિત્તશુદ્ધિ થઈ નથી. તેથીજ હજુય એ ચાર ગતિના ચોકમાં બીજા જીવોની જેમ ભટકે છે. મારો આત્મા હજુ કર્મની ગુલામીમાંથી મુકત થયો નથી. સાધક બનવા છતાં જો જીવન પ્રમાદવાળું હોય તો જ્ઞાનમાં અહંકાર ઘૂસી જાય છે અને જો તે તરફનું લક્ષ જ ન હોય તો મહા અનર્થકારક આત્મવંચના થાય છે. આમ પોતાના ભગવત્ સ્વરૂપ આત્માને આત્મા પોતેજ છેતરે છે. આવું વિચારી યોગીરાજ અનંદઘનજી પોતાના ચૈતન્ય આત્માને આત્મમાર્ગે સન્માર્ગે દોરી રહ્યાં છે.
હે નર દેહે રહેલાં માનવીઓ ! આ માનવદેહ એ તો નરદ - નક્કર - નગદ નાણું છે. એ તો રોકડાનો વેપાર છે. અથવા તો આ નરદેહ (નરદ) જે મળ્યો છે તે એવું નગદ નાણું છે કે જેનાથી મોક્ષ ખરીદી (મેળવી) શકાય. ગંજીફા એ બાવન પાનાની રમત છે, જે રમતા આવડે તો - એ બાવન પાનાની ગણતરી કરતાં આવડે તો, અત્યંત લાભ થાય એમ છે. પોતાનું આત્મઘર સર (જીતી) કરી શકાય છે. અન્યથા દુ:ખનો ડુંગરો પણ ખડકી શકાય છે. આ રમતમાં હાર્યા તો દુ:ખના ડુંગરો ખડકાઈ જતાં તેનો પાર પામવો અત્યંત કઠિન બની જાય છે. મારો આત્મા પણ આ પહેલાં બાવન પાનાની રમતમાં હારીને અનંતકાળ દુ:ખમાં રુલ્યો છે.
પરંતુ આ બાવન પાનાનું ગણિત કોણ ગણે છે? આજે હું જે રીતે આ રમતમાંથી આધ્યાત્મિક બોધ પામ્યો છું તેવો બોધપાઠ લેનારા અને તેના દ્વારા આત્માને ઉર્ધ્વગતિ પમાડવા દ્વારા મોક્ષ સુધી પહોંચાડનારા વિરલા કેટલાં હશે ? અર્થાત્ બહુ જૂજ વિચક્ષણ વિરલ આત્માઓ આ બાવન પાનાની ગણતરી
વિકલ્પ ખોટો આવી જાય તે ચાલે પણ ખોટો વિકલ્પ કરાય નહિ.
Page #138
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૨
સાચી રીતે કરી, રમતના હાર્દને સમજી ગણિતાનુયોગથી આત્માના ગણિતને ઉકેલી શકે છે. આને ઉકેલનારા શ્રેષ્ઠ બુદ્ધિના સ્વામી લેખાય છે જે સાચા અર્થમાં માનના અધિકારી છે અથવા તો આ ગંજીફાની બાવન પત્તાની રમતના પાનાની ગોઠવણી પોતાના આત્મા ઉપર લઈ જઈ તેમાંથી અધ્યાત્મ બોધનો માર્ગ લેનારા અને તેના લેખા કરીને બોધદાયક ગણિત પદ્ધતિને માન્ય કરી એને લક્ષમાં લઈ આચરણમાં ઉતારનારા બુદ્ધિવંત નરવીરો બહુ જૂજ હોય છે.
રાગ દોષ મોહક પાસે, આપ બનાએ હિતકર, જૈસા દાવ પરે પાસેકા, સારી ચલાવે ખિલકર. પ્રાની..૨.
આખુંય જગત રાગ દ્વેષ મોહના પાસ (બંધન)માં બંધી (કેદી) બનેલા છે. આ બંધનમાંથી છૂટકારો મેળવી મુક્ત થવાને ઇચ્છુક કેટલા નરબંકા મળશે ? આવા મુકિતવાંછુક નરવીરો જેની જેની નજરે ચઢ્યા છે તે આત્મા સ્વ કાર્ય સાધી સીધા સિદ્ધભગવંતની હરોળમાં સ્થાન પામ્યા. આપણા આત્માનું હિત થાય, મંગલ થાય, કલ્યાણ થાય એવા લાભની ગણતરી રાખી ખેલ ખેલવાનો છે. આ ખેલમાં આત્મ તત્ત્વ હાથ લાગી જાય - મળી જાય તો તે એવી અમુલખ ચીજ છે કે જેવી ભક્ત કવિ મીરાંબાઈએ એને પીછાની છે. પાયો જી મૈંને રામ-રતન ધન પાયો (૨) ટેક.... વસ્તુ અમલક, દી મેરે સગર, કિરપા કર અપનાયો. પાયોજી...૧. જનમ જનમ કી પૂંજી પાઈ, જગમેં સભી ખોવાયો. પાયોજી...૨. ખરચે ન ખૂટે, વાંકો ચોર ન લૂટે દિન દિન બઢત.
સવાયો. પાયોજી...૩. તન કી નાવ, ખેવસ્યા સદ્ગર ભવસાગર તર આયો. પાયોજી..૪. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર હરખ હરખ જસ ગાયો. પાયોજી...૫.
જેવાં પાસાના દાવ ફેંકાશે તેવી ખેલદીલી પૂર્વક રમત આગળ ચાલશે. આ પંકિત દ્વારા આનંદઘનજીનું કહેવું છે કે હે ચેતન ! પ્રતિ સમયે થતા કર્મોના ઉદયકાળે દુર્બુદ્ધિ તને કાવાદાવામાં રમાડી ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે તે વખતે તું જો જાગૃત રહીશ તો જ તેના દ્વારા થતા નુકસાનથી બચી શકીશ.
પોતે જ્યાં નથી ત્યાં તેની બાદબાકી ન કરે તો તેનું ઠેકાણું ન પડે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૮૨
આનંદઘન પદ
-
૧૨
કર્મોના ઉદયકાળે જીવ તારી પાસે તારા પક્ષે સુમતિ અને સમતા હશે તો જ તું બચી શકીશ. ગંજીફાની કે સોગઠાબાજીની ચોપાટની રમતમાં જે પ્રતિપળે જાગૃત હોય છે તે જ સામા પક્ષની ચાલબાજીમાં ફસાતો નથી. આ રમતમાં રમનારે બધાંની બધી ચાલને જોતાં રહી પોતાની ચાલ ચાલવાની હોય છે અને સામાની ફસામણી કરનારી ચાલથી બચતા રહેવા પૂર્વક સામાની ચાલની સામે આક્રમક ચાલ ચાલીને એને મહાત કરી જીત મેળવવાની હોય છે. આ માટે સતત જાગૃત - સાવધ રહેવું પડતું હોય છે. ગાફેલ રહ્યાં તો ગોળા ભેગી ગોફણ ગુમાવવા જેવું થાય છે. મોહ માયા મમતા સામેના જીવન સંગ્રામમાં પણ દુર્બુદ્ધિથી થતાં નુકસાનથી બચવા અને દુર્બુદ્ધિને મહાત કરવા આત્માએ સતત સુમતિની યોજનાબદ્ધ ચાલ ચાલવી પડે છે.
પાંચ તલે હૈ દુઆ ભાઈ, છકા તલે હૈ એકા; સબ મિલ હોત બરાબર લેખા, યહ વિવેક ગિનવેકા, પ્રાણી...૩.
આ પંકિતથી યોગીરાજ રમતમાં ગણતરીનો વિવેક કેમ કરવો અને ગણવાના વિવેકથી આધ્યાત્મ કેમ તારવવું તેની રીત બતાવે છે. ગંજીફાના બાવન પાનાની વિવેકપૂર્વકની ગોઠવણીથી અધ્યાત્મ તારવી શકાય છે.
બાવન પાનામાં ચાર રંગના, લાલ ચોકટ ફુલ્લી અને કાળીના એકેકના તેર પાના છે. આ તેરમાં એકથી દશ સુધી અંકના ક્રમાંક અનુસારના પાના છે અને બાકીના ત્રણ ગુલામ, રાજા, રાણી જેને પાનાની રમતમાં બાવલા કહે છે તે પાના છે.
પહેલી પંકિતમાં એક્કા, દુરીથી લઈ સત્તા સુધીના પાનાની ગોઠવણીની વાત ગૂંથવામાં આવી છે. એક બાજુ એક્કો અને છગ્ગો છે તો બીજી બાજુ દુઆ કહેતાં દૂરી છે અને પાંચ કહેતાં તીરી, ચોક્કા, પંજા, છક્કા અને સત્તાની વાત વિચારવાની છે. આ પાંચ ૩+૪+૫+૬+૭ પાનાનો સરવાળો પચ્ચીસ (૨૫) થાય છે. પાંચમાં પરમેશ્વર વસેલાં છે તે પંચ પરમેષ્ઠિ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે, જે પાછા મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનમાંથી કોઈને કોઈ જ્ઞાનના ધારક એવાં જ્ઞાની છે. એ પાંચ પરમ
બુદ્ધિ અને ઈન્દ્રિયો જો બહીર્લક્ષી બને તો અજ્ઞા કહેવાય.
Page #140
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૨
ઈષ્ટ પુરુષો અને તેઓએ જાગૃત કરેલાં પાંચ જ્ઞાન પ્રત્યેક જીવમાં અજાગૃત - અપ્રગટપણે સત્તામત રહેલાં છે. એ જ્ઞાનપ્રકાશના તેજની છાયા જીવમાં પડી રહી છે. આ પાંચની નીચે (તલે) દુઆ એટલે કે રાગ અને દ્વેષ એ બે દબાયેલાં રહ્યાં છે. અર્થાત્ જો જીવની દષ્ટિ પંચપરમેષ્ઠિ અને પાંચજ્ઞાન તરફ મંડાયેલી રહે છે તો રાગ-વેષ દબાયેલાં રહે છે.
જો પાંચ છે તો બે દબાયેલાં રહે છે પરંતુ એકમેવ એક્કા જેવો આત્મા તો અનંતકાળથી છ નિકાય એટલે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયમાં રખડી રહ્યો છે અર્થાત્ છ કાયના કૂટાથી આત્માનો કૂટો થઈ ગયો છે.
એકથી સાત અંકના પાનાની વિચારણા કર્યા બાદ હવે શેષ રહેતાં પાનાની વિચારણા કરવામાં આવે છે. બાકી રહેતા છ પાના અકો, નવ્વો, દસ્સો એટલે કે ૮, ૯, ૧૦ અને ગુલામ, રાણી, રાજા છે. ૮+૯+૧૦ એ ત્રણ પાનાનો સરવાળો (૨૭) સત્તાવીસ થાય છે. આ ૨૭નાં આંકમાં ઉપર જે ૨૫નો આંક મેળવ્યો તે ઉમેરી દેતાં (૫૨) બાવનની સંખ્યા આવે છે જે ગંજીફાના કુલા બાવન પાનાને સૂચવે છે. અર્થાત્ દૃષ્ટાંત જે રમત છે તે બાવન પાનાની છે તો દૃષ્ટાંતિકમાં પણ આ રીતે બાવનની સંખ્યા ઘટાવવામાં આવી છે. હવે જો આ દૃષ્ટાંતિકમાં ઘટાડવામાં આવેલ ૨૫ અને ૨૭ મળીને થતાં બાવન (પ૨)ની સામે જો રાગ ને દ્વેષ પરાજિત થાય તો તે બે (રાગ અને દ્વેષ) જીવને શરણે આવ્યા - વશ થયા એમ કહેવાય. આ શરણે આવેલા બેને બાવનમાં ઉમેરતાં (૨૫+૨૭+૨) ચોપ્પન (૫૪)ની સંખ્યા પ્રાપ્ત થાય.
હવે જે રાગ-દ્વેશ વશ થયાં છે તે પંચ પરમેષ્ઠિ અને પાંચજ્ઞાનને એટલે કે ૩+૪+૫+૬+૭ એ પાંચ પાનાને કારણે વશ પડ્યા છે. તો એ બેને ઉમેરો એની સાથે કરતાં સંખ્યા ૨૭ની થાય છે જે સંખ્યા શેષ છ પાનામાંની ૮૯+૧૦ એ ત્રણ પાનાના સરવાળાની સંખ્યા બરોબર થાય છે. એટલે કહ્યું કે સબ મિલા હોત બરાબર લેખા.
હવે પછીના એટલે કે સાતના આંક પછી અજ્ઞાથી શરૂ કરતાં જે છ પાના
બુદ્ધિ જ્યારે અંતરલક્ષી બને તો પ્રજ્ઞા કહેવાય.
Page #141
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૨
શેષ રહ્યાં તેમાં અઠ્ઠા, નવ્વા, દસ્સાને તે ગણતરીમાં લીધાં પણ ગુલામ, રાજા, રાણી એ બાવલાના ત્રણ પાના હજુય બાકી રહી ગયાં. એ ત્રણનો ચોપ્પનની સંખ્યામાં ઉમેરો કરાતં સત્તાવન (૫૭)ની સંખ્યા મળે છે.
આમ (૨+૩+૪+૫+૬+૭ = ૨૭) + (૮+૯+૧૦ = ૨૭) + ૩ (ગુલામ, રાજા, રાણીના ત્રણ પાના) નો જે કુલ સરવાળો સત્તાવન થાય છે તે સંવરના પ૭ ભેદોનો નિર્દેશ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા
જ્યારે આ સત્તાવન (૫૭) પ્રકારે સંવરમાં રહે છે ત્યારે સંવરની સામે જે આવે છે તેના બેતાલીસ (૪૨) ભેદો કે જે પાપ પ્રકૃતિઓ છે તેની ઉપર વિજય હાંસલ કરે છે.
દૃષ્ટાંતમાં પાનાના આંક ૩+૪+૫+૧+૭+૮+૯=૪૨ એ સાત પાનાના અંકના સરવાળાથી દ્રાષ્ટાંતિક આશ્રવની બેતાલીસ (૪૨)ની સંખ્યાનો મેળ ઘટાવવામાં આવે છે.
આશ્રવની ૪૨ સંખ્યા પાનાની દષ્ટાંતથી ઘટાવતાં છેલ્લે નવ (૯)નો આંક આવતા અંકો, જે માત્ર ૧ થી ૯ જ હોય છે તેની સમાપ્તિ થાય છે. અર્થાત્ ગણતરી પૂરી થાય છે કારણ કે સંવરના પ૭ ભેદથી આશ્રવના ૪૨ ભેદોનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે.
એક્કો (૧લું પાનું) એ આત્મા છે જે છ નિકાય - ષડનિકાયમાં કુટાઈ - કચડાઈ રહ્યો છે, આત્માના બે મોટા શત્રુ રાગ દ્વેષને પંચ પરમેષ્ટિની કૃપાભકિતથી તેમણે જાગૃત કરેલી જ્ઞાનશક્તિથી વશ કરવામાં આવ્યા છે અને ૪૨ પ્રકારના આશ્રવનું પ૭ પ્રકારના સંવરથી અવરોધન કરવામાં આવ્યું છે.
હવે આશ્રવની ગણતરીમાં નવ સુધી હોંચ્યા પછી દશમું પાનું દસ્સો બાકી રહી ગયો. કારણ કે એક આત્મા, બે રાગ દ્વેષ અને ૩+૪+૫+૬+૭+૮+૯=૪૨ આશ્રવ એટલી ૧ થી ૯ સુધીના અંકોની ગણતરી કરવામાં આવી. જે શેષ દશ (૧૦) રહી ગયો તે અંક નથી પણ સંખ્યા છે. એ સંખ્યાને અંકમાં રૂપાંતરિત કરવી હોય તો ૧ + ૦ = ૧ એમ અંકશાસ્ત્ર Neumrology પ્રમાણે એકનો અંક આવે. સંવરથી આશ્રવનો છેદ ઉડી જવાના
કેવલજ્ઞાન ઉપય છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૨
૮૫
કારણે આશ્રવની શૂન્યતા થઈ, તે શૂન્યને દશમાં ઉમેરતાં સો ૧૦૦ ની સંખ્યા બને જે પૂર્ણતાની સૂચક છે અને એ સોની સંખ્યામાંથી એકને કાઢી કાઢી નાખતા શૂન્ય રહે. આમ દશની સંખ્યામાં એક (૧) નો અંક આત્માને સૂચવે છે તેમ શૂન્યના અંક પણ આત્માનો જ સૂચક છે. કારણ કે આત્મા એના શુદ્ધાત્મા-પરમાત્મ સ્વરૂપમાં શૂન્ય છે. સ્કૂલ નહિ, સૂક્ષ્મ નહિ પણ શૂન્ય એ આત્માનું સ્વરૂપ. અહીં શૂન્ય એટલે અભાવ એવો અર્થ નહિ કરતાં બાધ્ય બાધભાવ રહિતતા એવી અવ્યાબાધ અવસ્થા તે શૂલ્યાવસ્થા એવું અર્થઘટન કરવું. શૂન્ચ એટલે અસર અભાવ. જગતના કોઈ પણ પદાર્થની અસર થાય નહિ અને કોઈને કશી અસર (બાધા) પહોંચાડે નહિ. શૂન્યને કશામાં ઉમેરો કે શૂન્યને કશામાંથી બાદ કરો શૂન્ય શૂન્ય રહેશે અને તે તે રકમ તે જ રહેશે એવો ગણિતનો સિદ્ધાંત પણ કહે છે. મતલબ આત્મા એ રૂપી તત્વ નથી પણ અરૂપી એવું શૂન્ય તત્વ છે - પૂર્ણ તત્ત્વ છે. શૂન્ય ભલે વ્યવહાર ગણિતમાં શૂન્ય કહેવાતું હોય પણ શૂન્ચને સૂચવનારો પૂર્ણ વર્તુળનો આકાર (૩૬૦ ડીગ્રી ની) પૂર્ણતા સૂચક છે. એની સામે આશ્રવ અને સંવર એ બંને રૂપી તત્ત્વો છે.
આવી રીતે યોગીરાજજીએ આ બાવન પાનાના ગંજીફાના દૃષ્ટાંતથી જડ તત્ત્વ (અજીવ) અને ચેતન તત્ત્વ (જીવ) એવાં રૂપી અને અરૂપી તત્ત્વના ભેદજ્ઞાનથી આધ્યાત્મિક માર્ગનો પ્રકાશ પાડ્યો છે.
આ પંકિતનું ચોપાટની બાજીના પાસા ઉપર અંકિત કરાતા આંકને અનુલક્ષીને યોગનિષ્ઠ આચાર્ય ભગવંત પૂજ્ય બુદ્ધિસાગરસૂરીજીએ અર્થઘટન કર્યું છે તે પણ તાત્વિક છે જે નીચે મુજબ છે.
ચોપાટની બાજીમાં વપારાતા પાસા ઉપરના અંકિત અંક વિષે વિવેકપુર સર ગણવામાં આવે તો ચૌદ ગુણસ્થાનકની વાતોનો તાળો સારો મળે છે. પાસા ઉપર અંકિત પાંચના અંકની બરોબર સામી બાજુની સપાટી ઉપર બેનો અંક અને છના અંકની સામે એકનો અંક અંકિત કરેલો જણાશે. એ સૂચવે છે કે ૫ + ૨ = ૭ માં ૬ + ૧ = ૭ ઉમેરતાં ચૌદ ગુણસ્થાનક થાય છે.
ગ્રહણ અને ત્યાગ જ્યાં છે તે વ્યવહાર આત્મા છે, નામધારી છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૮૬
આનંદઘન પદ - ૧૨
અનંતાનુબંધી અને અપ્રત્યાખાની એ બે કષાયોને જે જીતે છે, એ પાંચમા ગુણઠાણે પહોંચે છે. એ પાંચમા ગુણઠાણા પછી જે કોઈ સાધક છઠ્ઠા અને સાતમા ગુણઠાણાને પામે છે,તે પાંચ વત્તા બે એમ સાતમાં ગુણઠાણાને પહોંચ્યા પછી એને શ્રેણિના છ ગુણઠાણા ઓળંગવાના રહે છે. જે ઓળંગી જતાં માત્ર એક જ ચૌદમું ગુણસ્થાનક શેષ રહે છે, તે સહજ જ પ્રાપ્ત થતાં સિદ્ધિ લાધતા સિદ્વિપદે આરૂઢ થવાય છે.
પાસાના અંક વિષે બીજી એક અપેક્ષાએ વિચારતાં પાંચ અવ્રતથી બે એટલે કે રાગ અને દ્વેષનું પોષણ થતું રહે છે તો સાત ગતિનું પરિભ્રમણ ચાલુ રહે છે અને આઠમી મોક્ષ ગતિથી દૂરના દૂર રહેવાય છે. એ સાત ગતિ તે (૧) નરક (૨) એકેન્દ્રિય (૩) વિકલેન્દ્રિય (૪) સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય (૫) ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય (૬) મનુષ્યગતિ અને (૭) દેવગતિ.
એ જ રીતે છનો અંક સૂચવે છે કે પકાયની હિંસારૂપ એક અંક સૂચિત અસંયમના સેવનથી સાત ગતિના વેદમાં પરિભ્રમણ ચાલુ ને ચાલુ જ રહે છે. એ સાત વેદ તે (૧) નરક અને એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિય ગતિનો નપુસંકવેદ પ્રાપ્ત થાય છે. (૨) તિર્યંચ પંચેન્દ્રિય ગતિનો નરવેદ (૩) તિર્યંચ પંચેન્દ્રિયનો : ગતિનો નારીવેદ (૪) પંચેન્દ્રિય મનુષ્યગતિનો નરવેદ (૫) પંચેન્દ્રિય મનુષ્યગતિનો નારીવેદ (૬) દેવલોકના દેવનો નરવેદ (૭) દેવલોકના દેવીનો નારીવેદ અથવા તો છ લેશ્યા ઉપરના વિજયથી એક મન ઉપર વિજય મેળવાય. છે.
પાસાના અંક પાંચ અને બે વિષે એમ પણ વિચારી શકાય કે પાંચ ઈન્દ્રિયો ઉપરનો ભય એ રાગ દ્વેષ ઉપરનો જય છે.
ચઉદાસી માચે ફિરે નીલી, ચાહ ન તોરી જોરી; લાલ જરદ ફિર આવે ઘરમેં, કબહુંક જોરી વિહોરી. પ્રાણી...૪.
ચાર ગતિ રૂપ સંસાર એ ચોર્યાસી લાખ જીવયોનિથી ખદબદતો છલોછલ ભરેલો અંધારિયો કૂવો છે, તેમાં મોહ, માયા, મમતા, દુર્બુદ્ધિ, તોરમાં ને તોરમાં પોતાનું જોર ચલાવીને જગતના જીવોને કાળી, નીલી, ભૂખરી શાહીથી અર્થાત્ જેને પોતાના વીતરાગ સ્વભાવમાં વિશ્વાસ નથી તે પરમાં વિશ્વાસ કરે છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૨
૮૭
કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાથી રંગતી માચતી ફરી રહી છે. તાત્પર્ય એ છે કે અજ્ઞાન, મોહ, મૂઢતા, માયા, મમતા, દુર્બુદ્ધિ પોતાના કુસંગના કુરંગથી જગતના જીવોને રંગી તેમની ઉપર પોતાનું કુશાસન ચલાવતી રાચી માચી રહી છે. પરંતુ અવધૂતયોગી આનંદઘનજી તો કહે છે કે હું હવે આ રમતમાં ગણવાની રીત શીખી ગયો છું અને એ ગણતરીના જોરે મારી ચાલ એવી ચાલીશ કે હું તને ફાવવા તો નહિ દઉં પણ તને હરાવીને જંપીશ કેમકે મોહનિદ્રામાંથી હું જાગ્રતા થઈ ગયો છું અને સમજ-સુમતિ સમતાનું બળ મેં મેળવ્યું છે. | લાલ જરદ એટલે લાલનો રાજા કે લાલનો બાદશાહ એ તેરમું પાનું છે. ઉપરની પંકિતઓના વિશ્લેષણમાં આપણે જોયું કે અંકની ગણતરી ૯થી પૂરી થઈ અને દશમા પત્તા દસ્સામાં એક એવાં આત્માને એ આત્માની મૂળ માલિક શૂન્યદશા અવ્યાબાધ અવસ્થા પ્રાપ્ત થતાં કાર્યસિદ્ધિ થઈ ગઈ. એ કાર્યસિદ્ધિ કયારે થાય કે જયારે લાલનો રાજા અર્થાત્ લાલચોળ સૂર્યપ્રકાશ જેવો જ્ઞાનપ્રકાશ જે સ્વ-પર પ્રકાશક છે, સર્વોચ્ચ પ્રકાશ છે તે એટલે કેવળજ્ઞાન સ્વ ઘેર આવે. એટલે કે કેવળજ્ઞાન જે પ્રાપ્તની પ્રાપ્તિ છે તેનું પ્રગટીકરણ થાય. તો કહે છે કે એ તેરમું પત્ત કેમ કરીને આવે ? સમાધાન આપે છે કે જે એકને શૂન્ય બનાવવો છે તેમાં તે શૂન્યને હાલ પૂરતું બાજુએ રાખી એકને એકથી જોડો એટલે અગિયાર થશે. અર્થાત સૂત્ર બનવા માટે આત્માને આત્મા સાથે જોડો. આત્મામાં કરો. અગિયારમું પતુ ગુલામ છે. એ ગુલામ ગુલામી દશામાંથી છૂટી સ્વતંત્ર સ્વાવલંબી બનવા પ્રેરે છે એટલે કે સ્વ છે તે સ્વની સાથે જોડાઓ તો સ્વાવલંબી સ્વતંત્ર સ્વસ્થ બનો. એ માટે કહે છે કે હવે એકને બે જોકે એટલે કે સુમતિ અને સમતારૂપી રાણીઓ સાથે જોડો કે જે રાજાનું જીવન છે. આમ એકને બેથી જોડતાં બારમું પતું રાણી આવી. - હવે એક આત્માને ત્રણ જ્ઞાન દર્શન ચારિત્ર સાથે જોડતાં એક અને ત્રણ ભેગાં થતાં લાલનો રાજા - લાલનો બાદશાહ બને. આ જ્ઞાન દર્શન ચારિત્ર પર ઘેર એટલે કે વિનાશી એવા દેહમાં ગયાં છે તેથી તે મિથ્યા બન્યા છે - વિનાશી જોડે વિનાશી થયાં છે. દેહ એ તો મસાણિયુ ઘર છે. મસાણમાં ખાખ થનારા દેહ ઉપર ફોગટના મોહ્યાં છીએ. આ લાલના બાદશાહની બાદશાહી
જે અરૂપી - અનામી છે તે ગ્રહણ કરતો નથી માટે ત્યાં ત્યાગ નથી.
Page #145
--------------------------------------------------------------------------
________________
૮૮
આનંદઘન પદ - ૧૨
દેહને ત્યાં પારકે ઘેર ગિરવે પડી છે અને પારકાની બંદી બની બંદીખાને ઘલાઈ છે. એ આપણા સાયિક સમ્યગ જ્ઞાન - કેવળજ્ઞાન, સાચિક સમ્યગ્દર્શન - કેવળદર્શન અને સહજ સરળ સતત શાશ્વત અનંત આનંદ સુખરૂપ લાલના રાજાને પરઘેરથી - પરદેશથી, સ્વઘેર સ્વદેશ લઈ આવવાનો છે.
આનંદઘનજી મહારાજા એકને એકથી જોડીને આત્માને ધ્યાન સમાધિમાં લીન કરીને, સુમતિ અને સમતા રાણીઓથી સુરક્ષિત રહી કેવલદર્શન કે કેવલજ્ઞાન રૂપ લાલના રાજાની ઘરમાં આવવાની - પ્રગટ થવાની કાગને ડોળે રાહ જોઈ રહ્યાં છે.
એ લાલનો બાદશાહ આવે એટલી વાર છે, એ આવતાં જ માયાની બધી બાજી સમેટાઈ જવાની છે - વીંટળાઈ જવાની છે અને એનું બધું જોર વિખેરાઈ જતાં, એના તોરને હવાઈ જતાં કોઈ વાર લાગવાની નથી.
ભાવ વિવેકકે પાઉ ન આવત, તબ લગ કાચી બાજી; આનંદઘન પ્રભુ પાઉ દેખાવત, તો જીતે જિય ગાજી. પ્રાણી...૫.
આત્માને સતત રાગ-દ્વેષના વિષમભાવો થયા કરે છે કેમકે ઐતની વચ્ચે રહે છે અને તેથી ઐતમાં ઠંદ્ર (યુદ્ધ) થયા કરે છે. વિષમભાવથી છૂટવા માટે સમભાવની - સમતાની જરૂર છે. હવે ભાવ જે થાય છે તે વિષમ છે કે સમાં છે તેની, સાચા અને જૂઠાની તારવણી કરી સાચું માર્ગદર્શન કરાવી સાચા માર્ગે ચલાવનાર વિવેકની પણ જરૂર છે. જયાં સુધી ભાવ વિવેક સૂક્ષ્મબોધ જે હુકમનું પતું છે તે બાદશાહની એકાની પાસે (પાઉ) - પડખે નહિ આવે ત્યાં સુધી બાજી જીતની નહિ સમજતા તેને હારની - કાચી બાજી જ સમજવી. હજ કચાશ રહી ગઈ છે એમ જ જાણવું.
શાંતિ, સુખ - પ્રસન્નતા, પ્રેમ, સર્વત્ર, સર્વસમયે, સર્વ સંયોગોમાં આનંદ આનંદ વર્તાય એવી આનંદઘન - આનંદના નક્કર સમુહરૂપ હું છું, એવું જીવનમાં જણાવા - દેખાવા માંડે અને એના પરચા (અહીં પાઉનો અર્થ પરચો લીધો છે) જોવામાં આવે - એંધાણી - લક્ષણો દેખાય ત્યારે એટલે કે અંતરમાં જીતના જય જયના નાદનો ધ્વનિ ગુંજવા - ગાજવા લાગે એટલે હવે આપણે પાર
નિર્વિકલ્પતા એ આત્માનો મોક્ષ છે - ભાવમોક્ષ છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૨
ઉતર્યા છીએ અને બાજી નક્કી પાક્કી જીતની છે એમ દૃઢપણે માનવું. અન્યથા
નહિ.
-: બાવન પાનાની અધ્યાત્મિક વિચારણા :
(૧) એક્કો : એકમેવ, અદ્વિતીય અદ્વૈત એવો આત્મા પોતે. (૨) દૂરી : બે રાગ અને દ્વેષ.
(૩)
-
તીરી : ત્રણ ગારવ, ત્રણ શૈલ્ય કે ત્રણ રાગ કામરાગ-સ્નેહરાગ-દૃષ્ટિરાગ.
(૪) ચોગ્ગો : ચાર વિકથા
ધ્યાન.
-
ચાર કષાય
-
(૮) અઠ્ઠો : આઠ પ્રકારના મદ.
(૯) નવ્નો : હાસ્યાદિ નવ નોકષાય. (3+૪+૫+૬+9+૮+૯ = ૪૨)
.
(૫) પંજો : પાંચ પ્રકારના મિથ્યાત્વ, પાંચ પ્રકારની નિદ્રા, પાંચ
પ્રકારના અંતરાય.
(૬) છગ્ગો : ષટ્નવનિકાયના જીવો.
(૭) સત્તો : સાત પ્રકારના ભયો. (3+૪+૫+૬+૭ = ૨૫)
ચાર પ્રકારના આર્ત-રૌદ્રાદિ
૮૯
(૧૦) દસ્સો : દશ પ્રકારની સંજ્ઞા એટલે પૂર્વાપરથી (જન્મજન્માંતરથી) આત્મા સાથે લાગુ પડેલા મલિન સંસ્કારો કે જેની કિંમત સંતોએ એકડા વિનાના મીંડા જેટલી શૂન્ય ગણી છે. આ કુસંસ્કારોને ખતમ કરવામાં આવે તો જ સદ્ગુરુની કૃપાથી જીવને સાધના ઉપાસનાનો માર્ગ હાથ લાગે છે.
એક્કાથી દસ્સાના આશ્રવ જોયાં તેમ એક્કાથી દસ્સાના સંવર જોઈએ.
-
કાયાથી મુક્ત થાવ એ આત્માનો મોક્ષ છે દ્રવ્યમોક્ષ છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૨
(૧) એક્કો : આત્મા - મોક્ષ (૨) દૂરી : જડ-ચેતન / અવિરતિ-વિરતિ / દેશવિરતિ - સર્વવિરતિ. (૩) તીરી : જ્ઞાન-દર્શન-ચારિત્ર રત્નત્રયી, દેવ-ગુરુ-ધર્મ તત્ત્વત્રયી (૪) ચોગ્ગો : દાન-શીલ-તપ-ભાવ / નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ /.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ / ધર્મ-અર્થ-કામ-મોક્ષ સાધના ચતુષ્ક જેનાથી અનંત ચતુષ્કની પ્રાપ્તિ થાય. પંજો : પાંચ અણુવ્રત / પાંચ મહાવૃત / પંચ પરમેષ્ઠિ | પાંચ
જ્ઞાન.
(૧) છગ્ગો : શકાય (છ પ્રકારના જીવ)ની રક્ષા. (૭) સત્તો : દર્શન સપ્તક. (૮) અઠ્ઠો : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતા. (૯) નવ્વો : બ્રહ્મચર્યની નવ વાડ. (૧૦) દસ્સો : દશ પ્રકારનો યતિ ધર્મ/.
લાલ રંગના (લાલ-ચોકટ) રાગ, સંવર, પ્રશસ્તકષાય સૂચક પાના. કાળા રંગના (કાળી-ફલ્લી) વેષ, આશ્રવ, અપ્રશસ્ત કષાય સૂચક પાના.
ચાર પ્રકાર (લાલ-ચોકટ-કાળી-ફલ્લી) ચાર કષાય, ચાર સાધના ચતુષ્ક સૂચક પાના છે.
આ દશમાં પત્તામાંથી બોધજ્ઞાન લઈને આનંદઘનજી મહારાજાએ અધર્મની સામે સધર્મરૂપ શાસ્ત્રનો ઉપયોગ કામે લગાડ્યો છે. શ્રદ્ધામાં સન્મતિ ભાવ પ્રગટે અને આત્મા સમતાના સંગમાં રહી કેલી - ક્રીડા - આનંદ પ્રમોદ કરે એ તેમની સાધનાનો હેતુ છે. સિંહ મટી બકરી બની ગયેલો, બાદશાહી ગુમાવી ગુલામ બની ગયેલો કરી કર્મસત્તાની ગુલામી ફગાવીને - કર્મને પાવર ઓફ
સ્વમાં ઠરશો નહિ, પરથી ખસશો નહિ તો ભેદજ્ઞાન થશે નહ.
Page #148
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૨
એટર્નીથી આપેલી ઓથોરીટી - સત્તાને વીવડ્રો (Withdraw) - રદ કરી પોતાની આત્મસત્તારૂપ સ્વરાજ્યનો સામ્રાજ્યનો સત્તાધીશ બને.
આવ્યવના ૪૨ ભેદ : ઈન્દ્રિયો ૫, કષાય ૪, અવ્રત ૫, યોગ ૩, મળી ૧૭ અને થતી ક્રિયાઓ ૨૫ એમ કુલ મળી ૪૨ આશ્રવના ભેદ છે. વિગતો નવતત્ત્વ પ્રકરણમાં જોઈ લેવી.
સંવરના પ૭ ભેદ : ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૨૨ પરિષહ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના અને ૫ પ્રકારના ચારિત્ર મળી સંવરના પ૭ ભેદ થાય છે જે પણ વિગતે નવતત્ત્વ પ્રકરણમાંથી જાણી લેવાં.
આ પદનો બોધ એ છે કે આ પ્રાપ્ત નરદેહે (માનવભવમાં) રમવા જેવી રમત તા આત્માનીજ છે, માટે આત્મા સાથે આત્મામાં રમો અને આત્મરમમાણ બની નરદેહ સાર્થક કરો. આજ હેતુથી પૂર્વના વિચક્ષણ બુદ્ધિના સ્વામી એવાં મહામના મહાપુરષોએ રમતમાં પણ આધ્યાત્મની ગૂંથણી કરી, જેથી રમત રમવા નીકળેલો પણ અધ્યાત્મ પામી જાય. સાપસીડીની રમત પણ આવી જ એક અધ્યાત્મના પાયા ઉપર રચાયેલી રમત છે.
પૂર્વકાળના ઋષિમુનિઓએ આધ્યાત્મને જીવન વ્યવહારમાં એવી તો તાણેવાણે ગૂંથી લીધેલ કે આર્યાવર્તની જીવનશૈલીથી સહેજે અનાયાસે ધર્મમય જીવન જીવાય. લગ્ન જેવી સંસારની ક્રિયામાં પણ આર્યાવર્તના ઋષિ મુનિઓએ એવી વિધિ ગોઠવી છે અને એવા ચોકાવનારા વિધાનો કર્યા છે કે જો જીવ વિચારક હોય તો ત્યાં લગ્નપ્રસંગે લગ્નની ચોરીમાં પણ વૈરાગ્ય પામ્યા વિના રહે નહિ.
શિવાજીના ગુરુ સ્વામી રામદાસ લગ્નની ચોરીમાં પરણવા બેઠેલા તે વખતે ગોર મહારાજ દ્વારા વરકન્યા સાવધાન, કાળી કંઠી સાવધાન વગેરે બોલાતા વિચારમાં ચડ્યા અને લગ્નની ચોરી છોડી ગોદાવરીમાં જઈ સમાધિ લીધી હતી.
પર વડે સુખ માનશો તો રોવાનો વારો આવશે.
Page #149
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૩
પદ - ૧૩
(રાગ – સારંગ)
अनुभव हम तो रावरी दासी ॥अ.।। आइ कहां ते माया ममता, जानुं न कहांकी वासी ॥ अ. ||१|| . रीज परे वाके संग चेतन, तुम क्युं रहत उदासी । बरज्यो न जाय एकांत कंतको, लोकमें होवत हांसी ॥ अ. ||२|| समजत नाहि निठुर पति एती, पल एक जात छमासी । आनन्दघन प्रभु घरकी समता, अटकली और लखासी ॥ अ. ||३||
યોગીરાજજી આ પદમાં જાતને ઠમઠોરી રહ્યાં છે કે તારી પોતાની સમતા રાણીને છોડી પરાયી મમતા દાસીની માયામાં કયાં તું ફસાયો ?
અનુભવ હમ તો રાવરી દાસી અનુ. આઈ કહાં તે માયા મમતા, જાનું ન કહાંકી વાસી. અનુ...૧.
સમતારૂપી ચેતના પોતાના ચેતન સ્વામીને કહે છે. “હે સ્વામી ! હું તો તમારી વામા - તમારું ડાબું અંગ - તમારી અર્ધાગના - સહધર્મચારિણી છું. તમારા ઘર (આત્મા)ની ગૃહિણી (ઘરને - આત્માને સાચવનારી) સ્વામીની - રાણી તો હું છું. હું તો ચેતનનું ચૈતન્ય તત્ત્વ (અનુભવ) છું. જેવી પૂષ્પની સુવાસ છે તેવી હું ચેતના - સમતા તમારી ચેતનાની સુવાસ છું!” “હું તો આપ ચેતનની આબરૂને વધારનાર આપની જ સુવાસ એવી આપના ચરણોની. દાસી છું. હું કાંઈ રાવ (રાજા)ની રાવપણું - રાજાપણું દાખવવા - રાજઘરાનાના રીતિરીવાજ મુજબ રાખેલી રખાત-રખોપું-ગોલાપું કરનારી રખાત-ગોલણ-દાસી નથી !”
રાજઘરાનામાં રાજાના રાજવી ઠાઠમાઠમાં રાજાને રાણી હોય છે તેમ રાજાની અને રાણીની ઉભયની પળેપળ રાતદિવસ સરભરા - દેખરેખ રાખનારી તહેનાતમાં
સંસાર એ પારકું ઘર છે, સિદ્ધશિલા સ્વધામ છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૧૩
રહેનારી દાસી રાવરીદ્ધિ
રાવ (રાજ) રીતિ પ્રમાણેની રાવરી પણ હોય છે. રાણી રાજા અને રાજ્યની શોભા છે જ્યારે દાસી એ ચાકરી કરનારી ચાકરડી
-
નોકરાણી - ગોલણ છે. એ કાંઈ રાણાની રાણી નથી. “હું સમતા (ચેતના) તો તમારું જ અંગ, તમારી જ સુવાસ, તમારો જ અંશ છું તો એનો ઉપભોગ કરો. એને માણો અને એનો અનુભવ કરીને પરખ કરો કે હું સમતારૂપ ચેતના અને આપ સ્વામી કાંઈ જુદા નથી પણ એક છીએ !”
-
“ખબર નથી પડતી કે આ માયા મમતા રાવરી દાસીઓ, ગોલાપું કરનારી ગોલણો કયાંથી તમારામાં પેંધી પડી ગઈ છે ? આ ભટકતી જાતિની, વણઝારા કોમની ગોલણો કે જેના કોઈ ઠામ-ઠેકાણા નથી, ગામમાં ઘર નથી અને સીમમાં ખેતર નથી એવી કોઈ નામ સરનામા વિનાની - વાસ વિનાની અસ્થિર, આજે અહીં તો કાલે કહીં એવી અહીં તહીં એકથી બીજા દેહમાં ભટકનારી, અસ્થિર, વિનાશી જાતિની વિનાશી અવસ્થામાં રહેનારી અને રાખનારી આ માયાવી મમતા ગોલણો આપ ચેતનના ઘરમાં કયાંથી આવી ચઢી ? એ તો નોકરાણી છે રાણી થોડી છે ! પોતાના અને પારકાની જરા પરખ
-
અનુભવ સમજ તો રાખો !
જે પોતાનું નથી, પારકું છે તેને પોતાનું માનવાની અને પોતાનાની કોઈ ઓળખ પિછાન ન કરવાની મૂર્ખતા - અજ્ઞાનતા ન કરો !’’ વીરવિજયજીએ પણ ગાયું છે કે..
પરખ
-
૯૩
-
“મારું નહોતું તેને મારું કરી માન્યું, મારું હતું એને નહિ પિછાન્યું, એવા મૂર્ખતાના દુ:ખ મારા, કહેજો ચાંદલીયા,
કહેજો ચાંદલીયા સીમંધર તેડા મોકલે.’”
રીજ પરે વાકે સંગ ચેતન, તુમ કર્યું રહત ઉદાસી; બરજ્યો ન જાય એકાંત કંતકો, લોકમેં હોવત હાંસી. અનુ...૨.
જે કોઈ જીવ એની ઉપર રીજ એટલે કે રતિ યા ગમો કરે છે તેનો હાથ પકડી તેના સંગે ચાલી નીકળનારી એવી અસ્થિર સ્વભાવવાળી અસતી કુલટા સ્ત્રી આ મમતા છે. “હે સ્વામી ચેતન ! તમે આવી મમતા કે જેનો વિશ્વાસ રાખી શકાય નહિ તેમાં મોહાંધ બની એના માટે તપો-તલપો છો અને એના
આત્માજ એક એવું દ્રવ્ય છે જે રાગાદિ રૂપે પરિણમે છે અને તે વીતરાગતાની હિંસા છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૩
(વાકે) સંગ માટે ઉદાસ - હતાશ - ખિન્ન બનો છો !”
“હે સ્વામી ! આપનો સ્વભાવ કાંઈ ઉદાસ થવાનો - હતાશ થવાનો નથી. આપનો સ્વભાવ તો ઉદાસીન રહેવાનો છે. શાતા કે અશાતા, સાનુકૂળતા કે પ્રતિકૂળતા, લાભ કે નુકસાન, જય કે પરાજય એ કંકોમાં આપે ઉદાસીન • નિકંદ્ર રહેવાનો આપનો સ્વભાવ છે તેને કેમ વિસારે પાડો છો ? ઉદાસ થવું એ તો દોષ છે જેમાં તમારા ઉદાસીન રહેવાના ગુણનું ધોવાણ થઈ રહ્યું
છે.”
કંત એટલે કંથ કે પતિ. સતી સ્ત્રીને પતિ એકજ હોય. એ પતિવ્રતા હોય. પતિનો પડછાયો બની રહી પતિની ગતિ જ જેની મતિ છે એવી સતી સ્ત્રીને પતિ સિવાયના સઘળાંય પુરષો પર છે અને ભાઈ, બાપ, દીકરા જેવાં છે. આવો, એક એવા પોતાના પરણીત પુરુષનો જ જેને તંત છે, તે કંત સાથેનો એકાન્તિક વ્યવહાર છે, જેને વજર્ય (બરજયો) ન થાય - એનો ત્યાગ નહિ કરાય. એથી વિપરીત જો અને કોની સાથે વ્યવહાર રાખવા જાય, સંબંધ સ્થાપવા જાય તો તેવી અનેકોની સાથે વ્યવહાર રાખનારી નારી લોકમાં એટલે કે જગત આખામાં જગતના લોકોની હાંસીનું - ટીકાનું પાત્ર બને છે અને તેની છાપ કુલટાની પડે છે.
યોગીરાજજીની આ વાત અધ્યાત્મિક રીતે વિચારીએ તો વિપરીત જણાશે પણ ઊંડી વિચારણાથી એમના કહેવાનો મર્મ પકડાશે તો વાતમાં તથ્ય જણાશે અને સ્વીકાર્ય બનશે.
જેનદર્શન અનુસાર અનેકાંત એ ધર્મ માર્ગ છે. તેથીજ જેનદર્શન, અનેકાન્તદર્શન કે સ્યાદ્વાદ દર્શન તરીકે ઓળખાય છે. એ અનેકાન્ત માર્ગ એક જ વારનો અંત એટલે કે નિર્વાણ પામી મુકિત મેળવવા અને પરમપદને પામવા માટે આપનાવવાનો છે. માર્ગ અનેકાન્તનો, નિરાગ્રહતાનો, સમગ્રતાનો છે પણ માર્ગ આખામાં લક્ષ તો ભકિતથી પરમપદની પ્રાપ્તિનું જ એક માત્ર હોવું ઘટે છે. માર્ગ અનેકાંતનો છે પણ એકાંતિક અને આત્યંતિક એવા મોક્ષ સુખને પામવા માટે છે. અનેકાંત એ વ્યવસ્થા છે તેનાથી પ્રાપ્ત થતો સમ્યફ એકાન્ત
દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્માની ચિંતવના એ જ મોક્ષમાર્ગ.
Page #152
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૩
૯૫
એ આત્માની મહાસત્તા છે. અનેકાન્ત શબ્દથી આત્મા અનંત ગુણધામ હોઈ, આત્માને અનંત ગુણધર્માત્મક કહીએ તો ત્યાં અનેકાન્ત એ આત્માનો વૈભવ - ગુણવૈભવ છે. સતી સ્ત્રીને પતિના સંબંધથી પતિથી જે સંબંધિત છે તે સર્વ સ્વજનાદિથી સંબંધ છે પણ પતિસંબંધ તો માત્ર એક પોતાના પતિની સાથે જ છે. પતિ સંબંધિત સ્વજનોની સાથેના સંબંધ દ્વારા પતિની ચાહના કૃપા મેળવી પતિપ્રેમમાં ડૂબી જવાનું હોય છે. જો તે પતિના સ્વજનોની સાથે સુમેળ ન રાખે તો પ્રતિપ્રેમને ખોઈ નાંખવો પડે છે. એમ જાતિ એકતાથી સહુ જીવો એક સરખા જીવ જાતિના છે અને સ્વરૂપથી સહુ એક સરખા સમસ્વરૂપી સિદ્ધસ્વરૂપી છે, એ સંબંધથી જીવ માત્ર સાથે વ્યવહાર મંત્રી (પ્રેમ-વાત્સલ્ય), પ્રમોદ, કરુણા અને માધ્યસ્થનો જ રાખવાનો છે પણ એ બધોય વ્યવહાર પેલાં એક માત્ર પરમપદને અનુલક્ષીને એકાન્ત માટે અનેકાન્ત છે. વ્રતના કંદ્રની. વચ્ચે નિકંત થઈ અદ્વૈત થવાનું છે. આ સંદર્ભમાં મહામહોપાધ્યાયજી યશોવિજયજીએ પણ ગાયું છે કે.... તે કેમ પર સુર આદરે, જે પરનારી વશ રાચ્યા રે... ગિરુઆ રે ગુણ.
અનેકાન્તના માર્ગે ચાલી એકાત અસંગ અને મીન (નિઃશબ્દતા) ને સિદ્ધ દશાને પામવાની છે જે સ્વમયતા, સ્થિરતા, વિસંગતા, નિર્વિકલ્પકતા, નિઃશબ્દતા છે.
સમજત નાંહિ નિહર પતિ એતી, પલ એક જાત છમાસી; આનંદઘન પ્રભુ ઘરકી સમતા, અટકલી ઔર લખાતી. અજ્ઞ૩.
“આનંદઘન એવાં મારા પ્રભુ ! મારા ચેતન સ્વામી ! સમજતા નથી કે એની સમતારૂપ ચેતના તો એના ઘરની - એના આત્માની સ્વામીની પતિવ્રતાની ટેકવાળી અટકળી એટલે કે પતિવ્રતાની ટેકમાં અટળ રહેનારી, પતિને છોડીને કયાંય પણ બીજે નહિ જનારી, પતિની ગતિ જ જેની મતિ છે એવી પડછાયો બની સદાની સંગિનિ, સદા ટકનારી સતી સ્ત્રી છે કે જેના સતીત્વના લેખ તો શાસ્ત્રના પાને લખાય છે અને એના ગુણના ગાણા રોજ પ્રાત:કાળે ભરફેસરની સજઝાયમાં ગવાય છે. આવી સતીને છોડીને પરઘેર જવાય નહિ અને
જ્ઞાની મોક્ષદાતા છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
ES
આનંદઘન પદ - ૧૩
પરસ્ત્રીગમનથી - પરદારાના સેવનનું નરકે લઈ જનારું અધોગતિનું મહાપાપ સેવાય નહિ. એ કાંઈ માત્ર બ્રહ્મચર્યવ્રતના ખંડન રૂપ અબ્રહ્મના સેવનનું જ પાપ નથી પણ એની સાથે સાથે હિસા, ચોરી, જૂઠ અને પરિગ્રહ એમ પાંચે પાંચ વ્રતોનો ભંગ કરનાર મહાપાપ છે.
પરંતુ મારો નિષ્ફર એવો નઘરોળ ચેતન સ્વામી (એની) આવી સીધી સાદી વાતને પણ સમજતો નથી અને મારી દશાનો - મારા હૈયાના બળાપાનો પણ હેજે વિચાર કરતો નથી કે હું એ ચેતન રાજાની સતી એવી સમતારૂપ ચેતનારાણી એના હિતની ચિંતાની અગન જવાળામાં બળી રહી છું અને એની પ્રીતના વિયોગના દુ:ખના દહાડાની એક એક પળ મને જાણે છ છ માસના કારમા વિરહકાળ જેવી વીતાવવી આકરી થઈ પડી છે.”
આ પદનો બોધ એ છે કે જે મારું (માયા-મમતાદિ) નથી તેને મારું માનવું છોડી દઈ ને મારું છે તેની પિછાન-ઓળખ કરી પરઘર એવાં પરદેશથી
સ્વઘર (આત્મા) સ્વદેશમાં પાછા વળી પરસૂર એટલ કે સૂરલોક (દેવલોક)થી પણ ઉપર એવા પરમલોકને આદરીશું તો “My' (મારાપણા - મમતા) કે જે વિનાશી છે તેનાથી છૂટી ' (હું - આત્મા)માં કે જે અવિનાશી છે તેનાથી જોડાઈ શકીશું અને સ્વમાં સમાઈ જઈ સ્વમય - સમય થઈ શકીશું.
હકીકતમાં ' એટલે કે ત્રિકાળ શુદ્ધ ચેતન્યમય આત્મા ઓળખાયો ત્યારે કહેવાય કે તેનાથી ભિન્ન જે My' એટલે કે શરીર, ઈન્દ્રિય, વાણી, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ધન, સ્વજન, પરિવાર એ બધું પડછાયાથી જરા પણ અધિક ન લાગે. જન્મજન્માંતરના સંસ્કાર એ બધાંને પડછાયાથી અધિક માનવાના ચાલ્યા આવ્યા છે, જેથી આ ભવમાં પણ હેયે તેની જ કિંમત અધિકાધિક સમજાય છે અને તેથી જ '' એટલે કે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા શ્રદ્ધાનમાં આવતા નથી. '' is to be seperated out from My' with the help of seperater that is "Gyani Guru'.
પ્રજ્ઞા વિભાગ ચાલુ થતાં વિજ્ઞાન વિભાગ ખૂલી જાય છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૪
૭
- પદ - ૧૪
(રાગ – સારંગ) अनुभव तूं है हेतु हमारो, अनुभव. आय उपाय करी चतुराई, औरको संग निवारो। अनु. ॥१॥ तृष्णा रांड भांडरी जाइ, कहा घर करे सवारो । शठ ठग कपट कुटुंबही पोखे,मनमें क्युं न विचारो. ॥ अनु. ॥२॥ कुलटा कुटिल कुबुद्धि संग खेलके, अपनी पत क्युं हारो?
आनन्दघन समता घर आवे, बाजे जीत नगारो ॥ अनु. ||३|| - પૂર્વના પદ-૧૩માં સમતારૂપ ચેતના રાણી એના ચેતન રાણાને સમતાના સંગનો અનુભવ કરી સમતાના રંગે રંગાઈ સમતાના સુસંગથી મમતાના કુરંગ અને કુસંગથી છૂટવા કાલાવાલા કરે છે એ પદના અનુસંધાનમાં હવે આ ૧૪માં પદમાં સમતા અનુભવમિત્રની સહાય યાચી રહી છે તે વાતને ગૂંથવામાં આવી
અનુભવ તું હેતુ અમારો, અનુભવ. આય ઉપાય કરી ચતુરાઈ, ઔરકો સંગ નિવારો. અ.૧. ' મહાત્મન્ આનંદઘનજી મહારાજાનો આત્મા સ્વભાવની જાગૃતિના પંથે. આગળ વધી રહ્યો છે. એ માટે માયા મમતાને પોતાના પતિ ચેતનરાજાના આત્મઘરમાંથી હાંકી કાઢવા ગંભીર પુરુષાર્થ આર્યો છે. સમતારૂપી ચેતનાએ અનુભવરૂપી કલ્યાણમિત્રના હૃદયમાં હું - સમતાંજ મારા ચેતન સ્વામીની ખરી, સાચી પતિવ્રતા, સતી સ્ત્રી છું એ વાત ઠસાવી છે. કલ્યાણમિત્ર અનુભવે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે અને સખી સમતાને બધી વાતે સહાય કરવા તત્પર થયો છે.
સમતારૂપી ચેતના કલ્યાણમિત્ર અનુભવને કરગરે છે કે જો મારા સ્વામીનો મેળાપ થવાનો હશે તો તારા થકી જ થશે. સ્વામીના મિલાપમાં જો કારણભૂત
હું જ્ઞાન વડે કરીને છું, પરને કારણે નથી.
Page #155
--------------------------------------------------------------------------
________________
૯૮
આનંદઘન પદ ૧૪
થશે - હેતુરૂપ બનશે તો તું જ બનશે.
શ્રુત દૃષ્ટ અને અનુભૂત એ જ્ઞાન પ્રાપ્તિના ત્રણ તબક્કા છે. શ્રુત
અને દૃષ્ટ પરોક્ષ જ્ઞાન છે, જેને પ્રત્યક્ષ અનુભૂતજ્ઞાન દૃઢીભૂત અને ઘનીભૂત કરતું હોય છે અને તે અનુભવજ્ઞાન જ સાચું જ્ઞાન કહેવાતું હોય છે. એ જ્ઞાનીની જ્ઞાનદશા છે.
-
તેથી જ સમતારૂપ ચેતના કલ્યાણમિત્ર અનુભવની સહાય યાચતા વિનવણી કરે છે કે હવે તો તું આવે અને તારી ચતુરાઈ હોશીયારી વાપરી કોઈ એવો કારગત ઉપાય પ્રયોજે તો જ મારા સ્વામી ચેતનરાજા ઔર એટલે કે બીજાં જે પરાયા છે તે પરનો સંગ નિવારે એટલે કે પરસંગ ટાળીને સ્વઘેર સ્વના સંગમાં પાછા ફરે એમ છે.
યોગીરાજજી કહે છે કે મને કાંઈ જ જોઈતું નથી. મને કોઈ શક્તિ, લબ્ધિ, યોગસિદ્ધિની ખેવના નથી. હું મારાપણામાં આવું અને મને મારામાં મારાપણાનો અનુભવ થાય તે જ એક માત્ર ઈચ્છું છું. માટે એવો કોઈ ઉપાય હવે યોજો કે મને મારા શુદ્ધાત્માની અનુભૂતિ પ્રતીતિ - ખાત્રી થાય જેથી પર એવાં માયા મમતા કુમતિના ફંદામાંથી હું છૂટો થાઉં. ચતુર એવો ચેતન એની ચેતનાથી ` છૂટો પડી જઈ પર, પરાધીન એવાં જડમાં ભૂલો પડી ગયો છે. ચેતન એની ચતુરાઈ ખોઈ બેઠો છે તો હવે આપ અનુભવ મિત્ર મારી મદદે ત્વરીત આવો અને ચેતનને ચેતવો. જાગૃત કરો !
‘ચેતન ચતુર થઈ ચૂક્યો, નિજ ગુણ મોહ વશે મૂક્યો રે ચેતન...' - વીરવિજયજી મહારાજ.
અનાદિના અધ્યાસે કરીને ચેતનને હજુય પર વસ્તુ પ્રત્યેની માયા મમતા છૂટતી નથી અને કુમતિનો કુછંદ છૂટતો નથી. એ બધાંના ફંદામાંથી છૂટવા વલખા મારતાં ચેતનને હજુ પણ શકય હોય તો પોતાના પાસમાં બાંધી રાખવા માયા, મમતા, તૃષ્ણા મરણિયા બન્યા છે અને રાત્રે નિદ્રામાં સ્વપ્નામાં પણ એ આવી આવીને લલચાવે છે અને શક્ય તેટલાં પ્રયત્નો ફસાવવાના કરી રહ્યાં છે. ચેતન હજુ અપ્રમત્તદશામાં, ક્ષપકશ્રેણિમાં આવ્યો નથી. જાગૃતિમાં હજી શુદ્ધ જ્ઞાન એ જ આત્માનો આધાર છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૪
૯૯
કચાશ છે જેથી ઝોકું આવી જાય છે, સ્વપ્નમાં - પ્રમાદમાં સરી જવાય છે અને લપસી જવાના - પડી જવાના સંયોગો ઊભાં થતાં રહે છે. એક અન્ય જ્ઞાનીએ પણ ગાયું છે કે...
કયોં કર મહિલા બનાવે પિયારે, કર્યો કર. પાંચ ભૂમિકા મહલ બનાયા, ચિત્રત રંગ રંગાવે. કયોં કર..૧ ગોખે બેઠો નાટિક નિરખે, તરુણી રસ લલચાવે; એક દિન જંગલ હોગા ડેરા, નહિ તુજ સંગ કહું જાવે. કચ કર..૨
એથી જ હવે ચેતના ચેતનને ચેતવે છે કે આ બધાં કેવાં પર, પરાયા, સ્વાર્થી પતનને નોતરનારા છે તે પદના બીજા ચરણમાં જણાવે છે.
- તૃષ્ણા રાંડ ભાંડરી જાઈ, કહા ઘર કરે સવારો; શઠ, ઠગ કપટ કુટુંબથી પોખે, મનમેં કહ્યું ન વિચારો. અનુ.૨.
માયા એ કુલટાની જાતિની મમતાની દીકરી છે અને તૃષ્ણા એ માયાની જણેલી માયાની જાઈ છે. તૃષ્ણા એટલે કે લાલસા-તલપ-ઈચ્છા એ રાંડ છે. રાંડ (વેશ્યા)ને કોઈ એક પુરુષ નથી હોતો. જે એને પોષે - પૈસા આપે તે પૈસા આપે ત્યાં સુધીનો તેનો પતિ તેનો પુરુષ હોય છે. એમ તૃષ્ણા કોઈ એકની થઈને રહેતી નથી. એક તૃષ્ણા - એક ઈચ્છાની પૂર્તિ થાય ન થાય ત્યાં તો નવી ઈચ્છા ઊભી થયેલી જ હોય છે. તૃષ્ણા સતત તાણમાં રાખે છે અને દોડાવ દોડાવ કરે છે. તોષ પામતી જ નથી. તૃપ્ત થતી જ નથી. તૃષ્ણા - તલપ જીવને સતત તપેલો રાખી તપાવ્યા જ કરે છે - ભગાવ્યા જ કરે છે. એકથી તોષ પામતી નથી તેથી તેને રાંડ કહીને વખોડી છે. તૃષ્ણા જેમ રાંડ છે તેમ ભાંડરી એટલે કે ભાંડ ભવાયાની જાતની પણ છે. કારણકે જેમ ભાંડ ભવાયાની પાસે ગામમાં ઘર અને સીમમાં ખેતર ન હોવાથી કોઈ એક ગામમાં ઠરીઠામ થઈને નહિ રહેતાં ગામેગામ ભટકતાં રહી ભાંડ બની, બહુરૂપી બનીને જુદાજુદા વેશ ધારણ કરી ભવાઈ ભજવીને પેતાની આજીવિકા રળે છે અને વણઝારા બની ભટક ભટક કરે છે એવી રીતે તૃષ્ણા પણ ઠરીઠામ ન રહેતાં ભાંડભવાયાની જેમ ભટક ભટક કર્યા કરે છે, અને નીત નવનવા વેશ કરી જુદાં
જ્યાં ઢંઢ છે ત્યાં હું (આત્મા) નથી.
Page #157
--------------------------------------------------------------------------
________________
- ૧૦૦
આનંદઘન પદ - ૧૪
જુદાં ખેલ કર્યા કરે છે. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત બુદ્ધિસાગરજી મહારાજ આ પદનું વિશ્લેષણ કરતાં તૃષ્ણા - ઈચ્છા કેવી આકાશ સમી અસીમ છે તે જણાવવા માટે કહે છે કે...
એક કીડીએ દરિયો પીધો, તો પણ તરસી થાય, બાર મેઘના પાણી પીધાં, નદીમાં ડૂબી જાય, ભલા જગ સાંભળો, સંતો રે, નાવ પર દરિયો ચાલ્યો જાય,
બડિયા બાવા, યતિ સન્યાસી, ખાખી જોગી ફકીર, જિલમય દુનિયા દેખી જ્યારે, રહી નહીં કોઈની ધીર, ભલા જગ સાંભળો, સંતો રે, નાવ પર દરિયો ચાલ્યો જાય,
આ તૃષ્ણારૂપ કીડી “ચકલી નાની ને ફેડકો મોટો” ની જેમ એવી તો. તરસી છે કે બધાંય નદી, નાળા, સરોવર, દરિયા, ખાબોચિયાના પાણી, અરે બારેય મેઘ ખાંગા થઈને વરસતા હોય તેનું સઘળુંય પાણી પી જાય તો પણ એની તૃષા છીપાતી નથી પરંતુ જો એ સમતારૂપ નદીમાં આવી જાય તો એની તૃષા - એનો તોષ સમ થઈ જાય છે અર્થાત્ સમી જઈ સંતોષને પામે છે. અર્થાત્ એ સમતારૂપ નદીમાં ડૂબી જાય છે - સમતામાં ગરકાવ થઈ જાય છે. તો પછી એ સમતારૂપ નદી નાવમાં રહેલાંની ઉપરથી આખોય ભૌતિક સંસારનો ઘૂઘવતો સાગર એની ઉપર ફરી વળે તો પણ એ હેમખેમ રહે છે અર્થાતુ પછી એ સંસારમાં રહે છે પણ સંસાર એનામાં રહેતો નથી. કંકોની મઝધારમાં પણ એ નિદ્રઢ નિર્લેપ રહે છે. બાકી સમતા નથી એવાં સંસારી તો શું પણ સંસાર ત્યાગી ચૂકેલાં ભલભલાં ચમરબંધી સંન્યાસી સંતો મહંતો પણ લોકેષણાની તૃષ્ણામાં તણાઈ જઈ બૂડી જાય છે. યોગીરાજજીમાંથી પ્રેરણા લઈ અન્ય એક ચિંતકે આવી જ રસિક રચના કરી છે જે માણવા જેવી છે. પરિશિષ્ટમાં આપેલા એ રચના જોઈ જવા ભલામણ છે.
બાકી આ તૃષ્ણા કે જે સવાર થતાં જ એની સવારી બીજે ગામ ચાલી નીકળનારી છે તે શું આપણા આત્માના - ચેતનના સ્વઘરમાં સવાર - પ્રભાત એટલે કે અજવાળું પાથરવાની ? એ તૃષ્ણાની જાત જ રાંડ ભાંડ ભવાયાની
બંધ પરિણામ સ્વરૂપે આત્મા પ્રવર્તે તે પર સમય.
Page #158
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૪
૧૦૧
છે કે જે ચેતનના ઘરને પોતાનું ઘર જ માનતી નથી તો પછી એ શું એને સંવારવાની, સંજવારવાની, સજાવવાની કે અજવાળવાની ?
આ તૃષ્ણા તો શઠ એટલે લુચ્ચી, ઠગ એટલે ઠગનારી - છેતરનારી અને કપટ - માયા કરનારી કપટી-માયાવી છે. એ તો એના પિયરના કુટુંબ - પિયરિયાના પરિવારમાં જે મેલાં મનવાળી કુમતિ-કુબુદ્ધિ છે, ઠગારી-ધુતારી આશા-ઈચ્છા છે, લુચ્ચી કપટી લાલસા છે, પ્રીતિનો નાશ કરનાર ક્રોધ, માદેવતાનો નાશ કરનાર અહંકાર, ઋજુતા-સરળતાનો નાશ કરનાર માયા, સર્વનાશ-સત્યનાશ કરનાર લોભ છે તેને જ પોંખનાર એટલે કે ઓવારણા લેનાર અને પોષનાર છે. “પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણે ઘેર' એ ઉકિતથી પરણ્યા પછી પિયરિયાને પરાયા પારકા ગણી સાસરિયાને સાચા સગાં-સ્વજન-સંબંધી ગણે છે તે પોતાના પતિના ઘરને પોતાનું ઘર બનાવી ઘરની સાચી ગૃહિણી-સ્વામિનિ બની ધણીની પણ ધણીયાણી થાય છે. આત્મા સાથે સંબંધ સ્થાપિત થયાં પછી આત્મગુણ અને આત્મભાવમાં જ રમવું જોઈએ અને અનાત્મભાવ છૂટી જવાં જોઈએ.
સમતારૂપ ચેતના સ્વામિનિ પોતાના ચેતન સ્વામીને કહે છે તમે શાંત ચિત્તે, સ્વસ્થ મનથી આ બધાંનો વિચાર કેમ કરતાં નથી અને તૃષ્ણા અને તેના પરિવાર પાછળ તણાવાનું ખેંચાવાનું છોડી સ્વઘર કેમ પાછા ફરતાં નથી ? * કુલટા કુટિલ કુબુદ્ધિ સંગ ખેલકે, અપની પત કર્યું હારો ?
" આનંદઘન સમતા ઘર આવે, બાજે જીત નગારો. અનુ૩. - હે સ્વામિન્ ! આ કપટી કુલટા કુમતિની સોડ (સંગ)માં પેસી શા માટે આપ આપની પત એટલે પ્રતિષ્ઠા - આબરૂનું લીલામ કરો છો ? ખાનદાનની આબરૂના ઘજાગરા શા માટે કરો છો ? આ તો મનાતીત, ઈન્દ્રિયાતીત પરમાત્મા બનવા માટે મળેલાં માનવ દેહને ધૂળમાં મેળવવા જેવું - હારી જવા જેવું - હાંસીપાત્ર બનવા જેવું થાય છે.
માયિક બહુ રહ્યાં. હવે સામયિકમાં આવો. યોગીરાજજીની સુમતિ એવું ઈચ્છી રહી છે અને કહી રહી છે કે જ્યારે અંતરતમમાંથી સમતા પ્રગટશે ત્યારે
તમે તમને ભૂલી જાવ તો કષાયનું વિષચક્ર ચાલુ રહે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૦૨
આનંદઘન પદ - ૧૪
કમતિના પરિવાર ઉપર વિજય મેળવ્યાનો વિજયોત્સવ-પ્રાગટ્યોત્સવ ઉજવાશે અને અનાહતનાદના જયનગારા નિશાનડંકા ગાજી (બાજી) ઉઠશે.
સમતા સ્વામી ચેતનને કહી રહી છે કે હે સ્વામિન્ ! હે આત્મન્ ! હું તો ચારિત્ર (સ્થિરતા) રાજાની દીકરી છું. જ્યારે મમતા એ તો કર્મરાજા-મોહરાજાના રાજ્યમાં રાણીઓનું રખોપું-ગોલાપું કરનારી રાવરી દાસી છે. તમે જો એ રાવરીદાસી મમતાને મારી સમતાની સમોવડી માનશો તો તમે સ્થિરતા (ચારિત્ર) - ધ્યાનને પામી શકશો નહિ અને તૃષ્ણાની તાણમાં તમારે અસ્થિર બની દોડતા જ રહેવું પડશે - તણાતાજ રહેવું પડશે.
એક જ્ઞાનીએ પણ ગાયું છે...... કયું કર ભક્તિ કરું પ્રભુ તેરી... ક્રોધ લોભ મદ માન વિષય રસ છાંત ગેલ ન મેરી..૧. કયું. કર્મ નચાવે તિમહિ નાચત, માયા વશ નટ ચેરી...૨. કર્યું. દષ્ટિરાગ દઢ બંધન બાંધ્યો, નિકસન ન લહુ શેરી..૩. કર્યું.
માયા મમતા એ બધી કુટિલ ચાલબાજી રમનારી છે અને મારા તમારા . વચ્ચે ફૂટ (ભેદ) પડાવનાર મતલબની સગી છે. જ્ઞાની તો સર્વ વસ્તુ, વ્યકિત, સંયોગ, પ્રસંગ અને પરિસ્થિતિને પોતાનાથી પર એવા ભિન્ન માની ઉપશમભાવમાં રહે છે - ઉદાસીન રહે છે તે એનો ગુણ - સ્વભાવ છે. આધિ-વ્યાધિ-ઉપાધિની વચ્ચે પણ જેની ધિ (બુદ્ધિ-મતિ) સમ (એકસરખી) રહે છે તે તેની સમાધિ છે. પરંતુ તૃષ્ણા આશા તોષ પામતી નથી તેથી નિરાશા-હતાશ-ઉદાસ (ખિન્ન) રહે છે તે તેનો દોષ છે જે અનાત્મભાવ છે. સમતાનુભવ સંપન્ન જ્ઞાની, અજ્ઞાનીની જેમ કયારેય આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કરતો નથી પણ શુકલધ્યાનને ઝંખતો ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. એ ઉદાસીન રહે છે પણ ક્યારેય ઉદાસ નથી થતો.
વસંતઋતુમાં સૃષ્ટિ નવપલ્લવિત થતાં જનસમુહ જેમ પુલકિત થઈ આનંદકિલ્લોલ કરે છે એમ વિકસીત થતી આત્મદશાના અનુભવનથી મારું ચિત્ત પ્રસન્ન રહે અને મન પુલકિત થાય એજ એક માત્ર આનંદઘનજી મહારાજાનો
ત્રણે યોગનું કંપન ચાલું છે માટે ભવભ્રમણ ચાલે છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૪
૧૦૩
હેતુ છે જે માટે અનુભવને આત્માનુભૂતિને તેઓ સહરાના રણના તૃષાતુરની પેરે તરસે છે - તલસે છે.
આ પદનો બોધ એ છે કે તૃષ્ણાને ત્યાગી, સંતોષી બની, સમતાના સામાયિકથી આત્માની અનુભૂતિ કરો અર્થાત્ આત્માને આસ્વાદો જેથી અનાત્મભાવમાંથી - પરમાંથી સુખબુદ્ધિ ઊઠી જાય અને સ્વને સમજીને સ્વમાં સમાઈ જવાય.
તૃષ્ણાના તોરમાં રહી મમ્મણની જેમ અનંતીવાર નરકની પારાવાર વેદના આપણે સૌએ અનુભવી છે. હવે સંતોષીના અંગુઠા નીચે જે કૂબેરના ધનભંડાર ભરેલા પડ્યા છે તેને ખોલવાનો પ્રયત્ન કરવાનો છે.
સાંધામાં જે સાહ્યબુદ્ધિ થાય અને જે સાધ્યમાં સાયબુદ્ધિ થાય તો
જે કામવાળું છે તે કમાય નહિ.
લોકોએ કર્તા થિયરી સમજી છે પરંતુ કર્મ થિયરી સમજી નથી. ફલાણાએ મારું જ્યમાન કર્યું એમ કહેવું છે કત| થિયરી છે. મારા તથા પ્રકારના કર્મના ઉદયે કરીને મારું અયમાલ થયું એમ માનવું - રામજવું એ કર્મ થિયરી છે - કર્મeણી પ્રયોગ છે. કતરી પ્રયોગથી બંધ છે. કર્મeી પ્રયોગથી સંવર છે.
જ્યાં કર્મબંધ છે ત્યાં પર સમય છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૦૪
આનંદઘન પદ - ૧૫
પદ - ૧૫
(રાગ – સારંગ) मेरे घट ग्यान भानु भयो भोर || मेरे. || चेतन चकवा चेतना चकवी, भागो बिहरको सोर ॥ मेरे. ||१|| फैली चिहु दिसि चतुरा भाव रूचि, मिट्यो भरम तम जोर ॥ आपकी चोरी आपही जानत, और कहत न चौर ॥ मेरे. ॥२॥ अमल कमल विकचभये भूतल, मंद विषय शशि कोर । आनन्दघन एक वल्लभ लागत, और न लाख किशोर || मेरे. ॥३॥ . આ પદ આનંદઘનજીના આત્માનુભૂતિના આનંદોદ્ગાર છે.
મેરે ઘટ ગ્યાન ભાન ભયો ભોર મેરે. ચેતન ચકવા ચેતના ચકવી, ભાગો બિહરકો સૌર મેરે...૧.
શુદ્ધ ચેતનરૂપ ચકવો એટલે કે ચક્રવાક પક્ષી એની શુદ્ધ ચેતનારૂપી ચકવી એટલે કે ચક્રવાકી માદાથી રાત્રિના અંધકારમાં વિખૂટો પડી જાય છે. નદીના સામસામા કિનારે એકબીજાથી છૂટા પડી ગયેલાં એ ચકવા અને ચકવી રાત્રિના અંધકારમાં એકમેકને દૃષ્ટિથી જોઈ શકતા નથી પણ વિરહાગ્નિમાં વ્યાકુળ બનેલા એકમેકને તું ક્યાં છે? હું અહીં છું ના પોકારોથી પોકારી રહી આખીરાત મિલનના તરસ્યા એ વિખૂટા પડી ગયેલાં પ્રેમી પંખીડા વિરહના પોકારથી શોર - કોલાહલ (બિહરકો સોર) મચાવે છે.
એજ પ્રમાણે ચેતનથી વિખૂટી પડી ગયેલી ચેતના પણ કર્મના આવરણોના, અંધકાર પડળના કારણે ચેતનને જોઈ શકતી નથી તેથી ચેતનને મેળવવા તરસી થયેલી વિરહના પોકારો પાડે છે.
હો ફાટતા - અરુણોદય થતાં ચકવા ચકવીનું પુનઃમિલન થતાં વિરહના
અવિનાશી આત્મા વિનાશીમાં કઈ રીતે - કેવી રીતે ડૂબે ?
Page #162
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૫
૧૦૫
પોકારોનો શોર-કોલાહલ જેમ શમી જાય છે એમ આતમ ઘટમાં જ્ઞાનનો સૂર્ય (ગ્યાનભાનૂ) પ્રકાશતા - આત્માનુભૂતિથી આતમભાન થતાં ચેતના કહે છે કે ભોર-સવાર થયું અર્થાત્ કર્માવરણના અંધારા પડળો દૂર થયાં અને આતમ અજવાળું થતાં મને ચેતનનાને મારા ચેતનની ભાળ મળી અને ચેતનાનું ચેતનની સાથે મિલન થયું.
તે વખતના આનંદને કવિ આ પંકિતમાં ઉપસાવે છે. હારે મારે ચેતન ચકવો ઉપશમ સરોવર નીરજ
શુભમતિ ચકવી સંગે રંગ રમણ કરે રે લોલ. હારે મારે જ્ઞાન પ્રકારે નયણ ખૂલ્યા મુજ હોય જો.
જાણે રે ષદ્ભવ્ય સ્વભાવ યથા પરેરે લોલ. અંધકારરૂપ રાત્રિનો સમય વીતી જતાં પ્રાત:કાળનું પ્રભાત (ભોર) પ્રગટતા પૃથ્વીતલને વીંટળાઈને રહેલાં વાતાવરણને વીંધીને સૂર્યકિરણો બહાર આવે છે. એજ પ્રમાણે સમ્યક્ત્વરૂપ જ્ઞાનભાનુનો ઉદય આતમ ઘટમાં થતાં મિથ્યાત્વરૂપી અજ્ઞાન, આગ્રહ, ખોટી પકડો, દુરાગ્રહ, મતાગ્રહ રૂપી અંધકાર દૂર થતાં વિવેકજ્ઞાનના ઉજ્જવળ કિરણો અંદર અંતરતમમાં પ્રગટ થયાં હોય અને સ્વરૂપનું દર્શન - ચેતનનું દર્શન થયું હોય એવો અનુભવ સાધક આત્માને થાય છે. આવું અનુભૂતિ જ્ઞાન-અનુભવ પ્રકાશ થતાં એવું જણાય છે કે આ આત્માવતિના જ્ઞાનપછાશ આગળ બાકીના જ્ઞાન તો માત્ર શાદિકવાયાજ્ઞાન છે. એ તો માત્ર જનરંજન છે. એ કાંઈ આત્મરંજન-નથી. મિથ્યાત્વરૂપી અજ્ઞાન અંધકારચિરાઈ જઈને જ્ઞાનપ્રકાશ આત્માની ક્ષિતિજ ઉપર પથરાઈ ગયાનો આવો અનુભવ સાધનાના આરંભકાળમાં ધ્યાનકાળે થતો હોય છે.
પ્રાત:કાળ અરુણોદય થતાં જ પુનર્મિલન થતાં ચકવાચકવી આનંદ કિલ્લોલ કરતા થાય છે, કૂકડાઓ સૂર્યનારાયણના આગમનની છડી પોકારતા હોય એમ કૂકડેકૂકથી વાતાવરણને ગજવી નાખતા સૃષ્ટિ સમગ્ર જાગૃતિનો સંદેશ. આપતા જણાય છે. મેના, પોપટ, ચકલા ચકલી પારેવા મોર પોતપોતાની મધુર વાણીથી પ્રભાત થયાંની ખુશહાલી વ્યકત કરતા વાતાવરણને પ્રફુલ્લિત કરી
કર્મના ઉદયને જોતા શીખો, જ્ઞાતા-દષ્ટા ભાવમાં રહો.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૦૬
આનંદઘન પદ - ૧૫
મૂકે છે. ગાયો ભાંભરે છે, પાનીહારીઓ ભજનોના ગુંજારવથી વાતાવરણને ભરી દેતી જલાશયો તરફ પાણી સીંચવા જતી જણાય છે. દળણાં દળનારી ગૃહિણીઓ પણ ઘંટીઓના અવાજ અને પ્રભાતિયાના ગાણાથી વાતાવરણને મધુર બનાવે છે. મંદિરોમાં દેવસૃષ્ટિઓને આહવાન કરતાં ઘંટારવ થવા માંડે છે અને સર્વત્ર આનંદ આનંદ વર્તાય જાય છે.
દિવ્યતાનું આવાગમન થયું હોય અને દાનવતા દૂર ભાગી ગઈ હોય એમ પ્રભાત થતાંજ જાણે અંધકારની પીડા-વિરહકાળ ભાગી ગયો હોય એવાં આનંદકિલ્લોનો કલશોર વાતાવરણમાં ચોફેર ફેલાય જાય છે. એ જ પ્રમાણે અધ્યાત્મમાં પણ આત્મદષ્ટિની તીવ્રતા વધતાં કર્માવરણના અંધકાર પટલા ભેદતાં, છેદાતાં સાધકને જ્ઞાનપ્રકાશ પથરાયાની પ્રસન્નતા વર્તાય છે.
ભૂત, પ્રેત, પિશાચ, ડાકિની, શાકિની, ચોર, લૂંટારા, ડાકુ આદિ દુષ્ટ તત્ત્વોનું જોર રાત્રીના અંધકારમાં જ હોય છે. પ્રભાત થતાં એ દુષ્ટ તત્ત્વોનું બળ હણાય જાય છે. અંધકારમાં સતત્ત્વોની ચેતના સુસુપ્ત થઈ જાય છે જે અરુણોદય થતાં જાગૃત થાય છે. એમ મિથ્યાત્વના અંધકારમાં ચેતનની ચેતના - આત્મગુણો - સ્વરૂપગુણો સુસુપ્ત થઈ ગયેલાં હતાં તે સમ્યક્ત્વરૂપી જ્ઞાનનો અરુણોદય થતાં જાગૃત થવા માંડે છે - આત્મસ્પંદન થવા માંડે છે.
ફેલી ચિહું કિસિ ચારા ભાવ રૂચિ, મિટ્યો ભરમ તમ જોર આપકી ચોરી આપહી જાનત, ઔર કહત ન ચૌર, મેરે..૨.
અજ્ઞાન, અહંકાર, કુમતિ, મમતા, માયા ઈત્યાદિના વૈભાવિક ભાવો કે જે મિથ્યાત્વરૂપી અંધકારમાં રાચનારા અને મારનારા દુષ્ટ વિકૃત ભાવો હતાં, જે ભ્રમિત કરતાં હતાં અને ભ્રમમાં રાખતા હતાં તે સર્વ ભ્રમ ભાંગી જતાં એ ભમાવનારા ભરમના તમ એટલે અંધકારનું જોર એટલે બળ હણાઈ જતાં વિપર્યાસ - વિપરીતતા - ઉલટાઈ - અવળચંડાઈ હતી તે બધી મટી ગઈ - ટળી ગઈ. ફળ સ્વરૂપ ચતુરા એટલે સુંદર એવી ભાવ રૂચિ અર્થાત્ સ્વભાવરૂચિ કે આત્મરૂચિ ચિહું દિસિ અર્થાત્ ચારેય દિશામાં એટલે ચારે કોર - આત્માના એકેએક આત્મપ્રદેશે ફેલી - ફેલાઈ ગઈ
સર્વજ્ઞનો ઉપાસક' પોતાની અંદર રહેલા સર્વજ્ઞની ઉપેક્ષા કરે ?
Page #164
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૫
૧૦૭
અર્થાત્ ઉપયોગ શુદ્ધ બનીને ભીતર અંતરતમમાં ગયો અને પોતાના સ્વરૂપમાં ભળી ગયો એટલે કે ચેતનરૂપી ચક્રવાકનું ચેતનારૂપી ચક્રવાકી સાથે મિલન થતાં આત્મા સમગ્રમાં સર્વત્ર કણીએ કણીમાં - અણુ અણુમાં આનંદ આનંદ વર્તાવા માંડ્યો. સાધક જીવને હું શુદ્ધ ચેતન્યમય ત્રિકાળ જ્ઞાનસ્વરૂપી માત્ર આત્મા છું એવું શુદ્ધ આત્મશ્રદ્ધાન સ્વ પ્રતીતિ થતાં દેહને હું માનવા રૂપ મિથ્યા ભ્રમ રૂપ અંધકારનું - ભરમ તમનું જોર નષ્ટ થઈ ગયું. એટલે કે દેહને જ હું માનવારૂપ દેહાતાદાભ્ય તેમજ કુમતિના વાદળો વિખરાઈ ગયાં અને શુદ્ધ ચેતન્ય પ્રકાશ નિખરી આવ્યો - મિટ્યો ભરમ તમ જોર.
હું સૂર્યવદન કે હું ફલાણો ફલાણોની જે મિથ્યા માન્યતા આનંદિકાળથી અડિંગો જમાવીને બેઠી હતી તે હવે વિદાય લઈ રહી છે અને હું ત્રિકાળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપની પ્રતીત થવા લાગી છે. અવસ્થામાં અવસ્થિત થઈ અવસ્થાની વિશેષતામાં રાચનારો હવે અધિષ્ઠાન (આત્મા)માં અધિષ્ઠિત થઈ નિર્વિરષ પદનો અભિલાષી બન્યાની અનુભૂતિ વર્તાય છે. અવસ્થાના ગુરૂત્તમભાવમાંથી ગુરુત્તમ એવાં આત્મભાવની પ્રાપ્તિ માટે લઘુત્તમ ભાવ વર્તાતો જાય છે. પાર્ગદષ્ટિ વ્યષ્ટિમાં પરિવર્તત થઈ છે.
સમ્યજ્ઞાનનો ભાનુ (સૂર્ય) આત્મઘટમાં પ્રકાશતા દેહમાં હુંપણાની આત્મબુદ્ધિ - દેહતાદાભ્યનો ભ્રમ ટળી જતાં દિશા અને દશા ઉભય પલટાઈ જાય છે. એથી જીવને પોતાને આપોઆપ સહજ ખ્યાલ આવી જાય છે કે જે મારું નહોતું, જે પરાયું હતું તે કર્મભનિત મારી અવસ્થાને હું મારી માનતો હતો તે તો મારી પોતાની ચોરી જ હતી. પરાઈ ચીજને આપણી માલિકીની ગણાવી એના ઉપર આપણો હક દાવો ઠોકી બેસાડવો એ ચોરી નથી તો શું છે ? પુણ્યકર્મના ઉદયથી મળેલાં દેહ, ઈન્દ્રિયો, તન, મન, ધન, સ્વજન, સંપતિ, ચશ, પદ, પ્રતિષ્ઠા એ બધી કર્મજનિત અવસ્થા - કર્મના એંઠવાડને હું મારા મારા કહીને મારી વિશેષતાઓ - વિશિષ્ટતાઓમાં હું કૂલાતો હતો. એને જેને હું મારા માનતો હતો તે તો પુણ્યકર્મે મને ઉછીના લીઝ ઉપર આપેલાં ઉધારિયા પર પરાધીન અને વિનાશી હતાં. એ તે આત્મસ્વરૂપ - આત્મસ્વભાવથી ભિન્ન પદ્ગલિક જડ તત્ત્વો હતાં કે જેમની ઉપર મેં સત્તા જમાવી માલિકી હક સ્થાપ્યો
ઈન્દ્રપદ-ચક્રવર્તીપદ જેને એંઠ લાગે છે તેને સ્વરૂપની મસ્તી ચડી ગઈ છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૦૮
આનંદઘન પદ - ૧૫
હતો તે તો પ્રકૃતિની માલિકીના હોવાથી મારે માટે તો તે ચોરીરૂપ કુકર્મ હતું. પારકી થાપણને પડાવી લઈ પોતાની માની માલિકીપણાનો વર્તાવ કરવો એ કર્મસત્તાની કોર્ટમાં - કુદરતના ન્યાયાલયમાં તો ચોરીનો ગુનો જ ગણાય. એટલું જ નહિ પણ આપણે આપણાજ ત્રણ રત્નો દન, જ્ઞાન, ચારિત્રને વિનાશી પર તત્વો સાથે જોડી એને મિથ્યાત્વના ઘરે ગીરો મૂકી એ અવિનાશીગુણોને વિનાશી સાથે જોડી વિનાશી બનાવ્યા તે આપણી આપણાપણાની મોટી ચોરી છે.
પોતાની માલિકીની ચીજને ઓળખવી નહિ, પોતાની માનવી નહિ અને પરાયી ચીજને પોતાની માની જાતને શાહુકાર સમજી પર વસ્તુ પ્રત્યે મમતા માલિકીના ભાવે વર્તવું તે કલંક-ચોરી છે. આમ તત્ત્વદષ્ટિએ પોતે પોતાનો જ ચોર હોવા છતાં હું ચોર નથી, એવો જે ભ્રમ મતિમાં પેસી ગયો છે, તેને કોઈ જ્ઞાની ગુરનો ભેટો થાય તો તે જ બતાવી શકે અથવા તો પોતે જ સમજણના ઘરમાં આવે તો પોતાનો આ ભ્રમ પોતે દૂર કરવા ઈચ્છે તો જ દૂર થઈ શકે એમ છે. તાત્વિકદષ્ટિએ ઊંડો વિચાર કરતાં વિચારવંતને જણાશે કે ચોર બીજો કોઈ નથી પણ આપણે જ આપણી જાતના ચોરી છીએ. મહામહોપાધ્યાયજીએ , આપણી આવી ચોરીથી આપણને પરમપદના પ્રગટ ચોર કહ્યાં છે.
અમલ કમલ વિકસભયે ભૂતલ, મંદ વિષય શશિ કોર આનંદઘન એક વલ્લભ લાગત, ઔર ન લાખ કિશોર. મેરે.૩.
ભૂતલ એટલે પૃથ્વીના તળમાં કે જે જમીનની અંદરના તળિયાના આઠથી દશ ફૂટનાં આંતરામાં કેવળ સમળ એટલે કાદવકીચડથી ભરેલો દુર્ગથ મારતો મલિન થર હોય છે તે કાદવમાં કમલના બીજના અંકુરા ફૂટે છે અને પછી વેલારૂપે પાણીની સપાટી ઉપર પથરાય છે.
સંસારી ગર્ભજ જીવોની ઉત્પત્તિ પણ ગર્ભની કોથળીમાં - અંધારી કોટડીમાં દુર્ગધ મારતા પ્રવાહીમાં થાય છે અને નવ નવ મહિના એ અંધારી કોટડીમાં રીવાતો રીબાતો વિકસિત થઈ આ ભૂતલ ઉપર અવતરીત થાય છે અને સૂર્યપ્રકાશના દર્શનને પામે છે.
શુભ ભાવો પણ પર સમય છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૫
૧૦૯
કમલ જેમ તળાવના કાદવકીચડ એવા સમલમાંથી સૂર્યપ્રકાશને પામીને કે કુમુદ જેમ કૌમુદીના - ચંદ્રની ચાંદનીના પ્રકાશને પામીને સમલમાંથી અમલા બને છે - નિર્લેપ રહી નિર્મળ બને છે તેમ સંસારી જીવે પણ અસાર એવાં મલિન સંસારની મલિનતામાંથી જન્મ લઈ સૂર્યના પ્રકાશને કે મંદ મંદ એવાં શશી પ્રકાશને પામીને જ્ઞાનપ્રકાશથી - જ્ઞાનભાનુથી સમલમાંથી અમલ થઈ કેવલ્યકમલાને - કેવલ્યલક્ષ્મીને પ્રાપ્ત કરવાની છે.
પંક કહેતાં કાદવ કીચડમાંથી જન્મેલા પંકજે (કમલે) જેમ કાદવકીચડ પાણીથી ઉપર ઉઠીને સૂર્યપ્રકાશ કે ચંદ્રપ્રકાશનો આશ્રય લઈ કમલાકારે પૂર્ણપણે વિકસિત થવું પડતું હોય છે અને તે માટે કાદવકીચડ પાણીથી નિર્લેપ રહેવું પડતું હોય છે, તે જ પ્રમાણે આત્માએ - જીવે પણ કર્મરૂપી કાદવકીચડ અને મોહમાયા રૂપી. જલમાં પેદા થયેલ હોવા છતાં તેનો ત્યાગ કરીને જ્યારે જ્ઞાનપ્રકાશનો આશ્રય લે છે ત્યારે જ તે તેના પોતાપણાને વિકચભયે - વિકસિતા કરી શકે છે. જે વિકાસ વડે જ્ઞાનભાનુરૂપી ધ્યાનપ્રકાશ વડે વિષયવિકારોની ગાઢતાને - ઘનિષ્ઠતાને બાળીને શશીકોર એટલે બીજની ચંદ્રરેખા જેવી પાતળી મંદ સ્થિતિમાં લાવી દે છે. અર્થાત્ સાધકને તે કાચમી પરેશાનીથી મુકત કરે છે કેમકે પછી મંદ બનેલા સંજવલન કષાયથી જ મુકિત મેળવવાની શેષ રહે છે.
આમ વિષયોરૂપી વિકારો નબળા પડી જવાથી સંજ્વલના પ્રકારના મંદ થવાથી સાધકની ભાવરૂચિમાં ફકત એકજ વસ્તુ પોતાનું આનંદઘન સ્વરૂપ જ વલ્લભ એટલે પ્રિય લાગે છે.
દુન્યવી પદાર્થો પ્રત્યે જે ભાવરૂચિ હતી તે આત્મધ્યાન - સ્વરૂપધ્યાનની ભઠ્ઠીમાં સ્વરૂપક્રિયાના ધ્યાનાગ્નિમાં જલીને ભસ્મીભૂત થાય છે. આ સ્વાનુભૂતિનો વિષય હોવાથી સાધક આત્મા સિવાયના બીજા કોઈને આ જ્ઞાનાભૂતિની ગમ પડતી નથી. આ અગમ એટલે ગમ પડે એવું નથી છતાં આત્મગમ્ય એવું આગમ છે. આવા અગમ એવાં આત્માની ગમ પડવાથી, અનાત્માનું ગમન થવાથી અને આત્માનું આગમન થવાથી પછી કુમતિ, માયા, મોહ, મમતા, તૃષ્ણા, કામના, લાલસા જેવાં કોઈ અનાત્મભાવોના અંતરાયો
સંસાર તરવા માટે માનવભવ આપીને કર્મસત્તાએ જીવ ઉપર મહાન ઉપકાર કર્યો છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૧૦
આનંદઘન પદ - ૧૫
ગમે એવાં અને ગમે તેટલાં લાખો પ્રયત્ન કરે, કિશોર એટલે કાળો કલશોર - કકળાટ કરે કોલાહલ મચાવે તો પણ તે નડતરરૂપ બની શકતા નથી અને જાગૃત થયેલી અનુભવ ગમ્ય ભાવરૂચિ - આત્મરૂચિનો ભંગ કરવામાં સફળ થતાં નથી. પછી તો નિરંતર અલખની ધૂન જ ચાલે છે.
ભગવાન મહાવીર, એ ૪૫ આગમોમાં રહેલા નથી પણ ૪૫ આગમોની ગમમાં રહેલા છે અને તે ગમ એ છે કે પ્રાપ્ત મન, વચન, કાયાના યોગથી મારા દ્વારા આ જગતના નાના મોટા કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો.
જયાં બીજાને લેશ માત્ર પણ દુઃખ આપવાનો પરિણામ રહેતો નથી જ્યાં ઉપયોગકંપનથી થતી માનસિક ભાવહિંસા અને યોગકંપનથી થતી કાયિક દ્રવ્યહિંસા એમ ઉભય પ્રકારની હિંસાને ટાળવાનું લક્ષ્ય છે, ત્યાંજ અંતરમાં છુપાયેલ મહાવીર, પર્યાયમાં પ્રગટ થાય છે. ૪૫ આગમોમાં રહેલી આ ગમ (સમજણ) જીવને અનુભવમાં આવ્યા પછી તે દેહનો, ઈન્દ્રિયનો, સ્વજનનો, કુટુંબનો, ગામનો, નગરનો, દેશનો મટી સમસ્ત વિશ્વનો બને છે. સંકુચિતતાના કોચલા તૂટતા અંદરમાં રહેલ અનંત અનંત ચિદાકાશ ખુલ્લું થાય છે ત્યારે તે - અનંત અનંત આનંદ અનુભવે છે.
આ પદનો બોધ છે કે હે ! ચેતના તું તારા ચેતનને મળ ! આત્માનુભૂતિથી તું તારા આત્મજ્ઞાન (આત્મસમજ) અને આત્મવિશ્વાસ (આત્મશ્રદ્ધા) ને દઢીભૂત - ઘનીભૂત કર જેથી જ્ઞાનજ્યિાભ્યામ મોક્ષ થાય. ભૂખ જ જેમ ભૂખ્યાને ભોજનપ્રબંધમાં પ્રવૃત્ત કરે છે તેમ સ્વાનુભૂતિનું આત્મજ્ઞાન જ જ્ઞાનપ્રાપ્તિ - કેવળજ્ઞાનપ્રાપ્તિ - પરમાત્મ સ્વરૂપ પ્રાગટ્ય માટે જ્ઞાનને પ્રયોજે છે. જ્ઞાન જ જ્ઞાનની ક્રિયા કરાવે - સ્વરૂપક્રિયા કરાવે તે વાસ્તવિક જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ છે. જ્ઞાનપૂર્વકની ક્રિયાથી મોક્ષ એવું જે અર્થઘટન થાય છે તે અધુરું અર્થઘટના
જે સ્વસત્તાને ઓળખી લે છે તે જ પરસત્તાનો નિકાલ કરી શકે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૧૬
૧૬
મારુ)
निशदिन जोउं तारी वाटडी, घेरे आवो रे ढोला ॥
मुज सरीखा तुज लाख है, मेरे तुंही अमोला ॥
जव्हरी मोल करे लालका, मेरा लाल अमोला ॥ ज्याके पटंतर को नही, उसका क्या मोल ॥
પદ
(રાગ
-
w
पय निहारत लोयणें, द्रग लागी अडोला । जोगी सुरत समाधि मैं मुनि ध्यान झकोला ॥
"
कौन सुन किनकूं कहुं, किम मांडु मैं खोला । तेरे मुख दीठे हले, मेरे मनका चौला ॥
'
मित्त विवेक बातें कहै, सुमता सुनि बोला । आनन्दघन प्रभु आवशे, सेजडी रंगरोला ॥
નિશ. II
નિશ. ॥૧॥
નિશ. રા
નિશ. 11311
નિશ. ||૪||
નિશ. IIII
આનંદઘનજી મહારાજાની સુમતા સદ્ગુણોની સેજ સજાવી પ્રભુના આગમનને આવકારવા અધીરી બની છે તેની અધિરાઈ આ પદમાં વ્યક્ત થઈ
છે.
૧૧૧
નિશદિન જોઉ તારી વાટડી, ઘેરે આવો રે ઢોલા નિશ. મુજ સરીખા, તુજ લાખ હૈ, મેરે તુંહી અમોલા. નિશ...૧.
સમતારૂપ ચેતના, એનો સ્વામી ચૈતન્ય દેવ ક્યારે સ્વઘેર પાછો ફરે તેની કાગને ડોળે રાતદિન વાટ (રાહ) જોઈ રહી છે. એનો ઢોલો પ્રિયતમ તો જ્ઞાનરૂપી ઢોલીયા (પલંગ-ખાટલા)માં ધ્યાનરૂપી શૈય્યા (સેજડી) ઉપર પોઢવાને ટેવાયેલો છે, તે સ્વઘેર આવે એની ચિંતા સમતારૂપ ચેતના કરી રહી છે. પર એવાં મોહમાયા મિથ્યાત્વનો અંશ હજી રહી ગયો હોવાથી પ્રિયતમ ચેતન પરઘરથી સ્વઘર હજુ પાછો ફરતો નથી તેને સમતારૂપ ચેતના વિનવણી કરી
૧લું ગુણસ્થાનક એટલે સમ્યક્ત્વાભિમુખ મિથ્યાત્વ.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૧૨
આનંદઘન પદ - ૧૬
રહી છે કે હવે તો ઘરે આવો રે ઢોલા.
સમતા તો આત્મા - ચેતનના અનંતગુણોમાંનો એક ગુણ છે. તેથી આર્તધ્યાનમાં આવી ચેતના જાતને કોશી રહી છે - રડી રહી છે કે તું શેનો આવે ? તારે તો મારા જેવી લાખો છે પણ મારે સતી પતિવ્રતા સ્ત્રી જે કયારેય તને છોડીને જનાર નથી તેને મન તું લાખેણો છે. મારે મન તો તું મારું અણમોલ (અમોલા - અમુલ્ય) રત્ન સમાન છે. છ મૂલભૂત દ્રવ્યોમાં જીવ-ચેતન દ્રવ્ય એક માત્ર સર્વોચ્ચ દ્રવ્ય છે, જે સ્વપ્રકાશક છે જ પણ પોતા સહિત છયે દ્રવ્યને પ્રકાશનાર - ઓળખાવનાર કોઈ હોય તો તે જ એકમાત્ર ચેતન (જીવ) છે. એટલું જ નહિ પણ નવતત્વ આખાની વિચારણા એકમાત્ર ચેતન (જીવ) આધારીત છે. એ જીવ તત્વ પોતાના સ્વત્વ - પરમાત્મત્વને સમજે અને બાકીના તત્ત્વોની યતા, દેવતા, ઉપાદેયતાને સમજી વિચારી અજીવના બંધનમાંથી પોતાના શહાત્માને મત કરી પરમાત્મ સ્વરૂપે પ્રકાશે. હું તારી ચેતના મારા પ્રિયતમ ચેતનાને મારા ઘરે ઢોલીયા પાથરી સેજડી સજાવીને આવકારવા સજજ થઈને બેઠી બેઠી અહર્નિશ રાહ જોઈ રહી છું અને ભીંજાતા હૃદયે કાકલુદી કરી રહી છું કે “ઘરે આવો રે ઢોલા’. વિમુખ થયેલાં અભિમુખ થઈ સબુખ થાઓ ! સન્માર્ગે ચઢો. વઘારે નહિ માત્ર ચૌદ પગથિયા ચઢવાના છે. એકેક કરી ચઢવા માંડો અને સ્વ ઘર રંગમહેલમાં પધારો સ્વામી !
જહરી મોલ કરે લાલકા, મેરા લાલ અમોલા; જયાકે પટંતર કો નહિ, ઉસકા ક્યા મોલ. નિશ...૨,
કોઈ ઝવેરી રત્નપારખું હોય તે ઝવેરી જ મારા ચૈતન્યરત્નનું પારખું કરી એની સાચી મૂલવણી કરીને મૂલ્ય આંકી શકે. બાકી ગમાર અબુધ મુરખ ભરવાડ તો રત્નને પણ કાચનો ટૂકડો માની ગાડરના ગળે બાંધે. હું સમતારૂપ ચેતના તો મારા ચેતનરાજાની રાણી હોઉં મારા લાલાની-લાલની કિંમત તો હું જ જાણું છું કે એનું કોઈ મૂલ્ય આંકી નહિ શકાય એવું એ મારું અણમોલ રતન છે. એ તો મારો પ્રાણ છે. હું અને એ કાંઈ જુદા નથી. એનામાં હું છું અને મારામાં એ છે. એના અને મારા વચ્ચે કોઈ પડદો - અંતરપટ (પટંતરો નથી. પોતાની
રખડાવે તે રાગ. રાગ એ ફાટી ગયેલું દૂધ છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
-
૧૬
જાન
પોતાના પ્રાણનું કોઈ મુલ્ય હોય ? પ્રાણથી - પ્રાણનાથથી અધિક આ જગતમાં શું હોઈ શકે ? એ ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મા છે. પટંતરનો અર્થ આવરણ, અશુદ્ધિ, દોષ, જીરમ કે કચુ એવું અર્થઘટન કરવામાં આવે, તો કહી શકાય કે એ તો મારામાં જ રહેલો મારો ત્રિકાલ શુદ્ધ એવો પરમ પારિણામિક ભાવ છે, જેની ઓળખ મને થઈ નહોતી કેમકે મારી મત મારી ગઈ હતી. હવે તો મારામાં મારાપણાની સમજ આવી ગઈ છે કે એ મારું મરાપણું શું છે ? સર્વદોષ રહિત (જીરમરહિત) સર્વગુણ સંપન્ન ઝગારા મારતું સ્વ પર પ્રકાશક સર્વોચ્ચ રત્ન - આત્મતેજ તો મારામાં જ છે જે મારે પ્રગટ કરવાનું છે - પ્રકાશમાં વેદનામાં લાવવાનું છે. એના કોઈ મૂલ-મોલ ન થાય, એ તો મારું મૂળ - મારી જડ - મારું મારાપણું - મારી ઓળખ છે. જે અંગે ધારણ કર્યું હોય એ અંગને જ શોભાવનાર અને ઝળહળાવનાર ભૌતિક રત્ન નથી. આ તો વિશ્વ આખાને શોભાવનાર અને વિશ્વ સમસ્તને ઉજાળનાર દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપી અણમોલ આત્મરત્ન છે.
પય નિહારત લોયણૈ, દ્રગ લાગી અડોલા;
જોગી સુરત સમાધિ મૈં, મુનિ ધ્યાન ઝકૉલા. નિશ...૩.
-
૧૧૩
પદના આ ચરણ દ્વારા ચેતનની વિવેકદૃષ્ટિ-પ્રજ્ઞા જાગૃત થઈ જવાથી ભાઈ વિવેક બહેની સમતાને પોતે નજરે જોયેલી ચેતનની જાગૃત આત્મદશાનું વર્ણન કરતાં કહે છે કે જેના લોચન (નયન) અર્ધ બીડાયેલાં છે એવી અનિમેષ દૃષ્ટિ (દ્રગ) દૃઢતાપૂર્વક અડોલ અને અપલક અકંપ પણે પોતાના જ પય કહેતાં પરમપદ એવાં પદ ઉપર મંડાયેલી રહેલી (નિહારત) નિહારી રહેલી યોગદૃષ્ટિની સુરતામાં એટલે કે દિવ્યતામાં સમત્વથી સંધાયેલી, ધ્યાનમાં ઝૂલી (હિંડોળા લેતી ક્રીડા કરી રહેલી) ઝબકોલાઈ રહેલી છે, એવી ચેતનની આત્મમસ્ત મસ્તાનદશા હે બહેન ! ચેતના મેં જાતે જોઈ છે. અથવા તો ત્યારે પરાક્રમ ફોરવીને શૂરતાપૂર્વક યોગી બનીને મારા પતિ ચેતનરાજ દિવ્ય એવી સમત્વદશામાં પરમપદના ધ્યેયની સાથે ધ્યાનમાં ધ્યાતા બનીને ઝૂલતા હોય કે ઝબકોળાઈ ગયેલાં ગરકાવ બની ગયેલાં હોય એવું દૃશ્ય જોવાંને - નિરખવાને અધીરા બનેલા મારા (ચેતનાના) લોચણ (નયન) અપલક બનીને તારા ચેતનના
ગુણાનુરાગ વ્યક્તિરાગમાં પરાવર્તીત થતાં એ સ્નેહરાગ બને છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૧૪
આનંદઘન પદ - ૧૬
ચરણ આ તરફ મંડાય તેની મીટ માંડી રહ્યાં છે. તારા આવવાના માર્ગે આંખો બિછાવીને રાહ જોતી આતુર બેઠી છું કે કયારે મારા ચેતનનું એક આ ચરણ (આચરણ) જ્ઞાનનું ઉપડે અને બીજું ચરણ આનંદનું મંડાય !
કૌન સુનૈ કિનકું કહું, કિમ માંડુ મેં ખોલા;
તેરે મુખ દીઠ હલે, મેરે મનકા ચોલા. નિશ૪. ભાઈ વિવેક જે ચેતનની જાગૃતદશાને જોનારો - નિહાળનારો છે તે હવે કહે છે કે મારી આ નજરોનજર નિહાળેલી વાતોને સાંભળનારા અને સમજનારા લાવવા કયાંથી ? કોને કહેવા જાઉં અને કોણ સાંભળે સમજે ? મારું હૈયું કયાં ખોલું? મારા હૈયાની - મારી આ આત્માની અનુભૂતિની અગમ્ય અને અંકધ્યા એવાં મારા આ અનભિલાપ્ય ભાવોને કેમ કરી માંડુ - શબ્દોમાં વર્ણવું ? પરંતુ બહેન સમતા તારું હળવું થયેલું મુખ કે ઝળહળતી પ્રસન્ન મુખમુદ્રા જોતાં મારા મનના સંકલ્પ-વિકલ્પના મન:પર્યાય શમી ગયા છે. તારી સમત્વની - સમતાની વર્તના નિરખતા જ મારી વ્યગ્રતા - ચંચળતા - વ્યાકુળતા હરાઈ ગઈ છે કે તારું સમતાનું હોવાપણું બતાડે છે કે તું તારા ચેતનરાજાની જાગૃત આત્મદશાને સમજી જઈ એમાં સમાઈ ગઈ છે. ચેતના ચેતન હળી મળી જઈ ભળી ગયાં છે અને ગળી ગયાં છે. છૂટાં પડેલાં - ખોવાઈ ગયેલાં - ભેળાં થઈ ગયાં છે - જડી ગયાં છે અને જડાઈ ગયાં છે (અભેદ થઈ ગયાં છે).
મિત્ત વિવેક બાતેં કહૈ, સુમતા સુનિ બોલા; આનન્દઘન પ્રભુ આવશે, સેજડી રંગરોલા. નિશ.૫. વિરા વિવેક - ભઈલા વિવેક ! તારા મિત્ર ચેતનની આ પ્રદીપ્ત થયેલા આત્મજાગૃતિની ગુપ્ત વાત તારા મુખે તેં જે કહી તે સાંભળીને હું તો રંગમાં આવી ગઈ છું અને ખુશ ખુશહાલ થઈ ગઈ છું કે જેને માટે સેજડી સજાવીને રાખી છે - શૈય્યા બિછાવી - સજાવી - સંવારીને રાખી છે તે મારો હૈયાનો હાર; મનનો માણીગર - કળાનો કારીગર • ભાતનો ભાતીગર આનંદઘન - ચૈતન્યઘન એવો ચેતનરાજા - મારો પ્રભુ (સ્વામી) મારે મંદિર પધારશે, ક્ષપકશ્રેણી માંડશે અને સ્વધામ - મુક્તિધામ સીધાવીને એના આત્મરંગને - આત્મતેજને સ્વ પર પ્રકાશકતાને બ્રહ્માંડ આખામાં રેલાવશે. ચૌદ રાજલોકને
સ્નેહરાગ એ ચીકાશ છે. એને ગુણાનુરાગમાં ખતવવાની ભૂલ નહિ કરવી.
Page #172
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૬
૧૧૫
એના જ્ઞાનપ્રકાશથી ઉજાળશે - અજવાળશે એમ વિવેકની વાતો સુણીને સમતારૂપ ચેતના પોતાના હૈયાના બોલ બોલે છે.
આ પદનો બોધ એ છે કે વિવેકી બનશો અને સમતા રાખશો તો ધ્યાના લાગશે, સમાધિમાં લીન થવાશે જેના ફળ સ્વરૂપ સમરૂપતા - વીતરાગતા, સર્વાનંદીતા, સર્વદર્શીતા, સર્વજ્ઞતા, સિદ્ધત્વતાને પમાશે.
બંધ સમયે ચિત્ત ચેતીએ રે, ઉધે શો સંતાપ સલુણા’ - કર્મબંધ સમયે અત્યંત વિવેકી બનવાનું છે જેથી અશુભ કર્મ ન બંધાઈ જાય અને પૂર્વના બાંધેલ કર્મના ઉદય ટાણે અત્યંત સમ રહેવાનું છે જેથી બંધાયેલ કર્મ નિર્જરી જાય.
ધ્રુવ તત્વને કાંઈ અડે નહિ એવી સ્થિતિમાં સ્થિત થવું તે સામાયિક. કદાય પડી જાય અને તેનો પશ્ચાતાય થતાં પાછું અડે નંહિ એવી સ્થિતિમા ધ્રુવ તવળે લાવવું તે પ્રતિક્રમણ. વિશેષભાવ થવો એનું જ નામ પડવું. નિર્વિશેષભાવમાં રહેવાય તો અડ્યું ન ધેવાય.
જગત એ રીલેટીવ અર્થાત્ વ્યવહાર અર્થાત્ સાપેક્ષ સત્ય છે. જયારે આત્મા વારમાર્થિક (રીયલ) નિરયેલ સત્ય છે. જેટલાં જેનારા છે, તેટલાં જોનારાના યોતયોતાના જગત છે. વળી જે જગત આજે છે તેવું કાલે નથી. એટલું જ નહિ યહા દેખાય છે તેટલું જ અને તેવું જ જગત નથી. જ્યારે સ્વયંnો અને સર્વનો આત્મા સર્વકાળે સર્વત્ર એના મૌલિક શુદ્ધ સ્વરૂયમાં એક સરખો છે.
તત્ત્વરાગ ઉપાદેય છે, સ્નેહરાગ હેય છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૧૬
આનંદઘન પદ - ૧૭
પદ - ૧૭
(રાગ - સોરઠ) छोराने क्युं मारे छरे, जाये काड्या डेण ! છોરો છે મારો વાનો મોનો, વોલે છે અમૃતવેળા || છોરા. ના लेय लकुटियां चालण लागो, अब कांई फूटा छे नेण । तूं तो मरण सिराणे सूतो, रोटी देशे कोण ? || छोरा. ॥२॥ पांच पचीस पचासां उपर, बोले छे सूधा वेण । आनन्दघन प्रभु दास तिहारो, जनम जनम के सेण || छोरा. ॥३॥
છોરાને કહ્યું મારે છે રે, જાયે કાઠ્યા કેણ; છોરો છે મારો વાલો ભોળો, બોલે છે અમૃતવેણ. છોરા...૧.
આ પદમાં યોગીરાજજીએ દિવ્યતા અને દાનવતાની ખેંચાતાણીની સુંદર ગૂંથણી કરી છે. અનાદિથી સારા નરસા વચ્ચે નાયક - ખલનાયક શ્વેત અને શ્યામ વચ્ચેની લડાઈ ચાલતી આવી છે. યુધિષ્ઠિર જેવા નાયક અને દુર્યોધન જેવા ખલનાયકથી ભરેલો આ સંસાર છે. કયારેક આત્મા યુધિષ્ઠિર બને છે તો ઉર્ધ્વગતિ પામે છે તો કયારેક દુર્યોધન બની અધોગતિને પણ સર્જે છે.
સંસારી જીવ જેકીલ એન્ડ હાઈડની જેમ ઉood અને Evid સુર અને અસુર, પાશવીય અને માનવીય ઉભયતત્ત્વનું મિશ્રણ છે. આમ પણ સંસારી જીવ એ જડ-ચેતનનું મિશ્રણ હોવાથી મિશ્ર ચેતન છે અને બધીય ગતિમાં ભ્રમણ કરતો કરતો. આવેલો હોઈ, બધી ગતિના સંસ્કાર સાથે લઈને આવ્યો છે. માટે Dual Personality ઉભયાત્મક વ્યકિતતત્વ કે split Personality ખંડિત વ્યક્તિત્વ જોવામાં આવતું હોય છે. સંસારી જીવમાં સાત્વિકતા અને તામસિકતા કે રાજસિકતાનું ઘમસાણ ચાલતું હોય છે.
દિવ્યતાથી ઉર્ધ્વગતિ થાય છે અને દાનવતાથી અધોગતિ થાય છે. ઉભય સારા નરસાના તત્ત્વો વ્યકિતમાં ગીણ પ્રધાનપણે રહેલાં હોય છે. જેવું
દુઃખ નહિ આપે તે આર્યમાનવ, એ દુર્ગતમાં નહિ જાય.
Page #174
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૭
૧૧૭
વાતાવરણ જેવો સંગ, જેવું સંવર્ધન તેવો વિકાસ - ઉર્થીકરણ કે રકાસ-પતન
હાય,
અહીં ચેતનમાં રહેલી સુમતા અને કુમતાની ખેંચાતાણીની વાત વણાયેલી છે. સાત્વિક સંવર ધર્મમાં પ્રવેશેલી સુમતાએ પૂર્વની પુયાઈ અને સંસ્કારગુણો લઈને અવતરેલા પનોતા પુત્રનું નામ પાડ્યું છે “ગ્યાન'. આવા અનુભવ જ્ઞાન સાથે લઈને અવતરેલા જ્ઞાની સંસ્કારી પુત્રની શિષ્ટ (સભ્ય), સાત્વિક, ધાર્મિક ચેષ્ટા (સદ્વર્તન) જોઈને અપર (સાવલી) માતા કુમતાના પેટમાં તેલ રેડાયા છે. ચેતન પતિના અને સુમતા-ચેતના પત્નીના આ સલુણા સંતાન પ્રત્યે કુમતા-અપરમાતા છેષ બુદ્ધિ ધરાવે છે અને જ્યારે જ્યારે કોઈ જોતું ન હોય, બાળકના હિતેચ્છુઓની ગેરહાજરી હોય - આઘાપાછા થયા હોય ત્યારે લાગ સાધી બાળકને એના સદ્વર્તન બદલ વઢતી, ધમકાવતી, ફટકારતી હોય છે અને બાળકને બીવડાવતી - ડરાવતી હોય છે. કુમતાના બાળક પ્રત્યેના આ ગેરવર્તાવથી માતા સમતા ચિંતિત રહેવા લાગે છે. સુમતાની ચિંતાનું કારણ પિતા ચેતનની જાણમાં આવતાં હવે તે કુમતાને ઠકમારે છે અને ઠપકો આપતા કહે છે કે આ છોરાને તું કેમ મારે છે ? શું તું એમ સમજે છે કે આ છોરાને કોઈ કાળા કરતૂતો કરનારી કાળકાએ કે ડાકણે (કાડ્યા) જન્મ આપેલ કાળોતરો કુપુત્ર છે ? જે કોઈ સદ્વર્તાવ કરે છે, ધર્મભાવ સેવે છે તેની પ્રત્યે તું અણગમો રાખી ભેદભાવ ભર્યો અભદ્ર વ્યવહાર કરે છે, તે મને ચેતનને ખૂબ કઠે છે અને તારા પ્રત્યે મને ધિક્કારની લાગણી થાય છે. સુમતા કયારેય તારી સાથે અસભ્ય વહેવાર કરતી નથી પણ તારે માટે સભાવ રાખે છે, તેનો જવાબ તું આ રીતે એના વહાલસોયા સંતાનને રંજાડીને આપે છે ? આ તારા. દુર્વ્યવહારથી તો હવે હું ત્રાસી ગયો છું - વાજ આવી ગયો છું. તારાથી મારા સપ્પરિવારના શાંતિ સુખ સમૃદ્ધિ હરાઈ રહ્યાં છે - હણાઈ રહ્યાં છે. મને તો ડર લાગે છે કે ક્યાંક તારા કુસંગમાં હું પોતે જ કુછંદના રવાડે ન ચડી જાઉં. હવે તું ફુમતા મને મારા ઘરમાં ન જોઈએ. હું તારો ત્યાગ કરું છું. - પૂર્વની પુણ્યાઈ સંસ્કારોને સાથે લઈને આવેલો આ મારો વહાલસોયો લાડકવાયો દીકરો તો મારો લાલ છે. મારી આંખનું આ રતન ભોળો ભાલો
સર્વ સંપત્તિને સમાજના સુખમાં વાળે તે મહામાનવ, એ ઊંચી ગતિમાં જાય.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૧૮
આનંદઘન પદ - ૧૭
મારો લાલો કેવું મીઠું મીઠું કાળુંઘેલું મનભાવન બોલે છે ? જાણે ફૂલ ઝરે છે. એની અમૃતવાણીથી સંસ્કારી વેણ - બોલથી મારું હૈયું ગદ્ગદ્ થાય છે. બાળક સંસ્કાર લઈને અવતરે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન ખુદ છે અને બીજાં વજસ્વામી છે. શ્રીચંદ્ર અરિહંત વંદનાવલીની ૧૧મી ગાથામાં ગાયું છે.....
જે બાલ્યવયમાં પ્રૌઢજ્ઞાને, મુગ્ધ કરતાં લોકને; સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને; ત્રણ લોકમાં વિસ્મય સમાં, ગુણરૂપ યૌવનયુકત જે; એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું
યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી જરા અન્ય રીતે અર્થઘટન કરે છે. લયોપશમચેતનારૂપ સ્ત્રી પોતાના અંતરાત્મરૂપ ચેતન સ્વામીને કહે છે કે - હે સ્વામિન્ તું સંયમરૂપ પુત્રને કેમ મારે છે ? તે શું કર્મનું દેણ (દવું) કાપ્યું છે કે આટલો બધો ફૂલાઈને નાના પુત્રને મારે છે ? આ તો આપણું કર્મનું દેવું ફેડીને કરજમાંથી મુક્ત કરી આપણો ઉદ્ધાર કરનાર દેવનો દીધેલ પનોતા પુત્ર છે. પ્રમાદમાં ફસીને તું એને નથી મારતો પણ તું જ તારા પગ પર કુહાડો મારી તારી અવનતિને આમંત્રણ આપી રહ્યો છે. સર્વ પ્રિય વસ્તુઓમાં પ્રિય. હોય તો તે આ મારો સંયમ પુત્ર છે. હાલ તો એ બાળકો નાનકડો છે પણ ભદ્રક પરિણામી છે. સર્વ જીવો પ્રત્યે પ્રેમ રાખી જીવદયા પાળવી, જૂઠ કયારેય બોલવું નહિ, કોઈની કોઈ પણ ચીજ એના માલિકની અનુમતિ સિવાય લેવી નહિ, વસ્તુઓનો બીનજરૂરી સંગ્રહ નહિ કરતાં જરૂરિયાતમંદોમાં તેનો સદુપયોગ કરવો, મોટાંઓનો વિનય કરવો, એમને માન આપવું, ગુણીજનોની ભકિત કરવી, મન ઈન્દ્રિયોને વશ રાખવા એવાં એવાં અમૃત વેણ ઉચ્ચરે છે. આપણો કેટલો વિનય સાચવે છે અને આપણી સાર સંભાળ રાખે છે. છોરુ કછોરુ થાય તો પણ માવતર કદી કમાવતર ન થાય એવી રીતિનીતિ છે. જ્યારે આ તો ગુણમૂર્તિ છે એવાં ગુણિયલ દીકરા ઉપર હાથ ઉપાડતા તું લાજતો કેમ નથી. ? જરા શાંત ચિત્તે વિચાર તો કર !
લેય લકુટિયાં ચાલણ લાગો, અબ કાંઈ ફૂટા છે નેણ; તુ તો મરણ સિરાણે સૂતો, રોટી દેશે કોણ ? છોરા...૨.
માનવમાંથી મહામાનવ અને અતિમાનવ બનવા માટે માનવભવ મળેલ છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૭
૧૧૯
મારો આ બાળ તો હવે પેટ ઘસડી ઘસડીને લકુટિયાં લઈ ચાલવા - ખસવા શીખી ગયો છે. અરે ! હવે તો ઘૂંટણિયા પણ ભરવા લાગ્યો છે. કિલકિલાટ કરતો આખાય ઘરમાં ઘૂમતો ઘરને પોતાની કિકિયારીઓથી હર્યુંભર્યું જીવંત બનાવી રહ્યો છે. હવે તો એને વિવેકની આંખો ચ ફૂટી છે. સારા-નરસા, હેય-ઉપાદેયની ઓળખ પણ પડવા લાગી છે કે આ ગુપ્તિ સમિતિ અષ્ટ પ્રવચના મારી માતા છે; જ્ઞાનચક્ષુ દેનારા આ દેવ-ગુરૂ મારા પિતા છે, મારી મતિની ગતિ ધર્મમાં છે અને સ્થિતિ આત્મામાં છે, જ્ઞાન મારો આનંદ છે અને પ્રેમથી હું સર્વવ્યાપી છું - સર્વનો દુલારો છું.
ચેતન, ચેતનાના આ સદાચાર સંયમરૂપ માનસ સંતાન પ્રતિના કુણા વલણથી મુમતા પોતાનું માથું કુટે છે અને ભાગ્યને રુએ છે કે હવે આ ચેતન તો મારા પાસમાંથી છૂટી રહેલો મારે માટે તો જાણે મરણશય્યા - મરણપથારીએ પડ્યો છે. હવે અમારી કુમતા અને એના સંબંધીઓની અહીં દાળ ગળે એમ નથી. અમારી ભાખરી અહીં શેકાય એમ નથી. હવે આ ચેતન જે સંસારત્યાગી બની સંન્યાસના મોક્ષમાર્ગે જઈ રહેલો, અમો સંસારીઓની સંસારવાસનાને પોષે એમ નથી અર્થાત્ હવે અહીં કોઈ આપણને રોટી દેનાર છે નહિ. અહીં સંસારીઓની સગાઈની સ્વાર્થીuતાનું વલણ વ્યકત થતું દર્શાવાયું છે. ભકિતકવિએ વાસુપૂજય સ્વામીની સ્તવનામાં પણ પ્રાચ્યું છે.....
આ સંસાર ઘોર મહોદધિથી, કાઢો અમને બહાર;
સ્વારથના સહુ કોઈ સગા છે, માત પિતા પરિવાર; બાળ મિત્ર ઉલ્લાસી, વિજય વિલાસી, અરજી ખાસી, પૂરો અમારી. આશ...
સંસારની અસારતા, નશ્વરતા, પરાધીનતાની સમજ નથી એવાં સંસારીઓના સગપણ સ્વાર્થના જ હોય છે. સંસારમાં સંસારીઓનું વલણ ગરજ સરી અને (જીવાડનાર જીવનદાતા એવો) વેદ વેરી જેવું બહુલતાએ હોય છે. કલ્યાણ કુટુંબ અને કલ્યાણમિત્રો મેળવવા ભાગ્યશાળી બનનારા પુણ્યાત્મા બહુ જૂજ હોય છે.
પૂ. બુદ્ધિસાગર સૂર્ણીસ્વરજી જરા બીજી રીતે આ ચરણ (કડી) સમજાવતા
..
.
વીતરાવજ્ઞાન આત્માનો ઉઘાડ કરવા માટે મળેલ છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૨૦
આનંદઘન પદ - ૧૭
જણાવે છે કે
હે સ્વામિન ! તું તો હવે લાકડીના ટેકે ટેકે ચાલે છે, તારી આંખો પણ ફૂટી ગઈ છે અર્થાત્ આંખો નબળી પડી ગઈ છે એટલે કે અણસમજુ નાદાના અજ્ઞાની બની તું તારા સંયમપુત્રને અવિરતિની લાકડીથી મારી રહ્યો છે. સુમતારૂપ ચેતના એના સ્વામી ચેતનને સમજાવી રહી છે કે હવે તો તું મરણપથારીએ પડ્યો છે. આ તારા પુત્ર વિના તને કોણ રોટી આપશે અને તારી સાર સંભાળ સારવાર કોણ કરશે ? આપણો આ સંયમરૂપ પુત્ર જ અષ્ટકર્મરૂપ દેવામાંથી આપણને મુકત કરી શકશે. માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદને વશ પડી એને મારશો ધમકાવશો નહિ પણ ભવિતવ્યતાના યોગે પ્રાપ્ત થયેલાં આ “દેવના દીધેલાં આવ્યા છે તો અમર થઈને રહેશો” કહી એને આવકારો, એનું લાલનપાલન સંવર્ધન કરો. એ તો આપણી બુઢાપાની લાકડી છે. નોધારાનો આધાર છે.
પાંચ પચીસ પચાસાં ઉપર, બોલે છે સૂધા વેણ; આનંદઘન પ્રભુ દાસ તિહારો, જનમ જનમકે સેણ. છોરા...૩.
અનુભવજ્ઞાની એવાં ધર્મસંબંધી કલ્યાણમિત્ર સાધર્મિકની ભાવમયી દૃષ્ટિ, હિતચિંતા કે તેની જાગૃતિની ટકોરથી યા તો સંસારીઓના સ્વાર્થના સગપણોનો અનુભવ કર્યા પછી, મોહમાયાને લાત મારીને તેનાથી સાવ નિરાળા બનીને ધર્મધ્યાનની આત્મહિતની પ્રવૃત્તિમાં જેઓ લાગ્યા, તે પોતાનું કલ્યાણ સાધી પ્રાપ્ત માનવ જન્મારો સાર્થક કરી ગયા. આવી આ સુધારસ નીતરતી અમૃતરસભર વાણી, અનુભવ સિદ્ધ એવાં જ્ઞાનવૃદ્ધ પુરુષની વાણી, ભલે પ્રાથમિક દશામાં હોય, છતાંય એવી કલ્યાણી વાણી પાંચ, પચ્ચીસ, પચ્ચાસની વય વટાવી ગયેલાં સંસારમાં રચ્યા પચ્યા વૃદ્ધો પણ બોલી શકતા નથી. અનંત અવતારની જન્મજન્માંતરની સાધનાના પરિપાકરૂપ, આ સુધાવાણીને હું પામી શકવા ભાગ્યશાળી થયો, એમાં તારા જેવાં આનંદઘન - ચિઠ્ઠન સ્વામીના દાસપણાના સ્વીકારનો જ પ્રતાપ અને પ્રભાવ છે.
અથવા તો હે પ્રભુ આનંદઘનજી ! જન્મોજન્મના આપના સાથ સંગે
દ્રવ્ય પરિપૂર્ણ હોવા છતાં પર્યાયની જે અપરિપૂર્ણતા છે તે જ સંસાર છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૭.
૧૨૧
દાસપણાના ફલસ્વરૂપ જ આજે હું પંચપરમેષ્ઠિ, પંચ મહાવ્રત, પંચાચાર પાલના, ઉપાધ્યાયજીના પઠન પાઠનના પચ્ચીસગુણ અને મુહપત્તી પડિલહેણના અધ્યાત્મના પચ્ચાસ બોલ જે અમરત્વને - સુધા-અમૃતને દેનાર વેણ (બોલ) છે તેને હું તમારો દાસ પામ્યો છું. અંતરમાં બિરાજમાન અંતરાત્માના અવાજને અનુસરનાર અંતરાત્માને પરમાત્મ સ્વરૂપે પ્રગટાવે છે.
કવિ કરસનદાસ માણેક પણ ગાય છે.• - ઘનવન વીંધતા ગિરિવણ ચઢતાં, તરતાં સરિતાશ્રોત;
સન્મુખ સાથી જનમ જનમનો અંતર ઝળહળ જયોત. આ પદનો બોધ છે કે પ્રભુ પ્રભાવે ભવિતવ્યતાના યોગે પંચપરમેષ્ઠિ, પંચમહાવ્રત, પંચાચાર, પઠન પાઠનના પચ્ચીસ યોગ, અધ્યાત્મના પચાસ બોલ પ્રાપ્ત થયા છે તો સદાચાર, દેશવિરતિ, સર્વવિરતિરૂપ પ્રાપ્ત થયેલ સંયમપુત્રનું લાલન પાલન સંવર્ધન કરી વિનાશીથી જુદો પડી, અવિનાશીની સાથે જોડાઈ, તારા અનાદિ અનંત અનુત્પન અવિનાશી સ્વયંભૂપણાની અમરતાથી અભેદ થઈ જા !
5
વ્યવહારમાર્ગ એ કીડી ફેંગે યાતો થિલિકા માર્ગ છે, ,
તો , નિશ્ચયમાર્ગ એ યવન વેગે કયાતો વિહંગમ માર્ગ છે.
એકાગ્રતા એ સામાયિક હાથી વરંતુ સમતા એ સામાયિક છે. નિરંતર સુદ્ધાભાછું લક્ષ્ય રાખી, ઉયયોગને વિષમ ન થવા દેવો એ સામાયિક છે. નિરંતર સામાયિકમાં રહેવા માટે સામાયિક કરી સ્વાધ્યાય કરવાનો છે. સ્વાધ્યાય એટલે કે સ્વના જ્ઞાતા-દMા.
આત્માના યથાર્થ દર્શન વિના સમ્યગ્દર્શન નહિ થાય.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૨૨
रीसानी आप मनावो रे, विच्च वसिठ न फेर ॥
सौदा अगम है प्रेमका रे,
परख न बूझे कोय |
ले देवाही गम पडे प्यारे, और दलाल न होय ॥
આનંદઘન પદ
પદ - ૧૮
(રાગ : માલકોશ - રાગણી થોડી)
રીતા.
રીસા. ॥૧॥
दो बातां जीयकी करो रे, मेटो मनकी आंट ।
તની તપત યુન્નાડ્યું, પ્યારે, વચન સુધારસ છાંટ ॥ રીસા. રા
-
नेक नजर निहारियें रे, उजर न कींजे नाथ |
तनक नजर मुजरे मिले प्यारे, अजर अमर सुख थाय ॥ रीसा ॥३॥
निसी अंधियारी घनघटा रे, पाउं न वाटके फंद ।
करुणा करो तो निरवहुं प्यारे, देखूं तुम मुख चंद ॥ रीसा ॥४॥
प्रेम जहां दुविधा नहीं रे, ममेट कुराहित राज ।
आनन्दघन प्रभु आय विराजे, आप ही समता सेज ॥ रीसा. ||५||
૧૮
રીસાની આપ મનાવો રે, વિચ્ચ વસિઠ ન ફેર. રીસા... સૌદા અગમ હૈ પ્રેમકા રે, પરખ ન બુઝે કોઈ;
લે દેવાહી ગમ પડે પ્યારે, ઔર દલાલ ન હોય. રીસા...||૧||
યોગીરાજ આનંદઘનજી મહારાજા સાધના કરતાં કરતાં વિશુદ્ધિને વર્યા છે. પરંતુ કયારેક જ્ઞાનદર્પણમાં - મનના અરીસામાં કષાયની કાલિમા, - મનની મેલાશ જણાય છે ત્યારે સુમન - સુમતિ સાથે અંતરમાં મનોમંથન કરે છે અને આત્મશોધન - આત્મનિરીક્ષણ Introspection કરે છે. આવે સમયે સુમતિ સુમન અંતરમાં પડેલા ડાઘ-કાલીમાનું કારણ જણાવે છે કે હે ચેતનરાજા આપની સમતારૂપ ચેતના આપનાથી રૂઠી છે અને રીસાઈને આપનાજ કોપભવનમાં સુપ્ત લુપ્ત થઈને દૂંટીયુંવાળી છૂપાઈ ગઈ છે. હવે તો આપ જ
સાધનાનું ખૂટતું અંગ જો કોઈ હોય તો તે તનિર્ણય નામનું અંગ છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
–
-
૧૮
આપની રૂઠેલી સમતાને મનાવો કે તે તમને સમાલે, સંભાળે, સંવારે અને સંજવારે. તમારી ચેતનની શોભા-ઠાઠ તમારી સમતારૂપ ચેતનાથીજ છે. એ તો તમારી જ છે. તમે એને મોહ માયા મમતાના પર ઘર જઈ રેઢી મેલી દીધી છે તેથી આપથી રીસાઈ ગઈ છે. એનામાં અને આપનામાં કોઈ ફેર નથી - જુદાપણું નથી. આપથી આપની ચેતના છે અને ચેતનાથી આપ ચેતન છો. જેમ પૂષ્પની - સુમનની સુવાસ અને નજાકતતા કે પછી સુવર્ણની પીળાશ અને ચળકાટ પુષ્પ કે સુવર્ણથી ભિન્ન નથી. એ તો આપનામાંજ વસેલી રહેલી આપપણાની - ચેતનની ઓળખ છે. સમતારૂપ ચેતના, એ તો સદાનો સાથે રહેનારો ચેતનનો સહભાવી ગુણ છે. એને લાવવા માટે કોઈ વિચ્ચ એટલે વચલા વચેટિયા વિષ્ટિકાર વસિઠ દલાલની જરૂર નથી. એ કાંઈ બજારમાં મળતી બજારુ ચીજ નથી કે પૈસા આપીને કોઈ મારફતિયા
દલાલ મારફત એને વહોરી -
ખરીદી લવાય.
-
-
૧૨૩
આ તો પ્રેમનો સોદો છે. એની પરખ કરી શકાય એમ નથી. એ કાંઈ લે વેચની વસ્તુ નથી કે લેવાદેવાથી એની ઓળખ (ગમ) પડી શકે. પ્યારા આ તો પ્યારનો સોદો છે. એ ગમ નહિ પડે એવો અગમ છે કેમકે એ અંતરની વાત હોઈ અંતરથીજ સમજાય એવી આત્મગ આગમ ચીજ છે. આ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. આ તો પોતાનું જ પોતામાં હતું, છે અને રહેશે તેની ભાળ મેળવી, પોતામાં જ એને નિહાળી નિરખીને પોતામાંથીજ પોતે જ એને નિખારવાનું છે. પૂષ્ણે પોતાની સુવાસ બહારથી ખરીદી લાવવી પડતી નથી તેમ પૂજ્યે પોતાની સુવાસની જાહેરાત કરી ભમરાઓને બોલાવવા પડતા નથી. આ તો કોઈ કાબેલ દિગ્દર્શક અભિનેતામાં રહેલી એની અભિનયશકિતની એને ઓળખ કરાવીને એની જ શક્તિને એની પાસેથી નિખારી - કેળવીને એને નટસમ્રાટ ઝીરોમાંથી હીરો બનાવે એવી વાત છે. અથવા તો કોઈ માઈકલ એન્જેલો જેવો શિલ્પકાર કાળાડિબાંગ પથ્થરમાં સુંદર મજાની શિલ્પકૃતિના દર્શન કરીને એ અદ્ભૂત શિલ્પને એ પથ્થરમાંથી કોતરી કાઢે એના જેવું છે. દો બાતાં જિયકી કરોરે, મેટો મન કી આંટ; તનકી તપત બુઝાઈએ પ્યારે, વચન સુધારસ છાંટ... રીસા...૨.
જે પોતે પોતાની જાતને ર્નાહ ઓળખે તે બીજાને કેમ કરીને ઓળખશે ?
·
-
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૨૪
આનંદઘન પદ - ૧૮
હવે સમતારૂપ ચેતનાને મનાવવા - શું કરવું તેનું સુમતિ ચેતનને દિગ્દર્શન કરે છે. તમારા મનમાં પડેલી આંટીઓ - ગાંઠોં - ગ્રંથિ; પૂર્વગ્રહ - કદાગ્રહ - મતાગ્રહરૂપી અંટશને દૂર કરો અર્થાત્ મનની ગાંઠ મિટાવી મનથી મનનો મનમેળ કરો. તમે જ તમારા મનને તમારા મનથી મનાવીને, એ મનને દબાવો નહિ પણ એને વાળો અને એને સુમન બનાવો. મનના મોહનું પાત્ર વિનાશી એવા દેહ અને પર વસ્તુ વ્યક્તિ હતાં, તેના મોહના પાત્રને બદલી અવિનાશી એવાં પરમાત્મા દેવ અને પરમાત્માના ચાહક અને વાહક એવાં ગુરૂદેવને બનાવો એટલે એ મોહ, પ્રેમ ભકિતરૂપે પરિણમશે અને રાગ, અનુરાગ બનશે. અવિનાશી વીતરાગ સાથે જોડાયેલો એ અનુરાગ તમને પણ અવિનાશી વીતરાગી બનાવી દેશે.
અંતરને ઠારે એવી અંતરની બે મીઠી મીઠી વાતો અંતર સાથે કરશે. મનનું અંટશ - આંતરું મીટાવી અંતરનું અંતરથી - આત્માનું આત્માથી - ચેતનાનું ચેતનથી વૈત-હૈયું-હુંફ અને લાગણી આપીને મિલન કરો. એ જીવની જ છે એને જીવતી કરી દો. જીતી લ્યો ! તમારી સમતા તમારામાં સુસુપ્ત - ગુપ્ત - લુપ્ત છે એને સ્પંદિત કરી સ્કુરાયમાન કરો • જાગૃત કરો. એની રીસને - એના ગુસ્સાને ઠારો ! એના તનમનના તાપને તમારી આત્મીયતાથી એને વહાલા કરી પ્રેમથી શાતા પહોંચે એવી અમૃતવાણીથી એ રીસાયેલીને રીઝવો - ખોવાયેલીને ખોળીને ખોલો - ઉજાગર કરો.
પદના આ ચરણ દ્વારા યોગીરાજજી આધ્યાત્મિક દિગ્દર્શન કરતાં ધર્મની રીતિનીતિ શીખવે છે કે....
પ્રેમની પરખ કરવા માટે તીર્થંકર ભગવંતો, ઋષિમુનિઓએ પ્રબોધેલાં હેય (ત્યાજ્ય) અને ઉપાદેય (ગ્રાહ્ય) તત્ત્વો માર્ગની દિશા ચિંધે છે. જીવને જીવનદાયી પ્રાણ તત્વ એ તો પ્રગટ પરમાત્મ તત્વના પ્રેમલક્ષણા ભકિતભાવમાં આત્મામાંથી વહેતું અને આત્માનુભતિમાં ભાવવિભોર કરનારું પ્રેમઝરણું છે. એ દેવગુરુના અહોભાવ, આદર, બહુમાન, સત્કાર સન્માનના ભક્તિપ્રેમને જીવંત બનાવો.
મોક્ષ દુર્લભ નથી પણ મોક્ષદાતા દુર્લભ છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૧૮
જીવ, જીવજાતિનો હોવાથી જાતભાઈ છે અને સ્વરૂપથી એનું અને તારું સ્વરૂપ એક સરખું હોવાથી એ તારો, સ્વરૂપ સમોવડિયો છે. આમ સ્વરૂપ ઐક્યતા અને જાતિ ઐક્યતાના નાતે (સંબંધે) જીવે જીવ સાથે મૈત્રીના ભાઈબંધના સૌખ્ય સંબંધ પ્રેમસંબંધથી જોડાવાનું છે. ષડ્કાયરક્ષાથી અભયદાન આપવાનું છે અને આત્માની અજરામર અવિનાશીની વિચારણાએ નિર્ભય રહેવાનું છે.
-
૧૨૫
પ્રગટ પરમાત્માની ભક્તિ કરવાની છે અને પરમાત્મસ્વરૂપી-સિદ્ધસ્વરૂપી આત્મા સાથે પ્રેમમૈત્રીના સંબંધે બંધાવાનું છે.
-
મનમાં ફૂટતી પૂર્વગ્રંથિત ગાંઠોને ફૂટતી જોતાં રહી, નવી ગાંઠો ન પાડતા જ્ઞાતા-દૃષ્ટાભાવમાં રહી એ ગાંઠોના બંધનમાંથી છૂટતા જવાનું છે. એ ગાંઠોને મીટાવતા જવાનું છે.
દેહાદિ યોગ સંયોગો એ પૂર્વકૃતકર્માનુસાર પ્રાપ્ત થયેલ પ્રકૃતિની દેણ છે. એ એનો પ્રકૃતિધર્મ બજાવવાની છે. એના પ્રકૃતિધર્મની તરછોડ તિરસ્કાર નહિ કરતાં, તારે પુરુષ બની તારા પુરુષધર્મ - પુરુષત્વમાં રહી, પ્રકૃતિનો પ્રતિકાર નહિ કરતાં સ્વીકાર કરી, સમભાવે નિકાલ કરતાં રહી, એને ઉકલી જવા દેવાની છે અને ડખો ડખલ કરી નવું કાંઈ વીંટાળવાનું નથી. દેહનો જે દેહધર્મ છે તે મુજબ તે તપવાનો છે એની તપનની એ માંગ કરે તો તેનું તરપણ કરી તપનને બુઝાવવાની છે - ઠારવાની છે પણ એને ભડકાવવાની નથી. હિત, પ્રીત, મીત મધુર વચનસુધાના - આત્મસ્વરૂપ સમજના શીતલ અમી છાંટણાના છંટકાવથી એને ઠારવાની - ઓલવવાની છે.
-
-
આ ચરણમાં યોગીરાજજીએ જગતપતિની પ્રગટપરમાત્મભક્તિની, જીવમૈત્રીની અને શરીરાદિ મન-વચન-કાયયોગ અને બાહ્ય સંયોગોનો સમતામાં રહી સમભાવે નિકાલ કરવાની એવી ત્રણ શીખ આપી છે.
નેક નજર નિહારિયે રે, ઉજર ન કીજૈ નાથ; તનક નજર મુજરે મિલે પ્યારે, અજર અમર સુખ થાય. રીસા...૩.
બુદ્ધિ બગડ્યા પછી આ સંસારમાં ગમે એટલી ઊંચી સામગ્રી મળે તો પણ તે વ્યર્થ છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૨૬
આનંદઘન પદ - ૧૮
પદના આ ચરણમાં પણ યોગીરાજ આગળ શીખ આપે છે કે.. પોતામાંજ રહેલ પોતાની શુદ્ધતાને - પવિત્રતાને - પરમાત્મસ્વરૂપને નેહથી - પ્રેમથી - નેક એટલે પવિત્ર નજરે નિહાળો અર્થાત્ પોતાના ધ્રુવ શુદ્ધાત્મપણાને - પવિત્રતાને પરખો. ‘સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી હું પરમાત્મસ્વરૂપ છું', એનું જ્ઞાન અને ભાન કરો. . પ્રભુ પાસે પ્રાર્થના કરો કે પવિત્રતાનું નિરંતર ભાન રહ્યાં કરે અને પવિત્રતા દિનપ્રતિદિન સંવર્ધિત થતી પલ્લવિત રહ્યાં કરે જેથી હે નાથ ! મારો આત્મા, પ્રેમ, લાગણી વિહોણો રુખો સુકો લાગણીહીન જ કઠોર નઠોર ઉજજડ ન બને.
યોગીરાજજી હજુ આગળ નાથને પ્રાર્થે છે કે હે મારા વહાલા પ્યારા પરમાત્મા ! આપની એવી કૃપા થાઓ કે મને તનક એટલે તીક્ષ્ણ - સૂક્ષ્મ એવી આરપાર જોનારી દીર્ઘકાલીકી, દષ્ટિવાદોપદેશીકી સંજ્ઞા - દૃષ્ટિ પ્રાપ્ત થાય. જો આવી દૃષ્ટિ મળે તો મારી પર્યાયદષ્ટિ ટળી જાય, દ્રવ્યદૃષ્ટિ મને મળી જાય જેથી જન્મ, જરા (ઘડપણ) અને મરણના મારા કારમાં દુ:ખ ટળી જઈ, ભવોભવના ફેરા ટાળી ભવાંત કરું અને અજરામરતાના સુખને હું પામું. કારણ કે પર્યાયર્દષ્ટિ ભેદમાં પણ ભેદ પાડનાર છે જયારે દ્રવ્યદૃષ્ટિ ભેદમાં પણ અભેદભાવમાં રાખી અભેદથી અભેદ કરાવી આપનાર છે.
નિસી અંધિયારી ધનઘટા રે, પાઉ ન વાટકે કંદ; કરુણા કરો તો નિરવહું પ્યારે, દેખું તુમ મુખ ચંદ. રીસા...૪.
આષાઢી અમાસની વાદળછાયી કાળી રાત્રી જેવું અજ્ઞાનનું ઘનઘોર અંધારું છવાઈ ગયું છે, પુદ્ગલના મોહની જાળમાં ફસાઈ ગયો છું અને કર્મની જાળમાં એવો જકડાઈ ગયો છું કે આ ફંદામાં ફસાયેલા મને વાટ-માર્ગ તો દેખાતો નથી પણ પગ મુકવાની જગાય નજરે ચઢતી નથી. હવે તો હે કરુણાના સાગર પરમાત્મા ! આપ કરુણા કરો તો જ આ અંધકાર વચ્ચે નિરવહી - ટકી શકું, માર્ગ કાઢી - ખોળી શકું, જો આપના ચંદ્ર જેવાં શીતળ સ્વ પર પ્રકાશક મુખચંદ્રના દર્શન થાય. હે દયાનિધિ આ દીન ઉપર દયા કરી આપનો જ્ઞાનપ્રકાશ
આત્મા નહિ ઓળખાય તો કાંઈ નંહિ પણ બુદ્ધિની શેતાનીયતને તો ઓળખી લ્યો.
Page #184
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૮
૧૨૭
પાથરી આ ઘનઘોર અંધિયારી રાતમાં મારા પથદર્શક બનો !
પ્રેમે જહાં દુવિધા નહીં રે, મમેટ કુરાહિત રાજ; આનંદઘન પ્રભુ આય વિરાજે, આપ હી સમતા સેજ. રીસા...પ.
જ્યાં પ્રેમ છે ત્યાં જુદાપણું કે વિઘા - દુવિધા - અવઢવ નથી હોતાં. પ્રેમમાં અભેદતા છે. પ્રેમમાં વ્યાપકતા છે. મોહમાં સંકુચિતતા છે. પ્રેમગલી એવી સાંકડી છે કે એમાં બે એક થઈને રહે તો જ રહેવાય એવું છે. પ્રભુના ગુણગાન, સ્તુતિ સ્તવનામાં આખોમાંથી પ્રભુપ્રેમાશ્રુ નીતરતા હોય અને હૈયુ પ્રભુ વિરહાગ્નિમાં વલોવાતું હોય તો એવાં પ્રેમથી કર્મસત્તાના દૂર કુશાસિત - કુરાજિત રાજ (મમેટ) સમેટાઈ જાય છે અને આનંદનાઘન સ્વરૂપ ચેતવ્યપ્રભુ સમરૂપતા - વીતરાગતારૂપ સેજની સ્વસ્થિતતા - સ્વરૂપસ્થતાને પામે છે. ચિઘન સ્વરૂપ આનંદઘન પ્રભુ - ચેતન્ય મહાપ્રભુ એની ચેતના - સ્વરૂપગુણો અનંત ચતુષ્કની સેજમાં સ્વયં આવી બિરાજે છે.
પદનો બોધ એ છે કે દેવગુરૂના પ્રભુપ્રેમમાં પાગલ બની મોહ મમતાને કાઢી, સમતાને અપનાવી જીવ માત્રને આપસમ જાણી, પ્રેમવ્યવહારથી સર્વને સાધના માર્ગે સાનુકૂળ બનાવી, પ્રાપ્ત યોગસંયોગમાં સમભાવ - ઉદાસીનભાવ રાખી સમરૂપતા, વીતરાગતા, સર્વાનંદીતા, સર્વદર્શીતા, સર્વજ્ઞતા, સર્વશકિતસંપન્નતા, સિદ્ધત્વતાને પામો.
જીવ થશું ઝંખે છે. ય અભાવ એ અંધત્વ છે કે જે મુંજવે છે. એવા બંધને જો ય મળે તો કેવો અદકેરો આનંદ થાય ! એમ જીવો ભાવયસું એટલે કે સમ્યગ્દર્શન મળતા અપૂર્વ આoiટ પ્રગટે.
માત્ર બુદ્ધિથી જીવાતું જીવન એટલે ઘવલશેઠ અને મમ્મણશેઠ જેવું જીવન.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૨૮
આનંદઘન પદ - ૧૯
પદ - ૧૯
(રાગ - વેલાવલ) दुलह नारि तुं बडी बावरी, पिया जागे तुं सोवे । .fપયા થતુર કમ નિષદ કથાની, ન નાનું ચા ઢો? I સુન. ના आनन्दघन पिया दरस पियासे, खोल धुंघट मुख जोवे | दुल. ॥२॥
યોગીરાજજીના પદ એટલે ગાગરમાં (શ્રુતનો) મહાસાગર. થોડામાં ઘણું બધું કહેવાની જાણે અણીમા લબ્ધિ. પરંતુ અહીં આ પદમાં તો બિંદુમાં સિંધુ સમાવી લઈ માત્ર ઈશારાથી જ ઘણું બધું કહી દેવાની આગવી કમાલની યોગલબ્ધિનો પરચો આનંદઘનજી મહારાજાએ બતાડ્યો છે.
દુલ્હ નારી તું બડી બાવરી, પિયા જાગે તે સોવે; પિયા ચતુર હમ નિપટ અયાની, ન જાનું કથા હોવે ? દલ..૧.
આનન્દઘન પિયા દરસ પિયાસે, ખોલ ઘુંઘટ મુખ જોવે. દુલ...૨. કૃષ્ણઘેલી ભકત કવયિત્રી મીરાંબાઈએ પણ ગાયું છે કે...
ઘુંઘટ કે પટ ખોલ, મોહે પિયા મિલનકી આશ... પદનો કેન્દ્રધ્વનિ એ જ છે કે કયારે મારા આ આનંદના અંતરાયો તૂટે, આડશો, પડળો, આવરણો હટે અને સાવરણ એવો હું નિરાવરણ થઈ મારામાં રહેલાં મારાપણા - પરમાત્માસ્વરૂપના દર્શન કરું અર્થાત્ સ્વરૂપવેદન કરું !
આ પદમાં પાત્રો છે. પતિ ચેતન, પત્ની ચેતના, આત્મા અંતરગત અપ્રગટપણે પ્રચ્છન્ન રહેલ પિતા પરમાત્મા અને પાંચ સમિતિથી સંયમિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવાં સાધક સાધુ મહાત્માની માતા તે સમતારૂપ અષ્ટપ્રવચન માતા.
સંસારીઓના સંસારના સંબંધે મોહ માયા મમતાના સંસારી સગપણોના માયાવી સંબંધો છે. તો બીજી બાજુ અધ્યાત્મક્ષેત્રે સાધકને સાધનાના આત્મિક
માત્ર બુદ્ધિથી જીવનારો સંસારગામી છે. હયથી જીવનારો મોક્ષગામી છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૯
૧૨૯
કલ્યાણ સંબંધો છે. રાગીઓને રાગના - વાસનાના - સ્વાર્થના વિકારી સંબંધો છે તો વેરાગીને વીતરાગતાના છૂટવાના અને છોડાવવાના મુકિતના ઋણાનુબંધ છે. એ વીતરાગતા - નીરિહીતા - નિર્મોહીતા - નિર્વિકારીતા - નિરાવરણતાના લક્ષ્ય બંધાયેલા ઋણના અનુબંધ એવાં ઋણાનુબંધ છે.
સંસારીઓને સંસારમાં રાગના - સ્વાર્થના તોફાન, ઉશ્કેરાટ, અતૃપ્તતા છે જયારે આધ્યાત્મિક ક્ષેત્રે સાધકોને વેરાગીઓને વીતરાગતાની મસ્તીની પ્રશાંતતા, તૃપ્તતા, આત્મસંતૃપ્તતા છે. આ આત્મસંબંધો - બ્રહ્મસંબંધો છે. એ આત્મસ્કૃતિ અને આત્મશાસિત છે. આજે પણ પુષ્ટિમાર્ગમાં દીક્ષા સ્વરૂપે વૈષ્ણવજનને ગોસ્વામીજીઓ દ્વારા આવા બ્રહ્મસંબંધ અપાતા હોય છે. એ કૃષ્ણ એટલે આત્મા અર્થાત બ્રહ્મ સાથે સ્થાપી અપાતો સંબંધ એવો બ્રહ્મસંબંધ છે. પછી બ્રહ્મ સમજયા વિનાનો વ્યવહારુ, ઔપચારીક, ચીલાચાલુ બ્રહ્મસંબંધ લેવાય તો તે પારમાર્થિક બ્રહ્મસંબંધ કરાવનારો નિવડે નહિ એવું બને. બ્રાહ્મણોમાં દ્વિજ થવું અને શ્રમણોમાં સમ્યગ્દર્શન થવું એ પણ બ્રહ્મસંબંધ છે.
અબ્રહ્મના સંબંધોમાં ક્ષણિકતા અને અતૃપ્તતા છે, જે દહિક, ભૌતિક એવાં સંસારી સંબંધો છે. આવા સંબંધોમાં ચંચળતા અને ક્ષણિકતા, ભાસ્યમાનતા છે. એમાં ગલન છે, એકમેકતા છે પણ અભેદતા નથી તેથી વિરૂપતા છે. જ્યારે બ્રહ્મસંબંધમાં ગલનની સાથે અભેદતા છે તેથી એકરૂપતા, તદ્રુપતા, સમરૂપતા છે. જેના પરિણામે ત્યાં જ્ઞાનની આનંદ સાથેની અભેતાથી સ્થાયીતા છે – અવિનાશીતા છે અને પ્રશાંતતા, સંતૃપ્તતા છે.
અબ્રહ્મના સંબંધે મળતો ક્ષણિક અસ્થાયી આનંદ એ એકાદા છિદ્રમાંથી પ્રવેશતા એકાદા સૂર્યકિરણના પ્રકાશ જેવો છે. જયારે બ્રહ્મના સંબંધથી મળતો સ્થાયી આનંદ એ ઝૂંપડા જેવાં પરઘરમાંથી બહાર નીકળી અખિલ બ્રહ્માંડ વ્યાપક એવાં સ્વઘર બ્રહ્મમાં - ખુલ્લામાં - બ્રહ્માંડમાં આવી કરાતું સૂર્યસ્નાના છે. એ વ્યાપકતાનો - સ્થાયીતાનો - પ્રશાંતતાનો - સંતૃપ્તતાનો - સ્વાધીના નિરાલંબનતાનો - નિર્વિકારીતાનો - નિરાવરણતાનો નિતાંત આનંદ છે. જ્યાં આત્મા ઉપરથી વાસનાના વસ્ત્રો તો ઠીક પણ દેહરૂપી વસ્ત્રો પણ ઉતારીને
સંસાર એટલે હુંપણા અને મારાપણાનો વિસ્તાર.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૩૦
આનંદઘન પદ - ૧૯
ફેંકી દઈ અદેહી, અશરીરી, અનામી, અરૂપી, અમૂર્ત, સાચા અર્થમાં દિગંબર થઈ ચેતનાનું ચેતન સાથે એકરૂપ - તદ્રુપ - સમરૂપ થવાપણું હોય છે. કવિકુલકીરીટ લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ પણ ગાયું છે....
વ્યાસાગર પ્રભુ પારસ ઉછાળે જ્ઞાનની છોળો; ઉતારી વાસના વસ્ત્રો, અરે પામર તું નહોતો જા જનારુ જાય છે.
અધ્યાત્મમાર્ગે પલોટાવાનું, કેળવાવાનું, પાવરધા બનવાનું છે અને પછી જે સંસારમાર્ગે સંસરણ માટે હતું તેને અધ્યાત્મમાર્ગે સ્વરૂપ પ્રગટીકરણ - પરમાત્મા પ્રગટીકરણ માટે પલટાવવાનું - ઉલટાવવાનું છે. ઉત્તરમાં ઉલટે માર્ગે ચાલતા હતાં તેને બદલે હવે દક્ષિણમાં સીધા રસ્તે ચાલવાનું છે. શત્રુંજય તીર્થને સિદ્ધાચલ’ કહ્યું છે તેનું અર્થઘટન કરવાનું છે કે સીધા ચાલીએ તો સીધા રહીએ એટલે કે સિદ્ધ થઈએ અને અચલ (સ્થિર) રહીએ. દિશા બદલાય તો દશા બદલાય.
અધ્યાત્મ - આત્મજ્ઞાની મહાપુરુષ આ વિષયમાં ત્રિપદી આપે છે કે સીધો ! સાધુ યા ! મોક્ષે જા - સિદ્ધ થા!
નવી - નવેલી વહુ-દુલ્હન-નવોઢા-નવવધુ, સોળે શણગાર સજી, ઘૂમટો તાણી, ધીમે ધીમે પગલે શરમાતી, સંકોચાતી, લજાતી, રૂમઝૂમ રૂમઝૂમ કરતી ચેતનરાજાની ચેતના રાણી પધારી રહી છે. આંગણે તોરણો બંધાયા છે. સમકિતરૂપી ચેતનારાણીને આવકારવા સમતારૂપ સાસુમા એવાં અષ્ટપ્રવચનમાતા સજ્જ થઈને ઉંબરે આવે છે. સમકિતરૂપી ચેતનારાણી દ્વારા બારસાખે એટલે કે અંત:કરણ ઉપર કુમકુમના થાપા દેવાય છે. જાણે મોક્ષના થાપા મરાય છે અર્થાત્ સમકિતરાણીના આવવારૂપ મોક્ષ રજીસ્ટર્ડ થાય છે. આરતી ઉતારવા દ્વારા અનાત્મભાવની રતિને ઉતારીને - અવિરતિને ઉતારીને આત્મભાવની રતિને - વિરતિને આવકારાય છે, એના પોંખણા - ઓવારણા લેવાય છે અને મોક્ષના તિલક કરાય છે. આમ સમકિતરૂપ ચેતના વહુરાણીનો મંગળ ગૃપ્રવેશ કરાવાય છે. પિતા પરમાત્મા અને માતા સમતા; અક્ષત ભરી. પ્યાલીને ચરણસ્પર્શથી મંગળગૃહમાં અક્ષત ઠાલવવા દ્વારા રિદ્ધિ સિદ્ધિ લબ્ધિના
ઉપયોગ કરવાની છૂટ છે પણ ઉપભોગ કરવાની છૂટ નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૯
૧૩૧
અક્ષતના વધામણા ઝીલતી, સિદ્ધના લાલરંગના પ્રતિક સમ કુમકુમવર્ણા પગલે કુમકુમ પગલા પાડતી ચેતના રાણી - સમકિતને મંગળ ગૃહપ્રવેશ કરાવે છે. માતા સમતા અને પિતા પરમાત્મા સમ્યક્ત્વરૂપી ચેતનારાણીને હૃદયમંદિરમાં સ્થાપન કરે છે.
ઘૂમટો તાણેલી ચેતનારાણી સાસુ સસરાનો ચરણ સ્પર્શ - પાયલાગણ કરીને આશીર્વાદ પ્રાર્થે છે કે મારા હું પણાને - મારા અસ્તિત્વને સ્વામીનાથ. ચેતનરાજાના અસ્તિત્વમાં ઓગાળીને અભેદ થઈ, એકરસ બની જાઉં એવાં મોહ-માયા-મમતા-અહંકારના મામને ગાળી નાખનારા મંગળ આશીર્વાદ આપો કે હવે મને મારા પિયુના દર્શન થાય અને મારા પ્રિયતમ સાથે મારું પ્રિય મિલન થાય.
આજે તો હવે કેટલાંક રાજસ્થાનીભાઈઓના પરિવાર સિવાય ઘૂમટો. તાણવાનો રીવાજ જૂનવાણીમાં ખપી જઈ ભૂંસાઈ ગયો છે. આ તો અવસર્પિણિનો. અને તેમાંય હુંડા અવસર્પિણિનો - પાંચમા આરાનો પડતો ભૂંડો કાળ એવો કળીએ કળીએ કાપનારો કકળાટનો કળિયુગ છે. બાકી તો જેણે મોક્ષે જવું હોય તેણે તો પહેલાં સંસારને સ્વર્ગ બનાવવું જોઈએ. એ માટે વહુએ વિનયી વિવેકી બની મર્યાદામાં - સંયમમાં રહેવું જોઈએ અને સાસુએ સહુને સાચવી લેનારા, સમાવી લેનારા સમતાના સાગર બનવું જોઈએ. જ્યારે સસરાએ વડવાઈઓને ફેલાવીને રહેલાં ઘેઘુર વિશાલ વડલા જેવાં બની બાહુ ફેલાવી પોતાના બાહુથી હૃદયના હેત હુંફ અને લાગણીથી શીતળ છાયા આપનારા - રક્ષા કરનારા કુટુંબ વત્સલ વડલાસમ વડિલ બની રહેવું જોઈએ. તો જ શાતામાં રહી, શાતાદાયી થઈને શાતા અશાતાથી પર એવાં સમસ્વરૂપ શાંતતા, ઉપશાંતતા, પ્રશાંતતાને પ્રાપ્ત કરી શકાશે.
હવે નવવધુ હૈયું ખોલીને હૈયાની - પોતાની વિપરીતતા - મૂર્ખતાની વ્યથાની કથા કહે છે.
અનાદિથી આજ લગી, અત્યાર સુધી હું ચેતના નારી, કુંવારી, એકલવાયી, અલ્લડ, અક્કડ, મુરખ (બાવરી) હતી કે મારો મનનો માનેલો મનમોરલો - માણીગર - મનમોહન એવો પરમપારિણામીક ભાવરૂપ ત્રિકાલ શુદ્ધ ઘુવતત્ત્વ
સપુરુષનો સુયોગ થવો એ સદ્ભાગ્યના એંધાણ છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૩૨
આનંદઘન પદ
૧૯
ચૈતન્ય રાજા (પરમાત્માસ્વરૂપ) મારામાં જ રહેલ હોવા છતાં બાવરી બની એને હું ઠામ ઠામ, ઠેર ઠેર ચૌદ રાજલોક બ્રહ્માંડ આખામાં ગાંડીઘેલી દિવાની બનીને ખોળતી (શોધતી) ફરતી હતી. એ તો મારામાં જ જાગતો - ધબકતો શુદ્ધસ્વરૂપે સિદ્ધસમ પ્રચ્છન્નપણે રહેલો મારો જ પ્રિયતમ હતો, જેને હું બાવરી બેબાકળી બની બહારમાં જ્યાં ત્યાં બધે શોધતી ફરતી હતી. કારણ કે હું મારામાં રહેલ મારાપણાને (સ્વરૂપને) જાણતી નહોતી એટલે અંધારામાં અથડાતી ઊંઘમાં જ ચાલતી હતી. જ્યારે મારો પ્રિયતમ ચેતન રાજા તો રાજ કરતો મને આવકારવા
મને આલિંગવા મારામાં જ સજ્જ તત્પર થઈને બેઠો હતો. હું મારા એ ચેતનરાજાને મારામાં વાંકી વળી અંતરમુખી થઈ અંતરમાં જોતીજ નહોતી અને બહારમાં શોધતી ફરતી ફાંફા મારી રહી હતી. જાણે કેડમાં છોકરું અને ગામ આખામાં શોધતી હતી. શોધવા છતાં મળતું નહોતું તેથી હું ઝૂરતી - તડપતી - તરફડતી દુ:ખી દુ:ખી થઈ ગઈ હતી. આ મારી વિપરીતતા - મૂર્ખતા હતી. વાસ્તવિક તો મારે અંતરમાં જાગૃત રહેવું જોઈતું હતું અને બહારમાં ઊંઘવું જોઈતું એટલે કે ઉદાસીન રહેવું જોઈતું હતું. એક જ્ઞાનીએ કહ્યું પણ હતું કે “ઉંઘતા જીવો તો જાગતા મારો !” પણ મને ઘેલી મુરખને ત્યારે એ સમજાયું નહોતું. મારા અનાદિના સંસારના અધ્યાસથી વિપરીત વાત કરી ‘પિયા જાગે તું સોવે’ ત્યારે મને મારી વિપરીતતાનું ભાન થયું અને સ્વરૂપનું સાચું દર્શન થઈ શક્યું.
અંતરતમ સ્થિત અંતર્યામી, આતમરામી પરમાત્મા ધ્રુવતત્ત્વ તો અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંતસુખ સહિત ચતુરાઈપૂર્વક મારા જ પાલવમાં મારી નિકટ હસતું, રમતું, કિલ્લોલતું “મને શોધી કાઢ ! મને શોધી કાઢ !” કરતું છૂપાછૂપીની રમત રમતું જાણે મારામાં જ ધરબાયેલું છૂપાયેલું પડ્યું હતું પણ હું પટુતા વિહોણી નિપટ આંધળી, ભીંતભૂલેલી અજાણી (અયાની - અજ્ઞાની) કોરીધાકોર નકરી (નિપટ - તદ્દન) અજ્ઞાની એનું અને મારું આંત કેમ કરી મિટાવું ? કારણ કે હું તો ઘૂમટો તાણીને મને જ મારામાં છૂપાવીને બેઠી હતી અને ફિકરથી અધમૂઈ થઈ ગઈ હતી કે મને મારો વહાલો મળતો નથી. વાલમ વિનાની, વાલમના વહાલ વિનાની એટલે કે વીતરાગતા વિનાની રાગદ્વેષમાં ચૌદ રાજલોકમાં ઠામ ઠામ ઠેબા ખાતી ભટકતી ફેરફૂદડી ફરતી હવે મારી શું દશા થશે ? પ્રાત:કાળે શ્રી સીમંધરસ્વામી આગળ રડીએ છીએ ને !
પ્રબળ પુણ્યના ઉદ્દે જ સત્પુરુષનો સુયોગ થાય.
Page #190
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૧૯
૧૩૩
રાંક પરે રડવડ્યો, નિર્ધણિયો નિરાધાર;
શ્રી સીમંધરસ્વામી તુમ વિણ ઈણ સંસાર. હે સ્વામીનાથ ! મારા પરમપ્રિય પરમાતમ તમારા દર્શનની હું પ્યાસી થઈ છું તમારા પ્રિય મિલનને હું સહરાના રણમાં ભૂલા પડેલા (૧૪ રાજલોકમાં ભૂલા પડેલા) તરસ્યાની જેમ તરસી - તલસી રહી છું. હવે તો આંતરું ટાળો. તમે જ ઊભાં કરેલાં તમારી ઉપરના કર્મના આવરણોને - અંતરપટોને - અંતરાયને દૂર કરો - આપ જ મારા આ કર્મોના ઓઢેલા ઘૂંઘટ ખોલો જેથી મને મારા પ્રિયતમ શુદ્ધાત્માના - પરમાત્મ સ્વરૂપના દર્શન થાય. “હું” “તું” માં અને તું” “હું” માં ગળી જાય. “હું” નો અહંકાર મારાનો મમકાર - મારાની મમતા મટી જાય અને ચેતનાનું ચેતનની સાથે સાયુજય સર્જાય. આપના મુખદર્શન થતાં અર્થાત્ પરમાતમસ્વરૂપની સ્વરૂપાનુભૂતિ થતાં અત્ર, તત્ર સર્વત્ર વહાલો મળ્યાની વધામણીનો આનંદ આનંદ પ્રવર્તે. હું ચેતના મારા આનંદનાઘન
સ્વરૂપ, ચિઘન ચેતનના મિલનથી તદ્રુપતા અભેદતાને પામું. મુકિતવધુને વરવારૂપ સાચા અર્થમાં અવધુ એટલે પુરુષ એવો આત્મા બનું કે અગુરુલઘુ થાઉં !
કવિએ ગાયું છે.... - કર્મ ખપાવી શિવપુર જાવે, અજરામર પદ પાવે; " જ્ઞાન અમૃત રસ ફરસે મારા વાલા જ્યોત સે જ્યોત મિલાવે.
ખારો ખારો રે... આ પદનો બોધ એ છે કે હે જીવ! તેં જ તારા પરમાત્માસ્વરૂપ આત્મા ઉપર કર્મોના આવરણરૂપ ઘૂમટો તાણ્યો છે. જ્ઞાનધ્યાનરૂપ ક્રિયાને એવી તો સૂક્ષ્મ તીક્ષ્ણ ધારદાર બનાવ કે આવરણો - પડદો ચીરાઈ જાય અને તારામાં જ રહેલાં તારા ભગવાનના - પરમાત્માના દર્શન થાય - આત્મસાક્ષાત્કાર થાય જેથી સ્વરૂપાકાર થવાય !
દય સ્પષ્ટ થયેથી જ ગતિ પ્રÍતરૂપ બને.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પદ - ૨૦
-
(૨ાગ ગોડી - આશાવરી)
આન સુહાન નારી / અવધૂ. ગાન. ॥
मेरे नाथ आप सुध लीनी, कीनी निज अंगचारी ॥
प्रेम प्रतीत राग रूचि रंगत, पहिरे झिनी सारी । महिंदी भक्ति रंगकी राची, भाव अंजन सुखकारी ॥
सहज सुभाव चूरीयां पेनी, थिरता कंगन भारी । द्यान उरवशी उरमें राखी, पिय गुन माल आधारी ॥
આનંદઘન પદ
उपजी धुनि अजपाकी अनहद, जीत नगारे बारी । झडी सदा आनन्दघन बरखत, बिन मोरे एक तारी ॥
અવધૂ. ૧૫
ઞ. રા
૬. રૈશા
सुरत सिंदूर भांग रंगराती, निरते वेनी समारी । उपजी ज्योत उद्योत घटे त्रिभुवन, आरसी केवल कारी ॥ अ. ॥४॥
- ૨૦
૧. III
આજ સુહાગન નારી. અવધૂ. આજ...
મેરે નાથ આપ સુધ લીની, કીની નિજ અંગચારી. અવધૂ...૧.
સંસારીઓનું સંસારમાં અનાદિના અધ્યાસથી વિપરીત ખોટું સંસારીજીવન છે તેને સાધકે સાધનાક્ષેત્રે વિપરીત પ્રવર્તાવી આધ્યાત્મિક વલણ આપવાનું છે. વિપરીત (ખોટું), વિપરીત (ખોટું) થતાં તે પછી સંસરણ માર્ગ નિસ્તરણનો માર્ગ બનવા લાગે છે, જે નિષ્કષાય બનાવે છે. આ પદ દ્વારા શ્રીમદ્ આનંદઘનજી મહારાજશ્રીએ ભકિતયોગ અને રાજયોગના સાલંબનમાંથી નિરાલંબનમાં જવાના અને સવિકલ્પકતામાંથી નિર્વિકલ્પ ધ્યાનદશામાં જવાના માર્ગનું નિર્દેશન કર્યું
છે.
ચેતન જ્યારે ચેતનાના પ્રાંગણમાં આવે છે ત્યારે ચેતના હરખપદુડી થઈ જાય છે, કારણ કે અનાદિના અનંતકાળથી પતિ વિરહિણી ગોખે બેઠી રાતદિ’
પરોપકારની વાવણી એ તો ઉર્જાતનું વાવેતર છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૦
૧૩૫
પતિ ચેતનના સ્વગૃહે પાછા ફરવાની વાટ જોતી હતી. પોતાની આંતરિક વિરહવેદનાના સંદેશા સુમતિ, સમતા અને અનુભવ સાથે વારંવાર પતિને પાઠવતી હતી એવી ચેતનારાણી, આજે પોતાના પુરુષાર્થની સફળતા દેખતાં આનંદવિભોર બની ગઈ છે.
ચેતનાનો ચેતન ચેતનાને છોડી પરઘેર ચાલી જઈ પુદ્ગલસંગી - જડસંગી બની ગયો હતો પણ કયારેય ચેતનાનો મટી ન ગયો હતો. એટલે ચેતના ચેતનથી વિખૂટી પડી ગઈ હોવાથી વિરહિણી હોવા છતાં સુહાગન તો હતી જ. પણ આજે હવે એનો સુહાગ, એની સુહાસન ચેતનાને ત્યાં સ્વગૃહે પાછો વળતાં તે સાચા અનુભવના અર્થમાં સુહાગન નારી બની છે, તેનો આનંદ એના હૈયેથી છલકાય છે.
ચેતનનાથે આજે એની ચેતનારાણીની સુધ (ખબર) લીની છે એટલે કે ચૈતનને એની ચેતનાની સાચી ઓળખ થઈ છે. એની સુંઘ એની સોડ આજે એને માણવા મળી છે - અનુભવવા મળી છે. એ સહભાગી (દ્રવ્યનાગુણ દ્રવ્યના સહભાગી હોય છે) હતી પણ આજે સહચારિણી - સહવાસી બની છે. ચેતના આજે ચેતનનું અંગ એટલે કે અર્ધાગની થઈ ગઈ છે. ચેતનાના સંચારથી અર્થાત્ ચેતન્યાચરણથી ચેતનની ઓળખ થવા લાગી છે. ટુંકમાં સાધકને અવધૂત યોગદશા અંતરમાં વર્તાવા લાગી છે અને આત્મિક અનુભૂતિની અંગેઅંગમાં એટલે કે એકેક આત્મપ્રદેશે સંવેદના-સંચાર થતો જણાવા લાગ્યો છે. મન, વચન, કાયા એ ત્રણે યોગની પવિત્રતા રીતભાત, હલનચલન, ચાલચલગત, આહાર, વિહાર, નિહાર, આચારવિચાર, હાવભાવ, રૂપરંગ, લેશ્યા, અધ્યવસાય, પરિણતિમાં ઝળકવા લાગી છે. વિચાર અને અંગાચાર (આચાર)માં એકાચારતા એકાકારતા પ્રવર્તતી વર્તાય છે. અર્થાત “કીનીનિજ અંગચારી’
પ્રેમ પ્રતીત રાગ રુચિ રંગત, પહિરે ઝીણી સારી; મહેંદી ભકિત રંગ કી રાચી, ભાવ અંજન સુખકારી. અવધૂ.૨.
હવે પદના આ બીજા ચરણમાં કવિહૃદયી આધ્યાત્મ યોગી આનંદઘનજી પત્ની ચેતના એના પતિ ચેતનની અંગચારી સુહાગનનારી કઈ રીતે છે તેનું
ગંગાનદીનું ગંગાજળ પાત્ર જેવું અને જેટલું હશે તેવું અને તેટલું ગંગાજળ આપશે.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૩૬
આનંદઘન પદ - ૨૦
* રસિક નિર્દેશન કરે છે.
પ્રેમ પ્રતીત થઈ એટલે કે નિર્મળ પ્રેમની ખાત્રી થતાં ચિત્ત પ્રસન્નતાને પામ્યું. આ પ્રથમ અંગનું - ચિત્તનું સુસંચરણ થયું.
રાગ અને રુચિ એટલે કે ગમો જેનો જેવો થવો જોઈએ તેનો તેવો થવા માંડ્યો એટલે કે રાગ એના મૂળ રંગથી રંગીન બનવા લાગ્યો અર્થાત્ રાગ એની રંગત (અસલિયત) બતાવવા લાગ્યો. કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિગ ટળી ગયો અને આત્માનો, આત્મીયગુણોનો, આત્મગુણીઓ પ્રત્યે પ્રશસ્તરાગ - અનુરાગ થવા લાગ્યો. વિભાવ સદ્ભાવ બની સ્વભાવમાં પલોટાવા લાગ્યો. આ મનનું સંચરણ એ બીજું અંગ થયું. પૂ. ઉદયરત્નવિજયજીએ શાંતિજિનેશ્વર ભગવંતને સોભાગી વિશેષણથી નવાજતા ગાયું છે.... સુણો શાંતિનિણંદ સોભાગી, હું તો થયો છું તુમ ગુણરાગી,
તુમે નિરાગી ભગવંત, જોતાં કિમ મળશે તંત. સુ. પહેલાં અરૂચિ હતી તો હવે રૂચિ - જઠરાગ્નિ પ્રદીપ્ત થતાં ભૂખપ્યાસા ઉઘડ્યા છે. સાચી સુધા-ભૂખ જાગતાં અધ્યાત્મની તલપ લાગી છે. આ ભાવના-વિચાર અંગનું ત્રીજું સંચરણ થયું.
પહેલાં પતિના વિરહમાં જાડી ખદડ સાદી સાડી પહેરીને સુષ્ક જીવન જીવતી હતી એ ચેતનારાણી હવે પહેરે છે, ઝીણી મુલાયમ સુંદર સામાને આકર્ષિત કરે એવી સુહાગણ પહેરે તેવી મજાની કિંમતી સાડી. સાડી ઝીણી પહેરે છે એટલે કે સ્કૂલતાનું - જડતાનું સ્થાન હવે સૂક્ષ્મતા - તીવ્રતા - તીર્ણતા લે છે. ઝીણી - અર્ધપારદર્શક સાડી પહેરવાથી પ્રિય પતિ ચેતનના મુખનું દર્શન સતત થયાં કરે છે અર્થાત્ એક સમય માત્ર માટે પણ ચેતનાનો ઉપયોગ ચેતનમાંથી - આત્મામાંથી ખસી જડ અનાત્મમાં જાય નહિ. મુખ લાજ મર્યાદામાં ઢંકાયેલું પણ રહે અને પતિના મુખારવિંદના દર્શન પણ થતાં જ રહે. વર્તનમાં - આચરણમાં વિવેક અને લક્ષમાં શુદ્ધાત્મા. આ ચોથું અંગાચરણ એ આત્મલક્ષી સદાચરણ થયું.
પાત્રતા એટલે ઉપાદાન. ઉપાદાનને ગુણસમૃદ્ધીથી વિકસિત કરી સમૃદ્ધ બનાવવાનું છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૦
૧૩૭
મહેંદી ભક્તિ રંગકી રાચી’. સુહાગણ એના સુહાગને આવકારવા અને રીઝવવા એના હાથ અને પગ મહેંદીથી સજાવે શણગારે છે. લીલારંગની હીના (મહેંદી)ને લસોટીને હાથપગ ઉપર ભાતીગળ તરહેમાં (ડીઝાઈન)માં લગાવી હાથપગને કેટલોક સમય અણસ્પર્શયા રાખવાનું સ્થિર રહેવાનું તપ તપે છે ત્યારે એ સુહાગણની સુહાગ માટેની તડપન - તાપ કેવો લાલચોળ છે એ બતાડતી લાલાશ - રતાશ - પ્રેમની લાલી રંગ દેખાડે છે, જે રોચક રચનાથી એનો ચેતન રાચીમાચી જાય છે - રાજીરાજી થઈ જાય છે.
મહેંદી તો સુહાગણ એના સુહાગ માટે સંસારક્ષેત્રે રચાવે છે. અહીં તો સાધકની સાધ્યપ્રાપ્તિ માટેની સાધનાક્ષેત્રની વાત છે. એટલે ભકિતરૂપી મહેંદીના ભકિતરંગમાં રંગાઈને - ભકિતભાવમાં વિભોર બની જઈ પોતાના ભગવાન - પરમાત્મસ્વરૂપ આત્મા ચેતનને પતિ પરમેસ્વર માની, એની સેવાભકિતરૂપી હીના (મહેંદી)નો રંગ ચડાવી, એના રંગે સંગે અને ગંધે ચેતનને રીઝવીને ચેતનાએ એને પરમાત્માસ્વરૂપે પામવાનો છે.
લાલરંગ એ સિદ્ધપદનો વર્ણ છે અને પદ્મશ્યાનો સૂચક છે. સોળે સતીઓ પદ્મશ્યાના ભાવથી લેશીત (ભાવિત) હતી. એથી જ લાલરંગની મહેંદી, લાલરંગી ઘરચોળા, લાલરંગી સેંથીનું સિંદૂર, કપાળને શોભાવતો, એ સુહાગણના સુહાગને સોહાવતો લાલ કુમકુમનો ચાંદલો, લાલરંગની ચૂડી આદિ સુહાગના અને સૌભાગ્યના ચિહ્નો લેખાય છે, જેનું લગ્નપ્રસંગે આગવું મહાભ્યા હોય છે.
આમ પદ્મશ્યાના લાલરંગે રંગાયેલું આત્માની લાલી વધારનારું ભકતાચરણ એ પાંચમું અંગાચરણ થયું. | ‘ભાવ અંજના સુખકારી”. આંખોને અંજનથી આંજી એની સુંદરતા, વિશાળતા અને આકર્ષકતામાં સુહાગણ દ્વારા વૃદ્ધિ કરાતી હોય છે, જે પતિને સુખદાયી હોય છે. ચિત્તમાં સપરિણામ - સદ્ભાવ એ દૃષ્ટિમાં વીતરાગતાનું અંજન આંજેલું છે. એ દૃષ્ટિને સાફ, નિર્મળ, અવિકારી બનાવનાર સુરમાનો. રંગ પણ લાલ હોય છે જે કર્મમળથી દુષિત થયેલી દોષદૃષ્ટિની કાલિમાને ધોઈને
મૌલિક તત્ત્વ પકડાતું નથી તેથી અનુબંધ શુદ્ધ ધર્મ થતો નથી.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૩૮
આનંદઘન પદ - ૨૦
સાફ કરી લાલ ગુણદૃષ્ટિમાં પલોટાવે છે. એ ચેતનપતિને આરોગ્યદાયી સુખકારી ઠંડક પહોંચાડનાર છે કારણ કે ગુણદૃષ્ટિથી પીડા-ઉપાધિરહિત એવું સુખમય સ્વસ્થ નિરોગી જીવન ચેતન જીવતો થાય છે. આ દૃષ્ટિમાં નિર્મળતા, નિર્વિકારિતા એ છઠું અંગાચરણ થયું.
સહજ સુભાવ ચૂરીયાં પહેની, થિરતા કંગન ભારી; ધ્યાન ઉરવસી ઉરમેં રાખી, પિય ગુન માલ આધારી. અવધૂ.૩.
હવે બીજા ચરણના અનુસંધાનમાં આ ત્રીજા ચરણમાં એજ અંગચારીતાનું રસિક નિર્દેશન આગળ વધારતા જણાવે છે કે જેના હાથ ચેતનરૂપી સુહાગથી બંધાયેલા છે અને જેના કંઠે કંતનું જ ગાન છે એવાં તનમનની એકાકારીતા - એકાગ્રતાને સૂચવતાં સમત્વ અને સમાધિ રૂપ મહામુલ્યવાન બે ચૂડીઓ અને બે કંગનો હાથે ધારણ કર્યા છે. સાધક વીર યોગીપુરુષને માટે એ એની યોગવીરતા સૂચવતાં વીરવલય છે. આ તન મનની વીરતા એકાગ્રતાનું સાતમું અંગાચરણ
સહજ જ ઉરમાં વસી જાય એવું રૂપ તેજ જેનું છે એવી સૌંદર્ય સામ્રાજ્ઞી સ્વર્ગસુંદરી અપ્સરા ઊર્વશી જેવાં અપ્રતિમ સુંદર ધ્યાન કે જેમાં બધું જ બહારનું બીજું ભૂલી જઈ લીન થઈ જવાય - ખોવાઈ જવાય એ મારા ઉરમાં - હૃદયમાં ધારી રાખ્યું છે, જે ભકિતધ્યાન - આત્મધ્યાન એ આઠમું અંગાચરણ છે.
આ બધાંય અંગાચરણ જે પિયા ચેતનના ગુણો છે, જે એનો ખરો માલ-ઝવેરાત છે એનો માલધારીરૂપ માલને સાચવનાર, રક્ષનાર, પાલન પોષણ કરનાર એ બ્રહ્મચર્ય - શીલસંપન્નતા છે, તેનું પ્રિયતાપૂર્વક નેક અને ટેકથી પાલન થઈ રહ્યું છે એ શિલાચારપાલના નવમું અંગાચરણ છે.
સુરત સુંદર ભાંગ રંગ રાતી; નીરતે બેની સમારી; ઉપજી જ્યોત ઉદ્યોત ઘટ ત્રિભુવન, આરસી કેવળકારી. અવધૂ૪.
ભાંગના નશાના રંગમાં રાતોમાતો થઈ ભંગેરી જેમ પોતાને સમ્રાટ સમજી રાચતો માચતો હોય, એમ આત્મસુરતાના ઓપથી ઓપિત, આત્મતેજમાં
સુદ્રવૃત્તિના નિકાલ માટે અનુમોદના ગુણને ખૂબ ખૂબ વિકસાવવો જરૂરી છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૨૦
·
રાજરાજેશ્વરની રાજછટામાં આત્મખુમારીમાં રાજવું, તે આત્મતેજસ્વીતા એ દશમું અંગાચરણ છે.
૧૩૯
સુંદર કેશકલાપને સુગંધિત તેલથી અર્ચિત કરી ચકચકિત સુંવાળા બનાવી, સંવારી સજાવી અંબોડો વાળી અર્થાત્ કેશગુંફન કરી, એને એકત્રિત વ્યવસ્થિત એકજૂથ રાખી, સુંદર સુગંધિત ફૂલોની વેણી કે ગજરાથી સુશોભિત કરાય છે, એમ ઘ્યાન ગુપ્તિરૂપ વિરતિને નિરત એટલે નિરતિચાર અને નિરંતર અર્થાત્ આંતરું પાડ્યા વિના એના સાતત્યને જાળવવું, તે ધ્યાનની નિરંતરતા, નિરતિચારિતા રૂપ અગિયારમું અંગાચરણ છે.
·
વિરાગતા વીતરાગતાની (૧) સરાગતાની અપ્રીતિ અને વૈરાગ્યતા પ્રીતિથી મનના સ્થિરીકરણરૂપ ચિત્તપ્રસન્નતા (૨) અપ્રશસ્તરાગનું નિવર્તન અને પ્રશસ્ત અનુરાગનું પ્રવર્તન (૩) અનાત્મભાવમાં નિર્લેપતા અને આત્મભાવની તલપરૂપ નિર્વેદ અને સંવેગ (૪) ઉપયોગની તીવ્રતા - તીક્ષ્ણતા
સૂક્ષ્મતાપૂર્વકનું વિનયવિવેક યુકત આચરણ (૫) ભગવદ્ભાવથી આત્માનું પદ્મલેશ્યામાં રંગીકરણ (૬) ગુણના આંજણથી આંજેલી નિર્મળ નિર્વિકારી દૃષ્ટિ (૭) સમત્વ અને સમાધિથી બદ્ધ મન (૮) ધ્યેયના ધ્યાનમાં જ ધબકતું હૃદય (૯) બ્રહ્મ (આત્મ)માં ચર્યા કરતું શીલાચરણ (૧૦) આત્મતેજથી ઝગારા મારતી રાજવી પ્રતિભા (૧૧) ધ્યાન સાધનાની નિરતિચાર સાતત્યતા.
-
આવા અગિયાર અગિયાર અંગોથી કાર્યાન્વિત થયેલ સુમતિનો સાથ હોય ત્યારે ચેતનનું ધ્યાનમાં ચૈતન્યાચરણ થાય એટલે કે ચેતના ચેતનમય બને. એ આધ્યાત્મિક પ્રક્રિયાને, આપણને સહુને જેનો અનાદિનો અભ્યાસ છે, એવી સાંસારિક પ્રક્રિયાથી તાલમેલ કરીને પદના આ બે જ ચરણ દ્વારા સમજાવવાનો યોગ ચમત્કાર કવિહૃદયી યોગીરાજજીએ કર્યો છે.
આવા સુમતિના અગિયાર અંગરૂપ ગુણોને માટે; દશમાં સ્વાધીષ્ઠાન અને અગિયારમાં મુલાધાર ચક્ર જે અઘોચક્ર છે અને ભોગમાં કાર્યાન્વિત કરનાર છે તે બે સિવાયના, પ્રભુજીના નવાંગીપૂજનનું આલંબન લઈને સાલંબન ધ્યાનથી અગિયાર અંગી સુમતિ કાર્યાન્વિત થતાં નિરાલંબ ધ્યાનમાં લીન થવા રૂપ
જગત નથી ફરતું પણ તું ફરે છે. તું અફર અચર થાય તો જગત નિશ્ચલ થાય.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૪૦
આનંદઘન પદ - ૨૦
જ્ઞાનક્રિયા એટલે સ્વરૂપક્રિયાથી અંતરઘટ-અંતરપટ એટલે આત્મામાં અધો, તિર્થી અને ઉર્ધ્વલોક એવાં ત્રણે લોકને અર્થાત્ પાતાળ પૃથ્વી સ્વર્ગ એ ત્રિભુવનને ઉદ્યોત કરનાર, પ્રકાશિત કરનાર આત્મજયોતરૂપ આત્મપ્રકાશ ઉપજે એટલે પ્રગટે છે. કેવલ્યજ્ઞાન થતાં ચિદ્ર (આત્મા) અરીસા જેવો બને છે તેથી જ તે ચિદાદર્શ કહેવાય છે. અરીસો જેમ સીધો સરળ સપાટ, સાફ સૂથરો અને ચકચકિત હોય છે તો પદાર્થોના બિંબ એ અરીસામાં પ્રતિબિંબિત થાય છે; એમ ચિ (આત્મા) વીતરાગ, નિર્મળ નિર્વિકાર, નિર્વિકલ્પ જ્ઞાન કેવલ્યજ્ઞાન) તેજથી તેજસ્વી (ચકચકિત) બનવાથી સૃષ્ટિ સમસ્તના ત્રણેકાળના પદાર્થો, તેના સર્વ ગુણ-પર્યાય (ભાવ) સહિત પ્રતિબિંબિત થાય છે. આમ કેવલજ્ઞાનરૂપી આરસીની પ્રાપ્તિ થાય છે.
ઉપજી ધુનિ અજપાકી અનહદ, જીત નગારે બારી; ઝડી સદા આનંદઘન બરખત બિનમોરે એકતારી. અવધૂ.૫.
પ્રકૃતિ ઉપર વિજય મેળવ્યાના પુરુષ એવાં ચેતનના પરાક્રમના અભિવાદનમાં, સંકેતરૂપ નોબતો પર નગારા પર ડંકા વાગતા ન હોય જાણે, એવો અનહદનાદ - અનાહતનાદ • બ્રહ્મનાદની જાણે ધૂન જામી હોય એવો : સ્વાસે શ્વાસે સોડહં! સોડહં ! નો અજપાજાપ જપાવા લાગે છે. જાણે એકતારી તંબુરો એકસરખો તુન ! તુન ! તુંહી ! તુંહી ! ની આત્મધૂન જગાવી ન રહ્યો હોય ! જાણે આત્માનંદ-સ્વરૂપાનંદની વર્ષાની ઝડી ન વરસતી હોય !
પદનો બોધ એ છે કે અગિયાર અંગી સુમતિના સથવારે ચેતનને ચેતનાના પ્રાંગણમાં પાછો વાળી ચેતન્યાચરણની સ્વરૂપક્રિયા-જ્ઞાનક્રિયાથી ચેતનાને ચેતનમય બનાવી કેવલ્યની પ્રાપ્તિથી ચિદાદર્શ બની સર્વ શેયોને સ્વમાં પ્રતિબિંબિત કરવા દ્વારા ચિદાદિત્ય થઈ, ચિદાકાશ સમ વ્યાપક બની ચિદાનંદના સ્વામી બનો ! એ માટે સંસારી ક્ષેત્રના વસ્તુના ભવના સ્થાને સાધનાક્ષેત્રે ગુણવૈભવ, સ્વરૂપ એશ્વર્યને સ્થાપો.
રેતીના કણમાં તેલ ન હોય તો પછી રેતીના કણમાં કયાંથી તેલ હોય ?
Page #198
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૧
૧૪૧
પદ - ૨૧
(રાગ - ગોડી) निसानी कहा बतावू रे, तेरो अगम अगोचर रुप ॥ नि. ॥ रूपी कहुं ता कुछ नहीं रे, बंधे कैसे अरूप । रूपारूपी जो कहुं प्यारे, ऐसे न सिद्ध अनूप ॥ नि. ॥१॥ शुद्ध सनातन जो कहुं रे, बंध न मोक्ष विचार । न घटे संसारी दिसा प्यारे, पुण्य पाप अवतार || नि. ॥२॥ सिद्ध सनातन जो कहुं रे, उपजे विनसे कौन । ૩પને વિનસે નો લઉં રે, નિત્ય કલાવિત કોન || Mિ. II . सर्वांगी सब नय घनी रे, माने सब परमान । नयवादी पल्लो ग्रही प्यारे, करे लराई ठान ॥ नि. ॥४॥ अनुभव अगोचर वस्तु है रे, जानवो एहीरे लाज । कहन सुननको कछु नहीं प्यारे, आनन्दघन महाराज || नि. ||५||
આ પદ દ્વારા યોગીરાજજી દ્રવ્યાનુયોગને સ્પર્શતા આત્મસ્વરૂપની સંકીર્ણતા કેવી છે તેના પ્રશ્નોની ઝડી વરસાવી આત્માના વિષયમાં આપણને મૂંઝવી મુકતા હોય એવું જણાય છે. પરંતુ આ તો આપણાં સહુની પોતાની મુંઝવણ છે, જેને યોગીરાજજીએ વાચા આપી છે અને પછી ઉપસંહારના ચોથા અને પાંચમા ચરણમાં આપણી મુંઝવણને દૂર કરી સ્વરૂપનું સત્ય નિરૂપણ કરી આપણને નિ:શંક બનાવ્યા છે.
નિસાની કહા બતાવું રે, તેરો અગમ અગોચરરુપ નિ. આત્મા અગમ છે એટલે કે શબ્દોથી એની ગમ-સમજણ પડે એમ નથી અને દૃષ્ટિથી પણ રૂપ દશ્યમાન થાય એવું ગોચર એટલે કે ઈન્દ્રિયોથી ચરિતાર્થ થાય નહિ એવું અગોચર રૂપ છે. વાણી અને ઈન્દ્રિયો ઉભયથી એ અગમ્ય,
સાચી પ્રક્રિયા હાથ લાગ્યા પછી મોક્ષ મુશ્કેલ નથી.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૪૨
આનંદઘન પદ - ૨૧
અગોચર, અકથ્ય, અવર્ણનીય, અવકતવ્ય, અનભિલાપ્ય છે. અનભિલાપ્ય પદાર્થો અભિલાભ્ય પદાર્થો કરતાં અનંતગુણા છે, તેથી શાસ્ત્રોમાં અનંતમો ભાગ જ ગૂંથી શકાયો છે. આપણે જે જાણીએ છીએ તેનાથી અનંતગણું જાણતા નથી, તેથી અલ્પજ્ઞાની એવાં અજ્ઞાની કે ઇવસ્થજ્ઞાની કહ્યાં છે. એની નિસાની - ઓળખ કેમ કરીને આપું ? ‘તું જ મને કહે છે કે “તું” કોણ છે ? તે તમને હું કહું? તને “હું ઓળખાવું કે “તું” જ તને જાણે ઓળખે અને તારો સ્વપરિચય આપે ? જાતકને જાત સિવાય જગતમાં બીજો કોણ ઓળખે ? આપણા સહુની દશા એવી માયાવી થઈ ગઈ છે જેવી કવિ કંદર્પો જણાવી છે કે...
“ઝરણું શોધે નીર, દીપક શોધે તેજ;
જીવ શોધે બ્રહ્મને, એ માયાના ખેલ.” દીવા તળે જ અંધારું એના જેવી આ વાત છે. સુખ, દુ:ખ, બુદ્ધિ બતાડવાની ચીજ છે ? ઘીનો સ્વાદ કહી શકાય એમ છે ? કેરી કેવી મીઠી તે બતાડી શકાય કે બોલી શકાય એમ છે? સાકર મીઠી જીભ આસ્વાદે છે ત્યારે સાકર મીઠી છે” એમ જીભ બોલી શકતી નથી અને પછી પણ જીભ એ. મીઠાશની અનુભૂતિને અભિવ્યકત કરવા અસમર્થ રહે છે. આત્મા શું છે એની વિધેયાત્મક ઓળખ આપી શકાય એમ નથી તેથી વેદમાં આત્માની નિષેધાત્મક ઓળખ આપતા નેતિ નેતિથી આત્માને ઓળખાવ્યો છે.
ગમ્ય કે અગમ્ય, ગોચર કે અગોચર, રૂપી કે અરૂપી, વ્યવહાર નયવાદ અને નિશ્ચય નયવાદ ઉભય વસ્તુત્વના ભેદના પરીક્ષણ માટે મનની આંખને - જ્ઞાનચક્ષુને અતિ સૂક્ષ્મ બનાવવા જોઈશે, જે ભેદના પરદાને વીંધીને પેલી પાર નીકળી જઈ સ્વથી અભેદ એવા સત્યનું પરીક્ષણ અને નિરીક્ષણ કરી શકે. દૃષ્ટિને તીક્ષ્ણ વેધક બનાવ્યા સિવાય વસ્તુસ્વરૂપના ભેદને અને અભેદને સમજી શકાતો નથી અને એ અગમ જ રહે છે.
ગમ્ય વસ્તુમાં રહેલાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, સ્વર-અક્ષર-વ્યંજનપદ, નામભેદ, કામભેદના ગમ્યપણાથી તેની ગમ પડે છે, કેમકે અનાદિના
મોક્ષ પામવાની ઈચ્છા છે પણ મોક્ષને માટેની ભૂખ નથી.
Page #200
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૧
૧૪૩
અનંતકાળથી એના જ ગમ્યપણાનો અધ્યાય થઈ પડ્યો છે.
જ્યારે જે રૂપ, રસ, ગંધ, સ્પર્શરહિત નિરંજન, નિરાકાર, નિરાલંબ, નિર્વિકલ્પ, નિરાવરણ, અનામી, અરૂપી, અક્ષય, અક્ષર, અજરામર, અવિનાશી, અવ્યાબાધ, અગુરુલઘુ, અભેદગ્રાહક છે તે સ્વગુણોની અનાદિના અનંતકાળથી કોઈ ઓળખ જ નથી તેથી તે અલખ-અલક્ષ અને અગમ્ય એવી અગમ જ રહી છે.
ગોચર વસ્તુ એટલો ગો - ઈન્દ્રિયો જેનો ચારો ચરે છે તે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, એ પાંચ ઈન્દ્રિયોના તેવીસ વિષયો વિષ છે. - જ્યારે અગોચર એ છે કે જે ઈન્દ્રિય ગ્રાહ્ય નથી. સર્વ બાહ્ય પદાર્થોના ચારાને વર્જીત ગણી જે સ્વમાં રહેલાં સ્વગુણ-સ્વરૂપગુણ એવાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આદિને સ્વમાં સ્થિત કરીને એટલે કે સ્વમાં ધારીને, તેજોમય પ્રકાશન શકિતનો ઈન્દ્રિયાતીત જ્ઞાતા દૃષ્ટાભાવનો ચારો ચરે છે અર્થાત્ સ્વમાં રમે છે - સ્વરૂપ આનંદ લે છે, તે અગોચર છે.
પરખ કરી શકાય એવાં ચિહ્નો, લક્ષણો, નિશાનીના ધારક પણ આપણે આત્મા સ્વયં જ છીએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આસમાને ઓળખાવનારી આત્માની જ નિશાનીઓ છે જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ એના નથી તેમાં મોહાઈ છે અને ફસાઈ છે, તેથી તે નજરે ચડતી નથી. પુલના મોહમાં ફસાઈ ગયો છું, કર્મોની જાળમાં કળાઈ ગયો છું;
એવા કર્મોના દુ:ખ મારા, કહેજો ચાંદલીયા, કહેજો ચાંદલીયા સીમંધર તેડા મોકલે.
- ઉપાધ્યાય વીરવિજયજી. અને જે નજરે ચડે છે તે તો રૂપી એવી કાયાના કાયરૂપ ધર્મો છે. એથી જ ભ્રમણામાં - માયામાં જીવનારા જીવો આનંદઘનજી મહારાજશ્રીને પ્રશ્નો કરે છે કે આત્મા હોય તો દેખાડોને ! એની નિશાની તો બતાડો ! અમે તો સમજીએ. છીએ કે આત્મા બાત્મા કાંઈ છે જ નહિ. બધી હંબક વાતો છે. જો હોય તો
અનંતગુણોનું એક પરિણમન તે વીતરાગતા.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૪૪
આનંદઘન પદ
-
૨૧
કોઈનેય કશેય ક્યારેય નજરે તો ચડે ને ? આત્મા કોઈને નજરે ચડ્યો હોય એવું આજદિ' સુધી તો સાંભળ્યું નથી.
એમ અગમઅગોચર એવો આત્મા આત્માથી જ ગમ્ય છે તેથી જ આત્માને ઓળખાવનારા અને આત્માને પમાડનારા શાસ્ત્રગ્રંથોને આગમગ્રંથો કહ્યાં છે. જે આત્માથી જ ગમ્ય હોય તેની ગમ તો, તોજ પડે યારે જીવ જે શિવ છે તે એના શિવસ્વરૂપ - આત્મસ્વરૂપમાં આવે.
રૂપી કહું તો કુછ નહીં રે, બંધે કૈસે અરૂપ; રૂપારૂપ જો કહું પ્યારે, ઐસે ન સિદ્ધ અનૂપ. નિસાની...૧.
છતાં યોગીરાજજીએ આત્મા કેમ સમજાય એમ નથી અને સમજવો હોય અને પામવો હોય તો કેમ પમાય એ હવે પછીના આ પદના ચરણોમાં જણાવવા પ્રયત્ન કર્યો છે.
જો આત્મા રૂપી છે એમ કહું છું તો દોષ એ આવે છે કે આ ક્ષણનું રૂપ બીજી ક્ષણે તો રહેતું નથી અને નાશ પામીને બદલાયેલું રૂપ નજરે ચડે છે. આત્માને અવિનાશી કહ્યો છે તો પછી એ વિનાશ પામતા એવાં, ક્ષણે ક્ષણે બદલાતાં, રૂપાંતર પામતો એવો રૂપી કેમ કહી શકાય ? મૃત્યુ થતાં દેખાય છે તે રૂપમાનું કશું જ રહેતું નથી. એ દેખાતું હતું, હલનચલન કરતું, હરતું ફરતું, અરસપરસ વ્યવહાર કરતું હતું તે તો નિશ્ચેતન થઈ ખાખમાં મળી જતું જોવામાં આવે છે. આમ આત્માને રૂપી કહેવો તે ખોટું છે.
જો આત્મા રૂપી નથી તો પછી અરૂપી હોવો જોઈએ. પરંતુ જો આત્માને અરૂપી કહેવા જઈએ છે તો દોષ એ આવે છે કે આત્મા તો કર્મના બંધે બંધાયેલો અને પુણ્ય પાપકર્મબંધના પરિપાકને ભોગવતો જણાય છે. સિદ્ધાંત તો એ છે કે અરૂપીને કોઈ બંધ પડે નહિ. અરૂપી તો અબંધ હોય. આમ આત્માને અરૂપી કહેવાં જતાં પણ ખોટા ઠરીએ એમ છે.
તો શું મારે આત્માને રૂપી પણ નહિ અને અરૂપી પણ નહિ એવો કથંચિત્ રૂપી અને કથંચિત્ અરૂપી એવો રૂપારૂપી જાણવો ? નહિ રે પ્યારે ! રૂપારૂપી
આપણી વર્તમાન અવસ્થા માટે આપણે પોતે જ પૂરેપૂરા જવાબદાર છીએ.
Page #202
--------------------------------------------------------------------------
________________
આનંઘન પદ ૨૧
કહીએ તો, જે સિદ્ધાત્મા છે એ તો એવાં રૂપારૂપી છે નહિ. એ તો કહી શકાય નહિ, સાંભળી શકાય નહિ એવાં અનુઠા અનુપમ છે.
વિશ્વમાં ઘઉં બાજરી વાવે તો તેમાંથી તે જ વસ્તુઓ પાકતી ઈન્દ્રિય પ્રયત્ન જણાય છે. પણ આત્મા તો કયાંય જણાતો નથી. આવું કહેનારાને અગમ અગોચર અલખ વસ્તુની અરૂપતાનો પરિચય કેવી રીતે કરાવવો ? જો અરૂપી કહું છું તો સમજાતું નથી અને રૂપી અગર કહું છું તો લોકવાતને સ્વીકારી એને સત્ય માની લેવાનો દોષ લાગે છે કેમકે વસ્તુના આત્માના અરૂપી ધર્મોનો હું સ્વીકાર કરતો નથી તેવું ઠરે છે. જે અગમ અગોચર છે તે ઈન્દ્રિયગ્રાહ્ય છે જ નહિ, તો જેનું કાર્યક્ષેત્ર ઈન્દ્રિયો સુધીનું સીમિત છે, તેવાને એ બહારમાં કેમ બતાડી શકાય ? બહારમાં બતાડી શકાય એવો અરૂપીનો ગુણધર્મ જ નથી. આથી નયવાદના આગ્રહી એકાંતવાદી ચાર્વાકમત વાદી વિગેરે મારી માન્યતાના વિરોધી બની જાય છે. એ બધાં એકાંત મતવાદીઓના રોષનું કારણ બનવાનો દોષ મને લાગે છે. મતાગ્રહના ઝઘડા-ખેંચાતાણી ચાલી રહી છે. આપસ આપસમાં ધર્મી કહેડાવતા ધર્મીઓની જ લડાઈ મચી પડી છે. રાગ ન કરવાનો ઉપદેશ આપનારા અવતારી મહાપુરુષો - ઉપદેશક ઋષિમુનિઓનો ઉપદેશ, પૃથ્વીતલ ઉપર એમનું અવતરણ નિષ્ફળ જાય છે.
.
૧૪૫
હવે જો અરૂપી તત્ત્વનો આગ્રહી બનું છું તો કર્મનો-બંધ તત્ત્વનો છેદ ઉડી જાય છે. અને જ્ઞાનીઓની પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મુક્તિની વાતો નિરર્થક મિથ્યા ઠરે છે. જ્યારે આખુંય વિશ્ર્વ બંધના પુણ્યકર્મ, પાપકર્માદિ બંધના સુખ દુ:ખાદિ કર્મફળ ભોગવતા નજરોનજર જણાતા હોય, જગતમાં કર્મબંધના કારણો પણ વિદ્યમાન હોય, બંધથી છૂટવાના મુક્તિના ઉપાયો પણ જો વિદ્યમાન હોય તો પછી અરૂપી જ છે એવો આગ્રહ કેમ કરી રાખી શકાય ?
હવે જો દહીં અને દૂધ બંનેમાં પગ રાખવા જેવી વાત રૂપારૂપી છે એમ કહું તો વર્ણશંકરતાનો દોષ લાગે છે. જેને કોઈ ઉપમા આપીને પણ સમજાવી નહિ શકાય એવી સિદ્ધભગવંતો-સિદ્ધાત્માની અનૂઠી અનુપમદશાને - સિદ્ધદશાને સિદ્ધત્વને ખોટું ઠરાવવા જેવું થાય છે. આ માન્યતાથી તો મોક્ષતત્ત્વજ ઉડી જાય છે.
ચર્ચારેત્ર એટલે ચૈતન્ય ઉપયોગમાં સ્થિરતા.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૪૬
આનંદઘન પદ - ૨૧
માત્ર રૂપી કહેવામાં, માત્ર અરૂપી કહેવામાં કે માત્ર રૂપારૂપી જ એમ એકાંતિક કથન કરવામાં તો જ્ઞાનીઓએ એમના વીતરાગ નિર્વિકલ્પ પૂર્ણ જ્ઞાનમાં જોઈને કહેલી નવ તત્ત્વની વાતોને - જિનવાણીને મિથ્યા કહેવા જેવો ભયંકર મિથ્યાત્વનો દોષ લાગે છે. વીતરાગ સર્વજ્ઞોના જ્ઞાનકથનમાં અસત્યનો અંશ શું છાંટ પણ હોતી નથી એવી એમની વીતરાગવાણી હોય છે.
સિદ્ધ સનાતન જો કહું રે, ઉપજે વિનસે કૌન; ઉપજે વિનસે જો કહું રે, નિત્ય અબાધિત કૌન. નિશાની.૩.
વસ્તુ અનાદિ અનંતકાળથી જે છે તેમ છે અને હવે પછી અનંતકાળ સુધી એ જેમ જેવી છે તેમ તેવી અનાદિઅનંત અનુત્પન્ન અવિનાશી સ્વયંભૂ નિષ્પન્ન સ્વયંસિદ્ધ સનાતન છે, એવું વિધાન જો હું કરું છું, તો પછી પ્રશ્ન
એ ઉદ્ભવે છે કે આ જે ઉપજે છે એટલે કે ઉત્પન્ન થાય છે - જન્મે છે અને વિનસે છે એટલે કે વિનાશ પામે છે - વ્યય થાય છે - મરે છે તે કોણ છે ?
આવો એકાંતિક સનાતનીમતનો આગ્રહી બનું છું તો બંધ તત્ત્વ અને મોક્ષ તત્વનો છેદ ઉડી જાય છે. વીતરાગની વીતરાગ તત્વવાણીનો અપલાપ થાય છે. વળી વિશ્વની વાસ્તવિકતા તો એ છે કે જીવો જન્મ-મરણની જંજાલ ભોગવતા ઈન્દ્રિય પ્રત્યક્ષ નજરે પડે છે. આમાં તો વિશ્વ વાસ્તવિકતા નકારવાના ગાંડપણનો દોષ પણ લાગે છે. સનાતન શુદ્ધ સત્ય જ હતો તો પછી આ દેખાઈ રહી છે તે અશુદ્ધિ એ શુદ્ધાત્મામાં પેસી ક્યાંથી ગઈ ? એ અશુદ્ધ થયો જ નથી અને શુદ્ધ જ છે તો અશુદ્ધિ દૂર કરવાની અને શુદ્ધ થવાની મુકિતની વાતો કરો છો શા માટે? બધાં આત્મા સનાતન સિદ્ધગુણ ધરાવનારા છે એમ કહેવાથી તો કર્મમલક્ષયથી પ્રાપ્ત થનારી સાદિ અનંતભાંગાની સિદ્ધાવસ્થાની પ્રાપ્તિનો હેતુ જ - લક્ષ જ માર્યો જાય છે. - સનાતની માન્યતાને આધારે પુયપાપ ભાવ રૂપ, સંસારીજીવોની આખી દિશા જ પલટી નાખનારી કોઈ એકાધિકારી સર્વસત્તા ધરાવનારી, લીલા કરનારી મહાસત્તા છે તેનું આધિપત્ય સ્વીકારવું પડે. એ સનાતન સર્વસત્તાધીશ લીલા કરે છે અને એની લીલા પ્રમાણે એની સત્તામાં રહેલા જીવોએ ચોર્યાસી લાખ
આત્માની અનુભૂતિ માટે વૃત્તિઓના વમળમાંથી બહાર નીકળવાનું છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૧
૧૪૭
યોનિમાં લાલાયિત થવું પડે છે. આ કાંઈ વિશ્વની વાસ્તવિકતા નથી. આ તો કલ્પના છે અને આપણે આપણા જ કર્તુત્વને બીજાં કોઈ ઉપર ઠોપવા જેવું છે.
વસ્તુ સ્વરૂપ તો એવું છે કે પ્રત્યેક આત્મા વૈયકિતક સ્વસત્તાધીશ સ્વને આધીન સ્વાધીન છે. એ કાંઈ પરાધીન નથી પણ પોતે પોતામાં પોતાપણાથી સ્વતંત્ર છે. મુકત થતાં સિદ્ધત્વને પામ્યા પછી પણ એ બધાંય આત્મા પોતાના સ્વરૂપથી અને ગુણથી એક સમાન હોવા છતાં સંખ્યાથી દ્રવ્યની અપેક્ષાએ જુદા જુદા અલગ છે. પોતાની વૈયકિતતતા Individuality સ્વગતતાનું કાંઈ વિલીનીકરણ થતું નથી. બધાં એક સરખા સ્વ સ્વરૂપમાં સ્વ સત્તામાં છે જ્યાં કોઈ એમનો ઉપરી પણ નથી હોતો અને એમની નીચે કોઈ એમનો સેવક પણ નથી હોતો.
હવે જો એમ કહ્યું કે આત્મા ઉત્પન્ન થઈને જન્મીને, વિનાશ પામી જાય છે - મરી જાય છે તો પછી પ્રશ્ન એ થઈ પડે છે કે જે નિત્ય, ધ્રુવ અબાધિત તત્ત્વ છે, જે બાલ્યાવસ્થા, કીશોરાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, પૂર્વાવસ્થા, ઉત્તરાવસ્થામાં, ઊંઘતા પહેલાં અને જાગ્યા પછી સાથેને સાથે જે હંપણાનો અહેસાસ કરાવતું અસ્તિપણાની અસ્મિતાનું તત્ત્વ છે તે નગય એવું ગૌણ બની જાય છે. તેથી ઉત્પત્તિ, સ્થિતિ અને લયની ઉગવા - આથમવાની, ખીલવા-કરમાવાની માન્યતા પણ બીનપાયાદાર ઠરે છે. કવિ કરસનદાસ માણેકે પણ ગાયું છે.
“ઘનવન વીંધતા, ગિરિગણ ચઢતાં, તરતાં સરિતાશ્રોત; સન્મુખ સાથી જનમજનમનો, અંતર ઝળહળ જ્યોત.”
માત્ર ઉપજે છે અને વિણસે છે કહેવામાં તો ધ્રુવ તત્ત્વનો છેદ ઉડી જાય છે અને ગણધર ભગવંતોને વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર જિનેશ્વર ભગવંતોએ આપેલી ““ઉપડુ વા વિકાનેડવા વેવા’ ની ત્રિપદીનો પણ મહા અપલાપ થાય છે. ધ્રુવતત્ત્વનો છેદ ઉડાડી દઈએ તો પછી આત્માના નિત્ય અબાધિતતાનો જે ગુણ છે તેની પણ અવગણના થાય છે. પ્રણવમંત્ર “જી” એ “અ”. “હ' અને “મ' નું સંયોજન છે જેમાં “અ” એ અતિ એટલે ઘુવ સૂચક છે, “ઉ”
નિવૃત્તિકાળમાં ધર્મી એ ધર્મી.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૪૮
એ ઉત્પાદ સૂચક છે અને ‘મ’ એ મરણ વિનાશ વ્યય સૂચક છે. આમ ‘ૐ’ એ પણ દ્રવ્ય વિષયક વીતરાગ તીર્થંકર ભગવંત પ્રરૂપિત ત્રિપદી
સૂચક છે.
આનંદઘન પદ - ૨૧
-
સર્વાંગી સબ નય ઘની રે, માને સબ પરમાન; નયવાદી પલ્લો ગ્રહી પ્યારે, કરે લરાઈ ઠાન. નિશાની...૪.
જેટલાં વિચારકો, જેટલાં વિકલ્પો તેટલાં અનંતા નયો એટલે કે દૃષ્ટિકોણ Viewpoints હોવાના. ઘણા નયો અને ઘણા મતો છે.
-
સર્વ વિચારકોના સર્વ મતો, સર્વ સિદ્ધાંતો તેમના તે તે દૃષ્ટિકોણ Viewpoint - નય (વિકલ્પ)ની અપેક્ષાએ તે નય સાપેક્ષ સાચા છે અને તે સર્વ સંતપુરુષો, સાધુપુરુષો, યોગીપુરુષો, ઋષિમુનિઓ અને વિદ્વાન પંડીતોએ તેને તે નયસાપેક્ષ પરમાન એટલે પ્રમાણ માન્યા છે.
વસ્તુ તત્ત્વ (દ્રવ્ય) અનેકધર્મી - અનંતધર્માત્મક છે તે લક્ષમાં નહિ લેતાં નય (મત) વાદીઓ જે એકાંતિક વાત કરી પોતાના જ મતનું પૂંછડું પકડી - પલ્લો ગ્રહીને મતાગ્રહી, હઠાગ્રહી, કદાગ્રહી બને છે, તેથી પોતાના જ નય (મત)ના તરાજુ (ત્રાજવા) ના પલડાં (છાબડાં)માં તોલીને પોતાની જ ફૂટપટ્ટીથી વિશ્વ આખાને માપવા કે તોલવાનું હીન સીમિત સંકુચિત માનસ રાખે છે, તે જ લડાઈનું મૂળ બને છે. ઠાન એટલે કે સ્થાનક, મનને ઠારવાનું મઠરૂપ ધર્મસ્થાનક - ધર્મધામ છે. મત ધર્મમત છે. આમ મત ધર્મનો છે, સ્થાન ધર્મનું છે, જ્યાં ધર્મનું પ્રવર્તન થવું જોઈએ અને અધર્મનું નિવર્તન થવું જોઈએ. પરંતુ પોતાના જ મતના કોશેટામાં - પોતાના જ ધર્મમતથી પોતાના જ ધર્મસ્થાનકના બંધી બનેલા, કોશેટામાં પૂરાયેલા સંકુચિત માનસથી મતાગ્રહી થતાં, જેનું કામ
જેનો હેતુ યુદ્ધનિવારણનો અને શાંતિ, સમતા, સહકાર સહયોગ પ્રેમના પ્રસારણનો છે, તે જ અરસપરસ લડી ઝઘડી અંદરોઅંદર એકમેકથી કપાઈ રહ્યાં છે. ધર્મનો હેતુ જ માર્યો જઈ રહ્યો છે. ધર્મની તો અવમાનના, અવહેલના, આશાતના થઈ જ રહી છે પણ આપણે આપણીજ, આપણા સહુમાં રહેલાં ભગવાન આત્માની-પરમાત્માની-આત્મધર્મની, મહા આશાતનાના દોષના ભાગી
દેહરૂપી દેવળમાં છૂપાયેલ પરમાત્મસ્વરૂપ ચૈતન્યપિંડને શોધીને એમાં રમણતા કરવાની છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૧
૧૪૯
બની મહાપાપી બની રહ્યાં છીએ. કળિયુગ, પાંચમો હુંડા અવસર્પિણીનો ભસ્મગ્રહથી દુષિતકાળનો આ દુગ્ધભાવ હશે, એવું ઠાલું આશ્વાસન લેવાનું રહે છે. સીમંધર ભગવંત તેડા મોકલે અને એમના ચરણોમાં મહાવિદેહ વસીએ તો આમાંથી છૂટીએ કે પછી કોઈ યુગપુરુષ અવતરે અને આપણને આ ચૂંગાલમાંથી છોડાવે તો જ છૂટાય એમ છે. ધર્મસ્થાનમાં ધર્મ નથી. “વત્યુ REવો ધબ્બો'' વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ એ દ્રવ્યાનુયોગની કલમથી આત્માનો આત્મ સ્વભાવ એ જ આત્મઘર્મ. આત્માનો આત્મધર્મ - આત્મસ્વભાવ - આત્મગુણ - સ્વરૂપગુણ આત્માએ આત્મામાંથી જ પ્રગટાવવાના છે. પ્રમાણ એ છે કે આત્મા સાકિસાન પૂર્વક અનાદિ અનંત છે તેથી તે એની સાદિ અનંત શાશ્વત સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરી શકે છે, જે પ્રાપ્તની પ્રાપ્તિ છે અને તેની પ્રાપ્તિના સર્વ પ્રયત્નો જયાં પણ થતાં હોય, જે પણ મતથી થતાં હોય અને જે કોઈ વડે થતાં હોય ત્યાં આત્મધર્મ પ્રવર્તન છે અને તેનો પૂરેપૂરો આદર કરવો જોઈએ. પછી ત્યાં જાતિ, લિંગ, દેશ, વેશના ભેદ ભૂંસાઈ જવા જોઈએ. આપણે ભેદમાં ભેદ નથી પાડવાના પણ ભેદમાં અભેદ રહી અભેથી અભેદ થવાનું છે. આનંદઘનજી મહારાજશ્રી વાસુપૂજયજિન સ્તવનમાં ગાઈ રહ્યાં છે....
નિરાકાર અભેદ સંગ્રાહક, ભેગ્રાહક સાકારો રે; દર્શનજ્ઞાન ભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારો રે. વાસુ..
એ માટે વીતરાગ ભગવંતે અનેકાન્તવાદ, સાપેક્ષવાદ અને સ્યાદ્વાદ દર્શના આપ્યા છે. દેવચંદ્રજીએ પણ શુદ્ધ સ્યાદ્વાદતાના ભાવ પ્રાર્થતા ગાયું છે......
વિનતિ માનજો, શકિત આપજો, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે; સાથી સાધકદશા, સિદ્ધતા અનુભવી,
દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. તાર... અન્ય નય (દષ્ટિકોણ)નો અપલાપ કર્યા વિના કોઈ એક નય (મત)થી થતી વિચારણા એ સુનય છે. અન્યથા કોઈ એક નયથી એકાંતિક વાત કરવી અને અન્યનય અન્યમતને અમાન્ય રાખવા તે દુર્નય છે. એ મતાગ્રહ-હઠાગ્રહ
પોતાના ઉપયોગમાં પરમાત્મસ્વરૂપ ઘૂંટી ઘૂંટીને કર્મના ઉદયને નિષ્ફળ બનાવવાનો છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૫૦
આનંદઘન પદ - ૨૧
કદાગ્રહ છે. યોગીરાજજીએ અનંતનાથજી ભગવાનની સ્તવનામાં ગાયું છે.....
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઈ રાચો. ધાર..
આત્માને, કર્મજનિત અવસ્થાથી, પર્યાયાર્થિકનયની અપેક્ષા એ રૂપી કહી શકાય. આત્માને, કર્મરહિત શુદ્ધાવસ્થાની અપેક્ષાએ દ્રવ્યાર્થિકનયથી અરૂપી કહી શકાય. આમ આત્મા એની અવસ્થામાં અવસ્થિત અવસ્થાએ પર્યાયાર્થિકનયથી રૂપી છે પરંતુ પ્રત્યેક અવસ્થાના અધિષ્ઠાતા આધારભૂત દ્રવ્ય ઘુવતત્વની અપેક્ષાએ દ્રવ્યાર્થિવનચના દષ્ટિકોણથી અરૂપી છે. સિદ્ધાવસ્થાની કર્મમલ રહિત નિર્મળ શુદ્ધાવસ્થામાં આત્મા અરૂપી છે અને અરૂપી અવસ્થા હોવાથી રૂપી એવું જડ કર્મ પછી એ અરૂપીને ચોંટતું નથી. રૂપી કયાં તો રૂપીને ચોંટે છે કે પછી રૂપારૂપીને ચોંટે છે. કર્મસહિતની આત્માની. સંસારી જીવાવસ્થા જે અનાદિની છે તે તેની રૂપારૂપી અવસ્થા છે.
આત્માને પર્યાયાર્થિકનયથી ક્ષણિક અનિત્ય કહ્યો છે જે બોદ્ધમત છે. તો બીજી બાજુ આત્માને એની સત્તાગત ટેકાલિક શુદ્ધ પરમપારિણામિક ધ્રુવ અવસ્થાની અપેક્ષાએ દ્રવ્યાર્થિકનયના દૃષ્ટિકોણથી નિત્ય શુદ્ધ સનાતન કહ્યો છે જે વેદાંતીઓનો મત છે. જ્યારે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે, જન્મે છે અને મરે છે તે અવસ્થા - પર્યાય છે, જે ધ્રુવ તત્વના આધારે છે. એટલે જ જેનદર્શને - વીતરાગ ભગવંતોએ દ્રવ્યની વ્યાખ્યા કરતાં કહ્યું કે -
(૧) જેનું દ્રવણ થયાં કરે છે તે દ્રવ્ય. ‘દ્રવતિ તિ દ્રવ્યન’ (२) उत्पादव्यय ध्रौव्य युक्तं सत् (૩) ગુણપર્યાય થવું દ્રવ્યનું (૪) અથાિવારી (५) सत् द्रव्य लक्षणम्
ચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ એ આત્માની સ્મશાનયાત્રા છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૨૧
૧૫૧
(૧) જીવાસ્તિકાય (૨) પુદ્ગલાસ્તિકાય (૩) ધર્માસ્તિકાય (૪) અધર્માસ્તિકાય (૫) આકાશાસ્તિકાય અને (૬) કાળ એમ છ મૂળભૂત દ્રવ્ય Basic Elements - મૂળ તત્ત્વ છે. એમાં કાળ અપ્રદેશી એવું ઔપાચારિક દ્રવ્ય છે. આખુંય બ્રહ્માંડ આ મૂળતત્ત્વોથી છે.
જે દ્રવે છે એટલે પલટાયા કરે છે અને જે ત્રિકાલાબાધિત સત્ છે નિત્ય છે તે દ્રવ્ય છે. એ ઉત્પાદવ્યયધ્રૌવ્ય યુકત છે એટલે એ ઉત્પાદ પામે છે, વ્યય થાય છે અને ધ્રુવ રહે છે. ધ્રુવ હોય છે ત્યારે પણ ઉત્પાદ વ્યય પર્યાયાંતર થતું રહે છે અને ઉત્પાદ વ્યય પર્યાયાંતર થવા સમયે પણ ધ્રુવ ધ્રુવજ રહે છે. વળી એ દ્રવ્ય ગુણ અને પર્યાયથી યુકત છે. ગુણ એ દ્રવ્યનો સદ્દભાવી પર્યાય (અવસ્થા) છે અને પર્યાય એ ક્રમભાવી છે. ઉત્પન્ન છે તે પર્યાય છે, સંપન્ન છે તે ગુણ છે અને નિષ્પન્ન (સ્વયંભૂ) છે તે દ્રવ્ય છે. દ્રવ્ય એ ગુણનો આધાર છે અને ગુણ એ પર્યાયનો આધાર છે. દ્રવ્યની ઓળખ એના ગુણથી છે અને ગુણની ઓળખ એના પર્યાયથી છે. ગુણ કાર્ય એ ગુણનો પર્યાય છે. ગુણ પ્રમાણેનું કાર્ય દ્રવ્ય દ્વારા થાય છે તે દ્રવ્યનો પર્યાય છે.
-
–
-
જેમાં જ્ઞાયકતા વેદકતા છે અને જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ગુણથી યુકત છે તે અસંખ્યાત આત્મપ્રદેશનો પિંડ એ જીવદ્રવ્ય જીવદળ જીવાસ્તિકાય - આત્મા છે. સ્વ-પર પ્રકાશકતા એ એનો વિશેષ ગુણ છે. એવાં અનંતા આત્મા છે.
–
જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે અને ગ્રાહ્ય ગ્રાહકતા જેનો વિશેષ ગુણ છે એ પુદ્ગલ પરમાણુ પુદ્ગલાસ્તિકાય છે. એવા અનંત પરમાણુ છે જે સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ સ્વરૂપ છે. એમાં રૂપ રૂપાંતરતા એટલે પરિવર્તનશીલતા અને ક્ષેત્રક્ષેત્રાંતરતા એટલે પરિભ્રમણતાનો ગુણ હોવાથી રૂપી છે. રૂપી છે તેથી નામ નામાંતરતા છે. જડ છે.
ધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશોનો લોકાકાશ વ્યાપી સ્કંધ છે અને તે સ્થિર, અપરિવર્તનશીલ હોવાથી અરૂપી જડ છે. ગતિસહાયકતા એ એનો
ચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ એ ચેતનાનું મરણ છે. આ ભાવમરણ જ દ્રવ્યમરણનું મૂળ છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧પ૨
આનંદઘન પદ - ૨૧
વિશેષગુણ છે.
અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશનો લોકાકાશ વ્યાપી સ્કંધ છે અને તે સ્થિર, અપરિવર્તનશીલ હોવાથી અરૂપી જડ છે. સ્થિતિ સહાયકતા એ એનો વિશેષગુણ છે.
આકાશાસ્તિકાય અનંત પ્રદેશોનો સમુહ એવું અસીમ સર્વવ્યાપી દ્રવ્ય છે. લોકાકાશ અને અલોકાકાશ એવાં તેના બે ભેદ છે. લોકાકાશ અસંખ્યપ્રદેશનો સમુહ, ચૌદ રાજલોકના ક્ષેત્રમર્યાદામાં સીમિત છે જેનો અવગાહના દાયિત્વનો વિશેષગુણ છે.
રૂપી, અરૂપી, ઉત્પાદ, વ્યય, સનાતન ધુવત્વ સમજવા દ્રવ્ય ગુણપર્યાયનું જ્ઞાન હોવું આવશ્યક છે જે ટુંકાણમાં આ રીતે સમજાવ્યું છે પણ વિશેષ વિગતે . જાણવું જરૂરી હોઈ ગુરુગમથી મહોપાધ્યાયજીના દ્રવ્યગુણપર્યાયનો રાસ નામક ગ્રંથથી જાણી લેવું. ગ્રંથ ગુજરાતીમાં છે પણ ગુરુગમથી જાણવાનો આગ્રહ રાખવો, કારણ કે શબ્દના ગુહ્યાર્થ, લક્ષ્યાર્થ અને ભાવની ગમ-સમજણ જ્ઞાની ગુરૂભગવંતોને હોય છે.
અનુભવ અગોચર વસ્તુ રે, જાનવો એહીરે લાજ; કહન સુનનકો કછુ નહીં પ્યારે, આનન્દઘન મહારાજ. નિ.૫.
અનુભૂતિઓ દ્વારા આત્માનું જ્યોતિર્મય પ્રકાશક સ્વરૂપ કે જેમાં જ્ઞાનગુણ અને દર્શનગુણની મુખ્યતા છે, તેનું અનુભવન પ્રગટીકરણ કરવાનું છે. એમાં જ્ઞાન સૂર્ય સમાન તેજસ્વી હોવાથી તેની જલદ દાહક શકિત કર્મોને પ્રબળ આતાપનાની તપ ભઠ્ઠીમાં ધ્યાનાગ્નિથી તપાવી બાળીને ભસ્મીભૂત (રાખ) કરી મૂકે છે. આ શકિત જ્ઞાન ગુણમાં છે.
દર્શનગુણ ચંદ્રના પ્રકાશ જેવો શીતળ, શાતાદાયી, નિર્મળ છે. જ્ઞાનગુણથી જણાય છે અને દર્શનગુણથી દેખાય છે. જ્ઞાનદર્શનગુણ યુગપદ્ કાર્યાન્વિત હોય છે અથવા તો મતાંતરે દર્શનગુણ સામાન્ય હોઈ અને જ્ઞાનગુણ વિશેષ હોઈ, પૂર્ણાવસ્થામાં વિશેષ એવા જ્ઞાનગુણમાં, સામાન્ય એવો દર્શનગુણ સમાઈ જતાં
પર્યાયમાં દ્રવ્યનું બધું જ સામર્થ્ય આવી જવું એ જ કેવળજ્ઞાન છે અને એ જ આનંદ છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૧
૧૫૩
અભેદ પ્રવર્તન છે. ચારિત્રગુણથી જ્ઞાનદર્શનમાં રમણતા છે. અથવા તો ગુણોનું યથાર્થ સતત્ નિરંતર પ્રવર્તન (કાર્યાન્વિતતા) એ ચારિત્ર છે. પૂણાનંદ વેદનરૂપ પૂર્ણકામ એ તપ છે. આ ચારેય દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની અનંતતા, નિરંતરતા (સાતત્ય) અને પ્રદેશની તથા જ્ઞાનોપયોગ દર્શનોપયોગની અકંપનીયતા (પરમ સ્થિરત્વ) એ અનંતવીર્ય છે. સ્વપ્રકાશકતા, પપ્રકાશકતા, સર્વપ્રકાશકતા અને સર્વોચ્ચપ્રકાશકતારૂપ સ્વભાવનું અને શુદ્ધ, સંપૂર્ણ, સ્વાધીન, સર્વોચ્ચ, શાસ્વત સુખનો અનુભવ એ સ્વાનુભવ સંપન્નતા આત્માની ગમ્મતારૂપ ગોચરતા છે. જે અન્યને માટે અગમ્ય, અગોચર છે. આ જાણવું - માણવું - અનુભવવું - વેદવું એજ આત્માને જાણવાનો એક માત્ર ઈલાજ – ઉપાય છે. કહેનારો કહેવા બેસે તો એ આત્માને કહી શકે એમ નથી અને સાંભળનારો સાંભળવા માંગે તો એ સાંભળી શકે એમ નથી કેમકે એ કહેવા સાંભળવાની ચીજ નથી પણ સંવેદનાની - અનુભવવાની ચીજ છે. લાગણી એનુભવાય છે પણ દર્શાવી શકાતી નથી તેના જેવું છે. એ શ્રુત કે દષ્ટ નહિ પણ અનુભૂત હોય છે. એ આનંદઘન સ્વરૂપ મહારાજા દેવાધિદેવ વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોના પ્રરૂપિત માર્ગે એમના ઈશાનુગ્રહના બળે મતિની ગતિ થતાં સ્વાનુભૂતિ થશે.
પદનો બોધ એ છે કે નય નિક્ષેપાદિ સૈકાલિક આત્મતત્ત્વનું જ્ઞાન કરી દ્રવ્યાનુયોગના જ્ઞાનબળે અનેકાન્તવાદી સ્યાદ્વાવાદી બની ભેદોની વચ્ચે પણ નિરાગ્રહી આત્મગ્રહી અભેદ રહી અભેદથી અભેદ થવાનું છે.
અધ્યાત્મનો માર્ગ એ પરાક્રમ અને ધીરતાનો માર્ગ છે, જેમાં એકલપંડે દેહરૂપી ગુફામાં છુપાયેલા ચૈતન્યતત્ત્વને શોધવા-પામવા, અનુભવવા ઉપયોગને ઊંડાણમાં - અતિઊંડાણમાં - ગહનતર - ગહનતમ ગહરાઈમાં લઈ જવાનો છે. અત્યંત ઊંડાણમાં ઉપયોગને લઈ જતાં અનાદિકાલથી અડ્ડો જમાવીને બેઠેલી, રાગ-દ્વેષના નિબિડ પરિણામ રૂપ ગ્રંથિ, વાઘણની જેમ વિફરીને આત્માને અત્યંત ભય પમાડે છે.
એની પુરી શકિતથી તે સામનો કરે છે. ગ્રંથિના મુખમાં પ્રવેશ કરતાં
પર્યાય એના આધાર દ્રવ્ય આત્માને અનુસરે એ મોક્ષમાર્ગ છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૫૪
આનંદઘન પદ
સાધકને અનેક ભયજનક દૃશ્યોનો સામનો કરવો પડે છે. આ વખતે, જે જરાપણ ભય ન પામતા, મરણિયો બની ગ્રંથિને ભેદવાનો પુરુષાર્થ કરે છે અને તે વખતે, ‘કયાં હું નહિ કયાં તું નહિ'ના પ્રચંડ સંકલ્પબળ સહિત આગળ વધે છે, તેજ વર્ષોના વર્ષોના અથાગ પ્રયત્નને અંતે તેનો ભેદ કરી સમ્યગ્દર્શનનું વિજય તિલક આત્માના લલાટે પામે છે.
-
આ માર્ગે આગળ વધવા પ્રચંડ પુરુષાર્થની જેમ ધૈર્ય પણ અત્યંત જરૂરી બને છે. જરા પણ અધીરતા આવે તો આ માર્ગે પાછા પડવા જેવું થાય છે.
પરને જાણનારી પોતાની જ પર્યાય જીવને જણાય છે. તત્ત્વથી પર એવાં લોકાલોક નથી જણાતા પરંતુ લોકાલોક સમસ્તને જાણનારી પોતાની પર્યાય જ કેવળી ભગવંતને એમના કેવળજ્ઞાનમાં જણાય છે.
૨૧
આ વસ્તુને વાચા આપતા અધ્યાત્મદર્શી પુરુષે પોતાના ગ્રંથિભેદ નામના પુસ્તકમાં લખ્યું છે કે - અકામ નિર્જરામાં સકામ નિર્જરાના અંશોનુ બળ ઓછું પડવાથી આત્મા અનંતીવાર ગ્રંથિભેદની નજીક આવી પાછો પડ્યો છે અને ગ્રંથિભેદ કરી શક્યો નથી. પ્રબળગ્રંથિમાં પ્રવેશ કર્યા પછી મોહનીયના કારણે રૂપાન્તર સમજાઈ જે પાછો પડતો નથી તેજ ગ્રંથિને પોચી પાડી ગ્રંથિનો ભેદ કરી સમ્યગ્દર્શનને પામે છે.
ઉપાદાન તૈયાર થયેલ હોય તો પ્રબળ નિમિત્તને ખેંચાઈને આવવું જ યડે. જેમ ૧૫૦૦ તાપનો માટે શ્રી ગૌતમસ્વામીજીને ખેંચાઈને જવું પડ્યું હતું !
પર્યાયમાં અવનાશી સ્વરૂપ ઝળકે એ સાધના છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૨
૧પપ
પદ - ૨૨
રાણ : ગોડી विचारी कहा विचारे रे, तेरो आगम अगम अथाह || वि. ॥ बिनु आधे आधा नहीं रे, बिन आधेय आधार । મુર વિન નહીં થારે, યા વિન મુર નાર વિ. I wા भुरटाबीज विना नहीं रे, बीज न भुरटा टार । निसि बिन दिवस घटे नहीं प्यारे, दिन विन निसि निरधार ॥ वि. || ||२|| सिद्ध संसारी बिन नहीं रे, सिद्ध बिना संसार । करता बिन करनी नहीं प्यारे, बिन करनी करतार || वि. || ॥३॥ जनम मरण बिन नहीं रे, मरण न जनम बिनाय । दीपक बिन परकाशता प्यारे, बीन दीपक परकाश || वि. ॥ ॥४॥ आनन्दघन प्रभु वचनकीरे, परिणति धरी रूचिवंत । शाश्वत् भाव विचारके प्यारे, खेलो अनादि अनन्त ॥ वि. ॥ ॥५॥
આ પદ દ્વારા વસ્તુ સ્વરૂપ અને વિશ્વનું સ્વરૂપ તથા તેનો ઘટનાક્રમા કેવો વિચિત્ર, વિલક્ષણ, અરસપરસથી આધારીત છે તેનો વિધવિધ દષ્ટિથી વિચારણા કરાવતો વિચાર વહેતો મૂકયો છે, જે વિચાર સકલ આગમ શાસ્ત્રોના સારરૂપ જેન દર્શનનું હાર્દ છે.
વિચારી કહા વિચારે રે, તેરો આગમ અગમ અથાહ. વિ.
સંસારી જીવોને મન મળ્યું છે. મન છે તેથી તે પ્રાણીસૃષ્ટિ - જીવસૃષ્ટિમાં મનુષ્ય કહેવાય છે. મન એટલે ઈચ્છા અને વિચારનું કેન્દ્ર. તેથી યોગીરાજજી પૃચ્છા કરે છે હે વિચારવંત (વિચારી) પુરુષ તું શું વિચારી રહ્યો છે ? શું તું તારા મૂળનો વિચાર કરી રહ્યો છે કે મૂળ તારું આગમન કયાંથી થયું ? અને હવે આગળ તારું ગમન - ગતિ વિધિ શું હશે ? એ નદીનું મૂળ અને ઋષિનું
ઘળની મૂછના ત્યાગની વૃત્તિ ધનના ત્યાગ કરતા મહત્વની છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૫૬
આનંદઘન પદ - ૨૨
કુળ પૂછવા જેવી કે પછી સાગરની ઉત્પત્તિ અને નિષ્પત્તિનો તાગ કાઢવા જેવું છે. મૂળનું મૂળ કેમ કરીને મળે ? મૂળભૂત તત્ત્વો - મૂળભૂત દ્રવ્યો એ મૂળથી જ અનાદિ છે. તેથી જ જે અનાદિ અનુત્પન અવિનાશી નિષ્પન્ન સ્વયંભૂ સ્વયંસિદ્ધ છે તેને દ્રવ્ય કહ્યું. એની આદિ પણ નથી અને અંત પણ નથી.
સિદ્ધાંત એ છે કે કાર્ય કારણની પરંપરા (શૃંખલા)માં મૂળ કારણનું કારણ ન હોય અને અંતિમ કાર્યનું કાર્ય ન હોય. જીવસૃષ્ટિની વાસ્તવિકતા એ છે કે મૂળનું મૂળ ન હોય અને ફળનું ફળ ન હોય. જો મૂળનું મૂળ હોય કે ફળનું પાછું ફળ હોય તો એને મૂળ કે ફળ કહેવું એ મૂર્ખતા ગણાય.
આધારનો આધાર ન હોય. એ સ્વયં જ પોતે પોતાના આધારે હોય. એમ હોય તો જ તે બીજાનો આધાર બની શકે. આધાર જો કોઈના આધારે હોય તો તે અન્યનો આધાર બની શકે નહિ કારણ કે તે અન્યના આધારે હોવાથી એ પોતે જ આધાર બનવાને બદલે આઘેય બની જાય. તેથી દ્રવ્યાનુયોગમાં દ્રવ્યના ક્ષેત્ર ક્ષેત્રી સંબંધી વિચારણામાં આકાશને ક્ષેત્ર-આધાર બતાવ્યા પછી આકાશ પોતેજ પોતામાં રહેલ છે અને પોતે જ પોતાનો સ્વયં અધાર છે એમ જણાવ્યું.
આજ મૂળની, વિશ્વની અનાદિ અનંતતાની વિચારણાનો શ્રોતા યોગીરાજજીએ આ પદમાં હવે પછીના ચરણોમાં વહેતો રાખી વિવિધ વિચારણાથી જૈન દર્શનના વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોની વીતરાગવાણીથી વહેતા થયેલાં સ્યાદ્વાદ, અનેકાન્તવાદ, સાપેક્ષવાદ ગર્ભિત વસ્તુ સ્વરૂપ નિરૂપણનું પ્રકાશન
કર્યું છે.
બિન આધે આધા નહીં રે, બિન આધેય આધાર; મુરણી બિન ઈs નહીં પ્યારે, યા બિન મુકી નાર. વિ.૧. | વિશ્વ સમસ્તની સર્વ વસ્તુ દ્રવ્ય ભાવાત્મક છે. વસ્તુ છે તો તેનું મૂળ સ્વરૂપે હોવાપણું જે પિંડરૂપ - અસ્તિકાયરૂપ છે તે substance • matter એ દ્રવ્ય છે. હવે દ્રવ્ય છે તો તેની કોઈ Properties વિશેષતા - ગુણધર્મ હોવા જોઈએ. વસ્તુના - દ્રવ્યના આ ગુણધર્મો તે એ વસ્તુ ભાવ કે વસ્તુની
પુણ્યના ઉદયકાળમાં શુદ્ધ અગત્યની અને મહત્વની છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૨૨
-
-
- દ્રવ્યની ભાવાત્મકતા છે. વળી દ્રવ્ય છે, દ્રવ્યનો ગુણ-ભાવ છે તો તે ગુણ પ્રમાણેનું ગુણકાર્ય પણ હોય છે. આ જે ગુણકાર્ય છે તે એ દ્રવ્યની અવસ્થા હાલત દશાં પર્યાય છે. જે કાર્ય વ્યવહાર થાય છે તે પર્યાયથી થાય
.
૧૫૭
છે, જેના મૂળમાં આધારરૂપ ગુણ છે અને તે ગુણનો આધાર દ્રવ્ય-પ્રદેશ પિંડ કે અસ્તિકાય છે.
આ ઉપરથી સિદ્ધાંત એ ફળીભૂત થાય છે કે આધેય એવા ગુણપર્યાય આધાર એવાં દ્રવ્ય વિનાના ન હોય. એ જ પ્રકાણે કોઈ પણ દ્રવ્ય એટલે આધાર તત્ત્વ ગુણ-પર્યાય (ભાવ) આધેય વિનાનું કયારેય ન હોઈ શકે. ઉદાહરણ તરીકે સાકરની મીઠાશ સાકરના ગાંગડામાં જ હોય અને સાકરની મીઠાશ, સાંકરના ગાંગડાના આધાર વિનાની આધાર વિહોણી, પદાર્થ વિનાની નહિ હોય, આધેય આધારની ઓળખ કરાવે છે. દ્રવ્યની ઓળખ એ દ્રવ્યના ભાવ એટલે ગુણ અને ગુણાનુસારીની કાર્યાન્વિતતા એટલે પર્યાયથી છે. આ વિચારણાને હજુ એક ઉદાહરણથી સ્પષ્ટ કરીએ.
–
કાચા હીરાનો, સાકરનો, ફટકડીનો અને મીઠાનો એમ ચાર ગાંગડાઓ - પદાર્થના ટૂકડાઓ આપણી દૃષ્ટિ સન્મુખ મૂકવામાં આવે છે. જોવામાં તો આ ચારે સફેદ રંગના દ્રવ્યો લગભગ સરખાં જણાશે અને તેથી જ ખાંડની જગાએ ચામાં મીઠું નાખી દેવાની ભૂલ કયારેક ઉતાવળમાં થઈ જતી હોય છે.
આ ચારે દ્રવ્યો જે એના ગુણધર્મોનો આધાર છે અને એના ગુણપર્યાય જે આધેય બની આધારમાં રહ્યાં છે તેના વડે કરીને ચારેય દ્રવ્યોને ઓળખી જુદાં પાડી શકાશે.
જે.સખત, ચળકાટ વાળો અને પાણીમાં નહિ ઓગળનારો, સ્વાદરહિત હશે તેને આપણે કાચાહીરા - રફહીરા તરીકે ઓળખાવીશું.
હવે જે સખત છે, પાણીને નિર્મળ કરે છે અને સ્વાદમાં તૂરો છે તેને આપણે ફટકડી તરીકે ઓળખાવીશું.
વળી જે સખત છે, ચીકણો છે, પાણીમાં ઓગળે છે અને સ્વાદમાં મીઠો છે તેને સાકર તરીકે ઓળખાવીશું.
વ્યવહારથી જેમ પુણ્યશાળી સાથે રહેવાનું છે તેમ તત્ત્વથી ગુણસંપન્નની સાથે રહેવાનું છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૫૮
આનંદઘન પદ - ૨૨
જે નરમ છે, કરકરો છે, પાણીમાં ઓગળે છે, સ્વાદમાં ખારો છે તેને મીઠા (નમક) તરીકે ઓળખાવીશું.
આ વાત રસાયણશાસ્ત્રના અભ્યાસીને ઝટ સમજાઈ જાય એવી છે.
આમ આધાર આધેય સહિત છે અને આધેય આધાર રહિત નથી હોતો એવો આધાર આધેયનો અવિનાભાવી સંબંધ છે.
હવે આ આધાર - મૂળ વિશે વિવિધ પ્રશ્નો ઉદ્ભવે છે કે...
મુરગી (કૂકડી) પહેલી કે ઈંડુ પહેલું કે પછી ઇંડુ મૂકનારી મરઘીને ફળવતી કરનાર મુરઘો પહેલો ? ભાઈ ! મુરગી વગર ઈંડુ નથી અને મરઘા વિના મરઘી નથી.
ભૂરતા બીજ વિના નહીં રે, બીજ ન ભૂરા ટાર; નિસિ બિન દિવસ ઘટે નહીં પ્યારે, દિન વિન નિસિ નિરધાર.૨.
ખેતરમાં લહેરાતા જુવાર બાજરી મકાઈના ભૂટ્ટા (ભૂરા-ડુડા) માં જ દાણા-બીજ રહેલાં છે પણ તેની ઉત્પત્તિ - ફાળ (પાક) તો બીજ (દાણા)નું વાવેતર ! કર્યું તો થયું ને ? પાછું એ પણ એટલું જ સત્ય છે કે ભૂટ્ટા (ડુડા) વગર બીજની પ્રાપ્તિ નથી. અર્થાત ડુંડાને ટાળી (ટાર)ને બીજની પ્રાપ્તિ કરવી શકયા નથી.
એવોજ પ્રશ્ન હવે થાય છે કે રાત્રી પહેલી કે દિવસ પહેલો ? અહીં નિસિ-રાત્રી કહેવા દ્વારા પૃચ્છા એ છે કે માદા (નારી) પહેલી કે દિવસ કહેવા દ્વારા પૃચ્છા કરી કે પુરુષ (નર) પહેલો ? રાત્રી (માદા) વિના દિવસ ઘટે નહિ અને દિવસ (પુરુષ) વિના રાત્રી નિરાધાર છે એટલે કે દિવસ વિના રાત્રીનું અસ્તિત્વ ઘટી શકે નહિ. આ પ્રતિપક્ષી ભાવો છે, જેમાં એકબીજાની અપેક્ષાએ છે. અતિથી નાતિની સિદ્ધિ છે તો નાતિથી અતિની સિદ્ધિ છે.
સિદ્ધ સંસારી બિન નહીં રે, સિદ્ધ બિના સંસાર, કરતા બિન કરની નહીં પ્યારે, બિન કરની કરતાર. વિ...૩.
ક્રિયાનું ફળ તત્કાલ છે. ભાવનું ફળ ભવાંતરે - કાળાંતરે છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૨
૧પ૯
વળી પ્રશ્ન થાય છે કે પહેલાં સંસારી હતાં અને પછી સિદ્ધ થયાં કે પહેલાં સિદ્ધ હતાં અને પછી સંસારી થયાં ?
વ્યક્તિ વિશેષ પહેલાં સંસારી જરૂર હતી અને પછી તે વ્યકિતવિશેષ સિદ્ધ થયાં. પરંતુ એ વ્યકિતવિશેષ સિદ્ધ થયાં કેમકે ત્યારે પણ અન્ય સિદ્ધ ભગવંતોનું અસ્તિત્વ હતું અને એ સિદ્ધોએ પ્રરૂપેલા - કંડારેલા સિદ્ધ બનવાના સાધનામાર્ગ - મોક્ષમાર્ગનું અસ્તિત્વ હતું. વ્યક્તિવિશેષ પહેલાં સંસારી અને પછી સિદ્ધ પણ સમષ્ટિગત સંસારી અને સિદ્ધોનું અસ્તિત્વ અનાદિ અનંત શાસ્વતકાલીના છે. શાસ્ત્રવિધાન છે કે જયારે પણ પ્રશ્ન પૂછવામાં આવશે કે કેટલાં જીવો. આજ દિવસ સુધીમાં સિદ્ધ થયાં ત્યારે ત્રણેય કાળમાં એનો જવાબ એ જ હશે કે એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો છે. જેમ બે અંકોની સંખ્યા ૧૦ થી લઈ ૯૯ સુધીની નેવું છે, ત્રણ અંકોની સંખ્યા ૧૦૦ થી લઈ ૯૯૯ સુધીની હજાર છે, ચાર અંકોની સંખ્યા ૧૦૦૦ થી લઈ ૯૯૯૯ સુધીની દશ હજાર છે એમ સંખ્યાતી સંખ્યાના સંખ્યાત, અસંખ્યાતી સંખ્યાના અસંખ્યાત અને અનંતી સંખ્યાના અનંતા ભેદો છે. એક કરોડનો માલિક પણ કોટ્યાધિપતિ કહેવાય અને ૯૯ કરોડનો માલિક પણ કોટ્યાધિપતિ કહેવાય તેવી આ વાત છે.
સંસારી - પૂર્વાશ્રમમાં સંસારી નહિ હોય એવો સિદ્ધનો જીવ નથી પરંતુ સિદ્ધના જીવોને સંસાર નથી અને તેઓ સંસારી નથી. તેમ તેમનું ફરી અવતરણ નથી. વળી સ્યાદ્વાદશૈલીથી સાપેક્ષ વિચારણાથી વસ્તુતત્ત્વનું અવલોકન કરીશું તો સંસારીની અપેક્ષાએ સિદ્ધના કર્મરહિત, પુલમુક્ત સિદ્ધાત્મા છે તો એ સિદ્ધાત્માની અપેક્ષાએ કર્મસહિત, પુલયુક્ત સંસારી જીવો છે.
કોઈક કૃતિ (કરણી) છે તો પછી તે કૃતિનો કોઈ રચયિતા - કરનાર એવો કર્તા હોવો જ જોઈએ અને જો કર્યા છે તો તેના થકી ક્રિયા જરૂર થવાની અને તે કોઈક કરણી (કૃતિ) રૂપે પરિણમવાની. પરંતુ એ સાથે એ પણ લક્ષમાં રાખવાનું છે કે વૈયકિતક કૃતિનો વૈયક્તિક કર્તા છે પરંતુ એ વ્યકિતવિશેષ એના કર્તાભાવના અહંનો ત્યાગ કરી માત્ર જ્ઞાતા દૃષ્ટા ભાવમાં રહે તો નવી કૃતિનું નિર્માણ થતું નથી કારણ કે તે અકર્તા થઈ માત્ર જ્ઞાતા-દષ્ટા રહ્યો છે. એટલે
કુર્લભતાનું ભાન દુવ્યર્યને અટકાવે છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૬૦
આનંદઘન પદ - ૨૨
હવે માત્ર ભૂતકાલીન કૃતિઓના - કર્મોના ઉકેલ - નિકાલ - નિર્ઝરણનોજ પ્રસ્ત રહે છે. આ થઈ વૈયકિતક પ્રક્રિયા. પણ સમષ્ટિગત વિચારીએ તો સૃષ્ટિ સમસ્તિનો પણ કોઈ એક વ્યકિતવિશેષ રચયિતા નથી પણ તે સામુહિક કૃતિનું સામુહિક પરિણામ છે. વ્યકિત વિશેષને એના જેવાં પૂર્વક હતાં તે પૂર્વકરણીને અનુસાર એ કર્મોના પરિણમન માટે તેવા બાહ્ય સંયોગો તેને ઉપલબ્ધ થાય છે. માટે જ કહ્યું છે કે મોક્ષ - સિદ્ધપદ કે જે અકર્તાપદ છે તેનો યોગ્ય અકર્તાપણામાં રહીશું તો અકર્તાપદ પ્રાપ્ત કરીશું. એ પદ ચોથા આરામાં અને વજઋષભ નારાચ સંઘયણથી પ્રાપ્ત છે, જે માટે વર્તમાન કાળમાં ચોથા આરામાં વજઋષભનારાચ સંઘયણ પ્રાયોગ્ય કૃતિ-ભાવો કરીશું તો તે પ્રાપ્ત થશે. સૃષ્ટિકર્તા કોઈ વ્યકિત વિશેષ નથી એના સ્પષ્ટીકરણ માટે થઈને આટલી પ્રાસંગિક વાત કરી છે.
જનમ મરણ બિન નહીં રે, મરણ ન જનમ વિનાય, દીપક બિન પરકાશતા પ્યારે, બીન દીપક પરકાશ. વિ.૪.
જનમ, મરણ વિના નથી હોતો. કયાંક કોઈક ઠેકાણે મરણ પામે છે ત્યારે તે જીવ કોઈક અન્ય ક્ષેત્રે અન્યકાળમાં અન્યરૂપ અને અન્યપર્યાયરૂપે તે જનમો ધારણ કરે છે. આમ જનમના મૂળમાં મરણ છે અને પાછું જનમના ફળમાં મરણ છે. જનમ શબ્દ જ મરણ સૂચક છે કે જનમ તેનું નક્કી મરણ. એક માત્ર સિદ્ધાવસ્થા છે કે જયાં જન્મ નથી. એ અજન્માવસ્થા છે કારણ કે તે અદેહી - અશરીરી - અનામી - અરૂપી - અમૂર્ત અવસ્થા છે. એ અજન્માવી છે છે માટે જ તે અક્ષય - અક્ષર - અજરામર - અવિનાશી એવી અવ્યાબાધ અગુરુલઘુ અવસ્થા છે. એજ તો જનમ-મરણના ચક્રાવામાંથી મુક્તિ-મોક્ષ છે.
દીવા વિના અજવાળું (પ્રકાશ) નથી અને કોઈ પ્રકાશ એના પ્રકાશક (દીવા) વિહોણો નથી.
એક દીવો એટલે કોડિયું, તેલ, વાટ, દીવાસળી અને દીવાસળી ચાંપી દીવો પ્રગટાવનાર કોઈ વ્યકિત. આટલા કારણો ભેગાં મળે ત્યારે કર્તા દ્વારા કારણો વડે કરણી એટલે કે દીપપ્રગટીકરણનું કાર્ય (કૃતિ) થાય.
=
"
વ્યવહારમાં જે મોટો બનશે એ અધ્યાત્મમાં નાનો બની રખડશે.
Page #218
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૨
૧૬૧
આમાં પ્રથમ જોગ કર્તાનો થયો કે પછી કારણોનો થયો.? માની લઈએ કે પહેલાં કોડિયું, તેલ, વાટ, દીવાસળી આદિ દીપપ્રાગટ્ય જોગ સામગ્રી ઉપલબ્ધ થઈ ગઈ પરંતુ જ્યાં સુધી દીવાસળી ચાંપી દીપ પ્રગટાવનાર કાર્યકર (કર્તા)નો જોગ બેસશે નહિ ત્યાં સુધી દીપ પ્રગટ થશે નહિ. આમ આધાર, આધેય અને ગુણકાર્ય (કરણી) અર્થાત્ કર્તા, કારણ અને કાર્ય એ ત્રણના સંયોગ - ત્રિવેણી સંગમથી પરિણમન છે એટલે કે વિશ્વ વ્યવસ્થાક્રમનું સંચાલના - પ્રવહન છે. એમાં કર્તા, કારણ અને કરણી (કાર્ય) બદલાતા રહેતાં હોવાથી પરિણમનની વિવિધતા છે. આમ જગત સાદિ સાન્તપૂર્વક અનાદિ અનંત છે. ઘટના (બનાવ) થી જગત સાદિ-સાન્ત છે પણ અસ્તિત્વ (પ્રવાહ)થી અનાદિ અનંત છે.
એક વલય - બંગડી છે, તેના આદિ કે અંત જેમ શોધી શકાતા નથી, તેમ આ વિશ્વ પણ એક કાળચક્ર હોઈ એના આદિ કે અંત નથી. હા ! એમાં આરોહ અવરોહ, પાતળા જાડાપણું સંભવી શકે છે. ઈંડું પહેલાં કે મરઘી. પહેલાં ? એ પ્રશ્ન જ અસ્થાને છે. એ અન્યોન્ય અવિનાભાવિ સંબંધે છે. મૂળનું મૂળ નહિ હોય તેમ ફળનું ફળ નહિ હોય. હા ! બીજમાં ફળ રહેલું હોય. છે, તેથી જ તે બીજ ફળ રૂપે વિકસે છે - પરિણમે છે અને પાછું એ ફળમાંથી બીજની પ્રાપ્તિ થાય છે, જેમાંથી પાછા અન્ય ફળોની પ્રાપ્તિ થાય છે, તે સંસારચક્ર છે. આને સંતતિયોગ પણ કહે છે. આ સંસારચક્ર જે વિષચક્ર છે, તેને ધર્મચક્રરૂપે પ્રવર્તાવીએ તો એ સંસારચક્ર - વિષચક્રમાંથી અમૃતચક્રરૂપે પરિણમે, જેથી સહજ સ્વ-પરનું કલ્યાણ થાય અને ચક્રાવામાંથી છૂટકારો થતાં - મોક્ષ થતાં અમરત્વની પ્રાપ્તિ થાય. જન્મમરણથી છૂટી અજન્મા બનાય. અનાદિના સંસારનો અંત આણી સાદિ અનંતમાં સ્થિત, સ્થિર અને અક્રિયા સ્વરૂપ રમમાણ રહેવાય.
આ પદનો ઉપસંહાર કરતાં પદનો બોઘ શું છે એ જણાવતાં યોગીરાજજી કહે છે કે......
કૃતિની કરણીનો કોઈ કીરતાર જરૂર હોવો જોઈએ, એવી કપોળ કલ્પિત
જ્ઞાની પ્રવૃત્તિ બદલવા કરતાં વૃત્તિ બદલવા કહે છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૬૨
આનંદઘન પદ - ૨૨
મતિના આધારે એવો મત ઊભો થયો કે સૃષ્ટિના સૃજનહારે એટલે કે ઈશ્વરે આ બધી માયા ઊભી કરી છે. એ ઈશ્વરલીલા છે.
જગતની ઉત્પત્તિ કરનાર, તેનો પ્રલય કરનાર, અને જીવોના જીવનને નિભાવનાર એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું સંચાલન કરનાર કોઈ સંચાલક નિયામક કે જેઓ દેવી ઈન્વરીય શક્તિવાળા અવતરીય પુરષો છે, એમના હાથમાં આ બધીય સત્તા સોંપી દીધી અને પાછું જણાવ્યું કે એ તો નિરાકારરૂપે રહીને આ બધી વ્યવસ્થા ઉપર નજર રાખી નિયામક તરીકે નિયમન કરી રહ્યાં છે. વળી જણાવ્યું કે જગતમાં જેટલાં પદાર્થો છે તે બધાંયમાં મુજ પૂર્ણના અંશ રહેલાં છે.
આ ઈશ્વરીય કર્તુત્વવાદ સામે જ આ પદમાં પ્રસ્તુત થયેલાં પ્રશ્નોની હારમાળા ખડી થાય છે અને યક્ષપ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કીરતાર એવાં ઈશ્વરનો કર્તા કોણ અને એને જન્મ કોણે આપ્યો ? એની પરંપરામાં પ્રથમ કોણ જગ્યું? એના ઠામ, ઠેકાણા, ગામ, દેશ, ક્ષેત્ર, માતપિતા, દાદા પરદાદા, કુળ, વંશ, ગોત્ર પણ હોવા તો જોઈએ ને ? એનું મૂળ કોઈ શોધી શકયું નથી અને એનું માપ આજ દિ' સુધી કોઈથી કઢાયું નથી. છતાં “ધકેલ પંચા દોઢસો'' એ જે કહેવત ચલણમાં છે કે ત્રીસ વખત પાંચને ઠેબે ચડાવતાં - ધકેલતાં દોઢસો થયાં એમ વાત વધતાં વધતાં વાતનું વતેસર થઈ ગયું. પરિણામે માનવીના માનસને જડ બનાવી ગુમરાહ કરી દીધાં. એટલુંય વિચારતા નથી કે
જ્યાં કર્તાપણું છે ત્યાં કર્મ છે અને કર્મ છે ત્યાં કર્મફળ ભોગવવાપણું છે. અને વાતનું વતેસર તા એટલું થયું કે પાપ કરનારો પાપી પણ પંડને નિર્દોષ સમજી, એવું માનવા અને મનાવવા લાગ્યો કે ઉપરવાળા ઈશ્વરે મને જેવું સુઝાડ્યું અને કરાવ્યું તેમ મેં કર્યું. આમ પોતાના દોષોનો આખોય ટોપલો - ભાર ઈશ્વર ઉપર ઢોળી દીધો.
આ અંધાપનમાંથી નાસ્તિકવાદી ચાર્વાકે એનો નાસ્તિક ચાર્વાકમત ઊભો કર્યો કે પાપ, પુણ્ય, સુખ, દુ:ખ, સ્વર્ગ, નરક, બંધ, મોક્ષ, ઈશ્વર એ બધી વાતો તો ઢંગધડા વિનાની હંબક-બોગસ છે. આ વિશ્વમાં જે ચાલી રહ્યું છે,
મનુષ્યભવ આત્માના સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે મળેલ છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૨
૧૬૩
દેખાય છે તે જ વ્યવસ્થિત છે માટે આ વિશ્વમાં બધું ય ભૂલી જઈને ખાઈપીને મજા કરો. Eat, drink and be marry.
આવી તરેહ તરેહની વાતો - વિચારોવાળી મતિ બુદ્ધિધારકોમાં ઘુસાડી દઈ બુદ્ધિને માયાવી કુબુદ્ધિ બનાવી સનાતન સત્ય આત્મધર્મ - સ્વરૂપ વિજ્ઞાનમાં ભેદો ઊભાં કરાવી ધર્મતત્ત્વને ખંડિત કરી નાખ્યું.
સૂર્ય ચંદ્ર એ બંને જ્યોતિષદેવો છે. એમની આતાપનાથી તપતી પ્રકાશતી સૃષ્ટિમાં જે સૂર્યચંદ્રની શીતળ આતાપનાની શીતળતા અને પ્રકાશિતતા છે તેનાથી અનંતગુણી શીતળતા અને પ્રકાશકતા તો અંતરતમમાં તપતા આત્મતેજમાં છે. એ આત્મતેજની પ્રદીપ્તતા તો એવી અનૂપ છે કે જગતના કોઈપણ ઉપમેય પદાર્થની ઉપમા આપી સરખાવીને સમજાવી નહિ શકાય એવી અનુપમ છે. જગતના દીવા તો કોડિયા, તેલ, વાટથી ટમટમનારા ટમટમીયા છે. હવાનું ઝોકું આવે અને ઓલવાય જાય એવાં આ જીવનપ્રાણના જીવનદીપ છે, જે આયુકર્મનું તેલ છે ત્યાં સુધી એ ટમટમે છે પણ જયાં આયુપ્રાણનું તેલ ખૂટે છે ત્યાં જ નિદ્માણ થતાં જીવનદીપ બુઝાઈ જાય છે. કવિ નરસિંહ ભગતે પણ કહ્યું છે....
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી,
અચળ ઝળકે સદા અનલ દીવો; નેત્ર વિણ નીરખવો, રૂપવિણ પરખવો,
વણ જીર્વે રસ સરસ પીવો
અકળ અવિનાશી એ નહિ જ જાએ કળ્યો. તારો આત્મા જે આત્માથી જ ગમ્ય છે એવો આપણા સહુનો આગમાં અગમ અને અનુપમ છે એને સ્વયં જે આનંદનાઘન સ્વરૂપ છે અને જેણે એને જાયો છે, માયો છે તેવાં પ્રગટ પરમાત્મા વીતરાગ સર્વજ્ઞ તીર્થંકરના વચનો આગમવચનો ઉપર રૂચિ ધરી શ્રદ્ધાવંત થઈ દઢમતિ વાળો થા કે આ બધીયા રમત (ખેલો) સાદિ સાન્તપૂર્વક અનાદિ અનંત ચાલનારી શાશ્વત છે અને સ્વયં સાદિ અનંત શાસ્વત ભાવાવંસ્થાને પામ !
જ્ઞાયકની વિચારણાથી બુદ્ધિ સૂક્ષ્મ બને છે અને સંકલ્પ વિકલ્પનું બળ તૂટે છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૬૪
આનંદઘન પદ - ૨૨
પદનો ટુંકસાર એ છે કે સાદિ સાતપૂર્વક અનાદિ અનંત વહેતાં વિશ્વવહેણમાં તું તારા કર્તાપણાના અહંનો ત્યાગ કરી સ્વયં સાદિ અનંત એવી તારી શાશ્વત, સ્થિર, અહિય, જ્ઞાતાદષ્ટા સહજ પરમાનંદ અવસ્થાને પામ !
ગતિમય સંસારમાંથી સ્થિરતા પામવા - પરમ સ્થિરતા પામવા વિનાશીની પલોજણ છોડી દે - સમય સમયે બદલાતા પર્યાયમાંથી હે જીવ! તારી દૃષ્ટિ ઉઠાવી લઈને, ત્રિકાલ ધ્રુવ સ્થિર - સ્થાયી પરમ પરિણામિકભાવ સ્વરૂપ દ્રવ્ય ઉપર સ્થિર કરે જેથી જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાય આવીને ઊભી રહે. આમ દ્રવ્ય અને પર્યાયનું સાદશ્ય થતાં હે જીવ ! તારી સંસારયાત્રાનો અંત આવશે. આપણા સહુના અંતરમાં પ્રતિસમયે જે વિકલ્પના ધૂમાડા ઘૂમરી લઈ રહ્યા છે અને આપણને ઘૂમાવી રહ્યા છે તેનો અંત લાવવા આજ એક ઉપાય છે.
છઠ્ઠા ગુણાઠાણ સુધી મોહજન્ય અને અજ્ઞાનજન્ય ઉભય વિકલ્ય હોવા સંભવે છે. સાતમાથી બારમા ગુeઠાણ સુધી અજ્ઞાતજન્ય વિકલ્યની સંભાવના છે. તેરમાં ગુણાકાહ પછી નિર્વિકલ્યદશામાં મોહ કે અજ્ઞાન જનિત કોઈ જ વિકલ્ય નથી હોતા વરંતુ ઉયયોગવંતતા હોય છે. પછી પૂછવાય, કહેવા-સાંભળવાય તે યાદ રાખવાપણું હોતું નથી.
ઉપયોગને અંદરમાં વાળવો એ અધ્યાત્મ છે. અંદમાં વળેલા ઉપયોગને અંદરમાં રાખવો એ સાધના છે. અંદર વાળીને અંહ રખેલા ઉયયોગને અંદરમાં સ્થિર કરવો એ સમાધિ છે.
અભિપ્રાયથી મન ઊભું થાય છે અને નોંધણી સંસાર ઊભો થાય છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૩
૧૬૫
IIII
IIII
પદ - ૨૩
(રાગ : આશાવરી) अवधू अनुभव कलिका जागी, मति मेरा आतम समरन लागी ॥ अवधू. ॥ जाये न कहं और ठिगनेरी, तेरी विनता वेरी। माया चेरी कुटुंब करी हाथे, एक डेढ दिन घेरी ॥ अ. || I૧II जरा जनम मरन बस सारी, असरन दुनिया जेती । देढव कांई न बागमें मीयां, किसपर ममता एती ॥ अ. ॥ अनुभव रस में रोग न सोगा, लोकवाद सब भेटा । केवल अचल अनादि अबाधित, शिवशंकर का भेटा ॥ अ. || वर्षाबंद समुद्र समानी, खबर न पावे कोई । आनन्दघन व्हे ज्योति समावे, अलख कहावे सोई || अ. ॥ ॥४॥
જ્ઞાનપ્રાપ્તિની ત્રણ ભૂમિકા છે. શ્રુત, દષ્ટ અને અનુભૂત. જોવા, સાંભળવા કરતાં જાતે અનુભવ્યાનું જ્ઞાન એ શ્રેષ્ઠ કોટિનું જ્ઞાન છે.
અનુભૂતિ સંપન્ન અવધૂતયોગદશાના સાધક યોગીરાજજી આનંદઘનજી મહારાજા જ્ઞાનાનુભૂતિની દિવ્યતાના સ્વાનુભવની સંવેદનાઓને આ પદ દ્વારા અભિવ્યક્ત કરી રહ્યાં છે. અવધૂ અનુભવ કલિકા જાગી, મતિ મેરા આતમ સમરન લાગી.
અવધૂ.•••• આજ દિવસ સુધી મારો આત્મદશારૂપ છોડ કે આત્મદશારૂપ આમ્રવૃક્ષ ચીમળાઈ ગયેલ, મુરઝાઈ ગયેલ હતું. હવે એ નવપલ્લવિત થતું અનુભવાય રહ્યું છે કારણ કે એને અનુભવરૂપી કળી ફૂટી છે કે આંબે મોર આવ્યો છે. એ કળી એની આંશિક પણ સુવાસ પસરાવવા લાગી છે અને એ લહેરાતો આંબામોર આંબાવાડીને સુવાસથી મહેકાવવા લાગ્યો છે. એ છોડ, એ આંબાનું અસ્તિત્વ
આત્મા આત્મામાં રહે અને ભિક્ષુકતા છૂટી જાય તે સાચી ભિક્ષુકતા છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૬૬
આનંદઘન પદ - ૨૩
હવે વર્તાવા લાગ્યું છે. મારી આત્મચેતનાની કળી ખીલી (જાળી) ઉઠતા મને મારા આત્માના અસ્તિત્વનું, આત્મદશાનું આંશિક પણ ભાન થવા લાગ્યું છે, તેથી તે હવે આત્મા ! આત્મા ! શુદ્ધાત્મા ! પરમાત્મા ! નું જપન, રટણ, સમરન (સ્મરણ) કરવા લાગ્યું છે કે જો કળી - આંશિક અનુભૂતિથી આ દશા છે, તો પછી પૂરેપૂરો છોડ નવપલ્લવિત થઈ વિકસિત થઈ જશે, તો કેવી અદ્ભુત અપૂર્વ અનુપમ દશા હશે ?
અનંતગુણધામ એવાં મારા આત્માના એકાદા નાનકડા ગુણના પ્રગટીકરણથી, મારા ચિત્તની આવી પ્રસન્નતા છે, તો પછી એ ગુણ પરાકાષ્ટાના ટોચના સ્વરૂપને પામશે અને આત્માના અનંતગુણો એક સમયે એક સાથે પૂર્ણપણે વિકસેલા હશે, ત્યારે તો મારી આત્મદશાનો - આત્માનંદનો કોઈ આરોવારો ન હશે. એ તો અનંતાગુણોના અનંતગણ સુખનો દિવ્યાતિદિવ્ય અને ભવ્યાતિભવ્ય અનંત આનંદ હશે.
આ કલ્પના કળીને પૂર્ણ કમલાકારે વિકસિત થવાને પ્રોત્સાહિત કરી રહી છે. આત્માની આંશિક અનુભૂતિ જ પૂર્ણાનુભૂતિ માટે આવશ્યક પ્રચંડ વીર્યનો પૂરવઠો પૂરો પાડી રહી છે. અંશને પૂર્ણરૂપે પરિણમવા - બિંદુને સિંધુરૂપ વિસ્તરવા પ્રેરી રહી છે. માટે જ તે હવે આતમ સમરન લાગી છે એટલે કે આત્મમય રહેવા લાગી છે. અપ્રમત્ત એવી સતત જાગૃત અવસ્થામાં, પળેપળ વિકસિત થતી, ઉત્થાન પામતી અવસ્થામાં રહેવા લાગી છે. મારી મતિ - મારું મતિજ્ઞાન હવે કેવળજ્ઞાન માટે ઝૂરવા લાગ્યું છે.
જાયે ન કહું ઔર ઠિગનેરી, તેરી વિનતા વેરી; માયા ચેરી કુટુંબ કરી હાથે, એક દેઢ દિન ઘેરી. અવધૂ
આત્માનો સાચો મૂળ ગુણ શમ અને દમનો છે. અનુદિત કર્મોનું શમન કરવાનું છે અને ઉદિતકર્મોના વિપાક (અસર)ને સમભાવે સહવારૂપ એનું દમન એટલે કે નિકાલ (નિઝરન) કરવાનું છે. આવાં આ ક્ષમા, શાંતિ, સમતા, સહનશીલતાદિ ગુણોની વિનિતા અર્થાત્ વિનમ્રતાદિ ગુણોની જે શત્રુ એટલે કે વેરી, જે ઠગનારી ઠગારી છે તે કહેવા ઠપકારવા છતાંય જતી નથી.
છયે કારક સ્વમાં પ્રવર્તે તે મોક્ષમાર્ગ છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૩
૧૬૭
આ વેરિણી માયાવી એવી માયા છે જે પાછી એકલી નથી પણ એની હારે - હાથે - સાથે એનું આખુંય દંભ, કુડ, કપટ, વિશ્વાસઘાત અર્થાત્ કામ, ક્રોધ, મોહ, લોભાદિનું કુટુંબ છે. એ માયા, એના પૂરા કુટુંબકબીલા સાથે ચેતન એવાં આત્માને ઠગવાનો - છેતરવાનો ચારો ચરે છે. ચેરીની જગાએ પાઠાંતરે ચેડી શબ્દ લઈએ તો એડીનો અર્થ દાસી કરતાં ઠગારી માયાદાસી એના પૂરા પરિવારની હારે ચેતનને ઠગી રહી છે.
એ માયાદાસી તો વિનતા એટલે વિનિતતા - વિનમ્રતા - સાલસતા - સરળતા - સમતા - સહનશીલતાદિ ગુણોને અવગુણરૂપ ગણાવે છે અને તેથી આવા ગુણથી ગુણિયલ બનેલાં ચેતનને જ ઉલટો ચોર કોટવાળને દંડે એમ નમાલો, બાયલો, ઢીલી કાછડીનો ઢીલો પોચો મૂરખ કહી વગોવે છે.
આ ઠગારી માયા મમતાનો સ્વભાવ તો બિલાડી જેવો કપટી છે. ચેતન ચેતેલો જાગતો હોય ત્યારે એના પગને ચાટતી ગરીબડી બની, ઊંઘવાનો ડોળ કરતી અંદરમાં લપાઈ છૂપાઈને પડી રહે. પરંતુ જયાં ચેતન જરા અસાવધ કે ગાફેલ થયેલો જણાય કે બિલાડી જેમ દૂધ, દહીં, ઘી ઉપર તૂટી પડી ચપ ચપ જેટલું ચટાય એટલું ટપોટપ ચાટી જઈ બાકીનું ઢોળફોડ કરી પાછી છૂપાઈ જાય, એમ ઈરાદા પૂર્વક આત્મા-ચેતન પાસે પાપો કરાવી ચેતનનું ન કલ્પી શકાય એવું અહિત કરી એને એના ફંદામાં ફસાયેલો જ રાખે. આમ ઠગારી માયા ચેતનના દૂધ, દહીં, ઘી જેવાં ગોરસ સ્વરૂપ ગુણરસને ધૂળ ચાટતા કરી નાંખે છે.
ચેતનની ચેતકતા - જાગૃતતા બાવીશ ત્રેવીસ કલાક જેટલી વિકસેલી અપ્રમત્તદશા છે. એક દોઢ કલાક જેટલો કે એક દોઢ દિવસ જેટલા પ્રમાદ પૂરતું જ હવે શ્રેણિના મંડાણથી આંતર રહ્યું છે. ભગવંત ગોતમને કહેતાં કે ‘સમયમ ગોયમ મા પમાયએ” એવી બહોત ગઈ થોડી રહી, જેવી અલ્પ અંતમુહૂર્તની શ્રેણિની સાધના બાકી રહી છે. એ સમય સમયની પળેપળની સતત સાવધતા માંગી લેતી ક્ષપકશ્રેણિની સાધના કેડી છે. હવે એટલા જ પૂરતી માયાદાસી અને એના ઠગારા પરિવારને ઘેરી રાખવાની - રુંધી-બાંધી રાખવાની જરૂર છે.
વૈરાગીને દેવલોક એ નજરકેદ છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૬૮
આનંદઘન પદ - ૨૩
‘એક દીન દેઢી ઘેરી’ એવો પાઠાંતર પણ છે. એને અનુલક્ષીને અર્થઘટન કરીએ તો એક દિવસ પૂરતું દઢ બની, એ ઠગારી માયા બિલાડીને ઘેરી લઈ રોકી રાખી, ગુણોને પરાકાષ્ટાના વિકસાવી સ્વરૂપગુણ - આત્મધર્મ - સહજ સ્વભાવ પ્રગટ કરી લે ! કળીને કમળરૂપ વિકસાવી લે ! આશ્રમંજરીને મીઠાં મધુરા મનોહર રસાળ આમ્રફળરૂપે ફળાવી લે !
જરા જનમ મરન બસ સારી, અસરન દુનિયા જેતી; દેઢવ કાંઈ ન બાગમેં મીયાં, કિસપર મમતા એતી. અવધૂ...૨
આખી (સારી)ય આ દુનિયા - જગતમાં જેટ જેટલાંય (જેતી), જીવો છે એટએટલાં (એની) બધાંય જીવો જન્મ-જરા-મરણને વશ પડેલાં એ ચક્રાવાથી અસરગ્રસ્ત છે. જન્મ-જરા-મરણ એ કર્મઘટમાળ છે, જેનાથી કોઈ સંસારી બચી શકયું નથી અને બચી શકતું નથી. આ વિશ્વ આખામાં કોઈ કોઈને અવતરતું (જન્મતું) વિકસતું, વિરૂપ વૃદ્ધ થતું અને અંતે વિલય પામતું (મરતું) અટકાવી શકતું નથી. સહુ કોઈ એ બાબત લાચાર, અશરણ અને પરવશ છે.
પરંતુ તે યોગસાધક ચેતને તો મીયાં એટલે જેની પર મોહ થાય અને માલિકીપણાના મદમાં મીયાં બની - કોલર ઊંચો રાખી ફરી શકાય એવું મોહ પમાડનાર • દાઢ સળકાવનાર કાંઈ પણ તારા જીવનબાગ, જે ગુણપુષ્પોથી નવપલ્લવિત થયો છે, એમાં રાખ્યું નથી. પછી એવી સ્થિતિમાં - એવામાં (એની) મમતા માયા કોની ઉપર અને કોને આધારે રહે અને ટકે ? માયા ચેરીને ચરવાનો ચારો (ખોરાક) જ ન રહ્યો, તો પછી એ ભૂખાળવીનું પોષણ ન થતાં હવે એને ચેતન તારા જીવનબાગમાંથી પલાયન થવા સિવાય કોઈ બીજો આરો વારો કે ઈલાજ નથી.
અનુભવ રસમેં રોગ ન સોગા, લોકવાદ સબમેટા; કેવલ અચલ અનાદિ અબાધિત, શિવશંકરકા ભેટા.૩.
ચેતન જ્યારે એની ચેતના એટલે આત્માનુભવના રસમાં રંગાઈ ગયો છે પછી એને રોગ શું? રાગ શું ? સોગ-શોક શું ? અને દ્વેષ શું ?
ઘર્મી પુણ્યમાં મહાલે નહ કારણ એ પુણ્યકાળને નજરકેદ ગણે છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૩
૧૬૯
આત્માનુભવના રંગે જે રંગાઈ ગયો તે ચેતન એની ચેતનાથી એકાકાર થવાથી જડ એવાં પર એવાં દેહ, જેને સહુ કોઈ દુનિયામાં મોહવશ, અજ્ઞાનવશ સ્વ માની, દેહ જ સર્વસ્વ છે, એવાં દેહભાવથી વર્તે છે; તેનાથી છૂટો પડી ગયેલો, વિદેહી બની ગયો હોય છે. એ આત્માનુભવી ચેતનને દેહ છે પણ, દેહમોહ નથી અને દેહભાવ પણ નથી કે જેવાં અન્ય સંસારી અજ્ઞાની જીવોને દેહ, દેહનો મોહ એટલે દેહભાવ અને દેહને રમવાના રમકડાંરૂપ બહારના વસ્તુ અને વ્યકિતના પરિગ્રહ હોય છે.
હવે જેને દેહનો જ મોહ નથી, દેહભાવ જ નથી, દેહને પોતાનો નહિ માનતા પર, જડ અને વિનાશી માને છે, અને પછી દેહનો રોગ શું અને દેહનું આરોગ્ય શું ? દેહના સુખ દુઃખના હરખ અને શોક શું ? જ્યાં દેહ જ પર છે ત્યાં દેહથી અળગા વસ્તુ અને વ્યકિતના મળવા કે ગુમાવવા ઉપર શું રાગ કે દ્વેષ કરવાં ? જે સ્વને ઓળખીને, સ્વને સમજીને, સ્વને સ્વમાં આસ્વાદી - અનુભવીને સ્વમાં સમાઈ ગયો છે; એ આવાં સર્વ સુખ દુ:ખ, હર્ષ શોક, રાગ દ્વેષ, જય પરાજય, નીરોગી રોગી, માન અપમાન, લાભ નુકસાનના બંધોથી પર કંકાતીત એવી નિર્દઢ અવસ્થાને પામી ગયો હોય છે. તેથી ભેદોની વચ્ચે પણ અભેદ, અભય, અખેદ, અદ્વેષ રહી અંતે પ્રેતથી છૂટી અતને પામે છે. જેણે આવી નિર્તક ઉન્મની અવસ્થાને પ્રાપ્ત કરી લીધી હોય, એવી લોકોત્તર દશામાં બધી લોકસંજ્ઞા, લોકહેરી, લોકવાદ મટી ગયા હોય છે. સંસારમાં પ્રધાનપણે ત્રણ એષણા હોય છે. વિરેષણા, પુરૂષણા અને લોકેષણા. વિ7ષણા અને પુરૂષણાથી છૂટવું સહેલું છે અને સાધક એનાથી છૂટી જતો હોય છે. પણ સાઘક જો પડતો હોય તો લોકેષણામાં તણાઈને પતિત થતો હોય છે. પરંતુ જે આવો નિબંદ્ર ઉન્મની બન્યો હોય છે તે તો સઘળીયા લોકેષણા, લોકસંજ્ઞા, લોકહેરી, લોકવાદથી પર હોય છે. એ તો લોકોત્તમના લક્ષ્યપૂર્વક લૌકિકમાંથી લોકોત્તર બન્યા હોય છે.
ફલસ્વરૂપ આવો આત્મા એનામાં સત્તાગત રહેલાં એના અનાદિના, અચલ, અબાધિત એવાં કલ્યાણકારી (શંકર - શુભમ્ કરોતિ ઈતિ શંકર) શિવસ્વરૂપ કેવલ્યને પામે (ભેટે) છે.
જ્યાં જ્યાં વિકલ્પતા ત્યાં ત્યાં દુઃખ અને જ્યાં જ્યાં નિર્વિકલ્પતા ત્યાં ત્યાં સુખ.
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૭૦
આનંદઘન પદ
વર્ષાબુંદ સમુદ્ર સમાની, ખબર ન પાવે કોઈ; આનન્દઘન વ્હે જ્યોતિ સમાવે, અલખ કહાવે સોઈ. અવધૂ...૪.
૨૩
વરસાદનું બિંદુ સાગરમાં સમાઈ જઈ સાગરમાં ખોવાઈ જઈને સાગરરૂપ બની ગયું. પરંતુ કેઈને એ ખબર પડતી નથી કે સાગર - સિંધુ પણ આખો ને આખો એ બિંદુમાં સમાઈ ગયો છે. કબીરજીએ પણ ગાયું છે કે...
બુંદ સમાના સમુદ્રમેં, જાનત હૈ સબ કોય; સમુદ્ર સમાના બુંદમેં, જાને વિરલા કોય.
બિંદુ સિંધુમાં ભળ્યું તો સિંધુરૂપ થયું. અંશાનુભૂતિ વિકસિત થતી થતી, સહુમાં શુદ્ધાત્મા, સિદ્ધ સ્વરૂપ જોતી, પરાકાષ્ટાની બ્રહ્મદષ્ટિરૂપે વિકસિત થઈ જગત આખાને નિર્દોષ જોનારી બની અને અંતે સિદ્ધસમ અંશ પૂર્ણ થતાં સિદ્ધસ્વરૂપ બન્યો એટલે કેવલિ સમુદ્ઘાત કરવા પૂરતા સમય માટે લોકાકાશ ક્ષેત્ર વ્યાપી વિરાટ થયો અને કેવળજ્ઞાન પ્રકાશથી લોકાલોક-બ્રહ્માંડ આખામાં વ્યાપક બન્યો. આત્માના એક એક પ્રદેશે રહેલાં કેવળજ્ઞાનમાં સર્વક્ષેત્રના, સર્વકાળના, સર્વદ્રવ્યો એના સર્વ ભાવ (ગુણપર્યાય) સહિત ઝળકે છે પ્રતિબિંબિત થાય છે. એવો સર્વ જ્ઞેયોનો જ્ઞાયક સર્વજ્ઞ હોવાની અપેક્ષાએ, આત્માના એક પ્રદેશરૂપ બિંદુમાં સર્વ જ્ઞેયોનો સિંધુ સમાઈ ગયો એ આશ્ચર્યકારક બીનાની કોઈને ખબર પડતી નથી.
વર્ષાબિંદુ જે સિંધુમાં સમાઈ ગયું તેનું ઉદ્ગમસ્થાન પણ સિંધુ જ હતું. સાગરના પાણીની વરાળ થઈ વાદળી બની જે વરસી તેનું બિંદુ સાગરમાં સમાણું અર્થાત્ પોતે પાછું પોતામાં ફર્યું અર્થાત્ સ્વમાં સમાયું. એમ એક એક આત્મપ્રદેશથી પર (જડ પુદ્ગલ) ઘેર જઈ બિંદુસમ બની ગયેલાં દર્શન જ્ઞાન આનંદાદિ ગુણો સ્વઘેર પરત સ્થિત થતાં સિંધુ સમ બન્યા. પોતે પોતામાં સમાઈ ગયા. પ્રાપ્તની પ્રાપ્તિ કરી.
આનંદઘન વહેતી જ્યોતિ, જ્યોતિમાં સમાઈ ગઈ. અર્થાત્ કળી પુષ્પ બનતાં, આમ્રમંજરી આમ્રફળ થતાં એટલે કે અંશાનુભૂતિ સર્વાનુભૂતિ થતાં પોતાના વસ્તુત્વ, અસ્તિત્વ અને વ્યક્તિત્વને અકબંધ રાખી, અન્ય સિદ્ધાત્મા ક્રિયા કરતા ભાવ ચઢે અને ભાવ કરતાં પરિણતિ ચઢે.
Page #228
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૩
૧૭૧
- પરમાત્માના સમરૂપી બની લોકાગ્ર શિખરે સિદ્ધશિલા સ્થિત થઈ સાદિ અનંત શુદ્ધ, સંપૂર્ણ, સ્વાધીન, સર્વોચ્ચ શાસ્વત સુખનો સ્વામી થયો જે સહુ સિદ્ધભગવંતોને એકસરખું સર્વકાલીન છે.
સર્વ સ્વગત છે પણ સમકક્ષ છે. નથી કોઈ ઉપરી કે નથી કોઈ સેવક. નથી કોઈ નવો, નાનો કે નથી કોઈ જુનો મોટો. બધાંય એક સરખા સમરૂપ સ્વ પર પ્રકાશક, સર્વ પ્રકાશક, સર્વોચ્ચ પ્રકાશક અનંત આનંદના સ્વામી છે છતાં પણ સહુ નોખા નોખા છે, કારણ કે Individuality - વૈયકિતકતા. અકબંધ છે. પાછી એ એકમાં અનેક અને અનેકમાં એક એવી અનોખી અવસ્થા છે. આત્માનું આજ પરમાત્માસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, માત્ર અનુભવગમ્ય હોવાથી એ અવર્ણનીય, અનભિલાષ્ય, અકથ્ય છે અને તેથી જ સહુ કોઈ એને અલક્ષ કહે છે પણ એનું લક્ષ રાખી સાધના સોપાન ચઢતાં રહેવાનું છે. * પદનો બોધ એ છે કે આત્માનુભૂતિનું આસ્વાદન એટલે કે ગ્રંથિભેદથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી સ્વરૂપના દૃષ્ટા અને સ્વરૂપના જ્ઞાતા થઈશું તો જ સ્વરૂપકર્તા થવાશે અને સ્વરૂપભોકતા બનાશે.
કાયાથી કરાતું તય અને બુદ્ધિની કસરત એકલાં, મોક્ષે nહ લઈ જાય કેમકે એમાંથી મળતો હiટ એ ક્રિયાકાંટ અને તiદ છે જ્યારે જીવે મેળવવાનો છે એ આભાdiટ છે. .
બહુ ઓછા જીવોને, બહુ ઓછા કાળ માટે ઘણા લાંબા કાળને અંતે માનવભવ મળે છે તેથી માનવભવની એક એક ક્ષણને વાવવાની છે. એ કાંઈ વેડફવા માટે હાથી મળી.
પરમાત્મતત્વની લગન લાગે તો તેના ઉપાય હાથ લાગે એમ છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૭૨
આનંદઘન પદ - ૨
પદ - ૨૪
(રાગ : રામગ્રી)
मुने माहरो कब मिलसे मन मेलू । मुने | मन मेलु विण केलि न कलिये, वाले कवल कोई वेलु || मुने | ॥१॥ आप मिल्याथी अन्तर राखे, मनुष्य नहीं ते लेलू । आनन्दघन प्रभु मन मलियाविण, को नवि विलगे चेलू || मुने | ॥२॥
આ પદમાં પૂજ્ય યોગીરાજ આનંદઘનજી મહારાજાની ચેતનાનો શુદ્ધચેતના - શુદ્ધાત્મા - પરમાત્માને મળવાનો તડફડાટ, તલસાટ, તાલાવેલી, વલોપાત, તીવ્ર તપન Burning desire વ્યકત થાય છે.
મુને મારો કબ મિલસે મન મેલ મન મેલૂ વિણ કેલિન કલિયે, વાલે કવલ કોઈ વેલું. મુને..
મારું મન જેના મેળ-મિલન-મેળાપ માટે રાતદિવસ ઝંખી રહ્યું છે, તે મારા મનને મુકાવનાર - છોડાવનાર - મેલાવનાર, ઈચ્છા અને વિચારરૂપી જે મન, ઈચ્છાથી અશાંત અને વિચાર-વિકલ્પથી વ્યાકુળ છે, તેવાં મનને અમન બનાવી શાંત, ઉપશાંત, પ્રશાંત, નિરાકુલ, નિર્વિકલ્પ બનાવનાર, મારો મનનો માનેલો. મારો માણીગર ચૈતન્યદેવ પરમાત્મા મને કયારે, કેમ કરીને, કયાં મળશે ? સ્વયં યોગીરાજજીએ ગાયું છે કે “નિરંજન નાથ મોહે કેસે મિલેંગે ?”
પુરુષ અને પ્રકૃતિના સંયોગથી મન ઉત્પન્ન થયેલું છે. આ પ્રાપ્ત મન જ અંતરતમસ્થિત ભગવાન આત્મા ચેતન્યદેવ સાથેના મેળાપમાં અંતરાયભૂત બની રહ્યું છે. આ માથું ઊંચુ રાખી અક્કડ ફરતું મન જો માથું નમાવતું થાય - વાંકુ વળી નમન કરતું થાય તો ન-મન એટલે કે અમન થાય અર્થાત્ ઈચ્છા કરતું અટકી નીરિહી-નિર્મોહી-વીતરાગી બને અને વિચાર કરતું અટકી નિર્વિચારી થઈ નિર્વિકલ્પ બને. મન ખાલી થાય તો ભરાય. પનિહારી પણ ખાલી ઘડો કૂવામાં નાંખી વાંકોવાળી નમાવે છે તો જલરસથી ભરાય છે. આમ માનમાં
સખ્યત્વ પામવાની ભૂમિકા સ્વરૂપનો તલસાટ છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૨૪
અક્કડ રહેતાં કુમનને સુમન બનાવી નમન કરતું કરીએ તો તે અમન થાય પરમાત્મન્ બનાય.
અને ભગવાન
–
૧૭૩
મન મેલીએ (મૂકીએ) નહિ ત્યાં સુધી આત્માને પામીએ નહિ. દ્વાદશાંગીના રચયિતા ભગવાન મહાવીર સ્વામીના પરમ વિનીત, પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર, પંદરસો . તાપસોના ઉધ્ધારક, પચાસ હજાર કેવળી ભગવંતના ગુરૂ, કેવળજ્ઞાનદાતાર એવાં ગૌતમસ્વામી ગણધર ભગવંતે ક્યારેય પ્રાપ્ત મનનો ઉપયોગ નહિ કરતાં, તેને ભગવાનને ચરણે ધરી નમનભાવમાં રહ્યાં તો અમન થયાં. આત્માને પરમાત્મસ્વરૂપ બનાવી શકયા.
જ્યાં સુધી મન છે ત્યાં સુધી આત્માનો વાસ પરઘરમાં છે. પરઘરમાં કેલી એટલે ક્રીડા (રમત) કેમ કરીને કલીએ (રમીએ) ? પરઘર એ તો પરસત્તા છે. સ્વઘેર જ સ્વસત્તા હોય. પરમાં પરાધીનતા હોય અને સ્વમાં સ્વાધીનતા હોય. ઓત્મા પરથી પર થાય અને સ્વમાં સ્થિત થાય તો પોતાની પોતાનાની સાથે કેલી-ક્રીડા થાય. સાચો શુદ્ધ સ્થાયી આનંદ પમાય, જે સહજ સરળ સતત અને સ્વાભાવિક, અપ્રતિપક્ષી, અપૂર્વ છે.
બાકી અજ્ઞાનવશ મમતાના પારકા ઘરમાં રહીને કરાતી ક્રીડા (કેલી-રમત) એ તો રેતીના કોળિયા વાળવા જેવી હાસ્યાસ્પદ મૂર્ખ ચેષ્ટા છે. રુક્ષ એવી રેતીના કોળિયા વાળી શકાય નહિ અને રેતીનો ફાકડો મારી મોઢામાં નાંખીએ તો સ્વાદ આવે નહિ, ગળે ઉતરે નહિ, તૃપ્તિ થાય નહિ પણ ઊલટું મોઢું બગડી જાય. પરના માધ્યમમાંથી મળતું સુખ એ આભાસી અને વૈભાવિક દશાનું સુખ છે, જે એના પ્રતિપક્ષી દુ:ખને આપનાર છે. એ ભેળસેળિયું, અપૂર્ણ, પરાધીન, તરતમતાવાળું અસ્થાયી સુખ છે. એ સુખને આનંદ માનીએ છીએ તે ભ્રમણા છે. આ વિષયમાં સુભમ, બ્રહ્મદત્ત, દુર્યોધન, રાવણ, સિકંદર, હિટલર, સદામ હુસેન આદિ માધાંતાઓના કથાનકમાંથી ધડો લેવાં જેવું છે.
મનનો મેલાપી પરમાત્મા હજુ મળ્યો નથી, એ હકીકત છે પણ એ મળ્યા વિના આત્માનંદ, પ્રજ્ઞાનંદ, નિજાનંદ, સહજાનંદ, બ્રહ્માનંદ, સિદ્ધાનંદ, પરમાનંદ થવાનો નથી. એ માટે જ મનને સુમન બનાવી નમન કરતાં થઈશું તો
મોક્ષમાર્ગ ત્યાગથી નથી પણ પરિત્યાગથી છે. (પરિત્યાગ = ત્યાગની સહજાસહજવર્તના)
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૭૪
આનંદઘન પદ - ૨૪
અનંતાનુબંધી કષાય જતાં દર્શનમાંનો મોહ (માયા, મમતા, સ્વાર્થ) નીકળી જતાં કુમન - મેલુ મન સુમન બનશે એટલે દર્શન સત્ય થશે એટલે કે સ્વરૂપનું દર્શન થશે, જેથી દષ્ટિ સમ્યગ્દષ્ટિ થશે અને આનંદયાત્રાનો આરંભ થશે. સમ્યગ્દષ્ટિથી પ્રગટેલો તત્ત્વાનંદ, સમ્યગૂજ્ઞાનના પ્રજ્ઞાનંદમાં લઈ જઈ ચારિત્ર સંપન્ન - શીલસંપન્ન બનાવી સહજાનંદી બનાવશે, જે અંતે પરમાત્મ પ્રાગટ્ય - ચૈતન્યદેવ ચેતનાના મેળાપે પૂર્ણાનંદ બ્રહ્માનંદ - પરમાનંદમાં પરિણમશે જે સાચી કેલિ-ક્રીડા છે. આ કયારે મળશે ? એનો ઝૂરાપો સતત થવો જરૂરી છે. ભક્ત કવયત્રી મીરાંબાઈએ પણ તીવ્ર વિરહ વેદનાના ઉદ્ગાર કાઢ્યા છે....
મેં વિરહણી બૈઠી જાગું,
જગત સબ સોવે રી ચાલી. આપ મિલ્યાથી અંતર રાખે, સુમનુષ્ય નહી તે લેલૂ આનંદઘન પ્રભુ મન મિલીઆ વિણ, કો નવિ વિલ ચેલુ. મુને.૨.
આત્માને મહાત્મા અને પરમાત્મા બનવા માટે મળેલાં માનવ અવતારમાં, અવિનાશી એવાં પ્રભુ પરમાત્મા સાથે પોતાનો સાંધો જોડતો નથી - નાતો બાંધતો નથી અને પોતે પોતાને મળવાથી એટલે કે પોતાપણા (પરમાત્માપણા)ને પ્રગટ કરવાથી અળગો રહી - આંતરું રાખીને વિનાશીની સાથે જોડાઈ રહી વિનાશીમાં જ રચ્યોપચ્યો રહે છે, તે સુમનુષ્ય એટલે સમજદાર સજ્જન મનુષ્ય એવો સચેત ચેતન નથી પણ અચેત જડભરત એટલે કે જડ પથરા (લેલુ) જેવો છે અથવા તો લેભાગુ લબાડ છે. નપાવટ કપૂત માટે માએ પણ આકરા વેણ ઉચ્ચારવા પડે છે ને કે આને બદલે - કુપુત્રને બદલે પેટે પાણો (પથ્થર) જયો હોત તો કપડાં ધોવાય કામ આવત. આવા આકરા વેણથી યોગીરાજજીએ જાતને ઠમઠોરી છે અને પદ દ્વારા આપણે સહુને પણ ઠપકાર્યા છે. એ યાદ રાખવા જેવું છે કે વિનાશીનું જોડાણ વિનાશી રાખે છે પણ જો અવિનાશીની સાથે જોડાણ - સંધાણ કરશું તો અવિનાશી વિનાશીને પણ અવિનાશી બનાવશે. અવિનાશીના જોડાણથી મંદિર અને મૂર્તિની જેટલી ચિરંજીવતા છે એટલી આપણા ઘર, પેઢી કે ફોટાની નથી. મરુદેવામાતા અને ગણધર
તારો આત્મા એ જ તારો સ્વજન.
Page #232
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૪
૧૭૫
ગૌતમસ્વામીજી અવિનાશી એવાં ઋષભદેવ જિનેશ્વર ભગવંત અને મહાવીર સ્વામી જિનેશ્વર ભગવંત માટે રચાં, તો રડવું એ આર્તધ્યાન હોવા છતાં શુકલધ્યાને ચઢ્યા અને કેવળજ્ઞાનને પામ્યા.
મન જો માનતું નથી, મન મળતું કે કોળતું નથી તો ચેલુ એટલે ચેલો કે બાળક જેવો બાળક પણ આપણે એને વળગવા જઈએ તો પણ તે આપણાથી. વેગળો-અળગો ને અળગો જ રહે છે. અને જો મન મળી જાય છે તો પછી એ આપણાથી અળગો પણ પડતો નથી. જેવું બાળકનું છે તેવું જ ચેલાનું છે. મન મળ્યાં તો ગુરૂચેલાના દેહ અળગા પણ મન એક. પરંતુ મન ફર્યા કે મનભેદ થયો તો ગુરૂચેલા હોવા છતાં ચેલો ગુરૂની પૂંઠ કરીને બેસશે અને ગુરૂની સન્મુખ ન રહેતાં વિમુખ રહેશે. . જો બાળક જેવું બાળક કે પછી ચેલા (શિષ્ય) જોડે પણ મન મેળવ્યા વિના - મનનું જોડાણ - સંધાણ થયા વિના મેળ નથી પડતો તો પછી આનંદના ઘન સ્વરૂપ ચિધ્ધન - આનંદઘન પ્રભુ સાથે મનનું મેળવણ ન થાય ત્યાં સુધી આત્મનું ગળપણ આનંદકંદ - સુખકંદ મળે કેવી રીતે ? પરમાત્મા બનાય કેવી રીતે ? ચેતનાનું ચેતન સાથે કેમ કરી મિલન થાય ?
આથી જ તો યોગનિષ્ઠ આચાર્ય ભગવંત બુદ્ધિસાગર સૂરીશ્વજીએ કહેવું , પડ્યું.....
મન મળતાં મેળો કહ્યો, મેળા બીજા ફોક,
મન મેળવણ બોલવું, રણમાં જેવી પોક. . મન મળ્યાવરણ પ્રેમ નહિ, મનમેળા મુશ્કેલ
બુદ્ધિસાગર જાણવું, અનુભવીને સહેલ. પદનો બોધ એ છે કે મનમેલૂ - મનના માણીગર પરમાત્મા માટેનો મનનો સતત ઝૂરાપો મનને વિનાશીથી વેગળો રાખશે અને અવિનાશીથી ઢંકડો - મળેલો (જોડાયેલો) રાખશે અને મેળો કરાવી આપશે. એ માટે કુમનને સુમન બનાવી સતત નમનમાં (નિરહંકાર - નમ્ર - લઘુભાવ - નિર્વિશેષભાવમાં) રાખશો તો અમન થતાં પરમાત્મન્ સ્વયં બનશે.
સ્વસત્તામાં રહી પરસત્તાનો નિકાલ કરવાનો છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
સ્વરૂપને પામવા માટે સ્વરૂપની ઈચ્છા એ પર્યાપ્ત નથી. એ પ્રથમ ચરણ છે. પણ પછી તો સ્વરૂપની ઝૂરણામાં ઝૂરવું જરૂરી છે. જે સ્વરૂપને પામવા ઝૂરે છે તેનો મોહ અંદરથી હચમચી ઉઠે છે. અનાદિકાળથી આત્મામાં સત્તા જમાવીને બેઠેલા મોહ, વિપર્યાસરૂપી સિંહાસન અને અવિદ્યા નામની ગાત્રયષ્ટિ એટલા ભારે છે કે એને ભલભલા ચક્રવર્તી જેવાં માંધાતાને પણ થાપ ખવડાવી પોતાના ઝપાટામાં લઈ સાતમી નરકના અતિથિ બનાવ્યા છે. પણ જે એની ચાલબાજીને સમજી જાય છે તે પછી તેના ફંદામાં ફસાતો નથી, એને તો પછી પોતાના સ્વરૂપને પામવાનીજ લગની લાગે છે. પછી એને સંસારમાં કશુંજ પ્રાપ્ત કરવા યોગ્ય કે ભોગવવા યોગ્ય લાગતું નથી.
૧૭૬
આનંદઘનજી મહારાજા ભક્તિયોગ દ્વારા મોક્ષપ્રાપ્તિને મેળવતા પરમાત્મભકતોની વિરહવેદના કેવી તીવ્ર હોય છે તેનો આબેહૂબ ચિતાર પોતાના પદોમાં ઉપસાવે છે. જ્ઞાનયોગ કરતાં ભક્તિયોગનો માર્ગ જુદો છે. જ્ઞાનયોગમાં શાંતભાવે પરિસ્થિતિને નિહાળી તેના દૃષ્ટા બનવાનું હોય છે. એમાં કોઈ પણ પરિસ્થિતિનો શાંત અને સહજભાવે સ્વીકાર, સ્વીકાર અને સ્વીકાર હોય છે. . નહિ કોઈ ઈન્કાર કે નહિ કોઈ તકરાર એ જ્ઞાનયોગનું હાર્દ છે. જ્યારે ભક્તિયોગનું હાર્દ રાતદિ' પ્રભુપ્રાપ્તિ માટેનો ઝૂરાપો હોય છે. પ્રભુપ્રાપ્તિના માર્ગે આગળ વધવાની વાત પ્રસ્તુતમાં છે તેનો ખ્યાલ યોગીરાજજી આ પદમાં આપે છે.
સંયોગો કેવાં આવવા એ આપણા હાથની વાત નથી, પણ સંયોગકાળે આપણે કેવાં રહેવું એ આપણા હાથની વાત છે.
૨૪
પરસત્તમાં ભળી જનારા નવી પરસત્તા ઊભી કરે છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૨૫
પદ
૨૫
(૨૫ - ૨ામગ્રી)
क्यारे मुने मिलसे महारो संत सनेही ॥ क्यारे. ॥
संत सनेही सूरिजन पाखे, राखे न धीरज देही ॥ क्या. ॥
-
जन जन आगल अन्तरगतनी, वातलडी कहुं केही । आनन्दघन प्रभु वैद्य वियोगे, किम जीवे मधुमेही ॥ क्या. ॥
૧૭૭
11911
||શા
મનના મેળુની સાથેના મિલનનો જે ઝુરાપો કવિશ્રીએ ચોવીસમાં પદમાં વ્યકત કર્યો છે, તેના નિવારણને, તેઓશ્રી આ પદ દ્વારા વાંછે છે. એ માટે એઓશ્રી એવાં વૈદ્ય સંતને ખોળે છે કે જે એમના ઝૂરાપાનો ઈલાજ કરી, મનના માણીગર સાથે મિલાપ કરાવી વિયોગના દુ:ખને, વિરહની વેદના-પીડા-દરદને દૂર કરે.
ક્યારે મુને મિલશે મહારો સંત સનેહી
યોગીરાજજીનો આત્મા પોતે જ પોતાને પૂછે છે કે મને મારા મનમેલૂનો મેળાપ કરાવી આપનાર સંત કે જેણે સંસારના અંતને સમીપ આણી લીધો છે અને જે સ્વરૂપાનંદમાં ડૂબકી મારતા રહી આત્માનંદને પોતે તો આસ્વાદીરહ્યાં છે પરંતુ બીજાંને પણ એ આત્માનંદનો આસ્વાદ કરાવવા નિમિત્તરૂપ થવા સક્ષમ છે, તેનો સમાગમ મને ક્યારે થશે ?
શ્રીમદ્ભુએ પણ આવી ઝંખના વ્યકત કરી છે.... અપૂર્વ અવસર એવો કયારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્પુરુષને પંથ જો ?
આત્માને ઓળખીને આત્મધર્મ પામ્યા પછી, એ માર્ગે આગળ વધવા
ગુણોની સાથે સંબંધ જોડાવાથી દોષો સાથેનો સંબંધ કપાઈ જાય છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૭૮
આનંદઘન પદ - ૨૫
તત્પર બનેલાં સાધકો પોતાથી ઊંચે રહેલાં, ઊંચે ચઢેલાં, સંતોના સમાગમને નિરંતર ઝંખતા હોય છે કે ક્યારે એવાં જ્ઞાની, ધ્યાની, મીની સંત મને મળે, એ મારો હાથ ઝાલે, એની કૃપા ઉતરે અને મને ઊંચે ચઢાવે. શ્રીમદ્જીએ પણ આત્મસિદ્ધિમાં ગાયું છે.....
જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત,
સમજાવ્યું તે પદ નમું શ્રી સશુરુ ભગવંત. પ્રગટ દીપક અન્ય દીપકને પ્રગટાવે. પામેલો પમાડે.
સંત સનેહી સૂરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. કયારે. પ્રભુ પ્રેમની ઉપાસનામાં લીન થઈ ગયેલા, સ્વયં ભગવદ્ સ્વરૂપ થઈને, ભગવાનની વતી ભગવાનનું કાર્ય કરનાર ભગવતી - ભગવદ્ પુરૂષ - પ્રત્યક્ષ જ્ઞાની - યુગપુરષની કે જે નેહસભર સનેહી એવાં સંસારનો અંત આણવાને સક્ષમ સાચા સનેહી સૂરિજન (શૂરવીર પુરષ) કે સાચા સગાં - આત્મસ્નેહી - આત્માના સગાં છે, તેની પાખે એટલે તેની પાછળ પ્રેમઘેલી બનેલી આનંદઘનજી મહારાજાની સમતા - ચેતના હવે વધુ સમય આ દેહના બોજને, દેહની કેદને સહન કરવાની ધીરજ રાખી કે ધીરજ ધરી શકે એમ નથી. એ તો એવું ઈચ્છે છે કે શીધ્રાતિશીધ્ર સ્વયંનુ પરમાત્મસ્વરૂપ (મહીં બેઠેલા ભગવાન આત્મા) આ દેહદેવળમાં જ પ્રગટ થાય - મન મંદિર બની જાય - દિલ એક મંદિર બની જાય. પાખેનો અર્થ જો પાંખો - વિહોણો કરીએ તો હવે સ્થિતિ એ છે કે પ્રગટ (પ્રત્યક્ષ) જ્ઞાની યુગપુરુષના સંગ વિહોણું આ જીવન જીવવા જેવું લાગતું નથી. હવે તો કોઈ સંત સનેહી સૂરિજન એની નેહ સભર નેક (પવિત્ર) નજરે મને જુએ અને એની પાંખમાં (પડખામાં - પાખે) મને લઈ હુંફ આપે - જીવનદાન આપે તો જ આ દેહ (જીવન) ટકે એમ છે, નહિ તો જીવતર મારું એળે (ફોગટ) ગયું એવો ખેદ રહેશે. માટે હે નાથ ! કોઈ મારા ઉદ્ધારક યુગાવતારી પુરુષરૂપે મારે હૈયે આપ હવે અવતરણ કરી મારું વિસ્તરણ કરો ! મમતારૂપી બિલાડી જે મહીં છૂપાઈને બેઠી છે તે હવે મહીંથી પણ નીકળી જાય - સત્તાગત કર્મો જે હજુ સત્તામાં દબાયેલાં પડ્યાં છે તે કયારે માથું ઊંચકે (ઉદયમાં આવે) અને
દોષ સામે આત્માનું રક્ષણ કરે તે ગુણ કહેવાય.
Page #236
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૫
૧૭૯
મને પછાડે તેનો કોઈ ભરોસો નથી. માટે હવે એનો મૂળમાંથી નાશ થાય અને મારું મૂળ મૌલિક શુદ્ધસ્વરૂપ પ્રગટ થાય એવી કૃપા થાઓ ! જ્ઞાનવિમલસૂરિજીએ પણ ચૈત્યવંદનમાં માંગ મૂકી છે...
કાયા અતિ - આનંદ મુજ, તુમ યુગપદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કેમ હવે સરશે ? એમ જાણીને સાહિબા એ, નેક નજર મોહે જોય; જ્ઞાનવિમલ પ્રભુ નજરથી, તેહ શું જે નવિ હોય. જન જન આણલ અન્તરશતની, વાતલડી કહું કહી,
આનન્દઘન પ્રભુ વૈદ્ય વિયોગે, કિમ જીવે મધુમેહી. હજુય અંતરતમમાં નિદ્રા - પ્રમાદ સમયે જે મારી સ્થિતિ થાય છે અને આટ આટલે ઊંચે ચઢ્યા પછી પણ પટકાવાનો જે ભય ભૂતાવળ મને ભડકાવે છે, તેની ગુહ્ય સ્વસંવેદ્ય વેદના - વીતકકથા હું કોની આગળ જઈ કહ્યું અને મારું હૈયું ઠાલવી મારું દુ:ખ હળવું કરું ? સ્વરૂપદર્શન - સ્વાનુભૂતિ થઈ છે તે હજી પાંખી છે - ઝાંખી છે તેથી હજુ પણ હું અસમંજસમાં છું - અસ્પષ્ટ છું. આ કાંઈ જેની તેની આગળ જયાં ત્યાં કહી શકાય એવી અંતરવ્યથા નથી. એ તો એને જ કહી શકાય એમ છે કે જે એને સમજે, એનું ચોક્કસ નિદાન કરી શકે અને જેની પાસે એની ચોક્કસ ચિકિત્સા ઉપચાર) હોય અને ચોક્કસ ઓષધ હોય એવાં ધનવંતરી વેદ્ય, આનંદના સમુહ (ઘન) જેવાં આનંદકંદ સંતા સમક્ષ જ આની રજુઆત કરી શકાય એમ છે. મધુમેહી (મધુપ્રમેહ - ડાયાબીટીઝ)નો રોગી જેમ તેનો પળેપળ ઉપચાર કરનાર તજજ્ઞ વેદ્યની સારવાર વિના જીવી શકતો નથી, એવી દશા પ્રભુ મારી છે કે મને કોઈ એવાં ધનવંતરી વેદ્ય જેવાં સંત મળી જાય અને તે મારા રોગનું નિદાન કરે - મારી અધ્યાત્મકક્ષાને જાણે, તેનો ઉપચાર બતાડે અને મારો ભવરોગ મટાડે એવું ચોક્કસ અસરકારક ભાવ ઓષધ આપે તો મને મારું આત્મઆરોગ્ય પ્રાપ્ત થાય.
હવે જો મધુમેહીનો મધમાખી એવું અર્થઘટન કરીએ તો સમતારૂપી ગુણપુષ્પમાંથી મળતાં મધરૂપી આહાર વિના આ મધમાખી જીવી શકે એમાં
પ્રભુ મહાવીરનું જીવન જાગૃતિ કેળવવા આદર્શરૂપ છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૮૦
આનંદઘન પદ - ૨૫.
નથી કે પછી સમતારસ - સ્વરૂપ ગુણરસ રૂપી મધના અનુપાન સહિતનું
ઓષધપાન કરાવનાર પ્રગટજ્ઞાની પુરુષ - તીર્થંકર ભગવંતો - ગણધર ભગવંતો. - કેવળજ્ઞાની ભગવંતો - પૂર્વધર મહર્ષિ ભગવંતો - શ્રુતકેવળી ભગવંતો - આગમજ્ઞ જ્ઞાની ગુરભગવંતો રૂપી ભવરોગ નિવારક આત્મઆરોગ્ય પ્રદાયક વૈદ્યના વિયોગમાં હવે જીવિત રહી શકાય એવી આત્મસ્થિતિ નથી.
કવિ વીરવિજયજીએ પણ ગાયું છે... સીમંધર સીમંધર હૃદયે ધરતો, પ્રત્યક્ષ દરિશનની આશા હું કરતો એવા વિયોગના દુઃખ મારા, કહેજો ચાંદલિયા;
કહેજો ચાંદલીયા સીમંધર તેડા મોકલે. સંસારી સુખ મને કારમુ જ લાગે, તુમ વિણ કહું કોની રે આગે. એવા વીરવિજયના દુઃખ કહેજો ચાંદલીયા,
કહેજો ચાંદલીયા સીમંધર તેડા મોકલે. પદનો બોધ એ છે કે ઉપાદાન ગમે એટલું તૈયાર થયું હોય - કોડિયુ ઘી - વાટ સહિત ગમે એવું સુંદર મજાનું બનાવ્યું હોય પણ જો એને યોગ્ય નિમિત્તની સ્પર્શના ન થાય - પ્રગટ દીવાની જ્યોત એને ઝગાવે નહિ ત્યાં સુધી એ ઝગે (પ્રગટે) નહિ. માટે જ જ્ઞાનીએ કહ્યું છે કે મોક્ષ દુર્લભ નથી પણ મોક્ષદાતા મળવો દુર્લભ છે. કહે છે એવો રોગ નથી કે બાર માઈલના ઘેરાવામાં એની ઓષધિરૂપ વનસ્પતિની મોજુદગી નથી. ફકત તેના જાણકાર અને પ્રયોજકની જ ખામી છે. કારણ ઉપાદાન તૈયાર થવા માટે નિમિત્તની જરૂર છે કેમકે કારણ ઉપાદાન તૈયાર થાય પછી જ તે સ્વયંના પુરુષાર્થથી કાર્ચ ઉપદાના રૂપે પરિણમે છે.
अमंत्रम् अक्षरम् नास्ति, नास्ति मूलम् अनौषधम् ।
अयोग्य: पुरुषो नास्ति योजकस्तत्र दुर्लभः ॥ સજીવનમૂર્તિના લક્ષ્ય વિના જે કાંઈ કરાય છે તે જીવને બંધન છે એવું અમારું હૃદય કહે છે.....
- આત્મદર્શી પુરુષ.
સંતને પ્રતિકાર ન હોય પણ માત્ર સહજ સ્વીકાર હોય.
Page #238
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૫
૧૮૧
વળી પોતાના પ્રયત્નો દ્વારા પ્રભુ પ્રાપ્તિ મુશ્કેલ બને છે અથવા તો વેગા આવતો નથી ત્યારે પ્રભુભકત અધ્યાત્મની ચરમસીમાએ પહોંચેલા અને પોતાની શુદ્ધિનો ભકતમાં સંક્રમ કરવા દ્વારા ચમત્કાર સર્જનાર વિરલવિભૂતિને ઝંખે છે. જેમ વીરપ્રભુએ છદ્માસ્થાવસ્થામાં પોતાની પ્રબળ શુદ્ધિના પ્રભાવે નરક તરફ પ્રયાણ કરી ચૂકેલા ચંડકૌશિકનો ઉદ્ધાર કર્યો તેવો ચમત્કાર પોતાના માટે પણ સર્જાય તેવી વિભૂતિને તે ઝંખે છે. આ વસ્તુ શકય છે માટે જ યોગીરાજ સ્તવનમાં ગાય છે..
પ્રવચન અંજન જો સદ્ભર કરે, દેખે પરમ નિધાન હૃદય નયન નિહાળે જાધણી, મહિમા મેરૂ સમાન
જિનેસર ભંગ મ પsો પ્રીત.
આબાય ભવયકમાં માત્ર બે થીજ દુષ્કર છે. એક તો ગ્રંથભેટછું અપૂર્વકરણ અને બીજું ક્ષયકક્ષેટિવું અપૂર્વકરા.
કઠોરતાની અપેક્ષાએ લાગણીશીલતા સારી કેમકે ફુenશ છે. વરંતુ એનાથી ય ચઢિયાતા તો વિવેક અને સમતા છે.
સમજણના ઘરમાં આવ્યા વિના મને ખાલી કરી શકાય એમ નથી.
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૮૨
આનંદઘન પદ - ૨૬
પદ - ૨૬ (ાણ - આશાવરી)
अवधू क्या मागुं गुनहीना, वे गुन गनि न प्रविना ॥ अवधू. ॥ गाय न जानु बजाय न जानु, न जानुं सुरमेवा । रीज न जानु रीजाय न जानु, न जानु पदसेवा ॥ अवधू. ॥ ॥१॥ वेद न जानुं किताब न जानु, जानुं न लच्छन छंदा । तरक वादविवाद न जानु, न जानुं कविफंदा || अवधू. ॥ ॥२॥ जाप न जानु जुवाब न जानु, न जानुं कविबाता । भाव न जानुं भगति न जानु, जानुं न सीरा ताता ॥ अवधू. ॥ ॥३॥ ग्यान न जानुं विग्यान न जानु, न जानुं भजनामा । आनन्दघन प्रभुके घर द्वारे, रटन करूं गुणधामा | अवधू. ॥ ॥४||
આ પદમાં પોતાને ગુણહીન જણાવી યોગીરાજજી આનંદઘનજી મહારાજા પરમપ્રભુ પરમાત્મા સન્મુખ પોતાની પામરતા દર્શાવી જાણે કહી રહ્યાં છે કે....
હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ;
દીઠા નહીં નિજ દોષ, તો તરીએ કોણ ઉપાય. હે પ્રભુ! હું કાંઈ જ નથી અને આપ તો સર્વ છો. સર્વના જ્ઞાતા, સર્વગુણ સંપન્ન, સર્વશક્તિમાન સર્વજ્ઞ છો. આવા પરમ વિનય પૂર્વક વિનીત બની, પરમપિતા પરમાત્માના બાળ બની યોગીરાજજી સ્વયંની સ્યાતા - કથંચિતા - અલ્પતા - અજ્ઞાનતા શિશુભાવે જણાવી અચાતાની (પૂર્ણતાની) માંગણી કરે છે કે....
યાં વિના નિષ્પના: સર્વ: વત્તા-પુણવત્તાધવન ! आत्मधामकलामेकां, तां वय समुपास्महे ||
• શ્લોક ૧૦ - પરમાત્મ જ્યોતિ પંચવિંશતિ મહોપાધ્યાયજી.
સંસારમાં કોઈનું કશુંય ચાલતું નથી.
Page #240
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૨૬
ગુણો અને પ્રભાવમાં શ્રેષ્ઠ એવી સર્વ સાંસારિક કળાઓ, જે એક કળા વિના નિષ્ફળ છે એવી આત્મધ્યાનમાં જ રાખનારી પરમ જ્યોતિરૂપ આધ્યાત્મિક જ્ઞાનકળાની જ અમે ઉપાસના કરીએ છીએ.
અવધૂ કયા માથું ગુનહીના, વે ગુન ગનિ ન પ્રવિના. ગાય ન જાનું બજાય ન જાવું, ન જાનું સુરમેવા. રીજ ન જાનું રીજાય ન જાનું, ન જાનું પદ સેવા. અવધૂ...૧.
સંસારી જીવોનું મનરંજન કરનારી, રંગરાગમાં રગડોળનારી લલિતકળાઓની જાણકારીને યોગીરાજજીએ કુશળતા કે પ્રવિણતા તરીકે ગણતરીમાં જ લીધી નથી અને એ બધી લલિતકળાના ગુણ વિનાનો ગુણહીન હું પ્રભુ ! તારી પાસે શું માંગુ ? હું તો અવધૂત છું - ખાખી બંગાળી છું. દ્રવ્ય (ધન) તો મારે જોઈતું નથી અને જગત જેને ગુણ ગણે છે તે (વે) ગુણોને હું તારા આત્મગુણો સ્વરૂપગુણો કે આત્મકલા સ્વરૂપ ઐશ્વર્યની આગળ નગણ્ય (વામણા) ગણું છું એટલે એ ગુણ હોવા એ ભલે દુન્યવી ક્ષેત્રે પ્રવિણતા ગણાતી હોય પણ મારે મન એ કાંઈ મોટી ધાડ મારવા જેવી સિદ્ધિ નથી. જેથી તો તારી આત્મકલાને એક માત્ર હસ્તગત કરવાની ધૂનમાં આવી કોઈ ગાવાની, વાજીંત્ર વગાડવાની કે તેના સુર તાલ મેળવવાની કલા તો હું શીખ્યો જ નથી. આ બધી લલિતકળાઓ તો જન સામાન્યને પોતે રીઝવાની અને અન્યને રીઝવીને કલાકુશળ - કલાગુરુ આદિ પદવીઓ પ્રાપ્ત કરવાના હેતુવાળી જનમનરંજન કરનારી કલા છે. આવી કલાનો હું જાણકાર નથી તેથી સુરતાલ સહિત ગાઈ બજાવી આ કલા વડે જ્યારે હું રીઝતો નથી તો તને આ રીતે - આ પ્રકારે રીઝવવાની પદસેવા (ચરણસેવા) હું કેમ કરી કરું ?
-
►
·
વેદ ન જાનું, કિતાબ ન જાનું, જાનું ન લચ્છન છંદા
તરક વાદવિવાદ ન જાનું, ન જાનું કવિ ફંદા. અવધૂ...૨.
૧૮૩
.
સંગીતકલા - સંગીત શાસ્ત્ર તો નથી જાણતો પણ વેદ અને કુરાન સુદ્ધાં જાણતો નથી અને એના રહસ્યોને પણ હું પામ્યો નથી તો પછી કિતાબ એટલે કે ગ્રંથપઠનની કલા શાસ્ત્રવાર્તા કરવાની કલા તો મને કેમ કરી આવડે ?
R
નિત્યની પ્રાપ્તિ માટે નિત્યની સામેનું યુદ્ધ એ જ સાધના છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૮૪
આનંદઘન પદ - ૨૬
લચ્છન કહેતાં લાંછન કે લક્ષણો ઉપરથી વ્યકિતના વ્યકિતત્વની જાણ કરાવનાર સામુદ્રિક શાસ્ત્ર, જ્યોતિષ વિજ્ઞાન, મંત્રશાસ્ત્ર, તંત્રશાસ્ત્ર, છંદશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, Logic, ન્યાય વ્યાકરણ, વાદવિવાદની કલા, વકતૃત્વ કલા કે કાવ્યરચનાની કાવ્યકલા આદિ હું કાંઈ જાણતો નથી અને જાણવા માંગતો નથી કારણ કે આ બધી ય દુન્યવી જ્ઞાનકલાઓ જ્ઞાનમદને પુષ્ટ કરનારી, હું પણાને - અહંકારને - કર્તાભાવને પોષનારી કલાઓ છે. આધ્યાત્મિદૃષ્ટિએ આ કલા નથી પણ સંસારમાં બાંધી રાખનારા ફંદા એટલે કે ફાંસા છે - છટકો છે. ' - જાપ ન જાનું, જુવાબ ન જાનું, ન જાનું કવિબાતા; ભાવ ન જાનું, ભગતિ ન જાનું, જાનું ન સીરા તાતા. અવધૂ૩.
ઉપાસનામાં વિવિધ પ્રકારના જાપ કરવા, સૂરિમંત્રના જાપ કરવા, પ્રશ્નોના તર્કસંગત યુકિતયુકત જવાબો આપવા કે પછી શતાવધાનાદિના બુદ્ધિપ્રદર્શનના પ્રયોગો કરવા, કાવ્ય સાહિત્યાદિની ચર્ચા કરવી, આદિના ભાવોને હું જાણતો નથી અને તેથી તેવા પ્રકારની ભક્તિ કે ઉપાસના હું જાણતો નથી. વળી (સીરા-તાતા) સુર તાલ ઠેકાપૂર્વક સારંગી તબલાના વાદન સહિત પગે ઘુંઘર બાંધી નૃત્યકલા સહિતની ભકિતને પણ હું જાણતો નથી. અહીં જો સીરા અને તાતાનો અર્થ શીતળ અને ગરમ કે પછી શિખર અને તળેટી એવો કરવામાં આવે તો કહેવું પડે કે હું શીતળતાને એટલે કે શમ-ઉપશમથી તને રીઝવવાનું પણ પૂરેપૂરું જાણતો નથી અને ગરમ એટલે તે તારાથી રુઠવાનું - રીસાવાનું તને ઉપાલંભ - ઓલંભડા આપવાનું પણ જાણતો નથી. તળેટીથી (નીચેથી) શિખર ઉપર ચઢવાનું - પહાડ પર ચઢવાની કલાને પણ હું જાણતો નથી..
આ બધી કલાઓમાં પણ કયાંક કર્તાપણાના ભાવ છે, કયાંક બુદ્ધિ પ્રદર્શન છે, શકિત પ્રદર્શન છે, તો કયાંક શૃંગારરસ છે. - ગ્યાન ન જાનું, વિગ્યાન ન જાનું, ન જાનું ભજનામા, આનન્દઘન પ્રભુકે ઘર દ્વારે, રટણ કરું ગુણધામા. અવધૂ૪.
આવાં બાહ્ય દુન્યવી કલાઓના જ્ઞાન કે વિજ્ઞાન જેનાથી લોક પ્રભાવિત થાય છે અને એની ભજના (પ્રસંશા) કરે છે તેવાં કોઈ જ્ઞાન વિજ્ઞાન કલાને
ખાલી છોડો એમ નહિ પણ બહારથી છોડો અને અંદરથી ભૂલો.
Page #242
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૨૬
હું જાણતો નથી, જાણવા ઈચ્છતો નથી. બાહ્ય ભૌતિક વિજ્ઞાન પણ પુદ્ગલ કેન્દ્રિત પુદ્ગલ વિજ્ઞાન છે. એ કાંઈ આત્મવિજ્ઞાન નથી. તેથી તેવી કલાઓએ કરીને હું પ્રભુ ! તારી ભજના કરવાનું જાણતો નથી. ભલે આનંદઘનજી મહારાજા કહેતાં હોય કે હું આ બધું નથી જાણતો પણ હકીકત તો એ છે કે રાગ રાગિણીમાં પદો સ્તવનોની રચના કરનારા અને તે દ્વારા ગહન આધ્યાત્મિક રહસ્યોના ઉદ્ઘાતા, સ્વર્ણસિદ્ધિની લબ્ધિ ધરાવનાર આવી કંઈ કલાઓના અચ્છા જાણકાર પ્રવિણ હોવા છતાં એમને મન પ્રથમ કડીમાં જણાવ્યા મુજબ, આ બાહ્ય જ્ઞાન વિજ્ઞાન કલાઓની કોઈ ગણતરી - મૂલ્ય નહોતું. કારણ કે તેઓશ્રીને પ્રતીતિ થઈ ગઈ હતી કે આ બધીય બાહ્યકલા પુદ્ગલના માધ્યમથી પુદ્ગલ વડે થતી પુદ્ગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ ગુણની ઈન્દ્રિય પોષક કલા છે જેનાથી વિષયોની પુષ્ટિ છે અને કષાયોની વૃદ્ધિ છે. એમાં કરવાપણા, બનવાપણા, થવાપણાનો સક્રિયતાનો અસ્થાયી આનંદ છે.
૧૮૫
જ્યારે આત્મકલા, એ કશાય બાહ્ય પુદ્ગલના માધ્યમ વિનાની આત્મા વડે આત્મામાં થતી નિષ્કષાય નિરાવરણ થવાની કલા છે, જેમાં હોવાપણાનો અક્રિયતાનો સ્થાયી આનંદ છે. એ વીતરાગની દીઘી વીતરાગ થવાની કલા છે.
જેમણે પુરુષોની ૭૨ કલા અને સ્ત્રીઓની ૬૪ કલા આ અવસર્પિણીના કાળમાં સર્વપ્રથમ શીખવી તે આપણા સહુના આદ્ય કલાગુરુ આદિનાથ ઋષભદેવ પરમાત્મા પણ આ બધી બાહ્યકલાઓની પ્રવિણતાને બાજુએ હડસેલી આત્મકલાના માર્ગે વળ્યા અને અનેકોને એ આત્મકલા સર્વપ્રથમ શીખવીને તે આત્મકલાના માર્ગે વાળ્યા.
. साधारणी ज्ञानविधोरशेषा शेष कला के कलयन्ति नौच्चै । धत्ते पदं या भवमुर्ध्नि तां यः प्रेक्षेत वैराग्यकलां स धन्यः ॥
વૈરાગ્ય કલ્પલતા.
જ્ઞાનરૂપી ચંદ્રમાની સોળ કળાઓ બતાવીને કહે છે કે એક વૈરાગ્યકળા સિવાયની બાકીની ચિત્રકળા, શિલ્પકળા, સંગીતકળા વિગેરે કળાઓ કોણ નથી જાણતું ? અર્થાત્ બધા જ જાણે છે પરંતુ સંસારરૂપી કાળભોરીંગ નાગના
નિત્યનું વિસ્મરણ તો જ થાય જો નિત્યની પ્રાપ્તિનું લક્ષ સતત સ્મરણમાં રહે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૮૬
આનંદઘન પદ - ૨૬
મસ્તક ઉપર પગ મૂકીને જે જીવને શિવાલયમાં ધારણ કરે છે એવી વેરાગ્યકળાને જે જુએ છે, જાણે છે, પામે છે તે પુરુષ ધન્યવાદને પાત્ર છે.
શ્રાવિકા રૂપકોષા પણ કહે છે કે હે સારથી ! બાણની શૃંખલા રચી બેઠાં બેઠાં આમ્રવૃક્ષ પરથી આમ્રફળ હસ્તગત કરવાની તારી બાણવિદ્યાની શસ્ત્રકળા. કે સરસવના ઢગલા ઉપર સોય અને તે પર કમલ ગોઠવી એના પર નૃત્ય કરવાની મારી નૃત્યકલા સ્થૂલીભદ્રજીની આત્મકલા આગળ વામણી છે. તેઓશ્રી. તો આનંદના પિંડ પરમાનંદી પરમાત્માના દ્વારે આવી પરમાત્મપદ જે અનંતગણધામ છે તેને જ રટતા હતાં - ઈચ્છતા હતાં અને માગતાં હતાં કેમકે આત્માના અનંતગુણો આગળ આવા ગુણોનું કોઈ મુલ્ય નથી. આત્મગુણો - આત્મકલા આગળ આ બાહ્ય કલાગુણો તો હીન છે, તેથીજ તો યોગીરાજજીએ સ્વયંને ગુણહીન ગણાવ્યા. સ્વરૂપ (આત્મ) ગુણથી યુકત છે તે જ ગુણવાના છે - ભગવાન છે. માટે જ યોગીરાજ પ્રભુઘરે આવી, પ્રભુકારે આવી પ્રવિણતા નહિ પણ પ્રભુતાને - આત્મા જે અનંત ગુણધામ છે તેની માગણી કરે છે - આત્મકલાની માગણી કરે છે.
પદનો બોધ એ છે કે દુન્યવી સાંસારિક કલાઓની પણ કિંમત તો જ ) છે, જો એ આત્મકલા ભણી દોરી જઈ અનંતગુણધામ એવાં પરમપદ પરમાત્મપદની પ્રાપ્તિ કરાવી આપતી હોય. અન્યથા આત્મકલા વિનાની સર્વ કલા એ ગુણ નથી પણ ગુણહીનતા છે કારણ કે એ ગુણથી સ્વરૂપ ગુણ પ્રગટ નથી થતાં તો તે ગુણ અવગુણ ગણાય છે - ગુણહીનતા લેખાય છે..
જ્ઞાનકળા - વૈરાગ્યકળા સિવાયની બીજી બધી કળાઓ ક્ષણિક તોષ આપનારી, બહારથી આત્માને પૂર્ણ દેખાડનારી અને અહંકાર વધારનારી છે પણ તેનાથી આત્મસંતોષ થતો નથી તેમજ ભવભ્રમણ અટકતું નથી.
ચોલ્લક, પાશકાદિ દશ-દશ દષ્ટાંતોથી જેની દુર્લભતા બતાવવામાં આવી છે અને જેની પ્રસંશા કરતા શાસ્ત્રો થાકતા નથી એવા દેવદુર્લભ માનવભવમાં જેણે જ્ઞાનકળા - વૈરાગ્યકળા - આત્મકળા ન જાણી - ન શીખી - ન આત્મસાત કરી તેનો મહામહેનતે મળેલો માનવભવ નિષ્ફળ નહિ પણ નુકસાનકારક
અરૂપી દ્રવ્યનું ગુણકાર્ય સતત, સરળ અને સહજાસહજ હોય છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૬
૧૮૭
ગણાયો છે.
અનંત અનંત પુણયરાશિ એકત્રિત થયેથી મળેલા આ માનવભવમાં જ્ઞાનકળા - વૈરાગ્યકળા જ એક માત્ર પ્રાપ્ત કરવા યોગ્ય છે. જીવ જો એ તક ચૂકી ગયો તો સંખ્યાત, અસંખ્યાત કે અનંતભવોની સંસારની રખડપટ્ટીના એંધાણ આત્માના લલાટે લખાઈ જાય છે માટે યોગીરાજ આનંદઘનજી મહારાજ અત્યંત કરુણાપુત હૃદયે પોકાર કરી મોહનિદ્રામાં પોઢેલા અને બીજી બધી કળાઓ સિદ્ધ કરવામાં વ્યર્થ સમય ગુમાવતા આત્માને ચેતવવા - જગાડવા આ પદ દ્વારા પ્રયત્ન કરી રહ્યા છે.
આત્મજ્ઞાની મહાપુરુષોના પ્રત્યેક વચનો પાછળ પાવનકારી કરુણાનો ધોધ વહેતો હોય છે. એ જો જીવને પરખાય - ઓળખાય - પકડાય જાય તો જ તેમના વચનનું હાર્દ પામી શકાય અને ભવનિસ્તાર સાધી શકાય. આત્મજ્ઞાની મહાપુરુષોના વચનો બીજા સામાન્ય માનવ જેવા શુષ્ક નથી હોતા પણ જીવમાત્રના કલ્યાણને વાંછતા કરુણાસભર હોય છે જેની આપણે કદર કરવા જેવી છે.
વૃત્તિ, વાસના, વિચારો અને વિકારો એ અંતઃકરણની અશાંત અવસ્થા છે. ચૈતળે તત્વો ના બયાંથી ઉપર ઉઠાવવાનું છે.
જો થી બે ઘડી વા ઉયયોગ, ઉયયોગમાં અખંડ રહે તો ક્ષયબ્રેણિ મંડાય અને વીતરાગ સર્વજ્ઞ થવાય.
જૈનત્વ એ ભીતરમાંથી ઉભરનારું તત્ત્વ છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૮૮
૨૭
(૨ણ - આશાવરી)
-
પદ
-
अवधू राम राम जग गावे, विरला अलख लखावे । ॥ अ. ॥
मतवाला तो मतमें राता, मठवाला मठ राता ।
जटा जटाधर पटा पटाधर, छता छताधर ताता ॥ अ. ॥
आगम पढी आगमधर थाके, माया धारी छाके । દુનિયાવાર યુનિસે તાપે, વાસા સવ આશાò | S. II
આનંદઘન પદ
बहिरात मूढा जग जेता, माया के फंद रहेता । ઘટ અંતર પરમાતમ ધ્યાવે, તુર્તમ પ્રાળી તેતા / અ. II
खग पद गगन मीन पद जलमें, जो खोजे सौ बौरा । चित्त पंकज खोजे सो चिन्हे, रमता आनन्द भौरा ॥ अ. ॥
11911
11211
૨૭
11311
||૪||
સાતમા પદમાં જે ભાવ યોગીરાજજીએ વ્યકત કર્યાં હતાં તેના જ અનુસંધાનમાં આ પદમાં પણ તેઓશ્રી બહિરાત્મભાવ ત્યજી અંતરાત્મભાવમાં લીન રહી સ્વયંના પરમાત્મપદના પ્રાગટ્યના ભાવો વ્યકત કરી રહ્યાં છે, જે સાથે તત્કાલીન સમાજની બાહ્ય ધર્મક્રિયાને ધર્મ સમજી લેવાની મૂર્ખતા ઉપર દુ:ખ વ્યકત કર્યું છે.
અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ લખાવે. અ. મતવાળા તો મતમે રાતા, મઠવાલા મઠરાતા;
જટા જટાધર પટા પટાધર, છતા છતાધર તાતા. અવધૂ૰૧.
રામ રામ હરે રામ હરે કૃષ્ણ હરે હરે ! ણમો અરિહંતાણં ણમો અરિહંતાણં ! ની ધૂન તો જગત આખુંય જગાવે છે પણ કોઈ વિરલા જ એ અલક્ષ્યના લક્ષને પામીને એની અલખ લખાવે છે એટલે કે જગાવે છે અને રામ રામ ! અરિહંત અરિહંત ! બોલેલા શબ્દોને લેખે લગાડે છે. અર્થાત્ રમતે રૂતિ રામ: જે આત્મામાં રમમાણ રહે છે તે રામ અને સર્વ અંતરંગ બહિરંગ આત્મશત્રુ (પુદ્ગલ) ને
રાગદ્વેષ ઘટતાં જાય અને ઉપશમ પરિણતિ વર્ધમાન થતી જાય એ જૈનત્વ છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૭.
૧૮૯
હણી નાખે છે તે અરિહંતના ભાવસ્વરૂપને પામીને મુખે જીભથી બોલાયેલાં શબ્દોને જીવનમાં ચરિતાર્થ કરી એ શબ્દોના ભાવરૂપ સ્વયં બને છે. જીભથી ઉચ્ચારાયેલ શબ્દોનું જીવનમાં આલેખન કરે છે. જીભથી બોલાયેલા શબ્દોને એ ચાખે છે - આસ્વાદે છે - અનુભવે છે.
રામ, કૃષ્ણ, શિવ-શંકર, નારાયણ, બુદ્ધ, જૈન, ઈસુ, અલ્લાહ આદિ અનેક વિધવિધ મતવાળા, મઠવાળા પંથોએ પોત પોતાના ઈષ્ટદેવોની ઉપાસના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચાર નિક્ષેપાઓથી ચાલુ કરી છે. ઉપાસ્યને એટલે કે ઉપાસ્યના ભાવ-સ્વરૂપને પામવા વહેતી કરાયેલી ઉપાસના કાળના પ્રવાહમાં સમયાંતરે ઘસાતી ઘસાતી સુકાતી સુકાતી માત્ર એક પ્રકારની યાંત્રિક ક્રિયા - રૂઢિ - પરંપરા બની ગઈ. સાપ ગયા અને લીસોટા રહ્યાં જેવી સ્થિતિ થઈ ગઈ. - મહોપાધ્યાયજીએ પણ ગાયું છે....
પરમ પ્રભુ સબ જન શબ્દ ધ્યાવે, પઢત પુરાણ વેદ અરૂ ગીતા મૂરખ અર્થ ન ભાવે ઉવત ફીરત ગ્રસ્ત રસ નહિ
પશુચર્વિત ન્યુ ચાવે. ઍગગમ જેવું ફકત રસહિન ચાલ્યા જ કરવાનું !
નામ - સ્થાપના - દ્રવ્યના આલંબનથી જેનું નામ લેવાય છે, સ્થાપના કરી જેની પૂજા કરાય છે અને દ્રવ્ય નિક્ષેપાથી જેના જીવનકવનના ગુણગાન ગવાય છે તેના જેવા ભાવ છે - તેનું જેવું સ્વરૂપ છે તેને પામવાનું છે. નામા - સ્થાપના - દ્રવ્ય એ સાધન - કારણ છે અને ભાવ-સ્વરૂપ એ સાધ્ય - કાર્ય છે. કાળના પ્રવાહમાં પરંપરાગત પ્રણાલિકા રૂઢિ એટલે કે નામ - સ્થાપના - દ્રવ્યરૂપ સાધનો રહ્યાં પણ સાધ્ય - લક્ષ્ય જે ભાવ (સ્વરૂ૫) હતું એનો છેદ ઊડી ગયો.
ત્યાગ વૈરાગ્ય રહ્યાં. જ્ઞાન ધ્યાન ભૂલાઈ ગયા. ત્યાગ વૈરાગ્ય એ નિષેધાત્મક સાધના છે. જ્ઞાન-ધ્યાન એ વિધેયાત્મક સ્વરૂપ સાધના છે. પર સાથેનો સાંધો તોડીએ છીએ પણ સ્વની સાથે સંધાણ થતું નથી. કાતરથી કપડું વેતરીએ
ગુણાદર, ગુણપ્રમોદ, ગુણપ્રશંસા, ગુણપક્ષપાત આત્મલક્ષે હોય.
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૯૦
આનંદઘન પદ - ૨૭
છીએ પણ સોયથી સીવીને પહેરણ બનાવતા નથી. વિશ્વના બાહ્ય વ્યવહારમાં ત્યાગ વૈરાગ્ય કેળવવાના છે પણ અંતર સાથે તો જ્ઞાન ધ્યાન કેળવવાના છે.
લક્ષ્યનું લક્ષ્ય જ નહિ રહ્યું. અનાદિકાળથી એ લક્ષ્યનું લક્ષ્ય રાખ્યું જ નથી. લક્ષ્યનું સ્વરૂપ પણ સમજવા મળ્યું નથી તેથી લક્ષ્યનું કોઈ જ્ઞાન કે કોઈ સમજ પણ નથી. અનાદિનો અધ્યાસ થઈ ગયો છે. એટલે જ જ્ઞાનીઓએ અધ્યાત્મક્ષેત્રે એને અલખ અર્થાત્ અલક્ષ્ય કહ્યું.
આવાં અલક્ષ્ય - અલખની ધૂન - આહલેક તો કોઈ મહામહા ભાગ્યશાળી ભવ્યાત્મા જ જગાવે જે વીર હોય - વીરલા - પરાક્રમી હોય. ખાણ તો પથ્થરની હોય. રત્નની ખાણ કાંઈ થોડી હોય ! પથ્થરની ખાણમાંથી રત્નો મેળવવાના હોય જે કવચિત જવલ્લે જ મળી આવતા હોય. દરિયામાં છીપલાં તો ઘણાંય હોય. પણ મોતી આપનારા કેટલા ? આવા અવતારી યુગપુરુષો સો બસો પાંચસો વરસે એકાદા થાય અને તે ય પાછા ઓળખાવા દુર્લભ, તેથી તેમનો ભેટો (મેળાપ) પણ કવચિત કોઈ મહાપુણ્યશાળી ભવ્યાત્માને થાય કે જે ભવ્યાત્મા આવા મહાત્માના વિયોગમાં ઝૂરતો હોય.
દેવચંદ્ર મહારાજાએ પણ મહાવીર સ્તવના કરતાં ગાયું... સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, હરિસણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ, વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીપી વસે મુક્તિધામે. તાર.
જગત આખું જેમ નામ રૂપાત્મક છે તેમ જગત આખું દ્રવ્ય ભાવાત્મક છે. દ્રવ્યની કિંમત દ્રવ્ય તરીકે તો જ છે જો એ એના ભાવ (ગુણ - સ્વરૂપ)થી યુત છે. હવે અહીં તો થયું એ છે કે ભાવ ભૂલાય ગયો છે અને ક્રિયા - નામ - સ્થાપના - દ્રવ્ય રહી ગયાં છે. આનું દુ:ખ તો ઉપાધ્યાય વીરવિજયજીએ પણ એમની સીમંધર સ્વામીની સ્તવનામાં વ્યકત કરવું પડ્યું.
અજ્ઞાનતા અહીં છવાઈ રહી છે; તત્વોની વાતો ભૂલાઈ ગઈ છે. એવા આત્માના દુઃખ મારા, કહેજ ચાંદલીયા,
કહેજો ચાંદલીયા સીમંધર તેડા મોકલે.
લિાવવું કે ગુણસ્થાનક પણ જો દષ્ટિમાં ગુણગ્રાહિતા લાવવી નથી તો તે કેમ બને ?
Page #248
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૭
૧૯૧
ક્રિયા બાહ્ય દશ્ય સ્વરૂપ છે અને એમાં સીમીતતા (મર્યાદા) અને વિવિધતા છે તેમજ તે બાહ્ય સાધનો અને આલંબન માંગી લેતી હોવાથી પરાવલંબી છે. જ્યારે ભાવમાં વ્યાપકતા અને સ્વાવલંબતા છે, પરંતુ તે અત્યંતર હોવાથી દશ્ય સ્વરૂપ નથી. પરંપરાગત પરાવલંબી ક્રિયા પણ જરૂરી છે પણ તેની કિંમત તો જ છે જો એ સક્રિયતામાંથી અક્રિયતા ભણી, સીમીતતામાંથી વ્યાપકતાભણી, ભેદ (વિવિધતા)માંથી અભેદ ભણી, પરાવલંબીતામાંથી સ્વવલંબીતા ભણી દોરી જતી હોય અને પરંપરામાંથી પરમપદે વ્હોંચાડતી હોય..
અન્યથા ભાવ અને લક્ષવિહોણી પરંપરાગત કરાતી ક્રિયા મતમતાંતરમાં પરિણમતી હોય છે. અમારા મત પ્રમાણે કરાતી ક્રિયા જ ફળદાયી અને સાચી, એવો આ મતનો મહાગ્રહ ઊભો થાય છે. પછી આવા મમતે ચઢેલાં મતાગ્રહીઓ. પોતપોતાના મતવાળાના મઠો સ્થાપે છે અને પોતપોતાના મતમાં અને મઠમાં રાચતા નાચતા કદાગ્રહી બની રાતાચોળ થઈ ફરે છે. આમ ભાવ ભૂલેલા ભાના ભૂલેલા થાય છે, જેના પરિણામે ભેદમાંથી અભેદમાં જવાને બદલે, અનેકમાંથી એક થવાને બદલે ભેદમાં જ અનેક ભેદો પ્રભેદો મતમતાંતરો ઊભા કરી એકમેક સાથે બાખડે છે - વાદ વિવાદ - વિખવાદ ઊભા કરે છે. ખંડિત તો હતાં જ ! ખંડમાંથી અખંડમાં જવાને બદલે એકબીજાને ખાંડવામાં રાઈના દાણાં જેવાં ટૂકડે ટૂકડામાં વહેંચાઈ જાય છે.
ધર્મ માટે એક જ્ઞાનીએ કહ્યું છે..
|| "न वयम् अभेदम् साधयाम: किंतु भेदम् प्रतिषेधाम: " ||
જે માધ્યમ - સાધનથી રાગ-દ્વેષ ઓછા કરતાં જઈ વીતરાગ બનવાનું હતું - વ્યાપક થવાનું હતું તે સાધનોના ઝઘડામાં સાધ્યના સ્વરૂપને ભુલાવી દઈને રાગદ્વેષ જ વધારવાનું અકાર્ય સહુ કોઈ મતવાળા પોત પોતાના મત પંથી અને મઠને નામે કરી રહ્યાં છે. સાધનને જ સાધ્ય માની બેઠાં તો વળી કેટલાંક સાધ્યને જ સાધન બનાવવાની ઉતાવળ કરી.
મતવાળા અને મકવાળા થયા એટલે પોતાનો ચોકો બીજાના ચોકાથી. આગવો - જુદો દેખાડવા - તે તે મને તેનાપણું દેખાડવા તાતા બની તોરમાંને
છોડવાનું મિથ્યાત્વ, મેળવવાનું સમ્યક્ત્વ અને પામવાનો મોક્ષ.
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૯૨
આનંદઘન પદ - ૨૭
તોરમાં પોતપોતાના મતો અને મઠોને અને તેના અનુયાયીને લેબલ માર્યા.
જટા ધરીને ફરનારા જટાધારી કહેવાયા. શરીરે રાખના પટા કરનારા કે પછી અમુક પાટવાળા, અમુલ ગાદીવાળાનો અમુક પટો ધારણ કરનારા તે તે પટના - પાટના - ગાદીના પટાધર કહેવાયા. કોઈએ ત્રિદંડ ઘર્યો, કોઈએ ચીપિયા ખખડાવ્યા, કોઈએ ત્રિપુંડના ભાલે તિલક કર્યા, કોઈએ ચોટલી રાખી, કોઈએ મુંડન કરાવ્યું, કોઈએ દાઢી રાખી, કોઈએ જનોઈ ધારણ કરી, કોઈએ કોઈની કંઠી પહેરી એમ પોતાના મત-પટ-પંથ-ગાદી-પાટની ઓળખ બતાડવા પટાધારી થયાં. બ્રાન્ડેડ બન્યા. પાટ જે જ્ઞાનની બેઠક - વ્યાસપીઠ કહેવાય. તેની ઊંચાઈ - મોટાઈ ખોવાઈ ગઈ.
એટલું જ નહિ પણ પોત પોતાની આગવી ઓળખ સ્થાપિત કરવાં જુદા જુદા પ્રકારની છત્રીઓ - શિરત્રાણ ધારણ કરનારા બની છતાધર થયાં. કોઈએ ભગવી, કોઈએ પીળી, કોઈએ લાલ, કોઈએ સફેદ, કોઈએ લીલી ધજા ફરકાવવાની રાખી. માથે જુદી જુદી ટોપી, પાઘડી, કેપ, હેટ ધારણ કરવાનું ચાલુ કર્યું. આડંબર વધ્યો પણ આત્મધન હણાય ગયું. સાધન બળ જામ્યું અને સત્વ ખોવાઈ ગયું. બહારની ક્રિયામાં ધામધૂમે ધમાધમ ચાલે પણ તત્ત્વદષ્ટિએ તપાસો તો બધું સારહીન લાગે. મહોપાધ્યાયજીએ પણ ગાયું. વિષયરસમાં ગ્રહી માચિયા, નાચિયા કુગુરુ મપૂર રે; ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે.
ગા. ૭ - સવાસો ગાથી સ્તવન. આમ ધર્મનો મર્મ, ધર્મનું હાર્ટ (પ્રાણ) કે જે ભાવ કહેવાય તે ભૂલાઈ જતાં જેના થકી શાંત, પ્રશાંત, ઉપશાંત થવાનું હતું તે માટે જ થઈ રાતા માતા. તાતા થયાં - અશાંત ગરમ થયાં - ઉકળ્યાં - ઉશ્કેરાયા.
આગમ પઢી આણમધર થાકે, માયા ધરી છાકે; દુનિયાદાર દુનિસે લાગે, દાસા સબ આશાકે. અવધૂ.૨.
જેવો દેહ એ ભાષાનું મકાન સમજાય છે તેને પછી સંસારમાં ઉદાસીનતા સહજપણે વર્તાય છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૭
૧૯૩
આગમો - વેદો - શાસ્ત્રો - પોથીઓ - ગ્રંથો પસ્યા - ભયા. પરંતુ આગમ કે જેમાંથી આત્માની ગમ - સમજણ મેળવીને આત્મા અને એનું પરમા આત્મસ્વરૂપ - પરમાભ્ય જે અલક્ષ્ય - અગમ્ય છે તેને ગમ્ય બનાવવાનું એટલે કે આત્માનુભૂતિ કરવાની હતી તે થઈ નહિ. આત્મામાં છે તે શાસ્ત્રોમાં - આગમોમાં - વેદ પુરાણોમાં આપ્યું છે. આગમ ભણીને આત્માને વાંચવાનો - તપાસવાનો અને વેદવાનો હતો, તે આત્મવેદન થયું નહિ. પરિણામ સ્વરૂપે આગમજ્ઞાનથી આત્માનંદની - જ્ઞાનાનંદની - સ્વરૂપાનંદની પ્રાપ્તિથી જીવનની શુદ્ધતા - સ્વચ્છતા - પવિત્રતા - પ્રશાંતતા - પ્રસન્નતા - સાંપડવી જોઈએ તે સાંપડી નહિ પણ ઊલટો આગમજ્ઞાનનો ભાર - થાક લાગ્યો.
આગમ ભણીને માયા, મમતા, મોહ, અજ્ઞાનને દેશવટો આપી ઋજુ અને પ્રાજ્ઞ બનવાનું તો એકબાજુએ રહ્યું પણ ઊલટા માયાચારી - માયાધારી બની વધુ વક્ર અને જડ થઈ છકી ગયાં છાકટા બન્યા.
આગમ અભ્યાસના જ્ઞાનાચારના વ્યવહારથી જ્ઞાન-આત્મા-નિશ્ચયમાં જવાનું હતું, સમિતિમાંથી ગુપ્તિમાં જવાનું હતું, શુભમાંથી શુદ્ધમાં જવાનું હતું તેને બદલે ઊલટી જ પ્રક્રિયા થઈ. શુભમાંથી અશુભમાં હેઠા ઊતર્યા. પ્રભુના નામે, ધર્મના નામે જ મત, મઠ, પાટો સ્થાપી માયા સેવી માયાચારી - મતાગ્રહી મઠાગ્રહી બનીને ઉભરાયા - છલકાયા. આત્મામાં શમવાનું હતું - ઠરવાનું હતું - સમજીને સમાઈ જવાનું હતું તેને બદલે ઉકળ્યા અને તાતા થયાં - ઉશ્કેરાયા. અધૂરાને અધૂરા જ રહ્યાં. ભરાયા નહિ - પૂરણ થયા નહિ પરિણામે “અધૂરો ઘડો છલકાય” અને “ખાલી ચણો વાગે ઘણો” જેવી સ્થિતિનું - અવદશાનું નિર્માણ થયું.
પોથી ભણી પંડિત થઈ પલિત થયાં, વિદ્વાન થઈને નાદાન બન્યા, સાક્ષર થયાં છતાં રાક્ષસજ રહ્યાં તો પછી એ ભયું શું કામનું? આ તો ભણ્યા પણ ગયા નહિ એવું થયું. સંત કબીરજીએ પણ ગાયું છે.... પોથી પઢ પઢ જગ મુઆ, પંડિત ભયા ન હોય;
ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોય.
સ્વરૂપના ખલમાં ઉપયોગને ઘૂંટવો તેનું જ નામ સાધના !
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૯૪
આનંદઘન પદ - ૨૭
આપણે આર્યાવર્તમાં હિન્દુસ્તાનમાં જન્મેલાં તો બહુ પુણ્યશાળી ભવ્યાત્માઓ છીએ કે વિદ્યાના આરંભકાળે વિદ્યા ભણાવતાં પહેલાં જ આપણને ભણાવવામાં આવ્યું છે કે
“ વિદ્યા યા વિમુ”િ અને “વિદ્યા વિનયે શોખ”
જે ભવથમણમાંથી મુક્તિ નથી અપાવતી તે વિદ્યા જ નથી. એ તો અવિકા - મતિજ્ઞાન છે. અને જો વિદ્યાવાનમાં વિનય નથી તો એ વિદ્યા શોભતી નથી. વિનય - વિનમ્રતા - લઘુતા - નિર્વિશેષતાથી જ વિદ્યા શોભે. છે અને પૂજાય છે.
ભણી ગણીને દુનિયાદારી - દુન્યવી સાંસારિક વ્યવહારથી પર થઈ નિશ્ચયમાં એટલે કે આત્મામાં કરવાનું હતું. જ્ઞાની બની જ્ઞાનદશામાં - જ્ઞાનાનંદમાં રમવાનું હતું, તેના બદલે શેયમાં - દુન્યાદારીમાં - વ્યવહારક્રિયાઓને જ એટલે કે દુનિયાને - સંસારને જ વળગી રહ્યાં ! ભણીગણીને જેનાથી અળગા-વેગળા થવાનું હતું તેને જ વળગી રહ્યાં !
સિદ્ધ થવાની, પરમાત્મા બનવાની પ્રક્રિયા તો સક્રિયતામાંથી અક્રિયતા, ભણી લઈ જનારી, શિલાચરણમાંથી શલેશીકરણે હોંચાડનારી, સદેહીને વિદેહી બનાવી અદેહી અવસ્થાએ પહોંચાડનારી સર્વકલ્યાણકારી પ્રક્રિયા છે. સાધના જેમ આગળ વધતી જાય તેમ તેમ સાધનો ઓછાં થતાં જાય, સાધના ઘનતા પકડતી જાય અને સાધ્યથી અંતર ઘટતું જાય.
કાળ યોગ્ય નથી કે પછી કાળ હજુ પાક્યો નથી એવાં બહાના બતાડી વર્તમાનકાળ જે હાથમાં છે તેને ગુમાવી રહ્યાં છીએ - ખોઈ રહ્યાં છીએ. જે વર્તમાન વર્તવું જોઈતું હતું તેને કાલ (ભવિષ્યકાળ) ઉપર ઠેલી રહ્યાં છીએ. હાથમાં હતું તેને ગુમાવી દીધું અને હાથમાં નથી તે ભવિષ્યની - કાલની આશા ધરીને આશાના દાસ બનીને બેઠાં છીએ.
રાજા દશરથે ઋષિ વસિષ્ઠના કહેવા મુજબ મુહૂર્ત જોવાની ભાંજગડમાં પડ્યા વિના આવેલ શુભ સંકલ્પને તત્કાલ અમલમાં મૂકી દઈ રામનો રાજ્યાભિષેક
ખસેડવાનું નથી પણ ખસી જવાનું છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૭
૧૯૫
કર્યો હોત તો પિતાની હાજરીમાં જ પુત્ર ગાદીનશીન થયો હોત. મુહૂર્તની ભાંજગડમાં તો રામજીનો રાજ્યાભિષેક ચૌદ વર્ષ આઘો ઠેલાયો અને રાજા દશરથ એ અવસર માણવા જીવિત રહ્યાં નહિ. એથી જ તો કહ્યું છે કે
શુમી શિષ્યન” “શ્રેયારિત વહુ વિજ્ઞાન” શુભને કાલ પર ન ઠેલો. આજ, અત્યારેજ એનો અમલ કરો કારણ કે શ્રેયસ્કર કાર્યોની આડે ઘણા વિપ્નો આવવાની સંભાવના છે. કાલનો કોઈ ભરોસો રખાય એમ નથી. આ માનવભવ કાંઈ વારંવાર સહેજાસહજ મળી જતો. નથી. - બહિરાતમ મૂઢા જરા જેતા, માયા કે છંદ રહેતા;
ઘટ અંતર પરમાતમ ધ્યાવે, દુર્લભ પ્રાણી તેતા. અવધૂ૩. : આ જગતમાં જે અનામીનું નામ જપતાં જપતાં અનામી થવા ઈચ્છતા નથી, જે નિરાકારીને આકારીને એની સ્થાપના કરી એના રૂપને નિહાળતાં નિહાળતાં - એની પૂજા, પ્રાર્થના, અર્ચના કરતાં કરતાં અરૂપી થવા ચાહતા નથી; જે અકાલ, કાલાતીતના જીવનકાલનું વાચન - ભજન કરતાં કરતાં સ્વયં અકાલ, કાલાતીત થવા માંગતા નથી, તે તે જગતના જીવો બહિરાતમ, બહારમાં વ્યવહાર અને વ્યવહારક્રિયામાં મુંઝાઈ ગયેલા, મોહાઈ ગયેલાં, મૂઢ, મૂરખ, અજ્ઞાની જીવો છે. બહાર વ્યવહારમાં કરાતી સર્વ બાહ્ય વ્યવહારક્રિયા એ. પુદ્ગલથી પુગલમાં કરાતી પુલક્રિયા છે. પુદ્ગલ તો પુરણ અને ગલન થનારું પળે પળે પલટાનારું બહુરૂપી એવું માયાવી દ્રવ્ય છે. બહારમાંથી અંદરમાં - ભીતરમાં નહિ જનારા જગતના એ બહિરાત્મા છે, જે પુદ્ગલની માયાના ફંદામાં ફસાયેલાં માયાવશ, મોહવશ એવાં કર્માધીન જીવડાં છે.
પરમાત્માનું નામ લેતાં લેતાં, પરમાત્માનું રૂપ નિહાળતાં નિહાળતાં, અને પરમાત્માના જીવન ચરિત્રકથન વાંચતાં સૂણતાં સ્વયં અનાત્મભાવમાંથી - બહિરાત્મભાવમાંથી અંતરમાં ઊંડા ઊતરે છે; પરમાત્માનું જેવું પ્રગટ સ્વરૂપ છે તેવું જ પોતાનું પણ અપ્રગટ સ્વરૂપ છે -. તત્ ત્વમસિ' ના ભાવથી. દેવાલયના ભગવાનના આલંબનથી ભીતરમાં દેહાલયમાં રહેલાં ભગવાન આત્માની
બધાને બધું મળતું નથી, તેથી તો જે મળ્યું છે એમાં સંતોષ માની સુખી થવા કહ્યું.
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૯૬
આનંદઘન પદ - ૨૭
ભજના કરે છે - તેનું ઘટ (આત્મા) અંતર (ભીતર)માં ધ્યાન ધરે છે તેવાં આત્મપ્રાણથી ધબકતાં, પરમાત્મા બનવા કટિબદ્ધ થયેલાં પ્રાણીઓના પુનિત દર્શન થવાં આ સંસારમાં દુર્લભ છે.
ખગપદ ગગન, મન પદ જલમેં, જો ખોજે સૌ બરા, ચિત્ પંકજ ખોજે સો ચિન્હ; રમતાં આનંદ ભૌરા. અવધૂ૪.
આકાશમાં ઉડ્ડયન કરી રહેલાં ગગનવિહારી ખગપક્ષીના પગલાંને જે આકાશમાં શોધે છે; પાણીમાં તરી રહેલ માછલી (મીન) જેને પગજ નથી તેના પગલાંને જે જલમાં શોધે (ખોજે) છે તે સહુ કોઈ બાવરા (બોરા) - બબૂચક - મૂરખ છે.
એ જ રીતે બહિરાત્મભાવદશામાં વર્તતા જીવો અંતરાત્મદશામાં વર્તતા પગીની પેઠે બહિરાત્મભાવમાં પરમાત્મદશાના પગલાં શોધવા પ્રયાસ કરવો તે પણ મૂર્ખતા છે. જે જ્યાં હોય ત્યાં તેને શોધે તો મળે. આત્મા તો આત્મામાં છે. એ કાંઈ બહાર અનાત્મામાં નથી. પોતાનું પોતામાં હોય એ કાંઈ પરમાં ના હોય. દેવાલયમાં રહેલાં - બિરાજેલા - પરમાત્માના આલંબનથી દેહાલયમાં રહેલાં - હૃદયકમલ (ચિત્ત પંકજ)માં પરમાત્માને શોધે તો મળે. પણ એ માટે દેહાલયને શિવાલય બનાવવું પડે. એટલે જ તો કહયું છે કે “શિવોમૂવા શિરે થનેત: હદયકમલમાં શોધે તો ત્યાં એના ચિહ્નો - લક્ષણો પણ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ જોવાં મળશે. ચિત્તગુણ એટલે કે હૃદયગુફામાં - અંતરના (ભીતર)ના ભોંયરા (ભૌરા)માં એ પોતાના નિત્ય પૂર્ણ સ્થિર આનંદ સ્વરૂપને . ઝંખતો જણાશે. ભોરાનો અર્થ ભ્રમર કરીએ તો ભીતરમાં ખોજીશું તો હૃદયકમલા રૂપી પૂષ્પ ઉપર ભ્રમણ (રમણ) કરતો – ગુંજારવ કરતો આનંદભ્રમર ઓળખાશે. આ સંદર્ભમાં મહોપાધ્યાયજીએ પણ સવાસો ગાથાના સ્તવનમાં ગાયું છે. હું
પર ઘર જોતાં રે ઘર્મ તુમે ફરો, નિજ ઘર ન લાહો રે ધર્મ,
જેમ નવિ જાણે રે મૃગ કસ્તુરીઓ, મૃગમદ પરિમલ મર્મ. ' જેમ તે ભૂલ્યો રે મૃગ દિશિ દિશિ ફરે લેવા મૃગમદ ગંધ; I તેમ જગ ટૂંઢે રે બાહિર ધર્મને, મિથ્યાષ્ટિ રે અંધ.
- ગા. ૧૨-૧૩ • સવાસો ગાથા સ્તવન,
પર્યાયમાં વૈરાગ્ય દષ્ટિ નથી તો નિત્યદષ્ટિ-
નિશ્ચયદષ્ટિ-દ્રવ્યદષ્ટિ સાચી નથી.
Page #254
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
२७
ખગ પદ ગગન મીન પદ જલમેં, નું અર્થઘટન સ્વાનુભવ સંપન્ન ખીમજી બાપાએ એમની આગવી રીતે કર્યું છે કે ખગોળ વેત્તા આકાશમાં રહેલાં મેષ, મીન, મકર, કુંભાદિ રાશીઓ; સોમ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શની, રવિ, રાહુ, કેતુ, આદિ ગ્રહો; તારામંડળ, સૂર્યચંદ્રાદિની ચાલના આધારે ભવિષ્યકથન કરનારા અને મુખેથી રામનામનું ઉચ્ચરણ કરતાં પારકા વરકન્યાના જોડા મેળાપ કરાવી ગોરપદું કરનારો બ્રહ્મસમાજ; જમીનના પેટાળ-ભૂતલમાંથી જલસ્ત્રોત, સોના, રૂપા, હીરા, માણેક, પન્ના, નિલમ, આદિ કિમતી ખનીજ પદાર્થો કે તાંબુ, લોખંડ, કોયલા, ગેસ આદિ પદાર્થોની માહિતિ ધરાવનાર પદધારકોના ધનલાલસાથી પ્રેરાઈ ધરતીમાને ચીરવાના કાર્યો કરનારા ઉદ્યોગપતિઓના વ્યવસાય, નદી દરિયાદિની જલરાશિમાં વહાણો ચલાવનારા, માછીમારી આદિનો વ્યવસાય કરનારા પાપપુણ્યની પરવા ન કરનારા, જીવહિંસા કરનારા માથા ફરેલા બાવરા માણસો જો રામ રામ બોલવા દ્વારા પરમાતમપદે પ્હોંચવાના મનોરથ સેવતા હોય તે સર્વે પાગલ મૂરખા છે.
-
૧૯૦૭
પદનો બોધ એ છે કે બાહ્ય ધર્મક્રિયાના આલંબનથી અશુભથી બચી, શુભમાં રહી, બહિરાત્મભાવમાંથી અંતરાત્મભાવમાં જઈ શુદ્ધ થવાનું છે અને ઉપયોગશુદ્ધિએ શુદ્ધાત્મા પરમાત્મપદ પ્રગટ કરવાનું છે જે માટે દેવાલયના આલંબને દેહાલયને શિવાલય બનાવવાનું છે.
માનવીનું પ્રત્યેક આચરણ પ્રસંગને અનુરૂપ હોવું જોઈએ. એ આત્મ જાગૃતિમાંથી પ્રગટેલું હોવું જોઈએ, નહિ કે પૂર્વયોજના કે વિચારોમાંથી. આત્મજાગૃતિમાં રહીને કરાયેલા કાર્યો ઉપર જૈન શાસન અધ્યાત્મનું લેબલ મારે છે અને અધ્યાત્મીઓનો જ મોક્ષ બતાવે છે. પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત જો સાચા હોય તો તે આત્મજાગૃતિ લાવ્યા વિના રહેજ નહિ.
事
રાગનું કારણ જડ નથી પણ રૂપીપણું છે જે રાગ કરાવે છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૯૮
આનંદઘન પદ - ૨૮
પદ - ૨૮ आशा औरनकी क्या कीजे, ज्ञान सुधारस पीजे || आ. || भटके द्वार द्वार लोकनके, कूकर आशा धारी । માતર અનુભવ થતો શિયા, ઉતરે વાવડ રણુમારી || બાશ. I I૧. आशा दासीके जे जाया, ते जन जगके दासा । आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा || आशा. ॥ ॥२॥ मनसा प्याला प्रेम मसाला, ब्रह्म अग्नि परजाली । तन भाठी अवटाई पिये कस, जागे अनुभव लाली || आशा. ॥ ॥३॥
आगम पियाला पीयो मतवाला, चिन्ही अध्यात्म वासा । માનન્દઘન વેતન હૈ રહેને, તે નોર તHIRI || ગાશા. ||
IIઝા.
પૂર્વના ૨૭મા પદમાં જગત આખાને હાથમાં રહેલાં વર્તમાનને ખોઈ, ભવિષ્યના શમણામાં રાચનારને આશાના ગુલામ ગણાવેલ છે. હવે આ પદમાં, આશાને દાસી બનાવી અનુભવ પ્યાસા બની અનુભવપાન કરવા જણાવે છે. સાથે સાથે આત્માની વિસ્મૃતિ અને જાગૃતદશાની ઓળખ પણ આ પદથી કરાવી છે. આશા વિષયમાં પૂર્વેના ૭મા પદને પણ અત્રે ફરીથી જોઈશું. તો આ પદ ૨૮ વધુ સ્પષ્ટ થશે કે જ્યાં આશાને જંજીર ગણાવી છે.
આશા ઔરનકી કયા કીજે, જ્ઞાન સુધારસ પીજે. આશા. આશા એટલે આવતીકાલ - ભવિષ્યકાલ - પરકાલનો ભરોસો - વિશ્વાસ.
આપણે ત્યાં કહેવત છે કે “આશા અમર છે”. તો પાછી વળી તેથી વિરદ્ધની પણ કહેવત છે કે “પારકી આશ સદા નિરાશ”.
સ્યાદ્વાદશૈલીએ નયસાપેક્ષ વિચારણાથી બંને કહેવત સાચી છે. અમરની આશા રાખો - અમર થવા ઈચ્છો તો અમર થઈને રહો. કારણ કે અવિનાશી
પરમાત્માની શ્રદ્ધા થવી અને પરમાણુની શ્રદ્ધા થવી અત્યંત કઠીન છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
આનંઘન પદ ૨૮
·
૧૯૯
સાથેનું જોડાણ અવિનાશી બનાવ્યા વિના રહે નહિ. અમરની આશા એટલે સ્વની આશા. કેમકે અમર એ આત્માનો સ્વભાવ - સ્વરૂપ છે. સ્વમાં સ્વાધીનતા છે જ્યારે પરમાં પરાધીનતા છે. માટે જ કહ્યું....
પારકી આશા સદા નિરાશા, એ હે જગજન ફાંસા; વો કાટનકું કરો અભ્યાસા, લહો સદા સુખવાસા આપ સ્વભાવમાં રે, અવધુ સદા મગનમેં રહેના.
પરનો, પારકા પરાયાનો વિશ્વાસ કેમ રખાય ? પર જે પોતે જ વિનાશી છે, પળ પળમાં પલટાનારું બહુરૂપી માયાવી છે તે વિનાશીનો વિશ્વાસ કેમ
કરાય ?
વિનાશીની આશા વિનાશી સાથે જોડી, વિનાશી બનાવી અતૃપ્ત રાખે છે. જ્યારે અવિનાશીની અમરત્વની આશા અવિનાશી સાથે જોડાણ કરાવી અવિનાશી બનાવી સંતૃપ્ત (પૂર્ણકામ - નીરિહી) કરે છે. : હે ચેતન ! પરની આશા રાખ્યા વિના જ્ઞાન એટલે આત્મા અને સુધા એટલે અમૃતરસનું સ્વરસ - આત્માનંદ જ્ઞાનાનંદ રસનું તું પાન કર ! સ્વકાલમાં (વર્તમાનમાં) રહી સ્વદ્રવ્યને સ્વક્ષેત્રમાં સ્થિત કરી સ્વ ભાવને પ્રગટ કરી લે તો ક્ષેત્ર (દેશ), દ્રવ્યમાં અને કાળ, ભાવમાં લય પામી, તું તારા દ્રવ્યભાવાત્મક સ્વરૂપને પામીશ. દેશ (ક્ષેત્ર) અને કાળના બંધનથી છૂટીશ. સ્વરૂપ પુર્ણતા થતાં ક્ષેત્રનો દ્રવ્યમાં અને કાળનો ભાવમાં લય થાય છે. ક્ષેત્ર અને કાળના ભેદો આત્માની અજ્ઞાનતાથી આત્મામા ઘુસ્યા છે, જેનો સાધના દ્વારા લય કરી સ્વરૂપસિદ્ધિ પામવાની છે. આજ તો જ્ઞાનસુધારસ (જ્ઞાનાનંદ) નું પાન છે જે અવસ્થાની અવિનાશીતા અને આત્મપ્રદેશના સ્થિરત્વરૂપ અમરત્વ છે.
બાકી પરાયાની આશામાં તો દોડી દોડીને થાકવાનું - હારવાનું અને નિરાશ થવાનું જ હોય છે. હાથમાં ‘છે’ તેને માણવા દેતી નથી અને જે ‘નથી’ તેની પાછળ આશા રેસના ઘોડાની જેમ દોડાવી દોડાવીને થકવી નાંખે છે. કદાચ એ આશા ફળીભૂત થાય તો તેને ભોગવવાના હોશકોશ રહેતા નથી. આશા પોતે મરતી નથી પણ આશામાં અને આશામાં આપણે મરણને શરણ
જીવને નથી સાચી શ્રદ્ધા પરમાત્માની કે નથી સાચી શ્રદ્ધા પરમાણુની.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૦૦૫
આનંદઘન પદ - ૨૮
થઈ જઈએ છીએ કારણ મરવાના ટાણે પણ હોશ (શુદ્ધિ)માં રહીને મરણને ભેટવાના બદલે જીવવાની આશા રાખીએ છીએ. પછી આશા રહે છે અને આશા રાખનારો રહેતો નથી. જે તે જ્યાં ત્યાંથી લે તે બદનસીબ કે પછી જેને મળેલું નકામું જાય તે કમનસીબ? કોણ વધારે કમનસીબ ? હાથમાં આવેલું ચાલ્યું જાય તે વધુ કમનસીબ, આશા રાખવી એ અપેક્ષાએ કમનસીબી છે. - આશા તો માયાની દાસી છે જે જ્ઞાનસ્વરૂપ સ્મૃતિ પર પડદો (આવરણ) કરે છે - આચ્છાદિત કરે છે - ઢાંકે છે.
શ્રુતિ - સ્મૃતિ - જાગૃતિ તો માયાના પડદાને ચીરનાર આત્માની પ્રજ્ઞા છીણી છે. શ્રુતિ એટલે આગમ શ્રવણ, સ્મૃતિ એટલે આગમઢુત ધારણા અને જાગૃતિ એટલે શ્રુતિ સ્મૃતિને અનુરૂપ જ્ઞાન - વિવેકયુકત જ્ઞાનદશા - જાગૃત (અપ્રમત્ત) દશા.
વેદ અનુસાર શ્રુતિ અને સ્મૃતિ એ સૂર્યપુત્રી છે. જયારે આગમ અનુસાર વિવેક એટલે જાગૃત (અપ્રમત્ત) દશા અર્થાત નિરંતર જ્ઞાનની ઉપસ્થિતિ એવી જ્ઞાનદશા.
સમતા એ શુદ્ધ જ્ઞાનદશાવંત ભગવાન આત્માની પ્રિય પત્ની હોવાના નાતે શ્રુતિ અને સ્મૃતિ જો જ્ઞાનભાનુ રૂપી સૂર્યની પુત્રીઓ છે તો તેમની માતા સમતા છે. જયારે વિવેકને આનંદઘનજી મહારાજાએ સમતાના ભાઈ તરીકે ઓળખાવેલ છે.
પરપરાયાની આશા રાખવી એટલે પરમાં સુખબુદ્ધિ કરવી. પરમાં સુખબુદ્ધિ એ મિથ્યાત્વ છે. એક જ્ઞાનીએ કહ્યું છે કે
નિરાશા કો પી જાઓ ઔર આશા કો મીટા દે.”
ભટકે દ્વાર દ્વારા લોકનકે, કૂકર આશા ધારી; આતમ અનુભવ રસકે રસિયા, ઉતરે ન કબહુ ખુમારી. આશા...૧.
નયનોની અનિમિષતા અને કાયાની સ્થિરતા એ ધ્યાનના પાયા છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૮
૨૦૧
આશાને ધરનારો - આશા રાખનારો લોકોના ઘેર ઘેર ભટકે, હડે હવે થાય, પૂંછડી પટપટાવે અને પગ ચાટે ત્યારે જેમ કૂકર એટલે કૂતરો કે સ્થાન કેમે કરીને માંડ રોટલાના ટૂકડા ભેગો થાય છે; તે રીતે જ્યારે આશાનો માર્યો જણ કંઈ કેટકેટલે ઠેકાણે ભટક ભટક કરે, કંઈ કેટકેટલાંના મહેણાટોણા સાંભળે, વૈતરું કરે, ચમચાગીરી ખુશામત કરે ત્યારે એની આશાની, માંડ માંડ ઈચ્છિત કલ્પિત સુખનો ટૂકડો મેળવવા પૂરતી પૂર્તિ થાય છે. એ ટૂકડાથી તૃષ્ણા છીપાતી નથી અને વળી પાછો તૃષ્ણામાં તણાઈને આશાનો દોડાવ્યો રેસના ઘોડાની જેમ દોટ લગાવવા માંડે છે. આશાનો ગુલામ - દાસ બની જઈ બીચારો - બાપડો - રાંકડો - લાચાર બની જાય છે. વાઘ બીચારો બકરી બની જાય છે. - જ્યારે પારકી આશ રાખ્યા વિના, જે પોતે જ પોતામાં હાશ (સંતોષ) કરી પલાંઠી વાળીને બેઠો છે, એવો આતમ અનુભવના રસનો રસિયો, જે આત્માનંદમાં ડુબકીઓ મારી રહ્યો છે, તે સ્વાનુભૂતિ સંપન્ન સાધકની ખુમારી કોઈ કયારેય ઉતારી શકતું નથી અને એને ખુવાર કરી શકતું નથી. એ તો સ્વાનુભૂતિની સંપત્તિથી એવો સંપન્ન હોય છે કે જેવાં પેલાં ઋષિ હતાં કે જેણે સામે ચાલીને આવેલાં સમ્રાટ સિકંદરને પણ ખુમારીથી કહી દીધું હતું કે આઘો ખસ ! મારી અને સૂર્યપ્રકાશ (જ્ઞાનપ્રકાશ)ની આડે નહિ આવ ! એ આશાનો દાસ બનીને દોડતો નથી પણ આશાને જ બેઠક બનાવી એના ઉપર ચપ્પટ બેસી જઈ પોતે પોતામાં - સ્વમાં જ લીન બની આત્માનુભતિ રસમાં રસિક રહે છે અને કોઈની પરવા - તમા ન રાખતા પોતા પર જ અને પોતાની આત્મશક્તિ ઉપર જ મુસ્તાક રહે છે. એની ખુમારી - ખુદાઈને કોઈ ક્યારેય ખુવાર કરી શકતું નથી.
જે નિ:સ્પૃહી છે અને તેથી જેને આ જગતમાં કાંઈ જોઈતું જ નથી, જે કોઈની આડે આવતો નથી, જેને કયારે કશું અડે નહિ તેને કોઈ કેવી રીતે નડે ? “કેવળ શુદ્ધાત્માનુભવ (જે પોતાની પોતામાં જ રહેલ આત્મદશા -
સ્વ ત્વ - પોતાપણું સત્ત્વ છે) સિવાય આ જગતની કોઈપણ (પર - જડ) વિનાશી ચીજ મને ખપતી નથી” એવાં નિરપેક્ષ નિ:સ્પૃહ ભાવમાં જે રમે છે તે જગતનો સર્વોચ્ચ શ્રીમંત બલ્ક જગતનો માલિક છે. આજ આત્માનો
કુરગુડુ મુનિ અશનની આસકતથી નહિ પણ અનશનની અશકતથી ખાતા હતાં.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૦૨
આનંદઘન પદ - ૨૮
આત્મપણાનો સાચો અહંકાર છે અને તેને જ અસ્મિતા કહેલ છે.
આશા શાસકે જે જાયા, તે જન જાકે દાસા; આશા દાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્યાસા. આશા.૨.
માયાની દાસી આશા છે, એવી આશા દાસીના જે જણ્યા - જાયા - પુત્રો છે, તે સર્વે દાસીપુત્રો છે. આવા દાસીપુત્રો દાસપણું કરવાને જ જમ્યા. હોય છે - એ દાસત્વ - ગોલાપણું - ગુલામી કરવાને જ લાયક હોય છે અને તેથી તેવાં સર્વે જણ (જન) - માણસો જગતના દાસ અર્થાત્ જગતના ગુલામ
જે કોઈ જણ આશાના દાસ નહિ બનતાં, આશાવશ નહિ થતાં; આશાને પોતાની દાસી પોતાની ગુલામ બનાવે છે અને આશાને વશ (તાબે) થતાં નથી તે નાયક - હીરો - વીર છે. એ વીર જન જ ગૃહિત (મેળવેલા)નો ત્યાગ કરીને અને અગૃહિત (મેળવ્યું નથી તેની)ની ઈચ્છા (આશા)નો ત્યાગ કરી શકવા. સમર્થ બને છે. એવો નાયક (વીર) જ આત્માનુભૂતિ (સ્વાનુભૂતિ)ને લાયક (યોગ્ય) હોય છે. એવો નાયક જે લાયક છે તે જ આત્માનુભવનો તરસ્યો . (પ્યાસો) બને છે અને તે જ આત્માર્થી આત્માનુભવ પિપાસુ, આગમ પ્યાલો - (સોમરસ - સુધારસ) આત્મામૃત બનાવવા ઉદ્યમી બને છે.
મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી અવટાઈ પીયે કસ, જાગે અનુભવ લાલી. આશા.૩.
મનનો પ્યાલો જેમાં આશા, અપેક્ષા, ઈચ્છા, સંકલ્પ વિકલ્પનો કચરો ભરેલો પડેલો છે, તેવું એ મન કુડાકચરાથી ભરલું કુમન છે.
આવા આ કુમનમાંથી બધો કુડોકચરો કાઢી નાંખી તેને સુમન બનાવવાનું છે. કુમનને ખાલી કરવા માટે એને નમાવવાનું છે. નર્મ, લઘુ, નિર્વિશેષ બનાવવાનું છે. નમનભાવથી ખાલી થયેલાં એ મનપ્યાલામાં ભગવસ્વરૂપ ભક્તિરસરૂપી દુધ ભરવાનું છે, જે શ્વેતાંગી હોવાથી સાત્વિકતા, પવિત્રતાને આપનારું અને શક્તિદાયક હોઈ પુષ્ટિ કરનારું છે. એમાં સર્વજીવ પ્રતિ પ્રેમરૂપી
સંસારમાં મોહમાયા છે તો આધ્યાત્મિક્ષેત્રે યોગમાયા છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૮
૨૦૩
સાકરની મીઠાશ ભેળવવાની છે અને ઉપર સ્વાર્પણતા, સર્વાર્પણતા (ત્યાગ વૈરાગ, સંયમ) ના એલચી, કેશર, જાવંત્રી, જાયફળ, બદામાદિના વસાણા-મસાલા મેળવવાના છે અને ગુણસુગંધથી મઘમઘતું બનાવવાનું છે.
જ્ઞાન-ધ્યાનનો બ્રહ્માગ્નિ પ્રજવાલવા (પરજાળવા)નો છે અને તન (દેહ) ભઠ્ઠીમાં એને ખૂબ ખૂબ ઉકાળીને (અવટાઈને), ઘટ્ટ કઢિયળ બનાવીને દેહભાવના વિષયરસ અને કષાયરસને વરાળરૂપે ઊડાવી દઈને જે રસકસરૂપ આત્મામૃતા શેષ રહે છે, તેનો કસ લેતાં લેતાં ચૂસકી ભરતાં ભરતાં એ મનપ્યાલો ગટગટાવી જઈને અર્થાત એને ખાલી કરી અમન એટલે કે ઈચ્છારહિત • આશારહિત, નીરિહી-પૂર્ણકામ અને સંકલ્પ વિકલ્પ (વિચાર) રહિત થઈ નિર્વિકલ્પ બની જવાનું છે. સંતૃપ્ત થવાનું છે.
આમ કુમનને નમનથી સુમન બનાવી સુમનને પણ પાછું નમનથીજ અમન બનાવવાનું છે. અશુભમાંથી શુભમાં અને શુભમાંથી શુદ્ધમાં જવાનું છે. કઢિયળ મેવાસાલા વસાણા ભરપૂર દૂધ પીવાથી જેમ દેહ પુષ્ટ થાય છે અને દેહલાવણ્યમાં વૃદ્ધિ થાય છે તેમ આત્મામૃત - આત્માનુભૂતિના પાનથી આત્મતેજ ઝળહળી ઊઠે છે. અનુભવ લાલી જાગે છે - આત્મા જ્ઞાનપ્રકાશથી ઝળાંહળાં થાય છે.
આગમ પિયાલા પીયો મતવાલા, ચિન્હી અધ્યાત્મ વાસા આનંદઘન ચેતન હૈ ખેલે - દેખે લોક તમાસા. આશા.૪.
પરમાત્મ ભકિતના રંગે રંગાયેલા અવધુત યોગીઓજ આત્માનંદના અનુભવરૂપ, બીજાથી ન કળી શકાય તેવા પ્યાલાઓ ઘૂંટ ભરી ભરીને પીએ છે અને પચાવે છે. જગતના જીવોનો મનરૂપી પ્યાલો તો વિષયોની પરિણતિ અને કષાયોની પરિણતિથી ખરડાયેલો છે. તે અજ્ઞાન જીવોને આ મનનો પ્યાલો જો વિશુદ્ધ હોય તો તેમાં અધ્યાત્મનો વાસ થાય છે તેની ય ખબર નથી અને એ પણ ખબર નથી કે અનંતકાળના ભવભ્રમણ પછી • અનંતા અવતારો બાદ આ મનપ્યાલો કે જે શબ્દ અને ભાષાજ્ઞાન સહિતનું સંક્ષિ એટલે શ્રુતથી સંયુક્ત જ્ઞાણું (શ્રુત સહિતનું મતિજ્ઞાન) પાંચે ઈન્દ્રિયોની પરિપૂર્ણતાની સાથે
અર્વાચીન વૈજ્ઞાનિક શોધખોળોથી સુખ સગવડ વધ્યા પણ શાંતિ, સમાધિ ખોવાઈ ગયા.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૦૪
આનંદઘન પદ - ૨૮
મળ્યો છે, જેનાથી ભવભ્રમણથી મુકત થઈ, સર્વ દુઃખ દૂર કરી સર્વ સુખ પ્રાપ્ત કરી શકાય છે. એ તો સર્વોચ્ચપદને પ્રાપ્ત કરી આપનાર સર્વોત્તમ સાધન છે.
જેઓનો વાસ અધ્યાત્મમાં જ છે અર્થાત્ જેઓનો ઉપયોગ સદા પોતાના અંતરગત (સત્તાગત) શુદ્ધ સ્વરૂપ (ધ્રુવાત્મા) તરફ જ વળેલો - ઝુકેલો છે તેવાં અધ્યાત્મનિષ્ઠ - બ્રહ્મનિષ્ઠ - આત્મરત આત્માઓજ મનના આગમ. પિયાલા (પ્યાલા)નું અર્થાત્ મનના પ્યાલામાં આત્મગમ્યતા - આત્માનુભૂતિનો રસ ભરીને, કે જે રસ મનપ્યાલા સિવાય બીજા કશામાં ભરી શકાતો નથી, તેવાં આગમ પિયાલાનું (જ્ઞાન સુધારસનું) પાન કરી મતવાલા એટલે કે આત્મમસ્ત રહે છે - આત્મરમમાણ થઈ સ્વસ્થિત • આત્મસ્થિત સ્વસ્થ - આત્મસ્થ બને છે. પરભાવ - અનાત્મભાવ - જડભાવ સર્વથા છુટી ગયો હોય છે અને ત્યારે ત્યાં ચેતન એની શુદ્ધ ચેતના જે આનંદનો ઘન - સુખકંદ હોય છે એમાંજ ખેલતો - ક્રીડા કરતો હોય છે. અંતરમસ્તીમાં આત્મમસ્ત દશામાં વિહરતા આત્મરંગી રંગ અવધૂતની એ આત્મમસ્તીને ઓળખી - સમજી નહિ શકનારા લોકને, અને લૌકિકને જ જાણનારા સમજનારા જગતના લોકોને તો આવી આત્મદશામાં રમતા અવધુત ધૂની - પાગલ - દિવાના લાગે છે, તેથી . તેમને તો આ જોણું થાય છે. દેખવા-જોવા-માણવા જેવો તમાસો લાગે છે. આશ્ચર્ય થાય છે ! આનંદઘનજી મહારાજાને વધેલી જટા, દાઢી સાથે લગભગ દિગંબર અવસ્થામાં, અવધૂત દશામાં, આત્મમસ્તીમાં, વિહરતા જોઈને, આશ્ચર્યચકિત થઈ આશ્ચર્ય વ્યક્ત કરતાં લોક કહે છે કે આ તે કેવું જીવન ? વ્યવહારમાર્ગની આટલી બધી ઉપેક્ષા અને છતાં નિશ્ચયમાં - આત્મામાં આટલી ઉત્તમ રમમાણતા ! જ્ઞાનીની જ્ઞાનદષ્ટિએ આધ્યાત્મિક પારમાર્થિક વાસ્તવિકતા તો એ હતી કે જગત રંગભૂમિ હતું, જગતના કર્તા ભોકતાભાવમાં રાચતા લોકો એ નાટકના પાત્રો હતાં અને જગતના પળે પળે પલટાતા રંગ એ નાટકના દશ્યો હતાં જેના યોગીરાજજી આનંદઘનજી મહારાજા તો કેવળ જ્ઞાતા - દ્રષ્ટા હતાં. એ તો રંગભૂમિથી - સંસારથી વેગળા થઈ ગયેલાં પ્રેક્ષક હતાં, બબ્બે તેથી ઉપરની કક્ષાએ હતાં. એ તો અંતરતમમાં એવાં આત્મસ્થ થઈ ગયાં હતાં કે બહાર શું થઈ રહ્યું છે તેનું તેમને ભાન જ નહોતું. એ અવધૂત યોગી
આત્મા ને ઓળખાય ત્યાં સુધી જીવને સંસારમાં ચક્રગતિ છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
આનંઘન પદ
-
२८
તો જગત તમાસાને સંસાર નાટકને જોવા માટે હાજર નહોતા કારણ કે
તેઓશ્રી તો આત્મલીન રહેતાં હતાં.
.
૨૦૫
પદનો બોધ એ છે કે.પર ક્યારેય સ્વ થનાર નથી અને સ્વ ક્યારેય પર થનાર નથી. અભાવનો ભાવ થનાર નથી અને ભાવનો કદી અભાવ થનાર નથી. પરમાં પરાધીનતા છે. સ્વમાં સ્વાધીનતા છે. માટે પરની બીજાની આશા છોડી દઈ પરથી ખસ, સ્વમાં વસ અને માણ સ્વ(આત્મ)
સ.
દૃષ્ટિકોણ બદલવા ઉપર ભાર છે. અજ્ઞાની પોતાના દૃષ્ટિકોણથી ઘેરાય છે અને બંધાય છે. સવાલ વસ્તુઓનો નથી પણ દૃષ્ટિકોણનો છે. જો તે વસ્તુઓની કામનાઓથી ભરેલો તો તે બંધનને અનુભવે છે અને જો કામનાઓથી રહિત છે તો તે મુકત છે. માણસ પોતાના કારણોથી જ ગુલામ બને છે અને એજ કારણોને તે તોડે તો મુકત થઈ શકે છે.
માનવીનું મન અનાદિકાળથી પાયાની ભૂલો કરતું આવ્યું છે. ‘હું કોણ છું ?’ તેની ઓળખમાં તે અત્યાર સુધી નિષ્ફળ ગયો છે માટે ગમે તેટલું સારું જીવન જીવવા છતાં તે બંધન મુક્ત થઈ શકયો નથી.
馬
માનવભવ પાત્રતા એટલે ઉપાદાનને વિકસાવવા માટે મળેલો શ્રેષ્ડભવ છે. કામ કાઢી લેવા જેવું છે.
શેરડી, મોસંબી કે કેરીમાંથી રસ ખેંચી લેતા આવડે છે પણ દેહમાંથી ચૈતન્યરત ખેંચતા નથી આવડતું.
આત્માનું આત્મપણે ગેરહાજરપણું એ આત્માનું ભાવમરણ છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૦૬
આનંદઘન પદ - ૨૯
પદ - ૨૯
(રાગ - આશાવરી) अवधू नाम हमारा राखे, सो परम महारस चाखे ॥ अवधू. ॥ नहीं हमे पुरुषा नहीं हम नारी, वरन न भात हमारी । जाति न पांति न साधन साधक, नहीं हम लघु नहीं भारी ॥ अ. ॥१॥ नहीं हम ताते नहीं हम सीरे, नहीं दीर्घ नहीं छोटा। नहीं हम भाई नहीं हम भगिनी, नहीं हम बाप न बेटा || अ. ॥२॥ नहीं हम मनसा नहीं हम शब्दा, नहीं हम तरणकी धरणी। नहीं हम भेख भेखधर नाहीं, नहीं हम करता करणी ॥ अ. ॥३॥ नहीं हम दरसन नहीं हम परसन, रस न गंध कछु नाही । आनन्दघन चेतनमय मूरति, सेवक जन बली जाहीं ॥ अ.
યોગીરાજજીએ આ પદ દ્વારા દ્રવ્યાર્થિકનયના સંગ્રહનયભેદ આશ્રિત “હું કોણ ?’ નો જવાબ વેદાંતદર્શન શલીએ નેતિ નેતિથી આપી ચેતન આત્માની સિદ્ધિ નાસ્તિભાંગાથી કરીને જણાવ્યું છે કે જે વ્યવહારમાં દેખાય છે અને હું કહી ઓળખાવાય છે, તેનાથી દેખાતો નથી તે ચેતન તદ્દન જુદો - વેગળો છે. શંકરાચાર્યે એમના આત્મષ્ટકમમાં આવા જ ભાવો વ્યકત કર્યા છે. એ આત્માષ્ટક પરિશિષ્ટમાં જોઈ લેવું.
અવધૂ નામ હમારા રાખે, સો પરમ મહારસ ચાખે. અ. હે આત્મન્ ! અમારું નામ કોણ રાખે ? અમારા નામને કોણ અજવાળી શકશે ? કોણ એ નામને દીપાવશે ? જે કોઈ અમારું નામ લેનારો છે, અમારું નામ દેનારો છે અને અમારા નામે ઓળખાનારો છે તે અમારા નામની યશપતાકા ફરકાવનાર કોઈ મામુલી માણસ નહિ હોય. એ તો કોઈ મહામુલો મહામાનવ નરકેસરી - આત્મપિપાસુ પુરુષોત્તમ હશે, જે પરમનો પ્યાસો પરમપદ -
II8II
સમજથી જે કાર્ય થાય તે આગ્રહથી નહિ થાય,
Page #264
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૨૯
પરમાત્મપદના પરમ (સર્વોચ્ચ) મહારસને એટલે કે પરમ પ્રશાંતતાના અને પરમાનંદના પરમ મહારસને ચાખનારો - આસ્વાદનારો હશે.
·
૨૦૭
.
પોતાના નાભિકમલ - મણિપુરચક્રમાં આઠ રૂચક પ્રદેશે એટલે કે પોતાના કૂવામાં જ પરિપૂર્ણ રહેલ અમૃતરસની છોળોથી પોતાના એક એક આત્મપ્રદેશ જે અસંખ્યાત છે તેને છલોછલ કરીને એ મહારસને પૂરેપૂરો ભરપૂર માણશે.
પરંતુ પહેલાં તો એ મહાત્મા એ મહારસને ચાખશે. એ મહારસને ચાખવાને પણ તે જ નરરત્ન ભાગ્યશાળી બનશે કે જે શુદ્ધ ચિત્ત હશે, જીવન જેનું પવિત્ર હશે, જે શોધક - ચિંતક - વિચારક હશે તે તેના ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાનઘ્યાનની પ્રબળતા તીવ્રતાના પ્રમાણ અનુસાર ચાટણ પામશે. ચાટણથી આસ્વાદિત થયેલો પછી એ પૂરેપૂરું માંગશે.
નયવિમલવિજયજીએ પણ ગાયું છે.....
આગમ તે જિનવર ભાખીયો, ગણધર તે હઈડે રાખીયો; તેહનો રસ જેણે ચાખીયો, તે હવો શિવસુખ સાખીયો.
નહીં હમ પુરુષા નહીં હમ નારી, વરન ન ભાત હમારી; જાતિ ન પાંતિ ન સાધન સાધક, નહીં હમ લઘુ નહીં ભારી. અવધૂ...૧.
મારો એ ભગવત્ પુરુષ તો પૂરેપૂરાથી જ રુષ્ટ, પુષ્ટ અને તુષ્ટ થનારો પુરુષ - આત્મા છે. જે પૂરેપૂરાની એષણા રાખે છે - પૂર્ણતાનો જ જે ઈસુક (ઈચ્છુક) છે તે પુરુષ છે. પૂર્ણતા એનું સ્વરૂપ છે તેથી એ સર્વત્ર પૂર્ણતા જ ઈચ્છે છે અને પૂર્ણતાને જ શોધે છે.
એ નથી તો નર (પુરુષ) એ નથી તો નારી (સ્ત્રી) કે નથી તો એ નાન્યતર (નપુસંક). નવમાં ગુણસ્થાનકે લિંગ રહે છે પણ વેદ નથી રહેતો. અર્થાત્ આકૃતિ રહે છે પણ વેદનો ઉદય નથી હોતો. નથી તો એ ગોરો, કાળો, પીળો કે ઘઉં વર્ણો, ન એનો કોઈ રંગ (વરન-વર્ણ) છે કે ન કોઈ એની ભાત (ડીઝાઈન) અર્થાત્ ભાતીગળતા. વર્ણ પણ નથી, છાપ પણ નથી અને છપાઈ પણ નથી.
ક્તિ પ્રાપ્ત સંપત્તિ કે પુણ્યોદ્યથી મહાન નથી પણ ગુણોથી મહાન છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૦૮
આનંદઘન પદ - ૨૯
જે બધાં રૂપો બહારમાં દેખાય છે તે તો પર, જડ પંચમહાભૂત તત્વ પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-આકાશાદિ પુદ્ગલના રૂપો છે. પુદ્ગલના આ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દમાં હું નથી. - વિશ્વેતન - ચેતન (મિત્રચેતન)નો એક પણ ગુણ “શુદ્ધ ચેતન'માં નથી અને શાહ ચેતન'નો એક પણ ગુણ મિત્ર ચેતનમાં નથી. બન્ને સર્વણા સાવ જુદાં છે. શુદ્ધ ચેતન એ પુરુષ તત્ત્વ છે અને મિત્ર ચેતન એ પ્રકૃતિ તત્વ છે. શુદ્ધ ચેતન એ બિંબ છે, મિશ્ર ચેતન એ પ્રતિબિંબ છે. ચેતનની છાયા પડવાથી તે ઊભું થયું છે. મિત્ર ચેતન એ સર્વથા ચેતન પણ નથી અને સર્વથા જડ પણ નથી. પરંતુ ચેતનની હાજરીથી ચેતનભાવને પામેલ પુદ્ગલા છે જે સક્રિય અર્થાત્ ક્રિયાશીલ છે અને તેનાથી સંસાર ચાલે છે. શુદ્ધ ચેતન અક્રિય છે અને તે જ પરમાત્મ તત્ત્વ છે.
શુદ્ધ ચેતન જીવ પોતે જ છે પણ તેને જીવ ઓળખતો નથી કારણ કે તે દેખાતું નથી અને મિશ્ર ચેતન જે સ્થૂલ હોવાથી દેખાય છે પણ થોડા સમય પુરતું છે, જેમાં જીવ અનાદિથી ‘હું પણું કરતો આવ્યો છે તે જીવનું અજ્ઞાન છે. આ અજ્ઞાનને કારણે જ આખો સંસાર ઊભો થયો છે, તેને ટાળવાની વાત આ પદમાં કરી છે.
જેમ હું રંગરૂપ નથી તેમ બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શુદ્ધાદિ ચાર વર્ણરૂપ, જાતિરૂપ પણ નથી. હું કોઈ જાતપાતનો નથી કે નથી મારી ઉત્તમ, મધ્યમ, કનીષ્ઠની પંકિત (પાંતિ) - ક્રમ. નથી તો હું એકેન્દ્રિય કે નથી તો હું વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય મનુષ્ય, દેવ ચા નારક. નથી તો હું સાધકની સાધનાનું સાધન કે સ્વયં સાધક યા અન્ય કોઈ સાધકનો ઉત્તરસાધક. હું તો સ્વયંસિદ્ધ, અનાદિ અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ નિષ્પન્ન છું. હા ! સાધનાકાળમાં સાધ્યસ્વરૂપે ઉપસ્થિતિ છે કેમકે અનાદિ અનંત છું. એટલું જ નહિ પણ હું કાંઈ હવામાં તરનારા રૂ જેવો કે તણખલા જેવો હળવો - હલકો - નીચો પણ નથી અને વજન કે પથ્થર જેવો પોતાના ભારથીજ ડૂબી જનારો ભારે - વજનદાર - ઊંચો પણ નથી. ન તો હું લઘુ નાનો - નીચો છું કે ન તો ગુરૂ - મોટો -
જીવને સજ્જનતા તો ફાવે છે પણ સાત્વિકતા નથી ફાવતી.
Page #266
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૯
૨૦૯
ઊંચો છું. નથી હુ મહાન સ્કૂલ, નથી હું લહાન સૂક્ષ્મ.
આ બધાં તો વ્યવહાર ચલાવવા વ્યવસ્થા સાચવવા માટે મારી અવસ્થાને (પર્યાયને) અપાયેલા નામ છે, જે અવસ્થા બદલાતા બદલાઈ જનારા ભામક નામ છે. આ બધી અસ્થિર અવસ્થાઓમાં અવસ્થિત અધિષ્ઠાતા તો સ્થિર, ધ્રુવ, અચલ, અશ્રુત, અજન્મા, અક્ષર, અમર, અક્ષય, અગુરુલઘુ, અવ્યાબાધ, અવ્યય, અદશ્ય એવો અરૂપી અનામી અને અવ્યવહાર્ચ છે કારણ કે તે અદેહી, અશરીરી, અમૂર્ત છે અને અક્રિય છે. એ જ સાચો “હું છું ! આ બધી અસ્થિર અવસ્થાઓમાં જે “હું પણું કરું છું તેનો તો અભાવ થઈ જનાર છે. માટે તે અહંકાર અર્થાત્ અવળો અહંકાર છે - મિથ્યા અહંકાર છે કારણ કે હું પણું નથી તેમાં ‘હું પણું” કરે છે. હે જીવ! જે “તું” નથી તેમાં તું “હું” “હું કરે છે તે જ તારો અહંકાર છે. એ બધા તો ક્રમભાવી પર્યાય (પલટાનારી અવસ્થા) છે, જે સતત નિરંતર સાથે રહેનાર સહભાવી ગુણ પણ નથી અને ગુણ જેમાં રહેલાં છે તે ગુણી (દ્રવ્ય) પોતે પણ નથી. એ તો લોકોએ લોકવ્યવહાર માટે લોક (જગત)માં આપેલી ઓળખ-સંજ્ઞા-સર્વનામ છે. એ તો જરા વિચાર કે લોકમાં તારું નામ હોવા છતાંય લોકો લોકવ્યવહારમાં જ પાછા શાળામાં, હોસ્પિટલમાં, સરકારી દફતરોમાં, જેલમાં નામથી નહિ પણ નંબરથી ઓળખે છે. હે જીવ! જગતના નકશામાં તું તને બતાવી શકે એમ નથી. તું કશામાં જ નથી તેથી તો એને નકશા કહ્યાં !
માટે જ તો યોગીરાજે પ્રથમ પંકિતમાં જ કહી દીધું કે નામ એ રાખશે અને પરમ મહારસ ચાખશે જે જાતને - પંડને અનામી અરૂપી જાણીને પિંડ (હ)ના નામ અને રૂપનો મોહ રાખશે નહિ અને દેહને અપાયેલાં નામ, રૂપ, તેમજ દેહ સ્વયંને મારા માનશે નહિ. વિનાશી તે મારું નહિ અને મારે તે. વિનાશી નહિ. અવિનાશી એવો હું વિનાશીને મારું કેમ માનું?
નહીં હમ તાતે નહીં હમ સીરે, નહીં દીર્ઘ નહીં છોટા; નહીં હમ ભાઈ, નહીં હમ ભગિની, નહીં હમ બાપ ન બેટા. અવધૂ.૨.
શીત શરીરથી હું શીત સ્વરૂપ નથી કે ઉષ્ણ શરીરથી હું ઉષ્ણ સ્વરૂપ
જ્ઞાન સ્વરૂપના બીબામાં ઢળે તો વીતરાગ બને.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૧૦
આનંદઘન પદ
નથી. શીતતા-ઉષ્ણતા તો પુદ્ગલ ગુણધર્મ છે. અથવા તો તાતો એટલે કે જગતપિતા - God પરમપિતા કે ઈશ્વર નથી અને સીરે એટલે કે સીરી - શ્રી
-
--
ભાગ્યદેવી યા ભાગ્યવિધાતા નથી. હું દીર્ઘ એટલે મોટો કે લાંબો પણ નથી અને છોટો એટલે ટૂંકો કે નાનો પણ નથી. ન તો હું વામન છું કે ન તો હું વિરાટ - મહાકાય છું. આ બધાં તો નામકર્મના ઉદયે મળેલાં નામ, રૂપ, રંગ અને ઘાટ છે. આ તો તાંબુ ભેળવી બનાવેલા સોનાના દાગીના - ઘરેણાં છે. શુદ્ધ સોનું જોઈતું હશે તો ઘરેણાંના ઘાટ, ઘડામણ અને ઘટ ભૂલી જવા પડશે જતાં કરવા પડશે.
આપ સ્વભાવમાં રે, અવધૂ સદા મગનમેં રહેના; જગત જીવ હૈ કરમાધીના, અચરિજ કછુઅ ન લીના.
૨૯
જ્યાં ઘાટઘટ (નામ-રૂપ) અને ઘરેણું (દેહ) જ હું નથી ત્યાં પછી એ દેહના સંબંધે બંધાયેલા ભાઈના, બહેનના, બાપના, બેટાના, મા દીકરીના કે પતિ-પત્નીના સંબંધો કેમ કરીને મારા હોય શકે ? એ તો મોહનીય કર્મનો ઉદય છે. લેણદેણના ઋણાનુબંધના સંબંધ છે. લેણદેણ પૂરી થતાં સહુ સહુને રસ્તે પડી જનાર છે. ઘડીક ભેળો મળેલો પંખીનો મેળો છે. કોઈ વહેલો કોઈ મોડો ઊડી જનાર છે. કવિએ ગાયું છે.....
તું નહિ કેરા કોઈ નહિ તેરા, કયા કરે મેરા મેરા, તેરા હૈ સો તેરી પાસે, અવર સબ અનેરા.
વધુ વિનાશી તું અવિનાશી, અબ હૈ ઈનકા વિલાસી; વપુસંગ જબ દૂર નિકાશી, તબ તુમ શિવકા વાસી.
આપ.
આપ.
આપ.
હે અવધૂ ! તું તો સર્વ સાંસારિક સંબંધોના બંધનથી મુકત આપ સ્વભાવમાં સ્થિત વીતરાગ છે. તું રાગી નથી, તું વીતરાગી છે. વીતરાગી સર્વના હોય ! રાગી કોઈનો નહિ, સિવાય એના રાગનો ! રાગીના સંબંધો રાગ પોષાય ત્યાં સુધી જ હોય જ્યારે વીતરાગ સંબંધ શાશ્વત હોય અને વીતરાગ હોય એટલે સર્વના હોય. વીતરાગીની વીતરાગતા પ્રેમપૂર્વકની હોય અને પ્રેમ વીતરાગતા પૂર્વક હોય.
જ્ઞાન અને આનંદ અવિનાભાવ હોવાથી જ્ઞાનને પ્રધાનતા અપાય છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૯
નહીં હમ મનસા, નહીં હમ શબ્દા, નહીં હમ તરણકી ધરણી; નહીં હમ ભેખ ભેખધર નાહીં, નહીં હમ કરતા કરણી. અવધૂ.૩.
દેહના સંબંધે વળગેલા પરિવારના કૌટુંબિક સંબંધો કે સ્નેહી સ્વજનોના સંબંધ એ હું નથી કારણ કે દેહ જ હું નથી. આગળ વધીને હવે યોગીરાજજી કહે છે કે સ્કૂલ દેહ તો જવા દો આ સૂક્ષ્મ મન કે જે ઈચ્છા કરે છે, વિચાર કરે છે, ભાવ કરે છે તે પણ હું નથી. ઈચ્છા, વિચાર હોવા એ તો ઘાતિકર્મના હોવાપણાના લક્ષણો છે. ઈચ્છા થવી એટલે મોહનીયકર્મનો ઉદય કેમકે ઈચ્છિતા પદાર્થનો મોહ છે. વળી ઈચ્છિત પદાર્થ જોઈએ છે એનો અર્થ એ થયો કે તે પદાર્થનો વ્યકિતને અભાવ છે. અર્થાત્ અંતરાયકર્મનો ઉદય છે. વિચાર થવા એ મતિજ્ઞાનની ઉપસ્થિતિ સૂચક છે. એટલે કે કેવળ જ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીય કર્મનો ઉદય છે. મન અમન થાય તો ભગવાન થાય. મન, અમન થાય એટલે કોઈ ઈચ્છા રહે નહિ એટલે નીરિહી - વીતરાગ - પૂર્ણકામ થાય. બારમાં ગુણસ્થાનકે આવે. વીતરાગ થતાં મતિજ્ઞાન અવિકારી થયું પરંતુ હજુ મતિજ્ઞાન છે પણ પૂર્ણજ્ઞાન - સર્વજ્ઞતા નથી. તેથીજ છદ્મસ્થ ક્ષીણમોહ વીતરાગ ગુણસ્થાનક કહેવાય છે. બારમાના અંતે તેરમાં ગુણસ્થાનકે પ્રવેશતા વિચાર પણ જાય - સંકલ્પ - વિકલ્પ જાય અને નિર્વિકલ્પદશા આવે અર્થાત્ ભાવમન જાય અને સર્વદર્શી સર્વજ્ઞ બનાય. હજુ તેરમાં સયોગી કેવલી ગુણઠાણે દ્રવ્ય મન રહે છે પરંતુ ચોદમાં અયોગી કેવલી ગુણઠાણે દ્રવ્યમનનો વ્યાપાર પણ બંધ થઈ જાય છે કારણ કે રીલેશીકરણથી સર્વ યોગનું સ્થિરીકરણ કરી સર્વ યોગવ્યાપારનો વિરોધ કરવામાં આવે છે. આમ મન એ સાધન જરૂર છે પણ સાધ્યથી અભેદ થતાં એ સાધન છૂટી જાય છે. આમ મન એ પણ હું નથી. મન છે ત્યાં સુધી મનોવર્ગણાના પુદ્ગલના ગ્રહણ અને ત્યાગરૂપ ક્રિયા છે. વિચારતૃપ્તિ એ કેવળજ્ઞાન છે અને ઈચ્છાતૃપ્તિ એ પરમાનંદ છે. જ્યારે જ્ઞાન અને આનંદની અભેદતા એ આત્માનું પરમાત્મસ્વરૂપમાં પરિણમનરૂપ એવંભૂતનવ નિર્દિષ્ટ સ્વરૂપ છે.
શ્રી રમણ મહર્ષિએ પણ કહ્યું છે....
સાધકનું પ્રયોજન માત્ર જ્ઞાન નથી. જ્ઞાન સાથે આનંદ પણ પ્રયોજન છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૧૨
આનંદઘન પદ
છે મુકિત તો ચિત્ત શમી જતાં જ, એ હાર્દ જે કો સમજે સુશાસ્ત્રનું; શમાવશે એ મનને સુસત્વરે, શાસ્ત્રો પછી શેં ઉથલાવશે એ ?
૨૯
જો હું મન નથી તો પછી હું શબ્દરૂપ કેવી રીતે હોઉં ? શબ્દ તો બે પુદ્ગલ પરમાણુઓના ઘર્ષણથી ઉત્પન્ન થનાર અવાજ છે. આમ શબ્દ પુદ્ગલ છે પણ પુદ્ગલનો ગુણ નથી. શબ્દોચ્ચારમાં પણ ભાષાવર્ગણાના પુદ્ગલ પરમાણુના ગ્રહણ અને ત્યાગની ક્રિયા છે.
-
આમ આત્મા એના પરમવિશુદ્ધ સ્વરૂપમાં, નથી તો મનસ્વરૂપ કે નથી તો શબ્દસ્વરૂપ. એ અમન અશબ્દ છે. એથી જ તો સાચું ઊંચું મૌન એને કહ્યું કે જ્યાં શબ્દોનું પણ મૌન છે અને મનનું પણ મૌન છે. મુનિને મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિની સાધના કહી.
(તૃણ) ઘાસ જેની ઉપર ઊગે છે તે ધરણી - ધરતી - પૃથ્વીતત્ત્વ પણ નથી. હું ઉત્પાદક પણ નથી અને વિનાશક પણ નથી.
એટલું જ નહિ પણ, હું કોઈ ભેખ એટલે ભીખારી કે ભિક્ષુક પણ નથી અને ભેખ (વેશ) ધારી સાધુ, સન્યાસી, જોગી, બાવો, દરવેશી કે ફકીર નથી.
-
અરે ! કશાનોય કર્તા નથી, સિવાય કે મારા સ્વરૂપનો સ્વભાવનો. પરમાં મારું કોઈ કર્તાપણું છે જ નહિ. જો કર્તાપણું હોત તો મને અણગમતું હું થવા દેત નહિ. જ્યાં કર્તાપણું નથી ત્યાં ક્રિયા નથી અને ક્રિયા નથી ત્યાં કરણી નથી અને ભોગવવાપણું નથી. હું કરતો નથી - હું કર્તા નથી અને છતાંય હું કરું છું અને હું કર્તા છું એમ માને છે અને મનાવે છે તે જ અહંકાર છે અને એ જ બંધનનું કારણ છે.
આમ આત્મા અમન, અશબ્દ, અણાહારી, અશરીરી, અકર્તા, અક્રિય છે.
નહીં હમ દરસન નહીં હમ પરસન, રસ ન ગંઘ કછુ નાહી; આનન્દઘન ચેતનમય મૂરતિ, સેવક જન બલિ જાહીં. અવધૂ...૪. ચર્મચક્ષુ (આંખ)નું કાર્ય દર્પણ (અરીસા) જેવું છે. એમાં પદાર્થનું
અનંતાનંત ગુણોનું એક સંમિલિત પરિણમન એ વીતરાગતા છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૨૯
૨૧૩
પ્રતિબિંબ પડે છે. આમ આંખની કીકીનો પ્રતિબિંબ ઝીલવારૂપ ગુણધર્મ છે. દર્પણ જેવું કાર્ય કરતી આંખોએ દર્પણ જેવાં બનવું જરૂરી છે. બિંબનું પ્રતિબિંબ દર્પણમાં પડે છે પરંતુ દર્પણ કાંઈ બિંબ ઉપર પડતું નથી કે પોતામાં પડેલાં પ્રતિબિંબના કારણે બિંબરૂપ થતું નથી. દીવો પોતાના પ્રકાશથી વસ્તુને દેખાડે ખરો, પણ વસ્તુ સ્વરૂપ નહિ થાય. એમ દૃષ્ટિમાં દશ્ય દેખાય ભલે પણ દૃષ્ટિના દષ્ટાએ તો દૃષ્ટિ દુષ્ટામાં જ (પોતામાં જ) રાખવી જોઈએ અને દશ્ય રૂપ ન થવું જોઈએ. દેખાય ભલે ! પણ જો દેખે (દશ્યમાં ભળે) તો દાઝે. આમ હું આત્મા દષ્ટા જરૂર છું પણ દર્શન નથી. એક જ્ઞાનીએ કહ્યું છે.
જો નજર આતે કે નહિ અપને,
જો હૈ અપના નજર નહીં આતા !” હવે જો દરસન (દર્શન)નો અર્થ વિસ્વની આત્મવિષયક વિધ વિધ આધ્યાત્મિક વિચારસરણી Phylosophy એવો કરીએ તો સંગ્રહાદિ સાત નયોમાંના એકેક નય આશ્રિત જે એકાંતિક દર્શનો છે તે હું નથી. એક એક નયથી ઉત્પન્ન થયેલ એક એક દર્શન એ તો સાગરમાં ઉદ્ભવેલા તરંગરૂપ છે. તરંગનો સાગરમાં સમાવેશ થાય છે પણ કાંઈ સાગરનો તરંગમાં સમાવેશ થતો નથી. નય એ તો પૂર્ણ પ્રમાણનો એક અંશ - બિંદુ છે. બિંદુ કાંઈ સિંધુ કહેવાય નહિ. અંશ કાંઈ પૂર્ણની બરોબરી કરી શકે નહિ. A part cannot be equalized to whole. આમ હું આત્મા અંશ નથી પણ પરિપૂર્ણ - સર્વાંગસંપૂર્ણ છું.
જેમ આંખથી થતાં દશ્યના રૂપ એટલે કે વર્ણ અને આકાર સ્વરૂપ હું નથી તેમ પરસન એટલે કે સ્પર્શન (સ્પર્શ) રૂપ પણ હું નથી. પદાર્થને (Touch) સ્પર્શ કરો તો ઠંડો કે ગરમ છે તેની જાણ થાય. પદાર્થને (Rub) ઘસો તો ખબર પડે કે ખરબચડો છે કે સુંવાળો. પદાર્થને (Press) દાબો તો. જાણ થાય કે એ નરમ-પોચો-મુલાયમ છે કે કઠણ અને પદાર્થને (Lift) ઉંચકવાથી માલુમ પડે કે તે ભારે વજનદાર (ગુરુ) છે કે હલકો (લઘુ) છે.
રૂપીને છોડો અને અરૂપીને પકડો તો મોક્ષ પામો.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૧૪
આનંદઘન પદ - ૨૯
આમ પદાર્થના પરસનાદિથી જણાતા શીત, ઉષ્ણ, રુક્ષ, સ્નિગ્ધ, નરમ, સખત, ભારે, હલકામાંના આઠેય ગુણ જે છે તે હું નથી.
પરસનનો અર્થ યદિ પ્રસન્નતા કરાય તો અર્થઘટન એ પણ થાય કે નથી તો હું પ્રસન્ન - રાજી કે નથી તો હું ખિન્ન • નારાજ. હું કાંઈ રતિ અરતિ સ્વરૂપ નથી. હું તો વીતરાગ સ્વરૂપ છું. જો કે યોગીરાજે અહીં પરસન શબ્દ સ્પર્શનના અર્થમાં જ પ્રયોજયો છે કેમકે પુગલ ગુણ નિષેધરૂપ આત્મા જણાવી રહ્યાં છે.
ખારો, ખાટો, મીઠો, તીખો, તૂરો, કટુ એ છયે રસમાંથી કોઈ રસરૂપ હું નથી.
હું સુગંધ કે દુર્ગધ સ્વરૂપ પણ નથી. રૂપ-વર્ણ, સ્પર્શ, રસ અને ગંધ એ તો પુદ્ગલના ગુણધર્મ છે અને ઈન્દ્રિયોના વિષયો છે. હું આત્મા તો અતિન્દ્રિય અવિષયી, અવિકારી છું.
વાચક માનવિજયજી પણ આજ ભાવ વ્યકત કરી પરમાત્મસ્વરૂપ અકળતાને દાખવે છે. રૂપ નિહાળી પરિચય કીનો, રૂપમાંહિ નહિ આયો;
તું તો અકળ સ્વરૂપ જગતમાં. . જે જે પૂજા તે તે અંગે, તું તો અંગથી દૂરે, તે માટે પૂજા ઉપચારિક, ન ઘટે ધ્યાનને પૂરે. ચિદાનંદ કેરી પૂજા, નિર્વિકલ્પ ઉપયોગ; આતમ-પરમાતમને અભેદ, નહિ કોઈ જડનો જોગ.
તું તો અકળ સ્વરૂપ જગતમાં. રૂપાતીત ધ્યાનમાં રહેતાં, ચંદ્રપ્રભજિનરાય; માનવિજય વાચક ઈમ બોલે, પ્રભુ સરીખાઈ થાય.
તું તો અકળ સ્વરૂપ જગતમાં
ઉપયોગ એટલે ચૈતન્ય વ્યાપાર અર્થાત્ જ્ઞાનનો વપરાશ.
Page #272
--------------------------------------------------------------------------
________________
આનંઘન પદ
·
૨૯
આમ જે અવેદી, અભેદ, અગુરૂલઘુ, અશરીરી, અમૂર્ત, અબંધ, અમન, અશબ્દ, અકર્તા, અતીન્દ્રિય, અવિકારી, અરૂપી, અક્રિય ચૈતન્યમય આનંદપિંડ (સુખકંદ) આત્મસ્વરૂપને પિછાનશે, તેવાં નરરત્નો - નરકેસરીઓ એની બલિહારી ઉપર ઓવારી જઈને, એ પરમાત્મ સ્વરૂપના ઉપાસક - સેવક બનીને ઉપરોકત સર્વ અનાત્મરૂપની આહુતિ આપી દેવાનું - બલિ ચડાવવાનું મહાન પરાક્રમ કરી, સ્વયં પરમાત્મારૂપે પ્રકાશીને જગતમાં પરમાત્મસ્વરૂપના પ્રકાશનના વહેણને વહેતું રાખી, પરમાત્માના નામને દીપાવશે. મોક્ષમાર્ગ ચાલુ રહેશે. એ સ્વયં ભગવાન બની ભગવાન વતી ભગવદ્ભાવ વહેશે.
પદનો બોધ એ છે કે તું તારા વિરૂપને ઓળખ, તું તારા સ્વરૂપને ઓળખ. જે તારું નાસ્તિ સ્વરૂપ છે તેની નાસ્તિ કર અને જે તારું અસ્તિસ્વરૂપ છે તેનો આવિષ્કાર કર ! ટુંકમાં વિરૂપથી વિભક્ત થઈ સ્વરૂપનો ભક્ત બની તું તારા સ્વરૂપથી અભેદ થા ! નિગોદની નિકૃષ્ટ અવ્યહારાશિમાંથી બહાર નીકળવા ભાગ્યશાળી થયેલાં અને વ્યવહારરાશિમાં આવેલ હે ભવ્યાત્મન્ ! હવે તું ઉત્કૃષ્ટ ચૈતન્યાનંદ અક્રિયતા અવ્યવહાર્ય દશાને પામ !
આપવાની ક્રિયા સંયોગો અનુસાર થાય છે પણ આપવાના ભાવ જાગૃતિ અનુસાર થાય છે.
૨૧૫
આત્મા અન્ય દ્રવ્યને જાણવાની જ્ઞાયક્તિથી જ્ઞાન મહાન છે જ્યારે સ્વાત્માનુભૂતિથી વેટને મહાન છે.
સંસારત્યાગ એટલે પરભાવમાંથી વિરમવું અને સ્વભાવમાં રમવું.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૧૬
આનંદઘન પદ - ૩૦
IIII
પદ - 30
(રાગ આશાવરી) साधो भाई समता रंग रमीजे, अवधू ममता संग न कीजे || सा. ॥ संपत्ति नाहीं नाहीं ममतामें, ममतामां मिस भेटे । खाट पाट तजी लाख खटाउ, अन्त खाखमें लेटे | सा. ॥ ॥१॥ धन धरतीमें गाडे बौरे, धूर आप मुख ल्यावे । मूषक साप होवेगा आखर, तातें अलच्छी कहावे || सा. ॥ ॥२॥ समता रत्नागरकी जाई, अनुभव चंद सुभाई । कालकूट तजी भावमें श्रेणी, आप अमृत ले आई || सा. || लोचन चरन सहस चतुरानन, इनतें बहुत डराई । બાનન્દઘન પુરુષોત્તમ નાથ, હિતવરી વ તારું II TI. II I૪ll
પૂર્વના ૨૯મા પદમાં દ્રવ્યદૃષ્ટિ ધરી, વ્યવહારથી વિમુખ થઈ, નિશ્ચય સન્મુખ થઈ, નિશ્ચય સ્વરૂપ બની જવાની પ્રક્રિયા યોગરાજજીએ બતાવી હતી. તો હવે આ પદમાં વ્યવહારનય લક્ષી વ્યવહારક્રિયાથી એટલે કે સત્કાર્ય - સક્રિયાથી (સમતાથી) અસક્રિયા - અસત્કાર્ય (મમતા)થી છૂટી સસ્વરૂપ થવાની પ્રક્રિયા બતાવે છે.
સાધો ભાઈ સમતા રંગ રમીજે, અવધૂ મમતા સંગ ન કીજે.
સારાય સંસારને ધુણી (ત્યજી) દીધો છે અને શાશ્વતની પ્રાપ્તિની ધુણી ધખાવી છે, એવાં હે સાધક સાધુ ભાઈ ! તું સમતાના જ સંગમાં રહેજે અને એના જ રંગમાં રંગાઈ જઈને સમતાનો રંગ માણજે (રમીજે). સમ એ તારું સ્વરૂપ છે. તેથી જ તો કહ્યું છે કે “સમત્વમ યોગ ઉચ્યતે". સમત્વને જ યોગ-સાધના કહેલ છે. સમ છે ત્યાં શમ છે. જેને બધાંય શાતા-અશાતા, સુખ-દુ:ખ, સાનુકૂળતા-પ્રતિકુળતા, લાભ-નુકસાન, માન-અપમાન,
ઉપયોગ શુભરૂપે પરણમે તો અશુભ અટકે.
Page #274
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૦
૨૧૭,
જય-પરાજય આદિ દ્વોમાં સમત્વ (સમતા) ભાવ વર્તે છે, તે નિદ્રઢ રહે છે અને ઉપશમભાવમાં - શાંત - પ્રશાંત - ઉપશાંતભાવમાં પ્રવર્તે છે.
સમતા તો જ સધાય અવધૂ - ચેતન ! જો મમતાથી છૂટાય. માટે અવધૂ-ચેતનનું સંબોધન કરીને કહે છે કે ચેતતો રહેજે. નિ:કાંક્ષ નિરંતર જાગૃતિ રાખી મમતાનો સંગ કરવાથી છેટો રહેજે. મમતા જાય તો જ સમતામાં અવાય અને સામાયિકમાં રહેવાય. જેને મારું મારું કહીએ છીએ My My કરીએ છીએ તે સઘળું ચ પર, જડ અને વિનાશી છે. એ સર્વ કાંઈ મારું છે નહિ તેને મારું મારું કહી વળગીએ છીએ અને એની ઉપર માલિકી કરીએ છીએ તે મમતા છે - મમત્વ છે. એ “હું” ને ભૂલાવે છે અને “હું” નથી તેના રવાડે ચડાવે છે. અને એમાં મુંઝાવે છે. એ મંઝવણ ટાળવા1 એટલે શહાત્મા અને My એટલે તેને વળગેલ વિનાશી એવું પ્રકૃતિનું તત્વ. એ બેનું સેપરેશન (અલગીકરણ) કરી I માં રહેવું અને My ને જોઈ લેવું તે અધ્યાત્મકલા છે, જે સંસારનો અંત લાવનાર છે. આ મમતા જ સર્વ દુ:ખનુ (જડ) મૂળ છે અને સમતા જ સર્વ સુખનું મૂળ છે. મમત્વ જેનામાં નથી, એનામાં જ સાચો નિ:સ્વાર્થ (નિ:કાંક્ષ) મૈત્રી ભાવનો પ્રેમ હોઈ શકે. મમત્વ વિનાનો સર્વન જ કરી ચલાવી ઓપરેશન કરી દર્દીને સાજો કરી શકે. મમતા એ મોહ જ છે. એ મોહ શું છે અને તેને જીતવાનો મોહત મંત્ર શું છે તે નીચેના શ્લોકમાં સરસ રીતે જણાવ્યું છે.
अहं ममेति मंत्रोऽयं मोहस्य जगदान्ध्यकृत् । अयमेव हि नपूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।
शुद्धात्मद्रव्यमेवाह, शुद्ध ज्ञानं गुणो मम । ( નાન્યોન માન્ચે રે’ - ત્યવો મોરન્નમુન II
આ શરીર તે હું છું અને તેની સાથે સંબંધિત છે તે બધું મારું છે' એ જગતને આંધળુ કરનાર મોહરાજાએ આપેલો મંત્ર છે. જ્યારે “આ શરીર તે હું નથી અને તેની સાથે સંબંધિત છે તે મારું નથી' એ મોહને જીતનારો પરમાત્માએ આપેલ પ્રતિમંત્ર છે.
આદયાત્મિકતાનો માર્ગ જાગૃતિનો છે તેમ અત્યંત પ્રામાણિકતાનો પણ છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૧૮
આનંદઘન પદ - ૩૦
શુદ્ધ આત્મદ્રવ્ય તે હું છું અને શુદ્ધજ્ઞાન તે મારો ગુણ છે. હું કોઈનો નથી અને મારું કોઈ બીજું નથી એ વિચારણા મોહનો નાશ કરનાર પ્રચંડ શસ્ત્ર
છે.
દાદુ ભગત પણ કહે છે..
તેરા તેરા - ન કુછ હમારા !
મેરા મેરા કહત ગંવારા સમતા એ સ્થિરતા છે. સમતાથી સરળતા એટલે ભેદભાવ રહિતતા છે. તેથી વ્યાપકતા છે અને પ્રેમસ્વરૂપ છે. સ્વમાં ઠરવાપણાથી - સ્વમાં સમાઈ જવામાં સમતા છે.
જ્યારે મમતામાં વિષમતા છે અને તેથી ઢળવાપણું હોવાથી અસ્થિરતા છે. મમતામાં મોહ માયા છે તેથી સંકુચિતતા અને ભેદભાવ છે. મમતામાં સમાવાપણું નથી પણ છલકાવાપણું છે તેથી આછકલાઈ છે. આવી આ મમતાનો, સંગ તો નથી જ કરવાનો પણ એ મમતાને સમતાથી મારી હઠાવવાની છે..
સંપત્તિ નાહીં નાહીં મમતામેં, મમતામાં મિસ ભેટે; ખાટ પાટ તજી લાખ ખટાઉ, અંત ખાખમેં લેટે. સા...૧૦ મમતાનો સંગ ન કરવાના કારણો બતાવતા કવિરાજ મમતા કેવી નકારી મારક છે તે જણાવે છે.
મમતાએ તો અમારો મેળ કરાવ્યો છે અને એ મમતાને કારણે તો અમારો કુટુંબ કબિલો ભેળો કિલ્લોલ કરી રહ્યો છે, તો એ મમતા અમારી સંપત્તિ નહિ ગણાય ?
ના ભાઈ ના ! મમતા એ કાંઈ સંપત્તિ નથી. એ તો આપત્તિ છે. મમતાને ભેટવું એ તો મિસ એટલે કે મેશ - કાજળને ભેટવા બરોબર છે. એ તો કાજળની કોટડીમાં હાથ નાખી હાથને કાળા કરવા જેવું છે. અથવા તો કોલસાની દલાલીમાં હાથ કાળા કરવા જેવું છે. આ ધંધો દલાલીનો છે અને તે પણ કોલસાની દલાલીનો. ધંધો દલાલીનો એટલે ખાટ કહેતાં ઘર અને પાટ કહેતાં પેઢી કે
જેની વચ્ચે રહ્યાં છીએ તેને ઊંચત ન્યાય આપીને જ મોક્ષે જવાશે.
Page #276
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
·
૩૦
ઓફિસને છોડીને લેનારા ખરીદનારા અને દેનારા
વેચનારાની પેઢીના આંટાફેરા કરવાના. લેનાર અને દેનાર બંનેને ઊઠા ભણાવી સોદો પાર ઉતારવાનો અને દલાલી રોકડી કરવાની. દલાલીની કમાણી એટલે શાખ (આબરૂ) વગરની વચેટિયા તરીકેની કમાણી કે જેમાં ગાળિયા પણ ખાવાના હોય. આવી કમાણીથી લાખો ખાટ્યા (કમાયા) પણ એ કાળી કમાણી એ મેશ-કાળપ ચોપડી અર્થાત્ કાળા કરમો મેશ થઈને જીવને ચોંટ્યા. એવી કમાણીના અંતે આયુષ્ય પુરું થતાં ચિતા ભેગો થઈ ખાખ થયો. જે શરીરના સંબંધને અને શરીરના સંબંધે અન્ય સંબંધોને સાચવવા જાળવવા એના ભોગવટા માટે કાળી કમાણી કરી તે શરીર તો રાખ થઈ ગયું અને કાળા કર્મોની મેશ ચોંટાડી એ કર્મોની લેણદેણના હિસાબ ચૂકવવા અનંત સંસારની ભટકામણ થઈ. એમાંથી છૂટવાનો - એ સંસારના ભવભ્રમણનો અંત આણનારો મોક્ષમાર્ગ પછી સહજાસહજ હાથ લાગનાર નથી. જ્ઞાનીઓએ સંસારને અંધારિયો ભમ્મર કુવો કહ્યો છે. એ અંધારિયા કુવામાં પ્રકાશ થવાનો નહિ અને બહાર નીકળવાનો માર્ગ નજરે ચડવાનો નહિ.
-
·
-
આ પંક્તિની આધ્યાત્મિક વિચારણા કરીએ તો શ્રીમદ્ આનંદઘનજી મહારાજાનું કહેવાનું તાત્પર્ય એ છે કે ખાટ એટલે જીવની જ્ઞાન, દર્શન, ચારિત્રાદિની સ્વરૂપ સંપત્તિ આત્મધન અને પાટ એટલે સ્વરૂપસ્થિતતા સ્વભાવસ્થિતતા સ્વસ્થિતતા આત્મસ્થિતતાની પટુતાને ત્યજીને અર્થાત્
તારી શાશ્ર્વત ગુણભાવ સંપત્તિને ત્યજીને તું મમતાનો માર્યો પર-જડ-નશ્ર્વર સંપત્તિને મેળવવા પાગલ થયો છે. ખાટપાટને ભોગે ખાટેલી - કમાયેલી એ સંપત્તિ તો અહીંની અહીં રહી જશે અને જીવ તારે ખાખમાં લેટી જવું પડશે એટલે કે ચિત્તાએ ચડી મરણને શરણ થઈ, ખાલી હાથે આ ભાડાનું મકાન ખાલી કરી, કમાણી માટે કરેલાં કરતુતોનો જવાબ આપવા (ચૂકવણી કરવા) ચાલતી પકડવી પડશે.
.
૨૧૯
સારાય સંસાર (દુનિયા)ને સંપત્તિ માટે ખુંદી વળનારા સમ્રાટ સિકંદરને તો મરવા પહેલાં જ મરણટાણે શાણપણ આવી ગયું. સાચી સમજણ આવતાં મરણપથારીએ એણે લખેલા વસિયતનામાને વાંચ, વાંચીને ચેત્ અને મમતા પાછળ પાગલ થવાનું છોડ !
સંયોગવશાત ક્તિને છોડી શકાય પણ તરછોડી શકાતી નથી.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૨૦
આનંઘન પદ
-
૩.
મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો; મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો. જે બાહુબળથી મેળવ્યું, તે ભોગવી પણ ના શક્યો; અબજોની મિલકત આપતાં પણ આ સિકંદર ના બચ્યો. ૧. મારું મરણ થતાં બધાં હથિયાર લશ્કર લાવજો;
પાછળ રહે મૃતદેહ, આગળ સર્વને દોડાવજો. આખા જગતને જીતનારું, સૈન્ય પણ રડતું રહ્યું;
વિકરાળ દળ ભૂપાળને પણ નહીં કાળથી છોડી શક્યું. ૨. મારા બધાં વૈદો અને હકીમોને બોલાવજો,
મારી નનામી એ જ વૈદોને ખભે ઉપડાવજો. દર્દીઓના દર્દને દફનાવનારા જે હતા;
દોરી તૂટી આયુષ્યની તો સાંધનાર કો’નતા. ખાલી હથેળી રાખીને જીવો જગતમાં આવતા;
ને ખાલી હાથે આ જગતમાં સૌ ત્યજી ચાલ્યા જતા. યૌવન ફના જીવન કૃના જર જમીન પણ છે ક઼ના; પરલોકમાં હિસાબ મળશે પુણ્યનાં ને પાપના.
3.
૪.
સંયોગોના દૃષ્ટા બનવાથી સંયોગોને પ્રેમથી વિઠાય આપી કહેવાય.
જીવને જન્મતાં પહેલું કપરૂં બાળોતિયા-ઝભલું પહેરાવવામાં આવે છે તે અને છેલ્લું કપડું મરણ ટાણે ઓઢાડવામાં આવે છે એ કફનને ગજવા હોતાં નથી. વચગાળાના જીવનમાં ગજવા ભરવા પાછળ ગાંઠાઘેલાં બની, કાલાઘેલાં થઈને આત્મામાં કાણા પાડીએ છીએ ! આ સંદર્ભમાં પ્રભુ મહાવીરના શિષ્ય ગોસાલક, મમ્મણશેઠ, સૂર્યકાન્તા, ચૂલણી, ભરત-બાહુબલી, કોણિક, સુભમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી, વર્તમાનના અબજોપતિ શ્રેષ્ઠિ આદિના કથાનક વિચારી જવા જેવાં છે કે શું લઈને આવ્યા હતાં અને મોહાંધ બની મેળવવાની મમતામાં શું ગુમાવીને ગયાં ? પવિત્ર થવાં, પરમાત્મા બનવા માટે પુણ્યને લઈને આવેલાં એ પુણ્યાત્માઓ પુણ્યને વેડફી દઈ પાપના પોટલાં બાંધીને ગયાં, સિવાય ભરત-બાહુબલી જે બાઝ્યા પણ બુઝ્યા અને બુદ્ધ (કેવળજ્ઞાની)
બન્યા.
Page #278
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૦
૨૨૧
ધન ધરતીમેં ગાડે બૌરે, ઘેર આપ મુખ લ્યા; મૂષક સાપ હોવેગા આખર, તાતેં અલચ્છી કહાવે. સા...૨.
આ કડીમાં કવિરાજ ભમતા કેવી ભૂંડી અને મારક છે અને જીવના કેવાં. ભૂંડા હાલ કરે છે તેનું ચિત્રણ કરે છે.
મમતાનો માર્યો માયા (સંપત્તિ) ને મેળવે તો છે પણ એ માયાની માયામમતામાં મુંઝાયેલો, બોરો-બાવરો-મુરખ તો એટલે સુધી થાય છે કે એ સંપત્તિને પોતે ભોગવતો નથી, બીજાને ભોગવવા દેતો નથી, પરોપકારમાં કે સત્કાર્યમાં પ્રયોજતો નથી અને એને ધરતીમાં ખાડો ખોદીને દાટે (ગાડે) છે કે પછી સ્વીઝબેંકના ગુપ્ત લોકોમાં - ચોરખાનામાં છૂપાવે છે. ધન ગાડવા (દાટવા)ને માટે ધરતીને ગાળવાની ક્રિયામાં પોતે જ પોતાના મુખ ઉપર ધૂળ ઉડાડવા - લગાડવા (લ્યાવે) નું મુર્ખાઈ ભર્યું હાસ્યાસ્પદ કાર્ય કરે છે. જાણે પોતે જ પોતાનું અપમાન આવાં અપકૃત્યથી કરે છે. પોતાની હયાતિમાં પોતાને જરૂરના સમયે ધન મળી રહે અને પોતાની હયાતિ બાદ પોતાના વારસો. ભાગ્યહીન નમાલા પાકશે એવી ગર્ભિત શંકા રાખી એમને એ લક્ષ્મી મળે એવાં હેતુથી એને દાટે છે - છૂપાવે છે. આખરે - અંતે એ લક્ષ્મીપતિ મરણને શરણ થવા ટાણે એ ગુપ્તધનની એંધાણી (નિશાની) પરિવારજનોને બતાવી શકવામાં અસમર્થ રહે છે, તો એ ઘનનું મમત્વ એને મૂષક એટલે ઉંદરડો બનાવે છે, કે જે ઉંદરડો એ છૂપાવેલા ધનની આગળ પાછળ કૂદાકૂદ કરતો, એ ધનને માત્ર ગણવાનું જ કામ કરે છે, જે એ લક્ષ્મી મેળવવા ટાણે એના પૂર્વભવના મનુષ્યપણામાં કરતો હતો. જો ઉંદરડો નહિ થાય તો સાપ-નાગ બની ફેણ ચઢાવી એ ઘનના ચરુ ઉપર ચપ્પટ બેસી જઈ, પોતે પણ ભોગવતો નથી અને બીજાને પણ ભોગવવા દેતો નથી અને આસપાસ ફરકવા દેતો નથી, જે કામ એણે એના મનુષ્યના ભવમા કર્યું હતું. આ મમત્વ અંગે સોનામહોર ગણતા. ઉંદરડા અને ચંડકૌશિક નાગનું કથાનક આપણા સહુની આંખ ઉઘાડનાર છે. તાતે એટલે કે તે કારણે - આ માટે જ તે (એવી) લક્ષ્મીને અલચ્છી - અલક્ષ્મી કહી છે. આમ મમતાએ સંપત્તિ - લક્ષ્મી નથી પણ અલક્ષ્મી છે, એમ યોગીરાજજી દષ્ટાંત આપીને જણાવે છે. આ લાગી તો આલોક અને પરલોક ઉભય લોકને
સંયોગો એ પરસત્તા છે અને દષ્ટિ એ સ્વસત્તા છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૨૨
આનંદઘન પદ - ૩૦
બગાડે છે અને પરલોકથી વંચિત રાખે છે.
એ અપલક્ષણી લક્ષ્મી હોય છે જે આવતાં એ લક્ષ્મીપતિ અપલક્ષણો - વ્યસની બને છે. વર્તમાનમાં મોટાભાગની લક્ષ્મી આવી જ હોય છે, જે આવે ત્યારે પીઠ ઉપર લાત મારી આછકલો - અભિમાની બનાવે છે અને જતાં. છાતીમાં લાત મારતી જતી લક્ષ્મી પાછો વાંકો વાળી દઈ ભીખ માંગતા લાચાર બનાવતી જાય છે, તેથી જ તેને દોલત કહી છે. કહે છે કે આ લક્ષ્મીનું વાહન ઉલ્લુ (ઘુવડ) છે તેથી તે કાળી લક્ષ્મી રાતમાં કાળા - એય્યાશીના - ખોટા જ કામ કરાવે છે. એવી લક્ષ્મી ધરાવનારાનો દિવસ, સૂર્યાસ્ત થયાં પછી રાતે જ ઘુવડની જેમ શરૂ થાય છે. સાચી લક્ષ્મી તો શ્રીદેવી કહેવાય છે કે જેને આસન - વાહન કમલ છે અને ગજરાજો જેની ઉપર કળશ ઢોળી રહેલાં હોય છે. આ શ્રીદેવી એ જ્ઞાનલક્ષ્મી - કેવલ્યલક્ષ્મી હોય છે. લક્ષ્મી ચંચળ છે એટલે આવી છે તે જવાની પણ નક્કી છે. લક્ષ્મીને જવાના રસ્તા ત્રણ છે. ભોગ, દાન અને નાશ. લક્ષ્મી જો બાપકમાઈની હોય તો બહેન ગણાય અને . આપકમાઈની હોય તો પુત્રી કહેવાય. એને ભોગવાય નહિ. એને તો આદરપૂર્વક કન્યાદાન કરી દાનમાં આપી વળાવાય. લક્ષ્મીને દાટવી એટલે એને દફનાવવી અને એનો નાશ કરવો. જે કોઈ લક્ષ્મીને ભોગવે છે તે લક્ષ્મીપતિ છે. ભોગવાયેલી લક્ષ્મી પાછી ફરતી નથી. આદરપૂર્વક વળાવેલી - દાનમાં દેવાયેલી લક્ષ્મી પાછી ફરે છે. એ પિતૃકુળ અને શ્વસુરકુળ એમ ઉભય કુળને ઉજવાળનારી કુલિના કન્યા જેવી સ્વ અને પર ઉભયને કામમાં આવનારી મહાલક્ષ્મી હોય છે. આ સંદર્ભમાં જ ગૃહિણીને ગૃહલક્ષ્મી કહી છે કે જે ઉભય કુળને ઉજવાળે છે. એવી ધનલક્ષ્મી મહાલક્ષ્મી બની કેવલ્યલક્ષ્મી - મોક્ષલક્ષ્મીને આપનાર બને છે જે શાશ્વત કાલ સાથે રહે છે.
ધારાનગરીના ભોજરાજા દાનેશ્વરી હતાં. રોજેરોજ અપાર દ્રવ્ય દાનમાં વાપરતા. મંત્રીને થયું કે આમ ને આમ તો રાજભંડાર ખાલી થઈ જશે. એટલે મંત્રીએ રાજાને શીખ મળે એ હેતુથી પ્રભાતે જાગતાં જ રાજાની નજરે ચડે એમ લખાવ્યું કે આપતકાળ માટે ધનનું રક્ષણ કરવું. ‘બાપનાર્થે ઘન રક્ષેત’ રાજાએ જવાબ લખ્યો 'ભાથમાનાં ચાલ’ ભાગ્યશાળીને આપદ કેવી ? મંત્રી
મોક્ષે જવું હોય તો સંસારમાં લઘુત્તમ ભાવે જીવતાં શીખવું જોઈએ.
Page #280
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
30
થાક્યો નહિ અને જવાબના જવાબમાં લખ્યું : કદાચ દૈવ રુઠે ‘વચિત્ પિતે વૈવ' રાજાએ એનો પણ જવાબ આપ્યો ‘સંવિતમપિ નશ્યતિ' અરે ! દૈવ રુઠશે તો ભેગું કરેલું પણ નાશ પામી જશે. કથાનું તાત્પર્ય એ છે કે પુણ્યથી મળેલી લક્ષ્મી પુણ્યને પાછી વાળવી અર્થાત્ પુણ્યકાર્યમાં પ્રયોજવી એ પુણ્યનું વિતરણ છે, જે નિ:સ્પૃહી પવિત્ર બનાવી પરમાત્મા બનાવશે. કહે છે કે લક્ષ્મી ભાગ્યાનુસારી છે. ભાગ્ય પુણ્યાનુસારી છે અને પુણ્ય શુભકાર્યનુસારી છે. પુણ્યને પુણ્યથી જ ગાળી પવિત્ર બનાવી - શુદ્ધ બનાવી શુદ્ધાત્મા - પરમાત્મા બનવાનું હોય છે.
-
સમતા રત્નાગરકી જાઈ, અનુભવ ચંદ સુભાઈ; કાલકૂટ તજી ભાવમેં શ્રેણી, આપ અમૃત લે આઈ. સાધો...૩.
૨૨૩
ભાવનાજ્ઞાનરૂપ શ્રુતસાગર જ્ઞાનસાગર' (રત્નાકર)માંથી જન્મેલી ઉદ્ભવેલી હોવાથી સમતા જ્ઞાનસાગરની પુત્રી છે - જાઈ છે. જ્યારે અનુભવ ચંદ્ર જે જ્ઞાનપ્રકાશ છે એ પણ જ્ઞાનસાગરમાંથી ઉદ્ભવેલ જન્મેલ હોવાથી એ સમતાનો સુજાણભાઈ છે. ચેતન આત્મા સ્વયં ગુણરત્નોનો સાગર - રત્નાકર છે, જે સમતા અને અનુભવચંદ્રને જન્મ આપે છે. કાલકૂટ કે પછી તાલપૂટ વિષ જેવી મારકણી, જન્મમરણના વિષચક્રમાં ફસાવનારી મમતાને ત્યજાવીને એટલે કે મમતાના વિષચક્રમાંથી છોડાવીને સમતા આત્મભાવના અમૃતચક્રમાં પ્રવેશ કરાવડાવે છે. સમતા શાશ્ર્વતતા અમરતાને આપનારી હોવાથી એ આપમાં - પોતામાં અમૃતને લઈને આવી હોઈ જીવને શિવ બનાવી સ્વપદ સિદ્ધપદે સ્થાપી અજન્મા, અજર, અક્ષર, અમર બનાવનાર છે.
-
મમતા ‘હું” ને ભૂલાવી અવળે માર્ગે ભૂલાવામાં નાખનારી મારકણી છે. જ્યારે સમતા ‘હું” નું ભાન કરાવી, સ્વરૂપનું દર્શન કરાવી, સ્વરૂપદૃષ્ટા સમ્યગ્દષ્ટિ બનાવી, સ્વરૂપ માર્ગે વાળી, સ્વરૂપકર્તા બનાવી સાચા ‘હું” પદે સ્વપદ એવાં સ્વરૂપપદે - સિદ્ધપદે સ્થાપિત કરનારી ભવતારિણી છે.
સમતા સમભાવથી સદ્ભાવમાં લઈ જઈ, સત્ય સમ્યભાવ કરાવી ભાવશ્રેણિએ ચઢાવી, ઉત્તરોત્તર આત્મભાવની વૃદ્ધિ કરાવતી, ક્ષપકશ્રેણિ દ્વારા વીતરાગતા, સર્વદર્શીતા, .સર્વજ્ઞતા, સર્વાનંદીતા, સિદ્ધત્વનું પ્રાગટ્ય કરે છે.
બહુ ઘૂંટાયેલું હોય તે અવ્યક્તપણે કાર્યશીલ રહે છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૨૪
આનંદઘન પદ - ૩૦
સ્વભાવમાં લઈ જાય છે.
માટે જ કવિરાજજી ફરી ફરી પંક્તિને રમાડે છે કે સાધો ભાઈ સમતા રંગ રમીજે ! સમતા સર્વને સ્વીકાર્ય, સર્વને સમજાય એવી અને સ્વ સમેત સર્વનો સર્વોદય સાધનારી છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ પૂર્વે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ પશ્ચાત્ વીતરાગતા ન આવે ત્યાં સુધી સમતાની જ સાધના સાધુ-સાધકે કરવાની હોય છે અને તેથી સમતાના ખોળે જ રમવાનું હોય છે. સમતા સાધકને પોતાને પણ જણાય એવી છે અને સાધકના સંપર્કમાં આવનારાને પણ એ વર્તાય એવી છે. સમતા કષાય વિદારીણી - કષાયનાશિની છે. તેથી સમતા સમ્યકત્વને પણ ખેંચી લાવનારી અને નિષ્કષાય - નિર્મોહીતા - વીતરાગતાની જનની પણ સમતા છે. સમતાનો મહિમા મહામહોપાધ્યાયજીએ એમના સમતાષ્ટકમાં બહુ ગાયો છે. સમતા તો સાધક સાધુનું આભૂષણ - શણગાર છે. સાધક જ્ઞાનવાન ન હોય તો ચાલે પણ સમતાવાન તો હોવો જ જોઈએ, સમ્યક્ત્વ પ્રાપ્તિ પછી શેષ અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજવલન પ્રકારના કષાયના નાશ માટે સમતા જ સહાયક છે. સમકિતના પાંચ લક્ષણો, શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકય અને અનુકંપામાં શમ એટલે સમતાને પરાકાષ્ટા - ટોચનું સ્થાન આપ્યું. શમ - સમતા નથી તો સંવેગ નિર્વેદ, અસ્તિક્ય અને અનુકંપાની કોઈ વિશેષ કિંમત નથી. બલ્ક સંવેગ, નિર્વેદાદિ ચારનું ફળ શમ - સમતા છે. ચિલાતિપુત્ર, ભરત, કુરગુડમુનિ સમતા ગુણથી કૈવલ્યલક્ષ્મી - આત્મઘનને પ્રાપ્ત કરી શકયા.
જગત આખુંય વિષમસ્વરૂપ છે. કારણ કે જગતના પ્રત્યેક જીવોના કારણ એટલે કામણ શરીર જુદા જુદા છે અને પ્રત્યેક જીવના ભાવ જુદા જુદા છે. તેમજ વ્યકિતગત એક જીવના ભાવ પણ પળેપળે પલટાનારા જુદા જુદા છે. વળી સામે પુદ્ગલનું પરિણમન પણ પ્રત્યેક સ્કંધ અને પ્રત્યેક પરમાણુંનું જુદું જુદું છે. સર્વ પુદ્ગલ સમકાલે સમપરિણામી નથી. એથી જ જગતમાં વિવિધતા, વિચિત્રતા, તરતમતા જોવા મળે છે. જગતની આવી વિષમતા અને વિચિત્રતામાં વિગ્રહ ન થાય અને જીવન સમાધાન પૂર્વક જીવાય એ માટે પણ સમતાની ખૂબ ખૂબ આવશ્યકતા છે. સમતા છે ત્યાં સમાધાન છે અને સમાધાન છે
દુ:ખ ભોગવવાથી મુક્તિ નહ થાય પણ સાચી સમજથી મુક્ત થાય.
Page #282
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૦
૨૨૫
ત્યાં સમતા છે. સમાધાન એ અનુભવચંદ સુભાઈ એટલે કે જ્ઞાનપ્રકાશ છે. સમાધાનથી સમતા ટકે છે અને વધે છે. કુરગુડુ મનિની ગોચરીમાં મહાત્મા થેંકયા તો એ સમતાના સ્વામીએ આત્માને સમાધાન આપ્યું કે આ તો મહાત્માએ ભાત-કુરુમાં આત્માના અમૃતરૂપી ઘી પીરસ્યું જેથી ભાત સ્વાદિષ્ટ બન્યા. સંત તુકારામની પત્ની તુકારામના બરડા ઉપર છેલ્લા બચેલા શેરડીના સાંઠાનો ઘા કરી બે ટૂકડા કર્યા તો સંત તુકારામે સમાધાન મેળવ્યું કે શેરડીના સાઠાના બે ટૂકડા મારે કરવા પડ્યા હોત તે તેં કરી આપ્યા. લે ! આ એક ટૂકડો તારો અને એક ટૂકડો મારો.
આમ સમતા જ સાચી સંપદા (લક્ષ્મી) છે જેનાથી જીવન સારી રીતે જીવાય છે. આલોક સુધરે છે, પરલોક સુધરે છે અને પરંપરાએ પરમલોક પ્રાપ્ત થાય છે. આત્મઘન - કેવલ્યલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે કે જે લક્ષ્મી આવ્યા પછી કદીચ પાછી જતી નથી અને અક્રિય બનાવીને સાચા અર્થમાં માલિક - શેઠ - સ્વામી - સર્વોપરી બનાવે છે. આમ આનન્દઘનજી મહારાજશ્રીની વાત સો ટકા સાચી છે કે મમતા અલક્ષ્મી છે જયારે સમતા સાચી લક્ષ્મી છે. મમતા ભવદાયિની છે જ્યારે સમતા ભવનાશિની છે.
લોચન ચરન સહસ ચતુરાનન, ઈનસેં બહુત કરાઈ;
આનન્દઘન પુરુષોત્તમ નાયક, હિતકરી કંઠ લગાઈ. * સમતાએ મમતાને પછાડી - દબાવી તો ખરી પણ એને મારી નાંખી જડમૂળથી ઉખેડી નાંખી નહિ તેથી મમતા એની માતા માયાને અને પિતા મોહને પોતાની પડખે લઈ આવી ડરામણું રૂપ કરી સમતાને ડરાવવા લાગી અને ભગાડવા લાગી. | મોહ, જેને ચાર કષાયરૂપ ચાર માથા (મુખ) છે, જે એકેક કષાયના પાછા હજારો ભેદ પ્રભેદરૂપ લોચનો (આંખો - સંજવલન, પ્રત્યાખાની, અપ્રત્યાખાની, અનંતાનુબંધી રૂપી આંખો) છે અને એને આવવાના - આત્મામાં પગ પ્રવેશવાના અવ્રતાદિ, દુર્ગાન, નોકષાયો આદિ હજારો રસ્તારૂપ ચરણો છે; એવાં મોહના ભયાનક રૌદ્ર બિહામણા આસુરી (રાક્ષસી) રૂપને જોઈને
કલેશ, સંઘર્ષ, વાદ, વિવાદ, વિખવાદ, વિતંડા, તર્ક, યુક્તિ એ બધાં બુદ્ધિના ચાળા છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૨૬
આનંદઘન પદ
-
30
સમતા એવી તો ભયંકર (બહુત) ડરી ગઈ કે ગભરાઈને દોડતી દોડતી, ડરતી ડરતી આનંદનાપિંડ, પુરુષોમાં ઉત્તમ પુરુષોત્તમ, શાસનનાયક શાસનપતિ એવાં યોગેશ્વર જિનેશ્વરના ચરણના શરણમાં ચાલી ગઈ. એ જિનેશ્વર ભગવંતે એનું હિત કરવા માટે થઈને એને ગળે (કંઠે) લગાડી અર્થાત્ એને શરણે લીધી. એ જિનેશ્વરની ભક્તિના અને જિનેશ્વરની જિનવાણી - જિનાગમના બળે બળવત્તર થયેલી સમતાએ પ્રમત્તતાને ફગાવી દઈ અપ્રમત્ત બની, સતત નિરંતર જાગૃત સાવધ રહી ક્ષપકશ્રેણિએ ચઢી મોહને એની મમતા સહિતના સર્વ સાથીઓ સમેત નિર્મૂળ કરી દઈ નિર્મોહી - વીતરાગ થઈ નિર્વિકલ્પતા, સર્વદર્શીતા, સર્વજ્ઞતા, પૂર્ણતાને પામી જઈ મોહજીત થઈને અન્યોને પણ મોહજીત બનાવનાર જિણાણું જાવયાણ અને તિન્દ્રાણં તારયાણં બની ગયો.
પદનો બોધ એ છે મમતાથી હણાયેલાં અને વિરૂપ બનેલાં, સમતાને કેળવી અર્થાત્ મમતા તજી, સમતા સજી (સમતા સંગી થઈ) સમરૂપ એવાં સ્વ રૂપને પ્રગટ કરો. મમતા મોહાદિ અરિ (શત્રુ જે વિરુદ્ધ ધર્મી હોય વિરોધી છે) - ને હણીને અરિહંત બનો !
માનવી પોતાના પૂર્વના અનુભવોની ઉપેક્ષા ન કરે તો આ બની શકે તેમ છે. આપણે અનુભવને નકારતા જઈએ છીએ કે અત્યાર સુધી જે બન્યું તેના કરતાં જુદુ જ હું ભવિષ્યમાં કરી બતાવીશ. આ ખ્યાલ માનવીને પોતાની ખોટી દોડ અને મિથ્યા તથ્યથી અટકાવી શકતો નથી. Doing - કરવાપણુ જ્યારે પૂર્ણતાએ ખરી પડે છે ત્યારે માત્ર Being હોવાપણું રહે છે, જે વાસ્તવિક શુદ્ધાત્મા છે. વ્યક્તિત્વ જ્યારે નીખરી જાય છે ત્યારે અસ્તિત્વ માત્ર રહે છે, જેમાં સદ્ધિદાનંદ સ્વરૂપની અનુભૂતિ હોય છે. અર્થાત્ આત્માનો વસ્તુત્વ રૂપે સ્વીકાર હોય છે.
પ્રાપ્ત સંયોગ, પ્રસંગ, પરિસ્થિતિ, વસ્તુ અને વ્યક્તિમાં અહેંણા અને મમત્વ વિના એવો મભાવે નિકાલ કરવો એ ધર્મ છે.
જ્ઞાનીની વાતો સાંભળીએ છીએ ખરા, પણ સાંભળીને સમજમાં લાવી સ્વીકારતા નથી.
Page #284
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૩૧
પદ
-
૩૧
(શ્રી રાણ)
कित जान मते हो प्रान नाथ,
इत आप निहारी घरकी साथ. ॥ कित. ॥
૨૨૭
उत माया काया कब न जात, यहु जड तुम चेतन जग विख्यात । उत करम भरम विष वेली अंग, इत परम नरम मति मेलि रंग ॥ ति. ॥२॥
11911
उत काम कपट मद मोह मान, इत केवल अनुभव अमृत पान । अलि कहे समता उत दुःख अनंत, इत खेले आनन्दघन वसंत ॥ ति. ॥३॥
કિત જાન મતે હો પ્રાન નાથ,
ઈત આપ નિહારો ઘરકી સાથ. કિત..૧.
પૂર્વના ૩૦મા પદના અનુસંધાનમાં યોગીરાજજી આ પદમાં મમતાના પક્ષે શું ગુમાવવાનું છે અને સમતાના પક્ષે શું મેળવવાનું છે એનું કથન કરી રહ્યાં છે.
પ્રમત્ત (અજાગૃત) અને અપ્રમત (જાગૃત) દશામાં, સવિકલ્પધ્યાન અને નિર્વિકલ્પધ્યાન મમતા અને સમતામાં, બહાર-પરઘર-પરસત્તા અને ભીતર-સ્વઘર-સ્વસત્તા વચ્ચે ઝોલા ખાતા ચેતનને એની સુમતિ ચેતના ચેતાવી રહી છે - જાગૃત કરી રહી છે.
-
હે ! મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ધારક મારા પ્રાણનાથ સ્વામીનાથ આપની મતિને - આપના મતને (મતે), આપની જ્ઞાયક શકિતને આપ (કિત) કઈ તરફ વાળો છો ? કઈ તરફ (જાન) જવા દો છો ?
ઈત એટલે ઈ તરફ જરા આ તરફ આપ નિહારો - નિહાળો તો આપને જણાશે કે આ બાજુ તો ઘરનો અને ઘરના સાથીઓનો એટલે કે અનંતશકિતના
પુણ્યયોગ છે પણ આત્મયોગ નથી.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૨૮
આનંદઘન પદ - ૩૧
ધારક આત્માનો અને એ આત્માના અનંત સ્વ-ગુણ - સ્વરૂપગુણ એવાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપનો; દર્શનાચારાદિ પાંચ આચારનો, રત્નત્રયીનો અને દેવ-ગુરૂ-ધર્મરૂપ તત્ત્વત્રયીનો સથવારો છે. - આ તરફના ચઢાણ - આરોહણ - ઉન્નતિને છોડી ક્યાં તમે ઢળાણ તરફ ખાઈમાં પડવા જાઓ છો? પાછા વળો સ્વામીનાથ પાછા વળો ! “સમયે યન ના પ્રમાણે ગોતમ ગણધરને કહેવા દ્વારા પ્રભુ મહાવીર સ્વામીજીએ તમને મને સહુને કહ્યું છે કે એક પળનો પ્રમાદ કરીશ નહિ. એક પળનો પ્રમાદ - એક ઝોકું ખાશે અને સ્ટીયરીંગ ઉપરનો - મન ઉપરનો કાબુ - નિયંત્રણ ગુમાવી બેસશે તો સીધો ખાઈમાં ધકેલાઈ જઈશ અને અહીં સુધીનું સાધેલું આરોહણ સઘળુંય એળે જશે. હવે તો શિખરે પહોંચીને જે શ્વાસ હેઠો મૂકવાનું - પોરો ખાવાનું રાખજે. વચ્ચે વિસામો લેવાની વાત જ ભૂલી જજે ! ઘરનો - પોતાનાનો સાથ છે, પોતાનાની હુંફ છે તો હામ ભીડી શિખર સર કરી લે ! અપ્રમત્ત રહી શ્રેણિના સોપાને પગરણ કરી શ્રેય સાધી લે ! પ્રેય પામી લે ! ઉત માયા કાયા કબ ન જાત, યહુ જડ તુમ ચેતન જગ વિખ્યાત; ઉત કરમ ભરમ વિષ વેલી અંગ, ઈત પરમ નરમ મતિ મેલિરંગ. *
કિત...૨. ઉત એટલે ઉ તરફ - એ તરફ - પેલી તરફ ” એ બાજુએ તો કાયાના કામણની માયા છે. કાયાના કામણ ટુમણમાં આવી જઈ એની માયાના ફંદામાં ફસાઈ ગયા અને એના કબજામાં જો આવી ગયા, તો એ કાયાની માયા કયારેય એના કબજામાંથી જવા દે - ચસકવા પણ નહિ દે એવી છે.
યહ એટલે એ કાયા રૂપી હોવાથી એના રૂપના મોહની જાળમાં તમને ફસાવી મારે એમ છે પણ આપ આપના મતિજ્ઞાન શ્રુતજ્ઞાન સાથીઓનો સથવારો લેશો અને શાણા બની જરા વિચારશો તો જણાશે કે રૂપી એવી - સ્વરૂપવાન એવી કાયા પણ તમારી નથી. એ પર છે, જડ છે અને વિનાશી છે. ત્યારે તમે પોતે તો ચેતન છો - આનંદઘન તરીકે મલક આખામાં વિખ્યાત છો ! જડ, જડને જાણતું નથી. હે ચેતન ! તું તો તને પોતાને પણ જાણે છે અને જગત
શાસ્ત્રજ્ઞાની શાસ્ત્રજ્ઞનો મોક્ષ નથી પણ આત્મજ્ઞાની આત્મજ્ઞનો મોક્ષ છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
આનંઘન પદ ૩૧
આખાને પણ તું જાણનારો અને જણાવનારો ખ્યાલ-ખ્યાતિ આપનારો સ્વ-પર પ્રકાશક, સર્વોચ્ચ પ્રકાશ છે. પ્રકાશ અને અંધકારનો, ચેતન અને જડનો, જ્ઞાન અને અજ્ઞાનનો મેળ કેમ કરી પડે. આપણે વાદળાની આ તરફ પૃથ્વીની બાજુએ છીએ તેથી સૂર્ય વાદળાથી આચ્છાદિત થયેલો દેખાય છે પણ સૂર્યની તરફ હોઈએ તો ? સૂર્ય (આત્મા) આચ્છાદિત થયો જ નથી. આપણી દૃષ્ટિ અને સૂર્યની આડે વાદળા આવી ગયાં છે. આપણી દૃષ્ટિ અસ્વચ્છ થઈ ગઈ
છે.
આ તરફની નરમ મતિ એવી સુમતિ સમતા, ભલે મમતા કુમતિ આગળ નરમ નબળી પડતી દેખાતી હોય પણ એને નરમ કે નબળી સમજવા જેવી નથી કારણ કે એની શક્તિ અનંત છે અને તે પરમપદને અપાવનારી છે. માટે મતિશ્રુતજ્ઞાનનો સાથ લઈને આત્મવીર્ય ફોરવી, આ તરફના સુમતિ સમતા એટલે અપ્રમત્તતા - જાગૃતદશાના રંગને અને સંગને મેલીને (મૂકીને - છોડીને - હડસેલીને) ઉત એટલે ઉ(એ) તરફની ભ્રામક ભ્રમણાઓમાં ફસાઈને ભવભ્રમણ કરાવનાર, આત્માને કર્મના લેપથી કાળો ઝેરી બનાવનાર મમતારૂપી વિષ વેલડીને અંગે લગાડવા જેવી નથી.
.
૨૨૯
ઉત કામ કપટ મદ મોહ માન, ઈત કેવલ અનુભવ અમૃતપાન; અલિ કહે સમતા ઉત દુ:ખ અનંત, ઈત ખેલે આનંદઘન વસંત. કિત...૩.
ચેતના પ્રાણનાથ ચેતનને ચેતવી રહી છે જાગૃત કરી રહી છે કે ઉ તરફ એ બાજુ તો કામ, કપટ, મદ, મોહ, માન, લોભ આદિ કષાયો, નોકષાયો, વિષયના કલહકંકાશરૂપી વિષપાનનો કોઈ આરોવારો જ નથી. અભાવ, અસુખ, અશાંતિ, અસ્વસ્થતા, પરિવર્તનતા અને પરિભ્રમણતા જન્મ-જરા-મરણનું વિષપાન છે. ઝેરના ઘૂંટડા ભરવાના છે. જ્યારે આ બાજુ સમતામાં સંતોષ, શાંતિ, સ્વસ્થતા, નિર્વિકલ્પતા, આત્માનુભૂતિ, સ્વાનુભૂતિનું સુખ છે અને સમતાની પરાકાષ્ટામાં વીતરાગતામાં ઈચ્છાતૃપ્તિ એટલે પૂર્ણકામનું અને વિચારતૃપ્તિ એટલે નૈશ્ચયિક પારમાર્થિક નિર્વિકલ્પતાનું - કેવળજ્ઞાનનું
-
તત્ત્વમાર્ગને આત્મસાક્ષીપણા અને પ્રામાણિકતા સાથે ગાઢો સંબંધ છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૩૦
આનંદઘન પદ - ૩૧
સુખ પ્રાપ્ત થાય છે, જયાં પછી જન્મ નથી, જરા - ઘડપણ નથી અને જન્મ નથી એટલે મરણ પણ નથી એટલે કે એ અમૃતના પાન છે.
એટલે જ સમતા હવે સીધેસીધું મમતાને જ કહે છે કે અલી મમતા તું બહુ ફિસિયારી નહિ માર ! ઉ તરફ - તારી તરફ તો દુ:ખોનો કોઈ અંત જ ના આવે એટલાં અંત વગરના અનંતાનંત અંતહીન દુ:ખો છે જયારે ઈ તરફ - આ તરફ • મારી પડખે તો સદાબહાર વસંતમાં જ આનંદના પિંડ બની આનંદના ગેડીદડે વસંતવિહાર (ક્રીડા-ખેલ) કરવાનો છે કે જ્યાં સુખનો અંત નથી અને દુઃખનું નામ નિશાન નથી. વળી આ સુખ પણ પ્રત્યેક જીવ ઈચ્છી રહ્યાં છે 2 us (Pure), ziųer (Perfect), 241chot (Personal), 247221 (Paramount1) 210 21/2011 (Permanant) 8.
આ પદનો બોધ એ છે કે મમતાના મોહમાં પ્રમત્તતામાં લપસી નહિ પડતાં, સમતાના સથવારે અપ્રમત્ત (જાગૃત) દશામાં રહી શ્રેણિએ ચઢી શ્રેય સાધી લે જેથી મરણથી છૂટાય અને અમરપદ સ્વપદે - સિદ્ધપદે આરૂઢ થવાય.
શ્રુત કેવલી બનેલા અને ઉપશમશ્રેણિ દ્વારા વીતરાગતાનો આસ્વાદ ચાખી ને આવેલા અનંતા આત્માઓ આજે પ્રમાદનો ભોગ બની નિગોદમાં રઝળી રહ્યાં છે તેમજ પૂર્વમાં નરકાયુનો બંધ કરી પછી સમ્યફત્વ પામી જિન નામકર્મ નિકાચિત કરી નરકે ગયેલા અને પહેલી, બીજી, ત્રીજી નરકમાં રહેલા અસંખ્યાતા ભાવિ તીર્થંકરના આત્માઓ આજે નરકમાં ઝૂલી રહ્યાં છે. આવી લોકસ્થિતિને જાણીને હે ચેતન ! તું પ્રમાદનો ત્યાગ કર. મમતાના ઘરમાંથી પાછો ફર અને સમતાના ઘરમાં આવશે. ત્યાં સ્થિરતા પામ તો તને તારું નિજઘર વીતરાગતા. અવશ્યમેવ મળશે. માત્ર જરૂર છે તારે જાગવાની.
જાગ્યો ન જો ઘટ વિષે તો રાત્રિએ વૃથા જાગવાથી શું ? ત્યજ્યા ન જો દોષ દિલ તણા, તે ઘર ત્યાગવાથી શું ?
માનવભવની પ્રાપ્તિ પુણ્યથી છે પણ સફળતા સમ્યગ્દર્શનથી છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૩૧
પદ
૩૨
(રાગ : સામે૨ી)
નિવુર થયે ક્યું સેં, પિયા તમ. ॥ નિg. ॥
में तो मन वच क्रम करी राउरी, राउरी रीत अनेसें ॥ निठु. ॥
फूले फूले भमर कैसे भाउंरी भरत हुं, निवहे प्रीत क्यूं ऐसे । में तो पियु ते ऐसी मिली आली, कुसुम वास संग जैसे ॥ निठु ॥ ॥२॥
ऐंठी जान कहा परे एती, नीर निवाहिये भैंसे ।
गुन अवगुण न विचारो आनन्दघन कीजिये तुम तैसें ॥ निठु. ॥
·
૨૩૧
11911
11311
પદ ૩૦માં મમતાને આપદા - અલક્ષ્મી અને સમતાને સંપદા લક્ષ્મી - સાચી લક્ષ્મી છે એની સમજણ મેળવી, પદ ૩૧માં મમતાના પડખે પતન છે અને સમતાના સાથમાં ઉત્થાન છે, એ સમજાયું હોવા છતાંય ચેતન કુમતિના રવાડે ચડે છે અને સુમતિની સામુંય જોતો નથી તે માટે સુમતિ સમતાચેતના એના પિયુ ચેતનને પોતાનો અણગમો વ્યાકુળતા વ્યકત કરતાં ઉપાલંભ આપે છે તેનું ચિત્રણ આ પદમાં છે. ચેતનાના ચેતનને અપાતા આ ઉપાલંભમાં યોગીરાજજીએ દ્રવ્ય-ગુણ-પર્યાયની વાતો અદ્ભૂત રીતે ગર્ભિતપણે ગૂંથી લીધી છે.
·
નિષ્ઠુર ભયે કર્યું ઐસેં, પિયા તમ. નિહ.
મૈં તો મન વચ ક્રમ રાઉરી, રાઉરી રીત અનેસૅ નિષ્ઠુર...૧.
પંદ ૧૩માં જે વાતો સમતારૂપી ચેતનાએ એના ચેતનને કહી હતી તે જ અહીં દોહરાવે છે.
ચેતના એના પિયુ ચેતનને કહે છે “હે પ્રિયે ! તમે (તમ) મારી પ્રત્યે આવા ઐસે) નિષ્ઠુર - કઠોર કેમ (કયું) થયા (ભયે) છો ?
મેં તો પ્રિયે મારા મન, વચન, કાયા સર્વસ્વ તને ધરી દીધાં છે અને જીવ પળે પળે પોતાના ભગવાન આત્માની વિરાધના મિથ્યાત્વના કારણે કરી રહ્યો છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૩૨
આનંદઘન પદ
-
-
૩૨
તારા ચરણોની દાસી બની ગઈ છું. મારા મનમાં તો શું, મારા સ્વપ્નમાં પણ તારા સિવાય કોઈનો વિચાર નથી. મારા વિચારમાં (મનમાં) પણ તું છે, મારી વાણીમાં પણ તું છે અને મારા બધાં આચાર, વ્યવહાર કાર્યો પણ તને રીઝવવા માટેના, તારામય થવા માટેના જ છે કે જેથી ‘તું’ અને ‘હું” અભેદ થઈએ. તું રાણાની રાણી બની તારા આત્મરાજમાં હું મહાલું, એ માટે તો પંચમહાવ્રતધારી, ષટ્કાયરક્ષક, પંચાચાર પાલક, રત્નત્રયીની આરાધક, તત્ત્વત્રયીની ઉપાસક બની, ગુપ્તિથી ગુપ્ત અને સમિતિથી સંયમિત થઈ તારી એકેએક આજ્ઞાનું હું અક્ષરસ: પાલન કરી રહી છું. છતાં હે પ્રિયે ! તને શું ઓછું આવ્યું તે સમજાતું રાજની નથી કે મને તારા હૃદયની રાણી બનાવવાને બદલે આવું રાઉરી ગોલણ - ચાકરડી હોઉં એવી રીતનું વર્તન મારી પ્રત્યે કરી રહ્યો છે. તું શેને કારણે મારી પ્રત્યે આટલો નિષ્ઠુર - દયાહીન થઈ કઠોર થઈ રહ્યો છે તે મને કહીશ ખરો ?”
“આ ક્રમ-કાયાની માયા તો તને જ છે અને એ કાયા પ્રત્યેની વાસના જગાડનારા તારા જ મન અને વાણીના કર્મ છે કે જેના થકી હે પ્રિયે તું તારી પ્રિયાની એક રાવરી - હલકી દાસી - ચાકરડી જેટલી કિંમત આંકે છે. આ મારા પ્રતિનું તારું વર્તન જ તારી ભાવદશાને ઉઘાડી પાડે છે. હવે આનાથી વિશેષ તો તને શું કહું ?”
ફૂલે ફૂલે ભમર કૈસે ભાઉરી ભરત હું, નિવહે પ્રીત કર્યું ઐસેં; મેં તો પિયુ તે ઐસી મિલી આલી, કુસુમ વાસ રંગ જૈસે. નિષ્ઠુર...૨.
.
‘“એક એક પૂષ્પ (ફૂલ) ઉપર જેમ ભંવર - ભમરો - ભ્રમર ભમરી મારતો મંડરાયા (ભરત) કરે તેમ હું પણ મારા શુદ્ધાત્માનું જ ગુંજન કરતી - તેનુંજ રટણ લગાવતી તેની ફરતે ભમરી લઈ રહી છું - પ્રદક્ષિણા દઈ રહી છું. શું તમારી મારી પ્રીતિ આ રીતે જ નિવહે - નિર્વહશે - નભશે ? શું મારે આમ તમારી ફરતે ફેરા મારી તમારી ફોરમ લઈ એક ફૂલ ઉપરથી ઊડી ભમરો બીજા ફૂલ પર ઊડી જાય એમ ભમરી જ ભર્યા કરવાની છે ? શું પૂષ્પ અને ભ્રમર જેવો આપણો ક્ષણનો જ સંગ છે ?’’
જૈનદર્શનનો પાયો તનિર્ણયપૂર્વકની સાધના છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૨
૨૩૩
હું તો મારા પિયુથી એવું મિલન ઈચ્છું છું કે એ મિલન નહિ પણ ગલન હોય - આત્મમિલન - આત્મલીનતા (આલી) - એકાત્મતા હોય જેવી પૂષ્પ, પુષ્પસુવાસ અને પૂછ્યુંરંગની હોય છે. પૂષ્પથી પૂષ્પની સુવાસ કે પૂષ્પનો રંગ જુદા નથી. પૂષ્પની સુવાસ પૂષ્પથી જેમ અભેદ છે તેમ હું ચેતના (પ્રિયા) - સુમતિ - સમતા કાંઈ મારા પિયુ ચેતનથી ભિન્ન નથી. હું ચેતના તો મારો ચેતન જેવો શુદ્ધ છે, સ્વાધીન છે, શાસ્વત છે, સંપૂર્ણ છે, સ્થિર છે તેવી જ થઈ તેનાથી અભેદ થવા ઈચ્છું છું. જેવો મારો પિયુ ચેતન - શુદ્ધાત્મા છે, જેવાં એના ગુણ છે, જેવું એનું ગુણકાર્ય - પર્યાય - અવસ્થા છે તેવાં જ મારા પણ થાય અને અમે પ્રેત નહિ રહેતાં અદ્વૈત થઈએ - ભેદરૂપ ન રહેતાં અભેદરૂપે ઉભરીએ !”
સ્વાનુભૂતિ સંપન્ન શ્રી ખીમજી બાપા આ કડીનું અર્થઘટન જુદી રીતે કરે છે.
ભ્રમર ફૂલે ફૂલે ફરી તેના રસને માણે છે અને ફૂલોમાં ગોળ ગોળ છેદ પાડી રસપાન કરતાં ફૂલોને જરાય ઈજા પહોંચાડતો નથી. એના ડંખમાં તથા પ્રકારની કુશળતા રહેલી હોય છે - ભમરાનો તેવો ગુણ છે. આ કારણે જ ફલે ફૂલે ભરત ભર્યું હોય - ભાત (ડીઝાઈન) પાડી હોય - જાણે ભરતવેલ ના ગુંથી હોય ? એવી શોભા સર્જાય છે. ભમરાં જેવાં ભમરાં કીટક થઈને પણ જો ફૂલો પ્રત્યેની પ્રીત આ રીતે નિવહતા - નિભાવતા હોય તો પછી તું તો ચેતના છે. ચેતન જેવો ચેતન થઈને તું તારી એક માત્ર સમતા અને તેની પ્રીતને નિભાવી શકતો નથી. ? તું અને સમતા કાંઈ જુદા છો ? જેવી પૂષ્પની સુવાસ, સોનાની પીળાશ અને સાકરની મીઠાશ છે, તેવી જ સમતા - ચેતના તો તારી જ ચેતનની સુવાસ - ચેતનનો ગુણ - ચેતનનો પર્યાય છે.
- એંઠી જાન કહા પરે એતી, નીર નિવાહિયે ઐસે; ગુન અવગુન ન વિચારો આનન્દઘન કિજિયે તુમ તૈસેં. નિકુર...૩.
હે પ્રિયે આ માયા મમતા તો ઘર ઘર ભટકનારી ભટકુ જમાત - વણઝારાની જાત છે. આ કાયા ઉપર આજે માયા છે પણ જે કાયા આ પૂર્વે તારી હતી એની માયાને છાંડી, કાયાને છોડીને આ કાયા મેળવી અને હવે આ કાયાની
ભવે મોક્ષે સમોની સ્થિતિ આવે પછી જ ક્ષપકણના મંડાણ થાય છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૨
ઉપર માયા છે તેને પણ મેલીને - મૂકીને બીજા ખોળિયામાં જવાનું થશે ત્યારે એ ખોળિયાની - એ કાયાની માયા ઊભી કરશે. આમ આ કાયા તો એંઠ છે. કોઈના ભોગવીને છડેલા છોડેલા પુદ્ગલો મેળવવાના છે અને વળગાડવાના છે, જે સઘળો એંઠવાડ છે. એંઠવાડની તે માયા હોતી હશે ?
આવી એંઠવાડ જેવી કાયા ઉપર જ્યાં સુધી માયા રાખીશું અને એને નીરણ - ચારો નાખ્યા કરશું અર્થાત તેને સાચવ્યા - પંપાળ્યા કરશે ત્યાં સુધી જ એ કાયા? આપણી બનીને રહેશે. એ નશ્વર કાયાને સાચવવાનું બંધ કરીશું કે તરત જ એ એની જાત પર જશે અને એનું સડન પડન વિધ્વંસન દેખાડવા માંડશે. યોગીરાજજી ભેંસનું દૃષ્ટાંત આપી જણાવે છે કે આ કાયા ભેંસ જેવી છે. ભેંસને ચારો નાંખે ત્યાં સુધી ચાલે. ચારો મળવો બંધ થાય કે આંખ લાલા કરે, ભાંભરવા માંડે અને ચાલવામાં અખાડા કરે.
ચેતના ચેતનસ્વામીને વિનવે છે કે હે સ્વામી ! પ્રિયે ! તમે તો આનંદઘના - ચિહ્વન છો અને તેથી આપ જ્ઞાનીને - વિચારવંતને ગુણી-નિર્ગુણી (અવગુણી) ના ભેદ તો સહજ જ સમજાય જાય એમ છે. આપ વિચારવંત વિચારો કે કાયામાં એક પણ ગુણ નથી અને દોષોનો તો કોઈ પાર જ નથી. આપ ચેતના • શુદ્ધાત્મા તો અનંત ગુણધામ છો. મને પણ આપના જેવી બનાવી આપમાં સમાવી લ્યો ! અભેદ કરી દ્યો !
- આ પદનો બોધ એ છે કે ચેતના જો એના ચેતનની સાથે અભેદ થવા ચાહતી હોય તો જેવો એનો ચેતન શુદ્ધ છે - જેવું દ્રવ્ય શુદ્ધ છે; જેવાં ચેતનના (દ્રવ્યના) સહભાવી ગુણો શુદ્ધ છે તેવી એની ચેતનાએ શુદ્ધ થવું જોઈશે. તો જ ચેતન - ચેતના - ચેતનતા એટલે કે દ્રવ્ય - ગુણ - ગુણકાર્યરૂપ પર્યાય એ ત્રણનો ત્રિવેણીસંગમ (અભેદતા) રચાશે.
દૂધમાં જ્યારે સાકર ભળે છે ત્યારે તે દૂધની મિઠાશને અનેકગણી વધારી દે છે. સ્વયં મીઠું એવું દૂધ પણ જેમ સાકરના સંગે મધુર બની જાય છે તેમ ચેતન” એટલે કે પરમ શુદ્ધ ત્રિકાળી પરમ પરિણામિક ભાવસ્વરૂપ આત્મદ્રવ્ય અનંતગુણોથી યુક્ત હોવાના કારણે સુખસ્વરૂપ જ છે. એની સાથે જયારે ચેતના અભેદ મિલન થાય છે ત્યારે દ્રવ્યનું સર્વ સામર્થ્ય પર્યાયમાં પ્રગટી જાય છે. યોગીરાજ આવા અભેદ મિલનને ઝંખે છે.
જ્ઞાન એ અંદરમાં વાવવાની ચીજ છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
આનંઘન પદ - ૩૩
પદ
33
(રાગ - ગોડી)
मिलापी आन मिलावो रे, मेरे अनुभव मिठडे मित्त । ॥ मि. ॥
चातक पीउ पीउ रटेरे, पीउ मिलावन आन; ।
जीव पीवन पीउ पीउ करे प्यारे, जिउ निऊ आन ए आन ॥ मि. ॥१॥
दुखियारी निसदिन रहुरे, फिरू सब सुध बुध खोय । तन मनकी कबहु लहु प्यारे, किसे दिखाउ रोय ॥ निसि अंधारी मुहि हसेरे, तारे दांत दिखाय ।
भादो कादोमें कियो प्यारे, असुअन धार वहाय ॥ चित्त चातक पीउ पीउ करे रे, प्रणमें दोकर पीस । अबला शुं जोरावरी प्यारे, एती न कीजे रीस ॥ आतुर चातुरता नाहीं रे, सुनी समता टुक वात ।
૨૩૫
आनन्दघन प्रभु आय मिले प्यारे, आज घरे हर भात ॥
f. 11311
મિ. રૂા
મિ. ॥૪॥
મિ. IIII
સાધનાકાળ દરમિયાન સાધકને થતાં અનુભવો એને સાધ્યથી એકરૂપ-અભેદ થવામાં માર્ગદર્શક મિત્ર કે ભોમિયાની ગરજ સારે છે. સાધનાના વિકટ માર્ગમાં, વચ્ચે વચ્ચે જ્યારે ધારી પ્રગતિ થતી નથી ત્યારે ઉદાસીનતા વ્યાપી જાય છે અને મન ખિન્ન થઈ જાય છે. આવે સમયે સાધકનો પૂર્વાનુભવ સાધનામાં ટકી રહેવાનું - ટેકો આપવાનું તથા આગળ વધવાનું બળ પૂરું પાડે છે.
અનુભૂતિ એ તો અનુભૂતિ ભૂખ્યા સાધકની ક્ષુધા (ભૂખ) ને ભાંગનાર ખોરાક છે જેનાથી તેને તૃપ્તિ મળે છે તો જ તે ટકી રહે છે અને પુષ્ટિ મેળવેલો આગળ વધી શકે છે.
ઘણા કાળનો જૂનો મિત્ર લાંબા સમય બાદ મળતાં જેમ ખુશી છવાઈ
પરમાર્થ સાથે તે સાધુ.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૩૬
આનંદઘન પદ - ૩૩
જાય તેમ સાધકને આત્માનુભવ થવાથી અને આત્માનુભૂતિ વધવાથી ભાવમના નિર્મળ બને છે, પરમાત્મમિલનની - પરમાભ્ય પ્રાગટ્યની રૂચિ વર્ધમાન થાય છે - જોર પકડતી જાય છે અને તેથી આત્માનુભૂતિ સિવાયની - પરમાભ્યા પ્રાગટ્ય સિવાયની સર્વ વાતો ગૌણ તો શું પણ વ્યર્થ બની જાય છે. એ
સ્વાનુભૂતિ સંપન્ન ચેતનાનો તો એક જ પોકાર હોય છે કે કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈપણ વિનાશી ચીજ મને ખપતી નથી.'
અનુભવમિત્ર તો આત્મા સાથેનો તૂટી ગયેલો સાંધો એટલે કે આત્મપ્રેમના તૂટી ગયેલાં તંતુને - તારને જોડી આપે છે. મિલાપી સાથે મિલાપ કરાવી આપવાનું કામ જે જ્ઞાન કે વિવેક નથી કરી શકતું તે કામ જ્ઞાનદશા - અનુભવી મિત્ર કરે છે.
આવા અનુભવ મિત્રને પોતાના ચેતનસ્વામી સાથે મેળાપ કરાવી આપવાની વિનતિ, ચેતનની સમતા-ચેતના પોતાની એ ચેતનાના વિયોગમાં વિરહિણીના થયેલાં બેહાલ વર્ણવતા આ શૃંગારમિશ્રિત શાંતરસ પદમાં યોગીરાજજી કરી રહ્યાં છે, જેમ પૂર્વના પદ ૮, ૯, ૧૦, ૧૩, ૧૪, ૧૬, ૧૮, ૩૧ માં તલસાટ - તડપન - ઝુરાપો વ્યકત કર્યો હતો.
મિલાપી આન મિલાવો રે, મેરે અનુભવ મિઠડે મિત્ત. મિ.
મારા મીઠડા - વહાલા અનુભવ મિત્ર, આપ તો મારા સ્વામી ચેતનના પણ મિત્ર છો. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંત સુખ-આનંદ અનંતવીર્યથી યુકત એવાં મારા સ્વામી ચેતનનો વિયોગ થયો છે અને હું એની ચેતના-સમતા એના વિરહમાં ઝૂરી રહી છું. એ મારા મિલાપી ચેતનનો મિલાપ થાય તે માટે હું તડપી રહી છે. એનો ને મારો મિલાપ કરાવી શકો - મિલાવો - મેળાવો. કરી શકો એવાં આપ મારા અને મારા સ્વામી ચેતનના વહાલા મિત્ર છો તેથી વિનતિ કરું છું કે એને આણો (આન) અને મિલન કરાવો.”
યોગીરાજજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે આત્માને આત્માની, એના સત્તાગત - ભીતરસ્થિત પરમાત્મસ્વરૂપની સમજણ આવી, સમતા પણ પ્રાપ્ત થઈ, પણ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી કે જે અનુભવજ્ઞાનથી
સુકૃત અનુમોદનાની પૂર્વમાં દુષ્કૃતગહની અત્યંત આવશ્યકતા છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૩
૨૩૭.
(જ્ઞાનદશાથી) જ પ્રાપ્ત થતી હોય છે. આત્માનું પરમાત્મ સ્વરૂપ સ્થિર છે, વીતરાગ છે, નિર્વિકલ્પ છે, અકર્તા, જ્ઞાતા-દષ્ટા છે. આત્માના આ પરમાત્મસ્વરૂપનું અવતરણ - આવાગમન - આને અનુભવન થાય તો જ આત્માનો એના પરમાત્માસ્વરૂપમાં આવિષ્કાર (આર્વિભાવ) થાય. ચેતના - સમતાનું એના શુદ્ધસ્વરૂપ ચેતન સાથે મિલન થાય અર્થાત ચેતના એના ચેતનથી અભેદ થાય. એટલે કે આત્મા જે કર્તરી પ્રયોગથી પર થઈ કર્મણિ પ્રયોગમાં રહી માત્ર જોનારો અને જાણનારો બની રહે તો રાગોષી પર ઊઠી વીતરાગ દશામાં આત્મસ્થિત થાય તો નિર્વિકલ્પ પરમાત્મદશાને પામે.
સાધક આત્મા એના સાધ્યસ્વરૂપ કેવળદર્શન (અનંતદર્શન) અને કેવળજ્ઞાન (અનંતજ્ઞાન)ને સાધનામાં ઉતારી શકતો નથી - અનુભવન કરી શકતો નથી. પરંતુ આત્મા એના પરમાત્મસ્વરૂપની સ્થિરતા, વીતરાગતા અને નિર્વિકલ્પતાને સાધનામાં ઉતારી શકે છે - અનુભવનમાં લાવી શકે છે. માટે જ ગુપ્તિથી ગુપ્ત સ્થિર રહેવાની અને કાયોત્સર્ગની, વેરાગી થઈ રાગદ્વેષને ઘટાડતા ઘટાડતા વીતરાગી થવાની, તથા જ્ઞાન ધ્યાનમાં લીન બની સમાધિસ્થ થઈ નિર્વિકલ્પ બનવાની સાધનાનો મોક્ષમાર્ગ - પરમારા પ્રાગટ્યનો માર્ગ પ્રરૂપ્યો છે.
ટુંકમાં સાધકનું સાધ્ય વીતરાગતા છે અને લક્ષ્ય કેવળજ્ઞાન પ્રાગટ્ય તથા આનંદવેદન છે. જ્યાં સુધી મતિજ્ઞાન છે ત્યાં સુધી સાધના છે અને એ મતિજ્ઞાનમાં માત્ર વીતરાગતા જ ઉતારી શકાય છે. તે સિવાય સર્વશતા, પૂર્ણતા, નિર્વિકલ્પતા એ સાધનામાં ઉતારી શકાતા નથી. પણ વીતરાગતા આવેથી તે ક્ષણવારમાં આવતા આત્મા કેવળજ્ઞાન પામે છે.
ચાતક પીઉ પીઉ રટે રે, પીઉ મિલાવન આન; જીવ પીવન પીઉ પીઉ કરે પ્યારે, જિઉ નિઉ આન એ આન. મિ. ૧.
ચાતકપક્ષી અને એની માદા ચેતી - ચાતકી એકમેકથી કદીય વિખૂટા પડતા નથી. કોઈ સંયોગોમાં કયારેક વિખૂટા પડી જાય તો ચાતકથી વિખૂટી પડેલી ચાતક પીયુ પીયુના એકધારા ટણ – પોકારથી આખાય વાતાવરણને
ભેદનો ભેદ કરી એનો છેદ કરવાનો છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૩૮
આનંદઘન પદ - ૩૩
ગજવી મૂકે છે. અથવા તો બપૈયો જેમ વર્ષના વિયોગમાં તૃષાતુર, પીઉ પીઉના રટણથી સાદ દેતો હોય છે, એમ હું સમતા-ચેતના મારો ચેતન મને આવીને (આન) મળે ... મારા પ્રિય ચેતનના આવાગમનથી એનું અને મારું મેળાપન (મિલાવન) થાય તે માટે તરફડું છું. મારો એક એક શ્વાસ એ પરમહંસને સોડહં સોડહંના નાદથી જપે છે - ઝંખે છે. જીવ પીવન એટલે કે જીવના જીવત્વના - જીવના શિવત્વના - આત્માના પરમાત્મસ્વરૂપના પાન માટે આ મારો પ્યારો આત્મા પીયુ પીયુ કરી રહ્યો છે તો એ નિહ - નિજ - મારા. જીવનને હે વહાલા ! અનુભવ મિત્ર તું આણ-આણ (આન એ આન) એને લઈ આવ. એજ તો મુજ જીવનું જીવન - મુજ આત્માનું શુદ્ધ આત્મત્વ છે જેના પાન માટે પ્યાસો થયો છું. હવે તો આ જીવને જંપ તો જ વળે એમ છે અને નિરાંત-શાંતિ (નિઉ) તો જ થાય એમ છે કે જ્યારે એને એના નિજ જીવન - નિજ સ્વરૂપનું પાન થાય - વેદના થાય. કુતકેવલી અને કેવળજ્ઞાનીના જ્ઞાનમાં ફરક નથી પણ જ્ઞાનનું જે વેદન છે તેમાં જ ફરક છે. કેવળજ્ઞાની ભગવંતને શાન પૂર્ણપણે વેદનમાં વર્તે છે.
દુખિયારી નિશદિન રહરે, ફિરું સબ સુધ બુધ ખોય; તન મનકી કબહુ લહુ પ્યારે, કિસે દિખાઉ રોય. મિ. ૨.
ચેતન વિયોગી, વિરહિણી ચેતના - સમતાની હાલત કેવી થઈ છે, તે બેહાલીની વાત કરતાં સમતા કહે છે...
“હે વહાલા અનુભવ મિત્ર હું તો મારા ચેતનના વિયોગમાં રાતદિવસ વિરહના દુઃખની મારી, દુખિયારી થઈને મારા તન અને મનની સ્થિરતા ગુમાવી બેઠેલી, મારી બધી જ સુધબુધ એટલે કે સુઝ (પૂર્વાનુભવ - આંતર સમજણ) અને બુઝ (બુદ્ધિ) ખોઈને ભાન ભૂલેલી પાગલ થઈને ફરું છું. “પ્રીતમ આન મિલો...” અતી માશુકા માશુક (આસિક) ને શોધતી ચારે કોર ફરે એમ હું એને ઠામ ઠામ શોધતી કરું છું.
એ માર મીઠડાં અનુભવ મિત્ર ! તું મને કહે કે મારા આ વિયોગના દુ:ખનો અંત કયારે આવશે ? ક્યારે (કબહુ) મારા તન મનની સ્થિરતા - શાંતતા મને
સ્વ હોય તેની સાથે જ અભેદ પરિણમન શક્ય છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૩
૨૩૯
પાછી મળશે ? મારા આ દુ:ખના રોદણાં કોની આગળ જઈ રહું અને મારું દુ:ખ એને દેખાડી હું હળવી થાઉં? હે અનુભવ મિત્ર ! તારા સિવાય કોઈ મારું નથી, જેની આગળ હું મારું હૈયું ખાલી કરું. તું જ મારી વાતને જાણી-સમજી શકે એમ છે. તારામાં - અનુભવમિત્રમાં જ એ શક્તિ છે કે જે મારો મારા સ્વામી સાથે મેળો કરાવી શકે. તારા (અનુભવના) દર્શન વિના આત્મસ્વામી એવાં મારા ચેતનને મળવું શકય નથી. માટે જ તને વિનતિ કરું છું કે મીઠડા અનુભવ તું તારી મીઠાશનો - અનુભવનો સ્વાદ મારા સ્વામી ચેતનને લગાડ કે જેથી એ સ્વાદના ચટકામાં મારી (સમતા-ચેતના) ભણી પાછો ખેંચાય આવે અને પોતાની સુઝ બુઝને ગુમાવીને પરઘેર જ્યાં ત્યાં ભટકતા મારા સ્વામીમાં શાણપણ જાગે અને સમતાના સ્વઘરે પાછો ફરે !”
નિસિ અંધારી મુહિ હસેરે, તાર દાંત દિખાય; - ભાદો કાદોમેં કિયો પ્યારે, અસુઅન ધારા વહાય. મિ...૩.
આત્માનંદની નિર્વિકલ્પ આત્મમસ્તીમાં મસ્ત બનેલા સાધકને જ્યારે વિકલ્પદશામાં - પ્રમત્તદશામાં આવવું પડે છે ત્યારે તેને તે સ્થિતિ અત્યંત અકારી, ભયંકર લાગે છે. જેવી રીતે ઘોર અંધારી એવી રાતમાં પણ ટમટમતા. તારાના ઝગમગતા પ્રકાશરૂપી દાંતથી ઝાંખું ઝાંખુ પણ દેખવામાં મદદ રૂપ હોય છે અને ચોરી કરનારા પણ એનો આશરો લેતાં હોય છે પરંતુ વાદળછાયી તારાવિહોણી ઘનઘોર અંધારી આષાઢી અમાવાસ્યાની રાત્રિએ તો ચોર પણ ચોરી કરવા બહાર પડતાં ડરતાં હોય છે, તો પછી સામાન્ય માનવી તો ભયભીત થાય એમાં કોઈ નવાઈ નથી, એવી રીતે પતિવિરહિણી એકલી અટુલી સ્ત્રી, માટે પણ તે ભયાવહ છે. એટલું જ નહિ પણ પતિવિયોગીની એકલી અટુલી સ્ત્રીને તો ઘોર અંધિયારી અને એમાંય એ વરસતી વર્ષાની નિસિ-નિશા-રાત્રિ હોય તો તો એને એનું વિરહનું દુ:ખ દાહ (અગ્નિ) બની જઈ દુ:ખી નથી કરતું પણ બાળે છે. એ વિરહિણીની બળતરા - બળાપો જોઈને પાછી એ રાત્રિ એને (મોહી - મને) હસે છે. એ રાત્રિ (નિસિ) એના ટમટમતા (તારે) તારલિયાંરૂપી દાંત કાઢી - દાંત દેખાડી મારી (મોહી) આવી બેહાલી ઉપર હસે છે.
કેવળજ્ઞાન એટલે આત્મા જ જ્ઞાન, આત્માજ જ્ઞય અને આત્મા જ જ્ઞાતા.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૪૦
આનંદઘન પદ
–
કવિશ્રીનું કહેવાનું તાત્પર્ય એ છે કે અપ્રમત્તતા (જાગૃતતા)માંથી પ્રમત્તતા (આજાગૃતિ)માં સરી પડેલાં સાધક આત્મા પ્રમાદવશ ઘણાં ઘણાં કર્મદલિકોથી આત્માને મલિન કરી ભારેકર્મી બની ઉપર ઉઠેલા શ્રેણિની સમીપ થયેલા એવા પણ દુર્ગતિના કળણમાં ખૂંપી જાય છે, કે જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ખૂંપી ગયા હતાં..
-
ચિત્ત ચાતક પીઉ પીઉ કરે રે, પ્રણમેં દોકર પીસ; અબલા શું જોરાવરી પ્યારે, એતી ન કીજે રીસ. મિ...૪.
33
અષાઢ શ્રાવણની સોનાવર્ષા પછી ભાદરવાના અવર્ષાકાળના ખુલ્લા આકાશમાં ખેડૂતો ખેતીના કાર્યો નિર્વિઘ્ને કરી શકતા હોય છે પણ જો ભારદવો વધુ પડતો વર્ષે તો એ ભાદો કાદો એટલે કે બધું કાદવકીચડવાળું કરી પાકને નુકસાન પ્હોંચાડે છે અને મહેનત નિષ્ફળ જતાં રાતે પાણીએ રોવાનો (અશ્રુધારા વહાવવાનો) વારો આવે છે. એજ પ્રમાણે સાધક આત્માની ધ્યાનધારા પૂરબહારમાં ખીલતાં અનુભવરૂપી વેલડીઓ પલ્લવિત થઈ પમરાટ પસરાવવા લાગી હોય ત્યારે જ જો આર્તધ્યાનની અશ્રુધારા વહેવા લાગે તો સાધના ભાંગી પડે છે *અને અંદરની અંતરસ્થિતિ ભયાનક બને છે. ત્યારે જાણે હું ચેતના મારા ચેતન વિહોણી - આનંદ વિહોણી બનેલી મારા સત્ અને મારા આનંદને ગુમાવી બેઠેલી મારા સચ્ચિદાનંદ સ્વરૂપ વિહોણી વિરહિણી ચેતનાદશાને રડતી હોઉં છું અને ત્યારે મોહરાજા અને મોહની આખીય સેના મારા આ આત્મા ઉપર છવાય ગયેલાં રાત્રિરૂપ અંધકારને જોઈને દાંત કાઢતાં (હસતાં) હોય છે.
પર પદાર્થ સાથે અભિન્ન પરિણમન એજ સંસાર.
ચેતનાનું ચિત્તરૂપી ચાતક, એના મેઘરૂપી શુદ્ધચેતન-શુદ્ધાત્માને બે હાથ (દોકર) જોડીને (પીસ-પીસીને), માથું નમાવી ભાવપૂર્વકની વંદના (પ્રણામ) કરવા પૂર્વક, પીઉ-પીઉ એટલે કે પ્રિયે પ્રિયે ! અથવા પ્રભુ પ્રભુ ! ના પોકાર કરીને વિનવે છે કે “આપ તો નિર્બલ કે બલ રામ એવાં સર્વ શક્તિમાન - સમર્થ થઈને, આ મારા જેવી આપની જ અબળા ઉપર આવી જોરાવરી - જોરજબરી કરો અને આવી (એતી) રીતે મારાથી રીસાઈ જાવ તે મારા વહાલા (પ્યારે) તમને શોભતું નથી. હે પ્રિયે ! હે સ્વામીનાથ ! મારું મન નિરંતર તમને
Page #298
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૩
૨૪૧
જ ચાહતું (ઈચ્છતું) તમારા જ વિચારમાં પરોવાયેલું રહે છે, મારી જીભે તારું જ નામ ચડે છે અને વાણીથી તારા જ ગુણગાન ગાતી રાતદિવસ તારું જ રટણ કરું છું, આ કાયા પણ તારા જ મિલનને માટે તપે છે - તલપે છે - તડફડે છે. તમે જ મારા સર્વેસર્વા સર્વેશ્વર છો અને તેથી મારું સર્વ તમને સમર્પિત કરી દીધાં પછી ય સ્વામી મારાથી કેમ રુચા રુડ્યા રહો છો ?”
પાઠાંતરે આ પદના ચોથા ચરણની પહેલી કડી - પંકિત “ચિત્ત ચોરી ચિહું દિસે ફીરે, પ્રણમેં દો કરે પીસ” એમ છે. આ પાઠાંતરની પંકિતના આધારે અર્થઘટન કરીએ તો..
ચિત્તરૂપ ચકવી (ચોરી-ચોકી-ચકવી) પોતાના હૃદય ઉપર બન્ને હાથી મૂકીને અર્થાત્ હૃદયને થંભાવી (સ્થિર કરી) દઈ કે આપને જ હૃદયમાં દાબી - ધારી રાખી ચાતકી - ચકવી એના ચકવા ચેતકને ખોળતી ચેતના - સમતા પણ મારા સ્વામી ચેતનને ચારેય દિશામાં અર્થાતુ બધાંય મારા થઈ શકતા. પ્રયત્નો કરવા પૂર્વક એના મિલન માટે ટળવળી રહી છું.
આતુર ચાતુરતા નહિ રે, સુનિ સમતા ટુંક વાત; આનન્દઘન પ્રભુ આય મિલે પ્યારે, આજ ઘરે હર ભાત. મિ.પ.
હું તો તને શુદ્ધાત્મા - ચેતનને પામવા આકળી - અધીરી - આતુર બની, છું અને આતુરતામાં ચાતુર્યતા - ચાતુરતા હોય નહિ એ તો હકીકત છે. પરંતુ નાથે આપ સ્વયં તો ચતુર છો, તો પછી મારી આટઆટલી આતુરતાને જોયા જાણ્યા પછી પણ રૂઠેલાં એવાં મારાથી છેટા રહીને આપ મને તડપાવ્યા કરો અને મજા માયા કરો એમાં શું આપની ચતુરની ચતુરાઈ છે ? આ કાંઈ યોગ્ય નથી અને આપના જેવાં ચતુરને એ શોભતું નથી.
સમતા ચેતનાની આ ટુંકમાં - થોડામાં કહેવાયેલી મનોવ્યથાને સમજી જઈ આનંદનાઘન - સુખકંદ એવાં પ્રભુ-પ્યારા પ્રભુ ચેતન શુદ્ધાત્મા જાણે
ધ્યમંદિરમાં આવી બિરાજમાન થયાં હોય, એવો આત્માનુભવ - આત્મ સાક્ષાત્કાર થવાથી આનંદઘનજી મહારાજાને આત્મઘરે - હૃદયબાગમાં ભાતભાતના વિધવિધ રંગના સુગંધિત પૂષ્પો ખીલી ઉઠયા હોય અને હૃદય બાગ બાગ થતું
સ્વદ્રવ્ય ગુણ પર્યાયનું અભેદ પરિણમન એજ મોક્ષ.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૪૨
આનંદઘન પદ
મહેકી રહ્યું હોય એવી દિવ્યાનુભૂતિ થાય છે. ઉદાસીનતા છવાયેલી હતી ત્યાં હવે પ્રસન્નતા વ્યાપી જતાં ઉત્સવ - ઓચ્છવના વાતાવરણનું નિર્માણ થાય છે - જાણે ચેતનના મિલાપથી ચેતના ચૈતન્યમય ચિદ્ઘન બની ગઈ હોય.
કર્મના ઉદયકાળમાં કેટલો અને કેવો ધર્મ-મોક્ષ પુરુષાર્થ થાય છે તે ઉપર ભાવિકાળ નિર્ભર છે.
-
પદનો બોધ એ છે કે જે મેળવવું છે એ મેળાવવા માટે તલસાટ - તરફડાટ હોય તો મન મૂકીને તનતોડ પ્રયત્ન થાય અને ઈચ્છિતની પ્રાપ્તિ થાય. દૃઢ પ્રણિધાન હોવું જરૂરી છે. દૃઢ સંકલ્પ એ સિદ્ધિનું પાવર હાઉસ છે. દૃઢ સંકલ્પ વિના કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. દૃઢ સંકલ્પ દૃઢ પુરુષાર્થને જન્મ આપે છે, જેનાથી કાર્યસિદ્ધિ સત્વરે થાય છે.
卐
જગત એ તો જન્મતાજ ગત થનારું સાદિ સાન્ત છે તેથી જગત તરફ નજર કરવા જેવી નથી, જગતની વાત કરવા જેવી નથી, જગતની નોંધ લેવા જેવી નથી અને જગત માટે કોઈ અભિપ્રાય આપવા જેવો નથી.
જ્ઞાયકની સાથે ઉપયોગનું જોડાણ એ સ્વસમય છે. પરની સાથેનું ઉપયોગનું જોડાણ એ પરસમય છે.
33
ભૂખ તૃષાદિ એ શરીરની ધાતુની વિષમતા છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૪
૨૪૩
પદ - 38 (રાગ - ગોડી)
देखो आली नट नागरको सांग ॥ देखो. ॥
ગીર દી વગર જ સ્થતિ તત્તે, વા તાત મા II લેવો. | ૧ || औरह तो कहा दीजे बहुत कर, जीवित है इह ढंग ।।
મરી પર વીવ અન્તર તો, જૈતો પે રંગ || જોવો. || ૨ ||. तनु सुध खोय घूमत मन ऐसें, मानुं कछुइक खाइ भंग ।
તે ઘર માનqઘન નાવત, ગૌર વEા વોહ તને જ II હેલ્લો. || 3 | - કેટલાંક ચિત્રકારો એવું ચિત્ર દોરે છે કે એક બાજુ સવળી બાજુએ એક મુખાકૃતિ દેખાય અને એને અવળું કરી જુઓ તો બીજી બાજુએ બીજી મુખાકૃતિ દેખાય. યોગીરાજજીનું આ ચોંત્રીસમું પદ એમની એવી જ યોગ ચમત્કૃતિ છે કે એમાંથી વિધેયાત્મક અને નિષેધાત્મક ઉભય પ્રકારનું અર્થઘટન થઈ શકે.
યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી, સુશ્રાવક શ્રી સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ અને ડૉ. જશુબાઈ મહાસતીજી જેમના આનંદઘનજી મહારાજાના પદસાહિત્ય ઉપરના વિવરણો વર્તમાનમાં ઉપલબ્ધ છે એ ત્રણેય જ્ઞાની વિવરણકારોનું આ પદ ઉપરનું વિવરણ નિષેધાત્મક Negative છે. જ્યારે જેમના વિવરણના આધારે આ વિવરણગ્રંથનું નિર્માણ થયું છે એ સ્વાનુભૂતિ સંપન્ન સુશ્રાવકશ્રી ખીમજીભાઈ વોરા - ખીમજીબાપાએ આ પદનું વિધેયાત્મક Positive અર્થઘટન કર્યું છે.
આ પદ દ્વારા યોગીરાજજી ચેતનાના મુખે ચેતનની આત્મદશા - ચેતન્યદશાના દર્શન કરાવી રહ્યાં છે.
દેખો આલી નટ નાગરકો સાંગ; દેખો. ઔર હી ઔર રંગ ખેલતિ તાતેં, ફીકા લાગત અંગ. દેખો.૧. સુનીતિ, સુમતિ, શમા (સમા), શ્રદ્ધા આદિ પોતાની સખીઓને સંબોધી જ્ઞાયકની સાથે ક્રિયા તો હોઈ શકે છે પણ કર્તાભાવ નથી રહી શકતો.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૪
આનંદઘન પદ - ૩૪
(ઉદ્દેશી)ને ચેતનની ચેતના - સમતા કહી રહી છે..... અલી હે સખીઓ (આલી) ! આપણા ચેતવ્યપ્રભુની (નટનાગર - નટકુશળ - નટસમ્રાટ ચેતવ્ય) દિવ્યલીલા તો નીરખો સ્વામીનો આ સાંગ - સ્વાંગ તો દેખો ! સ્વરૂપના ધ્યાનમાં આત્મલીન (આલી) થયેલા - ઉચ્ચ - ભવ્ય (આલી) બનેલાં પ્રિયતમા ચેતવ્યને જરા જુઓ તો ખરા ! સ્વમય બનેલા સ્વામીનો રંગ કેવો નિખર્યો (ખિલ્યો) છે અને કેવાં શોભી રહ્યાં છે ! ચેતન્ય સ્વામી સંસાર નાટકના નટ છે કે જે પાછા નાગર છે એટલે કે એનું ઘર, ગામ, ગરાસ તો નથી પણ એનું કોઈ કુળ, જાતિ કે ગોત્ર ય નથી. છતાંય એ કેવાં દેદીપ્યમાન દેખાય છે ! એમની મુખમુદ્રા કેવી શોભી રહી છે ? ત્યાગ વૈરાગ્ય સંયમયોગથી નિ:સ્પૃહ બનેલ એમની જીવનદશા કોઈ બીજામાં જોવા નહિ મળે એવી નોખી નિરાળી. - ઓર હી ઔર છે ! એ તો જાણે દિવ્યાનુભૂતિના જ્ઞાનપ્રકાશમાં ખેલી રહેલો. (ખેલત) આત્મક્રીડા કરતો હોય એવો જણાય છે. તેથી (તાતે) તેની સામે સંધ્યાના રંગો કે સપ્તરંગી મેઘધનુષના રંગો યા તેજો, પદ્મ, શુકલ લેગ્યાના - પ્રકૃતિના નાશવંત અન્યરંગો ઝાંખા (ફીકા) લાગે છે. નિ:સ્પૃહતાના, નિવિશેષતાના, નિર્વિકારીતાના, નિર્મળતાના, વીતરાગતાના આત્મતેજ આગળ અંગના - કાયાના રંગ પણ ફીકા જણાય છે. એના આત્મરંગ આગળ તો આપણી કાયાના કામણ - આપણા અંગ પણ ઝાંખા પડી જતાં ફીકા લાગે છે. ચિદાનંદની આત્મમસ્તી તો કાંઈ ઓર જ છે જે ઓરમાં - બીજે કયાંય જોવા મળે એમ નથી. એ અજોડ, અદ્વિતીય, અનુપમ, અદભૂત છે કારણ કે તે આત્માના અતાનંદની દિવ્ય આત્માનુભૂતિનું આત્મતેજ છે !”
ઔરહ તો કહા દીજે બહુત કર, જીવિત હૈ ઈહ ઢંગ; મેરો ઔર બિચ અન્તર એતો, જૈતો રૂપે રાંગ દેખો...૨.
આપણા ચેતવ્યપ્રભુ સ્વામી સિવાય વિશ્વમાં કોઈ ઓરહ-અન્ય જગાએ બહુલતાએ (બહુત કર) - મોટે ભાગે આવું અનુપમ દેવતાઈ - દિવ્ય રૂપ કે આવું દેદીપ્યમાન દશ્ય જોવામાં - દેખવામાં આવ્યું નથી.
લોકો તો પ્રભુની સ્તવના કરતાં પ્રભુને ઓલંભડા આપે છે કે પ્રભુ ! અમે આપની આટઆટલી ભકિત કરીએ છીએ છતાં આપ અમને દર્શન પણ દેતાં નથી અને અમારાથી છેટા ને છેટા જ રહો છો ! આપ તો અમથી
સ્વાર્થ ગર્ભિત પ્રવૃત્તિ જ્યાં નથી ત્યાં સાત્વકતા છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૩૪
-
૨૪૫
અળગા થઈ સાતરાજ છેટાં બેઠાં છો ! આવા ઓલંભડાનો જવાબ વાળતી હોય એમ સમતા એની સરખે સરખી સાહેલડીઓને કહે છે કે લોકોને મારો (સમતાનો) ખપ નથી. મોહ-માયા-મમતા-કુમતિના કુસંગને અને કુછંદને છોડવા નથી અને પ્રભુને ઓલંભડા આપવા છે કે પ્રભુ તમે દર્શન દેતાં નથી. આ કાંઈ પ્રભુને પામવાના ઉપાય નહિ કહેવાય. દેવ થઈને દેવની પૂજા કરીએ તો દેવ થવાય ? સાધ્યનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ સમજી લઈને સાધનામાં ઉતારીએ તો સાધ્યથી અભેદ થવાય. શું કહીએ ? લોકરીત - લોકના જીવવાના ઢંગ જ આવા છે. પ્રભુસમ થવું છે પરંતુ પ્રભુ સમ કરનારી સમતાનો સંગ સેવવો નથી, તો પછી કોટિ ઉપાયે પણ પ્રભુસમ થઈ શકવાના નથી.
ભગવાનનું - પરમાત્મા સ્વરૂપનું સુખ જોઈએ છે પણ સંસારનું સુખ છોડવું નથી તેને ભગવાનનું સુખ મળે નહિ. માયા જેને ગમે તેને આધ્યાત્મ મળે નહિ. પીચરનું સુખ છોડે તેને સાસરાનું સુખ મળે એવો તો વ્યવહારીઓનો સંસારમાં વ્યવહાર છે અને પરણનારી કન્યા પૂછતી પણ નથી કે મને પહેલા સાસરાનું સુખ બતાડો ચખાડો પછી જ હું પીચરનું સુખ છોડું.
જેઓએ પોતાનું જીવન આધિ, વ્યાધિ અને ઉપાધિમાં ઘેરાયેલું વસ્તુ, વ્યક્તિ, સંયોગ, પ્રસંગ અને પરિસ્થિતિની પળોજણોથી વીંટળાયેલું જ રાખવું છે અને બહારમાં દૃશ્યરૂપ ક્રિયારૂપ પ્રભુ ભજનાથી પ્રભુને પામવા છે તો તે કેમ કરીને પ્રભુને પામી શકે ? મમતાને છોડે, સમતામા રહે તો નિર્મમ બનેલો નિર્મળ-વીતરાગ બને. મારી સમતાની અને મમતાની વચ્ચે (વિચ) આજ (એતો) તો અંતર (ફરક - તફાવત) છે. જેવું રૂપા એટલે રજત ચાંદી અને રાંગ એટલે કથીરમાં અંતર છે એવું સમતારૂપી કંચન અને મમતારૂપી કથીરમાં અંતર છે. મમતા આધિ-વ્યાધિ-ઉપાધિના આંટા વીંટાળી ગુંચવે છે. જ્યારે હું સમતા આધિ-વ્યાધિ-ઉપાધિના આંટા ઉકેલી - ગુંચો ઉકેલી સમભાવમાં રાખું છું. જેટલો ભેદ જડ-ચેતન, બંધન-મુક્તિનો છે તેટલો ભેદ મારી સમતા અને મમતાની વચ્ચે છે. પરંતુ લોકોના રંગઢંગ જ એવાં છે કે આ ફરકને કળી શકતા નથી કારણ કે ભ્રમણામાં જીવતાં હોવાથી કથીરને કંચન માની બેઠાં છે અને મમતાને છાતીએ.લગાડી એની મોહજાળ - માયાજાળમાં ફસાયેલાં રહે છે.
અન્યના હિતાહિત લાભાલાભની વિચારણા એ જ સાર્યાત્વકતા છે.
-
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૪s
આનંદઘન પદ - ૩૪
તનુ સુધ ખોચ ઘૂમત મન ઐસે, માનું છુઈક ખાઈ ભંગ; એતે પર આનન્દઘન નાવત, ઔર કહા કોઉ દીજે સંગ. દેખો૩.
તન (કાચા) ની શુદ્ધિ (સુઘ) જયારે ખોવાઈ (ખોય) જાય છે ત્યારે મન બેબાકળુ - બાવરું થઈ ભમ્યા (ઘુમ્યા - ઘુમત) કરે છે કે જેમ (એસે) કોઈક ભાંગ (અફીમ - નશીલો પદાર્થ) ખાઈ લીધી હોય અને નશામાં લથડિયા ખાતો. - ઠેબે ચડતો આડોતેડો - અહીંતહીં ભટકયા કરતો હોય, એવી મારી મન:સ્થિતિ થાય છે.
મારા અને પ્રભુપ્રેમ કે અંતરગત સ્વરૂપાનંદ વચ્ચે જે અબ્રહ્માનંદની ખાઈ-ખીણ-ખાડો હતો તે તો માટી કાંકરા નાંખી પૂરી દઈ સમતલભૂમિ બનાવી દીધી હોય એવું જણાય છે. છતાંય એ બ્રહ્માનંદ - સ્વરૂપાનંદની સાથે - મારા ભગવાન આત્મા એવાં પરમાત્માને એ સમતલ ભૂમિ પાર કરી સામે ચાલી ભેટું નહિ - તાદાભ્ય (તદ્રુપતા) સાધુ નહિ, આત્મઘરમાં કાયમી વસવાટ કરી સ્થાયી થાઉં નહિ ત્યાં સુધી લોકસંગ ગમે તેટલો સારો મળે તો પણ મારા માટે તો એ સંગ નીરસ - બેસ્વાદ ફીક્કો જ રહેવાનો.
કહેવાનું તાર્બ એ છે કે સાતમા અપ્રમત્ત ગણકાણે આત્માને ભીતરમાં પરમાત્મ સ્વરૂપની ઝલક તો મળે છે - ઝાંખી થાય છે પણ એ ઝળકાટ (અનુભૂતિ) ચળકાટ રૂપ બનતી નથી એટલે કે કાયમી - સ્થાયી થતી નથી - ટકતી નથી તેથી એ સાધક આત્મા છઠ્ઠા ગુણસ્થાનકે પાછો ફરી જઈ પ્રમાદમાં પડી જાય છે. માટે સમતા-ચેતના કહે છે કે જ્યાં સુધી કેવળજ્ઞાની પ્રાગટ્ય પૂર્વકની ચિરસ્થાયી શાસ્વત સ્વરૂપાવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવી આ કામચલાઉ અવસ્થાથી કાંઈ મારા મનને શાંતિ વળવાની નથી. એવાં એ આનંદના પિંડ - સુખકંદ સમા નક્કર પરમાત્મા આવશે નહિ (નાવત) ત્યાં સુધી મારો આત્મા એના સિવાય બીજા કશાની માંગની બાંગ પોકારશે નહિ.
યોગીરાજજી કહેવા એ માંગે છે કે ભલે અનાદિની અસ્થિરતામાં અટવાતો આ આત્મા આજે કંઈક સ્થિરતાને પામ્યો હોય અને ઠરીઠામ થયેલો જણાતો હોય, તેથી સમતાને એ ઉન્નત અવસ્થાનો આનંદ હોય પરંતુ સાથે સાથે એ
વિવેક અર્થાત્ પ્રજ્ઞાની હાજરીથી અહંનું આત્મામાં વિલિનીકરણ થાય છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૪
૨૪૭
ભડક-ફડક પણ છે કે અનંતાનંત કાળથી પ્રમાદ અને વિષયકષાયનો આદી-હેવાયો થઈ ગયેલો મારો ચેતનસ્વામી આત્મા, પૂર્વકાળના એકેન્દ્રિયાદિ દુર્ગતિના કુસંસ્કારો જાગૃત થતાં મને સમતા-ચેતનાને છાંડીને કયાંક મમતાના પાશમાં ફસાઈને દુર્ગતિમાં તો નહિ પટકાય જાય ને ? માટે પળેપળની સાવધાની રાખી આત્મામાં જ વર્તવા - ઠરવા જેવું છે અને અન્ય સર્વથી નિવૃત્ત થવા જેવું છે.
હવે ટુંકમાં આ પદનું નિષેધાત્મક અર્થઘટન પણ જોઈ લઈએ.
હે સખી ! પ્રવીણ નાટકીયાનો વેશ તો જુઓ! તે જુદા જુદા વેષ-પાઠ ભજવે છે અને પેતાના સ્વયંના સ્વાભાવિક એકાકારમાં સ્થિર રહેતાં નથી તેથી તો તેની કાયા તેજહીન ફિક્કી દેખાય છે.
હવે ઘણું ઘણું કહીને એ ચેતનને શું ઠપકો કે ઉપાલંભ આપવો ? એના રંગઢંગ જ એવાં છે કે એ કોઈનું કહ્યું માને એમ નથી અને માયા મમતા તથા સુમતિ સમતા વચ્ચેના રૂપા (રજત) અને રાંગ (કથીર) વચ્ચેના ભેદને પારખી, મમતા છાંડી સમતાના સંગને સેવે.
ચેતનના આવા રંગઢંગથી તો હું એવી તંગ થઈ ગઈ છું કે હું ચેતના મારા તનમનની શુદ્ધિ ખોઈ બેઠેલી, જાણે ભાંગપીવાનો નશો ચડચો હોઈ, એવી લથડિયા ખાતી અસ્થિર થઈ ગઈ છું. આટઆટલું કરવા છતાં એ મારો આનંદઘના ચેતન્યપ્રભુ માયામમતાના પરઘરેથી સમતા - ચેતનાના સ્વઘરે પાછો ન આવતો હોય તો એની ફરિયાદ કયાં જઈને કેમ કરવી ? કયાં જાઉં ? કોની આગળ કેવો પોકાર કરું ?
યોગીરાજજીના આ પદનો બોધ એ છે કે હે જીવ! આત્માનુભૂતિના દિવ્યા આત્મતેજની ઝાંખી થઈ છે તો પળેપળની સાવધાની રાખી સ્વના સમત્વમાં - સ્વત્વ - સત્વમાં જ સ્થિર રહી, હવે સ્વરૂપ સંધાણ થયું છે તો સમતાના તંતુને પકડી સ્વરૂપ પ્રાગટ્યની જ એક માત્ર અલખની ધૂન મચાવતો સાધનના શિખરે હોંચી જા અને તારા કેવલ્યસ્વરૂપમાં સ્થિર થઈ જા !
5
પુદ્ગલ અનુયાયી વીર્ય પરિણમન એ અશુદ્ધ પરિણમન છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૪૮
આનંદઘન પદ - ૩૫
પદ - 3૫
(રાગ - દિપક અથવા કન્હાશો) જે નારે નારે ના. | કરે. .
સની સFIR ના ભૂવન, તવ ની સેના II વકરે. | ૧ || विरह व्यथा कछु ऐसी व्यापति, मानु कोइ मारती बेजा।
બંતા બંત દાઢું પ્યારે, ચાહે નીવ તૂ તૈના II રે. || ૨ || कोकिल काम चंद्र चूतादिक, चेतन मत है जेजा।
नवल नागर आनन्दघन प्यारे, आई अमित सुख देजा ॥ करे. ॥ ३ ॥
આ પદનું અર્થઘટન પણ અન્ય મીમાંસકોથી નોખા પડીને શ્રીયુત ખીમજી બાપા દ્વારા કરાયું છે. યોગીરાજજી આ પદથી જણાવે છે કે મમતાને મારો અને સમતાને સંવારો તો સીમિત મટી અસીમ એવા કદી નહિ મીટનારા અમીત (શાશ્વત-અપ્રતિપાતિ) સુખને પામશો.
કરે જારે જારે જા કરે. સજી શણગાર બનાયે ભૂખન, ગઈ તબ સૂની સે. કરે.૧.
ચૈતન્યમય ચિદ્ઘન સ્વરૂપ એવો આત્મા સમતાના સંગમાં રહીને દિવ્યા આત્માનુભૂતિનું આસ્વાદન કર્યું હોવાથી મમતા હવે એને ડાકણ જેવી મારક લાગે છે અને સમતા જ તારક લાગે છે. તેથી ચેતન આત્મા મમતાને પોતાનું આત્મઘર ખાલી કરી દઈ બીજે ચાલી જવા માટે કહે છે. વારંવાર કહેવા છતાં પણ મમતા હજુ ઘરમાંથી જતી નથી. ઊંડે ઊંડે પણ હજી પરમાં સુખ બુદ્ધિનો, પરપદાર્થ પ્રત્યેનો મમત્વભાવ હજુ પણ પડેલો છે. પહેલાની અપેક્ષાએ મમત્વભાવ ઘણો બધો ઘટી ગયો છે જરૂર પણ હજુ એ મૂળમાંથી ગયો નથી, તેથી એ પેલો પડી ગયેલો મમત્વભાવ પરમાત્મસ્વરૂપમાં તાદામ્ય સાધવામાં બાધક બની રહ્યો છે. ધ્યાનસાધનામાં વિક્ષેપ કરે છે અને વિચલિત કરી નાંખે છે. તેથી ચેતન ચેતનારૂપી સમતાના સંગમાં એ મમતાને જારે જા, જારે જા... હવે
જેમ જેમ વિવેક જાગે છે તેમ તેમ રુચિ સ્વરૂપાનુયાયી બને છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૫
૨૪૯
તો જા કહી જાકારો દે છે - હડ હડ કરી હડધૂત કરે છે.
છતાંય એ નફફટ ભૂખાળવી (ભૂખણ) મમતા પોતાની ભૂખ ભાંગવા ચેતનને પોતા તરફ આકર્ષિત કરી ચલિત કરવા માટે સોળે શણગાર સજી કંઈ જાત જાતના ચેનચાળા કરે છે. પોતાનો સ્વાર્થ - મતલબ સાધવા મમતા, મુખે રામ બગલમાં છુરી' જેવાં કપટભાવથી ગાલે કૃત્રિમ લાલી લગાવી, મુખેથી મીઠાં મીઠાં બોલ બોલતી, બધીય સ્ત્રીકલા અજમાવી, ચેતનને ચલિત કરવાના સર્વ શકય પ્રયત્નોથી સ્ત્રીચરિત્ર દેખાડે છે. પરંતુ ચેતનને સમતાનો સંગ હોવાથી અને અનુભવનો - દિવ્ય આત્માનુભૂતિનો રંગ ચડ્યો હોવાથી મમતાને જરાય કોઠું આપતો નથી - મચક આપતો નથી. મમતાના લાખો પ્રયત્નો છતાં સમતાસંગે સ્વમાં સ્થિર થયેલો એ અચલ ચેતન સચલ થઈ ચંચળ થતો નથી તેથી મમતાની કામનાઓ - ભૂખ (સુધા) તૃપ્ત થતી નથી ત્યારે એ નાકામિયાબ, બેવફા, ફૂલટા નિ:સંકોચ પોતાની સુધા તૃપ્તિ માટે બીજાં યોગ્ય ઘરની શોધમાં, ચેતનને પડતો મૂકી ચાલતી પકડે છે. એ મમતા ગઈ તો સેજ-શૈય્યા સૂની પડી અર્થાત્ સંસારના રંગરાગ - ભોગવિલાસ નિ:શેષ થયાં એટલે કે પ્રમત્તતા (પ્રમાદ) ગઈ અને અપ્રમત્તદશા આવી. મોહનો મળ તો ગયો હતો પણ ચિત્તને ચંચળ કરતો વિક્ષેપ હતો એ પણ હવે ગયો. રહ્યું હવે આવરણ. ભેદન છેદન.
વિરહ વ્યથા કછું ઐસી વ્યાપતિ, માનું કોઈ મારતી બે જા;
અંતક અંત કહાલું લે પ્યારે, ચાહે જીવ તું લેજા. કરે૨.
ચેતનની ચેતના સમતા કહે છે કે આ મમતા સેજ સૂની છોડીને ભાગી ગઈ તેથી મારી જાન છૂટી. બાકી તો ચેતનના વિરહ (વિયોગ)ની વ્યથા (દુ:ખ) એવી તો (વ્યાપત) છવાઈ ગઈ હતી કે જાણે કોઈ મને મીઠાના પાણી પાયેલ ચાબુક ફટકારતું હોય ! અથવા તો કોઈ ઝેર પાયેલા બાણ (બેજા) મારતું હોય એવી કારમી વેદના અંગે અંગમાં છવાઈ ગઈ હતી.
પોતાના જ જન્મદાતા પિતા શ્રેણિક - મગધસમ્રાટ શ્રેણિકને જેલમાં પૂરી બંદી બનાવી પુત્ર કોણિક રોજેરોજ સો સો ફટકા ફટકારતો હતો. કરુણતાની
સ્વરૂપાનુયાયી-સ્વભાવાનુયાયી વીર્ય પરિણમન એ શુદ્ધ પરિણમન છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૫૦
આનંદઘન પદ - ૩૫
પરાકાષ્ટા તો ત્યારે સર્જાઈ કે જ્યારે પુત્ર કોણિકને પિતા શ્રેણિકના પોતા ઉપર થયેલ ઉપકારની જાણ થતાં મતિ ફરતાં, ઘણ લઈ બંધી પિતાની સાંકળોના બંધન તોડવા અધીરો બનેલો ધસમસતો આવતો જોઈ પિતાને થયું કે આ તો પિતૃહત્યાનો પાપી થશે, એમ વિચારી હીરાકણી ચૂસી જીવનનો અંત આણયો. આમ પુત્રની મમતામાં જીવિત ખોવાનો વારો આવ્યો.
1. આ રીતે અનંતા કાળથી મમતાના હાથે માર ખાધા કર્યો છે અને એના કારણે દુર્ગતિના કારમાં દુઃખો વેડ્યા છે. મમતાએ તો અંતક એટલે અંત કરનાર એવા યમદૂતના મોમાં ધકેલી અનંતુ ભવભ્રમણ કરાવ્યું છે અને તેથી અનંતીવાર - ભવોભવ અંતને એટલે કે મોતને હવાલે કર્યા છે. ભવોભવના જન્મમરણનું ભવદુ:ખ યોગીરાજ આનંદઘનજી મહારાજને સતાવી રહ્યું છે. તેથી તેઓ આમાંથી છૂટવાના ઉપાયો વિચારી રહ્યાં છે. યોગીરાજજી જાતને સંબોધીને કહી રહ્યાં છે કે ભવોભવ મમતાના ફંદામાં ફસાઈને, કર્મોનો માર ખાતાં ખાતાં અંતક-ચમરાજને તાબે થઈ, ભવોભવ અંત-મોતને ભેટવું અને પાછા દુર્ગતિમાં જવાનું થાય ત્યારે લાચાર બનીને એ દુર્ગતિના દારુણ દુ:ખની પીડાઓ સહન કરવા કરતાં તો હવે સમજ આવી છે, સમતાનો સાથ છે, સાધન અને સાધના મળી છે તો દેહં પાતયામિ વા કાર્ય સાધયામી’ એ સૂત્ર અપનાવી દેહની પરવા કર્યા વિના, હવે તો મરણિયા બની મોહ માયા મમતાને ખતમ જ કરવા છે. કયાં સુધી (કહાલું) સહન કરવું ? ભલેને જીવ જતો હોય તો જાય પણ હવે તો મોહક્ષય કરી મોક્ષ મેળવીને જ જંપવા જેવું છે. આવરણો - આડશને હઠાવી નિરાવરણ થઈને જ વિરમવા જેવું છે.
કોકિલ કામ ચંદ્ર ચૂતાદિક, ચેતન મત હૈ જા; નવલ નાગર આનંદઘન પ્યારે, આઈ અમિત સુખ દેજા. કરે૩.
કોયલ (કોકિલ) પોતાની કામના પૂર્તિ કરવા રાત્રિના સમયમાં ચંદ્રના પ્રકાશને ચૂએ છે. કોયલનો સ્વર સૂર્યના પ્રકાશમાં ન ખૂલતો હોય ત્યારે દિવસ દરમિયાન કોયલ શાંત રહે છે. પછી રાત્રિ દરમિયાન ચંદ્રની ચાંદનીને ચૂએ છે - ચૂસે છે જેનાથી કોયલનો સ્વર ખૂલી જાય છે અને ફરી કોયલ ટહુકવા માંડે
,
ગુણોના સમ્યગૂ પરિણમનથી જ્ઞાનકલા આત્મકલા બને છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૫
૨૫૧
૨૫૧
છે અને કોયલના ટહુકારથી વાતાવરણ પ્રકુલ્લિત થઈ જાય છે.
પ્રભુના ગુણગાન ગાવાવાળા ગવૈયાઓના, ભજનિકોના કંઠ પણ જેમાં રાત્રિ વીતતી જાય તેમ તેમ ખીલતા જાય છે. સંગીતના અને એમાંય વિશેષ કરીને શાસ્ત્રીય સંગીતના જલસા રાત્રિના સમયે જ યોજાતા હોય છે અને મોડી રાત સુધી ચાલતા હોય છે. એજ રીતે કોકિલકંઠી નૃત્યાંગનાઓના નાચગાનનો સમય પણ રાત્રિનો હોય છે. એ સમયે જો પુરષ આવી બધી માયા મમતાના પાશમાં લપેટાય છે તો તેનું કાયબલ - બાહુબલ હણાય જાય છે. તેથી ચેતનની સુમતિ સમતા ચેતના ચેતનને ચેતવે છે કે આપ હવે મોહ-માયા-મમતાના આવા ફંદામાં ફસાઈ નહિ જાઓ તે માટે એ બાજુ - એ તરફ જજો (જશો) જ નહિ.
યોગીરાજજીએ જીવને સંસાર રંગભૂમિ ઉપર ખેલો ખેલનાર - નાટક ભજવનાર નટનાગરની ઉપમા આપી છે અને સમતા તથા મમતાને નાટકના અન્ય પાત્રો તરીકે રજુ કર્યા છે. સંસારના રંગમંચ ઉપર મમતાના કુસંગમાં અનંત કાળથી ખેલો હારતો આવ્યો છે. હવે સમતાના સુસંગમાં - સત્સંગમાં એ ખેલો જીતી જવાની સલાહ સુમતિ ચેતના અને અનુભવમિત્ર આપી રહ્યાં છે.
આનંદઘનજી મહારાજા પોતે મમતાથી વેગળા રહી નિર્મમ, નિર્મોહી, નિરારંભી, નિષ્પાપ, નિર્દોષ જીવન જીવી રહ્યાં છે. ચારિત્ર લીધાં પછી ગચ્છ, સમુદાય કે વ્યવહારની કોઈ પણ ખટપટમાં ન પડતાં, અવધુત યોગી બની અલખ નિરંજનની ધૂનમાં આત્માની સમતાને સાધી રહ્યાં છે અને સર્વથા નિષ્કષાય નિર્વિકલ્પ થવાને માટે પ્રયત્ન કરી રહ્યાં છે. આ સારો ય નાટક કે ખેલો એ, બીજું કાંઈ નથી પણ પ્રકૃતિએ સર્જેલ પ્રમત્ત અપ્રમત્તદશાની - જાગરૂકતા (સાવધતા) ગાફેલતાની રમત-ખેલ છે. આનંદઘનજી મહારાજાએ આ. રમતને બરોબર સારી પેઠે પિછાની લીધી છે.
હે વહાલા (પ્યારે) ! અણગાર (નાગર) આનંદઘન હવે તો પૂર્વે કદી આંતરશોધનો સાધનામાર્ગ હાથ લાગ્યો નથી એવો દુર્લભ ભેદજ્ઞાનનો અગમ આગમમાર્ગ હાથે ચડ્યો છે તો આ નવલ - નવિન દિશામાં મરણિયો થઈ
ગુણોના વિપરીત પરિણમનથી કોઈપણ કલા અજ્ઞાનકલા બને છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૫૨
આનંદઘન પદ
-
કેશરિયા કરી, જંગ ખેલી લેશે તો એ જંગની વિજયશ્રી રૂપ અમિત એટલે આવ્યા પછી કદી ચાલી નહિ જનાર એવું અપ્રતિપાતી શાશ્ર્વત અમિટ - અમાપ અપાર - અનંત સુખ આવી મળશે.
જેણે જીવનભર ધર્મને પાળ્યો છે અને મનને - ભાવને બગડવા નહિ દેતાં જાગૃતિપૂર્વક જીવતાં પ્રતિપળ ધર્મની રક્ષા કરી છે એવો પાળેલો રક્ષાયેલો ધર્મ ધર્મીની રક્ષા-ચાલતા અવશ્ય કરે છે.
પાલના
પદનો બોધ એ છે કે સમતા, સુમતિ, અનુભૂતિના સાથમાં જો મરણિયા થઈને મમતાને હાંકી કાઢશો તો મોહને પણ ભગાડી શકશો અને સીમિત, અસ્થિર, પરાધીન સુખની જગાએ અમિત, અમાપ, અપાર, અવિનાશી અનંત સુખને મેળવનારા બનશો. સત્ ચિત્ અને આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ એવાં ચૈતન્યમય ચિદ્ઘન સ્વરૂપને પામશો.
筑
–
અતિજાગૃત આત્માને કુવિકલ્પ આવે જ નહિ, જ્યારે જાગૃત આત્માને કુવિકલ્પ આવે ખરો પણ સમર્થન ન હોય.
–
સંસારી છદ્મસ્થ અવસ્થામાં જ્ઞાન એ ચેતનથી વિખૂટું પડી ગયું છે તેથી વીતરાગતા રાગ-દ્વેષ રૂપે અને આનંદ સુખ-દુ:ખ રૂપે વિકૃત પરિણામ્યો છે.
૩૫
જોડાઈ ન જા ! જુદો રહે અને જોનારાને જો ! જાણનારાને જાણ !
Page #310
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
39
પદ
39
(રાગ ; માલસિરી)
―
वारे नाह संग मेरो, यूंही जोबन जाय ।
ए दिन हसन खेलनके सजनी, रोते रेन विहाय ॥ वारे.
ना सोवत हे लेत उसास न मनही में पिछताय ।
૨૫૩
नग भूषणसे जरी जातरी, मोतन कछु न सुहाय ।
રૂ યુદ્ધ નિયમેં પેસી આવત હૈ, હીને રશે વિષ પ્લાય ! યારે. ॥ ૨ ॥
योगिनी हुंके निकसूं घरतें, आनन्दघन समजाय ॥ वारे.
|| ૧ ||
॥ 3 ॥ યોગીરાજ આનંદઘનજી મહારાજાએ સ્તવનો, પદોની જે રચના કરી છે તે અંતરાત્મામાંથી પ્રેરણા પામી સ્વયંસ્ફુરિત થઈને કરી છે. એમની રચનામાં અગોચર પરાવાણી ઉછળી રહી છે. એમની રચનામાં એમના આત્માની ખુમારી અને આત્માની મસ્તી ઝળકે છે. એમની રચનામાં ચાતુરીની ફતુરી કે અહં મમની છાંટ નથી. તેમની રચનામાં શુદ્ધાત્માની સાન ઝળકતી જોવામાં આવે છે. ગંભીર આશયોથી ભરેલી આ દિવ્ય વાણીનો સાર કોઈ વિરલા જ તારવી શકે એમ છે.
પોતાના આત્મામાં ચાલતી સમતા અને મમતાની હલચલ યોગીરાજ સમભાવમાં રહી નિહાળી રહ્યાં છે. નર અને નારી-માદાના એકમેક સાથેના જોડાણથી આ સંસારની ગાડી વગર પાટે અનંતકાળથી દોડી રહી છે. પુરુષ અને પ્રકૃતિના ગુણધર્મો સમાન હોત તો બંને વચ્ચે ખટરાગ થવાને કોઈ અવકાશ રહેત નહિ. પરંતુ પુરુષ અને પ્રકૃતિ બંનેના ગુણધર્મો એકમેકથી વિરુદ્ધ હોવાના કારણે બંને વચ્ચે ખટરાગ અનંતકાળથી ચાલ્યો આવે છે.
આપણે ત્યાં કહેવત છે કે ‘આંધળે બહેરું છુટાય છે’. પુરુષ અને પ્રકૃતિના મિલનમાં આંધળે બહેરું જ છુટાય છે, કારણ કે પુરુષ - આત્મા જોવા જાણવાના સ્વભાવવાળો હોવાથી એનામાં સાંભળવાનો ગુણ નથી તેથી તે બહેરો છે.
દોષથી સંસાર છે, ગુણથી મોક્ષમાર્ગ છે પણ સ્વરૂપલીનતા એ મોક્ષ છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨પ૪
આનંદઘન પદ - ૩૬
જ્યારે પુદ્ગલ-પ્રકૃતિ સાંભળવાનો ગુણ તો ધરાવે છે પણ આંધળી છે. આમ દેખે છે તે સાંભળતો નથી અને સાંભળે છે તે દેખતો નથી તેથી આંધળો અને બહેરો બંને એકમેકના સાથમાં અથડાય છે અને કુટાય છે.
પ્રકૃતિની આ માયાવી રમતને યોગીરાજજીએ બરાબર ઓળખી લીધી છે. એક વિશાળ પરિવારમાં પચાસ માણસો હોય, એ પચાસ વ્યક્તિની જરૂરિયાત પણ જૂદી જૂદી હોય અને સ્વભાવ પણ જૂદા જૂદા હોય છે. પરંતુ પરિવારના અનુભવી વડિલ ચતુર હોય, બધાનું બધું જોનારા અને જાણનારા હોય, માધ્યસ્થા હોય તો સમભાવે બધાંયને સમજાવી પટાવી, બધાનું બધું સચવાઈ જાય અને બધાંની બધી વાતોનો કુનેહથી ઉકેલ આણી બધાંને ભેળાં રાખી કુટુંબનો સંપ જાળવી શકે છે. પરંતુ આ શક્ય તો જ બને છે કે બધાં એના કાબુમાં હોય. અને એ બધાંની ભેળો હોવા છતાં વેગળો રહેતો હોય. એ જ રીતે આત્મા જ શાણો થાય તો પ્રકૃતિની વચ્ચે રહીને પણ પ્રકૃતિથી પર (અળગો) રહી પ્રકૃતિની હલચલને શાંત કરી જીવનયુક્ત દશાને પામી શકે છે, જો એ પોતાના જોવા - જાણવાના જ્ઞાતા-દષ્ઠા ભાવમાં રહે અને પ્રકૃતિની હલચલને, જગતા આખાને નિમિત્તરૂપ નિર્દોષ જોતો રહી, જાતને જ દોષિત ઠેરવીને પૂર્વે જે પર ભર્યું છે (પુરણ કર્યું છે), તે પરમાર્ચ - પરભારું - બારોબાર જઈ રહ્યું છે એમ નિકાલરૂપે નિહાળી પોતે પોતામાં જ રહે. સંસારમાં પોતાના દોષો જોવાં અને અન્ય કોઈપણ જીવનું કિંચિત માત્ર પણ દિલ ન દુભાય એમ વર્તવું તેને જ્ઞાનીઓએ ધર્મ કહ્યો છે.
આ જ ઉપરોકત વાત યોગીરાજજીએ કાયા (પ્રકૃતિ) અને ચેતન (પુરુષ) ના સંવાદ દ્વારા આ પદમાં ગૂંથી છે. કાયા જે પ્રકૃતિ છે અને પુદ્ગલની બનેલી છે તે કાયાનું જેવું સડન • પડન - વિધ્વસનનું એટલે કે પુરણગલનનું સ્વરૂપ છે, તેને ચેતન આત્માએ બરોબર ઓળખી લીધું છે એટલે હવે ચેતન સમભાવમાં રહી કાયાને પોતાની સાધનાનું યોગસાધન બનાવી એની પાસે પોતાનું કામ કઢાવી લે છે.
વારે નાહ સંગ મેરો, ચૂંહી જોબન જાય, એ દિન હસનખેલનકે સજની, રોતે રેન વિહાય. વારે...૧.
વ્યકત વ્યકતત્વથી મહાન બને તો મોક્ષે જાય.
Page #312
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૬
૨૫૫
કાયાના બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, જન્મ-જરા-મૃત્યુ, રોગ, શોક, ભય, કુરૂપતા, અશુચિતા, દુર્ગધતા, જુગુપ્સા, નીરસતા ઈત્યાદિ ધર્મોને જાણી ચેતન કાયા પ્રત્યે ઉદાસીન બને છે, ત્યારે કાયા ચેતનને ઠપકો આપતા કહે છે કે “વાહ રે મારા નાથ ! તારી સાથે મેં સ્નેહ સંબંધ બાંધ્યો કે આપણે એકમેકના સ્નેહરાગમાં રંગાઈને હસીશું, ખેલીશું, હરશું – ફરશું અને મોજમજા કરતાં રતિક્રીડા કરીશું પરંતુ તું નીરાગી (ઉદાસીન) નીકળ્યો. મારી યુવાની (જોબન) તો (યૂ હી) આમ નીરસતામાં જ એળે જઈ રહી છે - વેડફાઈ રહી છે. મીઠો - ભાલો જાણીને મેં તારી સાથે મીઠડો સંબંધ બાંધ્યો અને તું તો માઠો - ભંડો નીકળ્યો. ભોગી જાણીને ભોગસંબંધે બંધાઈ હતી પણ એ તો. યોગી નીકળ્યો અને મને ભોગમાયાને ભોગવવાને બદલે એ યોગીએ તો મને એના યોગનું સાધન બનાવી દીધી. જો ને સખી (સજની) મમતા ! કેવો નિહાળ્યો હતો અને કેવો નિવડ્યો ? આની સાથે તો મારે રન) રાત રડી રડીને (રોતે) પસાર (વિહાય-વિતાવવી) કરવી પડે છે.”
કાયાની વાત બાજુએ રાખી પદના આ પ્રથમ ચરણનું આધ્યાત્મિક અર્થઘટન એમ પણ થઈ શકે એમ છે કે;
આત્મા જ્યારે ચોથા ગુણઠાણે ક્ષયોપશમભાવ કે ક્ષાયિકભાવમાં વર્તતો હોય છે ત્યારે તે તેની બાલ્યાવસ્થા - પ્રાથમિક ભૂમિકાનો વિકાસ હોય છે કારણ કે હજી ચારિત્રમોહનીચનો ક્ષયોપશમ કે ક્ષય કરીને ચેતનાનું સર્વાગ શુદ્ધિકરણ કરી શુદ્ધચેતનમાં વિલિનીકરણ કરી, દ્રવ્ય-ગુણ-પર્યાયની અભેદતારૂપ આત્મરમણતા એટલે કે બ્રહ્માનંદ એવો પૂર્ણ આત્માનંદ - સહજાનંદ પ્રાપ્ત થયો નથી. તેથી જ ચેતના કહે છે કે શુદ્ધ સ્વભાવમાં - શુદ્ધાત્મમાં ખેલતા - રમતા નિજ સહજાનંદમાં મશગુલ બનવાની ઈચ્છાપૂર્તિ - ધ્યેયપૂર્તિ થતી નથી અને મારે રડી રડીને રેન-રાત વીતાવવી પડે છે. તારા જેવાં શુદ્ધ ચેતનસ્વામીનો મારા જેવી ચેતનાને સંગ મળ્યો છે. - તું નાથ જેવો નાથ મળ્યો છે અને મારું આયખું - જીવતર, વળી તેમાંય ક્ષાયોપથમિક કે સાયિક ભાવની સમ્યગ સમજ એટલે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનનો યોવનકાળ સમ્યગ ચારિત્રરૂપ આત્મરમમાણતા વિનાનો વીતી જાય તે કેમ ચાલે ? એ જ કેવલદર્શન,
Íકત વ્યક્તથી મહાન બનવા જાય તો સંસારમાં ભટકે.
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૫૬
આનંદઘન પદ - ૩૬
કેવલજ્ઞાન અને કેવળ આનંદમાં પરિણમન નહિ પામશે તો વળી પાછા રડવાના દિવસો નહિ આવે એની મને ચિંતા છે.
નરગ ભૂષણસે જરી જાતરી, મોતન કછુ ન સુહાય; ઈક બુદ્ધિ જીમેં ઐસી આવત હૈ, કીજે રે વિષ ખાય. વારે...૨.
“હે સખી મમતા ! રત્ન (નાગ-નંગ) જડિત (જરી) આભૂષણ (ભૂષણ-અલંકાર), જરિયાન વસ્ત્રો (જરી જાતરી), મોતીઓની માળા આદિથી જાતને શણગારું છું, જેથી કાયા વધુ કામણગારી બને અને સ્વામી ચેતના આકર્ષાય. પરંતુ કાયા અને કાયાના શણગાર પ્રત્યે ઉદાસીન બનેલ ચેતનની આગળ મારી કાયાના કામણનો કોઈ જાદુ અસર કરતો નથી. મારી કોઈ ચાતુરી-ઉપાય ચાલતા નથી. તેથી મને તો ઉલટું આ બધાં સાજ શણગાર શોભારૂપ (સુહાય) નહિ બનતા ભારરૂપ લાગે છે. ક્યારેક તો મનમાં (જયમે). એક (ઈક) એવો વિચાર - એવો વિકલ્પ (બુદ્ધિ) આવી જાય છે (આવત છે) કે ઝેર ઘોળીને (વિષ ખાયને) આ કાયાનો એટલે કે મારો અંત લાવી દઉં !”
કાયા જે સંસારસુખ ઈચ્છે છે, એની વાત વેગળી રાખી પદના આ બીજા ચરણનું આધ્યાત્મિક અર્થઘટન કરીએ તો કહેવું પડે કે - દશ યતિ ધર્મના નંગ અને જ્ઞાન-દર્શન-ચારિત્રના રત્નોજડિત પંચ મહાવ્રતરૂપ અલંકાર, પંચાચાર પાલનારૂપ જરિયાન વસ્ત્રો પરિધાન કરી, દેવ-ગુરૂ-ધર્મની ઉપાસનારૂપ મોતીઓની માળા પહેરી સજ્જ થવાં છતાં શુભભાવોના શણગારથી શોભાયમાન સુહાસિની - સૌભાગ્યવંતી બન્યા છતાં શુદ્ધ ઉપયોગ રૂપ ચૈતન્યસ્વામી હૃદયમંદિરમાં પધારતા નથી - અર્થાત્ સાતમા ગુણઠાણાની અપ્રમત્તદશા આવતી નથી, શ્રેણિના મંડાણ થતાં નથી અને ઐઐયિક (પારમાર્થિક) નિર્વિકલ્પતારૂપ માળારોપણ કરી શુદ્ધ ચેતન્ય ચિહ્વના
સ્વામી સાથે સાયુજય થતું નથી. તેથી આ બધાં શુભ શણગાર ફળ (પરિણામ) વિહોણા ફિક્કા ભારરૂપ લાગે છે. આ પરિસ્થિતિમાં મન:સ્થિતિ એવી થાય છે કે હજુ આ પ્રાપ્ત કાચબળ, મનોબળ કાચું પડે છે તેથી આ કાયાનો ઝેર ઘોળીને કે અનશન-સંથારો કરી, ત્યાગ કરી દઉં જેથી શુદ્ધ ચેતન્ય ચિહ્વનને
દિષ્ટ દષ્ટામાં સમાય તો કેવળજ્ઞાન. દષ્ટિ દશ્યમાં સમાય તો સંસાર.
Page #314
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ 39
મેળવી આપનાર પહેલાં પ્રકારના વજ્રઋષભનારાચ સંઘયણબળ વાળા મન અને કાયા મળે અને મારું કાજ સરે !
ના સોવત હે લેત ઉસાસ ન, મનહી મેં પિછતાય; યોગિની હુંયકે નિકરૂં ધરતેં, આનન્દઘન સમજાય. વારે...૩.
૨૫૦
કાયા કહે છે; “હે સખી મમતા ! નથી હું સૂઈ (સોવત) - ઊંઘી શકતી કે નથી તો હું ઉચ્છ્વાસ (ઉસાસ) લઈ શકતી. બસ સુખચેન નીંદર વિનાની બેચેન બની નિસાસા (નિશ્વાસ) નાખ્યા કરું છું અને મનમાં પસ્તાતી (પિછતાય) મારી જાતને કોસ્યા કરું છું !”
“સખી હવે તો થાય છે કે જેમ યોગીરાજ આનંદઘનજી મારા પ્રત્યે બેપરવા થઈ યોગી બનીને વિચરી રહ્યાં છે એમ હું પણ હવે ભોગમાયા મટી, જોગમાયા થઈ, જોગણ (યોગિની) બની એમના ઘરનો (ધરતે) ત્યાગ કરી, નીકળી પડું (નિકસૂં) તો જ એ યોગી આનંદઘનને ખબર પડશે (સમજાશે) કે મારા (કાયા માનવકાયા) વિના કેમ કરી સાધના કરાશે ? અને સાધ્યથી અભેદ થવાશે ? હું (કાયા સહિતની યોગત્રયી) સાધન છું તો એ મારો ઉપયોગ કરી એની યોગસાધના કરી શકે છે અને સાધ્યથી સામીપ્ટ કરી, સાયુજ્યને સંભવિત કરી શકે છે. આ કેવો જુલમ ? આ કેવો ન્યાય ? આનંદઘને ફકીરી લીધી અને ફિકરના ફાકા કર્યાં ત્યાં સુધી તો બરોબર છે પણ ખાવાના સાંસા પડે - ફાંફા પડે તે કેમ ચાલે ? મારાથી તો કામ લેવાનું છે. ભલે ! મને ભોગમાયારૂપે જોઈ ભોગવે નહિ પણ મને યોગમાયા (યોગસાધન) તરીકે જાળવે - સાચવે નહિ ! અરે ! હું તો ઈચ્છું છું કે આનંદઘન ઈચ્છિત શુદ્ધિને શીઘ્ર હાંસલ કરે. એ શુદ્ધ થશે તો હું પણ શુદ્ધ થઈશ, પરમાણુ રૂપ થઈશ અને સ્કંધ્ય મટી વંદ્ય - પૂજ્ય બનીશ. આનંદઘનજી એ તો વિચારે કે બધાં પુદ્ગલ ખરાબ નથી, બધાં સુખ સારા નથી અને બધા દુ:ખ ખરાબ નથી, બધી ઈચ્છા ખરાબ નથી, બધી અનિત્યાવસ્થા ખરાબ નથી. સારું અને ખરાબ તો પ્રયોજકના પ્રયોજન અને પરિણામ ઉપર આધારિત છે.
પદના આ ત્રીજા ચરણનું આધ્યાત્મિક અર્થઘટન એ છે કે જ્યાં સુધી
જેમાં શ્રદ્ધા હશે અને જેવી શ્રદ્ધા હશે તેમાં તેવું પરિણમન થશે.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૫૮
આનંદઘન પદ
મારો બાળ સન્યાસી, પરઘરમાંથી બહાર નીકળી જઈ યોગી બની ધર્મયૌવનને પ્રાપ્ત કરી ૭મા, ૮મા, ગુણસ્થાનકેથી શ્રેણિના મંડાણ કરી તેરમાં ગુણસ્થાનકે આરોહણ કરી ધર્મસન્યાસી બની સ્વના શુદ્ધ, શાશ્ર્વત, સંપૂર્ણ, સર્વોચ્ચ, સ્વાધીન આનંદમાં સમાઈ જાય નહિ જાય ત્યાં સુધી મનનો બળાપો શાંત થનાર નથી અને નિરાંતનો શ્વાસ લેવાવાનો નથી. અર્થાત્ આત્માના અસ્થિ સ્વભાવને પામુ નહિ ત્યાં સુધી મારે સતત સક્રિય, સાવધ, જાગૃત જ રહેવું
પડશે.
મંદિરમાં બિરાજમાન પરમાત્માના દર્શન અને ઓળખ છે પણ દેહદેવળમાં બિરાજમાન ભગવાન આત્માની ઓળખેંય નથી અને દર્શનેય નથી.
-
પદનો બોધ એ છે કે પ્રાપ્ત મન-વચન-કાયાને ભોગમાં પ્રયોજશો તો રોગના ભોગ બની ભવ હારી જશો. પણ જો એને નાથશો અને પરમાત્મસ્વરૂપ મિલનમાં પ્રયોજશો તો યોગ બની યોગસાધનામાં સાથ આપતા યોગરૂપે પ્રવર્તશે અને યોગાતીત બનવા અને ભવાંત લાવવામાં સાથ આપશે.
筑
જ્ઞાની સામાયિક લેતો નથી પણ સામાયિકમાં રહે છે. જ્યારે અજ્ઞાની સામાયિક લે તો છે પણ સામાયિકમાં રહેતો નથી.
પરિણમન શ્રદ્ધાનુસારી છે.
39
Page #316
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૭
૨૫૯
પદ - ૩૭ (રાગ - વેલાવલ)
ता जोगे चित्त ल्याउं रे वहाला || ता. ॥ समकित दोरी शील लंगोटी, घुल घुल गांठ घुलाऊं । તવ શુwા લીપ ગોરું, ચેતન રતન નઝ રે, વહાલા તા. / ૧ // अष्ट कर्म कंडेकी धूनी, ध्यान अगन जलाऊं; उपशम छनने भस्म छणाउं, मलीमली अंग लगाउरे, वाहाला || ता. ॥ २ ॥ आदि गुरुका चेला होकर, मोहके कान फराउं । धर्म शुद्ध दोय मुद्रा सोहे, करुणा नाद बजाउं रे, वाहाला || ता. ॥ ३ ॥ इहविध योग सिंहासन बैठा, मुगति पुरीकुं ध्याउं रे । आनन्दघन देवेन्द्रसें जोगी, बहुर न कलिमें आउं रे ॥ वाहाला || ता.॥ ४ ॥
પૂર્વના પદમાં કાયાએ ઠાલવેલી હૈયાવરાળ અને એના ઠપકાનો જાણે જવાબ આપતા હોય એમ યોગીરાજજી આ પદમાં કાયાને પોતાનો પરિચય આપતા પોતાનો પ્રભાવ બતાવે છે કે અરે કાયા ! તારી સાથે તો અનંતકાળથી, અનંતાભવોથી હું સંબંધ બાંધતો આવ્યો છું અને તારો પરિચય કરતો આવ્યો છું, છતાં હું તારા સ્વરૂપને અને તારા ગુણધર્મોને હજુ બરોબર ઓળખી શકયો નથી. મારી એજ મહાભૂલ-મુર્ખામી - Blunder આજે મને પીડી રહી છે. જાતનો વિચાર કરતાં મને એમ થાય છે કે હું કેવો મૂર્ખ અને ગમાર કે તારા સંગના ભૂલાવામાં હું મને જ ભૂલી ગયો તે એટલે સુધી કે હું મારી પોતાની જ ઓળખ ખોઈ બેઠો. હું તારા ભૂલાવામાં આવી મારા, મારાપણાના પોતાના જ અનંતા ગુણ વૈભવને, ગુણવિલાસને, મારા અદ્વિતીય કોટિના અનંત નિજાનંદને ગુમાવી બેઠો ! ચાર ગતિના ચોગાનમાં જુદા જુદા સ્વાંગ સજી મેં અનંતા ખેલ કર્યા, જેના પ્રભાવે અનંતા જન્મ-જરા-મરણ-નરકાદિના દુઃખના ભાગી બની અસહ્ય યાતનાઓ વેઠી. અનંતા અવતારોની પુણ્યરાશિના ફળસ્વરૂપ ભાગ્યોદય થયો છે ત્યારે મને તારી પણ ઓળખ થઈ છે અને મને મારી પણ
મૂળમાં હું નિષ્કલંક છું પણ કર્મના ઉદયથી કલંકિત છું.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૩૦
આનંદઘન પદ
-
ઓળખ થતાં તારા અને મારા સ્વરૂપનો ભેદ સમજાયો છે. તેથી જ તો હવે મારામાં રહેલાં મારાપણાને પામવા - પ્રગટ કરવા, તારા બંધનમાંથી છૂટવા તારા થકી બંધાયેલી કર્મોની જંજીરોને તોડવા મેં સંગ્રામ માંડ્યો છે. તારા ભોગે મારા ભોગ લેવાય છે અને તારા કારણે ઘણું ઘણું રખડ્યો છું તેથી ત્યાગનો, વૈરાગ્યનો અને મારામાં રહેલાં મારાપણારૂપ ત્રિકાલ ચૈતન્ય ચિદ્ઘન પ્રભુ સાથે - ભગવાન આત્મા સાથે ચિત્તને જોડવાનો યોગપુરુષાર્થ - મોક્ષ પુરુષાર્થ આદર્યો છે.
-
પૂર્વે મારું ચિત્ત કાયાની માયાને કારણે તારી પાછળ પાછળ ખૂબ ભટકતું હતું. હવે તે યોગ તે જોડાણ ધરમૂળથી પરિવર્તન પામીને તારાથી તૂટી મારામાં... મારા વહાલા મારાપણામાં જોડાય છે. યોગીરાજના હૃદયોદ્ગાર છે... ‘તા જોગે ચિત્ત ચાઉં રે વાહલા’.
1
૩૭
66
‘તારા કાયાના જોગે - સંગમાં તો મારી (જાત)ની જાત અર્થાત્ સ્વરૂપનું સ્વરૂપ જ ખોવાઈ ગયું અને રીબામણ થઈ તે કારણે (જોગે) હવે હું મારું ચિત્ત મારા વહાલા ભગવાન આત્મામાં, પરમાત્મામાં, પરમાત્માના ગુણચિંતનમાં, પ્રગટ પરમાત્મપ્રભુના ચરણકમળમાં મારા ચિત્તને લગાઉં (લ્યાä) - સ્થાપું - જોડું છું !”
“હે વહાલા ! હે નાથ ! હે ત્રિભુવન શિરતાજ, ત્રિલોકનાથ ! અત્યાર સુધી તો મેં મારું ચિત્ત કાયા સાથે જોડ્યું હતું - કાયામાં ચોંટેલું - લાગેલું હતું પણ હવે એ ચિત્તને આપનામાં લગાઉં છું ! આપનું જેવું પ્રગટ સ્વરૂપ છે તેવું જ મારું મારામાં અપ્રગટ પ્રચ્છન્ન સ્વરૂપ છે, જે આપની ભજનાથી પ્રગઢ કરું ! કાયાને પણ જણાવી દીધું છે કે આજ સુધી હું તારી સાથે જોડાયેલો હતો અને તું જ્યાં લઈ જાય ત્યાં હું આવતો હતો પણ યાદ રાખ ? હવે તું મારી સાથે જોડાયેલી છે અને જ્યાં સુધી મારી સાથે જોડાયેલ છે ત્યાં સુધી હું જ્યાં જાઉં, હું જેમાં, જેની સાથે જોડાઉં તેમાં, તેની સાથે તારે જોડાવાનું છે અને મને મારાપણાને - મારા સ્વરૂપને પ્રગટ કરવામાં સાથ આપવાનો છે !”
સમકિત દોરી શીલ લંગોટી, ઘુલ ગુલ ગાંઠ ઘુલાઉ; તત્ત્વગુફાએઁ દીપક જોઉં, ચેતન રતન જગાઉ રે. વાહાલા...તા.૧.
સ્વસત્તામાં રહીને પરસત્તાનો નિકાલ કરવાનો છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૭
૨૬૧
હવે યોગીકવિ યોગપ્રક્રિયાનું કવન કરે છે.
જન સામાન્યમાં યોગ વિષે એવી કલ્પના - સમજ છે કે યોગ એટલે કામેન્દ્રિયને લંગોટમાં લપેટી એની દોરી કમર સાથે જડબેસલાક ફીટોફીટ ટાઈટ બાંધીને, શરીરે ભભૂતિ લગાવી, એક પગે ઊભા રહીને, બે હાથ આકાશ તરફ ઊંચા રાખી, પદ્માસન કે સિદ્ધાસન લગાવી, ધુણી ધખાવી આતાપના લેવી. મારો યોગ આવો કાયા પર બળાત્કાર કરવાનો જુલ્મી હઠયોગ નથી. હા ! લંગોટી, દોરી અને ગાંઠ જરૂર છે.
લંગોટ, દોરી અને ગાંઠનો હેતુ તે કામત્યાગ અને શીલ-બ્રહ્મચર્ય પાલનાનો જ છે. ચિત્તમાં ચોર છે તો કાયામાં જોર છે. કાયાના કામનાના તોફાનમાં મૂળ તો ચિત્તની ચંચળતા - ચળવિચળતા છે. ખોટું દર્શન છે તેથી ખોટું જ્ઞાન છે અને ખોટું વર્તન છે. વિપરીત ચિત્તથી વિપરીત ચેતના છે. અવિનાશીનું અજ્ઞાન છે અને વિનાશીમાં અવિનાશીની બુદ્ધિ સ્થાપીને પરમાં સ્વ બદ્ધિ કરીને, સુખ બુદ્ધિ રાખીને જે પર - જડ વિનાશી છે તેને સ્વ માની, ચેતન (કાયાને - જડને ચેતન) સમજી એને અવિનાશી અમર બનાવવાના અને એ અમર છે સમજી વ્યવહાર કરીએ છીએ જે મહામુર્ખામી - Blunder છે. દર્શનમાં - ચિત્તમાં જ મોહ હોય તો કાયા તો ચકળવિકળ થવાની જ ? કાયાને કચડવાથી કાંઈ મોહ થોડો કચડાવાનો છે? મેં તો મોહને - મૂળને જ કચડી નાંખ્યું છે. દર્શનમાંથી જ મોઢ દૂર કર્યો છે એટલે કે દર્શનમોહનીયનો લયોપશમ કરી સમ્યકત્વરૂપી દોરીની પ્રાપ્તિ કરી છે અર્થાત વિનાશીમાંથી અવિનાશીની બુદ્ધિનું ઉચ્છેદન કરી અવિનાશીમાં સ્થાપન કર્યું છે તેથી વિનાશીને વિનાશી રૂપે અને અવિનાશીનું અવિનાશી રૂપે સત્ય - સમ્યગ્દર્શન કરું છું.
દોરી સમકિતની છે તો લંગોટી શીલની છે. શીલની લંગોટી એ પંચા મહાવ્રત યુકત, દશ પ્રકારના યતિધર્મથી સુરક્ષિત, ષડકાયરસ સહિતની પંચાચાર પાલના અને બાર ભાવનાથી ભાવિત, મૈત્રી આદિ ચાર વર્તનથી પ્રવર્તિત, રત્નત્રયીની આરાધનારૂપ તથા તત્ત્વત્રયીની ઉપાસનારૂપ બ્રહ્મમાં ચર્ચા છે.
પરસત્તામાં ભળી જનારા નવી પરસત્તા ઊભી કરે છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૬૨
આનંદઘન પદ - ૩૭
આવી શીલરૂપી લંગોટને સમકિતરૂપી દોરીથી કમર (કાયા) સાથે નહિ પણ ચિત્ત સાથે બાંધીને ઉપર શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક, અનુકંપા તથા સમકિતના સડસઠ પ્રકારની ગાંઠ દુલ દુલ દુલાઉં એટલે કે કસકસાવીને બાંધી છે.
મારો રોગ આવો ચિત્ત નિરોધનો છે અને સાધના સમત્વની છે તેથી પ્રાપ્ત મન વચન કાયાનું પ્રવર્તન સમિતિથી સંયમિત (નિયંત્રિત) અને ગુપિતથી ગુપ્ત યોગપ્રવર્તન છે. કુલ સ્વરૂપ કામરાગ, રત્નત્રયી - તત્ત્વત્રીના રાગ રૂપે, સ્નેહરાગ ષડકાયરક્ષાથી જીવપ્રેમરૂપે અને દષ્ટિશગા આત્મા-ચૈતન્યચિહ્વનના - સ્વરૂપના રાગ રૂપે પરિવર્તિત થયો છે.
શીલરૂપ લંગોટ સમ્યક્ત્વરૂપી દોરી વડે ચિત્ત સાથે શમ, સંવેગાદિની ગાંઠો મારી બાંધી ન હોય તો તે લંગોટ ઉતરી જતાં વાર લાગતી નથી. આ સમ્યગ્દર્શન તો તત્ત્વગુહામાં - આત્મગુહામાં - અંત:સ્તલમાં ઝગઝગી રહેલ અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંતસુખ રૂપ દિપક - આત્મરત્ન તેજના પ્રકાશદર્શન કરાવતું રહી ચિત્તને તે તરફ જ આકર્ષે છે - ધકેલે છે. સમ્યગ્દર્શને આત્મરત્નના - સ્વરૂપ સોંદર્યના દર્શન તો કરાવ્યા પણ હવે એ ભીતરમાં ભંડરાઈને પડેલા એ મારા વહાલા ચેતવ્ય રત્નને હું કેમ કરીને જગાઉ અર્થાત્ પ્રકાશમાં લાઉં એટલે કે મારું સ્વરૂપ પ્રગટ કરું ?
અષ્ટફર્મ કંકી ધૂની, ધ્યાન અગન જલાઉ ઉપશમ છનને ભસ્મ છણાઉ, મલમલી અંગ લગાઉ રે
વાહલા તા.૨. સ્વરૂપદષ્ટા બનેલા યોગીકવિ સ્વરૂપકર્તા બની સ્વરૂપપ્રાગટ્યના માર્ગનું દિગ્દર્શન કરી રહ્યાં છે. દિગ્દર્શનની ખૂબી તો એ છે કે સામાન્ય જનમાં યોગી અને યોગસાધનાની છબી અંકાઈ ગઈ છે તેનું જ રૂપક તેઓશ્રી પ્રયોજી રહ્યાં છે.
કંઇકી એટલે છાણા. આઠ કર્મરૂપી છાણાને ધુણી (ધૂની - વેદી) માં નાખીને ધ્યાનાગ્નિથી સળગાવીને એની જે ભસ્મ (રાખ) થાય તેને સંસારભાવ નિવૃત્તિરૂપ ઉપશમ ગળણું (છનન) લઈ છાનું-ગાળું - ચોળું અને ઉપશમ
જે સ્વસત્તાને ઓળખી લે તે જ પરસતાનો નિકાલ કરી શકે.
Page #320
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૩૭
૨૭૩
વસ્ત્ર ગાળ ભસ્મને લઈ લઈને મારા અંગ ઉપર એને મસળું (લગાઉ). અર્થાત્ હઠયોગીઓ જેમ કાચાની રાખ (ભસ્મ) થવાની છે એની સતત સ્મૃતિ રહે એ આશયથી કાયા ઉપર ભસ્મનું અને એમાંય સ્મશાનની ભસ્મનું વિલેપન કરે છે એમ હું પણ કર્મકંડેકી - કર્મરૂપી છાણાને ચિત્તરૂપી હવનકુંડમાં ધુનીમાં ધ્યાન અગ્નિમાં જલાવીને એ ખાખ થઈ ગયેલા કર્મની રાખથી અંગવિલેપન કરીશ.
-
છાણ જેમ ગાયના શરીરનો મળ છે અને તે એ મળને શરીરની બહાર ફેંકી દેવારૂપ મળત્યાગ કરે છે એમ અજ્ઞાનતાથી ઉદ્ભવેલા આઠકર્મરૂપી આત્મા ઉપરના મળને પણ આત્માએ બહાર ઉખેડી ફેંકવાનો છે.
ગાયનો છાણરૂપ મળ સૂર્યકિરણોના પ્રચંડ તાપથી સુકાઈ જાય છે. પછી તેને સહેલાઈથી જમીન ઉપરથી ઉખેડી શકાય છે અને ઈંધણ (બળતણ)ના કામમાં લઈ શકાય છે. એજ પ્રમાણે અજ્ઞાન, દુર્ધ્યાન, દુ:સંકલ્પવિકલ્પ, દુર્વ્યવહારાદિથી આત્મામાં ઉદ્ભવેલ મળ જે અષ્ટકર્મરૂપી મળ છે તેનો જ્ઞાન ધ્યાનાગ્નિથી નાશ કરી શકાય છે. એકલા કોરા બાહ્ય તપથી એ કર્મમળ બાળી શકાતો નથી.
–
વિષયોમાં ચોંટેલું ચિત્ત - ચૈતન્યમય ઉપયોગ વિષયોમાંથી ઉખડી ચિદ્ઘન - આનંદઘન સ્વરૂપ આત્મા તરફ વળે તો પ્રતિસમયે સત્તામાં રહેલાં કર્મો ઉદય ઉદીરણાથી પાકી પાકીને આત્મા ઉપરથી ખરી પડે છે - નિર્જરી જાય છે. આનું ઉદાહરણ અષ્ટાપદ તીર્થ ઉપર રહી તપસ્યા કરી રહેલાં ૧૫૦૦ તાપસો છે કે જે લબ્ધિના ભંડાર કેવળજ્ઞાન દાતાર જેવાં ગુરુ ગૌતમગણધરનો યોગ પામીને બાહ્યભાવનું ધ્યાન પલટાઈને આત્મસ્વરૂપનું અંતરધ્યાન બન્યું તો પારણું કરીને પણ કૈવલ્યલક્ષ્મીને વર્યાં.
હઠયોગીઓ ઉનાળાની બળબળતી બપોરે ચારે દિશામાં છાણા લાકડા બાળી એની વચ્ચે પંચાગ્નિ તપ તપવાનું આકરું તપ આદરે છે. આ છે તો બાહ્ય તપ પણ એમાંય કામ તો આત્માનું તેજ-આત્મ શક્તિ જ કામ કરે છે. આત્મશક્તિથી જ આવાં આકરા આતાપનાના તપ તપી શકાતાં હોય છે. કેવળ
તૈલધારાવત્ ઘારાબાદ્ધ જ્ઞાનપ્રવાહ વહે તો જ્ઞાયક જ્ઞાનમાં ઝળકે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૬૪
આનંદઘન પદ - ૩૭
કાયબળથી આવાં તપ તપાતા નથી. સ્વરૂપના સત્યદર્શનના અભાવે સાધ્ય પ્રાપ્તિ માટે સાધનામાં પ્રયોજાયેલ સાધન નિર્દોષ ન હોવાથી આવાં અજ્ઞાન તપથી મોક્ષ ભલે ન થાય પણ પુય તો ઊંચી કોટિનું બંધાય છે.
નિરંતર ઉપશમભાવમાં રહેવા રૂપ ચાળણીથી ચળાઈને કંકર કોલસા આદિ રહિત ઝીણી ચૂર્ણરૂપ રાખરજ એ પણ કર્મ હોવાથી એને એ સૂકર્મરાજને પણ રાખરજ કહેલ છે જે પુરચરજ છે અને તે ચળાયેલી સૂક્ષ્મ હોવાથી સ્વપસંધાણ થતાં બે ત્રણ ભવમાં જ સહેલાઈથી ઉખેડી નાખી ભક્તિ મેળવી શકાય છે.
ટુંકમાં આનંદઘનજી મહારાજાનું કહેવું એ છે કે મોક્ષ મેળવવા આઠ કર્મોરૂપી મળને બાળવાની જરૂર છે. એને માટે જ્ઞાનની ધુણી ધખાવીને એટલે કે જ્ઞાન હવનકુંડમાં ધ્યાનનો અગ્નિ પ્રજવલિત કરવો પડે, જેનાથી આત્મા ઉપર લાગેલા કર્મો બળીને ભસ્મીભૂત થાય છે.
પરંતુ જ્યાં સુધી તીવ્ર દાવાનળ સમાન શુકલધ્યાનનો અગ્નિ પ્રગટે નહિ ત્યાં સુધી જીવે સંસારભાવથી નિવૃત્તિ કેળવી વિષયોના કળણમાંથી બહાર નીકળી ઉપશમભાવમાં રહી બાહ્યત્યાગ, તપ, સંયમપ્રધાન જીવન જીવવાનું હોય છે. આનાથી ઊંચી કોટિનું પુણ્ય બંધાય છે. એ પુણ્યકર્મબંધ કાળે પણ આત્માને આત્મભાવમાં જ કરવાનું લક્ષ્ય હોવાથી અને પ્રધાનતયા ઉપશમભાવ જ વર્તતો હોવાને કારણે ઉપશમભાવરૂપી ચાળણીથી ચળાયેલું સ્વચ્છ પુણ્ય બંધાય છે. અર્થાત્ પુણ્ય કે જે ભસ્મ છે, અધ્યાત્મમાં જ્ઞાનીને મન જે રાખી સમાન છે, પરંતુ ઉપશમભાવરૂપ ચાળણીથી ચળાયેલા હોવાના કારણે અતિ સ્વચ્છ હોય છે.
આદિ ગરકા ચેલા હોકર, મોહકે કાન ફરાઉ ધર્મ શુદ્ધ હોય મુદ્રા સોહે, કરુણા નાદ બજાઉં રે વહાલાતા...૩.
પદના બીજા ચરણના અનુસંધાનમાં કવિરાજ આ ત્રીજા ચરણમાં સ્વરૂપ પ્રગટીકરણની પ્રક્રિયામાં પ્રકૃષ્ટ પુણ્યકર્મના ઉદયનું કાર્ય બતાવી રહ્યાં છે.
પ્રકૃષ્ટ પુણ્યકર્મના ઉદયે હવેના ભવમાં ધર્મની આદિ કરનારા, તીર્થપ્રવર્તક આત્માએ પોતે પોતાને સ્વરૂપાનુશાસન આપી પોતામાં ઠરવાનું છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૩૭
તીર્થંકર પરમાત્મા જેવાં આઈગરાણં તિયરાણંના વિશેષણો ધરાવનારા, ધનવંતરી વૈદ્ય જેવાં પ્રત્યક્ષ પરમગુરુનો ભેટો થશે. અર્થાત્ મુકિતપ્રાપ્તિને સ્વરૂપપ્રગટીકરણને સાનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સંયોગ (જોગ) થશે.
અનાદિથી આજ દિવસ સુધીના અનંતાકાળમાં કુગુરૂનો ભેટો થવાના પ્રભાવે અજ્ઞાનભાવે ધર્મ કરીને સંસારમાં રખડ્યો હતો તેના બદલે સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા જેવાં પરમગુરુને પામીને તેમનાથી પ્રતિબોધિત થયેલો એમની આજ્ઞાને ઝીલી હું પણ કાકંદીના ધન્ના, શાલીભદ્ર, મેઘકુમાર જેવું પરાક્રમ ફોરવીશ અને મોહનીયકર્મના કુરચે કુરચા ઉડાવવા રૂપ મોહના કાન ફાડી નાંખીશ. અર્થાત્ કાન જે ઈન્દ્રિય પ્રાપ્તિમાં પરાકાષ્ટાની પાંચમી ઈન્દ્રિય છે તેના સહિત પાંચેય ઈન્દ્રિયો સહિત મનને નિર્માંહી, નિર્મમ બનાવી એ વીંધેલા કાન નાથેલી ઈન્દ્રિયોની એંધાણરૂપ આત્માને સ્કુરાયમાન સોહાયમાન કરતી ધર્મધ્યાન અને શુકલધ્યાન રૂપી બે શુદ્ધતાની (કુંદનની) કડી (મુદ્રા) ધારણ કરીશ. એ માટે મારા વાહાલા વાલમ શુદ્ધાત્મા - પરમાત્માની કરુણાને વાંછતો, ભાવકરુણાનો ધોધ વહાવતો, બ્રહ્મનાદ જગાવતો - અરિહંતની ધૂન,
આહલેકની અલખ નિરંજનની ધૂન વજાડતો (બજાઉં - બજાવતો) ક્ષપકશ્રેણિના મંડાણ કરી સ્વયં પરમાત્મા બનીશ, સ્કંધ્ય સ્વરૂપ કાયાને શુદ્ધ પરમાણુ સ્વરૂપ બનાવી વંદ્ય બનાવીશ.
-
૨૬૫
B
અનાદિકાળથી જે કાયાએ પોતાનો પ્રભાવ આત્મા ઉપર પાડી આત્માને કબજે કરી ચાર ગતિની જેલમાં જકડી રાખ્યો હતો એ કાયાના કબજામાંથી પંજામાંથી છૂટવા કાયા ઉપર કામણ ચલાવનારા કંચન અને કામિનિનો ત્યાગ કરી, કાયાને જ પોતાના આત્માના કબજે કરી, કાયા સહિત આત્માને શુદ્ધાત્મા-પરમાત્મા બનાવી, કાયાને પણ પૂજ્ય વંદ્ય બનાવવાનો શુદ્ધિકરણનો - સ્વરૂપ પ્રગટીકરણનો સાચો સરળ અખંડ મોક્ષમાર્ગ યોગીરાજ આનંદઘનજી મહારાજે આ પદમાં સ્વાનુભવ નિષ્પન્ન પ્રકાશ્યો છે.
ઈહ વિધ યોગ સિંહાસન બૈઠા, મુક્તિ પુરીકું ધ્યાઉં રે; આનન્દઘન દેવેન્દ્ર સે જોગી, બહુર ન કલિમે આઉ રે... વાહાલા...૪.
પ્રયોજન કટ-ઓફ કરો તો રાગ વૈરાગમાં પરિણમી વીતરાગ બને.
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૬૬
આનંદઘન પદ - ૩૭
ઈદ વિધિ - આ પ્રમાણેની વિધિથી - આ રીતે યોગમાર્ગ ઉપર આરૂઢ થયેલો, સમવસરણના રત્નના કાંગરા યુકત સ્વર્ણના ત્રીજા ગઢ ઉપર સમવરણસ્થિત સમવસરણ તીર્થાધિપતિ અષ્ટપ્રાતિહાર્યોથી શોભિત, મોહક, આકર્ષક, ચોત્રીસ અતિશયોથી યુકત પ્રભાવક મહિમાવંત, પાંત્રીસ ગુણોથી અલંકત વાણીથી તીર્થ સ્થાપક, મોક્ષમાર્ગ પ્રકાશક રત્નજડિત સ્ફટિકમય સુવર્ણ સિંહાસને બિરાજમાન તીર્થંકર અરિહંત ભગવંત અને એમના અનંત અનંતા
સ્વરૂપગુણોનું પદસ્થ ધ્યાન દ્રવ્ય ગુણ પર્યાયથી ધ્યાતો થકો સ્વયં અરિહંત બની મુકિતપુરીમાં પહોંચવાના - સ્વપદને પામવાના મનોરથો કરીશ.
દેવોમાં પણ ઈન્દ્ર સમા અને યોગીઓના પણ ઈશ્વર એવાં હે વાહલા દેવાધિદેવ યોગેશ્વર ! હું પણ આપના જેવાં મારા સ્વરૂપને પ્રગટ કરી સર્વથા. કર્મમુકત સિદ્ધવસ્થાને પ્રાપ્ત કર્યું જેથી બહુર - ફરીવાર માટે આ કર્મકદમમાં - પાપકર્દમ (કલિમે) - કલિમાં - કર્મકળણમાં આવવું નહિ પડે.
આ પદનો બોધ એ છે કે ચિત્તનો વિપસ દૂર કરી, કાયાને શીલવંતી બનાવી, ગ્રંથિભેદ કરી સભ્યત્વની પ્રાપ્તિ કરી ચિત્તને ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં જોડીશું તો એ ચોગે કરીને ભાવકર્મ (રાગ-દ્વેષ) નો નાશ થતાં દ્રવ્ય કર્મ અને શરીરાદિનોર્મ આપોઆપ ખરી પડશે. કુલ સ્વરૂપ ભવલમણના કળણમાંથી સર્વથા કર્મરહિત મુક્ત થઈ જવાથી ફરી કર્મકાલિમા - કર્મમળથી લેપાવાનું રહેશે નહિ.
જૈનદર્શન વિવેકના સર્વોચ્ચ શિખર પર આરૂઢ હોવાથી તેમાં વિવેક વિનાની અજ્ઞાન, અંધશ્રદ્ધા, કદાગ્રહ કે વિપરીત માન્યતા પ્રયુકત એક પણ ક્રિયાને સ્થાન આપવામાં આવ્યું નથી. જાગરણ વિનાના આચરણને જન દર્શન કોઈ મહત્વ આપતું નથી. જાગરણ પૂર્વકનું આચરણ હોય તો તેણે વિકાસના સોપાન સર કર્યા કહેવાય. અનંતકાળના પરિભ્રમણમાં એણે આચરણ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પણ તે આત્મભાવમાં - સ્વરૂપની દશામાં જાગ્યો નથી. યોગીરાજ પદે પદે મોહનિદ્રામાં પોઢેલા ચેતનને જગાડવા માટે ઢંઢોળી રહ્યા છે.
પરમાં જેને દુઃખ જોતાં આવડી ગયું તેના ભાગ્યની કોઈ અર્વાધ નથી.
Page #324
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૮
૨૭.
પદ - ૩૮
(રાગ - મારુ)
मनसा नट नागरसूं जोरी हो. ॥ म. ॥
नट नागरसूं जोरी सखी हम, और सबनसों तोरी हो ॥ म. ॥१॥ लोक लाजसूं नहीं काज, कुल मरयादा छोरी हो ।
નો વટ ફ વિરાનો, અપનો યત ન કોરી હો || . |૨ |
मात तात अरू सज्जन जाति, बात करत है मोरी हो।
વાવે સાચું કરી છૂટે, સુરિજન સુરિન ટોરો રો | . || 3 || औरहनो कहा कहावत औरमें, नाही कीनी चोरी हो।
काछकछयो सो नाचत निबहे, और चाचर चर फोरी हो ॥ म. ॥ ४ ॥ ग्यान सिंधू मथित पाई, प्रेम पीयूष कटोरी हो ।
मोदत आनन्दघन प्रभु शशिधर, देखत द्रष्टि चकोरी हो ॥ म. ॥ ५ ॥
સમતારૂપી ચેતના અને મન વચ્ચે થઈ રહેલા સંવાદને યોગીરાજજી આનંદઘનજી અલિપ્ત રહી તટસ્થભાવે નિહાળી રહ્યા છે, તેનું પ્રકાશન આ પદ દ્વારા કરતાં જણાવી રહ્યાં છે કે સંબંધ સાચો તો ચેતના અને ચેતનનો છે પણ વચ્ચે આડું મન આવે છે. મનમાં ચાલતા સંકલ્પો વિકલ્પો - મનમાં ચાલતું ચિત્રામણ એ જ તમાશો - નાટક છે. અને એજ તો નટનાગરની બાજી છે. મનના આ તમાશાને - નાટકને મનથી અળગા થઈ, પ્રેક્ષક બની શાંતા ભાવે જોઈ લેવું. એમાં ડખો ડખલ ન કરવા અર્થાત્ વચ્ચે નહિ આવવું. એજ વડિલનું વડિલપણું, શાણાનું શાણપણ અને પુરુષની મર્યાદા છે.
મર્યાદા પુરુષ પુરુષોત્તમની આજ મર્યાદા છે. મર્યાદાનું ઉલ્લંઘન કરનાર પુરુષો પુરુષોત્તમ બની શકતા નથી અને પુરુષોત્તમ બનનારા સંસારમાં લાંબો સમય રહી શકતા નથી. કર્મસત્તાને એને મુક્ત કરવાની ફરજ પડે છે. સંસાર નાટકને - તમાશાને શાંતભાવે જોતાં પ્રત્યેક સમયે મનનું વિલીનીકરણ થઈ
જ્ઞાતાદષ્ટા ભાવે જીવાય તો જ સંસારના ઋણ પૂર્ણ થાય.
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૬૮
આનંદઘન પદ - ૩૮
રહ્યું છે જે સંપૂર્ણપણે વિલીનીકરણ થતા મન રહેતું નથી એટલે ચેતન ચેતના અભેદભાવે મળી જાય છે. આજ સંસારનાટકનો અંત છે.
| મનસા નટ નાગરસું જોરી હો. મ. - નટ નાગરસૂં જોરી સાખી હમ, ઔર સબનસો તોરી હોમ...૧.
જેમ અનાથી તન ટકે છે તેમ મનના બળે જ સંસાર ટકે છે. ચેતના જ્યારે પોતાના સ્વામી ચેતનથી વિખૂટી (છૂટી) પડે છે ત્યારે અંત:કરણમાં મન સંબંધી કાંઈ ને કાંઈ ભાવો વર્તે છે. સમતા-ચેતના પોતાના હાલનું વ્યાન મનને કરી રહી છે. | હે મન ! મારા સ્વામી ચેતન નટનાગરની બાજી ખેલી રહ્યાં છે, નટનાગરની જાત એટલે ભાંડ ભવાયાની જાત, કે જેને કોઈ નિશ્ચિત ગામ, નિશ્ચિત ઘર કે નિશ્ચિત પરિવાર હોતો નથી. ઠામઠેકાણા વગરની ગામે ગામ ભટકતી. વણજારાની જાત હોય છે. જ્યાં ત્યાં, જેની તેની આગળ નાચકૂદ, ખેલ, ગાનતાન કરી લોકોને રાજી કરે અને એમાંથી જે કાંઈ બેચાર પૈસા મળે એનાથી. ગુજરાન ચલાવતા હોય છે. એજ રીતે ચેતન મને ચેતના - સમતાને છોડીને, ફરી ફરીને ભાંડભચાની જાત સમાન મમતા-માયાના પાશમાં પડી મને - એની ચેતનાને વિસારે પાડી રહ્યો છે.
હે મન ! તું જ કહે કે મારા સ્વામી ચેતન આવું કરે, તેના પર મારું શું જોર ચાલે ? એ તો પુરુષની જાત એટલે બળવાન - જોરાવર જાત ! એની સામે હું તો સ્ત્રીની અબળા જાત, મારી તો પ્રકૃતિ મૂદુ-નરમ ! નારીની જાત ઉપર પુરુષ થઈને નારીની રક્ષા કરવાના બદલે જુલમ કરે, તેનાથી પુરુષને કર્મ બંધાય છે.
એ ચેતન જે આજે નટનાગર બન્યો છે, તેની સાથે સ્વામીનો સંબંધ ત્યારે જ જોડી (જોરી) શકી, કે જ્યારે બીજાં બધાંય (રસબનસો) સાથેના સંબંધો તોડી (તોરી) શકી. એટલું જ નહિ પણ ચેતનને, સ્વામીના સંબંધે સ્વીકારવા માટે તો જેન કુળને મારા કુળ તરીકે, પરમાત્માને મારા પિતા તરીકે, કરુણાને મારી માતા તરીકે, વિવેકને મારા ભાઈ તરીકે, સત્યને મારા મિત્ર તરીકે
સંસાર એટલે અજ્ઞાન અને અજ્ઞાન એટલે સંસાર.
Page #326
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૮
૨૯
મેં સ્વીકાર્યા. હે સખી મન ! પતિની સાથે સંબંધ બાંધ્યા પછી પતિના સંબંધી-સગાં સ્વજનો સાથે સંબંધ બાંધ્યા વિના સંસાર નહિ ચાલે. “પરયા એટલે પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે...” પરણવું એટલે પિયરથી સંબંધ છૂટવો અને સાસરાથી સંબંધ જોડાવો. પરઘેરથી ઘરે આવવું. ચેતને સંયમનો પંથ લીધો - સંયમ સ્વીકાર્યો એટલે બહારનો સંસાર તોડ્યો. બાહ્ય મનને તો વશ કર્યું પણ હજુ આંતરમન વશમાં આવતું નથી.
સમતા - ચેતના મનને ઉદ્દેશીને કહે છે કે સંયમ સ્વીકાર્યા છતાં જો મન - ચિત્ત ભટકભટક કરવાનું ચાલું રાખે અને એમ નટનાગરની બાજી જ રમ્યા કરે તો મારે માટે અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ જેવું ઉભયભ્રષ્ટ થવાપણું બને. ‘ધોબીનો કૂતરો નહિ ઘરનો કે નહિ ઘાટનો’, એવી કફોડી પરિસ્થિતિ સર્જાય, પતિને પામવા માતાપિતા - પિયર છોડયું. પિયર તો છૂટી ગયું પણ પતિ. પોતાનો થઈને રહેતો નથી. આંતરમન જ્યાં સુધી વશ થાય નહિ, પિયરની યાદ, પિયરની રીતભાત, પિયરના સંસ્કાર સર્વથા ભૂંસાય નહિ અને પતિ (ચેતન)ના ઘરની રીતભાત પૂરેપૂરી અપનાવાય નહિ ત્યાં સુધી પતિને પમાય નહિ. પતિને પમાય તો પતિનો પ્રમે પણ મળે અને પતિની સાથે પતિના સહવાસી (ગુણો) ની હુંફ પણ મળે. સાસરે જવું એટલે પિયરને છોડવું નહિ પણ ભૂલવું, સર્વ પર જડ, રૂપી, વિનાશીથી સર્વથા પર થવાય નહિ, જ્યાં સુધી પરથી પૂરેપૂરું ઉચ્છેદન થાય નહિ ત્યાં સુધી સ્વ સાથે સંપૂર્ણ સંધાણ થાય નહિ. ઘર, પેઢી, પરિવાર, સ્વજન તો છોડ્યા પણ આ તને મનને, વચનને - વાણીને અને આ બારદાન - કાયાને તો સાથે લઈને આવ્યો છું તેમાંથી મારું મારાપણું જાય નહિ, એ મન વચન કાયાથી પણ જ્યાં સુધી પર થવાશે નહિ ત્યાં સુધી સ્વામી ચેતનની સાથે જોડાણ થશે નહિ અને એને પમાશે નહિ. સંસારમાં પણ જયાં સુધી મન વચન કાયાથી પતિને સમર્પિત થવાતું નથી ત્યાં સુધી પતિના થવાતું નથી. જે નિયમ સંસારમાં છે તે જ નિયમ આધ્યાત્મક્ષેત્રે આત્માને પામવા માટે છે. એ નિયમ જે સંસારનો સાંસારિક અલ્પ ક્ષણિક સુખ માટે છે તે નિયમ અધ્યાત્મ ક્ષેત્રે એપ્લાય થાય - લાગુ પડાય તો આધ્યાત્મિક - સાચું સંપૂર્ણ શાસ્વત આત્મિક સુખ પમાય.
સમગ્ર મોક્ષમાર્ગ જાતને ઓળખીને જાતમાં રહેવામાં છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૭૦
આનંદઘન પદ - ૩૮
શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડિયા અને ડૉ. જશુબાઈ મહાસતીજી નટનાગરનું અર્થઘટન સૂત્રધાર તરીકે કરીને પદના આ ચરણને જરા જુદી રીતે સમજાવે છે.
મારું મન, મારો ઉપયોગ શુદ્ધાત્મા સાથે જોડી દીધો હોવાથી બીજા બધાંયની સાથેના સંબંધો તૂટી ગયા છે - છૂટી ગયા છે કે જેમ ભકત કવયિત્રિ મીરાબાઈ ગાય છે.....
લાગી લગન મીરાં હુઈ મગન.... સૂત્રધાર - નટનાગરનું કામ ખેલ કરનાર નટ નટી કરતાં અઘરું છે. આખાય ખેલની સફળતાનો આધાર સૂત્રધાર ઉપર હોય છે. સૂત્રધાર જો ખેલંદાઓ પાસેથી સારું કામ લે તો પરિણામ સારું આવે.
ઉત્પાદ વ્યય ઘવ્ય યુક્ત સ’ એ સૂત્રને આત્મસાત કરી શુદ્ધ દર્શનજ્ઞાનોપયોગી રૂપી ચિદ્ (મનસા) સૂત્રધાર બની ઉત્પાદ અને વ્યયનો ખેલ સારો ખેલાય તે માટે એ પરિવર્તિત થયા કરનારા પર્યાયોની બાજી (ખેલ) નિહાળનારો બને તો ખેલ બરાબર ખેલાય અર્થાત્ આત્મસ્વરૂપનું પ્રગટીકરણ રૂપ ઉત્પાદન થાય (સ્વરૂપગુણે ખીલે) અને અનાત્મભાવ (પુદ્ગલભાવ) નો વ્યય થાય. પર્યાય શુદ્ધ થયા પછી પણ એ શુદ્ધાત્મા એ શુદ્ધપર્યાયના સદશા ગમનાગમનને પણ માત્ર જ્ઞાતાદષ્ટા રહી નિરખ્યા કરે.
લોક લાજસૂ નહીં કાજ, કુલ મયાદા છોરી હો, લોક બટાઉ હસો બિરાજો, અપનો કહત ન કરી હો..મ..૨.
સમતારૂપી ચેતના જણાવે છે કે મારા સ્વામી ચેતન નટનાગરની બાજી રએ, તેનાથી મારે તો શરમાવા જેવું થાય છે. પરંતુ મેં તો હવે લોકલાજ રાખવાનું કારજ (કાર્ય-કાજ) પણ છોડી દીધું છે. લોકો તો કહે કે જો આણે તો માતપિતા, પરિવાર, ઘરબાર છોડી દીધો અને એના ચેતન પતિ માટે બધામાંથી મન ઉઠાવી લીધું છતાં ચેતન પતિ હજી સુધી ચેતનાને પત્ની તરીકે સ્વીકારી એકાત્મભાવ તો કરતો નથી. આવી લોક કહેણીની હું પરવા કરતી નથી. ભલે એ મારો નથી
જ્ઞાનીને પ્રયોજન વીતરાગ સાથે છે પણ જગતના પદાર્થો સાથે નથી.
Page #328
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૮
'
૨૭૧
થયો ! પણ હું તો એની થઈ છું. એક દિવસ એવો આવશે જ્યારે એણે મારા થવું જ પડશે અને ત્યારે એ (ચેતન) અને હું (ચેતના) એકાકાર તદ્રુપ થઈને જ રહીશું ! લોકોના કહેવા ઉપર ધ્યાન આપી લોકવ્યવહારથી દોરવાઈને હું લૌકિક ચાલ ચાલું તો અલૌકિકને પામું નહિ. લોક (દુનિયા)ના રંગ અને સંગને છોડું તો જ આત્માના - મારા ચેતનના સંગને પામું અને એનો રંગ મને ચઢે (લાગે). લોકો તો બેગાના-પરાયા (બિરાના) છે. એ બધાં તો વાટે જતાં આવતા (બટાઉ) એકબીજા સાથે આડીતડી હસીમજાકની વાતો કરી, નિંદાકુથલીમાં માનવજીવનના મહામોલા સમયને વેડફી દેનારા છે. લોક તો અંધારી રાત્રે (અજ્ઞાનના અંધકારમાં) દોરડીમાં સાપ ભાળનારા, પુરુષના પડછાયામાં ભૂતને ભાળનારા અને છીપમાં રૂપું દેખીને તથા ઝાંઝવાના નીર (મૃગજળ)ને તૃષા છીપાવનાર જળ સમજીને દોડનારા - ખોટાને સાચું સમજી એની પાછળ ફના થઈ જનારા છે. એમને અંધકાર (અજ્ઞાન)ના કારણે સારા ખોટાનું ભાન જ નથી. ઘુવડને તો સૂર્યપ્રકાશ પણ અંધકાર રૂપ જ છે.
લોક તો લોકની પાછળ લોલે લોલ કરનાર - આંધળું અનુકરણ કરનાર . છે. અનાદિથી લોક તો આવો જ છે અને લોકરીત આવી જ ગતાનુગતિક રહેવાની. લોકમાં (દુનિયામાં) કે લોકોમાં આપણું પોતાનું કહેવાય (અપનો કહત) એવું કોઈ (કોરી) નથી. લોકોને કયાં ખબર છે કે પારકું હોય તે કદી પોતીકું થાય નહિ અને જે પોતાનું - પોતીકું છે તે ક્યારેય પર થાય નહિ. પોતાનું તો સદા પોતાની સાથે ને સાથે જ હોય. પ્રશ્ન ફક્ત પોતી (અપના) અને પરાયા (બિરાના)ની પરખ કરવાનો છે અને પરથી ખસવાનો અને સ્વમાં વસવાનો (કરવાનો - સમાવાનો) છે.
ટુંકમાં કહીએ તો સંસારમાં જ્યાં સુધી જીવને અજ્ઞાન - અવિદ્યા વર્તે છે ત્યાં સુધી પોતાના આત્મામાં રહેલાં સહવાસી સ્વરૂપગુણો - આત્મગુણો પરસ્પર એક બનીને સમકાલ સહવર્તના કરતાં નથી તેથી તે વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન ભાસે છે. ગાડરના સહવાસમાં ઉછરેલું સિંહબાળ પોતાનું સિંહપણું વિસારે પાડી દે એના જેવું છે. સંસારના બધાંય સંબંધો રાગદ્વેષથી પ્રેરિત લુખ્ખા અને સ્વાર્થી છે અને સાંયોગિક છે તેથી વિયોગને પામનારા છે. એટલે તો
આખોય મોક્ષમાર્ગ જીવના ડહાપણ અને જીવની આત્મજાગૃતિ ઉપર નિર્ભર છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૭૨
આનંદઘન પદ
-
૩.
જ્ઞાનીઓએ લોકોના દોષો પ્રત્યે પણ નજર કરવી તેને અસમતા ગણાવી,
તું ચેતના તને જ જો તારા ચેતનને ત્રિકાલ શુદ્ધ સ્થિર (ધ્રુવ) પરમપારિણામિક ભાવને જ જો ! આ વાત ઈલાયચીકુમારના કથાનકથી સારી રીતે સમજી શકાય એમ છે.
માત તાત અ સજ્જન જાતિ, વાત કરત હૈ મોરી હો; ચાખે રસ ક્યું કરી છૂટે, સુરિજન સુરિજન ટોરી હો. મ....૩.
નટડીના રાગમાં પાગલ બનેલા અને તેને મેળવવા દોરડા પર નાચતા ઈલાયચીકુમારને જ્યારે ખબર પડી કે રાજા જેવો રાજા હોવા છતાં તે નટડીના રાગમાં મોહિત થયેલો છે અને તેથી તે મારા ઘાતને ઈચ્છી રહ્યો છે. મારી સાથે ભયંકર દગો રમી રહ્યો છે. આ વાતની ખાત્રી થતાં ઈલાયચીને આખા સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યો કે ધિક્કાર છે આ સંસારને ! જેમાં બધાં જ પદાર્થો આવા વ્યભિચારી છે અને તેથી જ દોરડા પર ચઢીને નાચતા જ્યારે મુનિના દર્શન થાય છે કે જે મુનિને પદ્મિની સ્ત્રી મોદકનો થાળ લઈને વ્હોરાવવા સામે ઊભી છે અને લ્યો ! લ્યો ! કહી આગ્રહપૂર્વક વ્હોરાવવા તત્પર થયેલ છે; પરંતુ મુનિ તો એ સ્ત્રીની સામુ પણ જોતા નથી, ત્યારે પોતાની જાત ઉપર જ પારાવાર તિરસ્કાર છૂટ્યો. પરિણામે ઉપયોગની તીવ્રતા થતાં ઉપયોગ અંદર વળી ગયો. ક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ અને કેવળજ્ઞાન થઈ ગયું. આપણને પણ જો આ સંસારના પદાર્થોની દગાખોરી સમજાઈ જાય તો આપણું પણ કામ થઈ જાય તેમ છે.
માત-તાત અને (અરૂ) સજ્જન વર્ગના સમજુ લોકોની વચ્ચે પણ જ્યાં જુઓ ત્યાં વાતનો વિષય - ચર્ચાનો મુદ્દો તો મારા જેવી પતિથી તરછોડાયેલી નારી જ બનતી હોય છે અને નારીને જ દોષિત જોવાતી કે ઠરાવાતી હોય છે. પતિપુરુષ વર્ગ પછી ભલેને ગમે તવો દારુ, માંસ, ચોરી, જુગાર, શિકાર, પરદારાગમન આદિ સાતે વ્યસનમાં ચકચૂર લંપટ કેમ ન હોય ? સ્ત્રી જેટલી વગોવાય છે તેટલો પુરુષ લોક જીભે ચડતો નથી કે વગોવાતો નથી.
સમતાભ્રષ્ટ થયેલા ચેતનના આંતરમનની મથામણ (ઉહાપોહ) ને,
જે ભીતરથી જાગ્યો તેને જગતમાં બાંધનાર કોણ છે ?
Page #330
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૮
૨૭૩
યોગીરાજે સાક્ષીભાવે નિહાળતા, અહીં અભિવ્યક્ત કરી છે. સમતા - ચેતના કહે છે કે લોક તો લોક છે. એ તો ફાવે તેમ બોલે. લોકને મોઢે તાળાય દેવાતા નથી કે લોકને મોઢે ગળણું પણ બાંધી શકાતું નથી. પરંતુ મેં તો પર-જડ-રૂપી. વિનાશીનો કડવો રસ અનાદિના અનંતકાળના ભવભ્રમણમાં ચાખ્યો - અનુભવ્યો છે અને ચિઘન સ્વરૂપ એવાં મારા (સ્વ) ચેતનાત્માનો મધુર આત્મ રસ પણ ચાખ્યો છે. આત્મામૃતનો રસ ભૂલ્યો ભૂલાય એમ નથી અને એ કેમે કરીને છૂટે એમ નથી. - શૂરા શૂરવીર સૂરિજનો સંતજનોના ટોળેટોળાં (ટોરી-ટોળી) મળીને કે સંતસંગમાં જે આત્માનંદને આસ્વાદે છે તેવો આત્મામૃતરસ મેં શુદ્ધચેતનની સંગતમાં આસ્વાદ્યો છે. કરોડો દેવતાઓ છોડાવવા આવે તો પણ હવે મારા ચેતન પતિનો સ્વસંગ છૂટે નહિ. હવે તો હું (ચેતના) મારા શુદ્ધ ચેતન પતિના સમાગમમાં સદાકાલ લયલીન રહેવાની છું - જોડાયેલી જ રહેવાની છું.
ઔરહનો કહા કહાવત ઔરપે, નાહી કીની ચોરી હો; કાછ કછયો સો નાચત નિવહૈ, ઔર ચાચર ચર કોરી હો...મ..૪.
ઓર ન હો કહા કહાવત ઓર મેં - બીજા લોકો મારા વિષયમાં ગમે તેટલી મનઘડંત કહાનીઓ કહેતાં કહાવતાં ભલેને ફર્યા કરે. હું બીજાના કહેવા ઉપર મુદ્દલ લક્ષ આપતી નથી. પાઠાંતરે ઓરહનો શબ્દથી અર્થઘટન કરીએ તો કહેવાનું તાત્પર્ય એ છે કે ચેતનને એના નટનાગરપણા માટે બીજાને કહીને બીજા પાસેથી એને ઓરહનો એટલે ઉપાલંભ કે ઠપકો શું દેવરાવવો ? કારણ કે મેં કે મારા સ્વામી ચેતને કાંઈ ચોરી નથી કરી. જ્યાં સુધી સમજણો થયો. નહોતો ત્યારે અણસમજમાં - અજ્ઞાનતામાં પર પુદ્ગલમાં રાચતો હતો ત્યારે પરને મારું માનવારૂપ ચોરી કરી હતી પણ હવે તો એ શાણો સમજુ બન્યો હોવાથી ખુદમાંથી ખુદની ખુદાઈને ખોદી રહ્યો છે અર્થાત્ સ્વ આત્મા અંતરગત રહેલ પોતાના જ પરમાત્મ સ્વરૂપને કંડારી (આકારી) રહ્યો છે, એ કાંઈ કોઈની ચોરી નથી પણ પોતાના પોતાપણાના પ્રગટીકરણરૂપ પ્રાપ્તની પ્રાપ્તિ છે. મારો જ ખજાનો - ઘરેણું પરઘેર ગીરવી મૂકેલ હતું તેને છોડાવી સ્વઘેર
સંકલ્પ વિના કોઈપણ કાર્યની સિદ્ધ થાય નહિ.
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૪
આનંદઘન પદ
d
૩૮
લાવી રહી છું.
ચેતને ચેતનાની તદ્રુપતાને માટે કાર્યારંભ કર્યો છે, બીડું ઝડપ્યું છે, તેને માટે કચકચાવીને કચ્છ બાંધી કટિબદ્ધ થયા છીએ (કાછકછ્યો) અને પડકાર ફેંક્યો છે કે જે નાચ નાચવા પડે, જે ખેલ ભજવવા (નિવહે) પડે તે ભજવીને પણ હવે તો એનો નિવેડો (અંત) લાવીને જ રહીશું. નિંદાકુથલીના રસિયા લોકો (ચાચર) જે પંચાતિયા છે અને ચાડીચુગલી કરી બીજાની વાતમાં ટાંગ અડાવી ફૂટ (ફોરી) - ફાટફૂટ પડાવવાની ચળ (ચર) છે તેનાથી ડરતા નથી.
ગ્યાન સિંધૂ મથિત પાઈ, પ્રેમ પીયૂષ કટોરી હો; મોત આનન્દઘન પ્રભુ શશિધર, દેખત દૃષ્ટિ ચકોરી હો...મ...પ.
જ્ઞાનસિંધુ - જ્ઞાનસાગરનું મંથન (મથિત-વલોણુ) કરીને આ પ્રેમપીયૂષ - પ્રેમામૃત - આત્મામૃતની કટોરી પ્રાપ્ત (પાઈ) કરી છે. આનન્દઘન સ્વરૂપ ચંદ્રમાં (શશિધર) રૂપ ચૈતન્ય પ્રભુને દેખીને (દેખત - દર્શન કરીને) દૃષ્ટિરૂપ ચૈતન્યપ્રભુની ચેતનારૂપ ચાંદની (ચકોરી) પ્રમુદિત - પ્રફુલ્લિત (મોદત) થઈ એ પીયૂષ કટોરીમાંથી દર્શનામૃત - પ્રેમામૃતનું પાન કરવા લાગી છે.
શ્રુતજ્ઞાન સાગર એવાં આગમમાંથી આત્મા જે અગમ હતો તેને ગમ્ય બનાવી આત્મગમ્યતાનો આત્માનંદ, જ્ઞાનાનંદ, તત્ત્વાનંદ, સહજાનંદ, નિજાનંદ, પૂણાનંદ, બ્રહ્માનંદ, પરમાનંદ માણવા લાગ્યો અર્થાત્ તદ્રુપ થયેથી સંતૃપ્ત થયો.
પદનો બોધ એ છે કે મનનો સંબંધ લોક અને લોકોથી તોડીને, શુદ્ધ દર્શનજ્ઞાનોપયોગ વડે શુદ્ધાત્મા સાથે જોડીને, એનું સંવર્ધન કરી લોક કે લોકવ્યવહારની પરવા રાખ્યા વિના વર્ધમાન કરતાં રહીને, એને પરાકાષ્ટાનો વિકસાવશો તો પરમાત્મસ્વરૂપ પ્રાગટ્યથી પરમાનંદામૃતનું પીયૂષપાન પામશો.
ચૈતન્યધારા એજ રાધા છે અને આત્મા એજ કૃષ્ણ છે, કારણ કે તે કર્મોને ઇસી નાંખનાર છે. એટલે જ તે કૃષ્ણ કહેવાય છે. પોતાના સ્વામી પ્રિયતમ શ્રી કૃષ્ણમાં અર્થાત્ ચૈતન્ય સ્વરૂપ પરમ તત્ત્વમાં રાધા અર્થાત્
સંકલ્પ થાય તો વિકલ્પ સુધરે અને તો ભાવધારા સુધરે.
Page #332
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૮
૨૯૫
ચૈતન્યધારા એ એજ રાધા અને શણની રાસલીલા છે. રાધા પેતાના સ્વામીનો વિરહ સહન કરી શકતી નથી અને એનો સ્વામી શ્રીકૃષ્ણ રાધા વિના રહી શકતો નથી. અર્થાત્ ચેતનાને એક માત્ર આધાર હોય તો તે ચેતન્યદેવનો છે માટે ચેતનાની ધારા ચૈતન્ય તરફની છે. માટે જ રાધા એના સ્વામી વિનાની નથી અને સ્વામી રાધા વિનાનો નથી. આજ રાધાસ્વામી શતું દિવ્ય રહસ્ય છે. રાધા એના સ્વામીને મળવા નીકળી છે અને એનામાં સમાઈ જવાની છે. રાધા કૃષ્ણમાં સમાઈ અર્થાત ચેતનધારા વેતન્યમાં સમાઈ ગઈ. આજ ભાગવતમાં બતાવેલ રાસલીલાનું તાત્પર્ય છે.
ચેતનધારા એના સ્વામી ચૈતન્ય દેવને ગાઢ આલિંગન આપે છે ત્યારે જ સંસાર નિરાધાર બની તૂટી પડે છે. આ ભાવનાત્મક સાધના છે. પરમયોગ છે. બાહ્ય વિષમ સંયોગોમાં ભીતરી ધારાનો એક સરખો પ્રવાહ વહેવા દેવો એ યોગનું પરમ રહસ્ય છે.
ત્રિકાળી ધ્રુવ તત્વના અસ્તિત્વની સભાળતા અને યયયમાં ઉભરતા તરંગો પ્રત્યેની નિર્લેપતા એ મોક્ષમાર્ગ છે.
રામ્યગ્દર્શનની પ્રાપ્તિજું કારણ તત્વનિર્ણય છે. તસ્વનિર્ણય એટલે તેવસ્વરૂય સમજીને એની સમજટામાં સંપૂર્ણ શ્રદ્ધા થવી. આત્મસમજ એ આત્મજ્ઞાન છે. એનાથી આત્મવિશ્વાસ - આત્મદઢતા વધે, જેનાથી આત્મિક ક્રિયા થતાં અભિસુખ મળે અર્થાત ભરમમાહાતા આવે.
અંત:કરણની સાથે શેય જ્ઞાતા સંબંધ સ્થપાય તો આત્મા જ્ઞાની બની જાય.
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૭૬
આનંદઘન પદ - ૩૯
પદ - ૩૯
(રાગ જય જયવતી) तरसकी जह दइ को दइकी सवारीरी ।
- तिक्षण कटाक्ष छटा लागत कटारीरी ॥ તર. | HIGH ९१ सायक लायक नायक प्रानको पहारीरी ।
. काजर काज न लाज बाज, न कहुं बारीरी ॥ तर. || ||२|| मोहनी मोहन ठग्यो, जगत ठगारीरी ।
दीजिये आनन्दघन, दाह हमाहीरी | तर. || ||३|| પૂર્વભવમાં કે પૂર્વકાળમાં જીવે અજ્ઞાનદશામાં રહીને ત્રિકરણ યોગે ક્રોધાદિ ભાવો સેવ્યા હોય, બીજાને ભય પમાડ્યો હોય, સતાવ્યા - રંજાડ્યા હોય, પ્રાણ હર્યા હોય, તેના કારણે ભયંકર કોટિના કર્મબંધ બાંધ્યા હોય; જે ઉદયમાં આવતા અજ્ઞાનદશા - નિદ્રાકાળમાં જે દશ્યો છતાં થાય છે તેને અજાગ્રત સ્વપ્નદશા કહેવાય છે, જયારે જ્ઞાનદશા પ્રગટ્યા પછી જ્ઞાનીને નિદ્રાકાળમાં જે દશ્યો દેખાય તે જાગ્રત સ્વપ્નદશા કહેવાય છે. સંસારી અજ્ઞાની જીવોને એ . સ્વપ્નના સંકેતો સમજાતા નથી. પરંતુ જ્ઞાની સાધક આત્માઓ આવાં સ્વપ્ન સંકેતોને પામી જઈ શકે છે, તેથી આ જાગૃત સ્વપ્નવસ્થાના સ્વપ્નદશ્યોની અસર સૌ પ્રથમ તેમના મન પર થાય છે. આના ફલસ્વરૂપ મન વિકૃત થઈ ખળભળી ઉઠે છે. ચિત્તના આ હલબલાટની અસર સુમતિ અને સમતા ઉપર થાય છે. ચિત્તના આ ડહોળામણ - ખળભળાટથી સુમતિ હતપ્રભ થઈ જાય છે અને સમતાની સમવૃત્તિ (સમત્વ) મમતાની વિષમતાથી ડગમગી જવાથી તેણીના (સમતાના) અબળા નારી સ્વભાવ - પરમ નરમ સ્વભાવના કારણે તે પોતાના પ્રાણપતિ ભગવાન આત્માને સ્વપ્નની વિતક કહાની ઓલંભડા રૂપે કહે છે, જે વાતને યોગીરાજજી આનંદઘનજી મહારાજે ભારે ચતુરાઈપૂર્વક ગૂંથી લીધી છે.
તરસકી જહ દઈ કો દઈકી સવારીરી; તિક્ષણ કટાક્ષ છટા લાગત કટારીરી. તર૧.
આત્મા અંત:કરણ સ્વરૂપ નથી. એ તો અંત:કરણનો માત્ર જ્ઞાતાદૃષ્ટા છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
આનંઘન પદ
-
૩૯
૨૭૭
હે નાથ ! તમે તો મારામાં પરમાત્મદર્શનની તૃષા-પ્યાસ જગાડી પણ જેમ ગ્રીષ્મકાળની ગરમી વટેમાર્ગુના ગળામાં દાહ આપે (જહ દઈ કો) અને પ્રાણને શોષે, તેમ પ્રભુદર્શનની તરસી બનેલી એ આંખલડી શોષાઈ રહી છે. આવી બળાતરામાં હે નાથ ! તમે મને નોધારી (નિરાધાર) છોડી દીધી છે - (દઈ કી સવારીરી). દરસનની તરસની દાહ તો છે જ અને ઉપરથી એ દાહને ભડકાવનારી મોહની સવારી એટલે કે મોહની આખીય માયા - મમતા - તૃષ્ણાની ફોજ લુની જેમ દઝાડી રહી છે.
મોહ દ્વારા છોડાયેલા (છૂટેલા - છટા) તાતા તીખા કટાક્ષભર્યા કડવા વેણ, ભૂતાવળો જેવું મોહની ફોજનું નિર્દય, નિર્લજ્જ, રાક્ષસી અટ્ટાહાસ્ય કાળજે જાણે કટારી ભોંકાતી હોય એવું લાગે (લાગત) છે.
મોહની ફોજ વર્ણવતા ઉપાધ્યાય યશોવિજયજી કહે છે.....
રાગ કેશરી છે વડ રાજા રે, વિષયભિલાષ તે મંત્રી તાજા રે; જેહના છોરુ ઈન્દ્રિય પંચો રે, તેહનું કીધો એ સફળ પ્રપંચો રે.
- મહામહોપાધ્યાયજી (રાગ પાપસ્થાનક સજ્ઝાઈ ગા. ૨) સાયક લાયક નાયક, પ્રાનકો પહારીરી
કાજર કા જનલાજ, બાજ ન કહું વારીરી. તર...૨.
સમતા - ચેતનાને સહાયક (સાયક) એવાં લાયક-અધિકારી ગુણી ગુરુજનો અને એ બધાંનાય અધિપતિ એવાં નાયક નાથ પ્રભુ પરમાત્મા અને એમણે ઉપદેશેલા (પ્રરૂપેલ) ધર્મ ઉપર પ્રાણપ્રહાર (પ્રાણકો પહારીરી) - પ્રાણઘાતક હુમલો કરતાં પણ જેમને લાજ શરમ આવતી નથી એવાં એ પૈસાને ખાતર ગમે એવાં નીચ હલકા કામો કરનારી કંજર જાતિના જેવી આ મોહની ફોજ છે. હું તો એમનાથી વાજ (બાજ) આવી ગઈ છું - ત્રાસી ગઈ છું. સમજાતું નથી કે કેમ કરી હું આ મોહની ફોજના હુમલાને વારું (વારી - અટકાવી) ને મારી ભગાડું ?
અર્થાત્ દેવ-ગુરુ-ધર્મની તત્ત્વત્રયી જે લાયક (યોગ્ય) આત્માને સહાયક
અજ્ઞાન એટલે જૂનું નીકળે તો ખરું પણ સાથે નવું ભરાતું પણ રહે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૭૮
આનંદઘન પદ
E
બની નાયક એવાં પરમાત્મપદે સ્થાપિત કરનાર છે, એવી મારા પ્રાણ સમાન તત્ત્વત્રયી ઉપર જ આ મોહની ફોજ તો કઠોર પ્રહાર કરી મારા પ્રાણહરણની કુચેષ્ટા કરી રહી છે અને વળી પાછું એના આ કુકર્મ માટે એને કોઈ લોકલાજ કે મોટાઓની શરમની લગામ (વાજ) પણ એને વારવા રોકવા સમર્થ નથી. એ તો કાજર-કંજર જેવી હલકી કોમ છે, જે પૈસાને ખાતર કોઈ પણ હલકું કામ - નિર્દોષના પ્રાણ લેતાં પણ સહેજે અચકાતી કે ખટકાતી નથી:
-
-
૩૯
ટુંકમાં કહીએ તો મોહનીયકર્મનો ક્ષય કર્યો નથી તો દબાઈને સત્તામાં શાંત બેઠેલું મોહનીયકર્મ એવું તો ખતરનાક અને બેશરમ છે કે ઉપશમશ્રેણિ માંડી અગિયારમાં ગુણસ્થાનકે પહોંચેલા છદ્મસ્થ વીતરાગ ભગવાનને પણ ઉદયમાં આવેલું મોહનીયકર્મ દયાહીન બની ક્રૂર રીતે પટકે છે. એ તો સાયક એટલે લાયક જે ક્ષપકશ્રેણિએ ચઢે છે તે જ નાયક હોય છે કારણ કે તે મોહના પ્રાણ, કોઈપણ જાતની લોકલાજ રાખ્યા વગર કાચર (કાજર) નહિ બનતાં હરી લે છે અને શ્રેણીની પૂર્વાવસ્થામાં મોહને નાથી લગામ લગાવી અંકુશમાં રાખતો મોહ - મોહની ફોજ અને તેના હુમલાને બાજબહાદુર બની ખાળ્યા (વાર્યાવારી) કરે છે.
પરમાત્મા બનવા લાયક
મોહની મોહન ઠગ્યો, જગત ઠગારીરી, દીજિયે આનન્દઘન, દાહ હમાહીરી. તર...૩.
મોહની જાત જ ઠગારી છે. અનાત્મભાવવાળા સંસાર - જગત આખાને એ મોહ ઠગે એમાં બહુ આશ્ચર્ય થતું નથી; કારણ કે સંસારભાવમાં રાચતું જગત તો કર્માધીન હોવાથી આમેય મોહવશ જ છે અને એ બધાં મોહને તાબે થયેલાં, અરિ (શત્રુ)થી હણાયેલાં અરિહત છે. જ્યારે આ તો મોહનું હનન કરી મોહન - અરિહન્ત બનવા નીકળેલ મારા મનમોહન ચેતન સ્વામીને જ - યોગ સાધના કરનાર યોગીને જ એ મોહિનીએ અપ્સરા બનીને ઠગી લીધો. કેવું ધૂતારું છે આ મોહનીયકર્મ ! દશ દશ ગુણઠાણા સુધી પીછો છોડતું નથી અને એમાંય જો દશમેથી અગિયારમું પગથિયું કૂદાવી બારમે જતાં નથી અને ભૂલેચૂકે અગિયારમાં પગથિયે પગ મૂકાય છે તો ત્યાં તો એણે એવું છટકું ગોઠવ્યું છે કે સીધાં જ નીચે પટકાવાનું થાય છે. આમ મોહને હણી મોહક્ષયથી મોક્ષ
જ્ઞાન એટલે જૂનું નીકળે પણ નવું ભરાય નહિ.
Page #336
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૩૯
૨૭૯
મેળવવા મથનારા મોહનને પણ એ ધૂતારી મોહિની - મોહનીયકર્મ ઠગે છે.
અપ્સરા મોહિનીની લપેટમાં આવેલા પોતાના મનમોહન મોહનગારા ચેતનસ્વામીને એ મોહની લપેટમાંથી છોડાવવા સમતા-ચેતના આનન્દના ઘનસ્વરૂપ એવાં પ્રભુ પરમાત્માને વિજ્ઞપ્તિ-પ્રાર્થના કરે છે કે મોહ-માયા-મમતાના સકંજામાં સપડાયેલાં મારા ચેતનસ્વામીને પ્રભુ ! અમારી (હમાહીરી - અમ્હારી - અમારી) દાદ (દાહ) - ફરિયાદ સાંભળીને છોડાવી દો અને એને પરઘેરથી મારા સમતાના - ચેતનાના - સ્વઘરે પાછા વાળો એવી અમારી ચાહ (દાહ-દાઝ) છે. કારણ કે એના દર્શનની તરસના દાહથી હું બળી મરી જઈ રહી છું.
પદનો બોધ એ છે કે જ્યાં સુધી મોહનો સર્વથા ક્ષય થતો નથી ત્યાં સુધી મોક્ષ થતો નથી અને લાયક આત્મા પણ લાયકતા (સાયકતા) સિવાય નાયક (પરમાત્મપદ) બનતા નથી. એ મોહનો ઉપશમ (મન) થવો તે લાયકતા છે પણ એ નાયક-પરમાત્મા બનાવવા સમર્થ નથી. મોકાણ માટે સતત પરમાત્મપ્રભ સન્મખ રહી પરમાત્મપ્રભુ કૃપા વાંકતા રહી જાતને લuપડે રાખતા રહીશું તો ગુરૂપદ - પરમાત્મપદ પામીશું. “હું કાંઈ જ નથી અને આપ સર્વ છો” એવો દેવ-ગુર પ્રત્યેનો પરમવિનય જ પરમપદે બિરાજમાન કરો.
પ્રેમનો પ્રવાહ પ્રાણીમાત્ર પ્રત્યે વહેવા માંડે છે, ત્યારે સાઘક મોહના પંજામાંથી છૂટે છે. પ્રાણીમાત્રનો આદર એ અહિંસા છે. અનાદર એ હિંસા છે. આ અહિંસા એ સાધકની માતા છે. સાધક એના વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. પ્રેમના ઉજજવળ પ્રકાશમાં અહિંસારૂપી અમૃતનું પાન કરનારો અમરત્વની પ્રાપ્તિ કરે છે..
આપણી ભીતરમાં ચિંતાઓ, ભયો, તૃષ્ણાઓ છુપાયેલા છે. બહારથી એ આપણા કાબુમાં હોય પણ અંદરથી એ ઉછળતા હોય છે. સભાનપણે, સંપૂર્ણપણે તટસ્થ રીતે એને જોતા ન શીખીએ ત્યાં સુધી એ મૂળમાંથી જાય નહિ. અને તેથી ત્યાં સુધી લાયક એવા પણ આત્મા નાયક બનીને પરમાત્મા બને નહિ. જ્ઞાનનો સાવરણો લઈ વિકારો અને વિકલ્પોના કચરાને સાફ કરી અંતરના આંગણાને ચોખ્ખું કરવાનું છે, તેનાથી પરમાત્મા થવાના શ્રીગણેશ મંડાય છે.
ક્રિયા કરતાં ભાવ અને ભાવ કરતાં સમજ અને આશય ચઢે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૮૦
આનંદઘન પદ - ૪૦
પદ - ૪૦
(રાગ - આશાવરી) मीठडो लागे कंतडोने खाटो लागे लोक |
વક્રત વિહુની જોડી, તે માટે પોવર | મી. II III कंतडामें कामण, लोकडामें शोक ।
एक ठामें केम रहे ? दूध कांजी थोक ॥ मी. || ||२|| कंत विण चउगति, आणुं मानुं फोक |
उघराणी सिरड फिरड, नाणुं ते जे रोक || मी. || ||३|| कंत विना मति मारी, अहवाडानी बोक ।
ઘો શું ગાનન્દઘન, અવરને રોવર | વી. |IIકા. જન સામાન્યના અનુભવના પતિ પત્નીના મીઠાં મધુરા સંસારી સંબંધના માધ્યમથી યોગીરાજજીએ ચેતના અને ચેતનાના આધ્યાત્મિક સંબંધની વાત કહેવા સાથે, ગાગરમાં સાગર સમાવવા રૂપે ગર્ભિત પણે જેનદર્શનની લોકત્તરતા • અનન્યતાની વાત પણ આ પદમાં ગૂંથી છે.
મીઠો લાગે કંતોને ખાટો લાગે લોક; કંત વિહુણી ગોઠડી, તે રણમાંહે પોક. મીઠડો.૧. સંસારમાં કંત અને કાન્તા - પતિ અને પત્નીનો સંબંધ પરાકાષ્ટાનો સંસારી સંબંધ છે. પતિ-પત્નીના સંબંધ આગળ બીજા બધાંય સંસારી સંબંધો. ગણ છે. એમાંય ખાસ કરીને ભારતીય સતી નારીને મન તો પતિ પરમેશ્વર સમાન છે. પત્નીને મન પતિ (કંત) એટલો તો મીઠડો - વહાલો - પરમેશ્વર સમાન છે કે પતિ સિવાયના બધાંય સંસારી સંબંધો (લોક) એને માઠા - ખટકનારા ખાટા લાગે છે. એ એટલી તો પતિમય થઈ ગઈ હોય છે કે એની ગોઠડી - વાતચીતમાં પણ કેન્દ્રસ્થાને પતિ હોય છે. અર્થાત્ એની બધીય વાતો પતિ કેન્દ્રિત હોય છે અને પતિ સિવાયની (વિહુણી) વાતો તો એને
ક્રિયા જ્ઞાનમાં, જ્ઞાન ધ્યાનમાં અને દયાન સ્વરૂપલીનતામાં પરિણમવા જોઈએ.
Page #338
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૦
૨૮૧
રણમાં પોક મૂકાય પણ સાંભળનાર કોઈ હોય નહિ એવી સાંભળવી ગમતી જ
નથી.
એજ પ્રમાણે અહીં ચેતનાને એનો ચેતનસ્વામી જ એક માત્ર મીઠડો - વહાલો લાગે છે અને ચેતવ્યપ્રભુ - ચેતનસ્વામી સિવાયનું આ લોકનું - સંસારનું - દુનિયાનું બધું ય ખાટું - બેસ્વાદ લાગે છે. એ પણ એટલે સુધી કે ચેતનાને વાતો પણ પોતાની ચેતનની - શુદ્ધાત્માની - પરમાત્માની જ સાંભળવી ગમે છે અને એની જ ગોઠડી - ગોષ્ટી - ચર્ચા કરતી ફરે છે. એના સિવાયની આત્મા વિહોણી બધી જ કથા, એને રણમાં મૂકેલી પોક જેને અરણ્યરુદન કહે છે એવી નિષ્ફળ જનારી - નિરર્થક, વિકથા લાગે છે.
કવિહૃદયી સ્વાનુભૂતિ સંપન્ન યોગીરાજજી, આ પદના આ ચરણ દ્વારા, એનો લક્ષ્યાર્થ વિચારીએ તો, ગર્ભિતપણે એમ કહેવા માંગે છે કે આ લોકમાં એક માત્ર આત્મતત્વનો એટલે કે જીવનો અને એના શિવસ્વરૂપ એવાં પરમાત્મસ્વરૂપનો (મોક્ષ) નો જ વિચાર કરવા જેવો છે. નવ તત્ત્વમાં પણ પ્રથમ જીવ તત્ત્વની વિચારણાને અને અંતમાં જીવના મોક્ષની એટલે શિવની. - પરમાત્મ સ્વરૂપની વિચારણાને સ્થાન આપ્યું છે. જીવે, અજીવ (પુદ્ગલ), પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ જે પણ અજીવ છે, તેનાથી સંવર અને નિર્જરાની પ્રક્રિયાથી એટલે કે આત્માના જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં આત્મસ્વરૂપમાં અર્થાત્ સંવરમાં રહેવા પૂર્વક નિર્જરા કરવાની છે - એટલે કે અજીવથી છૂટાં પડવાનું છે અને સ્વયંના શુદ્ધાત્મસ્વરૂપ શિવસ્વરૂપ - પરમાત્મસ્વરૂપને પામવાનું છે. આમ તત્વ નવ છે પરંતુ વિચારણા માત્ર આત્મતત્વ - જીવતત્વની છે.
જીવ અને અજીવમાં, જીવ-આત્મા એક સ્વભાવી છે જયારે અજીવ પુદ્ગલ બહુસ્વભાવી બહુરૂપી છે. તેથી પુદ્ગલને પકડવું આકરું છે પરંતુ આત્મા એક સ્વભાવી હોવાથી સહેજે પકડી શકાય અને સમજી, સમજાવી શકાય એમ છે. એક આત્મા સધાય જાય તો બધું સધાય જાય એમ છે, તેથી તો કહ્યું છે કે “એક સાથે સબ સ” અને છ નાછું સવ્વ નાણ.
વળી લોકમાં - લોકાકાશમાં રહેલાં ષડદ્રવ્યોમાં આત્મદ્રવ્યજ એક માત્રા
જ્ઞાનમાં જ્ઞાયક જણાવો જોઈએ અને જગત વિસરાવું જોઈએ.
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૮૨
આનંદઘન પદ - ૪૦
સ્વ-પર ઉભય પ્રકાશક હોવાથી પોતે પોતાને પણ જાણે છે અને અન્ય સર્વને પણ જાણવા જણાવવા સમર્થ છે. તેથી આત્મા લોકમાં સર્વોચ્ચ છે માટે તે મીઠડો છે. વળી આત્મા સિવાયના અન્ય કોઈ દ્રવ્યમાં પ્રેમતત્વ નથી તેથી પણ આત્મા મીઠડો છે અને આત્માની ગોષ્ટી મીઠડી છે. આત્માની વાત સહુને સાંભળવી ગમે એવી છે. કારણ કે તે ઘરની વાત છે અને ઘરની વાત સાંભળવામાં કોઈને કંટાળો આવતો નથી. બલકે ઘરના સમાચાર મેળવવા માટે તો તે આતુર - ઉત્સુક હોય છે.
એટલું જ નહિ પણ વીતરાગ જિનેશ્વર ભગવંતોની સ્યાદ્વાદ યુકત વીતરાગવાણીથી આત્માનું સ્વરૂપ જે સમજમાં આવે છે તે પણ એટલું સુસ્પષ્ટ : અને પરિપૂર્ણ યુકિલયુકત છે કે એના જેવું અન્યમાં જોવા સાંભળવા સમજવા મળતું નથી તેથી આત્માની આવી મીઠી મીઠી વાતો સાંભળીને - સમજીને આત્મા જ મને હવે મીઠડો લાગે છે અને આત્મા સિવાયનું સર્વ ખાટું - બેસ્વાદ - અસાર લાગે છે.
મને તો મારો જ આત્મા એના સ્વયંના પરમાત્મ સ્વરૂપને પ્રગટ કરે અને એ એના વૈયકિતક પરમાત્મસ્વરૂપ રમણતામાં રહે એ જ પ્રત્યેક આત્મવાદ માન્ય છે. “હું હું છું, “તું” તું છે અને તે' (ભગવાન પરમાત્મા) તે છે. જે તે છે તે જહું છું અને તું છો. તે (ભગવાન) નું તેપણું (ભગવાનપણું) પ્રગટ - પ્રત્યક્ષ છે. મારું હું પણું (ભગવાનપણું) મારામાં અને તારું તારામાં અપ્રગટ-પરોક્ષ છે. તે (ભગવાન)ના આલંબને મારું મારે અને તારું તારે પોતપોતામાંથી પ્રગટ કરવાનું છે.
લોક અને લોક વ્યવહાર - દુનિયા અને દુનિયાદારી કેવી છે તે જણાવતા યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી જણાવે છે.”
“દુનિયા છે દીવાની છે, તેમાં શું ચિત્ત ધરે, જોને જરા જાગી રે, માથામાં મુંઝી શાને મરે ? ઘડીમાં સારો ઘડીમાં ખોટો. દુનિયા બોલે બોલ, સારા ને ખોટા કહેવે કોણ કરે તસ તોલ? સમજીને સહુ સહેવું રે, કરશે જેવું તેવું ભરે. દુનિયા.
સાધનાની વૃદ્ધિથી શુદ્ધિની વૃદ્ધિ છે અને શુદ્ધિની વૃદ્ધિથી સત્વની વૃદ્ધિ છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૦
૨૮૩
દુનિયા જીતી નહિ જીતાશે તેમાં રાખે ચિત્ત, જશ અપયશમાં મન જો વર્તે તો નહિ થાય પવિત્ર; જગત ભાન ભૂલે રે, કારજ સહુ સહેજે સરે. દુનિયા
કંતડામેં કામણ, લોકડામેં શોક; એક હામે કેમ રહે? દૂધ કાંજી થોક. મીઠડો...૨. ચેતના કહે છે કે કંતડામાં - સ્વામી ચેતનમાં જ કામણ - આકર્ષણ છે કારણ કે ચેતનાનું સુખ - કામનાપૂર્તિ ચેતનથી છે. ચેતનના સમાગમથી ચેતનાને મળતું સુખ એ સ્વનું સ્વમાંથી નિપજતું સ્વસુખ, જે આવ્યા પછી ન જનારું અપ્રતિહત સુખ છે. એ આવનારું અને જનારું સાંયોગિક સુખ નથી પણ મળનારું - પોતાનું પોતામાંથી ઉભરનારું સુખ છે, તેથી ત્યાં શોકને કોઈ અવકાશ નથી. જ્યારે લોકનું લોકમાંથી મળનારું, લોકિક - દુન્યવી સુખ તો પરના માધ્યમથી આવી મળનારું પરાધીન સુખ છે. એ આવનારું છે તેથી જનારું પણ છે. તેથી એ દુન્યવી પદ્ગલિક સુખ પાછળ દુ:ખ હોવાથી એ દુ:ખરૂપ શોક નિપજાવનારું છે. એ તો જીવ દ્વારા, પર જડ વિનાશી પુદ્ગલના માધ્યમથી, પુદ્ગલમાં (પરમાં) સ્વબુદ્ધિ સ્થાપીને અને સુખબુદ્ધિ સ્થાપીને, મેળવાતું કાલ્પનિક સુખ છે. એ એક સરખું કાયમ (એક ઠામ) રહેનારું નથી અને સહુને સરખું મળતું નથી. દૂધ અને કાંજી (છાશ) નો સમુહ (થોક) હોય ત્યાં દૂધ, દૂધના સ્વભાવમાં ન રહે અને છાશ, છાશના સ્વભાવમાં ન રહે એટલે ન તો શુદ્ધ દૂધનો સ્વાદ આવે કે ન તો શુદ્ધ છાશનો સ્વાદ મળે. એમ જડ ચેતના (જીવ-અજીવ) ભેગાં થયેથી જીવ જીવપણામાં ન રહે અને જડ જડપણામાં ન રહે. એ બે ભેગાં થાય અને જે મળે તે મિશ્ર - ભેળસેળિયું - અશુદ્ધ જ હોય. એ કયાં તો દુઃખ મિશ્રિત સુખ હોય કે સુખ મિશ્રિત દુઃખ હોય. એ સુખની આગળ પાછળ અને સાથે દુઃખ જ હોય. એ તરૂપ અને કંકરૂપ જ હોય. અને જ્યાં દ્રઢ વિસખતા) હોય ત્યાં કંદ - યુદ્ધ - ઘર્ષણ જ હોય. વળી એ બે ભેગાં થયાં છે. ભેગાં થયાં હોય તે જુદાં પડ્યા વગર રહે નહિ અને તેમાં પાછા બન્નેના સ્વભાવ - ગુણધર્મ એકમેકથી વિરુદ્ધ છે. તેથી તે બે એક સ્થાને (કામ) એક સાથે કેમ કરી રહી શકે ?
સમ્યગ્દષ્ટિ ત્રણે કાળમાં દુર્જન નહિ બને.
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૮૪
આનંદઘન પદ - ૪૦
દૂધમાં છાશનો ભંગ થઈ ગયો છે, તો હવે દૂધને દહી રૂપે જામવા દઈએ. તો દહીંનું વલોણું - મંથન કરી છાશ છૂટી પાડી માખણ મેળવી તેનું ઘી બનાવીને દૂધના દૂધપણાને ઘી રૂપે પરત મેળવી શકાય છે. એજ રીતે જડનો ભેગ જે જીવને થઈ ગયો છે તે બેને પણ આધ્યાત્મિક પ્રક્રિયાથી છૂટા પાડી શકાય છે. જીવે જીવભાવમાં ઠરવાનો અને જડ-પુલભાવને મારવાનું તપા તપવું પડે. અર્થાત્ ત્યાગ અને વૈરાગ્યથી પુદ્ગલભાવથી છૂટા પડીને જ્ઞાન અને ધ્યાનથી જીવભાવ (આત્મભાવ)માં કરવું પડે તો શિવ થવાય.
કંત વિણ ચઉગતિ, આણું માનું ફોક; ઉઘરાણી સિર ફિરક, નાણું તે જે રોક. મીઠડો...૩. જે લોકવ્યવહાર • ભાવ (આત્મા) વિહોણી જડ ક્રિયા કે જે ચેતનની મોજુદગી (મોહથી જુદા થઈને - પર થઈને હાજર રહેવું તેનું સાચું નામ મોજુદ હોવું છે અને એવી હાજરી એ જ યથાર્થ મોજુદગી છે) વિનાની છે, એવી નાથ ચેતન વિહોણી નારી ચેતનાને ચાર ગતિની ખાઈમાં ઉતારી દેતાં એ બેશરમાં લોકોને કોઈ લાજબાજ લાગતી નથી. એવાં ઘરાનાનો સંબંધ લઈને - આણું લઈને આવેલાને હું માન આપું (માનું) નહિ અને એવો સંબંધ બંધાયો હોય તો તેને પણ હું ફોક (રદ) ગણું (માનું). કહેવાનું તાત્પર્ય એ જ છે કે ઉપયોગ વિનાની ભાવહીન, ધ્યેયહીન, લક્ષહીન વ્યવહાર દિયા એ અનઅનુષ્ઠાન છે જે સર્ટિમપણે કરાયેલી દિયા હોવાથી નિષ્ફળ છે અને ચારગતિના ભવભ્રમણને વધારનારી છે.
આ ચરણનું વ્યવહારિક શાબ્દિક અર્થઘટન એ છે કે કંત-પતિ વિહોણું પત્નીનું ચારે કોર એકલાં એકલાં હરવું ફરવું - જવું આવવું બધું લજ્જાસ્પદ ફોકટ છે અને અટાણાનું અડવાણું છે.
એ ભાવવિહોણી દ્રવ્યક્રિયા ભવભ્રમણ અટકાવતી નથી તેથી તે અપેક્ષાએ એને નિષ્ફળ (ફોક) ગણાવી છે. પરંતુ એ કોરી દ્રવ્યક્રિયા પણ સારી - શુભક્રિયા છે અને તેનું પણ કંઈક ફળ છે. એ જે ફળ છે તે ભવિષ્યમાં મળનારું હોવાથી અને એ ઉધારીનો ધંધો - વાયદાનો વેપાર છે, માટે એમાં ઉઘરાણી
પોતાની જ ભૂલ દેખાય અને સામો નિર્દોષ દેખાય ત્યારે સમ્યકત્વ આવ્યું જાણવું.
Page #342
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૦
૨૮૫
કરવાનો વારો આવે છે. એ પ્રણયકર્મ ઉદયમાં આવે ત્યારે ખરું અને ત્યારે જ એનું ફળ મળે. ઉઘરાણી તો એવું છે ને કે એની પાછળ ફર ફર કરીએ - માંગ માંગ કરીએ ત્યારે મળે તો મળે, એટલે એને સિરડફરડ કહીને યોગીરાજજીએ ફરી ફરીને ચંપલ ઘસી નાખીને માથાનો દુ:ખાવો વહોરવા જેવો વેપાર કહ્યો. આપણે ત્યાં કહેવત પણ છે કે... ‘ઘંટી ઘાણી ને ઉઘરાણી એ ફરે તો રાણી નહિ તો ધૂળધાણી.” આવા વાયદે આવનારા નાણા ને નાણા ન કહેવાય. એ તો આવ્યા ત્યારે ખરા ! પાર્ટી ઊઠી જાય તો ભેગું આપણું ઉઠમણું થઈ જાય. ભરોસો રખાય નહિ. પુણ્યકર્મ પાપકર્મમાં સંક્રમી જઈ શકે છે.
ડાહ્યા માણસો રોકડાનો વેપાર કરવો જ પસંદ કરે. ચેતના જો સ્વામી ચેતનને સંગમાં રાખી એનું પડખે પડખું દાબીને જો વર્તે તો જ્ઞાનથી થતી જ્ઞાનદિયા - સ્વરૂપડિયા બને. એ ઉપયોગપૂર્વકની સ્વરૂપક્રિયાથી જે પ્રસન્નતા, શાંતતા, ઉપશાંતતા, પ્રફુલ્લિતતા, તાજગી વર્તાય અને કોઈની સાથે પણ ચડભડ કે અથડામણ થાય નહિ, તે ઉપરાંત આપણે સહુને અનુકૂળ વર્તીએ તેના પ્રત્યાઘાત રૂપે આપણને સાધનામાર્ગે વિકાસને અનુરૂપ સર્વ પ્રકારની સાનુકૂળતા સામેથી આવી મળે એ બધોય વેપાર રોકડાનો વેપાર છે. જેમાં નગદ નાણા મળે છે. મોક્ષ આજે અહીં આ ક્ષેત્રે આ કાળે મળી શકે એમ નથી. પણ મોક્ષ કરનાર સમકિત તો આજે અહીંજ મળી શકે એમ છે. એ સમકિતને મેળવવું અને મળ્યું હોય તો એને નિર્મળ બનાવી દઢીકરણ કરવું તે રોકડાનો વ્યાપાર છે જે કરી લેવા જેવો છે. એ નગદ નાણું જ સાથે લઈને જવા જેવું છે. એ નાણું સાથે હશે તો સદ્ગતિ નિશ્ચિત બનશે અને પાછી એ સદ્ગતિ સસ્વરૂપને આપનારી બનશે. કદાચને જો દુર્ગતિમાં જવું પડશે તો. દુર્ગતિ દુ:ખદાયી બનશે નહિ.
પૂર્વબદ્ધ નરકાયષ્ય હોવા છતાં શ્રેણિકે પ્રભુ વીરને પામીને આવો નગદ-રોકડાનો વ્યાપાર કર્યો. મગધના શિરતાજ હોવા છતાં તેની કિંમત કોડીની સમજી પ્રભુ વીરની વીતરાગતાને જ રાતદિ' પોતાના ચેતવ્યમય ઉપયોગમાં ઘૂંટી ઘૂંટીને આત્માને સાચા અર્થમાં ચેતન બનાવ્યો, તો ક્ષાયિક સમકિત પામ્યા. એટલું જ નહિ પણ જિનનામકર્મ - તીર્થંકરનામકર્મની નિકાચના કરી,
અર્થ અને કામને ધર્મથી નાથવાના છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૮૬
આનંદઘન પદ - ૪૦
જેના પ્રતાપે આજ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળના પહેલાં તીર્થકર પદ્મનાભસ્વામી થઈને લાખો જીવોના તારણહાર બનવાનું સૌભાગ્ય પામશે.
ચાર ચાર ઘોર હત્યાઓ કરી નરકના અતિથિ બની ચૂકેલા દઢપ્રહારીને પણ ભવિતવ્યતા સાનુકૂળ થતાં પોતાની જાત પ્રત્યે ધૃણા છુટી અને જંગલમાં જઈ મહાત્માનો ભેટો થતાં ચારિત્ર લીધા પછી આ નગદ નાણાનો રોકડાનો વ્યાપાર કરતાં આવડ્યો તો, તે જ નગરના દરવાજા આગળ ચારે આહારનો ત્યાગ કરી, ધ્યાનસ્થ દશામાં આત્મામાં સરી પડ્યા તો માત્ર છ મહિનાને અંતે તો કેવળજ્ઞાન લઈને બતાવ્યું. જગતના જીવોને એવો રાહ એમણે ચિંધી બતાવ્યો. કે હે ભવ્યાત્મન ! જો તું તારામાં જાગી જાય તો તારે અને મોક્ષને છેટું નથી.'
તે જ રીતે મહા નાસ્તિક અને સાધુ સંન્યાસી પ્રત્યે દ્વેષ ઓકતા પ્રદેશી રાજાને કેશી ગણધરનો યોગ થતાં રોકડાનો વ્યાપાર કરતાં આવડ્યું તો તેની પત્ની છઠ્ઠના પારણે ઝેર આપી ગળે અંગૂઠો દબાવી મારી નાંખ્યો તો પણ સમાધિમાં રહી વૈમાનિક દેવ થયો અને ત્યાંથી ચ્યવી મનુષ્યના ભવમાં આવી મોક્ષે જશે. .
આ મનુષ્યભવનું ટાણું એ નગદ નાણા રૂપ રોકડાનો વ્યાપાર કરવા માટે છે. એ જેને આવડી જાય તેની બલિહારી કોઈ ઓર જ છે. દેવો અને ઈન્દ્રો પણ તેના ઓવારણા - ભામણા લે છે. એ માટે પણ આપણા પૂર્વજોએ લાંબા લાંબા ઉપદેશના સાગર-સિંધુને બિંદુરૂપ બનાવી કહેવત આપી છે કે... “ગરથ ગાંછે અને વિદ્યા પાડે.”
અર્થાત્ આપણું નાણું આપણી ગાંઠ એટલે કે આપણા ધોતિયાની આંટીમાં કે પાટલૂનના વોચપોકેટમાં જ હોવું જોઈએ જેથી રાતવરત ક્યાંક અકસ્માતમાં, ટ્રાફિક જામમાં, પૂરસંકટ આદિમાં ફસાય ગયા હોઈએ તો દેશપરદેશમાં એ તત્કાલ કામમાં આવે અને કોઈ પાસે હાથ લંબાવવાનો કે કોઈની લાચારી કરવાનો વખત નહિ આવે. અંગ ઉપર આ દાગીના ધારણ કરવાનો જે ભારતીય રિવાજ છે, તેના મૂળમાં આ કહેવત છે. આપણા ઋષિમુનિઓ, પૂર્વજોએ જે પ્રણાલિકા પાડી છે અને કહેવતો રચી છે, તે સઘળું, આપણા સહુના હિતને
સમાધિની પરબ માંડી સમાધિપાન કરાવવા જેવું ઉત્તમ ધર્મકાર્ય કોઈ નથી.
Page #344
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૦
૨૮૭
લક્ષમાં રાખીને જ કર્યું છે.
જેમ ગરથ એટલે કે નાણું ગાંઠ હોવું જોઈએ એમ વિદ્યા પાડે એટલે કે જ્ઞાન પુસ્તકમાં નહિ પણ આપણા મુખે હોવું જોઈએ અર્થાત્ તે કંઠસ્થ અને હૃદયસ્થ હોવું જોઈએ જેથી કરાતી બધી ક્રિયામાં એ જ્ઞાન હાજર રહી જ્ઞાનક્રિયા - સ્વરૂપક્રિયા કરાવે. કયાંય વિવેક ચૂકાય નહિ તેની તકેદારી રહે.
આ જ વાતને આત્માના સંબંધે આધ્યાત્મિક રીતે વિચારીએ તો આત્માનું જે આત્મઘન છે તે તેનું પોતાનું માલિકીનું પોતીકું છે અને વળી તે પોતાની પાસે જ છે. એ તો ઘરમાં જ દટાયેલું ગુપ્ત ધન નહિ પણ ગુપ્ત ખજાનો છે, જે ખર્ચે ખૂટે એમ નથી. આવશ્યકતા એ દટાયેલા ખજાનાનું ભાન થવાની છે અને ખુદમાંથી ખોદીને પ્રગટ કરવાની છે. એ તો આત્મવૈભવ - ખુદાઈ છે. એની કોઈ પાસે ઉઘરાણી કરવાની હોતી નથી કારણ કે એ તો પોતાનું પોતાની પાસે જ છે. ઉઘરાણી કરવાથી - માંગવાથી એવી ખુદાઈ - આત્મિક સંપત્તિ મળી જાય તેવી માન્યતા રાખવી એ પણ મુર્ખાઈ છે અને પ્રમાદ છે. હા ! જ્ઞાની સદ્ગુરૂ ભગવંતો એ ખજાનાની ઓળખ કરાવે અને એંધાણી આપે કે કયાં દટાયો છે. એ ખુદમાં દટાયેલી ખદની ખુદાઈ તો આપણે સ્વયં ખોવાનો પરષાર્થ કરીએ તો જ મળે (પ્રગટે) એમ છે અને ભોગવાય એમ છે.
કંત વિના મતિ મારી, અહવાડાની બોક;
ઘોક છું આનન્દઘન, અવરને ટોક. મીઠડો.૪. જેમ ઢોરને પાણી પીવાના હવાડા (અહવાડા)નું પાણી એ બહારથી લાવીને ભરેલું હોય છે અને પાછું હવાડાની બોક એટલે કે બાકા-ફાકા-સાંધાઓમાંથી - ખાળમાંથી ગળી (વહી) જનારું હોય છે, એમ જે જ્ઞાન જ્ઞાનમાં (આત્મામાં)થી સીધું પ્રત્યક્ષ ઉદ્ભવતું નથી અર્થાત્ જે સ્વયંસ્કુરિતા જ્ઞાન નથી, એવું કંત-નાથ ચેતન વિનાનું ચેતનાનું મતિજ્ઞાન એટલે કે બુદ્ધિ એ હવાડાના બહારથી લાવી ભરેલાં પાણી જેવી છે, જે પાછી વિચારોના વમળમાં, વિચારોના તરંગમાં, વિકલ્પોના વહેણમાં વહી જનાર ઝરી જનાર છે. કહેવત છે કે “કુવામાં હોય તો હવાડામાં આવે” કૂવામાં પાણીની ભરણી નહિ
જ્યાં પરમાત્મા છે ત્યાં તું તેને શોધ.
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૮૮
આનંદઘન પદ - ૪૦
હોય પણ પાતાળ ઝરણામાંથી ફૂટતી સરવાણી હોય, જે કુવાને છલોછલ ભરેલો જ રાખતી હોય અને એ કૂવાના પાણીને વહી જવાનો કે ખાલી થઈ જવાની કોઈ સંભાવના જ નહિ. મુંબઈગરાને સેંકડો વર્ષોથી પાણી આપતો પારસીકૂવો આજે ય ચર્ચગેટ ઉપર મોજુદ છે જેની પારસીઓ દ્વારા પૂજા થાય છે.
કહેવાનું તાત્પર્ય - લક્ષ્યાર્થ એ છે કે કંત - શુદ્ધાત્મા - શુદ્ધ ચેતનનું જે શાન છે, તે વિચારોના વમળમાં ઘુમાવે નહિ અને વિકલ્પોમાં વહી નહિ જાય, એવું નિર્વિકલ્પ વીતરાગ કેવળજ્ઞાન છે, જે સર્વનું જ્ઞાન હોઈ સર્વજ્ઞાતા છે. એ પરિપૂર્ણ એવું પૂર્ણ જ્ઞાન છે. એમાં વિચારવાપણું, પૂછવાપણું કે ચોપડા ઉથલાવવાપણું નથી. એ સ્વયંની વહેતી સરવાણીરૂપ સહજવાણી - સહજજ્ઞાન છે. એની સામે મતિજ્ઞાન નવપૂર્વ કે ચૌદપૂર્વ સુધી પણ વિકસિત થયેલું હોય કે આજના કાળમાં ૪૫ આગમનું જ્ઞાન હોય તો પણ તે ખાબોચિયા - હવાડા જેવું અનતમાં ભાગનું જ્ઞાન છે.
શુદ્ધાત્મસ્વરૂપ મારા કંત-ચેતનસ્વામીથી વિખૂટી પડી ગયેલી મારી ચેતનાની મત મારી ગઈ છે તેથી જ હું મારી જાતને અધુરી, અપૂર્ણ, દોષિત જોવાને બદલે અન્યને દોષિત જોઈને અવરને - બીજાને ટોક્યા (વઢ્યા - ટપાર્યા કરું છું. એ તો મારી જાતને છેતરવાનું - આત્મવંચનાનું ઘોર પાપ છે. માટે હું ચેતના મારા આનન્દઘન એવાં સ્વામી ચેતનને ધોક એટલે પોકાર પાડી પાડીને (૬ - દઈ દઈને) કહું છું કે હવે તો આવો અને મને તમે પૂરો પૂરો તમારામાં સમાવી લઈને મુજ પામરને પણ પરમ બનાવી દ્યો !
પદનો બોધ એ છે કે ઉપયોગ વિનાની ગતાનુગતિકપણે યાંત્રિક રીતે કરાતી કોરી વ્યવહારક્રિયા એ શુભક્રિયા છે તેથી તે પુણયની વાયદાની પરલોક સુધારનારી ક્રિયા છે, પરંતુ તે આલોક, પરલોક એમ ઉભય લોક સુધારી પરમલોક (પરમપદ - સિદ્ધપદ - સિદ્ધલોક) ને આપનારી, શુદ્ધ બનાવનારી પારમાર્થિક શુદ્ધ ક્રિયા એટલે કે તહેતુ કે અમૃતાનુષ્ઠાન નથી, ( “જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે;
લેયા શુદ્ધ અલંક - મોહ વને નવિ ભમતો રે.”
જ્યાં સુધી નજર દેહ ઉપર છે ત્યાં સુધી સંસાર છે.
Page #346
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૦
૨૮૯
- પ્રકૃતિના તત્ત્વો પતિ-પત્નીના સંબંધોમાંથી અધ્યાત્મ તારવવાની અને આધ્યાત્મને નિખારવાની ક્રિયાને પદોમાં ગૂંથી લઈને યોગીરાજે જગતને જે અમુલ્ય વારસો આપ્યો છે તેનો ઉપકાર કોઈ રીતે વાળી શકાય તેમ નથી.
જગતના જીવો અથાગ પ્રયત્નના અંતે પણ વિનાશી એવા ધન વિગેરેનું દાન પણ જગતને કરી શકતા નથી. જયારે આવા મહાપુરુષો રમત રમતમાં અધ્યાત્મ જેવી મહામૂલી જણસનું દાન કરી શકે છે એ એમના જીવનની સર્વોપરિતા છે અને જીવન સાફલ્ય છે જે એમની નિકટ મુકિતગામિતાને સૂચવે છે.
નગદ નાણા રોકડાનો વ્યાપાર એટલે જ ધ્યાનસાધના. સાધનામાં નિયમિતતા અને સાતત્યતાની અત્યંત આવશ્યકતા રહે છે. તેમાં અંતરે પડવું નહિ જોઈએ. અંતર પડવાથી અનુસંધાન તૂટી જાય છે. આ માટે એક આત્મદર્શી પુરુષ 7-1=0 નું સમીકરણ આપે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અઠવાડિયામાં છ દિવસ સાધના કરો પણ જો એક દિવસનો ખાડો પાડો તો તેનું પરિણામ શૂન્ચ આવે. ટૂંકમાં, પ્રભુ વીરનો ઉપદેશ “સમય” ગોયમ મા પમાયએ” કહો કે 7-1=0 નું સમીકરણ નજરમાં રાખો બંને એક જ છે. ડ્રાઈવરનું એક સેકન્ડનું ઝોકું અકસ્માત સર્જી શકે છે.
ધર્મયી યંબી તરફડી રહ્યું છે કેમકે એની | આધ્યાત્મિકતા અને નૈતિકતારૂયી લાંબો કરી લાંબવામાં આવી છે. ધાર્મિકતા છે યહા ખેલા યાયામાં ૌતિકતા નથી એવા યાતરમાં આધ્યાત્મિકતા નથી.
અનંતકાળની સંસારની ભટકણે આત્માના મોક્ષની અટકણ કરી છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૯૦
પદ
४१
(૨ાગ - માધુ)
पिया बीनु शुद्ध बुद्ध भूली हो ।
आंख लगाइ दुःखद महेलके जरुखे झूलीहो ||
हसती तबहुं बिरानियां, देखी तनमन छीज्यो हो । समजी तब एती कही, कोइ नेह न कीज्यो हो ॥
प्रीतम प्राणपति बिना प्रिया कैसें जीवे हो । प्रान पवन विरहादशा भुयंगम पीवे हो । शीतल पंखा कुमकुमा, चंदन कहा लावे हो ? अनल न विरहीनल पैरे, तनताप बढावे हो ॥ फागुनचाचर इकनिशा होरी सिरगानी हो ।
मेरे मन सब दिन जरे, तन खाख उडानी हो ॥
આનંદઘન પદ ૪૧
.
પિયા. ॥૧॥
પિયા. રા
પિયા. રૂા
વિયા. ॥૪॥
પિયા. IIII
समता महेल बिराजहे, वाणीरस रेजाहो ।
વૃત્તિ - બાપ માનન્વયન પ્રમુ, પેસે નિવુર ન વ્હેનાહો । પિયા. ॥૬॥
સંસારીઓના મનમાં સંસારની જે છબી અંકિત થયેલી છે, તે જ સંસારીઓને સમજમાં આવતી છબીના માધ્યમથી યોગીરાજજી આ પદ દ્વારા ચેતન વિહોણી ચેતનાની વિરહિણીની હાલત વર્ણવતા, ચેતનાનો ચેતનને મળવા માટેનો તલસાટ - ઝુરાપો કેવો છે તેને અભિવ્યકત કરે છે.
નાથ વિનાની નારીની જે બેહાલી હોય છે અને એ વિરહિણીની જે અવહેલના થાય છે તેવી જ કરુણ દયાજનક હાલત ચેતના-સમતાની એના પ્રિતમ શુદ્ધચેતના વિના થાય છે. લગ્નના માંડવેથી પાછા ફરી ગયેલા નેમજીથી તરછોડાયેલી તદ્ભવ મુતિગામી સતી રાજુલના પણ કેવાં હાલહવાલ થયાં હતાં એ તો આપણને સહુને વિદિત છે. રાજુલ જેવાં રાજુલજીને પણ મમતાએ
ભૂલ કરીશ પણ ભૂલને ઢાંકીશ તો નહિ જ !
Page #348
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૪૧
-
૨૯૧
આર્તધ્યાનમાં ચઢાવી મુંઝવી માર્યા હતાં. પરંતુ રાજુલજીની જાગૃતિ અકબંધ હતી તો આર્તધ્યાનમાંથી પાછા વળી ધર્મધ્યાનમાં ચઢી શુકલધ્યાનના શિખરે હોંચી પ્રબળ પુરુષાર્થ કરી પરમપદ - મોક્ષને પામ્યા. યોગીરાજજી આનંદઘનજીની ચેતના સમતા સતી રાજુલના જેવી ઉચ્ચકક્ષાની કદાચ ન હોય એ સંભવે પણ એમનો પુરુષાર્થ તો પ્રબળ હતો, જે આ પદમાં અભિવ્યકત થાય છે. પિયા બીનુ શુદ્ધ બુદ્ધ ભૂલી હો,
આંખ લગાઈ દુ:ખદ મહેલ કે ઝરુખે ઝૂલી હો... પિયા...૧.
પોતાના પ્રિય પ્રાણનાથ એવાં શુદ્ધ ચેતનથી વિખૂટી પડી ગયેલી પિયા શુદ્ધચેતન વિના (બીનુ) એ ચેતના એના તનની સ્ફૂર્તિ અને મનની સ્થિરતા-સ્વસ્થતા ખોઈ બેઠી છે. (ભૂલી હો..) અર્થાત્ ચેતનના વિરહમાં ચેતના એના શાનભાન - જાગૃતિ ખોઈ બેઠી છે.
આવી દુ:ખદ હાલતમાં પણ હું મારા પિયુના આગમનની રાહ જોતી મીટ માંડીને બેઠી હતી ત્યાં જરા આંખ લાગી ગઈ અને એક ઝોકું આવી ગયું (નીંદરમાં સરી પડી) અને દુ:ખના મહેલમાં પણ ઝરુખે ઝૂલતી ‘હોઉં એમ સ્વપ્નમાં સરી પડી.
દિવસ દરમિયાન જેવું વિચારોનું વહેણ હોય તેને અનુરૂપ સ્વપ્નો રાત્રે નિદ્રા દરમિયાનની સ્વપ્નાવસ્થામાં દૃશ્યમાન થતાં હોય છે. સાધકને સતત સ્વરૂપરમણતાની જ લગની લાગી હોય છે અને તેથી એની જ ધૂન મન ઉપર સવાર થઈ હોય છે કે કયારે મુજ ચેતના (સમતા)ની પિયુ ચેતન સાથે અભેદતા સર્જાશે ? સ્વપ્નમાં સરી પડેલી ચેતનાને સ્વપ્નમાં પણ કેવી દુઃખદ સ્થિતિને અને કેવાં ઝુરણને અનુભવે છે એની વાત હવે પછીના ચરણમાં છે.
પદના આ પ્રથમ ચરણનું આધ્યાત્મિક અર્થઘટન એ છે કે.... હું ચેતના મારા શુદ્ધ ચેતન શુદ્ધાત્મા શુદ્ધ ઉપયોગથી વિખૂટી પડી જઈ આ જડ મન, વચન, કાયાની સાથે ભળવાથી મિશ્રરૂપ બનવાના કારણે હું મારા શુદ્ધ બુદ્ધપણાને વિસરી (ભૂલી) ગઈ કે જે વાસ્તવિક મારું ચેતનાનું મારાપણું હતું. આજે જડજોગે પણ જે ચેતના છે તે પણ એ શુદ્ધ ચેતનની જ જડજોગે અશુદ્ધ
અંદરનું તત્ત્વ ટીમ્બર પકડાઈ જાય તો બહારનું તત્ત્વ માટી જણાઈ જાય.
-
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૯૨
આનંદઘન પદ - ૪૧
(વિકૃત) થયેલ સુવાસ ખોઈ બેઠેલી ચેતના છે. ખરેખર તો હું શુદ્ધ સ્વરૂપમાં તો બુદ્ધ જ છું પરંતુ શુદ્ધતા ખોવાઈ ગઈ છે, તેથી બુદ્ધતા મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર સ્વરૂપે અંત:કરણરૂપ બની છે. મારી અશુદ્ધિમાં મારા બહારના પૂલ કરણો (સાધનો) જે બહિષ્કરણ છે તે સ્થૂલ દેહ (કાયા) અને ઈન્દ્રિયો છે તો અંદરના કરણો (સાધનો) અંતષ્કરણ છે જે સૂક્ષ્મ છે અને તે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે.
પરમાં જવાના કારણે મારું સ્વરૂપ પરરૂપ થવાથી સુરૂપ મટી કુરૂપ થયું છે. મન કુમન થયું છે, બુદ્ધિ કુબુદ્ધિ થઈ છે, ચિત્ત ચગડોળે ચડી ડામાડોળ થયું છે અને જ્યાં હું નથી, જે મારું નથી અને જેનો હું કર્તા નથી ત્યાં હું પણું, મારાપણું કરું છું અને કર્તાપણું દાનવું છું, એ મારો અહંકાર છે. અર્થાત્ અવર (૫૨)માં હુંકાર છે, કે જે અવળો હુંકાર છે.
આવા સ્વઘર - સ્વદેશ - સ્વરાજ છોડી, પરઘેર - પરદેશ ગયેલાં પિયુ પાછા ક્યારે ફરે તેની મીટ માંડી (આંખ લગાવી)ને મનના ગોખે (ઝરુખે) એની વાટ જોતી એને અંગે સારા ખોટા વિચાર કરતી વિરહાગ્નિમાં જલતી, આવશે • નહિ આવશે કરતી ઝોલા (ગૂલી) ખાઈ રહી છું.
હસતી તબહું બિરાનિયાં, દેખી તન મન છીયા હો; સમજી તબ એતી કહી, કોઈ નેહ ન કીયો હો. પિયા...૨.
જ્યારે હું અણસમજુ અજ્ઞાન હતી ત્યારે આવી પતિ વિયોગીની બિરાનિયાં - વિરહાણીયાઓને પતિ વિરહમાં રડતી જોઈ હસતી હતી. કારણ કે ત્યારે મને વિરહની વેદનાનું ભાન નહોતું. એ તો એવું છે કે વિધવાનું દુ:ખ સધવા જાણે નહિ અને પ્રસુતિની પીડાને વાંઝણી જાણે નહિ. કહ્યું છે કે ઘાયલકી ગતા ઘાયલ હી જાને. હવે આજે વિરહિણી થતાં મને એ વિરહની વેદનામાં કેવાં તન-મન છેદાઈ-ભેદાઈ (છીયા) જતાં હોય છે અને તડફડતા હોય છે તે દેખી અનુભવીને એ વેદના સમજાઈ છે ત્યારે (તબ) એટલું (એની) કહું છું કે કોઈ સ્વદેશ - સ્વઘર છોડીને પરદેશગમન કરનાર પરદેશી સાથે પ્રીત (નેહ) કરશો
નહિ..
જ્ઞાની ઉપયોગનો સદુપયોગ કરી સંસારમાંથી છૂટે છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૪૧
-
પ્રથમ ચરણના અનુસંધાનમાં અર્થઘટન કરીએ તો સ્વપ્નમાં સરી પડેલી ચેતનાને ભયાનક ઘનઘોર કાળી અંધિયારી રાત્રિમાં ચારે બાજુથી સિંહ, વાદ્ય, વરુ, ચિત્તા, સર્પ જેવાં ક્રૂર હિંસક પ્રાણીઓથી ઘેરાઈ ગયેલી હોઉં અને ફાડી ખાવા ત્રાડ નાંખી જાણે અટ્ટાહાસ્ય કરતાં હોય એવાં બિહામણા દૃશ્યો દેખાવાથી તન મન છેદાય - કોરાય જતાં હોય તેવી કારમી વેદના અનુભવાય છે. પૂર્વે જે રાગદ્વેષ સેવ્યા છે અને એના કારણે ચઉગતિના ભવભ્રમણ દરમિયાન જે કારમા દુ:ખ વેઠ્યા છે તે સ્વપ્નમાં દૃશ્યમાન થઈ સંકેત આપી રહ્યાં છે કે હજુય આવા દારુણ દુ:ખ વેઠવા હોય, તો રાગ-દ્વેષના રવાડે ચડજે. આ બધાં દુ:ખનું મૂળ, બંધનનું કારણ રાગદ્વેષ છે; એ સત્ય સમજાયા પછી, ચેતના કહે છે કે આ કાયા ઉપર સ્નેહરાગ ક્યારેય કરવા જેવો નથી. જેમ લોઢાના સંગથી અગ્નિને પણ ઘણના ઘા ખાવાનો વારો આવે છે એમ કાચાનાં સંગથી અને કાચાની માયા રાખવાથી આ દુ:ખો વેઠવા પડે છે. આ કાયાની માયામમતા મારા સ્વામીએ છોડી દીધી હોત તો હું ચેતના મારા ચેતનથી અભેદ બની મુકત થઈ સ્વધામમાં સિદ્ધશિલા ઉપર લોકાગ્રશિખરે બિરાજમાન થઈ હોત અને મારે આ દુ:ખના દિવસો જોવાના આવ્યા ન હોત. પરંતુ મારા સ્વામીએ કાયાનો સંગ કર્યો તે કારણે મોહ-માયા-મમતા ઊભા થયાં અને દુ:ખ વેઠવાનો વારો આવ્યો. હવે જો સ્વામી ચેતન આ કાયાની માયા છોડી વીતરાગ થાય, તો મુજ ચેતનાનો સ્વામી ચેતનથી સમાગમ થાય અને દેહાતીત બની ચેતન સાથે તેરમા સયોગી કેવલિ ગુણસ્થાનકે અભેદ વર્તના થાય, જેના ફલસ્વરૂપ દેહ પુદ્ગલ પરમાણુ પણ મિશ્રસા મટી વિશ્વસા થાય. સ્કંધ્ય મટી વંદ્ય બને.
૨૯૩
પ્રીતમ પ્રાણપતિ બિના પ્રિયા કૈસે જીવે હો; પ્રાન પવન વિરહાદશા ભુયંગમ પીવે હો. પિયા...૩.
દશ પ્રાણોની ગતિ જે પ્રાણપ્યારા પ્રાણપતિ ચેતનને આધારે જ ટકી રહેલી છે, તેને હે સ્વામી ચેતન ! તારી આ પ્રિયા ચેતના કેમ કરી ટકાવી શકે
જીવંત રાખી શકે ? મારી અશુદ્ધ મતિ અને ગતિ પણ હે પ્રાણનાથ ચેતન ! તું મહીં એ અશુદ્ધિને જોનારો અને જાણનારો શુદ્ધ ચેતન માહ્યલો હાજર છે તેના જ કારણે છે. અરે ! આ વળગેલા મન, વચન, કાયાની પણ બધી
ઉપયોગને ઉપયોગમાં ઢાળવો તે ઉપયોગનો સદુપયોગ છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૯૪
આનંદઘન પદ - ૪૧
ગતિવિધિ તારા જ કારણે - તારા જ અસ્તિત્વથી છે. તારા વિનાનું અમારું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ જ નથી. તું જીવથી અમારું જીવન છે. હે પ્રીતમ પ્રાણપતિ તારા વિના તારી પ્રિયા પ્રાણહીન મુડદાલ છે. કવિ મહા મહોપાધ્યાયજી યશોવિજયજીએ પણ ગાયું છે કે
તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક યશ કહે માહરે, તું જીવજીવન આધારો રે. ગિરૂઆ રે..
ભયાનક મોટો ભૂયંગમ એટલે સર્ષ કે અજગર જે વાયુભક્ષી છે એ મારી પતિવિહોણી વિરહા દશામાં અસુરક્ષિત જાણીને મારા પ્રાણ રૂપી પવનનું પાન કરી રહ્યો હોય અર્થાત્ ભયંકર કોટિનો કાળોતરો સર્પ જાણે મારા પ્રાણનો નાશ કરવા મારી સામે ધસમસતો આવી રહ્યો છે એવું દશ્ય સ્વપ્નમાં જોઈ છળી મરું છું !
આત્મા જ્યારે વિશુદ્ધિના માર્ગે આગળ વધે છે ત્યારે અંદરમાં ઘરબાયેલા પડેલા જુગ જુગ જુના સંસ્કારોનું નિમૂર્ધન થાય તે માટે તે વિસ્ફોટિત થાય છે અને સાધક આત્માને ભય પમાડે છે. એ આવે છે તે આત્મપ્રદેશેથી ચાલ્યા જવા માટે જ આવે છે. એ સાધનાની જ એક ધ્રુજાવી નાખનારી પ્રક્રિયા છે. આવા દશ્યો કાચાપોચા સાધકને તો ડરાવી મારી સાધનાના માર્ગેથી પાછા વાળી દેનારા હોય છે. આવા ભયંકર માનસિક ઉપસર્ગોની વચ્ચે પણ જે ટકી રહે છે તે નીડર નિશ્ચલ સાધક જ સાધનાના માર્ગે આગળ વધી શકે છે. આગળ વધવામાં અવરોધરૂપ, બાધાજનક આવી પ્રતિકૂળ કે અનુકૂળ કસોટીઓ, માયા-મમતા-મોહ પૂર્વ સંસ્કારને અનુસરીને અજાગૃતદશામાં કરે છે
યોગીરાજનું કહેવાનું તાત્પર્ય એ છે કે મંઝીલ સુધી પહોંચવાનો સાધનાનો માર્ગ સરળ નથી પણ અત્યંત વિકટ છે. એ માર્ગે અનુભવી જ્ઞાની સરુનું માર્ગદર્શન મળતું રહે તો જ સાધક આગળ વધતો રહે છે અને મંઝીલ સુધી હોંચી શકે છે. બાકી તો ભલભલાના હાંજા ગગડી જાય એમ છે. આ સ્થિતિ છે કે જ્યારે પ્રાણ શોષાતા, ચેતના જાણે હણાઈ જતી હોય અને શુદ્ધબુદ્ધ ચાલી ગઈ હોય એવી દશા થતી હોય છે. હરાય જતાં આ દશ પ્રાણનું ગુરૂનિશ્રામાં
માનવભવને પામીને દિવ્ય વિચારસરણીથી દિવ્યજીવન જીવવાનું છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૧
૨૯૫
-
-
દશ પ્રકારના યતિધર્મના પાલનથી જ રક્ષણ થઈ શકતું હોય છે.
શીતલ પંખા કુમકુમા, ચંદન કહા લાવે હો ? અનલ ન વિરહાનલ પેરે, તનતાપ બઢાવે હો. પિયા...૪.
ગુલાબજલ આદિ શીતલ પદાર્થો, પંખા, કુમકુમાં એટલે કે કપૂર, બરાસ, ચંદન આદિ શાતાજનક પદાર્થો સખી તું શા માટે લાવે છે ? આ કાંઈ દેહનો દાહ (અનલ) - બળતરા નથી. આ તો અંતરનો દાહ - વિરહાનલ પસર્યો (પેરે) - વ્યાપ્યો છે. તારા લાવેલ બાહ્ય શીતોપચાર એ આંતરદાહને ઠારવાનું નહિ પણ ભડકાવવાનું (તનતાપબઢાવે) કામ કરશે.
પદના આ ચોથા ચરણમાં શબ્દાર્થમાંથી લક્ષ્યાર્થ તારવીએ. આત્મયોગી સાધક આત્મા મુનિ બનીને અસંગ – એકાન્ત - મનની સાધના માટે નિર્જના વનવગડામાં, સ્મશાનભૂમિમાં, ખંડિયેર અવાવરુ સ્થાનોમાં, ગુફાઓમાં, પર્વતના શિખર ઉપર કે ગિરિકંદરામાં, કોતરોમાં, ખીણોમાં આશ્રય લે છે. આ પ્રકારની સાધના દ્વારા ભયસંજ્ઞા ઉપર વિજય મેળવી નિર્ભય બની સાધનામાર્ગે આગળ વધે છે. આવા સમયે વાયુના વીંઝણા, શીતળ સુગંધી ચંદન, બરાસ, કપૂર આદિના ગુલાબજલ મિશ્રિત વિલેપનાદિ સમતાની સાધનાને ખોરંભે ચડાવી મમતાની પુષ્ટિ કરી, સંયમથી પતિત કરનાર અનુકૂળ ઉપસર્ગરૂપ નિવડે છે.
સાધકે સાબદા બની આવા અનુકૂળ, ઉપસર્ગોથી દૂર રહેવા જેવું છે અને આવી • પડે તો જાગૃત રહી અલિપ્ત રહેવા જેવું છે.
જેમ સમુદ્રના પાણીના પેટાળમાં પ્રજવલતો અનલ - વડવાનલ પાણીનું શોષણ કરે છે, એની ખબર શુદ્ધા પડતી નથી, તેમ અજ્ઞાની જીવોના ભાવપ્રાણોનું શોષણ - હનન પળે પળે મમતા કે રાગ કરી રહેલ છે તેની ભણક પણ આવતી નથી. જીવ શીતલ પદાર્થો આદિથી શાતા - અનુકૂળતા માટે તરસ્યો બન્યો દોટ લગાવે છે પણ એને ખબર પણ પડતી નથી કે આનાથી તો હું મારા મોહ-માયા-મમતા-રાગને જ પુષ્ટ કરું છું. શરીરને - કાયાને બહારથી ટાઢક હોંચતી જણાય છે પણ અંતરદાહ - રાગ તો વધતો જ જાય છે. અર્થાત્ તનતાપ શમતો નથી પણ વધતો જ જાય છે. મતલબ કે ભવભ્રમણ ચાલુ
ધર્મ કરવો એટલે ચોવિસે કલાક ભેદધ્યાનમાં રહેવું.
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૯૬
આનંદઘન પદ - ૪૧
રહેતાં ભવરોગ - ભવદુઃખ દૂર નથી થતાં પણ ફરી ફરી દેહ ધારણ કરવાં પડે છે તે તનતાપ વધારવા બરોબર છે.
આંતરદાહને ઠારવા બાહ્ય શીતોપચાર કામ લાગતા નથી એમ અંતરક્રિયા વિનાની માત્ર કોરી બાહ્ય વ્યવહારક્રિયાથી આત્મદાહ આત્મરોગનું શમન થાય એમ નથી. સતયુગના ચોથા આરાના લોકોની વાત જુદી હતી. એ ઋજુ, પ્રાજ્ઞ સરળ, નિખાલસ, નિર્દભ, નિષ્કપટી હોવાથી તેઓમાં મન-વચન-કાયયોગા અથવા વિચાર વાણી વર્તનના પ્રવર્તનમાં એકાત્મતા હતી. એટલે જ થોડા પણ શ્રવણ સત્સંગથી અકલ્પનીય મહાલાભને પામતા હતાં. વર્તમાનના આ પાંચમા આરાના હુંડા અવસર્પિણિના હળાહળ કળિયુગમાં કે જ્યાં વિચાર વાણી વર્તનમાં એકાત્મતા નથી, લોકો જડ (અજ્ઞાન), વક્ર, કુટિલ, કપટી, દંભી, માયાવી, દુબુદ્ધિવાળા છે તેથી ઘણું બધું ઘણે બધેથી સાંભળવા છતાં અને ઘણું ઘણું કરવા છતાં સાંભળેલું અને આદરેલું મોટા ભાગનાને જોઈએ એવું પરિણામદાયી બનતું નથી. કારણ કે એવાં તો જડ કે વક્ર છે કે સવળું પણ અવળું સમજે છે. કહીએ એક, સાંભળે સમજે બીજું અને આદરે ત્રીજું જ. દવા હોય ચોપડવાની પણ એ પી જાય. ઋજુ અને પ્રાણ બની નિશ્ચયપૂર્વકનો વ્યવહાર કરશે તો , તરશે. નિચ્ચયપૂર્વકનો વ્યવહાર એટલે વ્યવહાર, વ્યવહાર રૂપ જ કરશે અને આત્માને આત્મામાં રાખી એ વ્યવહારમાં ભળશે નહિ, તો જ વ્યવહાર એ વ્યવહાર બનશે અને નિશ્ચય એ નિશ્ચય રહેશે અને તો જ નિશ્ચિંત બનાશે.
ફાગુનચાચર ઈકનિશા હોરી સિરગાની હો; મેરે મન સબ દિન જરે, તન ખાખ ઉડાની હો. પિયા.૫.
ફાગણ માસની પૂનમની રાતે હોળી ખેલનારા ઘેરૈયાઓ હોળી સળગાવે છે અને પછી એ હોળીની રાખને પવિત્ર ગણી પોતાના અંગ ઉપર લગાડે છે. પરંતુ મારા હૈયે તો દરરોજની હોળી સળગ્યા કરે છે, જે શરીરને રાખ કરી ઉડાવી દે છે. પદના આ પાંચમાં ચરણના શબ્દાર્થનો લક્ષ્યાર્થ એ છે કે તમે ચાચર એટલે ઘેરૈયા લોકો તો વસંતઋતુની ફાગણ સુદ પૂનમની જ એક રાતા પૂરતી દુષ્ટતત્વો - દુષ્ટકર્મોની હોળી કરી એ કર્મને બાળીને રાખ કરી નાખવા
ચેતન ભાવ કે અભાવ સ્વરૂપ નથી પણ સ્વભાવ સ્વરૂપ છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૧
પ્રતીકરૂપ એને ઉડાડો છો કે અંગે લગાવો છો. પરંતુ હું પતિ ચેતનની વિયોગીની તો મારા ચેતનનું જ - શુદ્ધાત્માનું રટણ કરતી ધ્યાનાગ્નિને રોજેરોજ જલાવી (જરે) મારા કર્મોની રાખ કરી રહી છું, જેમાં નોકર્મરૂપી આ મારા તન-શરીરની પણ દેહભાવ છોડવા રૂપ રાખ કરું છું. આમ પણ સાધનાના અધ્યાત્મમાર્ગમાં સાધ્યની સિદ્ધિ થતાં અર્થાત્ મારું ચેતનાનું મારા ચેતનથી અભેદ સંધાતા ઉપકરણ છૂટી જનાર છે, કરણ (શરીર)ની રાખ થનાર છે અને અંત:કરણ ચેતનમય પરમાત્માસ્વરૂપ બની જનાર છે. યોગીરાજ કહે છે કે જેવું મારા ચૈતન્ય સ્વામીનું રૂપ છે, તેવું જ સમાનરૂપ બનાવવા એટલે કે સમરૂપ થવાં અર્થાત મારા પર્યાયને, એ જેના આધારે છે તે શુદ્ધદ્રવ્ય - શુદ્ધાત્મા જેવી શુદ્ધ-નિર્મળ બનાવવા, હું ચેતના મારા ચેતનનું ધ્યાન ધરતી સમત્વયોગમાં રહું છું.
સમતા મહેલ બિરાજહે, વાણીરસ જાહો; બલિ-આઉ આનન્દઘન પ્રભુ, ઐસે નિહુર હૈજા હે. પિયા..૬.
હે આનન્દનાઘન ચેતવ્યપ્રભુ આવા નિષ્ફર ન થતાં જો તમે એ નિષ્ફરતાને વહાવી દઈ મારા ચેતનાના સમતા મહેલમાં પધારી ત્યાં બિરાજમાન - સ્થિર થઈને આપની આત્મામૃતરૂપ વાણીરસ રેલાઓ (રજાહો) - વહાવો તે માટે મારે જે બલિદાન આપવા પડે, ત્યાગ કરવો પડે અને જે કાંઈ સહન કરવું પડે તે કરવા હું તમારી ચેતના - તમારી સમતા તૈયાર છું!
કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા અનંત ગુણધામ છે. એ કોઈ રાજાના રાજમહેલ જેવો ભવ્ય, દિવ્ય, રમ્ય, સત્યમ શિવમ સુંદરમ્ સ્વરૂપ છે. પરંતુ એ માટે સ્વામી ચેતને પોતાની સમતા-ચેતના પ્રતિની નિષ્ફરતા-કઠોરતાવિમુખતાને વહાવી (ત્યાગી) દેવી પડે. નિકુર છે તે નઠારા છે કારણ કે તે પોતે કરતા નથી અને અન્યને ઠારતા પણ નથી. રેલો હોય તે માટે અને બળેલો હોય તે બાળે. પોતાને આનન્દઘન સ્વરૂપ તરીકે ઓળખવો પડે એટલે કે એની પ્રતીતિ - અનુભૂતિ કરવી પડે. એ માટે મમતાના કુસંગથી પેદા થયેલા કટુ વાણી, વિચાર, વર્તનના કુછંદો - કુસંસ્કારો છોડવા પડે. જાત પ્રત્યેની નઠોરતા અને કઠોરતા રૂપ અવગણાને ત્યાગીને જાતની ઓળખ કરી મૃદુતા, મુલાયમતા, સમરસતા, વિશાળતા, વીતરાગતા કેળવવા પડે. એ માટે સ્વ પ્રતિ.
ચેતન એના સ્વાતંત્ર્યને ઝંખતો નથી કારણકે પારdવ્ય એને ખટકતું નથી.
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૯૮
આનંદઘન પદ - ૪૧
- સ્વપક્ષે સમતા અને સહનશીલતા રાખી પરપક્ષે ક્ષમાના ભાવ રાખવા પડશે. વિષય અને કષાયને હોમી દેવા પડશે એટલે કે એનો બલિ ચડાવવો પડશે.
આમ જે મમતા પ્રત્યે કઠોર થઈ એનો બલિ આપીને સમતાના મહેલમાં પધારો અને એના સંગમાં વિકરશો તો સ્વરસતા એટલે સરસતા રેલાવશો અર્થાત્ વાણીની સહજતાને પામશો, દેહાલચ શિવાલય બની જશે, અને નિર્વિકલ્પ બની નિશ્ચય બની નિશ્ચય (આત્મા)ના મહેલમાં મહાલશો.
પદનો બોધ એ છે કે મમતાના સંગમાં આત્માની શુદ્ધતા અને બુદ્ધતા તિરોહિત થઈ ગઈ છે, એવી સમજ જયારે આવી ગઈ છે, સાધનાની વસંત મહોરી ઊઠી છે તો હવે સમતાના સંગમાં સાનુકૂળ અને પ્રતિકૂળ અવરોધો - ઉપસર્ગોને પાર કરી જઈ, ધ્યાનાગ્નિની હોળી પ્રગટાવી કઠોર બની મોહ મમતાનો બલિ ચઢાવી, કામણ શરીરની રાખ કરી, પવિત્ર બની સ્વરસતા - સરસતા, સહજતાના આનંદઘન સ્વરૂપને પ્રગટ કરી લ્યો !
જીવ ને સમજ અને શાણો બની ધ્યાન સાધના દ્વારા પોતે પોતામાં સમાઈ જાય તો તેને મોક્ષ પ્રાપ્તિની દૂરી નથી. ધ્યાન સાધના દ્વારા પોતાનામાં સમાઈ જવું તે મનુષ્યભવનું સાફલ્ય ટાણુ છે જે ફરી ફરીને મળતું નથી. .
પરમાત્માથી વિખૂટા પડ્યાનું તીવ્ર દુ:ખ થવું જોઈએ. એ વેદના અસહ્ય બને. તે એવી કે ખાઈ શકાય નહિ, પી શકાય નહિ, રહી શકાય નહિ, હa પોકાર કરે, આઉંદ કરે. કાંઈ ચેન ન પડે. આંખમાંથી શ્રાવણભાદરવો નાયગરાના ઘોઘની જેમ વહેવા માંડે. જીવનના દરેક ક્ષેત્રમાં પોતાની જ ભૂલ દેખાય બાકી આખું જગત નિર્દોષ, પવિત્ર, સજજન, મહાસજજન, અતિસજજન, પરમસજજન દેખાય ત્યારે પરમાત્માના ભીતરમાં પધરામણા થાય છે તે માટેનો આ ભવ છે. આ સાફલ્યટાણું છે. જે યુગોના યુગો વીતી ગયા પછી પણ પાછું મળશે નહિ માટે તેને સફળ કરી લ્યો. યોગીરાજની આ આંતરવેદનાને આપણે સૌ સમજીએ અને આપણું સ્વાતંત્ર્ય મેળવવા કટિબદ્ધ થઈએ. રે! આ સાફલ્યટાણું, ચુગ યુગ પલટે તોય પાછું ન આવે.
આત્મસાક્ષીએ જીવ જેટલો પ્રામાણિક બની ઋજુ અને મૃદ્દ બન્યો તેટલો તે મોક્ષમાર્ગ.
Page #356
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૨
૨૯૯
પદ - ૪૨
(રાગ : સારંગ અથવા આશાવરી)
अब हम अमर भये न मरेंगे ॥ अ. || या कारन मिथ्यात दीयो तज, क्युंकर देह धरेंगे
૪. IIII. राग दोस जगबंध करत है, इनको नास करेंगे। मर्यो अनंत कालमें प्रानी, सो हम काल हरेंगे |
૪. IIII देह विनासी हुं अविनासी, अपनी गति पकरेंगे ।
नासी जासी हम थिर वासी, चोखे व्है निखरेंगे ॥ અ. રૂપા मर्यो अनन्त बार बिन समज्यो, अब सुख दुःख विसरेंगे।
आनन्दघन निपट निकट अक्षर दो, नहीं समरे सो मरेंगे ॥ अ. ॥४॥
ચેતના-સમતાને પોતાના સ્વામી ચેતનનો વિરહ સતાવે છે. સ્વામી ચેતના સમતાના સ્વઘરને છોડીને વારંવાર મમતાના પર ઘરમાં જઈ બેસતા હોવાથી સમતાની ઊંઘ હરામ થઈ જાય છે. સાધનાના માર્ગે સમતા અને મમતાની - ચેતન્યતા અને જડતાની આ ખેંચાતાણીમાં યોગીરાજજીએ આત્મજ્ઞાન થતાં જે આત્મસંયમ - આત્માનુશાસન આવ્યું છે એના કારણે જે આત્મવિશ્વાસ જાગ્યો છે તેની ખુમારીની - ખુદ્દારીની અભિવ્યકિત એટલે અવધૂતયોગી આનંદઘનજી મહારાજાનું આ અમરપદગાન કે અબ હમ અમર ભયે ન મરેંગે... એમનું એ અમરગાન આપણું માર્ગદર્શન છે.
અબ હમ અમર ભયે ન મરેંગે. અ. યા કારન મિથ્યાત દીયો તજ, કહ્યુંકર દેહ ધરેંગે. અ..૧. યોગીરાજજી, આ પદોકિત દ્વારા ચેતનની મન:સ્થિતિનું પ્રકાશન કરે છે કે અણસમજ (અજ્ઞાન) ને કારણે આ સંસારમાં મેં અનંતા જન્મમરણ કર્યા. નિગોદના અંધારિયા ભમ્મરિયા કૂવામાં એક સ્વાસોશ્વાસમાં સાડી સત્તર વાર જમ્યો અને મર્યો. કોઈ અજ્ઞાત સિદ્ધની કૃપા થઈ અને એ સિદ્ધ થતાં, એમના
ક્યાં તો કાયસ્થત શુદ્ધ ચૈતન્યના લક્ષ્યથી કે પછી કાયાની અર્શીયમયતાથી ફાયાની મમતા તોડો
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૦૦
આનંદઘન પદ
-
-
૪૧
સિદ્ધગતિના ઉર્ધ્વગમનના ઉત્કૃષ્ટ ઉર્ધ્વબળે, મને આ નિગોદના કૂવામાંથી બહાર ખેંચી કાઢ્યો. બહાર નીકળ્યા પછી પણ કંઈ કેટકેટલાં દેહાકારો ધાર્યાં અને છોડ્યાં. આમ અનાદિઅનંતકાળથી દેહાત્મભાવથી અર્થાત્ દેહની મમતામાં મરતો જ રહ્યો છું. મરણથી ત્રાસેલા અને હંમેશ જીવિતને - અમરતાને ઈચ્છતા મને હવે જ્ઞાનનો ચમકારો થયો કે આ જન્મ અને મરણનું મૂળ તો, આ દેહની આળપંપાળમાં મમતામાં હું મને પોતાને ભૂલી ગયો છું, તે છે. હવે જ્યારે ભાન થયું છે કે આ જનમમરણનું મૂળ શું છે, ત્યારે હવે ‘મૂળ નાશે વૃક્ષ નાશ’ કે ‘કારણ નાશે કાર્ય નાશ’ એ ઉક્તિથી પ્રેરાઈને એ મૂળનો, એ કારણનો કે જે જન્મમરણની જડ હતી તે (યા) કારણ (કારન) મિથ્યાત (મિથ્યાત્વ)નો જ (તજ) નાશ કરી દીધો (દીયો). મિથ્યાત્વ જે કારણ છે તેનો નાશ કરાતા કાર્ય થશે નહિ.
જે દેહ ધારણ કરતો અને છોડતો આવ્યો હતો, એ દેહ જ પોતે વિનાશી સ્વભાવવાળો હતો. એ દેહ વિનાશી (મિથ્યા) હતો, છતાંય હું મૂર્ખ એમાં અવિનાશી બુદ્ધિ કરી, એને ટકાવવાના પ્રયત્ન કરતો હતો અને એ દેહનો માલિક જે અવિનાશી હતો અને બધાંય દેહમાં બધે હાજર એવો મારો જનમ ્ જનમનો સાથી હતો એને હું ઓળખતો પણ નહોતો. કારણ કે હું મને દેહ જ માની બેસવાની ભૂલ કરતો આવ્યો હતો. મારાજ દ્વારા બનાવેલા માટીના પૂતળમાં માટીપગો બનીને હું મને ભૂલી ગયો હતો. દેખવાના સ્વભાવવાળો એવો હું આંધળો બન્યો હતો. જાણનારો એવો હું જણનારો બની ગયો હતો. દેહ એ જ હું છું અને દેહ એ જ આત્મા છે એવી મૂર્ખતામાં દેહતાદાત્મ્યતામાં અર્થાત્ વિનાશીમાં અવિનાશીતાની વિપરીત (ઉલટી) માન્યતા કે જે મિથ્યાત્વ કહેવાય છે એમાં જ રાચતો માચતો હતો. દેહના મોહમાં મરતો હતો તેથી ફરી ફરી દેહ ધારણ કરતો હતો. હું મૂરખ જે મારું નહોતું તેને મારું મારું કરતો હતો અને મારું હતું તેને પીંછાનતો - ઓળખતો નહોતો.
હવે મને મારી પોતાની, મારી ચેતના - સમતાની, મારી અવિનાશીતાની, મારી અમરતાની ઓળખ (સમજ) થઈ છે, તેથી દેહ તો દાહ જ પામનાર છે અને એની રાખ જ થવાની છે એ જાણીને દેહનો મોહ જ છોડી દીધો છે. આમ
પૂર્વકરણ કર્યાં છે, પણ અપૂર્વકરણ આજ દિન સુધી કર્યું નથી.
Page #358
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૨
૩૦૧
હવે જ્યારે દેહનો મોહ જ નથી રહ્યો, દેહભાવ જ નથી રહ્યો તો કેમ કરીને દેહ ધારણ કરશું ? હવે તો દેહ રહેશે - ટકશે તો તે અદેહી બનવાને માટેનો કાયયોગ જ બનશે અને એ દેહ પડશે તો નવો દેહ એવો ધારણ કરીશું કે જે કાયયોગ બની અદેહી, અજન્મા, અમર બનાવે.
યોગીરાજજી સ્વયં તો સાધનાના માર્ગે છલાંગો ભરી રહેલાં ખૂબ ઊંચે ઉઠેલા સાધક હતાં. એમણે તો ગ્રંથિભેદ કરી નેસ્થયિક સમકિત પ્રાપ્ત કરી લીધું કે જ્યાં જ્ઞાન, દર્શન, ચારિત્રના અભેદ પરિણમનથી અભેદ પ્રવર્તન હતું. જેવું જ્ઞાન અને જેવું દર્શન - શ્રદ્ધાન હતું, તેને જ અનુરૂપ પરિણમન અને પ્રવર્તન હતું. આવી અભેદાવસ્થા, અપ્રમત્ત એવાં સાતમા ગણસ્થાનકે હોય છે, જ્યાં આત્મા પોતે, પોતાને પોતામાં વિકલ્પ વિના અનુભવે છે. ચતુર્થ ગુણસ્થાનકનું સમ્યમ્ દર્શન એટલે હું ત્રિકાલ શુદ્ધ ચેતન્યમય આત્મા છુ એવી નિરંતર જાગૃતિ - પ્રતીતિ - ખ્યાલ - શ્રદ્ધાન અને તે પૂર્વકનો વ્યવહાર.
જ્યારે આત્માનો આત્મામાં અભેદપણે આવાસ-પ્રવાસ-નિવાસ તે નિશ્ચયનયન સપ્તમ ગુણસ્થાનકનું સમ્યગદર્શન અને તે જ સમ્યગ ર્શન
અને તે જ સમ્યગ ચારિત્ર. ટૂંકમાં સપ્તમ ગુણસ્થાનકની અપ્રમત્તતા એટલે સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્રનો લોલીભૂત પરિણામ - એકાત્મ યોગ. આવા નિર્વિકલ્પ આત્માનુભવનના જ આ આનંદોદ્ગાર - લલકાર છે કે “અબ હમ અમર ભયે ન મરેગે.” આત્મા આત્મામાં અભેદભાવે સમાઈ જાય છે ત્યાં મૃત્યુનો ભય રહેતો નથી કારણ કે તે વખતે મૃત્યુનુજ મૃત્યુ થઈ ગયુ હોય છે. જીવને જે મરણ આવે છે તે દેહ ભાવને કારણે છે.
રાણ દસ જગબંધ કરત હૈ, ઈનકો નાસ કરે; મર્યો અનંત કાલમેં પ્રાની, સો હમ કાલ હરેંગે...અ..૨.
પદના આ બીજા ચરણમાં, પોતે કેમ કરતાં અમર થયાં તેનું કથન કરતાં, આપણને પણ એ અમરત્વની પ્રાપ્તિનો માર્ગ બતાડે છે.
જે રાગ અને દ્વેષ (દોસ)ના દોષો ઉત્પન્ન કરીને મિથ્યાત્વમોહ સંસારના (જગ - દુનિયાના) ફાંસલામાં મારા આત્માને બાંધતો હતો તે મિથ્યાત્વમોહ
શુદ્ધ પરિણમન એ જ મોક્ષમાર્ગ.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૦૨
આનંદઘન પદ
-
-
૪૨
મારા આત્મામાંથી નાશ પામી ગયેલ છે. અર્થાત્ એનો (ઈનકો) નાશ કરશું (કરેંગે). કહેવાનું તાત્પર્ય એ છે કે મિથ્યાત્વ મોહનીયના દર્શનમોહનીય વિભાગનો તો નાશ કર્યો છે પણ એના ચારિત્રમોહનીય વિભાગનો પણ નાશ કરીશું. ચોથી દર્શનમોહનીયક્ષયની ભૂમિકા વટાવીને, ચોથેથી પાંચમી અને છઠ્ઠી ભૂમિકાને પણ ઓળંગી જઈને આ સાતમી ભૂમિકા તે અપ્રમત્ત ગુણસ્થાનકે હોંચ્યો છું. હવે તો શુદ્ધાત્મા જ અનુભવાય છે. ‘દેહ તે હું અને હું તે દેહ’ એવી દેહાત્મ બુદ્ધિ, જે અનાદિકાળની મિથ્યા માન્યતા હતી તે, ધરમૂળથી બદલાઈ ગઈ છે. સવિકલ્પાવસ્થા મંદ થતી જાય છે અને થોડા થોડા સમયના આંતરે નિર્વિકલ્પાવસ્થા જે અનુભવાય છે તે પણ ઉત્તરોત્તર તીવ્ર બનતી - ઘટ્ટ થતી જાય છે. એટલે હવે એમ લાગે છે કે દેહ ધારણનું કોઈ કારણ કે કોઈ હેતુ રહ્યો નથી, છતાં હજી સાધનાના સર્વોત્તમ શિખરે પહોંચી સાધ્યથી અભેદ થવાયું નથી, માટે બહુ બહુ તો બે ત્રણ દેહ ધારણ કરી અદેહી, અરૂપી, અજરામર અવિનાશી, અક્ષય, અક્ષર, અમર થઈ જવાશે. વળી જે જનમ મરણ થાય છે તે તો આ દેહના થાય છે. બાકી મારો આત્મા તો અનાદિ અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ, નિષ્પન્ન જ છે. મારું આત્મસ્વરૂપ મને સમજાઈ જતાં, જે આત્માનુશાસન સ્વરૂપશાસનથી હું આત્મસંયમી બન્યો છું, તેથી જે આત્મવિશ્વાસ જાગ્યો છે, તે તો દેહમોહ - દેહભાવ નાશ પામ્યો હોઈ પોતાને અમર જ માને છે અને આ દેહના ઉત્પાદ (જનમ) અને વિનાશ (મરણ)ને જોનારો જાણનારો જ માને છે. મહાકારણ શરીર એવાં મોહ અને અજ્ઞાનનો નાશ કર્યો છે. હવે કારણ શરીર એવાં રાગ અને દોષ કે દ્વેષનો નાશ કરીશું. અર્થાત્ મિથ્યાત્વનો નાશ કર્યો છે તો હવે કષાય અને અવિરતિનો નાશ કરીશું જેથી સૂક્ષ્મ શરીર એવાં તેજસ અને કાર્યણનો નાશ થાય અને સ્થૂલ શરીર એવાં દેહનું એટલે કે યોગનું વિસર્જન થાય, જેથી અજન્મા અમરપદને પમાય. એ માટે મોહને રમવાના રમકડાં એવાં પરિગ્રહનો ત્યાગ કર્યો છે, તો હવે દેહમોહ - દેહભાવના ત્યાગથી દેહભાન ભૂલી દેહમાં રહેતે છતે દેહાતીત બની, વિદેહી એવાં જીવનમુકત થઈને અંતે દેહમુકત એવાં અદેહી બનીશું. એટલે કે સાતમા ગુણઠાણેથી ક્ષપકશ્રેણિના મંડાણ કરી તેરમાં સયોગી કેવલી ગુણઠાણે સહજ યોગી-વિદેહી વર્તી, ચોદમાં અયોગી કેવલી ગુણઠાણે
પદાર્થના દૃષ્ટા બનવાનું છે, તેમ વિકલ્પોના પણ દષ્ટા બનવાનું છે.
.
Page #360
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૨
૩૦૩
દેહાતીત - યોગાતીત થઈ લોકાગ્ર શિખરે અદેહીપણે સિદ્ધપદે સાદિ અનંત સુખમાં બિરાજમાન થઈશું.
અઢાર પાપસ્થાનકોના મોહનીય પાપભાવો મતિજ્ઞાનના ઉપયોગમાં વર્તવા, તે આત્માનો ત્રચ્ચયિક કાલ છે. આ વૈચ્ચરિક કાલ ઊભો રહેવાથી જ જીવને આ સંસારમાં દેહ ધારણ કરવા સાથે જન્મ-મરણરૂપ વ્યવહાર કાળા તે કરવીક આયુષ્યકાલ લાગુ પડતો આવ્યો છે. જ્યાં જન્મ-મરણ એટલે કે ઉત્પાદ-વ્યય છે ત્યાં કાળ છે. નિત્યાનિત્યતા-પરિવર્તનાનો સંબંધ કાળ સાથે છે જયારે પરિભ્રમણ કે સ્થિરતા અસ્થિરતાનો સંબંધ ક્ષેત્રની સાથે છે. આત્મા અનાત્મભાવમાં આવવાથી દેશ (તેત્ર) અને કાળથી ગ્રસ્ત એટલે કે દેશકાળપરિનિ થયો છે. હવે આત્મા આત્મભાવમાં આવે તો દેશ અને કાળથી પર થઈ દ્રવ્યભાવાત્મક બની રહે. આયુષ્યકાળ પૂરો થતાંજ કાળ આવીને આ કંકાલ (ધારણ કરેલા દેહ) નો કોળિયો કરી જાય છે. કવિરાજ આનંદઘનજી મહારાજા એક સમ્રાટની અદામાં ખુમારી સાથે કહે છે કે હે મૃત્યુના દૂત સમાન કાલ ! તું મુજ પ્રાણીના પ્રાણને અનાદિના અનંત કાલથી હરતો આવ્યો છે, તેથી અનંતકાલમાં અનંતીવાર કર્યો છે કારણ કે ત્યારે હું અજ્ઞાની - અણસમજ હોવાથી મોહાદિભાવનો ગુલામ હતો. પરંતુ હવે તો મારો આત્મા બહિરાત્મા મટી અંતરાત્મા બન્યો છે અને એનું પરમાત્મા તરફ ઉર્ધ્વગમન - ઉદ્વહન થઈ રહ્યું છે. મોક્ષ થતાં જીવનમુકત થવાથી મૃત્યુંજય બનાશે અને પછી સિદ્ધપદે બિરાજતા કાલાતીત થઈ અડાલ બનાવશે. આમ અમને હરનારા કાળને અમે હરીશું અને કાળવિજેતા થઈ. નિર્વાણ પામી નિ:વાન - અશરીરી થઈ મરણનું જ મરણ કરીશું
જિંદગી એક રન બસેરા છે. નદી નાવ સંયોગ છે. નદી પાર કરવા નાવમાં બેઠા, પરસ્પર વાર્તા થઈ, સમાચાર પૂછયા. જોત જોતામાં નાવ કિનારે આવી ગઈ. બધા પોતપોતાના રસ્તે પડ્યા. નાવમાં બેસવું એ જન્મ છે. નાવમાંથી ઉતરવું એ મૃત્યુ છે. મોત અને મોલમાં ફેર એટલો જ છે કે વારંવાર આવે તે મોત અને જે એક જ વાર આવે તે મોક્ષ.
સાધનામાં કાયા પ્રત્યે કઠોરતા છે, ઉપાસનામાં મનનું તર્પણ છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૦૪
આનંદઘન પદ
દેહ વિનાસી હું અવિનાસી, અપની ગતિ પકરેંગે; નાસી જાસી હમ થિર વાસી, ચોખે હૈ નિખરેંગે...અ...૩.
૪૨
દેહ તો વિનાસી એટલે નાશ પામનાર નશ્વર છે. સંઘાત અને વિઘાત, વિણસવું, ઉત્પન્ન થવું અને ફરી વિણસવું એવો ઉત્પાદ અને વ્યય, જન્મ અને મરણ એ પુદ્ગલ પરમાણું - પંચ મહાભૂતોના બનેલા દેહનો ધર્મ છે. દેહ, એ તો અશુચિમય પુદ્ગલ પરમાણુઓથી બનેલ હાડપિંજરનું માળખું છે, જેમાં રસ, રૂધિર, માંસ, મળ મેદ, મજ્જા, અસ્થિ અને વીર્યનો કચરો ભરી, ચામડેથી મઢી લેવામાં આવેલ છે. ઢાંકી દીધેલી ગટર છે. શુદ્ધાત્માના સામીપ્સથી આ પ્રાપ્ત દેહ-ખોળિયાનું સડન-પડન-વિધ્વંસન નિયંત્રિત રહે છે પરંતુ જેવો અપવિત્ર દેહ પવિત્ર શુદ્ધાત્માનું સામીપ્ટ ગુમાવી બેસે છે કે એ ગંધાવા, સડવા, કોહવા લાગે છે અને તેથીજ એનો શીઘ્રાતિશીઘ્ર નિકાલ કરવો પડતો હોય છે. આવો સડવા, પડવા, ગંધાવા, કોહાવા, બળવા, ભીંજાવાનો જે ગુણ પુદ્ગલમાં છે તેમાંનો એકે ગુણ - એકેય સ્વભાવ મારામાં આત્મામાં નથી. આત્મા ન તો ધરતીમાં દટાય છે, ન તો પાણીમાં ભીંજાય કે ડુબી જાય છે, ન તો અગ્નિથી દઝાય છે કે બળે છે, ન તો વાયુથી શોષાય જાય છે કે તણખલા પરે ઉડાડી શકાય છે અને ન તો એને ખંડિત કરી, છેદી ભેદી કણ કણ સ્વરૂપી કરી આકાશમાં વિખેરી - વિસર્જીત કરી શકાય છે.
ગીતા પણ કહે છે....
नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः ।
न चैन क्लेदयंत्यापो न शोषयति मारुतः ॥
'
આમ પુદ્ગલનો બનેલો દેહ સ્વયં જે મેં પોતેજ આકાર્યો છે અને ધાર્યો છે તે જો વિનાશી છે તો એ દેહના સંબંધમાં આવનારા સર્વ અન્ય સ્વજનાદિ પણ વિનાશી છે અને ગ્રહિત કરેલી સર્વ પૌદ્ગલિક સામગ્રી વિનાશી છે કારણ કે પુદ્ગલ જ સ્વભાવે પુરણ અને ગલન સ્વભાવી હોવાથી એમાં સતત સંઘાત-વિઘાતની એટલે કે ચયાપચયની ક્રિયા થયાં જ કરે છે તેથી તે પરિવર્તનને પામતું પલટાયા કરે છે એટલે કે કાલગ્રસ્ત થયાં કરે છે અને પરિભ્રમણ એટલે
સમજવાળો એટલે દેખતો. દેખતો એટલે જાગતો. જાણતો એટલે કર્મ કાપતો.
Page #362
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૨
૩૦૫
કે ક્ષેત્રાંતર કરતું રહેવાથી અસ્થિર રહે છે.
આત્માની સ્વાભાવિક ગતિ ઉર્ધ્વગતિ છે. આત્મા જેમ જેમ લઘુકર્મી થઈ હળવો થાય છે તેમ તે ઉપરની ગતિ - દેવ મનુષ્યગતિને પામે છે અને જેમાં જેમ ભારેકર્મી થઈ ભારે બની નીચે તરફની ગતિ કરે છે એટલે કે તિર્યંચ, નરક ગતિને પામે છે. પરંતુ જો સર્વથા કર્મરહિત થઈ, મુકત થઈ, અપની - પોતાની સ્વાભાવિક (સહજ) ઉર્ધ્વગતિ પકડે છે તો ધર્માસ્તિકાયના છેડે લોકાગ્ર શિખરે સ્થિત થાય છે. યોગીરાજજી કહે છે કે દેહની વિનાશીતાને અને મારા આત્માની અવિનાશીતાને સમજેલો, મિથ્યાત્વનો ત્યાગ કરી, રાગદોસનો નાશ કરી, કાલ ઉપર વિજય મેળવી આત્માનું ઉદ્ઘકરણ - ઉર્ધ્વગતિ પકડીશ.
નિશ્ચિત આયુષ્યકાળનો કાયા સાથે જ્યાં લગીનો સંબંધ બંધાયો છે ત્યાં સુધી તેટલો આયુષ્યકાલનો સમય એ કાયાની કેદમાં ગાળવો પડશે. એ સમય પૂરો થતાં કાયા નાસી જાસી એટલે કે કાયાનો નાશ થઈ જાશે. કાયા અનિત્ય - વિનાશી હોવાથી કાલધર્મ પામી (કાળગ્રસ્ત થઈ જશે અને અસ્થિર હોવાથી એ કાયાના પુદ્ગલો સ્થાનાંતર - ક્ષેત્રાંતર કરી જશે.
જયારે હમ - હું સ્વભાવ (સ્વરૂપ)થી અકાલ, કાલાતીત, સ્થિર એવો હું મારા સ્વધામ (મુકિતધામ) માં સ્થિરવાસ (થિરવાસી) કરવા મારી પોતાની ઉર્ધ્વગતિ પકડીશ અને મારું ઉદ્ઘકરણ - શુદ્ધિકરણ કરતો સર્વ કર્મમળ - મોહમળને દૂર કરી, સર્વ વિક્ષેપો - વિઘ્નો - અંતરાયોને ઉલ્લંઘી જઈ, સર્વ આવરણોનો ભંગ કરીને સંપૂર્ણ ચોખ્ખો, પરિપૂર્ણ શુદ્ધ, નિર્મળ નિરાવરણ, પવિત્ર થઈને વિકશીસ - ઉભરીશ - નિખરીશ (નિખરેંગે). યોગીરાજ છાતી ઠોકીને જાણે કહેતાં હોય, એવો આત્મવિશ્વાસ - આત્મખુમારી, પદના આ ત્રીજા ચરણમાં ઝળકે છે અને છલકે છે. સાધનાથી પ્રગટેલી શુદ્ધિની ખુમારીમાં કમ ખુવાર થઈ જાય છે. કમ બિચારા, બાપડા, રાંકડા, લાચાર બની એક ગુનેગારની જેમ અનંતકાળથી પચાવી પાડેલ જગ્યા છોડી દે છે.
મર્યો અનંત બાર બિન સમજયો, અબ સુખ દુઃખ વિસરે; આનન્દઘન નિપટ નિકટ અક્ષર દો, નહીં સમરે સો મરેંગે... અ૪.
પર્યાયમાંથી દષ્ટિનું ઉત્થાપન કરી દ્રવ્યમાં દષ્ટિનું સ્થાપન કરવાનું છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
મૃત અને અમૃત, મરવાપણા અને અમરપણા અર્થાત્ અનિત્ય અને નિત્ય એ બે દશાની અને એ બે વચ્ચેના ભેદની સમજ ન હોવાના કારણે અનિત્યને નિત્ય માનવાની અવળાઈ - ઊંઘાઈ કરી બેસવાથી અણસમજમાં (બીન સમજ્યો) મારા આત્માએ અનાદિના અનંતકાળમાં અનંતીવાર દેહ ધારણ કરવાનું એટલે કે જન્મવાનું અને દેહ છોડવાનું એટલે કે મરણનું દુ:ખ વેઠ્યું છે.
૩૦૬
અબ - હવે એ જનમનું સુખ, મરણનું દુ:ખ અને જનમ-મરણ દરમ્યાનના જીવનકાળના જે કાંઈ સુખ દુ:ખ એટલે કે શાતા અશાતાના કર્મજનિત - પરકૃત વેદન હતાં તે બધાંયને વિસારે પાડી દઈશું (વિસરેગે) અર્થાત્ હવે સમજીને સ્વમાં સમાઈ જઈને શાતા-અશાતા કે સુખ-દુ:ખના દ્વંદ્વોથી પર થઈ જઈશું. મહામહોપાધ્યાયજી પણ કહે છે......
ભકત વત્સલ પ્રભુ કરુણાસાગર ચરણ શરણ સુખદાઈ; જશ કહે ધ્યાન પ્રભુકા ધ્યાવત અજર અમર પદ પાઈ, દ્વંદ્વ સકળ મિટવાઈ સખીરી આજ આનંકી ઘડી આઈ.
-
૪૨
આનન્દનો ઘન - સુખકંદ બનાવનારા નિકટ - સમીપ રહેલાં બે અક્ષરો
શબ્દો છે જે મૃત્યુ અને કાલ છે. એ બે નજીકના બલ્કે પર્યાયવાચી શબ્દોનું
સ્મરણ રાખીને જે સમાધિમરણ કે નિર્વાણને લક્ષમાં રાખીને જીવન એવું જીવશે કે મૃત્યુ એનો કાળ બનીને આવશે ત્યારે જાણે અમરત્વને ભેટવાનું હોય એમ બે હાથ પહોળા કરીને કાળ બનીને આવેલા મોતને આવકારવા આત્મ શુદ્ધિ - આત્મજાગૃતિ પૂર્વક સુસજ્જ હશે. જેને આ મૃત્યુ અને કાલ શબ્દોનું સમરણ નહિ હશે એવાં જ જીવો બેફામ જીવશે અને બેભાન હાયવોય કરતાં મરશે.
કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ જો આયુષ્યકાળનો વિચાર રાખીને મારે મરણને શરણ થવાનું છે અને આયુષ્યકાળ પૂરો થતાં કાળનો કોળિયો થવાનું છે એ સતત સ્મરણમાં રાખીને જીવે છે તો એવું જીવન જીવશે કે જેમાં ઝાઝા રાગ-દ્વેષ-મોહ-મમતા નહિ હોય. એની મનોદશા ફાંસીની સજા પામેલા કેદી કે બકરી ઈદને દિવસે બલિ અપાનારા કપાનારા બકરા જેવી હશે. આવી મનોદશાથી ભવનિર્વેદ જાગતા ભવનિસ્તાર માટે જીવ તત્પર બને છે.
મૃત્યુ
દોષ મુક્ત થયા વિના દૈવત પ્રગટે હિ.
-
Page #364
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૨
૩૦૭
અને કાળ વ્યવહારમાં સમાનાર્થી પર્યાયવાચી શબ્દો છે તેથી તેને વિટ અક્ષર દો કહ્યાં છે અને તે બેનો ઉહાપોહ નિ:શંક - નિશ્ચિત જીવને સુખ-દુઃખ, શાતા-અશાતા, જનમ-મરણથી પર અજરામર અવિનાશી આનંદઘન બનાવનારા હોવાથી નિપટ નિકટ અક્ષર દો કહેલ છે.
હવે જો અક્ષરનો અર્થ બારાખડીના - વર્ણમાળાના વર્ણાક્ષર કરવામાં આવે તો શ્રીયુત મો. ગિ. કાપડિયાએ અર્થઘટન કર્યા મુજબ વર્ણમાળાના સ” અને “હ” તથા “શ” અને “વ” નું સ્મરણ કરશે એટલે કે શ્વાસોશ્તાસ દરમિયાન સોડહં કે શિવ-શિવ નો જાપ કરશે તે આનન્દઘન બનવાના માર્ગે ઉધ્ધકરણ કરશે અને જે સ્મરણ નહિ કરશે તે એવાં મરશે કે જેથી જનમમરણના ચોર્યાસીના ફેરમાં ફરશે.
પદનો બોધ એ છે કે જીવે પોતાના શદ્ધ-ચોખા, સ્વાધીન, સ્થિર, નિત્ય-અજરામર અવિનાશી, અકાલ આનંદ સ્વરૂપને સમજી લઈ, કાલ અને મોતનો વિચાર કરી, સતત મરણને દષ્ટિ સન્મુખ રાખી, પ્રાપ્ત આયુષ્યકાલમાં અમરત્વને પ્રાપ્ત કરી આપનાર સરકૃત્વને, મરણ પૂર્વે મેળવી લઈ મોતથી નિર્ભય બની જવું જોઈએ. તે માટે યુદ્ધના ધોરણે કામગીરી બજાવવાની છે. યુદ્ધની ભૂમિ પર રહેલા ક્ષત્રિય સુભટને શું ખાવુ? શું પીધું? કોણ આવ્યુ ? કોણ ગયુ? તેનો કશો જ ખ્યાલ હોતો નથી; તેની તો એકજ લેયા હોય છે કે બસ, શત્રને કેમ જીતવો ? તેમ સંસારની બધી પ્રવૃત્તિઓમાંથી મન ખેચી લઈ, જે વખતે જે આવ્યું તે ચલાવી લઈ, નભાવી લઈ રાત’દિ મોહ અને અજ્ઞાનનો નાશ કરવામાં ઉપયોગને લયલીન કરવાનો છે. તો જ ઉપરોક્ત કાર્ય સાધી શકશુ અન્યથા નહિ.
મુક્તિમાર્ગનો પ્રવાસી નિશ્ચિતપણે અનુભવે છે કે તેનું સાચું સ્વરૂપ શાસ્વત એવા આત્માને ક્ષણિકતાથી અલગ કરનારું અને પોતાની સહજ અવસ્થામાંથી કદી ગ્રુત ન થનારું છે.
આત્મા વિનાના પદાર્થોનો વિચાર કરવામાં વેડાતી સણો, આત્મ ખોજ માટે ખર્ચાય તો બહુ ટૂંકા સમયમાં આત્મસાક્ષાત્કાર થાય તેમ છે.
ભાવમાં કર્થાત્ સ્વસત્તા છે. જ્યારે ક્રિયામાં સંપૂર્ણ પરસત્તા છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૦૮
આનંદઘન પદ - ૪૩.
પદ - ૪3
(રાગ : ટોડી) મેરી તું મેરી તું વાંદી ડરેરી, કેરી | कहे चेतन समता सुनि आखर, और दैढ दिन जूठ लरेरी ॥ મેરી II एती तो हुँ जानु निहचे, रीचीचर न जरा उ जरेरी । जब अपनो पद आप संभारत, तब तेरेपर संग परेरी ॥ મેરી II औसर पाइ अध्यात्मशैली, परमातम निजयोग घरेरी । शक्ति जगावे निरुपम रूपकी, आनन्दघन मिली केलि करेरी | मेरी ॥३॥ | સ્વાનુભૂતિસંપન્ન એવા આત્માને પણ મોહભાવયુકત મલિન બુદ્ધિના વિચારરૂપ વિકલ્પોનું શમન પૂરેપૂરું ન થયું હોવાથી, પ્રમત્ત ગુણસ્થાનકે ચિત્તભાવો કંઈક અંશે ચલાયમાન રહેતો હોય છે અને તેથી સમતાનું તંત્ર ડહોળાતું હોય છે. આવે ટાણે સમતાને ધૈર્ય ધરવા, હિમત રાખવા માટે જે આશ્વસ્ત કરવા કે શાંતવન પહોંચાડવા પ્રયત્ન કરવા જોઈએ તે આ પદોતિથી યોગીરાજે, કરેલ છે.
મેરી તું મેરી તું કાંહી કરેરી; મેરી... કહે ચેતન સમતા સુનિ આખર, ઔર દૃઢ દિન જૂઠ લરેરી. મેરી..૧.
ચેતન એની ચેતના - સમતાને કહે છે કે હે સમતા ! સાંભળ (સુનિ), તું મારી (મેરી) છે અને મારી જ રહેવાની છે માટે હવે તું શા માટે (કાંઠી) આમ ડરેલી ડરેલી, ગભરાયેલી, હિજરાયેલી રહે છે ? હવે આ જે મારા નથી એ લોકો (ર) નો ખેલ એકાદેક દિવસનો કે એકબે દિવસનો જ છે. એ લોકોની બનાવટ - એમનું જૂઠ હવે કાંઈ ઝાઝું ટકવાનું નથી. એમની લહેરી એટલે કે લવારી યા ખટપટ અથવા લડત કે તકરાર એક દોઢ દિવસ પૂરતી જ છે. આ તો એ મોહ-માયા મમતાના છેલ્લાં હવાતિયા - તોફાન છે. ચેતનના ઘરમાંથી જવાની વેળાના - હકાલપટ્ટી થઈ રહી છે તેના, પ્રતિકારરૂપ
અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ છે. નમ્રતા એ જ્ઞાનનું પાચન છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૩
૩૦૯
ધમપછાડા છે.
આત્મા સમ્યકૃત્વ પામતા એ સ્વરૂપ દષ્ટા બને છે અને સ્વરૂપદષ્ટા બનતા આત્માને સાચા અને ખોટા - Yહની તથા મારા (સ્વ) અને (પર) તારા - પરાયાની સાચી સમ્યમ્ આત્મલક્ષી સમજ આવે છે. એનાથી હેય, શેય અને ઉપાદેયના વિવેકરૂપ જાગૃતિ આવે છે.
સાધનાના પથ પર સમ્યક્ત્વની સ્પર્શના કરી ચૂકેલા સ્વરૂપદષ્ટા યોગીરાજજી, સાચું કોણ અને જૂઠું કોણ ? મારું કોણ પરાયું કોણ ? એની સાચી ઓળખ થઈ ગયેલી હોવાથી સમતાને પદના પહેલાં ચરણના ઉપરોક્ત કથનની ધીરતા ધરી હિંમત રાખી શાંત રહેવા જણાવે છે કે હવે તો છઠ્ઠા ગુણસ્થાનકના ચાર ચરણના એક દિવસ અને સાતમા ગુણઠાણાના બે સોપાનનો અડધો દિવસ મળી એક દોઢ દિવસ પૂરતી જ આ મોહ માયા મમતાની સાથેની લડત છે. છઠ્ઠા અને સાતમા ગુણઠાણા ના વારંવાર નિરતિચાર ઉપરના અધ્યવસાય સ્થાનોની સ્પર્શના અનેકવાર થાય પછીજ ક્ષપકશ્રેણિ માંડવાનો પ્રસંગે ઉપસ્થિત થતો હોય છે. યોગીરાજ પોતે સમજે છે કે પોતાને જે છઠ્ઠા સાતમા ગુણઠાણા ની સ્પર્શના છે, તેમાં સાતિયારતા છે તેથી તેમજ કાળબળ. સંઘયણ બળની અનુકૂળતા નહિ હોવાથી આ ભવમાં ક્ષપકશ્રેણિનો યોગ નથી, એટલે પોતાને અહિયાથી કાળ કરી દેવલોકમાં જવું પડશે. એ દેવનો ભવા વિસામા તુલ્ય છે ત્યા ચારિત્ર અર્થાત્ છઠ્ઠા સાતમા ગુણઠાણા ની સ્પર્શના નથી એટલે તે દેવનો ભવ એને એક ભવ ગણી અને પછી પ્રાપ્ત મનુષ્યનો ભવ, તેમાં બાલ્યકાળમાંજ ચારિત્ર લઈ શીઘ ક્ષપકશ્રેણિ માંડી મોક્ષે જઈ શકાશે માટે તે મનુષ્યના ભવને અડધા ભવ જેવો ગણી હવે મમતાને મૂળમાંથી ખતમ કરવા અને સમતાની સર્વોપરિતા સ્થાપવા ના ભવથી વધારે સમય નહિ લાગે. આ દોઢ ભવને દોઢ દિવસ જેવા ગણાવી યોગીરાજ સમતાને આશ્વાસન આપી રહ્યા છે.
જો પછીના ભવમાં છઠ્ઠા-સાતમા ગુણઠાણા ની નિરતિચારતા સ્પર્શી જશે તો પછી ક્ષપકશ્રેણિ માંડવા માટે ૧-૧ના દિવસથી વધારે સમય નહિ લાગે.
સારા પણ વિકલ્પનો અહં થવો તે ખોટું.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૧૦
આનંદઘન પદ - ૪૩
આવા તાત્પર્યમાં “ઓર દેઢ દિન જુઠ લહેરી” પંકિતનું રહસ્ય ખોલ્યું છે. એ પછી તો ક્ષપણ જ છે. ક્ષપકશ્રેણિના મંડાણ થતાં એ બધાના ભૂક્કાં જ બોલાઈ જવાના છે. મોહક્ષય થતાં જ સમતા - સમરૂપતા - સમત્વતા - વીતરાગતા છે, જ્યાં પછી મમતાનું નામનિશાન પણ નહિ રહેશે. કારણ કે પછી માત્રા હોવાપણું હશે અને હું પણું રહેશે નહિ. હું પણું નથી ત્યાં મમતા કેમ કરીને હોય ? પછી સમતાને મારી પણ પણ કહેવાનું રહેશે નહિ. સમતા - ચેતનાની ચેતનની સાથે અભિન્નતા હશે - અભેદતા હશે જેવી સુમન અને સુવાસની, સાકર અને મીઠાશની અને સુવર્ણ અને પીળાશની અભેદતા - અભિન્નતા છે. તું સમતા-ચેતનાજ મુજ ચેતનની ઓળખ બની જઈશ.
એતી તો હું જાનું નિહ, રી ચીચર ન જરાઉ જરેરી; જબ અપનો પદ આપ સંભારત, તબ તેરેપર સંગ પરેરી. મેરી....૨.
હવે ચેતન - સમતા એના ચેતનસ્વામીની શાંતવનાનો જવાબ વાળતા કહે છે કે જે આપ કહો છો એતો (એની) હું જાણું છું અને આપના નિશ્ચય (નિહચે) ની પૂરેપૂરી ખાત્રી છે તેથી તો હું નિશ્ચિંત • નચિંત (નિહચે) છું. પરંતુ ફિકર એક માત્ર એટલી છે કે રી એટલે શરીર - કાયાની જરાયુ - વૃદ્ધાવસ્થા (જરાઉ) આવશે અને તે વખતે ઈન્દ્રિયો કરવા (જરેરી) - ખરવા. માંડશે - અંગોપાંગ ક્ષીણ થવા માંડશે અર્થાત્ દાંત પડી જશે, આંખે ઝાંખપ આવશે, કાને બહેરાશ આવશે, હાથપગ જકડાવા લાગશે, પાચનશક્તિ - જઠરાગ્નિ મંદ પડી જશે, ત્યારે એવી જર્જરીત કાયાવસ્થામાં તમારી રક્ષા કોણ કરશે ? ત્યારે આ તમારા લોહીની તરસી, નિજ સ્વાર્થની ભૂખી, પેધી પડી ગયેલી ચાડિયણ ચુગલીખોર (ચચર) મમતા મારી પર હસવાની - મશ્કરી કરવાની અને જલવા-બળવા-ઈર્ષા કરવાની તક ગુમાવશે નહિ. તને મારા સ્વામી ચેતનને એવી અવસ્થામાં મમતા જરૂર હજુ દોઢેક દિવસ મુંઝવશે પરંતુ તેને સમયે પણ ચેતન પોતે પોતાના સ્વરૂપનો - સ્વપદનો - સ્વસ્થિતિનો - અમરપદનો વિચાર કરશે, એ જયારે (જબ) નિજપદ (અપનોપદ), આપ (પોતે) સંભારશે - યાદ કરશે ત્યારે, એ સ્વ સ્વરૂપના લક્ષ, કાયાનો સાથ ના રહેશે તે સમયે પણ પોતે સ્વના સ્મરણથી સ્વમાં સમાઈ જશે અર્થાત્ નિર્વિકલ્પ
આત્માની શોભા આત્મગુણોથી છે. ગુણવૈભવ એ જ આત્મવૈભવ.
Page #368
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૪૩
સમાધિભાવમાં ઠરી જઈ ઠરીઠામ થશે ત્યારે (તબ) તારા પર (તેરે પર) જે સંગની અસર પડેલી (પરેરી) છે તેની પ્રતીતિ - સાચી જાણ થશે કે એ મમતાની હજુયં આછી પાતળી એક દોઢ દિવસ ઘડી બે ઘડી મુંઝવનારી છાયા છે અસર છે જેના કારણે સાચી પારમાર્થિક તેરમા ગુણઠાણની નિર્વિકલ્પતા અને બારમા ગુણઠાણાની વીતરાગતા - સમાધિ હજુ આવતા નથી.
-
૩૧૧
‘રી ચીંચરી’ નું પાઠાંતર ‘રીરીપર’ એમ છે. એ પાઠાંતરને અનુલક્ષીને તેમજ યોગનિષ્ઠ પૂ. બુદ્ધિસાગર સૂરીશ્વરજી રીચીં ચરી એટલે કે પિત્તળ પર એવું અર્થઘટન કરતાં પદના આ ચરણની વિવક્ષા એમ પણ થાય કે હું ચેતન હીરા જેવો - અમુલ્ય રત્ન (જરેરી) જેવો કાંઈ થોડો આ પિત્તળ જેવી મમતામાં જડાઉં (જરાઉ) ? એમાં મારી શોભા શું ? ગધેડા ઉપર થોડી અંબાડી શોભે ? હું જાણું છું કે ઘેર ઘેર ભટકનારી એ માયામમતાઓ કુલટાઓ છે, પિત્તળ જેવી છે અને મારે તેની સાથે જોડાઈને સંબંધ રાખવો એ પિત્તળ ઉપર ઝવેરાત - રત્નોના જડતરને જડવા જેવું છે. એથી તો મારી વગોવણી - બદબોઈ થાય છે. આ હું જાણું છું તેમ તું પણ કોણ છો ? અને તારો મારા પર પ્રેમ કેવો છે તેને પણ હું જાણું છું હવે હું જ્યારે મારું પરમાત્મ સ્વરૂપ જે મારું પોતાનું પોત છે - પોતાપણું છે તેને સંભારીશ ત્યારે તારો જ પ્રસંગ (પરસંગ) (પરેરી) પાડીશ અને તારા જ સંગમાં રહીશ. અર્થાત્ પરમાત્મપદ પ્રાગટ્યથી ચેતન ચેતનાની અભેદતા સધાશે.
ઔસર પાઈ અધ્યાત્મશૈલી, પરમાતમ નિજયોગ ધરેરી; શકિત જગાવે નિરુપમ રુપકી, આનન્દઘન મિલી કેલિ કરેરી. મેરી...૩.
ઔસર - ઔરસ એમ પાઠાંતરથી અથવા ઔસર એટલે ઔષધ - ઓસડ - આત્મઔષધ એવાં... આત્મામૃતરસનું પાન કરીને અધ્યાત્મશૈલીએ આત્મલક્ષી અને આત્મકેન્દ્રિત સાધનામાર્ગે આગળ વધી શૈલેષીકરણમાં પ્રવેશી પોતાના મન વચન કાયાના નિજયોગને, પરમાત્માનું જેવું પ્રદેશ સ્થિરત્વ છે, એવાં પરમ સ્થિરયોગને ધારણ કરીને અર્થાત્ સર્વ યોગવ્યાપારનો સર્વથા નિરોધ કરીને એટલે કે ત્રણે યોગને અકંપ બનાવશે ત્યારે જે અનંત શક્તિ જાગૃત
અહો ! અહોની ચર્યા જ્યાં છે તે આશ્ચર્ય છે.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૧૨
આનંદઘન પદ
-
-
-
એની
થશે, તે એવી તો નિરૂપમ શકિત હશે કે એની ઉપમા આપી શકાય સરખામણી કરી શકાય એવું કોઈ તત્ત્વ, કોઈ ચીજ વસ્તુ આ દૃશ્યમાન રૂપી જગતમાં તો છે નહિ. અને ત્યારે ચેતના સ્વામી ચેતનને મળીને આનંદકિલ્લોલ કરશે. અર્થાત્ ચેતના અને ચેતનનું મિલન થતાં ચેતના ચેતન સંગે આનંદપિંડ બનીને આત્મક્રીડા (કેલિ) કરશે.
૪૩
ઔસરનું અર્થાતર ઔરસ નહિ કરતાં કે અર્થ ઔષધ નહિ કરતાં, ઔસર એટલે અવસર એવો અર્થ કરીએ તો પદના આ ત્રીજા ચરણનું અર્થઘટન એમ થાય કે અવસર પામીને આત્મસ્વરૂપનો બોધ કરી આગમશૈલીથી આગળ અધ્યાત્મશૈલીમાં પ્રવેશ કરી, નિજયોગ ધારણ કરતે છતે હું પરમાતમ બનીશ અર્થાત્ સાકાર દેહધારી પરમાત્મા સયોગી કેવલિ બનીશ - તેરમા સયોગી કેવલિ ગુણઠાણે આરોહણ કરીશ ત્યારે જે શકિત પ્રાદુર્ભાવ પામશે (શક્તિ જગાવે), તે એવી તો લોકોત્તર - અલૌકિક - અનોખી - અનુઠી - અનુપમ - નિરૂપમ - હશે કે લૌકિકની કોઈ ચીજ વસ્તુ કે પદાર્થ સાથે એની તુલના - સરખામણી કરવી શક્ય ન બને. એ કૈવલ્ય શક્તિના પ્રાગટ્યથી ચેતના ચેતનને મળીને જે કેલિ જે ક્રીડા કરશે - જે આત્મ રમમાણતા હશે તે આનન્દનો નક્કર solid પિંડ હશે.
અત્રે આગમશૈલી અને અધ્યાત્મ શૈલી વિષે થોડું જાણી લઈએ.
પરંપરાગત જે આગમ વ્યવહાર શૈલી છે તેમાં ગુણના આલંબનથી વ્યવહાર એટલે કે પર્યાયને શુભભાવ અને શુભક્રિયાથી નિર્મળ બનાવવાની પ્રક્રિયા છે. જે વ્યવહાર માર્ગ છે. આ વ્યવહાર માર્ગમાં અશુભથી બચી શુભમાં રહી યોગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પામી શુદ્ધમાં જવાની પ્રક્રિયા છે. એમાં કરવાપણાથી થવાપણું છે જે અંતે હોવાપણામાં પરિણમે છે. આ સાલંબન પ્રધાન પ્રક્રિયા છે.
જ્યારે અધ્યાત્મશૈલીમાં જે ત્રિકાલ શુદ્ધ પરમપારિણામિક ભાવ એવું ધ્રુવ તત્ત્વ છે તેની સાથે ઉપયોગનું જોડાણ કરી, કર્તાભાવને છોડી માત્ર જ્ઞાતા-દૃષ્ટા ભાવમાં રહેવા પૂર્વકની સીધાં જ આત્મામાં ઠરવાની પ્રક્રિયા છે
બધી પરિસ્થિતિમાં આપણો આત્મા છાશમાં માખણની જેમ જુદો તરવરવો જોઈએ.
Page #370
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૩
જે નૈમ્પયિક મોક્ષમાર્ગ છે. આ કર્તાપણા, થવાપણાના ભાવથી રહિત હોવાપણાની કે જેમાં પોતે પોતાથી પોતાનામાં સમાઈ જવાની સ્વ આલંબન પ્રધાન પ્રક્રિયા છે. ટૂંકમાં ગુણવિકાસથી પર્યાયવિશુદ્ધિ એ આગમશૈલી છે પણ એમાં ગુણવિકાસનું સાતત્ય જળવાવું જોઈએ અને ગુણારોહણ થતું રહેવું જોઈએ. જ્યારે દ્રવ્યદૃષ્ટિથી પર્યાયવિશુદ્ધિ એ અધ્યાત્મશૈલી છે. આગમશૈલીમાં ભેદથી અભેદમાં જવાની પ્રક્રિયા છે જ્યારે અધ્યાત્મશૈલીમાં અભેદદૃષ્ટિથી અભેદ થવાની પ્રક્રિયા છે.
પદસાર એ છે કે સંવાદી અને વિસંવાદી તત્ત્વો વચ્ચે ઘરેલુ ખટપટ થવાનું કારણ જીવાત્મા પોતેજ છે. બુદ્ધિના ભરોસે (વિશ્વાસે) રહી જીવ જગત વ્યવહારથી વર્તે છે. બુદ્ધિ એને છેતરી રહી છે એટલે કે અવળી મત (મતિ) આપી રહી છે. વ્યવસ્થિત શક્તિ કે જે કુદરતી શક્તિ છે અને કુદરત કુદરતનો ન્યાય વ્યવસ્થિત રીતે આપી રહી છે, એવી સાચી સમજ વ્યવહારુ જાગતિક (વૈશ્વિક) બુદ્ધિ આપતી નથી. તેથી ‘ભોગવે એની ભૂલ' અને ‘બન્યુ એજ ન્યાય' એ કર્મસિદ્ધાંતોને જીવનમાં અપનાવી જાતને દોષિત ઠેરવી જગતની પ્રતિ નિર્દોષ ભાવનો વ્યવહાર રાખતા નથી, તેથી કર્મપરિણામમાં નિમિત્ત બનનારને દોષિત જોઈ, એની સામે ફરિયાદ કરી ન્યાય શોધવા નીકળીએ છીએ અને વિષચક્રને ફરતું જ રાખીએ છીએ. અજ્ઞાની જીવો કાળચક્રને આધીન બનીનેજ જીવે છે. કર્મ અને કાળ તેના ઉપર સત્તા જમાવીને બેઠા હોય છે એટલે તેઓને જન્મ-જરા-મરણનું વિષચક્ર ચાલુજ રહે છે એ વિષચક્રને તોડવા માટેનો એકજ ઉપાય છે અને તે આત્મજ્ઞાની બનવાનો. બુદ્ધિ, બુદ્ધિ મટી પ્રજ્ઞા બને, સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તો પછી સાચી સમજ આવતા મમતાની માયાજાળ ઈન્દ્રજાળમાંથી છૂટી, સમતાના પક્ષે રહી સમરૂપતા - વીતરાગતાને પામી શકાય છે અને આત્મ વૈભવ - કૈવલ્યલક્ષ્મી પ્રગટ કરી આત્મરમમાણ બની નિત્ય, પૂર્ણ, નિરંતર, સ્થિર આનંદ સ્વરૂપમાં રહી શકાય છે.
-
૩૧૩
新
ભાવ એ આત્મા નથી, સ્વભાવ એ આત્મા છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૧૪
પદ ૪૪
(૨ાગ - ટોડી)
तेरी हुं तेरी हुं हुं री, इन बातमें दगो तुं जाने । तो करवत काशी जाय ग्रहूं री ॥
આનંદઘન પદ
वेद पुरान किताब कुरान में, आगमनिगम कछु न लहुंरी । वाचाफोर सिखाइ सेवनकी, में तेरे रसरंग रहुंरी ॥
રી..!
·
૪૪
11911
તેરી. રા
જ્ઞાનને જ્ઞેય જગત સાથે સંબંધ નથી પણ જ્ઞાતા સાથે સંબંધ છે.
मेरे तो तुं राजी चाहिये, औरके बोल में लाख सहुंरी ।
आनन्दघन पियावेगे मिलो प्यारे, नहींतो गंगतरंग बहुंरी ॥ तेरी. ॥३॥
યોગીરાજની પદરચનાની શૈલી નાટકીય છે, કારણ કે આખોય સંસાર એક નાટક છે, જે સંસારના રંગમંચ ઉપર સંસારીઓ દ્વારા પ્રત્યેક પાત્રની વ્યકિતગત પુણ્ય પાપની લીલાથી અને સમષ્ઠિના પોતાના આગવા પુણ્ય પાપની લીલાઓ વડે નિરંતર ભજવાયા કરે છે. તેથી જ કવિશ્રીએ આપણને નાટકના પાત્ર ગણી એમની લાક્ષણિક નાટકીય ઢબે આવી પદરચનાથી સ્વયંની મનોદશા અભિવ્યકત કરવા પૂર્વક હિતોપદેશ વહાવ્યો છે. આ દ્વારા લોકો અધ્યાત્મમાર્ગ તરફ વળે એવો એઓશ્રીનો ઊંચો આશય છે. પરંતુ એમની આ ગૂઢ રચનાને સમજનારા અને એના મર્મ લક્ષ્યાર્થ સુધી પ્હોંચી બોધ પામનારા અને બોધને પચાવનારા જે કોઈ હોય તે આ કાળના વિરલપુરુષ જ હોઈ શકે છે. જો કે ખરેખર તો વ્રત, તપ, જપ, નિયમ, ભક્તિ, પ્રાર્થના રૂપ ધર્મારાધના આરાધકને આરાધવા યોગ્ય છે પણ બુદ્ધિમાં અજ્ઞાન અને અહંકાર વર્તતો હોવાના કારણે એ અવળી સમજ, જેને જડતા અને વક્રતા પણ કહી શકાય, ધર્મના રહસ્યને એના સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવા દેતી નથી અને આંતરિક સાધનામાર્ગમાં શંકા-કુશંકા - તર્ક-વિતર્ક કરી મિથ્યાત્વ શલ્ય તરફ ઘસડી જાય છે. અહંકારી બુદ્ધિના કારણે મહાપુરુષોની આત્મહિતકર વાણી સમજાતી નથી.
વૃક્ષો પોતાના ફળ, ફૂલ, પાન, છાલ, લાકડા આદિ સર્વથી બીજાઓને
Page #372
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ -
૪
૩૧૫
પશુ, પક્ષી, મનુષ્યોને કામમાં આવે છે. આવી અકામ નિર્જરા કરતાં થકાં કર્મણિ પ્રયોગમાં રહીને ક્રમિક વિકાસને પામી ઊર્ધ્વગમન કરતાં મનુષ્યગતિને પામે છે. આ વૃક્ષો મૂક સંદેશ આપે છે કે છેદાઈ, ભેદાઈ, ચૂંટાઈ, ઘસાઈને પણ બીજાના કામમાં આવશો તો ઉપર ઉઠશો - વિકાસ સાધશો. વ્યકિત, વ્યક્તિ કે સમિષ્ઠના કામમાં આવે છે ત્યારે તે સ્વયં ગુણી કહેવાય છે અને એનો વ્યક્તિ કે સમષ્ઠિ પ્રતિનો વહેવાર ગુણ કહેવાય છે. ગુણથી ગુણાકાર થતાં જાય છે અને શ્રેણિ મંડાય છે. “ll પરસ્પરોપગ્રહ નીવાનામ્ ”
ચેતન અને ચેતનાને પોતામાં વર્તતી મિથ્યાત્વતા - વિષમતા - વિજાતીય પ્રવાહિતાથી થતાં નુકસાનની પ્રતીતિ થવાથી હવે પરસ્પરની સજાતીય પ્રવાહિતાની અનિવાર્યતાને સ્વીકારી, પૂર્વના ૪૩માં પદમાં ચેતન ચેતનાને સંબોધી કહે છે કે તું મારી જ છે અને મારી જ રહેવાની છે. માટે હવે તું ડર રાખ નહિ અને ફિકર ચિંતા કર મા ! એના પ્રત્યુત્તર રૂપે હવે આ ૪૪માં પદમાં ચેતના ચેતનને સંબોધીને કહે છે કે હું પણ તારી જ છું. તારી હતી અને તારી જ રહીશ. પુદ્ગલસંગે હું પુદ્ગલ થઈ નથી અને તેથી એ વિજાતીની વચ્ચે પણ હું ચેતના તો તને જ ઝંખી રહી છું કારણ એ વિજાતીમાં પણ હું તો નિત્યતા, પૂર્ણતા, સ્થિરતાને જ શોધી રહી છું. મારી ચેતનાની દશા તો રાવણની અશોકવાટિકામાં રામને માટે મૂરતી સીતા જેવી છે કે જે એના ચેતન સાથેના મિલાપને માટે શ્રી રહી છે.
તેરી હું તેરી હું કહું રી, ઈન બાતમેં દો તું જાને;
તો કરવત કાશી જાય, ચહું રી. તેરી...૧. ચિઘન સ્વરૂપ પરમ શુદ્ધ આનંદઘન ચેતવ્યપ્રભુને અને એની સહધર્મચારિણી ચેતનાને, ઉભયને પોતાની મિથ્યાત્વ - વિષમભાવની અવળી વિજાતીયવલણની મહામૂર્ખતા અને તેથી પરસ્પરની તરફ થયેલ ભૂલ સમજાઈ જતાં અરસપરસ જાણે એકબીજાની માફી — ક્ષમા પ્રાર્થતા ન હોય, એવાં એકબીજાને પ્રેમના લહેકાથી કહી રહ્યાં છે કે “તું મેરી !” “હું તેરી !” આવી પ્રેમળ લલિત ભાષાનો પ્રયોગ યોગીરાજજીએ આ બે પદમાં કર્યો છે તે સાંકેતિક
મતિજ્ઞાન જે વિકારી છે, તેને અવિકારી બનાવીએ તો તે જ્ઞાન કેવળજ્ઞાન રૂપે પરિણમે.
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૧૬
આનંદઘન પદ
-
૪૪
છે. આ સાંકેતિક પ્રયોગ એ પણ સૂચવે છે કે જીવન વ્યવહાર સુખેથી જીવવો હોય કે અધ્યાત્મમાં આગળ વધી મોક્ષે જવું હોય દરેક જગ્યાએ વાણીનો વ્યવહાર વિજ્ઞાન પૂર્વકનો એટલે કે આત્મ જાગૃતિ પૂર્વકનો હોવો જોઈએ. આ સાંકેતિક ભાષા એવો સંકેત કરે છે કે આ પદરચના સમયે, યોગીરાજજીનો ચેતન આત્મા સાતમા ગુણઠાણાની અપ્રમત્ત ધ્યાનદશામાં ઝૂલી રહ્યો હોવો જોઈએ. એઓશ્રીએ અરૂપી તત્ત્વને રૂપક રૂપે નાટકીય ઢબે ઢાળીને આ બે પદરચનાથી અભિવ્યકત કર્યું છે.
પરસ્પરના પ્રેમની અભિવ્યક્તિથી અભિરામ નહિ પામતા પાછા આગળ વધી ઉભય અરસપરસને જાણે કોલકરાર કરતાં હોય એમ આશ્વસ્ત કરી, વિસ્વસ્થ કરી રહ્યાં છે. ચેતન એની ચેતનાને કહે છે કે તું મારી જ છે. હવે તું તારા મનમાંથી ડર કાઢી નાંખ અને નિર્ભય થઈ જા ! તો વળતાં ચેતના એના સ્વામી ચેતનને કહે છે કે હું પણ તારી જ છું તેની તું ખાત્રી રાખ અને હું કહું છું એમાં એ વાતમાં જરાય દંભ -ડોળ કે દગો ફટકો નથી એ તું જાણી લે ! ચેતના કહે છે કે મેં દગાખોર કાયા ઉપરનો મમત્વભાવ હવે ત્યજી દીધો છે અને તેથી જ કહું છું કે ફરી કદી તારા દ્વારા મને કાયા પ્રત્યે મમતા રાખતી જણાઉં તો એની મને સહેજ ટકોર પણ કરશે અને ચેતવશે તો એ કાયાનો કેફ ઉતારવા કાશી જઈને કરવત મેલાવી ધડ અને માથું જુદાં કરવાનો માર્ગ ગ્રહણ કરતાં પણ અચકાઈશ નહિ એની ખાત્રી રાખજે ! રામની સતી સ્ત્રી સીતાએ રાવણને ત્યાં રહેવાં છતાં સ્વયંના સતીત્વને અણીશુદ્ધ અકબંધ જાળવી રાખી રામની જ રહી હતી, તેની અગ્નિપરીક્ષા આપી હતી, એવી કસોટીએ ચડવાની મારી તૈયારી છે.
સંસાર દાવાનળથી તપ્ત થયેલ ચેતનને ખબર પડતી નથી કે પોતે કોનાથી દુ:ખી થાય છે અને શા માટે આ સંસારમાં રખડે છે ? એને સત્ય સ્વરૂપ સમજાવવા માટે અહીં શુદ્ધચેતના સ્પષ્ટ બોધ કરી, પોતાના ત્રિકાળ શુદ્ધત્વની પ્રતીત કરાવી, તેની પ્રાપ્તિ માટે પ્રેરે છે. ગુણ અને ગુણી (દ્રવ્ય) એ બે અવિભાજ્ય સહભાવી છે. આ ગુણીના ગુણનું જે કાર્ય છે તે ગુણ અને ગુણીની ઓળખ કરાવનાર પર્યાય - વ્યવહાર છે. જેવો ગુણી છે અને જેવાં
સાધના એટલે જ્ઞાનમાં સુધારો. આપણા જ્ઞાનને નિર્મળ બનાવતા જવું એ ધર્મ.
Page #374
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪
૩૧૭
એનાં ગુણ છે એવું જ એનું ગુણકાર્ય થવું જોઈએ, તેની આડે આ જે કાયાની મમતાની વિસંવાદીતા - વિજાતીયતા આવે છે, તેની આડશને દૂર કરી ગુણીના ગુણ પ્રમાણેનો સજાતીય પ્રવાહ વહે - સંવાદીતા સધાય તેની અરસપરસની ખાત્રી ગુણ-ગુણી; ચેતના-ચેતન એકમેકને આપી રહ્યાં છે.
વેદ પુરાન કિતાબ કુરાનમેં, આગમનિગમ કશું ન લહરી; વાચા ફોર સિખાઈ સેવન કી, મેં તેરે રસરંગ રહુંરી. તેરી..૨.
પદના આ બીજા ચરણમાં ચેતના ચેતનને કહે છે કે સામાન્યત: આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આગમગ્રંથો ઉપયોગી છે. પરંતુ તે સાથે ચાર વેદ, અઢાર પુરાણ, કિતાબ એટલે ગ્રંથ સાહેબ કે અન્ય આધ્યાત્મિક વિષયના પુસ્તકો - કિતાબો, કુરાન તથા નિગમ એટલે ભાવિકથન કરનાર જયોતિષ આદિના ગ્રંથોમાં પણ આત્માની વાતો આવે છે. પરંતુ હવે તો હું તારી છું અને તું મારો છો ત્યારે બહાર બીજેથી આત્માને લેવા - પ્રાપ્ત કરવા (લઘુંરી) જવા કરતાં, તું જ ચેતન મારો આત્મા છે, એ આત્માની અનુભવ વાણી (વાચા) જે અંદરથી ફૂટશે - ફોરશે (ફોર) એટલે કે જે બ્રહ્મનાદ - અંતરનાદ - આત્માનંદ જાગશે, તે અંત:સ્કૃતિ પરાવાણીની શીખાઈ એટલે કે શિખામણ-સલાહનું હું સેવન કરીશ (સેવનકી) તે, એવી રીતે કરીશ કે એ તારા ચેતન આત્માના જ રસરંગરૂપે રહેલી હોય, (રહુંરી), અર્થાત્ જેમ પૂષ્પ અને પૂષ્પની સુવાસ, પૂષ્પનો રંગ, રૂપ, નજાકતતા જે રીતે એકરૂપ અભેદ પ્રવર્તે છે, એમ હું તારી ચેતના એટલે કે તારા ગુણ અને એનું ગુણકાર્ય, તું ગુણી એવાં ચેતન - આત્મદ્રવ્યથી તદ્રુપ - અભેદ બનીને કાર્યશીલ રહીશું; જેથી ગુણી (દ્રવ્ય), ગુણ અને ગુણકાર્ય (પર્યાય) નું પ્રવર્તન ભેદરૂપ નહિ પણ અભેદરૂપ હોય.
પદના આ બીજા ચરણ દ્વારા યોગીરાજજીએ આત્માને પામવાનો સાચો, બબ્બે સચોટ ઉપાય બતાવ્યો છે. માત્ર શાસ્ત્ર અભ્યાસથી આત્માને પામી શકાતો નથી. પરંતુ શાસ્ત્ર નિર્દેશિત માર્ગે, આત્મસાક્ષીએ પ્રામાણિક બનીને અંતરના આત્મભાવોને અનુસરવાથી આત્મસ્વરૂપની સ્પર્શના - અનુભવન - આસ્વાદન અને પ્રગટીકરણ થાય છે એ અનુસરણ - વિકાસયાત્રા સાચી
જ્ઞાન વીતરાગ બને તો જ્ઞાન પૂર્ણ બને અને પૂર્ણ આનંદ આપે.
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૧૮
આનંદઘન પદ
- ૪૪
દિશામાં થઈ રહી છે કે નહિ તેનો તાળો શાસ્ત્રોમાંથી મેળવી આત્મવિશ્વાસ વધારી, આત્મશાસિત થઈ પરમાત્મસ્વરૂપ પ્રકાશન કરી શકાય છે.
મેરે તો તું રાજી ચાહિયે, ઔરકે બોલ મેં લાખ સહુરી; આનન્દઘન પિયાવેગે મિલો પ્યારે, નહીં તો ગંગતરંગ બહુરી...તેરી...૩.
હે મારા ચૈતન્ય પ્રભુ ! મારો (ચેતના-ગુણ) અને આપનો સંબંધ તો ગુણ-ગુણીભાવ રૂપ અભેદ અન્વય સંબંધ છે. એક સિક્કાની બે બાજુ જેવો આપણો સંબંધ છે. આપની (ગુણીદ્રવ્યની) ઓળખ મારા (ગુણ-ચેતના) થકી છે અને મારો આધાર (પ્રાણ) આપ છો. આપણો અવિનાભાવિ - અભેદ -. અન્વય સંબંધ છે.
-
-
હે પ્રાણપ્રિય ચૈતન્ય પ્રભુ ! હું તો તારો રાજીપો - તારી પ્રસન્નતા ચાહું છું. તું રાજી રહે - તારી કૃપા બની રહે - સ્વામી આધાર ચેતનની આત્મપ્રસન્નતા બની રહે એ માટે - એને ખાતર તો ઔર કે - અન્યના (બીજાના) જે કાંઈ અને જેટલા પર હોય તે ભલેને લાખોની સંખ્યામાં કેમ ન હોય એ બધાંય બોલ (વચન)ને હું સહન કરી લઈશ. કર્મદહન કરી પ્રભુપદ પામવા સહનશીલતાનો ગુણ ભારે ઉપયોગી નીવડે છે. સહનશીલતાના આધારે જ ક્ષમા અને સમતાની વર્તના છે. તેથી આ સહનશીલતાને આત્મધ્યાનની પરાકાષ્ટારૂપ ગુણ સમજવા જેવો છે. જ્યાં બીજો કોઈ ઉપાય નથી ત્યાં સહન કરવુ એજ એક ઉપાય છે. સમતા-ચેતના આનંદઘનના અવતાર સમા પોતાના ચેતનને પ્રાર્થી રહી છે કે હે ભકત વત્સલ ભગવંત ! આપની ભકતપ્રિયાને દર્શન આપવા, આપ પ્રચંડ વેગે શીઘ્રાતિશીઘ્ર આવી મળો (મિલો). આપ તો સમય માત્રમાં લોકાગ્ર શિખરે પ્હોંચી જવાની ગતિશક્તિ ધરાવો છો, તો હવે વેગથી (જલ્દીથી) મળો. જો આપ વેગે કરીને શીઘ્ર આવશો નહિ, તો જેમ ગંગા નદીનો પ્રચંડ વેગે ધસમસતો પ્રવાહ કુશળ એવાં તરવૈયાને પણ એના પ્રવાહમાં ક્યારેક તાણી જાય છે, એમ હું સમતા ચેતના આપ ચેતનને પામવા અને ચેતનમય બની જવા આતુર ઉત્સુક છું છતાં ભય છે કે ક્યાંક ચિત્તવૃત્તિઓ મમતાના અવળા પ્રવાહમાં અવળા માર્ગે ફંટાઈ નહિ જાય. પદના આ ચરણનો નિષ્કર્ષ એ છે કે આનંદઘનજી
પ્રયત્ન દોષનાશ અને ગુણપ્રાપ્તિનો હોય પરંતુ લક્ષ્ય તો સ્વભાવનું હોય !
Page #376
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪
૩૧૯
મહારાજ જેવાં અવધૂત ચોગી ઋષિરાજ પણ જ્યાં સુધી ચેતનથી અભેદતા સધાતી નથી ત્યાં સુધી પોતાને જો અસુરક્ષિત માનતા હોય તો આપણે તો કેટલી સાવધાની વર્તવી જોઈએ અને જાગૃત - સાવચેત રહેવું જોઈએ !
પદનો બોધ એ છે કે શાસ્ત્રોના અંગુલિનિર્દેશ મુજબ આત્મભાવમાં વર્તા, આત્માનુભૂતિ કરી, આત્મશાસિત થઈ, ગુણ અને ગુણી અર્થાત્ ચેતના અને ચેતને એકમેકના સથવારે પર્યાય વિશુદ્ધિ કરી દ્રવ્ય, ગુણ અને પર્યાય એટલે કે ગુણી, ગુણ અને ગુણકાર્ય કે પછી ચેતન, ચેતના અને એની ચિતિ-ચિતકાર્યની અભેદતા સાધવાની છે; જેમાં જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ જાગૃતિ - અપ્રમત્તતા વધારતા જઈ અભેદ પ્રતિનો વેગ વધારતા જવાનું છે કે જેથી ભેદભાવમાં સરકી જઈ અભેદતાથી છેટા નહિ પડી જવાય.
સતકેવલી બનેલા અને ઉપશમણીએ ચઢી ૧૧મે ગણસ્થાનકે છેઠ વીતરાગતાનો સ્વાદ ચાખી આવેલા એવા પણ અનંતા આત્માઓ આજે નિગોદમાં રહી કાળ પસાર કરી રહ્યા છે માટે જરા પણ ગાફેલ ન થઈ જવાય તેની કાળજી રાખવાની છે. ગમે તેટલા આગળ વધીએ, ગમે તેટલો આનંદ અનુભવાય તો પણ તે બિંદુ તુલ્ય છે. સિંધુ જેટલો કેવલજ્ઞાનનો આનંદ પામવાનો હજુ બાકી છે એ વારંવાર યાદ કરવા જેવું છે.
નિમિત્તો મળથી ગભત દોષો ઉલઢી આવી યઢકે છે, માટે સારા નિમિત્તો વચ્ચે રહી જાતને જાળવતા રહેવું.
ક્યાં તો બધાંથી ભેદ કરી છૂટો પડી મોક્ષે જ ! ક્યાં તો બધાંથી અભેદ થઈ બધાંને પોતાના માની મોક્ષે જા !
જ્ઞાનમાં જાણનારો જણાય એ મોક્ષમાર્ગ છે, જ્યારે જગત જણાય એ સંસાર છે.
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૨૦
પદ
-
૪૫
(૨ાગ : ટોડી)
ठगोरी भगोरी लगोरी जगोरी ममता माया आतम ले मति, अनुभव मेरी और दगोरी ॥
આનંદઘન પદ
प्राननाथ विछरेकी वेदन, पार न पामुं अथाग थगोरी, आनन्दघन प्रभुदर्शन औघट, घाट उतारन नावमगोरी ॥
ગોરી.
૪૫
भ्रात न तात न मात न जात न, गात न वात न लागत गोरी, મેરે સવ વિન વાન પલ્સન, તાન સુધારસ પાનવયો (ગો) રી નોરી. રા
11911
ગોરી. 13/
ઠગોરી ભગોરી લગોરી જગોરી મમતા માયા આતમ લે મતિ; અનુભવ મેરી ઔર ગોરી. ઠગોરી...૧.
યોગીરાજજીનો ચેતન આત્મા જાગૃત થયો છે તેને સૂચવનારા, આત્મજાગૃતિથી . આત્મખુમારી ભર્યો મોહને પડકાર ફેંકતા યોગીરાજજીના હૃદયોદ્ગાર એટલે આ ૪૫મું પદ. ચેતન અને ચેતના એમ ઉભયની ઉકિત તરીકે ઘટાવી શકાય એવું આ પદ યોગીરાજજીની યોગ ચમત્કૃતિ છે કે જેમાંથી એકથી અધિક ગુહ્યાર્થો તારવી શકાય એમ છે.
આત્મવિશુદ્ધિના સાધના માર્ગે આગળ વધતાં ચેતનાત્મા જ્યારે જાગૃત થઈ જાય છે, ત્યારે તેને માયા મમતા કેવા ઠગારા લાગે છે, તે સૂચવતા ચેતનાના કહો તો ચેતનાના અને ચેતનના કહો તો ચેતનના ઉદ્ગારો, પદના આ પહેલા ચરણમાં વ્યકત થાય છે.
હે ઠગોરી એટલે કે ઠગારી માયા મમતા ! અનાદિના અનંતકાળથી તમે મારા ચેતન આત્માને અથવા તો મારી ચેતનાને ઠગતા આવ્યા છો. અત્યાર સુધીનો એ બધોય સમય હું તમારી મોહજાળમાં, મોહની મૂર્છામાં - અજાગૃતપણે ફસાયેલો રહ્યો. પણ હવે હું જાગ્યો છું કારણ કે અનુભવજ્ઞાની એવાં આપ્તપુરુષોના પ્રકૃતિ અને પુરુષ (- આત્મા) નો સંયોગ તે સંસાર, પ્રકૃતિ અને પુરુષનો વિયોગ તે મોક્ષ
Page #378
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૫
૩૨૧
વચનથી મારી મતિ એટલે કે મારા મતિજ્ઞાનને હું આત્મામાં લઈ (લે) ગયો. છું અર્થાત્ મારી મતિ આત્મલક્ષી થતાં આત્મજાગૃતિ (જગોરી) આવવાથી હવે મારી ગતિ પરમાત્મ ભણી થઈ છે. મહામહોપાધ્યાયજી યશોવિજયજીએ પણ ગાયું છે........
કૃપા કરકે પ્રભુ દરિસન દીનો, ભાવકી પીક મીટાઈ,
મોહનિદ્રાસે જાગૃત કક્કે સત્યકી શાન સુનાઈ; તન મન હર્ષ ન માઈ સખીરી આજ આનંદ કી ઘડી આઈ.
ભલે આજ લગી હું મોહનિદ્રામાં અભાનદશામાં હોવાથી હું મારા ઘરનો માલિક હોવા છતાં પણ માલિક એવાં મને ચોર ભાગેડુ બનાવી ચારે ગતિમાં ભગાડ્યો (ભગોરી) અને રખડાવ્યો ! પરંતુ હવે હું જાગ્યો (જગોરી) છું અને આત્મભાન થયું હોઈ, મારા ઘરનો હું માલિક તમને એલાન કરું છું કે હવે તમે ઠગારાઓ, જેણે મારું ઘર બચાવી-પચાવી પાડ્યું હતું એવાં તમે અહીંથી નીકળો - ભાગો (ભગોરી) ! હવે તો હું તમારી પાછળ જ લાગી (લગોરી) પડ્યો છું અને તમને મારા ઘરમાંથી હકાલબહાર કાઢીને જ જંપીશ. મારા ઘરમાં - આત્મઘરમાં અડ્ડો જમાવીને પેધા પડી ગયેલા તમારે પોબારા ભણ્યા સિવાય - પલાયન થયા સિવાય તમારો છૂટકો નથી કારણ કે માલિક જાગ્યો છે અને આત્મજાગૃતિ - આતમ મતિનો ડંગોરો લઈને તમારી પૂંઠે પડી ગયો છે.
અનુભવજ્ઞાની આપ્તપુરુષોએ મને બરોબર સમજાવી દીધું છે કે આત્મઘરનો સાચો માલિક કર્તા હર્તા ભોકતા તો હું જ છું ! મારા આપેલા Power of atorney - કામચલાઉ અધિકારનામાનો દુરુપયોગ કરી કર્મો મારી જ આપેલી એ સત્તાની રૂએ માલિક બની બેઠાં હતાં. હવે એ મારો Power of attorney વિથડ્રો કરું છું - પાછો ખેચું છું ! માટે હે માયા મમતા ! હવે તમે દગાખોરી કરીને મને તમો ઉત્થાન પામતા રોકી, સંસારના કેદખાનામાં પૂરી રાખી ચારે ગતિની જેલોમાં ફેરવ્યા કરો અને મારા મુકત અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંતસુખમય એવાં અનંત ચતુષ્કાથી દૂર રાખો તે હરગીજ ચલાવી લેનાર નથી. મારી આપેલી સત્તાના જોરે તમે નાચતા હતાં. હવે એ મારી સત્તા પાછી ખેંચી
રહેવું પડે તો સંસારમાં ભલે રહો, પણ સંસાર તમારામાં ન રાખો. માન્યતા બદલો.
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૨૨
આનંદઘન પદ - ૪૫
લઈ એને મારા આત્મામાં વાળી લઈ સર્વસત્તા આત્મસ્વાધીન કરી આત્મશાસિત રહી આત્મસ્થિત થાઉં છું તો હવે તમે આ મારું ઘર છોડી તમે તમારે રસ્તા પડો !
ભાત ન તાંત ન માત ન જાત ન, ગાત ન, બાત ન લાગત ગોરી; મેરે સબ દિન દરસન પરસન, તાન સુધારસ પાન પગોરી. ઠગોરી.૨. | હે માયા મમતા ! આજ દિવસ સુધી તમારો દોરવ્યો, દોરવાયો અને પુદ્ગલની માયાને ન સમજતાં, મમતાના પનારે પડી, મમતાના પાપે એક ભવા પૂરતા ટકનારા અને દેહના સંબંધે ઉત્પન્ન થનારા ભવપ્રત્યેકી ભાઈ (ભાત), તાત-પિતા, માતા, જાત એટલે એક ગોત્રીયતા એવાં ફળના, જ્ઞાતી (ગાત) અથવા ગાત્ર (ગાત) એટલે શરીર કે પ્રાપ્ત મન વચન કાયયોગ એ બધાં સંબંધોને મારા મારા કરી વળગ્યો, પરંતુ આ (બાત) વાત કાંઈ ગૌરવવંતી (ગોરી) - શોભાસ્પદ કે ઉજળી લાગતી (લાગત) નથી.
અનુભવજ્ઞાની આપતપુરુષોએ સમજાવ્યું અને મારા અનુભવથી મને જણાયું કે આમાંના કોઈ સંબંધો સાચા સંબંધો છે જ નહિ. આ તો દેહના સંબંધે " બંધાયેલાં સંબંધો છે. પંખી મેળા અને મુસાફર ખાનાના સંબંધો છે. જ્યાં દેહનો જ સંબંધ ઠગારો અને દગાખોર છે કે જે વિનાશીનો વિશ્વાસ રખાય એમ નથી, તો પછી આ દેહના સગપણો અને દેહના વળગણોનો કેમ વિશ્વાસ રખાય ? જ્ઞાની કહે છે કે દેહ તો વળગાડ છે. એ વળગાડને વળગવાનું હોય કે પછી એ ભૂતને ભગાવવાનું હોય? આ બધું તો દેખાય છે ગોરું (ગોરી) પણ વાતમાં કાંઈ માલ નથી. આ કાંઈ ગોરું નથી પણ કાળું છે. એ તો આત્માની અશુદ્ધિ સૂચવતી કાલિમા છે. વિચારો ! વિચારતા જણાશે કે આ વાતમાં કોઈ ભલીવાર - સારાવટ નથી. આ તો દેહ છે ત્યાં સુધીના અને આ દેહ સાજો - સારો રહી સંબંધીઓના કામમાં આવે, એમનો સ્વાર્થ સધાય ત્યાં સુધીના સ્વાર્થી - મતલબી સંબંધો છે. પછી તો કોણ કોનો છોરું અને કોણ કોનો બાપ ? સ્વાર્થ પૂરો થતાં ભેગાં થયેલાં છૂટા પડી જઈને રખડવાનુ જ રહે છે. આત્મા આત્મામાં રહીને આત્માની બાજુએથી વિચારે, ચેતન ચેતનવંતા
ભેદમાંથી અભેદમાં જા ! સક્રિયમાંથી આંક્રય થા પરથી ખસ સ્વમાં વસ!
Page #380
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૫.
૩૨૩
બની જ્યારે વિચારે છે ત્યારે વાત ગોરી - વજુદવાળી લાગતી નથી. ચેતન તો તે છે કે જે પ્રત્યેક સમયે ચેતતો રહીને ચેતીને ચાલે. ચૈતન્યરત ચેતનાની ચીતિ (ચેતનાકાર્ચ) તેજ ચેતન્યતા. એમાં કેવળ સજાતિયપ્રવાહ હોય છે. એ વિજાતિય વહેણ (વહેવા - તણાવાપણું) નથી પણ સજાતીય પ્રવાહણ છે. દ્રવ્યના (ચેતનના) દ્રવ્યત્વ (ચેતનત્વ)નું શ્રવણ છે. બાકી તો પોતે ચેતના હોવા છતાં પોતાની ચેતના જે જ્ઞાન - દર્શન - આનંદ છે તે સ્વપે પ્રવાહિત - પ્રવર્તિત નહિ થતાં વિજાતીયના વહેણમાં વહે છે - તણાય છે - ખેચાય જાય છે અને તેમાં હું પણાની અને મારાપણાની કુબુદ્ધિ કરે છે, તેને તો ચેતન કહેવાય જ કેમ ? એ વિજાતીય સંબંધેને કારણે છયે દ્રવ્યોમાં સર્વોચ્ચ સ્વ પર પ્રકાશક આનંદ સ્વરૂપી જીવજાતિનો અને સિદ્ધના ઉત્તમકુળનો સહજાનંદી સહજ શુદ્ધસ્વરૂપી અવિનાશી આત્મા વિનાશી, નામી, રૂપી, ગુરૂલઘ, બાધ્યબાધક ભાવથી સુખી દુ:ખી દેહધારી પરાધીન બન્યો છે. અને એવો હીન સંસારી બની ચૌદ રાજલોકમાં ભ્રમણના આદિ (વ્યસની) એવાં પુદ્ગલના રવાડે ચઢી. ચારેગતિમાં રઝળનારો રખડુ બન્યો છે.
ચેતન કહે છે કે હે મમતા અત્યાર સુધી તેં મને તારા પાશમાં ફસાવ્યો. હતો - ચેતનાની વાત લઈએ તો ચેતના કહે છે કે હે મમતા તેં મારા ચેતનને મારાથી છીનવી લઈને એને તેં તારી બાંહોમાં જકડી રાખ્યો હતો તેથી પ્રભુના - પરમાત્માના દરસન - દર્શન, પરસન - સ્પર્શન (પરમાત્મભાવ સ્પર્શના), તાન એટલે પરમાત્માની લગન - પરમાત્માના ગાન - કીર્તન - ભજનથી વેગળો (વંચિત-અળગો) રાખ્યો હતો. પરંતુ હવે આપ્તપુરુષોની આપ્તવાણી અને સ્વાનુભૂતિથી હું જાગૃત થયો હોવાથી મારા બધાંજ દિવસો (સબ દિન) પ્રભુ પરમાત્માના દર્શન, વંદન, અર્ચન, ભજન, કીર્તન અને પરમાત્મસ્વરૂપ રમણમાં પસાર થતાં હોવાથી સારોય સમય ચિત્ત પ્રસન્નતા વર્તે છે.
કાયયોગથી સ્થાપના નિક્ષેપે રહેલા પરમાત્માના કાયયોગનું પૂજન કરી, વચનયોગથી પરમાતમાના ગુણગાન સ્તુતિ સ્તવન કરતાં તથા પરમાત્માના વચનોનું શ્રવણ, મનન, ચિંતન, પઠન, પાઠન વડે પ્રભુના વચનયોગની પૂજા કરી તેમજ પરમાત્માની શુકલલેશ્યા જેવી છે એવી શુકલલેશ્યા કે તેજો પદ્મા
સંયોગો વિયોગી સ્વભાવવાળા છે, માટે સદાકાળના સાથી આત્મામાં સ્થિર થા!
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૨૪
આનંદઘન પદ
પ્રાનનાથ વિછરેકી વેદન, પાર ન પામું અથાગ થગોરી; આનન્દઘન પ્રભુદર્શન (અવઘટ) ઔઘટ, ઘાટ ઉતારન નાવ મગોરી. ઠગોરી...૩.
લેશ્યાના ભાવમાં રહેવા દ્વારા પ્રભુના મનોયોગની પૂજા કરવા દ્વારા જે સુધારસ - અમૃતરસનું પાન કરવા મળ્યું છે તેનાથી મારા મન વચન કાયા પાંગરી ઊઠ્યા છે - મહોરી - ખીલી ઊઠ્યા (પગોરી) છે. કાયા વંદ્ય - પૂજય બની છે, વચન આજ્ઞાસ્વરૂપ આરાધ્ય બન્યા છે અને મન નિર્મળ બન્યું છે. કારણ બધીય ઈન્દ્રિયો સહિત મન પાંચે ઈન્દ્રિયોના ૨૩ વિષયોથી વિમુખ થઈ આત્મવશ રહી આત્માભિમુખ વર્તી રહેલ છે.
·
-
૪૫
ચેતનાને એના પ્રાણનાથ ચેતન પરમાતસ્વરૂપથી વિછરી-બિછડી-વિખૂટા પડી જવાની વેદનાનો કોઈ પાર નથી સીમા નથી. એ તો વેઠે તે જાણે. પ્રસુતિની વેદના પ્રસુતા જ જાણે. એને પ્રસુતિ કરાવનારી સુયાણી-દાયણ પણ નહિ જાણે. પાછું એ પણ એટલું જ સાચું છે કે પ્રસુતિની - પ્રસવની વેદના સહન કરે તે જ માતા બનવાનું અને જણ્યાને ખોળે રમાડવાનું સુખ માણી શકે.
આમ પરમાત્મદર્શન - આત્મસાક્ષાત્કાર થવામાં ઘણી ઘણી વેદના સહન કરવી પડે છે. પરંતુ પરમાત્મા તો પ્રાણ-પ્રાણનાથ છે. આત્માના પરમ આત્મસ્વરૂપને પામું નહિ તો એના વિરહના વિયોગમાં ભવદુ:ખનો કોઈ પાર નથી. હવે તો એ વેદનાથી પાર ઉતરી જાઉં - એનો અંત લાઉં ત્યાં સુધી પરમાત્મધ્યાનમાં ચિત્તને થગિત સ્થગિત સ્થિર કરવા થાક્યા વિનાના એટલે અથાગ - તનતોડ પ્રયાસ કરીશ અને વેદનાનો અંત આણીને જ રહીશ.
-
અવગડ -
એ આનંદમયી પ્રભુદર્શનને પામવાનો માર્ગ ઘણો ઔઘટ અવઘટ વિષમ - કઠિન છે. હવે તો પ્રભુ ! આ ભવસાગર પાર ઉતારી, આતમ ઘાટે આતમને ઉતારે એવી ભાવનાવ માંગુ (મગોરી) છું, જે આપ મોકલાવો જેથી ભવપાર ઉતરું !
ઉપયોગ ઉપયોગ ઉપર રાખ ! ષ્ટિ દૃષ્ટા ઉપર રાખ ! જેથી ભીતરનો ભગવાન પ્રગટ થાય.
Page #382
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૫
૩૨૫
હે પ્રભુ! એવી કૃપા કરો એવું બળ આપો કે સાતમે ગુણકાણે ચિત્તની સ્થિરતા - નિર્વિકલ્પતાને પામી શ્રેણિ - ક્ષપકશ્રેણિના ઘાટે ચડી બારમાં ગુણઠાણે આતમઘાટે ઉતરી તેરમા ગણઠાણાની ચેતન - ચેતના - ચીતિ - દ્રવ્ય (ગુણી) - ગુણ - પર્યાય (ગુણકાર્ય) ની અભેદ પ્રવર્તના રૂપ મારા આનન્દઘન સ્વરૂપનું દર્શન એટલે - વેદન કરું !
પદનો બોધ એ છે કે પુદ્ગલની માયાથી ઉભા થતાં દેહ અને દેહ સાપેક્ષ દુન્યવી સંબંધોની મમતાથી પર થઈ ચિત્તપ્રસન્નતા - ચિત્તસ્થિરતાના આધારે શ્રેણિના મંડાણ કરી આત્મપ્રત્યક્ષ થઈ આનંદઘનસ્વરૂપી આત્માને - આત્માનંદને પામો.
નિમિત્ત નૈમિત્તિકભાવમાં કાર્ય-કારણો ભાવ માનવો તે વ્યવહારાય છે. કાર્ય ઊયાદાળમાં જ થાય. કારણ ઉયાદાળ જ ઉયાદાનરૂયે યરિણામે. પુરુષાર્થ ઉયાદામાં જ ઉયાદાન વડે થાય.
ઉયયોગની ચંચળતા એ સંસાર, ઉપયોગની સ્થિરતા બે વર્ષની શરૂઆત અને ઉયયોગની અવળતા એ સિદ્ધિ છે.
જે હોકાળ સ્થિર હોય તે શું ધ્યાન કરી શકાય છે, વણા જે વળે વળે વલવાય તેવું કેમ કરી ધ્યાન ધરી શકાય ?
વર્તમાનમાં રહેતા નથી આવડતું, તે સાધક નથી.
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૨૬
આનંદઘન પદ - ૪૬
પદ - ૪૬
(રાગ : ટોડી) चेतन चतुर चोगान लरीरी, चेतन. ॥ जीतलै मोहरायको लसकर, मिसकर छांड अनादि धरीरी ॥ चेतन. ॥१॥ नागी काढले ताडले दुश्मन, लागे काची दोय धरीरी, अचल अवाधित केवलमनसुफ, पावे शिवदरगहमरीरी ॥ चेतन. ||२|| और लराइ लरे सो बावरा, सूर पछाडे नाउ अरिरी, धरम मरम कहा बुजे न और, रहे आनन्दघन पद पकरीरी || चेतन. ॥३॥
૪૫માં પદમાં આનંદઘનજીએ શુદ્ધ ચેતન વિશુદ્ધદશાને પામીને માયા મમતાને પડકારે છે. મેં તમને ઓળખી લીધા છે ! હવે તમે મારા ઘરમાંથી ભાગી જાઓ ! મારો આત્મા તમારે હવાલે થશે નહિ ? એ વાત કહી છે. યોગીરાજે પહેલાં ૪પમાં પદમાં ચીમકી (ચેતવણી) આપી દીધી. હવે આ ૪૬માં પદમાં ચેતન મોહરાજા અને તેના લશ્કરને ચોગાનમાં - યુદ્ધના મેદાનમાં આવી લડી લેવાને ખુલ્લો પડકાર ફેકે છે.
જેમ મહાભારતના યુદ્ધમાં રણક્ષેત્રે - કુરુક્ષેત્રે કૃષ્ણ અર્જુનના સારથિ બનીને અર્જુનને યુદ્ધની ભૂમિકા સમજાવી રહ્યા છે તેમ અહીં મોહરાજાના સૈન્ય સામે ચેતન પોતાની જાતને જ સંબોધીને કહે છે કે તું યુદ્ધની ભૂમિમાં ઊભો છે. અહીં યુદ્ધની ભૂમિમાં દયા, માયા, મમતા, કરુણા, કોમળતા, કુણાશને કોઈ સ્થાન નથી. અહીં પોચટવેડા, બાયલાપણું નહિ ચાલે. અહીં તો શત્રુ તો શત્રુ તરીકે જ જોવાના છે અને એને મારી હઠાવી જાતનો જય કરવાનો છે. આ તો મોહની સામેનું - અધર્મની સામેનું - અસતની સામેનું ધર્મચદ્ધ છે. આ તો મોહના પંજામાં ફસાઈ ગયેલ આત્માને મોહના ફંદામાંથી મુક્ત કરી પરમાત્મપદે બિરાજમાન કરવા માટેની આત્મલકત છે. યોગીરાજજીએ કેશરિયા કર્યા છે અને આપણને પણ કેશરિયા કરવા પ્રેરે છે.
આત્મની કલ્પર્શત વિકલ્પરૂપે પરિણમે છે. નિર્વિકલ્પ પરિણમન એ મોક્ષમાર્ગ છે.
Page #384
--------------------------------------------------------------------------
________________
આનંઘન પદ
-
૪૬
ચેતન ચતુર ચોગાન લરીરી, ચેતન.
જીત હૈ મોહરાયકો લસકર, મિસકર છાંડ અનાદિ ઘરીરી... ચે...૧.
૩૨૭
હે ચેતન ! તું ચતુર છે. સંસાર એ ચોગાન એટલે કે યુદ્ધનું મેદાન અથવા તો રણમેદાન છે. એ રણમેદાનમાં શત્રુઓ સામે લડવા (લરીરી) તું સુસજ્જ થઈ ઊભો છે. આ રણમેદાન છે અને સામે શત્રુઓ છે જેની સાથે ચતુરાઈ પૂર્વકની રણનીતિ - યુદ્ધનીતિ અપનાવવાની છે. શત્રુ એવાં મોહરાજાના સૈન્યે તારું સ્વરાજ્ય એવું આત્મરાજ્ય કપટ કરી દગાફટકાથી પડાવી લીધું છે. ચેતન સરળ સ્વભાવી અને સાત્વિક ગુણી છે. જ્યારે સામેના દુશ્મનો તામસ પ્રકૃત્તિવાળા અહંકારી, કપટી અને લુચ્ચા છે. આવા શત્રુ (અરિ)ને જીતવા હણવા ચેતન તારે જ્ઞાનરૂપી શસ્ત્રને ધારદાર તીક્ષ્ણ બનાવવાનું છે. આ ધર્મયુદ્ધ છે માટે ધર્મધ્યાનની આત્મજાગૃત દશામાં સતત સાવધ અપ્રમત્ત રહેવાનું છે. આ ધર્મયુદ્ધ છે અને તેથી અહિંસક લડત છે, માટે એમાં તલવાર ભાલા જેવાં પારંપારિક સંહારક શસ્ત્રો કામમાં નહિ આવે. આ લડત એવી લડત છે કે જો લડતા નહિ આવડે તો બુદ્ધિને કુબુદ્ધિ થતાં વાર લાગતી નથી. બુદ્ધિ એ પ્રકૃત્તિનો ગુણ છે કારણ કે કર્મ સાપેક્ષ ગુણ છે. બુદ્ધિ એ પ્રકૃત્તિની પક્ષકાર છે. માટે બુદ્ધિથી લેખાજોખા નહિ કરતાં બુદ્ધિને એક બાજુએ રાખી મહાવીર પ્રભુએ જે રીતે ક્ષમા, સમતા, સહનશીલતાથી ઉપશમભાવમાં રહીં અહિંસક લડત આપી એવી લડત આપવાની છે, એમ યોગીરાજજી પોતાની જાતને કહેવા દ્વારા સહુ સાધકોને પણ જણાવે છે. આ ધર્મયુદ્ધ જીતનારા કાળ વિજેતા બની કાલાતીત અને અકાલ બને છે. કાળવિજેતાની સિદ્ધિ ક્ષેત્ર વિજેતા કરતાં કંઈ ગુણી ચડિયાતી છે.
-
-
અનાદિકાળથી જીવે કર્મોની રજની મેશ કાળાશ એટલે કે મિસકર જે આત્મપ્રદેશે ચોંટાડી છે - ધારણ (ધરીરી) કરી છે તેને છાંડીને એટલે કે છોડીને મોહરાય - મોહરાજાના લશ્કરને તું જીતી લે. કાર્મણ વર્ગણા જડ હોવાથી એ કાંઈ સ્વયં આત્માને વળગી નથી. પરંતુ અજ્ઞાનભાવે કરી જીવો પોતે જ પોતાની રાગ અને દ્વેષની ચીકાશે કરીને એ ખેંચાવાના ગુણવાળી કાર્યણવર્ગણાને ખેંચીને આત્મપ્રદેશે વળગાડી છે. આમ અજ્ઞાનભાવે કરીને ચેતન પોતે જ બંધાયો છે.
જ્યાં ક્ષયોપશમભાવ છે, ત્યાં પુરુષાર્થ છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૨૮
આનંદઘન પદ - ૪૬
વળી જીવ કાંઈ આપ મેળે અજ્ઞાની બન્યો નથી. જીવની મહીં જ્ઞાન તો પડ્યું જ છે. એ અનંત દર્શન - અનંત જ્ઞાનનો ધણી છે પરંતુ એ જ્ઞાન ઉપર કર્મના પડળો ચડી જવાથી જ્ઞાન-દર્શન આવરાઈ-ઢંકાઈ ગયા છે. આ કર્મોના આવરણ હઠતાં નથી એટલે દર્શન-જ્ઞાન અનાવૃત થઈ પ્રકાશમાં આવતા નથી. આમ ચેતન પણ બાપડો કર્મનો નચાવ્યો નાચતો હોવાથી એનો પણ દોષ કાઢી શકાય એમ નથી. કર્મો પણ પરિણમન સ્વભાવવાળા હોવા છતાં કાંઈ કર્તા સ્વભાવવાળા નથી. જડ-ચેતનની આ લડાઈમાં કોને દોષિત ઠેરવવો અને કોને નિર્દોષ એ એક યક્ષ પ્રશ્ન છે.
તો પછી પ્રશ્ન એ ઉભવે છે કે આ સંસાર ઊભો કેવી રીતે થયો? આ સંસાર તો મોહરાજાએ રચેલી મોહજાળ - ઈન્દ્રજાળ - માયાજાળ છે જેમાં જીવ પોતે પોતાને ભૂલી જવાથી ફસાયો છે. જીવ પોતે પોતાને પોતાના પોતને - ટીમ્બરને ભૂલ્યો એટલે મોહ પરિણામ આત્મામાં ઊભો થયો. આ મોહ પરિણામ એટલે રાગ-દ્વેષના પરિણામ જે પ્રકૃતિની નિપજ છે અને તેજ માયા છે. જે સદા એક સ્વરૂપે કે એક સ્વભાવે ન રહે પણ સતત બદલાયા કરે, તેથી હોય તેવી દેખાય નહિ અને દેખાય તેવી હોય નહિ, એ માયા છે. પ્રકૃત્તિ ત્રિગુણાત્મક હોવાથી પોતાનું રૂપ નિરંતર બદલ્યા કરે છે માટે જે પ્રકૃતિને તત્ત્વ છે તે માયા છે. આ માયા જ મોહની જનની છે. માયા જ મોહને પેદા કરે છે અને પાછી મોહથી જ માયા પુષ્ટ થાય છે. આવા આ મોહરાજાના લશ્કરને જીતી લેવા યોગીરાજશ્રી આનંદઘનજીએ ખુલ્લંખુલ્લા રણમેદાનમાં આવી યુદ્ધનો શંખ ફૂંકયો છે. આ તો પુરુષ અને પ્રકૃત્તિ વચ્ચે ખેલાઈ રહેલું આંતરિક યુદ્ધ છે.
આ વિશ્વની અકલ રચનાને જગત આખુંચ કળી શકતું નથી તેથી તેના પાશમાં ફસાઈને રખડે છે. જ્ઞાની એને કળી શકે છે તેથી તેનો પાર પામવા પુરુષાર્થ આદરે છે.
નાગી કાઢલે તાલે દુશ્મન, લાગે કાચી હોય ઘરીરી; અચલ અબાધિત કેવલ મનસુફ, પાવે શિવદરગાહ મરીરી. ચે...૨.
અઘાતકર્મ વિષે માત્ર ઔયક ભાવ હોવાથી પુરુષાર્થ નથી.
Page #386
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૬
૩૨૯
યુદ્ધમાં લડવૈયાઓને જેમ બારોટો પાનો ચડાવે છે એમ યોગીરાજજી કહે છે કે નાગી તલવાર ઢાલ ખંજર (કાઢલ) કાઢી લઈને તું દુશ્મન ઉપર તાટકી પડ - તૂટી પડ (તાલે) તો તું એમાં કાચી બે ઘડી એટલે કે એક અંતમુહૂર્તના સમયમાં તો તું અરિ-દુશ્મનોને હણી નાંખી અરિહન્ત બની જઈ તારા સાદિ-અનંત, અચલ-સ્થિર, અબાધિત એટલે બાધ્યબાધક ભાવ રહિતની એવી અબાધિત - અપ્રતિહત કેવલ્યાવસ્થાની પ્રાપ્તિનો જ મનસુફ-મનસુબો કર્યો છે તેને તું પામીશ અને કદાચ તું શહીદ થઈશ - મૃત્યુ પામીશ તો વીરગતિ થશે એટલે કે સર્વાર્થસિદ્ધ વિમાન, અનુત્તર વિમાન કે ઊંચો વૈમાનિક દેવલોક પામીશ. દરગાહનો અર્થ દરઘા એટલે કે કચેરી કરવામાં આવે તો તું કેવલ્યના શિવ (મોક્ષ) સુખની કચેરીમાં સ્થિત થઈશ. શિવસુખ - મુક્તિસુખને પામીશ.
ટૂંકમાં કવિરાજનું કહેવાનું તાત્પર્ય એ છે કે આત્માના પવિત્ર જ્ઞાન ઉપર કર્મોના ઘણા અંજન - મેશના થરના થર ચઢી ગયેલાં. એમાંની ઘણી સફાઈ તો આત્માએ કરી નાંખી છે એટલે તો આટલો છઠ્ઠા - સાતમા ગુણઠાણા સુધીનો વિકાસ સધાયો છે. છતાં હજુ માયા મમતાના થોડા આછા-પાતળા અંશો રહી ગયા છે. સંજ્વલનકષાય હજુ શેષ રહ્યો છે.મન સુફ (સાફ - શુદ્ધ) થવું - ઉપયોગ શુદ્ધ થવો અને સ્થિર થઈ નિર્વિકલ્પ બનવો બાકી છે. તો હવે એ સાફસફી - શુદ્ધિ કરવા માટે પ્રજ્ઞાને સૂક્ષ્મ બનાવવાથી તે પ્રજ્ઞારૂપી તલવાર તીક્ષ્ણ ધારદાર - પાણીદાર બને છે. આ શસ્ત્રને મ્યાનમાંથી ખુલ્લુ કરીને એટલે જે પ્રજ્ઞા તારામાં તારી પાસે છે તેને બહાર કાઢીને તારા આત્માના જે શેષ સંજવલન કોટિના ક્રોધ, માન, માયા, લોભ ઘાતક શત્રુ છે તે બધાંને શોધી શોધીને સાફ કરતો જા. જો આગળ વધી ક્ષપકશ્રેણિ માંડીશ તો માત્ર એક અંતર્મુહૂર્ત એટલે કાચી બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટથી કંઈક ન્યૂન સમયમાં તો તે બધાંને વીણીવીણીને સાફ - ખતમ કરી નાંખીશ. જો તું તેમ નહિ કરીશ તો તે મોહરાજાના લશ્કરનું જોર વધી જશે અને છકે ૭મેથી નીચે ઉતરવું પડશે અને શ્રેણિ માંડચા પછી પણ જો તારું આયુષ્ય ઓછું પડશે તો શ્રેણિના શિખરે બારમાં ગુણઠાણે અને શ્રેણિના ફળરૂપ ૧૩મા સયોગી કેવળી ગુણઠાણે પહોંચીને ૧૪મા અયોગી કેવલિ ગુણઠાણે થઈ સિદ્ધપદે એટલે કે સુરી સંતોની દરગાહમાં
સંસાર રાગ-ભોગ ગ્રહણ સ્વરૂપ છે. ધર્મ વિરાગ-ત્યાગ-સહિષ્ણુતા સ્વરૂપ છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૩૦
આનંદઘન પદ - ૪૬
જેમ એમનું શાંત અને સ્થિર સૂક્ષ્મ દેહે અસ્તિત્વ છે એમ તું શિવદરગાહમાં પ્રશાંત, પરમસ્થિર એવી અચલ અને કોઈ એને બાધા પહોંચાડી ન શકે એવી સ્થિતિ ન પામતા તું સર્વાર્થસિદ્ધ કે અનુત્તરવિમાનવાસીની વીરગતિને પામીશ.
“પાવે શિવદરગાહ મરીરી’... એ યોગીરાજના ઉદ્ગારો ગુહ્ય-ગુઢ સંકેત કરે છે. વન, ગુફા, પર્વતો, કોતરો, ભૂતિયા અવાવરુ મહેલ-મંદિર, વટવૃક્ષની છાયા જેવાં એકાન્ત સ્થાનોમાં પરમતત્ત્વને સાધી રહેલાં અવધૂતયોગી આનન્દઘનજી મોહમાયાની લડતમાં ભાવિ સંભાવના જૂએ છે કે કદાચને દેવકૃત કે તિર્યંચકૃત રાની હિંસક પશુઓ ઉપસર્ગ કરીને બેસે અને મૃત્યુ પણ થઈ જાય તો શિવનીદરગાહ - શાંત સુખની નિદ્રા જેવું વચગાળાનું ઉચ્ચગતિનું સ્થાન મળશે માટે હે ચેતન ! તું નિડર બની તારી લડત અવિરત ચાલુ રાખ. આ માર્ગમાં ખોવાપણું નથી. કેવલ્ય નહિ મળે તો કેવલ્યની પૂર્વેનો શાંતા સુખવાસ તો મળશે જ?
ઔર ભરાઈ લરે સો બાવરા, સૂર પછાડે નાઉ અરિરી, ધરમ કરમ કહા બુજે ન રે, રહે આનન્દઘન પકીરી. ૨૩.
મોહ સામેની લડાઈ સિવાયની બીજી જે કોઈ લડાઈ આ સંસારમાં કરે તેને તો બાવરા - મૂર્ખ સમજવા. સંસારમાં પતિ-પત્ની, બાપ-દીકરો, ભાઈ ભાઈ, સાસુ-વહુ, નણંદ-ભોજાઈ આદિના માણસ માણસ વચ્ચેના લડાઈ ઝઘડા; નાત-જાત, ગોરા-કાળા, ગચ્છ, સંપ્રદાય, પંથ, રાજયો અને રાષ્ટ્રો વચ્ચે જે લડાઈ ચાલે છે તે તો મૂર્ખતા છે. કારણ કે આવી લડત લડનારા પાપ બંધનમાં પડે છે અને એમના સંબંધો વેરના સંબંધો બનતાં તે વેરની પિરંપરા ચાલે છે. પરંતુ આ જે લડાઈ છે તે તો આત્માને - પુરુષને પ્રકૃતિના પંજામાંથી છોડાવી એના પરમ શુદ્ધ પરમપદે સ્થાપવાની આંતરિક લડાઈ છે, જેમાં પુલ જે આત્માનો વિરોધી હોવાથી શત્રુ છે તેને હણીને અરિહન્ત બનવાનું છે. આમાં તો પરની કેદમાંથી મુક્તિ અને સ્વમાં સ્થિતિ કરવાની છે.
જગત નિમિત્તને દુશ્મન માની આપસ આપસમાં ઝઘડ્યા કરે છે એ અણસમજુ આણાની મૂર્ણ કાયરોના ઝઘડા છે. શુરવીર (સૂર) પુરુષો નિમિત્ત
સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વિચારણા એ નિરાલંબન ધ્યાન છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૬.
૩૩૧
સામે બાઝતા નથી. જેમ તો પથરાને બાચકા ભરે એમ નિમિત્તને શત્ર માની પોતાનો રોષ ઠાલવતા નથી. એ તો સિંહની જેમ પથરો મારનારને - કારણને પકડે છે અને એને શત્રુ ગણી પછાડે છે. મૂળ શત્રુ તો મોહ અને માયા છે. કર્મ પણ વાસ્તવિક શત્રુ નથી. કર્મો તો મોણલિની લડાઈમાં સહકારી હોવાથી ઉપકારી છે, કારણ કે કર્મો તો ઉદયમાં આવી આવીને ખરી પડી આત્માને નિર્મળ અને હળવો બનાવે છે. નાઉની જગ્યાએ પાઠાંતર ભાલે પણ છે. સૂરા તો તે કહેવાય કે શત્રુને એવાં પછાડે કે ફરી ઊભા નહિ (નાક) થાય અથવા તો ભાઉ અરિરિ એટલે કે ભાવ દુશમનોને પછાડે અને પરભાવમાંથી સ્વભાવમાં આવે. અથવા તો સૂરા તેને કહેવાય કે જે મિત્રને મદદ કરે અને શત્રુને પછાડે.
જેમ ફુલમાં સુગંધ, તલમાં તેલ, દૂધમાં ઘી, ઈંધણમાં અગ્નિ દ્રવ્યથી અભિન્ન રહેલ છે એમ આત્માનો ધર્મ આત્માથી અભિન્ન પણે આત્મામાં રહેલો છે. એટલે કે ધર્મની તાત્વિક વ્યાખ્યા કરતાં શાસ્ત્રકારોએ વઘુ નવો ઘમ્મો II એમ કહ્યું. ધર્મનો મર્મજ એ છે કે વસ્તુ-દ્રવ્ય, વસ્તુના-દ્રવ્યના સ્વભાવમાં હોવી તે વસ્તુનો ધર્મ છે માટે ધર્મનો મર્મ એ છે કે આત્માને આત્મધર્મમાં પ્રસ્થાપિત કરવો એટલે કે મોહમુકત - કર્મમુક્ત કરવો. તત્ત્વની આંતરશોઘ કરી આત્માની ઊંડી ગહેરાઈમાં ડૂબકી માર્યા સિવાય અન્ય બીજી કોઈ રીતે કે અન્ય બીજે કશેથી પણ આત્મસૂઝ કે આત્મબોધ થાય એમ નથી. આત્મધર્મ આત્મામાંથી પ્રગટે, બાકી બીજે કશેથી એ ધર્મનો મર્મ પામી શકાય એમ નથી.
ઉપજવું અને વિણસવું એ પુદ્ગલનો ધર્મ છે. તેથી પુદ્ગલ આશ્રિત આત્મા (મિશ્રચેતન)નો પણ એ ધર્મ છે. જ્યારે આત્મા એના મૂળ શુદ્ધ મૌલિક સ્વરૂપમાં તો અમરપદનો સ્વામી છે. પરમાનંદરૂપ ઘન સ્વરૂપ એ આત્માનું ચિરપદ - સ્થાયીપદ છે. એ પદને પકડીને - એને લક્ષમાં - કેન્દ્રમાં રાખીને જે કોઈપણ તે અમરપદનું ધ્યાન કરશે તે ત્વરિત મુકિતપદને પામશે.
પદનો બોધ એ છે કે અરિ કહેતાં દુમન એટલે દ્રવ્યાનુયોગ અને ફક્ત
ક્ષારફ ભાવ જેટલો વિશેષ સમજાય તેટલો વિશેષ ક્ષયોપશમ ભાવ તૈયાર થાય.
Page #389
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૬
કહેતાં હણવાની ક્રિયા તે ચરણકરણાનુયોગ એ ઉભયની સાધનાથી અરિહતમાંથી તું અરિહન્ત બનવાનો આત્મપુરુષાર્થ તું યુદ્ધના ધોરણે કર, જેથી ભવભ્રમણમાંથી મુક્ત થઈ આત્મા એના આત્મધર્મન - પરમાત્મસ્વરૂપને પામે.
૩૩૨
આ માટે અવળે માર્ગેથી પાછા વળી સવળે માર્ગે ચઢાવી દેનારા સ્વાનુભૂતિ સંપન્ન અનુભવી જ્ઞાની ગુરુની જરૂર છે. એવાં ગુરુ જો જીવને ભેટે અને જીવમાં પણ તથાપ્રકારની યોગ્યતાનો પરિપાક થયો હોય તો કાર્ય સીઝે. મૂળમાં તો જીવને શિવ બનવાની લગની લાગવી જોઈએ અને ભવભ્રમણનો ત્રાસ થવો જોઈએ તો જ વિઘ્નો સામે અડીખમ ઊભા રહી શકાશે અને જીવવીર્યને આત્મપક્ષે ઢાળી પરમાત્મપદ પામી શકાશે. જીવવીર્ય એ ત્રાજવાની તુલા - કેન્દ્ર સ્થાને છે. એ કઈ બાજુ ઢળીને કઈ બાજુનુ પલ્લું નમાવે છે એની ઉપર બધોય મદાર છે.
筑
કોઢિવર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં વિલય પામતું હોય તો અનાદિનો વિભાવ આત્મજાગૃતિના બળે સ્વભાવમાં કેમ ર્વાહ પલટાય ?
ભૂતકાળના પુણ્યકર્મને લઈને આવેલો પુણ્યશાળી છે પણ વર્તમાનમાં પુણ્યપુરુષાર્થ ખેડનારો ભાગ્યશાળી છે.
વસ્તુસ્વરૂપ જો વિધેયથી ન સમજાતું હોય, તો નિષેધથી તરત સમજાઈ જશે.
Page #390
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૭
૨૩૩
પદ - ૪૭ (રાગ : ટોડી)
पिय बिन निशदिन, झूलं खरीरी. पिय. लहुडी वडीकी कहानी मिटाइ, द्वारतें आंखे कवन टरीरी ॥ पिय. ||१|| भूखन तन भौंक न ओढे, भावेन चोंकी जराउं जरीरी, शिवकमला आली सुख न उपावत, कौन गिनत नारी अमरीरी ॥ पिय. ॥२॥ सास उसास विसास न राखे, निणद निगोरी भोर लरीर; और तबीब न तपत बुझावत, आनन्दघन पीयूष जरीरी ॥ पिय. ॥३॥
જેમ ગણધર ભગવંત ગૌતમસ્વામીજીને કેવળજ્ઞાન પ્રાગટ્યનું ઝૂરણ હતું એવું જ ઝૂરણ યોગીરાજજી આનંદઘનજીને હતું જે એમણે એમના ઘણા બધાં પદોમાં ઘણી ઘણી વિધવિધ રીતે અભિવ્યકત કર્યું છે. એવું જ કૂરનપદ આ સુડતાલીસમું છે.
પિય બિન નિશદિન, મૂરું ખરીરી પિય. લહુડી વકીકી કહાની મિટાઈ, દ્વાર આંખે કવન ટરીરી. પિય..૧.
સમતા પોતાની સખી સુમતિ શ્રદ્ધાને કહી રહી છે કે હે સખી ! પતિ વિના (બિન) હું ખરેખર પૂરી રહી છું.
આ નાની (લહુડી - લઘુ) વહુ લટકારી મમતા અને વડેરી (વડીકી) મોટી વહુ સમતા એ બે પાત્રોની નાટકીય ઢબની કથની (કહાની) - વાર્તા ચિત્તમાંથી મિટાવી (મિકાઈ) દઈને ભેદ ભૂંસી નાખ્યા છે. જ્યાં સુધી આ ભેદ ચિત્તમાં રમતો હતો ત્યાં સુધી એ ભેદ ધ્યાનમાં નિશ્ચિત ધ્યેય ઉપર ચિત્તને એકાગ્ર થવામાં આડે આવતા હતાં. અર્થાત્ મમતા-સમતાના નાના મોટાના ભેદને નાના મોટાની શરમ (કાંનિ એ કહાનીનો પાઠાંતર છે) બાજુએ રાખી બારણે (કારતે) - ઉંબરે આંખનું એક મટકું પણ માર્યા વિના (આંખ કવન ન ટરીરી) અર્થાત્ મીટ માંડીને - આંખો ટેકીને હું મારા પ્રિય (પિય) સ્વામી
અધર્મ સમજાઈ જશે, તો ધર્મ સમજાવવો નહિ પડે, અધર્મને કાઢવો એજ ધર્મ.
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૩૪
આનંદઘન પદ - ૪૭
ચેતનની વાટ જોયા કરું છું કે કયારે આ મારા વિરહકાળનો અંત આવે એ માટે હું મનમાં વિચાર દાવાનળમાં ઝૂર્યા કરું છું. ટૂંકમાં કહેવાનું આધ્યાત્મિક તાત્પર્ય એ છે કે પરમતત્ત્વ એવાં પરમાત્મતત્ત્વને પામવા માટે ચિત્તમાં તરહ તરહના વિકલ્પના મનતરંગો ઉઠચા કરે છે તે આંખને એટલે કે અહીં ચિત્તને પરમ તત્ત્વ ઉપર ટકી (ટરીરી) રહેવામાં - સ્થિર થવામાં બાધક બને છે.
પટ ભૂખન તન ભૌક ન ઓઢ, ભાવેન ચોંકી જરાઉ જરીરીક વિકમલા આલી સુખ ન ઉપાવત કૌન ગિનત નારી અમરીરી.
પિય...૨.
વસ્ત્ર (પટ)ની ભૂખી (ભૂખન) કાયા (તન) ઉપર શૂળ ભોંકાતા (ભોંક) હોય એવી વેદના થવાથી શરીરને વસ્ત્રો ઓઢવા વડે કે ચોંકી - ચોકી, જરાઉ - જડતર, જરીરી - ઝવેરાત આદિના આભૂષણોથી સજાવવું - શણગારવું ભાવતું (ભાવ) - ગમતું નથી. હે સખી ! (આલી), જ્યાં સુધી શિવકમલા એટલે કે શિવલક્ષ્મી - મોક્ષલક્ષ્મી - કેવલ્યલક્ષ્મી રૂપ આત્મલીનતા - આત્મરમમાણતાનું સુખ નહિ () પામું (પાવત) ત્યાં સુધી આ અમરાપુરી દિવલોક)ની અમરીરી એટલે અપ્સરાઓ - દેવાંગનાઓના મળતા સુખ કોઈ ગણનામાં લેવાં જેવાં ગણનાપાત્ર - નોંધવાલાયક સુખ નથી. પદના આ બીજા ચરણ દ્વારા યોગીરાજનું કહેવાનું આધ્યાત્મિક તાત્પર્ય એ છે કે સમતા - ચેતનાને વચ્ચે વચ્ચે પોતાના સ્વામી ચેતનનું સુખ છઠ્ઠા ગુણઠાણેથી સાતમાં ગુણઠાણાની સ્પર્શના કરતાં ચેતના-ચેતનના અભેદ પરિણમનનું - અપ્રમત્તતાનું નિર્વિકલ્પતાનું સુખ મળે તો છે પણ એ સુખ ટકતું નથી. કારણ કે આત્મામાં અધ્યાત્મ સાધનાના સંસ્કારનું દઢીકરણ થયું નથી, તેથી ચેતન સાતમે ગુણઠાણેથી સ્થિર થઈ શ્રેણિએ નહિ ચઢતાં છઠ્ઠા ગુણઠાણાને પણ ટકાવવા અસમર્થ બને છે અને નીચે ઉતરી મમતાના પડખે ચઢી જાય છે. એટલે ચેતના - સમતાને પાછું સ્વામી ચેતનના વિયોગનું દુ:ખ રહે છે. એટલે ચેતના - સમતા કહે છે કે હે સખી ! જ્યાં સુધી મોક્ષલક્ષ્મીનું શિવસુખ પ્રાપ્ત નહિ કરું ત્યાં સુધી મારે આમ જ સ્વામીના સંયોગ અને વિયોગ સહન કરતાં રહેવાનું છે. હવે આવા સ્વામીના વિયોગમાં દેવલોકની દેવાંગનાઓ કે અમરાપુરીની
સ્વભાવનો પ્રભાવ જ પ્રકૃષ્ટ હોય છે અને એવો પ્રભાવ જ સ્વભાવમાં લઈ જાય છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૭
૩૩૫
અપ્સરાઓના સુખ મળે તો પણ તે જડ, વિનાશી, પર અને પરાધીન એ સ્વને સ્વાધીન શાશ્વત ચેતવ્યાનંદની આગળમાં શું વિસાતમાં છે? આત્માનું સાચું શુદ્ધ, સંપૂર્ણ, સ્વાધીન, શાશ્વત, સર્વોચ્ચ સુખ આપવાવાળી શિવસુંદરીની તોલે આ જગતમાં કોઈ આવી શકે એમ નથી. આ અાપી શિવસુંદરીની ઓળખ નથી એટલે આખું જગત પર એવાં રૂપી પદાર્થોમાં તણાઈ - આકર્ષાઈ રહ્યું છે અને સ્વ એવાં અરૂપી આત્માને તદ્દન ભૂલી ગયું છે.
સાસ - ઉસાસ વિસાસ ન રાખે, નિણદ નિગોરી ભોર લરીરી ઔર તબીબ ન તપત બુઝાવત, આનન્દઘન પિયૂષ જરીરી. પિય. ૩.
આયુસ્થિતિ રૂપી સાસુ (સાસ), એક સ્વાસોચ્છવાસ જેટલો કાળ પણ વિસ્વાસ રાખતી નથી અને પેલી નિગોરી - નિગોડી - નગુણી લાજ વગરની તૃષ્ણારૂપી નણંદ (નિણદ) સવાર પડતાં (ભોર) જ લડવા માંડે છે (લરીરી), આ મારા ત્રાસ (તપત) ને - અગ્નિને કોઈ બીજો તબીબ - વૈદ્ય મટાડી કે બુઝાવી શકે - શાંત કરી શકે એમ નથી સિવાય કે આનન્દઘન પીયૂષ - અમૃતા ઝરે (જરીરી) - વર્ષે.
ચેતન વિનાની અચેતન - નિપ્રાણ બનાવટી મૃત નારી સમાન આ કાયા છે તેના સ્વાસોશ્વાસ પર, મારી નણંદ કે જે તૃષ્ણા છે, તે અજ્ઞાનના અંધકારરૂપી રાત્રિ સમાન હોવાથી વિશ્વાસ રાખતી નથી. તૃષ્ણા એ મારા સ્વામી ચેતનની બેન હોવાના નાતે મારી નણંદ થાય જે નિગોરી - નિર્લજ્જ છે. મારા પતિની સહાયથી તે સ્વાસોજ્વાસ લઈ રહી છે. જયાં સુધી મારા સ્વામી ચેતનમાં અજ્ઞાનનો અંધકાર વ્યાપેલો હશે ત્યાં સુધી તેનું ચલણ રહેશે એટલે કે તે તૃષ્ણા એનું ગાડું ગબડાવશે. જ્ઞાનરૂપી ભોર-પ્રભાત પ્રગટ્યું નથી ત્યાં સુધી તેના શ્વાસોશ્વાસ ચાલશે અને ત્યાં સુધી તે મારી સાથે લડશે - ઝઘડશે.
નણંદ શબ્દની વ્યુતપત્તિ જ બતાવે છે કે ન નન્દતે રૂતિ નનન્દ અર્થાત્ જે આનંદ પામે જ નહિ તે નણંદ છે. ભાઈ-ભાભીના સુખને જોઈને રાજી ના થાય - આનંદ ન પામે તે નણંદ. આ નણંદ શબ્દના અર્થને તૃષ્ણાએ સાર્થક
વિનય એટલે કૃતજ્ઞતા, અહમ્ મુક્ત અને અર્પણતા.
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૩૬
આનંદઘન પદ - ૪૭
કર્યો છે. આ તૃષ્ણા તો વહાણું વાય એટલે કે આત્મજાગૃતિ થતાં જ મારી સાથે લડવા ઝઘડવા લાગે છે. એ નિગોરી તૃષ્ણા નણંદના મનમાં એમ આશંકા લય છે કે આ ચેતના-સમતા એના પતિ એટલે કે મારા ભાઈને સમજાવીને સ્વભાવદશામાં લઈ જશે તો પછી ભાઈ તરફથી જે કાંઈ વીરપસલી કે મામેરું આદિ મળશે નહિ અને ભાઈના ઘરનો આવરો જાવરો પણ બંધ થઈ જશે.
કેવળજ્ઞાનરૂપી ભોર એટલે કે પ્રભાત ઉગવાની તૈયારી થતાં પછી કાયાની માયા • છાયા ચેતન ઉપર નામ માત્રની જ રહેશે. તૃષ્ણા ન રહેવાથી એટલે કે અજ્ઞાનરૂપી અંધારી રાત્રિનો સવાર થતાં જ વિલય થવાથી પછી કાયા હોવા. છતાં જે કર્મબંધ થશે તે અડી અડીને ખરી જનારા ઈર્યાપથિકી અકાષાયિક કર્મબંધ હશે જે આત્માને સતાવશે નહિ.
સમતા કહે છે કે મારો આનંદઘન સ્વરૂપ માહ્યલો ભગવાન આત્મા જ જો યેદ્ય બનીને અંતરતમમાં ઉતરી ઉપચાર કરે - અમૃતનો છટકાવ કરે - અમીઝરણા થાય તો જ મારી આ તપન - મારો અંતરદાહ (તાપ-તાવ) બુઝાય. - શમન પામે. બાકી એના સિવાય કોઈ બીજો તબીબ - હકીમ - વૈદ્ય - ડૉકટર નથી કે જે મારા આ તાપનું શમન કરી શકે.
આખાય પદનો સાર - રહસ્ય એટલે પદનું આ છેલ્લું ત્રીજું ચરણ. જ્યાં સુધી શુદ્ધ ચેતન્ય પ્રભુ કે જે આનંદઘન ચિદ્ઘન સ્વરૂપ આનંદામૃતના હિલોળા લેતો પ્રશાંત મહાસાગર આત્મઘેર પાછો નહિ ફરે ત્યાં સુધી આયુષ્યરૂપી સાસુનો કડપ, તૃષ્ણારૂપી નણંદનો ત્રાસ અને આંતરદાહ જે પોતાથી પોતાના વિયોગની જલન - તપન છે, તેનું શમન થાય એમ નથી. અને તે પોતામાં રહેલો પોતાનો ભગવાન આત્મા-માહ્યલો જ કરી શકશે. એના સિવાયના બહારમાં, બહારના ધો - ગુરુઓથી થતાં બહારના ઉપચાર એ આંતરદાહને બુઝાવવા અસમર્થ છે.
વિચારતૃપ્તિ એ કેવળજ્ઞાન છે અને ઈચ્છાતૃપ્તિ એ પરમાનંદ છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૮
33७
५६ - ४८
(२।। : माली ) मायडी मुने निरपख किणही न मूकी || निरपख ॥
माय. ॥ निरपख रहेवा घणुंही झूरी, धीमे निजपति फूंकी ||
माय. ॥१॥ योगीयें मलीने योगण कीनी, यतियें कीनी यतणी ॥ भगतें पकडी भगताणी कीनी, मतवाले कीनी मतणी ॥ माय. ॥२॥ केणे मुकी केणे लूंची, केणे केसे लपेटी ॥ एक पखो में कोइ न देख्यो, वेदना किणही न मेटी ॥ माय. ॥३॥ राम भणी रहीमान भणाई, अरिहंत पाठ पढाई ॥ घरघरने हुं धंधे वळगी, अळगी जीव सगाई ॥
माय. ॥४॥ केणे ते थापी केणे उथापी, केणे चलावी किण राची ॥ केणे जगाडी केणे सूआडी, कोइनु कोई नथी साखी ॥ माय. ॥५॥ धींग दुर्बलने ठेलीजे, ठींगे ठींगो वाजे ॥ अबला ते केम बोली शकिये, वड योद्धाने राजे ||
माय. ॥६॥ जे जे कीधु जे जे कराव्यु, तेह कहेती हु लागँ ॥ थोडे कहे घणुं प्रीछी लेजो, धरशुं तीरथ नहीं बीजं ॥ माय. ॥७॥ आप वीती कहेतां रीसावे, तेथी जोर न चाले ॥ आनन्दघन वहालो बांहडी जाले, तो बीजं सघलुं पाले ॥ माय. ||८||
સમતા જે આતમાનો - ચેતનનો સહજ સ્વાભાવિક ગુણ-સંપદા છે, તો તેની સામે તેનો વિરોધી, ભાવિક ગુણ મમતા પણ જીવાત્મામાં હાજર હોય છે. સમતા સમસ્થિતિ એવી વીતરાગતા, સ્વાધીનતા-મુતતાની ચાહક છે અને વાહક છે. જ્યારે એનાથી વિપરીત મમતા સંસારભાવ કે જે વિષમસ્થિતિ છે, જ્યાં રાગ છે, જ્યાં પરની માયાથી પરમાતા છે તેની મોહક છે.
જો નજર આતે હૈ, વો નહિ અપને, જો હૈ અપના વો નજર નહીં આતા.
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૩૮
આનંદઘન પદ - ૪૮
કહે છે કે “ભેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ - બોધ અબોધ લખાવ”. ભેદ પ્રવૃત્તિમાં થકાવટ નહિ આવે ત્યાં સુધી જ્ઞાનભાવમાં - આત્મભાવમાં દૃષ્ટિની એકધારી સ્થિરતા ટકતી નથી. આત્મજ્ઞાન થયા પછી યોગીરાજજીએ “લહુડી વડીકી કહાની” રૂપ લઘુ-ગુરૂ નાના-મોટાની ભેદરેખા ચિત્તમાંથી ભૂંસાઈ ગઈ છે અર્થાત્ ભેદભાવ એટલે કે પક્ષપાતી વલણ છૂટી ગયું છે. ભેદભાવભર્યું પક્ષપાતી વલણ એ જીવનો પર્યાયભાવ-પથાર્યદષ્ટિ છે. ભેદજ્ઞાન થયા પછી જીવ શિવમાર્ગ-મોક્ષમાર્ગના પથ ઉપર પ્રવૃત્તિ આદરે છે તે જીવનો આત્મભાવ છે.
યોગીરાજ આનંદઘનજી મહારાજા પૂર્વજન્મના આત્માના સંસ્કાર લઈને આવેલા હતા એટલે જન્મથી જ જાગૃતિ હતી અને જ્ઞાનમાં નિર્મળતા હતી. વળી કવિત્વ શક્તિ સાથે રાગ રાગિણિના જાણકાર અને સંગીતના ચાહક હતાં. ઉપરાંતમાં નિષ્પક્ષપાતી વલણ ધરાવતું, વૈરાગ્યના રંગે રંગાયેલ ચિત્ત હોવાથી સત્યના શોધક હતાં, અધ્યાત્મમાં રૂચિ ધરાવતાં હતાં અને પરમાત્મભકિત ઉપર અથાગ પ્રેમ હતો. તેથી જ આ પદમાં યોગી કવિશ્રી ચેતના સ્વરૂપનો સુંદર ચિતાર આપવા પૂર્વક સન્માર્ગે જવા ઈચ્છુક વૈરાગી સાધક આત્માઓને ઉપયોગીમાર્ગદર્શન પૂરું પાડે છે.
| માયડી મુને નિરપખ કિણહી ન મુકી. માય. નિરપખ રહેવા ઘણહી ઝૂરી, ધીમે નિજ મતિ ટૂંકી. માયડી...૧.
બાલ્યકાળથી જ મુકત મનના હોવાથી પક્ષપાતી વલણ ન હોવાના કારણે તત્કાલીન બધાંય મત-પંથ વાળાઓ સાથે યોગીરાજ પ્રેમભાવથી વર્તતા હતાં. પોતે સ્વભાવથી નિરપખ એટલે કે નિષ્પક્ષપાતી હતાં અને નિષ્પક્ષપાતીજ રહેવા ઈચ્છતા હતાં. તેમના નિષ્પક્ષપાતી રહેવાના ઘણા ઘણા પ્રયાસો હોવા છતાં ધીમે રહીને એટલે કે હળવેથી, પોતાની જ બુદ્ધિ (મતિ)એ - સમજશકિતએ - વિવેકશકિત કે જે તત્ત્વાતત્ત્વનો - હિતાહિતનો - હેયોપાદેયની વિચારણા કરવાની વિશ્લેષક શકિત છે તેના પર ફૂંક મારી, અર્થાત્ કાન ભંભેરણી કરી.
છછુંદર જે ઉંદરની જ એક જાતિ છે, તેના સ્વાસમાં એવી ખૂબી છે કે
અંતરમાં ચૈતન્યની સ્વસત્તાનું જેટલું અવલંબન તેટલો સાધકભાવ.
Page #396
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૪૮
૩૩૯
રાત્રે નિદ્રામાં સૂતેલી વ્યક્તિના પગની એડી પર ફૂંક મારતું જાય અને ધીમે ધીમે એડીની ચામડી કોતરતું જાય તે એટલે સુધી કે ચામડી કોતરતા ક્યારેક લોહી નીકળે તો ય નિદ્રાધીન વ્યક્તિને એનું ભાન ન થાય.
એજ પ્રમાણે બુદ્ધિ-મતિ એ પ્રાકૃત એટલે પ્રકૃતિનો ગુણ છે, જે જીવની સવળી સમજશક્તિ - વિવેકશક્તિ ઉપર ધીમે રહીને એટલે કે હળવેથી ખબર ન પડે એમ અવળી સમજ અવળા વિચારોની ફૂંક મારી જીવની શિવશકિતને જીવભાવમાં ફેરવી આખા ચિત્તતંત્રને ભ્રમિત કરી દે છે - ડહોળી નાંખે છે અને ઊંધે માર્ગે - ઉન્માર્ગે ચડાવી દે છે. યોગીરાજજી કહે છે કે મારી બુદ્ધિ (નિજમતિ) એ પણ મારા અંત:કરણના ભાવોને ફેરવી - ઉલટાવી - પલટાવી નાંખ્યા - ડહોળી નાંખી અસ્તવ્યસ્ત કરી નાંખ્યાં, તેથી એક ભવમાં અનેક ભવ કરાવ્યા.
-
અધ્યાત્મની શોધમાં પોતે જે જે સ્થાનકોમાં ગયા તે દરેક જગ્યાએ મારા તારાના ભેદભાવ જોવા મળ્યા. અમારો પંથ સાચો અને બાકી બધાં ખોટા એવું વલણ ધરાવતા મહંતો અને ભદંતો જોવા મળ્યા. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સર્વત્ર સ્વમતનો મોહભાવ - સ્વમતાગ્રહ નજરે ચડવાથી તેમનો અંતરાત્મા ભારે વિમાસણ અનુભવવા લાગ્યો કે જેવો અનાર્યદેશમાંથી આર્યદેશમાં આવી મહાવીર પ્રભુ પાસે પ્હોંચતા માર્ગમાં આદ્રકુમારને થયો હતો. યોગીરાજજીને પોતાનો મહામુલ્યવાન સમય વ્યર્થ ગુમાવ્યાનો ખેદ પણ થયો. એટલે ધર્મની જનેતા દયા કે અષ્ટ પ્રવચનમાતા અને તેનું પાલન કરાવનાર ગુરુમૈયા પાસે પોતા પર વીતેલા વીતકને વિસ્તારથી ખુલ્લા મને - નિખાલસ ભાવે જાણ કરી રહ્યાં છે.
અધ્યાત્મને પામવા માટે દૃષ્ટિમાં માધ્યસ્થભાવ અને નિરાગ્રહિતા પૂર્વક ગુણગ્રાહિતા એ બે બહુ મહત્વના અંગો છે. જીવોને અધ્યાત્મ પામવામાટે જગતમાં કોઈને કોઈ મત-પથ-ગુરુનો આધાર-આશ્રય તો લેવો જ પડે છે. પોતે તત્ત્વ ન પામેલો હોવાના કારણે આ બધા સ્થાનોમાંથી મને તત્ત્વ મળશે અને મારા આત્માનું કલ્યાણ થશે એવી આશાએ જીવ શોધ ચલાવે છે પણ આ હુંડા અવસર્પિણીના પંચમકાળમાં જ્યાં જાવ ત્યાં વિષમ સ્થિતિ જ નજરે પડે છે. તે તે સ્થાનમાં રહેલા ભદંતો - મહંતો - મઠાધીશો - ગુરુઓ પોતે તત્ત્વમાર્ગ - વીતરાગમાર્ગ નહિ સમજેલા હોવાના કારણે, પામેલા નહિ હોવાના કારણે
પરવશતાથી અતિક્રમણ છે. સ્વવશતાથી પ્રતિક્રમણ છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૪૦
આનંદઘન પદ - ૪૮
r
પક્ષપાતી વલણ ધરાવતા હોય છે. તેથી તેઓ પોતાની પાસે તત્ત્વમાર્ગ સમજવા આવેલા ગુણરાગી માધ્યસ્થવૃત્તિવાળા જીવોની બુદ્ધિને પણ ફેરવી નાંખે છે અને તેમની મતિને પણ પક્ષપાતી બનાવી દે છે. આમ જો એક વખત બુદ્ધિમાં પક્ષપાતી વલણ ભરાઈ ગયું તો પછી હંમેશને માટે એની બુદ્ધિ એક વાડામાં પૂરાઇને કુંઠિત થઈ જતાં તેનો આત્મા અધ્યાત્મને પામવા અયોગ્ય થઈ જાય છે. પક્ષપાતી વલણ અપનાવીને પછી તે ગમે તેવો ઉત્કટ ત્યાગ કરે, ઘોર સંયમ આચરે, નિર્દોષચર્ચાએ જીવે, સતત શાસ્ત્રોનો અભ્યાસ કરે છે ઘોર ઉપસર્ગ અને પરિષહ સહન કરે તો પણ તે અધ્યાત્મ પામી શકતો નથી.
આનન્દઘનજી મહારાજા આ પદ દ્વારા આ જ વાતને વાચા આપે છે કે મારો આત્મા પૂર્વજન્મના સંસ્કાર લઈને આવેલો હોવા છતાં મારી પોતાની પણ અવસ્થા આવી જ થઈ અને મારે મારી બુદ્ધિ પણ નિષ્પક્ષ ન રહે એવી પરિસ્થિતિમાં મૂકાવું પડ્યું.
અધ્યાત્મની પ્રાપ્તિ જીવને બહુજ દુર્લભ છે. તે પામવા માટે જીવે અનંતા જન્મોના કુસંસ્કારો અને વર્તમાનમાં ધર્મના નામે પણ મળતા સુનિમિત્તોથી બચવું જરૂરી છે. પ્રતિપળે જે વિવેકદષ્ટિને જાગૃત કરીને જીવે છે તે જ આ માર્ગે આગળ વધે છે. બાકી તો મોટાભાગના જીવો ધર્મના નામે પણ અવિવેક અને મોહભાવ વધારતા હોય છે.
જેનકુળમાં જન્મ્યા, ઘરબાર છોડ્યા, ચારિત્ર લીધું અને ઠેઠ આચાર્યપદ સુધી પહોંચ્યા અથવા તો ગમે તેમ કરી એ પદ હાંસલ કર્યું તેટલા માત્રથી કાંઈ અધ્યાત્મ પામી ગયા એમ કહેવાય નહિ. પદ સંપાદનથી વીતરાગમાર્ગ હાથ આવી ગયો એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી. અહિંયા આવ્યા પછી પણ મત-પંથ-માન્યતા વિગેરેની એક અંશ જેટલી પણ ખોટી પકડ રહી ગઈ હશે તો જ્ઞાની કહે છે કે એ વીતરાગ માર્ગની બહાર છે. ગ્રંથિનો ભેદ થવા દ્વારા ઉત્પન થયેલ સમ્યગ્દર્શનથી વીતરાગમાર્ગ ખુલ્લો થાય છે. વીતરાગમાર્ગનો આરાધક કેન્દ્રબિંદુ - સેન્ટરમાં રહેલ હોવાથી પરિઘ ઉપર - જુદા જુદા ખૂણા (Angle) ઉપર રહેલ મિથ્યાદષ્ટિ જીવોના સાપેક્ષ સત્યને તેમની તે તે અપેક્ષાથી સમજી શકતો હોવાથી તે કયારેય ખંડન મંડનના
પ્રકૃતિને વશ થવાથી અભિપ્રાય બંધાય છે. પ્રજ્ઞાશંક્તથી અભિપ્રાય છૂટે છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૮
૨૪૧
જાળા ગુંથે નહિ. બુદ્ધિના દાવપેચ રમે નહિ અને કોઈને ઉતારી પાડે નહિ, કોઈની નિંદા ટીકા કરે નહિ, કોઈને હલકા ચીતરે નહિ તે પોતે પ્રેમ સ્વરૂપ હોવાના કારણે પોતાના કણાપ્તાવિત હૃધ્યમાં બધાને સ્થાન આપે. બધાને પ્રેમ આપે. બીજાની ત્રુટિની પણ પ્રેમથી પૂર્તિ કરી આપે. એની પાસે જન્મજાત જેન કે અજેન બધા જ આવે. એના સાન્નિધ્ય - ઉપનિષદમાં આવનારા કંડક-ટાઢક અનુભવે. બઘાંને તે વ્યક્તિ પોતાની જ હોય એમ લાગે. આ સઘળી વીતરાગમાર્ગ પાખ્યાની અને વીતરાગવિજ્ઞાન સમજ્યાની નિશાની છે. આ અભિગમ, વાદ કરવા આવેલા ઈશ્વભૂતિ ગૌતમ પ્રતિ ભગવાન મહાવીરસ્વામીમાં જોવા મળે છે.
વિચારવંત શાંત ચિત્તે વિચારવું જોઈએ કે મારું તત્વ સાચું હોવા છતાં સમો કેમ તેને સ્વીકારતો નથી ? વિચાર કરતાં કારણો સ્પષ્ટ થશે કે અસ્વીકારની પાછળ જે કારણો છે તે આગ્રહ, અહંકાર, કકચ, નિંદા ટીકા, હલકા ચીતરવાની મનોવૃત્તિ અને પોતાને સારા દેખાવાના ભાવ, જેના કારણે સત્ય, સત્ય ન રહેતાં દુષિત સત્ય બની જાય છે, જે અન્યને આવકાર્ય અને સ્વીકાર્ય બનતું નથી.
યોગિયૅ મલીને યોગણ કીની, ચીતિચેં કીની ચતાણી; ભગતેં પકડી ભગતાણી કીની, મતવાલે કીની મતણી. માય....૨.
મારી બુદ્ધિ અને પક્ષપાતી પંથોમાં દોરી ગઈ અને હું હતો નિષ્પક્ષ - નિરપેક્ષ અભેદ તત્ત્વની શોધમાં. મંત્રતંત્રની સિદ્ધિઓની સાધના કરનારા તાંત્રિકો, કાપાલિકો, હઠયોગી એવા યોગીઓ-જોગીબાવાઓ હતાં કે જેમનામાં આત્મતત્ત્વની પૂર્ણ પણે અણસમજણ અને બાહ્ય સિદ્ધિઓને મેળવવાનો જ મોહભાવ હતો. મારી બુદ્ધિ એમાં ભળી જઈ તેમના પંથની ક્રિયાઓ કરવા લાગી. અર્થાત્ એ યોગીઓએ મળીને મને યોગણ-જોગણ કીની-કીધી-કરી.
યોગીરાજજીના કાળમાં પંથ પંથ વચ્ચે વિખવાદ પણ ઘણા હતાં. યવનો-મુસલમાનો આખા ભારતમાં ફેલાય ગયા હતાં અને વટાળ પ્રવૃત્તિનો કેર વર્તાવી રહ્યાં હતાં. હિંદુઓમાં પોતામાં પણ વાડાભેદ, જાતિભેદ આદિના ફસંપથી
એકાગ્રતા એ સામાયિક નથી પરંતુ સમતા એ સામાયિક છે.
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૪૨
આનંદઘન પદ
·
૪૮
આપસ આપસમાં લડાઈ ઝઘડા ટંટાફિસાદ ચાલતા હતા. હિંદુઓના - આર્યોના આર્યધર્મના કુસંપનો યવનોએ પૂરેપૂરો લાભ ઉઠાવ્યો અને ભારતભૂમિના તથા ભારતભૂમિની ધર્મસંપત્તિ જ્ઞાનખજાનાને બેહાલ કરવામાં કાંઈ બાકી રાખ્યું નહિ. ધર્મ ધર્મ વચ્ચેની અને પંથ પંથ વચ્ચેની લડાઈઓ લડાતી હતી. ધર્મના નામે અને ધર્મરક્ષાના નામે પણ એ બધી લડાઈઓ તે તે ધર્મ ધૂરંધરોના મોહભાવની, માયાભાવની જ લડાઈઓ હતી.
આવા વિકટ સંયોગોમાં બુદ્ધિ એ યોગીઓની પાસે દોરી ગઈ અને તે યોગીઓની સાથે રહીને તેમની ક્રિયાઓ અને વિચારશક્તિથી એવી તો દબાઈ ગઈ કે જાણે સત્ય બધું અહિંયા જ છે એમ બુદ્ધિ માનવા લાગી.
બુદ્ધિ જ્યારે પક્ષપાતી બને છે ત્યારે બીજાઓનો તિરસ્કાર કરે છે. પોતાનાથી વિપરીત આચરણા કરનારા તેમજ વિપરીત માન્યતા ધરાવનારા લોકોને નાસ્તિક, અઘમ, મિથ્યાદૃષ્ટિ, કાફર વિગેરે હલકા વિશેષણોથી તુચ્છકારે છે. યોગીઓના પંથવાદનો અનુભવ કર્યા પછી યોગીરાજજીને એમની બુદ્ધિ એમને યતિઓના પોશાળપંથમાં લઈ ગઈ. ત્યાં પણ મંત્રતંત્રાદિ સિદ્ધિઓની સાધના, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી આદિ દિવસોમાં ભૂત-પ્રેત, પિશાચ, શાકિની, ડાકિની આદિ મેલા તત્ત્વોને - મેલા દેવોને વશ કરવાની સાધના માટે રાત્રિ દરમ્યાન મસાણમાં જવું અને રાત્રિ જાગરણ કરવું આદિમાં તે યતિઓનો હેતુ કદાચ ધર્મરક્ષા કરવાનો હોય પણ આત્માશુદ્ધિનો હેતુ તો હોતો જ નથી. આમ યતિઓએ કીધી યતણી એટલે કે એ યતિઓની સાથે રહીને બુદ્ધિ તેમના જેવી ક્રિયા કરતી થઈ ગઈ.
હરે કૃષ્ણ પંથવાળા, સ્વામી નારાયણ પંથવાળા તેમજ બીજા પંથો કે જેઓ ભજનભાવમાં ચુસ્ત અને મસ્ત હોય છે જેવાં કે મંદિરમાર્ગીઓની હવેલીમાં, દહેરાસરોમાં પ્રભુભકિત, ભજનભાવ, આ બધું જ્યાં હોય પણ તે બધું આત્મલક્ષ વિનાનું હોય છે, ત્યાં પણ તેમની બુદ્ધિ ગઈ અને ભજન કીર્તનમાં લીન થઈ ભકતાણી બની ગઈ.
ધર્મ એકજ, તત્ત્વ એક જ પણ ક્રિયા બધાની જુદી જુદી એવાં દિગંબર,
સત્નો ભોક્તા અને અસત્નો દૃષ્ટા તે જ્ઞાની.
Page #400
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
-
૪૮
શ્વેતાંબર, સ્થાનકવાસી, વિધ વિધ ખરતર, અચલ, પાર્શ્વ, તપા આદિ ૮૪ ગચ્છોમાં બધેય બધાય પંથોમાં તેમની બુદ્ધિ ફરી વળી. બધાં જ પોત પોતાના પંથમાં અને મતવાદમાં રાચતા માચતા દેખાયા. સર્વત્ર આતમલક્ષ વિનાના બાહ્યભાવવાળા અનુભવો થયાં પણ ક્યાંય પોતાની બુદ્ધિ નિષ્પક્ષ થાય ને નિરપેક્ષતાનો માર્ગ પકડે એવું જોવા જાણવા મળ્યું નહિ.
અથવા
દર્શનમોહ મિથ્યાત્વમોહ એવો આકરો છે કે સુજ્ઞ જીવોને પણ ઊંધે પાટે ચઢાવી છતી આંખે અંધ બનાવે છે. મતનો આગ્રહ એટલો તો સજ્જડ ચોંટી જાય છે કે પછી અન્ય પ્રતિ આદર બહુમાન ભાવે જોવા વિચારવા જ દેતો નથી. એકપક્ષી બુદ્ધિથી કરાયેલા નિર્ણયો ક્યારેક ધર્મની ખોટી લડાઈઓમાં પરિણમે છે. સાધના અભેદ થવાની કરવાની છે પણ પક્ષપાતી બુદ્ધિ ભેદમાં પણ ભેદ પાડી ખંડ ખંડમાં ખંડિત કરી નાંખે છે. સિદ્ધાંત તો એવો છે કે વિશાળતા આવે તો વીતરાગતા આવે. વ્યક્તિએ વ્યક્તિવિશેષ ન બની રહેતા વ્યાપક થવાનું છે, વ્યષ્ટિમાંથી સમષ્ટિ થવાનું છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ લખ્યું છે કે... પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્ર્વર, સમદૃષ્ટિને સર્વસમાન.
-
૩૪૩
કોઈએ મુંડી, કોઈએ લોચી, કોઈએ કેશ લપેટી; કોઈ જગાવી, કોઈ સુતી છોડી, વેદન કોણહી ન મેટી
કેણે મુકી કેણે લૂંચી, કેણે કેસે લપેટી
એક પખો મેં કોઈ ન દેખ્યો, વેદના કિણહી ન મેટી. માચડી...૩.
કોઈએ મને મુંડી એટલે કે મુંડ્યો. પાઠાંતર કેણે મૂકી’ છે તેને આધારે અર્થઘટન કરીએ તો કોઈકે વળી મને બધું મુકી દેવાનું - છોડી દેવાનું જ સમજાવ્યું કે આ બધી પાપપુણ્યની સ્વર્ગ-નરક, પરલોકની વાતો ઉપજાવી કાઢેલી હંબક છે. તું તારે ખા, પીને મોજ કર ! ‘આજ મીઠી તો કાલ કોને દીઠી’. પરલોક, મોક્ષ કોણ જોવા ગયું અને કોણે જોયો અને કહ્યો ! માટે આ બધી પળોજણમાં પડ નહિ. ભલે એ લોકો અજ્ઞાની કહે ! અજ્ઞાની રહેવામાં સુખ છે. જ્ઞાની થવામાં દુઃખ છે. તો વળી કોઈએ મને લૂંચી કે લોચી. એટલે
બાળક અજ્ઞ નિર્દોષ છે. જ્ઞાની પ્રાજ્ઞ નિર્દોષ છે.
Page #401
--------------------------------------------------------------------------
________________ 34 આનંદઘન પદ - 48 કે કોઈએ માથાના વાળનું લંચન કરી - લોચ કરી મુંડવાની વાત કરી. તો વળી કોઈએ દાઢી જટા વધારી જટાધારી થઈ કેશમાં ધર્મબુદ્ધિને લપેટી એટલે કે જટાધારી થવામાં જ ધર્મબુદ્ધિ મનાવી. આમ બધે કોઈને કોઈ એક વાતનો આગ્રહ રાખી તેણે માન્ય કરેલ વાત-મતમાં જ એકાન્ત ધર્મ જેવો અને બીજે બીજાની વાતને અધર્મમાં ખપાવી. બાહ્યદષ્ટિ મિથ્થામતિમાં કોઈ નિષ્પક્ષ વચન સાપેક્ષ વ્યવહાર કરનારો સ્યાદ્વાદરૂપ એકપક્ષ કે જેમાં બધાં પક્ષો સમાઈ જાય એવી વાત-વિચારણા કરનારો કોઈ કશે મને દેખાયો નહિ. આમાં આમાંનો કોઈ મારી વેદનાને મેટી - મિટાવી શકયું નહિ. પાઠાંતરે “કોઈ જગાવી, કોઈ સુતી છોડી’. એમ છે; જેનું અર્થઘટન એ છે કે કોઈએ મારામાં અલખની ધૂન જગાવી તો કોઈએ વળી ચેતના - શુદ્ધાત્મા જેવું કાંઈ છે નહિ એમ કહીં મારી સત્યની શોધ ઉપર પાણી ફેરવી દઈ મને આ બધી લપ છોડી દેવાનું કહી મારી શોધકવૃત્તિ - જિજ્ઞાસાવૃત્તિને સુવાડી જ દીધી. રામ ભણી રહીમાન ભણાઈ, અરિહંત પાઠ પઢાઈ; ઘર ઘરને હું ધંધે વળગી, અળગી જીવ સગાઈ.માયડી...૪. મારી બુદ્ધિએ મને રામ શબ્દ પણ ભણાવ્યો અને બોલાવ્યો - જપાવ્યો. એ રીતે રહીમાન શબ્દ પણ ભણાવ્યો અને જપાવ્યો. એમ અરિહંત શબ્દનું પઢન-પઠન કર્યું. હું ઘર ઘરના ધંધે વળગી-લાગી પણ જીવ સગાઈ એટલે કે આત્માનું સગપણ તો વેગળું - અળગું - દૂર જ રહ્યું. જુદા જુદા મતમાં ઢસડાઈ ગયેલી મારી બુદ્ધિ તે તે મતના ઈષ્ટ દેવનું પોપટપાઠની જેમ શાબ્દિક રટણ કરવા લાગી પણ તેમાં રામ, રહીમ કે અરિહંત બોલતાં એ રામ કોણ ? રહીમ કોણ ? અરિહંત કોણ ? એ શબ્દનો અર્થ શું ? ભાવાર્થ - તત્ત્વાર્થ - લક્ષ્યાર્થ શું? એ રામ, રહીમ આદિમાં દેવત્વ છે કે નહિ અને એ દેવત્વ હોય તો તે કેવું છે ? એ નામોચ્ચાર - જાપ કરવાથી મારા આત્માને શું લાભ ? ઈત્યાદિ કશું જ મારી બુદ્ધિ વિચારી શકી નહિ તેમ મારી બુદ્ધિને સંતોષ થાય તેવી સમજણ પણ કશેથી મળી નહિ. પોતાના આધારે જીવે તે પરમાત્મા. પુગલના આધારે જીવે તે જીવાત્મા !
Page #402
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૮
૩૪૫
દરેક મતવાળાએ લગભગ ધર્મના નામે ધંધો - વ્યવસાય કરી ધર્મસ્થાનોને દુકાનોમાં ફેરવી દીધેલાં જણાયા. અર્થાત નામના, કીર્તિ, યશ, પ્રતિષ્ઠા, માન, સન્માન, મોભો આદિ પ્રધાન બની ગયાં અને જેને માટે આ બધું હતું એ આત્મશુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિનું લક્ષ્ય ઘટતાં ઘટતાં છેઠ ભૂલાઈ ગયું અને ચૂકાઈ ગયું. પૂર્વના ભવોમાં પાડેલા મલિન સંસકારોએ બુદ્ધિને એવી તો મલિન કરી નાંખી કે ધર્મની ક્રિયાઓને આત્માની શુદ્ધિ સાથે કાંઈ સગપણ જ રહેવા દીધું નહિ. ધર્મના નામે પૈસા ઊભા કરી ધર્મસ્થાનોના નિર્માણ કરી તેને પોતપોતાના વાડામાં ફેરવી નાંખ્યા. તે વસ્તુ સ્વરૂપ - તત્ત્વ સ્વરૂપ શું છે ? તે કોઈએ મને સમજાવ્યું નહિ પણ એ બધાંએ મારી પાસે પોતપોતાના ઘરના ધંધા કરાવ્યા. મારા આત્માનું કલ્યાણ કોઈએ કર્યું નહિ. પરંતુ પોતાની નામના, પ્રતિષ્ઠા, યશ, કેમ વધે તે હેતુથી મારી પાસે જુદા જુદા કામો કરાવ્યા. ભગતને ત્યાંનો પોપટ રામ રામ બોલે અને કસાઈને ત્યાંનો પોપટ મારો મારો બોલે એવી મારી સ્થિતિ હતી. પૂર્વના કાળમાં રામાનુજ પંથીઓ જેનો પ્રત્યે ભેદભાવ રાખતા હતાં. તો વળી રહીમાન પંથીઓ પોતાને પ્રાપ્ત થયેલ સિદ્ધિઓના ચમત્કાર - પરચા બતાવતા હતા.
ધર્મના સ્થાનોમાં પ્રવેશ કર્યા પછી, સાધુપણું કે શ્રાવકપણું લીધા પછી પોતાના મત મુજબની ક્રિયાઓ કરતાં જીવ ઉદાર, માધ્યસ્થ, સહિષ્ણુ, ગુણાનુરાગી નહિ બને અને સ્વમત કે પરમત માન્ય ડિયાઓ કરતાં વીતરાગ સ્વરૂપ કેમ કરી ખુલ્લુ થાય એનો ખ્યાલ ન રાખે તો બુદ્ધિ નિષ્પક્ષ ન રહેતાં પક્ષવાળી બની જાય છે. પક્ષપાતીબુદ્ધિનું ફળ ગમે તેટલો અને ગમે તેવો ઊંચો ધર્મ કરે તો પણ સંસાર જ છે. નિષ્પક્ષપાતી બુદ્ધિ આવ્યા પછી જ મોક્ષમાર્ગ શરૂ થાય છે.
ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડીયા કળિકાળ રાજે.
- અનંતનાથ જિનસ્તવન - આનંદઘનજી પોતાનાથી અન્ય મત, સંપ્રદાય અને દર્શનમાં રહેલાં જીવોમાં પણ શુદ્ધ વસ્તુ પોતાના સ્વભાવમાં પરિણમે તે ધર્મ “વત્યુ સહાવો ઘમ્મો”.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૪૬
આનંદઘન પદ - ૪૮
ગુણો સંભવી શકે છે, ત્યાં પણ મોક્ષમાર્ગ છે અને જીવ સમ્યગ્દર્શન પામી શકે છે એવું ગચ્છના આગ્રહવાળાને લાગતું જ નથી. પક્ષપાતી બુદ્ધિથી કષાય પરિણતિમાં ઊંડો ઉતરતો જાય છે પછી નિષ્પક્ષ રહી શકતો નથી. દુનિયામાં ધર્મને નામે અનેક લડાઈઓ થઈ છે. કેટલીક વાર ઉપર ઉપરથી શાંત દેખાતા માણસો પણ ધર્મને નામે લોહીની નદીઓ વહેવડાવે છે. મુસલમાનોએ જ એમના પોતાના મજુરને અનલહક હું ખુદા છું કહેવા માટે ફાંસીએ ચઢાવ્યો અને જીસસ ક્રાઈસ્ટને પણ યાદીઓએ ફાંસી આપી. જ્યાં ઝનૂન છે, મતાગ્રહ, મહાગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ છે ત્યાં ઉપશમભાવ નથી અને તેથી ત્યાં ધર્મ નથી.
કેણે તે થાપી કેણે ઉથાપી, કેણે ચલાવી કિણ રાખી; કેણે જગાડી કેણે સૂઆડી, કોઈનું કોઈ નથી સાખી. માયડી..પ.
અથવા
કેણે તે થાપી કેણે ઉથાપી, કેણે ચલાવી કિણ રાખી;
એક મનો મેં કોઈ ન દીઠો, કોઈને કોઈ નવી સાખી. અમુક મતવાદીઓએ સ્થાપના નિક્ષેપો કે જેમાં ધર્મભાવની એકતા હતી તેમાં પણ ભેદ પાડ્યા. કેટલાકે ચક્ષુ વગરની મૂર્તિની ઉપાસના સ્વીકારી તો કેટલાકે ચલુવાળી મૂર્તિની ઉપાસના માની, તો વળી ઢંઢિયા મતવાળાએ આખો સ્થાપના નિક્ષેપો જ ઉડાડ્યો. મૂર્તિને જ ઉત્થાપી અને ફકત અમૂર્ત ઉપાસનાની માન્યતા જ સ્વીકારી.
વ્યવહારનચે પ્રભ શાસનપતિ છે તેથી શાસનના રાજા-દેવાધિદેવ છે. ક્યારેય પણ કોઈ પણ રાજ્યમાં આંખ વગરનો રાજા ન બને એનો ખ્યાલ રાખવો જોઈએ. સ્થાપના નિક્ષેપે મૂર્તિસ્વરૂપ પ્રભુને ચક્ષુ - આંખ હોય તે બરાબર છે. વળી જો આપણો જીવન વ્યવહાર પ્રતીક, પ્રતિનિધિ અને પ્રતિકૃતિથી હોય તો આપણી આરાધનામાં પણ એને સ્થાન હોય તે યોગ્ય જ છે. ભગવાનના વચનયોગનો નિક્ષેપો જે આગમ શાસ્ત્રો છે એના શબ્દો પણ જડ છે છતાં તે જો સ્વીકાર્ય હોય તો પછી કાયયોગની સ્થાપનાનિસેપે
નિત્યને આધારે નિત્યતા અને અનિત્યના આધારે અનિત્યતા.
Page #404
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૮
૩૪૭
કરાતી આરાધના પણ સ્વીકાર્ય બનવી જોઈએ.
દરેક મતવાળા પોતપોતાના મતની ખેંચમાં ધર્મ મનાવવા લાગ્યા. પરંતુ નિષ્પક્ષભાવથી આત્મશુદ્ધિ થતી હોય એવો વીતરાગભાવવાનો ધર્મ મેં કયાંયા દેખ્યો નહિ. ધર્મ તત્વ પોતે અમૂર્ત - અરૂપી અને વીતરાગ સ્વરૂપ છે. આવા ધર્મને જે પામ્યા તેમને જ જ્ઞાનીઓએ દેવ અને ગરુ તત્વમાં સ્થાન આપ્યું તેવાં અમૂર્ત તત્ત્વને પામવા મનની પેલે પાર વ્હોંચવાનું હોય છે. તે માટે અસ્તિત્વના ઊંડાણની સાધના કરવાની હોય છે તેને બદલે આપણે ખંડનાત્મક પદ્ધતિ અપનાવી પંથવાદ ઊભા કરી દીધા. આમાં ઘર્મનું નુર-તેજ-હીર હણાઈ ગયાં અને આડંબર વધી ગયો.
યોગીરાજજી આનંદઘનજી પૂછે છે કે આવા સ્થાપના અને ઉત્થાપનાના મત કોણે ઊભા કર્યા ? કોણે ચલાવ્યા ? તે તે વાડાઓમાં રાચતા કરનારા કોણ ? આ પ્રશ્નોના ઉત્તરમાં યોગીરાજજી જ જણાવે છે કે મતવાદની માન્યતાએ મજબુતાઈનું રૂપ પકડ્યું અને લોકો તે માન્યતામાં જ ઘર્મ માની એ મુજબ ઉપાસના કરવા લાગ્યા. અવિવેકી જીવો વાડામાં પૂરાઈને વાડાના બંધનમાં બંધાઈ ગયા. આ મતવાદમાંથી મારા આત્માને જગાડનાર કોણ ? મને અવળી મતિ સૂઝાડી તેના દોષનો ભાગીદાર કોણ ? કોઈ કોઈની સાખ - સાક્ષી પુરવાર હોય તો ન્યાય આપનાર ન્યાય આપી શકે. આત્મા અમૂર્ત સ્વરૂપી છે તેને પામવા અન્યાયી ભેદ પ્રવૃત્તિ ચલાવનાર મતવાદી પંથો તેનો ન્યાય કયાંથી. આપી શકે ?
- ધીંગ દુર્બલને ટેલીજે, ઠીંગે ઠીંગો વાજે; અબલા તે કેમ બોલી શકિયેં, વડ યોદ્ધાને રાજે. માયડી..૬.
‘મસ્ય ગલાગલ ન્યાય’ અને ‘મારે તેની તલવાર’, ‘જીસકી લાઠી ઉસકી ભેંસ’ એ ન્યાયે આ જગતમાં ધીંગ એટલે બળવાન હંમેશ દુર્બલને ટેલીજે-ઠેલતો-દબાવતો આવ્યો છે. પરંતુ કુદરતના કાનુન, કુદરતની કોર્ટની રુએ જોતાં બળિયો નબળાને દબાવે એ ચોખ્ખો અન્યાય છે. આવા ચોખ્ખા અન્યાયની બુદ્ધિ સુઝાડનાર કોણ ? કુદરતનો કાનુન તો એ છે કે નબળાનું
જ્ઞાર્નાક્રયા એ જ્ઞાનનું દેશ્ય સ્વરૂપ છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૪૮
આનંદઘન પદ - ૪૮
રક્ષણ કરવું એ જ સુરાનો ધર્મ છે. નિર્બલ કે બલરામ એ કુદરતની કોર્ટનો જાય છે. આવું ઠીંગે ઠીગો વાજતુ હોય એટલે કે ડીંગે ડીંગ ચાલતી હોય - તદ્દન ખોટે ખોટું જ જયાં ચાલતું હોય, કુદરતના ન્યાયની સામે જયાં ખુલ્લે ખુલ્લા બળવો પોકારાતો હોય ત્યાં પછી ન્યાયની આશા કોની પાસે રખાય ? આ જગતનો આવો સ્વાર્થી ન્યાય તેમાં કોણ સાક્ષી આપવા તૈયાર થાય ? અર્થાત્ પુયશાળીઓ પુણ્યના જોરે, સત્તાના જોરે નિર્બળને દબાવે અને તેની પાસે પોતાના ધાર્યા ખોટા કામ કરાવે ત્યાં તે બળહીન - અબલા - નિર્બળ શું કરી શકે અને શું બોલી શકે? એ બાપડાને અનિચ્છાએ પણ ખોટા કામ કરવા પડે, વળી જે ખરેખર સજ્જન છે, જે ન્યાય અન્યાયને સમજે છે તે ખોટું સમજતો હોવા છતાં એ પુણ્યશાળી સામે કાંઈ કરી શકે નહિ એટલે એણે તો મૂંગે મોઢે તે અન્યાયને જોવો રહ્યો. ? જગતમાં જગતના લોકોની વચ્ચે ટકી રહેવું હોય તો તેની પાસે ખોટી હા માં હા ભણવી પડે.
જીવ જો પોતાની અંતર્ગત રહેલ ભીતરી આત્મશકિત કે જે અનુપમ શક્તિ છે તેનો વિચાર કરે તો તે શકિતથી આ જગતની બધી સત્તાને પછડાટ ખવડાવી. શકે એમ છે, પરંતુ જીવ પોતે જ નિર્બળ બન્યો છે. એની બુદ્ધિ પક્ષપાતી. હોવાના કારણે અબળા બની છે અને તે જ જયારે ખોટી રીતે વર્તે ત્યારે તેની સાક્ષી પુરવા કોણ તૈયાર થાય ? આ જગતમાં મોહમાયાની ભેદભાવવાળી કપટી. નીતિવાળા વડે આ યોદ્ધાની આણ પ્રવર્તી રહી છે અને એના રાજયમાં રહેલાં એવાં આપણી પર તેનું રાજ ચલાવે છે.
જે જે કીધું કે જે કરાવ્યું, તેહ કહેતી હું લાજું થોડે કહે ઘણું પ્રીછી લેજો, પરશું તીરથ નહિ બીજું. માયડી...૭.
યોગી મહાત્મા આનંદઘનજી પોતાના મનોભાવ ખુલ્લા કરે છે. મારી પક્ષપાતવાળી બુદ્ધિએ કરીને મેં જે જે કીધું, જે જે ભૂલો કરી; જે જે કરાવડાવ્યું તે કહેતા પણ મને લાજ - શરમ આવે છે. અગાઉના પૂર્વ ભવોમાં મતિ સાથે સંબંધ કરેલ અર્થાત્ બુદ્ધિ જે કહે - જે શિખામણ આપે તે કરવાનું રાખેલ, જેના કારણે આત્મામાં ખોટા સંસ્કારો પડી ગયેલ. એ સંસ્કારોને કારણે આ ભવમાં મેં જે જે કર્યું છે, મનથી વિચાર્યું છે તે કહેતા મને લજ્જા આવે છે.
વ્યવહાર છોડ્યા વિના અને નિશ્ચય ભૂલ્યા વિના નિશ્ચયપૂર્વક વ્યવહાર કરવો.
Page #406
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૮
૩૪૯
ધર્મ બુદ્ધિએ કરીને મેં પરધર્મમાં પણ રહેલાં સત્યાંશનો વિચાર કર્યા વિના નિંદા કરી છે. તે ધર્મના અનુયાયીઓની પણ નિંદા કરી છે. તે માટે કષાયનો આશ્રય કર્યો છે. અને છતાં પાછો એમાં ધર્મ માનવાની ભૂલ કરી છે. ધર્મના નામે દુકાન માંડી એક નવા પ્રકારનો સંસાર શરૂ કરી દીધો. મારી અંદર રહેલી વિભાવ દશાએ અનેક ખોટા કામો કરાવ્યા અને તેને પાછા ધર્મના ખાતામાં ખતડાવ્યાં છે. મારી પક્ષપાતવાળી બુદ્ધિથી મેં અનેકને ખોટા ઉપદેશ આપી તેઓના દ્વારા ખોટા કામ કરાવડાવ્યા છે. તેઓ ઉન્માર્ગ પ્રવર્તક બન્યા, અભક્ષ્ય ખાનારા બન્યા, યજ્ઞયાગાદિ ક્રિયામાં ભયંકર હિંસા હોવા છતાં તેમાં તેઓ ધર્મ માનતા થયા તે બધામાં પ્રેરક તરીકે તો મારી પક્ષપાતવાળી બુદ્ધિ જ હતી. તેનાથી પ્રેરાયેલા તેઓ અધર્મમાં પણ ધર્મ માનનારા થયા. રાગદ્વેષી દેવોને તે દેવ માનનારા થયા, વીતરાગ માર્ગને ભૂલીને તેઓ અન્યદેવની ઉપાસના કરનારા થયા, નિગ્રંથ ગુરને છોડીને અન્યને ગુર માનનારા થયા અને સર્વજ્ઞ વીતરાગ પ્રણીત ધર્મને છોડીને અન્યમાં ધર્મ માનનારા થયા; એ બધાંચમાં મારી પક્ષપાતવાળી બુદ્ધિ જ હતી.
અમારી આ થોડી કહેલ વાતનો ઉકેલ જેણે અનુભવ્યું હશે તે અનુભવ જ્ઞાની જ બતાવી શકશે, માટે થોડું કહ્યું એ ઘણું કરીને જાણજો. મરણિયો બનેલો મોહયોદ્ધો નિદ્રામાં ખરાબ સ્વપ્નો બતાવી જીવને ભયભીત બનાવી સાધના માર્ગે ચલચિત્ત કરી રહ્યો છે. અનાદિના કુસંસ્કારો જે આત્માની ભૂમિમાં મહીં ધરબાઈને પડેલા છે તે નીકળતા પહેલાં આ રીતે છેલ્લો છેલ્લો પોતાનો પરચો બતાવી રહ્યાં છે. આ જ વાત અગાઉના ૪પમાં પદમાં “મમતા માયા આતમ લે મતિ, અનુભવ મેરી ઓર દગોરી. ઠગોરી..” એ કડીથી જણાવી છે.
આત્માની પિછાન - ઓળખાણ તેમજ આત્માની અનુભૂતિ બહારમાં રહેલા સ્થાપના નિક્ષેપાની ઉપાસનાથી થાય તેમ નથી. એના માટે આત્માએ પોતાના દેહદેવળને તીર્થ સમજીને અંદરમાં ડૂબકી મારવાની છે. આત્માની પિછાન તે જ તીર્થ કરાવશે. અંદરમાં ડૂબકી મારીને અનંતા આત્માઓએ પોતાના આત્માને ઓળખી લીધો છે. અને તેના દ્વારા ક્રમે કરીને પરમ આત્મદશા એવી પરમાત્મદશાને વર્યા છે.
-
ખોજ નિત્યની હોય અને ઉત્પત્તિ નશ્વરની હોય.
Page #407
--------------------------------------------------------------------------
________________
૩પ૦
આનંદઘન પદ - ૪૮
આપ વીતી કહેતાં રીસાવે, તેથી જોર ન ચાલે; આનંદઘન વહાલો બાંહડી ઝાલે, તો બીજું સઘળું પાલે. માયડી...૮.
એક આત્માની ઓળખ થતાં આખું જગત જીતાઈ જાય છે. પોતાના પર જે વીતી છે તેની કથની કહેતાં જેને રીસ ચડે અથવા તો ગુસ્સે ભરાય તેવી માયાવી મતિ પર જીવનું જોર નહિ ચાલે. કારણ કે બુદ્ધિ સાથે સંગતિ કરવાની ભૂલ જીવની પોતાની છે. માટે અતિ ઉપર દબાણ (જોર) નહિ કરી શકાય. તે ભૂલમાંથી છૂટવાનો ઉપાય એક જ છે. નિર્મળ અને પવિત્ર ભાવથી નિખાલસ હૃદયે તત્ત્વત્રયીની ભકિત કરવાથી જીવ પ્રભુની કૃપાનું પાત્ર બને છે. પરમ કૃપાળુ પરમાત્મા ભકત ઉપર પ્રેમ-વહાલ વરસાવે અને પ્રભુ જે માર્ગ દેખાડે છે. માર્ગની પાલના જીવ કરે તો તેવા ભક્ત આત્માનું બાવડું ભગવાન અવશ્ય. ઝાલે છે અથાત્ સહાય મળે છે. મારું તો કાંઈ જોર ચાલતું નથી પણ આનંદઘના એવાં આપ પરમાત્મા જો મારો હાથ ઝાલો અને મને સહાય કરો તો જે જે બીજું સઘળું આદરવા-પાળવા જેવું હું આદરી-પાળી શક્યો નથી તે પાળવા. એટલે કે આદરવા - આરાધવા હું સૌભાગ્યશાળી અને સમર્થ બનું!
મહાત્મન્ આનંદઘનજી મહારાજા કહે છે કે હું જે આ કરી રહ્યો છું તે મેં જાતે અનુભવેલું છે. છતાં મારી આ વાત જેની બુદ્ધિ પક્ષપાતથી ઘેરાયેલી છે તેને નહિ ગમે. તેને તો ઉપરથી આ સાંભળીને ગુસ્સો જ આવશે. પરંતુ એનો કોઈ બીજા ઉપાય નથી. માયાવી મતિવાળાને વાત ન ગમે અને ગુસ્સો આવે તેટલા માત્રથી સાચી વાત કે આત્મહિતકર વાત જો ન કહેવામાં આવે તો જગતને કયારેય સન્માર્ગ બતાવી શકાય નહિ અને દુર્ગતિના દુ:ખો તો વેઠી શકાય એવા નથી, માટે સન્માર્ગ બતાવવો એ તો અત્યંત જરૂરી છે.
પદનો સાર એ છે કે સાપેક્ષમાંથી નિરપેક્ષ થવું હશે તો નિષ્પક્ષપાતી બની, નિરાગ્રહી, વિશાળદષ્ટિવાળા બની, સ્યાદ્વાદ શૈલીથી ખંડનમંડનમાં પડ્યા વિના ભેદમાંથી ભેદમાં નહિ જતાં અભેદ ભણી ગતિ કરો તો જે સર્વજ્ઞ, નિગ્રંથ, વીતરાગી તીર્થકર ભગવંતનું તીર્થ-શાસન મળ્યું છે તેનું આલંબન લઈ સાધનાપંથે ચાલશો તો સ્વયંના પરમ આત્મતત્ત્વ ત્રિકાલી શુદ્ધ પરમપરિણામિક ભાવથી અભેદ થવાશે. માટે આડેઅવળે અહીંતહીં નહિ ભટકતા સર્વજ્ઞ વીતરાગ પ્રરૂપિત વીતરાગ માર્ગે આગળ વધતાં રહેવું.
- શેયને વળગવા જતું જ્ઞાન અજ્ઞાન છે. જ્ઞાનમાં રહેતું જ્ઞાન એ વિજ્ઞાન છે.
Page #408
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૯
૩પ૧
પદ - ૪૯
(રાગ : સોરઠ) कंचन वरणो नाह रे, मुने कोई मिलावो || कं ॥ अंजन रेख न आंख न भावे, मंजन शिर पडो दाह रे | मुने कोइना ॥१॥ कौन सेन जाने पर मनकी, वेदन विरह अथाह । थर थर धुजे देहडी मारी, जिम वानर भरमाह रे ॥ मुने ॥२॥ देह न गेह न नेह न रेह न, भावे न दूहा गाहा । आनन्दधन वालो बांहडी झाले निश दिन धरूं उमाहा रे ॥ मुने ॥३॥
યોગીરાજજીને સાધનાપંથે પોતાનું આત્મવીર્ય નબળું પડતું જણાય છે અને કેઈ અજ્ઞાત ભય - ઉપદ્રવ સતાવતો હોવો જોઈએ કે જેમાંથી પાર ઉતારવા તેઓશ્રી પ્રભુની સહાય પ્રાર્થી રહ્યાં છે એવું આ પદમાં જોવામાં આવે છે.
કંચન વરણો નાહ રે, અને કોઈ મિલાવો. કંચન. અંજન રેખ ન આંખ ન ભાવે, મંજન શિર પsો દાહ રે. અને કોઈ....૧.
જ્ઞાનનો વર્ણ સુવર્ણ (કંચન)ની ધાતુ જેવો રાતો પીળો સૂર્યના પ્રકાશ જેવો ઉષ્ણ, જલદ અને કર્મોન દહન કરવાની શકિત ધરાવે છે. આવો જે જ્ઞાનગુણ ભીતરમાં રહેલ છે એ જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ પરમ પરિણામિક ભાવ એજ મારો સ્વામી ચેતન - શુદ્ધાત્મા છે કે જેનાથી મારે અંતર પડી ગયું છે - વિયોગ થઈ ગયો છે. એવાં સુવર્ણ સમાન કંચનવર્ણા મારા નાહ-નાથનો કોઈ મને મેળાપ કરાવો. શીધ્ર એના મેળાપનો પ્રબંધ કરો, કેમકે મોહ મરણિયો બનીને મારી પાછળ પડી ગયો છે.
અંજન એટલે કે મેશ જે કાળા વર્ણની હોય છે એની જરા સરખી રેખા. આંખને ભાવતી નથી એટલે કે ગમતી નથી. અર્થાત લેશ માત્ર કર્મની કાળાશ ગમતી નથી. સંજવલન પ્રકારના કર્મો પણ ખૂંચે છે - પીડે છે.
કરવામાં અહંકાર જોઈએ અને અહંકાર હોય ત્યાં “હું કોણ? તે જાણી શકાતું નથી.
Page #409
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૪૯
પૂર્વે મંજન કરેલા કર્મો એટલે કે કર્મો થકી મેં મારા આત્માને ખરડ્યો છે મેલો કર્યો છે તેના તાપ (દાહ)થી મારું માથું (શિર) પીડાઈ રહ્યું છે અને તે કર્મોની વ્યાધિમાંથી છૂટવા મારો આત્મા મથી રહ્યો છે. એ જ્યાં પીડા-આધિ-વ્યાધિ-ઉપાધિ, પાપ, બિમારી, ફિકર-ફફડાટ, ભય, મરણ નથી એવી શાંત, સુખમય, અવ્યાબાધ, નિષ્પાપ, નિરપેક્ષ, નિરંજન, નિરાકાર, નિષ્પાપ, નીરિહી કૈવલ્યાવસ્થાને તલસી રહ્યો છે. ચિર શાંતિ પોતાના આત્મઘર સિવાય બીજે કયાંયથી સાંપડે એમ નથી. બહાર તો બધે બળતરા જ છે. પ્રભુ મહાવીર જેવાને પણ તેજ ભવમાં મોક્ષે જતાં પહેલાં કાજળ જેવાં ક્લિષ્ટ કર્મો કેટલા ઉદયમાં આવ્યા ? કેવી પીડા ઉપજાવી ? જીવ માત્રને મોક્ષે જતાં પહેલાં. બાંધેલા કર્મો ભોગવતા ઘણું સહન કરવું પડે છે. અજ્ઞાન અવસ્થામાં કરેલી ભૂલો અને તેનાથી બંધાઈ ગયેલા કર્મો જીવને જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જ્ઞાની બનેલાને પણ એ ભોગવતા દમ નીકળી જાય છે. માટે જ જ્ઞાની કહે છે
બંધ સમયે જીવ ચેતીએ રે, શો ઉલ્યે સંતાપ સલુણા...
કર્મના બંધ સમયે જીવે વિવેકી બનવાનું છે. બંધકાળે એવી ભૂલ નથી કરવાની કે જેથી ઉદય સમયે તેને ભોગવતા મુશ્કેલી પડે. બાકી પૂર્વના જે કર્મો અજ્ઞાનકાળે બંધાઈ ગયા છે તેના ઉદયકાળે જીવે સમભાવમાં રહેવાનું છે જેથી નવા કર્મો અશુભ બંધાય નહિ.
૩૫૨
અહીં કહેવાનું તાત્પર્ય એ લાગે છે કે અંજન આંજેલી આંખ ભલે સંસારના વ્યવહારમાં સંસારીઓને રૂપાળી લાગતી હોય અને આકર્ષણ કરતી હોય પરંતુ મારા સ્વામી ચેતનની આંખ - ચેતનના ચક્ષુ તો એનું કેવળજ્ઞાન છે કે જે એવો સુવર્ણ જેવો ચળકતો પ્રકાશ છે કે એ પ્રકાશમાં સર્વ કાંઈ ઝળકે છે અને તે પણ એટલી તો સહજ રીતે કે એમાં માથા (શિર)ને મંથન કરવાની કે મંજન-સ્નાન કરી મગજને ચોખ્ખું બનાવી સર્બુદ્ધિ રૂપે પ્રવર્તવવાની કે મગજની નસોને ખેંચીને એને દાહ-તાપ આપવાની લેશ માત્ર આવશ્યકતા રહેતી નથી. સઘળાં સર્વક્ષેત્રના, સર્વકાળના, સર્વ જ્ઞેયો-દ્રવ્યોની સર્વ પર્યાય સહિત સહજ જ સમય માત્રમાં જાણવા ગયા વગર જણાય છે. આ કેવળજ્ઞાન પ્રકાશ એવો
સર્વ સંયોગ, પ્રસંગ, પરિસ્થિતિમાં ચિત્તપ્રસન્નતા એ જ સ્થિતપ્રજ્ઞતા.
Page #410
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૯
ઉપલ
સુવર્ણ - સારી ઊંચી જાતનો પ્રકાશ છે કે એમાં અક્રિય રહેતે છતે, બધું સ્થિર રહી, ગમનાગમન કર્યા વિના જણાય જાય છે અને વળી એ જણાવા છતાં, દેખાવા છતાં એ એના નિરંજન શુદ્ધ સ્વરૂપમાં જ રહે છે. કર્મની રેખા સરખી સ્પર્શતી નથી. મારા આવા નાથ - સ્વામીને કઈ મહેરબાની કરી મને મેળવી. આપો એમ યોગીરાજજી વિનતિ કરે છે.
આત્મા નદી સંયમતોયપૂર્ણા, સત્યાવહાશીલતાથોર્મિ: તત્રાભિષેક કુરુ પાંડુપુત્ર ! ન વારિણા શુદ્ધયતિ ચાન્તરાત્મા..
ઉપરોકત ચરણ - એકના અનુસંધાનમાં કવિરાજ આ શ્લોક ટાંકીને ઉપરના સ્નાનથી સર્યું - મંજન (સ્નાન) શિર પડો દાહ રે ની વાતનું સમર્થન કરે છે. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ પાંડુપુત્ર અર્જુનને કહે છે કે, હે પાંડુપુત્ર ! આત્મા એ નદી છે જે સંયમરૂપી જલથી પૂર્ણ છે, સત્ય પ્રવાહવાળી એટલે કે સ-અવિનાશી-શુદ્ધત્મા-ધુવતત્ત્વ તરફ પ્રવાહિત થનારી છે, શીલ સદાચાર એ એના તટ-કિનારા છે અને દયા-કરણા રૂપી તરંગો (ઊર્મી)થી તરંગીત છે. તું એવી આત્મા નદીમાં સ્નાન કર અને તારા કર્મમેલ (કર્મમલ) ને દૂર કરી શુદ્ધાત્મા બન. આત્માને અંતરાત્માને શુદ્ધ કરવા માટે બહારના વારિ-જલની જરૂર નથી. બહારનું સ્નાન તો શિરદાહ શિરપીડા વધારવા જેવું છે કેમકે એ જલસ્તાનથી તો શુદ્ધિ થવાના બદલે આત્મા ઉપરથી કર્મમલથી મેલો-મલિન થાય છે. સ્નાન એ ધર્મ નથી, પછી તે ગંગાસ્નાન, પ્રયાગ સ્નાન કે ક્ષિપ્રાનદીનું કુંભમેળાનું સ્નાન કેમ ન હોય ?
કન સેન જાને પર મનકી, વેદના વિરહ અથાહ? થર થર ધ્રુજે દેહડી મારી, જિમ વાનર ભરમાહ રે. મુને.૨.
મનની વ્યથા (સેન-સહેવું) બીજો કોણ છે તે જાણી શકે ? ચેતનાને સ્વામી ચેતનના વિરહની વેદના-પીડા પાર ન પામી શકાય એવી અથાગ છે અથવા તો બીજાના મનની પીડાને પરખવી, એ ભારે કઠિન કામ છે. કોઈ સેન-સજ્જન પુરુષ જ તે પારખી શકે છે. એક તો વિરહની અત્યંતત કારમી વેદના છે અને તેમાં પાછું ધૈર્ય ટકાવી રાખવાનું છે. વળી એ વિરહની વેદનાની
નવા ઋણ ઊભા કર્યા વિના જૂના ઋણ ચૂકવતા જઈ ચોપડો ચોખ્ખો કરતાં જાઓ!
Page #411
--------------------------------------------------------------------------
________________
૩પ૪
આનંદઘન પદ - ૪૯
પીડાના કાળમાં અદષ્ટ દુષ્ટતત્ત્વો - દુષ્ટશકિતની સતામણી - ઉપદ્રવ થાય છે તે એમાં વૃદ્ધિ કરે છે અને ધૈર્ય કસોટીને એરણે ચડે છે.
પદનું આ ચરણ એવો સંકેત આપે છે કે ધર્મના દ્રષી એવાં માંત્રિક; તાંત્રિક, અઘોરી, મેલી વિદ્યાના મેલડીમાના સાધકો મહાત્મા આનંદઘનજી ઉપર મારણ વિદ્યાના પ્રયોગો અજમાવી રહ્યાં હોવા જોઈએ. તેઓ યોગીરાજજીને સિદ્ધયોગી સમજીને દ્વેષ ભાવે કે ઈર્ષાથી પ્રેરાઈને આવા પ્રકારના કષ્ટદાયી પ્રયોગો કરી રહ્યા હોય અને તેની આડઅસર એમને વર્તાતી હોય એ બનવા જોગ છે. - એ કારણે તેઓ લખે છે કે પારકા મનની અથાગ પીડાને જાણનારા કોઈક જ વિરલા સજ્જન હોય છે. આ જગતમાં કયાંય કોઈ નક્કર વસ્તુ હાથ જડે તેમ નથી. લોકો જેટલું બોલે છે તે અવસરે કરી બતાવતા નથી. કહેનારને લાજ શરમ ઉપજાવે એવી ડીંગેડીંગ સર્વત્ર ચાલી રહી છે.
આ જગતમાં ન્યાયને ખોળવા જનારા બધાંએ ઠોકરો જ ખાધી છે. કોઈ કોઈની સાક્ષી પૂરી શકે એમ નથી. એટલા માટે જ યોગીરાજજીએ સાચો ન્યાય મેળવવા પરમતત્ત્વનો માર્ગ અપનાવ્યો છે. અધ્યાત્મના જાણકારો તો કહે છે કે જગત ન્યાય સ્વરૂપેય નથી અને અન્યાય સ્વરૂપેય નથી. જગત તો વ્યવહાર સ્વરૂપ છે. “જેવી દોરી પૂર્વે વીંટાળીને આવ્યા છે તેવી આજે તે ઉકલી રહી છે', એમ સમજીને શાંત થઈ જઈ જે સંયોગો કર્મના ઉદયે આવી રહ્યાં છે તેને માત્ર દૃષ્ટા બની જોયા કરવા જેવા છે. પરમાત્મતત્વનો પ્રાગ્લાવ કરવો અને તે માટે સાધના કરવી તે જ પ્રાપ્ત મનુષ્યભવને ન્યાય આપવા તુલ્ય છે. બાકી બધો વ્યવહાર છે. આ આત્મસમજના બળે તો પૂર્વના મહાપુરુષોએ પોતાની ચામડી ઉતારનારા, માથે અંગારા મૂકનારા, કાનમાં ખીલા ઠોકનારા, યંત્રમાં જીવતા પીલી નાખનારા બધાંને હૃદયથી ક્ષમાના દાન કર્યા અને પોતે આત્મભાવમાં ઠરી ગયા તો પ્રકૃતિએ તેમને પરમાત્મ તત્ત્વની ભેટ ધરી.
વાનર (વાંદરો) પ્રાણી સ્વભાવે અસ્થિર અને ચંચળ છે. એને મારવા કે પકડવા કોઈ શિકારી તેની પાછળ પડે અને જયારે પાછો એ વાનર પોતાના જૂથથી છૂટો પડી ગયો હોય ત્યારે એ વાનરના મગજની દશા જેવી ભ્રમિત
વસ્તુ પ્રત્યેનું વલણ જ વ્યકિતના વ્યકિતત્વને અભિવ્યકત કરે છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૪૯
૩પપ
(ભરમાહ - ભરમાયેલો હોય અને એની દેહડી જેમ થર થર ધ્રુજતી કાંપતી, હોય અને ચિચિયારી પાડતો અહીંતહીં કૂદાકૂદ કરતો એવી દશા - એવી મન:સ્થિતિ યોગીરાજજીની સાધનાની આ ભૂમિકાએ હોંચ્યા પછી પણ થઈ છે તેની વીતક તેઓશ્રી અહીં વ્યકત કરી રહ્યાં છે.
તેઓને ભૂત-પ્રેત-પિશાચ-શાકિની-ડાકિનીની અથવા તો કોઈ હિંસક પ્રાણીની પરેશાનીની અનુભૂતિ તેમના દેહને થથરાવી નાંખે તેવી થઈ હોય એમ માનવાને આ પંકિતઓ પ્રેરે છે. એમના સાધનામય જીવનમાં આવું બનવું અસંભવિત નથી. કારણ કે તેઓ વસ્તિથી દૂર વનવગડામાં, સ્મશાનાદિ નિર્જન સ્થાનોમાં એકલા અટુલા રહી સાધના કરતાં હતાં. પૂર્વકાળના ઋષિઓ પોતાને નિર્ભય બનાવવા અને પોતામાં ભય સંજ્ઞાનું પ્રમાણ ચકાસવા, આ રીતે એકાંત, અવાવરું, નિર્જન, ભયાનક સ્થાનો જેવાં જંગલ, ગિરિ કંદરા, કોતરો, સ્મશાનો આદિ જગામાં કે જયાં વાઘ-સિંહ જેવા હિંસક પ્રાણીઓના ઉપદ્રવની વચ્ચે રહીને ઉપયોગ શુદ્ધિની - ઉપયોગ સ્થિરતાની દુષ્કર સાધના કરતા હતા. તે પૂર્વના ઋષિમુનિઓને જે જે ઉપસર્ગો આવેલા તે સાધનાકાળ દરમિયાન વિશેષ પણે આવેલા હતાં.
આવી રીતે સ્મશાન, વનવગડા, ગિરિકંદરા; કોતરો, ગુફા, આદિ સ્થાનોમાં જઈ જંગલી હિંસક પશુઓની વચ્ચે પણ નિર્ભર રહીને સાધના કરવી અને પોતાના સાધનાબળને કસોટીની એરણે ચડાવવું તે અત્યંત દુષ્કર હોઈ, સામાન્ય સંસારી જીવો કે જે સત્વહીન કે અલ્પ સત્વશાળી છે તેવા જીવો માટે તો પ્રભુભકિત અને સત્સંગનો માર્ગ આરાધવો, પેતાના દોષોને માધ્યસ્થ દષ્ટિથી જોવા, તે દોષોનો પશ્ચાતાપ કરવો, પ્રાયશ્ચિત કરવું, દેવ ગુરૂ પ્રત્યે આદર બહુમાનવાળા બનવું, વ્રત, જપ, નિયમ, તપ કરવા, જ્ઞાન ભણવું અને ભણાવવું, દોષો - આશાતનાદિથી બચવું એજ આગળ વધવાનો માર્ગ છે.
દેહ ન, ગેહ ન, નેહ ન, રેહ ન, ભાવે ન દુહા ગાહા. આનંદઘન વહાલો બાંહડી કાલે, નિશદિન ધરૂં ઉમાહા રે. મુને..૩. હે પ્રભુ ! હવે મને આ દેહ પ્રત્યે કોઈ જ રાગ રહ્યો નથી. નથી કોઈ
કલ્પત સુખ સાક્ત હોય છે, જ્યારે નિર્વિકલ્પ સુખ અનંત હોય છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ
ગેહ-ગૃહ-ઘર પ્રત્યે કે ગામ પ્રત્યે મોહ રહ્યો યા નથી કોઈ સ્નેહી સ્વજન ભકત પ્રત્યે નેહ-સ્નેહની આછીપાતળી રેખા પણ રહી છે. અર્થાત્ દેહ સહિત સારાય સંસાર પ્રતિ પર પ્રતિ કોઈ પણ જાતનો કશોય મોહ લેશમાત્ર પણ રહ્યો નથી. હવે તો કોઈ દુહા, છંદ, ચોપાઈઓ, પદો, સ્તવનો, ગાથા રચવાનાય ભાવ-કોડ રહ્યા નથી. એ કરવુંય ગમતું નથી કેમકે એ અદ્વૈતભાવમાંથી - ઉન્મનીદશામાંથી નીચે ઉતરવા જેવું અને લેપાવા - ખરડાવા જેવું લાગે છે. અત્રે આપણે સહુએ એ યાદ રાખવા જેવું છે કે યોગીરાજ આનંદઘનજીની એક માત્ર મળતી પદ્ય રચના સ્તવનો પદ એ પણ એમણે એ કૃતિ રચવાની બુદ્ધિએ કર્તાભાવે સર્જી નથી પરંતુ અનુભૂતિની પળોમાં પ્રભુ કૃપાએ એ સર્વ પરાવાણી રૂપે એમના મુખારવિંદમાંથી સરી પડી છે જેની કોઈક વડે કોઈક રીતે અનાયાસે નોંધ લેવાઈ ગઈ છે અને તેથી આપણા અહોભાગ્ય કે એ પરાવાણી આ સ્તવનો - પદોની રચના રૂપે આપણા સુધી આપણા વિકાસ માટે પ્હોંચી. બાકી એ અલગારી અવધૂત યોગીએ કોઈ ઠેકાણે કોઈ કૃતિમાં સીધા કે આડકત્રી રૂપે પોતાના નામ, રૂપ, ગામ, ગોત્ર, પિતા, માતા, ગુરુ, શિષ્ય કશાનોય ઉલ્લેખ લેશ માત્ર કર્યો નથી.
૩૫૬
-
re
હવે તો અંતરમાં કોઈ કોડ રહ્યા નથી સિવાય કે મારો આનંદના પિંડ સમો વાલમ (વાલો-વહાલો) નાથ આનંદઘન આવીને મારી બાંહડી ઝાલે એટલે કે મારો હાથ ઝાલી મને સાધનાપંથે ચલાવવાની આગળ વધવા માટેની સહાય કરે તો મારો આત્મા રાતદિ’ પરમાનંદ દશામાં રહી આપ પ્રભુની ચરણસેવા-ભકિત ઉમંગ - ઉત્સાહ (ઉમાહા) પૂર્વક કરું ! આ જ એક માત્ર ઈચ્છા હવે રહી છે !
પદનો બોધ એ છે કે આ માનવભવને પામીને મેળવવા જેવું એક માત્ર કેવળજ્ઞાન પરમાત્મસ્વરૂપ જ છે પણ એ સાધનાપંથ વિકટ છે જેમાં ધૈર્ય અને પ્રભુકૃપારૂપ કાળલબ્ધિ - કાળ-પરિપાકની પણ એટલી જ જરૂર છે.
જેમાં કિંચિત માત્ર અહંકાર ન હોય, તે સાહજિક વાણી છે.
Page #414
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૫૦
૩પ૭
પદ - પ0
(રાગ : ધન્યાશ્રી) अनुभव प्रीतम कैसे मनासी ॥ अ. || छिन निर्धन सघन छिन निर्मल, समलरूप बतासी ॥ अनु. ||१|| छिनमें शक्र तक्र फुनि छिनमें, देखू कहत अनासी । विरज न विश्व आपा हितकारी, निर्धन झूठ खतासी ॥ अनु. ॥२॥ तोही तूं मैरो मौहे तुं तेरी, अन्तर काहैं जनासी। आनन्दघन प्रभु आन मिलायो, नहि तर करो घनासी ॥ अनु. ॥३॥
જીવમાં જ્યારે વિવેકની આંખ ઉઘડે છે ત્યારે તે સત્યની શોધમાં ઊડે ને ઊંડે અંતરની ગહરાઈમાં ડુબકીઓ મારે છે અને તે દ્વારા જગત કેવું છે ? આત્મા કેવો છે ? એ જાણવા હવે તે તત્પર બને છે. વિષય પિપાસા મોળી પડવાથી તેને હવે આલોકને બદલે પરલોક અને પરલોકના વિચારો આવે છે. જન્મ અને મૃત્યુની નિશ્ચિંતતા હોવાથી હવે સંસારના સુખો વિશ્વસનીય રહેતા નથી. અંદરના પરમ સત્યને પામવા તે જ્ઞાનમાં ડૂબકી મારે છે, તે વખતે જ્ઞાનદર્પણમાં જુદી જુદી જાતની અનુભૂતિ થાય છે. એમાંની કેટલીક અનુભૂતિઓ પ્રકૃતિજન્ય હોય છે, તો કેટલીક આત્મસંબંધી હોય છે. આત્મા વારંવાર પ્રકૃતિના ફંદામાં ફસાઈ જતો હોય છે. આ પરિસ્થિતિમાં મહાત્મનું આનંદઘનજી અનુભવી વિવેક મિત્રની સલાહ-માર્ગદર્શનને પ્રાર્થે છે કે “અનુભવ પ્રીતમ કેસ મનાસી”. આવી અંતર મથામણની આંતરીક અભિવ્યકિત અને એમાં અનુભવ મિત્ર વિવેકના માર્ગદર્શનની વાતો આ પદ દ્વારા યોગીરાજ કવિશ્રી કહી રહ્યાં છે.
અનુભવ પ્રીતમ કેસે મનાસી અ. છિન નિર્ધન સઘન છિન નિર્મલ, સમલરૂપ બતાસી. અનુ૧. જયારે કોઈ પણ વસ્તુની તડપન વધી જાય અને તે ન મળે, તેનાથી
જેને બધે ફાવશે, બધું ચાલશે, તે બધામાં ભળશે અને સમરસ થઈને રહેશે.
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૫૮
આનંદઘન પદ - ૫૦
વિપરીત ભાવો સ્પર્શી જાય ત્યારે સાધક જીવ પોતાની તે વેદના-વ્યથા અનુભવી મિત્રો આગળ હૃદય ખોલીને કહે છે અને વ્યથામાંથી છૂટકારાના ઉપાયો સૂચવવા. જણાવે છે. સમતા-ચેતના પોતાના હિતેચ્છુ ભાઈ વિવેકમિત્ર આગળ પોતાના અંતરમનનીવાતો જણાવે છે અને પૂછે છે કે અનુભવજ્ઞાની પ્રીતમને કેવી રીતે મનાવવા - “કેસે મનાસી?” અર્થાત્ સ્વામી ચેતનને વીતરાગતાના પથ ઉપર કેમ કરીને ચડાવવા ? અંતર મથામણ જે દ્વિધા, જે અવઢવ, જે હાલમડોલમાં છે તે જણાવતા ચેતના - સમતા કહે છે કે છિન નિર્ધન સઘન-ક્ષણવારમાં હું રસ્તા ઉપર રઝળતો રખડુ ગરીબ - નિર્ધન ભિખારી તો બીજી ક્ષણમાં ધના સંપત્તિના માલિક હોઉં એવી પલમાં માસો પલમાં તોલો જેવી ચિત્તની ચંચળ , અવસ્થા થઈ ગઈ છે. કયારેક ઘડીકમાં કર્મમળથી મલિન - સમલરૂપ બનેલો હોઉં તો ઘડીકમાં નિર્મળ આત્મગુણોને અનુભવનાર હોઉં એવા ક્ષણક્ષણમાં પલટાતા અનુભવથી ચિત્તમાં ખળભળાટ સંક્ષોભ થાય છે. આવા રૂપકો મારા અંતરમા કોણ બતાવી રહ્યું છે ? મારો આત્મા કાંઈ આવો ડામાડોળ નથી. એ તો અક્રિય અને પરમસ્થિર સ્વભાવી છે. તો પછી ચિત્ત કેમ આવી અવસ્થાનો. ભોગ બને છે ? ચિત્તતંત્ર કેમ ડહોળાઈ જાય છે એ જ સમજાતું નથી.
- જિનમેં શક તક કુનિ જિનમે, દેખું કહત અનાસી; વિરજ ન વિચ્ચે આપા હિતકારી, નિર્ધન ઝૂઠ ખલાસી. અન...૨.
છિનમેં - એક ક્ષણે તો હું શક્ર એટલે ઈન્દ્રના જેવી સંપદાઓનો માલિક હોઉં એવી અનુભૂતિ થાય છે તો એની વળતી બીજી ક્ષણે તો તક્ર કુનિ - ફરી જોતાં ખાટી છાશ જેવો તુચ્છ કે જેનું કોઈ મુલ્યાંકન નથી અને ફેંકી દેવી - નાશ કરવી પડે એવી છાશ તુલ્ય મને જોઉં છું અથવા તો છાશ પીનારા ભરવાડ જેવો ઘેટાં-બકરાં ચારનારા તરીકે નીચે ઉતરી ગયેલી મારી જાતને જોઉં છું. આવા બંને છેડાના ભાવો ચિત્તમાં અનુભવાય છે અને તે ઉભય સારી નરસી અનુભૂતિને હું જ્ઞાતા-દષ્ટ ભાવે જોઈ-જાણી રહ્યો છું એમ જો કોઈને કહું છું તો પંડિતો-વિદ્વાનો મને સામો પ્રશ્ન પૂછે છે કે આત્મા તો અનાસી એટલે કે અવિનાશી એવો શાસ્વત છે, જે અરૂપી હોઈ કોઈની નજરે ચડે એમ નથી, તો પછી એ અનાસી તને કેમ કરી આવે બે સ્વરૂપે દેખાય છે ? એ તો મારી
કયાંય કશે કોઈને અડીએ નહિ તો નડિયે નહિ અને ઠંડાઈએ નહિ.
Page #416
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૫૦
૩પ૯
વાતને આશ્ચર્યમય - નવાઈભરી ગણે છે.
અહીં આ તબક્કે પોતાના આત્માને એક વખત આત્માનુભૂતિ થઈ ગઈ છે, અંદરમાં વિવેક મિત્ર પ્રગટી ગયો છે, જેની આગળ ચેતના-સમતા પોતાના હૃદયના ભાવો વ્યકત કરી રહેલ છે કે હજુ કેમ મારો સ્વામી ચેતન આવા મિશ્રભાવોને અનુભવે છે ? શા માટે આ અવઢવ-દ્વિધામાંથી બહાર નીકળી નિશ્ચિત માર્ગ પકડતો નથી ? હવે આ સ્વામી ચેતનને આ હાલકડોલક સ્થિતિમાંથી બહાર કાઢી નિશ્ચિત માર્ગે ચઢાવવા અને બીજું આડુંતેવું વિચાર્યા વિના એ નિર્ધારિત માર્ગે સડસડાટ આગળ વધે એ માટે શું કરવું ? એ મિત્રા વિવેકને પૂછે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે એક બાજુ આત્મા પરમતત્ત્વને પામવાની. તાલાવેલી વાળો બન્યો છે તો બીજી બાજુ અંદરમાં-ભીતરમાં ભંડારાયેલા સંસ્કારો તેમજ કર્મના ઉદયો કલ્પનામાં પણ ન આવે એવાં દશ્યો ઊભાં કરે છે, એવા બનાવો - ઘટના ઘટે છે. ચિત્તમાં ઉપસતા સારા-નરસા, વિનાશી-અવિનાશી, શાશ્વત-અશાશ્વત, સમળ-નિર્મળ ભાવોને આત્મા રોકી શકતો નથી. કારણ કે તેવું સામર્થ્ય હજુ આત્મામાં પેદા થયું નથી. પરંતુ તે ભાવોમાં ભળી નહિ જવાનું અને તેથી અળગા રહી એને નિર્લેપ ભાવે જોવાનું સામર્થ્ય તો પેદા થયું જ છે કે જેના કારણે તે ભાવોના દૃષ્ટા રહી શકાય છે. પરંતુ લોક અજ્ઞાની હોવાના કારણે સાધકની આવી દશાને ઓળખી કે સમજી શકતું નથી અને તેથી જ સાધક આત્માઓના શ્રીમુખે આવું સાંભળવા મળે ત્યારે તે વિસ્મયા પામે છે અને પૃચ્છા કરી બેસે છે કે એકબાજુ તમે આત્માને વિશુદ્ધ ગુણોનો સ્વામી કહો છો અને બીજી બાજુ એનામાં ન ઘટે એવાં વિનાશી સમલ ભાવો પણ બતાવો છો તો આ વિરોધી વાતો કેમ કરી સંભવે ?
જ્ઞાનીઓના હૃદયને એમના જેવાં જ્ઞાની હોય તે જ સમજી શકે છે. અજ્ઞાનીઓ તો કેમ કરી તેને સમજી શકે ? ઘાયલ કી ગત ઘાયલ હી જાને. અનુભૂતિની વાતો અનુભૂતિ સંપન્ન જ જાણે.
જ્ઞાની ગુરુ તેનું સમાધાન આપતા કહે છે કે વર્તમાનકાળે જે આત્મ વીર્ય
જેનાથી અહંકાર અને મમતા જાય તે સાચું સાધન !
Page #417
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૫૦
- વિરજ ફોરવવા દ્વારા જે પુરુષાર્થ કરવામાં આવે છે, તે પુરુષાર્થથી પહેલાં જે ભાગ્ય લખાઈ ગયું છે, તેમાં ફેરફાર કરી શકાતો નથી. વર્તમાન કાળમાં થતી ધ્યાન પ્રવૃત્તિ, વર્તમાનકાળે આત્માને વિશુદ્ધ કરવા દ્વારા હિતકારી હોવા છતાં, પૂર્વમાં જે અજ્ઞાનજનિત કર્મો નિકાચિત થઈ ગયા છે, તેવાં વિરચ-વિત કર્મ-ગત કર્મને ફેરવવામાં આવા આત્માને હિતકર થતી નથી. પ્રભુ મહાવીરના જીવનમાં આપણને આ જોવાં મળે છે. પ્રભુ મહાવીર સ્વામીજી એ ૨૩-૨૫-૨૭માં ભવમાં ઘોર સાધના કરી, તેનાથી આત્માની વિશુદ્ધિ ઘણી વધી. દુર્બદ્ધિ, દુષ્ટ સંસ્કાર, પાપાનુબંધ નાશ પામી ગયા. નિર્મળ બુદ્ધિ, સુસંસ્કાર, શુભાનુબંધનું આધાન થયું. છતાં પૂર્વના ભવોમાં કરેલી ભૂલોથી બંધાયેલા અશુભકર્મો ઉદયમાં આવવાથી પ્રભુને પણ ઘોર દુઃખો, ઉપસર્ગો, પરિષહો વેઠવા પડ્યા. ભાગ્યમાં જે દુ:ખ ભોગવવાનું લખાવીને લાવેલા તે દુ:ખ ભોગવવા પડ્યા. એમાંથી પ્રભુને ન તો ઈન્દ્રો બચાવી શકયા કે ન તો છેલ્લા ભવમાં કરેલી ઘોર સાધના બચાવી શકી.
અજ્ઞાની જીવો - રાંક - નિર્ધન જીવો દેવાળિયો વ્યાપાર કરી ખોટા ખાતા ખતવે છે. વર્તમાન ભવમાં જે જે સારા કે નરસા સંયોગો બાઝે તે વખતે પૂર્વમાં જે કાંઈ કરેલું તે જ વાવેલું લણી રહ્યા છે - મેળવી રહ્યાં છીએ એમ સમજી તેને જમા જ કરતાં રહીએ તો તે શાહુકારનો વેપાર કહેવાય કેમકે તેનાથી પૂર્વના ખાતાઓ - ઋણ ચૂકતે થતા જાય છે. પૂર્વમાં જે કાંઈ સારું કે ખોટું જીવોને આપેલું તે રકમ તેમના ખાતામાં ઉધાર હતી તે આજે તેમના દ્વારા પાછી આવતા જમા-ઉધાર હતી તે આજે તેમના દ્વારા પરત થતાં જમા-ઉધારનું પાસુ સરભર થાય છે. હવે લેતી દેતીનો હિસાબ રહેતો નથી એમ અંદરમાં સમાધાન થવાથી નવા નવા ખાતાઓ અંદરમાં ખૂલતા નથી અર્થાત્ નવા ઋણ ઊભા થતાં નથી. નવી નવી એન્ટ્રીઓ પડતી નથી અને ચોપડો ચીતરાતો નથી એટલે ચોખ્ખો થતો જાય છે.
એથી વિપરીત અજ્ઞાની જીવો પોતાના જ કર્મના ઉદયે જગતના જીવો નિમિત્ત બનવા દ્વારા જે કાંઈ સારું કે ખરાબ પામે છે તેને તેના નામે ઉધારે છે અને તેથી મારે તેનો બદલો લેવાનો છે, એમ માને છે. અર્થાત્ પોતે જે કાંઈ પામે છે તેને પોતે પોતાના ખાતામાં જમા કરી ભવાંતરે હું તેમને આપીશ એમ
જે ચારે બાજુએ પૈસા વેરી જાણે છે, તેને લોભ સતાવતો નથી.
Page #418
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ ૫૦
માની હિસાબ ઊભો રાખે છે. આ ખોટી ખતવણી છે. કારણ કે આમ કરવાથી ક્યારે પણ ખાતુ ચુકતે થાય નહિ અને જીવને તે તે હિસાબ પુરો કરવા સંસારમાં ભટકવું જ પડે. જ્ઞાની કહે છે કે કયાંય પણ ખોટી ખતવણી થઈ ન જાય તેની પૂરેપૂરી કાળજી રાખીને જીવવાનું છે. વીતરાગના માર્ગે ચાલવું એ ખાંડાની ધાર પર ચાલવા જેવું છે.
૩૬૧
તોહી તું કૈરો, મૈં હિ તું તેરી, અંતર કૌહં જનાસી; આનન્દઘન પ્રભુ આન મિલાવો, નહિ તર કરો ઘનાસી... અનુ...૩.
તો પણ હે અનુભવ મિત્રો તમે મારા જ છો કારણ કે તમો હિતકારી એવાં કલ્યાણ મિત્રો છો જે સદા હિત જ ચિંતવે છે અને હિત કરનાર છે હું મારામાં છું અને હે સુમતા તું તારા પ્રકૃતિભાવમાં રમી રહી છે. આકૃતિ જે આજે ચેતનની દેખાય છે તે પ્રકૃતિ રૂપે જ કામ કરી રહી છે. મારા અને તારા વચ્ચે જે અંતરભેદ પડેલો છે તે જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી સમળ અને વિમળ, નિર્ધન અને સધન એવાં મિશ્રભેદને કારણે આવા ભેદયુકત દૃશ્યો ચેતન એવો હું અનુભવી રહ્યો છું અને ઝોલા ખાઈ રહ્યો છું. યોગીરાજજી કહે છે કે ઉપર જણાવ્યા એવા મિશ્રભાવો અનુભવાતા હોવા છતાં પણ અંદરમાં પ્રગટેલ અનુભવ વિવેક મિત્ર મારી આંતરવેદનાને ઠારનાર હોવાથી, મને સાચું માર્ગદર્શન આપનાર હોવાથી તે મારો જ છે.
નિશ્ચયની દૃષ્ટિ આગળ કરીને જોવામાં આવે તો હું પોતે જ મારો છું. હું જ મારામાં છું. જ્યારે સુમતા તો મિશ્રભાવોની જનક હોવાથી પ્રકૃતિભાવોમાં રમી રહી છે - ઝોલા ખાઈ રહી છે. એ જે આંતરભેદ જે ચાલી રહ્યો છે તેને દૂર કરવા તેઓ પ્રભુ આગળ પ્રાર્થના કરી રહ્યાં છે કે પ્રભો ! આપ આવીને આ અંતરને દૂર કરો અને તે ન થાય ત્યાં સુધી ઊંચી એવી સદ્ગતિ આપજો કે જેથી આપની ભજનાનું સાતત્ય અવિચ્છિન્ન રહે.
હે પ્રભુ ! મારા આનંદઘન સ્વરૂપી ભગવાન આત્મા અને મારી વચ્ચે જે અંતર પડેલું છે તેની જાણ કરો કે તે કેમ છે અને કેટલું છે. જો તમે આવીને મેળાપ કરાવી આપો તો તે અંતર મીંટે. જો હાલ તે શક્ય નહિ હોય તો પછી
પુદ્ગલની નહિ પરંતુ સ્વભાવની રક્ષા કરે તે જ્ઞાની.
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૬૨
આનંદઘન પદ - ૫૦
(નહિતર) એવું કરો કે સારી ગતિ એવી મળે કે વધુ ભવ કરવાના ન રહે અને કાળ પણ શકય તેટલો પરિમિત હોય. મોક્ષરૂપી મુકિત લક્ષ્મીરૂપ એવી ધનલક્ષ્મી (ધનાસી) મેળવવા કાજે ઈન્દ્રપદ જેવી કે અનુત્તર વિમાનવાસી દેવ જેવી ગતિ આપજો જેથી મિશ્રભાવથી જલ્દી છૂટકારો થાય.
સાધનાના માર્ગે પ્રયાણ કરતાં આત્માનુભૂતિ સંપન્ન આત્માને પણ ચડ-ઉતર કરતા સાપ સીડીની રમત જેવાં મિશ્રભાવો અનુભવાય છે. સમળા અને વિમળ એવી મિશ્રિત અવસ્થાઓ ઉપરના ચઢાણ માટે જીવને અતિભારે કષ્ટદાયક નીવડે છે. ૬ઠ્ઠા સાતમા ગુણઠાણાનો માર્ગ ભારે કઠિનતમ હોઈ, આ સમયે પ્રકૃતિએ આત્માને વિશેષભાવે કસોટીઓના એરણ પર તપાવીને તેની અગ્નિપરીક્ષા ઝીણવટથી કરે છે, તેવી પ્રવૃત્તિને નિર્ધન અર્થાત્ જૂઠી ન સમજવી પણ આત્મારૂપી હીરો સરાણે ચઢ્યો છે અને તે પાસાદાર ચમકતો દમકતો થવાનો છે એવા વિકલ્પબળથી સાધનામાર્ગે વધુ જોશીલા અને વેગીલા બનવું પણ હતાશ થઈ પીછેહઠ ન કરવી. સૌ પ્રથમ તો આત્માને હિતકારી (આપા હિતકારી - આત્મહિતકારી) માર્ગ પ્રાપ્ત થવો તે જ અત્યંત દુર્લભ છે. એ માર્ગ પ્રભુકૃપાએ જેને હાથ ચડ્યો તેણે તો મહાભાગ્ય જાગ્યા સમજી જાતને સધના - સફળ જ જાણવી.
જીવને અનાદિકાળથી. પુદ્ગલભાવમાં જે મોહ-માયા-મમતાના પરિણામો થાય છે અને તે કારણે એ કાયા-પત્ની આદિને ઉદ્દેશીને કહે છે કે “હું તારો - તું મારી'. આવા મોહભાવ જ માયાએ સર્જેલા આંતરામાં કારણરૂપ બને છે. હું મારા સ્વરૂપની રમણતામાં મગ્ન છું અને તું તારા સ્વભાવમાં છે એમ પરદો હટતા અનુભવાય છે ત્યારે અંતર અનઅંતર બને છે.
આ ભેદ પ્રવૃતિ હજી મારામાંથી નિર્મૂળ નથી થઈ, એમ મહાત્મા આનંદઘનજી નિખાલસ ભાવે કહે છે. ભાગ્યલક્ષ્મીની એટલે ભાવિ પર આધાર રાખનારી બાહ્ય સંપત્તિને ગૌણ બનાવી દઈ આત્માની કેવલ્યલક્ષ્મીને પ્રાધાન્યતા આપી જે કોઈ પુરષાર્થ આચરશે તેનો ચારિત્રમોહ અવશ્ય તૂટશે અને આનંદઘન પ્રભુ અંતરમાં આવીને આત્માનો પરમાત્મા સાથે મેળાપ કરાવી આપશે. તે નહિ
માન મૂકે તે મહાન, મોહ હણે તે મોહન.
Page #420
--------------------------------------------------------------------------
________________
આનંદઘન પદ - ૫૦
* ૩૬૩
થાય ત્યાં સુધી ધનાશ્રી એટલે ઈન્દ્ર અનુત્તર વિમાનવાસી દેવ જેવી સમકિત સહિતની દેવતાઈ પદવીઓ આપશે.
પદનો બોધ એ છે કે આત્મહિતકારી માર્ગ સમજવા અને મેળવવા ભાગ્યશાળી બન્યા છીએ તો હવે ખેંચાતાણી, અવઢવ, દુવિધા, મૈતભાવમાંથી, મિત્ર વિવેકની સહાયથી બહાર આવી, એક માત્ર કેવલ્યલક્ષ્મી, જે આમ તો પ્રાપ્ત જ છે, તેના પ્રાભાવ માટેનો જ પુરુષાર્થ, બીજું બધું ગોણ કરીને આદરવા જેવો છે.
ભાવય એ રસમ્યગ્દર્શન છે. એ મળી જાય તો અત્યંત અદ્દભૂત આનંદ થાય. ઓ પાઠiદળો અંત આવે પણ એની વિસ્મૃતિ કયારેય ન થાય.
જીવનનો પાયો માન્યતા ઉયર છે. જેવી માન્યતા છે તેવું જ્ઞાન છે અને જેવું જ્ઞાન છે એવું જીવન
આબોય સંસાર યુગલની જ રમત છે, સ્વભાવ કરવાથી આત્મા ફૂઢાય છે. બાકી ખરેખર તો આત્મા અil છે.
માનવભવમાં, છોડવા જેવું મિથ્યાત્વ, મેળવવા જેવું સમ્યક્ત્વ અને પામવા જેવું સિધ્ધત્વ.
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૬૪
પાઠકની નોંધ
પાઠકની નોંધ.
નોંધ
પદ ક્રમાંક| પૃષ્ઠ ક્રમાંક
IT
Page #422
--------------------------------------------------------------------------
________________
પાઠકની નોંધ
૩૬૫
પાઠકની નોંધ
નોંધ
પદ ક્રમાંક| પૃષ્ઠ ક્રમાંક
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૬૬
પાઠકની નોંધ
પાઠકની નોંધ
નોંધ
પદ ક્રમાંક| પૃષ્ઠ ક્રમાંક
Page #424
--------------------------------------------------------------------------
________________
પાઠકની નોંધ
૩૬૭
પાઠકની નોંધ
નોંધ
પદ ક્રમાંક
પૃષ્ઠ ક્રમાંક
I
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૬૮
પાઠકની નોંધ
પાઠકની નોંધ
નોંધ
પદ ક્રમાંક| પૃષ્ઠ ક્રમાંક
Page #426
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
પદ - ૫ અનુલક્ષિત પરિશિષ્ટ - ૧
સ્યાદ્વાદ-સ્વરૂપ - નિરૂપણવાદ બધાંયને બધુંય એક સાથે એક સમયે મળતું નથી, બનતું નથી અને કહેવાતું નથી. વળી બધાંયના મન, બધાંની માન્યતા, વારસો, કુળધર્મ, કુળ પરંપરા, ઉછેર, જન્મજાત સંસ્કાર, સંયોગો જરૂરિયાત આદિ જુદાં જુદાં હોય છે. ઉપરાંત મુનષ્યની બુદ્ધિશક્તિની મર્યાદા, જ્ઞાનની અપૂર્ણતા હોવાની સાથે સાથે પોતપોતાના રાગ, દ્વેષ અને અહં પણ આડે આવતા હોય છે. ભાવની સામે અભાવ પણ હોય છે અને ભાવ-અભાવ યુગપદ્ પણ હોય છે.
આવા પરસ્પર વિરોધથી ઉત્પન્ન થતાં વિસંવાદનું સંવાદમાં સુસ્થાપના કરનાર જે વિચારધારા છે તે સ્યાદ્વાર દર્શન છે. ટૂંકમાં પરસ્પર વિરદ્ધ દેખાતા ધર્મોનો સાપેક્ષ રીતે એકમાં સમાવેશ સ્વીકારતો વાદ ચાને સિદ્ધાંત તે સ્યાદ્વાદ દર્શન. એ વિશ્વને જૈન દર્શન દ્વારા મળેલી વિશિષ્ટ મૌલિક દેણ છે. આ વિચારધારાને અપનાવવાથી દુરાગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહનું શમન થઈ નિરાગ્રહી અને સમભાવી બની શકાય છે.
સ્યાહ્નો અર્થ થાય છે કથંચિત્. કથંચિત્ એટલે કંઈક, અલ્પ, અધુરું કે અપૂર્ણ. જે કંઈક હોય તે અંશ (દશ) હોય. એ સર્વ કે પૂર્ણ ન હોય. અને તેથી સર્વ કે પૂર્ણનું કાર્ય નહિ કરી શકે.
સર્વાગ પરિપૂર્ણ શરીર હોય તે પૂર્ણાગ કે સર્વાગ કહેવાય. એવાં એ પૂર્ણ શરીરનો એક ભાગ (Part of the body) અવયવ કહેવાય. એવાં એકાદ અવયવનો અભાવ હોય તો વિકલાંગ કહેવાય. અંગ્રેજીમાં પણ કહેવત છે કે... Part cannot be equal to whole. અંશ, પૂર્ણની બરોબરી નહિ કરી શકે. હા ! અંશમાં પૂર્ણની ઝાંખી એટલે કે ઝલક હોય. “ભાંગ્યું ભાંગ્યું તો ય ભરુચ’ કહીએ છીએ ને ! ખંડિયેરમાં મૂળ અખંડ ઈમારતની ઝલક જોવા મળે છે.
જે વિવક્ષિત મુદ્દા વિષે વિધાન, જે સંદર્ભમાં કરાયેલ છે તેથી અન્ય
Page #427
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
સંદર્ભમાં અન્ય વિધાન હોઈ શકે છે તેવો નિરાગ્રહ સૂચક અને અન્ય ધર્મ, અન્ય અપેક્ષાની સ્વીકૃતિના સંકેત રૂપ ‘સ્વાત્’ શબ્દનો પ્રયોગ છે. અંગ્રેજી ભાષાના શબ્દો લઈ વિચારતા ‘સ્યાત્’ શબ્દનો લક્ષ્યાર્થ સુસ્પષ્ટ થાય છે કે.....
2
A sentence in which there are words such as.... If, But, Perhaps, Yet, Only, Or, Also, Little, Less, Few... is 'SYAD'.
એટલું જ નહિ પણ પૂર્ણતાના સંદર્ભમાં ‘સ્વાત્’ શબ્દની વિચારણા કરીએ તો ‘સ્વાદ્’ના સંબોધનથી ભગવાન જિનેશ્વરદેવ આપણને આપણી અલ્પતાનું ભાન કરાવે છે અને પૂર્ણતાનું એટલે કે ‘અસ્યાદ્’ થવાનું લક્ષ બંધાવે છે.
વિશ્વમાં એકથી અધિક દ્રવ્યોનું અસ્તિત્વ છે અને સમગ્ર વિશ્વકાર્ય સર્વ દ્રવ્યના સામૂહિક ગુણકાર્યથી સંભવિત છે. તેથી સમષ્ટિની અપેક્ષાએ પ્રત્યેક પૂર્ણ દ્રવ્ય કે અપૂર્ણ દ્રવ્ય ‘સ્યાદ્’ છે. ઘડિયાળનું કાર્ય ઘડિયાળના બધાંય પૂરજા-ભાગ (spareparts) ના સહિયારા કાર્યનું પરિણામ છે. એમાં પણ સંસારી જીવ તો એના પોતાના શુદ્ધ સ્વરૂપમાં નથી તેથી તે તો સ્યામાં પણ સ્યાદ્ છે.
પંચાસ્તિકાય સ્વરૂપ વિશ્વમાં જે વિશ્વકાર્ય કે સૃષ્ટિ કાર્ય ચાલી રહ્યું છે તે પાંચે અસ્તિકાયના સામુદાયિક કાર્યથી ઘટી રહ્યું છે. સમગ્ર વિશ્વકાર્યમાં પ્રત્યેક અસ્તિકાય (દ્રવ્ય) પોતપોતાનો ફાળો દેશથી આપે છે તે અપેક્ષાએ પ્રત્યેક દ્રવ્ય સ્થાર્ છે.
આમ છતાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધપરમાત્માના જીવો પોતપોતાનું જે ગુણકાર્ય કરે છે તે સંપૂર્ણપણે સતત, સરળ અને સહજપણે થયા કરે છે. એ કાર્યમાં ક્યારેય ખોટકાવાપણું નથી, અર્થાત્ આંતરા કે વિક્ષેપ વિનાનું અવિરત (સતત) થતું કાર્ય છે, ભેદભાવ વિના સરળપણે થતું કાર્ય છે અને કરવાપણા વિના અપ્રયાસ સ્વાભાવિક થયા કરતું કાર્ય છે. તેથી ઉપર્યુકત એ ચારેય દ્રવ્યમાં અસ્યાદ્ના (પૂર્ણતા) છે. આ
Page #428
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
-
3
ચારેય દ્રવ્યો સ્વરૂપથી પૂર્ણ છે અને તેથી તે દ્રવ્યોનું ગુણકાર્ય પણ પૂર્ણ કહેતાં અસ્યાદ્ છે.
જ્યારે આ ચારથી વિપરીત પુદ્ગલ દ્રવ્ય પોતાના ગુણમાં એટલે કે સ્વભાવમાં જ ખંડિત, વિનાશી, અનિત્ય અને ક્રમિક હોવાથી પુદ્ગલ દ્રવ્યનું ગુણકાર્ય પૂર્ણપણે થતું નથી. જે એક પુદ્ગલસ્કંધનું કાર્ય છે તે બીજો પુદ્ગલ સ્કંધ કરી શકતો નથી. પુદ્ગલ દ્રવ્યમાં ક્રમિકતા હોવાથી સર્વ પુદ્ગલ, સર્વ સમયે, સર્વ રૂપે પરિણમતા નથી. પુદ્ગલદ્રવ્યમાં ક્રમશ: પરિણમન છે. જેમકે ઘટ દ્વારા થતું જલધારણ કાર્ય વસ્ત્રાદિથી થઈ શકતું નથી. અને વસ્ત્રનું શીતત્રાણાદિ કાર્ય ઘટથી થઈ શકતું નથી. આમ પુદ્ગલ પોતે રૂપી હોવાથી અને વિનાશી હોવાથી મૂળમાં પણ સ્યાદ્ છે અને કાર્ય તેમ જ ફળમાં પણ સ્યા છે. પુદ્ગલ રૂપી છે કેમકે એનામાં રૂપ-રૂપાંતરતા અર્થાત્ પરિવર્તનશીલતા છે અને ક્ષેત્રક્ષેત્રાંતરતા અર્થાત્ પરિભ્રમણશીલતા છે, જે અનિત્યતા અને અસ્થિરતા છે. આમ પુદ્ગલ દ્રવ્ય વિશ્ર્વકાર્યમાં તો સ્યાદ્ છે જ પણ પોતાના ગુણકાર્યમાં પણ સ્યાદ્ હોવાથી સ્યામાં સ્યાદ્ છે. તેમ સંસારીજીવ પુદ્ગલસંગે ભ્રષ્ટ બની મૂળ સ્વરૂપથી અવિનાશી અને પૂર્ણ એવો વિનાશી (અનિત્ય) અને અપૂર્ણ થઈ સ્યાદ્ બન્યો છે, તેણે અસ્યાદ્ના લક્ષ્ય સ્વયં અસ્યાદ્ બનવાનું છે. ટૂંકમાં જીવ જાતનો તો સિદ્ધની જાતનો છે. પોત પૂર્ણનું છે પણ ભાત પુદ્ગલની (અપૂર્ણની) છે તે દૂર કરી પોતરૂપે, જાતરૂપે પ્રગટ થવાનું છે.
છ અંધજને કરેલ હાથીના દર્શનની કહેવામાં આવતી શાસ્ત્રીય કથા સ્યાદ્વાદને સમજવામાં ઉપયોગી છે. દેખી ન શકતા એવાં છ અંધજનોએ એમની સમક્ષ રહેલ મહાકાય હાથીનું દર્શન પ્રત્યેક અંધજને પોતપોતાની રીતે પોતપોતાને હાથે હાથીનો જે અવયવ ચઢ્યો તેને સ્પર્શીને હાથીના તે અવયવના સંદર્ભમાં હાથીને તે મુજબનો કલ્પ્યો.
અંધજનના હાથે હાથીનો પગ ચઢ્યો, તેણે હાથીના એક અવયવ પગની અપેક્ષાએ હાથીને થાંભલા જેવો વર્ણવ્યો. પેટના સ્પર્શ કરનારે પેટની અપેક્ષાએ હાથીને ઢોલ જેવો વર્ણવ્યો. પૂંછડી જેના હાથે ચડી એણે પૂંછડીની
Page #429
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
અપેક્ષાએ હાથીને સાવરણી જેવો જણાવ્યો. સૂંઢને સ્પર્શનારે સૂંઢના સ્પર્શના સંદર્ભમાં હાથીને પાઈપ જેવો જણાવ્યો. કાનના સ્પર્શના સંદર્ભમાં તે અંધજને હાથીને સૂપડા જેવો કહ્યો અને દંતશૂળના સ્પર્શની અપેક્ષાએ અંધજને હાથીને સળિયા જેવો કહ્યો.
હવે જે દેખતો ન હતો કે જેને સમગ્ર મહાકાય હાથીનું પૂર્ણ દર્શન હતું, એણે સર્વાગ દર્શન કરીને છયે સુરદાસોને પૂર્ણ હાથીનું શાબ્દિક દર્શન કરાવતાં જણાવ્યું કે, તે પ્રત્યેક સુરદાસનું તેમણે હાથીના જે જે અંગનું સ્પર્શેન્દ્રિયના માધ્યમથી જે અચક્ષુ દર્શન કર્યું હતું, તે તે તેમનું પ્રત્યેક દર્શન તે તે અપેક્ષાએ સાચું તો હતું, પણ તેમનું છે તે દર્શન એકાંગી દર્શન હોવાથી તે આંશિક અને અપૂર્ણ દર્શન હતું, પણ તે મહાકાય હાથીનું સમગ્ર, સર્વાગી પૂર્ણ દર્શન નહોતુ.
એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે કથાનું પાત્ર હાથી મહાકાય હોવાથી અંધજનને બે બાહુમાં સમાવી લઈ તેનું સમગ્ર દર્શન કરવું શક્ય નહોતું. અંધજના એકેક અંગનો સ્પર્શ કરી એકાંગી દર્શન કરી શકતા હોય છે. તેમને પૂર્ણદર્શના કરવા સમર્થ વ્યક્તિ તેમના એકાંગી દર્શનને હાથીના તે તે અવયવ સાપેક્ષા સત્ય જણાવી પૂર્ણ હાથીનું પ્રમાણ-જ્ઞાન કરાવે છે - સર્વાગી દર્શન કરાવે છે.
એ જ રીતે આધસ્થ કે જે અપૂર્ણ છે, અજ્ઞાની કે અલ્પજ્ઞાની છે, જેની પાસે બિંદુ માત્ર જ્ઞાન છે, તેને પૂર્ણજ્ઞાની, એવા કેવળજ્ઞાની જે સમગ્રદર્શન કરવા સમર્થ એવાં સર્વદર્શી, સવા, વીતરાગ તીર્થકર ભગવતે કૃતજ્ઞાન મહાસાગર દ્વારા બિંદુમાંથી સિંધુસમ વ્યાપક થવાની જે કલા, જે વિજ્ઞાન આપ્યું છે તે સ્યાદ્વાર દર્શન છે.
વ્યક્તિ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી એના દ્વારા થયેલ દર્શન અધૂરું એકાંગી હોઈ શકે છે. આમ જ્યાં સુધી આપણે સ્યાદ્ (અપૂર્ણ) છીએ ત્યાં સુધી આંધળા છીએ કેમકે આપણને થતું દર્શન પ્રત્યક્ષ નહિ પણ ઈન્દ્રિયોના માધ્યમથી થતું પરોક્ષ દર્શન હોય છે. આવાં આંધળા આપણે અથડાઈ કુટાઈ મરીએ નહિ, ભટકી નહિ જઈએ તે માટે થઈને પૂર્ણ અને પ્રત્યક્ષ દર્શન કરવાને સમર્થ એવાં વીતરાગી સર્વજ્ઞ તીર્થંકર ભગવંતે આપણને આંધળાને લાકડીની
Page #430
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
ગરજ સારે એવી સપ્તભંગી આપી કે જેના વડે વસ્તુ તત્ત્વ કે પદાર્થનું સાત દૃષ્ટિકોણથી કે સાત પ્રકારે યથાર્થ દર્શન કરી વ્યવહાર ન્યાયપૂર્ણ કરી શકીએ. વસ્તુતત્ત્વની વિચારણા, સ્યાદ્વાદ અંતર્ગત જે માત્ર સાત પ્રકારે થતી હોય છે તે સાત ભાંગા નીચે પ્રમાણે છે :
5
(૧) ચાવÒવ સ્વા+અસ્તિ+q. સ્યાત્+અસ્તિ+એવ.
(૨) સ્વાત્રત્યેવ = સ્વાત્+7+અસ્તિ+વ. સ્વાત્+ન+અસ્તિ+એવ. (૩) ચાપ્તિનાન્તિથૈવ- ચાત્+સ્તિ+7+અતિ+=+વ. સ્યાત્+અસ્તિ+ન+અસ્તિ+ચ+એવ.
(૪) ચાવવવ્ય વ = સ્વાત્+અવવ્ય:+વ. સ્વાત્+અવકતવ્ય+એવ. (૫) ચાવજ્યેવ ચાત્ત્વવ્યવૈવ = સ્વાત્+અતિ+વ+સ્યાત્+ અવવન્તવ્ય:+=+વ. સ્વાત્+અસ્તિ+એવ+સ્યાત્+અવકતવ્ય+ચ+એવ.
(૬) શ્યાન્નત્યેવ ચાવવવ્યÀવ = સ્વાત્+7+સ્તિ+q, स्यात्+ અવ્યવત્તવ્ય:+=+વ. સ્વાત્+ન+અસ્તિ+એવ, સ્વાત્+અવકતવ્ય+ચ+એવ.
(૭) ચાવસ્તિ નાસ્તિ અવવ્ય: = q - ચાત્+અસ્તિ+ન+બસ્તિ+ અવવન્તવ્ય: ૨ . સ્યાત્+અસ્તિ+ન+અસ્તિ+અવકતવ્ય:+ચ+એવ.
(૧) કથંચિત્ (કંઈક - કોઈ એક અપેક્ષાએ) ‘છે’ જ.
(૨) કથંચિત્ ‘નથી’ જ.
(૩) કથંચિત્ ‘છે’ જ; કથંચિત ‘નથી’ જ.
(૪) કથંચિત્ ‘અવકતવ્ય’ જ છે.
(૫) કથંચિત્ ‘છે’ જ અને કથંચિત્ ‘અવકતવ્ય’ છે જ.
(૬) કથંચિત્ ‘નથી’ જ અને કથંચિત્ ‘અવકતવ્ય’ છે જ.
(૭) કથંચિત્ ‘છે’, નથી અને અવકતવ્ય છે જ.
Page #431
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
સાતે ય પ્રકારમાં ‘સ્યાત્’ એટલે ‘કથંચિત્’ અને ‘એવ’ એટલે ‘જ’ બધાં સાતે ય ભાંગામાં સર્વ સામાન્ય રીતે સંમિલિત છે. અહીં સ્થાત્ કે સ્યાદ્નો અર્થ શાયદ કે કદાચ નથી થતો એ ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે. સ્યાનો અર્થ કથંચિત્ એટલે કે કંઈ અથવા તો વિવક્ષિત પદાર્થની જે અસ્તિ નાસ્તિ આદિ અપેક્ષાએ, જે સંદર્ભમાં, જે દૃષ્ટિકોણ viewpoint થીવિચારણા થઈ રહી છે તે સ્વપર્યાય ચા પરપર્યાયાદિ અપેક્ષાએ એવો અર્થ થાય છે. તેથી જ પછી ‘જ' એવાં અવ્યયનો પ્રયોગ કરવામાં આવેલ છે. અર્થાત્ ‘જ’ અવ્યયથી વસ્તુસ્વરૂપની વિચારણાને નિશ્ચયાત્મક રૂપ આપવામાં આવ્યું છે કે જે અપેક્ષાએ વિવક્ષા થઈ રહી છે, એ અપેક્ષાએ વસ્તુ સ્વરૂપ નિશ્ચયાત્મક આવું જ છે. છતાં ‘સ્વાત્’ અવ્યયના પ્રયોગથી સાથે સાથે એ સ્વીકાર કરાયો છે કે એ કથંચિત્ એટલે કંઈક છે પણ સર્વ નથી અને અન્ય અપેક્ષાએ વસ્તુસ્વરૂપ અન્યથા પણ હોઈ શકે છે.
6
પહેલા ભાંગામાં ‘છે’ - ‘અસ્તિ’થી અસ્તિત્વના અસ્તિત્વનું પ્રકાશન છે. સ્વસમય કહેતાં સ્વપર્યાય એટલે કે ‘સ્વ’ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ (સ્વ ચતુષ્કય)થી વસ્તુના હોવાપણાની વિચારણા છે. એનાથી વિપરીત બીજા ભાંગામાં પરસમય કહેતાં પર પર્યાય એટલે કે ‘પર’ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ (પર ચતુષ્કય)થી વસ્તુના ન હોવાપણાની વિચારણા છે.
કહેવત છે ને કે ‘સિક્કાને બે બાજુ હોય છે.' સિક્કાની સવળી બાજુ, એ અસ્તિ ભાંગાથી થતી વિચારણા છે, જે વિધેયાત્મક અભિગમ છે. સિક્કાની અવળી બાજુ, એ નાસ્તિ ભાંગાથી થતી વિચારણા છે, જે નિષેધાત્મક અભિગમ છે. એ નાસ્તિત્વના નાસ્તિત્વનું પ્રકાશન છે.
આ બન્ને પ્રથમ ભાંગા વિકલાદેશ Analytic Judgement છે. એ પૃથક્ વિચારણા છે. એ સિક્કાની તે તે બાજુએ રહીને વિધેયાત્મક અને નિષેધાત્મક અભિગમથી કરાતી પૃથક્ પૃથક્ વિચારણા છે.
વસ્તુના વસ્તુત્વનો તેના અસ્તિત્વથી જેમ સ્વીકાર છે તેમ તેના નાસ્તિત્વથી પણ સ્વીકાર થતો હોય છે, જેને અંગ્રેજીમાં Negative to
Page #432
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
Positive કહે છે. એ નકારાત્મક સિદ્ધિ છે. ભૂમિતિના પ્રમેયોની સિદ્ધિમાં આવા નકારાત્મક સિદ્ધિના ઘણા ઉદાહરણો જોવા મળે છે. અદાલતમાં પણ ગુનેગારના ગુનાને પુરવાર કરવા કે પછી અપરાધીને નિર્દોષ પુરવાર કરવા આવો. નકારાત્મક સિદ્ધિનો આશ્રય લેવાતો હોય છે. વસ્તુના અસ્તિત્વને અસ્તિભાંગાથી. સમજાવવાની જયાં અસમર્થતા હોય છે ત્યારે ત્યાં નાસ્તિભાંગાથી “નેતિ નેતિથી બ્રહ્મતત્ત્વ, મોક્ષાદિને સમજાવવાના પ્રયાસ થતાં હોય છે, ખાસ કરીને વેદાંત મતમાં ‘નેતિ’નો પ્રયોગ થતો જોવામાં આવે છે. પ્રથમ ભાંગામાં ભાવથી ભાવનો નિર્ણય થતો હોય છે તો બીજા ભાંગામાં અભાવથી ભાવનો નિર્ણય થતો હોય છે. દૂધના અડધા પ્યાલામાં, “અડધો પ્યાલો દૂધ છે” કહેવું તે પહેલા ભાંગાનો વિધેયાત્મક અભિગમ છે. પરંતુ “અડધો પ્યાલો ખાલી છે” એમ કહેવું તે બીજા ભાંગાનો નિષેધાત્મક અભિગમ છે.
સિક્કાની સવળી બાજુએ રહેલાંએ સવળી બાજુનું દર્શન કર્યું. જ્યારે સિક્કાની અવળી બાજુએ રહેલાંએ અવળી બાજુનું દર્શન કર્યું. ગુણાનુરાગીએ ગુણદષ્ટિથી ગુણ જોયા. વાંકદેખાએ દોષદષ્ટિથી વાંક-દોષ જોયાં. આ એક તરફી દર્શન થયું. પોતપોતાનું પોતપોતાની રીતે વસ્તુનું મૂલ્યાંકન થયું. એવું એક તરફી દર્શન પણ સાચું દર્શન છે જો ‘સ્યા’ શબ્દના પ્રયોગથી બીજી બાજુના દર્શનનો, વસ્તુના અન્ય પાસાનો પણ સ્વીકાર હોય તો ! પરંતુ જો વસ્તુના એકતરફી દર્શન, એકપક્ષી મૂલ્યાંકનનો આગ્રહ હોય તો તેવું દર્શન ખોટું, મિથ્યાદર્શન છે, જે એકાન્ત મત છે. આવા મતમાં વસ્તુના અન્ય ગુણધર્મ, અન્ય પાસાઓનો કે જેનું પણ અસ્તિત્વ, વસ્તુ અનેક ગુણધર્માત્મક હોવાના કારણે છે તેનો અસ્વીકાર છે. વસ્તુ અનંત ગુણાત્મક હોઈ, વસ્તુના અન્ય ગુણોના સ્વીકારપૂર્વક વસ્તુના કોઈ એક ગુણધર્મની કોઈ અપેક્ષાએ વિવફા (વિચારણા) એ અનેકાન્તવાદ છે અને વસ્તુના કથંચિપણા અર્થાત્ દેશપણાના સ્વીકારપૂર્વક અને અન્ય ગુણધર્મના સ્વીકારપૂર્વક કોઈ અપેક્ષાએ થતી વિચારણા એ સ્યાદ્વાદ છે.
સિક્કાનું એક એક બાજુથી એકાંગી દર્શન તો થયું પણ સિક્કાનું બધી. બાજુ, ચોમેરથી દર્શન કરવાને માટે, સર્વાગી સમગ્ર દર્શન માટે હવે દર્શનનો
Page #433
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
ત્રીજો પ્રકાર બતાડે છે. જે દર્શન દ્વારા અસ્તિત્વના અસ્તિત્વનું, અસ્તિત્વના નાસ્તિત્વનું; નાસ્તિત્વના અસ્તિત્વનું અને નાસ્તિત્વના નાસ્તિત્વનું પ્રકાશન થતું હોય છે, જે સકલાદેશ synthetic judgement છે. અસ્તિ નાસ્તિની ચોભંગી થતી હોય છે. એક પણ આત્મપ્રદેશની વધઘટ વિનાનું આત્માનું આત્માની સાથેનું જે સર્વકાલીન અસ્તિત્વ છે તે અસ્તિની અસ્તિ છે. પરંતુ આત્માના મૌલિક શુદ્ધ પરમ આત્મસ્વરૂપનું અસ્તિત્વ નથી તે અસ્તિની નાતિ છે. એ જ રીતે જીવનો જે કર્મજનિત વર્તમાનકાલીન ક્ષણિક પર્યાય છે તે નાસ્તિની અસ્તિ છે તેમ અતીત અનાગત કર્યજનિત ક્ષણિક પર્યાયો છે તે નાસ્તિની નાતિ છે. નાસ્તિની અસ્તિને નાતિરૂપી જ લેખી પર શ્રી અતિની ગતિને અતિની અતિમાં ફેરવવી તે સાધના છે.
વસ્તુની પરિપૂર્ણ ઓળખ માટે તેના ગુણ અને દોષ, લાભ અને નુકસાન, નફો અને તોટો ઉભય જોવાં પડતા હોય છે. સિક્કાની બંને બાજુઓને જોઈને જ નિર્ણય થતો હોય છે કે તે ક્યા દેશનો અને કેટલા મૂલ્યનો સિક્કો છે. વિધેયાત્મક અને નિષેધાત્મક ઉભયાત્મક ચકાસણીથી વસ્તુના વસ્તુત્વની સર્વાગી જાણ થતી હોય છે.
જે પદાર્થ પોતાના સ્વતુષ્ટય (સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ)થી અસ્તિત્વધર્મવાળો છે, તે જ પદાર્થ પર ચતુષ્ટયથી નાસ્તિત્વધર્મવાળો છે. માટે વસ્તુ સ્વરૂપનું સાચું સમ્યગ નિરૂપણ અસ્તિનાસ્તિ ઉભયાત્મક વિચારણાથી થતું હોય છે. એ સર્વાગીદર્શન, સકલાદેશ હોય છે. કર્તવ્ય અને અકર્તવ્ય પૃથક પ્રથફ જણાવવામાં આવે ત્યારે તે વિકલાદેશ હોય છે. પણ કર્તવ્ય અને અકર્તવ્ય ઉભયાત્મક જાણ કરવામાં આવે છે ત્યારે તે સકલાદેશ બને છે. ચિકિત્સામાં વૈદ્યરાજ પથ્ય અને અપથ્ય ઉભય વિષે રોગીને સાવધ કરે છે. પૈસા છે પણ બેંકમાં છે એટલે હાલ નથી. એ પૈસા હોવાપણા અને ન હોવાપણાની ત્રીજી સ્થિતિનો નિર્દેશ કરે છે.
દેખીતી રીતે તો આ ત્રીજો ભાંગો, પહેલા અને બીજા ભાંગાના સરવાળા રૂપ લાગે. પરંતુ આ એવું નથી. આ ત્રીજી ભાંગાથી નિશ્ચિત નવી ત્રીજી જ
Page #434
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
-
વાત પ્રકાશિત થાય છે. જુદી જુદી રહેલી કડીઓ અને આંકડાઓ જુદા જુદા કડી અને આંકડા તરીકે ઓળખાવવામાં આવશે. પરંતુ એ પૃથક્ રહેલાં કડી અને આંકડાને જોડી દેવાતાં તે સુંદર સોનાની સાંકળી રૂપે, ગળામાં પહેરવાની ચેઈનના આભૂષણનું સ્વરૂપ ધારણ કરશે. લાલ અને પીળો એમ બે જુદા જુદા રંગના મિશ્રણથી બનતો રંગ ત્રીજો જ હોય છે જે લાલપીળા રંગ તરીકે ના ઓળખાતા લીલા રંગ તરીકે પ્રસિદ્ધિ પામતો હોય છે. સમાજની દૃષ્ટિએ શરાબા અપેય-અભક્ષ્ય છે. જ્યારે વ્યસની શરાબીને માટે શરાબપાન એ એનું જીવના છે. પરંતુ ડૉકટરના અભિપ્રાય પ્રમાણે શરાબ-દારૂ એની માત્રામાં લેવામાં આવે તો તે દવાનું કામ કરે છે. એટલે જ તો ચિકિત્સામાં દવાદારૂ એવો શબ્દ પ્રયોગ થતો હોય છે. અને જો શરાબ માત્રા કરતાં અધિક પ્રમાણમાં લેવાય તો તે જીવલેણ નીવડે છે. આમ શરાબીને શરાબ ઉપયોગી છે'; સમાજની નજરે ઉપયોગી ‘નથી; જયારે ડૉકટરના મતે ઉપયોગી છે” અને “નથી”.
આ પ્રથમ ત્રણ ભાંગાથી જ્ઞાનીને એના જ્ઞાનમાં શેય પદાર્થ જણાયા. પદાર્થ અય (અજાણ) ન રહ્યો. પરંતુ જે જાણ્યું તેનું કથન કરવાનું આવે છે ત્યારે જાણેલું બધું જ કાંઈ કહી શકાતું નથી. કારણ શું ? એનું કારણ એ છે કે કહેવામાં મર્યાદા આવે છે. જે કહેવાનું હોય છે તે પુદ્ગલના માધ્યમથી, ભાષાવર્ગણાના પુદ્ગલનું આલંબન લઈને કહેવાનું હોય છે, જેમાં ક્રમિકતા હોય છે. જાણવામાં સમસમુચ્ચયતા છે - All at time જ્યારે કહેવામાં ક્રમબદ્ધતા By and by હોય છે. વસ્તુમાં દમ નથી, જ્ઞાનમાં દમ નથી પરંતુ કથનમાં ક્રમ પડે છે. આમ જ્ઞાન અનંત-અગાધ છે જેને કહેનારા અને સાંભળનારાના સમયની મર્યાદા છે, તેથી જણાય બધું પણ બધું કહેવાય નહિ. બધું જ જણાતું અસ્તિ-નાસ્તિ યુગપદ્ એક સમયે એક સાથે કહી શકાતું નથી. એક જ સમયે એક જ વ્યક્તિ પૂર્વાભિમુખ અને પશ્ચિમાભિમુખ ઉભય દિશાસન્મુખ થઈ શકતી નથી. તેમ કેટલુંક વેદન - અનુભવન પણ એવું હોય છે કે તેને શબ્દદેહ આપી નહિ શકાય એવું અનિર્વચનીય, અવર્ણનીય કે અનભિલાપ્ય હોય છે; જેમકે ઘીનો સ્વાદ જે અનુભવાય, જ્ઞાનમાં જણાય પણ કહેવાય નહિ. પોટેશ્યમાં સાઈનાઈડ એવું કાતિલ ઝેર છે કે એને ચાખનારો એના સ્વાદને જણાવવા
Page #435
--------------------------------------------------------------------------
________________
10
પરિશિષ્ટ - ૧
જેટલી કાળમર્યાદા પૂરતો પણ જીવિત રહેતો નથી. તો વળી ક્યારે કટોકટીની પળમાં ઉપકારીનો એવો મહાન ઉપકાર હોય છે કે ઉપકારને વાચા આપવા શબ્દો મળતા નથી એમ નહિ પણ એ ઉપકારની મહાનતા આગળ શબ્દો વામણા પુરવાર થાય છે. સમકિત પ્રાપ્તિમાં સહાયક દેવ ગુરુનો કે જે પૂર્વાચાર્યોએ આવું સમ્યગજ્ઞાન આપણા સુધી પહોંચાડ્યું છે તેનો ઉપકાર કેમ કરીને વર્ણવાય ? કેમ કરીને એ ઉપકારનો બદલો વાળી શકાય ? આવા સંજોગોમાં સહેજે શબ્દો સરી પડે છે કે I am grateful but sorry I cannot express' “હું આભારી છું પણ તે અભિવ્યક્ત કરવા માટે અસમર્થ છું, યુદ્ધના મેદાનમાં, વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં અને ન્યાયની અદાલતમાં પરિણામની અનિશ્ચિતતા એવી હોય છે કે પરિણામની પૃચ્છાના જવાબમાં કહેવાતું હોય છે કે can't say anything - કશું કહી શકાય નહિ.
આ ચોથો ભાંગી અવ્યક્તવ્યનો પ્રકાર છે, જેમાં અજ્ઞેયતા નથી પણ અવકતવ્યતા છે. વેદ્ય છે, સંવેદ્ય છે પણ અવદ્ય, અવકતવ્ય છે, અભિવ્યક્તિની અશક્તિ છે. ગંગો ગોળનો સ્વાદ જાણે ખરો પણ કહી નહિ શકે. મૂક કેવળી એમના કેવળજ્ઞાનમાં જાણે બધું પણ કહી શકે નહિ. અંતકૃત કેવળી જાણે બધું પણ કહેવા જીવિત ન હોય. સિદ્ધ પરમાત્મા એમના કેવળજ્ઞાનમાં જાણે બધું પણ કહી શકે નહિ, કારણકે તેઓ યોગાતીત અદેહી-અશરીરી હોવાથી વ્યવહારથી પર છે. જ્યારે સયોગી કેવળીભગવંતો, અરિહંત ભગવંતો જાણે બધું પણ ભવિતવ્યતા તથા પ્રકારની હોય તો મૌન ધારણ કરે. જયોતિષિ મૃત્યુયોગ બાબત મીન રહે છે. જીવલેણ રોગનું નિદાન થયું હોવા છતાં ડૉકટર કહેવાનું ટાળે છે. પાંચ પાંડવોમાંના સહદેવ જાણતા બધું પણ કહેતાં નહિ.
વાસ્તવિક તો આ ચોથો ભાગો જ્ઞાન કેવું પૂર્ણ છે તેનો નિર્દેશ કરે છે. વિચારવાની વાત એ છે કે જ્ઞાતવ્ય અજ્ઞાતવ્યના ભાગા ન આપતાં વકતવ્યા અવકતવ્યના ભાંગા આપ્યા. જ્ઞાનમાં કશું અજ્ઞેય નથી પણ કથનમાં વકતવ્યતા કે અવકતવ્યતા છે. આમ આ ચોથો ભાંગો અને પછીના ભાંગાથી તો કેવળજ્ઞાન કેવું અખંડ, અભંગ, અવિનાશી, અક્રમિક, નિર્વિકલ્પ અને પૂર્ણ છે તેનું લક્ષ્ય કરાવનાર છે. અનેકમાં એક અને એકમાં અનેકની પ્રતીતિ કરાવનાર આ
Page #436
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
' 11
ભાંગો છે, જે નિર્દેશ કરે છે કે જ્ઞાન કેવું છે. શાસ્ત્રમાં અઢાર હાથીની કથાથી અઢારમાં હાથીથી એકમાં અનેક અને અનેકમાં એકની એવાં કેવળજ્ઞાનની સમજ આપવામાં આવેલ છે.
ચોથા ભાંગાથી થતું દર્શન નવિન છે. એમાં વસ્તુ અનેકમાં એક પ્રતીતા થતી હોય છે અને અનેકને સાંકળીને એકનં સમગ્ર ન કરાવાતું હોય છે. અવકતવ્યતા છે પણ અયતા નથી. ભાષાને મર્યાદા છે. બધાં જ શબ્દો વિચારને વ્યકત કરવાના સાધનો છે પણ બધાં જ વિચારો કાંઈ શબ્દ દ્વારા. વ્યક્ત કરી શકાતા નથી.
અનંત ોય કેવળજ્ઞાનીના જ્ઞાનમાં ઝળક્યા એટલે કે દેખાયા અને જણાયા. અર્થાત્ જ્ઞાની એના જ્ઞાનમાં શેયની અપેક્ષાએ એક એવી અનેક થયો, છતાં એ અનેકની વચ્ચે એવો ને એવો રહે છે - As it is for ever તે અનેકની વચ્ચે એક હોવાપણું છે. છદ્મસ્થ પણ એના મતિજ્ઞાનમાં એટલે કે ચિત્તમાં કેટકેટલી અઢળક ધારણા સ્મૃતિ કરે છે! છદ્મસ્થ પૂર્ણપણે નહિ પણ આંશિકતાએ એકમાં અનેક અને અનેકમાં એક હોય છે. આવું અનેકમાં એકપણું અને પાછું એકમાં અનેકપણું અનુભવાય ખરું પણ અભિવ્યકત કરી શકાય નહિ. એ અવ્યકત જ છે! વળી એ તો સર્વનો સ્વાનુભવ છે કે બધી અનુભૂતિ-સંવેદના અભિવ્યકત કરી શકાતી નથી.
જેમ પોટેશ્યમ સાઈનાઈડનો સ્વાદ અનુભવનારો એ સ્વાદનું વર્ણન કરવા જીવિત રહેતો નથી તેમ મુક્તિસુખને માણનારો મુક્તિધામથી એ સુખનું વર્ણન કરવા પાછો આવી શકતો નથી અને અરિહંત ભગવંતો તથા કેવળી ભગવંતો જે મોક્ષના સુખને જાણે છે તે તેને શબ્દમાં વર્ણવી શકતા નથી એટલે જ મોક્ષસુખને નેતિ નેતિથી વર્ણવાય છે. નિદ્રાના સુખને માણનારા શું આપણે નિદ્રાસુખને વર્ણવવા સમર્થ છીએ ? ચક્રવર્તીઓએ પણ સંખ્યાબંધ રાણીઓના સહવાસને ત્યાગી નિદ્રા સુખને - નિદ્રારાણીને આધીન થવું પડતું હોય છે ત્યારે જ પછીના ઊઘડતા પ્રભાતથી શરૂ થતાં દિવસનો દૈનિક વ્યવહાર શકય બનતો હોય છે. નિદ્રામાં સાથે અને પાસે કાંઈ નથી હોતું છતાં સુખ છે તેમ મોક્ષમાં
Page #437
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
સાથે અને પાસે કાંઈ નથી હોતું છતાં સુખ છે જે સાચું અને નિત્ય સુખ છે. માટે જેમ જીવનમાં બધું છોડીને નિદ્રારાણીને શરણે જવું પડતું હોય છે તેમાં જીવે સઘળાં દુન્યવી સુખને છોડીને એ બધામાંથી છૂટા થઈને જ સાચું, શુદ્ધ, સંપૂર્ણ, સ્વાધીન, શાશ્વત, સર્વોચ્ચ સુખ મેળવવું પડશે. જે અંગ્રેજીમાં કહીએ d - 'Pure, Perfect, Personal, Permanant and Paramount Happiness' છે. એ તો એવું છે કે “ચાખો તો જાણો !” ચાતુ કથંચિત શબ્દનું મહાભ્ય આ અવકતવ્યનો ચોથો ભાગો જ સમજાવે છે કે હે ભવ્યાત્મા ! તું કથંચિત-અંશ-સ્વાદ્ય છે પણ સંપૂર્ણ નથી, અસ્યાદ્ નથી તો તારા ચાસ્પણામાં સવ્યવહાર તો જ થશે જો તું સ્યાદ્વાદ શૈલીને અપનાવી વીતરાગ અને વિરાટ (સર્વદર્શી-સર્વ) થવા માટે દષ્ટિને માધ્યસ્થ અને વિશાળ બનાવીશ.
આમ આ ચોથા ભાંગાથી અસ્તિત્વનો કે નાસ્તિત્વનો ઈન્કાર નહિ કરતાં તેનો સ્વીકાર કરવા સહિત અભિવ્યક્તિની અસમર્થતા બતાવાઈ છે.
યતા છે પણ વક્તવ્યતા નથી. આપણા વ્યવહારનો શબ્દ છે “એહસાસ છે તેનો લક્ષ્યાર્થ આ ચોથા ભાંગાથી પ્રાપ્ત થાય છે.
હવે પાંચમાં ભાંગા દ્વારા કહે છે કે વસ્તુ છે પણ અવકતવ્ય છે. આ ભાંગાથી અસ્તિત્વનો સ્વીકાર છતાં તેની અભિવ્યક્તિની અસમર્થતા બતાડાઈ છે. ભગવાનના ગુણો અનંતા છે કે ‘હજારો જીવાથી હજારો વર્ષે પણ વર્ણવી શકાતા નથી તેમ પત્તા-પર્ણો પત્ર બની જાય, શાખા કલમ બની જાય અને દરિયાનું પાણી શ્યાહી બની જાય તો પણ લખી શકાય એમ નથી”, એવું જે કહેવાય છે તે આ પાંચમા ભાંગાનો પ્રકાર છે. કૂવો ગાળવાના પ્રસંગે જમીન તો પસંદ કરવામાં આવી. જમીન નીચે પાણી છે એ નિશ્ચિત છે પણ પૂછવામાં આવે તો નિષ્ણાત પણ કહેશે કે પાણી છે પણ આ પસંદ કરાયેલ સ્થળે તે મળશે જ કે કેમ તે કહી શકાય નહિ. અદાલતમાં પણ વ્યવહાર છે કે આરોપી-અપરાધી ઉપર અપરાધ કર્યાની શંકા છે, આરોપ મુકાયો છે પણ તે સાબિત થાય ત્યારે તે અપરાધી ગુનેગાર જાહેર થશે અને સજા ફરમાવાશે પણ અત્યારે કાંઈ નિશ્ચિત કહી શકાય નહિ. જાડો હષ્ટપુષ્ટ છે એટલે સાજો છે તેમ
Page #438
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
13
કુશ (પાતળો) છે એટલે માંદો છે એમ કહેવાય નહિ.
તેવી જ રીતે છઠ્ઠા ભાંગા દ્વારા જણાવે છે કે વસ્તુ નથી પણ અવકતવ્ય છે. આ ભાંગા દ્વારા નાસ્તિત્વના નાસ્તિત્વનો સ્વીકાર છતાં તેની અભિવ્યકતતાની અસમર્થતા જણાવાઈ છે. અસ્તિની જેમ નાસ્તિની પણ અનંતતા છે. એક સત્યને જાહેર કરવું સહેલું છે પણ એક અસત્ય-જૂઠાણાને છૂપાવવા હજાર જૂઠાણાનો આશરો લેવો પડતો હોય છે. એક દાખલાનો સાચો જવાબ એક છે પણ ખોટા જવાબ અનંતા છે. નપાણીયા પ્રદેશમાં કૂવો ગાળતા પાણી મળવાનું નથી છતાં તેવાં પ્રદેશમાં પણ પાણી મળી જાય એવું આશ્ચર્ય સર્જાતું હોય છે અને ખારાપાટમાં ય મીઠી વીરડી મળી આવે તેમાં નવાઈ નથી. એટલે કે નથી ‘છતાં પણ કહી શકાય નહિ એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. શરીરે ભરાઉ નથી પણ માંદો છે એમ કહી શકાય નહિ. બ્લડપ્રેશર નથી, પણ હૃદયરોગ છે કે નહિ તે કહી શકાય નહિ.
અંતે અસ્તિત્વનું અસ્તિત્વ હોવા છતાં અને નાસ્તિત્વનું નાસ્તિત્વ હોવા છતાં તેની અનિર્વચનીયતા કે અવર્ણનીયતા હોય છે એવું સપ્તભંગીનો સાતમો પ્રકાર કહે છે. એક મિત્રે બીજા મિત્રને વ્યાપાર કરવા મૂડી ધીરી પણ તે મૂડી સચવાશે, વધશે, ઘટશે કે નષ્ટ થઈ જશે તે કાંઈ કહી શકાય નહિ., લક્ષણો બતાડે છે કે રોગ છે પણ પીડા નથી તેથી કહી શકાય નહિ કે રોગ છે જ કે નથી જ.
વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કરવા માટે આ સાતથી આઠમું કોઈ પરીક્ષણ છે નહિ માટે સ્યાદ્વાદદર્શને સપ્તભંગીનું પ્રરૂપણ (પ્રદાન) કર્યું કે સ્વરૂપનો નિર્ણય કરવા આ સાત રીતે વિસ્તૃત વિચારણા કરવી. એથી વિપરીત કોઈ પણ વસ્તુતત્ત્વનો નિર્ણય કરવામાં જો સ્યાદ્વાદનો આશ્રય લેવામાં નહિ આવે તો તે અંગેનો નિર્ણય સાચો થઈ શકતો નથી. આમ સ્યાદ્વાદ એ સ્વરૂપનિરૂપણવાદ
હવે આ સપ્તભંગીરૂપ સ્યાદ્વાદને કેટલાંક જાત અનુભવના જીવન ઉદાહરણથી વિચારીએ જેથી તે સુસ્પષ્ટ બને અને તર્કસંગત થાય.
Page #439
--------------------------------------------------------------------------
________________
14
પરિશિષ્ટ - ૧
આપણી સન્મુખ એક આકૃતિ છે એ આકૃતિની જીવંતતા, એની નિર્દોષતા, લઘુતા અને જાતિચિનના હોવાપણાથી એટલે કે અતિથી નિર્ણય કર્યો કે તે બાળક છે અને છોકરો છે. તેમ તેની કિશોર, પુખ્ત, વૃદ્ધ, નારીજાતિ ચિહ્ન ન હોવાપણાથી નિર્ણય થયો કે બાળક અને તે પણ છોકરો જ છે. આમ સ્વલક્ષણના હોવાપણાથી અને પરલક્ષણના ન હોવાપણાથી બાળકના હોવાપણાનો નિર્ણય થયો. એટલે અહીં નિર્ણય થવામાં સ્વપર્યાય એટલે
અસ્તિભાંગા, પરપર્યાય એટલે નાસ્તિભાંગા અને અસ્તિનાસ્તિ ઉભયભાંગાથી નિર્ણય થયો કે બાળક છે. બાળકો, યુવાન કે યુવતી કે જડ રમકડું નથી.
કોઈક વાર એવું પણ બને કે સન્મુખ રહેલ આકૃતિ, દેખાવ, વસ્ત્ર પરિધાન, હલનચલન, હાવભાવાદિથી દેખાતી તો બાળક જેવી હોય પણ કહી શકાય નહિ કેમકે ઠીંગુજી વામન, ચાવી આપેલું રકમડું કે રોબોટ બાળક પણ હોઈ શકે. તેથી એવું ય બની શકે છે કે બાળક છે પણ કહી શકાય નહિ; બાળક અમુક અપેક્ષાએ નથી જ પણ કહી શકાય નહિ અને અમુક અપેક્ષાએ જોતાં બાળક છે જ પણ બીજી અપેક્ષાએ એટલે કે અન્ય દૃષ્ટિકોણ યા લક્ષણથી જોતાં બાળક નથી પણ કહી શકાય નહિ. બાળક છે ખરો તો વળી બાળક લાગતો નથી એટલે કાંઈ કહી શકાય નહિ.
બીમારને પૂછવામાં આવે કે “તબિયત કેમ છે ?’ જવાબ મળે છે કે આજે તો તબિયત સારી લાગે છે. થોડા સમય બાદ કે બીજે કોઈ દિવસે પૂછવામાં આવે કે “હવે તબિયતમાં કેમ લાગે છે ?' ત્યારે જવાબ મળે છે કે તબિયત સારી નથી. લાંબી માંદગી ભોગવનારને કાળાંતરે પૂછતાં જવાબ મળે છે કે ‘તબિયત નરમ ગરમ ચાલે છે. “સોમવારે સાજા અને મંગળવારે માંદા જેવી હાલત છે. કયારેક વળી એવો પણ જવાબ મળે કે ભઈસા'બ કાંઈ કહેવાય. એવું નથી. સમજાતું નથી કે શરીરને શું થયું છે ? ડૉકટરો પણ કળી શકતા નથી અને કહી શકતા નથી કે નિદાન કરી શકતા નથી.
વધુ તપાસ કરતાં ડૉકટર કહે છે કે શરીરમાં ખરાબી જરૂર છે પણ તે ખરાબી શું છે ? એ ખરાબી શાની છે? તે કાંઈ સમજાતું નથી, કહેવાય એવું
Page #440
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
ય નથી અને નિદાન પણ થાય એમ નથી. અથવા તો રોગ એવો અસાધ્ય જીવલેણ કેન્સર આદિ છે તો ડૉકટર જાણતા હોવા છતાં દર્દીના હિતમાં કહેતાં નથી. તો વળી પેટના દર્દમાં દર્દી કહેશે કે પેટમાં કળતર છે પણ કહેવાય એવું નથી.
15
તો વળી બીજા ડૉકટર કે પછી તે જ ડૉકટર ફેરતપાસ (Recheck) માં કહેશે કે ભાઈ ! મારી તપાસમાં અને જે રીપોર્ટ કઢાવ્યા છે તે બધું ય જોતાં તો તમને નખમાં ય રોગ નથી. તો પછી તમને જે કાંઈ મૂંઝવણ થાય છે તે શેની છે તે કાંઈ હું કહી શકતો નથી. અને રોગી હશે તે પોતે એમ કહેશે કે કાંઈ જ નથી છતાં જે બેચેની, મુંઝારો, ગભરાટ થાય છે તે સમજાતું નથી, કળાતું ય નથી અને કહેવાતું ય નથી તેમ સહેવાતું પણ નથી.
ક્યારેક કોઈક ડૉકટર એમ પણ કહેશે કે બી.પી. બરાબર છે, કાર્ડિયોગ્રામમાં શંકા છે પણ સ્ટ્રેસ ટેસ્ટ બરોબર નથી એટલે કાંઈ કહી શકાતું નથી. તો રોગી પોતે એમ કહેશે કે કળતર છે ય ખરું અને નથી ય ખરું. ક્યારેક કળતર ઉપડે છે તો કયારેક શમી જાય છે માટે કાંઈ સમજાતું કે કળાતું નથી, કહી શકાતું નથી અને સહી શકાતું નથી.
અંતે હવે સ્યાદ્વાદ ગર્ભિત સપ્તભંગીથી થતું આત્મા વિષયક આધ્યાત્મિક વિશ્લેષણ જોઈશું.
કેવળજ્ઞાની ભગવંત એમના કેવળજ્ઞાનમાં અરૂપી એવાં આત્મપ્રદેશોને જુએ છે તેથી કહે છે કે કથંચિત્ આત્મા છે જ. આત્મા જ્ઞાનમાં શુદ્ધાત્મા તરીકે દેખાય છે, જણાય છે એટલે કહે છે કે પરમાત્મા સ્વરૂપ છે.
છદ્મસ્થને પણ જ્ઞાયકતા, ચેતકતા, વેદકતાના લક્ષણથી આત્મા જણાય છે તેથી કહે છે કે કથંચિત્ આત્મા છે જ. વળી આગમ અનુમાનાદિ પ્રમાણના આધારે કહે છે કે કથંચિત્ પરમાત્મા છે જ. આ પ્રથમ સ્યાદસ્યેવ ભાંગાથી વિચારણા થઈ.
કેવળજ્ઞાની ભગવંતના કેવળજ્ઞાનમાં આત્મદ્રવ્ય પર્યાય સહિત
Page #441
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
ભવભ્રમણતાવાળું, સાવરણ એટલે કર્માચ્છાદિત જણાતું હોવાથી કહે છે કે કથંચિત્ આત્મા નથી જ. કથંચિત્ પરમાત્મા નથી જ. આ દ્વિતીય સ્થાન્નાસ્ત્યવ ભાંગાથી વિચારણા થઈ.
16
વળી કેવળજ્ઞાનમાં સંસારી જીવોના આત્મપ્રદેશો કર્મસહિત અને કર્મરહિત શુદ્ધ પરમાત્મા સ્વરૂપે ઉભય જણાતા હોય છે તેથી કહે છે કે આત્મદ્રવ્ય સ્વરૂપથી એના શુદ્ધસ્વરૂપમાં કર્મરહિત પરમાત્મા છેપણ વર્તમાનદશા કર્મસહિત અશુદ્ધ હોવાથી અને પર્યાય બદલાતાં હોવાથી તે અપેક્ષાએ કથંચિત્ આત્મા છે પણ નથી જ અને કથંચિત્ પરમાત્મા છે પણ નથી જ. આ તૃતીય “સ્વાદસ્તિનાસ્તિ ચૈવ’ ભાંગાથી વિચારણા થઈ.
હવે ચોથો ભાંગો જે ‘સ્વાદવકતવ્ય એવ' છે, એમાં વક્તવ્યની અસમર્થતાથી અવકતવ્ય જણાવેલ છે. વક્તવ્ય એટલે વચનયોગ. વચનયોગ ભાષાવર્ગણાના પુદ્ગલોનો બને. પરંતુ જીવના ઉપયોગ અર્થાત્ ચેતના વડે કરીને જ ભાષાવર્ગણાના પુદ્ગલો વચનયોગરૂપે પરિણમે છે. આમ વચનયોગના મૂળમાં જીવના ઉપયોગની મુખ્યતા છે.
મન, વચન, કાચાના યોગ બને પુદ્ગલના પણ હોય જીવને ! એટલા જ માટે તત્ત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયમાં ‘યોગ ઉપયોગો નીવેપુ” સૂત્ર આપેલ
છે.
જ્ઞાનના ત્રણ ભેદ છે. (૧) જ્ઞાન સાવરણ હોય કે નિરાવરણ હોય. (૨) જ્ઞાન ક્રમિક એટલે કે સવિકલ્પક હોય કે અક્રમિક એટલે નિર્વિકલ્પક હોય અને (૩) જ્ઞાન અપૂર્ણ હોય કે પૂર્ણ હોય.
પૂર્ણ, અક્રમિક, નિરાવરણ જ્ઞાન એક માત્ર કેવળજ્ઞાન છે. સયોગી કેવળી ભગવંતોના વચનયોગ પણ ક્રમિક છે અને છદ્મસ્થનો વચનયોગ પણ ક્રમિક હોય છે. કારણ કે વચનયોગ પુદ્ગલનો બને છે અને પુદ્ગલ દ્રવ્યનું પર્યાય સ્વરૂપ સ્વભાવથી જ ક્રમિક છે. સર્વજ્ઞ કેવળીભગવંત કે અસર્વજ્ઞ છદ્મસ્થ, પુદ્ગલ સાથે ભળીને ક્રિયા કરે કે જ્ઞાનીને સહજ ક્રિયા થાય તો તે ક્રમિક જ
Page #442
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
હોય.
પરંતુ જ્ઞાનમાં એ ભેદ છે કે સર્વા કેવળીભગવંતનો ઉપયોગ અક્રમિક હોય પણ વચનયોગ ક્રમિક હોય. જ્યારે અસર્વજ્ઞ શ્વસ્થનો તો ઉપયોગ પણ ક્રમિક હોય અને વચનચોગ પણ ક્રમિક હોય.
તેથી ચોથા ભાંગા “સ્યાદ્ધકતવ્ય એવ’નો લક્ષ્યાર્થ એ કરવાનો છે કે વકતવ્યનું મૂળ જે ઉપયોગ છે તે ક્રમિક (સવિકલ્પક) અને અક્રમિક (નિર્વિકલ્પક) એમ બે પ્રકારે છે.
આમ પૂર્વના ત્રણ ભાંગા શ્વાસ્થને લાગુ પડે છે અને પછીના ચાર ભાંગા લક્ષ્ય કે અર્થથી જ્ઞાનની સાચી દશાનું સ્વરૂપ સમજાવે છે અને તેમાંય કેવળજ્ઞાનનું સ્વરૂપ કેવું અામિક છે તેનું લક્ષ્ય કરાવવાનો ઉદ્દેશ છે.
જિન કેવળી, દેશના કેવળી કેવળજ્ઞાનમાં જાણે જુએ સર્વ પણ વચનયોગ પુદ્ગલના માધ્યમના કારણે ક્રમિક હોવાથી સર્વ કાંઈ કહી શકે નહિ. વળી વ્યક્તિ વિશેષની પાત્રતા તેવી હોય, ભવિતવ્યતા તથા પ્રકારની હોય તો કહે નહિ. અસ્તિનાસ્તિધર્મ યુગપદ્ હોય પણ કહેવામાં ક્રમિકતા હોય. ઉપરાંત મૂક કેવળી જાણે બધું બોલે નહિ તેથી કહે નહિ. અંત:કૃત કેવળી આયુષ્યની તત્કાળા પૂર્ણતાને કારણે અને સિદ્ધભગવંતો યોગાતીતદશામાં હોઈ વ્યવહાર અભાવે જાણે બધું પણ કહે નહિ.
કેવળજ્ઞાની ભગવંતને બધું દેખાય છે અને બધું જણાય છે પણ ભાવિભાવ તથા પ્રકારનો હોય તો સમષ્ટિગત બીના હોય તો સમષ્ટિને જણાવતા નથી તેમ વ્યક્તિવિશેષની વ્યકિતગત બાબતે પણ પાત્રતા ન હોય ભવિતવ્યતા તથા પ્રકારની હોય તો મોન રહે છે. છદ્મસ્થ પણ જાણવા છતાં ભાવિ ગેરલાભને નજર સમક્ષ રાખતા મીન ધારણ કરે છે. વળી કહેવામાં ક્રમિકતા છે તેથી કાળમર્યાદા પણ કહેવામાં નડતરરૂપ બને છે. આ થઈ પાંચમા ભાંગાની વિચારણા. જે છઠ્ઠા અને સાતમા ભાંગામાં નાસ્તિ અને અસ્તિનાસ્તિ ભાંગાથી આ જ રીતે ઘટાવાય. કેવળજ્ઞાની ભાવિના નાસ્તિભાવને પણ જાણે છે પણ તથા પ્રકારની ભવિતવ્યતા. હોય તો મૌન ધારણ કરે છે. “અસ્તિનાસ્તિ અવકતવ્ય ચેવ” ભાંગામાં
Page #443
--------------------------------------------------------------------------
________________
18
પરિશિષ્ટ - ૧
આસ્તિનાસ્તિ ઉભય બાબતે મૌન રહે. કહેવા યોગ્ય એટલું જ કહે અને ન કહેવા યોગ્ય હોય તે ન કહે.
પહેલા ભાંગામાં કથંચિત્ આત્મા છે જ એવું વિધાન થયું જે સ્યાદ્વાદશૈલીનું કથન છે. એ જ વાત વેદાંત કરે છે ત્યારે ત્યાં એકાન્તતા, આગ્રહ આવે છે કે આત્મા જ છે. આત્મા સિવાય કાંઈ નથી. અને સૂત્ર આપે છે કે “બ્રહ્મ સત્ય જગત મિથ્યા.” બ્રહ્મ સત્ય છે એ બરોબર પણ બ્રહ્મ જ સત્ય છે અને બ્રહ્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ એ કથન જગત સ્વરૂપ જોતાં સ્વીકૃત બનતું નથી. જગત વચ્ચે અને જગત સાથે જીવન જીવાય છે તો પછી તેને નકારાયા કેમ ? બ્રહ્મ (આત્મા) સિવાય અન્ય દ્રવ્યોનું પણ અસ્તિત્વ છે તેને કેમ નકારાય? જગત વિનાશી એટલે અનિત્ય એવું મિથ્યા છે તો જગત અવિનાશી, નિત્ય પણ છે એનો સ્વીકાર પણ સ્વાસ્ અવ્યયના પ્રયોગથી થવો જોઈએ. કેમકે જગત પ્રવાહથી અસ્તિત્વથી અનાદિ અનંત (નિત્ય) છે પણ ઘટના (Events) થી સાદિ સાન્ત (અનિત્ય-મિથ્યા) છે. સ્યાદ્વાદશૈલીનું સત્ય કથના તો એ હોઈ શકે કે જગત સાદિ સાન્તપૂર્વક અનાદિ અનંત છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા' એ સૂત્ર સાધના માટે ઊંચામાં ઊંચો વિકલ્પ પૂરો પાડે છે કે બ્રહ્મ-આત્મા જ સત્ છે તેને જ લક્ષમાં રાખી એની પ્રાપ્તિ માટે જ જે કાંઈ કરવું પડે તે કરવું અને જગત-સંસાર અસ-મિથ્યા-વિનાશી છે તો તેનાથી છૂટી જવું જોઈએ કે એને છોડી દેવો જોઈએ. જેના દર્શનની સ્યાદ્વાદશૈલીથી એ સૂત્રનું અર્થઘટન કરીએ તો “બ્રહ્મ સત્ય' એ સંવેગ-મોક્ષરુચિ’ છે અને જગત મિથ્યા' એ “ભવ નિર્વેદ' છે. પરંતુ એ સૂત્રથી જગતવ્યવસ્થા કે જગસ્વરૂપનું યથાર્થ નિરૂપણ નહિ થઈ શકે.
એ જ પ્રમાણે આત્મા અનિત્ય છે એ બીજા ભાંગાની વિચારણા છે જે બૌદ્ધ મત છે. આત્મા અનિત્ય-ક્ષણિક છે એ સાચું પણ આત્મા અનિત્ય જ છે એમ આગ્રહ રાખવો અને સ્વાસ્ અવ્યયથી બીજી અપેક્ષાની સ્વીકૃતિ ન કરવી એ એકાન્તતા છે જેનાથી અન્ય ગુણધર્મનો અસ્વીકાર છે અને તેથી વસ્તુ, તત્ત્વનું યથાર્થ નિરૂપણ થતું નથી. આત્મા પર્યાયથી અનિત્ય એટલે ક્ષણિક કહીએ ત્યાં સુધી કથનમાં યથાર્થતા છે કેમકે ત્યાં પર્યાયની અપેક્ષાએ
Page #444
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
19
વિચારણા થાય છે. વાસ્તવિક આત્મદ્રવ્ય પર્યાયથી અનિત્ય છે પણ દ્રવ્યથી ધ્રુવ-નિત્ય છે તેથી તો તત્ત્વાર્થસૂત્રમાં સૂત્ર આપવામાં આવ્યું કે “ઉત્પાદવ્યય ઘોવ્ય યુક્ત સત્” સાધનામાં વૈરાગ્ય માટે પર્યાયની ક્ષણિકતાનો વિકલ્પ સારો અને ઉપયોગી છે તેથી જ જૈનદર્શનમાં સાધનામાં દ્રવ્યદૃષ્ટિ ઉપર ભાર મૂકાયો. છે. આ સાધના વિકલ્પો વીતરાગ પ્રાપ્તિ માટે પૂરા હોવા છતાં વસ્તુ સ્વરૂપના યથાર્થ નિરૂપણમાં તેમ જગત વ્યવસ્થાવાદ સમજાવવામાં અધૂરાં છે.
સ્યાદ્વાદ ઉપરાંત સાપેક્ષવાદ અને અનેકાન્તવાદ પણ છે જે સ્યાદ્વાદના અંગરૂપ હોવા છતાં સૂક્ષ્મ ભેદરેખા છે. વળી નય, નિક્ષેપા, પાંચ સમવાયી કારણ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચાર સંયોગો આદિ સ્યાદ્વાદના પૂરક છે.
આ વિશ્વમાં દ્રવ્યો એકથી અધિક છે અને તેમનું યુગપદ્ અસ્તિત્વ છે; એટલું જ નહિ પણ દ્રવ્યના ગુણો એકથી અધિક અનેક છે; ઉપરાંત પુદ્ગલ પરમાણુ અને જીવો સંખ્યાથી એક નહિ પણ અનંતા છે; માટે જ પદાર્થ અનેક ધર્માત્મક હોઈ, દ્રવ્યના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે તેના સર્વ ગુણને અનુલક્ષીને સપ્તભંગીથી થતી વિચારણા તે અનેકાન્તવાદ છે.
ગુણ એ દ્રવ્યની મૂડી અર્થાત સંપત્તિ હોવાથી અનેકાન્ત એ વૈભવ છે જ્યારે અનેકાન્તના મૂળમાં રહેલ આધાર દ્રવ્ય તો એક જ છે એટલે એકાન્ત છે, જે અનેકાન્તના મૂળમાં રહેલ એકાન્ત એવી મહાસત્તા છે - સ્વભાવદશા છે.
આ વિશ્વમાં દરેકે દરેક પદાર્થમાં જો એક જ ગુણધર્મ હોત તો અનેકાન્તવાદ હોત નહિ, પરંતુ દરેકે દરેક પદાર્થમાં અનંત અનંત ધર્મો રહેલાં છે માટે અનેકાન્તવાદની અનિવાર્યતા છે. પરંતુ એ અનેક ધર્મ જે દ્રવ્યને આશ્રયીને રહેલા છે તે આધારભૂત દ્રવ્ય તો એક જ છે, તેથી મૂળમાં એકાન્ત છે.
દ્રવ્યો એકથી અધિક છે, દ્રવ્યના ગુણ એકથી અધિક છે અને જયાં એકથી અધિક, બે કે બેથી વધુ વસ્તુ અને વ્યકિતના સંબંધ હોય ત્યાં પ્રેત હોય છે. જ્યાં પ્રેત હોય ત્યાં અપેક્ષા હોય છે. અપેક્ષા હોય ત્યાં સાપેક્ષતા હોય છે. અરસપરસની અપેક્ષાઓ સંતોષાતી નથી ત્યાં પ્રેત-તંદ્રમાંથી બંદ (યુદ્ધ)નું નિર્માણ થાય છે. ચેતન-જડ, રૂપી-અરૂપી, નિત્ય-અનિત્ય, સ્થિર-અસ્થિર,
Page #445
--------------------------------------------------------------------------
________________
20
પરિશિષ્ટ - ૧
પૂર્ણ-અપૂર્ણ, ગુણ-દોષ, પુય-પાપ, સુખ-દુ:ખ, સંવર-આશ્રવ, બંધન-મુકિત, સાલંબન-નિરાલંબન, સાવરણ-નિરાવરણ એવાં પરસ્પર વિરોધવાચક શબ્દો સાપેક્ષવાદનો ખ્યાલ આપે છે.
પૂર્ણની સામે પૂર્ણની સાપેક્ષતા હોય નહિ, કેમ કે પૂર્ણ એક જ ભેદે હોય. તે અદ્વૈત હોવાથી નિરપેક્ષ છે. પરંતુ જે અપૂર્ણ છે, દૈત છે તે અનંતભેદે છે. અપૂર્ણની સામે અપૂર્ણ હોય ત્યારે અનેક અપેક્ષાઓ પરસ્પર ઊભી થતી હોય છે.
દરેક દ્રવ્ય પોતાના મૂળભાવ એટલે કે મૂળ સ્વભાવમાં રહેવું તે તેનો અનાદિ સિદ્ધ હક્ક છે. માટે પૂર્ણની સામે અપૂર્ણની અપૂર્ણતાને બતાવનારો વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર પ્રરૂપિત જે સાપેક્ષવાદ છે તે આધ્યાત્મિક સાપેક્ષવાદ છે અને તેથી જ તે લોકોત્તર સાપેક્ષવાદ છે કે જેના દ્વારા આધ્યાત્મિકતાના શિખરે ચઢી મુક્તિ મેળવી શકાય છે. આથી વિપરીત વર્તમાનના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર આઈન્સ્ટાઈનનો જે Theory of Relativity સાપેક્ષવાદનો સિદ્ધાંત છે તે પુદ્ગલાભિનંદી સંસારી જીવો માટેનો સમયે સમયે પરિવર્તન પામનાર એવાં પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ સમજાવનાર લૌકિક સાપેક્ષવાદ છે. એ અપૂર્ણ સાપેક્ષ અપૂર્ણની વિચારસરણી છે જ્યારે જૈન દર્શનનો સાપેક્ષવાદ એ નિરપેક્ષ (પૂર્ણ) સાપેક્ષ અપૂર્ણ એવો સાપેક્ષવાદ છે.
આમ છતાં પદાર્થ પાછો પોતાના મૂળ સ્વરૂપે, મીતિકરૂપે તો પોતે પોતાથી જ એવો સ્વયંભૂ-નિરપેક્ષ જ છે. એ મૂળભૂત દ્રવ્ય અનાદિ, અનંત, અનુત્પન્ન, નિષ્પન્ન, સ્વયંભૂ જ છે. વળી એને એના ગુણકાર્યમાં પણ અન્ય પદાર્થની લેશમાત્ર અપેક્ષા નથી. આમ સાપેક્ષનું મૂળ નિરપેક્ષ જ છે અને એનું ફળ
તમાંથી અદ્વૈત, દ્રામાંથી નિર્ટ થવા રૂપ સુખદુઃખમાંના કંઠમાંથી મુકતા થઈ નિતિ આનંદ સ્વરૂપ બનવારૂપ ફળ નિરપેક્ષતા છે, જ્યાં કોઈના સાથ, સહકાર, સહયોગ, મૈત્રીની આવશ્યકતા નથી. બાકી જ્યાં સાપેક્ષતા છે ત્યાં પ્રેમ, સાથ, સહકાર, સહયોગ, નેત્રીની અનિવાર્યતા છે. નહિ તો સંઘર્ષ નિર્માણ થાય છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
21
વળી જ્યાં કથંચિતા, આંશિકતા (સર્વતા) ત્યાં ચાતા છે અને તેથી સ્યાદાદ છે.
અનેકાન્ત, સાપેક્ષ અને સ્યાદ્ એ મૂળ અને ફળરૂપે એકાન્ત, નિરપેક્ષ અને અચાટ્વી વચગાળાની સ્થિતિ છે, જેમ મૂળમાં રહેલ બી ફળ સ્વરૂપે પરિણમતા તે મૂળમાં રહેલ બી પાછું ફળમાં પણ મળે છે. ટૂંકમાં અનેકાન્તનું મૂળ પણ એકાન્ત છે અને ફળ પણ એકાન્ત છે. સાપેક્ષનું મૂળ પણ નિરપેક્ષ છે અને ફળ પણ નિરપેક્ષ છે. સ્યાનું મુળ પણ અસ્યાદ્ છે. અને ફળ પણ અસ્યાદ્ છે. વ્યવહારમાં, કથનમાં ક્રમિકતા છે અને ક્રમિકતા છે તેથી નય છે. અનંત ધર્મયુક્ત પરિપૂર્ણ વસ્તુ તત્ત્વના સ્વીકારપૂર્વક તેના પૃથફ એકેક ધર્મનું જ્ઞાન કે કથન એ નય છે. નય એ સ્યાદ્વાદના વિરાટ સ્વરૂપનો અંશ માત્ર છે એટલા માટે જ સ્યાદ્વાદને સિંધુ અને નયને બિંદુની ઉપમા આપવામાં આવી છે. એવાં અનેક નાયબિંદુ ભેગાં મળે ત્યારે સ્વાતાદ સિંધુ બને છે.
સ્યાદ્વાદ, અનેકાન્તવાદ, સાપેક્ષવાદ એ જૈન દર્શનની વિશાળતા, સર્વગ્રાહિતા, સમગ્રતા, વીતરાગતા, મૌલિકતાને ઉદ્યોત કરનાર યથાર્થ સ્વરૂપ-નિરૂપણવાદ છે.
અનેકાન્તવાદ, સાપેક્ષવાદ અને સ્વાદ્વાદ એ વિવાદ માટેના વાદ નથી પણ જીવની દૃષ્ટિ છે, જીવના ભાવ છે અને જીવનો સ્વયંનો વ્યવહાર તેમજ જગત સમસ્તનો વ્યવહાર છે. વસ્તુસ્વભાવ જ એવો છે અને વસ્તુસ્વભાવ લોકવ્યવહારનો નિયામક હોય છે. લોકવ્યવહાર કાંઈ વસ્તુસ્વભાવનો નિયામક નથી હોતો. આપણા સાંસારિક વ્યવહારમાં સ્યાદ્વાદની સ્વીકૃતિ ગર્ભિત રીતે રહેલી જ છે, પરંતુ લોક તેનાથી અજાણ છે. લોકમાં કહેવત છે કે “આત્મા અમર છે. તો સામે તેથી વિરૂદ્ધ કહેવત પણ છે કે “નામ તેનો નાશ છે”. બંને પરસ્પર વિરૂદ્ધ ભાવ હોવા છતાં તે સહુને સ્વીકાર્ય છે. કારણ કે આત્માને અમર કહેવામાં આત્મ દ્રવ્યની અપેક્ષા છે અને નામ તેનો નાશ કહેવામાં નામ અને રૂપ કહેતાં પર્યાયની ક્ષણિકતાનો દૃષ્ટિકોણ રહેલ છે. એવી જ રીતે પરસ્પર વિરુદ્ધ કહેવત છે કે ‘ન બોલ્યામાં નવ ગુણ', બોલે તેના બોર વેચાય”,
Page #447
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૧
‘આશા અમર છે’, “પારકી આશ સદા નિરાશ’, ‘કાલનું કામ આજે કરો', ઉતાવળે આંબા ન પાકે - ધીરજના ફળ મીઠાં”. બધાય વિધાન (કહેવતો) પોતપોતાની તે તે અપેક્ષાથી સાચા છે.
22
અસ્તિ અને નાસ્તિ ભાંગાથી જીવે પોતાના અસ્તિ એટલે કે સ્વસમય થા સ્વપર્યાયને જાણી સમજી લઈને જે નાસ્તિ એટલે કે પરસમય ચા પરપર્યાય છે તેનાથી છૂટી જવાનું છે. ‘પર’ છે તે પાકું છે અને પારકું કદી આપણું એટલે “સ્વ” થાય નહિ, પછી તે વિજાતીય હોય કે સ્વજાતીય હોય. તે જ પ્રમાણે જે ‘સ્વ’ એટલે આપણું છે તે કદી પારકું બને નહિ. સ્વમાં સ્વાધીનતા છે. પરમાં પરાધીનતા છે. પર કદી સ્વ થાય નહિ અને સ્વ કદી છૂટે નહિ. એ ન્યાયે આપણે આપણા પોતાના આપણાપણાને જાણીને સમજીને આપે આપમાં સમાઈ જવું, એ જ પરથી છૂટી જઈ કર્મરહિત, નિષ્પાપ, નિપુણ્ય, નિષ્કર્મા, નિષ્કષાય, નિરંજન, નિરાકાર થઈ અસ્યાદ્ બની રહેવું છે.
બીજી રીતે આ સ્થાદ્વાદ શૈલીથી સાઘના પદ્ધતિ વિચારીએ તો સ્વ ગુણની અને સ્વ દોષની અસ્તિને જાણી, સ્વદોષ અને સ્વગુણની નાસ્તિને જાણી; અસ્તિરૂપ દોષની નાસ્તિ કરી, નાસ્તિરૂપ ગુણની અસ્તિ કરી; સ્વગુણને અવક્તવ્ય રાખી, સ્વદોષને વ્યક્ત કરી; પરદોષને અવક્તવ્ય રાખી, પરગુણને વ્યક્ત કરી, સ્વમાં સ્થિર થઈ, સ્વ પ્રકાશકતા, સ્વ-પર પ્રકાશકતા, સર્વ પ્રકાશકતા, સર્વોચ્ચ પ્રકાશકતા એવી સર્વજ્ઞતાને સિદ્ધ કરી અવક્તવ્ય (અવર્ણનીય) એવાં નિજસ્વરૂપમાં લીન બની નિશ્ચય (નિજાનંદ)ના મહેલમાં મહાલવાનું છે.
સહુ કોઈ સ્યાદ્નાંથી અસ્યાદ્ બને એ જ અભ્યર્થના !
★★★
Page #448
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૨
પદ - ૫ : અનુલક્ષિત પરિશિષ્ટ - ૨
અઢાર હાથીના દષ્ટાંતથી કેવળજ્ઞાનની સમજણ
એક રાજા હતો. એને ત્રણ રાજકુંવર હતા. રાજાનું અવસાન થતાં ત્રણેય રાજકુંવરને રાજાની સંપત્તિ તેના આદેશ - વસિયતનામા પ્રમાણે વહેંચી આપવામાં આવી. છતાં છેવટે રાજ સંપત્તિના સત્તર (૧૭) હાથીની વહેંચણી બાકી રહી ગઈ. રાજાનો આદેશ હતો કે મોટા રાજકુંવરને અડધા હાથી મળે. વચલા રાજકુંવરને એક તૃતીયાંશ હાથી મળે, અને સૌથી નાના રાજકુંવરને એક નવમાંશ હાથી મળે. રાજાના આદેશ મુજબ આ રીતે સત્તર હાથીના ભાગ ત્રણેય રાજુકંવરોને કેમ વહેંચી આપવા તે સહુને માટે સમસ્યા થઈ પડી કે આ કોયડો કેમ ઉકેલવો ?
રાજના દિવાન ડહાપણના સાગર, બુદ્ધિના ભંડાર હતાં. સમસ્યા લઈને રાજકુંવરો દિવાન પાસે ગયા. દિવાનજીએ સત્તર હાથી લઈને મેદાનમાં આવવાનું રાજકુંવરોને જણાવ્યું. બીજા દિવસે રાજકુંવરોએ સત્તરે હાથીઓને મેદાનમાં ખડા કરી દીધાં. દિવાનજી પોતે, પેતાને રાજા તરફથી આપવામાં આવેલા હાથી ઉપર બેસીને મેદાનમાં આવ્યા. પોતાના હાથીને તે સત્તર હાથીની હરોળમાં ઉભો કરી દીધો.
દિવાનજીએ અઢાર હાથીના અડધાં એટલે નવ (૯) હાથી પાટવી કુંવરને લઈ લેવા જણાવ્યું. બાકી રહેલા હાથીમાંથી અઢાર (૧૮) હાથીને એક તૃતીયાંશ (ત્રીજો ભાગ) એટલે છ (૬) હાથી વચલા રાજકુંવરને લઈ લેવા જણાવ્યું અને છેલ્લે નાના રાજકુંવરને અઢાર હાથીનો નવમો ભાગ (૧/૯ ભાગ) એટલે બે હાથી લઈ લેવા જણાવ્યું. આમ રાજકોષમાના અઢાર હાથીમાંથી ત્રણેય રાજકુંવરોને અનુક્રમે નવ, છ અને બે હાથી એટલે કે સત્તર હાથીની વહેંચણી રાજાના આદેશ પ્રમાણે કરીને દિવાનજી રાજાએ પેતાને વાપરવા આપેલ એવા રાજાના અઢારમાં હાથીને હોઠે બેસી સ્વસ્થાને વિદાય થયા.
Page #449
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૨
જેમ રાજાના જ આપેલ અઢારમાં હાથી વડે રાજાના સૂચવ્યા પ્રમાણે રાજાના આદેશ મુજબ સત્તર હાથીની વહેંચણીનો ઉકેલ જે સરળ રીતે ઉપર મુજબ થયો તેમ જીવમાં પોતામાં જ રહેલ પોતાના સત્તાગત કેવળજ્ઞાનને જો જીવ પ્રગટાવે તો સહુ જીવન ઘટમાળ, સમસ્યાઓનો ઉકેલ સહજ સરળ રીતે ચપટી વગાડવા માત્રમાં - સમય માત્રમાં થઈ શકે એમ છે.
24
ઉપરોકત કથાનકના અઢારમાં હાથીની જેમ કેવળજ્ઞાન બધાનું હોવા છતાં બધાથી ન્યારું - નિરાળું - અનોખું છે. વળી નિરાળું હોવા છતાં ય બધાંની પૂર્તિ કરી શકવાને સમર્થ છે. સર્વ સમસ્યાનો તોડ કાઢવામાં સમર્થ છે.
કેવળજ્ઞાન એક અદ્વિતીય, અજોડ, અનોખું, ન્યારું, નિરાળું, છે અને છતાંય એક, અજોડ, અદ્વિતીય એવું એ મહાન તત્ત્વ છે કે જે સહુની સઘળી સમસ્યાઓનો ઉકેલ લાવવા સક્ષમ છે - સમર્થ છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ 3
પદ ૫-૨૧ અનુલક્ષિત પરિશિષ્ટ - 3
-
સ્વરૂપ વિજ્ઞાન યાને જૈન પદાર્થ વિજ્ઞાન (. ગુ. ૫.)
25
જીવન વ્યવહારમાં પદાર્થ વિજ્ઞાન (Physics) - ભૌતિકશાસ્ત્ર એ જેમ અઘરો વિષય ગણાય છે અને એનાં ભણનારા અને જાણનારા ઓછા હોય છે તેમ જૈન દર્શન વિષે દ્રવ્ય, ગુણ, પર્યાય એ કઠિન વિષય ગણાય છે જેને દ્રવ્યાનુયોગ તરીકે ઓળખાવવામાં આવેલ છે. કારણ કે એમાં મૂળભૂત એવાં દ્રવ્યની, તત્ત્વની Matter ની વિચારણા વિગતે કરવામાં આવેલી છે. આ વિષયને શુષ્ક અને અઘરો ગણી ભલભલાં વિદ્વાનો, પંડિતો તથા જ્ઞાન અને ધ્યાન જ જેમનું જીવન છે એવાં સાધુ મહાત્માઓ, સાધકાત્માઓ પણ એ વિષયનો સ્પર્શ કરવાથી પાછા પડે છે, ડરે છે, હિચકચાટ અનુભવે છે. કોઈ વિરલા જ એ વિષયને સ્પર્શે છે અને એમાં ઊંડા ઉતરી જ્ઞાનાનંદ અનુભવે છે. એટલે જ તો શાસ્ત્રમાં એટલે સુધીનું વિધાન કરેલ છે કે જેને દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન નથી એ નિશ્ચયથી સાધુ નથી. દ્રવ્યાનુયોગનો જાણનારો તત્ત્વનો જિજ્ઞાસુ છે, તત્ત્વાર્થી છે, આત્માર્થી છે. વળી પૂર્વ મહર્ષી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજીએ તો ત્યાં સુધી કહ્યું કે....
એ બે વિણ, ત્રીજો નહિ સાધુ, ભાખ્યું સંમતિતĚ અગાધ, એ યોગે જો લાગે રંગ તો આધાકર્માદિક નહિ ભંગ.
દ્ર.ગુ.પ. ઢાળ ૧લી.
જૈન દર્શનની જેમ ભૂગોળ છે, જે બૃહતસંગ્રહની ક્ષેત્રસમાસ છે તેમ જૈન દર્શનનું સ્વરૂપ વિજ્ઞાન છે તે જૈન પદાર્થ વિજ્ઞાન છે. એ દ્રવ્ય-ગુણ-પર્યાયની વિષય વિચારણા દ્રવ્યાનુયોગમાં કરવામાં આવેલ છે. દ્રવ્યાનુયોગ એ જૈન દર્શનના ચાર મહત્વના અનુયોગો પૈકીનો એક અત્યંત મહત્વનો અનુયોગ છે. એ ચાર અનુયોગના નામ છે (૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણકરણાનુયોગ (૩) કથાનુયોગ અને (૪) ગણિતાનુયોગ.
આ ચાર અનુયોગમાં બધુંય આગમ સાહિત્ય આવી જાય. આ ચાર અનુયોગ ક્રમાનુસાર નિશ્ચિત ક્રમમાં મૂકવામાં આવેલ છે, જે રચનાકારની અદ્ભૂત
Page #451
--------------------------------------------------------------------------
________________
26
પરિશિષ્ટ
-
3
વિશિષ્ટતાના અર્થાત્ સર્વાંગિતા - સર્વજ્ઞતાના દર્શન કરાવે છે.
ચાર અનુયોગમાં દ્રવ્યાનુયોગને પ્રથમ ક્રમાંકે મૂકેલ છે કારણ કે પ્રથમ વિચારણા દ્રવ્ય એટલે કે પદાર્થની કરવાની હોય છે. વિશ્વમાં જો દ્રવ્ય જ નહિ હોત તે પછી કશાની વિચારણા કરવાની રહેત જ નહિ. વિશ્વમાં જો કોઈ દ્રવ્ય હોય તો તેની કોઈ ક્રિયા, પ્રક્રિયા હોય શકે અને તેની ઉપર કંઈક ને કંઈક પ્રયોગ થઈ શકે.
-
દ્રવ્યાનુયોગમાં દ્રવ્યની વિચારણામાં, દ્રવ્ય કેટલાં છે, તે દ્રવ્ય કયા કયા છે, તે દ્રવ્યો કેવાં કેવાં છે ? અને તે દ્રવ્યો કેવાં કેવાં હોવા જોઈએ ? તે દ્રવ્યોના ગુણધર્મ શું છે ? તે દ્રવ્યોનું સ્વરૂપ શું છે ? તે દ્રવ્યોનું વિરૂપ શું છે ? તે દ્રવ્યોનો સ્વભાવ શું છે ? તે દ્રવ્યોનો વિભાવ શું છે ? વિગેરે વિગેરેની વિસ્તૃત વિચારણા કરવામાં આવેલ છે.
ત્યારબાદ બીજા ક્રમે ચરણકરણાનુયોગને સ્થાન આપ્યું છે. દ્રવ્યાનુયોગમાં દ્રવ્યની હકીકત આપી દીધાં પછી ચરણકરણાનુયોગની જરૂર શા માટે પડી ? ચરણ એટલે રોજબરોજની દૈનિક આચરણ - વર્તન - ચારિત્રની ક્રિયાઓ. જે સીત્તેર છે અને કરણ એટલે કે જરૂર પડે ત્યારે આચરવાની ક્રિયાઓ જે પણ સીત્તેર છે. ટુંકમાં કહીએ તો ચરણ એટલે ચારિત્ર અર્થાત્ સંયમ્ અને કરણ એટલે તપ અર્થાત્ ઈન્દ્રિયદમન. દ્રવ્યાનુયોગમાં દ્રવ્યની વિચારણા દ્વારા સમજાવવામાં આવ્યું છે કે આ વિશ્વમાં જો કોઈ દ્રવ્યની દુર્દશા થઈ હોય તો તે જીવદળ - જીવદ્રવ્યની જ થઈ છે. કારણ કે જીવદ્રવ્ય (સંસારીજીવ) એના નિયમમાં સ્વરૂપમાં નથી. બાકી બીજાં બધાંય દ્રવ્યો એના નિયમાનુસાર સ્વભાવગત વર્તી રહ્યા છે. પણ એટલું યાદ રહે કે જીવ સિવાયના બીજાં દ્રવ્યો જડ છે અને જડ હોવાના કારણે વેદન નથી. વેદન નથી એટલે એ દ્રવ્યોને માટે સુખ દુ:ખનો પ્રશ્ન નથી. વેદન માત્ર જીવ દ્રવ્યને છે અને તેથી જ જો સુખ દુ:ખનો પ્રશ્ન કોઈએ હલ કરવાનો હોય તો તે માત્ર જીવદ્રવ્યે જ હલ કરવાનો છે, કેમકે સંસારી જીવ ક્યાંક સુખી છે કે કયાંક દુ:ખી છે. સંસારીજીવ દ્રવ્યની આવી દશાનું કારણ એ છે કે તે તેના પોતાના સાચા રૂપમાં અર્થાત્ સ્વરૂપ દશામાં નથી.
Page #452
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
જીવદ્રવ્યના મૂળ શુદ્ધ સ્વરૂપને અને તેની વર્તમાન અવસ્થા (દશા) ને દ્રવ્યાનુયોગમાં સમજાવ્યા બાદ, જીવને તેની વિભાવદશામાંથી સ્વભાવદશામાં કેમ જવું, વર્તમાન અશુદ્ધ વિરૂપદશામાંથી સ્વરૂપને કેમ પામવું તેની આખીય પ્રક્રિયા અર્થાત્ આત્મામાંથી પરમાત્મા બનવાની, આત્માના અમરત્વની પ્રાપ્તિની પ્રક્રિયા - સાધના ચરણકરણાનુયોગમાં બતાડી છે અને તેથી જ ચાર અનુયોગના ક્રમમાં તેને બીજા સ્થાને મુકેલ છે.
ચરણ એટલે ચારિત્ર કે સંયમ જે કાચપ્રધાન છે અને કરણ એટલે તપ જે ઈન્દ્રિયપ્રધાન છે. અર્થાત્ ઈન્દ્રિયદમન તે તપ. નિયમમાં નથી તેને નિયમમાં લાવવા માટે સંચમની અને તપની જરૂર છે. જ્ઞાન અને દર્શન જે જીવના નિજગુણ છે, એ જીવના જ્ઞાન-દર્શનનું સ્વરૂપ કેવું છે એ દ્રવ્યાનુયોગમાં સમજાવવામાં આવેલ છે. જ્ઞાન-દર્શનનું સાચું સ્વરૂપ અનંત રસરૂપ છે. અનંત દર્શન અને અનંત જ્ઞાનમાં જે સહજ સ્વાભાવિક આનંદવેદન છે તે અનંત રસરૂપ સહજાનંદ વેદન છે જે સ્વાધીન છે, સંપૂર્ણ છે, સર્વોચ્ચ છે અને શાશ્વત છે. બગડેલાં, વિકૃત થયેલાં, એ વિકારી જ્ઞાન-દર્શનને સુધારવા માટે જ ચરણકરણાનુયોગ છે. જ્ઞાન-દર્શનના શુદ્ધિકરણની પ્રક્રિયા (Process), સાધના તે જ ચરણકરણાનુયોગ. દ્રવ્યાનુયોગમાં દર્દ અને દર્દીની વાત થઈ, પણ તે દર્દીના દર્દને કાઢવાની, દવા, ઉપાય, ઈલાજ ચરણકરણાનુયોગમાં બતાવેલ છે. - દ્રવ્યાનુયોગમાં જીવાત્માનું સ્વરૂપ વર્ણવ્યું અને ચરણકરણાનુયોગમાં તે જીવાત્માના શુદ્ધિકરણની પ્રક્રિયા બતાવી તો ખરી, પરંતુ જો કોઈ જીવાત્મા એ પ્રમાણેની પ્રક્રિયા દ્વારા સર્વજ્ઞ, સર્વદર્શી પરમાત્મા - શુદ્ધાત્મા - સિદ્ધાત્મા થયો જ ન હોય તો પછી દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગના પદાર્થો પ્રમાણભૂત ઠરે કેમ ? કોઈ દષ્ટાંત, દાખલા, ઉદાહરણ વિના દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગની વાતો સત્ય છે એમ કેમ કરી મનાય ?
દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગની વાતો પ્રમાણભૂત છે એ દર્શાવવા ત્રીજા ક્રમે ધર્મકથાનુયોગ આપ્યો કે જે અનુયોગમાં જે જે જીવો શુદ્ધ થઈ કેવળી ભગવંત - પરમાત્મ ભગવંત બની વર્તમાનમાં વિચારી રહ્યાં છે, શુદ્ધાત્મા સિદ્ધાત્મા થઈ લોકાગ્ર શિખરે સિદ્ધશિલારૂઢ થયાં છે અને ભવિષ્યમાં થનાર છે એ બધાંચ જીવાત્માની કથા આવે છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
28
પરિશિષ્ટ - ૩
અંતે ચોથા ક્રમે ગણિતાનુયોગ મૂકયો. દ્રવ્ય છે તો દ્રવ્ય કેટલાં છે ? જીવની સંખ્યા કેટલી ? કેટલાં જીવાત્મા પરમાત્મા થયાં? જે જે દ્રવ્યો છે એ દ્રવ્યોની પોતાની કેટલી સંખ્યા છે વિગેરે જે કાંઈ છે તેનું નિશ્ચિત ગણિત, ગણિતાનુયોગમાં આપેલ છે. આ વિશ્વમાં જે કાંઈ બધું છે એનું ગણિત જોઈએ. એ માટે જ ગણિતાનુયોગ મૂક્યો. આમ જૈન દર્શને જેને પદાર્થ વિજ્ઞાનની સાથે સાથે જેના ઈતિહાસ, જેન ભૂગોળ, જેન લલિત સાહિત્ય, જેન તત્ત્વજ્ઞાન આપવાની સાથે જેન ગણિત (Mathematics) પણ આપેલ છે જે, એ દર્શનની સર્વાગીતા સૂચવે છે.
કેવળજ્ઞાન વિષેની વાતો જે છે એ દ્રવ્યાનુયોગ છે. કેવળજ્ઞાન પ્રાપ્તિની પ્રકિયા - સાધનાની વાતો છે તે ચરણારણાનુયોગ છે. કેવળજ્ઞાની ભગવંત અર્થાત્ કેવળીના જીવનવૃતાંત છે એ કથાનુયોગ છે અને બધાંચની ગણતરી જે કરી આપે છે તે ગણિતાનયોગ છે.
દ્રવ્યાનુયોગથી આત્મા, આત્માને ઓળખે, આત્માને ઓળખ્યા (જાણ્યા) બાદ આત્મામાં રહેલાં દોષોનું નિરાકરણ, નિવારણ ચરણકરણાનુયોગ દ્વારા થાય અને એ માર્ગે આગળ વધવા આદર્શ, આલંબન પૂરું પાડે ધર્મકથાનુયોગ. આમ દ્રવ્યાનુયોગથી આત્મા, પરમાત્માની ઓળખ થાય, ચરણકરણાનુયોગથી આત્મા પવિત્ર બને, કથાનુયોગથી આદર્શ - લક્ષ્ય બંધાય, ભાવના સુધરે, ભાવિક થવાય અને ગણિતાનુયોગથી બુદ્ધિ સૂમ બને, લક્ષ વેદી એકાગ્ર થવાય. દ્રવ્યાનુયોગથી મન લીન થાય છે. ચરણકરણાનુયોગથી મન શુદ્ધ થાય છે. ધર્મકથાનુયોગથી મન નમ્ર થાય છે અને ગણિતાનુયોગથી મન વિશાળ થાય છે.
દ્રવ્યાનુયોગ કે જે મૂળ પદાર્થશોધન છે તેનાથી સહજ ધ્યાન થાય છે, જેના પરિણામરૂપ સહજજ્ઞાન - બ્રહ્મજ્ઞાન - કેવળજ્ઞાનનું પ્રગટીકરણ થાય છે. દ્રવ્યાનુયોગ એટલે પ્રત્યેક પદાર્થનું મૂળ શોધવું. આમ દ્રવ્યાનુયોગ એટલે પદાર્થશોધન દ્વારા સ્વરૂપ શોધન. દ્રવ્યાનુયોગથી વિશ્વના પાંચ મૂળભૂત અનાદિ-અનંત, નિષ્પન્ન અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ તત્ત્વો (પદાર્થો) છે તેના શુદ્ધાશુદ્ધ સ્વરૂપ સમજણથી આત્માના સ્વરૂપનું યથાવત્ જ્ઞાન, ભાના થાય તો સહજ ધ્યાની થવાય કે જે સહજ ધ્યાનથી સહજજ્ઞાની - કેવળજ્ઞાની
Page #454
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
બનાય.
3
સહજ જ્ઞાન સાધ્ય છે, ધ્યેય છે જ્યારે સહજ ધ્યાન એ સાધન છે. સહજ ધ્યાન દ્રવ્યાનુયોગથી સુલભ બને છે. દ્રવ્યાનુયોગથી આત્મતત્ત્વની જાણ થાય છે અને જે આત્માને જાણે છે તેને બીજું કાંઈ જાણવાની જરૂર નથી.
// ામ્ નાળતિ સવ્વ નાળતિ II
जब जान्यो निजरूपको तब जान्यो सबलोक;
नही जान्यो निजरूपको, सब जान्यो सो फोक.
29
આત્મા સિવાયનું બીજું બધું ય જાણવું હેય એટલે ત્યાજ્ય છે. એ છોડવાનું છે. સર્વ વિકલ્પોને છોડી નિર્વિકલ્પ થવાનું છે. જેણે આત્માને જાણ્યો છે તેણે બીજાં શાસ્ત્રોને જાણવાની જરૂર નથી. દ્રવ્યાનુયોગનું આટલું મહાત્મ્ય સ્વીકાર્યા બાદ હવે આપણે દ્રવ્ય ગુણ - પર્યાયની વિચારણા તરફ વળીએ.
-
દ્રવ્ય : પદાર્થવિજ્ઞાન જેમ જગતનાં મૂળભૂત ભૌતિક તત્ત્વો - ભૌતિક પદાર્થની વાત કરે છે તેમ દ્રવ્યાનુયોગ જગત કહેતાં વિશ્વ-બ્રહ્માંડ cosmose-universe જે મૂળભૂત તત્ત્વના આધારે ચાલે છે તે તત્ત્વોની વાત કરે છે. આ મૂળભૂત તત્ત્વો ફકત પાંચ દ્રવ્યો છે. આ પાંચે ય તત્ત્વોને અસ્તિકાય તરીકે ઓળખવામાં આવે છે. અસ્તિ એટલે પ્રદેશ એ એનો દાર્શનિક પારિભાષિક અર્થ છે. આમ તો અસ્તિનો અર્થ હોવું Being થાય છે. આ પાંચે અસ્તિકાય સર્વકાળ હોય છે. તે સર્વદા હોય છે એટલે અસ્તિ કહેવાય છે. કાય એટલે સમુહ અથવા પિંડ. પ્રદેશોનો પિંડ એટલે અસ્તિકાય. આ પાંચ મૂળભૂત અસ્તિકાયોના - પ્રદેશપિંડના નામ છે... (૧) આકાશાસ્તિકાય (૨) ધર્માસ્તિકાય (૩) અધર્માસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) જીવાસ્તિકાય.
આ પાંચ અસ્તિકાય પૈકીના પ્રથમ ચાર અસ્તિકાય જડ છે. જીવ નથી એટલે અજીવ છે. જ્યારે પાંચમુ જીવાસ્તિકાય ચેતે છે એટલે ચેતન છે અને જીવવા ઈચ્છે એટલે જીવ છે. વળી આમાંના પ્રથમ ત્રણ તત્ત્વોનું કેવળ અસ્તિત્વ છે અને ત્રણે ય પોત પોતાના સ્વભાવ અર્થાત્ સ્વ ગુણ પ્રમાણેનું કાર્ય પોત પોતાના સ્વ સ્થાને રહીને બાકીના બીજાં કોઈ પણ દ્રવ્યનાં ગુણને લેશમાત્ર ક્ષતિ (બાધા) પ્હોંચાડ્યા વિના કરે છે. ટુંકમાં કોઈ પણ જાતની અસર એટલે
Page #455
--------------------------------------------------------------------------
________________
30
પરિશિષ્ટ - ૩
કે બાધા હોંચાડ્યા વિના કે બાધા પામ્યા વિના અવ્યાબાધ રહીને સ્વ ગુણ કાર્ય કરે છે. તેથી જ પાંચ પૈકીના આ ત્રણ મૂળભૂત તત્ત્વો - દ્રવ્યો શુદ્ધ છે. એથી જ તે ત્રણે ય અરૂપી છે અને શુદ્ધ છે. રૂપી શું ? અને અરૂપી શું? એ વિષે વિચારણા આગળ ઉપર કરીશું.
ચોથું મૂળભૂત તત્ત્વ-દ્રવ્ય પુદ્ગલાસ્તિકાય છે તે પણ જડ છે. પરંતુ એ દ્રવ્ય રૂપી છે. જ્યારે પાંચમું મૂળભૂત તત્ત્વ-દ્રવ્ય જીવાસ્તિકાય એના મૂળ શુદ્ધ
સ્વરૂપમાં અર્થાત્ એના પરમ સ્વરૂપમાં અરૂપી છે અને જ્ઞાયક, વેદક, ચેતક હોવાથી ચેતન છે. જીવાસ્તિકાયનું શુદ્ધ સ્વરૂપ, પરમાત્મસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ તરીકે ઓળખાય છે જે આત્યંતિક શુદ્ધાવસ્થા, સ્વરૂપાવસ્થા, સહભાવસ્થા છે. પરંતુ એ જ જીવાસ્તિકાય એના અનાદિના અશુદ્ધ સ્વરૂપમાં એ ચેતન હોવા છતાં પુલાસ્તિકાય સંયોગે રૂપી છે. એ એનું સાંયોગિક સ્વરૂપ છે અને તે જીવનું સાંસારિક સ્વરૂપ હોવાથી એવાં જીવાસ્તિકાયને સંસારી જીવ કહેવાય છે. જીવને એનું એ સંસારીપણું, રૂપીપણું રૂપી એવાં પુદ્ગલાસ્તિકાયને કારણે પ્રાપ્ત થયું છે તેથી સાંયોગિક છે.
જગત આખામાં જગત આખાની જે કાંઈ રમત ચાલી રહી છે, જે કાંઈ દુન્યવી - જાગતિક નાટક જગત રંગમંચ ઉપર ભજવાઈ રહ્યું છે, જે કાંઈ ઘટનાઓ ઘટી રહી છે, જે કાંઈ બનાવો બની રહ્યાં છે, જે કાંઈ ખેલ ખેલાઈ રહ્યાં છે તે સર્વ બીજું કાંઈ નહિ પણ આ જીવ કહેતાં જીવાસ્તિકાય અને પુદ્ગલા કહેતાં પુદ્ગલાસ્તિકાયની રમત જ છે.
પ્રથમ ત્રણ તત્વો અગાઉ જણાવ્યા મુજબ અવ્યાબાધ છે એટલે કે એમનામાં બાધ્ય-બાધક ભાવ નથી અર્થાત્ અરસપરસ અસરઅભાવ છે. અર્થાત્ શૂન્ય તત્વ છે. આ ત્રણે ય તત્ત્વો નિર્દોષ તત્ત્વો છે. અન્ય તત્ત્વો સાથેનો, આ ત્રણે ય તત્ત્વોનો સંબંધ સર્વથા નિર્દોષ સંબંધ છે.
જ્યારે આથી વિપરીત પુદ્ગલ અને જીવાસ્તિકાય (સંસારી - અશુદ્ધજીવ)માં બાધ્ય બાધકતા છે અર્થાત્ ઉભય અરસપરસ એકબીજાને અસર (બાધા) હોંચાડે છે અને એકબીજાથી બાધા (અસર) પામે છે. આ ઉભય અસ્તિકાયનો સંબંધ સદોષ સંબંધ છે. સંસારીજીવે, પુદ્ગલની આ બધામાંથી મુક્ત થવાનું
Page #456
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
31
છે. સદોષમાંથી નિર્દોષ બનાવાનું છે માટે જ વર્તમાનમાં યમ, નિયમ, સંયમમાં રહી નિર્દોષ વ્યવહાર કરવાનો છે. આ માટે જ થઈને દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભ્યાસ કરવાનો છે. જીવ પુદ્ગલ સાથે સદોષ સંબંધથી ક્ષીરનીર જેમ બદ્ધ થવાં છતાં જીવ પોતાનું જીવત્વ - ચેતનત્વ અકબંધ અખંડ જાળવી રાખે છે ભલે તેણે અનાદિથી પુદ્ગલસંગે પોતાનું પૂર્ણત્વ - શુદ્ધત્વ ગુમાવી દીધું છે. ચેતન, ચેતન રહે છે - જીવ, જીવ જ રહે છે અને અજીવ જડ થઈ જતો નથી માટે તે પુરુષાર્થ કરે તો પોતાના પુરુષ (આત્મા)ના પૂર્ણત્વને - શુદ્ધત્વને પામી શકે છે. ભાંગ્યું ભાંગ્યું તો ય ભરૂચ છે ! ખંડિયેર તો પણ તે મહેલનું છે ! અશુદ્ધ તો ય આત્મા છે ! પૂર્ણ નહિ તો ય પૂર્ણનો જીવંત અંશ છે ! એથી જ તો જ્ઞાનીએ કહ્યું છે કે.....
અંશ પણ નવિ ઘટે પુરણ દ્રવ્યના, દ્રવ્ય પણ કિમ કહું દ્રવ્યના ગુણ વિના,
અકલ ને અલખ એમ જીવ, અતિ તંતથી પ્રથમ અંગ વઘુ અપદને પદ નથી. છતાંય પુરણ નો હોવા છતાં ય અંશ છે. અંશ પૂર્ણની બરોબરી કરી શકે નહિ. A part cannot be equal to whole. અંશ (વિકલ) અખંડ (સકલ) બરોબર-સમ નહિ હોય શકે. શરીરના અવયવો, શરીરની સાથે જ શોભે. અવયવ કપાયા બાદ શરીર પણ સારું નહિ લાગે, એવો શરીરી, અપંગ-વિકલાંગ કહેવાય જે પૂર્ણાગ-સર્વાગની બરોબરી કરી શકે નહિ.
પાંચ મૂળભૂત દ્રવ્યો વિષે આટલી પૂર્વભૂમિકા બાંધ્યા બાદ હવે આગળ દ્રવ્ય શું છે ? એ વિષે વિચારીશું.
જે અનાદિ - અનંત નિષ્પન્ન, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ, સ્વતંત્ર, સ્વાધીન હોય તે મૂળભૂત દ્રવ્ય છે. બ્રહ્માંડમાં આવાં દ્રવ્યો કેવળ અગાઉ જણાવ્યા મુજબના પાંચ દ્રવ્યો છે. વળી જે ઘુવ છે, નિત્ય છે, સત્ છે, સદા સર્વદા છે તે મૂળભૂત દ્રવ્ય છે.
જેના દર્શને ચાર સૂત્રાત્મક વાક્યોથી દ્રવ્યની વ્યાખ્યા બાંધી છે.
Page #457
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
(1) II ગુણ પર્યાયવત વ્યા
જે ગુણ અને પર્યાયથી યુક્ત છે તે દ્રવ્ય છે. ગુણ એ દ્રવ્ય ભેદક છે. અને પર્યાય એ ગુણ ભેદક છે. દ્રવ્યની ઓળખ એના ગુણથી છે અને ગુણની ઓળખ એના પર્યાયથી છે. “દતિ રૂતિ દ્રવ્ય’ સ્થિર રહી ઉત્પાદ-વ્યય એટલે પર્યાયરૂપે જે દ્રવ્યા કરે છે તે દ્રવ્ય છે.
જેની ઉત્પત્તિ નથી કે જેનો વિનાશ નથી તે દ્રવ્ય છે. તે અનાદિ અનંતા છે. જેની ઉત્પત્તિ અને વિનાશ છે તે પર્યાય છે જે સાદિ સાન્ત છે ને દ્રવ્યના આધારે છે. દ્રવ્યના ધર્મ કે જેનાથી તે તે દ્રવ્યની ઓળખ થાય છે અને જે દ્રવ્યની સાથે ને સાથે રહે છે તે દ્રવ્યના ગુણ છે.
(૨) II જ દ્રવ્ય ત્રણ II
જેનું લક્ષણ, સત્ કહેતા અવિનાશી છે, નિત્ય છે, ધ્રુવ છે, શાશ્વત છે, તે સત્ છે. અને સત્ છે તે દ્રવ્ય છે.
(૩) I Fાર વ્યય ધ્રૌવ્યયુક્ત સત્ II.
જે ઉત્પાદ, વ્યય, ધ્રુવ યુકત સત્ છે તે દ્રવ્ય છે. આ વ્યાખ્યા પાંચે અસ્તિકામાં અને વિશેષ કરીને પુલાસ્તિકાયમાં ઘટે છે. બાકીના ચાર અસ્તિકામાં આ વ્યાખ્યા તે અસ્તિકાયો વિષે એના અગુરુલઘુ ગુણમાં જે પદ્ગણ હાનિ-વૃદ્ધિ ભાવ છે તેને અનુલક્ષીને કરાયેલ છે. " (૪) II અર્થ રિયાવર જતુ II
જે નિજગુણ અનુસાર કાર્ય કરે છે તે સત છે અને તે દ્રવ્ય છે. સ્વગુણ અનુસાર સ્વાભાવિક થતું કાર્ય સહજ જ હોય છે એટલે કે એ પ્રયત્નપૂર્વક થતું સપ્રયત્ન, સંકલ્પપૂર્વકનું કે સહેતુક કાર્ય હોતું નથી. જેમકે પૂષ્પનો પમરાટ, જલની શીતળતા, જળાશયનું જલપ્રદાનત્વ, વૃક્ષનું ફલપ્રદાન– ઈત્યાદિ.
જે ઉપરોક્ત ચાર સૂત્રાત્મક વ્યાખ્યામાં બંધ બેસે છે તે દ્રવ્ય છે. ટુંકમાં ઉત્પન છે તે પર્યાય છે. સંપન છે તે ગુણ છે. નિષ્પન છે તે દ્રવ્ય છે. આવા દ્રવ્યના પાછા ત્રણ વિભાગ પડે છે. (૧) દ્રવ્યના પ્રદેશોની સંખ્યા,
Page #458
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ 3
(૨) દ્રવ્યના ગુણ અર્થાત્ જાતિત્વ - જાતિપણું, (૩) દ્રવ્યના ગુણના પર્યાય અર્થાત્ ગુણ કાર્ય.
33
પાંચેય દ્રવ્યમાં પોત પોતાના નિજગુણ અને પર્યાય રહેલાં હોય છે. દ્રવ્ય એ આધાર છે - અધિષ્ઠાતા છે. એ અધિષ્ઠાતા દ્રવ્યના આધારે રહેલાં ગુણ અને પર્યાય છે તે આધેય છે. સ્થૂલ ઉદાહરણથી સ્પષ્ટ કરીએ તો....
સાકર એ દ્રવ્ય છે અને સાકરને સાકર તરીકે ઓળખવાનાર સાકરનો ગુણ મીઠાશ એ સાકરના આધારે સાકરમાં વ્યાપીને રહેલ છે. સાકર આધાર દ્રવ્ય છે અને સાકરની મીઠાશ એ સાકરનો ગુણ આધેય છે. સાકર મીઠાશ વિનાની નહિ હોય અને સાકરની મીઠાશ સાકર વિના સ્વતંત્ર નહિ હોય.
પાંચેય દ્રવ્યો સપ્રદેશી છે. પરંતુ પ્રદેશની સંખ્યા જુદી જુદી છે. આકાશસ્તિકાય દ્રવ્ય એક અને અખંડ હોવા છતાં લોકાલોક વ્યાપીને રહેલ છે જેના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના વિસ્તારથી લોકાકાશ (જ્યાં પાંચેય અસ્તિકાય વ્યાપી રહેલ છે) અને અલોકાકાશ (જ્યાં માત્ર આકાશાસ્તિકાય છે) એવાં બે વિભાગ પડે છે. એ સઘળાંય લોકાલોક આકાશના પ્રદેશોની સંખ્યા અનંતાનંત છે. આમ સમસ્ત આકાશ અનંતાનંત પ્રદેશી છે. જ્યારે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક અને અખંડ હોવા છતાં તે ઉભય દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી છે.
પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય પુરણ-ગલન સ્વભાવવાળું હોવાથી તેનો એક અવિભાજ્ય અંશ અર્થાત્ પરમાણુ પણ અનેકવિધ પરિણામ પામવાની શકિતવાળો હોવાથી અનંતપ્રદેશી છે અને વળી એવાં પુદ્ગલ પરમાણુની સંખ્યા પણ અનંત છે. પુદ્ગલના પાછા સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવાં ચાર ભાગ પડે છે પરંતુ પરમાણુ સ્વયં સ્વતંત્ર એકપ્રદેશી છે એ પરમાણુના જ દ્વયાણુક (બે પરમાણુની સંલગ્નસ્થિતિ) માંડીને સંખ્યાતા પ્રદેશ, અસંખ્યાતા પ્રદેશ અને અનંતા પ્રદેશના સ્કંધ બને છે. પુદ્ગલ પરમાણુ એક જ સ્વતંત્ર હોય ત્યારે પરમાણુ કહેવાય છે જે પુદ્ગલનો અવિભાજ્ય undivisible અંશ છે. જયારે પુદ્ગલ પરમાણુ સ્વતંત્ર ન રહેતાં પુદ્ગલસ્કંધ (સ્કંધ - જથ્થો-Mass) સાથે સંલગ્ન (જોડાયેલ) હોય છે ત્યારે તે પ્રદેશ કહેવાય છે.
Page #459
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
જીવાસ્તિકાય પોતે અસંખ્યાત પ્રદેશી છે પરંતુ જીવોની સંખ્યા અનંતી
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક એક દ્રવ્ય હોવા છતાં વ્યાપક નથી. ઉભય અસંખ્યાત પ્રદેશોનો બનેલ એક એક સ્કંધ છે. એ જ પ્રમાણે પુદ્ગલાસ્તિકાય પણ અનંત હોવા છતાં સર્વવ્યાપક નથી કેમકે અલોકાકાશમાં નથી. તેમ સંસારીજીવો પણ અનંતા હોવા છતાં સર્વવ્યાપક નથી. જ્યારે સિતાના જીવો અનંતા છે અને એ અનંતા સિદ્ધના જીવો એમના કેવળજ્ઞાન વડે સર્વવ્યાપક છે. સિદ્ધના જીવો તેમજ સર્વ કેવળજ્ઞાની ભગવંતો એમના જ્ઞાનગુણ વડે કરીને લોકાલોક સર્વવ્યાપી છે અર્થાત્ લોકાલોક પ્રકાશક છે.
કેવળજ્ઞાન ગુણથી સર્વ કેવલી ભગવંતોમાં એક છે અર્થાત સામ્ય છે. આત્માના અનંત ગુણો હોવા છતાં તે સર્વ ગુણોના વેદદાર માનદ તો એમનો એક અદ્વિતીય, અજોડ છે અને સહુ કેવળજ્ઞાની ભગવંતનો સરખો છે. એ પરમાવસ્થાની પેલે પાર જ્ઞાન અને આનંદની આગળ કોઈ ભેદ નથી, તરતમતા નથી અને તેથી જ પરમાત્માના વિશેષણો છે.”
* ક્રિતીયન શુદ્ધ નિત્યમ પૂર્ણ ____ निर्गुणं निष्क्रियं. शांतम् निरवद्यं निरंजनम् ॥ પાંચ દ્રવ્યોમાં માત્ર જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો બદ્ધ સંબંધથી પરિણામી છે. બાકીના ત્રણ દ્રવ્યો અપરિણામી હોવા છત સ્વભાવે સ્વ ગુણ-પર્યાયમાં પરિણામી છે. તે જ પ્રમાણે જીવ અને પુદ્ગલ પણ પાછા સ્વી ગુણ-પર્યાયમાં તો પરિણામી છે જ.
પાંચે દ્રવ્યોમાં એક માત્ર પુદ્ગલદ્રવ્ય મૂર્તિ અને રૂપી છે. સંસારીજીવા અર્થાત્ અશુદ્ધાત્મા પણ અનાદિથી પુદ્ગલસંગે મૂર્ત અને રૂપી છે. બાકીજીવા એના શુદ્ધસ્વરૂપમાં - સિદ્ધસ્વરૂપમાં - બ્રહ્મસ્વરૂપમાં તો અમૂર્ત, અરૂપી છે.
પી-અાપી-પૂર્વ-અમૂર્તઃ મૂર્ત એટલે આકાર યુક્ત. મૂર્ત એટલે સંસ્થાન, આકાર. જેને આકાર છે, જે આકાર સહિત સાકાર છે તે મૂર્ત છે. વાસ્તવિક પાંચે દ્રવ્યોને પોતપોતાનો આકાર તો છે જ અને તે દ્રષ્ટિએ પાંચે દ્રવ્યો મૂર્ત છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યના આકારો બદલાયા કરે છે તેથી તેને મૂર્ત કહેલ છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
બાકીના ચાર દ્રવ્યો આકાશ, ધર્મ અને અધર્માસ્તિકાય તથા પરમાત્મસ્વરૂપે જીવ એકજ આકારમાં ત્રણે કાળ હોવાથી અર્થાત્ એકાકાર હોવાથી અમૂર્ત છે.
અરૂપી દ્રવ્ય ચર્મચક્ષુથી દશ્ય નથી. અરૂપી દ્રવ્યને વર્ણ નથી. પુદ્ગલદ્રવ્યા સિવાયના ચારેય દ્રવ્યો અરૂપી છે જ્યારે પુદ્ગલદ્રવ્ય અને પુદ્ગલસંગે જીવ-સંસારી જીવ રૂપી છે અને મૂર્ત છે. એટલે કે રૂપારૂપી છે. એ પરિવર્તનશીલા અને પરિભ્રમણશીલ છે. જેનાં રૂપમાં રૂપરૂપાંતરતા છે, મૂર્ત મૂર્તીતરતા છે તે રૂપી અને મૂર્ત પદાર્થોનું બનવાનું, બગડવાનું ચાલુ જ રહે છે અને ક્ષેત્રમંતર થયાં કરે છે. જેનું નિરંતર પરિવર્તન અને પરિભ્રમણ થયાં જ કરે છે તે પુદ્ગલદ્રવ્ય છે. પુરણ અને ગલન સતત થયાં જ કરે છે. ચોદે રાજલોકમાં સતત એનો
ઝળપાટ ચાલુ રહે છે. અમુક સમય સુધી જો પુદ્ગલ કોઈ એક ક્ષેત્રે સ્થિર રહે તો પણ તેનું રૂપાંતર - પરિવર્તન તો નિરંતર ચાલુ જ રહે છે. પુરણ અને ગલન સતત ચાલુ હોવાથી તે દ્રવ્ય પુલ કહેવાય છે. પુદ્ગલદ્રવ્યનું રૂપ બદલાતાં નામ બદલાય છે. ખેતરના “ઘ” ઘરે ‘લોટ’ રૂપે પરિણમે છે અને રસોડામાં રોટલી, ભાખરી, પૂરી, લાડવો બને છે ત્યારે તે તે નામે ઓળખાય. છે. ૩પ કરે એટલે નામ કરે અને રૂપ નામ કરે એટલે કાર્ય કરે.
જે સદા સર્વદા એકજ આકારમાં હોય છે તે અરૂપી છે, અમૂર્ત છે. એ અનામી હોય છે, અવિનાશી હોય છે, નિત્ય હોય છે, અક્રિય હોય છે, અખંડ હોય છે, પૂર્ણ હોય છે. સર્વ શબ્દોનો લક્ષ્યાર્થ એક જ છે.
ક્ષેત્ર-ક્ષેત્રી : પાંચ દ્રવ્યોમાં આકાશ ક્ષેત્ર છે અને બાકીના ચાર દ્રવ્યો આકાશમાં અવગાહના લઈને રહે છે તેથી તે ચારેય દ્રવ્યો ક્ષેત્રી છે.
ય-wiાતા : જીવાસ્તિકાય જ્ઞાતા છે અને બાકીના ચારેય દ્રવ્યોને જીવાસ્તિકાય ખ્યાતિ આપે છે તેથી તે જોય છે. જીવ જ્ઞાનથી સર્વગત છે. આકાશ ક્ષેત્રથી સર્વગત છે. બાકીના દ્રવ્યો અસર્વગત છે.
દ્રવ્યની આટલી વિચારણા બાદ હવે આપણે ગુણ વિષે વિચારીશું.
ગુણ : શું છે ? એ પ્રશ્નના ઉત્તરથી દ્રવ્ય વિષે જાણકારી મળે છે. કેવું છે ?
Page #461
--------------------------------------------------------------------------
________________
86
પરિશિષ્ટ - ૩
એ પ્રશ્નના ઉત્તરથી દ્રવ્યના ગુણ-પર્યાય વિષે જાણકારી મળે છે.
ગુણ એ અગાઉ જણાવ્યા મુજબ દ્રવ્યમાં ભેદ પાડે છે. એટલે કે દ્રવ્યની ઓળખ આપે છે. આમ ગુણ એ દ્રવ્યનો ધર્મ છે. ગુણ એ દ્રવ્યનો સ્વભાવ છે. વસ્તુનું વસ્તુત્વ અર્થાત્ વસ્તુ સ્વભાવ એ ગુણ છે. પદાર્થ વિજ્ઞાનમાં પણ ગુણધર્મો પરથી નિશ્ચિત કયો પદાર્થ છે તેનો નિર્ણય થતો હોય છે. જેમકે રંગ પીળો છે, અકાઢે છે અને ઘનતા અમુક છે તો તે સોનું છે. કોઈપણ દ્રવ્ય ગુણ વિનાનું હોઈ શકે નહિ. દ્રવ્ય હોય તો તેનામાં અમુક ગુણ હોવા જ જોઈએ.
ગુણના બે ભેદ પડે છે. સામાન્ય અને વિશેષ. જે ગુણ એક કરતાં અધિક દ્રવ્યમાં હોય તેને સામાન્યગુણ કહેવાય છે જ્યારે જે ગુણ તે દ્રવ્યનો પોતાનો. આગવો વિશિષ્ટ ગુણ હોય તેને વિશેષગુણ કહેવાય છે. એ વિશેષગુણને પરમગુણ, પરમભાવ કે સ્વભાવ પણ કહેવાય છે. સામાન્ય ગુણ દશ છે અને વિશેષ ગુણ સોળ છે.
સામાન્ય ગુણ :
(૧) અસ્તિત્વ: પ્રદેશત્વથી ત્રિકાળ, સદા, સર્વદા, સર્વકાળ વિધમાના હોવું એ તે દ્રવ્યનો અસ્તિત્વ ગુણ કહેવાય છે.
(૨) વસ્તુત્વ : ગુણક્રિયાના સાતત્ય (નિરંતરતા)ને વસ્તુત્વ કહે છે. ઉદાહરણ તરીકે જીવનો ગુણ જ્ઞાન છે. કોઈપણ જીવાસ્તિકાય દ્રવ્ય જ્ઞાયકતા અને વેદકતા વિહોણુ નહિ હોય. જીવના આ જ્ઞાનગુણ એટલે કે જોવા, જાણવા, વેદવાની ક્રિયાનું સાતત્ય જે ચાલુ છે તે જીવનો વસ્તુત્વ ગુણ છે. જીવ અમુક સમય જ જુએ, જાણે, વેદે અને અમુક સમય જુએ, જાણે, વેદે નહિ અર્થાત્ તેટલો સમય જીવ, જીવ મટી અજીવ (જડ) થઈ જાય એવું કયારેય બનતું. નથી. વધુ સ્પષ્ટ એક ઉદાહરણ લઈને કરીએ. સાકરમાં સાકરની મીઠાશ કાયમ સાકરની સાથે હોય છે. સાકર એવી નથી હોતી કે તેની મીઠાશ સવારે ૮ થી. ૧૨ હોય અને બપોરે ૧૨ થી ૪ નહિ હોય. એમ જે સાકર મીઠાશ વિનાની થઈ જતી હોય તો તે સાકર કહેવાય નહિ. ટૂંકમાં ગુણની દ્રવ્ય સાથેની અભેદતા એ દ્રવ્યનું વસ્તુત્વ, ગુણ દ્રવ્યનો સહભાવી છે. ગુણ એ દ્રવ્ય સ્વભાવ છે. ગુણ દ્રવ્યની મુડી છે. દ્રવ્ય ગુણ સંપન્ન હોય છે.
Page #462
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
37
(૩) વત્વ : II ગુખ પર્યાયવા દ્રવ્યમ્ II આ ચોક્કસ અમુક જ દ્રવ્ય છે, એવી દ્રવ્યની પ્રતીતિ કરાવનાર, દ્રવ્યની નિશ્ચિત ઓળખ આપનાર જે તત્ત્વ દ્રવ્યમાં રહેલ છે, તે તત્ત્વને તે દ્રવ્યત્વ કહેવાય છે. ટુંકમાં સ્વતન્ત તે દ્રવ્યત્વ.
(૪) પ્રદેશત્વ : જે કોઈ પણ દ્રવ્ય હોય તે પ્રદેશના સમુહરૂપ છે. અસ્તિકાય કે પ્રદેશપિંડરૂપ દ્રવ્ય હોય છે. પ્રદેશનું કદ અવિભાજ્ય હોય છે. એ અવિભાજ્ય પ્રદેશને કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પણ વિભાજિત કરી શકાતું નથી તેવું સૂક્ષ્માતિસૂક્ષ્મ હોય છે. આવો નાનામાં નાનો - ઝીણામાં ઝીણો. સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગ કે જેનાં આગળ ભાગ પાડવાં શક્ય નથી તેને પ્રદેશત્વ કહે છે. () મૂર્તત્વઃ “પરિણામી જીવમુત્તમ સપસએકા ખિત્તક્રિયાએ,
નિચ્ચ કારણ કત્તા સવ્વગય ઈયર અપવશે.” ઉપરની ગાથા નવતત્વની ગાથા છે. મૂળ ગાથા ઉત્તરાધ્યયન સૂત્રની છે મૂર્ત એટલે આકૃતિ. આકૃતિ એટલે સંસ્થાન. આકૃતિ એટલે દ્રવ્યએ પોતાના કદ પ્રમાણે આકાશક્ષેત્રે રોકેલ હદ-જગા. આકાશપ્રદેશે દ્રવ્યએ રોકેલ કદ તે દ્રવ્યનું મૂર્તત્વ. પાંચેય અસ્તિકાયના પ્રદેશપિંડને આકૃતિ - સંસ્થાન લાગુ પડે છે વચ્ચે પોતાના પ્રદેશપિંડથી આકાશમાં બાંધેલી હદ તે એ દ્રવ્યની મૂર્તિ.
ઉપરોક્ત વ્યાખ્યાનુસાર પાંચેય દ્રવ્યો મૂર્ત છે કેમકે પ્રત્યેક દ્રવ્યનું પોતાનું સંસ્થાન છે, આકૃતિ છે, મૂર્તિ છે. છતાં અગાઉ જણાવી ગયા મુજબ જે મૂરતા બદલાયા કરે છે અર્થાત્ મૂર્તમૂર્તીતરતા થયા કરે છે તે દ્રવ્ય જ વાસ્તવિક મૂર્ત છે. જ્યારે જે દ્રવ્યની પિંડાકૃતિ સ્થિર છે, જયાં મૂર્ત મૂર્તીતરતા નથી તે દ્રવ્ય અમૂર્ત છે. મૂર્તમૂર્તીતરતા નથી, તેને નિષેધ રૂપે વ્યકત કરવા માટે અમૂર્ત જણાવેલ છે. બાકી મૂળભૂત રીતે અમૂર્ત પણ મૂર્ત જ છે પરંતુ ત્રિકાળ તેની મૂરત એક છે. વળી જે મૂર્ત છે તે રૂપી છે અને અમૂર્ત છે તે અરૂપી છે.
દ્રવ્યનું ગુણકાર્ય છે તે એ દ્રવ્યનું રૂપ છે. દ્રવ્યનું આ રૂપ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે છે. નિત્ય એક જ ગુણકાર્ય છે. નિત્ય એક જ રૂપ છે તે અરૂપી છે. એક સરખું ગુણકાર્ય નથી તે અનિત્ય છે અને અનિત્ય છે તેનું
Page #463
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
ગુણકાર્ય એકસરખું હોતું નથી. એ જ પ્રમાણે જે અનિત્ય હોય છે તેનું રૂપ એકસરખું હોતું નથી પરંતુ તે બહુરૂપી હોય છે. રૂપ એ કાળવાચક શબ્દ છે જ્યાં ઉત્પાદ વ્યય હોય છે જ્યારે અમૂર્ત એક ક્ષેત્રવાચક શબ્દ છે. અમૂર્ત છે તે સ્થિર છે અને એક ક્ષેત્રી છે.
જે અસ્થિર છે તે મૂર્ત છે અને એમાં સંકોચ વિસ્તાર છે તથા ક્ષેત્રમંતરતા છે. જે દ્રવ્યના ગુણપર્યાયમાં અનિત્યતા છે તેના આધારરૂપ પ્રદેશ અસ્થિર છે. જે દ્રવ્યના ગુણપર્યાયમાં નિત્યતા છે તેના આધારરૂપ પ્રદેશ સ્થિર છે.
(9) ચેતનાત્વઃ ચેતનત્વ એટલે ચેતના, જ્ઞાન-દર્શન ઉપયોગ. ચિતિ ધાતુ ઉપરથી ચેતના શબ્દ ઉભવ્યો છે. જે સુખ દુઃખના વેદનમાં ચેતે, લાગણીશીલ બને તે ચેતન. ચેતવાના અર્થમાં વેદના અને જાણવાના અર્થમાં જ્ઞાનપ્રકાશ.
(9) ચેતનત્વ ચેતનત્વનો અભાવ તે અચેતનત્વ. જીવત્વનો અભાવ તે અચેનત અર્થાત્ જડત્વ.
(૮) અમૂર્તત્વઃ મૂર્તત્વનો અભાવ અર્થાત્ જ્યાં મૂર્તમૂર્તીતરતા નથી તે અમૂર્તત્વ.
(૯) પ્રમેવત્વ ઃ શેયત્વ, પ્રમેયત્વ એ પદાર્થમાં જણાવાનો ગુણ છે. જ્યારે પ્રમાતા-જ્ઞાતામાં અર્થાત્ જીવમાં જાણવાનો ગુણ છે. ઉભયનો પરસ્પર અન્યોન્ય નિમિત્ત-નૈમિત્તિક ગુણ છે. જેમકે લોઢામાં ખેંચાવાનો ગુણ છે અને લોહચુંબકમાં ખેંચવાનો ગુણ છે. લોહચુંબક લોઢાને જ ખેંચી શકશે પણ લાકડાને નહિ. આ નિમિત્ત-નૈમિત્તિક ગુણ-ભાવ છે.
(૧૦) અગુરુલઘુત્વ: આ ગુણનું કાર્ય દ્રવ્યને પોતાના મૂળભૂત સ્વરૂપમાં સ્થિર રાખવાનું છે. આ ગુણ સૂક્ષ્મ છે અને તે મતિજ્ઞાનનો વિષય નથી. એ શ્રદ્ધાનો વિષય છે કેમકે આગમગમ્ય અને કેવળીગમ્ય વિષય છે.
અગુરુલઘુ જે સામાન્ય ગુણ છે અને પાંચેય અસ્તિકામાં ઘટે છે એ અર્થમાં હાનિવૃદ્ધિ રહિત સમ છે તે અગુરુલઘુ છે. પાંચેય અસ્તિકાયના પ્રત્યેક પ્રદેશમાં ઉત્પાદ-વ્યયરૂપ ષગુણ હાનિવૃદ્ધિ બાર ભેદે ક્રમિકભાવે જે થયાં કરે
Page #464
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ 3
છે તેનું પ્રયોજન એ દ્રવ્યને પોતાના સ્વભાવથી સ્થિર રાખવાનું છે એવો જે અર્થ અનુરૂલઘુનો કરવામાં આવેલ છે તે આગમગમ્ય, કેવળીગમ્ય છે. આપણા અલ્પ મતિજ્ઞાનની પ્હોંચની બહારનો વિષય છે.
39
અનુરૂલશુના બાર ભાવોમાં માત્ર ઉત્પાદ-વ્યય જ લાગુ પડે છે પરંતુ સંયોગ-વિયોગ, સંકોચ-વિસ્તાર, સર્જન-વિસર્જન, રૂપ-રૂપાંતર, ક્ષેત્ર-ક્ષેત્રાંતર, પરિવર્તન કે પરિભ્રમણ લાગુ પડતાં નથી.
દરેક દ્રવ્યનો જે સ્વભાવ હોય, તે સ્વભાવ ત્રણેય કાળમાં જે કારણે અબાધિત રહે તેનું નામ અગુરુલઘુપણું. વળી ત્રણે કાળમાં દ્રવ્યનું અખંડ, અભંગ, અસ્તિત્વ પણ અગુરુલઘુ ગુણને આભારી છે. પાંચે અસ્તિકાયના અનુરૂલઘુ ગુણમાં કોઈ સંયોગ-વિયોગ કે સર્જન-વિસર્જન ન હોવાથી ત્યાં કર્તા ભોક્તા ભાવો લાગુ પડતા નથી. કોઈ રાગ-દ્વેષના ભાવો પણ ત્યાં લાગુ પડતાં નથી.
પુદ્ગલ દ્રવ્યમાં પણ સૂક્ષ્મ અથવા બાદર સ્કંધમાં અનુરૂલઘુ ગુણના જે બાર ક્રમિક ભાવોનાં ઉત્પાદ-વ્યય થયાં કરે છે તેનાથી કોઈ વિશેષ દેખાતી પરિવર્તનતા આવતી નથી અને ત્યાં કોઈ કર્તા-ભોકતાના ભાવો થતાં નથી. તે ગુણના નિમિત્તે તે ભાવો વડે કરીને કોઈ હાનિવૃદ્ધિ અને ક્ષતિ પ્હોંચતી નથી.
અગુરૂલઘુ ગુણની વિચારણા કરતાં સંસારી જીવોના કર્તા-ભોકતા ભાવ ઉપર, તેમના જ્ઞાન દર્શનના ઉપયોગ ઉપર અને તેના સુખ દુઃખ ઉપર અન્ય દ્રવ્યોના ગુણપર્યાય વડે શું પરિવર્તન આવે તે અપેક્ષાએ જિજ્ઞાસુ ચિંતકે વિચારવું.
બાકી અગુરૂલઘુ નામકર્મ એ નામકર્મની એક પ્રકૃતિ છે જે અનુરૂલઘુ ગુણથી ભિન્ન છે અને તેનો અર્થ જુદો થાય છે. ગોત્રકર્મના નાશથી સિદ્ધ પરમાત્માઓના જીવોમાં ઉત્પન્ન થતો અગુરૂલઘુ ગુણ તે સિદ્ધ પરમાત્માના આત્મપ્રદેશોની પિંડાકૃતિ જે તેમના ચરમ (અંતિમ) શરીરથી કદમાં એક તૃતીયાંશ (૧/૩) ઓછી છે અને તે આકારે ઉર્ધ્વગમન ગતિએ સિદ્ધશિલા ઉપર લોકાગ્ર શિખરે એવી ને એવી જ સાદિ અનંતકાળ સુધી રહે છે. એ સિદ્ધાત્માના જીવોના પ્રદેશોના સ્થિરત્વ અને આકૃતિના સમત્વને સૂચવતો
Page #465
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
ગુણ છે. વળી નામકર્મની પ્રત્યેક પ્રકૃતિમાં અગુરુલઘુ નામકર્મ છે તે શરીર આશ્રિત - દેહાશ્રિત છે. એટલે કે જે વ્યક્તિનું શરીર જાડું ચા પાતળું હોય તે એ વ્યક્તિને બેસવા, ઉઠવા, હાલવા, ચાલવા આદિમાં કોઈ વાતે કોઈ પણ જાતના કાર્યમાં પ્રતિકૂળ ન હોય તેવી બાહ્યસ્થિતિ તે અગુરુલઘુ નામકર્મ.
નામકર્મની પ્રકૃતિ ચાર પ્રકારે છે. (૧) પિંડાકૃતિ (૨) પ્રત્યેક પ્રકૃતિ (૩) ત્રસ દશક (૪) અને સ્થાવર દશક. પ્રત્યેક પ્રકૃતિ પાછી આઠ છે જેમાંની અગુરુલઘુ નામકર્મ પ્રકૃતિ એક છે જે દેહાશ્રિત છે. એ અગુરુલઘુ સામાન્ય ગુણથી જુદી પડે છે તેટલી સ્પષ્ટતા કરવા પૂરતો આટલો ખુલાસો કર્યો.
વિશેષ ગુણ : આ અમુક ચોક્કસ દ્રવ્ય છે એની પ્રતીતિ કરાવનાર દ્રવ્યના પરમભાવને, સ્વભાવને તે દ્રવ્યનો વિશેષગુણ કહેવાય છે.
વિશેષગુણમાં પ્રથમ ચાર ગુણ દર્શન, જ્ઞાન, સુખ (ચારિત્ર અને તપ) તથા વીર્ય છે. ઉપરાંત અમૂર્તત્વ અને ચેતનત્વ એ વિશેષગુણ છે. આ છે જીવાસ્તિકાય કહેતાં જીવના - આત્માના વિશેષગુણ છે.
વર્ણ, ગંધ, રસ, સ્પર્થ તથા મૂર્તત્વ અને અચેતનત્વ એ પુદ્ગલના છે , વિશેષગુણો છે.
ગતિપ્રદાનતા • ગતિ હેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ત્રણ ધર્માસ્તિકાયના વિશેષગુણો છે.
સ્થિતિ પ્રદાનતા - સ્થિતિહેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ત્રણ અધર્માસ્તિકાયના વિશેષગુણો છે.
અવગાહના હેતુત્વ - અવગાહના પ્રદાનતા, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ત્રણ આકાશસ્તિકાયના વિશેષગુણો છે.
અત્રે જિજ્ઞાસુઓને શંકા એ ઉપસ્થિતિ થાય કે ચેતનત્વ અને અચેતનત્વ તથા મૂર્તત્વ અને અમૂર્તત્વ એ ચારે ગુણોને સામાન્ય ગુણો પણ ગણાવ્યા અને વળી વિશેષગુણો પણ ગણાવ્યા. આમ કેમ ? આ શંકાનું સમાધાન એ છે કે એકથી અધિક દ્રવ્યો અમૂર્તત્વનો ગુણ ધરાવે છે તેથી તે ગુણને સામાન્ય ગુણ કહ્યો. એજ પ્રકાણે એકથી અધિક દ્રવ્યો અચેતનત્વનો ગુણ ધરાવતા
Page #466
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
હોવાથી તે ગુણ પણ સામાન્ય કહ્યો છે. વળી જીવોની સંખ્યા એકથી અધિક અનંતી હોવાથી ચેતનત્વ ગુણને તેમજ પુદ્ગલપરમાણુની સંખ્યા પણ એકથી અધિક અનંતી હોવાથી મૂર્તત્વગુણને સામાન્ય કહેલ છે. ઉપરાંત જીવાસ્તિકાયને અન્ય ચાર દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુલાસ્તિકાયથી નોખો નિરાલો તારવવા માટે થઈને ચેતનત્વ ગુણને વિશેષગુણ કહ્યો અને પુદ્ગલાસ્તિકાયને અન્ય ચાર અસ્તિકાયથી જુદું તારવવા માટે થઈને મૂર્તત્વગુણને વિશેષગુણ કહેલ છે.
દ્રવ્યના સામાન્ય અને વિશેષગુણ બાબતે આટલું વિગતે વિચાર્યા બાદ દ્રવ્યના સામાન્યગુણના બે પેટાભેદ ‘ઉર્ધ્વતા સામાન્ય અને તિર્યક સામાન્ય છે તે અંગે હવે વિચારીએ.
ઉર્ધ્વતા સામાન્ય : જે દ્રવ્યની તેના પ્રત્યેક પર્યાયમાં - સર્વકાળમાં, બધીજ હાલત-અવસ્થામાં સર્વથા હાજરી હોય તેને ઉર્ધ્વતા સામાન્ય તરીકે ઓળખવામાં આવે છે. બદલાતાં જતાં માટીનાં પ્રત્યેક પાત્રમાં, કુંભ, કોઠી, કુલડી, કલેડા, કોડિયા એ સર્વ પાત્રમાં માટી તો તેની તે જ છે. દરેક પાત્રમાં માટીને દ્રવ્યરૂપે સમજાવતું, જવાસ્તિકાય - જીવના વર્તમાન આ ભવ અને ગતભવ તથા અનાગત પરભવના પ્રત્યેક પર્યાયમાં જીવત્વ, આત્મતત્ત્વને સમજાવતું જે સામાન્ય તત્ત્વ છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. જ્યાં કાર્ય-કારણની પરંપરા ચાલુ રહે ત્યાં ઉર્ધ્વતા સામાન્ય હોય છે. જીવનમાં પ્રત્યેક ભવમાં, પ્રત્યેક ભાવમાં, પ્રત્યેક પર્યાય-હાલત-અવસ્થામાં, શિશુ અવસ્થામાં, કીશોરાવસ્થામાં, યુવાવસ્થામાં, પ્રૌઢાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં અને આગળ ઉપર ભવોભવની પ્રત્યેકાવસ્થામાં આત્માની જે હાજરી હોય છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. એમાં પર્યાય-હાલત-અવસ્થા-આકાર તો બદલાય છે પણ બધીય અવસ્થામાં મૂળભૂત જીવદળ-જીવદ્રવ્ય-આત્મા તો હાજર ને હાજર જ હોય છે. છતાં ય સિદ્ધ પરમાત્માના જીવાત્માઓમાં ઉર્ધ્વતા સામાન્ય ઘટતું નથી કારણ કે તે આત્યંતિક શુદ્ધાવસ્થા, સહજાવસ્થા કૃતકૃત્યાવસ્થા હોય છે એટલે કે કારણ કાર્યનો અંત આવી ગયો હોય છે. એમણે તો નિત્ય પર્યાયની, સાદિ અનંત સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ કરી લીધી હોવાથી દ્રવ્ય અને પર્યાય અભેદ થઈ ગયાં છે. એ અક્રમા અવસ્થા છે. નિત્ય અવસ્થા છે.
Page #467
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ 3
એજ પ્રમાણે પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં પણ ઉર્ધ્વતા સામાન્ય ગુણ અવશ્ય ઘટે છે, કારણ કે પુદ્ગલાસ્તિકાય વિષે કાર્ય કારણની પરંપરા સતત ચાલુ ને ચાલુ જ રહે છે પુદ્ગલાસ્તિકાય વિષે ક્રમથી અનિત્ય પર્યાયો હોય છે પરંતુ બાકીના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો નિત્ય એક જ પર્યાય એવો ને એવો, એ ને એ જ, એક જ અવસ્થા સદા સર્વદા હોવાથી ઉર્ધ્વતા સામાન્ય ગુણ ત્યાં ઘટતો નથી.
42
આ ઉર્ધ્વતા સામાન્યગુણ કેવળ પુદ્ગલાસ્તિકાય અને સંસારી જીવો વિષે જ ઘટે છે, કારણ ઉભયમાં અનિત્ય પર્યાય હોય છે અને કાર્ય કારણની પરંપરા નિરંતર ચાલુ જ હોય છે. સંસારી જીવ વિષે એનો આત્મા તો એનો એ જ હોય છે પણ એવો ને એવો નથી હોતો. જ્યારે સિદ્ધ પરમાત્માનો જીવાત્મા એ નો એ જ તો હોય છે પરંતુ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ બાદ સાદિ-અનંતકાળ એવો ને એવો જ રહે છે.
સંસારીજીવ વિષે ઘાતિકર્મોની અપેક્ષાએ મોહનીય કર્મના ભાવોને ઉર્ધ્વતા સામાન્યમાં પહેલાથી માંડી દશમાં ગુણસ્થાનક સુધી ઘટાવી શકાય જ્યારે અઘાતિકર્મની અપેક્ષાએ પહેલાથી માંડી તેરમા ગુણસ્થાનક સુધી ઘટાવી શકાય.
કાલાન્તરતાએ પણ જેની નિત્ય વિદ્યમાનતા છે તે ઉર્ધ્વતા સામાન્ય છે.
તિર્થંક્ સામાન્ય : એક સમયે સમકાળ એક સરખા ગુણવાળા દ્રવ્યો એકથી અધિક હોય તેને તીર્યક સામાન્ય કહેવાય અર્થાત્ તિર્યક્ સામાન્ય એટલે ભિન્ન ભિન્ન ક્ષેત્રે રહેલ સર્વક્ષેત્રોના સમકાળ વિદ્યમાન દ્રવ્યોને એક સામાન્યરૂપે સમજાવતું તત્ત્વ. સમકાળે ક્ષેત્રાંતરતાએ પણ જેની સમરૂપતા છે તે તિર્યક્ સામાન્ય છે.
પ્રત્યેક ક્ષેત્રે રહેલ ઘડો એ ઘડાની જાતનો છે. તેમ વસ્ત્ર-કાપડ એ વસ્ત્ર-કાપડની જાતનું છે. સર્વક્ષેત્રે સમકાળ વિદ્યમાન સર્વ ઘડા, વસ્ત્ર, કાપડને એકરૂપે સમજાવતું તત્ત્વ તે તિર્યક્ સામાન્ય.
ટુંકમાં કાળની અપેક્ષાએ જે સર્વ કાળે સામાન્ય છે તે ઉર્ધ્વતા સામાન્ય છે અને ક્ષેત્રની અપેક્ષાએ સર્વક્ષેત્રે સમકાળ જે સામાન્ય છે તે તિર્યક્ સામાન્ય છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
ઉર્ધ્વતા સામાન્ય શક્તિ ઃ જુદાં જુદાં કાળમાં પરિવર્તન પામતી વસ્તુમાં જે એકતાની પ્રતીતિ કરાવે છે તે ઉર્ધ્વતા સામાન્ય. બદલાતા જતાં માટીના આકારમાં માટીની પ્રતીતિ કરાવનાર તત્ત્વશક્તિ તે ઉર્ધ્વતા સામાન્ય શક્તિ. પરિવર્તન પામતા માટીના પાત્રોમાં માટી તો દેખાય છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે કે એમાં તત્ત્વશકિત વિશેષ છૂપાઈને રહેલ છે જે સામાન્યતા દષ્ટિગોચર થતી નથી. આને આપણે દૃષ્ટાંતથી સમજીએ.
ઉદાહરણ તરીકે “ઘાસમાં ઘી છે” એ વિધાનને પહેલા પ્રથમ તો કોઈ સ્વીકારશે નહિ. પરંતુ ઊંડાણથી વિચાર કરતાં સમજમાં ઉતરશે કે ઘાસ ખાવાથી ગાય કે ભેંસ દૂધ આપી શકે છે. દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ અને માખણને તાવે એટલે ઘી નિપજે. આમ “ઘાસમાં ઘી છે” એ વિધાન સિદ્ધ થાય છે. આ શક્તિને “ઉર્ધ્વતા સામાન્ય શક્તિ' કહેવાય છે. આ ઓઘશક્તિને સ્વરૂપ યોગ્યતારૂપ કારણ તરીકે ઓળખાવાય છે. જયારે તે જ વસ્તુ કાર્યની નજીક આવે ત્યારે તે શકિતનું ભાન થાય છે. જેમકે “દહીંમાં ઘી”. આ શક્તિને સમુચિત શક્તિ' કહેવામાં આવે છે. ઓઘશક્તિ એ પરંપરા કારણમાં રહેલી શક્તિ છે. આથી સહેજે સમજાય છે કે ભવિ જીવ,ભવ્યાત્મામાં પરમાત્મા અર્થાત્ સિદ્ધાત્મા બનવાની શકિત ગર્ભિત (છૂપાયેલી) પડેલી છે. ગમે એવા આવરણો આત્મા ઉપર છવાયેલા હોય - એટલે સુધી કે નિગોદના નિકૃષ્ટ કક્ષાના જીવોમાં પણ આ ઓઘશક્તિ ગર્ભિતપણે રહેલી હોય છે. સમજાય એવું ઉદાહરણ લઈએ તો નાનકડાં એવાં બીજમાં વિરાટ વૃક્ષ થવાની રહેલી ગર્ભિત શક્તિ. જો બીજરૂપ જ્ઞાનગુણ જીવમાં હોય નહિ તો જીવ કદીય કેવળજ્ઞાન પામી શકે નહિ અને ચેતન મટી જડ બની જાય.
ઉભય શક્તિ ઓઘ ઉર્ધ્વતા સામાન્ય શક્તિ અને સમુચિત શક્તિ સમજવાથી વિશ્વમાં રહેલ પ્રત્યેક પુદ્ગલ પરમાણુ, પ્રત્યેક પૌદ્ગલિક પદાર્થમાં પરિણમી શકે છે એ સ્પષ્ટ થશે. આત્મામાં ગર્ભિત સત્તાગત પરમાત્મ તત્ત્વ રહેલ છે અને પ્રત્યેક આત્મા પરમાત્મા છે એ શાસ્ત્રીય વિધાનની સત્યતા બુદ્ધિગમ્ય બનશે. આ બંને શક્તિથી દ્રવ્યનું સ્પષ્ટ વિશ્લેષણ કરી શકાય છે.
સહભાવીપણું અને ક્રમભાવીપણું અર્થાત્ ગુણપર્યાય : દ્રવ્ય એ શકિત સ્વરૂપ છે. જયારે ગુણ-પર્યાય એ વ્યક્તિ સ્વરૂપ છે. દ્રવ્યમાં સહભાવીરૂપ કહેતાં
Page #469
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
ગુણ છે અને ક્રમભાવીરૂપ કહેતાં પર્યાય છે. ગુણ અને પર્યાયમાં જો કાંઈ ભેદરૂપ હોય તો તે આ સહભાવીપણું અને ક્રમભાવીપણું છે.
ગુણ અને પર્યાયને યથાર્થ સમજવા માટે આત્મા (જીવ) અને પુદ્ગલા એ બે દ્રવ્યોને સમજવા જોઈએ કારણ કે જગતમાં બે દ્રવ્યોનો જ પરિચય - સંબંધ સતત થયાં કરે છે. જીવ અને પુદ્ગલની રમત જ જગત છે.
આત્મામાં જ્ઞાન-દર્શનાદિ નિજગુણો છે અને પુદ્ગલમાં વર્ણગંધાદિ ગુણો છે. મનુષ્ય, દેવ, નાટક, તિર્યંચ એ આત્માના પર્યાયો છે જયારે પ્રયાણુક, ત્રયાણુક આદિ સ્કંધો પુદ્ગલના પર્યાયો છે.
જ્ઞાન આત્માની સાથે ને સાથે સદા સર્વદા રહે છે. એક સમય પણ એવો નથી કે જ્યારે આત્મા જ્ઞાન વિહોણો હોય. તેથી જ્ઞાન એ આત્માનો સહભાવી ગુણ છે. એજ પ્રમાણે રૂપાદિ પુદ્ગલના સહભાવી ગુણ છે. જ્યારે દેવ, મનુષ્ય, નારકી આદિ આત્માના ભાવો ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતાં તેથી એ ક્રમિકભાવે થનારા પર્યાયો છે. પ્રયાણક આદિ પણ પુદ્ગલમાં ક્રમભાવી છે તેથી પુદ્ગલના પર્યાયો છે.
આત્મામાં જ્ઞાનગુણ સહભાવી હોવા છતાં મતિજ્ઞાન સહભાવી નથી કારણ કે મતિજ્ઞાન ક્રમથી છે. આમ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ જ્ઞાન એ ક્રમભાવી હોવાથી પર્યાયો છે. એ આત્માના સહભાવી જ્ઞાનગુણના પર્યાયો ભેદ) છે.
પુદ્ગલમાં પણ વર્ણવર્ણાતર થયાં કરે છે તેથી તે ક્રમભાવી છે અને તેથી તે પુદ્ગલના પર્યાયો છે. બધાંય દ્રવ્યો છે પણ બધાંચ દ્રવ્યો કાંઈ સરખાં નથી. એ સરખાં દેખાતાં દ્રવ્યોમાં ભેદ ગુણ-પર્યાય પાડે છે. ઉદાહરણ તરીકે સાકર અને ફટકડી પહેલી નજરે સરખી લાગે છે પણ એમાં ભેદ સાકરની મીઠાશ અને ફટકડીની તુરાશ પાડે છે. આમ દ્રવ્યના ભેદ ગુણ પાડે છે અને ગુણના ભેદ પર્યાય પાડે છે. ઉદાહરણ તરીકે જ્ઞાનનો પર્યાય બતાડે કે જ્ઞાન મતિજ્ઞાન છે. અવધિજ્ઞાન છે કે કેવળજ્ઞાન છે. જ્યારે જ્ઞાનનું હોવાપણું જણાવે છે કે તે જીવદ્રવ્ય છે. આમ દ્રવ્યની ઓળખ દ્રવ્યના ગુણથી છે અને ગુણની ઓળખ તેના પરથી છે.
પોતાનાથી વિરુદ્ધ ગુણ પોતાનામાં કામ નહિ કરી શકે. ગુણમાં વિરુદ્ધતા
Page #470
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
એટલે જીવ જ્ઞાનયુક્ત હોય પરંતુ જ્ઞાનવિહીન જડ નહિ હોય. અર્થાત્ પુદ્ગલના ગુણની એટલી અસર નહિ થાય કે આત્મદ્રવ્યને જડ પુલ બનાવે. જ્ઞાનગુણ પોતાના દ્રવ્યમાં જ રહે પણ દ્રવ્યની બહાર નહિ જઈ શકે કે બહાર નહિ રહે. દ્રવ્યમાં આધાર અભેદ સંબંધ છે. ગુણનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય પ્રદેશપિંડત્વને આધારે જ હોય છે. આ આધાર અનાદિ-અનંત હોય છે. તેથી સાદિ-સાન્ત કે સંયોગ-વિયોગરૂપ ગુણોનો દ્રવ્ય સાથે સંબંધ હોતો નથી.
પ્રદેશ પિંડત્વ દ્રવ્ય સ્વયંભૂ છે. Nothing is produced and nothing get destroyed. નથી તો કશાનો ઉત્પાદ થતો કે નથી તો કશું નાશ પામતું હોય છે. આ જે દષ્ટિ છે એ દ્રવ્ય દૃષ્ટિ છે જેને વર્તમાનનું પદાર્થવિજ્ઞાન પણ હવે તો સ્વીકારે છે. અનાદિ-અનંત, નિષ્પન્ન, અનુત્પન્ન, અવિનાશી,
સ્વયંભૂ છે. દ્રવ્યમાં રહેલાં ગુણ પ્રમાણે જો દ્રવ્યનું કાર્ય હોય નહિ તો તે દ્રવ્યા કહેવાય નહિ.
મૈત-અદ્વૈત : દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભ્યાસ આપણે આપણાં સ્વયંભૂપણાનું અનાદિ-અનંત સ્થિતિનું, અવિનાશી અવસ્થાનું, પરમાત્મસ્વરૂપનું લક્ષ્ય કરીએ અને તે સાધ્યને સાધવા માટે થઈને સાધના કરીએ તે માટે છે અને એ લક્ષ્યને નિરંતર દૃષ્ટિ સન્મુખ રાખવું મહત્વનું છે.
પાંચે દ્રવ્યનું પ્રદેશથી અસ્તિત્વ છે એ આપણે જોયું. સ્વયંભૂ અદ્વૈતતા આપણે આપણા ગુણપર્યાયથી અવિનાશી બનવું એનું જ નામ અદ્વૈત થવું. દ્વિધામાંથી, કંઠ, ઢેતમાંથી છૂટી જવું એટલે અદ્વૈત થવું. બેમાંથી એક થવું, દેહ અને આત્મા એ દ્વિવિઘ સ્થિતિમાંથી કેવળ આત્મા બની રહી દેહથી છૂટી જવું, અનેકની વચ્ચે એક અનોખા, નિરાલા, અદ્વિતીય બની રહેવું તે અદ્વૈત થવું છે. જીવ કેવળજ્ઞાનથી અદ્વૈત છે. આત્મપ્રદેશો અને તેમાં રહેલ ચૈતન્ય અર્થાત્ જ્ઞાનગુણનું જે અસ્તિત્વ છે તેનું એકેએક આત્મપ્રદેશોએ પૂર્ણ પ્રાકટ્ય તે કેવળજ્ઞાન છે જે અદ્વૈત છે. જે ત્રણે કાળ છે, છે અને છે એ અદ્વૈત છે. જે એક ક્ષણે છે અને બીજી ક્ષણે નથી અથવા તો આ ક્ષણે એક દેખાય છે અને બીજી ક્ષણે બીજું દેખાય તે અદ્વૈત નથી પણ પ્રેત છે. એ એકરૂપી નથી. પણ બહુરૂપી છે અને જે બહુરૂપી છે તે બહુ બહુ મુંઝવણમાં મૂકનાર ભયંકર છે. એ જ સંસાર છે. પળે પળે પલટાય એ જ માયા છે. એ જ ભ્રમ છે જે
Page #471
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
ભ્રમિત કરે છે. કેમકે જેવું દેખાય છે તેવું સદા રહેતું નથી અને જેવું દેખાય છે તેવું વાસ્તવિક હોતું નથી. એક સ્વતંત્ર પુદ્ગલ પરમાણુના અસ્તિત્વની અપેક્ષાએ પુદ્ગલદ્રવ્ય તેના પરમાણુપણાએ અદ્વૈત છે. જ્યારે એ પુદ્ગલપરમાણુના પર્યાયના અસ્તિત્વરૂપે દ્વૈત છે.
46
સંસારીજીવ એટલે પુદ્ગલયુકત જીવ ! જેમ પુદ્ગલના બે ભેદ પડે છે કે સચિત (ચેતન-જીવ સહિત) પુદ્ગલ અને અચિત (ચેતન-જીવ રહિત) પુદ્ગલ એમ જીવના પણ બે ભેદ પુદ્ગલયુકત જીવ એટલે કે સંસારીજીવ અને પુદ્ગલમુકત જીવ એટલે કે સિદ્ધપરમાત્માના જીવ ! સંસારીજીવ જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી પુદ્ગલદ્રવ્યના પર્યાયના સંબંધથી સંબંધિત છે. માટે જ સંસારી જીવ દ્વૈત ભાવમાં હોય છે. અને સંસારી હોય ત્યાં સુધી દ્વૈતભાવમાં રહે છે. જે પદાર્થ પોતે દ્વૈત હોય અને વળી તે પદાર્થમાં રહેલાં ભાવ પણ ઐત હોય, એવો એ પદાર્થ જ્યારે અન્ય બીજા પદાર્થના સંબંધમાં આવે ત્યારે તેના સંબંધમાં આવનાર પદાર્થ પણ મ્રુત બને. જે કોલસો છે - કાળો છે તેના સંબંધમાં આવનાર કાળો થયા વિના રહે ? સંસારીજીવ પોતે જ પોતાના રાગદ્વેષાદિ ભાવે અર્થાત્ પર એવા પુદ્ગલમાં સુખબુદ્ધિ કરી બંધાય છે જેના પરિણામે પુદ્ગલનો દ્વૈત ભાવ એને (સંસારીજીવને) મળે છે. અર્થાત્ પુદ્ગલના દ્વૈતભાવમાં ભળે છે. જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધ પરમાત્માના જીવો પુદ્ગલના દ્વૈતભાવમાં ભળતા નથી. તેમનો સંબંધ માત્ર સ્પર્શપરિણામી છે જે નિર્દોષ સંબંધ છે જ્યારે સંસારીજીવનો પુદ્ગલ સાથેનો સંબંધ સદોષ છે અને બદ્ધપરિણામી છે.
સિદ્ધ પરમાત્માને ધર્મ, અધર્મ, આકાશાસ્તિકાય સાથે સંબંધ હોવા છતાં તેઓ અદ્વૈત છે. કારણ કે ધર્મ, અધર્મ અને આકાશાસ્તિકાય એ ત્રણે જડ હોવા છતાંય સ્વયં અરૂપી અદ્ભુત છે. જ્યારે પુદ્ગલાસ્તિકાય એ જડ અને દ્વૈત હોવા છતાં ય એની સાથેનો સ્પર્શ સંબંધ સિદ્ધ ભગવંતોને હોવા છતાંય તે સંબંધ નિર્દોષ છે કારણ કે સિદ્ધ પરમાત્માઓ, કેવળજ્ઞાની ભગવંતો વીતરાગ છે. સિદ્ધ પરમાત્માના જીવ સિદ્ધ પરમાત્મા થયા પૂર્વે સંસારીજીવ હતા. સંસારીજીવ પણ દ્રવ્યથી અને ગુણથી મૂળભૂત સત્તાગત ગર્ભિત તો અદ્વૈત હતો જ પરંતુ અનાદિના પુદ્ગલના સંગે (સોબતથી) દ્વૈત થયો હતો તે પુદ્ગલનો સંગ
Page #472
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ 3
વીતરાગ થયેથી છૂટી છતાં પર્યાયથી (હાલત-અવસ્થા-દશાથી) પણ અદ્વૈત થયો એટલે કે દ્રવ્યથી અદ્વૈત થયો, ગુણથી અદ્વૈત થયો અને પર્યાયથી પણ અદ્વૈત થયો અર્થાત્ પૂર્ણપણે અદ્વૈત થયો તેથી તે સંસારી મટીને કેવળી થયો • સિદ્ધ થયો.
47
સ્થિરત્વ અને નિત્યત્વ એટલે અદ્વૈતભાવ ! આપણો આત્મા પ્રદેશથી નહિ પરંતુ જ્ઞાનગુણથી વ્યાપક છે. સર્વવ્યાપી omnipresent છે. સર્વદર્શી છે. તેમ અનંતસુખનો વેદક છે. આત્માને દેહ નથી અર્થાત્ અશરીરી છે, તેથી તે દ્રવ્યાતીત છે. આત્મા જ્ઞાનથી સ્વ પર પ્રકાશકરૂપ લોકાલોક વ્યાપક છે તેથી ક્ષેત્રાતીત છે. આત્માનો જ્ઞાનગુણ પ્રકાશકરૂપ છે, સર્વોચ્ચપ્રકાશકરૂપ છે, સ્વ-પર પ્રકાશકરૂપ છે અને સર્વપ્રકાશકરૂપ છે. આત્માના સ્વરૂપગુણો ક્રમિક નથી પણ અક્રમિક છે અને તેથી આત્મા કાળાતીત છે. અર્થાત્ આત્મા એના જ્ઞાનમાં વિશ્વ-બ્રહ્માંડ સમસ્તના સર્વ દ્રવ્યોને તેના સર્વગુણ અને સર્વ પર્યાયોને એક સમય માત્રમાં જાણે છે તેથી કાળાતીત છે. વળી આત્માને એવા જ્ઞાનમાં સર્વ જ્ઞેય જણાવા છતાં તે સર્વ જ્ઞેયની અસરથી સ્વયં મુકત-નિર્લેપ વીતરાગદશામાં જ રહે છે તેથી આત્મા અકાલ છે. આત્મા સ્વ ભાવમાં (એટલે કે નિજ સ્વરૂપગુણમાં) સ્થિત છે અને પર ભાવ (વિભાવ)ના બંધનથી મુકત છે તેથી આત્મા ભાવાતીત છે.
જ્ઞાન એ આત્માનો ગુણ છે તેમ આત્માનો પર્યાય પણ છે. આત્મા દ્વારા જાણવાની ક્રિયા ચાલુ છે તે ઓછી વત્તી થાય છે તે પર્યાયના ભેદના કારણે થાય છે. કેવળજ્ઞાન એ જ્ઞાનનો આત્માનો નિત્ય પર્યાય છે કારણ કે કેવળજ્ઞાનમાં સર્વ જ્ઞેયો (સર્વ ક્ષેત્રના સર્વ દ્રવ્યો તેના સર્વ ગુણ અને સર્વ પયાર્ય સહિત) એક સાથે એક સમયે પ્રતિબિંબિત થાય છે અર્થાત્ જણાય છે. જાણવાની કે જાણવા જવાની ક્રિયા કરવી પડતી નથી. જ્યારે એથી વિપરીત કેવળજ્ઞાનની પૂર્વાવસ્થામાં જીવ પદાર્થોને (જ્ઞેયને) જાણવા જાય છે અને તે જાણવા જવાની ક્રિયામાં ઓછાવત્તાપણું - તરતમતા રહે છે અને ત્રિકતા રહે છે તેથી તે આત્માનો અનિત્યપર્યાય છે. છદ્મસ્થજ્ઞાનમાં સક્રિયતા અને સક્રમિકતા છે તેથીઅનિત્યતા છે. કેવળજ્ઞાનમાં અક્રિયતા અને અક્રમિકતા છે તેથી નિત્યતા છે.
-
Page #473
--------------------------------------------------------------------------
________________
48
પરિશિષ્ટ
-
3
દ્રવ્ય તો મૂળભૂત નિત્ય છે પણ સામે જે દૃશ્ય સ્વરૂપે, દૃષ્ટિ સન્મુખ ભોગ્ય પદાર્થો રહેલાં છે તે મૂળભૂત નિત્ય દ્રવ્યના - પુદ્ગલના પર્યાયો છે અને એ અનિત્ય છે - વિનાશી છે. એવાં એ વિનાશી ભોગ્ય પદાર્થો પ્રતિની (તરફની) અજ્ઞાનદૃષ્ટિ, મોહ (લાલસા) દૃષ્ટિ, સુખબુદ્ધિ (પુદ્ગલમાંથી સુખ મળશે - એ ભોગ્યપદાર્થના ભોગવટાથી મને સુખ ઉપજશે એવી બુદ્ધિ) યા દુ:ખબુદ્ધિ, ઈત્યાદિ સંસારીજીવના સ્વયંના ભાવ છે - સ્વયંના પર્યાય છે. આ સઘળાંએ જીવના જીવભાવ છે પરંતુ તે જ્ઞેય એવાં પુદ્ગલ પ્રતિ (ભોગ્ય પદાર્થ પ્રત્યે)ના ભાવ છે અને તે પરભાવ છે કે વિભાવ (સ્વ ભાવની વિરુદ્ધના ભાવ) કહેવાય છે. આવા આ જીવના વિભાવ પર્યાયથી પુદ્ગલદ્રવ્ય સાથે સદોષ સંબંધ સ્થપાય છે અને બંધનમાં બંધાવાય છે. પુદ્ગલમાં રૂપરૂપાંતરતા અને ક્ષેત્રક્ષેત્રાંતરતા હોવાથી તે પરિવર્તનશીલ અને પરિભ્રમણશીલ છે. તેથી જ તો હાનિ-વૃદ્ધિ, ઉત્પાદ-વ્યય, સંયોગ-વિયોગ, સંકોચ-વિસ્તાર, સર્જન-વિસર્જન, ચયાપચયની પ્રક્રિયા સર્જાય છે. જ્યારે પરદ્રવ્ય (પુદ્ગલ) નૈમિત્તિક કે અન્ય જીવ નૈમિત્તિક અશુદ્ધ ભાવો અર્થાત્ પરભાવ, વિભાવદશા, રાગદ્વેષમોહાદિ નીકળી જાય તો જીવ શુદ્ધ ભાવે માત્ર સજાતિય-વિજાતિય દ્રવ્યો અને તેના સર્વ ભાવોનો માત્ર કેવળ જ્ઞાતા દૃષ્ટા બની રહે છે પણ કર્તા-ભોકતા થતો નથી. જ્ઞાન અને જ્ઞેયનો નિર્દોષ સંબંધ રહે છે. કેવળજ્ઞાનદશામાં જીવ જ્ઞેયમાં તણાતો નથી પણ કેવળ જ્ઞાતા દ્રષ્ટા બની રહે છે. એ દશામાં જ્ઞેય જ્ઞાનમાં ડૂબે છે અને જ્ઞાન આનંદમાં ડૂબે છે.
અજ્ઞાન, ભ્રમ, મોહભાવ, રાગદ્વેષાદિ બધાંય ભાવો નીકળે છે તો મૂળ અનંત શક્તિ સ્વરૂપ અભેદ એવાં કેવળજ્ઞાનમાંથી જ. આ બધાં ભાવો જે કેવળજ્ઞાનમાંથી ઉત્પન્ન થયાં તે પાછા વ્યય પામીને તેનો લય પણ કેવળજ્ઞાનમાં જ થાય છે. એ વિનાશ નથી પામતા પણ એનો વિલય થાય છે અર્થાત્ ઉદ્ગામસ્થાનમાં વિલીન થાય છે. જેમકે દરિયાના મોજાં-તરંગો, દરિયામાંથી ઉત્પન્ન થઈ દરિયામાં જ લય પામે છે. જલ તરંગ જલમાંજ ઉઠે છે અને પાછા જલમાં જ સમાવિષ્ટ પામે છે. અથવા તો મનના વિકલ્પો, વિચારો, તરંગતુક્કા, ઈચ્છા મનમાંથી ઉદ્ભવે છે પાછા મનમાં જ શાંત થઈ જાય છે - લય પામી જાય છે. બ્રહ્મ, આત્મા, ચિદ્ વિશ્વમાં સર્વરૂપે વિલસી રહ્યો છે. એ અભેદ સ્વરૂપ છે. અને તેથી જ તે બળવાન છે. ભેદ અભેદનો જ આશ્રય લઈને
Page #474
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
જગતમાં દેખાવ દે છે. ભેદનું મૂળ અભેદ છે. ભેદમાં અભેદ તત્વ જોતાં શીખીશું તો મોહભાવો, કલેશ, ઉગ, સંતાપ, શોધ, માન, લોભ, આદિ ભેદ તત્વોનો નાશ કરે. અસત્ એ સની ગયા છે.
પગલદ્રવ્યમાં સતત પુરણ અને ગલન ચાલુ હોવાથી સંખ્યાની વધઘટ થયાં જ કરતી હોય છે. સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ પુદ્ગલમાં ભેદરૂપ હોવાથી સાપેક્ષરૂપ છે. સંસારીજીવમાં પણ પુદ્ગલદ્રવ્યના નિમિત્તે સાપેક્ષતા આવે છે.
પુદ્ગલદ્રવ્ય સંખ્ય, અસંખ્ય કે અનંત પ્રદેશનું એમ જુદી જુદી સંખ્યાનું બનેલું હોય છે. જ્યારે જીવમાત્રમાં – પ્રત્યેક જીવના એના સર્વ પર્યાયોમાં આત્મપ્રદેશોની સંખ્યા એક સરખી જ અભિન્ન અસંખ્ય હોય છે. જીવ જો કીડી હોય તો પણ અને કુંજર (હાથી) હોય તો પણ તેનાં આત્મપ્રદેશો એક સમાન સરખાં અસંખ્ય જ રહે છે. એક આત્મા પરમાત્મા સિદ્ધ ભગવંત બની જાય તો પણ તેના આત્માના આત્મપ્રદેશોની અસંખ્યની સંખ્યામાં જરા ય હાનિ-વૃદ્ધિ થતી નથી.
હવે અહીં જિજ્ઞાસને પ્રશ્ન એ ઉદ્દભવે કે તો પછી જીવની ભેદદશા શું છે? જીવની જ્ઞાનદશામાં જે દમિકતા છે તે જીવની ભેદદશા છે. કમિક પચનું નામ જ અનિત્યતા. જયાં અનિત્યતા હોય ત્યાં ઉત્પાદ-વ્યય હોય જ ! સંયોગ-વિયોગ બે દ્રવ્યો વચ્ચે હોય. જેમકે શરીર અને આત્મા. જયારે ઉત્પાદ-વ્યય એક જ વ્યમાં હોય જેમકે આત્મા અને જ્ઞાન. એને સ્વ પર્યાય કહેવાય. નિમિત્ત ભલે બીજાનું હોય ! ઉત્પાદ-વ્યય એ એક જ દ્રવ્યમાં થતું પરિવર્તન છે અર્થાત્ અવસ્થાંતર છે. ઉત્પાદ-વ્યયમાં પોતાનો જ ગુણ સામેલા હોય. આમ બે પ્રકારે ભેદ છે. કોઈપણ પદાર્થનો ગુણ જે સ્વભાવરૂપ છે તે અર્થક્રિયાકારી સત્ રૂપે હોય છે. ગુણ પ્રમાણે કાર્ય ચાલુ રહે છે. સંયોગરૂપ પદાર્થની ગુણની અર્થક્રિયા અસરૂપે હોય છે.
સંસારીજીવમાં જે રાગ-દ્વેષ, કર્તા-ભોકતા ભાવરૂપ છે તે લોહચુંબકના જેવી ચુંબકીય શક્તિ - આકર્ષણશક્તિ છે. એ શકિત પુદ્ગલદ્રવ્યને આકર્ષે છે - ખેંચે છે. પુદ્ગલદ્રવ્યમાં સ્નિગ્ધ અને રૂક્ષ ગુણ હોવાના કારણે ગ્રાહ્ય ગ્રાહકતા રહેલ છે તેના પરિણામે પુદ્ગલ દ્રવ્ય ખેંચાય છે અને સંસારીજીવના આત્મપ્રદેશે
Page #475
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
ચોટે છે. પુદ્ગલદ્રવ્ય લોઢારૂપ છે. પુદ્ગલદ્રવ્ય સ્વયં જીવને ચોંટતું નથી. એમ હોત તો સિદ્ધ પરમાત્માના જીવોને પણ ચોંટ્યું હોત. પરંતુ જીવ મોહવશ અજ્ઞાનભાવે જે ભૂલ કરે છે, દોષ સેવે છે એટલે જ પુદ્ગલદ્રવ્ય જીવને ચોટે છે. એમાં કારણભૂત સંસારીજીવ તો રાગભાવ ચુંબકીય શક્તિ છે અને પુદ્ગલદ્રવ્યમાં ગ્રાહ્ય-ગ્રાહકતારૂપ ચોંટાવાનો લોઢા જેવો ગુણ છે.
શરીર અને આત્મા એક ક્ષેત્રે અવગાહના લઈને રહેલ હોવા છતાં (એકક્ષેત્રી ક્ષીરનીર • સમ હોવા છતાં) પુદ્ગલદ્રવ્યના વર્ણ, રસ, ગંધ, સ્પર્શનો આત્મા નથી, પરંતુ પુદ્ગલદ્રવ્ય જ છે. જાતિભેદ છે - દ્રવ્યભેદ છે. આમ પુદ્ગલદ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્શની અસર સંસારીજીવને થાય છે, પરંતુ સિદ્ધોને નથી થતી, કારણ કે તે ગુણોનો અભેદ આધાર નથી, ઉપરાંત સિદ્ધ પરમાત્મા વીતરાગ છે. એવી જ રીતે જ્ઞાનાદિ ગુણો એકક્ષેત્રી હોવા છતાં તેનો અભેદ આધાર પુદ્ગલદ્રવ્ય નથી પરંતુ આત્મા છે. પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાદિ ગુણનો અભેદ આધાર નહિ હોવાથી જ્ઞાનાદિની અસર પુદ્ગલદ્રવ્યને થતી નથી. જ્ઞાનાદિ ગુણનો અભેદ આધાર આત્મા છે.
પર દ્રવ્ય વડે જીવ ક્રિયા કરે તે જીવની અપૂર્ણતા છે. પર દ્રવ્યો જીવમાં - જીવના જ્ઞાનમાં યરૂપે પ્રતિબિંબિત થાય એ જીવનું શુદ્ધ ચેતન્ય સ્વરૂપ છે. એવી અવસ્થામાં - કેવળજ્ઞાનાવસ્થામાં - જ્ઞાનદશામાં જીવ પરદ્રવ્યમાં પરદ્રવ્ય વડે સક્રિય નથી બનતો, કર્તા-ભોકતા નથી બનતો. એ નિમિત્તો તો સંસારીજીવોને જ અસર કરે છે કેમકે અજ્ઞાને કરીને મોહવશ કેવળ જ્ઞાતા-દષ્ટા બની નહિ રહેતાં કર્તા-ભોક્તા બનવાની અજ્ઞાની, મિથ્યા મોહચેષ્ટા કરે છે.
મોહને રહેવા માટેનું સ્થાન જ જ્ઞાન છે. જીવ સિવાય બીજા કોઈ દ્રવ્ય મોહ નથી કરતાં, કારણ કે તે દ્રવ્યોમાં જ્ઞાન નથી. જ્ઞાનમાં વિકાર મોહથી જ આવે છે. જ્ઞાનમાં શક્તિ તથા રસ ઉભય હોય છે. સુખમાત્ર રસરૂપ છે પણ શલિરૂપ નથી. જ્ઞાનરસરૂપ બને તો સુખનો રસ મળે. જ્યારે જ્ઞાન માત્ર શક્તિરૂપ બને તો અહમ આવે અને સુખરસ વેદન નહિ મળે. જ્યારે જ્ઞાનમાં ભેદ પડે ત્યારે તે પારમાર્થિક નથી રહેતું.
આત્મા સિવાય ચારે અસ્તિકાયનું પોતાનાં પ્રદેશોથી, દ્રવ્યથી, અને
Page #476
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
51
ગુણપર્યાયથી સત્તારૂપ અસ્તિત્વ હોવા છતાં તેના ઉપર આત્માની જ્ઞાનસત્તા છે. વળી આત્મા વડે જ સર્વ દ્રવ્યોની ખ્યાતિ છે. આત્માના જ્ઞાનપ્રકાશથીજ તે સર્વ દ્રવ્યો પ્રકાશમાં આવે છે. એટલે કે એ ચારેય અસ્તિકાયો ખ્યાતિને પામે છે. જેને ખ્યાતિ આત્મા આપે તેનો આત્માએ મોહ શું કરવો ?
મોહ અધિષ્ઠાન બને છે એટલે જ મોહનથી હણાતો. આત્મા અધિષ્ઠાન એમ સમજાશે તો મોહનો નાશ થશે. અધિષ્ઠાન અર્થાત્ આધારનું અનુસંધાન થશે તો અધ્યસ્થ અર્થાત્ આઘેય જીતાશે. તમસ, રાજસ ભાવ ટાળીશું તો સાત્વિક ભાવની કિંમત સમજાશે.
ઉપયોગ આત્મામાં રહે છે માટે પર એવાં કોઈ પદાર્થમાં ઉપયોગ નહિ રાખતાં આપણાં પોતાના ઉપયોગમાં (આત્મામાં) જ પોતાનો ઉપયોગ રાખવો એ શ્રેષ્ઠ સાધના છે - એ શ્રેષ્ઠ પરનો ત્યાગ છે. સ્વ સ્વરૂપને ભૂલીને પરપદાર્થ સાથે સ્વવત્ સચ્ચિદાનંદરૂપે અભેદ થઈ જવું તે વિભાવદશા છે. વિભાવદશા આવવાથી આત્મા ચેતન મટીને જડ નથી થતો, એનું જાત્યાંતર નથી થતું પરંતુ વિકારી બને છે, અશુદ્ધ થાય છે અને દુ:ખી થાય છે.
એવી રીતે પુદ્ગલમાં કદી પણ જ્ઞાન-દર્શનાદિ આત્મિક ગુણો આવતા નથી માટે પુદ્ગલમાં કદી પણ પરભાવ હોતો નથી. તો હવે પુગલદ્રવ્ય જીવદ્રવ્યથી કેવી રીતે અલગ છે તે સમજીએ.
પુદ્ગલ દ્રવ્યનો ભેદો : સ્વભાવરૂપ પુદ્ગલને સચિત - અચિત, સૂક્ષ્મ-બાદર, રૂપી અને જડ એવાં ભેદથી જાણીએ છીએ.
લક્ષણ : વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, પ્રભા, અંધકાર, ઉદ્યોત-છાયા, રૂપ-રૂપાંતર, પરિવર્તનતા, અનિત્યતા, ક્ષેત્રમંતર ગમન, પરિભ્રમણ, પુરણ અને ગલન, હાનિ-વૃદ્ધિ, ઉત્પાદ-વ્યય, સર્જન-વિસર્જન, સંકોચ-વિસ્તાર, સંયોગ-વિયોગ ઈત્યાદિ પુદ્ગલના લક્ષણો છે. ફરસ-વરન-રસ-ગંધ-મચ, નારદ-પાસ-સંઠાન; અનુરૂપી પુગલ દરબ, નભ-પ્રદેશ-પરવાન. પરિવર્તન એ અનિત્યતા છે, વિનાશીપણું છે. ઉત્પાદ-વ્યય એ સ્વનું સ્વમાં જ પર્યાયાન્તર છે. સંયોગ-વિયોગ છે એ ક્રમિકતા છે. પરિભ્રમણ એ અસ્થિરતા છે. પુદ્ગલદ્રવ્ય ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરે છે. આ બધાંય પુદ્ગલદ્રવ્યના અનેક સ્વભાવો
Page #477
--------------------------------------------------------------------------
________________
2
પરિશિષ્ટ - ૩
છે. સંસારી જીવો પુદ્ગલ દ્રવ્યના સંગે આવાં બધાં સ્વભાવોને પામે છે.
પુદ્ગલદ્રવ્ય જીવના સંગે ચાહે સચિત બન્યું હોય અગર જીવરહિત સ્વતંત્ર પુદ્ગલ સ્કંધ અચિત હોય ઉભયમાં પુદ્ગલ દ્રવ્યના પોતાના સ્વભાવો સરખા
જીવના ભેદ: જેમ પુદ્ગલના સચિત અને અચિત એમ બે ભેદ છે તેમ પુદ્ગલસહિત કર્મયુક્ત જીવ તે સંસારીજીવ અને પુદ્ગલરહિત કર્મમુકત એવાં સિદ્ધ પરમાત્માના જીવ. આમ જીવના મુખ્ય બે ભેદ છે. એક આવરણયુક્ત છે અને બીજું નિરાવરણ અર્થાત્ આવરણમુક્ત છે.
પરમાર્થ અભેદતા: જે કદી ઘૂસે નહિ અને જે કદિ નીકળે નહિ; જે કદિ આવે નહિ અને જે કદિ જાય નહિ; જે આવી મળે નહિ અને જે કદિ ટળી જાય નહિ એવાં જે આવવા-જવાના, મળવા-ટળવાના સ્વભાવવાળા નહિ હોય તેવાં જ્ઞાનાદિ આત્માના અનંત ગુણો છે. એ આવતા કે જતાં નથી. પણ હા એની ઉપર આવરણ (પડલ) ચઢતાં હોય છે. પુદ્ગલ દ્રવ્ય આકાશમાં અવગાહના લે છે પણ પુગલદ્રવ્યના ગુણ પુદ્ગલદ્રવ્યમાં હોય પણ આકાશમાં નહિ હોય. (૧) જીવનું સંસારીપણુ સાદિ-સાન પૂર્વકનું ભવિજીવ વિષે અનાદિ-સાન્ત
છે. અભવિ વિષે સાદિ-સાન્ત પૂર્વક અનાદિ - અનંત છે. પુદ્ગલદ્રવ્ય સાદિ-સાન્ત પૂર્વક અનાદિ અનંત છે અર્થાત્ વિનાશી છે. ધર્મ અધર્મ આકાશાસ્તિકાયના પર્યાયો અનાદિ-અનંત, નિત્ય, અવિનાશી છે. જીવનું કેવળજ્ઞાન એ કાંઈ સંયોગ શરૂઆત નથી પરંતુ જે સાવરણ છે તેની નિરાવરણ થવાની શરૂઆત છે. નિરાવરણતા સાદિ-અનંત હોય છે. એ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. સત્તાગત જે સાવરણ હતું તેને આવરણ
હઠાવી પ્રગટીકરણ કરવાની ક્રિયા છે. (૫) મનુષ્યપણુ આદિ જીવનું જ સ્વરૂપ છે તે પુદ્ગલ નૈમિત્તિક સાંયોગિક
સાદિ-સાન્ત સ્વરૂપ છે. (૬) કેવળજ્ઞાન એ સ્વરૂપે સત્તાસ્વરૂપ જીવમાત્રમાં રહેલ છે. અર્થાત
Page #478
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
53
કેવળજ્ઞાન સત્તાસ્વરૂપ છે જ્યારે કર્મની સત્તા સાંયોગિક છે અર્થાત કર્મ સાંયોગિક સત્તાસ્વરૂપ છે. કર્મ સાદિ-સાન સાંયોગિક છે કેવળજ્ઞાન
જ્યારે નિરાવરણ થાય છે ત્યારે કર્મનો સર્વથા વિયોગ થાય છે. પરિણામે કેવળજ્ઞાન વેદાય છે - અનુભૂત થાય છે. કેવળજ્ઞાનના પ્રગટીકરણે કર્મનો સર્વથા ક્ષય થયેલ હોવાથી તે ક્ષાવિકભાવ છે. સંયોગસત્તા એ આવરણ છે, પડળ છે જેને સર્વથા હઠાવી સ્વ શુદ્ધ સ્વરૂપનું, ક્ષાયિક
સ્વરૂપનું પ્રગટીકરણ કરવાનું હોય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અનાદિ-અનંત, આધાર-આધેય ભાવથી જેમ અભેદ છે તેમ નિર્વિકારીપણાથી પણ અભેદ છે.
દ્રવ્યથી દ્રવ્યનો આધાર આધેય ભાવ જુદો છે. જ્યારે દ્રવ્યના સ્વગુણપર્યાયનો આધાર આધેય ભાવ તરૂપ છે. દાખલા તરીકે તપેલીમાં દૂધ છે તો તપેલી એ આધાર છે અને દૂધ એ આધેય છે. પરંતુ તપેલી એ દૂધ નથી અને તપેલીમાં રહેલ દૂધ એ તપેલી નથી. આ એક દ્રવ્યથી બીજા દ્રવ્યનો આધાર આધેય ભાવ થયો, જે તરૂપ પ્રકારનો આધાર આધેય ભાવ નથી.
આત્મામાં અનાદિ-અનંત અભેદતા આધાર આઘેચ ભાવથી છે. પરંતુ વિકારીપણાને કારણે સંસારીજીવના અનુભવમાં એ સ્વરૂપ આવતું નથી. જ્યારે સ્વરૂપ નિરાવરણ થાય છે ત્યારે નિર્વિકારીપણાથી જીવ દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ થાય છે.
ભેદ વ્યવહારિક હોય છે જ્યારે અભેદ પારમાર્ષિક હોય છે. એક ક્ષેત્રે અવગાહના એટલે એક ક્ષેત્રે પરિણમન. પાંચેય અસ્તિકાયને સ્પર્શ, બદ્ધ અને તરૂપ પરિણમનથી સમજી લેવાં જોઈએ.
અભેદના પ્રકાર : એના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે :
(૧) સ્પર્શ અભેદ સંયોગી (૨) બદ્ધ સંબંધ અભેદી સંજોગી અને (૩) તરૂપ સંબંધ પારમાર્થિક અભેદ.
તેજસ-કાશ્મણ શરીર અને દારિક શરીર તથા આત્મપ્રદેશો આ બધાં આકૃતિથી દશ્યરૂપે એક સરખા દેખાય છે. તેમજ એક જ ક્ષેત્રે અવગાહના લઈને રહેલાં હોય છે. એથી તેઓ એકક્ષેત્રી કહેવાય છે પણ તે બદ્ધ સંબંધ
Page #479
--------------------------------------------------------------------------
________________
54
પરિશિષ્ટ - ૩
પરિણમનની એકક્ષેત્રીયતા હોય છે જે સંબંધ નિર્દોષ નથી પરંતુ સદોષ સંબંધ છે. જો નિર્દોષ સંબંધથી એકક્ષેત્રી અવગાહના હોય તો તે સ્પર્શ પરિણમન છે જેમાં અરસપરસ એક દ્રવ્યની બીજા દ્રવ્યના ગુણપર્યાયને કશી અસર લેશમાત્ર પણ હોંચતી નથી. ઉદાહરણ તરીકે સિદ્ધશિલા ઉપર સ્પર્શપરિણમનથી રહેલ પાંચે અસ્તિકાયો.
જયારે એક ક્ષેત્રીય અવગાહના હોય છે ત્યારે જો બંને એકક્ષેત્રીય અવગાહિત દ્રવ્યોમાંથી એક પણ દ્રવ્યના ગુણપર્યાયને બાધા-ક્ષતિ-હાનિ પહોંચતી હોય તો તેને બદ્ધ પરિણમન કહેવાય. દાખલા તરીકે આત્મા અને શરીર, દૂધ અને સાકર, ક્ષીર અને નીર. જ્યાં જ્યાં દૂધ ત્યાં ત્યાં પાણી અને જ્યાં જ્યાં પાણી. ત્યાં દૂધ એનું નામ એક ક્ષેત્રી અવગાહના.
આત્માના ગુણ પર્યાયમાં ક્ષતિ પહોંચાડવાની નિમિત્તત્તા પુદ્ગલદ્રવ્યમાં છે. બદ્ધ પરિણમનમાં બે દ્રવ્યોનો સંબંધ છે. પરંતુ તે દ્રવ્યોના ગુણપર્યાયનો સંબંધ નથી. છતાં સંબંધ બંધાય છે ગુણપર્યાયના કારણે અને બંને દ્રવ્યો કે બંનેમાંથી એક દ્રવ્યના ગુણપર્યાયમાં પરિવર્તન, ફેરફાર, બદલાવ આવે છે તે બદ્ધ પરિણમન છે.
આત્મા જ્યારે એના પરમાત્મ સ્વરૂપે, સિદ્ધ સ્વરૂપે, બ્રહ્મસ્વરૂપે, શુદ્ધ સ્વરૂપે હોય છે ત્યારે તે આત્મામાં આત્માના સર્વ ગુણ પર્યાયો સમકાળ-યુગપ વિદ્યમાન પ્રગટ હોય છે. સમસમુચ્ચયથી સર્વ ગુણ પર્યાય તે દશામાં અભેદ હોય છે.
જ્યારે પુદ્ગલદ્રવ્યમાં ગુણપર્યાયના અનંત આકારો હોય છે જે સમકાળે કદીય પ્રગટ વિદ્યમાન થતાં નથી પરંતુ ક્રમે ક્રમે, એક પછી એક By and by પ્રગટ થાય છે માટે તેને ક્રમ સમુચ્ચય કહે છે. પુદ્ગલદ્રવ્યના પર્યાય ઉત્પાદ-વ્યયરૂપી વિનાશી છે અને ભેદરૂપ છે.
આત્મા અને પુદ્ગલ સિવાય બીજું કોઈ દ્રવ્ય એકમેકથી આવરાયું નથી. અરૂપી દ્રવ્ય, બીજાં અરૂપી દ્રવ્યને આવરણ કરે નહિ. જેમકે એક પારદર્શક દિવાલની આગળ બીજી પારદર્શક દિવાલ હોય તો પારદર્શીતા એવીને એવીજ રહે છે. અરૂપી એવાં આત્માને જડ અને રૂપી એવું પુદ્ગલ આવરણ કરે છે
Page #480
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
55
કારણ કે મૂળમાં અરૂપી એવો આત્મા અનાદિ કાળથી પુદ્ગલસંગે રૂપી છે. અર્થાત્ રૂપારૂપી છે. જયારે પુદ્ગલને જીવદ્રવ્ય આવરી શકતું નથી. કારણ કે મૂળમાં જીવ અરૂપી છે. પોત (જાત) અરૂપીની છે પણ ભાત રૂપીની છે. એવી સંસારીજીવની દશા છે. વળી અવળી ચાલ અજ્ઞાન, મૂઢતા, મોહ, મિથ્યા ભાવ જીવના છે પણ પુદ્ગલના નથી. જીવ વિભાવ દશામાં છે. પુદ્ગલ દ્રવ્ય તો એના પોતાના સ્વભાવમાં નિયમ મુજબ વર્તી રહ્યું છે, પરિણમી રહ્યું છે.
એક દ્રવ્યના ગુણનો પર્યાય બદ્ધ સંબંધથી બીજાં દ્રવ્યનો પરપર્યાય બની શકે છે. પરંતુ બીજાં (પર) દ્રવ્યનો પર્યાય પોતાનો ગુણ બની શકે નહિ. ઉદાહરણ તરીકે એક વ્યકિત કાળી છે. વર્ણ (રંગ) એ પુદગલદ્રવ્યનો ગુણ છે અને કાળો એ વર્ણનો પર્યાય છે. એ પર પર્યાયનો આરોપ જીવમાં કરીને એને જીવનો પર્યાય બનાવેલ છે પણ તેથી જીવનો કાળો રંગ એ કાંઈ ગુણ બની જતો નથી. એ કાળો રંગ તો જીવ દ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય સાથેના બદ્ધ પરિણમનથી ધારણ કરેલ દેહ (શરીર)નો છે કે જે દેહ પુદ્ગલદ્રવ્યનો બનેલ છે અને જીવદ્રવ્ય - આત્માને ચોટેલ છે.
પાંચ ઈન્દ્રિયોની સામે, પુલના પાંચ ગુણો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ છે. પુદ્ગલદ્રવ્યને ઈન્દ્રિયો નથી. પરંતુ પુદ્ગલના પાંચ ગુણધર્મોને લઈને સંસારીજીવ માટે પુદ્ગલ સાથેના બદ્ધ પરિણમનથી પુદ્ગલનીજ બનેલી ઈન્દ્રિયો સસારીજીવને મળેલ છે કે જેને વડે કરીને સંસારીજીવ ચક્ષુરેન્દ્રિય (આંખ)થી વર્ણ, ધ્રાણેન્દ્રિય (નાક)થી ગંધ, રસેન્દ્રિય (જીભ)થી રસ, સ્પર્શેન્દ્રિય (ત્વચા)થી સ્પર્શ અને કર્મેન્દ્રિય (કાન)થી શબ્દનો ભોગ ભોગવી શકે.
પુદ્ગલદ્રવ્યને પોતા માટે તો જીવદ્રવ્ય-આત્માના શુભાવો કે અશુદ્ધ ભાવો એ સર્વભાવો સર્વકાળે ભેદરૂપ જ છે કારણ કે તે સર્વ વિભાવ કે સ્વભાવ કેઈ કાળે પુદ્ગલદ્રવ્યના આધારે તો નીકળવાના જ નથી. જે કાંઈ પુદ્ગલ દ્રવ્યમાંથી ઉદ્ભવે (ઉત્પાદ પામે અને પાછું પુદ્ગલદ્રવ્યમાં જ લય પામી જાય. - વિલીન થઈ જાય) તે પર્યાયને જ પુદ્ગલદ્રવ્યનો અભેદ પર્યાય કહેવાય. કારણ કે જેમાંથી ઉત્પન્ન થાય છે તેમાં જ તે સમાઈ જાય છે. છતાંય સંસારીજીવા ભોક્તા છે તે ભોકતાની અપેક્ષાએ વર્તમાનકાળના પુલપર્યાયો સંસારી,
Page #481
--------------------------------------------------------------------------
________________
56
પરિશિષ્ટ
-
3
ભોકતાજીવને ભોગવવાના ઉપયોગમાં આવે છે તેથી તે અપેક્ષાએ અભેદ ગણાવી શકાય છે. છતાં નષ્ટ (ભૂત) અને અનુત્પન્ન (ભાવિ) પર્યાયો જે વર્તમાનકાળમાં ભોગવવાના ઉપયોગમાં આવતા નથી તે ભોકતાભાવની અપેક્ષાએ ભેદરૂપ છે.
આત્મા જે કાંઈ ઈચ્છે છે તે અભેદ અને નિત્ય જ ઈચ્છે છે. જ્યારે આત્મા જે માંગે છે તે અભેદતા અને નિત્યતા પુદ્ગલદ્રવ્યમાં તો છે જ નહિ. તો પછી જે જ્યાં છે જ નહિ એવાં પુદ્ગલદ્રવ્યમાંથી આત્માને નિત્યતા અને અભેદતા મળશે કેમ કરીને ? અભેદતા અને નિત્યતા તો જીવદ્રવ્યમાં પોતામાં જ છે. માટે જ જ્ઞાનીઓએ ઘૂંટી ઘૂંટીને કહ્યું છે કે......“પરના દૃષ્ટા બનવું જોઈએ અને સ્વના ભોકતા બનવું જોઈએ.” - “સ્વમાં વસ અને પરથી ખસ.”
-
॥ ભાભવામ્ સર્વ સુદ્યમ્ - પરવશમ્ સર્વ દુ:વમ્ ॥ એ ક્યારે બને ? કર્તાભાવે, વિરુદ્ધ અશુદ્ધ ભાવો, વિભાવો, પરભાવો, મોહભાવો કાઢીએ; વિચાર વિકલ્પથી પર થઈએ. નિર્મોહી, નિરિહી, નિર્વિકલ્પ, નિર્વિચાર, નિષ્કષાય બનીએ; શુદ્ધ ભાવમાં પરિણમીએ ત્યારે આ બને !
મનુષ્ય યોનિમાં દયા, દાન, સેવા, પરોપકાર, ક્ષમા, પ્રેમ, કરુણા, વાત્સલ્યાદિ સાત્વિક ગુણોના સેવનથી હૃદય કુણુ-કોમળ-મુલાયમ બને છે અને ત્યાગી વૈરાગી થવાય છે. ભૂતકાળમાં કંઈ ને કંઈ તામસ, રાજસ ભાવ કાઢીને સાત્વિક ભાવો કર્યા હોય તેની નિશાનીરૂપે જ ત્યાગી, વૈરાગી બનાતું હોય છે. કોઈ પરભવના પુણ્યોદયે કરીને દોષો ટળે છે અને ગુણો પ્રાપ્ત થાય છે. છતાં એ પુણ્યતત્ત્વ પણ પુદ્ગલ છે કારણ ક પુણ્યકર્મ છે. ગમે એવું શ્રેષ્ઠ પુણ્ય હોય પણ જાત કઈ ? રૂપીની, વિનાશીની, અસત્ની, અનિત્યની ! તેથીજ પુણ્યોદય વખતે દોષો ટાળવા જોઈએ અને ગુણો કેળવવા જોઈએ. આગળ ઉપર દયા, દાન, સેવાદિ ગુણો પણ ટાળીને સ્વરૂપગુણો પ્રગટ કરી સંસ્કારગુણો ટાળીને નિર્ગુણી, ગુણાતીત (સંસ્કારગુણ - સાત્વિકગુણોની પેલે પાર સ્વરૂપગુણોના સ્વામી) થવાનું છે. સાત્વિક ગુણો વડે તામસ અને રાજસ ગુણો હટાવી અંતે સાત્વિકગુણોથી પણ પર થવાનું છે.
ગુણાતીત કે નિર્ગુણી થવું એટલે કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું - કેવળજ્ઞાન પ્રગટ કરવું. કેવળજ્ઞાન પૂર્ણ હોવા છતાં સમગ્ર ચૈતન્યનો અંશ છે એટલે કે
Page #482
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
57
આત્માનો દ્રવ્યાંશ છે.
દ્રવ્યના મુખ્ય બે વિભાગ છે... (૧) પ્રદેશ વિભાગ અને (૨) ગુણપર્યાય વિભાગ. આમાં જે દ્રવ્ય સ્કંધરૂપ છે તે સમગ્ર પ્રદેશના સમુહરૂપ દ્રવ્યને સ્કંધાકારે પૂર્ણ અને અખંડ ગ્રહણ કરવું જોઈએ. વાસ્તવિક રીતે દ્રવ્ય એક એક પ્રદેશના સમુહનું બનેલ હોય છે. માટે એક એક પ્રદેશને દ્રવ્ય કહેવાનો વ્યવહાર રાખીએ તો સર્વ પ્રદેશો દ્રવ્ય બને. જેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય વિગેરે દ્રવ્યો જે સ્કંધરૂપે એક દ્રવ્ય છે તે વ્યવસ્થા તૂટી જાય. સાગર જલબિંદુનો સમુહ છે પરંતુ વ્યવહારમાં એકેક જલબિંદુ ને જલબિંદુ જ કહીએ છીએ પણ સાગર નથી કહેતાં. એવો વ્યવહાર કરવા જતાં અરૂપી દ્રવ્યમાં જેટલાં પ્રદેશ એટલાં દ્રવ્ય થઈ જાય. બીજી રીતે દ્રવ્યના સ્વગુણ પર્યાયનો. સમુહ તે એકદ્રવ્ય છે. એક એક ગુણને તથા એક એક પ્રદેશને તે અખંડ દ્વિવ્યના અંશ અર્થાત્ દ્રવ્યાંશ કહેવાય છે.
પુદ્ગલદ્રવ્ય વિષે ચાર ભેદ છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. એમાંય સ્કંધ, દેશ અને પ્રદેશ એ સાપેક્ષ દ્રવ્ય છે, જ્યારે પ્રદેશ તો વળી કલ્પિતા સાપેક્ષ દ્રવ્ય છે. નિશ્ચયથી એક પુદ્ગલ પરમાણુ જ પુદ્ગલમાં મૂળ દ્રવ્યરૂપે છે. પુદ્ગલદ્રવ્યનો સ્કંધ એ પુદ્ગલદ્રવ્યનું પારમાર્થિક દ્રવ્યપણું નથી. પરંતુ વ્યવહારિક સાપેક્ષપણું છે. સ્કંધની અનિત્યતા છે અને પુદ્ગલપરમાણુની નિત્યતા છે. માટે જ કહ્યું છે કે જો મુમુક્ષુ સાધક ચાહે તો એક પુદ્ગલા પરમાણુનું ધ્યાન ધરીને કેવળજ્ઞાન પામી શકે છે.
આત્માના જ્ઞાનગુણાદિ પર્યાયો આત્મપ્રદેશે રહેલ છે અને નહિ કે આકાશાસ્તિકાયના આકાશપ્રદેશે કે જે આકાશપ્રદેશની અવગાહના લઈને આત્મપ્રદેશ રહેલ છે. એ તો એના જેવું છે કે બરણીમાં સાકર છે અને સાકરમાં મીઠાશ છે. સાકરની મીઠાશ સાકરમાં રહેલી છે પણ બરણીમાં નથી રહેલ. એમ જ્ઞાનગુણ આકાશસ્તિકાયના અવગહિત આકાશપ્રદેશે નથી રહેલ પરંતુ આકાશપ્રદેશની અવગાહના લઈને રહેલ આત્મપ્રદેશમાં રહેલ છે.
પ્રદેશપિંડ - અસ્તિકાય (આત્મપ્રદેશ) જે અનાદિ – અનંત, નિષ્પન્ન, અનુત્પન્ન, અવિનાશી સ્વયંભૂ છે તે જીવને દ્રવ્યથી નિત્ય પ્રાપ્ત છે પરંતુ
Page #483
--------------------------------------------------------------------------
________________
58
પરિશિષ્ટ - ૩
એની જે અવસ્થા - હાલત - પર્યાય અનિત્ય છે તેને સાધકજીવે સાધના દ્વારા નિત્ય બનાવવાની છે.
જીવની અનિત્યતા વિષયક વિચારણા : કાશ્મણ વર્ગણા (પુદ્ગલ) આત્મપ્રદેશે ચોટે પછી તેને કર્મ કહેવાય. આમ કર્મ એટલે જીવ ઉપરનું પુદ્ગલા નૈમિત્તિક આવરણ કે પછી જીવે કરેલ શુભાશુભ યા શુદ્ધાશુદ્ધ ભાવની પુદ્ગલ દ્વારા જીવના આત્મપ્રદેશે મારવામાં આવેલી છાપ. પુદ્ગલસંગે - કર્મસંયોગે જીવ આવરાય છે ત્યારે જીવનો સ્વભાવ દબાય છે કે છૂપાય છે અને વિભાવ સ્વરૂપે પ્રગટ થાય છે. કર્મના સત્તા, બંધ, ઉદય ને ઉદીરણા આત્મા ઉપર આવરણરૂપ છે. આ ચારેય આવરણોથી આત્માના શુદ્ધપર્યાય આવરાય છે. સત્તા વિના ઉદય નહિ હોય. જીવના મૂળ સત્તાગત, સ્વભાવગત ગુણોને પ્રગટ થવા નહિ દે તેનું નામ આવરણ. ઘાતિકના આવરણ સર્વથા હઠે તો કેવળજ્ઞાન પ્રગટ થાય અને જ્ઞાનાનંદ, બ્રહ્માનંદ, સ્વરૂપાનંદ અનુભવાય. અઘાતિકર્મોના આવરણ સર્વથા હઠે તો જીવ-આત્મપ્રદેશો અશરીરી, અદેહી, અમૂર્ત, અરૂપી સિદ્ધ થઈ શકે.
પ્રથમ વીતરાગ થઈ મોહનાશ - મોહક્ષય કરી મોહમુક્ત થવાનું છે. જેના પાયામાં મૂળમાં સર્વપ્રથમ અસત્ વિપરીત દૃષ્ટિ જેને મિથ્યાદષ્ટિ કહે છે તેનાથી મુકત થઈ સમ્યગદષ્ટિ - સમકિતિ બનવાનું છે. ત્યારબાદ કેવળજ્ઞાન પ્રગટીકરણની સાથે સંકલ્પ - વિકલ્પથી મુકત થવાય છે અર્થાત્ ઉપયોગ સહજ, સ્થિર અને અવિનાશી બને છે. પછી આયુષ્યના અંતે શેલેશીકરણ કરી સિદ્ધસ્વરૂપી થયેથી પ્રદેશમુક્તિ મળે છે અર્થાત્ દેહમુક્ત એવી અશરીરી, અમૂર્ત, અરૂપી અવસ્થાની પ્રાપ્તિ થાય છે. આ આખી સાધનાપ્રક્રિયા ચોદગુણસ્થાનકના અનુક્રમે ચોથું ગુણસ્થાનક, બારમું ગુણસ્થાનક, તેરમું ગુણસ્થાનક અને ચૌદમું ગુણસ્થાનક ને અંતે ગુણાતીત સિદ્ધાવસ્થા છે.
ઉપાદાન ને નિમિત્ત કારણ : આત્મા-જીવ જેમાં સત્તાગત કેવળજ્ઞાના પરમાત્મતત્ત્વ રહેલ છે તે જીવ સ્વયં ઉપાદાન કારણ છે. મોક્ષની, મુકિતની પ્રાપ્તિની, સિદ્ધસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિની, પરમપદ, પરમાત્મપદ, સિદ્ધપદ પ્રાપ્તિની ઈચ્છા એ મૂળ કારણ છે. ચોથા ગુણસ્થાનકથી લઈને તે છેક દશમાં ગુણસ્થાનક સુધીના સાધનાશ્રેણિના તબક્કા-પગથિયા, તે તે ગુણસ્થાનકેની
Page #484
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
59
મુમુક્ષુ સાધકની સાધકાવસ્થા - સાધકદશા અસાધારણ પરંપર કારણ છે. દશમાં ગુણસ્થાનકથી લઈ બારમા ગુણસ્થાનકની ક્ષપકશ્રેણિની સાધના પ્રક્રિયા એ અનંતર કારણ છે કે જેના અંતે ઈચ્છિત એવું કેવળજ્ઞાન પ્રગટ થાય છે - અનુભૂત થાય છે. પરંપર કારણ ચોથા ગુણસ્થાનકથી લઈ અગિયારમાં ગુણસ્થાનક સુધીના અનેક હોય શકે છે. આ મુક્તિ પ્રાપ્તિને આવશ્યક એવાં જે અપેક્ષિત કારણો છે તે પંચેન્દ્રિયયુકત મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યક્ષેત્ર, વજઋષભનારાચ સંઘયણ, સુખમ દુ:ખમ કે દુ:ખમ સુખમ કાળ, આઠ વર્ષથી અધિક આયુ, બે હાથથી અધિક અને પાંચસો ધનુષ્ય સુધીનો દેહપ્રમાણ, ઈત્યાદિ અપેક્ષા કારણો કહેવાય છે. આ અપેક્ષા કારણો એક વાર મળ્યાં બાદ એ ભવ પૂરતા ભવાંત સુધી જીવની સાથે જ રહે છે. જ્યારે દેવ, ગુરૂ, ધર્મના ઉપકરણો, ધર્મગ્રંથો, સાધર્મિક આદિ નિમિત્ત છે માટે તે નિમિત્ત કારણો છે. નિમિત્ત અને અપેક્ષા કારણ ભિન્ન દ્રવ્યથી હોય જ્યારે ઉપાદાન કારણ તો દ્રવ્ય સ્વયં જાતે પોતે હોય. તેથી ઉપાદાન કારણને આધારરૂપ કહેવાય. જ્યારે અસાધારણ કારણમાં દ્રવ્યના ગુણપર્યાય હોય. સાધનાના ક્રમિક પર્યાયમાં જેની વિદ્યમાનતા હોય તે અસાધારણ કારણ છે. અસાધારણ કારણ પરંપરા અને અનંતર હોય શકે છે પરંતુ અપેક્ષા અને નિમિત્ત કારણમાં અનંતર કે પરંપરના ભેદ હોતા નથી; ગુણી સ્વયં ઉપાદાન કારણ છે જયારે ગુણ એ અસાધારણ પરંપર કે અસાધારણ અનંતર કારણ છે.
આપણી દૃષ્ટિ જેટલી નિમિત્ત ઉપર છે એટલી ઉપાદાન (ગુણી સ્વયં - જીવદળ - જાત) ઉપર નથી. નિમિત્ત દૃષ્ટિ નિમિત્ત મળે નહિ ત્યાં સુધીની મર્યાદિત છે. જયારે ઉપાદાન ઉપર (પંડ ઉપર - જાત ઉપર - સ્વનીરિક્ષણ) ની દૃષ્ટિ તો કેવળજ્ઞાન થાય નહિ ત્યાં સુધી લક્ષવેધ સુધી રાખવાની છે. દ્રવ્યદૃષ્ટિ એ નિર્મોહદષ્ટિ છે - યોગદષ્ટિ છે. જ્યારે પર્યાયદષ્ટિ એ મોહદષ્ટિ છે • ભોગદષ્ટિ છે સિવાય કે કેવળજ્ઞાનાદિ નિત્ય પર્યાય પ્રતિ દૃષ્ટિ હોય.
આત્મા સ્વયં સર્વ શકિતમાન છે અને સર્વશકિતનો સમુહ છે એ પૂર્ણ દષ્ટિ છે. વળી એ દ્રવ્યદૃષ્ટિ છે. જયારે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ પર્યાય દૃષ્ટિ છે. અંશ છે.
મનુષ્યપણું એ આત્માનો પર્યાય છે. દ્રવ્ય એક જ હોવા છતાં અવસ્થા
Page #485
--------------------------------------------------------------------------
________________
60
પરિશિષ્ટ
-
3
પ્રમાણે નામ-પર્યાય બને છે. મતિજ્ઞાનમાં જ્ઞાન એ ગુણ છે અને મતિ એ જ્ઞાનગુણનો એક પર્યાય છે. મતિજ્ઞાનની તરતમતાએ કરીને વપરાતા બુદ્ધિશાળી, મૂર્ખ આદિ વિશેષણો છે.
દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણે પરમાર્થથી અભેદ છે. ત્રણે એક ક્ષેત્રે છે. વ્યવહારથી, ગણત્રીથી ભેદરૂપ છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં ગુણ છે અને ત્યાં જ પર્યાય છે માટે અભેદતા અને એકક્ષેત્રીયતા સિદ્ધ થાય છે.
આત્મા જ્ઞાન શક્તિના ઉપયોગ વડે જાણે તે નિશ્ચયનય. આત્મા ગ્રંથાદિ પુસ્તકોના વાચનથી જાણે તે વ્યવહારનય. ગુરૂની મદદથી જાણે તે વ્યવહારકારણ. પોતાના જ્ઞાન ઉપયોગથી જાણે તે સ્વાધીનકારણ - સ્વાધીનસાધન.
આપણો ગુણ આપણાથી અભેદ હોય' જ્યારે આપણું નિમિત્ત આપણાથી ભિન્ન હોય. ગુણી અને ગુણ, આધાર અને આધેયરૂપ છે તેમ નિમિત્ત અને નૈમિત્તિકનો પણ આધાર આધેયરૂપ વ્યવહાર કરાતો હોય છે. તીર્થંકર ભગવંત આપણા માટે નિમિત્તરૂપ છે પરંતુ તેઓ આપણાથી ભિન્ન છે. અર્થાત્ તેઓમાં આપણા ગુણ નથી છતાં એમના જેવાં ગુણો આપણામાં છે.
-
સદ્ભૂત વ્યવહાર - અસદ્ભૂત વ્યવહાર : એક જ દ્રવ્યના ગુણપર્યાયમાં ઘટાવવાના છે. એમાં નિમિત્તને નહિ લેવાય. ઘડાનો નિમિત્તકર્તા કુંભાર છે પરંતુ ઘડાનો ઉપાદાનકર્તા માટી છે કે જે પદાર્થ-દ્રવ્યના આધાર પર્યાયો ઉત્પન્ન થાય છે. એ પર્યાયોનું અસ્તિત્વ પૂર્વે તે પદાર્થમાં - દ્રવ્યમાં હોય છે તેમ સમજી લેવું. મોજાં - તરંગ શક્તિરૂપે દરિયામાં હતાં તેથી જ દરિયામાં મોજાં-તરંગો ઉદ્ભવે છે. આપણા પોતામાં પણ સત્તાગત કેવળજ્ઞાન વર્તે છે તેથી જ કેવળજ્ઞાન પ્રગટે છે. ઉત્પાદનું અસ્તિત્વ દ્રવ્યમાં હતું એટલે પર્યાય ઉત્પન્ન થાય છે. એ ઉત્પાદનો જ્યારે વ્યય થાય છે ત્યારે તે પર્યાય પણ તે દ્રવ્યમાં સમાય છે. માટે કેવળજ્ઞાનમાં સર્વ દ્રવ્યના સર્વ પર્યાયો જણાય છે - પ્રતિબિંબિત થાય છે. સર્વદ્રવ્યનાં સર્વ પર્યાયો એક સમયે વર્તે છે - વિદ્યમાન છે એટલે કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. છદ્મસ્થ અલ્પજ્ઞાની, અપૂર્ણજ્ઞાની સ્વયંની ભેદદશાને કારણે, ક્રમિક દશાને અંગે દ્રવ્યમાં ઉત્પાદ અને વ્યય ભૂતવત્ અને ભવિષ્યવત્ સમજે છે.
Page #486
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩
(G
આપણી પોતાની જે વર્તમાન વેદનરૂપ સ્થિતિ છે તે ભૂતવત્ બનતાં તે વેદાતી નથી. પરંતુ એ સ્થિતિમાં પણ આપણે જ્ઞાતા-દષ્ટા બનવાનું છે. “હું” - “1” જેને વર્તમાન ગુણપર્યાય યુકત દ્રવ્ય માનીએ છીએ તે વાસ્તવમાં “હું” દ્રવ્ય નથી. એ તો દ્રવ્યનો પર્યાય છે જે ભૂતવત્ બને છે. બાકી ખરેખર તો “હ” એ તો માત્ર પ્રદેશપિંડ છે - દ્રવ્ય છે. હું જીવદળ - ઝવદ્રવ્ય, આત્મદળા - પ્રદેશપિંડરૂપ જીવદ્રવ્ય છું અને કેવળજ્ઞાન મારો નિત્ય ગુણપર્યાયરૂપ સ્વભાવ છે. બાકી છદ્મસ્થના જે કાંઈ બધાં પર્યાયો કે જેમાં “હું” પણાનો આરોપ છે તે તો માત્ર વર્તમાનરૂપ સાદિ-સાન્ત હોવાથી અસતુ પર્યાયો છે તેથી તે હુંકારને અહંકાર એટલે કે અનિત્ય અસત્ હુંકાર અર્થાત્ અહંકાર કહેલ છે. ( વિશ્વમાં રહેલાં સર્વ પર્યાયો તે હું નથી એ ઉદાસીન ભાવ છે. પરમાં હું ભાવ - “હુંકાર - અહંકાર કહેવાય છે. સત્ય “હું” - સાચો “હું” તે તો આત્માનું પરમાત્મત્ત્વ છે એ હું નથી પણ સોડહં - સોડહં નો નાદ છે - આત્માકાર છે જે ઓમકાર છે.
પુદ્ગલ દ્રવ્યો અને સજાતિય જીવો વચ્ચે રહેલાં આપણે તે બધાંયની સાથે અને બધાંયની વચ્ચે જીવવાનું છે. એ સર્વ પર હોવાથી ઉદાસીનભાવે જીવવાનું છે. જ્યારે પંચ પરમેષ્ઠિ ભગવંતો (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) સજાતિય પર હોવા છતાં સ્વરૂપ એકયથી તેમની સાથે ઉદાસીનભાવે નહિ પણ ઉલ્લાસભાવથી જીવવાનું છે. જીવ માત્રને આત્મવત્ સિદ્ધ સ્વરૂપે જોવાથી તેઓ પ્રત્યેના દેહભાવ મોહભાવ ચાલ્યા જાય. આપણા કર્તવ્ય, ફરજ, કર્મયોગ, ફળપ્રાપ્તિની અપેક્ષા રાખ્યા વિના ઉદાસીનભાવે તથા પ્રકારે કરવા જોઈએ. જીવો પ્રત્યે દુર્ભાવ નહિ કરવો, તેમ જીવો પ્રત્યે ઉદાસીન ભાવ પણ નહિ રાખવો. સર્વ જીવો પ્રતિ પ્રેમભાવ, વાત્સલ્યભાવ, આત્મવભાવ કેળવવા જોઈએ.
કોઈપણ પદાર્થ પ્રત્યે રાગ થાય તો સુખબુદ્ધિ થાય. અધ્યાત્મની દૃષ્ટિએ બુદ્ધિથી ચકાસીશું તો રાગ નહિ થાય. જ્યાં રાગ છે જ નહિ ત્યાં પછી તેષની ઉત્પત્તિનો પ્રશ્ન રહેતો નથી કારણ કે દ્વેષ એ રાગમાં મળતી નિષ્ફળતાની નિપજ છે. જ્યારે રાગદ્વેષ જાય અર્થાત્ રાગ સમૂળગો જાય ત્યારે આત્માનું વીતરાગ, નિર્વિકલ્પ, નિરપેક્ષ, નિશ્ચય, શુદ્ધ, સત્ય, પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય
Page #487
--------------------------------------------------------------------------
________________
62
પરિશિષ્ટ - ૩
છે. આત્માના એ અનાદિ નિષ્પના સ્વરૂપને સમજવા માટે જ દ્રવ્યાનુયોગની વિચારણા છે. દ્રવ્યાનુયોગની સમજણથી આત્માને સમજીને, પર્યાયદષ્ટિ હઠાવી, દ્રવ્યદૃષ્ટિ કેળવીને જ્ઞાનધ્યાનમાં અનભવન-વેદન કરતાં થઈએ, આત્મસ્થિત થઈએ ત્યારે વીતરાગતા આવે. શ્રેણિગત વીતરાગતા આવે એટલે મોહનીયકર્મનો સોપશમ થાય, સકામ નિર્જરા થાય અને અંતે ક્ષય થાય છે ત્યારે જ નિષ્કર્મા, નિરંજન, નિરાકાર, નિરાવરણ, નિરપેક્ષ થવાય છે. આત્મા ધર્મમાં ગતિ કરે, આત્મામાં સ્થિતિ કરે, ભગવાન પરમાત્મામાં અવગાહના લે અને પુદગલને ઉપકરણ - ધર્મ સાધન બનાવી સાધના કરે તો તે સ્વયં અાલ - કાલાતીતા બની પરમાત્મસ્વરૂપે નિખરે - ઉભરે - ઉપસે.
સોનાની લંકા સોનાની હોય પણ આપણી ન હોય, પર હોય તો તે સોનાની લંકા આપણા શું ખપની ? આપણને શું કામની ? એ જ પ્રમાણે આત્મા સિવાયના શરીર, ઈન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ ગમે એટલાં સારા હોય, સોહામણા હોય તો જ તે પર છે અને આપણા છે નહિ અને આપણા થનાર નથી તો એ આત્માને શું કામના ? તેમ પર એવી ભોગસામગ્રી પણ આત્માને શું કામની? હા! તે યોગસામગ્રી - યોગસાધન બની રહી આત્માને ભોગમાર્ગેથી યોગમાર્ગે લઈ જઈ આત્મામાંથી પરમાત્મા બનાવે તેટલા પૂરતી તેની કિંમત એકાય.
દેહપિંજરમાં પૂરાયેલ આત્મા જો તનમનનું દુ:ખ ટાળી નહિ શક્યો અગર જો મન અને તન દ્વારા આત્માના અતીન્દ્રિય સુખને પામી શક્યો નહિ તો શાસ્ત્ર અધ્યયન અગર પંચાચારનું પાલન શું કામનું?
સની પ્રાપ્તિ સત્ વડે હોય પણ અસત વડે નહિ હોય. દશ, હાલત, અવસ્થા એ ગુણપણ છે અને એ પણ પરમ સત્ય છે કે કોઈ પણ દ્રવ્ય અવસ્યા વગર ચારેય નહિ હોય. સંસારીજીવની સંસારીશા - સંસારી અવસ્થા અસત્ - ખોટી - આભાસી - વિનાશી - માયાવી હોય છે, છતાંય એ અવસ્થા જેવી છે તે આત્મા અવસ્થાપતિ - દશાપતિ પોતે તો સત હોય છે. મૂળ ગરીમંત - જન્મજાત શ્રીમંત પણ હાલ વર્તમાનદશા ચીંથરેહાલ. જાત સની પણ ભાત અસતની. પોત સત પણ ભાત અસત. અવસ્થા આત્માના આધારે ઉત્પન્ન થાય છે. સત્ સ્વયં હોવા છતાં સની સમજણ
Page #488
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
-
3
63
નથી અને સત્ત્ની દૃષ્ટિ સત્ય સમ્યક્ દૃષ્ટિ નથી તેથી આત્મામાંથી અસત્ અવસ્થાઓ નીકળ્યા કરે છે. માટે જો સત્ની - આત્મસ્વરૂપની સમજણ લઈ, સત્ દૃષ્ટિ કરીશું, સમ્યક્ દૃષ્ટિપાત કરીશું અને દશાપતિ (આત્મા)ને તેનાં વાસ્તવિક સ્વરૂપમાં મૂળ શુદ્ધ સ્વરૂપમાં સમજીશું તો વર્તમાન અનિત્ય પર્યાયને - વિનાશી અવસ્થાને દૂર કરી નિત્યાવસ્થાને, સત્ અવિનાશી અવસ્થાને પ્રાપ્ત કરી શકીશું.
-
જડ એવાં પુદ્ગલદ્રવ્ય સાથે એટલે કે પુદ્ગલના બનેલાં દેહ જોડે ક્ષરનીરની જેમ આત્મા રહેલ હોવા છતાં ય આત્માનું આત્મતત્ત્વ, જીવત્વ મટી ગયું નથી. જીવ, જીવ મટી પુદ્ગલ કે પુદ્ગલ, પુદ્ગલ મટી જીવ થયેલ નથી એટલે કે જાત્યાંતર - દ્રવ્યાંતર થયું નથી. આ સંદર્ભમાં “એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરતું નથી” એમ કહેવું હોય તો કહી શકાય બાકી નિમિત્ત નૈમિત્તિક અસર તો છે જ.
દૂધ ભલે પાણીમાં ભળ્યું પણ દૂધ (ક્ષીર) કાંઈ પાણી (નીર) નથી થઈ ગયું. દૂધ તો દૂધ જ છે અને પાણી તો પાણી જ છે. ભેળાં ભળ્યાં એટલું જ. પાણી ઉકાળીને - તપાવીને ઉડાડી દઈ દૂધ મેળવી શકાય છે, આવશ્યકતા છે તાપની. પાણીને તપાવીને, ઉકાળીને, ખદબદાવીને વરાળરૂપે ઉડાડી દઈને દૂધને દૂધ સ્વરૂપે પરત નિર્ભેળ મેળવી શકાય છે. એમજ સંસારીજીવમાં જીવપણાને, આત્મતત્ત્વને, પરમાત્મત્ત્વને પકડવું એનું જ નામ સંવર અને નિર્જરા તત્ત્વ. અનાદિકાળથી જીવ બહિરાત્મભાવે પરપદાર્થોને ઉપયોગથી પકડે છે પરંતુ જીવ પોતાના ઉપયોગથી સ્વયં પોતાના જ ઉપયોગને અર્થાત્ અંતરમાં રહેલ અંતરાત્મ તત્ત્વ, પરમ આત્મ તત્ત્વને, પરમાત્મત્ત્વને જ પકડતો નથી. સ્વરૂપની સમજણ વિના ઉપયોગ પકડાતો નથી. સ્વરૂપની સમજ આવે એટલે કે અંદરમાં રહેલ પોતાના પરમ આત્મ તત્ત્વ અર્થાત્ પરમાત્મતત્ત્વને સમજવામાં આવે તો પરમાત્મ તત્ત્વ પકડી શકાય એટલે કે આવરણ હઠાવી તેને અનાવૃત, નિરાવૃત, નિરાવરણ કરી શકાય, પ્રગટ કરી શકાય.
દૂધ પાણી ભેગાં છે અને ચૂનો (ફાક) પાણી ભેગાં નથી એ સમજાય તો પાણી સાથે રહેલ દૂધ દેખાતાં, નિર્ણય થતાં પાણી જુદું પાડી દૂધ મેળવી
શકાય.
Page #489
--------------------------------------------------------------------------
________________
64
પરિશિષ્ટ
-
3
જીવ અવગાહના આકાશ પાસેથી લે છે. સ્થિતિ અધર્માસ્તિકાય પાસેથી લે છે, ગતિ ધર્માસ્તિકાય પાસેથી લે છે, અને અજ્ઞાન ને મોહનું નિમિત્ત જીવ પુદ્ગલાસ્તિકાયને બનાવે છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય જે જડ અને અપ્રકાશ છે તે સર્વને આત્મા પોતાની જ્ઞાન-દર્શન શક્તિએ કરીને પોતાના જ્ઞાતા-દૃષ્ટા ભાવે ખ્યાત (પ્રકાશિત) કરે છે.
પુદ્ગલ પાસેથી જીવને સંયોગ-વિયોગ મળે છે કારણ કે મોહ અને અજ્ઞાનનું નિમિત્ત સંસારીજીવને પુદ્ગલ હોય છે જે સંયોગ-વિયોગ ધર્મવાળું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સાથે સંસારીજીવ, પુદ્ગલદ્રવ્ય અને સિદ્ધ પરમાત્માના જીવાત્માઓને જો સરખાવીએ તો પુદ્ગલદ્રવ્ય બરોબર સમજાય છે, તેમ સાથે સાથે સિદ્ધ પરમાત્માની સિદ્ધાવસ્થા પરમાત્માવસ્થા પણ સહજ જ સમજાય જાય છે.
જો કોઈ ગુનેગાર હોય તો તે નિયમબાહ્ય જેનું વર્તન છે, જે છે અશુદ્ધ એવો સંસારીજીવ છે. સંસારીજીવ સિવાયના કોઈ દ્રવ્યનું વર્તન નિયમબાહ્ય સ્વભાવ વિરુદ્ધ નથી પણ નિયમાનુસાર સ્વરૂપગુણકાર્ય ગુણપ્રમાણેનું હોય છે. આવાં અશુદ્ધ સંસારીજીવને, અશુદ્ધ જીવદ્રવ્યને, અનેકોમાં એક છતાં સર્વવ્યાપી એવાં આત્માને જાણીને, આત્મસ્વરૂપને જાણીને, બે નય, બે દૃષ્ટિ, બે માર્ગ, દ્રવ્યગુણપર્યાય, ત્રિપદી, ચાર કારણ, ચાર નિક્ષેપા, ચાર સંયોગ, ચાર અનુયોગ, પાંચ સમવાયી કારણ, પંચ મહાવ્રત, પંચાચાર,. પંચાસ્તિકાય, ષડ્કાય, ષસ્થાન, સપ્તભંગી, સ્યાદ્વાદ, અનેકાન્તવાદ, સાપેક્ષવાદ, આઠ કર્મ, નવ તત્ત્વ, દશ પ્રકારનો યતિધર્મ, આદિ જે દ્રવ્યાનુયોગ પ્રધાન વિષય છે તેના અભ્યાસથી અને તથા પ્રકારના સદાચારણથી શુદ્ધ બનાવી સિદ્ધ પરમાત્મા થવાનું છે.
Page #490
--------------------------------------------------------------------------
________________ *deg 3gધૂ III aોવે લd 10, ગાdવિભૌdpg guy বলা বাতী URdীর এ চাচী, ઉહિ UR UdD UH..... ચેતન જ્યારે જ્ઞાતી સાવિત ચિઠાકયતો પ્રકીરામાં ધ્યાન, ધ્યાતા અત ધ્યેયરૂણ્ય ત્રણય તારતે એકમીક બતાવી દે છે ત્યારે સજાસજ આવી સુમધુર યાદોનું સર્જત થઈ જાય છે !!! ન ઉપડે આન, તdદનું.૦૦ - લો બીજ હ. એક ફાઈનલ થી પાભિ પર, 4 જો મંડાય . પનાહ સNિ * & Bh મોક્ષાણુ દેનાથ પ્રભુપદકanલો હું ઘણji! Printed by : Hitesh Dasadia - 2683092